________________
વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ
-
આ વાત આ અધિકરણના બીજા અધ્યાયને આરંભે કરેલી એક અત્યંત ટૂંકી, પણ ખૂબ બોધક લાગતી આ તત્ત્વચર્ચાને આધારે સમજાય છે : રાજાની આવશ્યકતા માનવસમાજના ‘યોગક્ષેમ’ના સમર્થ પ્રવર્તન માટે છે. ‘યોગ' એટલે જોડાણ – જીવનોપયોગી વસ્તુઓ સાથે જોડાણ; અર્થાત્ એમની પ્રાપ્તિ - અને ‘ક્ષેમ’ એટલે, કૌટિલ્ય મુજબ, સુરક્ષિત રીતે કે શાંતિ-સંતોષ સાથે, મેળવેલી જરૂરી ચીજોનો ઉપભોગ. (કૌટિલ્યે અહીં ‘ક્ષેમ’ના ‘પ્રાપ્ત વસ્તુનું પરિરક્ષણ' એ પરંપરાગત અર્થનું બહુ સમજણભર્યું રૂપાંતર કે વિસ્તરણ કર્યું છે તે ધ્યાનપાત્ર વાત છે.) આમાંના ‘યોગ’ માટે ‘વ્યાયામ’ની અર્થાત્ ઉત્સાહપૂર્વકના પ્રયત્નની જરૂર છે અને ‘ક્ષેમ' માટે ‘શમ’ની ચિત્તની શાંતિની, ગાંડી તૃષ્ણાના અભાવની જરૂર છે. આથી વ્યાયામરૂપ અને શમરૂપ પરસ્પરપૂરક અને સમતુલા-સાધક મનોદશા એ યોગક્ષેમની યોનિ છે, તેનો આધાર છે. રાજાની રાજનીતિ સમગ્રપણે એ બંનેના કુશળ મિશ્રણરૂપ જ હોય છે. પરદેશનીતિના અન્વયે વિકસેલી છ પ્રકારની રાજનીતિ, કે જે છ પ્રકારનાં અભિગમ-કૌશલો છે, તે ‘છ ગુણો' (ષાનુખ્યમ્) તરીકે ઓળખાય છે. સાતમા અધિકરણમાં મુકાયેલી એ અંગેની વિસ્તૃત ચર્ચાને તપાસતાં તે આ શમ અને વ્યાયામનો જ મિશ્ર કાર્યક્રમ પ્રતીત થાય છે.
વળી, અહીં એ પણ સ્પષ્ટ કરાયું છે કે કોઈ પણ સિદ્ધિ માટે જેટલી આવશ્યકતા ‘દષ્ટ’ (જાણીતા) એવા મનુષ્યયત્નની છે, તેટલી જ ‘અદૃષ્ટ’ (અજાણ્યા, અગોચર) એવા દૈવની પણ છે. વળી મનુષ્યયત્ન પણ ‘નય’ એટલે કે સાચા પુરુષાર્થરૂપ જોઈએ, ‘અપનય’રૂપ (અવળી નીતિ રૂપ) નહિ. તો બીજી બાજુ દૈવ પણ અનુકૂળ એટલે કે લાભસાધક જોઈએ, પ્રતિકૂળ એટલે કે અ-લાભસાધક નહિ. આથી, ટૂંકમાં, મનુષ્ય તો કેવળ નય એટલે કે સાચો પુરુષાર્થ કરે તે જ તેનું કર્તવ્યક્ષેત્ર છે. દૈવ મનુષ્યના હાથની વાત નથી, તેથી તે તેના ચિંતનનો વિષય ન હોય; તે માત્ર આદરયોગ્ય હોય. “કર્મફળ ૫૨ તારો અધિકા૨ નથી” એવી ગીતા-વાણી પણ આ જ વાત કહે છે. જીવનનાં આ પરિબળોને સમગ્રપણે જાણીને દઢપણે, પણ નમ્રતા સાથે પુરુષાર્થ કરનાર રાજા ‘આત્મવાન્' કહેવાય છે. રાજાએ તેવા થવાનું છે.
૩૩
આમ પ્રખર પરદેશનીતિની ચર્ચાના આરંભે આ તટસ્થ જીવન-વિજ્ઞાન પણ ઉપર્યુક્ત રીતે આ અધિકરણમાં સુંદર રીતે વણી લીધું છે. તે બીજા અધ્યાયનું ‘શમ-વ્યાયમિમ્’ એવું પ્રકરણ-નામ પણ આ પાયાની ચર્ચા પર આધારિત કાર્યક્રમને જ ઘૂંટી આપે છે.
આવી નરવી જીવન-મીમાંસાની પાર્શ્વભૂમિકામાં સ્વસ્થ અને જાગૃત પરદેશનીતિ, જે સ્વદેશમાં સુરાજ્ય સ્થાપવા-ટકાવવા ઉપકારક બને, તેની અનુભવાશ્રિત વ્યવહારુ ચર્ચા, વિગતોના પથરાટ સાથે સાતમા પાશુન્ય નામના અઢાર અધ્યાય અને ઓગણત્રીસ પ્રકરણના અધિકરણમાં મળે છે. જેમ સાંખ્યદર્શનમાં પ્રકૃતિનાં ઘટકોને ‘ત્રણ ગુણ’ કહ્યાં છે, કંઈક તેવા જ અર્થમાં – ‘તંતુ’ કે ‘તાણા-વાણા’ અર્થમાં – પરદેશનીતિના ‘છ ગુણ’ (પાસાં કે ભાવાત્મક પ્રકારો યા ગુણ કરનારી નીતિઓ) કહ્યા છે, અને તેની સંકુલ ગૂંથણીને, સાંખ્યના ‘બૈગુણ્ય'ની જેમ, પાત્ક્રુણ્ય કહી છે. આવી છ પ્રકારની રાજનીતિનું મૂળ (યોનિ) છે આજુબાજુના વિવિધ રાજાઓની ભિન્ન-ભિન્ન ‘પ્રકૃતિ’ઓ (રાજ્યાંગો અને રાજાઓના સ્વભાવો – બંને અર્થ પણ લઈ શકાય) – એટલે કે સમગ્ર રાજમંડલ, જેનાં ઘટકો છઠ્ઠા અધિકરણમાં સમજાવાયાં છે. એક રીતે કહીએ તો આખી રાજનીતિ અને તેમાં યે પરદેશનીતિ વ્યક્તિચિત્તની અને સમૂહચિત્તની ઊંડી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org