SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ બોલી ઊઠે છે : “વાહ ભાઈ, શી છે રાજાધિરાજના મંત્રીના ગૃહની રોનક !” વળી કહે છે : “એટલે પછી આ મંત્રીજી મહારાજ ચંદ્રગુપ્તને ‘વૃષલ’ (શૂદ્ર) એવા વર્ણવાચક અડવા પદથી જ સહજપણે બોલાવતા હોય એમાં શી નવાઈ ?” ૧૮ કૌટિલ્યના ઉપલક બરછટપણા પાછળ અકબંધ રહેતી ભરી-ભરી ગુણજ્ઞતા અને વત્સલતા તેમને નંદરાજાના પણ ‘રાક્ષસ' નામના વફાદાર મંત્રીના ઉચ્ચ ગુણોની સ્થિર કદર કરવા પ્રેરે છે. રાક્ષસની, નંદરાજાઓના નાશ પછી પણ માત્ર અકબંધ જ નહિ રહેલી, પણ સ્વામીકુળ-નિકંદનનું વેર વાળવા સુધ્ધાં પ્રવૃત્ત બનેલી વફાદારી વિષે પણ કૌટિલ્ય પૂરા માહિતગાર છે. રાક્ષસ ચંદ્રગુપ્તને પદભ્રષ્ટ કરીને, કંઈ નહિ તો છેવટે અન્ય વંશના પણ એક રાજપુત્રને મગધપતિ બનાવવા વ્યૂહ રચે છે ! આ પાછળની વિશુદ્ધ વફાદારીને અને વળી મંત્રી તરીકેની રાક્ષસની ઉચ્ચ દક્ષતાને પણ કૌટિલ્યે બરોબર પિછાણી લીધી છે. એટલે કૌટિલ્યની પાકી ઇચ્છા છે કે રાક્ષસને તેના આ તત્કાલીન સંકુલ કાર્યકલાપમાં, પોતાની અજેય રાજનૈતિક વ્યૂહરચનાથી સંપૂર્ણપણે અચૂક નિષ્ફળ કરવો અને એવી નાજુક પરિસ્થિતિ ઊભી કરવી કે છેવટે તે ચંદ્રગુપ્તના જ અમાત્ય તરીકેનું પદ, પોતાનાં સહજ આભિજાત્ય અને સ૨ળ-પરિણામિતાથી પોતાની પ્રખર વિરોધિતાને પણ અસાધારણ નિરભિમાનપણાથી પૂરેપૂરી સમેટી લઈને, સ્વીકારવા સંમત થઈ જાય. કૌટિલ્યે એ પારખી લીધું છે કે જૂના સ્વામી પ્રત્યેની વફાદારીમાં પણ રાક્ષસ છેક જ મૂઢ અને અક્કડ તો નથી જ નથી. તેથી જ કૌટિલ્ય એની રાજાને સ્થાનચ્યુત કરવાની અટપટી પ્રાસંગિક વ્યૂહરચનાને, પોતાની સવાઈ ચતુરાઈ અને દક્ષતાથી સાવ નિષ્ફળ કરીને ખરેખર તો એ રત્નસમાન અમાત્યને જીવનમાં નવી સફળતા બક્ષવા માગે છે. આ બે અમાત્યો પૈકી કૌટિલ્ય નાટ્યક્રિયાના નાયક જરૂર છે, પણ એકમાત્ર વિજેતા નથી કે નાટકમાં નથી કોઈ ખલનાયક; બંને વચ્ચેની શત્રુતા પણ કર્તવ્યભાવનામાંથી જન્મેલી ‘દાની દુશ્મનાવટ’ છે. એથી જ વિશાખદત્ત જેવા કવિવરને આ પાત્રો અને એમનો કૌતુકવર્ધક કાર્યકલાપ નાટ્યક્ષમ લાગ્યાં. રાક્ષસને આમ વશ કરીને શત્રુરાજાના અમાત્યપદમાં સ્થિર કરવો તે એના એક ભવમાં બીજો ભવ ઊભો કરવા જેવું કાઠું કામ છે. અધ્યાત્મવિદ્યામાં જેને ‘આત્મવત્તા’ કહે છે, પોતાના શરીરથી પર એવી આત્મસ્વરૂપતાની અનુભૂતિ કહે છે, તેમાંથી જન્મતી અનેક લોકોત્તર શક્તિઓ વિના, આવું, શત્રુના મનને જીતવા સુધીનું અટપટું કામ પાર ન જ પડે. પોતાના જબરા આવેશમાંથી બહાર ન નીકળે તેવા લાગતા માણસને પણ, છેવટે તો ભલભલાને હોંશે-હોંશે નમ્ર બની રહેવા પ્રેરે તેવા પોતાના ઉચ્ચ હૃદયબળથી જ વશ કરવાનું બીડું કૌટિલ્યે ઝડપ્યું હતું. પોતે માનેલી ફરજના ભાગરૂપે શત્રુતા આચરી રહેલા મહાનુભાવને પોતાની સાચી ફરજનું ભાન કરાવી – પોતાની મંત્રી તરીકેની અનેક રચનાત્મક શક્તિઓનું ભાન કરાવી – નંદવંશનિકંદનનું પણ લૌકિક ન્યાયીપણું સમજવાની તેમની તટસ્થ બુદ્ધિશક્તિ જગાડીને, ઈશ્વરદત્ત એકમાત્ર પ્રજાકીય વફાદારીને હૈયે સ્થાપીને, કાળદેવતા દ્વારા વિધિપૂર્વક લોકનિષ્ઠ રાજપદે બિરાજેલા નવા રાજાનું મંત્રીપદ સ્વીકારવા રાજી કરવાનું માથે લેવામાં કૌટિલ્યનું કેવું અપૂર્વ રચનાત્મક મનોવિજ્ઞાન ! અને પ્રજાને ઉત્તમ શાસન નિરંતર મળતું રહે એ માટેની કેવી દિલદાર જદોઝદ ! દેખીતી રીતે કપટોથી ભરેલા આવા અટપટા રાજનીતિના ખેલ, કેવા રચનાત્મક હેતુથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy