SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ઉપર્યુક્ત વિચારોના પ્રકાશમાં, કૌટિલ્યની કલ્પનાનું અર્થતંત્ર કેવું હોય તે આપણે ત્રીજા વ્યાખ્યાનમાં જોઈશું. કૌટિલ્ય રાષ્ટ્રવ્યાપી માનવજીવન માટે અર્થપ્રાપ્તિની તાકીદ કેવી સમજે છે તે અધ્યાય ૨.૪ના ઉત્તરાર્ધમાંની અત્યંત અનુભવસિદ્ધ એવી વીસ મુદ્દાની લાભવિદનોની યાદી તપાસતાં સમજાય છે. તેમાંનાં મોટા ભાગનાં પરિબળો નબળી કે સદોષ મનોદશારૂપ છે. એને કારણે સામે આવેલી અર્થપ્રાપ્તિની તક પણ મનુષ્ય ગુમાવે છે. આમાંનું એક પરિબળ છે : “મંગલ તિથિ અને નક્ષત્ર જોવાનો અત્યાગ્રહ” (મફતિથિનક્ષત્રેષ્ટિતમ્). એ મુદ્દા અંગે એક શ્લોકમાં કટાક્ષપૂર્વક કૌટિલ્ય કહે છે : “અર્થ જ અર્થનું નક્ષત્ર છે; તારાઓ શું કરી આપવાના છે?” કોઈ આ ઉપરથી રખે ને એમ માની લે કે કૌટિલ્ય જ્યોતિષશાસ્ત્રને નકામું માને છે. અધ્યાય ૨.૨૬માં આપેલી રાજાની દિનચર્યામાં વહેલી સવારે જ રાજાની જ્યોતિષી સાથેની નિત્ય-ઉપયોગી એવી મુલાકાતની ભલામણ કરી છે – જેમ વૈદ્ય સાથેની મુલાકાતની. અન્ય કેટલાંક સ્થળોએ પણ કાર્યારંભે જ્યોતિષીની સલાહનું મહત્ત્વ બતાવાયું છે. યુદ્ધના રસાલામાં પણ જયોતિષીનો સમાવેશ થાય છે. પરંતુ કોઈ પણ વસ્તુ પરની અતિ-નિર્ભરતા(વધુ પડતો આધાર લેવાની વૃત્તિ)ને કૌટિલ્ય પસંદ કરતા નથી. ભયથી પ્રેરાઈને ન ધર્મ આચરવાનો હોય, ન જ્યોતિષ-વિચાર કરવાનો હોય. સામે પક્ષે, ગમે તેવી અન્યાયી રીતે યુદ્ધાદિ દ્વારા ભૂમિ-ધન-આદિના લાભને પણ તેઓ ઈષ્ટ માનતા નથી. શત્રુને સંપૂર્ણપણે પરાસ્ત કરીને તેના કિલ્લા પર પોતાનો કબ્દો કેવી રીતે મેળવવો તેના ઉપાયો બતાવતા તેરમા અધિકરણના છેલ્લા અધ્યાયનું નામ જ ઘણું સૂચક છે : “મેળવેલા રાજયાદિમાં વિશ્વાસસ્થાપના' (નવ્વપ્રશન). શંકરાચાર્યે તેમના એક પ્રસિદ્ધ સ્તોત્રમાં “ર્થનર્થ ભાવય નિત્ય” (“નિત્ય “અર્થ એ અનર્થ છે' એ સમજને ઘૂંટજે') એવી જે ચેતવણી આપી છે, તેનું તાત્પર્ય કૌટિલ્ય ઉપર્યુક્ત પ્રકારે અચૂક સ્વીકારે છે. આનો સરસ પુરાવો છે સૂત્ર ૬.૨.૨૦માં સાત રાજયાંગો પૈકીના કોશરૂપ રાજ્યાંગની લાક્ષણિકતા ગણાવતાં મૂકેલું પહેલું લક્ષણ : ધમffધાત: પૂર્વે સ્વયં વા (પૂર્વજો દ્વારા કે પોતાના દ્વારા ધર્મમાર્ગે પ્રાપ્ત કરાયેલો). પ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ્રસૂરિજી, ગૃહસ્થને માટે ન્યાયસંપન્નવમવ: (“ન્યાયયુક્ત સંપત્તિવાળો') એવું જે વિશેષણ મૂકે છે, એનો જ જાણે સુંદર પડઘો રાજનૈતિક ક્ષેત્રમાં કૌટિલ્ય અહીં પાડ્યો છે. | શ્રોતા સતત જોઈ શકશે કે વ્યક્તિગત જીવનનાં મૂલ્યો યથાશક્ય રાજ્ય સંસ્થા પણ જાળવતી રહે તે અંગે કૌટિલ્ય પૂરા જાગૃત અને આગ્રહી છે; કારણ કે તેમની પ્રજ્ઞા પારદર્શી કે સત્યદર્શી છે. (૬) લોકપૂજા ભગવદ્ગીતાના બારમા ‘વિતયોગ' અધ્યાયમાં ભક્તલક્ષણો કહેતાં, પંદરમા શ્લોકમાં એક લક્ષણ આમ કહ્યું છે : “જેનાથી લોક ઉદ્વેગ (પીડા, આશંકા) પામતો નથી અને લોકથી જે ઉદ્વેગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy