SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વિગતની સત્યતા અંગે કેવી અંગત નિસ્બત ! હિસાબોની તંતોતંત સચ્ચાઈ અને સર્વજનપોષણ પર જ પ્રતિષ્ઠિત થતી સંસ્કૃતિ – એ બંનેને એકબીજાથી અળગા કરી શકાય નહિ. આ પછી, થોડો ક્રમ બદલીને અધ્યાય ૪.૨.૯ તપાસીએ. પ્રકરણનું શીર્ષક છે ૩પયુવતપરીક્ષા – અધિકારીઓનું પરીક્ષણ. સામાન્ય રીતે ઉચ્ચ અધિકારી માટે યુક્ત શબ્દ અને તેના હાથ નીચે કામ કરનાર માટે ઉપયુક્ત શબ્દ વપરાય છે. પરંતુ ઉચ્ચ કે મુખ્ય અધિકારી પણ છેવટે રાજા કે એવા ઉચ્ચતમ ઉપરીનો તાબેદાર હોઈ એ અપેક્ષાએ તેને પણ ૩પયુક્ત ગણી શકાય એમ અહીં સમજવું પડે. તો આ નવમો અધ્યાય આ જ બીજા અધ્યક્ષ પ્રવીર અધિકરણમાં વર્ણવાનાર, વિવિધ અર્થપ્રવૃત્તિઓના રાજયનિયુક્ત અધ્યક્ષોને સર્વસામાન્યપણે લાગુ પડે છે. શ્રેષ્ઠ કે ઉચ્ચતમ પદે બેઠેલા મનુષ્યો જેવું આચરણ કરશે તેવું જ આચરણ હાથ નીચેના કાર્યકરો (કર્મચારીઓ) કરશે – એવા સામાન્ય ન્યાય મુજબ અને અર્થશૌચ (ધનવ્યવહારની શુદ્ધતા) એ રાષ્ટ્રજીવનનો પ્રાણભૂત અને પ્રાણરક્ષક અનિવાર્ય મહાધર્મ હોઈ, આ અધ્યક્ષોની કામગીરી પર અસરકારક તપાસની કાયમી વ્યવસ્થા જરૂરી છે. એ દૃષ્ટિએ આ ચાવીરૂપ વિચારણા આ અધ્યાયમાં હાથ ધરી છે. માત્ર ઊંચા અધિકારે બેસવાથી માણસ મોટો ને લાયક બની જતો નથી; એણે અનેક પ્રાસંગિક બાહ્ય આપત્તિઓ ઉપરાંત પ્રલોભનો વગેરે સ્વરૂપની આંતરિક બાધાઓ પાર કરી મોટાઈ કમાવવી પડે. એની જ કડક ચકાસણીની આવશ્યક્તાની વાત આમાં છે. અધ્યાય ૪.૧.૧માં મંત્રીની નિમણૂકની ચર્ચાના આરંભે મંત્રીના અપેક્ષિત ગુણોની એક ખૂબ અભ્યાસપાત્ર અધિકૃત યાદી આપી છે, જેમાં વીસેક વિશેષણો દ્વારા પચીસેક ગુણોને અંગત ગુણો, વ્યાવસાયિક ગુણો અને સામાજિક ગુણો – એવો ક્રમ જાળવીને રજૂ કર્યા છે. ત્યાં એ પણ કહેવાયું છે કે આમાંથી પા ભાગના ગુણો ઓછા હોય તો તે મંત્રીની મધ્યમકક્ષા ગણાય, અને અર્ધા ભાગના ગુણો ઓછા હોય તો તે “અવર' (નિમ્નતમ) કક્ષા ગણાય. એથી ઓછા ગુણો ન ચાલે. આ વર્ણનને યાદ કરીને આ અધ્યાય ક. ૨.૬ના આરંભે કહેવાયું છે કે અર્થપ્રવૃત્તિના આ અધ્યક્ષો આવી મંત્રીની ગુણસંપત્તિવાળા હોવા ઘટે. (કૌટિલ્ય “મંત્રી” અને “અમાત્ય' શબ્દો પ્રથમ અધિકરણમાં અનુક્રમે નવમા અને આઠમા અધ્યાયમાં ચોખ્ખ-ચોખ્ખા જુદા અર્થમાં વાપર્યા છે, પણ આ ૨.૨મા અધ્યાયમાં “અમાત્ય' શબ્દ મંત્રીના અર્થમાં જ વાપર્યો જણાય છે. આવું ગ્રંથમાં અન્યત્ર પણ ઘણે ઠેકાણે જોવા મળ્યું છે. આવી શિથિલતા જુદા-જુદા આધારસ્રોતોના કૌટિલ્ય કરેલા ઉપયોગને લીધે પણ સંભવી હોય. બીજા અનેક શબ્દોમાં પણ આવું આ ગ્રંથમાં બન્યું છે.) અધ્યક્ષો કેવી ઊંચી લાયકાત ધરાવતા હોવા જોઈએ તે આ પરથી સ્પષ્ટ થાય છે. એ લાયકાતો શરીર-મન-બુદ્ધિ-આત્મા (ઉપનિષદૂ-ઉક્ત પ્રાયઃ પેલા “પંચકોશ') એ સર્વને લગતી છે. તે-તે કાર્યનું નિષ્ણાતપણું તો હોય જ, પણ એ નિષ્ણાતપણું બરાબર ખપમાં પણ લાગે અને વિકસતું કે સમયાનુરૂપ પરિવર્તન પામી શકે તેવું લચીલું પણ રહે અને સરવાળે માનવનું રાષ્ટ્રીય ધોરણે વ્યાપક કલ્યાણ પણ થાય એ માટે પ્રતિભાની આવી સર્વાગિતા અને સમર્પિતતા (બિન-અંગતતા, નિરહંકારતા) જરૂરી માની છે. છતાં આ લાયકાતોમાં ઉત્તમ-મધ્યમ-અવર કક્ષાઓને પણ માન્ય રાખી છે તેમાં શાસ્ત્રકારનું માનવનિષ્ઠ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy