SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ ચાર પૈકીનાં પ્રથમ બે લક્ષણ મનોવૈશિષ્ટયરૂપ છે, તો બાકી બે ક્રિયાની વિશિષ્ટતા સૂચવે છે – એમ સરવાળે ઉત્સાહનું પરિપૂર્ણ બંધારણ સમજાય છે. ‘ઉત્સાહ’ શબ્દ પોતે ‘ઉત્' ઉપસર્ગપૂર્વકના “સ (ખમવું) ધાતુમાંથી બન્યો હોઈ ‘ઉચ્ચપણે સહેવું | ખમવું જીરવવું બરોબરિયા થવું' એવી સંદર્ભનુસારી ભિન્ન અર્થછાયાઓ આપે છે. આચાર્ય હેમચંદ્રસૂરિના ‘મથાન્તિામણિ' શબ્દકોશમાં ઉત્સાહનો આવો અર્થ સૂચવતો ધિંગો પર્યાય “થેયાનું સંરમ:' (વધુ ટકાઉ કે સ્થિર જુસ્સો) એમ આપ્યો છે. કોઈ કઠિન પરિસ્થિતિ પ્રસંગે આ ઉત્સાહરૂપ ભરીભરી મનોવૃત્તિ ઉમટી આવે છે. એમાં બે પાસાં તારવી શકાય : લાંબા ગાળા સુધી ફ્લેશ ખમવાની શક્તિ અને ફળપ્રાપ્તિ સુધી ટકે તેવી જબરાઈ કે પ્રતીકારશક્તિ. આવા અર્થને કારણે ભારતીય “નાટ્યશાસ્ત્રમાં ઉત્સાહને વીરરસનો સ્થાયીભાવ કહ્યો છે. ઉત્સાહવૃત્તિનું પરિપૂર્ણ વિશ્લેષણ કરતાં કૌટિલ્યોક્ત ચાર લક્ષણો પૈકી પ્રથમ છે “શૌર્ય. શૌર્ય એટલે પરાક્રમશક્તિ કે વીરવૃત્તિ – “કાં તો કાર્ય સિદ્ધ કરું, કાં તો દેહને હોમી દઉં” (‘ાર્ય સાધયામિ વી ટેરં પતિયામિ વા') એવો સ્થિર સંકલ્પ. કબીરે પણ આડકતરી રીતે ‘સૂર’નું આવું જ લક્ષણ આપ્યું છે : “શૂર સંગ્રામો ટેવ મને નાહીં, તેવું માને તો શૂર નાહીં |'' આ રીતે શૌર્ય એ દેહ-સંવેદનોને ઓળંગી જનારો આત્મગુણ ઠરે છે. શૌર્ય જેટલું ઓજસ્વી શત્રુવલમાં પ્રગટી શકે, તેટલું કે તેથી અનેકગણું વધારે સ્વદેહબલિદાનમાં પણ પ્રગટી શકે છે. કાલિદાસના “રઘુવંશ'માં વર્ણવ્યા પ્રમાણે રાજા દિલીપ સિંહને પોતાનો દેહ “માંસના લોચાની જેમ ધરી દે છે. બીજું ઉત્સાહલક્ષણ છે સમર્ષ (મર્પ– “જતું કરવું, માફ કરવું' પરથી ચલાવી ન લેવું તે.) સરવાળે તેનો અર્થ થાય : સામે દેખાતી ખોટી વસ્તુને ચલાવી ન લેતાં તેનો યોગ્ય ફેંસલો લાવવાનો ટકાઉ પ્રકોપ - પુણ્યપ્રકોપ (ન્યાયસ્થાપક પવિત્ર કોપ). તે સાચી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના અનુરોધ (ઉપકારેચ્છા) અર્થે ખોટું કરનાર પ્રત્યે જાગતી દાઝરૂપ કે ચિત્તની દીપ્તિરૂપ હોય છે. આમ જોઈએ તો ‘ઉત્સાહ'રૂપ મૂળ વૃત્તિમાં સહનશક્તિની મહત્તા બતાવાઈ છે અને તેના જ એક પાસારૂપ ‘મમ'માં સહન ન કરવાની મહત્તા ! આ વિરોધાભાસનું શમન એ રૂપે છે કે પ્રકૃતિદત્ત પરિસ્થિતિને સહન કરવામાં જેવો ચેતનાનો ઉત્કર્ષ છે, તેવો જ ઉત્કર્ષ દમનયોગ્ય કે નિવારણયોગ્ય વ્યક્તિ કે પરિસ્થિતિનો સફળ સામનો કરવાની સ્થિર વૃત્તિમાં પણ રહેલો છે. જૈન ચિંતનપરંપરામાં આત્મામાં ચાર પ્રકારના “અનંતો' (અમર્યાદ ઉત્કર્ષ ધરાવતા ગુણો) કલ્પાયા છે; તેમાં એક અનંત છે “અનંત-વીર્ય”. “અમર્ષને આ અનંત વીર્યનો જ પ્રકોપરૂપે થતો આવિર્ભાવ કહી શકાય. એ ચિત્તદોષરૂપનહિ, પવિત્રતાને સ્થાપનાર આત્મગુણ હોઈ “પુણ્યપ્રકોપ' પણ કહેવાય છે. ક્યારેક પરિસ્થિતિ અનુસાર તે પાપિઠના વધથી પણ પાપનું નિયમન કરી તે દ્વારા જ પાષિષ્ઠ પર પણ અનુગ્રહ કરવાનું દિવ્ય સામર્થ્ય ધરાવે છે. ત્રીજો ઉત્સાહગુણ છે શીઘતા – કર્મમાં ઝડપ, અવિલંબ. “ધરમના કામમાં ઢીલ નહિ તે ન્યાયે આ ગુણથી કરવા જેવા કામ માટેની ઉત્કટતા વ્યક્ત થાય છે. કર્તવ્યનિર્ણયમાં કશું બાકી નથી, તો જાગૃત વ્યક્તિ બિનજરૂરીપણે સ્ટેજ પણ વિલંબ કર્યા વિના પોતાના વીર્યને ઉચ્ચતમ ગતિશક્તિથી કાર્યસિદ્ધિના ચરણે સમર્પી દે છે. મૂળ ઉત્સાહવૃત્તિને કારણે શીવ્રતાનો થડકો વ્યક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy