SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સમગ્ર ત્રીજા અધિકરણના હાર્દરૂપ ભાવનાત્મક પાસાની જે વાત આ વીસમા અધ્યાયના છેડે કરી છે, તે ધ્યાનપાત્ર છે. ગ્રંથવિભાગોનું પરસ્પર જોડાણ બરોબર જળવાય તે રીતે વિષયાંગો રજૂ કરવાનું કૌટિલ્યનું પાકું વલણ હોઈને આ છેવાડામાંની રજૂઆત પ પછીના ચોથા અટકશોધન-અધિકરણની ભૂમિકા પણ બની રહે છે. આ વાત સહેજ વિગતે તપાસીએ. આમાં ધર્મો એટલે કે ન્યાયાધીશોને જ ઉદ્દેશીને, તેમના સમગ્ર વલણમાં કેવી પ્રૌઢતા અને માનવીય શોભા (શુચિતા) ઇષ્ટ છે, તે તેમના ન્યાયકાર્ય નિમિત્તે માત્ર સીધેસીધા સંપર્કમાં આવતા મનુષ્યોના જ નહિ, પણ પરોક્ષ રીતે જાણમાં આવતાં વિવિધ માનવજૂથોના અન્વયે (એટલે કે તેમના હિતની દષ્ટિએ) પણ કહેવાયું છે. એમણે જાતે સત્યનું પરિપાલન (પૂર્ણ પાલન) કરીને કોઈ પણ ઘટનાનું સત્ય બહાર લાવવાનું કર્તવ્ય તો બજાવવાનું જ છે, પણ તે હૃદયની કોમળતા (માર્તવ) જાળવીને – તે મુખ્ય વાત છે. ધર્મસ્થ પોતે જેના ગુન્હા તપાસતો હોય, તેની સાંસારિક, સામાજિક કે શારીરિક સ્થિતિનો ખ્યાલ કરી માનવતાને છાજે તેવી રહેમનજર પણ તેણે રાખવાની છે. કોઈ ધર્મસંઘનો માન્ય વડો હોય, તપસ્વી હોય, રોગી હોય, ભૂખ-તરસ-થાકથી ત્રસ્ત હોય, અન્ય મુલ્કમાંથી આવ્યો હોય, વારંવાર શિક્ષા પામી અધમૂઓ થયેલો હોય, કશા ધન વિનાનો હોય – આવી-આવી નાજુક અવસ્થાઓના ખ્યાલે દંડવામાં જરૂરી રહેમનજર રાખવાની છે. આજે આપણી કલ્પના વિસ્તારીને આ આદેશનો અર્થ એવો પણ ઘટાવીએ કે ગુન્હેગારનો ગુન્હો ભલે પાકે પાયે સાબિત થયો હોય, પણ તે ગુન્હો કરવા પાછળ તેની લાચારી, પાયાનું કોઈ અજ્ઞાન, એને અગાઉ સમાજ તરફથી થયેલા કોઈ ઘોર અન્યાય – આવાં ઘણાં કારણો હોઈ શકે. ધર્મસ્થ તે કારણોની સમજથી શિક્ષા કરવામાં દંડસંહિતાને બાજુએ મૂકવાની કોઈ ક્રાન્તિકારી વાત ભલે અહીં અભિપ્રેત ન હોય, પણ મનની કોમળતારૂપ બારી ખુલ્લી રાખવાની વાત છે. એ સદ્દભાવનાની ખુલ્લી બારી કોઈ ને કોઈ રીતે ગુન્હાને ગુન્હેગારથી અલગ પાડી તપાસવાની અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાની, પેલી આન્વીક્ષિકીવિદ્યાથી પ્રેરિત ઉચ્ચ દર્શનશક્તિ ધર્મસ્થવર્ગમાં, રાજપુરુષોમાં, સમાજના મહાનુભાવોમાં જગાડી પરિવર્તનનાં, ઉત્ક્રાન્તિનાં દ્વાર ખોલી શકે. ન્યાય તોળવામાં ભાવુકતારૂપ ઉપરછલ્લી “કૃપા' (જને ગીતાએ સત્યદર્શન રૂંધનારો આવેશ કે આવેગ કહ્યો છે તે)ની અહીં વાત નથી. શાસ્ત્રીય રીતે જે-તે ગુન્હા માટે નિયત દંડ જાહેર કરીને પણ અપરાધીનાં દેહ-મન ખોરવાઈ ન જાય, એની પશ્ચાત્તાપની તક છિનવાઈ ન જાય તે રીતે દંડનો અમલ કરવાની ધીરતા જાળવવાની વાત છે. પરંપરાગત દંડ કે સજા એ પણ અંતિમ ઉપાય નથી એમ સમજી સાચા ઉપાય માટેના મંથનનો માર્ગ ખુલ્લો રાખવા પણ રહેમ બતાવવાનું ન્યાપ્ય છે. ઉપરની યાદીમાં કેટલીક, ગુણોને ઘૂંટી ચૂકેલી કે સાધનામાર્ગે આગળ વધેલી કક્ષાની વ્યક્તિઓ – જેમ કે સંઘમુખ્ય, તપસ્વી – પણ છે. તેથી તેમની આત્મનિરીક્ષણશક્તિને પુનઃ જગાડી તેમનામાં પશ્ચાત્તાપ ઊભો કરવા માટે પણ દંડમાં પૂરતી છૂટ આપવાનું ઉચિત છે. યાદીમાં અનેક રીતે પીડા, ત્રાસ કે અસહાયતામાં ગૂંચવાયેલાઓનો વર્ગ મોટો છે. એવી બાધાઓના શમન અર્થે પણ દંડમાં મૃદુતા દાખવવામાં શાણપણ જળવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy