________________
પરિશિષ્ટ
ઉત્તરથM – અધ્યયન નવમું
નમિપ્રવજ્યા
(“નમિ-રાજાનો ગૃહત્યાગ')
૧.
૩.
દેવલોકમાંથી ઊતરી આવીને મનુષ્યલોકમાં ઉત્પન્ન થયેલા નિમિરાજા] મોહનીય કર્મ શાન્ત થવાથી પૂર્વજન્મને સંભારવા લાગ્યા. પૂર્વજન્મનું સ્મરણ કરીને તે ભગવાન્ નમિરાજા ઉત્તમ ધર્મને વિશે સ્વયંસંબુદ્ધ થયા, અને પુત્રને રાજય ઉપર સ્થાપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું – દીક્ષા લીધી. શ્રેષ્ઠ અન્તઃપુરમાં રહીને, દેવલોક સમાન ઉત્તમ ભોગો ભોગવીને બુદ્ધ (ઉત્તમ-બોધયુક્ત) બનેલા નમિરાજા ભોગોનો ત્યાગ કરે છે. નગરો અને જનપદો સહિત મિથિલા નગરી, સેના, અંતઃપુર અને સર્વ પરિજનોનો ત્યાગ કરીને એ ભગવાને અભિનિષ્ક્રમણ કર્યું અને એકાન્તમાં જઈને વાસ કર્યો. રાજર્ષિ નમિએ પ્રવ્રયા લઈને અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે મિથિલામાં કોલાહલ થઈ રહ્યો. ઉત્તમ પ્રવ્રયાસ્થાનમાં રહેલા રાજર્ષિને બ્રાહ્મણવેષધારી ઇન્દ્ર આ વચન કહ્યું : “હે આર્ય ! આજે મિથિલા શા કારણે કોલાહલથી ભરેલી છે, અને પ્રાસાદોમાં તથા ગૃહોમાં દારુણ શબ્દો શાથી સંભળાય છે ?” એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે
૫.
૮.
૯-૧૦. “મિથિલામાં શીતળ છાયાવાળું, મનોહર, પત્ર-પુષ્પ-ફળથી યુક્ત તથા બહુજનોને
સદાકાળ બહુગુણ કરનારું ચૈત્યવૃક્ષ છે. હે ભાઈ ! એ મનોહર ચૈત્યવૃક્ષ વાયુ વડે હરાઈ જતું હોવાથી દુઃખી, અશરણ, આર્ત આ પક્ષીઓ આક્રન્દ કરી રહ્યાં છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org