________________
વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા
અન્નસત્ર, માર્ગો, પરબ, સ્મશાન; ધાર્મિક દૃષ્ટિએ ચૈત્ય (પ્રાકૃતિક સ્થાનકો), મંદિરો, પુણ્યસ્થાનો. આ ઉપરાંત દરેક સીમા, વન કે માર્ગનાં માપ; દરેક ક્ષેત્રની પ્રાપ્તિસંબંધી આર્થિક વ્યવહારની દૃષ્ટિએ દાન, વેચાણ, આર્થિક પ્રવૃત્તિના પ્રોત્સાહન માટેનું અનુદાન (અનુગ્રહ) કે મહેસૂલ(યા અન્ય વેરા)થી મુક્ત ક્ષેત્ર – એવું ચતુર્વિધ વર્ગીકરણ; ઘરોમાં કરદાતા-અકરદાતા એવું આર્થિક વર્ગીકરણ; સામાજિક રીતે વર્ણવાર વર્ગીકરણ; વ્યવસાયની દૃષ્ટિએ ખેડૂત, પશુ-પાલક, વેપારી, કારીગર, નોકર અને દાસ • એવું વર્ગીકરણ; વસ્તીસંખ્યાની દૃષ્ટિએ માનવસંખ્યા, પશુસંખ્યા; વળી કુળો વગેરેમાંથી રાજ્યને થતા ઉપાર્જનની દૃષ્ટિએ થતી વેચાણની કે કરોની નીપજ; વેઠ (ફરજિયાત મજૂરી fafe), es (માલપરિવહન પરનો કર), દંડની કુલ ૨કમ; વળી પ્રત્યેક કુટુંબમાંનાં સ્ત્રી-પુરુષોમાંનાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા, પરિવારની દરેક વ્યક્તિનાં કર્મ (વ્યવસાય) અને આખા કુટુંબનાં આવક-ખર્ચ.
આમ સમસ્ત રાષ્ટ્રની જડ-ચેતનરૂપ કુલ સંપદાનું હેતુલક્ષી રીતે વર્ગીકૃત સંકુલ ચિત્ર મળે છે, જેની વિગતો રાષ્ટ્રનાં વિવિધ આયોજનોમાં ખપ લાગે છે. આ ચિત્ર શાંતિકાળના વિકાસના આયોજન માટે અને કટોકટીકાળનાં યુદ્ધાદિના આયોજન માટે ય સતત ખપમાં આવતું રહે એવું છે. દરેક રાષ્ટ્ર કે સમાજ માટે આવું હેતુલક્ષી સંકુલ આંકડાશાસ્ત્ર અનિવાર્ય છે. અલબત્ત, કૌટિલ્યે રજૂ કરેલું આ આંકડાશાસ્ત્રીય ચિત્રણ તો, તેમની ગ્રંથશૈલી મુજબ, માત્ર નમૂનાનું કે દિશાદર્શક છે. એમાં દેશ-કાળભેદે, હેતુભેદે ફેરફાર અને ઉમેરણને વિપુલ અવકાશ રહે જ છે. વળી આ માહિતી ફરીફરી ગુપ્તચરતંત્ર દ્વારા અને બીજી રીતે ચકાસાતી રહીને જ કોઈ પણ આયોજનનો વિશ્વાસ્ય પાયો બની શકે તે મહત્ત્વની વાત પણ કૌટિલ્યે ઘૂંટી છે. અવાસ્તવિક કે આડેધડ તૈયાર કરાયેલું આંકડાશાસ્ત્ર ખરે પ્રસંગે નકામું સાબિત થઈ અત્યંત ભયાવહ પણ બની શકે; જ્યારે પૂરી કાળજીથી કસીને તૈયાર કરાયેલું આંકડાશાસ્ત્ર પ્રજા અને રાજ્ય વચ્ચેનો વ્યવહારસાધક સેતુ બની રહે.
૧૭૧
આ જ ૨.૩૫મા અધ્યાયના પાછલા ભાગમાં, સમાહર્તાની આજ્ઞા પામેલા વિવિધવેષધારી ગુપ્તચરોએ, ઉપર્યુક્ત ગોપ અને સ્થાનિક એ બે અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા ઉપર્યુક્ત બાબતો સંબંધી આંકડાઓની પ્રમાણિકતાને, પોતપોતાની ગુપ્ત તપાસ દ્વારા ચકાસવાની વાત વિગતે થયેલી છે. એ કામગીરીમાં કેટલીક નવી બાબતોની તપાસની વાત પણ સામેલ કરાઈ છે; દા.ત. પ્રત્યેક ગામનાં કુળોની તપાસમાં અનર્થ-નિવારણની દૃષ્ટિએ, ગામમાં પ્રવેશતી અને ગામમાંથી બહાર જતી વ્યક્તિના અનુક્રમે પ્રવેશ કે પ્રવાસના કારણની તપાસ રાખવાની છે; તે રીતે અસામાજિક તત્ત્વરૂપ જણાયેલાં સ્ત્રી-પુરુષોની આવન-જાવનનાં કારણોની ખાસ તપાસ રાખવાની છે. શત્રુઓના જાસૂસો બાબત પણ કોઠાસૂઝને આધારે પૂરી સાવધાની રાખવાની છે. આ તપાસ ‘ગૃહપતિ’ એટલે કે પરિવારધારી ખેડૂતના વેષમાં રહેલા ગુપ્તચરોએ રાખવાની છે.
વેપારી(વૈવેદ)-વેષધારી ગુપ્તચરોએ આર્થિક ઉપાર્જનસંબંધી આંકડાઓનું સમાંતર સર્વેક્ષણ ગુપ્તપણે હાથ ધરવાનું છે. તેમણે રાજ્યની માલિકીનાં ખાણ, સેતુ (બાંધેલાં જળાશયો), વન, ઉદ્યોગગૃહો અને ખેતર જેવાં અર્થોત્પાદનસ્થાનોમાં પેદા થયેલા સરકારી માલનાં માપ અને કીમત જાણવાનાં છે. તે જ રીતે જળમાર્ગે કે સ્થળમાર્ગે વિદેશોમાંથી આવેલા કીમતી અને સામાન્ય જાતોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org