SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૫ કોશનું બીજું લક્ષણ એના ભૌતિક બંધારણ વિષે અનુભવાશ્રિત વિશિષ્ટ વાત કહે છે : “કોશ મુખ્યરૂપે સોના-રૂપાના સંચયરૂપ હોય અને વિવિધ જાતમાં મોટાં રત્નો અને ચલણી નાણાંનો પણ એમાં સંગ્રહ હોય' (હેમUપ્રાય: ત્રિભૂતરત્નદિરખ્ય:). અહીં એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે સંપત્તિનાં બે સ્વરૂપો છે : પોષણદાયી સ્વરૂપ અને શોભાવર્ધક સ્વરૂપ. જીવનના સંકુલ સ્વરૂપની દષ્ટિએ એ બંને પોતપોતાની રીતે વિકસિત ટકાઉ સંસ્કૃતિના આવશ્યક ભાગરૂપ બની રહે છે. પોષણદાયી સ્વરૂપમાં રોટી-કપડાં-મકાન વગેરે જીવનોપયોગી ચીજો આવે, તો શોભા સાથે પરિતૃપ્તિ અને શણગાર સાધનાર ચીજોમાં વિવિધ કળાઓ પણ આવે અને તેનાં મૂર્તિ પ્રતીક અને પરિણામ એવાં આભૂષણો, શોભાવસ્ત્રો, ગૃહસુશોભનો ઇત્યાદિ પણ. એ દષ્ટિએ મનુષ્ય પથ્થર, લોઢું-તાંબુ-પિત્તળ-કાંસુ, કાષ્ઠ વગેરે નિર્માણક્ષમ ઉપાદાન-દ્રવ્યોનું મૂલ્ય આંકવા ઉપરાંત કળાસાધના દ્વારા સૌદર્યનિર્માણની પ્રબળ જિજ્ઞાસાને બળે, એક બાજુએ પુષ્પાદિ પ્રાકૃતિક સુશોભનોનું પણ મૂલ્ય આંક્યું, તો બીજી બાજુએ સોનું-રૂપું-હીરા-માણેક-મોતી વગેરેનું પણ મૂલ્ય આંક્યું. જીવનની શોભાની પરિપૂર્તિરૂપે એમાંથી બનતી કલાપૂર્ણ રચનાઓને ‘અલંકાર' (અલય્-પૂર્ણ, કાર-કરનાર; અર્થાત્ અપૂર્ણતામાં પૂર્ણતા આણનાર) એવું નામ આપ્યું. વળી સોનું, રૂપું, હીરા, મોતી એ બધાનું, આરોગ્ય વગેરે દષ્ટિએ પણ સૂક્ષ્મ મૂલ્ય પરખાયું. એથી વિકસિત સભ્યતાઓમાં પ્રતિભાયુક્ત પરાક્રમ અને પરિશ્રમથી પ્રાપ્ત થતાં એવાં દ્રવ્યોનું સ્થિર અને સાર્વભૌમ (સર્વ પ્રદેશોમાં સમાન) મૂલ્ય સ્થપાયું. એ દ્રવ્યો વણઘડાયેલા સ્વરૂપે હોય કે ઘડાયેલા; પણ એનું મૂલ્ય સંસ્કૃતિના કળશરૂપ ગણાતું રહ્યું છે. એમાં માણસની પ્રતિભાના ધેર્યગુણો અને શોભાગુણો ધરબાયેલા છે. એટલે વિવિધ માનવસમાજોમાં, યથાશક્તિ, એકબાજુ આ દ્રવ્યોની ધરતીમાંથી કે સાગરમાંથી પ્રાકૃતિક રૂપે પ્રાપ્તિ બાદ તે પરની આવશ્યક વિવિધ શુદ્ધિપ્રક્રિયાઓ અને પેઢી-દર-પેઢી પરંપરાગત કળાવારસો ઝીલીને ખંતથી નવા-નવા રૂપે તે વારસાને વિકસાવનારા સોની, ઝવેરી વગેરે દ્વારા આભૂષણોનું નિર્માણ - એ બંને ચાલતાં રહ્યાં. તો બીજી બાજુ જીવનકળા-કુશળ ઠરેલ પ્રજા દ્વારા અનુકૂળતા મુજબ આભૂષણાદિ પાછળ વિવેકી ધનવ્યય, તેનો સુરક્ષાપૂર્ણ સંચય અને જીવનચર્યામાં આવતા વિવિધ સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક સુ-અવસરો ટાણે ઉલ્લાસની સુંદર અભિવ્યક્તિરૂપે તેનો સમુચિત ઉપયોગ પ્રવર્તતા રહ્યા. આ દ્રવ્યો પૈકી સોના-રૂપાને ઘડતરયોગ્ય જાણીને અને પ્રજાકીય શાંત પુરુષાર્થનાં પ્રતીકો સમજીને, પ્રજાજનો વચ્ચે ઠરેલ આર્થિક વિનિમયના સાધન તરીકે સોનારૂપામાંથી વિવિધ ઉચ્ચ મૂલ્યના સિક્કાઓ રાજ્યતંત્ર દ્વારા, સોના-રૂપા સંબંધી શુદ્ધિ અને વજનનાં ધોરણો ચુસ્તપણે જાળવીને, નિર્માણ કરાવા લાગ્યા અને વિધિસર રાજ્યકોશમાં અને પ્રજાજનોમાં પ્રવેશાવાયા. આવા સિક્કા સોનારૂપારૂપ કીમતી ધાતુઓને કારણે, આજના ઊતરતી ધાતુનાં કે કાગળ વગેરેનાં ચલણી નાણાંની જેમ માત્ર પ્રતીકમૂલ્ય ન ધરાવતાં, વિનિમયથી નિરપેક્ષ રીતે ભારોભાર દ્રવ્યમૂલ્ય પણ ધરાવતા હતા. ચલણી સિક્કા માટે “રૂપિયો (), “સોનામહોર' (સુવf) જેવા શબ્દો જ એના નિર્માણદ્રવ્યોની જાહેરાત કરતા હતા. આજે તો ‘રૂપિયો' શબ્દ “સાપ ગયો ને લિસોટા રહ્યા’ એ ન્યાયે જ ચાલુ છે ! એકંદરે ચલણી નાણાંનું ભૌતિક સ્વરૂપ અને એનું પૂર્ણ વિશ્વાસ્યપણું કોઈ પણ રાજયતંત્રની અને રાષ્ટ્રની પ્રતિભાનો માપદંડ બની રહે છે. રાષ્ટ્રની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy