SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' ઃ દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વૃદ્ધસેવનની પ્રાચીન પરિપાટીની આવી બેવકૂફીભરી અવગણનાને લીધે ભારતના પ્રખર બુદ્ધિશાળીઓ પોતાની સાચી કદર થાય તેવાં અન્ય રાષ્ટ્રોમાં સ્થાયી બની, ત્યાંના સમાજને પોતાના જ્ઞાનનો ખરેખરો લાભ પણ આપે છે અને પોતાને છાજતાં ગૌરવ અને કદર પણ પામે છે. સ્વાધીન ચેતનાવાળો મનુષ્ય સ્વભાવથી જ ગુરુ કે ગ્રંથ વિના પણ નિત્ય ચોપાસ વ્યાપેલી પ્રકૃતિમાંથી અને આત્મીય લાગતા ચોપાસના ભાતીગળ સમાજમાંથી પોતાની નૈસર્ગિક જ્ઞાનશક્તિ અને ધ્યાનશક્તિ દ્વારા ઘટનાઓ અને પદાર્થોના આંતર-સંબંધ પ્રગટ કરતું જ્ઞાન તારવતો જ રહે છે. બસ, આ જ નૈસર્ગિક સ્વાધ્યાયશીલતાની ભલામણ કૌટિલ્ય રાજકર્તા-વર્ગ માટે ભારપૂર્વક કરી છે. આને કારણે રાજા નરેન્દ્ર (નરશ્રેષ્ઠ) બની રહી પોતાની સર્વાગી, અહંકારમુક્ત પ્રતિભાના બળે ‘કાળનું કારણ' અર્થાત્ લોકની પ્રકૃતિદત્ત ઉત્ક્રાન્તિનું પ્રકૃતિનિર્મિત વાહન કે નિમિત્ત બની શકે છે. આવો રાજા મૂલ્યોના પરિવર્તનનું અને મનુષ્યજીવનના નિત્ય વિકાસનું વાહન પણ બની શકે છે. રાજધર્મના સમયાનુરૂપ નવા-નવા આયામો, નવો-નવો કર્તવ્યબોધ જન્મે છે; એટલું જ નહિ, રાજારૈયતના સંબંધનું વધુ સંવાદી, માનવીય અને ઘનિષ્ઠ સ્વરૂપ ખીલી શકે છે. ભારતનાં છેલ્લાં રજવાડાંઓમાંથી આવા કેટલાક દૃષ્ટાંતરૂપ રાજ-વિશેષો, કદાચ ગાંધીયુગના પ્રભાવ તળે અનુભવવા મળ્યા હતા. એ રીતે કૌટિલ્ય નિરૂપેલા આ પ્રકરણ દ્વારા “તે રાજયતંત્ર શ્રેષ્ઠ છે, જે ન્યૂનતમ શાસન કરે છે” એ વાતને, ગાંધીજીના, પોતાને માટેના પ્રબુદ્ધ અરાજકતાવાદી'ના દાવાને કે વિનોબાના, “રાજકારણના દિવસો ગયા છે; તેનું સ્થાન વિજ્ઞાન લેશે” એવા વેધક નિદાનને ચોક્કસ લીલી ઝંડી મળે છે. (૪) કર્મ-દૈવ-વિભાગ-બોધ (પુરુષાર્થ અને પ્રારબ્ધ) ભ્રાંતિરહિત તત્ત્વજ્ઞાનનું પાયાનું કામ છે જે કાંઈ જેવું હોય તેવું, પૂર્વગ્રહમાત્રથી ઉપર ઊઠેલા ધીર જ્ઞાતાને નિઃશંકપણે બતાવવું, કે જેથી તેને કર્તવ્યમાર્ગનો નિશ્ચિત બોધ થાય, તે મુજબ કાર્યયોજના થઈ શકે અને અવાસ્તવિક આશા-અપેક્ષાઓ ટળતાં કોઈ પણ પરિણામ બાબત નિરાશા કે ફરિયાદને અવકાશ ન રહે. અવાસ્તવિક ઇચ્છાઓ કે તૃષ્ણાઓ બુદ્ધિને કાં તો રૂંધે છે, કાં તો તેની પાસે અશક્ય માગણીઓ કરે છે. એથી ધ્યાનસિદ્ધ તટસ્થ જ્ઞાનશક્તિથી, અનુભવશક્તિથી કૌટિલ્ય, આપણે પ્રથમ વ્યાખ્યાનમાં ગ્રંથપરિચય કરતાં જોયું હતું તેમ, પરદેશનીતિના વધુ નાજુક પ્રકરણના આરંભે – બલ્બ બે વિભાગ વચ્ચેના ઉંબરે – અધ્યાય ૬.રની શરૂઆતમાં જ, માનવની, આ જગતુમાં શી સ્થિતિ (predicament) છે તેનું સાદું-સીધું પણ ઝટ હૈયે વસે તેવું સંક્ષિપ્ત આલેખન કરેલું છે. જીવનમાં કશા ક્ષોભ કે આવેગોની ઉથલપાથલ વિના હેતુલક્ષી પુરુષાર્થ કરી છૂટવા ઇચ્છનારને એ વર્ણન બહુ અસરકારક માર્ગદર્શન પૂરું પાડીને બધી હાલતમાં હૃદયને સમાધાન આપે એમ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy