SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા પ્રગટ કરે છે. દાંપત્યની દઢતા પણ એ પારસ્પરિકતા ઉપર જ સ્થપાય છે. સમતોલ દાંપત્યના અનુકૂળ સંજોગોમાં પણ સ્ત્રીને માટે પરિસ્થિતિવિશેષમાં પોતાનું આ આગવું ધન પણ યોગ્ય મર્યાદામાં, સહજીવન અર્થે વાપરવાની છૂટ સૂચવાઈ છે. ખાસ તો, પિતૃસત્તાક પરિવારમાં સ્ત્રી અયોગ્ય રીતે આર્થિક-સામાજિક મોરચે દબાય-ચંપાય નહિ એ જ સમભાવી શાસ્ત્રકારોનો ચિંતાવિષય રહ્યો છે. કૌટિલ્યે સમકાલીન સમાજના વિકાસસ્તર અને મૂલ્ય-ભાનની કક્ષાના પરિપ્રેક્ષ્યમાં સ્રી અને પુરુષની પારસ્પરિક નિષ્ઠા (વફાદારી) અચળ રહે, પરસ્પર આદર ટકી રહે તેવાં મુખ્ય-મુખ્ય વહેવારવર્તનો – સ્રીપુરુષની બહિશ્ચર્યા (ઘર બહારનાં સંબંધો અને વર્તનો), શારીરિક બળજોરી અંગેનાં નિયમનો, નિજ-નિજ પારિવારિક ફરજોનો અમલ ઇત્યાદિ – રુચિપૂર્વક સ્પષ્ટ રીતે ચીંધી બતાવ્યાં છે. ૨૭૫ પતિ પ્રવાસેથી દીર્ઘ કે અતિદીર્ઘ કાળ સુધી પાછો ન ફરે કે તેનો કોઈ સંદેશો પણ ન આવે તે સ્થિતિમાં સ્ત્રીના પ્રતીક્ષાધર્મની સમય-મર્યાદા ચીંધવા સાથે, તે કાળમર્યાદા બાદ સ્ત્રીને, ત્યારબાદના જીવનનું વૈવાહિક, પારિવારિક નવવ્યવસ્થાપન કરવા બાબત મળતા સ્વાતંત્ર્યની પણ વાત કરી છે. દેશ-કાળ પ્રમાણેની સમાજની એકંદર મનોદશાની મર્યાદામાં ખાસ કરીને સ્રીની મોકળાશ વધે તે કૌટિલ્યને અભીષ્ટ છે. ઉપર નવી સ્રી કરનાર પુરુષે આગલી સ્ત્રી કે સ્ત્રીઓને આપવાના થતા જે ‘આધિવેદનિક’ ધનની વાત કરી છે, તે મેળવવા-ભોગવવા અંગે સ્ત્રીએ પાળવાની મર્યાદાઓની પણ વાત થઈ છે. એવી સ્ત્રી જો બીજું લગ્ન કરે ને સાથે આગલા પતિથી થયેલાં સંતાનોને ન લઈ જાય, તો આધિવેદનિક-ધન એ સંતાનોને ફાળે જાય એવી ન્યાયી વ્યવસ્થા ચીંધી છે. પત્નીના જીવતાં પતિ મૃત્યુ પામે ત્યારે સ્ત્રીને તે પછીના પારિવારિક કે વૈવાહિક જીવન અંગે પસંદગીપૂર્વક નિર્ણય લેવાનું સ્વાધીનપણું કૌટિલ્ય વ્યાપકપણે તો સ્વીકારે જ છે. કાં તો સ્ત્રી સાસરે જ અન્ય પરિવારજનો સાથે જીવવાનું પસંદ કરે, કાં તો સંતાનો હોય તે સ્થિતિમાં તેમને લઈને અન્ય વિવાહ કરે, કાં તો બાળકોને આગલા પરિવારમાં જ મૂકીને વિવાહ કરે. તેવા પસંદ કરેલા જે-તે વિકલ્પ પ્રમાણે સ્ત્રીને માટે પોતાનું મળેલું અગાઉનું સ્ત્રીધન કાં તો અગાઉ જેમ પોતાની પાસે જ રહે યા પાછળ મૂકેલા સંતાન માટે છોડવું પડે. કૌટિલ્ય પોતાની સામે વિવિધ સાંસ્કૃતિક સ્તર ધરાવતાં વિવિધ સામાજિક જૂથો(કોમ)નો યા વિવિધ મનોવૃત્તિઓનો પરિપ્રેક્ષ્ય (દષ્ટિકોણ) રાખે છે. સ્ત્રીપુરુષનાં અને વિવિધ કોમોનાં વિધિદત્ત આગવાં સ્વાતંત્ર્યો પ્રત્યે કૌટિલ્ય સમજણભર્યો આદર ધરાવે છે. સ્ત્રી-પુરુષ-સહજીવન તેને લગતી અનેક સમસ્યાઓ અને દોષસંભાવનાઓને ઓળંગીને પણ સૃષ્ટિમાં પડેલી સંવાદિતા, સહયોગિતા અને એક-રસતાની સુંદર અભિવ્યક્તિ બની શકે તેમ છે તેવી કૌટિલ્યની શ્રદ્ધા પણ આ પ્રકરણોમાં ઝલમલે છે. એ સંવાદિતા કે એકરસતા જ ભાતીગળ વ્યવહારોમાં પરિણમતી સમસ્ત માનવીય સંસ્કૃતિને તાલબદ્ધ અને સાર્થક બનાવનારો પાયો હોઈ કૌટિલ્યે ‘‘વિવાદપૂર્વ: વ્યવહાર:” એવું પેલું મહાવાક્ય લખી દીધું ! પ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક બર્ટ્રાન્ડ સેલના ‘Marriage and Morals’ (‘લગ્નજીવન અને નીતિનિયમો') એ ઠરેલ રસપૂર્ણ પુસ્તકનું અગત્યનું તારણ એ છે, કે જેમ અગ્નિ સાથે અદબભર્યો વ્યવહાર કરવાથી જ તેના મહત્તમ લાભ મળે છે, નહિતર અપાર જીવનહાનિ પણ થઈ શકે છે, તેમ સ્ત્રી-પુરુષસંબંધ પણ ઉભય દ્વારા થતી તેના નિયમોની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy