SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આચારોના પ્રવર્તક હોવાથી “પાખંડ’ (ઉગ્રપંથીઓ) એવા કંઈક શંકા કે હીનતાના સૂચક બિરુદથી ઓળખાવાતા હતા. પરંતુ કૌટિલ્યની દૃષ્ટિએ તે પણ સમાજને સંગીન રીતે ખપના બની શકે એમ છે. આ વગ ઘોર તપસ્યાથી પણ ખાસ જુદા પડતા હોઇ ‘તાપસ' તરીકે પણ ઓળખાતા. ભારતીય સમાજમાં બનતું આવ્યું છે, તેમ પ્રજાવગ ધર્મના નવા-નવા પ્રવાહો તરફ, એકંદરે આદરયુક્ત કુતૂહલવાળા અને તે દ્વારા નવી-નવી આસ્થાઓ વિકસાવનારા રહ્યા છે. એટલે આવા “પાખંડ' (પાખંડી) કહેવાતા અનેક સાધકો પાસે પણ પ્રજા ધીરે-ધીરે આસ્થાથી જવા માંડે છે અને પોતાની ઇષ્ટસિદ્ધિના માર્ગોની તેમની પાસેથી શ્રદ્ધાભરી જિજ્ઞાસા રાખે છે. આ જાતના સંન્યાસીઓમાં પણ વત્તેઓછે અંશે અનેક સાંસારિક અપેક્ષાઓવાળા જોવા મળવાના જ. કોઈ ને પોતાની જીવનજરૂરિયાતો વધારે હોય, અને ભિક્ષા, ભેટ વગેરે સમાજમાંથી જોઈતા પ્રમાણમાં ન મળતું હોય તે સંજોગમાં, કેટલાય એવા નીકળે કે જે કોઈ ને કોઈ આર્થિક વ્યવસાય કે ધંધો સીધી રીતે કે પ્રાયઃ આડકતરી રીતે કરી-ખાવા માગતા હોય. આવો અટપટા માનસ-પ્રવાહવાળો, પણ ખુશીથી ખપમાં લઈ શકાય તેવો સામાજિક મસાલો ધિંગો રાજપુરુષ કેમ એળે જવા દે ? દરેક યુગમાં અંધશ્રદ્ધાળુ પ્રજાવર્ગો તો ઠેર-ઠેર જોવા મળે જ છે. કોઈ બાવા કે સંન્યાસી વિષે કશુંક ચમત્કારી હોવાની વાયકા સાંભળીને પણ એવા લોકો શ્રદ્ધાથી ‘બાપજી' પાસે દોડી જતા હોય છે. એમને જે-તે ચમત્કારની વાયકાની સચ્ચાઈમાં ઊંડા ઊતરવાની જરૂર નથી લાગતી. વળી કાકતાલીય ન્યાયે અંધશ્રદ્ધાઓ પણ અઠે-કઠે અવારનવાર ફળતી હોય છે કે તેવો અહેસાસ ઊભો થાય છે; એમ ‘પૂજયશ્રી’ અને ‘ભક્તો'નું ગાડું ગબડતું હોય છે ! અલબત્ત, પૂજયશ્રીના શિષ્યોઅંતેવાસીઓએ ચમત્કારના દેખાવ યુક્તિપૂર્વક ઊભા કરવા પડે ! તો ક્યારેક વળી કેટલીક સહજ વાસ્તવિક સિદ્ધિવાળા તાપસાદિ પણ મળી આવતા હોય છે. એના આધારે જ નકલી સિદ્ધો પણ ચલણી બની શકતા હોય છે. આવો ભક્તિ-આચાર ઘણા-ખરા કિસ્સામાં તો સમાજનું ગંભીર પ્રકારનું કે વ્યક્ત અહિત કરનારો હોતો નથી એટલે સમાજને તે તરફની ઉદાસીનતા પાલવી શકે. અહીં આ લોકસ્થિતિનો ગુપ્તચર્યા અર્થે રચનાત્મક ઉપયોગ કરવાની ખેલદિલીભરી વાત છે. જે તાપસ ગુપ્તચર બની સન્નિષ્ઠ સેવાથી આજીવિકા રળવા સંમત થાય છે, તે એ માટે ગુપ્તચર્યાના સફળ નિર્વહણ (સિદ્ધિ) માટેની પાકી ભૂમિકા તૈયાર કરવા, અંતિમ શુદ્ધ હેતુની દષ્ટિએ નિર્દોષ ઠરે તેવું સમગ્ર નાટક કરવામાં સહયોગ આપે છે. તે, પોતે સિદ્ધ તાપસ છે એવી પ્રતીતિ વિપુલ પ્રજાવર્ગમાં સ્થિર થાય તે માટે પોતાની જેમ જ સંન્યાસી-વેશે રહી ગુપ્તચરકર્મ કરવા ઇચ્છતી અને તે માર્ગે આગળ પણ વધેલી વ્યક્તિઓને, પોતાના શિષ્ય તરીકેના સ્વાંગમાં ગોઠવી તેમના સહયોગથી જરૂરી યુક્તિઓ યોજે છે. આવી યુક્તિ સંન્યાસીના તપની ઉગ્રતા બાબત, તેના જ્ઞાનની અલૌકિકતા બાબત કે તે જેની ઉપર તુષ્ટ થાય, તે ભક્તની ઇષ્ટસિદ્ધિ કરવા સમર્થ દિવ્ય પ્રભાવ બાબત શ્રદ્ધાળુઓને પાકો વિશ્વાસ બેસે તેવા ઘટનાક્રમો ઊભા કરવા અંગે પ્રયોજાય છે. એ બધી યુક્તિઓ લૌકિક ચતુરાઈ પર જ આધારિત, પણ કોઈને શંકા ન જાય તેવી હોય છે. વળી જે અંધશ્રદ્ધાળુ કે દુઃખપીડિત વર્ગ સામે આવા દેખાવ કરવાના હોય છે, એ તો આવા બનાવોની ચકાસણી કરવા બુદ્ધિ વાપરી વધુ ઊંડા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy