Page #1
--------------------------------------------------------------------------
________________
જૈનશાસન સંસ્થા
ધર્મદ્રીય વ્યવસ્થા
અને 'અશાસ્ત્રીય વ્યવસ્થા
સામે લાલબતી
લેખક - સંકલક – સંપાદક પૂ. મુનિરાજ શ્રી સંચમકીર્તિ વિજયજી મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અને અશાસ્ત્રીય વ્યવસ્થા સામે લાલબત્તી
-: દિવ્યકૃપા :તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવેશે ઝામ
વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા સુવિશાલ ગચ્છનેતા પૂ.આ.ભ.શ્રી.વિ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા
-: શુભ આશીર્વાદ :સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્
વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા
-: સંશોધક :જિનાજ્ઞા પ્રભાવક પૂ.આ.ભ.શ્રી વિજય જયદર્શનસૂરીશ્વરજી મહારાજા
-: લેખક-સંકલક-સંપાદક :પૂ. મુનિરાજ શ્રી સંયમકીર્તિવિજયજી મ.સા.
-: પ્રકાશક :શ્રી સમ્યજ્ઞાન પ્રચારક સમિતિ
અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું નામ : ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અને
અશાસ્ત્રીય વ્યવસ્થા સામે લાલબત્તી આવૃત્તિ : પ્રથમ, નકલ : ૨૦૦૦ પૃષ્ઠ
: ૫૪ + ૪૫૦ = ૫૦૪ પ્રકાશન : વિ.સં. ૨૦૭૧ મૂલ્ય : સદુપયોગ
-: પ્રાપ્તિસ્થાન :૧. શ્રી સમ્યજ્ઞાન પ્રચારક સમિતિ
૭. ડૉ. કમલેશભાઈ પરીખ નૃપેનભાઈ શાહ (પત્ર વ્યવહાર)
બી-૪, ધનલક્ષ્મી બિલ્ડીંગ, ૪, સરગમ લેટ વી.આર. શાહ
ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૮૬. સ્કુલની પાસે, વિકાસગૃહ રોડ,
મો. : ૯૩૨૪૧૪૮૧૪૦, પાલડી, અમદાવાદ-૪.
૯૦૨૯૩૧૯૫૩૦ મો.: ૯૪૨૭૪૯૦૧૨૦
૮. દીક્ષિત એન શાહ ૨. કિશોરભાઈ / શ્રેયાંશભાઈ
૩૦૧, સુન્દરમ્ એપા., શ્રી અજિતનાથ જૈનમંદિર, રત્નપુરી
સોમનાથ મહાદેવ રોડ, એપાર્ટમેન્ટ, ગોશાલા લેન,
સરગમ શોપીંગ સેન્ટરની પાછળ દફતરી રોડ, મલાડ (વેસ્ટ)
સુરત – ૩૯૫૦૦૭ મુંબઈ-૯૭
૯. વિજયરામચંદ્રસૂરિ આરાધના ભવન મો. ૯૯૨૦૦૯૨૯૧૯
હાઈટેન્શન રોડ, સુભાનપુરા ૩. ચેતનભાઈ ખરીદીયા
વડોદરા-૩૯૦૦૨૩ ૨૦, મરડીયા પ્લાઝા,
ફોન : ૨૨૮૦૪૭૭ એસોસીયેટેડ પેટ્રોલ પંપ પાસે,
હસમુખભાઈ, મો. ૯૯૨૫૨૩૧૩૪૩ સી.જી.રોડ, અમદાવાદ
૧૦. સેવંતીલાલ વી. જૈન મો. ૯૪૨૬૦૫૨૫૬૩
અજયભાઈ ડી-પર, સર્વોદયનગર, ૪. વિજયરામચન્દ્ર સૂરિ આરાધના ભવન
ગ્રાઉન્ડ ફલોર, પહેલી પાંજરાપોળ ગલી, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત.
મુંબઈ-૪, ૫. શૈલેષભાઈ પાનસોવોરા
ફોન : ૨૨૪૦૪૭૧૭ ૩૦૪, શ્રીજીદર્શન બીલ્ડીંગ-બી
૧૧. સોમાભાઈ શાહ સ્વદેશી મિલ એસ્ટેટ કમ્પાઉન્ડ,
એચ-૫. સનરાઈજ પાર્ક ટાટારોડ નં.-૨, એમ. પી. માર્ગ
ચૈતન્ય નગર સો.ની સામે શાહીબાગ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪
ગિરધરનગર, અમદાવાદ-૪ ફોન : ૨૩૬૯૩૭૦ર
મો. ૯૮૨૫૯૨૦૦૮૦ મો. : ૯૯૨૯૨૬૯૪૬૫
મયુરભાઈ દવે ૬. રાજેન્દ્રભાઈ ડી. શાહ ૬૦૪, મેઘમલ્હાર, કો.હા.સો.,
મહારાષ્ટ્ર ભુવન જૈન ધર્મશાળામુરાર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦
જ્ઞાનભંડાર, તળેટી રોડ, મો. ૯૮૨૧૪૩૯૯૦૬
પાલીતાણા-૩૬૪૨૭ મો. : ૯૪૨૯૫૦૬૩૦૩
Page #4
--------------------------------------------------------------------------
________________
– શ્રુતભક્તિ—અનુમોદના –
• આ પુસ્તકનાં સંપૂર્ણ લાભ લેનાર પરિવાર છે
શેઠ શ્રી માણેકલાલ મોહોલાલ ઝવેરી હસ્તે - શ્રીમતી પ્રેમીલાબેન હેમેન્દ્રભાઈ સંઘવી સ્વ. શ્રીમતી અરૂણાબેન કૈવન્નભાઈના આત્મશ્રેયાર્થે
મુંબઈ.
– તમારી શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના અને ભવિષ્યમાં પણ તમો આવી શ્રુતભક્તિ કરતા રહો
એવી મંગલ કામના લિ. શ્રીસમ્યજ્ઞાન પ્રચારક સમિતિ
Page #5
--------------------------------------------------------------------------
________________
--
:
-
-
સાદર સમર્પણમ્... વિક્રમની ૧૯-૨૦ સદીમાં...
જૈનશાસનના આધારભૂત તત્ત્વો બાલદીક્ષા તથા દેવદ્રવ્યની પ્રાણના ભોગે પણ જેઓએ રક્ષા કરી છે.
પ
-
-
દેવદ્રવ્યરક્ષક-દીક્ષાયુગપ્રવર્તકસર્વશસિદ્ધાંત સંરક્ષક પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
શાસ્ત્રસંપૂત કરકમળમાં સાદર સમર્પણમ્...
– ચરણકિંકર
સંયમકીર્તિ વિ.
Page #6
--------------------------------------------------------------------------
________________
—ઃ ઋણ સ્મરણ :
• તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા
·
સુવિશાલ ગચ્છાધિપતિ, પૂ.આ.ભ.શ્રી. વિ. પુણ્યપાલસૂરીશ્વરજી
મહારાજા
ન્યાયનિપુણ પૂ.આ.ભ.શ્રી. વિ. ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા સુવિશાલગચ્છનેતા પૂ.આ.ભ.શ્રી. વિ. હેમભૂષણસૂરીશ્વરજી
મહારાજા
• પરમોપકારી, પ્રવચનપ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. કીર્તિયશસુરીશ્વરજી મહારાજા
પરમોપકારી પૂ.આ.ભ.શ્રી.વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજશ્રી ખ્યાતદર્શનવિજયજી
મ.સા.
મમહિતચિંતક, સરળ સ્વભાવી, વિદ્વર્ય, પરમોપકારી પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્ય
• પરમોપકારી, વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુજી પંન્યાસ પ્રવરશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવર્ય
Page #7
--------------------------------------------------------------------------
________________
૧. પંચાશકપ્રકરણ
પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મ.સા.
૨. ષોડશક પ્રકરણ
ઉપયોગી બનેલા ગ્રંથો-પુસ્તકોની યાદી
૧૦. દર્શનશુદ્ધિ પ્રકરણ
પૂ.આ.ભ.શ્રી ચંદ્રપ્રભસૂ. મ.સા. ૧૧. મૂલશુદ્ધિ પ્રકરણ પૂ.આ.શ્રીદેવચંદ્રસૂ. મ.સા. ૧૨. સંબોધ પ્રકરણ
પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મ.સા. ૩. લલિત વિસ્તરા
પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મ.સા. ૪. ધર્મસંગ્રહ
પૂ. મહોપાધ્યાય માનવિજયજી મ.સા. ૫. શ્રાદ્ધવિધિ
પૂ.આ.ભ.શ્રી રત્નશેખરસૂરિજી મ.સા. ૬. ઉપદેશપદ
પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મ.સા.
૭. શ્રાદ્ધદિનકૃત્ય
પૂ.આ.ભ.શ્રી દેવેન્દ્રસૂરિજી મ.સા. ૮. વસુદેવ હિંડી
પ.પૂ.શ્રી ધર્મસેનગણી.
૯. દ્રવ્યસઋતિકા
પૂ. વાચક પ્રવ૨ શ્રીલાવણ્યવિ. ગણી
પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિજી મ.સા.
૧૩. શ્રાદ્ધજિત કલ્પ
પૂ.આ.શ્રીધર્મઘોષસૂ. મ.સા.
પૂ.આ.ભ.શ્રીવિ.હીરસૂરીશ્વરજી મ.સા.
૧૪. હીરપ્રશ્નોત્તર
૧૫. સેનપ્રશ્ન
પૂ.આ.ભ.શ્રી વિ.સેનસૂરિ મ.સા. ૧૬. સંવેગરંગશાળા :
પૂ.આ.શ્રી જિનચંદ્રસૂરિ મ.સા. ૧૭. સંબોધ સપ્તતિકા
પૂ.આ.ભ.શ્રી રત્નશેખરસૂરિ મ.સા. ૧૮. સંબોધ સત્તરી
પૂ.આ.ભ.શ્રી જગત્શેખરસૂ. મ.સા.
(૧) વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનના ઠરાવો
(૨) પૂ.ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી ગણિવર લિખિત ધર્મદ્રવ્ય-વ્યવસ્થા’ (૩) ધાર્મિક વહીવટ વિચારની અશાસ્ત્રીયતા : પૂ.આ.ભ.શ્રી ચંદ્રગુપ્તસૂરિજી મ.સા. (૪) સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી : પૂ.આ.ભ.શ્રી જિનેન્દ્રસૂરિજી મ.સા.
(૫) સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે : પૂ.આ.શ્રી કનકચંદ્રસૂરિજી મ.સા.
(૬) દેવદ્રવ્ય : શાસ્ત્રીય અને વ્યવહારિક પરિભાષા : પૂ.આ.શ્રી જયદર્શનસૂરિજી મ.સા.
(૭) સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ : પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.
(૮) વાંચો-વિચારો અને વંચાવો ઃ પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. (૯) જિનવાણી, વર્ષ-૧૯-૨૦ના અંકો :
(૧૦) ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? પ્રકાશક : ધર્મધ્વજ પરિવાર
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
જિનશાસનમાં સુપાત્ર તરીકે સાત ક્ષેત્રનું વર્ણન આવે છે. ૧. શ્રી જિનમૂર્તિ ૨. શ્રી જિનમંદિર ૩. શ્રી જિનાગમ ૪. સાધુ ૫. સાધ્વી ૬. શ્રાવક ૭. શ્રાવિકા. આ સાત સુપાત્રોમાં પોતાના ધનનું વપન કરીને પરંપરાએ શ્રાવક મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આ સાતે ક્ષેત્રોમાં ધન આવે એટલે એ ધનની વ્યવસ્થા કઈ રીતે કરવી તેની શાસ્ત્રમર્યાદા પણ આવે.
શ્રી જિનપ્રતિમાને સ્થાપન કરવા માટે શ્રી જિનમંદિર જોઈએ. શ્રી જિનમંદિરમાં શ્રી જિનપ્રતિમા પ્રતિષ્ઠિત થાય એટલે એની પૂજા અર્ચના પણ થાય. આમાં સૌ પોતપોતાની ભાવનાનુસાર, કોઈ જિનપ્રતિમા અને જિનાલયની સમક્ષ પોતાનું પૂજા દ્રવ્ય કે ધન સમર્પિત કરી જાય, તો કોઈ જિનપ્રતિમા અને જિનાલયની ક્રમશઃ પૂજા અને સારસંભાળાદિ સહજતાથી થઈ શકે તે માટે મોટી રકમ, સુવર્ણ, ખેતર, મકાન, દુકાન, ગામ, નગર કે બગીચા જેવી વસ્તુ પણ સમર્પિત કરી જાય. પૂજા રૂપે (પૂજાથી ઉત્પન્ન થયેલા) સમર્પિત કરેલા દ્રવ્યનો જિનાલયના જીર્ણોદ્ધારાદિ કાર્યમાં ઉપયોગ કરી શકાય અને પૂજાદિ માટે સમર્પિત કરેલા દ્રવ્યથી જિનપ્રતિમાની પૂજા-અર્ચના થાય અને જિનાલયની સારસંભાળાદિ પણ થાય. પૂજા માટે સમર્પિત કરેલા દ્રવ્યનો જરૂર પડે જીર્ણોદ્ધારાદિ કાર્ય માટે ઉપયોગ થઈ શકે, પણ પૂજા રૂપે આવેલા (પૂજાથી ઉત્પન્ન થયેલા) દ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં જ થાય. શ્રાવક પોતાની પૂજાના કર્તવ્ય માટે આનો ઉપયોગ ન કરી શકે. આ રાજમાર્ગ છે.
આવી સાતે ક્ષેત્ર માટે વ્યવસ્થા કરવાની શાસ્ત્રમર્યાદા ગ્રંથોમાં જોવા મળે છે. જે શ્રાવક શાસ્ત્રમર્યાદાનુસાર ધર્મક્ષેત્રનો વહીવટ કરે છે, ધર્મદ્રવ્યની વૃદ્ધિસંરક્ષણ કરે છે તે યાવત્ તીર્થકર પણ બની શકે છે. તેની જેમ અજ્ઞાન, સંશય, વિપર્યય, લોભ કે કદાગ્રહ આદિના કારણે દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરે, વિનાશ કરે અથવા ભક્ષણ કરનાર, વિનાશ કરનારની ઉપેક્ષા કરે તો અનંતસંસારી પણ થાય. દેવદ્રવ્યાદિના ભક્ષણ-નાશની ઉપેક્ષા સાધુ પણ જો કરે તો તે પણ અનંત સંસાર વધારે એવું શાસ્ત્રવચન છે. આ જ કારણથી અજાણતા પણ દેવદ્રવ્યનો દુરુપયોગ ન થઈ જાય તે માટે શ્રાવક સતત સાવધાન રહેતો
Page #9
--------------------------------------------------------------------------
________________
હોય છે. જરૂર પડે પોતાના ધનને ધર્મદ્રવ્યમાં જોડે પણ પોતાનું ધન બચાવવા માટે ધર્મદ્રવ્યનો જેમ તેમ ઉપયોગ ન કરે. માર્ગદર્શન લેવા માટે આવેલા શ્રાવકને પણ આવી જ સાવધાની પૂર્વક સાધુ પણ માર્ગદર્શન આપે, જેમ ચોકીદાર બનાવેલી વાડની સુરક્ષા કરનારો હોવો જોઈએ, વાડમાં છીંડાં પાડવાનું શીખવનારો ન હોવો જોઈએ, એની જેમ જ માર્ગદર્શક શાસ્ત્રમર્યાદાની સુરક્ષા કરનારો હોવો જોઈએ. તેમાં છીંડાં પાડવાની સલાહ આપનારો ન હોવો જોઈએ.
ભૂતકાળમાં ચૈત્યવાસીઓનો સમય પણ આ શાસનમાં આવી ગયો હતો. ચૈત્યની બધી વ્યવસ્થા અને શાસ્ત્રમર્યાદાઓને અભરાઈએ ચડાવીને તે ચૈત્યવાસીઓએ સ્વમતિ પ્રમાણે સ્વેચ્છાચાર તો સેવ્યો, સાથે સ્વેચ્છાચાર પ્રવર્તાવ્યો પણ ખરો. આ અવસરે તત્કાલીન સંવિગ્ન-ગીતાર્થ-ભવભીરુ મહાપુરુષોએ એ સ્વેચ્છાચારનો પ્રબળ પ્રતિકાર કરીને શાસ્ત્રમર્યાદાનું સંરક્ષણ કર્યું હતું. આપણે જોઈએ છીએ કે સ્વેચ્છાચારીઓનો માર્ગ લાંબો સમય ન ચાલ્યો. તેઓ પોતાના પાપમાર્ગના ભારથી જ નષ્ટ થયા. શાસ્ત્રમર્યાદાનો માર્ગ આજે પણ જીવંત છે.
નજીકના ભૂતકાળની વાત કરીએ તો સુધારક વિચારોના વમળમાં ફસાયેલા ગૃહસ્થો અને સાધુઓએ દેવદ્રવ્યની આવકના સ્રોતોને સાતક્ષેત્ર સાધારણ દ્રવ્યમાં લઈ જવા માટે વિદ્રોહ ઊભો કર્યો હતો. તે વખતના સાહિત્ય પર નજર કરો તો આજે પણ સ્પષ્ટ સમજાય તેવું છે. તે સમયે સદ્ધર્મસંરક્ષક પૂ.આ.શ્રી વિજય કમલસૂરીશ્વરજી મહારાજાની અધ્યક્ષતામાં વિ.સં. ૧૯૭૬ની સાલમાં શ્રમણ સંમેલન ખંભાતમાં થયેલું. તેમાં શાસ્ત્રીયમર્યાદાના પક્ષકાર સૌ આચાર્યોએ એક અવાજે ઠરાવ કરીને જાહેર કર્યું હતું કે “સ્વપ્નાદિ બોલીની આવક સાતક્ષેત્ર સાધારણમાં ન જાય, દેવદ્રવ્યમાં જ જાય.” બધા દેરાસરોનો વાર્ષિક ખર્ચ તો તે તે સંઘોમાં દેરાસર સાધારણની ટીપ કરીને કરવામાં આવતો. પરંતુ ત્યાર પછીના સમયમાં સ્વપ્નાદિ બોલીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય તેવી મક્કમ માન્યતા ધરાવનારાઓમાં જ “સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યથી જિનપૂજાદિ થાય કે નહિ' આવો વિવાદ ઊભો થયેલો, તે સમયે પણ શાસ્ત્રીય મર્યાદામાં ચાલવાનું માર્ગદર્શન આપનારા મહાપુરુષોએ
Page #10
--------------------------------------------------------------------------
________________
તેનો નક્કર વિરોધ કરેલો જેના પરિણામે શ્રી સંઘોમાં દેરાસર સાધારણનું ભંડોળ કરીને દેરાસરનો ખર્ચ કરવાનું ચાલુ રહ્યું. પરંતુ આ પછી સ્વપ્નદ્રવ્યની આવકને ૬૦-૪૦ ટકામાં વહેંચીને ૬૦ ટકા દેવદ્રવ્યમાં અને ૪૦ ટકા દેરાસર સાધારણમાં લઈ જવાની કે પૂજારી-ચોકીદારનો પગાર સ્વપ્ન દ્રવ્યમાંથી કાઢવાની વાત ચાલી પડી. એનો મક્કમ પ્રતિકાર ચાલુ રહેવાના કારણે ઘણા સંઘો આ લપસણા માર્ગમાં પછડાતા બચ્યા. વિ.સં. ૧૯૯૦, ૨૦૧૪માં પણ દેવદ્રવ્યની સુરક્ષા નક્કરરૂપે થઈ.
વિ.સં. ૨૦૪૪ના મર્યાદિત મુનિસંમેલનમાં “કલ્પિત દેવદ્રવ્યમાંથી જિનાલય-જિનપ્રતિમા સંબંધી ભક્તિનો તમામ ખર્ચ થાય એ વાતને આગળ કરીને દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરવાની છૂટ આપવામાં આવી. ખરેખર શ્રી સંબોધપ્રકરણમાં કલ્પિતદ્રવ્યની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેમાં આજની સ્વપ્નાદિ દેવદ્રવ્યની બોલીઓનો કોઈ પણ રીતે સમાવેશ થઈ શકતો ન હોવા છતાં તેઓએ સ્વપ્નાદિ બોલીને કલ્પિત દેવદ્રવ્ય ગણાવીને તેમાંથી જિનાલય સંબંધી દરેક ખર્ચ કરવાની છૂટ આપી. બીજા પણ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરાને અનુરૂપ ન કહેવાય તેવા ઠરાવો આ સંમેલનમાં થયા. આ સમયે વિ.સં. ૧૯૭૬ના સંમેલનથી જેઓશ્રી સક્રિય રીતે શાસનહિતના પ્રશ્ન સજાગ હતા, એવા તે સમયના એક માત્ર હયાત મહાપુરુષ, દેવદ્રવ્યાદિ સંરક્ષક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના વડીલ ગુરુવર્યોએ કરેલો વિરોધ ફરીથી આવી રીતે દોહરાવ્યો, જેના પ્રભાવે દરેક સંઘોમાં શાસ્ત્રવિરુદ્ધ વહીવટ ઘૂસી જવાની શક્યતા અટકી ગઈ.
તે સમયના તપાગચ્છના સૌથી મોટા આ મહાપુરુષની શાસ્ત્રનિષ્ઠા અને પ્રતિબદ્ધતાના પ્રભાવે થયેલા ઠરાવો સ્થગિત થઈ ગયા. પછી તેઓશ્રીના કાળધર્મ બાદ આ ઠરાવોના સમર્થન અને વિરોધમાં સાહિત્ય બહાર પડતું રહ્યું. જૂના શ્રદ્ધાળુ વહીવટદારોએ દેવદ્રવ્યથી દેરાસર ચલાવવાનું પાપ પોતાના માથે લીધું નહિ. આમાં જ વર્ષો વહી ગયા. હમણાં છેલ્લા કેટલાક સમયથી જૂની પેઢીના શ્રદ્ધાળુ અને જાણકાર વહીવટદારોની જગ્યાએ નવા નિશાળીયાઓ ગોઠવાતા ફરીથી દેવદ્રવ્યના પૈસે દેરાસર ચલાવવાની વાત ઝુંબેશના સ્વરૂપે ઉપડી છે. હવે તો શ્રીસંઘના વર્તમાનના મોવડી ગણાતાઓને ભેગા કરીને
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્થગિત થયેલા એ શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોને સક્રિય બનાવવાનું ઝનૂન પૂર્વક શરૂ થયું. છે. શ્રી સંઘના વહીવટદારોને સાધારણદ્રવ્યથી દેરાસર ચલાવવાને બદલે સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યની આવકમાંથી દેરાસરનો ખર્ચ કાઢવાની, એટલું જ નહિ, હવે તો આગળ વધીને દેવદ્રવ્યમાંથી આંગીઓ, મહાપૂજાઓ રચાવવી વગેરે સુકૃતો જે શ્રાવકો પોતાના પૈસે કરતા હતા તેને પણ દેવદ્રવ્યમાંથી કરવાની સલાહો આપવાનું શરૂ થઈ ગયું છે. આના માટે દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્યના આવક-ખર્ચના શાસ્ત્ર-પરંપરા વિરુદ્ધ કોઠાઓ બનાવીને બધાને પકડાવી દેવામાં આવે છે. કહે છે કે તમારે કોઈને પૂછવાનું નથી. આ કોઠો આપ્યો છે તે મુજબ વહીવટ કરો. તમને કશું પાપ લાગવાનું નથી.” આ કોઠાઓમાં એક જ સમુદાયના આચાર્યોના નામો છે. આ આચાર્યો એ સમુદાયના છે, કે જેમના પૂર્વજ ગુરુવર્યો-મહાપુરુષોએ અને જેમના નામ છે તે ખુદ આચાર્યોએ પણ ગુજરાત-મહારાષ્ટ્ર આદિના ગામડે ગામડે ફરીને, જ્યાં
જ્યાં ગેરવહીવટ ચાલતો હતો તેને સુધરાવીને શાસ્ત્રીય વહીવટ શરૂ કરાવ્યો હતો. આજે દુર્ભાગ્યની વાત છે કે, આવું કરનારા તે જ આચાર્યો જ્યાં સાચો અને શાસ્ત્રીય વહીવટ ચાલી રહ્યો છે તેને બગાડવાના, ગેરવહીવટમાં ફેરવવાની ઝુંબેશ ઉપાડવાના કામે લાગ્યા છે. અન્ય સમુદાયો આ કોઠાની બધી માન્યતાઓ સ્વીકારતા ન હોવા છતાં એકદમ મૌનવ્રત લઈને બેઠા છે તે વધુ આશ્ચર્યજનક છે.
સૌથી વધુ ખતરનાક વાત તો એ છે કે સ્વપ્નાદિ દેવદ્રવ્યની બોલીની આવકમાંથી દેરાસર સંબંધી તમામ ખર્ચ કરવાની અશાસ્ત્રીય પ્રવૃત્તિ માટે શાસ્ત્રપંક્તિઓનો ભયાનક દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ જે શાસ્ત્ર પંક્તિઓ રજૂ કરીને શ્રી સંઘને ગેરમાર્ગે દોરે છે, તે શાસ્ત્રપંક્તિના સંગત અર્થો જાહેર કરીને જવાબ ભૂતકાળમાં અપાઈ જ ગયો છે. એને ધ્યાનમાં લીધા વિના જ ફરી ફરી તે જ પંક્તિઓને ખોટા અર્થઘટન સાથે આગળ કરીને સ્વપ્નાદિ દેવદ્રવ્યથી પૂજા કરવાની હિમાયત કરી રહ્યા છે. આ સમયે તે તે શાસ્ત્રપંક્તિઓનો તે જ શાસ્ત્રકારોને ઈષ્ટ અર્થ કર્યો છે તે જોવું પ્રસ્તુત ગણાશે.
સૌ પ્રથમ તે શાસ્ત્રપંક્તિઓ, પછી તેનું કરવામાં આવતું અશાસ્ત્રીય અર્થઘટન અને પછી શાસ્ત્રકારોને ઈષ્ટ વાસ્તવિક અર્થઘટન : આ ક્રમ મુજબ
Page #12
--------------------------------------------------------------------------
________________
11
હવે વિચારણા કરીએ.
१) श्री उपदेश५६ (५. २८८)
भणितं च केवलिना यथा चैत्यद्रव्यस्य जिनभवन-बिम्बयात्रा - स्नात्रादिप्रवृत्तिहेतोः हिरण्यादिरूपस्य वृद्धिरुपचयरूपोचिता कर्तुमिति ॥
२) श्री. श्राद्धहिनकृत्य (पृ. २६८)
चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृत्तिहेतोहिरण्यार्देर्वृद्धिः कर्तुमुचिता।
3) श्री श्राद्धहिन कृत्य (पृ. २७५) 'सति हि देवद्रव्ये प्रत्यहं जिनायतने पूजासत्कारसंभवः ।' ४) श्री. श्राद्ध विधि (. ७४) 'सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-महापूजा-सत्कारसंभवः ।' ५) श्री. धर्मसंयई (पृ. १६७) 'सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-महापूजा-सत्कारसंभवः ।' ६) श्री द्रव्यसdlnst (पृ. २५)
'सति देवादिद्रव्ये प्रत्यहं चैत्यादिसमारचन-महापूजा-सत्कारसन्मानावष्टंभादिसम्भवात् ।' |
७) श्री. शनशुद्धि (पृ. २५२.)
'तथा तेन पूजा-महोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञान-दर्शनचारित्र-गुणाश्च दीप्यन्ते।'
८) श्री. द्रव्यसतnिst (पृ. ५८)
'चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः, ततः तद्धेतुकप्रमोदप्रभावनाप्रवचनवृद्धेरभावः, ततो वर्द्धमानगुणशुद्धेः रोधः, ततो मोक्षमार्गव्याघातः, ततो मोक्षव्याघातः।' ।
– આ શાસ્ત્રપંક્તિઓને આગળ ધરીને એમ કહેવામાં આવે છે કે, આ બધાં શાસ્ત્રો દેવદ્રવ્ય-ચૈત્યદ્રવ્યથી જિનભવન-બિંબયાત્રા-સ્નાત્ર-પૂજા-મહાપૂજા
Page #13
--------------------------------------------------------------------------
________________
12
મહોત્સવ વગેરે કરવાની સ્પષ્ટ શબ્દોમાં છૂટ આપે છે. માટે દેવદ્રવ્યમાંથી આ બધી જ પ્રવૃત્તિ થઈ શકે છે. એટલે તમે દેવદ્રવ્યથી વરઘોડો કાઢો, પૂજામહાપૂજા કરો, આંગી રચાવો, મહોત્સવો કરો તેમાં કોઈ પાપ લાગતું નથી. આ બધામાં સ્વપ્નાદિની બોલીની દેવદ્રવ્યની ૨કમ આ બધી શાસ્રપંક્તિ મુજબ વાપરી શકાય છે.
આ પંક્તિઓ અને તેનું ગુજરાતી ભાષાંતર કોઈ પણ માણસ વાંચે એટલે એને પણ ઘડીભર તો એમ જ થાય કે દેવદ્રવ્યથી આ બધું કરવાની છૂટ શાસ્ત્ર જ આપે છે તો એનો વિરોધ શા માટે ક૨વો જોઈએ ! દેવદ્રવ્યમાંથી ભલેને દેરાસરના ખર્ચ કાઢે ! એના માટે જ તો દેવદ્રવ્ય છે !
આ વાત માટે શાસ્રપાઠ જોતા પહેલા એક સામાન્ય વિચાર જ જો ક૨વામાં આવે તો પણ માણસને આપણી શાસ્રશુદ્ધ પરંપરા કઈ હતી અને છે તેનો ચોક્કસ ખ્યાલ આવી જાય. આપણે ત્યાં શ્રી પર્યુષણા મહાપર્વમાં ભવ્ય આંગી રચાવવામાં આવે છે એની ટીપ કરવામાં આવે છે. જે રકમ ભેગી થાય તે મુજબની આંગી રચાય છે. આ વર્ષોની સુવિહિત પરંપરા છે. તેમાં ચાંય સ્વપ્નાદિ દેવદ્રવ્યની રકમ ઉમેરીને આંગી વધુ સારી રચવાનું ક્યારેય કરવામાં આવતું નથી. જો ખરેખર જ દેવદ્રવ્ય આંગી વગેરે માટે ભેગું કરવામાં આવતું હોય તો ટીપ વગેરેની પ્રવૃત્તિ કરવાની જરૂર રહે ખરી ? એ જ રીતે મહાપર્વ બાદ રથયાત્રાનો વરઘોડો પણ દરેક સંઘોમાં ઠાઠથી નીકળતો હોય છે તેમાં પણ શ્રાવકો સાંબેલાઓ નોંધાવતા હોય છે અને પર્યુષણા પછી મહોત્સવ માટે પણ શ્રાવકો સ્વદ્રવ્યથી મહોત્સવ ઉજવે છે. ક્યાંય સ્વપ્નાદિ દેવદ્રવ્યની ઉપજમાંથી મહોત્સવ ક૨વામાં આવ્યો નથી, આવતો નથી, દેવદ્રવ્યથી પૂજા કરાવવા મેદાને પડેલા પણ હજી સુધી મહોત્સવ પણ દેવદ્રવ્યથી કરવાની સલાહો આપતા નથી એ સંઘનું સદ્ભાગ્ય કહેવાય. જો સ્વપ્નાદિ દેવદ્રવ્યની રકમમાંથી આ અનુષ્ઠાનો ઉપર જણાવેલ શાસ્ત્રપંક્તિઓ મુજબ થઈ શકતા હોત તો આપણા દરેક પૂર્વાચાર્યોએ એ પ્રવૃત્તિ ચાલું કરાવી હોત. આજ સુધી આવી કોઈ પ્રવૃત્તિ કોઈપણ સંઘમાં આપણા પૂર્વાચાર્યોએ દાખલ કરી નથી, એ જ બતાવે છે કે, શાસ્ત્રપંક્તિના આજે કરવામાં આવતા અર્થઘટનમાં ચાંક તો ગરબડ છે. શું છે આ ગરબડ ? ચાલો, જોઈએ.
Page #14
--------------------------------------------------------------------------
________________
13
જે શાસ્ત્રોમાં દેવદ્રવ્ય કે ચૈત્યદ્રવ્યથી પૂજા-મહાપૂજા-મહોત્સવ-આંગી વગેરે કરવાનું કહ્યું છે, તે જ શાસ્ત્રમાં સાથે એ દેવદ્રવ્ય કે ચૈત્યદ્રવ્યની વ્યાખ્યા ક્યાંય આપી છે ખરી ? આ પ્રશ્નનો જવાબ મળી જાય તો ગરબડ બધી જ મટી જાય. એવી વ્યાખ્યા મળે છે અને આ રહી એ વ્યાખ્યા -
શ્રી ઉપદેશપદમાં ૪૧૫મી ગાથાની ટીકામાં ચૈત્યદ્રવ્યની વ્યાખ્યા કરતા લખ્યું છે કે,
'चैत्यद्रव्यं क्षेत्र हिरण्यग्रामवनवास्त्वादिरूपं तत्तत्समयवशेन चैत्योपयोगितया सम्पन्नम् ।'
આ ટીકાનો અર્થ : દેવદ્રવ્ય-ચૈત્યદ્રવ્ય એટલે જિનમંદિરમાં ઉપયોગ કરવા માટે તે તે સમયે પ્રાપ્ત થયેલ ખેતર, સુવર્ણ, ગામ, બગીચો, ઘર વગેરે.
રાજા, શ્રેષ્ઠિ, મંત્રી કે મંદિરનો નિર્માતા શ્રાવક એ જિનાલયની ભક્તિ સદા કાળ ઉત્તમ રીતે થઈ શકે તે માટે પોતપોતાની શક્તિ અને મોભાનુસાર ગામ, નગર, જમીન, સોનું, બગીચો, ઘર કે દુકાનાદિ ભેટ આપે છે. જેની આવકમાંથી તે જિનાલયની ઉત્કૃષ્ટ ભક્તિ થતી રહે છે. આને ટીકાકાર શ્રી અને ગ્રંથકારશ્રીની ભાષામાં ચૈત્યદ્રવ્ય-દેવદ્રવ્ય કહેવાતું હોવા છતાં પણ વાસ્તવમાં એ દ્રવ્ય આજની પરિભાષામાં ‘જિનાલયસાધારણદ્રવ્ય' (દેવકું સાધારણ દ્રવ્ય) કહેવાય, માટે આ દ્રવ્યમાંથી પૂજા-મહાપૂજા-રથયાત્રા-મહોત્સવ જે પણ કરવું હોય તે થઈ શકે છે.
સ્વપ્નાદિ બોલીના દ્રવ્યમાં તે તે હક, પોતાને મળે તે માટે, રકમ સમર્પિત કરીને તે તે સ્વપ્ન ઝુલાવવાદિનો લાભ લેવામાં આવે છે. માટે પોતાને ચોક્કસ એક અધિકાર પ્રાપ્ત થાય તેના બદલામાં આપેલી આ રકમ કહેવાય, આ રકમ તેથી જ જીર્ણોદ્વારાદિમાં વપરાય. જ્યારે ગામ-નગર-સોનું-મકાન, બગીચો, ખેતર વગેરે જિનાલયની ભક્તિ થાય તે માટે જ ભેટ આપવામાં આવે છે અને સામે તે તે વસ્તુના બદલામાં કોઈ અધિકાર સોંપવામાં (લેવા - આપવામાં) આવતો નથી, માટે જ આ રકમથી જિનભક્તિ-જિનાલયના તમામ કાર્યો કરી શકાય છે.
જેમ આજે કોઈ શ્રાવક એક કરોડનું જિનાલય બંધાવે અને ૨૫ લાખ જિનાલયની ભક્તિને માટે અર્પણ કરે તો એ ૨૫ લાખમાંથી સમગ્ર જિનાલય સંબંધી વાર્ષિક ખર્ચ કરી શકાય. આપણે તેને જિનાલય સાધારણ, દેરાસર સાધારણ
Page #15
--------------------------------------------------------------------------
________________
14
વગેરે સ્વરૂપે ઓળખશું. જ્યારે ઉપદેશપદાદિ શાસ્ત્રકારોની પરિભાષામાં આ જ દ્રવ્યને ચૈત્યદ્રવ્ય કે દેવદ્રવ્ય તરીકે સંબોધવામાં આવે, છતાં પણ તેમાંથી સમગ્ર જિનાલયનો ખર્ચ કાઢી શકાય તેવું દ્રવ્ય કહેવાય. પણ એજિનાલયમાં ભગવાનની સન્મુખ રાખેલ ભંડારમાં આવેલ દેવદ્રવ્યથી દેરાસર ન ચલાવાય.
આપણે ત્યાં તો એકલા વિધવા ડોશી પણ પોતાની પાછળ પોતે જે ઘરમાં રહે છે તેની વ્યવસ્થા પણ ખૂબ જ સારી કરીને જતા, પોતાના મર્યા બાદ પોતાનું એ ઘર અને રકમ કયાં તો દેરાસરની ભક્તિ માટે, કયાં તો ઉપાશ્રય તરીકે, જ્યાં તો સંઘના ધાર્મિક ઉપયોગ માટે ભેટ આપી જતા. તેમની ભાવના મુજબ તે ઘરાદિ દેરાસર, સાધારણ, ઉપાશ્રય કે સંઘના ધાર્મિક ખાતે શ્રી સંઘ વાપરતો. શાસ્ત્રમાં પણ આવે છે કે ચંડપ્રદ્યોત રાજાએ વિદ્યુમ્માલી દેવે ભરાવેલી શ્રી જીવિત (મહાવીર)સ્વામીની પ્રતિમા માટે બાર હજાર ગામોની આવક ભેટ આપી હતી અને વીતભય નગરમાં રહેલી પ્રતિમાની ભક્તિ માટે દશપુરનગરની આવક ભેટ આપી હતી. આવા તો ઇતિહાસમાં અનેક દૃષ્ટાંતો મળે છે. આવી આવક માટે વપરાયેલ ચૈત્યદ્રવ્ય અને દેવદ્રવ્ય શબ્દ તથા તેનો પૂજા-આંગી-રથયાત્રા-મહાપૂજા-મહોત્સવમાં ખર્ચ કરી શકવાનો ઉપયોગ શાસ્ત્રકારોએ જણાવ્યો છે, તે સંગત જ છે, પણ આજે જે રીતે દેવદ્રવ્યની કોથળીમાંથી પૂજા-મહોત્સવાદિ કરવાનું વિધાન કરાય છે અને શાસ્ત્રકારોએ પોતે વાપરેલ દેવદ્રવ્ય કે ચૈત્યદ્રવ્યની આવકના સ્રોતોને છૂપાવીને સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યથી મહોત્સવાદિ કરવાનો ઉપદેશ અપાય છે તે આ શાસ્ત્રકારો, શાસ્ત્રોની ભયંકર આશાતના નથી? અને શ્રી સંઘને ઉન્માર્ગે દોરવાનું મહાપાપ નથી? સર્વ સમુદાયના ગીતાર્થો વિચાર કરે.
તિહિ વળે.વાળા શ્રી શ્રાદ્ધદિનકૃત્ય, શ્રી શ્રાદ્ધવિધિ, શ્રી ધર્મસંગ્રહ, શ્રીદ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠમાં પણ એ વાત કરતા પહેલાં એક શ્રી પંચકલ્યભાષ્યનો પાઠ આપ્યો છે તે પાઠ આ પ્રમાણે છે –
વોડ-મા, વિહિપ મ ગામવાડુંનત પળો, तिगरणसोही कहं नु भवे ? ॥१॥ भण्णई-इत्थ विभासा, जो एआइ सयं विमग्गेज्जा । तस्स न होइ विसोही, अह कोई हरिज्ज एआई ॥२॥ तत्थ करंतु उवेहं, सा जा भणिआ उ तिगरणविसोही । सा य न होइ अभत्ती, तस्स य
Page #16
--------------------------------------------------------------------------
________________
15 तम्हा निवारिज्जा ॥३॥ सव्वत्थामेण तहिं, संघेण य होइ लग्गिअव्वं तु । सचरित्तऽचरित्तीण य, सव्वेहिं होइ कज्जं तु ॥४॥"
શિષ્ય પ્રશ્ન કરે છે કે, ચૈત્યોનાં ક્ષેત્રો-સુવર્ણ-ગામો-પશુઓ વગેરેની સંભાળમાં પડેલા સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ શી રીતે રહે? ઉત્તરમાં ગુરુ કહે છે કે, આમાં એકાંત નથી. સ્વયં ક્ષેત્ર-સુવર્ણ-ગામાદિ વસ્તુઓ માગે, તે સાધુને ત્રિકરણ શુદ્ધિ ન રહે, પણ કોઈ તેનું હરણ કરતું હોય ત્યારે પણ તેની ઉપેક્ષા કરવી એ ત્રિકરણ શુદ્ધિ છે એમ જેઓ કહે છે તે વસ્તુતઃ ત્રિકરણ શુદ્ધિ નથી, પણ દેવની અભક્તિ છે, માટે દેવદ્રવ્યનું હરણ કે દુર્વ્યય થતો અટકાવવો જ જોઈએ, સાધુ હોય કે ગૃહસ્થ, સૌ કોઈનું તે કર્તવ્ય છે માટે સર્વ ઉપાયોપૂર્વક ચતુર્વિધ શ્રીસંઘે દેવદ્રવ્યનો નાશ થતો અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ.” (ગાથા-૧૫૬૯-૭૦-૭૧). - આ પાઠમાં પણ ચૈત્યદ્રવ્યની રક્ષા કરવાની વાતમાં ચૈત્યદ્રવ્ય તરીકે ખેતરસુવર્ણ-ગામ વગેરે જણાવ્યા છે. સમજી શકાય છે કે દેરાસરની ભક્તિ માટે અર્પણ થયેલ આ દ્રવ્ય છે. જેને દેરાસર સાધારણદ્રવ્ય કહેવાય. આવું દ્રવ્ય હોય તો તેનાથી પૂજા-આંગી વગેરે થઈ શકે તેમ જણાવ્યું તે બરાબર જ છે. આમાં સ્વપ્નાદિ - ઉપધાનમાળ-પ્રતિષ્ઠા કરવા વગેરેથી ઉત્પન્ન થયેલ દેવદ્રવ્યની તો વાત જ ક્યાં છે?
શ્રી દ્રવ્યસપ્તતિકામાં તો દેવાદિદ્રવ્યની વ્યાખ્યા કરતા ગાથામાં લખ્યું છે કે, ““નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે જે કાળે નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય જાણવું.” આ ગાથાની ટીકામાં લખ્યું છે કે ““ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે “યોગ્યપણે શ્રી અરિહંત આદિ પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યનાં માટે નહિ' આવી પ્રકૃઝ બુદ્ધિપૂર્વક ભક્તિ વગેરેથી નિશ્ચય દ્વારા વિષયરૂપ બનાવવામાં આવી હોય તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાધિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ.”
આમાં તો સ્પષ્ટપણે દેવની ભક્તિ માટે સંકલ્પિત કરેલા દ્રવ્યને દેવાદિદ્રવ્ય કહેવામાં આવેલ છે. આવા દ્રવ્યથી મહોત્સવાદિ સંકલ્પાનુસાર કરવામાં કશો દોષ નથી. પણ સ્વપ્નાદિ સમર્પિત કરેલા (પૂજાથી ઉત્પન્ન થયેલા) દેવદ્રવ્યથી મહોત્સવ કરવાની વાત સંપૂર્ણપણે શાસ્ત્રવિપરીત છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણમાં લખ્યું કે “દેવદ્રવ્યથી શ્રાવકો પૂજા-મહોત્સવાદિ
Page #17
--------------------------------------------------------------------------
________________
કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્રના ગુણો દીપી ઉઠે છે.”
આ જ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણની ૫૪મી ગાથાની ટીકામાં જિનદ્રવ્યદેવદ્રવ્યની વ્યાખ્યા કરતા કહે છે કે “નિની સ્થાપનાહંતો દ્રવ્ય પૂળાઈનિત્યાક્ષનિધિશ્વરૂપ” એટલે કે “જિન એટલે સ્થાપના અરિહંત, તેનું દ્રવ્ય તે જિનદ્રવ્ય કહેવાય. આ જિનદ્રવ્ય પૂજા માટે આવેલું. નિર્માલ્ય સ્વરૂપે આવેલું અને અક્ષયનિધિ સ્વરૂપે આવેલું એમ ત્રણ પ્રકારનું જાણવું.”
૫૪મી ગાથામાં આટલી સ્પષ્ટતા કર્યા પછી આગળ જઈને ૫૮મી ગાથાની ટીકામાં ટીકાકારે દેવદ્રવ્યથી પૂજા-મહોત્સવ કરવાની વાત લખી છે. એટલે કોઈ પણ ગીતાર્થ સમજી શકે છે કે પૂજા માટે આવેલ દ્રવ્યથી પૂજામહોત્સવાદિ શ્રાવકો કરે તો સ્વ-પરના જ્ઞાનાદિગુણો દીપી ઉઠે. આટલી સ્પષ્ટતા શાસ્ત્રકારે કરી હોવા છતાં સ્વપ્નાદિ દ્રવ્યથી પૂજા-મહોત્સવ આદિ કરવાની વાત કરવી એ શાસ્ત્રદ્રોહ નથી ?
શ્રી વસુદેવહિંડીની વાતમાં ત્રણ કરોડ દ્રવ્યને જિનાલય અને જિનપૂજાના ઉપયોગમાં લેવા માટે આપેલ જિનાલય સાધારણ દ્રવ્યને જ ચૈત્ય દ્રવ્ય કહ્યું છે. તેથી તો ચૈત્યદ્રવ્યની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ થાય છે. આ વાત આવી છે “ત્રણ કરોડ દ્રવ્ય જિનાલય અને જિનપૂજાના ઉપયોગમાં લેવું આમ કહીને સુરેન્દ્રદત્તે ભેટ આપેલા દ્રવ્યનો રૂદ્રદત્તે જુગારમાં વિનાશ કર્યો. તેથી પૂજા માટે આવેલા આ ચૈત્યદ્રવ્યના વિનાશથી જિનપૂજાથી માંડીને મોક્ષપ્રાપ્તિ સુધીના લાભ રુંધાવાની વાત શાસ્ત્રકારે લખી છે. આમાંથી પૂજા માટે આવેલા ત્રણ કરોડ દ્રવ્યની વાત છૂપાવી રાખવી અને દેવદ્રવ્યથી પૂજા કરવાની પોતાની અશાસ્ત્રીય માન્યતા માટે અધૂરા પાઠનો ઉપયોગ કરવો એ પ્રગટ શાસ્ત્રદ્રોહ છે. આવી રીતે શ્રી સંઘને છેતરવાનો અધિકાર કોઈને આપવામાં આવ્યો નથી. આમ છતાં આવા છેતરનારા માર્ગદર્શન મુજબ ભોળો બનીને જે પણ ચાલે તેનો સંસાર કેટલો વધે તે સૌ કોઈ વિચારી લે. (દ્રવ્યસપ્તતિકા, દર્શનશુદ્ધિ પ્રકરણ અને વસુદેવહિંડી વગેરે ગ્રંથોના પાઠો આ પુસ્તકના પ્રકરણ-૫ માં આપેલા જ છે.)
હવે મુખ્ય વાત વિચારીએ તો સ્વપ્નાદિ બોલીનું દ્રવ્ય કલ્પિતદ્રવ્ય કહેવાય અને તેનાથી જિનપ્રતિમા અને જિનાલયની ભક્તિના તમામ કાર્યો થાય આવી જે વાતો ચગાવવામાં આવી છે તે તદન ખોટી જ છે તે સમજાશે.
Page #18
--------------------------------------------------------------------------
________________
17
કલ્પિતદ્રવ્યની શ્રી સંબોધ પ્રકરણમાં આવતી ગાથા ઃ रिद्धिजुअसम्मएहिं सद्धेहिं अहवा अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं जं चरियं सव्वमुवओगि ॥१६६॥
અર્થ : ધનવાન શ્રાવકોએ, સંઘમાન્ય-રાજમાન્ય શ્રાવકોએ અથવા જિનાલયનું નિર્માણ કરનાર શ્રાવકે પોતે, જિનભક્તિ માટે જે કંઈપણ સંકલ્પિત કરીને આપ્યું હોય તે કલ્પિત દેવદ્રવ્ય જાણવું. તે જિનાલય સંબંધી સર્વકાર્યમાં ઉપયોગી બની શકે છે.
શ્રી સંબોધ પ્રકરણમાં બતાવેલ કલ્પિતદ્રવ્યની આ વ્યાખ્યા જોતા સ્પષ્ટ સમજાય છે કે, જિનભક્તિ માટે સારી રીતે વિનિયોગ થઈ શકે તેવા સંકલ્પ સાથે ભેટ આપેલ જિનાલય સાધારણ દ્રવ્યને કલ્પિતદ્રવ્ય કહેવામાં આવ્યું છે. માટે શ્રી જિનની પૂજા સ્વરૂપે સમર્પિત થવાથી ઉત્પન્ન થયેલ એટલે પૂજાથી ઉત્પન્ન થયેલ દ્રવ્યનો આમાં કદી પણ સમાવેશ થઈ શકે નહિ, આજે સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યને કલ્પિતદ્રવ્ય ગણાવીને તેને દેરાસરનો ખર્ચ કાઢવા માટે વાપરવાનું કહેવું એ આ શાસ્ત્રને ભયંકર અન્યાય કરનારું કૃત્ય બને છે. સ્વપ્નાદિ બોલીઓ ‘આમાંથી ભગવાનની પૂજા થાય' તેવા સંકલ્પથી સમર્પિત કરવામાં આવતી નથી પણ ભગવાનની પૂજાદિનો તે તે વિક્ષિત (સ્વપ્ન ઉતારવાનો - ઝુલાવવાનો વગેરે) લાભનો હક-અધિકાર મળે તે માટે સમર્પિત કરાતું આ દ્રવ્ય છે. માટે તેને કલ્પિત દ્રવ્ય કહેવાય નહિ.
આ રીતે દરેક શાસ્ત્રપાઠો જોતાં દેવદ્રવ્યથી જિનપૂજા-મહોત્સવાદિ કરવાની વાત કરનારા દરેક શાસ્ત્રકારોને જિનાલય સાધારણદ્રવ્યથી જ જિનપૂજાદિ કરવાનું ઇષ્ટ છે એ સ્પષ્ટ સમજાય તેવું છે.
શ્રી ઉપદેશપદ, શ્રી શ્રાદ્ધદિનકૃત્ય, શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ, શ્રીધર્મસંગ્રહ, શ્રી દર્શનશુદ્ધિપ્રકરણ, શ્રી મૂલશુદ્ધિપ્રકરણ, શ્રી વસુદેવહિંડી, શ્રી દ્રવ્યસપ્તતિકા, શ્રી સંબોધ પ્રકરણ : આ દરેક શાસ્ત્રો દેવદ્રવ્યથી પૂજા-મહાપૂજા-આંગી-મહોત્સવ વગેરે કરવાનું ફરમાવે છે, પણ સાથે આ જ શાસ્ત્રોમાં દેવદ્રવ્યની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જિનમૂર્તિ-જિનાલયની ભક્તિ-પૂજા ક૨વા માટે અર્પણ કરાયેલા દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે ઓળખાવેલ છે. જે જિનભક્તિ સાધારણ-દેરાસર સાધા૨ણદ્રવ્ય જ છે. એનાથી પૂજા-મહોત્સવાદિ કરવાનું કહે છે. ગીતાર્થો આ વાત સ્પષ્ટ વાંચી શકે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
18
આમ છતાં આજે આ બધી શાસપંક્તિઓને પૂરા સંદર્ભમાં રજુ કર્યા વિના સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યથી દેરાસર ચલાવવા માટે આ શાસ્ત્ર-પંક્તિઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તે શ્રદ્ધાળુ સંઘનો મહાવિશ્વાસઘાત છે. દેવદ્રવ્યનો ગેર ઉપયોગ કરવાનો માર્ગ બતાવનારાઓના ગુરુવર્યોએ દરેક સંઘોને સાધારણનું ફંડ કરીને દેરાસરનો ખર્ચ કરવાનું શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. એમના વારસદારો આજે શાસ્ત્રપંક્તિઓના નામે દેવદ્રવ્યથી દેરાસર ચલાવવાનું ઉન્માર્ગદર્શન આપી રહ્યા છે. દેવદ્રવ્યને સાતક્ષેત્ર સાધારણમાં ઢસડી જવાની વાત કરનારાઓની સામે આપણા પૂર્વેના મહાપુરુષોએ આ જ શાસ્ત્રપંક્તિઓ આગળ ધરીને એ અનર્થ અટકાવેલો. આજે તેમના જ વારસો આ શાસ્ત્રપંક્તિઓ આગળ ધરીને દેવદ્રવ્યને દેરાસર સાધારણ કહી રહ્યા છે. આવો શાસ્ત્રદ્રોહ અને ગુરુદ્રોહ થતો હોય ત્યારે કોઈપણ સંઘે કે શ્રાવકોએ આ વાતનો સ્વીકાર ન જ કરાય. જે દેવદ્રવ્ય જ છે તેને વટલાવીને દેરાસર સાધારણ બનાવનારા મહાપાપ કરી રહ્યા છે. ખરેખર જો તેમને આ જ શાસ્ત્રપંક્તિઓ અને પોતાના ગુરુવર્યોની પરંપરા પ્રત્યે આદર-માન હોય તો એ જ શાસ્ત્રોમાં વર્ણવેલ દેરાસર સાધારણની આવકના સ્રોતોને સક્રિય કરેએને અનુરૂપ બીજા પણ નિર્દોષ શાસ્ત્રશુદ્ધ ઉપાયો શ્રી સંઘને બતાવે, દેવદ્રવ્યનો આવો દુરુપયોગ કરીને તેઓ કઈ ગતિ સાધવા ઈચ્છે છે? કુતર્કો અને ગઠબંધનના જોરે આ શાસ્ત્ર વિપરીત માર્ગ પ્રવર્તાવવાનો પોતાનો કદાગ્રહ કદાચ તેઓ પૂરો પણ કરે, તોય તેઓ અને તેમના ઉન્માર્ગદર્શન પ્રમાણે ચાલનારાઓના હાલ સારાતો ન જ રહે. દેવદ્રવ્ય તો કાચો પારો છે. તેના પારખા કરવાનું ભારે પડી જશે. સકલશ્રી સંઘને સાવચેત કરવા માટે ચેતવણી છે કે દેવદ્રવ્યથી દેરાસરના ખર્ચ કાઢવાનો સ્વપ્નમાં પણ વિચાર ન કરશો. સાધારણ દ્રવ્યથી આ કાર્ય કરવાનું ચાલુ રાખજો.
ચડાવાના દ્રવ્યથી જ દેરાસરનો ખર્ચ કરવાનું બહું ગમતું હોય તો તેનો પણ રસ્તો છે. દેરાસર સાધારણ, સાતક્ષેત્ર સાધારણ કે સર્વસાધારણનો લાભ લેવા માટે પંદર દિવસના કે મહિના-મહિનાના ખર્ચનો લાભ લેવા માટે ચડાવા બોલે. જેને આદેશ મળે તેને જાહેરાત મુજબ પંદર દિવસ કે મહિનાના ખર્ચનો લાભ મળે. આ રીતે ત્રણ પ્રકારમાંથી જે પ્રકારના સાધારણનો ચડાવો બોલાય તેની રકમ સાધારણનો ચડાવો હોવાથી જેતે સાધારણમાં જાય. અષ્ટપ્રકારી જિનપૂજાની સામગ્રી
Page #20
--------------------------------------------------------------------------
________________
19
અર્પણ કરવાના લાભાર્થી બનવા માટેના ચડાવા તો ઘણા શ્રી સંઘોમાં થાય છે. તેનાથી જિનપૂજાની સામગ્રી લાવી શકાય છે. આ બધી શાસ્ત્ર અને સુવિહિત પરંપરા મુજબની ચડાવાની પદ્ધતિ અપનાવવાના બદલે સ્વપ્નાદિ બોલીની આવક કે જે સ્પષ્ટ દેવદ્રવ્ય જ છે, એવા દેવદ્રવ્ય પર નજર બગાડવાનું મન કેમ થાય છે?
ડાયાબિટીસના દર્દીને શેરડીનો રસ પીવડાવો તો તેને મીઠો તો લાગે પણ મરવાનો થયો હોય તે જ દર્દી શેરડીનો રસ પીવાનું જોખમ ઉઠાવે. ખિસ્સામાંથી એક પૈસોય કાઢ્યા વિના બારોબાર દેવદ્રવ્યથી દેરાસરનો ખર્ચ નીકળી જતો. હોય તો તેવો રસ્તો બતાવનારા વહીવટદારને મીઠા પણ લાગે, લલચાવે પણ ખરા, પણ જો પોતાના પૈસા કે પૈસા ભેગા કરવાની મહેનતને બચાવવા માટે આવી લાલચમાં પડ્યા તો ચોરાશીના ચક્કરમાં ક્યાંય પત્તો પણ નહિ લાગે. દેવદ્રવ્યને ઈધર-ઉધર કરનારા માંધાતાઓ પણ દુર્ગતિમાં એવા ફેંકાઈ ગયા છે કે હજી સુધી તેમનો આરો આવતો નથી. માટે સકલ સંઘ સાવધાન. શાસ્ત્રવચન અને સુવિહિત પરંપરા દેરાસરની તમામ વાર્ષિક ખર્ચ દેરાસર સાધારણ, સાતક્ષેત્ર સાધારણ કે સર્વસાધારણમાંથી જ કરવાની છે. દેવદ્રવ્યમાંથી આવો ખર્ચ કરવાનું કોઈ શાસ્ત્ર ફરમાવતું નથી. માટે એવા શાસ્ત્રવિરુદ્ધ માર્ગે ચાલવા કોઈ ગમે તેટલો આગ્રહ કરે કે અભય વચન આપે તોય પરિણામ તો આપણા આત્માએ જ ભોગવવાનું છે, તે સમજીને શાસ્ત્રવિરુદ્ધ માર્ગે ચાલવાનું સાહસ કોઈ કરશો નહિ. સન્માર્ગ સ્થાપના માટે જહેમત ઉઠાવનારા આજે વિષમ કર્મોદયે ઉન્માર્ગ સ્થાપન માટે ઝનૂને ચડ્યા છે ત્યારે પણ આપણે તો એમને પણ શાસનદેવ બુદ્ધિ આપે તેવી ભાવકરુણા જ કરવી રહી.
આમ છતાં “સ્વપ્નાદિદેવદ્રવ્યથી પૂજા-મહાપૂજા-મહોત્સવ-આંગી આદિ થઈ શકે એવી પોતાની શાસ્ત્ર-પરંપરા વિરુદ્ધ માન્યતા માટે શાસપંક્તિઓ રજુ કરનારા વિદ્વાનોએ જો શ્રી વસુદેવહિંડી, શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ, શ્રી શ્રાદ્ધ દિનકૃત્ય, શ્રી પંચકલ્પ ભાષ્ય, શ્રી ઉપદેશ પદ, શ્રીધર્મસંગ્રહ, શ્રી દ્રવ્યસપ્તતિકા આદિ એ જ ગ્રંથોમાં દેવદ્રવ્ય-ચૈત્યદ્રવ્યને જિનાલય-જિનપ્રતિમાની ભક્તિ કરવા માટે સમર્પિત કરેલા દ્રવ્ય સ્વરૂપે વ્યાખ્યા કરી છે તે વાત ન વાંચી હોય કે ન જાણતા હોય તો તેઓ અગીતાર્થ ઠરે છે અને જાણતા હોવા છતાં પણ છૂપાવી રહ્યા છે તો તેઓ શ્રી સંઘને છેતરનારા કહેવાશે. શાસ્ત્રપંક્તિઓને અધૂરી રજૂ કરવાનું આળ તેઓ અમારાપર
Page #21
--------------------------------------------------------------------------
________________
20
મૂકે છે પણ પોતાની પોલ ખુલ્લી ન પડી જાય તે માટે આટલા બધા ગ્રંથોની મહત્ત્વની પંક્તિઓને છૂપાવી રાખવાનું તેઓનું આ પાપ હવે છૂપું રહેતું નથી, એ પાપ કોઈના પર આળ મૂકી દેવાથી ધોવાશે ખરું ? દેવદ્રવ્યનું ભક્ષણ અને વિનાશ થતો હોય તેની ઉપેક્ષા જો સાધુ પણ કરે તો તેનો અનંત સંસાર પણ વધી શકે છે. – આ શાસ્ત્રવચન નજર સમક્ષ હોવાથી જ દેવદ્રવ્યના આવા શાસ્ત્રવિરુદ્ધ દુરુપયોગથી તેનો વિનાશ ન થાય તે માટે અમે શ્રીસંઘોને સાવધ કરી રહ્યા છીએ. શાસ્ત્રપંક્તિઓને છૂપાવીને, વિપરીત અર્થો કરીને શ્રીસંઘને ગુમરાહ કરવામાં આવે ત્યારે એ છુપાવેલી શાસ્ત્ર પંક્તિઓને પ્રગટ કરીને, સાચો-સંગત અર્થ જાહેર કરવામાં આવે તેને ‘વિરોધ જ કર્યા કરે છે’ એમ ન કહેવાય. શાસ્રપંક્તિઓને છૂપાવવાદિ પ્રવૃત્તિ થતી હોય અને તેથી શ્રી સંઘ ઉન્માર્ગે દોરવાતો હોય ત્યારે વિરોધ કરવાની શ્રીસંઘમાં રહેલા પ્રત્યેક સભ્યની ફરજ છે. શ્રમણપ્રધાન શ્રીસંઘમાં શ્રમણસંઘમાં રહેનારા અમારા ગુરુવર્યો આદિ અમો સૌએ એ પવિત્ર ફરજ પૂર્ણ શાસ્ત્રભક્તિથી બજાવી હતી અને બજાવી રહ્યા છીએ. એનો અમને આનંદ પણ છે.
આ વિષયમાં મેં ભૂતકાળમાં એકથી વધુવાર એક મહત્ત્વનો ખુલાસો કર્યો જ છે. જેને અહીં પણ ફરીથી દોહરાવું છું : મારા તારકગુરુદેવ સ્વ. પૂ.આ.ભ.શ્રી. વિજય રવિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ‘કલ્યાણ’ પ્રશ્નોત્તરને આગળ કરીને, તેઓશ્રીએ પણ સ્વપ્નાદિ બોલીને કલ્પિતદ્રવ્યમાં ગણાવી છે, આવી વાતો ‘ધાર્મિક વહીવટ વિચાર' આદિ અનેક પુસ્તકોમાં ચગાવવામાં આવેલી છે. આ અંગે મેં ‘જૈનશાસન’ સાપ્તાહિકમાં (વિ.સં. ૨૦૫૦ના અંકોમાં) સ્પષ્ટતા પૂર્વક જવાબ આપ્યો જ હતો. છતાં તે પુસ્તકોની બીજી-ત્રીજી આવૃત્તિ અને અન્ય પુસ્તકોમાં પણ એની એ જ વાત પકડી રાખી છે. અહીં ફરી પાછું ટૂંકમાં જણાવું છે કે, ‘તેઓશ્રી પોતાની છેલ્લી માંદગી દરમિયાન પ્રગટઅપ્રગટ પ્રશ્નોત્તરીની શુદ્ધિ કરાવી ગયા છે.' આ વાત તેઓશ્રીના કલ્યાણ શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં છપાઈ ગયેલી છે. આ વિશેષાંક વિ.સં. ૨૦૪૪ના સંમેલન પહેલા જ છપાઈને પ્રગટ થઈ ગયો હતો. જેથી કોઈને પાછળથી આવી વાત ઉમેરી દીધાની શંકા પણ થાય તેમ નથી. એટલે હવે બોલીના દ્રવ્યને તેઓશ્રીની માન્યતા મુજબ કલ્પિતદ્રવ્યમાં ગણવાનું રહેતું નથી, નિખાલસતા પૂર્વક એક વિધાનની અનેકવાર અનેક સ્થળે સ્પષ્ટતા થઈ જવા છતાં એ અંગે
Page #22
--------------------------------------------------------------------------
________________
21
મતલબ બહેરાં બનીને ખોટી વાતને વળગી રહેવાની નીતિ, એ વર્ગની નિરાશા, નિરાધારતાનો પૂરાવો છે.
દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને ગુરુદ્રવ્ય બે માર્ગ દ્વારા આવે છે તેથી બંનેનો ઉપયોગ એ જ રીતે અલગ અલગ કરવાની શાસ્ત્રીય અને શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ વ્યવસ્થા છે.
-
– દેવની પૂજા રૂપે સમર્પિત થયેલ (પૂજાથી ઉત્પન્ન) દ્રવ્યનો ઉપયોગ પૂજાદિ કાર્યમાં ન થાય. એમાંથી જીર્ણોદ્વારાદિ કરાય.
—દેવની પૂજા માટે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ જિનપૂજાદિમાં થઈ શકે. — જ્ઞાનની પૂજા રૂપે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ શ્રાવક કરી શકે નહિ. – જ્ઞાનની ભક્તિ માટે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ શ્રાવક કરી શકે. – ગુરુની પૂજા રૂપે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ વેયાવચ્ચમાં ન થાય. – ગુરુની ભક્તિ માટે સમર્પિત થયેલ દ્રવ્યનો ઉપયોગ વેયાવચ્ચમાં થાય.
એક પ્રશ્ન એવો પણ ચગેલો છે કે, શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા કરે તો તેણે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું છે એવો શાસ્ત્રપાઠ ક્યાં છે ? આમાં શ્રાવક દેવદ્રવ્ય ખાતો નથી ફક્ત દેવદ્રવ્યથી પૂજા જ કરે છે, તો તેને ભક્ષણનું પાપ કેવી રીતે લાગે ?
જો કે દેવદ્રવ્યથી પૂજા કરવાની અશાસ્ત્રીય વાતનો પ્રતિકાર કરતી વખતે જ્યાં પણ ‘દેવદ્રવ્યનું ભક્ષણ'ની વાત લખવામાં આવી હોય ત્યાં તેનો આશય ‘તે શ્રાવકે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું છે, દેવદ્રવ્ય ખાઈ ગયો છે’ એવો કદી હોતો જ નથી. એને દેવદ્રવ્યના દુરુપયોગથી બચાવવા માટે એ ચોંકી ઉઠે તે માટે વાપરવામાં આવેલો ચોટદાર શબ્દ જ સમજવાનો છે. તમે એને દુરુપયોગના અર્થમાં લઈ શકો છો. પણ જો તેઓ શબ્દ પકડું બનીને રહેવા માંગતા હોય તો તેમના માટે એક પાઠ વાંચવા માટે અહીં મૂકું છું -
શ્રી મહાનિશીથ સૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે –
-
से भयवं ! जेणं केइ साहू वा साहुणी वा निग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं किमालवेज्जा ? गोयमा ! जे णं केई साहू वा साहुणी वा निग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं अजयएइ वा असंजएइ वा देवभोइएड वा देवच्चगेइ वा जाव णं उम्मग्गपट्ठिएइ वा दूरुज्झियसीलेइ वा
Page #23
--------------------------------------------------------------------------
________________
कुसीलेइ वा सच्छंदयारिएइ वा आलवेज्जा ॥ अध्ययन-५, सूत्र - २७ ॥
“હે ભગવંત! જે કોઈ સાધુ કે સાધ્વી નિગ્રંથ, અણગાર દ્રવ્યસ્તવ (ચૈત્યપૂજા) કરે તેને શું કહેવાય?”
હે ગૌતમ! જે કોઈ સાધુ કે સાધ્વી નિર્ઝન્થ, અણગાર દ્રવ્યસ્તવ કરે, તે અસાધુ છે, અસંયમી છે, દેવભોગને ભોગવનાર છે, દેવનો પૂજારી છે યાવતું તે ઉન્માર્ગે ચાલનાર છે, ધર્મનો ત્યાગી છે. કુશીલ છે અથવા સ્વેચ્છાચારી છે તેમ કહેવાય.”
અહીં પણ ફક્ત જિનપૂજા જ કરવા છતાં સાધુને દેવભોજી (દેવદ્રવ્યભક્ષક) કહ્યો છે. તે સાધુ દેવદ્રવ્ય ખાઈ ગયો નથી. એ જ રીતે શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરે. દેવદ્રવ્ય ખાઈ ગયો નથી, તો પણ આ પાઠ મુજબ તેને દેવભોજી = દેવદ્રવ્યનો ભક્ષક કહે તો કઈ આપત્તિ આવે ?
ધર્મદ્રવ્યવ્યવસ્થાનો વિષય સમુદ્ર જેવો વિશાલ છે. એમાં એક પછી એક મુદ્દાઓ આવતા જ જાય. પ્રસ્તાવનામાં તો આનો કેટલો ઉલ્લેખ કરાય. આ પુસ્તક તમને વિસ્તૃત માહિતી અને સમજ આપશે.
ધર્મદ્રવ્યની શાસ્ત્રનિરપેક્ષ-સુવિહિત પરંપરા વિનાની વ્યવસ્થા સામે પહેલા પોતાના ગુરવર્યોની નિશ્રા અને પીઠબળથી અને વિ.સં. ૨૦૪૪માં એકલ વીરની અદાથી દેવદ્રવ્યાદિનું સંરક્ષણ કરનારા, સ્વનામધન્ય, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના વર્તમાન ગચ્છનાયક-પ્રવચનપ્રદીપ પૂજયપાદ આ.ભ.શ્રી. વિજય પુયપાલસૂરીશ્વરજી મહારાજા આદિ સમુદાયના મોભી પૂજ્યોની આજ્ઞા-આશીષ પામીને વિદ્વાન મુનિરાજશ્રી સંયમકીર્તિ વિજયજીએ વિપુલ સાહિત્ય એકઠું કરીને, પ્રબળ પરિશ્રમ લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે : લોકોના મગજમાં બરાબર ફીટ થાય તેવી રીતે દરેક વિષયમાં એકનો એક મુદ્દો પણ ફરી ફરી યાદ કરાવ્યો છે. દેવદ્રવ્ય વ્યવસ્થામાં સમયાંતરે સમયાંતરે જે જે અવાજો ઉઠ્યા અને તેની સામે તે સમયના સુવિહિત મહાપુરુષોએ જે શાસ્ત્રીય અભિપ્રાયો આપ્યા, તેની ક્રમસર માહિતી તમને આ પુસ્તકમાં મળશે. આ પુસ્તકના પ્રેરક-લેખકસંપાદક-પ્રકાશક સૌની એક જ ભાવના છે કે, શ્રી સંઘોમાં શાસ્ત્રાનુસારી વહીવટ થાય, કોઈ જ ગેરવહીવટ ઊભો ન થાય. ખિસ્સામાંથી પૈસા કાઢ્યા
Page #24
--------------------------------------------------------------------------
________________
વિના બારોબાર શાસ્ત્ર કે શાસ્ત્રમાન્ય પરંપરા વિરુદ્ધ ખર્ચા કાઢી આપવાની આત્મઘાતી સલાહોના લપસણા માર્ગે જતા સૌ કોઈ અટકે. એ માટે જ આ પુસ્તકમાં ઘણા બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આમાં કોઈને ઉતારી પાડવાનો ભાવ નથી. કોઈને હલકા ચીતરવાની મલિનવૃત્તિ નથી. કેવળ અને કેવળ શાસ્ત્ર અને સુવિહિત પરંપરા સ્પષ્ટ માર્ગદર્શન આપી રહી હોવા છતાં તેનાથી વિરુદ્ધ માર્ગ કંડારવાનો પ્રયાસ થાય છે ત્યારે શાસનદાઝ અને પ્રવચનરાગના કારણે હૃદય પારાવાર વ્યથિત બને છે માટે જ આ પુસ્તકમાં કયાંક જો આકરાં શબ્દો અવતરી ગયા હોય તો એને આવી વ્યથારૂપે સમજજો. મોક્ષપ્રાપ્તિમાં પરંપરાએ સહાયક બનનારો ધર્મદ્રવ્યવ્યવસ્થાનો માર્ગ સૂક્ષ્મ બુદ્ધિએ વિચારવા જેવો છે. જરાક ગાફેલ રહ્યા તો અનંતસંસાર વધી જતા પણ વાર ન લાગે. માટે જ દરેક વહીવટદારે વહીવટની બાબતમાં સરળ કે મનફાવતો માર્ગ શોધવાને બદલે શાસ્ત્રીય માર્ગ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આ વિષયમાં બે મત પડેલા દેખાય ત્યારે ભાવતો કે ફાવતો માર્ગ પસંદ કરવાને બદલે બે મતમાંથી કયા મતને શાસ્ત્ર અને સુવિહિત પરંપરાનું સમર્થન મળે છે, તે જોઈ - વિચારીને જે માર્ગ સાચો હોય, તે જ માર્ગ પસંદ કરવો જોઈએ. આથી સ્વદ્રવ્યથી કે છેવટે સાધારણદ્રવ્યથી દેરાસરનો તમામ ખર્ચ કરવો એ તદ્દન નિર્દોષ માર્ગ છે.
ધર્મદ્રવ્યની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપવાની જવાબદારી જેમના શિરે છે, તે ગુરુવર્યો શ્રાવકનું મોઢું જોઈને તેને અનુકૂળ માર્ગ બતાવવાને બદલે શાસ્ત્ર અને સુવિહિત પરંપરા મુજબ માર્ગદર્શન આપે અને વહીવટદારો આવા જ માર્ગદર્શનને અનુસરે અને એ દ્વારા સૌ કોઈ જ્યાં કશો જ વહીવટ કરવાની જરૂર રહેતી નથી એવા મોક્ષસ્થાનને પામે એ જ એક શુભકામના વિ.સં. ૨૦૭૧, કિ. અષાઢ સુદ-૬
આચાર્ય વિજય જયદર્શનસૂરિ બુધવાર, તા. ૨૨-૭-૨૦૧૫
રત્નત્રયી આરાધના ભવન શ્રી વર્ધમાનસ્વામી ચ્યવન કલ્યાણક દિન
વસંતકુંજ, અમદાવાદ-૭
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકાશનની શુભપળે
છેલ્લા કેટલાક વર્ષોથી દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગે શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ કેટલીયે - માન્યતાઓ વહેતી થઈ હતી. શ્રીસંઘના પરમપુણ્યોદયે શ્રીસંઘો શાસ્ત્રાનુસારી પરંપરાને અખંડ રાખીને જોરશોરથી ચાલતા અપપ્રચારોથી દૂર-સુદૂર રહેવા પ્રયત્નશીલ હતા. પરંતુ એક ચોક્કસ વર્ગોસ્વકલ્પિત માન્યતાઓને શ્રીસંઘોમાં પ્રસારવાની હઠ પકડી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એમના અપપ્રચારનો વેગ વધી ગયો છે અને તેના યોગે શ્રીસંઘ દેવદ્રવ્યના ભક્ષણ કે વિનાશના મહાપાપનો ભાગી બની મહાઅનર્થનો ભાજન બની જાય એવી પરિસ્થિતિ નિર્માણ પામી રહ્યાના એંધાણ વર્તી રહ્યા છે. તેથી પૂર્વે અનેકવાર સત્ય પ્રકાશિત થઈ ગયેલ હોવા છતાં શ્રીસંઘને સમગ્રપણે સત્યથી વાકેફ કરવા માટે શાસ્ત્રની આજ્ઞા, સુવિહિત પરંપરા અને પૂ.વડીલોના અભિપ્રાયોને એકત્ર કરીને અહીં આપવામાં આવેલ છે.
અમને વિવાદમાં કોઈ રસ નથી. કોઈનું અહિત કરવાનું અમારા સંસ્કારમાં નથી અને કોઈને ખુલ્લા પાડવાની અમારી વૃત્તિ નથી. પરંતુ ગોબેલ્સ અપપ્રચાર અને દેવદ્રવ્યાદિ ધાર્મિક દ્રવ્યોની વ્યવસ્થા ઉપર આવેલા સંકટને કારણે ન છૂટકે આ પુસ્તક પ્રકાશિત કરવું પડ્યું છે. બાકીની વિગતો ઉપોદ્દાત પ્રકરણમાં આપેલ છે. - પરમોપકારી પૂ.ગુરુદેવ અને પૂ.ગુરુજીની મહતી કૃપા મારા દરેક કાર્યમાં
નિરંતરપ્રવર્તે છે. - સ્વર્ગસ્થ પૂજ્યપાદ ગચ્છનાયકશ્રીજીઓની દિવ્યકૃપાથી ગહન એવું આ કાર્ય
નિર્વિને સંપન્ન થયું છે. - વર્તમાન સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ.પુણ્યપાલસૂરીશ્વરજી
મહારાજાના મંગલ આજ્ઞા-આશીવાદ પ્રસ્તુત કાર્યમાં પ્રાણ પૂરવાનું કામ કરેલ છે. તેઓશ્રીનો આ મારા ઉપર મહાન ઉપકાર છે. જિનાજ્ઞા પ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. જયદર્શનસૂરીશ્વરજી મહારાજાએ આ પુસ્તકનું સંશોધન કરી આપી અને પુસ્તક માટે પ્રસ્તાવના લખી આપીને
Page #26
--------------------------------------------------------------------------
________________
25
મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે. - મારો એવો કોઈ ક્ષયોપશમ નથી, પરંતુ પૂજ્યોની કૃપાનું જ આ ફળ છે. - પૂજયપાદ તપાગચ્છાધિરાજશ્રીના સામ્રાજયવર્તી તપસ્વી, સાધ્વીવર્યા
શ્રીસુનીતયશાશ્રીજી મ.સા.ના સુશિષ્યા વિદુષી, સાધ્વીવર્યા શ્રી જ્ઞાનદર્શિતાશ્રીજી મહારાજે પૂરશુદ્ધિ આદિ કાર્યમાં ખૂબ સહાયતા કરી છે. તેમની નિઃસ્વાર્થ શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના.
પૂજ્યોની મહતી કૃપા અને સહાયકોની સહાયતાથી નિર્વિદને કાર્ય સંપન્ન થાય છે તેનો આનંદ છે.
સૌ આરાધકો આ પુસ્તકના માધ્યમે શાસ્ત્રાનુસારી પરંપરાને જાણી અને તેનો અમલ કરીને આત્મશ્રેય સાધે એ જ એકની એક શુભાભિલાષા...
લિ. મુ. સંયમકીર્તિવિ. ૭, મહેતા રો હાઉસ, સુરત-૭
Page #27
--------------------------------------------------------------------------
________________
ઉપોદ્ઘાત-આમુખ
સર્વજ્ઞ-વીતરાગ શ્રી અરિહંત પરમાત્મા દ્વારા પ્રસ્થાપિત જૈનશાસન’ એક મહાન ધર્મશાસન છે - સર્વાતિશાયી ધાર્મિક સંસ્થા છે. તેના મુખ્ય ચાર અંગો છે – સાધુ-સાધ્વી-શ્રાવિકા-શ્રાવિકા.
અનાદિકાળથી પ્રવર્તમાન અને અનંતકાલ સુધી રહેનારી આ ધાર્મિક સંસ્થા સુનિશ્ચિત ઉદ્દેશો, ત્રિકાલાબાધિત સિદ્ધાંતો, પરમપવિત્ર આલંબનો, પરિણામલક્ષી (સંસારનાશક-મોક્ષપ્રાપક) સુવ્યવસ્થાઓ, ઉદ્દેશોને પાર પાડવાની ગંભીરતા, સિદ્ધાંતો પ્રત્યેની વફાદારી-પ્રતિબદ્ધતા અને તારક તત્ત્વો પ્રત્યેની અવિહડ શ્રદ્ધાના પ્રભાવે વિષમકાળમાં પણ મહદ્અંશે પોતાના મૂળભૂત સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને અનેક ભવ્યાત્માઓના હૃદયકમળને વિકસિત કરી રહેલ છે.
કોઈપણ સંસ્થા એના મૂળભૂત ઉદ્દેશ-સ્વરૂપમાં અવસ્થિત રહે એ અતિજરૂરી છે અને એમાંયે ધર્મશાસન અંગે તો સ્હેજે બાંધછોડ કરવી લેશમાત્ર ઉચિત નથી. તેથી જ પૂર્વકાલીન મહર્ષિઓએ પ્રાણના ભોગે પણ ધર્મશાસનને યથાવત્ રાખવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. તે મહાપુરુષોના ઉદાત્ત પુરુષાર્થે જ આપણને ધર્મશાસન એના મૂળસ્વરૂપમાં આજે પ્રાપ્ત થયું છે.
અત્યારે પંચમ આરો પ્રવર્તે છે. ભલે ભસ્મગ્રહ ઉતરી ગયાની વાતો થતી હોય, પરંતુ પ્રભુ મહાવીરે અંતિમ દેશનામાં ફરમાવેલ ‘મૃતસિંહ’ સ્વપ્નના ફળાદેશની વાતો પાંચમા આરાના અંત સુધી પોતાનો પ્રભાવ બતાવતી રહેવાની છે, તે પણ યાદ રાખવાની જરૂર છે.
આથી આ પંચમ આરામાં પ્રભુશાસનના સિદ્ધાંતો-આલંબનો વગેરે દૂષિત કરવાનું કામ અવારનવાર ચાલતું જ રહે છે. આવા અવસરે શાસનપ્રેમી ભવ્યત્માઓની સિદ્ધાંતો - આલંબનો વગેરેને સુરક્ષિત બનાવી રાખવાની ફરજ બની જાય છે. અત્યારે દેવદ્રવ્યની રક્ષા કરવાનો મહાન અવસર ઉપસ્થિત થયો છે. અમુક ચોક્કસ વર્ગના અપપ્રચારના યોગે ઘણા ભવ્યાત્માઓ ગુમરાહ બની દેવદ્રવ્યભક્ષણ કે વિનાશના મહાપાપના ભાગી બને એવી પરિસ્થિતિનું નિર્માણ
Page #28
--------------------------------------------------------------------------
________________
D
આકાર પામી રહ્યું છે. એવી નાજુક પળે દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગેના શાસ્ત્રીય સિદ્ધાંતોને ભવ્યાત્માઓ સમક્ષ પ્રકાશિત કરી એમને શાસ્ત્રાનુસારી પરંપરાનો બોધ આપવો જરૂરી છે અને આત્માના ભાવશત્રુ સમાન કુતર્કોની જાળમાંથી બહાર કાઢીને શાસ્ત્રીય પરંપરામાં સ્થિર કરવા અતિ અનિવાર્ય છે. પૂર્વકાલીન પૂ. વડીલ મહાપુરુષો દેવદ્રવ્ય અંગે શાસ્ત્રાધારે કયા પ્રકારનો માર્ગ ચીંધી ગયા છે, તે પણ બતાવવો જરૂરી છે.
શાસ્ત્રોમાં દેવદ્રવ્યનો ઘણો મહિમા વર્ણવ્યો છે. તેના રક્ષક-સંવર્ધકને થતા મહાન લાભો અને તેના ભક્ષક-વિનાશકને મળતા યાવત અનંત ટુરિપાકો પણ શાસ્ત્રના પાને નોંધાયેલા છે. આ અંગે શાસ્ત્રો શું કહે છે તે ક્રમશઃ જોઈશું - દર્શનશુદ્ધિ પ્રકરણ ગ્રંથમાં કહ્યું છે કે,
જિuપવથut વૃશિપમાવા -વંસ-TUTIf I
રવવંત નિપ-વ્ર, રિત્ત સંસાોિ હોરૂ ૨૪૪" - શ્રીજિનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની રક્ષા કરનારો આત્મા અલ્પ સંસારી-નિકટ મોક્ષગામી થાય
અન્ય ગ્રંથમાં કહ્યું છે કે, "एवं नाउण जे दव्वं वुढि नितिं सुसादया।
નર-માન-માપ સંત ઋહિંતિ પુણો ” – આ પ્રકારે જાણીને જે જીવ દેવદ્રવ્યની નીતિપૂર્વક વૃદ્ધિ કરે છે, તે જીવ જન્મ-વૃદ્ધાવસ્થા અને રોગનો અંત કરે છે.
દર્શનશુદ્ધિ પ્રકરણ' ગ્રંથમાં દેવદ્રવ્યના ભક્ષકને અનંતસંસારી બતાવતાં કહ્યું છે કે,
“નિ-પવયui ગુદ્દિામાવાં પI-વંશ-ગુvi .
भक्खंतो जिणदव्वं, अणंत संसारिओ होई ॥१४२॥" – જૈનશાસનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રભાવના
Page #29
--------------------------------------------------------------------------
________________
28 કરનારા દેવદ્રવ્યનું જે જીવ ભક્ષણ કરે છે, તે જીવ અનંત સંસારી થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, પ્રભુઆજ્ઞાથી વિરુદ્ધ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર જીવ પણ સંસારસમુદ્રમાં ડૂબી જાય છે, એમ સંબોધપ્રકરણ ગ્રંથમાં કહ્યું
जिणवरआणारहिअं वद्धारंता वि के वि जिणदव्वं ।
बुडुति भवसमुद्दे मूढा मोहेण अन्नाणी ॥१०२॥ - દેવદ્રવ્યના ભક્ષકને મળતા કવિપાકો વર્ણવતાં શાસ્ત્રમાં કહ્યું છે કે,
दारिद्द-कुलुप्पत्ती दारिद्दभावं च कुट्ठरोगा। बहुजणधिक्कारं तह अवण्णवायं च दोहग्गं ॥१॥ तण्हा छुहामि भूई घायण-बाहण-विचुण्णतीय ।
एआइ-असुह फलाइं बीसीअइ भुंजमाणो सो ॥ - દેવદ્રવ્યાદિના ભક્ષણાદિથી દરિદ્રકુલમાં ઉત્પત્તિ, દરિદ્રતા, કોઢરોગાદિ, બહુલોકોમાં ધિક્કારપાત્ર, નિંદા, દૌર્ભાગ્ય, તૃષ્ણા, ભૂખ, ઘાત-ભારવહન, પ્રહારાદિ અશુભ ફળોને ભોગવતાં તે જીવ ખૂબ દુઃખી થાય છે. - પ્રભુ મહાવીર સ્વયં ગૌતમ મહારાજાને ઉદ્દેશીને કહ્યું હતું કે,
भक्खणं देव-दव्वस्स परत्थी गमणेण च ।
सत्तमं णरयं जंति सत्त वाराओ गोयमा !॥ – હે ગૌતમ ! જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને પરસ્ત્રીગમન કરે છે, તે સાત વાર સાતમી નરકમાં જાય છે.
– દેવદ્રવ્યનું ભક્ષણ થતું જોવા છતાં જે ઉપેક્ષા કરે છે, તેને કેવા દારૂણ વિપાકો મળે છે, તે જણાવતાં શાસ્ત્રમાં કહ્યું છે કે,
"भक्खेइ जो उविक्खेइ जिणदव्वं तु सावओ ।
પાણીનો ભવે નવો નિuપાવવમુખી " – જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવંદ્રવ્યનું ભક્ષણ કરનારની
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉપેક્ષા કરે છે – તેને અટકાવતો નથી, તે જીવ મંદબુદ્ધિવાળો થાય છે અને પાપકર્મથી લેપાય છે.
– દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષા કરનારને યાવત તીર્થંકરપણાની પ્રાપ્તિ સુધીના લાભ શ્રીદર્શનશુદ્ધિ પ્રકરણ ગ્રંથમાં જણાવ્યા છે.
जिणपवयणवुड्डिकरं पभावगं नाणदंसणगुणाणं ।
वुटुंतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ॥६०॥ – જૈનશાસનની અભિવૃદ્ધિને કરનાર અને જ્ઞાનાદિગુણોને દીપાવનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. દર્શનશુદ્ધિપ્રકરણ ગ્રંથમાં કહ્યું છે કે, "चेइयदव्वं साहरणं च, जो दुहइ मोहियमइओ।
धम्मं व सो न जाणइ, अहवा बद्धाउओ नरए ॥५६॥" – તે જ પ્રમાણે મોહથી અવરાયેલી મતિવાળો જે આત્મા દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું ભક્ષણ કરે છે, તે આત્મા ખરેખર સર્વજ્ઞપ્રણીત ધર્મને જાણતો નથી અથવા તો પૂર્વે દુર્ગતિનું આયુષ્ય બાંધી લીધું છે. હવે તે મરીને અવશ્ય નરકમાં જવાનો છે એમ નિશ્ચિત થાય છે.
આથી આત્મકલ્યાણના અર્થી જીવોએ દેવદ્રવ્યના ભક્ષણ-વિનાશના કાર્યથી દૂર-સુદૂર રહેવું ખૂબ આવશ્યક છે અને શક્તિ અનુસાર દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં અને તેના ભક્ષણ-વિનાશના અવસરે તેને બચાવવામાં ઉજમાળ બનવું જોઈએ. આટલી પૂર્વભૂમિકા વિચાર્યા પછી પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો હેતુ જણાવીએ છીએ. ૦ પુસ્તક પ્રકાશનનો હેતુ
વિ. સં. ૨૦૪૪ સુધી સમગ્ર તપાગચ્છમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગે કોઈ વિવાદ નહોતો. શાસ્ત્રજ્ઞા અને સુવિહિત પરંપરા મુજબ એ સર્વેનો વહીવટ શ્રીસંઘોમાં ચાલ્યા કરતો હતો અને જ્યારે જ્યારે જરૂરીયાત જણાઈ ત્યારે પૂ. આચાર્ય ભગવંતો આદિએ ભેગા મળીને નિર્ણયો કર્યા અને શ્રીસંઘોને વહીવટી
Page #31
--------------------------------------------------------------------------
________________
માર્ગદર્શન આપી પૂર્વકાલીન વ્યવસ્થાને સુનિશ્ચિત બનાવી હતી. વિ.સં. ૧૯૭૬૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણસંમેલનોમાં સર્વસંમતિથી થયેલાઠરાવો (નિર્ણયો) એની સાક્ષી છે.
શાસ્ત્રો અને મહાપુરુષોએ કંડારેલી પરંપરા અનુસારે પૂ.આ. શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર્યશ્રીએ ધર્મદ્રવ્ય-વ્યવસ્થા' નામની પુસ્તિકા તૈયાર કરીને વિ.સં. ૨૦૨૨માં પ્રકાશિત કરી હતી. તેમાં વર્ણવેલી સાતક્ષેત્રોની દ્રવ્યવ્યવસ્થા મુજબ શ્રીસંઘોમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય આદિનો વહીવટ સુપેરે ચાલતો જ હતો. કોઈ વિવાદ નહોતો. જ્યારે જ્યારે ત્રાહિત વ્યક્તિ કે સંઘ એ વ્યવસ્થાથી વિરુદ્ધ નિર્ણય કરવા તૈયાર થતા હતા, ત્યારે પૂ.આ.ભગવંતો એનો વિરોધ કરીને એ કાર્યને અટકાવતા પણ હતા. આ વિ.સં. ૨૦૪૪ની સાલ પૂર્વેનો ધાર્મિકદ્રવ્યોના વહીવટનો આંશિક ઇતિહાસ છે. (આ અંગે વિશેષ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.)
પરંતુ વિ.સં. ૨૦૪૪ના મર્યાદિત શ્રમણસંમેલને દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-આદિ આ અંગેના શાસ્ત્ર અને પૂર્વનિર્દિષ્ટ પરંપરાથી વિરુદ્ધ ઠરાવો કર્યા ત્યારે વિરોધના
વંટોળ ઉભા થયા હતા. અનેક સમુદાયોના વિરોધના કારણે એ ઠરાવો કાગળ ઉપર જ રહ્યા. શ્રીસંઘોએ એનો અમલ કર્યો નહીં.
આમ છતાં એક ચોક્કસ વર્ગ દ્વારા શ્રીસંઘોમાં એ શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોનો યેન કેન પ્રકારે અમલ કરાવવા માટે શ્રીસંઘોના મોભીઓના મનમાં ખોટી ખોટી વાતોને ભરવાનો પ્રયત્ન કરાયો. અનેક પુસ્તકો પ્રકાશિત થયા અને એમાં સંમેલનના દેવદ્રવ્યાદિ અંગેના ઠરાવોનું સમર્થન કરાયું. શાસપંક્તિઓના અર્થઘટન ખોટા કરવામાં આવ્યા. પૂર્વે પોતે જે બોલ્યા હતા - લખ્યું હતું, તેનાથી સાવ વિપરીત પ્રરૂપણા કરવામાં આવી. તેમ છતાં ઝાઝી સફળતા ન મળી. છતાં પણ જુદું જુદું સાહિત્ય પ્રગટ કરીને અપપ્રચાર ચાલું જ રાખ્યો. સાહિત્ય પ્રસારણની કેટલીક વિગતો નીચે આપવામાં આવી છે. ' (૧) સૌથી પ્રથમ વિ.સં. ૨૦૪૪માં સંમેલનની પૂર્ણાહુતિ પછી દેવદ્રવ્યાદિ
વિષયક ઠરાવોના સમર્થનમાં પાંચ શ્રાવકો દ્વારા “વિ.સં. ૨૦૪૪ના
Page #32
--------------------------------------------------------------------------
________________
31
રાજનગર શ્રી શ્વે.મૂ.પૂ. તપાગચ્છીય શ્રમણસંમેલનના નિર્ણયો” નામની પુસ્તિકા પ્રગટ થઈ અને એ જ અરસામાં પં.શ્રીચંદ્રશેખરવિ.મ.સા. દ્વારા “વિ.સં. ૨૦૪૪નાં વિવાદાસ્પદ ઠરાવોની રૂપરેખા અને સમાલોચના” નામની પુસ્તિકા પ્રગટ થઈ હતી. તે બંને પુસ્તિકાનો જબરજસ્ત વિરોધ થયો હતો.
(૨) તે પછી વિ.સં. ૨૦૪૯ની સાલમાં પં.શ્રીચંદ્રશેખરવિ.મ.સા. દ્વારા “ધાર્મિક વહીવટ વિચાર” નામનું પુસ્તક પ્રકાશિત થયું. તેમાં શાસ્ત્ર અને સુવિહિત પરંપરાનો લોપ થયો હોવાથી તેનો જબરજસ્ત વિરોધ થયો. કલ્પિતદેવદ્રવ્યની વ્યાખ્યા, શ્રાવકની જિનપૂજાની વિધિ, ગુરુદ્રવ્યના વિનિયોગ આદિ અંગે શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણા થઈ હતી. તથા પરસ્પર વિરુદ્ધ વિધાનો કરાયા હતા.
(૩) તે પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં અઢળક ભૂલો સામે આવતાં ચાર પરિમાર્જકોના ટેકાથી નવી આવૃત્તિ તૈયાર થઈ અને વિ.સં. ૨૦૫૦માં પ્રકાશિત કરવામાં આવી. વાસ્તવમાં બીજી આવૃત્તિમાં કશું જ પરિમાર્જન (શુદ્ધિકરણ) કરવામાં આવ્યું નહોતું. પરંતુ કુતર્કોની ભરમાર-સંદર્ભહીન ઉલ્લેખો - પૂ.વડીલોના પત્રોની ખોટા સંદર્ભોમાં ખોટી રીતે રજૂઆત આદિ સામગ્રી જ ભરવામાં આવી હતી.
નોંધ : પૂર્વોક્ત સાહિત્ય પ્રચારના સમગ્ર ઘટનાક્રમમાં સત્યપક્ષ દ્વારા અવસરે અવસરે વિરોધ થતો રહ્યો હતો. પ્રવચનસભાઓ પણ ભરાઈ હતી અને પુસ્તકો પણ પ્રકાશિત થયા હતા. તેમાં....
(A) સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ.રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મુંબઈમાં આયોજાયેલી જાહેરસભામાં સંમેલનના ઠરાવના વિરોધમાં પૂ.મુ.શ્રીકીર્તિયશવિ.મ.સા.ના પ્રવચનો થયા હતા, તેનું સંકલન ‘સંમેલનની ભીતરમાં’ પુસ્તકમાં કરીને તેને પ્રકાશિત કરવામાં આવેલ.
(B) શ્રીજિનવાણી વર્ષ-૧૯-૨૦ના અંકોમાં પૂર્વોક્ત પુસ્તકની શાસ્ત્ર +
Page #33
--------------------------------------------------------------------------
________________
પરંપરાથી વિરુદ્ધ વાતોની વિસ્તૃત સમાલોચના “તૃપ્તિ-જિજ્ઞાસા'
વિભાગમાં કરવામાં આવી હતી. (C) પૂ.આ.ભ.શ્રી વિ. સોમચંદ્રસૂરિજી મ.સાહેબે પણ “સીમિત શ્રમણ
સંમેલનની અશાસ્ત્રીયતા” નામની પુસ્તિકા લખી હતી અને એ
મુંબઈથી પ્રકાશિત થઈ હતી. (D) તદુપરાંત, નીચેના પુસ્તકો પણ તે તે સમયે પ્રકાશિત થયા હતા. (i) “સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી” લેખક :- પૂ.આ.ભ.શ્રી વિ.
જિનેન્દ્રસૂ. મ.સા. “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે.” લેખક - પૂ.આ.ભ.શ્રી વિ. કનકચંદ્રસૂ.
મ.સા.
ધાર્મિક વહીવટ વિચારની અશાસ્ત્રીયતા” લેખક - પૂ.આ.ભ.શ્રી વિ.ચંદ્રગુપ્તસૂ. મ.સા.
દેવદ્રવ્યાદિ વ્યવસ્થાવિચાર” (હિન્દી) લે. પૂ.આ.ભ.શ્રી.વિ.
વિચક્ષણસૂ. મ.સા. (v) દેવદ્રવ્યઃ શાસ્ત્રીય અને વ્યવહારિક પરિભાષા. લેખક- પૂ.આ.ભ.
શ્રી.વિ.જયદર્શનસ્ મ.સા. (vi) ધાર્મિક વહીવટ વિચારના અશાસ્ત્રીય વિચારોની વિચારણા” લેખકઃ
પૂ.મુનિશ્રી યોગતિલક વિ.મ.સા. (vi) ધાર્મિક વહીવટ વિચારના વિચારો અંગે સત્ય જાણવું છે! તો અવશ્ય
વાંચો. પ્રકાશક: ધર્મદ્રવ્ય રક્ષા સમિતિ, ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન. આ રીતે અલગ-અલગ સાહિત્ય પ્રગટ થયું હતું અને ધાર્મિક વહીવટ
વિચાર’ પુસ્તકના ખોટા વિચારોની સમીક્ષા થઈ હતી. (E) તદુપરાંત, પૂ.સાગરજી મ.સા.ના સમુદાય તરફથી પણદેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્ય
વિષયક માર્ગદર્શન આપતા અને સંમેલનનાદેવદ્રવ્યાદિ વિષયકઠરાવોના વિરુદ્ધમાં પુસ્તક પ્રગટ થયા હતા.
Page #34
--------------------------------------------------------------------------
________________
(i)
(ii)
(iii)
333
તે નીચે મુજબ છે –
‘ધર્મદ્રવ્યવ્યવસ્થા’ લે. પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મ.સા.
શ્રી ધાર્મિક તંત્ર સંચાલન સમીક્ષા' લે. પૂ.આ.શ્રી. કલ્યાણસાગરસૂ.
મ.સા.
સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ' લે. પૂ.આ.શ્રી. કલ્યાણસાગરસૂ.
મા.સા.
(iv) ‘વાંચો-વિચારો અને વંચાવો” લે. પૂ.આ.શ્રીકલ્યાણસાગરસૂ. મ.સા.
આ સર્વેના યોગે શ્રીસંઘમાં જાગૃતિ ટકી રહી હતી. તેના કારણે સંમેલનના ખોટા ઠરાવોનો અમલ શ્રીસંઘોએ કર્યો નહોતો. શ્રીસંઘના સદ્ભાગ્યે આજ સુધી તે વર્ગને સફળતા મળી નહોતી.
(૪) આટલો વિરોધ થવા છતાં તે પુસ્તકના લેખકશ્રીએ ત્રીજી-ચોથી આવૃત્તિ પ્રગટ કર્યે જ રાખી હતી અને પોતાના હસ્તકના ‘મુક્તિદૂત માસિક’માં અવારનવાર એનો જ અપપ્રચાર ચલાવ્યે રાખ્યો હતો. તેમજ પોતાના માર્ગદર્શનથી જ્યાં જ્યાં પર્વપર્યુષણાની આરાધના કરાવવા શ્રાવકોને મોકલાયા, ત્યાં પણ આ ખોટી વસ્તુનો પ્રચાર તથા તે મુજબ વહીવટ કરાવવાનો પ્રયત્ન થયો.
(૫) આ.શ્રી અભયશેખરસૂરિએ પણ વિ.સં. ૨૦૫૧માં દેવદ્રવ્ય અને જિનપૂજા' નામની પુસ્તિકા લખીને ‘દેવદ્રવ્યથી શ્રાવક જિનપૂજા કરી શકે’ આવી તદ્દન શાસ્ત્રવિરુદ્ધ માન્યતાને અનેક કુતર્કોના સહારે આધારે અલ્પજ્ઞ લોકોના મનમાં ઠોકી બેસાડવાની કોશિષ કરી છે. (નોંધ : વિ.સં. ૨૦૪૪ના સંમેલનના દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય સંબંધી ઠરાવના સમર્થનમાં આગળ આવેલા એ વર્ગના વિ.સં.૨૦૪૪ પૂર્વેના પ્રવચનાંશો જોશો તો તેઓ ત્યારે શું બોલ્યા હતા અને હવે વિ.સં.૨૦૪૪ પછી પોતાના પુસ્તકોમાં શું લખી રહ્યા છે, તેનો તફાવત સમજાઈ જશે. એકદમ શિર્ષાસન થયેલું જોવા મળશે. આ પુસ્તકમાં
-
Page #35
--------------------------------------------------------------------------
________________
34
તેમના પુસ્તકોના પ્રવચનાંશો સંગૃહિત કરેલા જ છે. તેના ઉપર દૃષ્ટિપાત કરવા વિનંતી – ભલામણ છે.)
(૬) આટઆટલા પ્રયત્નો કરવા છતાં તે વર્ગને શ્રીસંઘોમાં પોતાની બદલાયેલી માન્યતા મુજબની વ્યવસ્થા ગોઠવવામાં સફળતા ન જ મળી. એટલે થોડા વર્ષો તે વર્ગ થોડો થોડો શાંત રહ્યો.
(૭) એ પછી તે વર્ષો વર્ષો પહેલાંની પ્રચારની શૈલી બદલી.
(i)
તેમાં પુસ્તક લખીને પોતાની માન્યતા મુજબનો પ્રચાર કરવાને બદલે પોતાની બદલાયેલી (શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ) માન્યતા મુજબના સાતક્ષેત્રાદિના વહીવટના ચાર્ટ બનાવ્યા.
(ii) એ ચાર્ટ નાનકડી પુસ્તિકારૂપે કે પેમ્પલેટ રૂપે પ્રચારવાનું કામ મુંબઈ આદિ શહેરોમાં ચાલું કર્યું.
(iii) આસો સુદ-૪, રવિવાર, તા. ૨૮-૯-૨૦૧૪ના રોજ પં. શ્રીમેઘદર્શન વિ.મ.ની નિશ્રામાં આયોજિત મુંબઈના બધા સંઘોના મોડવીઓનું મિલન’ - આમાં શ્રીસંઘના અગ્રણી શ્રાવકોને એક પેમ્પલેટ રૂપે તે ચાર્ટ અપાયો હતો.
(iv) વિ.સં. ૨૦૬૮, આસો સુદ-૧૫ના રોજ ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના ચાર પરિમાર્જકશ્રીઓ દ્વારા જુલાઈ-૨૦૧૩ના ‘મુક્તિદૂત માસિક'માં એ ચાર્ટ આપવામાં આવ્યો.
(v) વિ.સં. ૨૦૭૦માં અંતરિક્ષજી મુકામે પં.શ્રી ચંદ્રશેખરવિ.મ.સા.ના શિષ્ય મુ.શ્રીવિમલહંસ વિ.મ.સા.ની નિશ્રામાં વિદર્ભના ૬૦ સંધોના ટ્રસ્ટીઓનાં સમેલનમાં ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય” આ નામની ચાર પરિમાર્જકશ્રીઓના નામથી (ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ. જયઘોષસૂરિજી મ.સા., પૂ.આ.ભ.શ્રીવિ.રાજેન્દ્રસૂરિજી મ.સા., આ.શ્રી.હેમચંદ્રસૂરિ મ.સા. અને આ.શ્રીજયસુંદરસૂરિજી મ.સા. આ ચાર લેખકશ્રીઓના નામથી) પ્રકાશિત થયેલ ચાર્ટવાળી નાનકડી પુસ્તિકા
Page #36
--------------------------------------------------------------------------
________________
5
વહેંચાઈ હતી. (M) આ ઉપરાંત અન્ય પણ કેટલાક મુનિવરોની નિશ્રામાં પણ એવું પેમ્પલેટ
વહેંચાયું હતું.
(નોંધઃ પૂર્વનિર્દિષ્ટ સર્વે ચાર્ટોમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યાદિ ક્ષેત્રોની શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી વિરુદ્ધ વ્યવસ્થાઓ બતાવવામાં આવી છે. ટૂંકમાં પૂ.આ.શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણીવરશ્રીની “ધર્મદ્રવ્ય-વ્યવસ્થા” પુસ્તકમાં વર્ણવાયેલી ધાર્મિકદ્રવ્યની વ્યવસ્થાઓથી ઘણી બધી દેવદ્રવ્યાદિની દ્રવ્યવ્યવસ્થાઓ અલગ બતાવીને શ્રીસંઘોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.)
= હાલ તે વર્ગ તરફથી પોતાની માન્યતા મુજબની દ્રવ્યવ્યવસ્થા શ્રીસંઘોમાં ગોઠવવા માટે જબરજસ્ત અપપ્રચાર ચાલે છે. - હિલચાલ ચાલે છે. તેથી શ્રીસંઘો અજ્ઞાનતાદિના કારણે દેવદ્રવ્યાદિ ધાર્મિક દ્રવ્યોના ભક્ષણવિનાશાદિના મહાપાપમાં પડીને મહા અનર્થના ભાગી ન બને તેવી ભાવકરુણાથી પ્રેરાઈને (i) શાસ્ત્રકાર મહર્ષિઓની આજ્ઞાઓ (ii) સુવિહિત પરંપરા, (ii) વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનના સૂત્રધાર પૂ.આચાર્ય ભગવંતોના અભિપ્રાયો અને (iv) વર્તમાનમાં વિદ્યમાન પૂ.સાધુ ભગવંતોના જ પૂ.પૂર્વજોની દેવદ્રવ્યાદિ વિષયક માન્યતાઓને પ્રગટ કરવાની જવાબદારી આ પુસ્તકમાં વહન કરાઈ છે. અમારે વિવાદ કરવો જ નથી. માત્ર સત્યને જીવતું રાખવા અને ભદ્રિક જીવો અનર્થના ભાગી ન બને એ માટે એમને પૂ. વડીલોની સાચી પરંપરા બતાવા માટે માત્ર આ પ્રયત્ન કરાયો છે. અમારા આ ઉદાત્ત આશયને સૌ સંઘજનો હૈયે અવધારશે એવી આશા રાખીએ છીએ. હવે પુસ્તકમાં વર્ણવાયેલા વિષયોની આંશિક રૂપરેખા જોઈશું. પ્રસ્તુત પુસ્તકના વિષયોની આંશિક રૂપરેખા:
> પ્રથમ પ્રકરણમાં શુદ્ધદેવદ્રવ્યની વ્યાખ્યા - તેનો સદુપયોગ અને વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનના સર્વસંમત દેવદ્રવ્ય સંબંધી ઠરાવો = નિર્ણયો, આ સર્વેનું વર્ણન કર્યું છે. તથા વિ.સં. ૨૦૪૪ના
Page #37
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્યાદિ વિષયક ઠરાવો અને તેની આંશિક સમાલોચના પણ જોઈશું.
- બીજા પ્રકરણમાં...દેવદ્રવ્યના વિવિધ પ્રકારો અને તેના સદુપયોગ અંગેની શાસ્ત્રજ્ઞા અને પરંપરા શું છે તેની વિચારણા કરેલ છે. તથા તે તે સ્થળે થયેલા કુતર્કોની સમાલોચના પણ કરી છે.
ત્રીજા પ્રકરણમાં શુદ્ધદેવદ્રવ્ય-કલ્પિતદેવદ્રવ્ય-પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી? - પૂજારીનો પગાર-ગુરુદ્રવ્યનો વિનિયોગ કયાં કરવો? – એમ દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય વિષયક ઉપસ્થિત થયેલા પ્રશ્નો અને વિવાદાસ્પદ મુદ્દાઓની યાદી આપી છે. (નોંધઃ પછીના પ્રકરણોમાં તે તમામ પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપવામાં આવ્યા છે અને અંતે ઉપસંહારમાં સંક્ષેપમાં જવાબ આપ્યા
છે.)
– ચોથા પ્રકરણમાં શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? - તે અંગે શ્રાદ્ધવિધિ-શ્રાદ્ધદિનકૃત્ય-લલિતવિસ્તરા-ષોડશક પ્રકરણ-પંચાશક પ્રકરણ વગેરે ગ્રંથોના આધારે (અર્થ સહિત) શાસ્ત્રપાઠોને, આધારે વિધિ બતાવી છે. ધનવાન-મધ્યમ-નિર્ધન શ્રાવક માટે શ્રાદ્ધવિધિકાર અલગ-અલગ માર્ગદર્શન આપ્યું છે.
– દરેક ગ્રંથકરોનું એક જ માર્ગદર્શન છે કે, “શ્રાવકે પ્રભુપૂજા શક્તિ અનુસાર સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ.” આ વિષયમાં ભરપૂર કુતર્કો થયા છે. તે સર્વેની સમાલોચના કરવામાં આવી છે.
-પાંચમા પ્રકરણમાં ઉપદેશપદાદિ ગ્રંથોના વિડિલેવદ્રવ્ય' ઇત્યાદિ શાસ્ત્રપાઠોનું રહસ્ય જણાવ્યું છે અને તે શાસ્ત્રપાઠો શુદ્ધદેવદ્રવ્યથી જિનપૂજાદિ પ્રભુભક્તિના અનુષ્ઠાન કરવાનું કહેતા જ નથી. તેમાં પણ ઘણા કુતર્કો કરાયા છે. તેની સમાલોચના પણ કરવામાં આવી છે.
> છઠ્ઠા પ્રકરણમાં...બોલી-ઉછામણી શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય છે? સ્વપ્નાદિકની ઉછામણી કયા હેતુથી બોલાય છે? - આ વિષયોની શાસ્ત્ર-પરંપરા આધારે ચર્ચા કરવામાં આવી છે અને કુતર્કોની સમીક્ષા કરવામાં આવી છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
37
- સાતમા પ્રકરણમાં..“ધાર્મિક વહીવટ વિચાર” આદિ પુસ્તકમાં કરાયેલી કલ્પિતદેવદ્રવ્યની વ્યાખ્યાની સમીક્ષા કરાઈ છે. ત્યાં પ્રભુ-ભક્તિસ્વરૂપે બોલાતી સ્વપ્નાદિકની ઉછામણીની રકમને કલ્પિત-દેવદ્રવ્યમાં ઠરાવીને તેને (શુદ્ધદેવદ્રવ્યને) “જિનમંદિર સાધારણ” તરીકે ફલિત કરી જિનાલયના સર્વ કાર્યોમાં વાપરવાની રજા આપી છે. તે શાસ્ત્ર અને પરંપરાથી તદ્દન વિરુદ્ધ છે – અસત્ય છે, તેની સ્પષ્ટતા કરીને અનેક કુતર્કોની સમાલોચના કરવામાં આવી છે.
– આઠમા પ્રકરણમાં ગુરુદ્રવ્યના વિનિયોગ અંગેની વિચારણા કરાઈ છે. દ્રવ્યસપ્તતિકા-ધર્મસંગ્રહ-હીરપ્રશ્ન અને શ્રાદ્ધજિતકલ્પઃ આ ચાર ગ્રંથોના શાસ્ત્રપાઠોના આધારે તે પક્ષ દ્વારા રજૂ કરાયેલી શાસ્ત્રવિરુદ્ધ માન્યતાઓની સમીક્ષા કરવામાં આવી છે. દ્રવ્યસપ્તતિકા ગ્રંથના આધારે ગુરુપૂજનની રકમ, ગુરુપૂજનની બોલીની રકમ વગેરે સ્વરૂપ ગુરુદ્રવ્યનો વિનિયોગ જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યના નિર્માણમાં થાય છે. પરંતુ સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં થતો નથી.
નવમા પ્રકરણમાં...ગુરુમૃતકના અંતિમ સંસ્કાર સંબંધી બોલી આદિની ઉપજ કયા ખાતામાં જાય અને તેનો વિનિયોગ કઈ રીતે થાય, તેની માહિતી શાસ્ત્ર અને પરંપરા અનુસાર આપવામાં આવી છે.
> દસમા પ્રકરણમાં....જ્ઞાનદ્રવ્યની વ્યાખ્યા - તેની આવકના સ્રોતો અને તેના સદુપયોગ અંગેની શાસ્ત્રાનુસારી પરંપરા જણાવી છે.
- અગીયારમા પ્રકરણમાં....જિનમંદિરાદિ સાત ક્ષેત્રો અને જીવદયાદિ અન્ય ક્ષેત્રો, એમ વર્તમાનમાં પ્રસિદ્ધ તમામ ક્ષેત્રોનું સ્વરૂપ, તેની આવકના સ્રોતો અને તેના સદુપયોગ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. – હવે પછી પરિશિષ્ટ વિભાગનો પ્રારંભ થાય છે?
– પ્રથમ પરિશિષ્ટમાં.....વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણસંમેલનના નિર્ણયો (ઠરાવો) સહિતની તમામ માહિતી આપવામાં આવી છે. પૂ.આચાર્ય ભગવંતાદિની સહીઓ પણ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
38
» બીજા પરિશિષ્ટમાં...દરેક સમુદાયના પૂ.આચાર્ય ભગવંતાદિના સ્વપ્નદ્રવ્યનાવિનિયોગ અંગેના માર્ગદર્શક પત્રો છે. જેનાથી “સ્વપ્નદ્રવ્યદેવદ્રવ્ય જ છે” એ વાત ફલિત થાય છે. અહીં યાદ રહે કે, સ્વપ્નદ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય છે, પરંતુ કલ્પિત દેવદ્રવ્ય નથી.
- ત્રીજા પરિશિષ્ટમાં...પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના દેવદ્રવ્ય અંગેના શાસ્ત્રીય વિચારો તેમના દ્વારા લખાયેલા પુસ્તકોમાંથી ગ્રહણ કરીને સંકલિત કર્યા છે.
– ચોથા પરિશિષ્ટમાં....પૂ.આ.ભ.શ્રી.વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો (ચંદનબાળાની મીટીંગ માટે ચાલતા અપપ્રચારનો) અગત્યનો ખુલાસો છે. તેમના “સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી પુસ્તકના “આમુખમાંથી ગ્રહણ કરી અહીં સંકલિત કરેલ છે.
– પાંચમા પરિશિષ્ટમાં...ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકની અશાસ્ત્રીયતાને પ્રકાશિત કરતા અને સં. ૨૦૪૪ના સંમેલનની ગતિ-વિધિઓને જણાવતા વિ.સં. ૨૦૫૧માં થયેલા પૂ.આ.ભ.શ્રી.વિ. મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા.ના બે જાહેર પ્રવચનો છે. જિનવાણી, વર્ષ-૨૦, અંક-૭-૮માંથી ગ્રહણ કરીને અહીં સંકલિત કરેલ છે.
- છઠ્ઠા પરિશિષ્ટમાં.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ શ્રીજયસુંદરવિ.મ. (અત્યારે આચાર્યશ્રી)ના “દિવ્યદર્શન માસિક”માં દેવદ્રવ્ય અંગે જે શાસ્ત્રાધારિત વિચારો પ્રગટ થયા હતા, તેને સંકલિત કરી અહીં આપેલ છે.
- સાતમા પરિશિષ્ટમાં....મુનિ શ્રી રત્નસુંદરવિ.મ.સા. (હાલ આ.શ્રીરત્નસુંદરસુ.મ.સા.)ની સ્વપ્નાની ઉછામણી' શા માટે?” આ અંગેની તેમની શાસ્ત્રાધારિત માન્યતાઓ વર્ષો પૂર્વે તેમના “મનવા ! જીવન પંથ ઉજાળ” પુસ્તકમાં રજૂ થવા પામી હતી, તેનું સંકલન અહીં કર્યું છે.
-આઠમા પરિશિષ્ટમાં મુનિશ્રી હેમરત્નવિ.મ. (પછીથી આ શ્રીહેમરત્નસૂરિજી મહારાજે), “ચાલો જિનાલયે જઈએ” પુસ્તકમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય
Page #40
--------------------------------------------------------------------------
________________
39
પૂજારીના પગાર અને શ્રાવકની જિનપૂજા અંગે શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે, તેનો સંગ્રહ કર્યો છે.
→ નવમા પરિશિષ્ટમાં....પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાના કહેવાતા મધ્યસ્થ સંઘ’ ઉપરના પત્રના નામે ચાલતા અપપ્રચાર અંગે અગત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે અને મધ્યસ્થ સંઘના અગ્રણી શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનો દેવદ્રવ્ય અંગેનો અભિપ્રાય આપેલ છે.
→ દસમા પરિશિષ્ટમાં....વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અધ્યક્ષ પૂ.આ.ભ.શ્રી.વિ.રામસૂરીશ્વરજી મહારાજાનો (ડહેલાવાળાનો) સંમેલનની નિષ્ફળતા અંગેનો હૃદયદ્રાવક પત્ર આપેલ છે. તેનાથી વાચકોને વાસ્તવિકતાનો બોધ થશે.
→ અગીયારમા પરિશિષ્ટમાં....વિ.સં. ૨૦૪૪ના સંમેલનની જાણવા જેવી હકીકતો જણાવી છે. તેમાં પૂ.મુ.શ્રીરૈવતવિ.મ.સા., પૂ.આ.શ્રી. ચંદનસાગરસૂરિજી મ.સા. જાહેર નિવેદનો-પત્રો સંકલિત કર્યા છે.
→ બારમા પરિશિષ્ટમાં....“ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં પૂજ્યપાદ પ્રેમસૂરિદાદા આદિ પૂજ્ય વડીલોના પત્રો આપવામાં આવ્યા છે. તે અંગે અગત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે અને તે વખતે જિનવાણી, વર્ષ૧૯-અંક-૧૫-૧૬-૧૭-૧૮માં જે ખુલાસા જાહેર થયા હતા, તેને ત્યાંથી ગ્રહણ કરી અહીં સંકલિત કરેલ છે.’
→ તેરમા પરિશિષ્ટમાં....શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ’ના ‘સત્તરમા ફાલના’ અધિવેશનમાં દેવદ્રવ્ય અંગે જે ઠરાવનં.-૩ થયો હતો, તે અહીં આપેલ છે. તેનાથી શ્રીસંઘોને દેવદ્રવ્યના વિનિયોગ અંગેનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.
→ ચૌદમા પરિશિષ્ટમાં....શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને શ્રીશંખેશ્વરજી પેઢીના બે પત્રો છે. તે બંને તીર્થોમાં આરતી-મંગલ-દીવાની થાળીમાં મૂકાયેલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા થાય છે.
→ પંદરમા પરિશિષ્ટમાં....પૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી
Page #41
--------------------------------------------------------------------------
________________
મ.સા.ના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ના “વાંચો-વિચારો અને વંચાવો” અને “સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ” - આ બે પુસ્તકમાં રજૂ થવા પામેલા દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગેના વિચારોને સંકલિત કરીને મૂકેલા છે.
સોળમા પરિશિષ્ટમાંપૂ.ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર્યશ્રીની ધર્મદ્રવ્ય-વ્યવસ્થા' નામના તેઓશ્રીના પુસ્તકમાં જણાવાયેલું સાતક્ષેત્રાદિનું સ્વરૂપ, તેની આવક અને તેના સદુપયોગ અંગેની માહિતીનું સંકલન કરી અહીં આપેલ છે.
-સત્તરમા પરિશિષ્ટમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-સાધારણદ્રવ્યનો મહિમા અને તેના ભક્ષણ-વિનાશથી પ્રાપ્ત થતા કટવિપાકો, જે શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે, તે શાસ્ત્રપાઠો (શ્લોકોનું) અર્થસહિત સંકલન કરવામાં આવ્યું છે.
– અઢારમા પરિશિષ્ટમાંપૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.ની “ગુરુદ્રવ્ય-ગુરુપૂજન' અંગેની માન્યતા તેમના પુસ્તકમાંથી લઈને સંકલિત કરેલ છે.
– ઓગણીસમા પરિશિષ્ટમાં..પૂ.આ.ભ.શ્રી. કલ્યાણસાગરસૂ.મ. સા.ની “સ્વપ્નદ્રવ્ય” અંગેની માન્યતા તેમના પુસ્તકમાંથી લઈને સંગૃહીત કરેલ છે.
– વીસમા પરિશિષ્ટમાં. પૂ.આ.ભ.શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.સા. (પૂ.સાગરજી મ.સા.)ની “સ્વપ્નદ્રવ્ય', અને કલ્પિતદેવદ્રવ્ય અંગેની માન્યતા તેમના માસિકાદિમાં છપાઈ હતી. ત્યાંથી લઈને સંગૃહીત કરી છે.
– એકવીસમા પરિશિષ્ટમાં.પૂ.આ.ભ.શ્રી.વિ. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. અને પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણીવર્યશ્રીની ગુરુદ્રવ્ય' અંગેની માન્યતા, કે જે “સ્વપ્ન દ્રવ્યવિચાર” પુસ્તકમાં છપાયેલ છે, તેને ત્યાંથી લઈને અહીં સંકલિત કરેલ છે.
– બાવીસમા પરિશિષ્ટમાં સેનપ્રશ્નમાં દેવદ્રવ્ય આદિ અંગે જે પ્રશ્નોત્તરીના માધ્યમે માર્ગદર્શન પ્રાપ્ત થાય છે, તેનું સંકલન અહીં કરેલ છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
– આ રીતે અગીયાર પ્રકરણો અને બાવીસ પરિશિષ્ટોનો આંશિક પરિચય અહીં જણાવ્યો છે. વિષયાનુક્રમ જોવાથી તે અંગેની વિશેષ માહિતી મળશે. પુસ્તક સ્વયં વિષયો જણાવતું હોય, ત્યારે અહીં તેના વિષે લંબાણ કરવાની જરૂર જણાતી નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, કુતર્ક ખૂબ ભયંકર છે. કુતર્કની ભયંકરતા જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં કહ્યું છે કે,
बोधरोगः शमाऽपायः, श्रद्धाभङ्गोऽभिमानकृत् ।
कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकथा ॥८७॥ – બોધ માટે રોગ સમાન, શમ માટે અપાયભૂત, શ્રદ્ધાને નાશ કરનાર અને અભિમાનને કરનાર કુતર્ક અંતઃકરણનો અનેક પ્રકારે પ્રગટ ભાવશત્રુ છે.
૦ વોથો:- કુતર્ક બોધ માટે રોગ સમાન છે. જેમ રોગ શરીરના આરોગ્યની હાનિ કરી એના સામર્થ્યને હણી નાંખે છે. તેમ કુતર્ક નિર્મલ બોધને પ્રાપ્ત થવા દેતો નથી. જેના દ્વારા પ્રભુવચનના પરમાર્થ (ઔદંપર્યાર્થી સુધી પહોંચાય તેને સુતર્ક કહેવાય છે અને જેનાથી પ્રભુવચનના રહસ્યને પામી ન શકાય તેને કુતર્ક કહેવાય છે. કુતર્ક અનેક પ્રકારના વિકલ્પોને ઊભા કરી તત્ત્વના રહસ્ય સુધી પહોંચવા દેતો નથી. કુતર્ક અનાદિકાલીન ભ્રાન્તિઓને પોષે છે. તેના કારણે સ્પષ્ટ બોધ થતો નથી.
૦ શમાડપાય - કુતર્ક શમ(ઉપશમ)નો નાશ કરે છે. કારણ કે, તે અસત અભિનિવેશને પેદા કરે છે. હિતની પ્રવૃત્તિમાં ઉપશમભાવની અત્યંત આવશ્યકતા છે. નિર્મલ બોધ જ હિતની પ્રવૃત્તિમાં ઉપશમભાવપૂર્વક પ્રવૃત્તિ કરાવી શકે છે. હિતની પ્રવૃત્તિને તાત્ત્વિક બનાવવા માટે ઉપશમભાવમાં યત્ન કરવો જરૂરી છે. કુતર્ક ઉપશમનો નાશ કરે છે. કારણ કે, કુતર્ક પોતે ઊભા કરેલા અસત્ વિકલ્પોમાં અભિનિવેશ (આગ્રહ) પેદા કરે છે અને અસત્ અભિનિવેશ ઉપશમભાવમાં રહેવામાં અંતરાયભૂત બને છે.
૦ શ્રતમ - કુતર્ક શ્રદ્ધાનો ભંગ કરે છે. કારણ કે, પોતે માનેલા
Page #43
--------------------------------------------------------------------------
________________
2
વિકલ્પોને સાચા માનવાનો જ એનો આગ્રહ હોય છે. તેના કારણે જિનવચનને (આગમના પદાર્થોને) તે સ્વીકારતો નથી અને આગમના અર્થને સ્વીકારે તો પણ તે વિપરીત રીતે સ્વીકારે છે.
૦ મિમીન:- કુતર્ક અભિમાનને કરનારો છે. કારણ કે, તે મિથ્યા અભિમાનનો જનક છે. હું અતીન્દ્રિય પદાર્થોને સારી રીતે જોઈ શકે છે, એવા મિથ્યાભિમાનને કુતર્ક ઉત્પન્ન કરે છે.
આ રીતે કુર્તક આધ્યાત્મિક વિકાસના અનન્ય ઉપાયભૂત બોધ, ઉપશમ, શ્રદ્ધા અને નમ્રતાને નાશ કરતો હોવાથી અંતઃકરણનો અનેક પ્રકારે ભાવશત્રુ છે. તેથી જે સાધકે અવેદ્યસંવેદ્યપદને જીતવું છે, તે સાધકે કુતર્કમાં અભિનિવેશ કરવો નહીં. પરંતુ શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ કરવો એમ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ફરમાવ્યું છે.
कुतर्केऽभिनिवेशस्तन्न युक्तो मुक्तिवादिनाम् ।
युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥८॥ આથી આત્માર્થી જીવોએ કુર્તકો કરીને જિનતત્ત્વને દૂષિત કરવાની પ્રવૃત્તિ કરવી લેશમાત્ર ઉચિત નથી અને જગતમાં પ્રસરેલા કુતર્કોની જાળમાં ફસાઈને પોતાના બોધ-શ્રદ્ધાને મલિન બનાવવાની જરૂર નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, કુતર્કોની જાળમાં જે ફસાતો નથી અને કદાચ ફસાયો હોય, તો પણ વેળાસર નીકળી જાય છે, તેનો “અસદ્ગહનો વિરહ સહજ બને છે અને તે જ ભવ્યાત્મા અવેઘસંવેદ્યપદને ઓળંગીને વેદ્યસંવેદ્યપદને પામી જાય છે તથા તેના પ્રભાવે સંસારસમુદ્રથી પાર ઉતારનારા લોકોત્તર ધર્મને પામે છે અને તેના યોગે શીધ્રપણે મોક્ષને પામે છે, એમ યોગદષ્ટિસમુચ્ચયકાર મહર્ષિ ફરમાવે છે.
આથી કુતર્કની જાળમાં ફસાઈને અસદ્ગહના ભોગ બની ધર્મથી હારી ન જવાય એ માટે સસૂત્ર-ઉત્સુત્ર પ્રરૂપણાનું સ્વરૂપ સમજીને ઉસૂત્રનો ત્યાગ કરવો જોઈએ. જ્ઞાનીઓએ ઉસૂત્રને વિષની ઉપમા આપી છે અને ઉસૂત્ર પ્રરૂપણાથી યાવત્ અનંતસંસારની પ્રાપ્તિ જણાવી છે. તેથી તેનાથી બચતા રહેવું
Page #44
--------------------------------------------------------------------------
________________
અતિ જરૂરી છે. અહીં અવસરપ્રાપ્ત સસૂત્ર-ઉત્સરનું સ્વરૂપ આદિ નીચે આપીએ છીએ. ઉસૂત્ર પ્રરૂપણા વિષ છે.
ઉસૂત્ર પ્રરૂપણા કરવાથી યાવત્ અનંતસંસાર થાય છે. આથી સંબોધ સપ્તતિકા ગ્રંથમાં કહ્યું છે કે,
"कट्ठे करंति अप्पं, दमंति अत्थं चयंति धम्मत्थी।
इक्कं न चयइ उस्सुत्तविसलवं जेण बुभुति ॥४८॥" - ધર્માર્થી આત્માઓ કષ્ટ વેઠે છે, આત્માનું દમન કરે છે અને ધનનો ત્યાગ કરે છે, પરંતુ (મિથ્યાત્વ નામના ભયંકર દોષને વશ બની) ઉસૂત્રરૂપ ઝેરના લેશને જતા નથી, તેના કારણે સંસારમાં ડૂબે છે.
સસૂત્ર પ્રરૂપણા અમૃત છે. અમૃતના સિંચનથી આત્મગુણો ખીલી ઉઠે છે. ઉસૂત્ર પ્રરૂપણા વિષ છે. આ વિષના સંપર્કથી આત્મગુણો નાશ પામે છે, ફિલષ્ટ કર્મબંધ થાય છે અને અકુશલ અનુબંધોનું ખૂબ સિંચન થાય છે. તેના યોગે આત્મા યાવત્ અનંતસંસારી થાય છે. આથી જ અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે, “ છૂમાલ, વોહીનાનો મviત સંસાર .
पाणच्चए वि धीरा, उस्सूत्तं न भासंति ॥" – ઉસૂત્ર ભાષણ કરનારાઓનાં બોધિનો નાશ થાય છે અને અનંત સંસાર થાય છે. આથી ધીર પુરુષો પ્રાણાતે પણ = પ્રાણત્યાગનો પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ ઉત્સુત્ર બોલતા નથી. ઉસૂત્રભાષણથી પ્રાપ્ત સમ્યગ્દર્શન નાશ પામે છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાની ઉભી થયેલી સંભાવના પણ ખતમ થઈ જાય છે અને મિથ્યાત્વનો ઉદય થતાં મિથ્યાત્વના સંશ્લેષથી બધા જ ગુણો અસાર બની જાય છે અને આત્મામાં દોષો વધી જાય છે અને દોષોના બળ નીચે જીવો અનેક પ્રકારનાં પાપાનુબંધી પાપો કરીને અનંત સંસારી બની જાય છે. બાહ્ય ધર્મના સંયોગો-ધર્મના વાતાવરણમાં અને અંતરંગ શુદ્ધિ કરનારા ગુણોની
Page #45
--------------------------------------------------------------------------
________________
44
વિદ્યમાનતામાં જ જીવ સદ્ગતિઓની પરંપરા સર્જીને મોક્ષ સુધી પહોંચી જાય છે. ગાઢ મિથ્યાત્વ એ સર્વે સંયોગોને છીનવી લે છે અને આત્માના ગુણોને બાળી નાંખે છે. આથી જ મિથ્યાત્વની ભયંકરતા બતાવતાં કહ્યું છે કે,
"न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषम् ।।
न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः ॥" - મિથ્યાત્વ સમાન (આત્મગુણોને લુંટી લેનારો) બીજો કોઈ શત્રુ નથી. મિથ્યાત્વ સમાન (ભાવપ્રાણોનો નાશ કરનારું) બીજું કોઈ વિષ નથી. મિથ્યાત્વ સમાન (આત્માના ભાવારોગ્યને હણી લેનાર) બીજો કોઈ રોગ નથી. મિથ્યાત્વ સમાન (આત્મામાં જીવનમાં અંધકાર ફેલાવનાર) બીજો કોઈ અંધકાર નથી. સસૂત્ર-ઉત્સુત્ર પ્રરૂપણાનું સ્વરૂપ
જે પ્રરૂપણા થાય - જે બોલવામાં આવે તે યથાસ્થિત, સ્ફટ અને પ્રગટ બોલવામાં આવે તો તે સસૂત્ર પ્રરૂપણા કહેવાય છે. જિનવચનથી અન્યથા બોલવામાં આવે, જિનવચનના ભાવોને સ્કુટ (સ્પષ્ટ) સ્વરૂપે કહેવામાં ન આવે અને જિનવચનને યથાર્થ રીતે પ્રગટ પણે કશું છૂપાવ્યા વિના પ્રગટ રૂપે) બોલવામાં ન આવે તેને ઉસૂત્રપ્રરૂપણા કહેવાય છે અને તેનાથી સંસાર વધે છે. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે,
"फुटपागडमकहतो, जहट्ठियं बोहिलाभमुवहणइ ।
जह भगवओ विसालो जर-मरणहोयही आसि ॥" – સ્કુટ, પ્રગટ અને યથાવસ્થિત કથન ન કરનાર માણસ (ઉપદેશક સાધુ, શ્રાવક વગેરે) બોધિનો નાશ કરે છે અને જેમ મહાવીર પરમાત્માનો (મરીચિના ભવમાં અપ્રગટ-અસ્પષ્ટ કથન કરવા સ્વરૂપ ઉસૂત્ર પ્રરૂપણાથી) જન્મ-જરા-મરણરૂપ સંસારસાગર વિશાલ (મોટો) થયો હતો, તેમ સંસાર વધે
છે.
ઉત્સુત્ર પ્રરૂપણાથી અનંત સંસાર કેમ?
ઉસૂત્ર પ્રરૂપણા એ જગતના જીવો સાથેનો દ્રોહ (વિશ્વાસઘાત) છે. જે
Page #46
--------------------------------------------------------------------------
________________
45
જીવો આત્મહિત સાધવા ઉપદેશ સાંભળવા આવ્યા છે કે કોઈક માર્ગ વિષયક અર્થાત્ વિધિ-અવિધિ આદિ માર્ગવિષયક પૃચ્છા કરે છે, ત્યારે તેમને ઉન્માર્ગ બતાવવો કે ભળતો જ માર્ગ બતાવવો કે અસ્પષ્ટમાર્ગ બતાવવો, તે તેમની સાથે વિશ્વાસઘાત છે. વિશ્વાસ મૂકીને આવેલા જીવોનો વિશ્વાસઘાત કરવો એ બહું મોટું પાપ છે. અંદરનું અત્યંત રીઢાપણું અને અત્યંત મલિનતા વિના એ કાર્ય થઈ શકતું નથી. આથી તે મહાપાપ છે અને ત્યાં સુધી જ્ઞાનીઓએ કહ્યું છે કે, જેમ શરણે આવેલા જીવનું મસ્તક કાપી નાંખવામાં આવે, તે વિશ્વાસઘાત છે અને તેથી મહાપાપ છે, એ જ પ્રમાણે ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારા પણ સંસારથી ભયભીત અને સંસાર અટવીથી પાર ઉતરવાની ઇચ્છાથી શરણે આવેલા જીવોને અનંતસંસારની ગર્તામાં ધકેલનારા ઉન્માર્ગને બતાવીને તેમના ભાવપ્રાણોરૂપ મસ્તકને કાપનાર છે અને તેથી વિશ્વાસઘાતી છે. આ વાત ઉપદેશમાલા ગાથા-૫૧૮માં કરી છે.
"जह सरणमुवगयाणं, जीवाण सिरो निर्कितए जो उ । एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेंतो य ॥५१८॥"
આથી અન્ય શાસ્ત્રમાં ઉત્સૂત્ર પ્રરૂપકને કસાઈ કરતાં પણ ખરાબ-જઘન્ય કહ્યા છે. કસાઈ તો જીવોના દ્રવ્યપ્રાણોનો નાશ કરીને એક ભવ ખતમ કરે છે, જ્યારે ઉત્સૂત્ર પ્રરૂપક તો જીવોને ઉન્માર્ગે ચઢાવીને મિથ્યાત્વના ભાગી બનાવી તેમના જ્ઞાનાદિ ભાવપ્રાણોને હરી લે છે અને તેનાથી જીવો ભવોભવ મરે છે.
– પ્રભુ મહાવીરે ત્રીજા મરીચિજીના ભવમાં કપિલ નામના શિષ્ય આગળ અહીં સાધુપણું ક્યાં છે ? એવા પ્રશ્નના જવાબમાં “મારા (પરિવ્રાજક માર્ગમાં) પણ ધર્મ છે અને આદીનાથ પ્રભુના માર્ગમાં પણ ધર્મ છે, એવું અસ્પષ્ટ, સંદર્ભહીન, અવ્યવસ્થિત કથન કર્યું, તેના કારણે પ્રભુના આત્માનો સંસાર વધી ગયો હતો.
-
પ્રભુના સંસારીપક્ષે જમાઈ અને દીક્ષિત જીવનમાં શિષ્ય એવા જમાલીજીએ સકલનયથી સાધ્ય એવા વ્યવહારને એકાંગી નયથી પકડીને ઉત્સૂત્ર પ્રરૂપણા કરી, તો તેઓએ પણ સંસાર વધાર્યો છે.
પ્રભુના અન્યનયથી
Page #47
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષ એવા વ્યવહારનય પ્રધાન “જે થઈ રહ્યું હોય, તે થઈ ગયું છે એમ કહેવાય” કથનનો વિરોધ કરીને અન્યનયથી (વ્યવહાર-નયથી) નિરપેક્ષ એકાંતે ઋજુસૂત્રનયથી ગર્ભિત “જે થઈ ગયું હોય, તે જ થયું એમ કહેવાય” આવી પ્રરૂપણા કરે છે. આ ઉત્સુત્ર પ્રરૂપણા છે. તેના પ્રભાવે તેમનો ખૂબ સંસાર વધે છે.
આથી શાસ્ત્રવચનો અને શાસ્ત્રનિર્દિષ્ટ ઉદાહરણોને મનમાં ઉપસ્થિત રાખીને જગતમાં ચાલતા કુતર્કોને વશ પડી ઉસૂત્રમાં અટવાઈ ન જવાય તેની કાળજી રાખવી દરેક આત્માર્થી આરાધક માટે ખૂબ જરૂરી છે.
સર્વે આરાધકો-શ્રીસંઘો દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય આદિ ધાર્મિકદ્રવ્યના સવ્યયના વિષયમાં શાસ્ત્ર અને સુવિહિત પરંપરાને જાણીને સાચી રીતે તેનો વહીવટ કરે અને શાસ્ત્રવિરુદ્ધ વાતોથી ગેરમાર્ગે ન દોરવાય એ જ એક અભિલાષા છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
વિષય
પૃ.નં.
(૧) પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો (૧) શ્રીજિનમૂર્તિદ્રવ્ય : દેવદ્રવ્ય :સદુપયોગ ઃ
(૨) શ્રીજિનમંદિર દ્રવ્ય :
·
દેવદ્રવ્ય :સદુપયોગ ઃ પૂર્વનિર્દિષ્ટ વ્યવસ્થાનો ઇતિહાસ :(A) વિ.સં. ૧૯૭૬ના મુનિસંમેલનમાં દેવદ્રવ્ય અંગે થયેલા ઠરાવો :(B) વિ.સં. ૧૯૯૦’ના
શ્રમણસંમેલનમાં દેવદ્રવ્ય અંગે થયેલા ઠરાવો :
(C) વિ.સં. ૨૦૧૪ના
શ્રમણ સંમેલનના દેવદ્રવ્ય અંગેના ઠરાવો ઃ
ત્રણે શ્રમણ સંમેલનના ઠરાવોનો નિષ્કર્ષ
વીતરાગ દેવના નિમિત્તે
પ્રાપ્ત થતું દ્રવ્ય બે પ્રકારનું હોય છે.
બોલી શાસ્ત્રીય છે
પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ ૧૯૯૦’ના શ્રમણ સંમેલનના
૧
૧
૧
૨
જી
m
૫
૬
।
વિષય
ઠરાવોનો નિષ્કર્ષ
૧૯૭૬’ના સંમેલનના ઠરાવોનો નિષ્કર્ષ
કમનસીબ ઘટના
વિ.સં. ૨૦૪૪’ના
સંમેલનના શાસ્ત્રવિરુદ્ધ
ઠરાવો
નિર્ણય - ૧૩ : દેવદ્રવ્ય-વ્યવસ્થા :
૧૪
નિર્ણય - ૧૩ : સમાલોચનાઃ ૧૫ નિર્ણય - ૧૪ : ગુરુદ્રવ્ય
,, ′ ?
૧૯૭૬ વગેરેના અને
૨૦૪૪ના સંમેલનો વચ્ચેનો તફાવત નિષ્કર્ષ :
૯
૧૦ | (૨) પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૧૪
૧૪
વ્યવસ્થા :
૨૦
નિર્ણય - ૧૪ : સમાલોચનાઃ ૨૧
૨૪
નિર્ણય - ૧૭ : ગ્રામ જિનપૂજા અંગે શ્રાવકોને માર્ગદર્શન ઃ નિર્ણય - ૧૭ : સમાલોચના ૨૪ નિર્ણય - ૧૮ : સાધુસાધ્વીજીના અંતિમ
સંસ્કાર-નિમિત્તની ઉપજની વ્યવસ્થા
૨૭
નિર્ણય - ૧૮ : સમાલોચનાઃ ૨૭
૨૯
૩૦
૩૧
Page #49
--------------------------------------------------------------------------
________________
૬૬
દેવદ્રવ્યના ત્રણ પ્રકાર
લલિતવિસ્તરા'નો પાઠ ૫૭ પૂજા દેવદ્રવ્ય ૩૧)- સ્પષ્ટીકરણ
૫૮ નિર્માલ્ય દેવદ્રવ્ય
શ્રાદ્ધદિનકૃત્ય ના પાઠો કલ્પિત દેવદ્રવ્ય
૩ર |
ઋદ્ધિમાન શ્રાવક માટેની ભંડારની રકમ ગુમ થઈ
વિધિ
૫૯ ગઈ છે :
નિર્ધન શ્રાવક માટેની વિધિ : ૬૧ આવું શા માટે?
નિધન શ્રાવકને નિર્માલ્ય દેવદ્રવ્યઃ
પુષ્પાદિ સામગ્રીના અભાવે કલ્પિત દેવદ્રવ્ય :
વિધિ કહે છે–
૬૨ દેવદ્રવ્યના અન્ય પ્રકારો
શ્રાદ્ધવિધિના પાઠોઃ વિશે -
- (૧)મહદ્ધિક માટેની પૂર્વોક્ત દેવદ્રવ્યના
પૂજાવિધિ ભેદોનું સ્પષ્ટીકરણ - (૨)મધ્યમ ઋદ્ધિવાળા ખાસ નોંધનીય બાબતો ૪૩| શ્રાવક માટે જિનપૂજાની સંકલ્પિત-સમર્પિત
વિધિ દ્રવ્યનો ભેદ :
– (૩)નિર્ધનશ્રાવક માટે પ્રશ્ન-ઉત્તર : | | વિધિ આવો ભેદ કોના આધારે? ૪૪ (૪)શ્રાદ્ધવિધિનો આ તે કેવો ન્યાય?:
અગત્યનો પાઠ દેવદ્રવ્યથી જિનપૂજા : ૪૮|- સ્પષ્ટીકરણ સમાલોચના: ૪૮ | – સ્પષ્ટીકરણ
૭૪ સેનપ્રશ્નના પાઠનું
સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ સંકલ્પિત
સમાલોચના અને સમર્પિતના ભેદને
અનેક આચાર્ય ભગવંતો સમજો :
આદિના અભિપ્રાયો પ્રકરણ - ૩ઃ વિવાદાસ્પદ | - (૧)સિદ્ધાંત મહોદધિ
મુદાઓઃ અનેક પ્રશ્નોઃ ૫૩| પૂ.આ.ભ.શ્રી.વિ. (૪) પ્રકરણ -૪: શ્રાવકે પ્રભુપૂજા પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો કયા દ્રવ્યથી કરવી
અભિપ્રાય જોઈએ?
૫૭- (૨)પં. શ્રી ચંદ્રશેખરવિ. પંચાશકપ્રકરણનો પાઠ પ૭ ગણિવરના અભિપ્રાય ૮૨
FF
૭ર.
૭૫
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૭
૮૮ |
૧૬૪
– (૩)મુનિ જયસુંદર વિ.મ.સા.
જાહેર આહ્વાન : ૧૫૧ (હાલ આચાર્યશ્રી)નો
સમીક્ષા અને જાહેર અભિપ્રાય
આહ્વાન :
૧૫૧ – (૪) પૂ.આ.શ્રીભુવન
હવે તેમને જ જાહેર ભાનુસૂરિજી મ.સા.નો
આહ્વાન :
૧૫૨ અભિપ્રાય
૮૯ |
સાધારણ દ્રવ્ય ગમે –(૫) મુનિશ્રી હેમરત્ન
તેમ વાપરવાનું નથી ૧૫૬ વિ.મ.સા (પછીથી
(૫) પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ આચાર્યશ્રી)ની માન્યતા ૯૦ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના – (૬)પૂ.આ.ભ.શ્રી.વિ.
પાઠોનું રહસ્ય
૧૬૦ રામચંદ્રસૂરીશ્વરજી
ઉપોદઘાત
૧૬૦ મહારાજાની માન્યતા
૯૦] – અગત્યનો ખુલાસો-૧ ૧૬૪ કુતર્કોની સમાલોચના
અગત્યનો ખુલાસો-ર કુતર્ક-૧: સમાલોચના
તે પક્ષની માન્યતા ૧૬૪ કુતર્ક-૨ : સમાલોચના ૧૦૮ શાસ્ત્ર અને પરંપરા દેવદ્રવ્યથી જિનાલયનું
મુજબનો માર્ગ
૧૬૫ નિર્માણ થાય એવા
અમારા પક્ષની માન્યતા ૧૬૭ શાસ્ત્રસંદર્ભો વિદ્યમાન છે. ૧૦૮ | હવે શાસ્ત્રપાઠો જોઈશું ૧૬૭ પ્રશ્ન : ઉત્તર:
૧૧૩ ઉપદેશપદ
૧૬૭ અવસર પ્રાપ્ત ખુલાસો ૧૧૫ શ્રાદ્ધદિનકૃત્ય
૧૬૮ અવસર પ્રાપ્ત કેટલાક
શ્રાદ્ધદિનકૃત્ય
૧૬૮ પ્રશ્નો વિચારી લઈએ
શ્રાદ્ધવિધિ
૧૬૮ કુતર્ક-૩: સમાલોચના
ધર્મસંગ્રહ
૧૬૮ કુતર્ક-૪ સમાલોચના
દ્રવ્યસપ્તતિકા
૧૬૯ કુતર્ક-૫ સમાલોચના
સ્પષ્ટીકરણ
૧૬૯ કુતર્ક-૬: સમાલોચના ૧૩૪ અહીં કેટલાક પ્રશ્નો ૧૬૯ કુતર્ક-૭ સમાલોચના ૧૪૧ દર્શનશુદ્ધિનો પાઠ ૧૭૧ કુતર્ક-૮: સમાલોચના ૧૪૩| - સ્પષ્ટીકરણ
૧૭૧ અગત્યનો ખુલાસો-૧
દ્રવ્યસપ્તતિકાનો પાઠ ૧૭ર અગત્યનો ખુલાસો-ર ૧૪૬ દર્શનશુદ્ધિના અન્ય જાહેર આહ્વાન સામે
શાસ્ત્રસંદર્ભો
૧૭૩
_* * * * * * * * .
૧૧૯
૧૨૩
૧૨૪
૧૪૬
Page #51
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસપ્તતિકાનો બીજો
પાઠ
૧૭૫
૧૭૫
વસુદેવહિંડીનો પાઠ સંકાશ શ્રાવકનો અધિકાર ૧૭૮
ઉપદેશપદ
૧૭૯
૧૭૯
૧૮૦
મૂલશુદ્ધિપ્રકરણ સ્પષ્ટીકરણ
સેનપ્રશ્નના પાઠ અંગે
અગત્યનો ખુલાસો સમાલોચના
(૬) પ્રકરણ - ૬ : બોલી-ઉછામણી
શાસ્ત્રીય કે અશાસ્ત્રીય ? ૧૮૭
૧૮૭
૧૮૨
૧૮૩
ઉપોદ્ઘાત
અપપ્રચારની અને
બચાવની શૈલી પણ જોવા
જેવી છે
પં. શ્રી કલ્યાણવિજયજી :
તેમના મતિકલ્પિત અભિપ્રાયો અને સ્વચ્છન્દ વિચારો
પ્રશ્ન : ઉત્તર :
ઉછામણી આદિ દ્વારા
દેવદ્રવ્યવૃદ્ધિ : પાંચમું કર્તવ્ય
૧૯૨
(૭) પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય
વિચારણા-સમીક્ષા
ઉપોદ્ઘાત કલ્પિત દેવદ્રવ્ય
અર્થમીમાંસા
કલ્પિત દેવદ્રવ્યની
વ્યાખ્યાના નવા
અર્થો જુઓ
૧૮૭
૧૯૦
૧૯૨
50
૧૯૫
૧૯૫
૧૯૬
૧૯૬
૧૯૮
-
। ।
-
I│ II
-
-
-
કલ્પિત દ્રવ્ય
તેમાં જુદા-જુદા સ્થળે
જુદી-જુદી વ્યાખ્યા : અનેક મુદ્દાઓની સમાલોચના
૨૦૨
-:
મુદ્દા નં. – ૧ : સમાલોચનાઃ ૨૦૨ મુદ્દા નં. – ૨ : સમાલોચનાઃ ૨૦૩ મુદ્દા નં. – ૩ : સમાલોચનાઃ ૨૦૮ મુદ્દા નં. – ૪ : સમાલોચનાઃ ૨૧૦ મુદ્દા નં. – ૫ : સમાલોચનાઃ ૨૧૦ મુદ્દા નં. - ૬ : સમાલોચનાઃ ૨૧૦ મુદ્દા નં. - ૭ : સમાલોચનાઃ ૨૧૧ મુદ્દા નં. - ૮ : સમાલોચનાઃ ૨૧૨ મુદ્દા નં. - ૯ : સમાલોચનાઃ ૨૧૪ મુદ્દા નં. - ૧૦: સમાલોચનાઃ ૨૧૫ મુદ્દા નં. – ૧૧ : સમાલોચનાઃ૨૧૫ મુદ્દા નં. – ૧૨ : સમાલોચનાઃ ૨૧૬ મુદ્દા નં. - ૧૩:સમાલોચનાઃ ૨૧૮ મુદ્દા નં. – ૧૪: સમાલોચનાઃ ૨૨૦ મુદ્દા નં. – ૧૫: સમાલોચના : ૨૨૩ સ્વપ્નોની બોલીની
૧૯૮
૧૯૮
રકમ દેવદ્રવ્યમાં લઈ
૨૨૪
જવાનું કારણ મુદ્દા નં. – ૧૬ : સમાલોચનાઃ ૨૨૪ મુદ્દા નં. – ૧૭: સમાલોચનાઃ ૨૨૬ મુદ્દા નં. – ૧૮ : સમાલોચનાઃ ૨૨૮ મુદ્દા નં. – ૧૯: સમાલોચનાઃ ૨૩૦ મુદ્દા નં. – ૨૦: સમાલોચનાઃ ૨૩૧ મુદ્દા નં. – ૨૧: સમાલોચનાઃ ૨૩૧
ઉપસંહાર :
૨૩૨
તમામ પ્રશ્નોના
Page #52
--------------------------------------------------------------------------
________________
51
જવાબ:
૨૩૨ |
સમાલોચનાઃ ૨૭૬-૨૭૭ (૮) પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે | અન્ય મહાત્માઓના વિચારણા
અભિપ્રાયોઃ
૨૭૭ ઉપોદ્રઘાત : ગુરુદ્રવ્ય :
(૯) પ્રકરણ - ૯ઃ ગુરુમૃતકના તેના બે પ્રકાર
૨૩૯ અંતિમ સંસ્કાર સંબંધી બોલી (૧) ભોગાઈ ગુરુદ્રવ્ય, ૨૩૯ આદિની ઉપજ અંગે (ર) પૂજાઈ ગુરુદ્રવ્ય. ૨૩૯
વિચારણા
૨૭૯ વિચારણીય મુદ્દાઓ ૨૪૦ | (૧૦) પ્રકરણ - ૧૦: જ્ઞાનદ્રવ્ય અને મહત્ત્વના ત્રણ પ્રશ્નો ૨૪૦ તેનો વિનિયોગ ૨૮૧ પ્રશ્ન : ઉત્તર
૨૪૧ વિશેષ વિચારણા ૨૮૧ મહત્ત્વની વાતો ૨૪૩ | ૯ નિર્ણય-૧૫ : દ્રવ્યસપ્તતિકા ગ્રંથના
જ્ઞાન દ્રવ્યના સદ્વ્યય આધારે અધિક સમાધાનો : ૨૪૪ માટે માર્ગદર્શન ૨૮૩
આદિ' પદનો વિમર્શ :- ૨૫૦ નિર્ણય - ૧૫ઃ પ્રશ્ન : ઉત્તર
૨૫) સમાલોચના: ૨૮૩ ઉદાહરણો અંગેની
(૧૧) પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો સ્પષ્ટતા :
૨૫૨ વહીવટ કેમ કરશો? ૨૮૫ સમાલોચના:
૨૫૩ ધાર્મિક દ્રવ્યના પાંચ સ્પષ્ટીકરણ :
૨૫૬
પ્રકાર : સમાલોચના :૨૫૬ સાતક્ષેત્ર:
૨૮૫ શ્રાદ્ધતકલ્પનો પાઠ
(૧) જિનપ્રતિમા ક્ષેત્રઃ ૨૮૬ અને તેનો રહસ્યાર્થ:- ૨૫૭ સદુપયોગ:વિશેષાર્થ + સમાલોચના :-૨૫૯ (૨) જિનમંદિર ક્ષેત્ર :- ૨૮૬ વિશેષ સ્પષ્ટીકરણ : ૨૬૩ આવક :
૨૮૬ કુતર્કોની સમાલોચના:- ૨૬૯ સદુપયોગ -
૨૮૭ મુદ્દા નં.-૧ સમાલોચનાઃ ૨૭૦ ગૃહમંદિર :
૨૮૯ મુદ્દા નં.-૨: સમાલોચના: ૨૭ર નિર્માલ્ય દ્રવ્ય :- ૨૯૦ મુદ્દા નં.-૩:
(૩) જિનાગમ ક્ષેત્રસમાલોચના: ૨૭૩-૧૭૪ જ્ઞાનદ્રવ્યઃ
૨૯૦ મુદ્દા નં.-૪: સમાલોચના: ૨૭૫ આવક :
૨૯૧ મુદ્દા નં. - પ :
જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ : ૨૯૧
૨૮૫
૨૮૬
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૯૩
ધાર્મિક પાઠશાળાધાર્મિક શિક્ષણ ખાતું સદુપયોગ ઃ ૪-૫ સાધુ-સાધ્વી ક્ષેત્ર : ૨૯૪
૨૯૩
આવક : સદુપયોગ
૨૯૪
૬-૭ શ્રાવક-શ્રાવિકા
ક્ષેત્ર : સદુપયોગ :
૮. ગુરુદ્રવ્ય : ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય –
૨૯૫
૨૯૬
ગુરુદ્રવ્ય : પૂ.સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી તેઓશ્રીના પાર્થિવદેહના
અગ્નિસંસ્કાર-અંતિમ યાત્રા
નિમિત્તે ચડાવા
૨૯૯
સદુપયોગ ઃ
૩૦૦
૯. જિનમંદિર સાધારણ : ૩૦૦
૩૦૦
૨૯૭
52
સદુપયોગ ઃ
ખાસ ધ્યાનમાં રાખવાની
વાતો :
૧૦. સાધારણ દ્રવ્ય :
ઉદાહરણ :
સદુપયોગ ઃ અંજનશલાકા-પ્રતિષ્ઠાજિનભક્તિ મહોત્સવના
પ્રસંગે નવકારશી (સાધર્મિક
વાત્સલ્ય) વગેરેની બોલી
તેમજ નકરાનો ઉપયોગ. ૩૦૩
૧૧. સર્વ સાધારણ ખાતું (શુભખાતું) :
૩૦૪
૧૨. સાતક્ષેત્ર સાધારણ : ૩૦૫ સાત ક્ષેત્રની પેટી/ડબ્બા/
૩૦૨
૩૦૨
૩૦૨
૩૦૩
ગોખલા ઃ
૧૩. ઉપાશ્રય-પૌષધશાળા
આરાધના ભવન :
૧૪. આયંબિલ તપ :
સદુપયોગ ઃ
૧૫. ધારણાં, ઉત્તરપારણાં, પારણાં, નવકારશી ખાતું,
પૌષધવાળાઓને
એકાસણાં અને પ્રભાવના
વગેરે ખાતું.
૧૬. નિશ્રાકૃત ઃ
૧૭. કાલકૃત ઃ
૧૮. અનુકંપા :
૧૯. જીવદયા ઃ
૨૦. વ્યાજ વગેરેની
આવક:
૨૧. ટેક્સ (કર) વગેરેના ખર્ચે ઃ ૨૨. જિનભક્તિ માટે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી સંઘને સમર્પિત
કરવાના ચડાવા (કેશર
ચંદન ખાતું) : સદુપયોગ ઃ
૩૦૫
૩૦૬
૩૦૭
૩૦૭
૩૦૮
३०८
૩૦૯
૩૦૯
૩૦૯
૩૧૦
૩૧૦
૩૧૧
૩૧૧
:
૨૩. ઉદ્યાપન-ઉજમણું ઃ ૩૧૨ સદુપયોગ :
૩૧૨
૨૪. પૂજારીના પગાર
સંબંધી :
૨૫. દેવ-દેવી સંબંધી
૩૧૩
સમજ :
૩૧૩
(૧૨) પરિશિષ્ટ-૧ : વિ.સં. ૧૯૭૬
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૪૯
૩૯૫
૧૯૯૦-૨૦૧૪ ના
(૨૦) પરિશિષ્ટ-૯: પૂજ્ય ઠરાવો
૩૧૪ પ્રેમસૂરિદાદાના (૧૩) પરિશિષ્ટ-૨ : સ્વપ્નદ્રવ્ય
મધ્યસ્થ સંઘ ઉપરના દેવદ્રવ્ય જ છે : અગત્યના
પત્રના નામે ચાલતા પત્ર વ્યવહારો
૩૨૦ અપપ્રચારનો ખુલાસો ૩૯૦ (૧૪) પરિશિષ્ટ-૩: પૂ. પંન્યાસ શ્રી (૨૧) પરિશિષ્ટ-૧૦ઃ વિ.સં. ચંદ્રશેખર વિ. ગણિવરના
૨૦૪૪ના સંમેલનના અધ્યક્ષશ્રી દેવદ્રવ્ય આદિ અંગેના
પૂ. આચાર્ય શ્રી વિજયવિચારો
રામસૂરીશ્વરજી મ. (૧૫) પરિશિષ્ટ-૪ઃ પૂ.આ.ભ.
(ડહેલાવાળા)નો સંમેલનની શ્રી.વિ.જિનેન્દ્રસૂરીશ્વરજી
નિષ્ફળતા અંગેનો મહારાજાનો અગત્યનો
હૃદયદ્રાવક પત્ર ખુલાસો
૩૬૧] (૨૨) પરિશિષ્ટ-૧૧ : વિ.સં. (૧૬) પરિશિષ્ટ-૫: ધાર્મિક વહીવટ ૨૦૪૪ના સંમેલનની વિચાર' પુસ્તકની
જાણવા જેવી હકીકતો ૩૯૮ અશાસ્ત્રીયતાને પ્રકાશિત | (૨૩) પરિશિષ્ટ-૧૨ : પૂજ્યકરતા બે જાહેર પ્રવચનનો
વડીલોના પત્રો અંગે સારાંશ
૩૬૭
ખુલાસો : (૧૭) પરિશિષ્ટ-૬ઃ જૈન ધર્મક્ષેત્ર | (ર૪) પરિશિષ્ટ-૧૩ઃ શ્રી જૈન વ્યવસ્થા આ. ભુવનભાનુ
શ્વેતાંબર કોન્ફરન્સના સૂરીજીના પ્રશિષ્ય મુનિ
દેવદ્રવ્ય અંગે સ્પષ્ટ ઠરાવ જયસુંદરવિ.ના વિચારો ૩૮૨ ધાર્મિક હિસાબ તપાસણી ૪૧૧ (૧૮) પરિશિષ્ટ-૭ઃ સ્વપ્નાની (૨૫) પરિશિષ્ટ-૧૪: જૈન ઉછામણી શા માટે ? –
સંસ્થાઓના પત્રો ૪૧૩ લેખક:-મુનિશ્રી
(૨૬) પરિશિષ્ટ-૧૫: પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર વિ.
કૈલાસસાગરસૂરીશ્વરજી (૧૯) પરિશિષ્ટ-૮ઃ સાત ક્ષેત્રની
મ.સા.ના આવક અને સદ્વ્યયની
શિષ્ય પૂ.આ.શ્રી વ્યવસ્થા –
કલ્યાણસાગરસૂરીશ્વરજી લેખકઃ મુનિશ્રી હેમ
મ.સા.નો ધાર્મિક દ્રવ્ય : રત્નવિ.મ.
૩૮૭ | દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગેની
૪૦૦
- ૩૮૪
Page #55
--------------------------------------------------------------------------
________________
54
માન્યતા :૪૧૫. માન્યતા
૪૩૧ (૨૭) પરિશિષ્ટ-૧૬ : પૂ. ઉપાધ્યાય | (૩૦) પરિશિષ્ટ-૧૯ : પૂ.આ.ભ.શ્રી
શ્રી ધર્મસાગરજી ગણિવરની | કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની દેવદ્રવ્યાદિ સંબંધી
“સ્વપ્નદ્રવ્ય” અંગે માન્યતા ૪૨૦) માન્યતા.
૪૩૬ (૨૮) પરિશિષ્ટ-૧૭ : દેવદ્રવ્ય- (૩૧) પરિશિષ્ટ-૨૦: પૂજ્યપાદ ગુરુદ્રવ્ય-સાધારણ દ્રવ્યનો
સાગરજી મહારાજ શું કહે મહિમા અને તેના ભક્ષણ
૪૩૯ | (૩૨) પરિશિષ્ટ-૨૧ : પૂ.આ.શ્રી વિનાશથી મળતા કવિપાકો
કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.
અને પૂ. ધર્મસાગરજી ગણિવર (૨૯) પરિશિષ્ટ-૧૮ : પૂ.આ.ભ.શ્રી
(પૂ. અભયસાગરજી મ.સા.ના કૈલાસસાગરસૂરિજી મ.સા.ના
ગુરુદેવ)ની ગુરુદ્રવ્ય શિષ્ય પૂ.આ.ભ.શ્રી
અંગેની માન્યતા ૪૪૪ કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની | (૩૩) પરિશિષ્ટ-૨૨ઃ સેનપ્રશ્નનું ગુરુપૂજન-ગુરુદ્રવ્ય અને
દેવદ્રવ્યાદિ તેના વિનિયોગ અંગેની
અંગે માર્ગદર્શન
૪૨૪
૪૪૫
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યાસદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો
પ્રસ્તુત વિચારણાની આંશિક રૂપરેખા પૂર્વે “ઉપોદ્ધાતમાં જણાવી છે. અહીં પ્રથમ પ્રકરણમાં નીચેના ક્રમે વિચારણા કરીશું. » શુદ્ધદેવદ્રવ્યની શાસ્ત્ર અને પરંપરાને માન્ય વ્યાખ્યા... – શુદ્ધદેવદ્રવ્યની આવકના સ્રોતો અને તેનો સદુપયોગ... - વિશેષ સંયોગોમાં આયોજાયેલા વિ.સં. ૧૯૭૬-૧૯૯૦ અને
૨૦૧૪ના શ્રમણ સંમેલનોના સર્વસંમત ઠરાવો... – મર્યાદિત એવા વિ.સં. ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્રવિરુદ્ધ ઠરાવો
અને એની સમાલોચના... » વિ.સં. ૨૦૪૪'ના શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોના સમર્થનમાં લખાયેલા પુસ્તકોની વાતોની આંશિક સમાલોચના. દેવદ્રવ્ય' પદનો સામાન્ય અર્થ દેવ સંબંધી દ્રવ્ય થાય છે.
– શ્રીજિનમૂર્તિ અને શ્રીજિનમંદિરઃ આ બે ક્ષેત્રો માટે પ્રાપ્ત થયેલી રકમ મુખ્યપણે દેવદ્રવ્ય સંબંધી કહેવાય છે. અર્થાતુ શ્રીજિનેશ્વર પરમાત્માની ભક્તિ સ્વરૂપે આવેલા દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે. (૧) શ્રીજિનમૂર્તિદ્રવ્યઃ દેવદ્રવ્યઃ
શાસ્ત્રાનુસારી પરંપરા અનુસાર શ્રીજિનમૂર્તિના નિર્માણ માટે આવેલું દ્રવ્ય તથા શ્રીજિનપ્રતિમાજીની ભક્તિ માટે આવેલું દ્રવ્ય શ્રીજિનમૂર્તિદ્રવ્યઃ દેવદ્રવ્ય કહેવાય છે. - સદુપયોગ:
શ્રીજિનમૂર્તિ દ્રવ્ય-દેવદ્રવ્યનો શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ સદુપયોગ નીચે મુજબ થાય છે -
Page #57
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧) શ્રીજિનમૂર્તિ ભરાવવા માટે (૨) શ્રીજિનમૂર્તિનો લેપ કરાવવા માટે (૩) શ્રીજિનમૂર્તિના ચક્ષુ, ટીકા, તિલક આંગી બનાવવામાં
(૪) શ્રીજિનમૂર્તિની જડતરાદિની અંગરચનાદિ કરવામાં (૨) શ્રીજિનમંદિર દ્રવ્યઃ દેવદ્રવ્યઃ
શાસ્ત્રાનુસારી પરંપરા અનુસારે નીચે જણાવેલા આલંબનોથી પ્રાપ્ત થતા દ્રવ્યને શ્રીજિનમંદિર દ્રવ્ય-દેવદ્રવ્ય કહેવાય છે. (૧) પરમાત્મા સમક્ષ મૂકેલા ભંડારમાં સમર્પિત થયેલ દ્રવ્ય-ભંડારની તમામ
આવક (૨) પરમાત્માના પાંચ કલ્યાણકોને અનુસરીને બોલાતી ઉછામણી (૩) સ્વપ્ન અવતરણ-દર્શનાદિની તથા પારણા સંબંધી ઉછામણી (૪) શાંતિસ્નાત્ર, સિદ્ધચક્ર પૂજન, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ
મહોત્સવોમાં જિનભક્તિ સંબંધી તમામ ઉછામણીઓ (૫) ઉપધાન પ્રવેશના નકરાની રકમ (૯) ઉપધાન-માલારોપણની ઉછામણી (૭) તીર્થ-માલારોપણની ઉછામણી (૮) રથયાત્રાદિની તમામ ઉછામણી (૯) દેવદ્રવ્યના મકાનો, ખેતરો, બગીચાઓ વગેરેની આવક (૧૦) દેવદ્રવ્યના વ્યાજની આવક (૧૧) મંદિરમાં પરમાત્માને ભેટ કરેલાં છત્ર, ચામર, ભંડાર, ફરનિચર
વગેરે (૧૨) પરમાત્માને ધરેલાં ફળ, નૈવેદ્ય, ચોખા વગેરે (૧૩) આરતી-મંગલદીવાની ઉછામણી અને થાળીમાં મૂકાતા પૈસા (૧૪) અષ્ટપ્રકારી પૂજા કરવા વગેરેની ઉછામણી
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૩ (૧૫) રથ વગેરે પરમાત્મભક્તિના ઉપકરણોનો આવેલો નકરો સદુપયોગઃ (૧) જિનમંદિરના નિર્માણમાં (૨) જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં (૩) જિનપ્રતિમાજી ભરાવવામાં તથા લેપ કરાવવામાં (૪) જિનપ્રતિમાજીનાં આભૂષણો બનાવવામાં (૫) સ્નાત્ર પૂજા માટે ત્રિગડું વગેરે તથા રથ વગેરે બનાવવામાં (૬) આક્રમણ સમયે જિનમૂર્તિ-જિનમંદિર આદિના રક્ષણમાં. (૭) આપ ધર્મ સમજીને દેવદ્રવ્યની રકમ ઉપરનો ટેક્ષ વગેરે
ભરવામાં. (નોંધઃ જો કે, જિનમંદિર સંબંધી આ સર્વ કાર્યો શ્રાવકે સ્વદ્રવ્યથી કરવા
જોઈએ. તેમ છતાં શુદ્ધદેવદ્રવ્યના વિનિયોગના એ સ્થાનો હોવાથી તેમાંથી પણ કરી શકાય છે.) પૂર્વનિર્દિષ્ટ વ્યવસ્થાનો ઇતિહાસઃ
પૂર્વે જણાવેલી દેવદ્રવ્યની વ્યવસ્થા વર્ષોથી શ્રીસંઘમાં પ્રસ્થાપિત થયેલી હતી. તેમાં સમયાંતરે સમયાંતરે જ્યારે જ્યારે શાસ્ત્રાનુસારી પરંપરાથી વિરુદ્ધ નિર્ણયો-ઠરાવો કરવાની ત્રાહિત વ્યક્તિ-સંઘ દ્વારા પેરવી થતી હતી અને તેના યોગે એ શાસ્ત્રાનુસારી પરંપરાથી ચાલી આવેલી દેવદ્રવ્યની આવક-સદુપયોગની વ્યવસ્થામાં ગરબડ ઊભી થવાના સંયોગો પેદા થતા હતા, ત્યારે ત્યારે પૂ. આચાર્ય ભગવંતો-મુનિ ભગવંતો દ્વારા ભેગા મળીને તેનો પ્રતિકાર કરવામાં આવતો હતો અને સુવિહિત પરંપરાને સુરક્ષિત-સુનિશ્ચિત બનાવવામાં આવતી હતી. વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪નાં મુનિસંમેલનના ઠરાવો એની ગવાહી પૂરે છે. તે સંમેલનોમાં થયેલા ઠરાવોને નિહાળવાથી પૂર્વનિર્દિષ્ટ
Page #59
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સુવિહિત વ્યવસ્થાની જ સુરક્ષા થયેલી જોવા મળશે. (અહીં તે તે સંમેલનના ઠરાવોની યાદી મૂકીએ છીએ. સમગ્ર ઠરાવ પરિશિષ્ટ-૧માં મૂકવામાં આવેલ છે. તેમાં શ્રીતપાગચ્છના કયા કયા પૂજ્યોની સહીઓ છે તે અને બાકીની આનુષંગિક માહિતી જાણવા મળશે.)
(A) વિ.સં. ૧૯૭૬ના મુનિસંમેલનમાં દેવદ્રવ્ય અંગે થયેલા ઠરાવો ઃ(૧) શાસ્ત્ર (સાક્ષાત્-અનંતર અને પરંપરા રૂપ શાસ્ત્ર) વિના કોઈ પણ જાતની સિદ્ધિ થતી જ નથી.
(૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.
(૩) શાસ્ત્રોક્ત રીતિએ દેવદ્રવ્યની વ્યાજ વગેરે દ્વારા વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય છે, અરે ! સંસારથી પાર ઉતરવાનો તે એક માર્ગ છે.
(૪) જૈનથી પણ ન થાય તેવાં પાપકાર્યોમાં દેવદ્રવ્યનો વ્યય થતો નથી. (૫) પાંચ-સાત મુખ્ય સ્થાનો સિવાયનાં સ્થળોએ દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ ઉભયની એક સરખી જરૂરત છે.
(૬) દેવદ્રવ્યની જે જે આવકો મકાનના ભાડા દ્વારાએ, વ્યાજ દ્વારાએ, પૂજા-આરતી-મંગલદીવો વગેરે વગેરેના ચઢાવા દ્વારાએ થતી હોય, તે તે રસ્તાઓને બંધ કરવાનું ફળ શાસ્ત્રકારો સંસાર પરિભ્રમણ કહે છે.
(૭) માલોઘાટન-પરિધાપનિકામોચન અને પૂંછનકરણ વગેરેમાં ચઢાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડો વર્ષ પહેલાંથી ચાલી આવતી શાસ્ત્રમાં કહેલી છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વગેરે કાર્યો વિવેકીઓએ કરવાં જોઈએ એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧: શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૫
જ તે દ્રવ્યને જિનાજ્ઞાપાલકોથી તો અન્ય ખાતામાં લઈ જવાય જ
નહીં. (૮) બોલીઓ કુસંપ નિવારવા માટે કલ્પેલી નથી પણ શાસ્ત્રોક્ત છે. (B) વિ.સં. ૧૯૯૦ના શ્રમણસંમેલનમાં દેવદ્રવ્ય અંગે થયેલા ઠરાવોઃ– દેવદ્રવ્યઃ - (ઠરાવ-૨) (૧) દેવદ્રવ્ય જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં
ન વપરાય. (૨) પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી
બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. (૩) ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય
જણાય છે. શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી જ
જોઈએ. (૫) તીર્થ અને મંદિરોના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય
માટે જરૂરી મિલ્કત રાખી બાકીની મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિરો માટે યોગ્ય મદદ આપવી જોઈએ, એમ મુનિસંમેલન ભલામણ કરે છે.
(C) વિ.સં. ૨૦૧૪ના શ્રમણ સંમેલનના દેવદ્રવ્ય અંગેના ઠરાવોઃ
(વિ.સં. ૨૦૧૪ સન ૧૯૫૭ના ચાતુર્માસમાં શ્રીરાજનગર (અમદાવાદ) રહેલા શ્રીશ્રમણ સંઘે ડેલાના ઉપાશ્રયે ભેગા થઈ સાત ક્ષેત્રાદિ ધાર્મિક વ્યવસ્થાનું શાસ્ત્રો અને પરંપરાના આધારે દિગ્દર્શન
Page #61
--------------------------------------------------------------------------
________________
દ
નક્કી કર્યું તેની નકલ.)
- : દેવદ્રવ્ય ઃ
(૧) જિનપ્રતિમા, (૨) જૈન દેરાસર
દેવદ્રવ્યની વ્યાખ્યા :
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના પાંચ કલ્યાણકાદિ નિમિત્તે તથા માળા પરિધાપનાદિ દેવદ્રવ્ય વૃદ્ધિના કાર્યથી આવેલ તથા ગૃહસ્થોએ સ્વેચ્છાએ સમર્પણ કરેલ ઇત્યાદિ દેવદ્રવ્ય કહેવાય છે.
ત્રણ શ્રમણ સંમેલનના ઠરાવોનો નિષ્કર્ષ :
→ પૂર્વોક્ત ચારે ઠરાવોમાં દેવદ્રવ્યની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. તથા શાસ્ત્રાનુસારે તેની રક્ષા-વૃદ્ધિ કરવા અંગેની ગંભીરતાચિંતા સ્પષ્ટ જણાય છે. તદુપરાંત, જ્યાં જ્યાં એ વ્યવસ્થા અજ્ઞાનાદિના કા૨ણે જોખમાઈ છે, ત્યાં ત્યાં શાસ્ત્રાનુસા૨ી પરંપરા અનુસારે એ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનું ઠરાવ્યું છે.
→ સં. ૧૯૭૬ના શ્રમણ સંમેલને પ્રથમ ઠરાવમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈપણ વિષયમાં (ધર્મદ્રવ્યની વ્યવસ્થામાં કે વિધિ-નિષેધની વ્યવસ્થામાં) સાક્ષાત્ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરા જ પ્રમાણભૂત છે અને એ બે દ્વારા જ કોઈપણ વિષયમાં વિહિતતા-અવિશ્ચિતતા સુનિશ્ચિત થાય છે.
→ અહીં યાદ કરાવવું જરૂરી છે કે, સં. ૧૯૭૬’ના શ્રમણ સંમેલનના આઠ ઠરાવો (કે જે પૂર્વે જણાવ્યા છે, તે સર્વે ઠરાવો) પાછળ આપેલા પરિશિષ્ટમાં સહી કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ દ્વારા સર્વસંમતિથી કરાયા છે અને શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાને સંપૂર્ણપણે સાપેક્ષ છે. આમ છતાં એ ઠરાવો પૈકીના બીજા ઠરાવની સાથે પૂ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ જોડીને તેઓશ્રીના ‘વિચાર સમીક્ષા’ પુસ્તકમાં છપાયેલા એ ઠરાવને આગળ કરીને “તેઓ
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧: શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૭ મુનિ અવસ્થામાં દેવદ્રવ્યથી પણ જિનપૂજાની સામગ્રી લાવી શકાય અને તે માટે દેવદ્રવ્યની વૃદ્વિ-રક્ષા કરવાની માન્યતા ધરાવતા હતા.” આવો એક ચોક્કસ વર્ગ (કે જે નિષ્ફળ અને અમાન્ય સં. ૨૦૪૪'ના સંમેલનના સૂત્રધારો પૈકીનો એક વર્ગ છે, તે વર્ગ) દ્વારા ભરપૂર અપપ્રચાર થાય છે. તેમના અપપ્રચારનો જવાબ અનેકવાર આપી દેવામાં આવ્યો છે. છતાં પણ તેઓ અપપ્રચાર કરવાનું બંધ કરતા નથી, તે તેમના કૂટપ્રયત્નને આગળ ઉપર ખુલ્લો કરવામાં આવશે.
–અહીં ઉલ્લેખનીય છે કે, બીજા ઠરાવમાં કયાંયે શ્રાવકોની સ્વકર્તવ્યરૂપે કરવાની જિનપૂજાની સામગ્રી માટે દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષા કરવાની વાત કરવામાં આવી નથી. વળી, એ આઠ ઠરાવો જે શ્રમણ સંમેલને ચર્ચાવિચારણાના અંતે પ્રસિદ્ધ કર્યા હતા, તેના સૂત્રધાર માત્ર પૂ.આ.ભ.શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા નહોતા. પરંતુ પૂ.આ.ભ.શ્રી વિ. કમલસૂરીશ્વરજી મહારાજા આદિ આચાર્ય ભગવંતો હતા. તે વખતે તો પૂ.મુ.રામવિજયજીનો પર્યાય માત્ર સાત વર્ષનો હતો. તેઓ એ સંમેલનમાં હાજર હતા અને મુખ્ય કમિટીમાં પણ હતા અને એ આઠે ઠરાવો એમને જીવનભર માન્યજ રહ્યા હતા તથા એને મક્કમપણે વળગી રહીને જ પ્રરૂપણા કરતા હતા. એ ઠરાવમાં અધ્યાહાર રાખેલી વાતોનો અને વિચાર સમીક્ષા નામના પોતાના પુસ્તકમાં એની નોંધ કરનારા મહાપુરુષના સમગ્ર વ્યક્તિત્વ તથા એમને જીવનભર પ્રરૂપેલી શાસ્ત્ર સાપેક્ષ માન્યતાઓને નજર અંદાજ કરીને મનફાવતો પ્રચાર કરવો એ કૂટપ્રયાસ છે અને આત્માર્થી જીવો માટે એ તદ્દન અનુચિત છે. આ અંગે વિશેષ વિચારણા આગળ કરીશું. વીતરાગ દેવના નિમિત્તે પ્રાપ્ત થતું દ્રવ્ય બે પ્રકારનું હોય છે.
(૧) દેવની પૂજા-ભક્તિ સ્વરૂપે આવેલું દ્રવ્ય, કે જેમાં વીતરાગ દેવ સમક્ષ મૂકેલા ભંડારની આવક અને પ્રભુભક્તિ નિમિતે બોલાતી, અંજનશલાકા, સ્વપ્ન-પારણા, આરતી-મંગલદીવો આદિની ઉછામણીની આવકનો સમાવેશ થાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૨) વીતરાગ દેવની ભક્તિ માટે શ્રાવકોએ અલગ રાખેલું કે શ્રીસંઘને આપેલું દ્રવ્ય. જેમ કે, અમુક રૂપિયા મારા કેસર લાવવામાં વાપરજો, એવી રીતે પ્રભુભક્તિ માટે આપેલા દ્રવ્યનો સમાવેશ આમાં થાય છે.
> આથી પૂજા સ્વરૂપે આવેલું દ્રવ્ય અને પૂજા માટે આવેલું દ્રવ્ય : આ બે વચ્ચે તફાવત છે.
– પૂજા સ્વરૂપે આવેલા દેવદ્રવ્યનો સદુપયોગ પૂર્વે જણાવ્યા મુજબ જિનમંદિરનો જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં થાય છે. ૧૯૯૦ના સંમેલનના પાંચમા ઠરાવમાં આ જ વાત જણાવવામાં આવી છે અને પૂજા માટે આવેલા દ્રવ્યનો સદુપયોગ દાતાની ભાવના મુજબ દહેરાસરના કોઈપણ કાર્યમાં થઈ શકે છે. આ વિષયની વિશેષ વિચારણા આગળ કરીશું.
– વિ.સં. ૧૯૭૬’ના શ્રમણ સંમેલનના ઠરાવ-૨માં બંને પ્રકારના દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષા કરવાનું ફરમાવ્યું છે અને જે “પૂજા માટે જરૂરી ઉપકરણોની વાત છે, તે બીજા પ્રકારના શ્રાવકે આપેલા દેવદ્રવ્યમાંથી લાવવાની વાત છે.
-વિ.સં. ૧૯૭૬’ના શ્રમણ સંમેલનના ઠરાવ-ર મુજબ શ્રીસંઘને માર્ગદર્શન સંમેલનના સૂત્રધાર પૂ.આચાર્ય ભગવંતો આદિ આપતા જ હતા અને છેક વિ.સં. ૨૦૪૪ સુધી તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ તે જ રીતે માર્ગદર્શન આપતા હતા. તે આગળ પ્રકરણ-૪માં જણાવવામાં આવેલા (અમુક લેખકશ્રીઓના પુસ્તકમાંથી ગ્રહણ કરીને મૂકેલા) લેખો ઉપરથી ખ્યાલ આવી જશે.
– તદુપરાંત, વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલનના દેવદ્રવ્ય સંબંધી પ્રથમના ચાર ઠરાવથી પણ એ જ વાત ફલિત થાય છે. આથી જે વ્યક્તિની જે માન્યતા નથી, તે તેમના નામે પ્રચારીને શ્રીસંઘમાં બુદ્ધિભેદ ઉભો કરવો – ભ્રમ ઉભો કરવો તે કામ સજ્જનનું તો નથી જ. તથા એ મહાપુરુષના સમગ્ર વ્યક્તિત્વને નિહાળતાં એ વાત જ સ્પષ્ટ બને
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૦ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૯ છે કે, તેઓશ્રીએ જીવનભર માટે (૧) પ્રભુપૂજા શ્રાવકે સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ અને (૨) શ્રાવકોની મદદ માટે રાખેલા પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ અપાય, પરંતુ શ્રાવકોએ જ આપવો જોઈએ. આ બે શાસ્ત્રસિદ્ધ માન્યતાઓને પ્રવચનમાં ફરમાવતા હતા. તેઓશ્રીના પ્રવચનોના “પ્રભુપૂજા દ્રવ્યથી કે દેવદ્રવ્યથી ?” આ પુસ્તકનું અવલોકન કરવાથી તેઓશ્રીની માન્યતા સ્પષ્ટ બની જશે. (તેના અમુક અંશો આગળ પ્રકરણ-૪માં આપવામાં આવ્યા છે.)
» બોલી શાસ્ત્રીય છે -
વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણ સંમેલને બોલીને શાસ્ત્રીય ઠરાવી છે અને તે બોલી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રયોજવામાં આવી છે, એમ સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું છે.
આમ છતાં વિ.સં. ૨૦૪૪ની સાલ પછીના ધાર્મિક વહીવટ વિચાર' આદિ પુસ્તકોમાં (૧) બોલીને અશાસ્ત્રીય જણાવી છે. (૨) બોલી કુસંપ નિવારવા અને જિનાલયના વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે પ્રયોજાયેલી જણાવેલ છે. (૩) બોલીનું દેવદ્રવ્ય શુદ્ધ દેવદ્રવ્ય નથી, પણ કલ્પિત દેવદ્રવ્ય છે અને તે દહેરાસરના તમામ કાર્યોમાં વાપરી શકાય, એમ જણાવેલ છે, (૪) બોલીની-ઉછામણીની પ્રવૃત્તિ સુવિહિત પરંપરા નથી, એમ પણ સિદ્ધ કરવાની કોશીશ કરવામાં આવી છે અને બોલીના વિરોધી લેખોને પ્રસિદ્ધિ આપવામાં આવી છે – આ સર્વે વાતો અસત્ય છે, તે પૂર્વનિર્દિષ્ટ ચાર સંમેલનના ઠરાવો જોવાથી ફલિત થાય છે અને તેમાં થયેલા તર્કો એ સુતર્કો નહીં પણ કુતર્કો છે અને શાસ્ત્રસિદ્ધ વાતોને તોડનારા છે, એ પણ સ્પષ્ટ બને છે. આમ તો પૂર્વનિર્દિષ્ટ ઠરાવોથી તે પક્ષના કુતર્કોની સમાલોચના થઈ જ જાય છે અને એવા કુતર્કોથી ભરેલા પુસ્તકો અનાદેય - અનાદરણીય છે, તે પણ સિદ્ધ થઈ જાય છે. છતાં પણ એ કુતર્કોનો વ્યાપ અને શ્રીસંઘોમાં ભ્રમણાઓ ઉભી કરવાના થયેલા પ્રયત્નોને ધ્યાનમાં રાખીને શ્રીસંઘને સત્યથી વાકેફ કરવા માટે એ
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા તમામ કુતર્કોની શાસ્ત્ર અને પરંપરા દ્વારા વિસ્તૃત સમાલોચના આગળ કરવામાં આવશે.
+ આથી ફલિત થાય છે કે - બોલીથી આદેશો આપવા એ શાસ્ત્રીય
છે.
- - બોલી-ઉછામણી દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ શાસ્ત્રવિહિત માર્ગ છે.
ઝબોલીની શરૂઆત સંઘમાં કુસંપ નિવારવા કે જિનાલયના વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે થઈ નથી, પરંતુ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કરવામાં આવી છે અને એ દેવદ્રવ્યનો સદુપયોગ જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર આદિમાં કરવાનું શાસ્ત્રાનુસારી પરંપરા જણાવે છે.
વળી, આ વિષયમાં થયેલા પૂ. આચાર્ય ભગવંતો આદિના પત્રવ્યવહારો જોવાથી એ વાત સ્પષ્ટ બને છે. એ પત્રવ્યવહારો પૂ.આ.ભ.શ્રી વિ. કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંપાદિત “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે.” નામની પુસ્તિકામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. તેમાંથી અમુક પત્રોનું અહીં પરિશિષ્ટ-૨માં સંકલન કરવામાં આવ્યું છે. પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જઃ
– વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલને શ્રાવકોને પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કરવાનું જણાવ્યું છે. ત્યાં “જ” કાર મૂકીને “સ્વદ્રવ્યથી જ જિનપૂજાના માર્ગ ઉપર ભાર મૂક્યો છે અને દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનો નિષેધ કર્યો છે તથા શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં જણાવેલી જિનપૂજાની વિધિનો માર્ગ જ સ્પષ્ટ કર્યો છે.
એ ઠરાવમાં માત્ર સામગ્રીનો અભાવ હોય તેવા અશક્ત સ્થળોએ જ ભગવાન અપૂજન રહે તે માટે દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવ્યું છે. તેમાં ભગવાન અપૂજ ન રહેવા જોઈએ એ અગત્યની શાસ્ત્રસિદ્ધ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. શક્તિ-સામગ્રીના અભાવમાં એવી સ્થિતિનું નિર્માણ
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૧ થાય ત્યારે દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરીને એ શાસ્ત્રસિદ્ધ વિધિનું પાલન કરવાનું ફરમાવ્યું છે.
– અહીં યાદ રાખવું કે, (૧) વિ.સં. ૧૯૯૦ના સંમેલને શક્તિસામગ્રીના અભાવવાળા સ્થળે પ્રભુ અપૂજ ન રહે એ માટે દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવાનું જણાવ્યું છે, પરંતુ શક્તિ-સંપન્ન એવા ભાવનાહીન શ્રાવકોને પણ પોતાનું પૂજાનું કર્તવ્ય દેવદ્રવ્યથી કરવાનું જણાવ્યું નથી.
(૨) ૧૯૯૦ના સંમેલને દેવદ્રવ્યથી પ્રભુપૂજાનો માર્ગ ખુલ્લો કર્યો નથી, પરંતુ પ્રભુ અપૂજ ન રહે તે માટે શક્તિ-સામગ્રીના અભાવવાળા સ્થળ અંગે “દેવદ્રવ્યથી પૂજા કરવાનો અપવાદિક માર્ગ બતાવ્યો છે.
(૩) અપવાદના સ્થળે જ અપવાદનું સેવન હોય. તે સિવાય અપવાદનું સેવન ન હોય અને અપવાદની જરૂર ન હોય ત્યાં ઉત્સર્ગનું સેવન કરવાને બદલે અપવાદનું સેવન કરવામાં આવે તો પ્રાયશ્ચિત્તના ભાગી બનાય છે. આથી તેવા પ્રકારની પરિસ્થિતિ વિના અને આગળ જણાવેલ શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોની ઋદ્ધિમાન-મધ્યમ-નિર્ધન શ્રાવક માટેની જિનપૂજા અંગેની વિધિનું ઉલ્લંઘન કરીને કોઈપણ વ્યક્તિ દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરે તો તે પ્રાયશ્ચિત્તનો ભાગી બન્યા વિના રહેતો નથી.
– અહીં ઉલ્લેખનીય છે કે, કોઈ શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરે, તો તેને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એવું કોઈને પૂછવું એ અસ્થાને છે. અનુચિત છે. કારણ કે, પ્રાયશ્ચિત્ત કેટલું આપવું તે ગીતાર્થ-પ્રાયશ્ચિત્ત દાતાનો વિષય છે. તેઓશ્રી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિને વિચારીને પ્રાયશ્ચિત્ત આપે તથા પ્રાયશ્ચિત્ત કેટલું આવે ? એ જાહેરમાં ચર્ચવાનો વિષય પણ નથી. એ તો ગીતાર્થને આધીન હોય છે.
– “શ્રાવકે જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ' આ વિષય એકદમ સ્પષ્ટ છે. છતાં પણ તેમાં અનેક કુતર્કો થયા કરે છે. “ધાર્મિક વહીવટ વિચાર” આદિ પુસ્તકોમાં અનેક કુતર્કો કરીને ૧૯૯૦'ના સંમેલનના સૂત્રધાર પૂ.આચાર્ય ભગવંતો દ્વારા થયેલા ઠરાવો સામે
Page #67
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
જબરજસ્ત પડકાર ઊભો કરવામાં આવ્યો છે અને શ્રીસંઘને ગેરમાર્ગે દો૨વાનો પ્રયત્ન થયો છે. આથી તે કુતર્કોની પણ વિસ્તારથી સમાલોચના આગળ પ્રકરણ-૪માં કરવામાં આવશે.
૧૨
(i)
→ ૧૯૯૦’ના શ્રમણ સંમેલનના ઠરાવોનો નિષ્કર્ષ એ છે કે - દેવદ્રવ્ય જિનમંદિર-જિનમૂર્તિ : આ બે ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રોમાં વપરાય નહીં.
(ii) પ્રભુના મંદિરમાં કે બહાર પ્રભુની ભક્તિ નિમિત્તે બોલાતી બોલી એ સઘળું દેવદ્રવ્ય છે. તે દેવદ્રવ્ય જીર્ણોદ્વારાદિમાં વાપરી શકાય તેવું શુદ્ધ (વ્યાપકપણે જૈનસંઘમાં પ્રસિદ્ધ) દેવદ્રવ્ય છે. પરંતુ તે કલ્પિત દેવદ્રવ્ય નથી. (કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા આગળ કરવામાં આવશે.)
(iii) ઉપધાન સંબંધી માળ વગેરેની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે.
(iv) શ્રાવકોએ પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ.
(v) દરેક સંઘોએ દેવદ્રવ્યની રકમને પોતાના જિનમંદિરના શાસ્ત્રાનુસારી પરંપરાથી સિદ્ધ જીર્ણોદ્વારાદિ કાર્યોમાં યોજવી અને તેમ છતાં જે ૨કમ વધે તેને અન્ય સ્થળે તીર્થોદ્વાર-જીર્ણોદ્વાર-નવીન મંદિરો માટે ફાળવીને લાભ લેવો જોઈએ.
(vi) ૧૯૯૦ના સંમેલને બોલીની આવકને કલ્પિત દેવદ્રવ્ય તરીકે જણાવીને તેનો ઉપયોગ દેરાસરના સર્વ કાર્યોમાં કરવા જણાવ્યો નથી. પરંતુ બોલીની રકમને શુદ્ધદેવદ્રવ્ય તરીકે ગણીને તેનો સદુપયોગ જીર્ણોદ્ધાર અને નૂતનચૈત્યના નિર્માણમાં કરવાનો કહ્યો છે.
(vii) અહીં અગત્યની એક વાત નોંધવી જરૂરી છે કે,
વિ.સં. ૧૯૯૦ના સંમેલને અશક્તસ્થળોએ પૂજાની સામગ્રીના
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૩ અભાવમાં ભગવાન અપૂજ ન રહે તે માટે દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવ્યું છે. જો દેવદ્રવ્યથી પૂજાની સામગ્રી લાવીને અષ્ટપ્રકારી પૂજા કરવાનો રાજમાર્ગ હોત તો કોઈપણ સ્થળે પૂજાની સામગ્રીનો અભાવ’ હોવાની પરિસ્થિતિ ઉભી જ ન થાત અને તો (આજના મહાત્માઓના વડીલો) ૧૯૯૦ના સંમેલનમાં “ભગવાન અપૂજ ન રહે તે માટે અશક્ત સ્થળોએ સામગ્રીના અભાવમાં દેવદ્રવ્યથી પણ પૂજા કરવી જોઈએ” આવો ઠરાવ ન કરત, પરંતુ એવો ઠરાવ કરત કે, દેવદ્રવ્યમાંથી સૌ પૂજા કરી શકે છે.” - ૧૯૯૦ના સંમેલનમાં પૂજ્યોએ એવો ઠરાવ નથી કર્યો. તે જ બતાવે છે કે, જિનપૂજાનું કર્ત્તવ્ય સૌએ યથાશક્તિ પોતાના સ્વદ્રવ્યથી જ કરવાનું છે. તદુપરાંત, વિ.સં. ૧૯૯૦ના સંમેલનનો દેવદ્રવ્ય વિષયક ચોથો ઠરાવ સુખી કે ગરીબોને આશ્રયીને નથી. પરંતુ અશક્ત સ્થળોએ સામગ્રીના અભાવમાં ભગવાન અપૂજ ન રહે તે વિધિનું મહત્ત્વ રાખવા માટે છે.
→ પૂર્વનિર્દિષ્ટ ૧૯૭૬’ના સંમેલનના ઠરાવોનો નિષ્કર્ષ એ છે કે,
(i)
શાસ્ત્ર વિના કોઈ જાતની સિદ્ધિ નથી, માટે દરેક નિર્ણયને શાસ્ત્રનો આધાર જોઈએ અને નિર્ણય કરનારના માથે તે આધાર આપવાની જવાબદારી છે.
(ii) દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું કર્તવ્ય છે. તેથી પોતાના પૂજાના કર્તવ્ય માટે સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યનો ઉપયોગ કરે તો દેવદ્રવ્યની હાનિ થાય, તેના યોગે તે વૃદ્ધિ અને રક્ષાનું કર્તવ્ય ચૂકે છે એમ કહેવાય.
(iii) ૧૯૭૬’ના સંમેલને દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય, એમ બંનેની જરૂરીયાત દર્શાવી છે, પરંતુ દેવદ્રવ્યને જિનભક્તિ સાધારણ કે દેવકું સાધારણ બનાવવાની વાત નથી કરી.
(iv) માલોાટન વગેરેના ચઢાવા શાસ્ત્રીય છે, તે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ છે અને તેને બીજા ખાતામાં (દહેરાસર સાધારણ કે
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા | સર્વસાધારણમાં) લઈ જવાય નહીં. ) દેવદ્રવ્યની ચઢાવા વગેરેથી પ્રાપ્ત થતી આવક બંધ કરાવે તો સંસાર
પરિભ્રમણનું ફળ બતાવ્યું છે. (i) બોલીઓ કલ્પેલી નથી, પણ શાસ્ત્રીય છે.
- અહીં યાદ રાખવું કે, વિ.સં. ૧૯૭૬ના સંમેલનના ઠરાવોના ઘડવૈયા ગીતાર્થો હતા અને સંબોધપ્રકરણ વગેરે ગ્રંથોના જ્ઞાતા હતા. તેમના લખાણમાંથી-ઠરાવોમાંથી પોતાની કલ્પનાના બળે ફાવતો અર્થ કાઢવાનો દુષ્ક્રયત્ન કરવો, તે લેશમાત્ર ઉચિત નથી. * કમનસીબ ઘટનાઃ
- અહીં ઉલ્લેખનીય છે કે, વિ.સં. ૨૦૪૪ સુધી શાસ્ત્રાધારે અને વિશેષ પરિસ્થિતિમાં નિર્માણ પામેલા વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણ સંમેલનના ઠરાવોના આધારે દેવદ્રવ્ય વિષયક વ્યવસ્થા સકલ સંઘમાં સુવ્યવસ્થિત-સુનિશ્ચિત સ્વરૂપે ચાલતી હતી. પરંતુ વિ.સં. ૨૦૪૪માં થયેલા મર્યાદિત-અનધિકૃત સંમેલનના અનધિકૃત ઠરાવોએ એ શાસ્ત્રાનુસારી પરંપરાનો નાશ કરવાનો અનુચિત પ્રયત્ન કર્યો છે. ૦ વિ.સં. ૨૦૪૪'ના સંમેલનના શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોઃ
વિ.સં. ૨૦૪૪'ના સંમેલનના પ્રસ્તુત ચર્ચામાં ઉલ્લેખનીય ૨૨ પૈકીના આત્મઘાતક-શાસ્ત્રાનુસારી પરંપરાનાશક મહત્ત્વના ચાર ઠરાવો અને એની સમાલોચના અહીં પ્રસ્તુત કરીએ છે. તે નીચે મુજબ છે –
નિર્ણય - ૧૩: દેવદ્રવ્ય-વ્યવસ્થાઃ
સ્વદ્રવ્યથી સર્વ પ્રકારની જિન ભક્તિ કરી શકતા શક્તિ સંપન સંઘે તેવી ભાવનાથી પણ સંપન રહેવું જોઈએ. પણ તે જો ભાવના સંપન્ન ન થાય તો નીચેના વિધાન પ્રમાણે વર્તવું. પૂજ્યપાદ આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે, “સંબોધ પ્રકરણ” ગ્રંથમાં, દેવદ્રવ્યના ત્રણ વિભાગ પાડ્યા છે.
૧. પૂજાદ્રવ્ય, ૨. નિર્માલ્ય દ્રવ્ય, ૩. કલ્પિત દ્રવ્ય,
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
-
૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૫ (૧) પૂજાદ્રવ્ય : પૂજા માટે આવેલું દ્રવ્ય તે પૂજાદ્રવ્ય. તે જિનેશ્વર ભગવાનની મૂર્તિની ભક્તિમાં વપરાય છે.
(૨) નિર્માલ્ય દ્રવ્ય : ચઢાવેલું કે ધરેલું દ્રવ્ય તે નિર્માલ્ય દ્રવ્ય. તે દ્રવ્ય ભગવાનની અંગપૂજામાં ઉપયોગી બનતું નથી. પરંતુ અલંકારાદિના ઉપયોગમાં લેવાય છે અને મંદિરના કામમાં પણ ઉપયોગી બને છે.
(૩) કલ્પિત દ્રવ્ય : જુદા જુદા કાળે જરૂરિયાત વગેરે વિચારી ગીતાર્થોએ ચઢાવાની (બોલીની) શરૂઆત કરી, તે બોલી આદિથી આવેલું દ્રવ્ય તે કલ્પિત દ્રવ્ય. જેમ કે પૂજાના ચઢાવા, સ્વપ્ન વગેરેની બોલી, પાંચ કલ્યાણકોની બોલી, ઉપધાનની માળના ચઢાવા તેમજ તેઓએ સમર્પિત કરેલ વગેરે વગેરે. એ કલ્પિત દ્રવ્ય, ભગવાનની પૂજાના દ્રવ્યો, મંદિર માટે રાખેલા માણસોના પગાર, જીર્ણોદ્ધાર, નવાં મંદિરો વગેરેની રચના તેમજ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યોમાં વાપરી શકાય છે.
નિર્ણય - ૧૩ : સમાલોચના :
આ નિર્ણયમાં પહેલા પેરેગ્રાફમાં ‘તે જો ભાવના સંપન્ન ન થાય તો નીચેના વિધાન મુજબ વર્તવું’ એમ જે જણાવ્યું છે, તે શાસ્ત્રવિરુદ્ધ છે.
– અહીં યાદ રાખવાનું છે કે, શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોના આધારે તો જે ભાવના સંપન્ન ન હોય, તે પણ જેમ દેવદ્રવ્યમાંથી પૂજા કરી ન શકે, તેમ જે શક્તિ સંપન્ન ન હોય તે પણ દેવદ્રવ્યમાંથી પૂજા ન કરી શકે. દરેક કક્ષાના શ્રાવક માટે શાસ્ત્રોમાં જિનપૂજાની જે વિધિ બતાવી છે, તે મુજબ જ તેને અનુસરવાનું છે. કોઈપણ ગ્રંથમાં શક્તિહીન કે ભાવનાહીનને દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનું વિધાન જ કરવામાં આવ્યું નથી.
– શ્રાવકને સ્વકર્તવ્યરૂપે કરવાની જિનપૂજા માટે દેવદ્રવ્ય વાપરવાનો કોઈ અધિકાર નથી અને એ રીતે શ્રાવકને પોતે કરવાની પૂજામાં દેવદ્રવ્ય વાપરવાની છૂટ આપવાનો પણ શ્રમણસંઘને અધિકાર નથી.
— શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં (૧) ‘વેવવૃદ્ધે વેવપૂજ્ઞાપિ સ્વદ્રવ્યૌવ
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા યથાશ િવાય” - જિનમંદિરમાં જિનપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. (૨) “પૂનાં વીતરનાં વમવન'' - વીતરાગ પરમાત્માની પૂજા પોતાના વૈભવ મુજબ કરવી. (૩) “વિમવાનુ
ન્યૂઝનમ્” – વૈભવને અનુસારે પૂજન કરવું. (૪) યાત્રામમ્ - જેવી આવક હોય તે મુજબ (પૂજા કરવી). (૫) “નિવવાપુરાવો”- પોતાના વૈભવને અનુરૂપ (પૂજા કરવી). (૬) “વિશવત્વનુસારે નિમnિ: વર્યા '' પોતાની શક્તિ મુજબ જિનભક્તિ કરવી. આ રીતે “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવ્યું છે. આ સર્વે પાઠોનું અર્થસહિત સંકલન અને તેની વિચારણા પ્રકરણ-૪માં કરી છે.
- જ્યારે ભગવાન અપૂજ રહે તેવી સ્થિતિ હોય ત્યારે ભગવાનની પૂજા માટે જરૂર પડે તો દેવદ્રવ્યનો ઉપયોગ કરી - કરાવી શકાય. બાકી ભગવાન અપૂજ રહે તેવી સ્થિતિમાં ન હોય અને શ્રાવકસંઘને પોતાને પૂજા કરવાનું મન હોય એ માટે તે શક્તિ વગરના હોય કે શક્તિ છતાં ભાવના વગરના હોય, એ બંનેમાંથી કોઈને પણ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનો અધિકાર નથી.
– વિ. સં. ૧૯૯૦ તથા વિ. સં. ૨૦૧૪માં ભગવાન અપૂજ રહે તેવી સ્થિતિમાં હોય, ત્યારે જ દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા વગેરેની વ્યવસ્થા કરવાની શાસ્ત્રમર્યાદાનુસાર છૂટ અપાઈ છે. જ્યારે વિ.સં. ૨૦૪૪'ના આ નિર્ણય દ્વારા તે ભગવાન અપૂજ રહે તેવી સ્થિતિમાં ન હોય, ત્યારે પણ માત્ર જેની ભાવના નથી તેવા શક્તિસંપન્ન સંઘોને પણ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાની છૂટ અપાઈ છે. જે લેશમાત્ર ઉચિત નથી.
– નિર્માલ્ય દ્રવ્યની વ્યાખ્યામાં સંબોધ પ્રકરણની જે ગાથાઓને આધારે આ ઠરાવ કરાયો છે, તેને અનુરૂપ અર્થ નથી કરાયો.
– ત્યાં અક્ષત વગેરેના વેચાણથી આવેલ દ્રવ્યને નિર્માલ્ય દ્રવ્ય જણાવ્યું છે. જ્યારે આ નિર્ણયમાં અક્ષત વગેરેના વેચાણની વાત ઉડાવી દેવામાં આવી છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧: શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૭
- કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા સર્વથા કલ્પિત છે. કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા રજૂ કરતી ગાથામાં પૂર્વોક્ત ઠરાવમાં જણાવેલી વાતની ગંધ પણ જોવા મળતી નથી. એ ગાથામાં ગીતાર્થોનું નામ કે નિર્દેશ સુદ્ધાં નથી.
– વળી, આ ઠરાવમાં સંબોધ પ્રકરણમાં આપેલી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા માટેની ગાથામાં દર્શાવેલ શ્રીમંત ગૃહસ્થો કે મંદિર બંધાવનાર ગૃહસ્થોને મૂળમાંથી જ ઉડાવી દેવામાં આવ્યા છે. દેવદ્રવ્યના ત્રણ પ્રકારનું વર્ણન કરતી ગાથાઓ અને તેના અર્થો પ્રકરણ-૨માં આપેલા છે.
– આ ઠરાવમાં સ્વપ્નાદિકની બોલીઓનો કલ્પિત દ્રવ્યમાં સમાવેશ કર્યો છે, તે સંબોધ પ્રકરણ કે બીજા કોઈ પણ ગ્રંથ સાથે તથા વિ.સં. ૧૯૭૬ આદિના શ્રમણ સંમેલનોના ઠરાવો સાથે સંગત થઈ શકે તેમ નથી. વધુમાં કલ્પિત દ્રવ્યની વ્યાખ્યામાં છેલ્લી લાઈનમાં લખ્યું છે કે “તેઓએ સમર્પિત કરેલ” તો અહીં “તેઓએ” એમ જે લખ્યું છે, તેમાં ‘તેઓ તરીકે કોને ગ્રહણ કરવા માંગે છે ? તે સ્પષ્ટપણે જણાવવું જરૂરી હતું.
– છેલ્લે છેલ્લે જે “વગેરે વગેરે” લખ્યું છે, તો આ “વગેરે વગેરેથી શું સમજવું તે સ્પષ્ટ નથી કર્યું.
– આ નિર્ણયના છેલ્લા પેરેગ્રાફમાં ભગવાનનાં પૂજાનાં દ્રવ્યો આદિ જે જે કાર્યો માટે કલ્પિત દ્રવ્યનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે, તે તે કાર્યોમાં અત્રે જે બોલી વગેરેના ધનનો કલ્પિત દ્રવ્યમાં સમાવેશ કરાયો છે, તે બોલી વગેરેના ધનનો કદાપિ ઉપયોગ થઈ શકે નહિ. કારણ કે, શાસ્ત્ર અને પરંપરાનો એમાં વિરોધ છે.
– શ્રાવકે જે પૂજા વગેરે કાર્યો કરવાનાં છે, તે પોતાની શક્તિ મુજબ પોતાનાં દ્રવ્યથી જ કરવાનાં છે, તે માટે કદી પણ કોઈપણ પ્રકારનાં દેવદ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહિ અને શ્રાવકે કરવાની પૂજા માટે જે જે પૂજાનાં દ્રવ્યો વગેરે આવશ્યક હોય તે કોઈપણ પ્રકારનાં દેવદ્રવ્યમાંથી લાવી શકાય નહિ.
Page #73
--------------------------------------------------------------------------
________________
૧૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા – આ બધો વિચાર કરતાં આ દેવદ્રવ્યનો ઠરાવ શાસ્ત્રથી, પરંપરાથી અને વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણસંમેલનના નિર્ણયોથી બિલકુલ વિરુદ્ધ જાય છે.
– આ નિર્ણય વર્ષોથી ચાલી આવતી જિનબિંબ તથા જિનમંદિર વગેરે સાત ક્ષેત્રની વ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડનારો છે.
– અહીં એક અગત્યની વાત ઉલ્લેખનીય છે કે,
દેવદ્રવ્યની ઉપજના માર્ગો અને તેના વાપરવાના સ્થાનો ધર્મ શાસ્ત્રમાં વ્યવસ્થિત રીતે દર્શાવ્યાં છે. એને લક્ષ્યમાં રાખીને વિ.સં. ૧૯૭૬માં ખંભાતમાં મળેલ શ્રમણસંમેલને તથા ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘનાં શ્રમણસંમેલને સર્વાનુમતે નિર્ણયો કરેલા છે. તથાવિ. સં. ૨૦૧૪માં અમદાવાદમાં મળેલ જે.મૂ.પૂ. તપગચ્છના આચાર્યોએ જે નિર્ણયો કર્યા હતા, તે બહાર રહેલા તપગચ્છના આચાર્યોના સલાહ, સૂચન,
અભિપ્રાય, સંમતિ મેળવવા પૂર્વક કરેલા છે. આથી આ ત્રણે ય સંમેલનનાં નિર્ણયો શાસ્ત્રાનુસારી તથા સર્વસમંત હોઈ તેમાં વ્યક્તિગત રીતે કોઈ પક્ષને કોઈ પણ રીતે ફેરફાર કરવાનો અધિકાર નથી.
– આ સંમેલનમાં દેવદ્રવ્ય વ્યવસ્થા માટે જે નિર્ણય લેવાયો છે, તે વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના નિર્ણયોને તથા શાસ્ત્રને અનુરૂપ તો નથી પણ તેનાથી વિપરીત કોટિનો નિર્ણય છે. જેનો ખ્યાલ વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના નિર્ણયો સાથે આ વિ.સં. ૨૦૪૪ના નિર્ણયને સરખાવતાં સારી રીતે આવી શકે છે.
– આ નિર્ણયમાં જે સંબોધ પ્રકરણના નામે દેવદ્રવ્યના ત્રણ વિભાગ પાડીને કલ્પિત દેવદ્રવ્યની જે વ્યાખ્યા આપી છે, તે વ્યાખ્યા લેશમાત્ર ઉચિત નથી. બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ગણવું એવું એ ગાથામાં ક્યાંય જણાવ્યું જ નથી.
– તદુપરાંત, જે કાર્યો સાધારણ કે દેરાસર સાધારણમાંથી આજ
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૨.
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૧૯ સુધી કરાતાં હતાં, તેમાં આ દેવદ્રવ્યનો ઉપયોગ કરવાનું ઠરાવી દેવદ્રવ્યને દેરાસર સાધારણમાં લઈ જવાનું અહિતકર પગલું ભરવામાં આવ્યું છે. જે સર્વથા અનધિકૃત પણ છે.
– પૂજાના દ્રવ્યોની ખરીદી, પૂજારીનો પગાર, વહીવટી ખર્ચ વગેરે કાર્યો શ્રાવકોએ પોતે કરવાનાં છે. છેવટે તે શક્તિના અભાવે ન બને તો સાધારણમાંથી કરવાનાં છે. પણ દેવદ્રવ્યમાંથી થઈ શકે નહિ. તેમ છતાં બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ઠરાવી તેનો ઉપયોગ જે રીતે કરવાનો સૂચવાયો છે, તેનાથી દેવદ્રવ્યનો ખૂબ જ ઝડપી દુરુપયોગ અને પરિણામે નાશ થશે.
– દેવદ્રવ્યનો નાશ થવાથી તે દેવદ્રવ્યથી જે જીર્ણોદ્ધાર વગેરેનાં કાર્યો ચાલે છે, તેને ખૂબ જ મોટો ફટકો પડશે. પરિણામે મંદિરો, તીર્થો અસલામત બનશે અને એના ઉપર કાળની અસર ખૂબ જ ઝડપી બનશે.
– આજ સુધી જે મંદિરો, તીર્થો જળવાઈ રહ્યાં છે, તે દેવદ્રવ્યને આભારી છે. “દેવદ્રવ્ય વધારે છે” એવી જે સત પ્રચારાઈ રહી છે, તે સદંતર જૂઠી છે.
– દેવદ્રવ્યની જેટલી જરૂર છે, તેના પ્રમાણમાં દેવદ્રવ્ય ઘણું ઓછું છે. - આ શબ્દો આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ સ્વ. કસ્તુરભાઈ લાલભાઈએ તે સમયે ઉચ્ચાર્યા હતા.
(ખાસ ભલામણ - વાચકોને ખાસ ભલામણ છે કે, પૂર્વે જણાવેલા ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના ઠરાવો અને અહીં સમાલોચનામાં જણાવેલી શાસ્ત્રાનુસારી વિગતો તથા પરિશિષ્ટ-૧માં વિ.સં. ૧૯૭૬ આદિ ત્રણે ઠરાવોની સહીઓ સાથેની સંપૂર્ણ વિગત જોવી. તે જોતાં સ્પષ્ટ થઈ જશે કે, ૨૦૪૪'ના સંમેલનના ઠરાવો શાસ્ત્રાનુસારી નથી.)
– ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪માં શ્રમણ સંમેલનોએ કરેલા ઠરાવો વાચ્યાં પછી હવે વિ.સં. ૨૦૪૪ના શ્રમણસંમેલનનો નિર્ણય વાંચવાથી
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ખ્યાલ આવશે કે આ સંમેલને કેવો ખોટો નિર્ણય લીધો છે. આથી આ નિર્ણય દ્વારા બોલીના દ્રવ્યને કલ્પિત દ્રવ્ય ઠરાવી તેનો જે રીતે ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે, તે સર્વથા અનુચિત છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, વિ.સં. ૧૯૯૦ અને વિ.સં. ૨૦૧૪ના શ્રમણ સંમેલનના નિર્ણયોને અનુસરીને પૂ.ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણીવર્યશ્રીએ પોતાના “ધર્મદ્રવ્ય-વ્યવસ્થા” (વિ.સં. ૨૦૨૨) પુસ્તકમાં સાતક્ષેત્રનું વિવરણ કર્યું છે. તેમાં જે રીતે વ્યવસ્થા બતાવી છે, તેનાથી પણ વિ.સં. ૨૦૪૪ના ઠરાવ-૧૩ અને તેના સમર્થનમાં લખાયેલા પુસ્તકો ખોટા છે, તે સિદ્ધ થાય છે, તે તેઓશ્રીના પુસ્તકનું લખાણ જોવાથી ખ્યાલમાં આવશે. તે લખાણ અમે પરિશિષ્ટ-૧૬માં આપેલ છે. અહીં યાદ કરાવવું જરૂરી છે કે, વિ.સં. ૨૦૪૪ સુધી તમામ સંઘોમાં “ધર્મદ્રવ્ય-વ્યવસ્થા” પુસ્તકમાં વર્ણવેલી વ્યવસ્થા મુજબ જ ધર્મદ્રવ્યની વ્યવસ્થા ચાલતી હતી.
– પૂજાના ચઢાવા, સ્વપ્નની બોલી વગેરેનું દ્રવ્ય; પૂજાનાં દ્રવ્યો લાવવામાં, મંદિર માટે રાખેલા માણસોના પગાર તેમજ મંદિરનાં વહીવટી ખર્ચમાં, શ્રાવકોને પૂજા કરવા માટે વપરાય નહિ. તે તો સાધારણમાંથી વાપરવાનું છે. ઉપરોક્ત વિમર્શથી વિ.સં. ૨૦૪૪ના મર્યાદિત મુનિસંમેલને લીધેલો દેવદ્રવ્ય વિષયક નિર્ણય કેટલો અનધિકૃત છે અને નુકસાનકારક છે તે સમજી શકાય તેવું છે અને આ ઠરાવના સમર્થનમાં લખાયેલા ધાર્મિક વહીવટ વિચાર' વગેરે પુસ્તકોની વાતો પણ શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ છે, તે સમજી શકાય છે.
– આ ઠરાવની વિસ્તૃત સમાલોચના આ પુસ્તકના પ્રકરણ-૨થી ૭માં કરવામાં આવી છે.
નિર્ણય - ૧૪: ગુરુદ્રવ્ય-વ્યવસ્થા :
ગુરુપૂજનનું દ્રવ્ય શાસ્ત્રાધારે શ્રાવક સંઘ, જીર્ણોદ્ધાર તથા ગુરુના બાહ્ય
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧ઃ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૧ પરિભોગરૂપે સાધુ-સાધ્વીને ભણાવવાના તથા વૈદ્યારિરૂપ કાર્યો અને ડોળી વગેરે રૂપ તૈયાવચ્ચના કાર્યોમાં લઈ જઈ શકે છે.
ગુરુ મહારાજના પૂજન માટે બોલાયેલી, ગુરુને કાંબળી વગેરે વહોરાવાની બોલી તેમજ દીક્ષા માટેનાં ઉપકરણોની બોલી, આ બધાનું જે ધન આવે તે, તથા પદપ્રદાન નિમિત્તે બોલાયેલ કાંબળી આદિ ઉપકરણો માટેની બોલીનું ધન, શાસ્ત્રસાપેક્ષ વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ શ્રમણ સંઘ ગુરુવૈયાવચ્ચમાં લઈ જવાનું ઠરાવે છે. પરંતુ દીક્ષા તથા પદપ્રદાન-પ્રસંગે પોથી, નવકારવાળી, મંત્ર પટ, મંત્રપોથીની બોલીનું ધન જ્ઞાન દ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવામાં આવે છે.
નિર્ણય - ૧૪: સમાલોચના:
- આ નિર્ણયના પહેલા પેરેગ્રાફમાં ગુરુપૂજનનું દ્રવ્ય ગુરુના બાહ્ય પરિભોગમાં લઈ જવાનું જણાવ્યું છે અને તે માટે શાસ્ત્રનો આધાર છે એમ જણાવ્યું છે. વાસ્તવમાં તેવો કોઈ શાસ્ત્રાધાર છે જ નહિ.
– બીજા પેરેગ્રાફમાં ગુરુપૂજન બોલી વગેરેનું દ્રવ્ય ગુરુની દરેક પ્રકારની વૈયાવચ્ચમાં જાય એવા ભાવનું જણાવ્યું છે, તો એવો ભેદ શાના આધારે પાડ્યો?
– વાસ્તવમાં ગુરુદ્રવ્ય, તે ગુરુપૂજન દ્વારા આવ્યું હોય કે ગુરુપૂજન કામળી વગેરે સંયમોપકરણ વહોરાવવાં વગેરે ગુરુભક્તિ નિમિત્તે બોલાયેલી કોઈ પણ પ્રકારની બોલી વગેરે દ્વારા આવ્યું હોય, તે બધું જ દ્રવ્યસપ્તતિકા વગેરે શાસ્ત્રોના આધારે જીર્ણોદ્ધાર તથા નૂતન મંદિર નિર્માણ વગેરે દેવદ્રવ્ય ખાતામાં જ જાય અને આજ સુધી તેવી જ સુવિહિત પરંપરા હતી. તેનો આ નિર્ણયથી સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો છે.
– ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જવા માટે તેઓ શ્રાદ્ધજિતકલ્પના પાઠનો ઉપયોગ કરી તેનો જે રીતે અર્થ કરે છે, તે અર્થ ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોનાં વિધાનનો અપલાપ કરે તેવો છે. અલગ-અલગ ગ્રંથકારો પરસ્પર વિરુદ્ધ લખે નહીં, તે અહીં ધ્યાન રાખવાની જરૂર છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
– આ નિર્ણયથી મુનિવરોનું પાંચમું મહાવ્રત દૂષિત બનવાનો પૂરો સંભવ છે. જેના યોગે શ્રમણસંઘમાં અનેક પ્રકારની શિથિલતાને મોકળું મેદાન મળશે.
૨૨
– ગુરુપૂજનાદિ ગુરુદ્રવ્યને દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરાને એકદમ યોગ્ય જણાવ્યા પછી આ ભયસ્થાન ખુદ ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રીએ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના ૯ માસ પૂર્વેના પત્રમાં જ એક મહાત્માને જણાવેલ છે. તે પત્ર પરિશિષ્ટ-૪માં આપેલ છે. અહીં નીચે પણ આપીએ છીએ.
પં. ચન્દ્રશેખર વિ. તરફથી વિનયાદિ ગુણાલંકૃત મુનિવર્ય હિતપ્રજ્ઞ વિજય મ.સા., અનુવંદના.
સુખસાતામાં હશો.
વિ.સં. ૨૦૪૩
ભા.વ. ૧
વિ. જણાવવાનું કે ગુરુપૂજનના પૈસા દેવદ્રવ્યમાં જ લઈ જવા એવી પરંપરા છે. માટે દેવદ્રવ્યમાં જ લઈ જવા જોઈએ.
તથા જો તે પૈસા મુનિઓની વૈયાવચ્ચમાં લેવામાં આવે તો મુનિઓને તે પૈસા ઉપર પોતાના પૈસા છે એ રીતે આસક્તિ થવાની શક્યતા છે માટે આ પરંપરા અત્યંત યથાયોગ્ય જણાય છે તે જાણશો.
એજ દ. જિનસુંદર વિ. ચંદ્રશેખર વિ.ના અનુવંદના
–વિ.સં. ૨૦૪૪ના સંમેલનના પૂર્વોક્ત ઠરાવ મુજબ ગુરુપૂજનાદિનું ગુરુદ્રવ્ય જો વૈયાવચ્ચમાં લઈ જવામાં આવે તો દ્રવ્યસઋતિકા ગ્રંથાનુસારે જીર્ણોદ્વારાદિરૂપ દેવદ્રવ્યમાં જવા યોગ્ય એ ગુરદ્રવ્યનો શ્રમણસંઘ ભક્ષક
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૩
બનશે. પરિણામે દેવદ્રવ્યના ભક્ષણથી પરલોકમાં ઊભા થતા ભાવિ અનર્થોનો ભોગ શ્રમણસંઘ બનશે અને એમાં સહાયક થવાના કારણે શ્રાવકસંઘ પણ તેવા જ અનર્થોનો ભોગ બનશે.
– પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણિવર્યશ્રીની ધર્મદ્રવ્ય-વ્યવસ્થા’ પુસ્તકમાં પણ તાદેશ ગુરુદ્રવ્યને “દેવદ્રવ્ય જીર્ણોદ્ધાર ખાતામાં આ પૈસા જાય તે સંગત છે” એમ કહીને તેને વૈયાવચ્ચ ખાતામાં લઈ જવાનો નિષેધ કર્યો છે. એ પુસ્તક સર્વસંઘમાં ધર્મદ્રવ્યની વ્યવસ્થા માટે માન્ય છે, તે અહીં ફરીથી યાદ કરાવીએ છીએ. વિશેષ પરિશિષ્ટ-૧૬માં જોવું.
– અહીં એક ખાસ વાત ઉલ્લેખનીય છે કે, સંમેલનના ઉપરોક્ત ઠરાવમાં ગુરુપૂજનની રકમને વૈયાવચ્ચમાં લઈ જવાનું જણાવ્યું છે. પરંતુ તેમાં સંમેલને સાધુ-સાધ્વીજીની ગોચરીમાં એ દ્રવ્ય વાપરવાની છૂટ આપી નથી. જ્યારે ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય તથા દેવદ્રવ્યના શાસ્ત્રપાઠો” આ પુસ્તકમાં પૃ-૯ ઉપ૨ (જાવક વિભાગમાં) ૬ નંબરના સાધુ-સાધ્વીજીના વૈયાવચ્ચ ખાતામાં ‘‘વિહારધામમાં (જૈન શ્રાવકોદીક્ષાર્થી-જૈન માણસો સિવાય) સાધુ-સાધ્વીજી માટે ગોચરી-પાણીખર્ચ’’ આમ કહીને ગોચરી-પાણીની પણ છૂટ આપી છે. જ્યારે તે જ પેજ ઉપરના ૭’મા નંબરના ગુરુપૂજન ખાતામાં એવી છૂટ આપી નથી.
બીજી વાત, જે સંઘોમાં ગુરુપૂજનની રકમ વૈયાવચ્ચમાં લઈ જવાય છે, (આમ તો તે શાસ્ત્રવિરુદ્ધ છે, છતાં લઈ જવાય છે,) ત્યાં એવા બે ખાતા અલગ રખાય છે ? એ એક મોટો પ્રશ્ન છે ! તથા જે સંઘો દ્વારા અન્ય સંઘોને ગુરુદ્રવ્ય વૈયાવચ્ચ ખાતામાં અપાય છે, ત્યાં પણ લેતી વખત અલગ રખાય છે ? એ પ્રશ્ન છે. વાસ્તવમાં અલગ રખાતું નથી. પરંતુ એક જ રખાય છે. તે પક્ષની છેલ્લી પુસ્તિકા તો સંમેલનના ઠરાવ કરતાં પણ આગળ વધી ગઈ છે. જો કે, આ નિર્ણયમાં તપાગચ્છના બધા સમુદાયો સંમત નથી, એ આનંદનો વિષય છે.
- આ અંગેની વિશેષ વિચારણા પ્રકરણ-૮માં કરવામાં આવી છે.
-
Page #79
--------------------------------------------------------------------------
________________
૨૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા નિર્ણય - ૧૭ઃ ગ્રામ જિનપૂજા અંગે શ્રાવકોને માર્ગદર્શનઃ
જૈન શાસનમાં પરમાત્માની ભક્તિ એ ઉત્કૃષ્ટ આરાધનાનું અંગ છે. જિનેશ્વર દેવની દ્રવ્ય અને ભાવપૂજા એ શ્રાવકોનું મુખ્ય કર્તવ્ય છે અને શ્રાવકોએ એ રીતે પરમાત્માની હંમેશા પૂજા કરવી જોઈએ.
હાલ આ પૂજાનું કાર્ય નોકરોને સોંપાઈ ગયું છે. જેથી અનેક પ્રકારે ઘોર આશાતના થઈ રહી છે, જે જાણીને તથા જોઈને હૈયું કંપે છે. તેથી શ્રમણ સમેલન ઠરાવ કરે છે કે, શ્રાવકોએ પરમાત્માની અંગપૂજા જાતે જ કરવી, પણ નોકરી પાસે કરાવવી નહિ. જ્યાં શ્રાવકોની બિલકુલ વસતિ ન હોય ત્યાં વાસક્ષેપ અને અગ્રપૂજાથી સંતોષ માનવો. પ્રતિમાના અંગ - ઉપાંગોને સહેજ પણ ઘસારો ન પહોંચે તે પદ્ધતિથી પૂજા કરવી.
નિર્ણય - ૧૭ઃ સમાલોચના
– આ નિર્ણયમાં “શ્રાવકોએ પરમાત્માની અંગપૂજા જાતે જ કરવી, પણ નોકરી પાસે કરાવવી નહિ' એવું જે એકાન્ત વિધાન કર્યું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે.
– શ્રાવકો પરમાત્મભક્તિ જાતે જ કરે તે ઉત્તમ છે અને શક્ય હોય ત્યાં સુધી તેમજ કરવું જોઈએ. પરંતુ જ્યારે કોઈ તેવા પ્રકારના સંયોગોને કારણે શ્રાવકો અંગપૂજા જાતે ન જ કરી શકે, તો છેવટે સુયોગ્ય પૂજારીઓ પાસે પણ ભગવાનની અંગપૂજા કરાવે પણ ભગવાન અપૂજ તો કદાપિ રહેવા ન જ જોઈએ.
– “જ્યાં શ્રાવકોની બિલકુલ વસતિ ન હોય ત્યાં વાસક્ષેપ અને અગ્રપૂજાથી સંતોષ માનવો.' - આ વિધાન પણ શાસવિરુદ્ધ છે, પરંપરાનો લોપ કરનારું છે. સરવાળે જ્યાં વસતિ વગેરે હોવા છતાં શ્રાવકો પૂજા કરે તેવું ન હોય, ત્યાં પણ જલ-ચંદન પૂજા બંધ થતાં ભગવાન અપૂજ રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરનારું પણ છે. આ રીતે ભગવાન અપૂજ રહે તે મોટામાં મોટી આશાતના છે.
– વળી, તેવા સ્થળોએ વાસક્ષેપ અને અગ્રપૂજા કરવા માટે માણસ
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧ઃ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૫ (પૂજારી) તો રાખવો જ પડશે. તો પછી એકાંતે નિષેધ શા માટે?
– પૂજારી દ્વારા થતી આશાતના નિવારણનો ઉપાય એ તો નથી જ કે પૂજા બંધ કરવી. તે માટે તો પૂજારીઓને યોગ્ય કેળવણી આપવી, તેઓની યોગ્ય રીતે સારસંભાળ રાખવી અને એ રીતે આશાતના નિવારણના ઘણા ઘણા ઉપાયો યોજી શકાય છે, તેમ હોવા છતાં આ રીતે લેવાયેલો આ નિર્ણય શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી નિરપેક્ષ છે.
– આશાતના થતી હોય તો તેનું નિવારણ કરવાના ઉપાયો યોજી શકાય પણ પૂજા બંધ કરવા સ્વરૂપ મહા આશાતના તો કદાપિ ન કરી શકાય.
– વિ.સં. ૧૯૯૦ તથા વિ.સં. ૨૦૧૪ના ઠરાવમાં પણ ભગવાન કોઈપણ સંયોગમાં અપૂજ તો ન જ રહેવા જોઈએ, તે માટે ભારપૂર્વક ભલામણ કરતાં લખ્યું છે કે –
કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો. પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી જ જોઈએ.”
–વિ.સં. ૧૯૯૦તથા વિ.સં. ૨૦૧૪ના ઠરાવમાં પ્રભુ અપૂજનરહે તે માટે કેટલો ભાર મૂક્યો છે, તેમ છતાં પણ ૨૦૪૪ના સંમેલને આ નિર્ણય૧૭ દ્વારા તે ઠરાવોની કેવી ઉપેક્ષા કરાઈ છે, તે વિચારવા યોગ્ય છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, પં.શ્રી કલ્યાણ વિજયજી મ.ના ઉપદેશથી જ્યારે જાલોરમાં નિર્મિત થયેલા શ્રી નંદીશ્વરદ્વીપ મંદિરમાં નિત્ય અભિષેકાદિ પૂજા બંધ થયા, ત્યારે આ અશાસ્ત્રીય પદ્ધતિ અટકે, એ જ એક હેતુથી “રાજસ્થાન જૈન સંસ્કૃતિ રક્ષક સભા” (બાવર) દ્વારા અનેક ગીતાર્થ પૂ.આચાર્યદેવો પર પત્રો લખીને આ વિષયમાં અભિપ્રાયો મંગાવવામાં આવ્યા. તે વખતે અમદાવાદમાં બિરાજમાન પૂ. આચાર્યદેવો તરફથી એક સંયુક્ત અભિપ્રાય ડહેલાના ઉપાશ્રયેથી પાઠવવામાં આવ્યો હતો. જે
Page #81
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
નીચે પ્રમાણે છે –
નિત્ય અભિષેકાદિ પૂજા અંગે રાજનગરસ્થ શ્રમણ સંઘનો સ્પષ્ટ અભિપ્રાય:
ડહેલાનો ઉપાશ્રય, અમદાવાદ, કાર્તિક સુદ ૧૦, વિ.સં. ૨૦૧૪. રાજનગરસ્થ શ્રી શ્રમણ સંઘ તરફથી. દેવગુરુ ભક્તિકારક ધર્માનુરાગી શ્રી રાજસ્થાન જૈન સંસ્કૃતિ રક્ષક સભા (વ્યાવર) યોગ્ય ધર્મલાભ.
તમારો પત્ર મળ્યો, જાલોરના શ્રી નંદીશ્વરદ્વીપ દહેરાસરમાં નિત્ય અભિષેકાદિ પૂજા બંધ છે, તે ઠીક નથી. શાસ્ત્રોમાં શ્રી જિનેશ્વરદેવના બિંબની નિત્ય અભિષેકાદિ પૂજા વિહિત છે માટે પૂજા ચાલુ રહેવી જોઈએ. દ. : વિજય હર્ષસૂરિ (પૂ.આ.શ્રી વિજયનીતિસૂરિજી મ.નો સમુદાય) | વિજય પ્રેમસૂરિ (પૂ.આ.શ્રી વિજયદાનસૂરિજી મ.નો સમુદાય).
| વિજય મનોહરસૂરિ (પૂ.આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મ.નો સમુદાય) ઉ. : કૈલાસસાગર (પૂ.આ.શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ.નો સમુદાય)
વિજયપધસૂરિ (પૂ.આ.શ્રી વિજય નેમિસૂરિજી મ.નો સમુદાય) ઉ. : દેવેન્દ્રસાગર (પૂ.આ.શ્રી સાગરાનંદસૂરિજી મ.નો સમુદાય)
– મુનિ ખાંતિવિજય - પૂજ્ય આચાર્ય ભગવંતોના ઉપરોક્ત અભિપ્રાયથી વર્તમાન સંમેલનના ઠરાવની અશાસ્ત્રીયતા અને અવ્યવહારૂતા સ્વતઃ સિદ્ધ થાય છે. વિશેષમાં સ્વ.પં. શ્રી કલ્યાણવિજયજી મ.ના શ્રી જિનપૂજા પદ્ધતિ અંગેના વિચારો કેટલા અશાસ્ત્રીય અને અવ્યવહારૂ હતા તે અંગે વિગતથી સમજવા માગતા જિજ્ઞાસુઓને પૂજ્યોના નીચેના પ્રકાશનો તથા પૂજ્યોના માર્ગદર્શક પત્રો વાંચી જવા ખાસ ભલામણ છે. (૧) “શ્રી જિનપૂજા પદ્ધતિકી સમાલોચના' : આલેખક : પૂ.આ.દેવશ્રી
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧: શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૭
સાગરાનંદસૂરિજી મ.ના સમુદાયના પૂ.મુનિશ્રી અમ્યુદય સાગરજી મ. (પછીથી પંન્યાસજી અને હાલ સ્વર્ગસ્થ) પ્રકાશક: શ્રી રાજસ્થાન
જૈન સંસ્કૃતિ રક્ષક સભા (વ્યાવર), વિ.સં. ૨૦૧૪. (૨) “શ્રી જિનપૂજા પદ્ધતિ પ્રતિકારિકા” લેખક : સ્વ. કવિકુલકીરિટ
પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મ.ના શિષ્યરત્ન પૂ.આ. દેવશ્રી વિક્રમસૂરિજી મ. પ્રશ્નોત્તર શતવિશિકા.” લેખક: સ્વ.પૂ.આ.દેવ શ્રીમદ્ જંબુસૂરિજી
મ. પ્રકાશકઆર્ય જંબૂસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિર, ડભોઈ. (૪) પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્
વિજયહર્ષસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ ચંદ્રસાગરસૂરિજી મ., પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય ઉમંગસૂરિજી મ. આદિના શ્રી જિનપૂજા વિધિ અંગેના માર્ગદર્શક પત્રો. પ્રસિદ્ધ કર્તા શ્રી રાજસ્થાન જૈન સંસ્કૃતિ રક્ષક સભા (બાવર)
વિ.સં. ૨૦૧૪માં અમદાવાદ સ્થિત શ્રમણસંઘે આપેલ ઉપરોક્ત નિર્ણયથી પણ વિ.સં. ૨૦૪૪ના સંમેલનનો આ નિર્ણય-૧૭ સર્વથા વિરુદ્ધ
નિર્ણય - ૧૮: સાધુ-સાધ્વીજીના અંતિમ સંસ્કાર-નિમિત્તની ઉપજની વ્યવસ્થા : - પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ કાળધર્મ પામે ત્યારે, તેમના અંતિમ સંસ્કારની ક્રિયા સંબંધી બોલાતી તમામ બોલીઓની આવક, તથા ગુરુ-દેહ સામે ધરેલ દ્રવ્ય, જીવદયાનું જીવનભર પ્રતિપાલન કરનાર ગુરુ ભગવંતોના પાર્થિવ દેહના નિમિત્તે થયેલી હોવાથી, જીવદયા ખાતે લઈ જવી, એવું શ્રમણ સમેલન ઠરાવે છે. નિર્ણય - ૧૮: સમાલોચના:
- પૂજય સાધુ-સાધ્વીજી મહારાજના અંતિમ સંસ્કારની ઉપજ તેઓના
Page #83
--------------------------------------------------------------------------
________________
૨૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સ્મારકમાં, તેઓના કાળધર્મ નિમિત્તે તેમના સંયમજીવનની અનુમોદનાર્થે તથા શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવમાં પ્રભાવના કે સાધર્મિક ભક્તિ સિવાય) કે જીર્ણોદ્ધારમાં વપરાતી આવી છે અને તે ઉચિત છે.
- સાધુ-સાધ્વી ક્ષેત્ર આપણાં પવિત્ર સાતક્ષેત્ર પૈકી ચોથું અને પાંચમું ક્ષેત્ર છે. સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રની ઉપજ પોતાનાથી ઉપરના ક્ષેત્રમાં જાય પણ નીચેના ક્ષેત્રમાં તો ન જ જાય એવો શાસ્ત્રીય નિયમ છે. તેમજ સાત ક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રનું દ્રવ્ય સાતક્ષેત્ર બહાર ન જાય તેવો પણ શાસ્ત્રીય નિયમ છે. વિ.સં. ૨૦૪૪ના સંમેલનના આ નિર્ણય દ્વારા ઉપરોક્ત શાસ્ત્રીય નિયમનો - મર્યાદાનો સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો છે.
– જીવદયાનાં કાર્યો થવાં જોઈએ, કરવાં જોઈએ અને તે થાય, કરાય તે ઉત્તમ જ છે. પરંતુ જે દ્રવ્ય શાસ્ત્રમર્યાદાનુસાર જયાં ન જતું હોય, ત્યાં લઈ જવાનું તો કદાપિ વિચારી શકાય પણ નહિ.
– પૂ. ગુરુભગવંતે જીવનભર જીવદયા પાણી માટે તેમના અંતિમસંસ્કારનું દ્રવ્ય જીવદયામાં લઈ જવું એ તર્ક પાયાવિહોણો છે.
– જો એવા જ તર્કના આધારે નિર્ણય કરવાનો હોય, તો તેમણે શું જીવનભર માત્ર જીવદયા જ પાળી છે? શું તેમણે સમ્યજ્ઞાનની આરાધના નથી કરી? શું શ્રી જિનાજ્ઞાની આરાધના નથી કરી? શું ઉત્તમ ચારિત્રનું પાલન નથી કર્યું? જો આ રીતે વિચારીએ તો તેમના અંતિમ સંસ્કારની બોલી ક્યાં ક્યાં લઈ જઈ શકાય? એ પ્રશ્ન શું અનુત્તર જ નથી રહેતો?
– વળી તેમણે જીવદયા પાણી માટે તેમના અંતિમ સંસ્કારની બોલીનું દ્રવ્ય જીવદયામાં લઈ જવાનું નક્કી કર્યું, તો તેમના જીવન દરમ્યાન થયેલા તેમના ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય જીવદયામાં લઈ જવાનો નિર્ણય ન કરતાં તે દ્રવ્યને ૧૪મા નિર્ણય દ્વારા વેયાવચ્ચમાં લઈ જવાનો નિર્ણય કેમ કર્યો? ગુરુપૂજનાદિ તે દ્રવ્યને પણ ઉપરોક્ત હેતુ અનુસાર જીવદયામાં લઈ જવાનો નિર્ણય કેમ ન કર્યો? હકીકતમાં આવા હેતુઓ દ્વારા કંઈ નિર્ણય કરી શકાય નહિ. તે માટે ધર્મદ્રવ્ય વ્યવસ્થાનાં નિયામક
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧ઃ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૨૯ શાસ્ત્રો જ પ્રમાણભૂત ગણવા જોઈએ.
- ખરી રીતે તો આ દ્રવ્ય પૂ.સાધુ-સાધ્વીજી ક્ષેત્રનું હોઈ તેમના સ્મારકમાં કે તેમનાં ઉપરનાં ક્ષેત્રમાં મહોત્સવ-જીર્ણોદ્ધારાદિમાં જાય તે જ યોગ્ય છે અને શાસ્ત્રાનુસારી છે.
૦૧૯૭૬ વગેરેના અને ૨૦૪૪ના સંમેલનો વચ્ચેના તફાવતો:
પ્રસ્તુત વિચારણામાં વાચકોને અગત્યની સત્ય વાતોથી વાકેફ કરવા પણ અત્યંત જરૂરી છે, તે નીચે મુજબ છે.
૦ વિ.સં. ૧૯૭૬માં ખંભાત મુકામે (પરિશિષ્ટ-૧માં જણાવ્યા મુજબ) પૂ.આચાર્ય ભગવંતો ભેગા મળ્યા હતા અને ચર્ચા-વિમર્શ કરી સર્વસંમતિથી ઠરાવો કર્યા હતા. તેનો કોઈ સમુદાયે વિરોધ પણ કર્યો નહોતો, પરંતુ તપાગચ્છના સર્વ સમુદાયોએ સંમતિ આપી હતી.
૦ વિ.સં. ૧૯૯૦નું સંમેલન અમદાવાદ મુકામે ભરાયું હતું. તે સંમેલન વખતે અમદાવાદના તે વખતના નગરશેઠે બે-ત્રણ મહિના પહેલાંથી જ સર્વે પૂ.આચાર્યાદિ મુનિ ભગવંતોને પત્રો લખી અમદાવાદ પધારવા આમંત્રણ આપ્યું હતું. તે સંમેલનમાં શાસ્ત્રીય વિચારણાપૂર્વક સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા હતા. '
૦ વિ.સં. ૨૦૧૪માં રાજનગરસ્થિત પૂજ્યોએ ભેગા મળી નિર્ણયો નક્કી કર્યા અને તેને બહાર રહેલા અન્ય પૂ. આચાર્ય ભગવંતોના અભિપ્રાયાર્થે મોકલી સર્વસંમતિ સાધી પછી જાહેરમાં મૂક્યા હતા. એ નિર્ણયોના આધારે જ પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજે “ધર્મદ્રવ્યવ્યવસ્થા” નામની પુસ્તિકા બહાર પાડી હતી. (અહીં યાદ કરાવવું જરૂરી છે કે, એ પુસ્તિકા મુજબ વિ.સં. ૨૦૪૪ સુધી મોટાભાગના સંઘોમાં ધર્મદ્રવ્યની વ્યવસ્થા સુંદર ચાલતી હતી.)
૦ ૨૦૪૪'ના સંમેલન વખતે પૂર્વેના સંમેલનો વખતે કરવામાં આવેલી કોઈ પૂર્વ પ્રક્રિયા કરાઈ નહોતી. તમામ સમુદાયોને આમંત્રણ
Page #85
--------------------------------------------------------------------------
________________
૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અપાયું નહોતું. નિર્ણયો કરતાં સર્વસંમતિ સધાઈ નહોતી, પરંતુ વિરોધ થયા હતા. વિરોધોની વચ્ચે નિર્ણયો કર્યા પછી સંમેલનમાં હાજર ન હોય તેવા પૂ.આચાર્યાદિ મુનિભગવંતોને એ નિર્ણયો અભિપ્રાયાર્થે મોકલાવ્યા નહોતા – સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન કરાયો નહોતો.
૦ તદુપરાંત, પૂર્વના સંમેલનના ઠરાવો શાસ્ત્રસાપેક્ષ હતા. જ્યારે ૨૦૪૪ના ઠરાવો શાસ્ત્રવિરુદ્ધ હતા. તેથી ઘણા સમુદાયોએ એનો વિરોધ કર્યો હતો.
– આથી વાચકો સમજી શકશે કે, વિ.સં. ૧૯૭૬-૧૯૯૦૨૦૧૪ના સંમેલનોની પૂર્વપ્રક્રિયા-સંમેલનનો માહોલ-સર્વસંમતિ અને પછીનું ઉમદા વાતાવરણ સર્વે પવિત્ર હતા. જ્યારે ૨૦૪૪ના સંમેલનમાં બધું જ દૂષિત હતું.
નિષ્કર્ષ -આ પ્રકરણમાં આપણે પ્રસિદ્ધ શુદ્ધદેવદ્રવ્યની શાસ્ત્રાનુસારી પરંપરાથી વ્યાખ્યા જોઈ. તે શુદ્ધદેવદ્રવ્યના સદુપયોગ અંગેની વિગતો પણ શાસ્ત્ર અને પરંપરાના આધારે જોઈ. તથા વિક્રમની ૧૯-૨૦મી સદીમાં આયોજાયેલા શ્રમણસંમેલનોના ઠરાવો પણ જોયા. તે પછી વિ.સં. ૨૦૪૪ના શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ જતા ઠરાવો અને એની સમાલોચના પણ જોઈ. આ બધાનું અવલોકન કરતાં વાચકોને સ્પષ્ટ સમજાઈ જશે કે, વિ.સં. ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્ર-પરંપરાથી વિરુદ્ધજતા ઠરાવોનો કેજે મૃતપ્રાય અવસ્થામાં હતા, તેને) સજીવન કરવાનો પુરુષાર્થ જે “ધાર્મિક વહીવટ વિચાર” વગેરે પુસ્તકોમાં થયો છે, તે તદ્દન અયોગ્ય છે.
હવે આગળના પ્રકરણમાં શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્યથી અતિરિક્ત જે દેવદ્રવ્યના વિવિધ પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે તે જોઈશું અને એમાં પણ તે વર્ગ દ્વારા કરવામાં આવેલા કુતર્કોની સમાલોચના કરીશું.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
દેવદ્રવ્યના ત્રણ પ્રકાર:
સમર્થ શાસ્ત્રકાર શિરોમણી પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત “સંબોધ પ્રકરણ” ગ્રંથમાં દેવદ્રવ્યના ત્રણ પ્રકાર નીચે મુજબ જણાવ્યા છે –
વેલä તિવિદ્દ, પુરા-નિમન-ણિયે તથા आयाणमाइ पूआदव्वं जिणदेहपरिभोगं ॥१६३॥ अक्खयफलबलिवत्थाइसंतिअंजं पुणो दविणजायं । तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्मंमि उवओगं ॥१६४॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हु विभूषणाइहिं । तं पुण जिणसंसग्गि, ठविज्ज णण्णत्थ तं भयणा ॥१६५॥ रिद्धिजुअसम्मएहिं सद्धेहिं अहवा अप्पणा चेव ।
जिणभत्तीइ निमित्तं जं चरियं सव्वमुवओगि ॥१६६॥" ભાવાર્થ:
ચૈત્યદ્રવ્ય = દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે : (૧) પૂજા દેવદ્રવ્ય, (૨) નિર્માલ્ય દેવદ્રવ્ય અને (૩) કલ્પિત દેવદ્રવ્ય. (તે ત્રણેનું સ્વરૂપ અને તેનો ઉપયોગ હવે ક્રમશઃ જણાવાય છે.)
(૧) પૂજા દેવદ્રવ્યઃ-પૂજા દેવદ્રવ્ય તે આદાન (ભાડા) આદિ સ્વરૂપ ગણાય છે અને તેનાથી પ્રાપ્ત રકમનો ઉપયોગ શ્રીજિનેશ્વર દેવની સેવામાં થાય છે. એટલે કે આ પૂજા-દ્રવ્યનો ઉપયોગ કેશર, ચંદન વગેરે પ્રભુના અંગે ચઢતા પદાર્થો માટે વપરાય છે. (અંગપૂજાની જેમ અગ્રપૂજાનાં દ્રવ્યોમાં પણ આ પૂજાદ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે.)
(૨) નિર્માલ્ય દેવદ્રવ્યઃ પ્રભુજીની આગળ ચઢાવેલાં અક્ષત, ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરેના વેચાણથી જે રકમ પ્રાપ્ત થાય તે નિર્માલ્ય દેવદ્રવ્ય
Page #87
--------------------------------------------------------------------------
________________
૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ગણાય.
આ નિર્માલ્ય દેવદ્રવ્ય પ્રભુજીની અંગપૂજાના કામમાં વપરાતું નથી. પણ તે ચૈત્ય સંબંધી બીજા કાર્યોમાં વાપરી શકાય છે. વળી નિર્માલ્ય દ્રવ્યને આભૂષણોના રૂપમાં ફેરવી નાખ્યું હોય તો તે આભૂષણો પ્રભુજીના અંગો ઉપર ચઢાવી શકાય છે. આમ નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં ભજના (વિકલ્પ) છે કે તે પ્રભુના અંગે કેસર આદિ સ્વરૂપે ચઢાવી ન શકાય, પણ આભૂષણાધિરૂપે ચઢાવી શકાય.
(૩) કલ્પિત દેવદ્રવ્ય - ધનવાન શ્રાવકોએ અને સંઘમાન્ય શ્રાવકોએ અથવા શ્રાવકે પોતે જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય, તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય દેરાસરજી અંગેના કોઈપણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી થાય છે.
ટિપ્પણી:
(૧) અહીં યાદ રાખવું કે, શાસ્ત્રમાં વર્ણવેલા પૂર્વોક્ત ત્રણ દેવદ્રવ્યના વિભાગ દેવસંબંધી દેવદ્રવ્યના છે. પરંતુ પૂર્વે જણાવ્યા મુજબના વર્તમાનમાં પ્રસિદ્ધ-શુદ્ધ જે દેવદ્રવ્ય છે, તેના તે વિભાગ નથી.
(૨) પૂજા દેવદ્રવ્યઃ “શ્રીસંબોધ પ્રકરણમાં જેને “પૂજા દેવદ્રવ્ય' તરીકે વર્ણવેલ છે, તે ભાડા આદિથી પ્રાપ્ત થયેલ દ્રવ્યસ્વરૂપ છે. અહીં સ્પષ્ટતા જરૂરી છે કે, ભાડા આદિની આવક માટે જે ઉપાયો ઊભા કર્યા હોય, તે ઉપાયો વર્તમાનમાં પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાંથી ઊભા કરાયેલા ન હોવા જોઈએ. જો પ્રસિદ્ધ દેવદ્રવ્યમાંથી ઉપાયો ઊભા કરેલા હોય તો તેના ભાડા વગેરે દ્વારા પ્રાપ્ત રકમ પ્રસિદ્ધ દેવદ્રવ્યની હોવાથી તેને તેમાં જ જમા કરવી પડે, પરંતુ તેનો ઉપયોગ પ્રભુ પૂજામાં થઈ શકે નહીં. એટલે તેને પૂજા દેવદ્રવ્યમાં લઈ જવાશે નહીં.
(૩) ઘણે સ્થળે દહેરાસરમાં પ્રભુ સમક્ષ નહીં, પરંતુ પ્રભુની દૃષ્ટિ
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૨: દેવદ્રવ્યના વિવિધ પ્રકારો ન પડે એ રીતે સંઘની પેઢીમાં કે તેની બહાર યોગ્ય સ્થળે કેસરપૂજાદિ માટેની રકમ પ્રાપ્ત કરવા માટે દાનપેટી (ભંડાર) મૂકવામાં આવે છે. તે ભંડારની આવક પણ “પૂજા દ્રવ્ય તરીકે ગણાય છે. તેમાંથી પ્રભુપૂજા માટે કેસર-સુખડ આદિ પૂજાની સામગ્રી લાવી શકાય છે.
અહીં યાદ રાખવું કે, દહેરાસરમાં પ્રભુસમક્ષ જે ભંડાર મૂકેલો હોય છે, તે ભંડારમાં નાંખેલા પૈસા વગેરે પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્ય છે અને તેનો ઉપયોગ પૂર્વે જણાવેલા જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં જ થાય છે. પરંતુ પ્રભુની પૂજા આદિમાં થતો નથી.
આથી જ “કેસર-સુખડ આદિ માટેની રકમ પ્રાપ્ત કરવા અર્થે મૂકાતી દાનપેટીઓ શ્રીજિનેશ્વર પરમાત્માની સમક્ષ નહિ, પરંતુ તેમની દૃષ્ટિ ન પડે એ રીતે રાખવાનું સૂચન અને તેના ઉપર સ્પષ્ટ સૂચના લખવાની ભલામણ પણ ગીતાર્થ મહાપુરુષો કરતા હોય છે. જેથી બંને દ્રવ્યના ભિન્ન ઉપયોગ સ્પષ્ટ રહે.” વસ્તુસ્થિતિ આ મુજબ હોવાથી “ધાર્મિક વહીવટ વિચાર” (પ્રથમ આવૃત્તિ) પૃ.૪ ઉપર જણાવેલી...
“જિનેશ્વર દેવના દેહની પૂજા માટે મળતું જે દ્રવ્ય તે પૂજા દેવદ્રવ્ય કહેવાય છે. પરમાત્માની સામે જે ભંડાર રખાય છે, તેમાં આ હેતુથી ભક્તજનો પૈસા નાંખતા હોય છે.”
– આ વાત તદ્દન અસત્ય છે. કારણ કે, તે પ્રભુસમક્ષ મૂકાયેલા ભંડારમાં પૈસા નાંખનારનો આશય “એ પૈસાથી પ્રભુની પૂજા (અંગપૂજા) થાય” તેવો હોતો નથી. (૪) ભંડારની રકમ ગુમ થઈ ગઈ છે -
(અ) અહીં અગત્યની એક વાત ઉલ્લેખનીય છે કે, “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની પ્રથમ આવૃત્તિના પૃ. ૪ ઉપર “પ્રભુસમક્ષ મૂકાયેલા ભંડારના પૈસાને પૂજાદેવદ્રવ્યમાં ગણવાનું પ્રતિપાદન થયું હતું.” પરંતુ તે
Page #89
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પુસ્તકની પછીની આવૃત્તિઓમાં ભંડારની આવક અંગે મૌન સેવવામાં આવ્યું છે. ત્રીજી આવૃત્તિના મૃ. ૧૪, ૧૫૭, ૧૫૯, ૧૬ર ઉપર “પૂજા દેવદ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે પ્રથમ આવૃત્તિની વાતને કેન્સલ કરવામાં આવી છે. આવું શા માટે કરવામાં આવ્યું? તેનો કોઈ ખુલાસો તે પુસ્તકમાં કરવામાં આવ્યો નથી.
(બ) જુલાઈ-૨૦૧૩, ના મુક્તિદૂતમાં (ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરિજી મ. આદિ ચાર લેખકશ્રીઓ દ્વારા) ધાર્મિક દ્રવ્યના વહીવટ અંગે આવક-જાવકના જે કોઠા બતાવ્યા છે, તેમાં દેવદ્રવ્યના ત્રણ પ્રકારમાં ક્યાંયે પ્રભુસમક્ષ મૂકાયેલા ભંડારની આવક અંગે ઉલ્લેખ કરાયો નથી.
(ક) ચાર લેખકશ્રીઓ દ્વારા લિખિત “ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય” પુસ્તકમાં પણ ભંડારની આવક અંગે મૌન સેવવામાં આવ્યું છે.
(ડ) ““શ્રીગોવાલીયા ટેક જૈન સંઘ આયોજિત – પં.શ્રીમેઘદર્શન વિ.મ. પ્રેરિત ‘મુંબઈના બધા સંઘોના મોવડીઓનું મિલન', (તા. ૨૮૯-૨૦૧૪)” - આ મિલનમાં વહેંચાયેલા પેમ્પલેટમાં પણ ભંડારની આવક અંગે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.
(ઈ) આ રીતે તે વર્ગ દ્વારા વિ.સં. ૨૦૪૪ પછી પ્રકાશિત તમામ સાહિત્યમાં ભંડારની આવકને ગુમ કરી દેવામાં આવી છે, આવું કેમ? તેનો ખુલાસો તે વર્ગે કરવો જોઈએ.
આવું શા માટે? – જિજ્ઞાસુઓને સ્ટેજે પ્રશ્ન થાય કે, આવું તે લોકોએ શા માટે કર્યું હશે ? તેના કારણો તે લોકોએ જણાવ્યા નથી. એ સ્પષ્ટ જણાવે તો તેઓની વિચારધારા-માન્યતાની શાસ્ત્રનિરપેક્ષતા ખુલ્લી પડી જાય તેમ છે. તેવું કરવામાં નીચેના કારણો સ્પષ્ટપણે પ્રતીત થાય છે. () એક તરફ તેઓનો આગ્રહ છે કે દેવદ્રવ્યના તમામ પ્રકારોને
સંબોધ પ્રકરણમાં નિર્દિષ્ટ ત્રણ પ્રકારમાં સમાવવા અને બીજી
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
(ii)
(iii)
૩૫
તરફ એ ત્રણ પ્રકારની વ્યાખ્યા તે ગ્રંથમાં જે રીતે કરી છે, તેમાં કોઈપણ પ્રકારના દેવદ્રવ્યમાં ભંડારની રકમનો સમાવેશ કરી શકાતો નથી અને એમ કરવા જાય તો સીધો વિરોધ આવે છે. બોલીની રકમને તર્કો (કુતર્કો !)ના બળે યેન કેન પ્રકારે કલ્પિત દેવદ્રવ્યમાં સમાવવાનું જે ષમંત્ર રચ્યું, તેવું ષડ્યત્ર ભંડારની આવક માટે રચી શકાય તેમ નથી. (જો કે, બોલીની રકમને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવી એ શાસ્ત્ર + પરંપરાથી વિરુદ્ધ હોવાથી તે તેમનું દુઃસાહસ છે. જે આગળ જણાવવામાં આવશે.)
૨૦૪૪ સુધી તે વર્ગે ભંડારની આવકને જીર્ણોદ્વારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય સ્વરૂપ માની છે – પ્રરૂપી છે - લખી છે અને એમના એ સંસ્કારો એના વિષયમાં કુતર્કો કરવાની ના પાડતા હોય તેમ પણ હોઈ શકે છે. મુનિશ્રી હેમરત્ન વિ. મહારાજે (પછીથી આચાર્ય) પોતાના ‘ચાલો ! જિનાલયે જઈએ' પુસ્તકમાં ભંડારની આવકને શુદ્ધદેવદ્રવ્યમાં જ ગણી છે. (જુઓ પરિશિષ્ટ-૮માં)
(iv) તે વર્ગમાં ભંડારની આવક-જાવકના વિષયમાં મતભેદો પણ હોઈ શકે છે. તેથી જ ધા.વ.વિ.”ના લેખકશ્રીએ પ્રથમ આવૃત્તિ પછીની આવૃત્તિઓમાં એ વાતને છોડી દીધી છે.
(v) જો ‘‘ભંડારની આવકને જીર્ણોદ્વારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય’ તરીકે જણાવે - લખે, તો ‘‘તમામ દેવદ્રવ્યના પ્રકારોનો સમાવેશ ત્રણ પ્રકારમાં જ થાય” આવી તેમની માન્યતા સ્વયમેવ તૂટી પડે છે. કારણ કે, ત્રણ ઉપરાંતનો પ્રકાર તેઓ પોતે જ જણાવે છે.
— આથી તે વર્ગે ભંડારની આવક-જાવક અંગે ખુલાસો કરવો જોઈએ. તદુપરાંત, પદાર્થના નિરૂપણ વખતે કંઈક છૂપાવાનું કે કંઈક ભળતું જ વર્ણન ક૨વાનું કામ ભવભીરૂ-સંવિગ્ન ગીતાર્થો કોઈ દિવસે કરે કે નહીં ? તે વાચકો સ્વયં વિચારે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૫) વર્તમાનમાં “શ્રીજિનભક્તિ સાધારણ” તરીકે જે દ્રવ્ય પ્રસિદ્ધ છે, એ દ્રવ્ય શાસ્ત્રદષ્ટિએ પૂજા દેવદ્રવ્ય છે.
(૬) વર્ષ દરમ્યાન વપરાતી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી વગેરે માટે (અષ્ટપ્રકારી પૂજા કરવા માટેના નહિ પરંતુ તેમાં ઉપયોગી સામગ્રી ઉપલબ્ધ કરવા માટે) જે ચઢાવા બોલાય છે, તેમજ તે અંગે જે ભેટ તરીકે અપાય છે, તેનાથી પ્રાપ્ત થયેલી જે રકમ છે તે પૂજા દેવદ્રવ્ય” છે. અહીં યાદ રાખવું કે, પ્રથમ-દ્વિતીય અષ્ટપ્રકારી પૂજા કરવા માટે જે બોલી બોલાય છે, તે બોલીની રકમ તો શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્યમાં ગણાય છે - લેવાય છે.
(૭) ચૈત્યપરિપાટી કે પૂજા વગેરેના પ્રસંગે અથવા ઉદ્યાપનાદિના દર્શનસંબંધી ઉપકરણો દ્વારા પ્રાપ્ત થયેલી રકમ પણ પૂજા દેવદ્રવ્ય' છે.
(૮) વર્તમાનમાં કેટલાક સ્થળે “દેવકું સાધારણ” નામના ખાતામાંથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. તે વેચાણથી પ્રાપ્ત થયેલી નફાની રકમ પણ “પૂજા દેવદ્રવ્ય” છે.
અહીં ખાસ યાદ રાખવું કે, જે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી વેચવા માટે લાવ્યા હોય, તે વર્તમાનમાં પ્રસિદ્ધ દેવદ્રવ્યમાંથી લવાયેલી ન હોવી જોઈએ અને કદાચ ભૂલથી લવાઈ હોય તો તેના વેચાણથી પ્રાપ્ત થતો નફો શુદ્ધ દેવદ્રવ્ય ગણાય અને મૂળરકમ + નફો બંને શુદ્ધ દેવદ્રવ્યમાં જમા કરવો જોઈએ. તેમાંથી ફરી પૂજાની સામગ્રી લાવવામાં ઉપયોગ કરાય નહીં. નિર્માલ્ય દેવદ્રવ્યઃ
પ્રભુજીની આગળ ચઢાવેલાં અક્ષત-ફળ-નૈવેદ્ય અને વસ્ત્રાદિના વેચાણથી પ્રાપ્ત થયેલી રકમને “નિર્માલ્ય દેવદ્રવ્ય' કહેવાય છે.
- તેમ જ પ્રભુની પૂજા વગેરેમાં વપરાયેલા વરખ આદિના ઉતારના વેચાણમાંથી પ્રાપ્ત થયેલી રકમ પણ નિર્માલ્ય દેવદ્રવ્ય' કહેવાય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૩૭
– આમાં અક્ષતાદિ અવિગન્ધી (જે ખરાબ ન થાય તેવા) દ્રવ્યો છે અને વરખ વગેરે વિગન્ધી (ખરાબ થાય તેવા) દ્રવ્યો છે.
‘નિર્માલ્ય દેવદ્રવ્ય'ની રકમમાંથી શ્રીજિનાલયનો જીર્ણોદ્વાર વગેરે અને પ્રભુજીના મુકુટ વગેરે અલંકારો કરાવી શકાય છે. પરંતુ શ્રી જિનપૂજા (અષ્ટપ્રકારી વગેરે પૂજા) માટે આ નિર્માલ્ય દ્રવ્યનો ઉપયોગ ન
થાય.
-
– અહીં એ વાત પણ ફલિત થાય છે કે,
(૧) પ્રભુજીની આગળ ચઢાવેલાં અક્ષત-ફળ-નૈવેદ્યાદિ નિર્માલ્ય દ્રવ્યોને યોગ્ય કિંમતે વેચવા જોઈએ અને વેચવાથી પ્રાપ્ત થયેલી રકમને ‘નિર્માલ્ય દેવદ્રવ્ય' તરીકે ગણવી જોઈએ અને તેનો ઉપયોગ શ્રીજિનાલયનો જીર્ણોદ્ધાર અને પ્રભુજીના મુકુટ વગેરે અલંકારો બનાવવામાં કરવો જોઈએ.
(૨) અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યો પૂજારીને કે ગરીબોને આપી ન દેવાય. કારણ કે, તે દ્રવ્ય જીર્ણોદ્વારાદિમાં જવા યોગ્ય દેવદ્રવ્ય છે.
(૩) અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યોને યોગ્ય કિંમતે વેચવા જ જોઈએ અને તે પણ શ્રાવકને નહીં પણ જૈનેતરને વેચવા જોઈએ. શ્રાવકથી તે દ્રવ્યો વેચાતા લઈને ફરીથી પ્રભુને ચઢાવી શકાય નહીં. ખાવાનો તો વિચાર માત્ર પણ ન થાય.
(૪) હાલ ઘણા સ્થળે અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યોને વેચીને તેની રકમ ઊભી કરવાના સંયોગો ન દેખાય, ત્યાં તે દ્રવ્યો પૂજારી કે ગરીબ વગેરેને અપાતા હોય છે. પરંતુ તે દ્રવ્યોની યોગ્ય કિંમત જીર્ણોદ્વારાદિમાં ઉપયોગ આવનારા શુદ્ધ દેવદ્રવ્યમાં જમા થાય છે અને પૂ.ગીતાર્થ આચાર્ય ભગવંતો શ્રાવકોને અને સંઘોને પણ એવું માર્ગદર્શન આપતા હોય છે.
(૫) કોઈ સ્થળે નિર્માલ્ય દ્રવ્યોને વેચવાની પ્રવૃત્તિ થતી ન હોય અને
Page #93
--------------------------------------------------------------------------
________________
૩૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પૂજારી વગેરેને અપાતી હોય, એટલા માત્રથી એ માર્ગ બની જતો નથી. એ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને અટકાવવી જ જોઈએ અને તે તે સંઘો કે ગૃહમંદિરના માલિક શ્રાવકોને શાસ્ત્રનિર્દિષ્ટ માર્ગથી જ્ઞાત કરવા જોઈએ. શાસ્ત્રો ફરમાવે છે કે, સંવિગ્ન-ભવભીરૂ-ગીતાર્થ મહાપુરુષો દ્વારા આચરિત અને અશઠ મધ્યસ્થ ગીતાર્થ દ્વારા
અનિષિદ્ધ સુવિહિત પરંપરા જ માર્ગ બની શકે છે. બીજી નહીં. ૦ કલ્પિત દેવદ્રવ્યઃ
કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા પૂર્વે જણાવી જ છે. આ પ્રકારના દેવદ્રવ્યમાં કયા દ્રવ્યનો સમાવેશ થાય, એ અંગે વિ.સં. ૨૦૪૪'ની સાલ સુધી કોઈ વિવાદ જ નહોતો. પૂર્વે જણાવેલી વ્યાખ્યા મુજબ ધનવાન શ્રાવકોએ કે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવનાર શ્રાવકોએ જિનમંદિરના તમામ પ્રકારના નિર્વાહ માટે કલ્પલા કોષ (સ્થાયી ફંડ)ને કલ્પિત દેવદ્રવ્ય તરીકે જણાવેલ છે. તેમાં કોઈ વિવાદ જ નહોતો અને એ કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીના પગારથી માંડીને જિનાલયના તમામ કાર્યો પાર પાડી શકાય છે.
– આ વિષયમાં વિવાદ શરૂ થયો ૨૦૪૪'ના સંમેલનના ઠરાવોથી. સ્વપ્ન આદિની બોલીની રકમ જે વિ.સં. ૨૦૪૪ના સંમેલન સુધી શુદ્ધદેવદ્રવ્યમાં ગણાતી હતી-જતી હતી અને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં થતો હતો, તેને બદલીને ૨૦૪૪'ના સંમેલને સ્વપ્ન આદિની બોલીની રકમને કલ્પિત દેવદ્રવ્ય તરીકે ઠરાવીને તેનો ઉપયોગ જિનાલયના તમામ કાર્યો માટે કરવાનું જણાવ્યું - ત્યારે વિવાદની શરૂઆત થઈ હતી.
– સ્વપ્ન-અંજનશલાકા-આરતી-મંગલદીવો વગેરેની બોલીની આવક શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ શુદ્ધદેવદ્રવ્યમાં જ જાય છે.
– પ્રભુભક્તિ નિમિત્તે બોલાતી કોઈપણ બોલીની રકમનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં ક્યારેય ન થાય.
– અહીં ઉલ્લેખનીય છે કે,
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૨ દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૩૯ (૧) ૨૦૪૪' ના સંમેલનના ઠરાવ-૧૩માં કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા ખોટી કરવામાં આવી છે – શાસ્ત્રવિરુદ્ધ કરવામાં આવી છે અને
(૨) એ ખોટી વાતને સિદ્ધ કરવા માટે “ધાર્મિક વહીવટ વિચાર આદિ પુસ્તકોમાં ખોટા કુતર્કો કરવામાં આવ્યા છે.
(૩) ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં સંમેલને કરેલી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યાની સિદ્ધિ માટે (i) પરસ્પર વિરુદ્ધ વિધાનો કરાયા છે, (i) મહાપુરુષોને ખોટી રીતે એમાં સામેલ કરવામાં આવ્યા છે, (i) એક જ પુસ્તકમાં અનેક સ્થળે ઈરાદાપૂર્વક કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યાઓ બદલાયેલી છે, (iv) ખોટા સંદર્ભો અપાયા છે, (V) બોલીઓ કે જે શાસ્ત્રીય છે, તેમ છતાં તેને યેન કેન પ્રકારે અશાસ્ત્રીય – અવિહિત પરંપરા તરીકે ઠરાવવાના પ્રયત્નો કરાયા છે અને એ માટે અપ્રામાણિક લોકોના સંદર્ભો ટાંકવામાં લેશમાત્ર ખચકાટ અનુભવ્યો નથી, (vi) અનેક કુતર્કો કરીને વિષયને ગુંચવી નાંખવામાં આવ્યો છે, (vii) કલ્પિત દેવદ્રવ્યનું ખોટું સ્વરૂપ વર્ણવીને અને અસંબદ્ધ સંદર્ભે ટાંકીને સુવિહિત પરંપરાને ખોટી ઠેરવવાનો અને કયાંક ૧૯૯૦ના સંમેલન કરતાં અમે શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવી છે એવો ફાંકો મારવામાં આવ્યો છે અને ૧૯૯૦ના સંમેલનના પૂજ્યો ગીતાર્થ નહોતા એવું આડકતરી રીતે ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે.
– સંક્ષેપમાં કલ્પિત દેવદ્રવ્યના સ્વરૂપ અને સદુપયોગના વિષયમાં ખૂબ કુતર્કો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરાયો છે અને વિધાનોની ઉલટા-સુલટી-ભેળસેળ કરવાની રમતો રમાઈ છે અને એમ કરવા છતાં પોતાના અભિમત મતની તેઓ સિદ્ધિ કરી શક્યા નથી.
અહીં આપણે એમના કુતર્કો – વિરોધાભાસોને ક્રમશઃ જોઈશું. વિષય વિસ્તૃત હોવાથી એનું એક સ્વતંત્ર પ્રકરણ આગળ આપીશું. (જુઓ પ્રકરણ-૭)
Page #95
--------------------------------------------------------------------------
________________
૪૦
દેવદ્રવ્યના અન્ય પ્રકારો વિશે ઃ
-
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(૧) શ્રાદ્ધવિધિ ગ્રંથમાં દેવદ્રવ્યના પૂજા અને નિર્માલ્ય એમ બે પ્રકાર
દર્શાવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, અલગ-અલગ ગ્રંથકારોએ ભિન્ન-ભિન્ન વિવક્ષાથી દેવદ્રવ્યના એક, બે, ત્રણ અને તેનાથી પણ અધિક પ્રકારો વર્ણવ્યા છે. તે સર્વેને સૂક્ષ્મદષ્ટિએ વિચારીને તે વિભિન્ન પ્રકારના દેવદ્રવ્યનું સર્જન અને તેનો સદુપયોગ શાસ્રષ્ટિએ નક્કી કરવાનો હોય છે. વળી, દેવદ્રવ્યના ત્રણ પ્રકાર સંબોધ પ્રકરણકારે એક ચોક્કસ વિવક્ષાને (અપેક્ષાને) ધ્યાનમાં રાખીને બતાવ્યા છે. તે ત્રણ પ્રકારમાં દેવદ્રવ્યના તમામ પ્રકારોને સમાવવાનું ગ્રંથકારે ક્યાંયે કહ્યું નથી, લખ્યું નથી. જો અર્થાપત્તિથી પણ તેવું અર્થઘટન કરીશું, તો શ્રાદ્ધવિધિમાં તો દેવદ્રવ્યના બે જ પ્રકાર બતાવ્યા છે અને દ્રવ્યસઋતિકાની અવસૂરિમાં ત્રણથી અધિક પ્રકારો દેવદ્રવ્યના બતાવ્યા છે, તેની સાથે સંગતિ થઈ શકશે નહીં અને ગ્રંથકારો અન્ય ગ્રંથ સાથે વિરોધ આવે એવું લખે નહીં - જણાવે નહીં. આથી અલગઅલગ ગ્રંથોમાં દેવદ્રવ્યના પ્રકારોની સંખ્યામાં જે તફાવત જોવા મળે છે, તેમાં ગ્રંથકારોની વિવક્ષા જ પ્રધાન છે, એમ જાણવું અને એ ત્રણ પ્રકારમાં દેવદ્રવ્યના તમામ પ્રકારોને સમાવવાનો આગ્રહ (કદાગ્રહ) શાસ્ત્રીય નથી, એ પણ જાણવું.
(૨) દ્રવ્યસપ્તતિકા ગ્રંથની પૂ. વિદ્યાવિજય મ.સા. રચિત અવસૂરિમાં દેવદ્રવ્યના બીજા પણ પ્રકાર દર્શાવ્યા છે. તે નીચે મુજબ છે –
“xxxx निश्रीकृतत्वं - ढौकनेन विशिष्टनिर्णयात्मकसंकल्पनेन मनसा वाचा कर्मणा वा त्रयेण वा प्रदानस्य स्वीकारेण वह्यादौ लिखनेन लिखापनेन उत्सर्पणादिद्वाराप्राप्त श्रीसंघादेशेन, शास्त्राज्ञासिद्धादिप्रकारेण, संबोध - प्रकरणादिग्रन्थनिर्दिष्टैः आचरितकल्पितनिर्माल्यादिप्रकारैश्च संभाव्यते । विशेषार्थिभिर्विशिष्टश्रुतवन्निश्रयोहनीयमेतत् तत्त्वम् ।"
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
-
૪૧
અર્થ:- દેવાદિના દ્રવ્ય તરીકે નક્કી કરેલા ધન-ધાન્યાદિ ઉપર પોતાના સંબંધ (અધિકાર)નો ત્યાગ કરવાપૂર્વક પરના સંબંધનું = દેવાદિના સંબંધનું નક્કી આપાદન કરવું, તેને નિશ્રા કહેવાય છે. આ નિશ્રાકૃત દ્રવ્ય, કેટલી રીતે હોઈ શકે તે જણાવતાં કહે છે કે, - દેવાદિની આગળ ધરવા વડે, વિશિષ્ટ નિર્ણયાત્મક સંકલ્પ વડે, મનથી કે વચનથી કે કાયાથી અથવા ત્રણેયથી પ્રદાનનો (દાન આપવાનો) સ્વીકાર (પોતે સ્વીકાર) કરવા વડે, વહિ-ચોપડા વગેરેમાં લખવા-લખાવવા વડે, ઉછામણી આદિ દ્વારા (ઉછામણી બોલવાથી) શ્રીસંઘે આપેલા આદેશથી, શાસ્ત્રાજ્ઞાસિદ્ધ વગેરે પ્રકા૨ વડે, સંબોધ પ્રકરણ ગ્રંથમાં નિર્દિષ્ટ એવા આદાન-કલ્પિત-નિર્માલ્ય આદિ પ્રકારોથી સંભવે છે. આ વિષયમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળા વ્યક્તિઓ વડે વિશિષ્ટ શ્રુતવાન મહાપુરુષોની નિશ્રાથી આ તત્ત્વ વિચારવા યોગ્ય છે.
ટિપ્પણી : (૧) પૂર્વોક્ત અવસૂરિના પાઠમાં દેવદ્રવ્યના વિવિધ ભેદો વર્ણવ્યા છે. એ સર્વે ભેદોનું સ્વરૂપ સમજીને દેવદ્રવ્યના વિષયમાં જુદા-જુદા ભેદ પાડવા જરૂરી છે. તો જ ‘દેવદ્રવ્ય’ના સ્વરૂપ-પ્રકાર અને તેના સદુપયોગના વિષયમાં સ્પષ્ટીકરણ થઈ શકે છે.
(૨) પૂર્વોક્ત દેવદ્રવ્યના ભેદોનું સ્પષ્ટીકરણ :
:
(૧) દેવ આગળ ધરેલું ઃ- દેવની સમક્ષ ધરવામાં આવતા અક્ષતફળ-નૈવેદ્ય આદિ દ્રવ્યો દેવદ્રવ્ય બને છે. આ ભેદનું પૂર્વે અલગ વિવક્ષાથી નિરૂપણ આવી ગયેલ છે.
(૨) સંકલ્પ વડે :- “હું અમુક રકમ દેવકાર્યમાં વાપરીશ” આવા વિશિષ્ટ નિર્ણય સ્વરૂપ સંકલ્પ કરવામાં આવે, ત્યારે તે સંકલ્પિતઅવધારેલી રકમ દેવદ્રવ્ય બને છે. જેમ કે, “આવતા પર્યુષણામાં હું ૫૦,૦૦૦ રૂ।. મહાપૂજામાં વાપરીશ” - આવા પ્રકારના સંકલ્પપૂર્વક તે ૨કમ પોતાની પાસે અલગ રાખવામાં આવે કે સંઘને આપવામાં આવે,
Page #97
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૪૨
ત્યારે તે રકમ પણ દેવદ્રવ્ય બને છે.
અહીં યાદ રાખવું કે, આ સંકલ્પિત ૨કમ સ્વદ્રવ્ય હોવા છતાં દેવવિષયક સંકલ્પ કરવાના કારણે દેવદ્રવ્ય બને છે. એ રકમથી મહાપૂજા કરે, ત્યારે મહાપૂજા શ્રાવકે સ્વદ્રવ્યથી કરી એમ કહેવાય, પરંતુ દેવદ્રવ્યથી કરાવી એમ ન કહેવાય. છતાં પણ દેવસંબંધી મહાપૂજાના કાર્યના દેઢનિશ્ચય પૂર્વકના સંકલ્પથી એ રકમ અલગ રખાઈ હોવાથી કે સંઘને અપાઈ હોવાથી તે રકમને ‘દેવદ્રવ્ય’ એવી સંજ્ઞા લાગું પડે છે. છતાં પણ તે શ્રાવકનું સ્વદ્રવ્ય છે - એ સમજી શકાય છે. આથી ઉપદેશપદ આદિ ગ્રંથોના “મતિ ત્તિ વેવદ્રવ્યે' વાળા પાઠોને આગળ કરીને અમુક વર્ગ દ્વારા જે અપપ્રચાર ચાલે છે, તે તદ્દન અસત્ય છે - બિનપાયેદાર છે એમ સમજવું. ઉપદેશપદ આદિ ગ્રંથોના પાઠોના અર્થઘટનમાં ગરબડ કરીને જે કુપ્રચાર ચાલે છે, તેની વિચારણા આગળ એક સ્વતંત્ર પ્રકરણ નં.-૫માં કરવાની જ છે.
(૩) મન-વચન-કાયાથી દેવસંબંધી કાર્યમાં દાન આપવાનો સ્વીકાર કરવાથી જેટલી રકમનો શ્રાવકે સ્વીકાર કર્યો હોય, તે નિર્ધારિત ૨કમ દેવદ્રવ્ય બને છે. (આ પણ શ્રાવકનું સ્વદ્રવ્ય જ છે.)
(૪) ચોપડા વગેરેમાં “અમુક રકમ હું દેવસંબંધી કાર્યમાં આપીશ” એવું લખવા કે લખાવવાથી તે નિર્ધારિત રકમ દેવદ્રવ્ય બને છે. (આ પણ શ્રાવકનું સ્વદ્રવ્ય છે.)
(૫) ઉછામણી બોલીને શ્રીસંઘને અર્પણ કરેલ દ્રવ્ય :- દેવની ભક્તિસ્વરૂપે સ્વપ્ન-પારણા વગેરેની ઉછામણી બોલીને જે રકમ સંઘને અર્પણ-સમર્પિત કરી હોય, તે રકમ દેવદ્રવ્ય બને છે. એટલે દેવને ઉદ્દેશીને તેની ભક્તિ સ્વરૂપે બોલાતી કોઈપણ પ્રકારની ઉછામણીની રકમ દેવદ્રવ્ય ગણાય છે.
(૬) આદાન-કલ્પિત-નિર્માલ્ય આદિ :- આદાનાદિ દેવદ્રવ્યના પ્રકારોનું સ્વરૂપ આગળ જણાવેલ જ છે. અહીં નોંધવું જરૂરી છે કે,
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૪૩
અવસૂરિકારે અહીં મૂકેલું ‘આદિ’ પદ ખૂબ સૂચક છે. તે સૂચવે છે કે, દેવદ્રવ્યના માત્ર ત્રણ ભેદ જ નથી. પણ બીજા પણ ઘણા ભેદો છે જ. તે વર્ગે જવાબ આપવો જોઈએ કે, ત્યાં જણાવેલ ‘આદિ’ પદથી તેઓ શું ગ્રહણ કરવા માંગે છે ?
ખાસ નોંધનીય બાબતો :
(A) દ્રવ્યસપ્તતિકાની અવસૂરિના પૂર્વોક્ત પાઠમાં ઉછામણી દ્વારા શ્રીસંઘને અર્પણ કરેલી રકમ સ્વરૂપ દેવદ્રવ્ય અને કલ્પિત દેવદ્રવ્ય અલગ જણાવેલ છે, તે એકદમ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. આથી ઉછામણીની આવક કલ્પિતદેવદ્રવ્યમાં ગણી શકાય જ નહીં. એટલા માટે ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના લેખકશ્રીની માન્યતા તદ્દન શાસ્ત્રવિરુદ્ધ છે તથા પૂર્વકાલીન પૂ. મહાપુરુષોની પરંપરાથી પણ વિરુદ્ધ છે.
આ અવસૂરિનો પાઠ અને પરિશિષ્ટ-૨માં સંકલિત કરેલા પૂ. આ.ભગવંતોના પત્રો જોવાથી ખ્યાલ આવી જશે કે, “ધાર્મિક વહીવટ વિચાર”માં કલ્પિતદેવદ્રવ્ય માટે કરાયેલા તમામ વિધાન ભૂલભરેલા છે. આની વિશેષ ચર્ચા પ્રકરણ-૭માં કરીશું.
(A/1) “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકનો પ્રચાર કરનારા વગે જવાબ આપવો જોઈએ કે, તમે પૂર્વનિર્દિષ્ટ દેવદ્રવ્યના તમામ પ્રકારનો સમાવેશ સંબોધ પ્રકરણમાં નિર્દિષ્ટ દેવદ્રવ્યના ત્રણ ભેદોમાં કઈ રીતે કરશો ? એમાં તમારી પાસે કયા શાસ્ત્રનો આધાર છે ?
(B) સંકલ્પિત અને સમર્પિત દ્રવ્યનો ભેદ :
બીજી મહત્વની વાત એ નોંધવાની છે કે, પૂર્વના અવસૂરિના પાઠમાં દૃઢ નિશ્ચય પૂર્વકના સંકલ્પથી અલગ કાઢેલા કે શ્રીસંઘને આપેલા પૈસાને ‘દેવદ્રવ્ય’ સંજ્ઞા લાગવા છતાં તે શ્રાવકનું સ્વદ્રવ્ય છે અને એ પૈસાથી (સંકલ્પ અનુસારે) પ્રભુપૂજા, મહાપૂજા, સ્નાત્રાદિ કોઈપણ અનુષ્ઠાન થઈ શકે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
४४
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જ્યારે પ્રભુની ભક્તિ સ્વરૂપે ઉછામણી દ્વારા શ્રીસંઘને અર્પણ-સમર્પિત કરેલું દ્રવ્ય એ શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્ય છે. જેનાથી શ્રાવક પ્રભુપૂજા આદિ ન કરી શકે. કારણ કે, એ અર્પણ કરેલું દ્રવ્ય છે, તે દેવદ્રવ્યનો ઉપયોગ દ્રવ્યસપ્તતિકાદિ ગ્રંથો અને પરંપરા આધારે જીર્ણોદ્ધાર-નવ્યચૈત્યના નિર્માણ આદિમાં જ કરી શકાય છે. અહીં “આદિ પદથી પ્રકરણ-૧માં સદુપયોગ વિભાગમાં જણાવેલા પ્રભુના આભૂષણો બનાવવા વગેરે જ લઈ શકાય.
આવો ભેદ કોના આધારે? પ્રશ્ન:- આવો ભેદ તમે કોના આધારે પાડો છો?
ઉત્તરઃ- દ્રવ્યસપ્તતિકા ગ્રંથની અવચૂરિમાં પાડેલા વિભાગો અને સુવિહિત પરંપરા અનુસાર તથા સયુક્તિના બળે એ ભેદો પડેલા જ છે. અમે તો માત્ર એને તમારી આગળ રજૂ કર્યા છે. એ પ્રકારોને શાસ્ત્ર અને પરંપરાનું પીઠબળ હોવાથી પ્રામાણિક જ છે. હવે એ અંગે કેટલીક વિચારણા કરીશું. (૧) અવચૂરિકારે વિવિધ ભેદો પાડીને દેવદ્રવ્યનું વિભાગીકરણ કરી
આપ્યું છે. (૨) વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪માં થયેલા શ્રમણ
સંમેલનોના ઠરાવો ઉપર દષ્ટિપાત કરતાં પણ એ વિભાગીકરણને
પુષ્ટિ મળે છે. (૩) “વિશ્વમંગલ પ્રકાશન મંદિર-પાટણ દ્વારા પ્રકાશિત “સ્વપ્નદ્રવ્ય
દેવદ્રવ્ય જ છે” પુસ્તકમાં સંગૃહિત થયેલા પત્રો પણ પૂર્વનિર્દિષ્ટ વિભાગીકરણનું સમર્થન કરે છે. એમાંના અમુક પત્રો પરિશિષ્ટરમાં આપેલા છે. અહીં યાદ રાખવું કે, એ પત્રો જે પૂ.આચાર્ય ભગવંતો દ્વારા લખાયેલા છે, તે પૂજ્ય વડીલો વર્તમાન સાધુઓના વડીલો જ છે. તેમાં પ્રાયઃ દરેક સમુદાયના પૂ. આ.ભગવંતોના પત્રો છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૨: દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૪૫ (૪) વિ.સં. ૨૦૪૪ પૂર્વે સમસ્ત શ્રીસંઘમાં પૂર્વનિર્દિષ્ટ ભેદોને આધારે
જ વહીવટ થતો હતો. બોલીની રકમ જીર્ણોદ્ધારાદિ કાર્ય માટેના દેવદ્રવ્યમાં જતી હતી અને દહેરાસરની પૂજાની સામગ્રી લાવવા વગેરેના વહીવટ માટે પર્યુષણા વગેરેમાં કરાતી ટીપોમાં શ્રાવકો પોતાની રકમ આપતા હતા. આ પણ અર્પણ-સમર્પણ અને સંકલ્પનો ભેદ સ્પષ્ટ કરે છે. પૂ.તપસ્વી શ્રીધર્મસાગરજી ગણિવર દ્વારા લિખિત “ધર્મદ્રવ્યવ્યવસ્થા' પુસ્તકમાં (પ્રકાશન વર્ષ - વિ.સં. ૨૦૨૨માં) પણ આ જ પ્રમાણે ભેદો જોવા મળે છે. એક સાદું ઉદાહરણ જોઈએ. પૂજાની સામગ્રી માટેના બટવામાં કે ડબીમાં મૂકેલા ચોખા સંકલ્પિત દેવદ્રવ્ય કહેવાય અને પ્રભુ સમક્ષ એ ચોખાનો સાથીયો કર્યા પછી એ ચોખા સમર્પિત-અર્પિત દેવદ્રવ્ય કહેવાય છે. આ બંને પ્રકારના અક્ષતનું ભક્ષણ શ્રાવક કરી શકે નહીં. આ વિષયમાં આ પ્રકારના ભેદ આપણે પાડતા આવ્યા છીએ અને તેથી આ પૂર્વનિર્દિષ્ટ ભેદ કાલ્પનિક નથી, પરંતુ વાસ્તવિક જ છે. શ્રાવક-શ્રાવિકાની ભક્તિ સંબંધી દ્રવ્યના વિષયમાં પણ બે ભેદ પડે છે. સાધર્મિક ભક્તિ કરી શકાય એ માટે અલગ રાખેલું દ્રવ્ય અને સાધર્મિકને ભક્તિથી અર્પિત કરાતું દ્રવ્ય - એ બેમાં તફાવત છે. અલગ રાખેલા દ્રવ્યથી સાધર્મિકની ભક્તિ થઈ શકે છે. પરંતુ સાધર્મિકને અર્પિત કરેલા દ્રવ્યને એની પાસેથી પાછું માંગીને પુનઃ તેમની ભક્તિ કરી શકાતી નથી.
આવો જ તફાવત દેવદ્રવ્યના વિષયમાં છે. દેવસંબંધી કાર્ય માટે અલગ રાખેલા દ્રવ્યથી દેવસંબંધી ભક્તિ થઈ શકે છે અને ઉછામણી દ્વારા કે પ્રભુસમક્ષ મૂકેલા ભંડારમાં દ્રવ્ય અર્પણ કર્યા પછી, તે દ્રવ્યથી પુનઃ પ્રભુની ભક્તિ થઈ શકતી નથી. આથી પૂર્વનિર્દિષ્ટ ભેદો તાત્ત્વિક છે. કાલ્પનિક નથી.
Page #101
--------------------------------------------------------------------------
________________
૪૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૭) અરે ! આ અમે એકલા જ નથી કહેતા. પરંતુ જ્ઞાનદ્રવ્યના
વિષયમાં ખુદ “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી પોતે જ (તૃતીય આવૃત્તિ) પૃ. ૨૪ ઉપર લખે છે કે,
“જ્ઞાનપૂજન, જ્ઞાન અંગેની ઉછામણીઓ-ક્યાંક ક્યાંક થતી જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા, કલ્પસૂત્ર વગેરે સૂત્રોની બોલી, પ્રતિક્રમણનાં સૂત્રોની બોલી, દીક્ષા કે પદ-પ્રદાન પ્રસંગે નવકારવાળી, પોથી અને સાપડાની ઉછામણી, જ્ઞાનખાતે મળતી ભેટ વગેરે જ્ઞાનદ્રવ્ય કહેવાય. આમાંથી આગમો, શાસ્ત્રો અને સાધુ-સાધ્વીજીના અધ્યયન માટેના ગ્રન્થાદિ તમામ લખાવી-છપાવી શકાય, સાધુ-સાધ્વીજીને ભણાવતા અર્જુન પંડિતોને પગાર કે પુરસ્કાર વગેરે આપી શકાય, જ્ઞાનભંડારો બનાવી શકાય, જ્ઞાનમંદિર બનાવી શકાય. (જેમાં સાધુ-સાધ્વીજીઓ સંથારો કે ગોચરી, પાણી વગેરે ન કરી શકે.)
જ્ઞાનખાતે (અર્થાત પાઠશાળા વગેરે ખાતે) મળેલી ભેટરૂપ રકમમાંથી જૈન પંડિતને પણ પગાર-પુરસ્કાર આપી શકાય. (જ્ઞાનખાતે કોઈ દાતા એવા આશયથી દાન આપે કે, મારી આ રકમનો ચતુર્વિધ સંઘમાં સમ્યજ્ઞાનના પ્રસાર માટે-ઉપયોગ કરવા માટે હું ભેટ આપું છું,” આવા સ્થળે આની સ્પષ્ટતા કરવી.)”
– “ધાર્મિક વહીવટ વિચાર”ના પૂર્વોક્ત લખાણમાં સ્પષ્ટ રીતે બે ભેદ જોવા મળે છે. જ્ઞાનપૂજન-જ્ઞાન અંગેની ઉછામણી - ગ્રંથની અષ્ટપ્રકારી પૂજા વગેરેની ઉછામણી વગેરે વગેરે ઉછામણી દ્વારા પ્રાપ્ત જ્ઞાનદ્રવ્યને તેઓ શ્રીસંઘને સમર્પિત જ્ઞાનદ્રવ્યમાં મૂકે છે અને તેનો ઉપયોગ શાસ્ત્રાનુસારી પરંપરા મુજબ જણાવે છે. તથા જ્ઞાનખાતે ભેટરૂપે આવેલ રકમ અર્થાત જ્ઞાનખાતાની સંકલ્પિત રકમનો પણ શાસ્ત્રાનુસારી પરંપરા અનુસારે ઉપયોગ બતાવે છે. એટલે “શ્રાવકોને જ્ઞાન ભણવા કે તે સંબંધી પુસ્તકાદિ લાવવા અને ભણાવનાર પંડિતનો પગાર આપવા માટે અલગ કાઢેલું કે સંઘને અપાતું દ્રવ્ય, એ સંકલ્પિત જ્ઞાનદ્રવ્ય છે. (જને લેખકશ્રી પાઠશાળા ખાતામાં જણાવે છે.) અને જ્ઞાન પ્રત્યેની ભક્તિથી કરાતું જ્ઞાનનું પૂજન અને કલ્પસૂત્ર વગેરેની વિવિધ બોલી આદિ દ્વારા આવતું જ્ઞાનદ્રવ્ય, કે જે અર્પિત-સમર્પિત જ્ઞાનદ્રવ્ય છે. આ રીતે બેનો ભેદ તેમણે પણ પાડ્યો છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રકરણ - ૨ દેવદ્રવ્યના વિવિધ પ્રકારો ૦ આ તે કેવો ન્યાય??
– અહીં ઉલ્લેખનીય છે કે, દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં વર્ણવેલા ચૈત્યદ્રવ્ય (દેવદ્રવ્ય), ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય અને ધર્મદ્રવ્ય : આ પાંચે પ્રકારના દ્રવ્યોના વિષયમાં પૂર્વનિર્દિષ્ટ બે ભેદ પડે છે. આમ છતાં લેખકશ્રી જ્ઞાનદ્રવ્યમાં એ બે ભેદ સ્વીકારે છે અને દેવદ્રવ્ય તથા ગુરુદ્રવ્યના વિષયમાં એ બે ભેદ સ્વીકારવાની ધરાર ઉપેક્ષા કરે છે, તે કોના ઘરનો ન્યાય ? આમ તો તેઓશ્રીના પૂર્વે જણાવેલા પુસ્તકોના અંશો અને તેમના દ્વારા થયેલી (વિ.સં. ૨૦૪૪ ની સાલ પૂર્વેની) પ્રરૂપણાઓમાં દેવદ્રવ્યગુરુદ્રવ્યના વિષયમાં પણ એ બે ભેદો પાડેલા સ્પષ્ટ જોવા મળે જ છે. પરંતુ અભિમત અર્થની સિદ્ધિ માટે આયોજાયેલા સં. ૨૦૪૪ના સંમેલનમાં અને તે પછીના તેમના પુસ્તકોમાં-પ્રવચનોમાં એ બે ભેદોને ભૂસી નાંખીને શાસ્ત્રવચનોની ભેળસેળ કરી મુગ્ધજનોને ગેરમાર્ગે દોરવાનું તેઓએ કામ કર્યું છે. (૮) આથી પ્રભુની ભક્તિસ્વરૂપે અર્પેલું દ્રવ્ય અને પ્રભુની ભક્તિ માટે
અલગ રાખેલું કે આપેલું દ્રવ્યઃ આ બંને વચ્ચે સ્પષ્ટ ભેદ છે. બંને પ્રકારના દેવદ્રવ્યમાં પ્રથમ પ્રકારના દેવદ્રવ્યથી શ્રાવકે પોતાના કોઈપણ કર્તવ્યો કરાય નહીં. કારણ કે, તે દેવને સમર્પિત થયેલું દ્રવ્ય છે. હવે પોતાનો એના ઉપર અધિકાર નથી. બીજા પ્રકારના દેવદ્રવ્યમાં દેવસંબંધી કાર્યમાં વાપરવાનો માત્ર સંકલ્પ કરેલો છે, પણ દેવને અર્પણ કરેલું નથી. તેથી વાસ્તવમાં તો સ્વદ્રવ્ય જ છે અને સંઘને અર્પિત કર્યું હોય તો સંઘનિશ્રિત સ્વદ્રવ્ય કહેવાય. એ સંકલ્પિત દ્રવ્ય દેવસંબંધી કાર્ય સિવાય બીજે વાપરી શકાતું નથી,
તેથી તેને પણ દેવદ્રવ્યની સંજ્ઞા આપી છે. (૯) વ્યવહારમાં પણ આવા ભેદ પડે જ છે. રાજાને ભેટણા તરીકે
આપેલા દ્રવ્યથી પાછું રાજાનું બહુમાન આદિ કરાતું નથી. પરંતુ ભેટણા માટે અલગ કાઢેલા દ્રવ્યથી જરૂર ભેટશું બહુમાન વગેરે કરી
Page #103
--------------------------------------------------------------------------
________________
४८
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શકાય છે. આથી ભેટશું કરવા દ્વારા અર્પેલું દ્રવ્ય અને ભેંટણા માટે
અલગ કાઢેલું દ્રવ્ય આ બેનો ભેદ સ્પષ્ટ સમજી શકાય છે. (૧૦) આ રીતે શાસ્ત્ર અને સુવિહિત પરંપરા તથા સુયુક્તિના બળે અને
વ્યવહારિક ઉદાહરણો દ્વારા સ્પષ્ટ રીતે દેવદ્રવ્યાદિ દ્રવ્યોના બે ભેદ પડે છે અને તેથી તે બેની ભેળસેળ કરીને કુતર્કો દ્વારા સુવિહિત પરંપરાને દૂષિત કરવી લેશમાત્ર ઉચિત નથી.
= આમ છતાં એક ચોક્કસ વર્ગ દ્વારા બે ભેદને ભૂસી નાંખવા માટે જબરજસ્ત અપપ્રચાર ચાલી રહ્યો છે. તેમના દ્વારા નામી-અનામીજે સાહિત્ય પ્રચારાય છે, તેમાં સેનપ્રશ્નના આધારે ચાલતા કુતર્કોનો એક નમૂનો નીચે મુજબ
દેવદ્રવ્યથી જિનપૂજા
૧xx (૪) આચાર્ય વિ.ના પગલાની પૂજા જિનપૂજા માટે લાવેલ ચંદનથી ન થાય. કારણ કે, તે દેવદ્રવ્ય છે. જો સાધારણ દ્રવ્યનું હોય તો થાય. (એનપ્રશ્ન - ૯૭૬)
સારાંશઃ (૧) તે કાળે દેવદ્રવ્યથી ચંદન લાવીને પૂજા થતી હતી.
(૨) વળી મુખ્યતયા દેવદ્રવ્યથી જ લવાતું હશે, સાધારણમાંથી કોઈક જ લાવતું હશે, તેથી જ જો સાધારણવાળો જવાબ પછી આપ્યો છે.
સમાલોચનાઃ (૧) પૂર્વોક્ત વિધાનમાં માત્રને માત્ર કુતર્કો કરવામાં આવ્યા છે. આ કુતર્કો નવા નથી. ૨૦૪૪ના સંમેલનથી ચાલ્યા આવે છે. ૨૦૪૪'ના સંમેલનના ઠરાવોના વિરોધમાં ભરાયેલી મહાસભામાં આનો જવાબ અપાઈ ચૂક્યો છે અને તે વખતના પ્રવચનોનું સંકલન જેમાં કરવામાં આવ્યું છે, તે “સંમેલનની ભીતરમાં” પુસ્તકમાં મૂકવામાં પણ આવેલ છે. તેને અક્ષરશઃ અહીં અમે રજૂ કરીએ છીએ.
સેનપ્રશ્નના પાઠનું સ્પષ્ટીકરણ સંકલ્પિત અને સમર્પિતના ભેદને સમજો -
પ્રશ્નઃ- કહે છે કે દેવદ્રવ્યમાંથી પૂજા કરી શકાય એવો સેનપ્રશ્નમાં પાઠ મળે છે, તો એવો કોઈ પાઠ છે?
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૪૯
ઉત્તર ઃ- તેઓ કહે છે તે સેનપ્રશ્નનો પાઠ આ પ્રમાણે છે :
तथा आचार्योपाध्यायपन्यासपादुका जिनगृहे मण्डितास्सन्ति जिनप्रतिमापूजार्थमानीत श्रीखण्डकेसरपुष्पादिभ्यस्तासामर्चनं क्रियते नवा इति प्रश्नोऽत्रोत्तरम् - मुख्यवृत्त्योपाध्यायपंन्यासपादुकाकरणविधिः परम्परया ज्ञातो नास्ति, स्वर्गप्राप्ताचार्यस्य पादुकाकरणविधिस्त्वस्ति, ततो जिनपूजार्थमानीत श्रीखण्डादिभिस्तत्पादुका न पूज्यते देवद्रव्यत्वात्, तथा श्रीखण्डादिकं साधारणं भवति तेनापि प्रतिमा पूजयित्वा पादुका पूज्यते परं पादुकामर्चयित्वा प्रतिमा नार्च्यते, देवाशातनाभयादिति ॥ पृ० ११७॥
આ પાઠનો અનુવાદ કરતાં સેનપ્રશ્નના ભાષાંતરના પુસ્તકના પેજ ૩૬૫ ઉ૫૨ લખ્યું છે કે,
પ્રશ્ન ઃ- આચાર્ય, ઉપાધ્યાય અને પંન્યાસોના પગલાં દેરાસરમાં પધરાવેલાં હોય છે, તેની જિનપૂજા માટેના ચંદન, કેસર અને ફૂલો વગેરેથી પૂજા કરી શકાય કે નહિ ? ઉત્તર :- મુખ્યવિધિએ ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા કરવાની રીત પરંપરાએ જાણેલ નથી, પણ સ્વર્ગવાસ થયેલ આચાર્યના પગલા કરવાની રીત છે. તેથી જિનપૂજા માટે લાવેલ ચંદન વગેરેથી તેમના પગલાની પૂજા થાય નહિ. કેમ કે, તે દેવદ્રવ્ય રૂપ છે અને જો ચંદન વગેરે સાધારણ દ્રવ્યરૂપ હોય, તો તેનાથી પ્રભુ પ્રતિમાની પૂજા કર્યા પછી પગલાની પૂજા કરવી જોઈએ. પરંતુ પહેલા પગલાની અને પછી પ્રભુ પ્રતિમાની તે દ્રવ્યથી પૂજા કરવામાં આવે, તો પ્રભુની આશાતના થાય છે, માટે તેમ ન કરવું. ॥ ૪-૧૯-૧૩૦ || ૯૭૬ ॥
સ્પષ્ટીકરણ :
ઉપરના પાઠમાં જિનપૂજા માટે સંકલ્પિત હોવાથી તે ચંદન-પુષ્પ આદિથી આચાર્યાદિના પગલાંની પૂજા ન થાય, તેમ જણાવ્યું છે. પરંતુ એનાથી તેઓ એમ નક્કી કરવા માગે છે કે, એ ચંદન વગેરે દેવદ્રવ્યથી લાવેલું હતું માટે પૂજા કરવાની ના લખી, તે તેમની વાત બરાબર નથી. એ તેમની બુદ્ધિમાંથી ઉપજાવી કાઢેલી વાત છે. શ્રાદ્ધવિધિમાં લખ્યું છે કે
१. देवश्रीखण्डेन तिलकं न क्रियते स्वललायदौ, देवजलेन करौ न प्रक्षाल्यौ । ( एवं ) केनाप्यर्चाकृत्कराङ्घ्रिक्षालनार्थं यदि जलं चैत्ये मुक्तं स्यात् तदा तज्जलव्यापारणेऽपि न दोषः । [શ્રાદ્ધવિધિ-પ્રથમ પ્રાશ-પૃ.-૨૪]
Page #105
--------------------------------------------------------------------------
________________
૫૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
શ્રાવકે ‘રેવશ્રીવળ્યુંન તિનજ નયિતે સ્વતભાટાવી' ત્યાં એમ સમજવાનું છે કે, દેવપૂજા માટે જુદા કાઢેલા ચંદનથી પોતાના લલાટમાં ચાંદલો ન કરાય. અહીં સંકલ્પથી તે દેવદ્રવ્ય બન્યું એવી વાત છે. પરંતુ સમર્પિત કરેલા દેવદ્રવ્યમાંથી પૂજા કરવાની વાત નથી. જેમ કે, પૂજાની ડબીમાં મૂકેલા ચોખા સંકલ્પિત દેવદ્રવ્ય કહેવાય અને સાથીઓ કર્યા પછી એ ચોખા સમર્પિત દેવદ્રવ્ય કહેવાય. પરંતુ તે ચોખા દેવદ્રવ્યમાંથી ખરીદીને લાવવામાં આવ્યા હતા એવું અર્થઘટન કરે તો તે ખોટું અને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરનારું છે. સેનપ્રશ્નના પાઠોનો આ ખુલાસો જાણ્યા પછી શાસ્ત્રપાઠોનો કેવો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે તમે બરાબર સમજી શકશો. (પૃ. ૫૭-૫૮)
(૨) એટલે સેનપ્રશ્નથી તે વર્ગની દેવદ્રવ્યથી ચંદન-કેશર લાવવાની વાતની સિદ્ધિ થતી જ નથી. આથી ‘(i) તે કાળે દેવદ્રવ્યથી ચંદન લાવીને પૂજા થતી હતી’-આવા નનામી સાહિત્યનો સારાંશ-૧ પણ અસત્ય સિદ્ધ થાય છે.
(i) સારાંશ-૨માં કરેલ વિધાન પણ ખોટું છે. મુગ્ધજનોને ગેરમાર્ગે દોરનારું છે. જો “એ કાળે ચંદન વગેરે મુખ્યતયા દેવદ્રવ્યથી જ લવાતું હશે અને સાધારણમાંથી કોઈક જ લાવતું હશે” આવી વાત જો સાચી હોય, તો શ્રાદ્ધવિધિ-શ્રાદ્ધદિનકૃત્ય-લલિતવિસ્તરાપંચાશજી આદિ ગ્રંથોમાં સ્વસંપત્તિ અનુસારે પૂજા કરવાનું કરેલું વિધાન અને ઋદ્ધિમાન-મધ્યમ-નિર્ધન શ્રાવક માટે બતાવેલી પૂજાવિધિ-આ સર્વે નિરર્થક સિદ્ધ થશે.
અર્થ: ભગવાનની પૂજા માટે નક્કી કરેલા શ્રીખંડ ચંદન વડે પોતાના લલાટાદિમાં તિલક ન કરાય. ભગવાનના પક્ષાલ માટેના પાણી વડે હાથ ન ધોવાય. (આ પ્રમાણે) કોઈપણ વ્યક્તિ વડે પૂજા કરવા આવનાર માટે હાથ-પગ ધોવા માટે જો પાણી દેરાસરમાં મૂક્યું હોય, તો તે જલ વાપરવામાં કોઈ દોષ નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
૫૧
પ્રકરણ - ૨ દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
વળી, જો દેવદ્રવ્યથી જ ચંદન-કેશર વગેરે લાવીને શ્રાવકે પૂજા કરવાની હોત, તો તે ગ્રંથકારોએ પૂજાવિધિમાં તેમ જ જણાવેલ હોત, પરંતુ સ્વદ્રવ્યનો - વિભવાતુસારિતાનો આગ્રહ ન રાખ્યો હોત !
ગ્રંથકાર પરમષિઓએ તો “સ્વદ્રવ્ય-વિભવાતુસારિતા પૂર્વકની જિનપૂજાની વિધિ બતાવીને દેવદ્રવ્ય-પદ્રવ્યથી જિનપૂજાનો સ્પષ્ટ નિષેધ જફરમાવ્યો છે. પરંતુદૃષ્ટિ કદાગ્રહથી અવરાઈ ગઈ હોવાથી તે એમને દેખાતું નથી. જમાલિજીને પણ પ્રભુનો “સર્વનયથી જગતના વ્યવહારો સધાય છે” આ ઉપદેશ માન્ય હતો, પરંતુ કદાગ્રહને વશ બન્યા પછી પ્રભુની એ વાતને જોવાની દૃષ્ટિ ખતમ થઈ ગઈ હતી. અહીં પણ એવું જ બન્યું છે. એ વર્ગ શ્રાદ્ધવિધિ આદિના તે જ પાઠોને આધારે જોરશોરથી “સ્વદ્રવ્યથી જ જિનપૂજા, દેવદ્રવ્યથી પણ નહીં અને ધર્માદા દ્રવ્યથી પણ નહીં આવું પ્રચારતો જ હતો. પરંતુ અગમ્ય કારણોસર ઊભો થયેલો હઠાગ્રહ તેમને તે પાઠોમાં જુદું જ તત્ત્વ તારવવાની સલાહ આપે છે અને એના યોગે અતત્ત્વને તત્ત્વ તરીકે પ્રસ્થાપિત કરવાના ધમપછાડા કરાવે છે. આમાં કોનો વાંક? વિધિની વક્રતા જ માનવી રહી ! એમાં એમને શું મળ્યું! કશું જ કહેવાની જરૂર નથી ! “સંઘોને દેવદ્રવ્યથી સાધારણની સગવડ કરી આપવી અને સંઘના શ્રાવકાદિના વધતા પૈસાને શ્રાવકોના સંસારને પોષવા માટે સાચવી રાખવાનો ઈરાદો છે કે શું? વિશેષ તો જ્ઞાની જાણે ! શાસ્ત્ર અને પોતાના જ પૂ.વડીલો સાથે દ્રોહ કર્યો છે, એ સ્પષ્ટ જોઈ શકાય છે.
અહીંયાદ કરાવવું જરૂરી છે કે, વર્ષો પૂર્વે સાધારણના તોટાને (ઘટને) પહોંચી વળવા માટે કેટલાક સંઘોએ સ્વપ્નદ્રવ્યની સંપૂર્ણ આવકને કે અમુક ટકા આવકને જ્યારે સાધારણમાં લઈ જવા માટેની પેરવી કરી હતી, ત્યારે અત્યારના એ વર્ગના સાધુઓના જ પૂજ્ય વડીલો એનો વિરોધ કરવામાં અગ્રેસર હતા અને એ વખતે ચાલેલી ઝુંબેશ અને થયેલા પત્રવ્યવહારો જોવા હોય તો “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” – એ પુસ્તકનું અવલોકન કરવું. અહીં
Page #107
--------------------------------------------------------------------------
________________
પર
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
પરિશિષ્ટ-૨માં પણ અમુક પત્રો આપ્યા છે.
→ આ રીતે દેવદ્રવ્યના પ્રકારોની અને તેના સદુપયોગની ભેદરેખા સ્પષ્ટ સમજી લેવી જરૂરી છે. તે સમજવાથી એ વર્ગ ક્યાં ક્યાં કુતર્કો કરી સુવિહિત પરંપરાને તોડે છે, તે પણ સમજાઈ જશે અને ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તક અને આ. અભયશેખરસૂરિ મ. લિખિત “દેવદ્રવ્ય અને જિનપૂજા” પુસ્તક તથા મુક્તિદૂતમાં છપાયેલી વાતો તથા આ.શ્રીવિ. જયઘોષસૂરિજી મ.સા. વગેરે ચાર-ચાર લેખકો દ્વારા લિખિત “ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય” પુસ્તકની વિગતો પણ કઈ રીતે ભેળસેળવાળી છે - શાસ્ત્રાનુસારી પરંપરાનો દ્રોહ કરનારી છે - પોતાના જ પૂર્વના વિધાનોનો અપલાપ કરનારી છે - તે સમજાઈ જશે. એની વિશેષ વિચારણા આગળના પ્રકરણોમાં કરીશું.
-
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૩ : વિવાદાસ્પદ મુદ્દાઓ ઃ અનેક પ્રશ્નો :
પૂર્વના પ્રકરણમાં દેવદ્રવ્ય સામાન્ય, પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્ય અને તેના બે-ત્રણ તેમજ વિવિધ પ્રકારનું સ્વરૂપ જોયું અને તેના સદુપયોગ માટેની શાસ્ત્રાનુસારી પરંપરા વિચારી. સાથે સાથે અવસરે અવસરે પૂ.આચાર્ય ભગવંતોએ જરૂરીયાત જણાઈ ત્યારે અધિકૃત રીતે શ્રમણસંમેલનો ભરી શાસ્ત્રાધારે ચર્ચા-વિચારણા કરીને શાસ્ત્રાનુસારી પરંપરાને પુષ્ટિ મળે એવા સર્વસંમતિથી ઠરાવો કર્યા અને તેના દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષાના માર્ગો સુનિશ્ચિત કર્યા, એ વિગત પણ વિસ્તારથી જોઈ. કેટલાકોની નજર સ્વપ્નદ્રવ્ય પર બગડેલી હોવા છતાં તત્કાલીન મોટાભાગના મહાપુરુષોના સવેળાના શાસ્ત્રીય માર્ગદર્શનથી વિ.સં. ૨૦૪૪ સુધી બહુલતયા તપાગચ્છમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય વિષયક વિચારધારામાં વિસંવાદ નહોતો. પરંતુ ૨૦૪૪’ના મર્યાદિત સંમેલને કરેલા અનધિકૃત ઠરાવોથી વિસંવાદો-વિષમતાઓ ઊભી થઈ હતી. તે આજ પર્યન્ત શમી નથી. ત્યાંથી માંડીને આજ સુધીમાં અનેક પ્રકારના કુતર્કો ઊભા કરીને યેન કેન પ્રકારે ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્રપરંપરાથી વિરુદ્ધ ઠરાવોનો અમલ કરાવવાની પેરવી થતી રહી છે. કુતર્કો વધવાના કારણે વિવાદાસ્પદ મુદ્દાઓની સંખ્યા પણ વધી ગઈ છે. તે તમામની વિચારણા અહીં કરી લેવી છે. આ વિષયમાં સામાન્યથી નીચેના પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે –
(૧) શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
(૧/૧) દેવદ્રવ્ય સામાન્યથી (અર્થાત્ પૂર્વનિર્દિષ્ટ પેટાભેદોનો વિચાર કર્યા વિના દેવદ્રવ્ય સામાન્યથી) પણ શ્રાવક પૂજા કરી શકે કે નહીં? (૧/૨) શ્રાવક પૂજાદેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં ? (૧/૩) શ્રાવક કલ્પિત દેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં ? (૧/૪) શ્રાવક નિર્માલ્ય દેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં ? (૧/૫) શ્રાવક વર્તમાનમાં શુદ્ધ-પ્રસિદ્ધ એવા દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરી
Page #109
--------------------------------------------------------------------------
________________
૫૪
શકે કે નહીં?
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(૧/૬) શ્રાવક પરદ્રવ્યથી પ્રભુપૂજા કરી શકે કે નહીં ?
(૧/૭) પ્રસિદ્ધ દેવદ્રવ્યમાંથી શ્રાવક પ્રભુપૂજા કરે તો તેને દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે કે નહીં ? અને એવી પરિસ્થિતિમાં શું પ્રાયશ્ચિત્ત આવે ?
(૧/૮) “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ” આ નિયમ ગૃહમંદિરના શ્રાવક માટે છે કે તમામ શ્રાવક માટે છે ?
(૧/૯) પરદ્રવ્યથી થતી જિનપૂજાનો એકાંતે નિષેધ કરી શકાય કે નહીં?
(૧/૧૦) શક્તિસંપન્ન પણ ભાવનાહીન શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં?
(૨) વર્તમાનમાં બોલાતી સ્વપ્નાદિકની બોલી (ઉછામણી-ચઢાવા)ની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં ગણાય કે નહીં ? કે શુદ્ધ દેવદ્રવ્યમાં ગણાય ?
(૨/૧) સ્વપ્નાદિકની ઉછામણીની આવક કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવું એ સાધારણમાં લઈ જવા બરાબર છે, એવું કહી શકાય ?
(૩) પૂજારીનો પગાર પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાંથી આપી શકાય કે
નહીં?
(૩/૧) પૂજા દેવદ્રવ્ય કે નિર્માલ્ય દ્રવ્ય કે કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી શકાય કે નહીં ?
(૩/૨) કલ્પિત દેવદ્રવ્યમાંથી જૈનેતર પૂજારીને જ પગાર અપાય ? કે જૈન પૂજારીને પણ પગાર આપી શકાય ?
(૩/૩) વાસ્તવમાં પૂજારીનો પગાર શામાંથી આપી શકાય ? (૪) ઉપદેશપદ-શ્રાદ્ધદિનકૃત્ય-શ્રાદ્ધવિધિ-ધર્મસંગ્રહ-દ્રવ્યસપ્તતિકાદર્શનશુદ્ધિ-વસુદેવહિંડી- મૂલશુદ્ધિપ્રકરણ વગેરે ગ્રંથોના ‘‘સ્મૃતિ ત્તિ દેવદ્રવ્યે...''
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૩ઃ વિવાદાસ્પદ મુદ્દાઓ: અનેક પ્રશ્નો:
૫૫ વાળા પાઠો દેવદ્રવ્ય સામાન્યથી (શુદ્ધ-પૂજા-કલ્પિત-નિર્માલ્ય દેવદ્રવ્યથી) શ્રાવક પ્રભુપૂજા કરી શકે, તે બતાવનારા-સિદ્ધ કરનારા છે કે નહીં?
(૪|૧) “સતિ હિ દેવદ્રવ્ય” ઈત્યાદિ એ પાઠોમાં કયા પ્રકારનું દેવદ્રવ્ય ગ્રહણ કરવાનું છે? સામાન્ય દેવદ્રવ્ય કે વિશેષ દેવદ્રવ્ય?
(૫) શું સંબોધ પ્રકરણમાં બતાવેલા ત્રણ પ્રકારો જ દેવદ્રવ્યના છે કે, તેનાથી વધારે પણ પ્રકારો છે? અને તમામ પ્રકારના દેવદ્રવ્યને એ ત્રણ પ્રકારમાં સમાવવું જરૂરી છે કે નહીં?
(/૧) સંબોધ પ્રકરણ ગ્રંથમાં નિર્દિષ્ટ ત્રણ પ્રકારના દેવદ્રવ્યના ખાતા હાલ કોઈ સંઘોમાં પાડવામાં આવે છે કે નહીં? એ ખાતા અલગ પાડવામાં ન આવે તો ત્રણે ખાતાના પૈસા એકબીજામાં વપરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય કે નહીં?
(૫૨) એવી પરિસ્થિતિમાં સંઘ દોષનો ભાગીદાર બને છે. તે દોષના નિવારણ માટે તમામ પ્રકારના દેવદ્રવ્યનો સમાવેશ સંબોધ પ્રકરણમાં બતાવેલા ત્રણ પ્રકારના (દેવદ્રવ્યના) ખાતામાં કરી શકાય કે નહીં?
(૬) દેવદ્રવ્ય અંગે વિ.સં. ૨૦૪૪ના સંમેલને વિ.સં. ૧૯૯૦ના સંમેલન જેવો જ નિર્ણય કર્યો છે કે અલગ કર્યો છે?
(૬/૧) જો અલગ કર્યો છે, તો વિ.સં ૨૦૪૪ના સંમેલનના નિર્ણયો શાસ્ત્રબાધિત છે કે નહીં?
(૬૨) વિ.સં. ૧૯૯૦ના સંમેલન કરતાં વિ.સં. ૨૦૪૪ના સંમેલને પ્રભુપૂજા અને પૂજારીના પગાર માટેની વ્યવસ્થા શ્રેષ્ઠ બતાવી છે કે કનિષ્ઠ? શાસ્ત્રસાપેક્ષ બતાવી છે કે શાસ્ત્રનિરપેક્ષ? | (૭) “વિજય પ્રસ્થાન અને વિચાર સમીક્ષા' પુસ્તકમાંપૂ.આ.ભ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ “દેવદ્રવ્યથી જિનપૂજા માટેના કેશર સુખડાદિદ્રવ્યો લાવી શકાય એમ કહ્યું છે,” એવો સામેવાળાનો પ્રચાર સાચો છે કે નહીં?
Page #111
--------------------------------------------------------------------------
________________
૫૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧) પૂ.આ.ભ.શ્રી.વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જિનપૂજા, પૂજારીના પગાર આદિ માટે શું માન્યતા હતી?
(૭૨) શું તેઓશ્રીની માન્યતા વારંવાર બદલાતી રહી છે?
(૮) પૂ.આ.ભ.શ્રી વિજય રવિચન્દ્રસૂ.મ.સા. પણ સ્વપ્નની બોલીને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવાનું પોતાના “પ્રશ્નોત્તર કર્ણિકા' વિભાગમાં લખી ગયા છે, તે વાત સાચી છે?
(૯) ગુરુપૂજનની રકમ અને ગુરુપૂજનની ઉછામણીની રકમ, શાસ્ત્રાધારે ક્યા ખાતામાં ગણાય? અને શાસ્ત્રાધારે તેનો સદુપયોગ કયાં થાય?
(૯/૧) એક વર્ગ આ રકમ જીર્ણોદ્ધારાદિમાં વાપરવા જણાવે છે અને એક વર્ગ ગુરુની વૈયાવચ્ચમાં લઈ જવાનું કહે છે? તેમાં સાચું કોણ? શાસ્ત્ર અને પરંપરા શું કહે છે?
(૧૦) ગુરુના મૃતકના અગ્નિસંસ્કાર સંબંધી ઉછામણીની રકમ કયા ખાતામાં ગણાય? અને તેનો સદુપયોગ કયાં થાય ?
(૧૦/૧) એક વર્ગ આ રકમ જીવદયામાં જાય એમ કહે છે અને એક વર્ગ ગુરુના સ્મારક બનાવવા વગેરે ત્રણ કાર્યોમાં જાય એમ કહે છે, તેમાં શાસ્ત્ર અને પરંપરા શું કહે છે?
- આ રીતે ધાર્મિક દ્રવ્ય વિષયક અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે. તેના શાસ્ત્ર-પરંપરા આધારે ઉત્તરો આગળના પ્રકરણોમાં વિચારીશું.
(નોંધઃ પ્રકરણ-૪થી ૭ સુધી આ પ્રશ્નોની વિસ્તૃત વિચારણા કરી છે અને પ્રકરણ-૭ના અંતે પૂર્વનિર્દિષ્ટ તમામ પ્રશ્નોનો જવાબ સંક્ષેપમાં ઉપસંહારરૂપે આપેલ છે.)
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
પ્રસ્તુત વિચારણામાં શ્રાવકે પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ કે તે પરદ્રવ્યથી અથવા દેવદ્રવ્યથી પણ કરી શકે ? - આ વિવાદનો મુદ્દો છે. અહીં પ્રારંભમાં પ્રભુપૂજાની વિધિ માટે પંચાશકજી-શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં જે જણાવ્યું છે, તે જોઈશું.
(A) પંચાશકપ્રકરણ ગ્રંથના ‘પૂજાવિધિ’ નામના અધિકારમાં જિનપૂજા કઈ રીતે કરવી તે જણાવતાં કહ્યું છે કે
"ता नियविहवाणुरुवं, विसिट्ठपुप्फाइएहिं जिणपूजा । વાયવ્વા બુદ્ધિમયા, સંમિ વહુમાળસારા ય ॥૮॥''
અર્થ : તેથી બુદ્ધિમાન પુરુષે (શ્રાવકે) સ્વવિભવ = સ્વસંપત્તિ અનુસારે વિશિષ્ટ પુષ્પો આદિથી અને શ્રીજિનેશ્વર પરમાત્મા ઉ૫૨ બહુમાનભાવપૂર્વક જિનપૂજા કરવી જોઈએ.
નોંધ : આ પંચાશકજીનો પાઠ સ્વસંપત્તિ (સ્વદ્રવ્ય)થી જિનપૂજા કરવાનું વિધાન કરે છે.
(B) ‘લલિત વિસ્તરા’ ગ્રંથમાં પણ કહ્યું છે કે,
'श्रावकस्तु संपादयत्येवोक्तौ यथाविभवं तस्य तत्प्रधानत्वात् । तत्र तत्त्वदर्शित्वात् 'जिणपूया विभवबुद्धि'त्ति वचनात् ।"
અર્થ :- વળી, શ્રાવક આ બંને (દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અર્થાત્ પ્રભુપૂજાદિ દ્રવ્યસ્તવ અને ચૈત્યવંદનાદિ ભાવસ્તવ) યથાવિભવ કરે અર્થાત્ પોતાની સંપત્તિ અનુસારે કરે. કારણ કે, શ્રાવકને વિભવાનુસાર (અનુષ્ઠાન) કરવું તે પ્રધાન-મુખ્ય છે. તથા વિભવાનુસાર દ્રવ્યપૂજાદિ કરવામાં શ્રાવકનું તત્ત્વદર્શીપણું છે. કારણ કે, જિનની પૂજા વિભવને ઉચિત બુદ્ધિથી કરવી એવું વચન છે.
44
Page #113
--------------------------------------------------------------------------
________________
૫૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સ્પષ્ટીકરણ :
—પંચાશક અને લલિતવિસ્તરા ગ્રંથમાં સ્વવિભવાનુસાર = સ્વસંપત્તિ અનુસારે જિનપૂજા કરવાનું કહ્યું છે. તેનાથી સ્પષ્ટ ફલિત થાય છે કે, શ્રાવકે જિનપૂજા શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ.
– લલિતવિસ્તરાકારે કહ્યું કે, શ્રાવકે સ્વવિભવાનુસાર અનુષ્ઠાન કરવું એ પ્રધાન-મુખ્ય છે.
– સ્વસંપત્તિ અનુસાર દ્રવ્યપૂજાદિ કરવામાં શ્રાવકનું તત્ત્વદર્શીપણું છે. કારણ કે, શ્રીજિનની પૂજા વિભવ (સ્વસંપત્તિ) અનુસારે કરવાનું શાસ્ત્રવચન છે.
– શ્રીજિનપૂજા વિભવ અનુસારે અર્થાત્ શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી કરવાનું શાસ્ત્રવચન છે.
--
શ્રાવક જિનપૂજાને શાસ્રવચનના સહારે સ્વકર્તવ્યરૂપે જાણે છે. મારે મારા કર્મબંધનો કાપવા છે અને એ માટે શ્રીજિનપૂજા એ શ્રેષ્ઠ આલંબન છે. માટે જિનપૂજા મારા માટે ૫૨મકર્તવ્ય છે અને એ સ્વકર્તવ્યરૂપે જાણીને સ્વવિભવ અનુસારે પ્રભુપૂજા કરે છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વનિર્દિષ્ટ બંને ગ્રંથોમાં શ્રાવકને પોતાના વિભવાનુસાર જ પ્રભુપૂજા કરવાનું જણાવ્યું છે. પરંતુ વૈભવ (સંપત્તિ) ન હોય તો પારકા (બીજાના) દ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજાનું સ્વકર્તવ્ય કરવામાં વાંધો નથી, એવું જણાવ્યું નથી.આથી દેવદ્રવ્યથી સ્વકર્તવ્યરૂપ પ્રભુપૂજા કરવાનું કહેવું એ શાસ્રવચનથી વિરુદ્ધ છે અને એમાં દેવદ્રવ્યના ભક્ષણરૂપ દોષ છે.
→ તદુપરાંત, પૂર્વોક્ત પાઠમાં ‘વિભવાનુસાર’ જિનપૂજાનું વિધાન કર્યું છે. પરંતુ વિભવ (સંપત્તિ) હોવા છતાં પણ ભાવના ન હોય તો દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરી લેવાનું કહ્યું નથી. અર્થાત્ શક્તિસંપન્ન પણ ભાવનાહીન શ્રાવક સ્વસંપત્તિને ઘરમાં રાખી મૂકી દેવદ્રવ્યથી
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪: શ્રવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૫૯ પ્રભુપૂજાનું કર્તવ્ય પતાવી દે તો એમાં વાંધો નથી – દોષ નથી, એવું ક્યાંય લખ્યું નથી.
– જિનપૂજામાં ધનની મૂચ્છ મારવાનો અને સમ્યકત્વને નિર્મલ કરવાનો ઉદ્દેશ સમાયેલો હોય છે. સ્વદ્રવ્યથી જિનપૂજા થાય તો તે ઉદ્દેશ જળવાય છે. નહીંતર નહીં.
(C) શ્રાદ્ધદિનકૃત્યના પાઠો :
૧) ઋદ્ધિમાન શ્રાવક જિનમંદિરે કેવી રીતે જાય અને ભક્તિ કરે તેના પાઠો.
तओ हयगयाहिं जाणेहिं य रहेहि य । बंधुमित्तपरिक्खितो घित्तुं पूयं स उत्तमं ॥३१॥ अन्नेसिं भव्वसत्ताणं दायतो मग्गमुत्तमं ।
वच्चए जिणगेहमि, पभावितो य सासणं ॥३२॥ અર્થ: ત્યારબાદ અશ્વો-હાથીઓ વગેરે, પાલખી વગેરે સુખાસનો અને કર્ણરથ વગેરે રથોથી સદા યુક્ત અને સ્વજન-મિત્રોથી પરિવરેલો, ઋદ્ધિમાન શ્રાવક પૂજામાં ઉપયોગી ઉત્તમ દ્રવ્યોને લઈને બીજા ભવ્ય જીવોને ઉત્તમ મોક્ષમાર્ગ બતાવતો અને શાસનની પ્રભાવના કરતો શ્રીજિનમંદિરમાં જાય.
૨) (જિનમંદિર ગયા પછી નિતીતિ કરીને જિનમંદિરની હદમાં પ્રવેશે. મંદિરનું કર્તવ્ય કંઈ હોય તો કરી પછી નિશીહિ કરી ત્રણ પ્રદક્ષિણા આદિ કરી, પછી નિસાહિ કહીને પૂજાદિ કરે તે અંગેનો પાઠ.)
पुणो निसीहियं काउं, पविसे जिणमंदिरे । पुव्वुत्तेण विहाणेणं, कुणई पूयं तओ विउ ॥५७॥
Page #115
--------------------------------------------------------------------------
________________
E0
- ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા कायकंडूयणं वज्जे, तहा खेलविगिचणं । थुईथुत्तभणनं चेव, पूर्यतो जगबंधुणो ॥१८॥ घूसिणकप्पूरमीसं तु, काउं गंधोदगं वरं । तओ भुवणनाहे उ, एहवेई भत्तिसंजुओ ॥५९॥ गंधोदएण ण्हवणं, विलेवणं पवरपुष्फमाईहिं । कुज्जा पूयं फलेहि वत्थेहिं आभरणमाईहिं ॥६०॥ सुकुमालेण वत्थेणं, सुगंधेणं तहेव य । गायाई विगयमोहाणं जिणाणमणुलूहए ॥६१॥ कप्पूरमीसियं काउं कुंकुमं चंदणं तहा । तओ य जिणबिंबाणि भावेणमणुलिंपए ॥१२॥ वन्नगंधोवमेहिं च, पुप्फेहि पवरेहि य । नाणापयारबंधेहि, कुज्जा वियक्खणो ॥६३॥ वत्थगंधेहिं पवरेहिं हियाणंददायए। जिणे भुवणमहिए पूयए भत्तिसंजुओ ॥६४॥
સારાંશ વિચક્ષણ શ્રાવક ફરી નિશીહિ બોલીને ગભારામાં પ્રવેશ કરે. પછી પૂર્વે કહ્યા મુજબ મુખકોશ બાંધવો વગેરે વિધિથી પૂજા કરે.
(५७)
જગતબંધુશ્રીજિનેશ્વરની પૂજા કરતો શ્રાવક શરીરે ખણવું, થંક-બળખો कोरे , स्तुति-स्तोत्री मोदqi, में जानो त्या ४३. (५८) - ભક્તિયુક્ત શ્રાવક પહેલાં કેસર, કપૂર, સર્વ ઉત્તમ ઔષધિઓ અને ચંદન વગેરે ભેળવીને પાણીને સુગંધી કરે. પછી તે પાણીથી ત્રિભુવનનાથ श्री.नेश्वरने स्नान २०वे. (५८) - શ્રાવકસુગંધી પાણીથી શ્રીજિનને સ્નાન કરાવે, કેસર વગેરેથી વિલેપન ४३, ४qानुं दूल वगैरे उत्तम पुष्पो, aas (= सुषि विशेष) वगैरे गो, स्त्री, माभूषा भने यं४२१कोरेथापू. ४३. (६०)
Page #116
--------------------------------------------------------------------------
________________
૬૧
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
સ્નાન કરાવ્યા પછી મોહરહિત શ્રીજિનનાં અંગોને અતિશય કોમળ અને સુગંધી વસ્ત્રથી (અંગલુછણાથી) લૂછે = કોરા કરે. (૬૧)
કેશર-ચંદનને કપૂરથી મિશ્રિત કરીને અર્થાત્ એ ત્રણેને મિશ્રિત કરીને તેનાથી પરમભક્તિપૂર્વક શ્રીજિનબિંબોને વિલેપન કરે. (૬૨).
વિવિધ રીતે પુષ્પોગુંથવા વગેરે રચના કરવામાં કુશળ શ્રાવક સુંદર વર્ણવાળા અને સુગંધી એવા ઉત્તમ પુષ્પોને પરોવવા કે ગૂંથવા વગેરે રીતે વિવિધ રચના કરીને પુષ્પપૂજા કરે, ભક્તિયુક્ત શ્રાવક ચીનાશૂક વગેરે ઉત્તમ વસ્ત્રોથી અને ઉત્તમ સુગંધી (વાસક્ષેપ વગેરે) દ્રવ્યોથી હૃદયને આનંદ આપનારા અને વિશ્વપૂજિત એવા શ્રી જિનોની પૂજા કરે. (૬૩
૬૪).
૩) નિર્ધન શ્રાવક માટેની વિધિઃ હવે ઋદ્ધિમાનની પૂજા પછી અમૃદ્ધિમાન માટે કહે છે –
एवं वीही इमो सव्वो रिद्धिमंतस्स देसिओ। इअरो नियगेहंमि, काउं सामाइयं वयं ॥७७॥ जइ न कस्सइ धारेइ, न विवाओ अविज्जए । उवउत्तो सुसाहुव्व गच्छए जिणमंदिरं ॥७८॥
અર્થ (ઋદ્ધિમાન શ્રાવકની પૂજાવિધિનો ઉપસંહાર કરતાં સૂત્રકાર સામાન્ય શ્રાવક સંબંધી જિનમંદિરમાં જવાની વિધિને બે ગાથાથી કહે છે.)
(૩૭મી ગાથાથી પ્રારંભીને ૭૬મી ગાથા સુધી કહેલી) જિનમંદિરમાં જવાની એ સમસ્ત વિધિ ઋદ્ધિમાન શ્રાવકને આશ્રયીને કહી છે. સામાન્ય (નિધન) શ્રાવક જો પોતાના ઉપર કોઈનું દેવું ન હોય અથવા કોઈની સાથે તકરાર ન હોય તો પોતાના ઘરે સામાયિક ઉચ્ચારીને સુસાધુની જેમ ઈર્યાસમિતિ આદિમાં ઉપયોગવાળો થઈને જિનમંદિરે જાય.
Page #117
--------------------------------------------------------------------------
________________
૬૨.
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ભાવપૂજાને અનુસરનારી ત્રણ નિસીપી વગેરે જે જે વિધિ કહી છે, તે વિધિ સામાન્ય શ્રાવક માટે પણ તે પ્રમાણે જ જાણવી. (૭૭-૭૮)
૪) નિધન શ્રાવકને પુષ્પાદિ સામગ્રીના અભાવે વિધિ કહે છે– द्रव्यपूजायां पुष्पादिसामग्र्यभावात् संभवद्विधिमाहकाएण अत्थइ जइ, किंचि कायव्वं जिणमंदिरे। तओ सामाइयं मुत्तुं, करेज्ज करणिज्जयं ॥७९॥
कायेन शरीरेणास्ति यदि किंचित्पुष्पादिशोधा पुष्पग्रंथ )नादि कर्तव्यं जिनमंदिरे ततः सामायिकत्यागेन द्रव्यस्तवो विधीयते ? अत्रोच्यते, सामायिकं सकलकालमप्यस्य स्वायत्तत्वात् यत्र यत्र, वा क्षणेषु बहुशोऽपि कर्तव्यं स्यात्, चैत्यकर्तव्यं तु समुदायायत्तत्वात् कादाचित्कं प्रस्तावे च तस्मिन् क्रियमाणे विशेषपुण्यसद्भावात् तदेव कर्तव्यं यदागमः-जीवाण बोहिलाभो सम्मदिट्ठीण होई पियकरणं । आणा जिणिंदभत्ती तित्थस्स पभावणा चेव ॥१॥ इत्यादयोऽनेकगुणाश्चैत्यकृत्यकरणे ॥७९॥
સારાંશ સામાન્યશ્રાવક પાસે પુષ્પ વગેરે સામગ્રી ન હોવાથી સામાન્યશ્રાવકને આશ્રયીને સંભવિત વિધિને સૂત્રકારશ્રી) કહે છે
જિનમંદિરમાં શરીરથી થઈ શકે તેવું પુષ્પોને ગુંથવા વગેરે કોઈ કાર્ય હોય તો સામાયિક પારીને તે કાર્ય કરે.”
પ્રશ્નઃ સામાયિક ભાવપૂજા છે. પુષ્પો ગુંથવા વગેરે દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા ઉત્તમ છે. તો અહીં ભાવપૂજારૂપ સામાયિકને છોડીને દ્રવ્યપૂજા કરવાનું કેમ કહ્યું? ઉત્તરઃ સામાયિક તો બીજા કાળે પણ કરી શકાય છે અને પોતાને આધીન છે. વળી, જ્યારે જ્યારે સમય મળે ત્યારે ઘણીવાર પણ કરવા યોગ્ય છે. જ્યારે જિનમંદિરનું કાર્ય તો સમુદાયને (સમૂહને) આધીન છે અને કોઈક અવસરે જ થઈ શકે તેવું છે. અવસરે કરેલા જિનમંદિરના કાર્યથી વિશેષ પુણ્ય થાય એમ આગમમાં કહ્યું છે. કહ્યું છે કે – “પ્રસંગોચિત દ્રવ્યપૂજા કરવાથી જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ
Page #118
--------------------------------------------------------------------------
________________
૬૩
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? થાય, સમ્યગૃષ્ટિ જીવોને જે પ્રિય હોય તે કરવાનું થાય, જિનાજ્ઞાપાલનજિનભક્તિ અને શાસનપ્રભાવના થાય.”
ટિપ્પણી - (૧) “શ્રાદ્ધદિનકૃત્ય' ગ્રંથમાં ઋદ્ધિવાળા અને ઋદ્ધિ વિનાના શ્રાવકની પૂજાવિધિ પૂર્વે બતાવી છે. તેમાં ઋદ્ધિવાળા શ્રાવકે સ્વવિભવાનુસારે ઉત્તમ સામગ્રી દ્વારા પૂજા કરવાનું જણાવ્યું છે અને ઋદ્ધિ વિનાના શ્રાવક પાસે સામગ્રીનો અભાવ હોવાથી તેના માટે કાયાથી સાધ્ય જિનમંદિરના પુષ્પ ગુંથવા વગેરે અન્ય કાર્યો બતાવ્યા છે.
(૨) શ્રાદ્ધદિનકૃત્યના પાઠમાં પોતાની ઋદ્ધિ અનુસારે પૂજા કરવાનું કહ્યું છે. પરંતુ ઋદ્ધિવાળા પાસે કૃપણતાદિના કારણે સ્વઋદ્ધિ ખર્ચાને પ્રભુપૂજાનો ભાવ ન હોય તો તે અન્ય વ્યક્તિના પૈસાથી કે દેવદ્રવ્યથી પણ પૂજાનું કર્તવ્ય સંપન્ન કરે, તેવું ક્યાંયે કહ્યું નથી અને જેની રજા ન આપવામાં આવી હોય, તે કાર્ય કરવામાં આવે તો દોષ લાગ્યા વિના રહે જ નહીં.
(૩) ધનવાન શ્રાવક પોતાનું ધન બચાવીને ભોગમાં વાપરે કે સંગ્રહ કરે અને દેવદ્રવ્યથી પૂજાનું સ્વકર્તવ્ય કરી લે તો, એને દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગ્યા વિના રહે નહીં. દા.ત. જે ૧૦૦ રૂ.ની પૂજાની સામગ્રી લાવીને એ પ્રભુપૂજા કરવાનો હોય, તે ૧૦૦ રૂા. પોતાના ઘરમાં રાખે અને ભગવાનના ૧૦૦ રૂા. લઈને પ્રભુપૂજાનું કાર્ય પતાવે તો સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, એને દેવદ્રવ્યના દુરુપયોગનો દોષ લાગે. અહીં ઉલ્લેખનીય છે કે, ભક્ષણ એટલે માત્ર મોઢામાં મૂકવું એવો જ અર્થ વિવક્ષિત નથી. પરંતુ દેવદ્રવ્યનો દુરુપયોગ કરવો, શાસે જે ક્ષેત્રકાર્યમાં ઉપયોગ કરવાની ના પાડી હોય ત્યાં વાપરવું - આ પણ દેવદ્રવ્યનું ભક્ષણ કે વિનાશ જ છે.
(૪) નિધન શ્રાવક દેરાસરના પુષ્પ ગુંથવા વગેરે અન્ય કાર્યો કરે તેમાં એના ગૌરવની ક્યાંયે હાનિ થતી નથી. કારણ કે, એ કાર્યો કરવા
Page #119
--------------------------------------------------------------------------
________________
૬૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
એ પણ ભગવાનની ભક્તિનાં જ પ્રકારો છે. તથા ગ્રંથકારોએ પોતાના માટે એ જ ભક્તિના માર્ગો નિર્ધારિત કરેલા છે. આથી તેને તે કાર્યોથી અવશ્ય પુણ્યબંધ અને નિર્જરા થાય છે.
(૫) સર્વત્ર ઔચિત્યનો મહિમા છે. તેથી ઋદ્ધિમાન સ્વઋદ્ધિ અનુસારે શક્તિ ગોપવ્યા વિના ઉત્તમસામગ્રીથી પ્રભુપૂજા કરે અને નિર્ધન શ્રાવક સ્વશક્તિ અનુસારે ગ્રંથકારોએ નિર્ધારિત કરેલા દેરાસરના અન્ય કર્તવ્યોનું સેવન કરે. આનાથી વિરુદ્ધ રીતે કરવામાં આવે તો ઔચિત્યનું અતિક્રમણ થાય છે. તે કોઈપણ રીતે આત્મહિતકારી નથી.
(૬) નિર્ધનશ્રાવકને પણ પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવાનું ક્યાંયે જણાવ્યું નથી. શાસ્ત્રની રજા વિના કરાતું કાર્ય એ શાસ્ત્રાજ્ઞાના ભંગ સમાન છે.
(૭) નિર્ધન શ્રાવક માટે :
શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં નિર્ધન શ્રાવક પાસે પુષ્પાદિ સામગ્રીનો અભાવ હોવાથી તેને અન્ય શ્રાવકના પુષ્પો ગુંથી આપી કે દહેરાસરના અન્ય કાર્યો કરી જિનભક્તિ કરવાનો માર્ગ બતાવ્યો છે, પરંતુ નિર્ધનશ્રાવક પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પુષ્પાદિ સામગ્રી મેળવી પ્રભુપૂજા કરી શકે, એવું ક્યાંયે જણાવ્યું નથી. વળી, ગ્રંથકારે વિભવની (સંપત્તિની) વિદ્યમાનતામાં વિભવાનુસારી જિનપૂજા ક૨વાનું જણાવ્યું છે અને સંપત્તિના અભાવમાં પુષ્પગુંથવા - સામાયિક કરવું વગેરે ભક્તિના કાર્યો બતાવ્યા છે. ગ્રંથકારશ્રીએ આટલું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હોવા છતાં પણ આ અભયશેખરસૂરિ મ. પોતાના દેવદ્રવ્ય અને જિનપૂજા’ પુસ્તકના પૃષ્ઠ-૧૪થી ૧૭ સુધીમાં એક પ્રશ્નના ઉત્ત૨માં જબરજસ્ત કુતર્કો કરીને શ્રાદ્ધદિનકૃત્યની વિધિની વાતને વિકૃત રીતે રજુ કરી છે અને તેઓએ ‘‘નિર્ધનશ્રાવક પાસે પુષ્પાદિ સામગ્રીનો અભાવ” આ વાતને પોતાની આગવી શૈલીમાં (!) જે રજુઆત કરી છે, તેનો સાર એ છે કે, ‘શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથના નિર્ધન માટેના વિધાનમાં જે પુષ્પાદિ
Page #120
--------------------------------------------------------------------------
________________
૬૫
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? સામગ્રીનો અભાવ' કહ્યો છે, તેમાં “સ્વદ્રવ્યથી પ્રાપ્ત કરેલ પુષ્પાદિ ન હોય તો નિર્ધન શ્રાવક દેરાસરના અન્ય કાર્યો કરે,” એવો અર્થ કરવાનો નથી. પરંતુ “સ્વદ્રવ્ય-પદ્રવ્ય-દેવદ્રવ્ય એમ કોઈપણ દ્રવ્યથી પ્રાપ્ત થનાર પુષ્પાદિ સામગ્રીનો અભાવ હોય તો નિર્ધન શ્રાવક દેરાસરના અન્ય કાર્યો કરે.” એવો અર્થ કરવાનો છે. આથી “નિર્ધન શ્રાવક સ્વદ્રવ્ય ન હોવા છતાં પણ પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પ્રાપ્ત કરેલ પુષ્પાદિ ઉપલબ્ધ હોય તો તેણે તેનાથી જિનપૂજા કરવી જ જોઈએ. તેને અન્ય કાર્યો કરીને જિનપૂજાના લાભથી વંચિત રહેવાની જરૂર નથી.”
– લેખકશ્રીની આ વાતો શાસ્ત્રસાપેક્ષ નથી. પરંતુ શાસ્ત્રનિરપેક્ષ છે. નર્યો કુતર્કનો વિલાસ છે.
– લેખકશ્રીએ કરેલી વાતની ગંધ પણ શ્રાદ્ધદિનકૃત્યના પાઠમાં આવતી નથી. ૨૦૪૪'ના સંમેલન પછી જ એમને એ સુગંધ (!) કયાંથી મળી એ મોટું આશ્ચર્ય છે. બાકી તો તે વર્ગના ૨૦૪૪' પૂર્વના પુસ્તકોમાં શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથને અનુસરતી જ વાતો કરવામાં આવી છે. તેના અંશો આગળ આપવામાં આવશે. પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાના પત્રો પણ લેખકશ્રીની વાતને રદીયો આપે છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, આજે ઘણા કારણોસર શ્રીસંઘોના જિનમંદિરમાં “પૂજાની કેશરાદિ સામગ્રી” ઉપલબ્ધ રાખવી અનિવાર્ય બની છે. આવી પરિસ્થિતિમાં શ્રીસંઘોની કે શ્રાવકોની શુદ્ધદેવદ્રવ્ય ઉપર નજર ન જાય, તે માટે પૂ. ગીતાર્થ મહાપુરુષો “જિનભક્તિ સાધારણ દ્રવ્યનું અલગ ફંડ ઊભું કરવા માટે અને એમાંથી પૂજાની સામગ્રી લાવવા સલાહ-ઉપદેશ આપે છે અને આજે શ્રાવકો આવા જિનભક્તિ સાધારણ દ્રવ્યથી પૂજા કરે છે. અહીં બીજી એક નોંધનીય વાત એ છે કે, જાણવા મળ્યા મુજબ પૂજા સામગ્રી માટેનાં દ્રવ્યોના અભાવે શ્રીસંઘોની જિનમંદિરના જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય દેવદ્રવ્ય ઉપર દૃષ્ટિ ન જાય, તે માટે પૂ.આ.ભ. શ્રી. યશોદેવસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણા કરીને પૂજાની
Page #121
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સામગ્રી ભેગી કરવા માટેના ચડાવાનો પ્રારંભ કરાવ્યો હતો અને યાદ રહે કે, એ ચડાવાની રકમને જ “જિનભક્તિ સાધારણ” એવું નામ આપવામાં આવેલ છે. એમાં કોઈ શ્રાવકાદિએ “પૂજાની સામગ્રી માટે ભેટરૂપે આવેલું દ્રવ્ય પણ સમાવેશ પામે છે, તે પણ યાદ રાખવું.
હવે શ્રાદ્ધવિધિના આધારે શ્રાવક માટેની જિનપૂજાની વિધિ જોઈશું. (D) શ્રાદ્ધવિધિના પાઠોડ (૧) મહર્તિક માટેની પૂજાવિધિઃ
विधिश्चायं-यदि राजादिमहद्धिः तदा सव्वाए इड्डीए.... इत्यादि वचनात् प्रभावनानिमित्तं महा देवगृहे याति यथा दशार्णभद्रः [પાથ-૬/ટી]
અર્થ : આ વિધિ છે - જો રાજાદિ ઋદ્ધિમાન હોય તો, “સર્વ ઋદ્ધિથી' ઇત્યાદિ શાસ્ત્રવચન મુજબ જૈનશાસનની પ્રભાવના નિમિત્તે મોટી ઋદ્ધિથી જિનમંદિરે જાય. દા.ત. દશાર્ણભદ્રરાજા.
(૨) મધ્યમ ઋદ્ધિવાળા શ્રાવકમાટે જિનપૂજાની વિધિઃ
एवं महद्धिर्देवगृहे याति । सामान्यविभवस्त्वौद्धत्यपरिहारेण लोकोपहासं परिहरन् यथानुरूपाडम्बरं भ्रातृपुत्रादिपरिवृत्तो व्रजति [T-૬/ટીવI]
અર્થ આ રીતે મહદ્ધિક દેવગૃહે જાય. સામાન્ય વૈભવવાળો ઉદ્ધતાઈનો ત્યાગ કરવા પૂર્વક, લોક ઉપહાસને તજતો, પોતાના સંયોગ મુજબ આડમ્બરપૂર્વક ભાઈ-મિત્ર-પુત્રાદિથી પરિવરેલો જિનમંદિરે જાય. (૩) નિધનશ્રાવક માટે વિધિઃ
अयं च चैत्यगमनपूजास्नात्रादिविधिः सर्वोऽपि ऋद्धिप्राप्तमाश्रित्योक्तस्तस्यैवैतद्योगसंभवात् । अनृद्धिप्राप्तस्तु श्राद्धः स्वगृहे
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
?
सामायिकं कृत्वा केनापि सह ऋणविवादाद्यभावे ईर्याद्युपयुक्तः साधुवच्चैत्यं याति नैषधिकीत्रयादिभावपूजानुयायिविधिना । स च पुष्पादिसामग्र्यभावात् द्रव्यपूजायामशक्तः सामायिकं पारयित्वा कायेन यदि किंचित्पुष्पग्रथनादिकर्त्तव्यं स्यात्तत् करोति । [ गाथा - ६ / टीका ]
६७
અર્થ : આ ચૈત્યગમન-પૂજા-સ્નાત્ર આદિ સઘળી વિધિ ઋદ્ધિ પ્રાપ્તને આશ્રયીને કહી છે. તેને તે યોગનો સંભવ છે. અન્ઋદ્ધિમાન શ્રાવક સ્વગૃહે સામાયિક કરીને કોઈની સાથે દેવું અને વિવાદ ન હોવાથી ઇર્યાસમિતિમાં ઉપયોગવાળા સાધુની જેમ મંદિરે ત્રણ નિસીહિ આદિ ભાવપૂજાની વિધિ સાથે જાય અને દ્રવ્યપૂજા માટે અશક્ત તે સામાયિક પારીને કાયાથી જે કાંઈ પુષ્પ ગુંથવા વગેરે કાર્ય હોય તે કરે.
(૪) શ્રાદ્ધવિધિનો અગત્યનો પાઠ : અહીં ગૃહમંદિરવાળા અને એ વિનાના શ્રાવકો માટે એમ તમામ શ્રાવકો માટે જિનપૂજા સંબંધી વિશેષ માહિતી આપવામાં આવી છે. તેમાં ઘણા ખુલાસા પણ થયેલા છે. भे પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી છે. સામેવાળા આ પાઠ અંગે ઘણા કુતર્કો કરે છે અને સત્યપક્ષ ઉપર (પોતે અધૂરો પાઠસંદર્ભ મૂકતા હોવા છતાં સત્યપક્ષ ઉ૫૨) અધૂરો પાઠ ૨જૂ ક૨વાનો આક્ષેપ કરે છે. તે આક્ષેપ તદ્દન ખોટો છે. હવે તે સમગ્ર પાઠ અર્થસહિત મૂકીએ છીએ –
स्वगृहचैत्यढौकितचोक्षपूगीफलनैवेद्यादिविक्रयोत्थं पुष्पभोगादि स्वगृहचैत्ये न व्यापार्यम् । नापि चैत्ये स्वयमारोप्यं, किन्तु सम्यग् स्वरूपमुक्त्वार्चकादेः पार्श्वात् तद्योगाभावे तु सर्वेषां स्फुटं स्वरूपमुक्त्वा स्वयमप्यारोपयेत्, अन्यथा मुधाजनप्रशंसादिदोषः । गृहचैत्यनैवेद्यादि चारामिकस्य प्रागुक्तमासदेयस्थाने नार्य्यम्, आदावेव नैवेद्यार्पणेन मासदेयोक्तौ तु न दोषः । मुख्यवृत्या तु मासदेयं पृथगेव कार्यं । गृहचैत्यनैवेद्यचोक्षादि तु देवगृहे मोच्यमन्यथा गृहचैत्यद्रव्येणैव गृहचैत्यं पूजितं स्यान्न तु स्वद्रव्येण । तथा चानादरावज्ञादि दोष:, न चैवं युक्तं स्वदेहगृहकुटुम्बाद्यर्थं भूयसोऽपि व्ययस्य गृहस्थेन करणात् । देवगृहे
Page #123
--------------------------------------------------------------------------
________________
६८
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા देवपूजापि स्वद्रव्येणैव यथाशक्ति कार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रयोत्थद्रव्येण, देवसत्कपुष्पादिना वा, प्रागुक्तदोषात् । तथादेवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग्रक्षणीयं सम्यग् मूल्यादियुक्त्या च विक्रेयं न तु यथा तथा मोच्यं, देवद्रव्यादिविनाशादिदोषापत्तेः । [गाथा-६/ ટી ].
અર્થ પોતાના ગૃહમંદિરમાં ધરેલાં ચોખા, સોપારી, નૈવેદ્ય આદિના વેચાણથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિને પોતાના ગૃહચૈત્યમાં ન વાપરવા, તેમજ ચૈત્ય (સંઘમંદિર)માં પણ પોતે ન ચડાવવા, પરંતુ તેનું સાચું સ્વરૂપ જણાવીને પૂજકાદિ પાસે ચડાવરાવવું. જો એમ બની શકે તેમ ન હોય તો બધાની આગળ “આ ગૃહમંદિરમાં ચડાવેલ ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિ છે. મારા પોતાના દ્રવ્યથી નવા પ્રાપ્ત થયેલ પુષ્પભોગ નથી' વગેરે સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહિ તો લોકોમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાનો દોષ લાગે અને ગૃહચૈત્યના નૈવેદ્ય વગેરે માળીને પહેલાથી નક્કી કરેલા પગારની જગ્યાએ ન આપવા. જો પહેલેથી જ નૈવેદ્ય આપવા પૂર્વક માસિક પગાર નક્કી કર્યો હોય તો દોષ નથી. મુખ્યમાર્ગે તો માસિક પગાર જુદો જ આપવો જોઈએ. ગૃહમૈત્યના નૈવેદ્ય ચોખા વગેરે તો દેવગૃહતસંઘદેરાસર)માં મૂકવા જોઈએ, નહિ તો ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહચૈત્ય પૂજાયેલું બને પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને અને તેથી અનાદર, અવજ્ઞા વગેરે દોષ લાગે છે. પોતાના દેહ, કુટુંબાદિ માટે ઘણો બધો પણ વ્યય કરનારા ગૃહસ્થ માટે આ યોગ્ય નથી. દેવગૃહમાં દેવપૂજાપણસ્વદ્રવ્યથી જયથાશક્તિકરવી જોઈએ. નહિકે પોતાના ગૃહ(મંદિર)માં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણથી પ્રાપ્ત થયેલા પૈસાથી કે દેવ સંબંધી પુષ્પો વગેરેથી, કેમ કે, એવું કરવામાં પૂર્વે કહેલ દોષ લાગે છે.
તથા દેવગૃહમાં આવેલા નૈવેદ્ય અક્ષત આદિને પોતાની વસ્તુની જેમ બરાબર સાચવવા અને યોગ્ય કિંમત આદિ યુક્તિથી તે વેચવા. પરંતુ જેમ-તેમ મૂકવા નહિ. કારણ કે, ગમે તેમ મૂકવાથી દેવદ્રવ્યવિનાશાદિ
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? દોષ લાગવાની આપત્તિ આવે છે.
ટિપ્પણીઃ (૧) શ્રાદ્ધવિધિના પૂર્વે જણાવેલા શાસ્ત્રપાઠોમાં ધનવાનમધ્યમ અને નિર્ધન શ્રાવક માટેની જિનપૂજાની વિધિ બતાવી હતી. હવે પૂર્વોક્ત પાઠમાં ગૃહમંદિરના શ્રાવકે પોતાના ગૃહમંદિરમાં મૂકાયેલા ફળ-નૈવેદ્ય આદિનું શું કરવું અને સર્વે શ્રાવકોએ (ગૃહમંદિરવાળા અને ગૃહમંદિર વિનાના શ્રાવકોએ) જિનપૂજા શાનાથી કરવી અને સંઘના જિનમંદિરમાં મૂકાયેલા ફળ-નૈવેદ્યાદિનું શું કરવું ? વગેરે પ્રશ્નોનું માર્ગદર્શન પૂર્વોક્ત પાઠમાં આપ્યું છે. પૂર્વોક્ત પાઠનો ફલિતાર્થ એ છે કે –
(A) શ્રાવકે બંને પ્રકારના ભોગ-ઉપભોગ) દેવદ્રવ્યને યથાસંભવ પોતાના કાર્યમાં ન વાપરવું. પરંતુ યોગ્ય સ્થાને જ વાપરવું. | (B) પોતાના ગૃહમંદિરમાં ધરેલાં ચોખા, સોપારી, નૈવેદ્ય આદિના વેચાણથી પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિને પોતાના ગૃહમંદિરમાં ન વાપરવા. તેમજ ચૈત્ય (સંઘમંદિર)માં પણ પોતે ન ચડાવવા, પરંતુ તેનું સાચું સ્વરૂપ જણાવીને પૂજકાદિ પાસે ચડાવરાવવું. જો એમ બની શકે તેમ ન હોય તો બધાની આગળ ““આ ગૃહમંદિરમાં ચડાવેલ ચીજમાંથી પ્રાપ્ત થયેલ પુષ્પભોગાદિ છે. મારા પોતાના દ્રવ્યથી નવા પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિ નથી” વગેરે સ્પષ્ટ રીતે જણાવીને પોતાના હાથે ચડાવવું. નહિ તો લોકમાં પોતાની વૃથા પ્રશંસા વગેરે થવાનો દોષ લાગે.
અહીં ઉલ્લેખનીય છે કે, સંબોધ પ્રકરણ આદિ ગ્રંથોમાં પ્રભુ સમક્ષ ધરેલાં નૈવદ્યાદિને નિર્માલ્ય દેવદ્રવ્ય તરીકે જણાવેલ છે અને તે અક્ષતનૈવેદ્યાદિને યોગ્ય કિંમતે વેચીને ઉપજેલી રકમને જિનાલયના જીર્ણોદ્ધારમાં ઉપયોગ કરવાનું જણાવ્યું છે અને પ્રભુના આભૂષણો પણ બનાવી શકાય તેમ કહ્યું છે.
અહીં બીજી વાત એ નોંધનીય છે કે, શ્રાદ્ધવિધિના પૂર્વનિર્દિષ્ટ પાઠમાં
Page #125
--------------------------------------------------------------------------
________________
૭૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
"देवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग् रक्षणीयं सम्यग्-मूल्यादिયુવત્યા ર વિયં નતુ યથા તથા મોમ્' આમ કહીને જિનમંદિરમાં આવેલા નૈવેદ્ય અક્ષતાદિની પોતાની વસ્તુની જેમ રક્ષા કરવાની છે અને સારા મૂલ્ય વેચવાના છે. એને ગમે ત્યાં મૂકી દેવાના નથી.
-શ્રાદ્ધવિધિના પૂર્વોક્ત પાઠમાં સ્વગૃહચૈત્યમાં શ્રાવકે સ્વદ્રવ્યથી ધરેલાં અક્ષત-નૈવેદ્યાદિને વેચીને પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિનું શું કરવું તેની વ્યવસ્થા બતાવી છે. સંબોધ પ્રકરણમાં અક્ષત-નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત રકમને પૂર્વનિર્દિષ્ટ સ્થાને (જીર્ણોદ્ધાર કે અલંકાર બનાવવામાં) નિયોજવાની કહી છે અને અહીં અક્ષત-નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત પુષ્પભોગાદિને પૂર્વોક્ત રીતિથી શ્રીસંઘમંદિરમાં ચઢાવવાના કહ્યા છે; અહીં બંને ગ્રંથની વિગતમાં એક મહત્ત્વનો ફેરફાર એ છે કે, સંબોધપ્રકરણમાં અક્ષતાદિના વેચાણથી પ્રાપ્ત થતી “રકમ' જણાવી છે અને શ્રાદ્ધવિધિમાં અક્ષતાદિના વેચાણથી પ્રાપ્ત થતા “પુષ્પભોગાદિ જણાવ્યા છે. અહીં એમ જણાય છે કે, વસ્તુના બદલામાં બીજી વસ્તુ લેવાની પદ્ધતિ પ્રચલિત હશે, ત્યારે ગૃહમંદિરવાળો શ્રાવક માળી પાસે ફૂલો મંગાવતો હશે, ત્યારે તે ફૂલોના બદલામાં અક્ષતાદિ તેને અપાતા હશે. એટલે ગૃહમંદિરમાં ધરેલાં અક્ષતાદિથી પુષ્પાદિ શ્રાવકને મળતા હશે અને તેવા પુષ્પોનું શું કરવું, તેની વિધિ પૂર્વોક્ત પાઠમાં બતાવી છે. એટલે ગૃહમંદિરમાં ચઢાવેલાં અક્ષતાદિના બદલામાં પુષ્પભોગાદિ આવ્યા છે. તો તેને ગૃહમંદિરવાળો શ્રાવક યોગ્ય વ્યવસ્થા થાય તે માટે સંઘના જિનમંદિરમાં આપે તેમ કહ્યું છે.
અહીં યાદ રાખવું જરૂરી છે કે, શ્રાદ્ધવિધિના પૂર્વોક્ત પાઠની પૂર્વે ચર્ચાયેલી વિગતોમાં શ્રાવક ભોગ-ઉપભોગ એમ બંને પ્રકારના દેવદ્રવ્યને પોતાના કાર્યમાં વાપરે નહીં એવું સ્પષ્ટ કહ્યું જ છે. તેથી અક્ષતાદિના વેચાણથી પ્રાપ્ત “રકમ હોય તો તેને જીર્ણોદ્ધાર (દેવદ્રવ્ય) ખાતામાં મૂકે અને તેના વેચાણથી પ્રાપ્ત “પુષ્પભોગાદિ હોય તો તેને સંઘના મંદિરમાં મૂકે. તેનાથી પુનઃ જિનપૂજા ન કરે, પરંતુ તે પ્રાપ્ત “પુષ્પભોગાદિની
Page #126
--------------------------------------------------------------------------
________________
૭૧
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? યોગ્ય વ્યવસ્થા માટે સંઘના મંદિરમાં મૂકે.
– આ રીતે સંઘના મંદિરે મૂકે ત્યારે તેનું યથાર્થ સ્વરૂપ જણાવીને મૂકે એમ કહ્યું. નહીંતર ફોગટ પ્રશંસા, અનાદર-અવજ્ઞા આદિ દોષો લાગે છે, એમ કહ્યું છે અર્થાત્ “આ પુષ્પભોગાદિ મારા ગૃહચૈત્યના અક્ષત-નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત થયેલા છે, તેને હું અહીં મૂકું છું. પરંતુ તે મારા સ્વદ્રવ્યથી લાવેલા નથી” આ રીતે યથાર્થ સ્વરૂપ પ્રગટ કરીને મૂકે. નહીંતર લોકો ““આ શ્રાવક પોતાના ગૃહમંદિરમાં સ્વદ્રવ્યથી પૂજા કર્યા પછી પણ સંઘના મંદિરમાં પણ સ્વદ્રવ્યથી કેવી ઉત્તમ પૂજા કરે છે” એવું ધારીને એની ખોટી પ્રશંસા કરે. તદુપરાંત, જે વાસ્તવમાં દેવદ્રવ્ય સ્વરૂપ છે અને સંઘના દહેરાસરે વ્યવસ્થા માટે જ મૂકવામાં આવે છે, તેમ છતાં તેને પૂર્વોક્ત ખુલાસો કર્યા વિના મૂકે તો પ્રભુનો અનાદર અને અવજ્ઞા પણ થાય છે.
અહીં નીચેની મહત્ત્વની વાતો ઉલ્લેખનીય છે,
(૧) ગૃહમંદિરના નૈવેદ્ય-અક્ષતાદિને પૂર્વે જણાવ્યા પ્રમાણે વસ્તુના બદલામાં વસ્તુ લેવાની પ્રચલિત પદ્ધતિના યોગે પુષ્પભોગાદિના બદલામાં અપાતા હોય, ત્યારે તે રીતે પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિ પણ દેવદ્રવ્ય સ્વરૂપ જ છે અને તેને પોતાના કે સંઘના મંદિરમાં ગૃહમંદિરવાળો શ્રાવક પોતે પુનઃ ધરાવે નહીં, પરંતુ તેની યોગ્ય વ્યવસ્થા થાય, તે માટે સંઘના મંદિરમાં મૂકે.
(૨) પૂર્વોક્ત પાઠમાં ગૃહમંદિરના અક્ષત-નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત પુષ્પભોગાદિની વ્યવસ્થા બતાવ્યા પછી ગ્રંથકારે નીચેની અગત્યની વાત નોંધી છે –
"गृहचैत्यनैवेद्यादि चारामिकस्य प्रागुक्तमासदेयस्थाने नार्म्यम्, आदावेव नैवेद्यार्पणेन मासदेयोक्तौ तु न दोषः । मुख्यवृत्त्या तु मासदेयं પૃથોવ વાર્થમ્'
Page #127
--------------------------------------------------------------------------
________________
૭૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા – (૧) ગૃહચૈત્યના નૈવેદ્યાદિ માળીને પહેલાંથી નક્કી કરેલા પગારની જગ્યાએ ન આપવા.
(૨) જો પહેલેથી જ નૈવેદ્ય આપવા પૂર્વક માસિક પગાર નક્કી કર્યો હોય તો દોષ નથી. (૩) મુખ્ય માર્ગે તો માસિક પગાર જુદો જ આપવો જોઈએ.
સ્પષ્ટીકરણ અહીં ત્રણ વાત જણાવી છે. (અ) ગૃહચૈત્યના નૈવેધાદિ નિર્માલ્ય દેવદ્રવ્ય સ્વરૂપ હોવાથી તે માળીને પગાર પેટે આપી શકાય નહીં.
(બ) કદાચ પૂર્વે જણાવ્યા મુજબ વસ્તુના બદલામાં વસ્તુ લેવાની પદ્ધતિ પ્રચલિત હોવાના કારણે આપવા પડે તેમ હોય તો એ પહેલેથી આપવા પૂર્વક માસિક પગાર નક્કી કરેલો હોવો જોઈએ. આ એક અપવાદ માર્ગ છે. મુખ્યમાર્ગ તો ગ્રંથકારશ્રીએ પછીથી તુરંત નીચે જણાવેલ જ છે. - (ક) મુખ્યમાર્ગે તો માસિક પગાર અલગ જ આપવો જોઈએ. (જેથી દેવદ્રવ્યનો પોતાના કાર્યમાં ઉપયોગ કરવાનો દોષ ન લાગે.)
(ડ) અહીં એક વાત નોંધનીય છે કે, અપવાદ માર્ગ તો પરિસ્થિતિવિશેષમાં સેવવાનો હોય છે. સામાન્ય પરિસ્થિતિમાં તો મુખ્યમાર્ગને જ અનુસરવાનો હોય છે. આથી જ પૂ.ગીતાર્થ મહાપુરુષો માળી કે પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપવાની ના પાડે છે અને પૂજારી શ્રાવકના કાર્યો માટે રાખવામાં આવેલો હોવાથી તેનો પગાર શ્રાવકોએ પોતાના પૈસાથી આપવાનું જણાવે છે. તદુપરાંત, વિ.સં. ૧૯૯૦ના શ્રમણસંમેલનના સૂત્રધાર પૂ.ગીતાર્થ મહાપુરુષોએ અશક્ત સ્થળોએ પ્રતિમા અપૂજ ન રહે તે માટે પ્રતિમાની પૂજા કરવા રાખવામાં આવતા પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપવાની અપવાદ માર્ગ છુટી પણ આપી છે. જો કે, આવા અશક્ત સ્થળોએ પૂ.ગીતાર્થ મહાપુરુષો પ્રેરણા કરીને સાધારણ દ્રવ્યની
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૭૩
સગવડ ઊભી કરાવી આપીને દેવદ્રવ્યનો ઉપયોગ ન થાય તેની કાળજી રખાવતા હોય છે. એટલે મુખ્યમાર્ગને અનુસરવાની જ કાળજી રખાતી આવી છે.
→ ગ્રંથકારશ્રીએ અહીં ખૂબ જ સ્પષ્ટ વાત કરી છે અને ક્યાંય પણ માળીને કે પૂજારીને દેવદ્રવ્યમાંથી પગાર આપવાની વાત કરી નથી. છતાં કુતર્કો કરીને યેન કેન પ્રકારે તેવો અર્થ કાઢવો એ લેશમાત્ર ઉચિત નથી. વિ.સં. ૨૦૪૪ પૂર્વે સર્વ મહાત્માઓ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ અપાય તેવી જ પ્રરૂપણા કરતા હતા અને ત્યારે પણ તે મહાત્માઓને શ્રાદ્ધવિધિના પૂર્વોક્ત સંદર્ભો નજર સમક્ષ હતા જ અને તેથી જ શાસ્ત્રના નામે જો૨શોરથી તેવો પ્રચાર કરતા હતા. તેમના પ્રવચનાંશો આગળ આપણે જોવાના જ છે.
→ પૂજારીના પગાર સંબંધી તે પક્ષના (ધા.વ.વિ.ના લેખકશ્રી વગેરેના) અભિપ્રાયો વાચકોની જાણકારી માટે નીચે આપીએ છીએ - (A) પુસ્તકનું નામ : ‘હું શ્રાવક બનું.” : લેખક : પૂ.પં.શ્રીચંદ્રશેખર વિ.ગણી. ‘‘શક્ય હોય તો સંઘના ભાઈઓએ જ દેરાસરનું સઘળું કાર્ય કરવું જોઈએ. તેમ ન જ બને તો પોતાનું તે કાર્ય કરવા માટે એક ભદ્રક પ્રકૃતિવાળા સારા માણસને રાખવામાં આવે તો પણ તેનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ આપવો જોઈએ. કેમ કે, પોતાનું કામ જે માણસ કરે તેને પોતાના જ પૈસા પગાર પેટે આપવા જોઈએ.’’ (પૃ. ૧૭૧)
(B) પુસ્તકનું નામ : “ચાલો જિનાલયે જઈએ” : લેખક : મુનિશ્રી હેમરત્નવિ. (પછીથી આચાર્ય)
પ્રશ્ન ઃ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપવામાં આવે તો શો વાંધો ?
ઉત્તર : દેરાસરમાં શ્રાવકોને જે કાર્ય કરવાનું છે તે કાર્ય કરાવવા માટે પૂજારી રાખવામાં આવે છે, એટલે શ્રાવકનું કાર્ય કરનારા પૂજારીને
Page #129
--------------------------------------------------------------------------
________________
७४
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા મંદિરનો પગાર કેમ આપી શકાય? એમ કરવામાં દેરાસરના પૈસે શ્રાવકોએ પોતાનું કામ કરાવ્યાનો દોષ લાગે.
(૩) તે પછી ગ્રંથકારશ્રીએ અગત્યનો ખુલાસો કર્યો છે કે,
"गृहचैत्यनैवेद्यचोक्षादि तु देवगृहे मोच्यमन्यथा गृहचैत्यद्रव्येणैव गृहचैत्यं पूजितं स्यान्न तु स्वद्रव्येण । तथा चानादरावज्ञादिदोषः, न चैवं युक्तं स्वदेहगृहकुटुम्बाद्यर्थं भूयसोऽपि व्ययस्य गृहस्थेन करणात् ।" ।
- ગૃહચૈત્યના નૈવેદ્ય-ચોખા વગેરે તો દેવગૃહ (સંઘમંદિર)માં મૂકવા જોઈએ, નહિ તો ગૃહચૈત્યના દ્રવ્ય વડે જ ગૃહત્ય પૂજાયેલું બને, પરંતુ સ્વદ્રવ્યથી પૂજાયેલું ન બને અને તેને અનાદર, અવજ્ઞા વગેરે દોષ લાગે છે. પોતાના દેહ, કુટુંબાદિ માટે ઘણો બધો વ્યય કરનારા ગૃહસ્થ માટે આ યોગ્ય નથી.”
સ્પષ્ટીકરણ :
(૧) વાત ગૃહમંદિરના અક્ષત-નૈવેદ્યાદિની ચાલે છે. તેમાં પ્રચલિત પદ્ધતિથી એને વેચતાં પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિ માટેની વ્યવસ્થા પૂર્વે બતાવી છે. હવે એવી રીતે અદલાબદલી ન કરવાની હોય ત્યારે ગ્રંથકારશ્રી જણાવે છે કે, તે ગૃહમંદિરના અક્ષત-નૈવેદ્યાદિ સંઘના દેરાસરમાં મૂકવા.
આથી ગૃહમંદિરનો શ્રાવક પોતાના ગૃહમંદિરના અક્ષતાદિને સંઘના મંદિરમાં યોગ્ય વ્યવસ્થા માટે અર્પણ કરે અને અર્પણ કરતી વખતે ખોટી પ્રશંસા, પ્રભુની આજ્ઞાનો અનાદર, અવજ્ઞા વગેરે દોષો ન લાગે તે માટે પૂર્વનિર્દિષ્ટ રીતે ખુલાસો પણ કરે.
3 હવે ગૃહમંદિરવાળા અને ગૃહમંદિર વિનાના એમ સર્વે શ્રાવકો માટે સંઘના મંદિરે પૂજા કઈ રીતે કરવી તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે –
"देवगृहे देवपूजापि स्वद्रव्येणैव यथाशक्ति कार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रियोत्थद्रव्येण, देवसत्कपुष्पादिना वा, प्रागुक्तતોષાત્ ”
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૭૫ અર્થ: દેવગૃહમાં (સંઘમંદિરમાં) દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જયથાશક્તિ કરવી જોઈએ. નહિ કે પોતાના ગૃહ(મંદિર)માં ચડાવેલાં નૈવેદ્ય વગેરેના વેચાણથી પ્રાપ્ત થયેલા પૈસાથી કે દેવસંબંધી પુષ્પો વગેરેથી, કેમ કે, એવું કરવામાં પૂર્વે કહેલા “ફોગટ પ્રશંસા', અવજ્ઞા, અનાદર વગેરે દોષ લાગે છે.
સ્પષ્ટીકરણ :
(૧) પૂર્વોક્ત શાસ્ત્રવિધાનમાં કહ્યું છે કે, ““જિનમંદિરમાં પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. પરંતુ ગૃહમંદિરવાળા શ્રાવકે પોતાના મંદિરમાં ચઢાવેલાં નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત પૈસાથી જિનપૂજા ન કરવી તથા ગૃહમંદિરવાળા (અને ગૃહમંદિર વિનાના તમામ શ્રાવકોએ) દેવસંબંધી પુષ્પોથી જિનમંદિરમાં પ્રભુપૂજા ન કરવી. કારણ કે, તેમાં પૂર્વનિર્દિષ્ટ દોષો લાગે છે.
(૨) અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વોક્ત પાઠનો અર્થ કરતી વેળાએ ધા.વ.વિ.ના લેખકશ્રીએ “રેવપુષ્પવિના વા પ્રપુતોષા' - આ પદનો અર્થ કરવાનું ટાળી દીધું છે. જ્યારે ગણિ શ્રી અભયશેખર મહારાજે “રેવપુષ્પવિના''નો અર્થ “ભગવાનને ચઢાવેલાં ફૂલથી” એવો અર્થ કર્યો છે, તે સાચો નથી. “વસ'નો અર્થ દેવસંબંધી જ થાય છે. તેથી તે પદનો અર્થ ‘દેવસંબંધી પુષ્પો” જ થાય. પરંતુ “ભગવાનને ચઢાવેલા ફૂલોથી ન થાય અને બીજી પણ મહત્ત્વની વાત એ છે કે, ભગવાનને ચઢાવેલા ફૂલો ફરી (ઉતરી ગયેલા વિગન્ધિ) ફૂલો હોવાથી પુનઃ ચઢાવી શકાતા જ નથી, કે જેથી ગ્રંથકારશ્રીને એવું કહેવું પડે. તેથી
ત્યાં એવો જ અર્થ કરવાનો છે કે, ગૃહમંદિરવાળા કે ગૃહમંદિર વિનાના કોઈપણ શ્રાવકે “દેવસંબંધી પુષ્પાદિથી જિનપૂજા કરવાની નથી. પરંતુ સ્વદ્રવ્યથી જ પ્રભુપૂજા કરવાની છે. (અહીં રેવત્વ = દેવસંબંધી પુષ્પો એટલે કોઈક શ્રાવકે જિનાલયની ભક્તિ માટે બગીચો આદિ ભેટ આપ્યો હોય, તે બગીચા આદિમાંના આવેલા પુષ્પોને દેવસંબંધી પુષ્પો કહેવાય છે.) આથી દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની વાત આ પાઠથી કોઈપણ રીતે
Page #131
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સિદ્ધ થતી નથી. તેથી ગણિશ્રીની ધા.વ.વિ.ના પરિશિષ્ટ પૃ. ૧૩૦ ઉપર લખાયેલી નીચેની વાત તદન અસત્ય છે.
આ વિષયમાં ધા.વ.વિ.ના પરિશિષ્ટકારશ્રી લખે છે કે,
જો દેવદ્રવ્ય બનેલ ચીજથી પૂજા કરવામાં દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગતો હોત તો, લોકમાં ઉક્ત રીતે જાહેરાત કરવા છતાં પણ, એ ચીજનું દેવદ્રવ્યપણું દૂર થતું ન હોવાથી, દેવદ્રવ્યભક્ષણનો દોષ ઉભો ન રહેતા અને તો પછી તેવી જાહેરાત કરીને એ ચીજ ભગવાનને ચડાવવાની શાસ્ત્રકાર અનુજ્ઞા ન આપત.”
- પૂર્વોક્ત વિચારણાથી પરિશિષ્ટકારની આ વાત સત્યથી તદ્દન વેગળી છે. કુતર્કનો વિલાસમાત્ર છે.
(૩) તદુપરાંત, ધા.વ.વિ.ના પરિશિષ્ટકાર પૃ. ૧૩૧ ઉપર સત્યથી તદ્દન વેગળી નીચેની વાત કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું મહાપાપ કર્યું છે. તે લખાણ આ મુજબ છે –
(A) “આમ, “શ્રાવકે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ એવી પોતાની માન્યતાને શાસ્ત્રાનુસારી સિદ્ધ કરવા માટે “દ્રવ્યસપ્તતિકા' તેમજ “શ્રાદ્ધવિધિનો જે શાસ્ત્રપાઠ આપવામાં આવે છે તે પાઠ જ તેઓની આ માન્યતાને સિદ્ધ કરી શકતો નથી એ સ્પષ્ટ થયું. તેથી દેવદ્રવ્યથી જિનપૂજા થઈ ન શકે એ વાત ઊભી રહી શકતી નથી. (B) સામે પક્ષે, ઉપરોક્ત અનેક શાસ્ત્રપાઠો દેવદ્રવ્યની વૃદ્ધિને પ્રભુપૂજા વગેરે માટે સ્પષ્ટ રીતે જણાવે છે. (C) એટલે જ વિ.સં. ૧૯૭૬માં ખંભાતમાં પૂ.આ.શ્રી. કમલસૂરિ મ.પૂ. શ્રીદાનસૂરિ મ., પૂ. સાગરજી મ. આદિએ નીચે મુજબ ઠરાવ કરેલો
| (M) “જિનપ્રતિમાની નિયમિત પૂજા થવા માટે, પૂજાનાં ઉપકરણો સમારવા માટે, તેમજ નવાં કરવા માટે તથા ચૈત્યો સમારવા માટે દેવદ્રવ્યની વૃદ્ધિ અને તેનું સંરક્ષણ કરવું. દેવદ્રવ્યનું સંરક્ષણ અને તેની વૃદ્ધિ દેવાધિદેવ પરમાત્માની ભક્તિ નિમિત્તે જ કરવામાં આવે છે. (D) આ ઠરાવ પર પૂ.આ.શ્રી. રામચંદ્રસૂરિજી મહારાજે પણ સહી કરેલી છે એ ખ્યાલમાં રાખવા જેવું છે. (ધા.વ.વિ. પૃ. ૧૩૧)
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
:
સમાલોચનાઃ (પૂર્વોક્ત લખાણમાં A-B-C-D વિભાગ સમાલોચનાની સગવડતા માટે અમે પાડ્યા છે.)
૭૭
(૧) A - વિભાગની વાત સાવ ખોટી છે, તે અત્યાર સુધીની ચર્ચાથી સિદ્ધ થાય છે. પૂર્વનિર્દિષ્ટ ગ્રંથોના શાસ્ત્રપાઠો દરેક કક્ષાના સાધકને ‘સ્વદ્રવ્ય’થી જ જિનપૂજા કરવાનું કહે છે.
(૨) B - વિભાગમાં જણાવેલી વાત પણ સત્યથી તદ્દન વેગળી છે. ઉપદેશપદાદિ ગ્રંથોના ‘‘સતિ હિ વેવદ્રવ્યે’’ વાળા પાઠો શુદ્ધદેવદ્રવ્યથી જિનપૂજા કરવાની રજા આપતા જ નથી. જેની વિગતવાર ચર્ચા પ્રકરણ૫માં કરવામાં આવી છે.
(૩) c - વિભાગમાં વિ.સં. ૧૯૭૬ના શ્રમણ સંમેલને કરેલા આઠ ઠરાવ પૈકીના બીજા ઠરાવની જે વાત કરી છે, તેમાં એ ઠરાવને ખોટી રીતે લખ્યો છે. તે આપણે પૂર્વે જોયું જ છે અને આગળ પણ જોઈશું. ત્યાં તેમણે ભવ્યાત્માઓને ગેરમાર્ગે દોર્યા છે.
(૪) એ ઠરાવોની નીચે પૂ.આ.ભ. શ્રી.વિ.રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની (તે વખતે પૂ.મુ.રામવિજયજી મ.ની) સહી હતી, તે વાત સાચી છે પરંતુ તેઓએ ક્યાંયે દેવદ્રવ્યથી જિનપૂજા થાય તેવું લખ્યું નથી - કહ્યું નથી કે, પ્રવચનમાં પ્રરૂપ્યું નથી. જિનપૂજા અંગે તેઓશ્રીની માન્યતા શી હતી, તે પૂર્વેના એમના પ્રવચનાંશોમાં જણાવી જ છે. પરિશિષ્ટકારે માત્ર એ મહાપુરુષોના નામે લોકોને ગુમરાહ કરવાનું મહાપાપ જ આદર્યું છે.
→ વળી, આ પાઠમાં આગળ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવ્યું છે. તેથી ઋદ્ધિમાન, મધ્યમ અને નિર્ધન શ્રાવકે તથા ગૃહમંદિરવાળા શ્રાવકે, આમ સર્વ શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ પૂજા કરવાનું વિધાન છે, તે સ્પષ્ટ છે.
→ ‘‘ટેવવૃદ્ધે તેવવૂનાપિ સ્વદ્રવ્યેીવ યથાશક્તિ જાŕ' - આ પાઠ “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી અને એ પુસ્તકને પ્રચારનારો વર્ગ માત્ર ગૃહમંદિરવાળા શ્રાવક માટેનો છે, બધા જ શ્રાવકો માટેનો નથી,
Page #133
--------------------------------------------------------------------------
________________
૭૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા એવું જે કહે છે, તે તદ્દન અસત્ય છે. કારણ કે, આ પાઠના આજુબાજુના શાસ્ત્રસંદર્ભો અને આગળ જણાવાશે તે શ્રાદ્ધવિધિની વિગતથી તથા અન્ય ગ્રંથોમાં વર્ણવેલી પૂજાવિધિથી “રેવા..."વાળો પાઠ તમામ (ઋદ્ધિમાનમધ્યમ-નિર્ધન-ગૃહમંદિરવાળા) શ્રાવકો માટે છે એ સમજી શકાય છે. એકપણ શાસ્ત્રમાં “સ્વવિભાવાનુસાર પૂજા કરવી અને સ્વદ્રવ્યથી જ પૂજા કરવી અને “પુષ્પાદિ સામગ્રીના અભાવવાળાએ દેરાસરના અન્ય કાર્યો કરવા” - આ ત્રણ શાસ્ત્ર વિધાનોને ગૌણ કરીને દેવદ્રવ્યથી પણ પૂજા કરી શકાય અને તેનાથી ભલે પરિગ્રહની મૂર્છા મારવાનો લાભ ન મળે પણ સમ્યકત્વની નિર્મલતા તો જરૂર થાય. - આવો શાસ્ત્રપાઠ એકપણ શાસ્ત્રમાં જોવા મળતો નથી. અરે ! અર્થાપત્તિ-ઉપલક્ષણથી પણ એવું અર્થઘટન કોઈપણ શાસ્ત્રપાઠમાંથી નીકળી શકતું નથી.
હવે શ્રાદ્ધવિધિકાર પૂર્વનિર્દિષ્ટ પાઠમાં આગળ જણાવે છે કે, "तथा देवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग् रक्षणीयं, सम्यग्मूल्यादियुक्त्या च विक्रेयं न तु यथा तथा मोच्यं, देवद्रव्यादिવિનાશરિતોષાપ '
અર્થ દેરાસરમાં આવેલા ફળ-નૈવેદ્યાદિ પોતાની વસ્તુની જેમ સાચવવા, યોગ્ય મૂલ્ય વેચવા પરંતુ તેને ગમે ત્યાં ન મૂકવા અને વેચવાથી મળેલી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી.) આમ ન કરવાથી દેવદ્રવ્ય વિનાશાદિનો દોષ લાગે છે.
= અહીં એકવાત એ પણ ઉલ્લેખનીય છે, પૂર્વનિર્દિષ્ટ પાઠમાં બેસપુષ્પવિના વા" આ વિધાન અને પછી તુરંત આવતું “વહાતિ...” વિધાન - આ બંને, એ શાસ્ત્રપાઠ માત્ર ગૃહમંદિરવાળા શ્રાવકની જિનપૂજાની વિધિ માટે છે, તેને રદીયો આપે છે.
ક વિશેષમાં...પૂર્વોક્ત સમગ્ર શાસ્ત્રપાઠને આગળ કરીને આ ગ્રંથાધિકાર ઘરદહેરાસરના માલિકનો છે, એવો પ્રચાર કરનારા ધા.વ.વિ.ના લેખકશ્રી તથા દેવદ્રવ્ય અને જિનપૂજા'ના લેખકશ્રી પૂર્વોક્ત પાઠ અંતર્ગત
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૭૯
આવતા ‘‘વેવસપુષ્પાવિના વા, પ્રભુત્ત્તોષાત્'' - આ વિધાનના અર્થની સાચી હકીકતને લોકો આગળ પ્રગટ કરતા ખચકાટ અનુભવે છે. કારણ કે, ‘દેવ સંબંધી પુષ્પો વગેરેથી દેવપૂજા કરે તો પૂર્વોક્ત દોષો લાગે છે’ અહીં ‘પૂર્વોક્ત દોષ’થી પૂર્વમાં જણાવેલ માત્ર મુધાજનપ્રશંસા જ નહીં, પરંતુ તેની સાથે અનાદર-અવજ્ઞાદિ દોષ પણ લેવાના છે. પરંતુ બંને લેખકશ્રીઓ જો એ વાતને લોકો સમક્ષ જાહેર કરે તો ‘સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી થતી પૂજામાં ભગવાનનો અનાદર-અવજ્ઞા થવી વગેરે દોષો લાગે છે.’ આ વાત શ્રાવકો સમક્ષ પ્રગટ થઈ જાય અને એમ થાય તો આવા દોષોની સંભાવનાને લઈને એક પણ શ્રાવક એ દોષ માથે લેવા તૈયાર ન થાય અને તેના યોગે લેખકયુગલને પોતાનો એજન્ડા પણ સિદ્ધ ન થાય. આથી પૂર્વોક્તદોષના વિવરણમાં અધૂરું અર્થઘટન કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરેલ છે.
અહીં બીજી પણ એક વાત ઉલ્લેખનીય છે કે, ‘દેવદ્રવ્ય અને જિનપૂજા’ પુસ્તકના લેખકશ્રીએ તો શ્રાદ્ધવિધિના એ ગ્રંથાધિકારને છોડીને પોતાના પુસ્તકના પૃ.-૫ ઉપર દ્રવ્યસપ્તતિકાનો પાઠ ગ્રહણ કર્યો છે અને ત્યાં ‘અન્યથા મુધાજનપ્રશંસાદિદોષઃ’ આ પંક્તિના વિવરણ વખતે આદિ પદથી જણાવવા યોગ્ય અનાદર-અવજ્ઞા દોષ પણ જણાવ્યા નથી. તેનો આશય વાચકો સ્વયં સમજી શકે છે. તદુપરાંત, શ્રાદ્ધવિધિમાં અને દ્રવ્યસપ્તતિકામાં તે પછીથી જણાવેલો “મુલ્યવૃન્યા...થી રેવદ્રવ્યાવિવિનાશોિષાવત્તે:'' સુધીનો આ ગ્રંથાધિકાર તેમને સ્વાભિમતની સિદ્ધિમાં પ્રતિબંધક બનવાનો છે, એ ખબર છે અને એ ગ્રંથાધિકાર લોકો સમક્ષ મૂકતાં અમે જ જુઠ્ઠા ઠરવાના છીએ, એ પણ બીક છે. તેથી જ એ અગત્યના શાસ્ત્રપાઠને ભવ્યાત્માઓથી છૂપાવ્યો છે. ખરેખર તો એ શાસ્ત્રપાઠને અર્થસહિત મૂકવો જોઈતો હતો.
"
→ આથી એ ગ્રંથાધિકારથી ‘વૃથાજનપ્રશંસાદિ'માં આદિ પદથી જણાવવા યોગ્ય દોષોને નહીં જણાવી, “સંઘ જ દેવદ્રવ્યથી પૂજા કરવાની વ્યવસ્થા કરી આપતો હોય તો તમને વૃથાજનપ્રશંસાદિ દોષ
Page #135
--------------------------------------------------------------------------
________________
૮૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા લાગશે નહીં” આવું લોકોના મગજમાં ઠસાવવાનો એ લેખકોએ ભરપૂર પ્રયત્ન કર્યો છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો કૂટપ્રયત્ન જ કર્યો છે. વાસ્તવમાં તો લોકોને દેવદ્રવ્યથી જિનપૂજા કરાવી દેવની અનાદરઅવજ્ઞા વગેરે દોષોમાં પાડવાનો તદ્દન અનુચિત પ્રયત્ન કરેલ છે.
= આથી પૂર્વોક્ત પાઠ માટે જે અપપ્રચાર ચાલે છે, તે અયોગ્ય છે. સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાના શાસ્ત્રીય નિયમને દૂષિત કરનારા એ કુતર્કોની વિસ્તૃત સમાલોચના આગળ કરવાની જ છે. તેથી અહીં અટકીશું.
3 અહીંએ પણ વિચારવાની જરૂર છે કે, જેણે પોતાના ઘરે ગૃહમંદિર બનાવ્યું નથી, તેને માટે પૂજાવિધિ શું હોય? આવું કોઈ પૂછે, તો તેનો શાસ્ત્ર મુજબ જવાબ એ જ હોય કે, પંચાલકજી આદિમાં “સ્વવિભાવાનુસાર આદિ ગ્રંથાધિકાર દ્વારા “સ્વશક્તિ અનુસાર સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું વિધાન છે. તદુપરાંત, ન્યાયદ્રવ્યવિધિશુદ્ધતા અને “પાંચ કોડિના ફુલડે” વગેરે વિધાનો પણ ન્યાયપાર્જિત સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું સમર્થન કરે છે.
(E) અનેક આચાર્ય ભગવંતો આદિના અભિપ્રાયો -
(૧) સિદ્ધાંત મહોદધિપૂ.આ.ભ.શ્રી.વિ.પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો અભિપ્રાયઃ
(અગત્યની નોંધઃ “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના તૃતીય આવૃત્તિના પૃ. ૨૪૪ ઉપર) પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાનો “મધ્યસ્થ બોર્ડ ઉપર લખાયેલો પત્ર છાપેલો છે. જો કે, પત્ર તિથિ-તારીખ વિનાનો છે, તે પત્ર નહીં પણ કાચો ખરડો છે એવું જાણકારો કહે છે, તેમાંની અમુક વાતો તેઓશ્રીની માન્યતા મુજબ નથી, તેમાં ઘણા સુધારા કરવાના બાકી હતા, તેઓશ્રીની હયાતીમાં પ્રકાશિત ન કરતાં તેઓશ્રીજીની ગેરહાજરીમાં લગભગ ૨૫ વર્ષ પછી કેમ પ્રગટ થયો ? એ પણ એક મોટો પ્રશ્ન છે. આમ છતાં એમાં પૂજાવિધિ માટે જે લખાણ છે, તે
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૮૧
પ્રસ્તુત ચર્ચામાં જરૂર માર્ગદર્શક બની શકે તેવું છે અને તેની નીચે પત્રમાં ન હોવા છતાં નોંધ કેમ કરવી પડી તે પણ જાણવા જેવું છે.)
“શ્રાદ્ધવિધિ વગેરેના હિસાબે દેવદ્રવ્યના બે વિભાગ છે :
૧. આદાન દ્રવ્ય ૨. નિર્માલ્ય દ્રવ્ય
પૂજા વિધિ માટે, પંચાશકજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે અને શ્રાદ્ધવિધિ આદિના આધારે એવું વિધાન છે કે (૧) ઋદ્ધિમાન શ્રાવક, સહપરિવાર, આડંબર સાથે, પોતની પૂજાની સામગ્રી લઈ પૂજા કરવા જાય અને (૨) મધ્યમ શ્રાવક, સહકુટુંબ પોતાનું દ્રવ્ય લઈ પ્રભુપૂજા કરવા જાય, ત્યારે (૩) ગરીબ શ્રાવક સામાયિક લઈને પ્રભુના દેરાસરે જાય અને ત્યાં સામાયિક પારીને ફૂલ ગૂંથવા વગેરેનું કાર્ય હોય તો કરે. “ફૂલ ગૂંથવું વગેરેનું કાર્ય હોય તો કરે.”
નોંધ :- પત્રમાં આ જણાવેલ હકીકતની વધારે સ્પષ્ટતા માટે આ જ પુસ્તકના પરિશિષ્ટ-૨માં ગણિશ્રી અભયશેખરવિજયજીએ આપેલ “દેવદ્રવ્યના ઠરાવ અંગે ચિંતન'માં વિસ્તૃત સમજણ જોવી જરૂરી છે.”
ટિપ્પણી :- (૧) પૂર્વોક્ત પત્રાંશમાં સર્વસામાન્યપણે પંચાશકજીના આધારે સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે, તેમ સ્પષ્ટ જણાવેલ છે.
(૨) શ્રાદ્ધવિધિ આદિના આધારે ઋદ્ધિમાન-મધ્યમ અને ગરીબ શ્રાવક માટેની પૂજાવિધિ બતાવી છે, જે આપણે પૂર્વે જોઈ છે.
(૩) પ્રભુપૂજાની વિધિ બતાવતાં પત્રાંશમાં ક્યાંયે પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત નથી. પરંતુ સ્વદ્રવ્યથી યથાશક્તિ પૂજા કરવાની વાત છે.
(૪) અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વોક્ત પૂજ્યશ્રીના પત્રાંશમાં શાસ્રસિદ્ધ વાત લખાયેલી છે. પરંતુ પોતાની માન્યતાથી વિરુદ્ધ જતી વાત છે. અર્થાત્ ‘‘શ્રાવકે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી એવો એકાંત આગ્રહ રાખવો યોગ્ય નથી અને ઋદ્ધિમાન કે ગરીબ કોઈપણ શ્રાવક પણ દેવદ્રવ્યથી પૂજા કરી શકે છે’ - આવી પોતાની શાસ્ત્રવિરુદ્ધ માન્યતાથી એ પત્રાંશ વિરુદ્ધ જાય છે, તેથી ક્યાંક કોઈક વ્યક્તિ પુસ્તક ખોલે અને આ જ પત્રનો એ પત્રાંશ વાંચવા
Page #137
--------------------------------------------------------------------------
________________
૮૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા માંડે અને પોતાની શાસ્ત્રવિરુદ્ધ માન્યતા ખુલ્લી પડી ન જાય - પોલ ખુલ્લી ન થઈ જાય, એ માટેનો રઘવાટ પત્રની વચ્ચે મૂકાયેલી નોંધ જોવાથી સમજી શકાય છે. પત્રપૂરો થાય તેવી રાહ જોયા વિના વચ્ચે જ નોંધ મૂકવાની ઉતાવળ થઈ છે, એ જ બતાવે છે કે, ક્યાંક કાચું કપાઈ ગયું છે. જે પત્ર દ્વારા પોતાની વાત સિદ્ધ કરવા મહેનત કરી છે, તે જ પત્રનો પત્રાંશ પોતાની વાત ઉપર પાણી ફેરવી નાંખે છે.
(૫) નોંધમાં “પત્રના પત્રાંશમાં જણાવેલ હકીકતની વધારે સ્પષ્ટતા માટે આ જ પુસ્તક (ધાર્મિક વહીવટ વિચાર)ના પરિશિષ્ટ-રને જોવાની આવશ્યકતા લખી છે અને પરિશિષ્ટ-૨માં વિસ્તૃત સમજણ આપી છે તેવો ખુલાસો કર્યો છે - આ તદ્દન અસત્ય વાત છે. પરિશિષ્ટ-રમાં અનધિકૃત સંમેલનના અનધિકૃત ઠરાવોના સમર્થનમાં કરેલી પોતાની પરસ્પર વિરુદ્ધ વાતોમાં અને શાસ્ત્ર તથા શાસ્ત્રાનુસારી પરંપરાથી તદ્દન વિરુદ્ધ જતી વાતોમાં “ચતુર કાગડો ચાર પગે બંધાય” એ ન્યાયે જ્યારે તેઓ ફસાઈ ગયા છે, ત્યારે કુતર્કોની ભરમાર ઊભી કરીને સત્યને છિન્ન-ભિન્ન કરવાનો કૂટપ્રયાસ માત્ર કર્યો છે. તેની સમાલોચના આગળ પ્રકરણ-૫ માં કરવાની જ છે.
(૬) આ પુસ્તકના પરિશિષ્ટ-રમાં આપેલો પૂ.પ્રેમસૂરિદાદાનો પત્ર નં-૬ પણ આ વિષયમાં ઘણો પ્રકાશ પાથરે છે.
(૨) પં. શ્રી ચંદ્રશેખરવિ ગણિવરના અભિપ્રાયઃ
(અ) જાગતાવેજો પુસ્તકના અંશો જિનપૂજા અંગે માર્મિક માર્ગદર્શન જિનપૂજાનો મુખ્ય ઉદ્દેશઃ મોક્ષપુરુષાર્થ સિદ્ધ કરવો એ જ ધર્મનો ઉદ્દેશ હોય. એમાં બાધક બને છે, અર્થ અને કામ પ્રત્યેનો મૂચ્છભાવ.
આ બે પ્રકારની મૂચ્છમાં પણ ધન પ્રત્યેની મૂર્છા વધુ પડતી ખતરનાક ગણવામાં આવે છે. કેમકે ચોવીસેય કલાક એ મૂરછેં જીવતી જ રહેતી હોય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા ક્યા દ્રવ્યથી કરવી જોઈએ?
૮૩ આવી ભયાનક ધનમૂચ્છને તોડવા માટે જિનેશ્વરદેવનું પૂજન છે. પરમાત્માને તો કઈ જોઈતું નથી પણ સંસારી માણસને પરમાત્મપણે જોઈએ છે અને ધનમૂચ્છ ઉતાર્યા વિના એ પરમાત્મપણું મળી શકે તેમ નથી. માટે જ પરમાત્માને કિંમતી આભૂષણો ચડાવીને, ઉત્તમોત્તમ ફળો, નૈવેદ્ય ધરીને, તથા ઉત્કૃષ્ટ કક્ષાના કેસર, બરાસ, વરખ, બાદલું વગેરે ખરીદીને તેમની અનુપમ ભક્તિ કરવાની છે.
જિનપૂજા કરનાર જો ધર્માદાના કેસર વગેરે નિષ્કારણ વાપરે તો તેની પૂજાનો ધનમૂચ્છ ત્યાગનો ઉદ્દેશ મરી જાય છે. એથી એની જિનપૂજા નિષ્ફળ જાય છે. જ્યાં ક્રોડ રૂપિયા કમાવવાના હોય ત્યાં પાંચ રૂપિયા મળે એને નિષ્ફળતા જ કહેવી જોઈએ
ને?
મૂચ્છ ઉતારવાનો આ ઉદ્દેશ જો બરોબર સમજી લેવાય તો સ્વદ્રવ્યથી જ પૂજા કરવાનો આગ્રહી વર્ગ વધતો જાય. એમ થતાં એ પૂજનો મહિમાશાળી બનીને જગતમાત્રમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાવનારા બની રહે.
જેને માત્ર જેમ જિનપૂજા વિના રહી શકે નહિ તેમ જૈન માત્ર સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાના આગ્રહી બની રહેવું જોઈએ. xxxx
જિનપૂજા શા માટે?
સર્વજ્ઞશતકમાં ધર્મસાગરજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ધનનું મહત્વ તોડવા માટે જિનપૂજા છે. પ્રભુને તો ફળનૈવેદ્ય વગેરે કશું ય આરોગવાનું નથી પણ એ બધું ત્યાં મૂકીને ધનની મમતા તોડવાની છે. ભગવાન બનવામાં સૌથી વધુ બાધક આ મૂર્છા છે.
જિનપૂજાનો પ્રાણ ધન મમત્વનો નાશ છે એ વાત જેને સમજાણી નથી એને “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એ વાત શી રીતે સમજાય? શક્તિમાન માણસોએ સ્નાનના ગરમ પાણીથી માંડીને કેસર, સુખડ, પુષ્પ વગેરે તમામ દ્રવ્યો પોતાના જ વાપરવાનો દઢ નિર્ધાર રાખવો જોઈએ. પરાયા કે સંઘના એ દ્રવ્યોથી પૂજા કરનારો પોતાના ધનનો એટલો બચાવ કરીને ધનમમત્વને તોડતો નથી. માટે એને એથી પૂજાનો લાભ થઈ શકે નહિ. હા, ગેરલાભ પણ ન થાય પરંતુ જ્યાં સ્વદ્રવ્યથી પૂજા કરીને એક ક્રોડ રૂપિયાની કમાણી થવાની હતી ત્યાં પરદ્રવ્યથી પૂજા કરીને પાંચ જ રૂપિયા કમાયો એને લાભ કહેવો શી રીતે? એ તો ગેરલાભનો જ નાનો ભાઈ કહેવાય ને !
બીજી વાત એ છે કે સ્વદ્રવ્યથી પૂજા કરનારનો ઉલ્લાસ આકાશને આંબવા લાગે
Page #139
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા છે. પોતાના કેસરના બે તાંતણાને પણ જાતે જ ઘસનાર પૂજકના મોં ઉપરના ભાવ તો જોજો. પૂજા કરતી વખતે પણ એનો ઉલ્લાસ નીરખજો તો ખરા.
અને સંઘના દ્રવ્યથી, પૂજારીની મદદથી તૈયાર થયેલા કેસરથી પૂજા કરનારના મુખ ઉપરનો ભાવ વાંચજો. તમને આભ-પાતાળનું અંતર જોવા મળશે.
તમે જે કેસર-લાગો ભરો છો એની મારી સામે રજૂઆત કરશો મા? કેમકે એ લાગાની રકમ કેટલી છે અને એની સામે તમારો ઉપાડ કેટલો છે એ વાત અમારી નજર બહાર નથી.
(પુસ્તક-જગતા રેજો પૃ. ૨૫૧-૨૫૩)
ટિપ્પણી:
(૧) ઉપરના મેટરમાં બોલ્ડ ટાઈપવાળું મેટર સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવે છે અને જિનપૂજાના ઉદ્દેશ્યોને જણાવે છે. લખાણ જ સ્પષ્ટ છે, ત્યાં વધારે ટિપ્પણી કરવાની આવશ્યકતા નથી.
(૨) “સ્વદ્રવ્યની પછીનો “જકાર પરદ્રવ્ય અને દેવદ્રવ્યનો સ્પષ્ટ નિષેધ જ કરે છે.
(બ) “હું શ્રાવક બનું પુસ્તકના અંશોઃ પૂજારીના પગાર અને નિર્ધન શ્રાવકના કર્તવ્ય અંગે માર્ગદર્શન:
• મધ્યાહને ત્યાર બાદ જીવજંતુ ન મરે એની કાળજી રાખી પરિમિત જળથી સ્નાન કરીને પરમાત્માની બીજી વાર પૂજા-ભક્તિ કરવી. પ્રભુપૂજામાં પોતાની શક્તિને ગોપવ્યા વિના ઘરના જ ચન્દન-બરાસ વગેરે દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તો સંઘના ભાઈઓએ જ દેરાસરનું સઘળું કાર્ય કરવું જોઈએ. તેમ ન જ બને તો પોતાનું તે કાર્ય કરવા માટે એક ભદ્રક પ્રકૃતિવાળા સારા માણસને રાખવામાં આવે તો પણ તેનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ આપવો જોઈએ કેમકે પોતાનું કામ જે માણસ કરે તેને પોતાના જ પૈસા પગાર પેટે આપવા જોઈએ. વસ્તુતઃ તો આવા માણસો આશાતનાદિ ટાળવામાં તત્પર હોતા નથી. માટે સ્વયં સઘળું કાર્ય કરવું જોઈએ. સ્વદ્રવ્યથી પૂજા કરવાથી ભાવપૂજામાં અનેરો આનંદ આવે તે સહજ છે. જેનામાં સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ જ ન હોય તેને ગમે તે રીતે પૂજા કરવી જ જોઈએ તેવો નિયમ નથી. તે આત્મા સામાયિકાદિ ધર્મોનું સેવન કરી શકે છે. આ અંગે અભયંકર
Page #140
--------------------------------------------------------------------------
________________
૮૫
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? શ્રાવકના બે નોકરોનું દષ્ટાંત જાણી લેવી સઘળી હકીકત સ્પષ્ટરૂપે સમજાઈ જશે. (પૃ. ૧૭૧)
ટિપ્પણી :- (૧) લખાણ એકદમ સ્પષ્ટ છે – શાસ્ત્રાનુસારી છે. પોતાના જ “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં એનું શિર્ષાસન થયેલું જોવા મળે છે.
(૨) ઉપર બે મહત્ત્વની વાત કહેવાઈ છે - (i) પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ આપવો જોઈએ અને
(i) સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ ન હોય તેણે સામાયિકાદિ અનુષ્ઠાનોનું સેવન કરવું અને એ માટે અભયંકર શ્રેષ્ઠીના બે નોકરનું ઉદાહરણ જાણી લેવા ભલામણ કરી છે (જે આપણે આગળ જોઈશું.)
(૩) “ધાર્મિક વહીવટ વિચારમાં ઠેરઠેર પોતાના પૂર્વના વિધાનોથી વિરુદ્ધ લખાયું છે. શા માટે ! કયા આધારે ! – આ પ્રશ્નોના સાચા જવાબ આજ સુધી આપ્યા નથી. જે ખુલાસા થયા છે તે કુતર્કોથી ભરેલા છે. જેની આગળ સમાલોચના કરવાની જ છે.
(૪) એક શાસ્ત્રપાઠનો વર્ષો પહેલાં જે અર્થ કર્યો હોય અને વર્ષો પછી એનાથી જુદો અર્થ કરવામાં આવે ! ત્યારે તેને શું માનવાનું? શું કાળ અને સંદર્ભો બદલાય એટલે શાસ્ત્રપાઠોના અર્થઘટન બદલાઈ જાય? બદલાઈ ગયેલા વિધાનો અને એમાં થતા ખુલાસા જોવાવાંચવાથી શું લોકોને એમની ગીતાર્થતા-વિદ્વત્તામાં શંકા પેદા નહીં થાય?
(૫) જવાબદાર સ્થાને બિરાજેલા વ્યક્તિના વિરોધાભાસી વચનોલખાણોને કારણે તેમના વચનોની વિશ્વસનીયતા ખતમ થઈ જાય છે અને તેથી જ તેઓનું કોઈપણ લખાણ કે પ્રરૂપણા માની લેવામાં ઉતાવળ કરવા જેવી નથી, એવું હેજે કહેવાનું મન થાય છે. હું શ્રાવક તો બનું' ઘેર બેઠાં તત્ત્વજ્ઞાનમાં જે વાતો તેમણે પીરસી છે, તે જ વાતો શ્રાદ્ધવિધિમાં સદીઓ
Page #141
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૮૬
પહેલાં પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી છે. વર્ષો પહેલાં છપાયેલા શ્રાદ્ધવિધિના ભાષાંતરમાંથી એક ઉતારો પણ જોઈ લઈએ.
“ધનરહિત શ્રાવક સામાયિક લઈને, જો કોઈની પણ સાથે તકરાર વગેરે કે પોતાને માથે ઋણ (કરજ) ન હોય તો ઇર્યાસમિતિ વગેરેના ઉપયોગ સહિત સાધુની જેમ ત્રણ નિસીહિ આપવાપૂર્વક ભાવપૂજાની રીતિ પ્રમાણે દેરાસર આવે. ત્યાં જો કદાચિત્ કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હોય તો સામાયિક પારીને તે ફૂલ ગૂંથવા વગેરે કાર્યમાં પ્રવર્તે. કેમ કે, એવી દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે નથી અને એટલો ખર્ચ પોતાના નિર્ધનપણાને લીધે થઈ શકે એમ નથી.’' (ગાથા-૬, પૃ. ૧૬૯નો અનુવાદ)
– જો શ્રાદ્ધવિધિકાર અને તેઓના પોતાના જ પુસ્તકો આમ કહેતાં હોય તો, હવે તેવી જ માન્યતા ધરાવનારા વર્ગ માટે એમ કહેવું કે, “તેઓ ગરીબોને પૂજા કરવાની ના પાડે છે કે તેનાથી વંચિત રાખે છે’’ વગેરે વાતો ઉચિત કરવી કેટલી ગણાય તે વાચકો સ્વયં વિચારે.
(ક) પુસ્તક : આંધી આવી રહી છે : પૃ. ૧૨૬-૧૨૭ ’દેવદ્રવ્ય જેમ ન ખવાય તેમ ધર્માદા દ્રવ્ય પણ ન જ ખવાય.
પરમાત્મા મહાવીરના શાસનનું હજી એ સદ્ભાગ્ય છે કે જિનાજ્ઞા મુજબ જ વહીવટ વગેરે કરવાની અપેક્ષા ઘણા ભાગ્યવાનો રાખતા હોય છે. એથી જ દેવદ્રવ્યની રકમમાંથી, પોતાના કામો માટે રાખવામાં આવેલ પૂજારીને પગાર આપવાની બાબતમાં તેઓ બહુ સુંદર રીતે પડકાર કરીને સફળતા પામી રહ્યા છે.
પણ મને એમ લાગે છે કે એવા માણસો ય એક વાત ભૂલી ગયા લાગે છે કે જેમ દેવદ્રવ્ય સ્વકાર્યમાં ન લેવાય તેમ ધર્માદાનાં દ્રવ્યનો પણ પોતાના કાર્યમાં ઉપયોગ ન જ થાય.
આજના ઊભા થઈ ગયેલા આયંબિલખાતાઓ, જિનમંદિરોમાં વપરાતી અગરબત્તીથી માંડીને કેસર, વગેરે તમામ વસ્તુઓ, ન્હાવા માટે બળતા કોલસા અને પૂજા માટે પહેરાતાં મંદિરના લાલ-પીળા કપડાં....એ બધું ય ધર્માદાના દ્રવ્યોનું જ છે
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? ને? લોકોએ જે ધન આવા ખાતાઓમાં આપ્યું તે ધન, ધર્માદાનું તો કહેવાય જ ને?
હવે હું પૂછું છું કે તો પછી શું આ બધા ખાતાઓ અને તેની વસ્તુઓનો “મફત” માં ઉપયોગ થઈ શકે ખરો? આયંબિલખાતામાં જઈને મફત વાપરી શકાય ખરું? દેરાસરનું ધર્માદાનું કેસર વગેરે કાંઈ પણ ઉપયોગમાં લઈ શકાય?
પાંચ રૂપિયા દર વર્ષે તમે કેસર-લાગો ભરો છો એ વાત મારી જાણ બહાર નથી પણ તેની સામે ધર્મસ્થાનોની ૪૦ રૂા. જેટલી વસ્તુઓ વાપરો તે શું જરાય ઉચિત છે? યાદ રાખજો કે જો આ રીતે “મફતીઆ” ધર્મની વૃત્તિ વ્યાપક બનશે તો દરેક ખાતાઓમાં પડતા તોટા પૂરા કરતાં જે વર્ષે થાકી જવાશે તે વખતે દેવદ્રવ્યોમાંથી પૂજારીના પગાર વગેરે ચાલુ થઈ જશે. ધર્માદાનું મફત વાપરનારો આ રીતે અંતે તો દેવદ્રવ્યના ભક્ષણનો જ ભાગી બનશે.”
ટિપ્પણી - (૧) સમાપન કરતાં લખેલા તેમના શબ્દો જ ફરી એકવાર સ્વસ્થચિત્તે જોઈ જવા જેવા છે. અંતિમ ફકરામાં લેખકશ્રી લખે છે “પાંચ રૂપિયા દર વર્ષે તમે કેસર-લાગો ભરો છો એ વાત મારી જાણ બહાર નથી, પણ તેની સામે ધર્મસ્થાનોની ૪૦ રૂ. જેટલી વસ્તુઓ વાપરો તે શું જરાય ઉચિત છે? યાદ રાખજો કે જો આ રીતે “મફત” ધર્મની વૃત્તિ વ્યાપક બનશે તો દરેક ખાતાંઓમાં પડતા તોટા પૂરા કરતાં જે વર્ષે થાકી જવાશે તે વખતે દેવદ્રવ્યોમાંથી પૂજારીના પગાર વગેરે ચાલુ થઈ જશે. ધર્માદાનું મફત વાપરનારો આ રીતે અંતે તો દેવદ્રવ્યના ભક્ષણનો જ ભાગી બનશે.”
– અહીં ઉલ્લેખનીય છે કે, પ્રતિપક્ષના વિચારોનું આવેગપૂર્વક ખંડન કરનારા લેખકશ્રી એક વખત પ્રતિપક્ષના વિચારો કરતાં પણ એક ડગલું આગળ વધી દેવદ્રવ્યમાંથી પૂજારીના પગાર, કેસર વગેરેમાં વાપરનારને દેવદ્રવ્યના ભક્ષણના ભાગી' કહેવા સુધી પહોંચી જાય છે.
(૨) વર્તમાન વિવાદમાં પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિવરના વિ.સં. ૨૦૨૯ની સંવત્સરીના દિવસે બહાર પડેલ આ લખાણને તેમનો સમુદાય અનુસરવાનું કામ કરે, તો સમસ્ત શ્રી સંઘમાં ઉઠેલી કમનસીબ વિવાદની આ આંધી આજે જ શમી જાય તેવી છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૮૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૩) પર્યુષણ પર્વના આઠ દિવસોમાંના પહેલા ત્રણ દિવસનાં અષ્ટાહ્નિકા પ્રવચનોની પૂર્વભૂમિકારૂપે લખાયેલ પુસ્તક જૈન ધર્મના મર્મો'માં પેજ ૧૧૬ ઉપર પૂજ્ય પંન્યાસજી શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર લખે છે કે,
ધનની મૂચ્છ ઉતારવા માટે જિનપૂજા છે. જિનપૂજામાં વપરાતાં બધાં દ્રવ્યો છતી શક્તિએ પોતાનાં જ વપરાય. વરખ, કેસર, ચંદન, અગરબત્તી, ઘી, ફૂલ પોતાના ધનથી ખરીદી કરેલાં વપરાય. જિનપૂજા ધન પર મૂચ્છ ઉતારવા માટે છે, આ જ જિનપૂજાનું હાર્દ છે. અન્યના ખર્ચે કે દેરાસરના ખર્ચે મેળવેલ પૂજાદ્રવ્ય તમે વાપરો તો તમારી મૂર્છા તો ઊભી જ રહી ગઈને? પૂજા કાયમ રાખી પણ મૂર્છા રહી કારણ કે તેનું જે હાર્દ છે કે દ્રવ્યો પોતાનાં જ વાપરીને મૂચ્છ ઉતારવી, તે નષ્ટ થયું.” (આ પુસ્તક વિ.સં. ૨૦૩૩માં પ્રકાશિત થયેલ છે.)
(૪) “આંધી આવી રહી છે” આવી આગાહી કરી શ્રીસંઘને ચેતવનારા જ સ્વયં આંધી બનીને આવશે તેની કોને ખબર હતી ! વિધિની વક્રતા નહીં તો શું! નિયતિ બળવાન છે !!! સાચું ને!
(૩) મુનિ જયસુંદર વિ.મ.સા. (હાલ આચાર્યશ્રી)નો અભિપ્રાય -
xxx દેવદ્રવ્ય :- વર્તમાનકાળમાં જેને “દેવદ્રવ્ય' કહેવામાં આવે છે, તે જિનમૂર્તિ અને જિનમંદિર આ બે ક્ષેત્રોનું ભેગું દ્રવ્ય છે. અર્થાત્ યોગ્ય રીતે બે જ ક્ષેત્રમાં તે દ્રવ્ય ખરચી શકાય છે. xxxx
xx પ્રશ્ન : વળી, આ પણ સમજી રાખો કે, પવિત્ર દેવદ્રવ્યનો ઉપયોગ શ્રીજિનમૂર્તિ અને જિનમંદિરને લગતા શાસ્ત્રીય કાર્યોમાં જ થઈ શકે બીજા કાર્યોમાં કદાપિ થઈ શકે નહિ. xxx
xx ઉત્તર - જુઓ! તમે દેવદ્રવ્ય તરફ નજર કરશો નહીં. કટોકટીની સ્થિતિમાં તીર્થ વગેરેમાં બીજું કોઈ સાધન ન હોય ત્યારે ભગવાન અપૂજ ન રહે એ માટે કે બીજા કોઈ સંયોગોમાં દેવદ્રવ્યના કેસર-સુખડથી પૂજા થાય છે, તે એક અલગ વાત છે, તમારામાંના ઘણા બધા સુખી અને સંપન સારી નોંધપાત્ર સ્થિતિવાળા છે. તેમજ
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૮૯ ધર્મભાવના નથી એવું ય નથી, ફક્ત ઉલ્લાસનો તોટો છે, એ તોટો નીકળી જાય તો સાધારણ ખાતાનો ય તોટો નીકળે. એટલે તમે સાધારણ ખાતામાં ઉલ્લાસ પૂર્વક રકમ લખાવતા થઈ જાઓ એ પહેલો ઉપાય છે. (દિવ્યદર્શન : વર્ષ-૩૬, અંક-૧૯, ૨૦, ૨૧).
ટિપ્પણી:- પૂર્વોક્ત દિવ્યદર્શનના લેખનું સંપૂર્ણ લખાણ પરિશિષ્ટ૭માં આપવામાં આવેલ છે. લખાણ એકદમ સ્પષ્ટ છે. તેમાં ટિપ્પણી કરવાની કોઈ જરૂરીયાત નથી. માત્ર તેઓ પોતાના લખાણોને માન્ય કરીને અનુસરે તો આજે જ વિવાદનો અંત આવી જાય તેમ છે. સુલું किं बहुना?
(૪) પૂ.આ.શ્રીભુવનભાનુસૂરિજી મ.સા.નો અભિપ્રાયઃ
xxxx “ભગવાન તો મોક્ષમાં જઈ બેઠા છે, કૃતકૃત્ય થઈ ગયા છે – એમને તારી પૂજાની કોઈ જરૂર જ નથી...તારા પોતાના કલ્યાણ માટે પ્રભુની પૂજા છે....તો એ દેવદ્રવ્યમાંથી થાય કે તારા પોતાના દ્રવ્યમાંથી ?” ... (દિવ્યદર્શનમાસિક).
ટિપ્પણી :- (૧) પૂર્વોક્ત વિધાનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, પ્રભુપૂજા શ્રાવકે પોતાના કલ્યાણ માટે કરવાની છે. તેથી તે શ્રાવકે પોતાના દ્રવ્ય (સ્વદ્રવ્ય)થી જ કરવાની હોય, નહીં કે દેવદ્રવ્યથી.
(૨) “શ્રાવક સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કરે તો જ એનું કલ્યાણ થાય, નહીંતર નહીં.” એવું સુનિશ્ચિત કરી આપવામાં આવ્યું છે. | (૩) તેઓશ્રી તો હાલ વિદ્યમાન નથી. પરંતુ તેમનો સમુદાય એમના જ વિધાનોને માની લે-સ્વીકારી લે અને એ મુજબની પ્રરૂપણા કરતો થઈ જાય તો વિવાદ તો શમી જ જશે, પરંતુ સાથે સાથે એમની પ્રરૂપણાથી ભ્રમણામાં મૂકાયેલા શ્રાવકાદિને પણ સાચો માર્ગ પ્રાપ્ત થશે. તદુપરાંત, “સ્વદ્રવ્યથી કરવા જોગા અનુષ્ઠાનો (પ્રભુપૂજા-મહાપૂજા વગેરે અનુષ્ઠાનો) દેવદ્રવ્યથી કરવા માટે ચાલી રહેલી હિલચાલનો અંત આવશે અને સંઘો મોટા અનર્થથી બચી જશે.” એ મહાન લાભ થશે.
Page #145
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ન
(૫) મુનિશ્રી હેમરત્ન વિ.મ.સા (પછીથી આચાર્યશ્રી)ની માન્યતા “સ. ૨૫. જે શ્રાવકની શક્તિ ન હોય તે જિનપૂજાનો લાભ કઈ રીતે લે ? જ. ૨૫. જે શ્રાવકની શક્તિ ન હોય તે મંદિરમાં કાજો લેવો, કેસર ઘસવું, ફુલની માળા બીજાને ગુંથી આપવી, અંગ રચના વગેરેમાં સહાયક બનવું તેમજ અંગ લૂછણાદિ ધોઈ આપવા દ્વારા મહાન પૂજાનો લાભ મેળવી શકે છે.’” (‘ચાલો જિનાલય જઈએ.’ પુસ્તક)
८०
ટિપ્પણી : (૧) મુનિશ્રીએ અશક્ત શ્રાવક માટે શ્રાદ્ધવિધિમાં નિર્દિષ્ટ માર્ગ બતાવ્યો છે. તે સંપૂર્ણ યોગ્ય છે.
(૨) મુનિશ્રીએ અશક્ત શ્રાવકને પૂજાનો લાભ લેવા અંગેના પ્રશ્નના જવાબમાં દેવદ્રવ્યથી પૂજા કરવાનું ન કહેતાં શ્રાદ્ધવિધિકાર દ્વારા નિર્દિષ્ટ માર્ગ બતાવ્યો, તે પણ ઘણું ઘણું કહી જાય છે. અહીં વિ.સં. ૨૦૪૪ પૂર્વેની માન્યતા સ્પષ્ટપણે ઘોષિત થાય છે કે, પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ થાય અને દ્રવ્ય ન હોય તો અન્ય કાર્યોથી લાભ લેવાય, પરંતુ દેવદ્રવ્યથી તો પ્રભુપૂજાનું કર્તવ્ય સંપન્ન ન જ થાય. કારણ કે, પોતાના કર્તવ્યપાલનમાં દેવદ્રવ્યનો દુરુપયોગ કરવો એ દેવદ્રવ્યનું ભક્ષણ કરવા બરાબર છે.
(૩) મુનિશ્રીની અન્ય પણ માર્ગસ્થ પ્રરૂપણાઓ ‘ચાલો જિનાલય જઈએ’ પુસ્તકમાં થઈ છે, તે પરિશિષ્ટ-૮માંથી જોવા ભલામણ. તેનાથી પૂજારીનો પગાર, સ્વપ્નદ્રવ્ય, ગુરુપૂજનના પૈસા વગેરેના વિષયમાં પણ સાચું માર્ગદર્શન પ્રાપ્ત થશે.
(૬) પૂ.આ.ભ.શ્રી.વિ.રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની માન્યતા ઃ
“જિનપૂજા સ્વદ્રવ્યથી જ થાય, પરંતુ દેવદ્રવ્યથી ન જ થાય” – આ તેઓશ્રીની માન્યતા એકદમ પ્રસિદ્ધ છે. તેઓશ્રીના પ્રવચનોનું સંકલન “પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી” આ પુસ્તકમાં કરેલું છે. તે જોવાથી તેઓશ્રીની માન્યતા જાણવા મળશે. અહીં એ પ્રવચનોના અમુક અંશો નીચે મૂકીએ છીએ -
Page #146
--------------------------------------------------------------------------
________________
૯૧
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
આજે દેવની પૂજા કોણ કરે અને દેવની પૂજા શામાંથી કરવી? તેની પણ ચિંતા ઊભી થવા માંડી છે. x x x x (પૃ.-૬)
ભગવાનની પૂજા માટે કેશર વગેરે જોઈએ તે ક્યાંથી લાવવું? પોતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ દેવદ્રવ્યનો ઉપયોગ શા માટે ન થાય? એવા પ્રશ્નો ઉઠવા માંડ્યા છે. * * * *
આજે એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે કે, ભગવાનની પૂજામાં દેવદ્રવ્યનો ઉપયોગ કરવા માંડો ! x x x x કોઈ કોઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણો થવા લાગ્યાં છે કે, મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી. આવું વાંચીએ સાંભળીએ ત્યારે થાય કે દેવદ્રવ્ય ઉપર સરકારની દાનત બગડી છે કે દેવદ્રવ્ય ઉપર જૈનોની દાનત બગડી છે? આપત્તિકાળમાં દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરાવાય, એ વાત જુદી છે અને શ્રાવકોને પૂજા કરવાની સગવડ દેવદ્રવ્યમાંથી દેવાય, એ વાત જુદી છે. જેનો શું એવા ગરીબડા થઈ ગયા છે કે, પોતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી? અને એ માટે દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે? (પૃ. - ૧૦).
દેવદ્રવ્યની વાત તો દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે તો જેનો કહેતા કે, એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, એમાં અમને શો લાભ? * * * *
X X ૮ શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે? આરંભ અને પરિગ્રહમાં પ્રસ્ત જો છતી શક્તિએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તો તે પૂજા વાંઝણી ગણાય. XXX
પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવવૃદ્ધિનો જે પ્રસંગ છે. તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા કરવાનું કારણ ન હોય તો ભાવ પેદા થાય શી રીતે? પૃ.૧૧)
શ્રાવક પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પૂજા કરવાની વાતો આજે શાસ્ત્રપાઠોના નામે પણ કરવામાં આવે છે અને તેમાં દા'ડે દાડે સમ્મતિ આપનારાઓ વધતા જાય છે. x x x 1 x x x “શેઠનાં ફૂલ અમે ભગવાનને ચડાવીએ, તેમાં અમને શું ફળ મળે?" એટલું, એ અજ્ઞાન અને અસંસ્કારી નોકરોને પણ સમજાયું અને શ્રાવકના મૂળમાં ઉત્પન્ન થયેલા, ધર્મગુરુઓના પરિચયમાં આવેલા, વ્યવહાર કુશળ બનેલા તમને
Page #147
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૯૨
આવો વિચાર ન આવે, તો સમજવું શું ? (પૃ.-૧૬)
છતે પૈસે પૈસા વગર થતા ધર્મને જે શોધે, એનામાં પૈસાની મૂર્છાનો અતિરેક ગણાય. (પૃ.-૧૭)
જેની પાસે જે હોય, તે તેનો શક્તિ અને ભાવના મુજબ ધર્મ કરવામાં ઉપયોગ કરે. (પૃ.-૧૭)
પારકા દ્રવ્યથી જ અને હવે તો એનાથી પણ આગળ વધીને દેવદ્રવ્યના ખર્ચે પણ જિનપૂજા કરવા-કરાવવાની વાતો કરનારાઓ જો પોતાના હૈયાને ખોલીને આવી વાતો વિચારે, તો એમને ખ્યાલ આવે કે, એમના વિચારો કેટલા ઉન્માર્ગ તરફ ઘસડાઈ રહ્યા છે. (પૃ.-૧૯)
આજે, ‘મારે મારા દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ - એ વાત વિસરાતી જાય છે અને એથી જે સ્થળે જૈનોનાં સંખ્યાબંધ ઘરો હોય, તેમાં પણ સુખી સ્થિતિવાળાં ઘરો હોય, ત્યાં પણ કેસર-સુખડ આદિના ખર્ચ માટે બૂમો પડવા લાગી છે. આના ઉપાય તરીકે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનું કહેવાને બદલે, સામગ્રી સંપન્ન જૈનોને પોતપોતાની સામગ્રીથી શક્તિ મુજબ પૂજા કરવાનો ઉપદેશ આપવો જોઈએ. (પૃ.-૨૧)
દેવદ્રવ્યમાંથી શ્રાવકો માટે પૂજા કરવાની વ્યવસ્થા કરવી અને શ્રાવકોને દેવદ્રવ્યથી આવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા બનાવી દેવા, એ તો તમને તારવાનો નહિ પણ ડુબાવી દેવાનો ધંધો છે.
શાસ્ત્રોએ તો ગૃહમંદિરમાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી ગૃહમંદિરમાં પૂજા કરવાની પણ મનાઈ કરી છે. ગૃહમંદિરમાં ઉપજેલ દેવદ્રવ્ય દ્વારા સંઘના જિનમંદિરમાં પૂજા કરવામાં પણ દોષ કહ્યો છે અને ગાંઠના દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એવું વિધાન કર્યું છે. (પૃ.-૨૨)
સાતક્ષેત્રમાં સારાભાવે પોતાના ધનને વાપરનારા, પોતાના પરભવની સ્થિતિ સદ્ધર બનાવે છે.
મંદિરો આદિમાં શ્રીમંતો કરતાં મધ્યમવર્ગ અને ગરીબોએ આપેલું દ્રવ્ય વધારે છે. જેમના હૈયામાં ભગવાનની ભક્તિ વસી, તેમણે થોડામાંથી પણ થોડું, ખાનપાનના સામાન્ય ખર્ચમાંથી પણ બચાવી બચાવીને આપેલ છે. આવાં નાણાંનો દુરુપયોગ ન થઈ જાય, એની વહીવટદારોને માથે અને સંઘને માથે મોટી જવાબદારી છે.'
ટિપ્પણી :- (૧) અહીં ઉલ્લેખનીય છે કે, પૂ.આ.ભ.શ્રીના પૂર્વોક્ત
Page #148
--------------------------------------------------------------------------
________________
૯૩
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? પ્રવચનો પોતાના પરમકૃપાળુ ગુરુદેવ પૂજ્યપાદ આ.ભ. શ્રીમદ્ વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં વિ.સં. ૨૦૦૬ની સાલમાં પાલીતાણા મુકામે થયા હતા. તે સમયે આ પ્રવચનો “જૈન પ્રવચન” સાપ્તાહિક અને એ પછી “ચારગતિનાં કારણો” પુસ્તકમાં પ્રકાશિત થયા હતા.
(૨) પૂ.આ.ભ.શ્રીના પૂર્વોક્ત પ્રવચનાંશો જોતાં તેઓશ્રીની જિનપૂજા દેવદ્રવ્ય આદિ અંગેની માન્યતા સ્પષ્ટ રીતે જાણવા મળે છે. આમ છતાં એક ચોક્કસ વર્ગ “વિજયપ્રસ્થાન” અને “વિચાર સમીક્ષા” નામના પુસ્તકોના નામે જે અપપ્રચાર કરે છે, તે સત્યથી તદ્દન વેગળો છે તે સ્પષ્ટ સમજી શકાય છે. એમાં “ડૂબતો તરણું પકડે” એ નીતિ એમની જોવા મળે છે. શાસ્ત્રપાઠો સાથે વાત કરવામાં ફાવટ ન આવતાં જ્યાંથી જે મળ્યું તે સંદર્ભનો વિચાર કર્યા વિના કે એની સ્પષ્ટતા કર્યા વિના ઉઠાવીને
સ્વકપોલકલ્પિત વિચારોના સમર્થનમાં મૂકી દેવાનું કામ કર્યું છે. તે સજ્જનોચિત કાર્ય નથી. તદુપરાંત, આ અંગેના અનેકવાર ખુલાસા થઈ જવા છતાં તે સંબંધી અપપ્રચાર ચાલું રાખવો એ લેશમાત્ર યોગ્ય નથી.
• કુતર્કોની સમાલોચના:
શ્રાવકની પ્રભુપૂજા અંગે ઘણા કુતર્કો થયા હતા - થાય છે - ચાલે છે. તેની હવે સમલોચના કરીશું. શાસ્ત્રાજ્ઞા અને સુવિહિત પરંપરા એ વિષયમાં શું છે, તે આપણે જોયું જ છે. - સૌ પ્રથમ એક વાત સમજી લેવાની છે કે, કોઈપણ નિર્ણય, સિદ્ધાંત, વિધિ આદિની પ્રામાણિકતા, તે નિર્ણયાદિને શાસ્ત્રાજ્ઞા અને સુવિહિત પરંપરાનું પીઠબળ છે કે નહીં ? એ વિચારીને, જો તે નિર્ણયાદિને શાસ્ત્રાજ્ઞા-પરંપરાનું પીઠબળ હોય, તો તે નિર્ણયાદિને પ્રામાણિક ગણાય છે. તદુપરાંત, એ બંનેથી પ્રમાણભૂત બનેલા નિર્ણયાદિને સુયુક્તિઓસુતર્કો દ્વારા સમજી-સમજાવીને તેની શ્રદ્ધા મજબૂત બનાવવી પણ જરૂરી હોય છે. કુતર્કો દ્વારા સ્વાભિમતની સિદ્ધિ માટે શાસ્ત્રાજ્ઞા-પરંપરાથી સિદ્ધ
Page #149
--------------------------------------------------------------------------
________________
૯૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા નિર્ણયાદિને દૂષિત કરવા એ શાસ્ત્રવિરુદ્ધ કાર્ય છે, મુગ્ધજનોને ગેરમાર્ગે લઈ જનારું છે અને પરિણામે સ્વ-પરને અનર્થકારી છે. આથી યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં કુતર્કને આત્માનો મહાશત્રુ કહ્યો છે. કુતર્કની ભયંકરતા પૂર્વે પ્રસ્તાવનામાં વિચારી જ છે. • કુતર્ક-૧ :
જો દેવદ્રવ્યમાંથી દેરાસરોના નિર્માણ થઈ શકે છે અને તેને સુખી ભક્તો વાપરી શકે છે, તો તે જ દેવદ્રવ્યમાંથી દેરાસરજીમાં બિરાજમાન પરમાત્માની પૂજદિ કેમ ન થઈ શકે? તેમાં એકાંતે પાપબંધ શી રીતે કહેવાય?” (ધા.વ.વિ.પ્ર.આ. પૃ. ૬)
સમાલોચના-૧: આ કુતર્કની વિસ્તારથી સમાલોચના કરીશું.
(A) “દેવદ્રવ્યમાંથી જિનાલયનું નિર્માણ કરવાની શાસ્ત્રજ્ઞા છે (આની વિશેષ ચર્ચા કર્તક-૨ની સમાલોચનામાં આગળ જણાવાશે.) અને ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનના ઠરાવો ઉપર દૃષ્ટિપાત કરતાં ખ્યાલ આવશે કે, પૂ.આ.ભગવંતોની પરંપરા પણ એ જ છે. ૧૯૯૦ના શ્રમણસંમેલનના ઠરાવ-પમાં દેવદ્રવ્યને તીર્થોદ્ધારજીર્ણોદ્ધાર-નવીનમંદિરોમાં વાપરવાનું સૂચન કર્યું છે. આથી શાસ્ત્રજ્ઞા અને શાસ્ત્રાનુસારી પરંપરા અનુસાર દેવદ્રવ્યથી જિનાલયોનું નિર્માણ કરવાનું વિહિત જ છે. આથી દેવદ્રવ્યમાંથી જિનાલયનું નિર્માણ થઈ શકે છે અને તેના આલંબને ધનવાનો કે નિર્ધનો એમ સર્વે જિનભક્તિ કરી શકે છે.
- જ્યારે શ્રાવકની જિનપૂજા માટે શાસ્ત્રાજ્ઞા અને પરંપરા જુદા પ્રકારની છે. પૂર્વે જોયા મુજબ શ્રાદ્ધવિધિ-શ્રાદ્ધદિનકૃત્ય, લલિતવિસ્તરા, પંચાલકજી આદિ ગ્રંથોમાં “રેવા દે દેવપૂગાડપિ વચ્ચેવ યથાશક્સિ कार्या", "पूजां च वीतरागानां स्वविभवौचित्येन ।" "विभवानुसारेण
૧. “ધાર્મિક વહીવટ વિચાર, પ્રથમ આવૃત્તિ, પૃ-૬” આને સંક્ષિપ્તમાં ધા.વ.વિ. પ્ર.આ.પૃ-૬ લખ્યું છે. હવે દરેક સ્થળે એ રીતે લખાશે. તે જાણ માટે.
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૯૫ અન્યૂઝનમ્”, “યથાત્રા'', વશવર્ચનુસારે વિનાિ : ” – આવા વિધાનો કરીને શ્રાવકને સ્વદ્રવ્યથી જ પોતાની સંપત્તિ અનુસારે જ પ્રભુપૂજા કરવાનું જણાવ્યું છે. સાથોસાથ શક્તિહીન શ્રાવકોને સામાયિકાદિ ભાવપૂજાનું વિધાન કર્યું છે. તે ગ્રંથોમાં શ્રાવકની પૂજાવિધિના પ્રકરણમાં ક્યાંયે દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવાનું બતાવ્યું નથી. આથી શાસ્ત્રાજ્ઞા મુજબ શ્રાવકે પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવાની છે. પરંતુ દેવદ્રવ્યથી નહીં. અહીં યાદ રાખવું કે, શાસ્ત્ર અને સુવિહિત પરંપરા જેની રજા ન આપતું હોય અને જેનો નિષેધ કરતું હોય, તેવી નિષિદ્ધ પ્રવૃત્તિ કરવાથી પાપબંધ થયા વિના રહેતો નથી.
> તદુપરાંત, આ વિષયમાં શાસ્ત્રાનુસારી પરંપરા જોઈએ તો, વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલનનો ઠરાવ-૪ પણ સ્વદ્રવ્યથી જ શ્રાવકને જિનપૂજાનો લાભ લેવા જણાવે છે. તે ઠરાવ-૪ ઉપર પરામર્શ કરવો આવશ્યક હોવાથી તે પણ કરી લઈએ.
ઠરાવ-૪: “શ્રાવકોએ પોતાના દ્રવ્યથી જ પ્રભુની પૂજા વગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈક સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો, પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી. જ જોઈએ.”
– પરામર્શ - (૧) ઠરાવ-૪ના પ્રારંભમાં શ્રાવકોને પ્રભુપૂજાનો લાભ સ્વદ્રવ્યથી જ લેવાનું ફરમાવ્યું છે. તેમાંનો જ કાર સૂચિત છે. તે
સ્વકર્તવ્યરૂપે કરાતી જિનપૂજામાં સ્વદ્રવ્યથી અતિરિક્ત દ્રવ્ય (દેવદ્રવ્યપદ્રવ્ય)ના વ્યવચ્છેદ માટે જ મૂકાયો છે અને પૂર્વે જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં એમ જ જણાવેલ છે.
(૨) ઠરાવ-૪ના બીજા વિધાનમાં “અંજનશલાકા કરાયેલી પ્રતિમાની નિત્યપૂજા થવી જોઈએ. ભગવાન અપૂજન રહેવા જોઈએ” - આ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવા માટેનો માર્ગ સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે. સામગ્રીસંપન્ન
Page #151
--------------------------------------------------------------------------
________________
૯૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જૈનોની વસ્તી છે ત્યાં તો જૈનો સ્વદ્રવ્યથી પ્રભુપૂજાનો લાભ લેશે. એનાથી પૂર્વોક્ત શાસ્ત્રાજ્ઞાનું સહજ રીતે પાલન થવાનું જ છે. પરંતુ જે સ્થળે સામગ્રીના અભાવના કારણે ભગવાન અપૂજ રહેવાની સંભાવના રહેતી હોય, ત્યાં પહેલા નંબરે અન્ય સ્થળના શક્તિસંપન્ન શ્રાવકો એની વ્યવસ્થા કરે તો શ્રેષ્ઠ માર્ગ તે જ છે. પરંતુ એ શક્ય ન બને, ત્યારે પૂર્વનિર્દિષ્ટ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવા દેવદ્રવ્યમાંથી પણ પ્રભુપૂજા કરીને પ્રભુને અપૂજ ન રહેવા દેવા, એમ ત્યાં જણાવે છે.
– આથી ઠરાવ-૪ના વિધાનનું રહસ્ય એ છે કે, “શ્રાવકોએ પ્રભુપૂજા તો સ્વદ્રવ્યથી જ કરવાની છે. તથા ત્યાં જે દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવ્યું, એ શ્રાવકના સ્વકર્તવ્યરૂપે થતી પૂજા માટે નથી જણાવ્યું, પરંતુ જિનમૂર્તિ અપૂજન રહે, એ શાસ્ત્રાણાના પાલન માટે અને એટલે જિનમંદિર કર્તવ્યરૂપે એ જણાવેલ છે અને એ પણ તથાવિધ સામગ્રીના અભાવમાં જ. તેથી તેવા સ્થળે તથાવિધ સામગ્રીના અભાવમાં દેવદ્રવ્યથી જિનપૂજા થાય એ અપવાદિક આચરણા છે.” એટલે “મંદિરકર્તવ્ય રૂપે જિનમૂર્તિ અપૂજ રહે તેવા સંયોગોના નિર્માણમાં દેવદ્રવ્યથી પણ પૂજા આદિ અપવાદરૂપે કરી શકાય છે. - આવું ૧૯૯૦નો ઠરાવ-૪ કહેવા માંગે છે.
- અહીં ઉલ્લેખનીય છે કે, સં. ૧૯૯૦ના ઠરાવ-૪માં પ્રભુપૂજાનું વિધાન કરતાં ક્યાંયે પરદ્રવ્યથી શ્રાવકને પૂજા કરવાનું જણાવ્યું નથી. કારણ કે, એ ઠરાવ કરનારા મહાપુરુષો શ્રાવકને ગરીબડા બનાવવા માંગતા નહોતા અને પોતાનું કર્તવ્ય પોતાની શક્તિ અનુસારે જ કરવાની ખુમારીવાળા રાખવાનું એ મહાપુરુષોનું ધ્યેય હતું. હા, કોઈ શ્રાવક સાધર્મિક ભક્તિરૂપે કંઈ અર્પણ કરે અને કોઈ શ્રાવક એ સ્વીકારે એમાં કોઈ દોષ નથી. એ તો સાધર્મિક ભક્તિનો પ્રકાર છે. બીજાને સાધર્મિક ભક્તિમાં સહાયક બનવું એ શ્રાવકનું કર્તવ્ય જ છે.
- બીજી એક વાત અહીં નોંધવી જરૂરી છે કે, વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલને જે અપવાદિક માર્ગ બતાવ્યો, તેને ક્યારેય રાજમાર્ગ
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
ઉત્સર્ગમાર્ગ ન બનાવાય.
અપવાદને રાજમાર્ગ-ઉત્સર્ગમાર્ગ ન બનાવાય. નહીંતર મોટા દોષના ભાગી બનાય છે. અપવાદના સ્થાને અપવાદ સેવાય તો દોષરૂપ નથી. કારણ વિના-વારંવાર-નિરપેક્ષ બનીને અપવાદ સેવાય તો તે ઉન્માર્ગરૂપ બની જાય છે.
વળી, અપવાદનો અવસર ન હોય અને અપવાદ સેવવામાં આવે તો દોષરૂપ છે તથા અપવાદને રાજમાર્ગ બનાવવામાં આવે તે મહાદોષરૂપ છે. અપવાદ રાજમાર્ગ બની ગયા પછી અપવાદનું હાર્દ મરી જાય છે અને લોકો નિશ્ચિંત બનીને અપવાદનું સેવન કરીને અનર્થના ભાગી બને છે.
62
→ અહીં સંવેગરંગશાળા ગ્રંથના વિધાનો પણ ખાસ યાદ કરી લેવા જરૂરી છે -
“ત્યાં ગાથા-૨૭૭૬થી ૨૭૭૮ સુધીમાં સાધારણદ્રવ્ય ખર્ચવાના (સદુપયોગ ક૨વાના) દસ સ્થાનો બતાવ્યા પછી ગાથા-૨૭૯૪થી ૨૭૯૮'માં શ્રીજિનાલયના જીર્ણોદ્ધારની આવશ્યકતા ઊભી થાય તો શું કરવું ? તેનું માર્ગદર્શન આપતાં જણાવ્યું છે કે,
“એમ વિચારીને જો તે (શ્રાવક) સ્વયમેવ (સ્વદ્રવ્યથી) સમારવા સશક્ત હોય, તો પોતે જ ઉદ્ધાર કરે અને પોતે સશક્ત ન હોય તો, બીજા પણ શ્રાવકોને તે હકીકત સમજાવીને ઉદ્ધાર કરવાનું સ્વીકાર કરાવે, તેમ છતાં પોતે અને અન્ય શ્રાવકો અશક્ત હોય તો તેવા પ્રસંગે તે મંદિર સાધારણદ્રવ્યને ખર્ચવાનો વિષય બને અર્થાત્ તેવી પરિસ્થિતિમાં સાધારણ દ્રવ્યથી મંદિરનો જીર્ણોદ્ધાર કરી શકાય. કારણ કે, બુદ્ધિમાન શ્રાવક નિશ્ચે સાધારણ દ્રવ્યને પણ જેમ તેમ ન ખર્ચે. તથા જીર્ણ બનેલાં મંદિરો ટકી શકે નહીં અને બીજા પાસેથી પણ દ્રવ્ય મળવાનો સંભવ ન હોય, તો વિવેકી સાધારણ દ્રવ્યને પણ ખર્ચે.”
ન
– પૂર્વોક્ત સંવેગરંગશાળાના વિધાનોમાં શ્રીસંઘના સાધારણ
Page #153
--------------------------------------------------------------------------
________________
૯૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા દ્રવ્યનો પણ ગમે તેમ વ્યય કરવાની ના પાડી છે. તો દેવદ્રવ્યની તો વાત જ શી કરવી? વસ્તુસ્થિતિ આ મુજબ હોય, તો શ્રાવકોને પ્રભુપૂજા દેવદ્રવ્યમાંથી કરવાનું કઈ રીતે કહી શકાય ? સાધારણ દ્રવ્યનું જતન કરવાની એટલી ચિંતા રાખવાનું દર્શાવ્યું હોય, તો દેવદ્રવ્યના જતનની ચિંતા તો કેટલી હોવી જોઈએ?
(૨) આથી “શ્રાદ્ધવિધિ આદિમાં સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું વિધાન કર્યું અને ૧૯૯૦ના શ્રમણ સંમેલને પણ તે રીતે જ વિધાન કરીને અપવાદે ભગવાન અપૂજ ન રહે એ માટે દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરવાનું જણાવ્યું.” અહીં પરિસ્થિતિ વિશેષમાં અપવાદે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનું જણાવ્યું છે. તેવી પરિસ્થિતિ વિના સ્વકર્તવ્ય રૂપ જિનપૂજા દેવદ્રવ્યથી કરવામાં આવે તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગ્યા વિના રહે નહીં, એ પણ નક્કી જ છે. અહીં ઘણા બધા દોષ લાગે છે.
(i) શાસ્ત્રાજ્ઞા અને શાસ્ત્રાનુસારી પરંપરાની ઉપેક્ષા કરવાનો દોષ. (i) અપવાદના અવસર સિવાય એને સેવવાથી લાગનારો દોષ.
(iii) સ્વદ્રવ્યના બદલે દેવદ્રવ્યથી પૂજાનું કર્તવ્ય પતાવી દેવાથી (અ) દેવદ્રવ્યનો ખોટો વ્યય કરવો અને (બ) સ્વદ્રવ્યને બચાવીને પોતાના ઉપભોગમાં વાપરવું આ બે દોષ. જે દ્રવ્ય પ્રભુભક્તિમાં વપરાવાનું હતું, તે દ્રવ્ય પોતાના ઉપભોગમાં વાપરવા રાખી મૂકવું તે સ્પષ્ટ દોષરૂપ જ છે. તેમાં પૂજાનું હાર્દ મરી જાય છે. ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના લેખકશ્રી જ “જૈનધર્મના મર્મો” પુસ્તકમાં પૃ. ૧૧૯ ઉપર લખે છે કે,
“જિનપૂજાનું હાર્દ ધનની મૂર્છાનું નિવારણ છે. છતી શક્તિએ સ્વદ્રવ્ય ન વાપરો તો જિનપૂજાનું હાર્દ ન સચવાયું. માટે પોતાનું દ્રવ્ય વાપરો તો જ જિનપૂજા પૂરેપૂરી theory in Practice બને.”
– લેખકશ્રીનું પૂર્વોક્ત વિધાન પૂર્વે જણાવેલા લલિત વિસ્તરા'ના શાસ્ત્રપાઠાનુસાર છે. “શ્રાવક દ્રવ્યની મૂર્છા મારવા વિભવાનુસાર
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૯૯ જિનપૂજા કરે, તે શ્રાવકનું તત્ત્વદર્શીપણું છે.” આ વાતને જ પૂર્વોક્ત વિધાનમાં જણાવીને સાચો માર્ગ બતાવ્યો છે. પરંતુ પોતાના “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં એનાથી સાવ ઉલ્યું જ લખ્યું છે. સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાના શાસ્ત્રમાર્ગને ગૌણ બનાવી દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનો માર્ગ ખુલ્લો કરવાની ધૂનમાં તેઓ પોતાના જ વિધાનોથી વિપરીત ધા.વ.વિ.માં લખી રહ્યા છે.” | (iv) દેવદ્રવ્યથી જિનપૂજાનું સ્વકર્તવ્ય પતાવવું, એ દેવદ્રવ્યનો દુરુપયોગ છે. એમાં દેવદ્રવ્યભક્ષણ-હાનિનો દોષ અવશ્ય લાગે જ છે અને આવી જગ્યાએ ગીતાર્થો દેવદ્રવ્યભક્ષણનું જ પ્રાયશ્ચિત્ત આપતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રાયશ્ચિત્ત કેટલું આપવું તે ગીતાર્થ આલોચનાચાર્ય ભગવંતનો વિષય છે. “અમુક વિષયનું પ્રાયશ્ચિત્ત શું આપવું એ વિષય ગીતાર્થોનો છે. તેમને આ વિષયનું કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? અને આ વિષયમાં કેટલું પ્રાયશ્ચિત્ત આપ્યું ?” - આવો પ્રશ્ન કરવો પણ અનૌચિત્ય છે. કદાચ કોઈ અવિવેકી માણસ ગીતાર્થને પૂછી લે, તો પણ ગીતાર્થો એને કોઈ જવાબ ન આપે. ગીતાર્થો માત્ર દોષનું શુદ્ધિકરણ કરવા ઉપસ્થિત થયેલા ભવ્યાત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિને આશ્રયીને પ્રાયશ્ચિત્ત આપતા હોય છે.
= આ વસ્તુસ્થિતિ હોવાથી મુનિ અભયશેખર વિ.ગણિ. (હાલ આચાર્ય)ની પુસ્તિકા “દેવદ્રવ્ય અને જિનપૂજા”માં પૃ.-૩ ઉપર જણાવેલ
“વળી, એટલે જ સ્વ. પૂ.આ.શ્રી રામચન્દ્રસૂરિ મહારાજને પણ છેલ્લા વર્ષોમાં કેટલીય વાર “દેવદ્રવ્યથી પૂજા કરનારને દેવદ્રવ્યભક્ષણનો દોષ લાગે ? એનો અને એવું કરનારને શું પ્રાયશ્ચિત્ત આપવું? કયા શાસ્ત્રપાઠના આધારે?” આ પૂછાયું હોવા છતાં તેઓ કયારેય આનો જવાબ આપી શક્યા નહોતા.”
– આ વિધાનો સાવ ખોટા છે. પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પૂર્વે જણાવેલ પ્રવચનાંશો જોવાથી દેવદ્રવ્યથી પૂજા
Page #155
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૦૦
કરનારે શું દોષ લાગે તે સ્પષ્ટ જાણવા મળશે અને તે પછીના ગણિશ્રીના બે પ્રશ્નો તો અનૌચિત્યરૂપ જ છે તે આપણે જોયું જ છે. તદુપરાંત, કોને જવાબ આપવો અને કોને ન આપવો, એ ગીતાર્થોનો વિષય છે.
તદુપરાંત, ગણિશ્રી (હાલ આચાર્યશ્રી) પોતાના અને પોતાના પક્ષના પરસ્પર વિરુદ્ધ વિધાનોના જવાબ આપવામાં ફસાઈ જાય છે, ત્યારે તે “સ્યાદ્વાદ”ના નામે કેવા ગપ્પાં મારી લોકોને છેતરે છે ગેરમાર્ગે દોરે છે, તેનો નમૂનો તેમની એ જ “દેવદ્રવ્ય અને જિનપૂજા’ પુસ્તકમાં પૃ. ૧૭-૧૮ ઉપર જોવા મળે છે. તે નીચે મુજબ છે—
જ
પ્રશ્ન : સ્વ. પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મહારાજે વર્ષો પૂર્વે ‘દિવ્યદર્શન’માં “ભગવાન તો મોક્ષમાં જઈ બેઠા છે. કૃતકૃત્ય થઈ ગયા છે..એમને તારી પૂજાની કોઈ જરૂર જ નથી...તારા પોતાના કલ્યાણ માટે પ્રભુની પૂજા છે...તો એ દેવદ્રવ્યમાંથી થાય કે તારા પોતાના દ્રવ્યમાંથી ?’’ વગેરે ભાવનું નિરૂપણ કરેલું જેનો સ્પષ્ટ મતલબ છે કે જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવાની હોય છે, દેવદ્રવ્યથી નહીં...ને હવે, દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે એવું નિરૂપણ આ ભારે ખેદજનક બિના નથી ?
ઉત્તર ઃ આ હર્ષજનક બિના તમને ખેદજનક લાગી રહી છે એ જ વાત વધુ ખેદજનક છે. દિવ્યદર્શન આદિમાં વર્ષો પૂર્વે આવું નિરૂપણ પણ પૂજ્યપાદ આ. ભગ. શ્રી આદિએ કરેલું છે. આ બાબત તો શ્રી સંઘને હિતચિંતક તરીકે મળેલા સ્વ. પૂજ્યપાદ આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા આદિએ સ્યાદ્વાદને કેવો યથાર્થરૂપે પિછાણ્યો હતો ને સ્વનિરૂપણમાં ઉતાર્યો હતો એની સ્પષ્ટ પ્રતીતિરૂપ છે. માટે, આ જાણીને તો ખૂબ હર્ષ અનુભવવો જોઈએ. સ્યાદ્વાદની ખુબી જ આ છે કે જ્યારે જેવો અવસર હોય એ નયની (એ દૃષ્ટિકોણની) દેશના ભારપૂર્વક કરી શકાય. વિશ્વના તમામ પદાર્થો અમુક અપેક્ષાએ નિત્ય છે અને અમુક અપેક્ષાએ અનિત્ય છે. પણ કેટલાક લોકો એમાંથી માત્ર નિત્યતાના અંશ સ્વીકારી અનિત્યતાના અંશનો નિષેધ કરતા હોય છે. આવા લોકોની બુદ્ધિને પદાર્થો અનિત્ય પણ છે જ’ આ રીતે કેળવવા માટે અનિત્યતાનું જોરશોરથી...અરે ! ‘જ' કારપૂર્વક પણ નિરૂપણ કરવું એ એકનયદેશના કહેવાય છે. (પણ એ કરતી વખતે પણ સ્યાદ્વાદના જાણકાર વક્તાના દિલમાં, પદાર્થો નિત્ય પણ છે જ એ બેસેલું જ હોય છે.એટલે જ જે શ્રોતાઓ માત્ર અનિત્યતા જ માનતા હોય તેમની આગળ અનિત્યતાનું ખંડન કરી નિત્યતાનું મંડન
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૦૧
૧૦૧
કરનાર નયની દેશના પણ તેઓ કરે છે.)
ટિપ્પણી - ગણિશ્રીના પૂર્વોક્ત વિધાનોનાં સંદર્ભમાં એમને પ્રશ્નો છે કે(૧) સ્યાદ્વાદ અનેકધર્માત્મક વસ્તુના સ્વરૂપને સમજવા માટે છે કે,
સમયાંતરે સમયાંતરે અનુકૂળતા મુજબ શાસ્ત્રપાઠોના મન ફાવે
તેવા અર્થઘટનો કરવા માટે છે? (૨) જો સ્યાદ્વાદથી ગમે તે દેશના પ્રમાણભૂત બની જતી હોય તો
મરીચિનો સંસાર કેમ વધ્યો હતો? (૩) શાસ્ત્રમાં જ્યાં જ્યાં અન્યનો વ્યવચ્છેદ કરવા માટે “જકારનો
નિર્દેશ કર્યો હોય છે, તે જ કાર શું સ્યાદ્વાદને માન્ય નથી? (૪) “જ'કાર જેની સાથે જોડાયો હોય તેના અસ્તિત્વની જોરદાર
તરફેણ કરે અને એ સિવાયના બાકીનાનો વ્યવચ્છેદ કરે, એ
તમને માન્ય છે કે નહીં? (૫) જિનપૂજા વિધિમાં શાસ્ત્રકારોએ “વદે વપૂન વિશ્વકર્થેળીવ
યથાશશિ વાય'માં સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવ્યું. ત્યાં “જકાર કોનો વ્યવચ્છેદ કરે છે? એ જણાવશો? શાસ્ત્રકારો જયારે શ્રાવકને સ્વકર્તવ્યરૂપે પૂજાની વિધિ બતાવતા હતા, ત્યારે “સ્વદ્રવ્યથી જ પૂજા કરવી” એવો એકાંત ઉપદેશ આપે છે અને ૧૯૯૦નું શ્રમણ સંમેલન “પરમાત્મા અપૂજ ન રહે અને મંદિર-મૂર્તિના કર્તવ્યનું બરાબર પાલન થાય એ માટે સ્વદ્રવ્ય-પદ્રવ્ય કે છેવટે દેવદ્રવ્યથી કરવું એવા ત્રણે વિકલ્પો આપે છે.” ત્યાં વિકલ્પવાળો ઠરાવ કરે છે - માર્ગદર્શન આપે છે? આમાં એકાંતઅનેકાંતની વ્યવસ્થા શું છે એ સમજાવશો? ૧૯૯૦ના સંમેલને તો તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભગવાન અપૂજ ન રહે તે માટે અપવાદિક માર્ગ બતાવ્યો. પરંતુ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૦૪૪માં એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેથી દેશના પલટવી પડી અને શાસ્ત્ર મંજુરી ન આપે તેવા ઠરાવમાં સહી કરવી પડી ? ૨૦૪૪ પૂર્વે તમારી દેશના પદ્ધતિ અલગ હતી અને ૨૦૪૪માં અને એ પછી તમે બધાએ કયા ઉદ્દેશથી - કયા અગમ્ય કારણસર - કયા અલૌકિક અવસરને નિહાળીને દેશના પલટી તે જણાવશો ?
(૮) ‘“àવષ્ણુદ્દે વેવપૂનાપિ સ્વદ્રવ્યેળવ યથાશત્તિ જાf” આ શાસ્ત્રપાઠ સિવાય એવો બીજો કયો શાસ્ત્રપાઠ છે કે, જે આ પાઠમાં નિર્દિષ્ટ ‘જ’કાર ને ગૌણ કરીને શ્રાવકની સ્વકર્તવ્યરૂપે થતી જિનપૂજામાં દેવદ્રવ્ય વા૫૨વાની આજ્ઞા આપે છે ? નિત્યાનિત્યત્વધર્મથી યુક્ત આત્મામાં તો વિવક્ષા ભેદે આત્મા નિત્ય છે કે અનિત્ય છે, એવું કહી શકાય છે. એટલે આત્માના સ્વરૂપના વિષયમાં તો વિવક્ષા ભેદે અવસરે જવાબ બદલાઈ શકે છે. પરંતુ શ્રાવકે પ્રભુપૂજા શાનાથી કરવી ? સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ? આવા પ્રશ્નના જવાબમાં તો શાસ્ત્રાધારે અને સુવિહિત પરંપરાધારે જવાબ આપવાનો હોય તો શું અવસરે અવસરે જવાબ બદલાઈ જશે ? જવાબ બદલાય તો એમાં આધાર શું ? આત્મામાં તો બંને ધર્મો રહેલા છે, માટે પ્રશ્નના આધારે જવાબ આપી શકાય છે. પરંતુ પૂજાવિધિના વિષયમાં તો એવા વિકલ્પો નથી, કે જેથી અવસરે અવસરે જુદા જુદા જવાબ આપી શકાય ?
(૯) જો કે, ધા.વ.વિ.ના લેખકશ્રી અને ગણિશ્રી પોતાની માન્યતામાં બાધક બનતા “સ્વદ્રવ્યેૌવ...' વાળા પાઠને ગૃહમંદિરના શ્રાવક માટેના સંદર્ભમાં ખપાવીને તે પાઠને પૂજાવિધિ માટે બાજુ ઉપર મૂકે છે અને ઉપદેશપદ આદિ ગ્રંથોના ‘‘કૃત્તિ ત્તિ વેવદ્રવ્ય' વાળા પાઠોને આગળ કરીને પોતાના મતની પુષ્ટિ કરે છે. તેમની તે વાત કેટલી અસત્ય છે, તેની સમાલોચના પ્રકરણ-૫ માં આગળ કરીશું.
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૦૩ > કુતર્ક-૧માં “દેવદ્રવ્યથી નિર્માણ પામેલા દેરાસરોને સુખી ભક્તો વાપરે છે” – એવું જે જણાવ્યું છે. તે યોગ્ય નથી. જિનમંદિરમાં જનાર જિનમંદિર વાપરે છે, તેમ કહેવાય જ નહીં. રાજમહેલમાં જનાર રાજમહેલ વાપરે છે તેમ કહેવાતું નથી. તેથી જ રાજમહેલમાં જવાના પૈસા એ આપતો નથી. પરંતુ ત્યાં ગયા પછી રાજાને ભેટશું કરે તો તે રાજાના પૈસાથી નહીં, પણ ઘરના પૈસે કરે. તે જ રીતે મહેમાન બનેલો યજમાનના મકાનનું ભાડું આપતો નથી, પણ ચાંલ્લો કરે કે ભેટ આપે, તો તે યજમાનના પૈસે નહીં પણ પોતાના પૈસે કરે છે.
એ જ રીતે મંદિરમાં જનારો વ્યક્તિ મંદિરમાં માત્ર જિનમૂર્તિના દર્શન-વંદન કરવા જાય તો એમાં એને પૈસા આપવા પડતા નથી. પરંતુ પૂજા કરવા જાય ત્યારે મંદિરના કે ભંડારમાં પૂરેલા પૈસાથી પૂજા ન કરે, પણ પોતાના પૈસે કરે છે અને કદાચ સંધે તે માટે પૂજાફંડ રાખ્યું હોય અને એમાંથી કરે તો પણ પોતાની શક્તિ અનુસારે એ ફંડમાં આપવાની ભાવના રાખે. પણ ધર્માદાનું વાપરવા ઇચ્છે નહીં. “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી પોતાના “આંધી આવી રહી છે” પુસ્તકમાં પણ એ જ પ્રમાણે લખી ચૂક્યા છે. જે આપણે આગળ જોયું જ છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, ષોડશક ગ્રંથમાં પોતાના ધર્મકાર્યમાં પારકું ધન જોડવાની ના પાડી છે. ધર્મકાર્યમાં પારકું ધન જોડવું અનુચિત છે અને
૧. ષોડશક પ્રકરણનો પાઠ: यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम्। भवतु शुभाशयकरणादित्येतद्भावशुद्धं स्यात् ॥७/१०॥
[वृत्तिः ] यत् = यन्मात्रं यस्य सत्कं = यस्य सम्बन्धि वित्तं इति गम्यते अनुचितं = स्वीकारयोग्यं इह मदीये वित्ते कथञ्चिदनुप्रविष्टं तस्य = तत्स्वामिनः तज्जं = तद्वित्तोत्पन्नं इह = बिम्बकरणे पुण्यं भवतु इति = एवं शुभाशयकरणात् एतत् = न्यायार्जितवित्तं भावशुद्धं स्यात्, परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलाषात् सर्वांशेन स्वचित्तशुद्धेः ।।७/१०॥
ગાથાર્થ :- “આ ધનમાં જેના સંબંધી જેટલું સ્વીકારને અયોગ્ય એવું જે ધન રહેલું હોય તેનાથી ઉત્પન્ન થયેલ પુણ્ય પ્રસ્તુતમાં તેનું થાવ' - આવો શુભ આશય કરવાથી
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
પારકું ધન જોડાતાં ભાવશુદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી, એમ સ્પષ્ટ કહ્યું છે. છતાં પણ અન્ય વ્યક્તિનું ધન પોતાના ધનમાં આવી ગયું હોય તો, તે અન્યના ધનથી
ન્યાયાર્જિત ધન ભાવશુદ્ધ થાય. (૭/૧૦)
ટીકાર્થ :- → ‘આ મારા ધનમાં જેટલા પ્રમાણમાં મારા માટે સ્વીકારને અયોગ્ય એવું જેના સંબંધી ધન કોઈ પણ રીતે આવી ગયું હોય તેનાથી ઉત્પન્ન થયેલું જિનબિંબ કરવાનું પુણ્ય તેના માલિકનું થાવ' ← આવો શુભ આશય કરવાથી આ ન્યાયોપાર્જિત ધન ભાવશુદ્ધ થાય છે. પોતાના ધનમાં આવી ગયેલ બીજાના ધનથી પુણ્ય કરવાનો અભિલાષ નહિ હોવાથી પોતાનું ધન સર્વાંશથી શુદ્ધ થાય છે. (૭/૧૦)
(નોંધ : અહીં નીચે પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજીમ.ના સમુદાયના પૂ. મુનિશ્રી યશોવિજયજીમ. (હાલ આચાર્યશ્રીએ) ષોડશકપ્રકરણના પોતાના ભાવાનુવાદમાં આ પાઠનો જે વિશેષાર્થ આપ્યો છે, તે નીચે મુજબ છે.)
વિશેષાર્થ :- પૂર્વે (૬/૧૫-પૃષ્ઠ ૧૫૫) જણાવી ગયા તેમ શ્રાવક પોતાના ન્યાયોપાર્જિત દ્રવ્યથી જ દેરાસર બનાવે, અનીતિથી મેળવેલા દ્રવ્યથી કે પરદ્રવ્યથી નહિ. શ્રાવક પોતે દેરાસર સ્વદ્રવ્યથી બનાવતો હોય અને અજાણતાથી શ્રાવકના ધનમાં બીજા કોઈનું ધન આવી ગયું હોય તો તે ધનથી બનતા દેરાસરમાં બીજાનો પણ હિસ્સો હોવાથી લોકો તે દેરાસરને જોઈને પેલા ભાગ્યશાળીએ એકલાએ જ સ્વદ્રવ્યથી કેવું ભવ્ય જિનાલય બનાવ્યું છે !' આવી રીતે અધિકૃત શ્રાવકની પ્રશંસા કરે તો તે શ્રાવકને આંશિક રીતે મફતની પ્રશંસાનો દોષ લાગે. અંશતઃ પારકે પૈસે સુકૃત કરી પોતાના નામે સંપૂર્ણ યશ-કીર્તિ મેળવવાની ઇચ્છા તે મલિન આશય છે. આ મલિન મનોવૃત્તિ દૂર કરવા માટે દેરાસર નિર્માણમાં વપરાતા મારા ધનમાં બીજાનું ધન કોઈક રીતે આવી ગયું હોય તો તેનાથી ઉત્પન્ન થયેલ પુણ્ય તેને મળો' આવી વિશુદ્ધ ભાવનાથી પોતાના ન્યાયોપાર્જિત ધનને શ્રાવક શુદ્ધ કરે. સ્વદ્રવ્યથી દેરાસર બનાવતા શ્રાવકને ખબર ન પડે તે રીતે બીજી કોઈ વ્યક્તિ તે દેરાસરનો લાભ મેળવવાના ઉદ્દેશથી ઇરાદાપૂર્વક પોતાનું ધન વગેરે તે શ્રાવકના ધનમાં ભેળવી દે અથવા અજાણતાથી બીજાનું ધન દેરાસરકારક શ્રાવકના ધનમાં આવી ગયું હોય તો પણ પોતાનો તેવો મલિન આશય ન હોવાથી દેરાસર બનાવનાર ઉપયોગવંત શ્રાવકને ૫રદ્રવ્યભક્ષણ વગેરે દોષ લાગતો નથી. છતાં પોતાના ધનમાં આવી ગયેલ પરદ્રવ્યથી પોતે પુણ્ય કમાઈ લેવાનો અને તેનાથી અમાનસમાન માનપાન મેળવી લેવાની ઇચ્છા ન રાખવાના લીધે ન્યાયોપાર્જિત ધન સર્વાંશે શુદ્ધ થાય છે. (૭/૧૦)
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૧૦૫
થતાં પુણ્યની પ્રાપ્તિ અન્યને (તે ધન જેનું છે તેને) થાય એવી ભાવના ભાવે તો જ એની ચિત્તની નિર્મલતા થાય છે અને એમ થતાં એ ધર્મકાર્યથી સમ્યગ્દર્શનાદિ આત્મિક લાભો પ્રાપ્ત થાય છે. જો અન્યના ધનથી થતાં પુણ્યની પ્રાપ્તિ અન્યને થવાની ભાવના ન ભાવે તો તે સાચી પ્રામાણિકતા નથી અને એ વિના ચિત્તની નિર્મલતા થતી નથી અને એ વિના પૂર્વનિર્દિષ્ટ આત્મિક લાભો પણ પ્રાપ્ત થતા નથી. આથી આત્માર્થી જીવ ધર્મકાર્યમાં અન્યનું ધન સ્વીકારે નહીં. શ્રાદ્ધવિવિધ ગ્રંથમાં પણ આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આગળ જણાવાશે.”
– ષોડશક ગ્રંથનું આ વિધાન પણ પરદ્રવ્યથી ધર્મકાર્ય કરવાની ના જ પાડે છે અને જો પારકા દ્રવ્યથી પુણ્ય કરવાના વિચાર અયોગ્ય હોય, તો દેવદ્રવ્યથી પૂજા કરવાનો વિચાર તો અનુચિત જ કહેવાય ને ?
બીજી વાત, ગરીબ માણસ રોટલો ખાતો હોય અને બાજુના ઘરમાં લાડું ખવાતા હોય, તો ગરીબ માંગે કે મને લાડું આપો ? ન જ માંગે. પરંતુ તે સુખી માણસ તેમને જમવાનું આમંત્રણ આપે તો જાય કે નહીં ? જાય જ. તેવી જ રીતે શ્રાવક પોતાની શક્તિ મુજબ પૂજા કરે અને તેવી શક્તિ ન હોવાથી પૂજા ન કરી શકે તો દેરાસરનું અન્ય કર્તવ્ય કરે તેમ છતાં અન્ય કોઈ સાધર્મિક આગ્રહ કરીને કહે કે, મને લાભ આપો, તો લાભ પણ આપે, પરંતુ બીજાનું દ્રવ્ય લઈને પૂજા કરવાનો વિચાર પણ ન કરે, તો દેવદ્રવ્યથી પૂજા કરવાનો વિચાર તો આવે જ ક્યાંથી ?
→> અહીં અભયંકરશ્રેષ્ઠીના બે નોકરની વિચારધારા...ઉલ્લેખનીય
છે...
એકવાર એ બન્ને નોકરો એકલા બેઠા બેઠા વાતો કરતા હતા. તેમાં પોતાના શેઠની વાત નીકળી. બન્ને જણા વિચારવા લાગ્યા કે ‘આપણા શેઠ બહુ ભાગ્યશાળી ! આપણા શેઠના ત્રણેય ભવ સારા ! કેમ કે, પૂર્વભવમાં આપણા શેઠે સારા કાર્યો કરેલાં, એટલે આ ભવમાં આપણા શેઠ પુણ્યનો ભોગવટો કરી રહ્યા છે અને આ ભવમાં શેઠ એવાં કાર્યો કરે છે કે, જેથી તે આવતા ભવમાં પણ સુગતિ પામીને સુખને જ ભોગવનારા બનવાના !' પોતાના શેઠ અંગે આવો વિચાર કરવાની સાથે એ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા બન્નેએ પોતાનો એવા પ્રકારનો વિચાર કર્યો કે “આપણે પૂર્વે કાંઈ સારું કરેલું નહિ, એટલે આ ભવમાં આપણી આવી સ્થિતિ છે અને આ ભવમાં પણ આપણે કાંઈ સારું કરી શકતા નથી, એટલે આપણો આવતો ભવ પણ નકામો જ નીવડવાનો છે!'
પોતાના બન્ને નોકરો અંદર અંદર આ વાત કરતા હતા, તે ભાગ્યવશાત્ શેઠના કાને પડી ગઈ. પોતાના નોકરીની આ વાત સાંભળીને શેઠને થયું કે “જીવો લાયક છે. આવા જીવોને જો યોગ્ય સામગ્રીનો યોગ કરી આપ્યો હોય, તો જરૂર આ જીવો ધર્મને પામી જાય !”
શેઠે આ વાત ધ્યાનમાં રાખી લીધી અને જ્યારે ચોમાસીનો દિવસ આવ્યો, એટલે જિનમંદિરે પૂજા કરવા જતાં શેઠે પોતાના એ બન્ને નોકરોને સાથે લીધા. નોકરોને જિનમંદિરે લઈ જવા હતા, એટલે એમને પણ શેઠે ઠીક ઠીક વસ્ત્રાદિ પહેરાવ્યાં અને પછી કહ્યું કે “ભગવાન જિનેશ્વરદેવની પૂજા કરવા માટે તમે આ પુષ્પો ગ્રહણ કરો!” એ વખતે પેલા બન્ને જણા કહે છે કે “એ તો જેનાં પુષ્પો હોય, તેને ફળ મળે. અમારે તો મજૂરી માત્ર થઈ કહેવાય.’ આમ કહીને એમણે પોતાના વતીની પૂજા માટે શેઠનાં પુષ્પોને ગ્રહણ કરવાની ના પાડી દીધી !
નોકરો શું ભણેલા છે ! શા સંસ્કાર છે? કેટલી સમજણ છે? કાંઈ નહિ! પણ આતો સામાન્ય અક્કલનો સવાલ છે ને! “શેઠનાં ફૂલ અમે ભગવાનને ચડાવીએ, તેમાં અમને શું ફળ મળે? એટલું એ અજ્ઞાન અને અસંસ્કારી નોકરોને પણ સમજાયું અને શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલા, ગુરુઓના પરિચયમાં આવેલા, વ્યવહારમાં કુશળ બનેલા તમને આવો વિચાર ન આવે, તો સમજવું શું? તમને એમ ન સૂઝે કે “પૂજા કરવી છે મારે, પૂજાનું ફળ મેળવવું છે મારે અને કોઈની વાટકી, કોઈનું કેસર અને કોઈનાં ફૂલ લઈને જો હું પૂજા કરું, તો એમાં મારું વળે શું?”
શેઠે પોતાના એ બન્નેય નોકરોને ભગવાનની પુષ્પપૂજા કરવા માટે બહુ સમજાવ્યા, પણ તે એકના બે થયા નહિ! એમણે એક જ વાત કહી કે અમે કરીએ તો અમારાં પુષ્પોથી જ પૂજા કરીએ, બાકી નહિ!” નોકરોના આવા વલણથી, શેઠ ગુસ્સે થતા નથી, કારણ કે, શેઠ સમજુ છે. પછી શેઠ એ બન્ને નોકરોને ગુરુ મહારાજની પાસે લઈ જાય છે અને ગુરુ મહારાજને વાત કરે છે. તેઓશ્રીને પણ લાગે છે કે જીવો લાયક છે. ગુરુ મહારાજ એ બન્નેને કહે છે કે “પુષ્પથી પણ ભગવાની પૂજા જો ભાવપૂર્વક કરી હોય, તો તે ઘણા મોટા ફળને દેનારી થાય છે, તમારી પાસે થોડું પણ દ્રવ્ય છે કે નહિ?”
ગુરુ મહારાજે આ પ્રમાણે પૂછ્યું, પણ શેઠનાં પુષ્પોથી પૂજા કરવાનો ઉપદેશ
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૦૭ આપ્યો નહિ. ગુરુ મહારાજે એ પ્રમાણે પૂછવાથી, શેઠના એ બે નોકરોમાંનો જે એક નોકર ગાયોને ચરાવવાનું કામ કરનારો હતો, તે બોલ્યો કે “ગુરુદેવ! મારી પાસે દ્રવ્ય તો છે, પણ એ ઘણું થોડું છે. મારી પાસે માત્ર પચીસ કોડી જ છે! એટલે ગુરુ મહારાજે કહ્યું કે “થોડું પણ તપ અને દાન આદિ જો પોતાની શક્તિ ગોપવ્યા વિના જ શુદ્ધ ભાવથી કરવામાં આવે, તો તેથી વિપુલ ફળની પ્રાપ્તિ થાય છે!”
ગુરુ મહારાજના મુખેથી આવો જવાબ સાંભળતાં એ ગોપાલક નોકરને બહુ જ આનંદ થયો. એને લાગ્યું કે “આટલામાં પણ હું ભગવાનની ભક્તિ કરી શકું છું. એટલે બસ છે!' તરત જ તે ત્યાંથી ઊઠ્યો. શેઠ પણ સાથે ગયા. પોતાની પાસે જે દ્રવ્ય હતું, તે સર્વ દ્રવ્યનાં એ નોકરે પુષ્પો ખરીદ્યાં અને એ પુષ્પો દ્વારા એણે બહુ ઉલ્લાસપૂર્વક ભગવાનની પૂજા કરી ! આ રીતે ગુરુ મહારાજ પાસેથી ઊઠીને ગોપાલક નોકર પૂજા કરવા ગયો, પણ શેઠનો બીજો નોકર તો ત્યાંનો ત્યાં જ બેસી રહ્યો. પેલો ગયો, પણ આ ઊઠ્યો નહિ. એનું મન તત્કાળ ઉદ્વિગ્ન બની ગયું. એને થયું કે “એની પાસે એટલું થોડું પણ દ્રવ્ય હતું અને મારી પાસે તો કાંઈ નથી ! હું શું કરું?
ઉદ્વિગ્નપણે તે બીજો નોકર આવો વિચાર કરતો હતો, ત્યાં જ એક માણસને તેણે ગુરુ મહારાજની પાસેથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરતો જોયો. ગુરુ મહારાજ પચ્ચખાણ આપી રહ્યા, એટલે શેઠનું ઘરકામ કરનારા આ નોકરે, ગુરુ મહારાજને પૂછ્યું કે “હે ભગવન્! આ માણસે આ શું કર્યું?” ગુરુ મહારાજ કહે છે કે “ભદ્ર! આ માણસે આજે તપ કર્યો.' આમ કહીને ગુરુ મહારાજે તેને તપના અંગીકારનો વિધિ સમજાવ્યો અને તપ કરવાથી કેવું ફળ મળે છે, તે પણ તેને કહ્યું.
આ સાંભળીને એ નોકરે તરત જ તપ કરવાનો નિર્ણય કરી લીધો. એને લાગ્યું કે પૈસા નથી, તો પૈસા વિના પણ થઈ શકે એવું આ ઉત્તમ કાર્ય છે!” એની પાસે જો પૈસા હોત, તો એ પોતાના દ્રવ્યનો વ્યય કરીને પૂજા કર્યા વિના રહેત નહિ, પણ એની પાસે પૈસા નહોતા, એટલે એનું મન લાચાર બની ગયું હતું. આમ છતાંય પૈસા વિના પણ જે ધર્મકત્ય થઈ શકે તેમ હોય, તે ધર્મકત્ય કરવાની એની મનોવૃત્તિ તો હતી જ. એટલે એણે ઝટ ગુરુ મહારાજની પાસે ઉપવાસનું પચ્ચખાણ કરી લીધું.
(પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી ! પુસ્તકમાંથી સાભાર.)
ટિપ્પણી :- ઉદાહરણ ઘણું ઘણું કહી જાય છે. એમાં બધું જ સ્પષ્ટ છે. ટિપ્પણીની આવશ્યકતા નથી. અભણ અને તેવા પ્રકારના સંસ્કારથી રહિત નોકરોની ભાવના આવી ભવ્ય હોય તો શ્રાવકની કેવી હોય?
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અને તેમને ઉપદેશ આપનારા ગુરની ઉપદેશશૈલી કેવી હોય? કુતર્ક-૨ઃ
દેવદ્રવ્યથી જિનાલય નિર્માણ થાય તેવો પાઠ હોય તો જણાવો? જો તે ન હોય તો તેવા ઉપદેશો કેમ અપાય છે? સમાલોચના-૨ઃ
આ કુતર્કની સમાલોચના કરતાં પહેલાં તેની પૃષ્ઠભૂમિકા જોવી જરૂરી છે. કુતર્કકારનો કહેવાનો આશય એવો છે કે, “જેમ દેવદ્રવ્યથી જિનાલયનું નિર્માણ થાય તેવો પાઠ મળતો નથી અને છતાં પણ નિષેધ ન હોવાથી દેવદ્રવ્યથી જિનાલયનું નિર્માણ થાય તેવા ઉપદેશો અપાય છે. તે જ રીતે
શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા કરી શકે એવા પાઠો ન મળતાં હોય, તો પણ “શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા ન જ કરી શકે એવા પાઠો મળતા ન હોવાથી દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનો ઉપદેશ આપવામાં શું વાંધો છે?” - આટલું સમજયા પછી હવે સમાલોચના કરીશું.
દેવદ્રવ્યથી જિનાલયનું નિર્માણ થાય એવા શાસ્ત્ર સંદર્ભો વિદ્યમાન છે. તે નીચે મુજબ છે
(૧) શાસ્ત્રોમાં જિનમૂર્તિ-જિનમંદિર વગેરે સાતક્ષેત્રો બતાવ્યા છે અને ‘તેતે ક્ષેત્રની આવકને તે ક્ષેત્રમાં વાપરવા માટે જણાવ્યું છે. તદુપરાંત, એ પણ જણાવ્યું છે કે, ઉપરના ખાતાની રકમ નીચેના ખાતામાં ન વપરાય, પરંતુ નીચેના ખાતાની રકમ ઉપરના ખાતામાં વાપરી શકાય છે. તથા સાતક્ષેત્રોની રકમનો સદુપયોગ બતાવ્યો ત્યારે શ્રીજિનમૂર્તિ-જિનમંદિર ક્ષેત્રની રકમ, કે જે દેવદ્રવ્ય તરીકે પ્રસિદ્ધ છે, તેનાથી શ્રીજિનાલયનો જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર બનાવવાનું જણાવ્યું છે.
(૨) ૧૯૯૦ના શ્રમણ સંમેલનના ઠરાવ-૫ માં પણ દેવદ્રવ્યનો વ્યય જિનાલય નિર્માણ-જીર્ણોદ્ધારાદિમાં જણાવ્યો જ છે.
(૩) દ્રવ્યસપ્તતિકા ગ્રંથની અવચૂરિ પુ. ૧૦૭ ઉપર કહ્યું છે કે
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૦૯ चैत्यद्रव्ये सति जिनमंदिरप्रतिमादिसंभवः । तत्सत्त्वे विवक्षितपूजादिसंभवः । चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः ॥
અર્થ : ચૈત્યદ્રવ્ય = દેવદ્રવ્ય હોતે છતે જિનમંદિર-જિનપ્રતિમા આદિનો સંભવ છે અને જિનમંદિર-જિનપ્રતિમા આદિ હોતે છતે વિવક્ષિત પૂજાદિનો સંભવ છે. (તેથી) ચૈત્યદ્રવ્ય આદિના વિનાશમાં વિવક્ષિત પૂજાદિનો લોપ થાય છે.
– પૂર્વોક્ત પાઠમાં “દેવદ્રવ્ય હોતે છતે જિનમંદિર-જિનપ્રતિમા સંભવે છે” એમ જણાવેલ છે. આ પાઠ જ “દેવદ્રવ્યથી જિનાલય નિર્માણ થાય તેની સાક્ષી છે.
પૂર્વોક્ત પાઠની અંતર્ગત આવતા “દેવદ્રવ્ય આદિના વિનાશમાં પૂજાદિનો લોપ થાય છે.” આ વિધાનમાં ધાર્મિક વહીવટ વિચાર'ના પરિશિષ્ટમાં ગણિશ્રીએ સ્વાભિમતને પુષ્ટ કરવા ઘણી મથામણ કરી છે – કુતર્કો કર્યા છે. તેની સમાલોચના આગળ કરવાની છે. તેથી અહીં વિષયાંતર કરવો નથી.
> આથી કુતર્કકારે “દેવદ્રવ્યથી જિનાલય નિર્માણ થાય તેવો પાઠ કયાં છે?” એવા પ્રશ્ન ઉઠાવીને પોતાની તરફેણમાં ઊભી કરેલી હવા પણ પૂર્વોક્ત વિચારણાથી ઉડી જાય છે. શાસ્ત્ર અને પરંપરા અનુસાર દેવદ્રવ્યના સદુપયોગનું ક્ષેત્ર નૂતન જિનમંદિરનું નિર્માણ પણ છે જ. તેથી શાસ્ત્રમાં નિષેધ ન હોવાથી તેવો ઉપદેશ અપાય છે તે વાત જ ખોટી છે અને તેથી દેવદ્રવ્યથી જિનાલય નિર્માણ થાય એવા પાઠો ન હોવા છતાં એવો ઉપદેશ કેમ અપાય છે? – એ ઉઠાવેલો મુદ્દો જ ખોટો છે.
શ્રાવક દેવદ્રવ્યથી સ્વકર્તવ્યરૂપે જિનપૂજા ન જ કરી શકે” એવો આશય અનેક શાસ્ત્રસંદર્ભોથી પ્રાપ્ત થાય જ છે. અનેક શાસ્ત્રોએ પૂર્વે જે પૂજાવિધિ બતાવી તેમાંથી એ જ આશય ફલિત થાય છે.
પ્રશ્નઃ દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરના જીર્ણોદ્ધારમાં કે નિર્માણમાં માન્ય રાખ્યો છે, તે જ રીતે દેવદ્રવ્યનો ઉપયોગ જિનપૂજામાં શા માટે નહીં?
Page #165
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ઉત્તર ઃ અહીં સૌથી પ્રથમ નોંધી લેવું જરૂરી છે કે, કોઈપણ તત્ત્વનો નિર્ણય કરતી વખતે શાસ્રવચન અને સુવિહિત પરંપરા : આ બેનો આધાર લેવો આવશ્યક છે, એમ પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા ‘દ્વાત્રિંશદ દ્વાત્રિંશિકા’ (બત્રીસી) ગ્રંથમાં અને પૂ.આ.ભ. શ્રીશાંતિસૂરિજી મહારાજા ‘ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાં જણાવે છે. ઠાણાંગસૂત્રમાં પંચાગી, પરંપરા અને અનુભવ : આ સાતને જ્ઞાનપ્રાપ્તિનાં સાધન જણાવ્યાં છે. આથી કોઈપણ તત્ત્વનિર્ણય માટે એ બંનેને જોવા જરૂરી છે અને એ બંનેથી સિદ્ધ તત્ત્વને તર્કોથી દૂષિત કરવા લેશમાત્ર ઉચિત નથી. અહીં યાદ રાખવું કે, શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી સિદ્ધ તત્ત્વને જે તર્કોથી દૂષિત ક૨વામાં આવે, તે તર્કો કુતર્કો છે અને કુતર્કોથી કોઈ દિવસ તત્ત્વનિર્ણય ન થાય. યોગદૃષ્ટિસમુચ્ચયકાર જણાવે છે કે, કુતર્ક તો સ્વ-પર ઉભયની શ્રદ્ધાને ખંડિત કરનારા છે. હા, બંનેથી સિદ્ધ તત્ત્વને સ્વ-પરની બુદ્ધિમાં બરાબર બેસાડવા અને શ્રદ્ધાને અસ્થિમજ્જા કરવા માટે જે તર્કોનો સહારો લેવાય, તે સુતર્કો છે. આથી આ પ્રશ્નનો જવાબ પણ આપણે તે બંને દ્વારા અને અંતે સુતર્ક દ્વારા વિચારીશું.
૧૧૦
→ શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી દેવદ્રવ્યના ઉપયોગના ક્ષેત્ર તરીકે જિનમંદિરનો જીર્ણોદ્વાર અને નૂતન ચૈત્યનિર્માણ સિદ્ધ જ છે.
→ શાસ્ત્ર અને સુવિહિત પરંપરા જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવાનું કહે છે. દેવદ્રવ્યથી કરવાની મંજુરી આપતી નથી.
→ શ્રીજિનમૂર્તિ તરવાના સાધનરૂપ ભક્તિનું આલંબન છે અને જિનમંદિર જિનમૂર્તિને બિરાજમાન કરવાનું સ્થાન છે. ભક્તિનું આલંબન જિનમંદિરના દ્રવ્યથી (દેવદ્રવ્યથી) ઊભું કરવું એ શાસ્ત્ર અને પરંપરાથી વિહિત છે. પરંતુ ભક્તિ તો શ્રાવકે પોતાના કર્તવ્યરૂપે કરવાની હોવાથી તે સ્વદ્રવ્યથી જ કરાય. પરંતુ દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી ન કરાય. એટલે ભક્તિનું આલંબન દેવદ્રવ્યથી કરાય, પરંતુ ભક્તિની સામગ્રી દેવદ્રવ્યમાંથી
ન લવાય.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
જેમ જ્ઞાનદ્રવ્યથી જ્ઞાનની આરાધનાના આલંબનરૂપ જ્ઞાનભંડારનું નિર્માણ થાય છે. પરંતુ શ્રાવકને ભણવા માટેની સામગ્રી લવાતી નથી અને શ્રાવકને ભણાવવા આવનાર પંડિતનો પગાર જ્ઞાનદ્રવ્યમાંથી (ઉછામણી આદિ પૂર્વનિર્દિષ્ટ ઉપાયો દ્વારા ભક્તિસ્વરૂપે આવેલા જ્ઞાનદ્રવ્યમાંથી) અપાતો નથી, (કારણ કે, એ કાર્યો શ્રાવકના સ્વદ્રવ્યથી કરવાના હોય છે.) તે જ રીતે દેવદ્રવ્યથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિની આરાધના સ્વરૂપ પ્રભુભક્તિના આલંબનરૂપ જિનમંદિરનું નિર્માણ થઈ શકે છે. પરંતુ શ્રાવકને જે ભક્તિ કરવાની છે તે ભક્તિની સામગ્રી દેવદ્રવ્યથી લાવી શકાતી નથી અને શ્રાવકની સગવડ માટે રાખેલા પૂજારીનો પગાર પણ દેવદ્રવ્યમાંથી આપી શકાતો નથી.
૧૧૧
અહીં યાદ કરાવવું જરૂરી છે કે, “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી અને તે પુસ્તકના પરિમાર્જક આચાર્યશ્રીઓ અને ગણિશ્રી આ સર્વે, જ્ઞાનદ્રવ્યમાં ઉપર જણાવેલી વ્યવસ્થા સ્વીકારે છે, પરંતુ દેવદ્રવ્યમાં સ્વીકારવાની ના પાડે છે. આ તે કેવો ન્યાય ? જ્ઞાનદ્રવ્યના વિષયમાં શાસ્ત્ર-પરંપરા અને યુક્તિને સ્વીકારવી અને દેવદ્રવ્યના વિષયમાં શાસ્ત્રપરંપરા-યુક્તિ ન સ્વીકારવી, તે કોના ઘરનો ન્યાય ? જો કે, વિ.સં. ૨૦૪૪ પૂર્વે તે સર્વેની ઉપર જણાવેલી જ માન્યતા હતી. તેઓએ એ લખી પણ હતી અને પ્રવચનોમાં પ્રરૂપી પણ હતી. પરંતુ વિ.સં. ૨૦૪૪માં કોઈક અલૌકિક દિવ્યદર્શનના પ્રભાવે પૂર્વે કહેલી-લખેલીપ્રચારેલી સાચી વાતો ખોટી લાગવા માંડી હતી અને ખોટી વાતો સાચી લાગવા માંડી હતી.
→ પૂર્વોક્ત વિચારણાથી “ધાર્મિક વહીવટ વિચાર” તૃતીય આવૃત્તિ, પૃ. ૧૯ ઉ૫૨ જણાવેલી નીચેની વાતો પણ અસત્ય સિદ્ઘ થાય છે -
જિનપ્રતિમા અને જિનમંદિર (૧+૨)
(A) “જે મૂર્તિની અંજનશલાકા થઈ નથી તેને અંજનશલાકા કરાવવાનું જે ઘી બોલાય તે જિનપ્રતિમા ખાતે જમા થાય. આ રકમ નવી જિનપ્રતિમાઓ ભરાવવામાં
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વપરાય તથા લેપ, આભૂષણો તથા પૂજાની સામગ્રીઓ વગેરેમાં વપરાય.
(B) પૂર્વે નૂતન જિનમંદિરોનાં નિર્માણ શ્રીમંત લોકો મોટા ભાગે સ્વદ્રવ્યથી કરતા હતા. પરંતુ આજે આ ખાતે આવતી દેવદ્રવ્યની રકમ નૂતન જિનમંદિરોમાં પણ વિના વિરોધે વપરાય છે. આમ હાલમાં સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પણ મંદિરો બને છે અને સહુ તેમાં પૂજા-પાઠાદિ કરે છે. (જો દેવદ્રવ્યથી બનેલાં જિનમંદિરોમાં પૂજા થઈ શકે તો જિનેશ્વરદેવની પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તેવો એકાત્તે આગ્રહ શી રીતે યોગ્ય ગણાય?
(C) જો પરદ્રવ્યથી નીકળતા શિખરજી વગેરે સંઘો, સ્વામીવાત્સલ્યો, આયંબિલખાતાનાં નિર્માણોમાં તે તે ધર્મસેવન થઈ શકે તો સ્વદ્રવ્યથી જ જિનપૂજાનો આગ્રહ એકાન્ત શી રીતે કરી શકાય?
(D) નિશ્ચયનય’ તો આવો કોઈ ભેદ ન જોતાં ધર્માત્માનો હૈયાનો ઊછળતો ભાવ જ કાર્યસાધક ગણે છે. (વિશેષ જાણકારી માટે આ પુસ્તકનું પરિશિષ્ટ-૨’ જોવું.)”
ટિપ્પણીઃ- (૧) ધા.વ.વિ.ના લેખકશ્રીના ઉપરોક્ત લખાણમાં AB-C-D એવા જે ભાગ પાડ્યા છે, તે વિચારણામાં સગવડતા માટે અમે પાડ્યા છે. હવે ક્રમશઃ એની સમાલોચના કરીશું.
(૨) વિભાગ-Aની વાત શાસ્ત્ર અને પરંપરાથી બરાબર છે. જો કે, પૂર્વના સાચા સંસ્કારથી એ લખાઈ ગયેલું છે. પરંતુ પોતાના એ જ પુસ્તકમાં ઠેરઠેર અંજનશલાકાની બોલીને કલ્પિત દેવદ્રવ્યમાં ગણીને તેનો ઉપયોગ દેરાસરના સર્વ કાર્યો માટે જણાવ્યો છે. જે શાસ્ત્ર-પરંપરા અને યુક્તિથી વિરુદ્ધ છે. તેથી એમ કહેવું પડે કે, પૃ. ૧૯ ઉપર સાચું લખ્યા પછી પુસ્તકમાં ઠેર ઠેર કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા ખોટી લખીને શ્રીસંઘને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. (આ વિષયને વિશેષથી પ્રકરણ-૭માં ચર્ચવાનો જ છે.)
(૩) પૂર્વોક્ત લખાણનાં B-વિભાગ માટે પૂર્વે વિચારી લીધું છે.
(૪) વિભાગ-Cમાં જે વાત કરી છે તે નર્યો કુતર્ક છે. કુતર્ક કરીને શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં નિર્દિષ્ટ પૂજાવિધિને દૂષિત કરવાનો અનુચિત
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૧૩
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? પ્રયાસ માત્ર કર્યો છે. તેની પણ વિચારણા કરી લઈએ –
(અ) છ'રીપાલિત સંઘો, સ્વામી વાત્સલ્યો વગેરેમાં જોડાતા આરાધકો પરદ્રવ્યથી ધર્મસેવન કરે છે, તેવું કહેવું સાચું નથી. તદ્દન ખોટું છે. તેવા સામૂહિક અનુષ્ઠાનોમાં જોડાતા શ્રાવકો પરદ્રવ્યથી ધર્મસેવન કરવા નથી જોડાતા. પરંતુ (૧) આયોજકના આમંત્રણને સ્વીકારીને આયોજકને સાધર્મિક ભક્તિનો લાભ આપવા જાય છે. (૨) આયોજકના ઉત્સાહને વધારવા જાય છે અને (૩) સામૂહિક આરાધનાઓ ભાવોલ્લાસ વૃદ્ધિની નિમિત્ત હોવાના કારણે પોતાનો ભાવોલ્લાસ વધારવા પણ જાય છે.
- સાધર્મિકના આમંત્રણને સ્વીકારીને એવા આયોજનમાં જવું અને તેમને સાધર્મિક ભક્તિ કરવામાં અનુકૂળ બનવું - આ બંનેને કોઈપણ શાસ્ત્ર અનુચિત ગણાવ્યું નથી અને એમાં પરદ્રવ્યથી ધર્મ કરી લેવાની વૃત્તિ પણ હોતી નથી. તથા એવા આયોજનોમાં જોડાતા શ્રાવકો પ્રભુપૂજા આદિ સ્વદ્રવ્યથી જ કરતા હોય છે અને અન્ય ધર્મકાર્યોમાં પોતાના દ્રવ્યનો વ્યય પણ કરતા હોય છે.
– તદુપરાંત, ષોડશક વગેરે ગ્રંથોમાં ભાવશુદ્ધિને પામવા માટે ધર્માનુષ્ઠાનમાં સ્વદ્રવ્યમાં અન્યના દ્રવ્યને જોડવાનો નિષેધ કર્યો છે અને સામુહિક ધર્માનુષ્ઠાનોમાં તેવા અન્યના દ્રવ્યનો સંશ્લેષ હોય તો તેના પુણ્યનો લાભ અન્યને પ્રાપ્ત થાય એવી ભાવના ભાવવાની કહી છે, તે વાત અને છ'રીપાલિત સંઘો આદિમાં પરદ્રવ્યથી થતી સામુહિક આરાધનાઓમાં જોડાવામાં હરકત નથી એ વાત, આ બંનેનો યોગ્ય સમન્વય ઉપર મુજબ કરવામાં આવશે તો કોઈ શંકા રહેશે નહીં.
પ્રશ્નઃ આજે સંઘોમાં દેવકા સાધારણ કે સર્વસાધારણની ટીપ થાય છે અને એમાં પૂજાની સામગ્રી લાવીને વ્યવસ્થા થાય છે. શ્રાવકો એ સામગ્રીથી પૂજા કરે જ છે. એટલે એની પૂજાની સામગ્રી પરદ્રવ્યથી જ આવેલી છે. છતાં એમાં તમારો પક્ષ વિરોધ કરતો નથી અને બીજી બાજું પરદ્રવ્યથી પ્રભુપૂજા કરવાની ના પાડે છે. તો આ બેવડી નીતિ કેમ રાખો છો?
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઉત્તર : આ પ્રશ્નના જવાબના પ્રારંભમાં ઉપદેશકના અને સંઘના કર્તવ્યને બરાબર સમજી લેવાની જરૂર છે અને તે પછી શ્રાવકની સ્વકર્તવ્યરૂપ જિનપૂજાની વિધિ સમજી લેવી જરૂરી છે.
(૧) ઉપદેશક સાધુ શાસ્ત્ર સાથે બંધાયેલો છે. શાસ્ત્ર કહેતે મુજબ ઉપદેશ આપવા બંધાયેલો છે. શાસ્ત્ર અને સુવિહિત પરંપરા શ્રાવક દ્વારા સ્વકર્તવ્યરૂપે થતી જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવાનું વિધાન કરે છે. આથી ઉપદેશક “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવે અને સ્વદ્રવ્યથી શક્તિ ન હોય તો પૂર્વનિર્દિષ્ટ શાસ્ત્રોક્ત સામાયિકાદિ અનુષ્ઠાન કરવાનું કહે તથા અભયંકર શ્રેષ્ઠીના નોકરોના વિષયમાં ગુરુ મહારાજે અપનાવેલી ઉપદેશશૈલી અહીં ઉપદેશકો માટે આદર્શરૂપ બને છે. આથી ઉપદેશકોએ શાસ્ત્ર અને પરંપરાને બંધાયેલા રહેવાનું છે. અન્યથા સ્વ-પર ઉભયને અનર્થ થયા વિના રહેતો નથી. ઉપદેશકની બહુ મોટી જવાબદારી છે.
(૨) હવે સંઘનું કર્તવ્ય વિચારીશું. શ્રીસંઘે જિનભક્તિના આલંબનોનું નિર્માણ કર્યું છે. તેના આલંબને શ્રાવકો જિનભક્તિ કરી આત્મકલ્યાણ સાધે એવી એમની ખેવના હોય. જિનભક્તિ માટે આવતા શ્રાવકો સ્વદ્રવ્યથી જ જિનભક્તિની સામગ્રી લાવતા હોય. તેમ છતાં સમયાભાવે સામગ્રી લઈને આવવાની જેને અનુકૂળતા ન હોય તેના માટે કે બહારગામથી આવેલા શ્રાવકો માટે સંઘ સામગ્રીની વ્યવસ્થા ઊભી કરે. તે માટે દેવકું સાધારણ કે સર્વસાધારણ કે જિનભક્તિ સાધારણનું ફંડ એકઠું કરે.
(૩) આ ફંડ ઊભું કરનાર સંઘના જ આરાધક શ્રાવકો હોય છે. તેમની ભાવના હોય છે કે, અમારા દ્રવ્યનો સારા માર્ગે વ્યય થાય અને અમને સાધર્મિકો જે જિનભક્તિ કરે છે, તેમાં સહાયક બનવા દ્વારા લાભ મળે. અનુમોદના રૂપે અમે પણ એમાં જોડાઈએ.
(૪) એ ફંડમાંથી મૂકાયેલી સામગ્રીનો ઉપયોગ કરનારા શ્રાવકો પણ થોડું તો થોડું પણ પોતાનું દ્રવ્ય ઉમેરે. ધર્માદાના દ્રવ્યથી ધર્મકાર્ય કરી
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૧૫ લેવાની એમની વૃત્તિ ન હોય અને ષોડશકજીમાં જણાવેલી વિધિ મુજબ ભાવના ભાવે કે, અન્યના દ્રવ્યથી થનારા ધર્મથી જે પુણ્ય પ્રાપ્તિ થાય તે અન્યને પ્રાપ્ત થાય.
– આ રીતે ઉપદેશકની ઉપદેશશુદ્ધિ, સંઘની-દાતાઓની અને આરાધકોની ભાવનાશુદ્ધિનો સમન્વય થાય ત્યારે શાસ્ત્ર અને પરંપરાનું પાલન થયું છે એમ કહેવાય અને એમ થાય તો જ આત્મકલ્યાણનો માર્ગ સુનિશ્ચિત બને છે.
- બીજી વાત, ધા.વ.વિચારના લેખકશ્રીએ પૂર્વોક્ત (C) વિભાગમાં જે વાત જણાવી છે, તેમાં જાણી જોઈને સાચી વાત છુપાવી રહ્યા છે. “શ્રાવકે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી” એવી વાતનો (શાસ્ત્રાધારે અને સુવિહિત પરંપરાધારે) આગ્રહ સેવનારા દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનો વિરોધ કરે છે. પરદ્રવ્ય માત્રથી પૂજા કરવાનો વિરોધ કરી રહ્યા નથી. દેવકા સાધારણ કે સર્વસાધારણના દ્રવ્યથી પૂજા કરવાનો વિરોધ કરી રહ્યા નથી. તથા તથાવિધ સંઘની પરિસ્થિતિના કારણે એવા ફંડોમાંથી સામગ્રી આવતી હોય અને શ્રાવકો એનાથી પૂજા કરતા હોય છે, ત્યારે પણ પૂર્વનિર્દિષ્ટ માર્ગ શ્રાવકોને બતાવતા જ હોય છે અને એના જ કારણે જે શ્રાવકો સમયાભાવે સામગ્રી લઈને આવી શકતા નથી અને તથાવિધ સામગ્રીથી પૂજા કરે છે, તે શ્રાવકો પણ તેવા પ્રકારના ફંડોમાં પોતાનું સ્વદ્રવ્ય જોડતા જ હોય છે અને સંઘે દહેરાસરની બહાર રાખેલી સાધારણની પેટીમાં પણ યથાશક્તિ પૈસા નાંખતા જ હોય છે. ૦ અવસરપ્રાપ્ત ખુલાસો -
(આપણે જે પૂર્વે વિચારણા કરી તેમાં ઘણા મુદ્દાઓ ઊભા કરી શકાય છે. “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં અને એમાં વર્ણવાયેલી વાતોના સમર્થનમાં તૈયાર કરાયેલ આ.શ્રી. અભયશેખરસૂરિ મ. લિખિત “દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકમાં શાસ્ત્ર અને પરંપરાથી સિદ્ધ વિધિને અને વિધિમાં વર્ણવાયેલી ભાવશુદ્ધિની વાતોને દૂષિત કરવા
Page #171
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૧૬
કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે. તે મુદ્દાઓનો જવાબ પૂર્વે જિનવાણી, વર્ષ૨૦, અંક-૮૩-૮૪, તા. ૨૯-૨-૯૬માં અપાયેલો છે. તેને અક્ષરશઃ સાભાર અહીં રજુ કરીએ છીએ. એ જોવાથી સાચી હકીકતનો ખ્યાલ આવશે અને સામેના પક્ષના કૂટપ્રયત્નોનો અંદાજ આવશે.)
જિજ્ઞાસા ઃ એક વિદ્વાનું કહેવાતા લેખક પોતાની પુસ્તિકામાં (‘દેવદ્રવ્ય અને જિનપૂજા’ના પૃ. ૨૧-૨૨) લખે છે કે,
“જુઓ, ‘જિનવાણી’ પાક્ષિકમાં તો અનેકવિધ વાતો એવી આવે છે કે, જેથી એ પત્રની પ્રામાણિકતામાં સુજ્ઞજનોને સંદેહ પડી જાય. જેમ કે,-આ જ અંકમાં (જિનવાણી અંક તા. ૩૦-૪-૯૫) જણાવ્યું છે કે દેરાસરમાં તૈયાર રાખેલી કેસર વગેરે સામગ્રીને શ્રાવકો જેટલી વાપરે એટલી કે એથી અધિક રકમ ભંડારમાં નાંખી, સ્વદ્રવ્ય બનાવી સ્વદ્રવ્યથી પૂજા કર્યાનો આનંદ અનુભવે....આ માટે જ એ સામગ્રી દેરાસરમાં રાખવામાં આવે છે, વગેરે...
કેટલા દેરાસરમાં કેટલા શ્રાવકો ભંડારમાં એટલા પૈસા મૂલ્ય ચૂકવવા રૂપે નાંખીને કેસરાદિનો ઉપયોગ કરે છે એનું નિરીક્ષણ કરવામાં આવે તો આ વાત કેટલી સાચી છે એ તરત ખબર પડી જાય...
એટલે આવા આડેધડ નિરૂપણ કરનારા પાક્ષિકના’
– લેખકના ‘જિનવાણી' પાક્ષિક અંગેના ઉપરોક્ત આક્ષેપમાં કેટલું તથ્ય છે તે જાણવાની અમારી જિજ્ઞાસા છે, તો આપ તે અંગે ખુલાસો કરશો ?
તે
તૃપ્તિ : ‘જિનવાણી’ ના પ્રસ્તુત અંકમાં અમે જે લખાણ કર્યું છે, આધાર પૂર્વકનું હોઈ એ લેખકનો સંદેહ નિરાધાર છે. શ્રીપાળનગર (મુંબઈ)માં નીચેના મંદિરના એક તરફના ખૂણામાં આવો જ એક ભંડાર છે જેની ઉ૫૨ બોર્ડ મૂકવામાં આવ્યું છે, તેમાં જણાવ્યું છે કે –
“અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા, ભક્તિ સર્વે
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૧૭ ભાગ્યશાળીઓએ પોતપોતાના દ્રવ્યથી જ કરવાની છે. મુંબઈ જેવા શહેરમાં ટાઈમના અભાવે અને કેટલીક પ્રતિકૂળતાના કારણે બધા પોતાની સામગ્રી વસાવી ન શકે અને રોજ સાથે લાવી ન શકે તે કારણે અત્રે સાધારણ ખાતાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાંથી વસ્તુઓ ખરીદ કરી અત્રે રાખવામાં આવે છે. તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓને સ્વદ્રવ્યથી ભક્તિ કરવાનો લાભ મળે તે ખાતર આ સાધારણ ખાતાનો ભંડાર અત્રે મૂકવામાં આવ્યો છે.”બીજે પણ આવું લખાણ જોવા મળે છે.
જિનવાણી' ના સુજ્ઞ વાચકોને “જિનવાણી' પત્રની પ્રામાણિકતામાં ક્યારેય સંદેહ ઊભો થયાનું આજ સુધી અમારી જાણમાં આવ્યું નથી. લેખકે આવો સંદેહ ઊભો કર્યાનો આ પહેલો પ્રસંગ અમારી જાણમાં આવ્યો છે. તેમનો સંદેહ પ્રામાણિક હોય તો ઉપરના ખુલાસાથી દૂર થઈ જવો જોઈએ.
હવે આગળ તેમણે – “કેટલા દેરાસરમાં કેટલા શ્રાવકો...ખબર પડી જાય” વગેરે જે લખ્યું છે, તે સૂચવે છે કે લેખકને વિવેકી શ્રાવકવર્ગની વિવેક બુદ્ધિમાં અને ધર્માદીયા વૃત્તિના અભાવમાં સંદેહ છે. પરંતુ તેમનો આ સંદેહ પણ પાયા વગરનો છે. તપાસ કરતાં અમને જાણવા મળ્યું છે કે શ્રીપાળનગરમાં સાત મહિનાના ભંડારમાં રૂ. ચોપન હજાર નીકળ્યા છે, તો બીજા એક સ્થળે વાર્ષિક લગભગ અડતાલીસથી પચાર હજાર આવા ભંડારમાંથી નીકળે છે. આટલી હકીકતથી લેખકનો આ વિષેનો ભ્રમ પણ દૂર થઈ જવો જોઈએ.
લેખકના આક્ષેપો અંગે આટલો ખુલાસો કર્યા પછી હવે આડેધડ નિરૂપણ કોણ કરે છે, એ નક્કી કરવાનું કામ સુજ્ઞ વાચકો પર અમે છોડીએ છીએ.
આ પ્રસંગને પામીને અમે સૌને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે, જ્યાં જ્યાં આ રીતે દેવભક્તિ સાધારણના ભંડાર મૂકવાની જરૂર જણાય અને મૂકવામાં આવે ત્યાં શ્રાવકો સ્વદ્રવ્યથી પ્રભુભક્તિ કરતા
Page #173
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૧૮
થાય તેવો શુભ આશય રાખવો એ જ સ્વ-૫૨ના હિતને માટે છે, તેથી ઊલટું પરદ્રવ્યથી પૂજા કરતા કરવાનો આશય ઉભયને માટે અત્યંત અહિતકર છે. અસ્તુ.
(નોંધ : અત્યારે પણ શ્રીસંઘોના જિનાલયની બહાર મૂકાયેલા કેસરસુખડ આદિની સામગ્રી માટેના ફંડની પેટીમાં વિપુલ માત્રામાં રકમ ભેગી થાય જ છે. તે સંઘોના અનુભવની વાત છે.) હવે મૂળવાત ઉપર પાછા આવીએ -
આથી સદાગ્રહને કદાગ્રહ કહેવો એ ઉન્મત્ત પ્રલાપ જ છે. જો “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી’’ અહીં સૂચવેલા ‘જ’કારને અનુલક્ષીને કોઈ ઉપદેશક એવા પ્રકારનો ‘જ’ પૂર્વક ઉપદેશ આપે એ કદાગ્રહ કહેવાતો હોય તો શાસ્ત્રકારોને પણ કદાગ્રહી કહેવા પડશે અને તમારા પૂ.વડીલોને પણ કદાગ્રહી કહેવા પડશે અને એ તો એક પ્રકારની ગુસ્તાખી જ કહેવાશે ને ? અને લેખકશ્રી પણ પોતાના પુસ્તકોમાં ‘જ’કાર પૂર્વક જોરશોરથી લખી ચૂક્યા છે, તે સદાગ્રહ કહેશો કે કદાગ્રહ ? ખેર ! હવે કોને પૂછવું ? તેઓશ્રી તો હાલ આપણી વચ્ચે હાજર નથી અને પરિમાર્જકોએ તો ક્યારનાય હાથ ખંખેરી લીધા છે.
-
→ ધા.વ.વિ.ના તે લખાણના (D) વિભાગમાં નિશ્ચયનયની માન્યતા જણાવીને કશું સ્પષ્ટીકરણ કર્યું નથી. બધું જ અધ્યાહાર રાખ્યું છે. અહીં નોંધવું જરૂરી છે કે, ભાવની શુદ્ધિ માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલની શુદ્ધિની અનિવાર્યતા ઉપર પણ શાસ્ત્રકારોએ ખૂબ ભાર મૂક્યો છે. એથી જ ષોડશક ગ્રંથકારશ્રીએ શ્રાવકને ધર્માનુષ્ઠાનના સેવનકાળે પોતાના ધનમાં અન્યનું ધન ન આવી જાય તેવી કાળજી રાખવાનું જણાવીને કદાચ અન્યનું ધન આવી ગયેલું હોય અને એને દૂર કરવું શક્ય ન હોય તો ધર્મસેવનથી થનારી પુણ્યપ્રાપ્તિમાં અન્યને પણ તેટલા અંશે લાભ પ્રાપ્ત થાય એવી ભાવના ભાવીને ભાવશુદ્ધિ પામવા - જીવંત રાખવા જણાવ્યું છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૧૯ -- અહીં યાદ રાખવું કે, નિશ્ચયનય કયારેય વ્યવહારનયનો અપલાપ કરતો નથી અને તે અપલાપ કરે, તો દુર્નય બની જાય છે. નિશ્ચયનય માત્ર વ્યવહારનયની વાતને ગૌણ કરીને પોતાની વાતને પ્રધાનતા આપે છે. એટલું જ નહીં પોતાની વાતને પ્રધાનતા આપતી વખતે પણ વ્યવહારની વાતને ગૌણપણે સ્વીકારે જ છે. આથી શાસ્ત્રીય પરિભાષાઓનો ઉપયોગ કરીને લોકોને ઉલ્લુ બનાવવાની જરૂર નથી.
> પૂર્વનિર્દિષ્ટ (D) વિભાગમાં જે તે પુસ્તકના) પરિશિષ્ટ-૨ ને જોવાની ભલામણ કરી છે. તે આપણે જોવાનું જ છે અને ત્યાં રમાયેલી રમતો અને ખેલાયેલા કુતર્કોને ખુલ્લા પાડવાના જ છે. તેનાથી લેખકશ્રી અને પરિશિષ્ટ-કારશ્રીની દાનત જરૂર ખુલ્લી પડી જવાની છે.
- છેલ્લે એટલું જ પૂછવાનું છે કે, પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા થઈ શકતી હોત તો માળી પાસેથી પુષ્પાદિ લેતી વખતે વણિક કળાનો ઉપયોગ કરવાની ના પાડી છે તેનું શું? જો છૂટથી જ દેવદ્રવ્યથી પુષ્પો લઈ શકાતા હોય તો પછી આવી સલાહ શાસ્ત્રકારોએ શા માટે આપી? ૦ અવસર પ્રાપ્ત કેટલાક પ્રશ્નો વિચારી લઈએ:
પ્રશ્ન-૧ : જ્ઞાનખાતાના પુસ્તકને વાંચવું હોય તો શ્રાવકે નકરો આપવો પડે તો દેવદ્રવ્યથી બનાવેલ જિનાલયમાં શ્રાવક બેસે તો ઘસારો / નકરો ન આપવો પડે?
ઉત્તર-૧ : પૂર્વે જણાવ્યા મુજબ જ્ઞાનભંડાર એ જ્ઞાનપ્રાપ્તિનું આલંબન છે. તેથી તે જ્ઞાનદ્રવ્યથી બનાવી શકાય છે. તેમ જિનાલય પણ ભક્તિનું આલંબન હોવાથી તે દેવદ્રવ્યમાંથી બનાવી શકાય છે. તદુપરાંત, શ્રાવક જ્ઞાનભંડારમાં જ્ઞાનપ્રાપ્તિ અર્થે પુસ્તક લેવા જાય અને જિનાલયમાં પ્રભુભક્તિ અર્થે જાય, ત્યારે જ્ઞાનભંડાર કે જિનાલયનો એ ભોગવટો કરે છે, એમ ન કહેવાય. તેથી તેમાં જવાનો-બેસવાનો નકરો આપવાનો રહેતો નથી. તેમ છતાં જેમ જિનાલયની માલિકીના (દેવદ્રવ્યના) ત્રિગડા વગેરેનો ઉપયોગ શ્રાવક કરે તો એનો નકરો ભરે
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા છે, તેમ જ્ઞાનભંડારની માલિકીના પુસ્તકોનો ઉપયોગ કરે તો શ્રાવકે એનો નકરો ભરવો જોઈએ. વળી, જેમ જિનભક્તિ એ સ્વકર્તવ્ય છે તેથી એમાં સ્વદ્રવ્ય જોડવું જોઈએ, તેમ “જ્ઞાનપ્રાપ્તિ કરવી એ સ્વકર્તવ્ય છે, તેથી એમાં આલંબન બનતા પુસ્તકનો નકરો ભરવો જોઈએ. જાહેર લાઇબ્રેરીઓમાં પણ બધા લવાજમ ભરીને જ પુસ્તકો વાપરતા હોય છે.
જ્યારે જૈનસંઘના જ્ઞાનભંડારો તો જ્ઞાનની ભક્તિ સ્વરૂપે આવેલા જ્ઞાનદ્રવ્યથી બનેલા હોય છે.
પ્રશ્ન-૨ : પરદ્રવ્યથી પૂજાનો નિષેધ કરી, વાર્ષિક ચઢાવા દ્વારા પરદ્રવ્યથી પૂજાની પ્રથા શરૂ કરાવવી ઉચિત છે?
ઉત્તર-૨ :- આજના વિષમકાળમાં શ્રાવકો સ્વકર્તવ્ય ચૂકે છે, એ એક કારણથી અને સમયાભાવે સામગ્રી વિના આવતા શ્રાવકો માટે તથા બહારગામથી કે દૂરથી આવતા શ્રાવકો માટે સંઘને પૂજાની સામગ્રી દેરાસરમાં ઉપલબ્ધ રાખવી એ કર્તવ્ય બન્યું હોય તેવા સંયોગો ઊભા થયેલા છે. આવી પરિસ્થિતિમાં “પૂજાની સામગ્રી શ્રાવકોના પોતાના દ્રવ્યની જ હોવી જોઈએ, પરંતુ દેવદ્રવ્યની તો ન જ હોવી જોઈએ” – આ આશયથી પૂજાની સામગ્રી માટેના વાર્ષિક ચઢાવા દ્વારા ધન એકઠું કરવાની પ્રથા ચાલું થઈ છે અને ગીતાર્થોએ એને મંજુરી આપી છે.
હવે મહત્ત્વની વાત એ છે કે, સંઘે પોતાના કર્તવ્યરૂપે પૂજાની સામગ્રી ઉપલબ્ધ કરી, ત્યારે ઉપદેશક ગુરુનું અને જિનપૂજા કરવા આવતા શ્રાવકોનું કર્તવ્ય શું હોય? - તો કોઈપણ ગીતાર્થને પૂછો તો એ જ જવાબ આપે કે, (૧) ઉપદેશકો શ્રાવકને શાસ્ત્રમાં વર્ણવેલ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાની વિધિ બતાવે અને શ્રાવકોનું અજ્ઞાન કે પ્રમાદ જે હોય તે દૂર કરી આપે અને શ્રાવકનું કર્તવ્ય એ છે કે, સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી અને કદાચ સંઘની સામગ્રીમાંથી કરે તો પણ પોતાની શક્તિ મુજબ ફંડમાં રકમ નોંધાવ્યા વિના રહે નહીં. સંઘના ફંડથી જ (ધર્મદાના દ્રવ્યથી જ) સ્વકર્તવ્ય પતાવવાની વૃત્તિ ન રાખે.
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૧૨૧
અહીં યાદ રાખવાની વાત એ છે કે, પૂજાની સામગ્રી માટેના વાર્ષિક ચઢાવા પરદ્રવ્યથી પૂજા કરાવવા ચાલું નથી થયા. પરંતુ સંઘના ટ્રસ્ટીઓની એમાં તોટો પડવાથી દેવદ્રવ્ય ઉપર નજર ન જાય અને સુખીસંપન્ન શ્રાવકો સાધર્મિક ભક્તિનો લાભ લઈ શકે એ માટે છે. આમેય સુખી શ્રાવકોને પોતાના ધનનો સારા માર્ગે વ્યય કરવો જ હોય છે. તે સદ્ભય સંઘના આ કર્તવ્યમાં થાય, એ આ પ્રથા પાછળનો શુભાશય છે.
જો દરેક શ્રાવકો પોતાનું કર્તવ્ય બરાબર સમજી લે અને સંપત્તિની તુચ્છતા-જિનપૂજાની તારકતા-પરિગ્રહની ભયંકરતા અને સદ્વ્યયમાં સંપત્તિની સાર્થકતા - આટલું સમજી લે, તો તેઓ પોતે જ સ્વદ્રવ્યથી જિનપૂજા કરતા થઈ જશે. તે પછી સંઘને પૂજાની સામગ્રી ઉપલબ્ધ રાખવાની ચિંતા રહેશે જ નહીં અને પૂર્વે જે “ધાર્મિક વહીવટ વિચાર” લેખકશ્રીના અન્ય પુસ્તકોના અંશો મૂક્યા છે, તે વાંચવાથી પણ આ વિષયમાં સાચો બોધ થઈ જશે.
પ્રશ્ન-૩ : સ્વદ્રવ્યથી પૂજા કરે તો ભાવ આપે ? પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરે તો ભાવ ન આવે ?
જવાબ-૩ : પહેલાં ભૂમિકા કરીએ, એ પછી જવાબ વિચારીશું. શાસ્ત્રકાર મહર્ષિઓએ ભાવશુદ્ઘિની ખૂબ અગત્યતા બતાવી છે અને ભાવશુદ્ધિ માટે દ્રવ્યશુદ્ધિની પણ અત્યંત આવશ્યકતા બતાવી જ છે. તેથી જ શ્રાવકને અનીતિના ધનનો અને સાધુને આધાકર્મિક ગોચરીનો ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. દ્રવ્ય અશુદ્ધ હશે તો ભાવો બગડ્યા વિના રહેવાના નથી. તદુપરાંત, પૂર્વે જણાવ્યા મુજબ ષોડશકજીમાં ભાવશુદ્ધિને અખંડ રાખવા માટે ધનથી સાધ્ય અનુષ્ઠાનોમાં પોતાના દ્રવ્યમાં અન્યના દ્રવ્યનો પ્રક્ષેપ ન થાય તેની કાળજી રાખવાની કહી છે. અન્યના દ્રવ્યના પ્રક્ષેપ સાથેના પોતાના દ્રવ્યથી અનુષ્ઠાન કરવાથી હૈયાની પ્રામાણિકતા જળવાતી નથી અને પ્રામાણિકતા વિના અંતરંગ શુદ્ધિ કેવી રીતે હોય ? અને
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨)
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અંતરંગશુદ્ધિ વિના પુણ્યાનુબંધી પુણ્યનો સંચય અને સકામ નિર્જરા કઈ રીતે થાય? અને એ ન થતું હોય તો ધર્માનુષ્ઠાન નિરર્થક બની જાય - અપ્રધાન કોટીની દ્રવ્યક્રિયા બની જાય. જેને યોગવિંશિકામાં તુચ્છ કહેવામાં આવેલ છે – આ બધા શાસ્ત્રના વિધાનો વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે, ભાવોની શુદ્ધિ માટે દ્રવ્યની શુદ્ધિ અનિવાર્ય છે.'
વળી, જે દ્રવ્યથી શાસ્ત્રકારો સ્વકર્તવ્ય કરવાની રજા ન આપતા હોય, તેવા દ્રવ્યથી સ્વકર્તવ્ય પતાવી દેવાની વૃત્તિ પણ અંતરંગ અશુદ્ધિ જ છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, શ્રાવકને અનીતિના ધનનો ત્યાગ કરવાનો કેમ કહ્યો? તે વિચારીશું તો પણ પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની વાત સ્ટેજે ટકી શકશે નહીં. અનીતિનું ધન, એ સંપૂર્ણપણે શ્રાવકનું ધન નથી. કારણ કે, રાજાના કે ગ્રાહક આદિના ભાગમાં જવા યોગ્ય ધન પોતાના ધનમાં આવે ત્યારે તે અનીતિનું કહેવાય છે. ટૂંકમાં, પારકા ધનને પોતાનું બનાવવું એ અનીતિનું ધન છે અને એવા અનીતિના ધનનો ઉપયોગ પોતાના સાંસારિક કાર્યોમાં કરવાની પણ શાસ્ત્રકારોએ ના પાડી છે. જો સાંસારિક કાર્યોમાં પરદ્રવ્યનો સંશ્લેષ અનુચિત હોય, તો ધાર્મિક કાર્યોમાં પોતાના દ્રવ્યના બદલે પરદ્રવ્ય કે દેવદ્રવ્યનો ઉપયોગ કરી રીતે થઈ શકે? તે સ્વસ્થ ચિત્તે વિચારવાની જરૂર છે.
– જમાઈની સરભરા કરવામાં ગૌરવ કયારે અનુભવાય? પોતાના પૈસાથી કે પાડોશીના પૈસાથી ! પોતાના દાગીના પહેરવાથી આત્મસંતોષ મળે કે બીજાના કે વેચાતા દાગીના પહેરવાથી આત્મસંતોષ મળે? તે પણ સ્વસ્થ ચિત્તે વિચારી લેવાની જરૂર છે.
વ્યવહારમાં પણ નેતાઓને - સમાજસેવકોને સન્માન-સત્કારરૂપે જે
૧. અંગ વસન મન ભૂમિકા, પૂજોપગરણ સાર, ન્યાયેદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. (સિદ્ધાચલજીનો દુહો)
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૨૩ નાણાંની કોથળી ભેટમાં મળે છે, તે નાણાં તેઓ પોતે પોતાના ઉપભોગમાં લેતા નથી, પરંતુ સંસ્થામાં જમા કરાવે છે અને તે પૈસા લોકોપયોગી કાર્યોમાં વપરાય છે. જો લૌકિક વ્યવહારો કે જેમાં આલૌકિક તુચ્છ ઉદ્દેશો સમાયેલા હોય છે, તેમાં પણ આવા સંસ્કારોની અપેક્ષા રખાતી હોય તો લોકોત્તર માર્ગમાં તો કેટલા ઊંચા સંસ્કારોની અપેક્ષા હોય? સંસ્કારો ચૂક્યા હોય તેને સંસ્કારિત કરવાનો પ્રયત્ન હોય કે લોકોત્તર માર્ગના સંસ્કારોથી દૂર રહે એવા આયોજનો હોય! સ્વસ્થ ચિત્તે આ પણ વિચારવાની જરૂર છે.
– અહીં આગળ જણાવેલ અભયંકર શ્રેષ્ઠીના નોકરોની ઉદાત્ત ભાવનાને પણ યાદ કરી લેવાની જરૂર છે. ટૂંકમાં, પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવવૃદ્ધિનો જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા કરવાનું કારણ જ ન હોય તો ભાવ પેદા શી રીતે થાય?
–અહીંપુણીયા શ્રાવકનું દૃષ્ટાંત પણ ઉલ્લેખનીય છે - જેના સામાયિકના પ્રભુ વીર ખુદ વખાણ કરે એવા પુણિયા શ્રાવકને એક વખત સામાયિકમાં સ્થિરતા આવતી નહોતી ત્યારે પુણિયાએ વિચાર્યું, નક્કી પરદ્રવ્ય મારા ઘરમાં આવ્યું લાગે છે. તપાસ કરતા ખબર પડી કે ભૂલથી પડોશીના ઘરનું એકછાણું (ઈંધણ) ઘરમાં આવી ગયું છે. તેથી સામાયિકમાં સ્થિરતા આવતી નહોતી જ્યારે એ છાણું એટલે કે પરદ્રવ્ય મૂળ જગ્યાએ પહોંચાડવામાં આવ્યું ત્યારે સ્થિરતા અકબંધ બની. આ શાસ્ત્ર પ્રસિદ્ધ દાખલો આંખ સામે હશે તેને સ્વદ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્ય તરફ નજર કરવાનું મન નહીં થાય.
અન્યનું છાણું રસોઈમાં આવી ગયું, તો ભાવમાં ફરક પડ્યો. માત્ર છાણું રસોઈ કરવામાં ભૂલમાં આવ્યું તો સામાયિકમાં ભાવની વિશુદ્ધિ ન રહી, તો પછી પરદ્રવ્યથી પૂજા કરવાથી ભાવમાં ફરક ન પડે ? વાચકો આ વાત સ્વયં વિચારે.
કુતર્ક-૩ઃ
જેમ પ્રભુપૂજાની જરૂર, શ્રીવીતરાગ પરમાત્માને નથી, તેવી જ રીતે દેરાસર
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા બનાવવાની જરૂર પણ પ્રભુને નથી, તો દેવદ્રવ્યમાંથી દેરાસર કેમ બનાવી શકાય! અથવા દેવદ્રવ્યમાંથી દેરાસર બનાવી શકાય તો તેમાંથી પ્રભુપૂજાની સામગ્રી કેમ ન લવાય? સમાલોચના-૩ઃ
શ્રીજિનબિંબ અને જિનાગમ, આ બંને ભવસાગરથી પાર ઉતરવાના શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ આલંબન છે, એમ જ્ઞાનીઓ કહે છે. તેમાં જિનમૂર્તિને બિરાજમાન કરવાનું સ્થાન જિનમંદિર છે. પૂર્વે જણાવ્યા મુજબ બંને આલંબનોનું નિર્માણ દેવદ્રવ્યમાંથી થઈ શકે છે. એમાં શાસ્ત્ર અને વિશુદ્ધ પરંપરાનું સમર્થન છે. જ્યારે પ્રભુપૂજા શ્રાવકોનું કર્તવ્ય છે. તેથી પ્રભુપૂજાની સામગ્રી શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ વાપરવી, એમ ગ્રંથકારો જણાવે છે.
– દેરાસરનું નિર્માણકાર્ય અને જિનપૂજાની સામગ્રી - આ બે અલગ વિષયોને સંકીર્ણ કરીને કરાયેલો કુતર્ક ભવ્યાત્માઓને ગેરમાર્ગે દોરનારો છે. બંને વિષયોમાં શાસ્ત્રાજ્ઞા અને સુવિહિત પરંપરા જોવામાં આવશે, તો કુતર્કકારની કુટિલતા સમજાયા વિના રહેશે નહીં.
કુતર્ક-૪:
દેવદ્રવ્યનો ઉપયોગ શ્રાવક પોતાના સાંસારિક કામ માટે કરે તો ભક્ષણ કર્યું કહેવાય, પણ તેમાંથી (દેવદ્રવ્યમાંથી) ભગવાનની પૂજા વિ. ધાર્મિક કાર્યો કરે તો ભક્ષણ કર્યું છે તેમ કેવી રીતે કહેવાય? ભગવાનનું દ્રવ્ય, ભગવાનની પૂજામાં વાપરવું તે ભક્ષણ કેમ કહેવાય? સમાલોચના:
જેમ દેવદ્રવ્યને પોતાના ગૃહકાર્યમાં વાપરવામાં આવે - ઉપભોગમાં લેવામાં આવે, તે દેવદ્રવ્યનું ભક્ષણ કહેવાય છે. તેમ દેવદ્રવ્યનો ગેરઉપયોગ કરવો, એને વેડફી નાખવું, શાસ્ત્રાધારે ન કરી શકાય તેવા કાર્યોમાં તેનો ઉપયોગ કરવો, એ પણ દેવદ્રવ્યનું ભક્ષણ જ છે અને એ બધાનું અશુભ ફળ શાસ્ત્રમાં વર્ણવેલ છે. વળી, વ્યવહારમાં પણ કોઈ પૈસા ખાતું નથી, તો પણ કહેવાય છે કે પૈસા ખાઈ ગયો.એમ સ્વદ્રવ્ય બચાવીને
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૧૨૫
-
દેવદ્રવ્યથી સ્વકર્તવ્ય રૂપ પૂજાનું કાર્ય પતાવે, તો એને દેવદ્રવ્યનો દુરુપયોગ જ કહેવાય. અને એવા દુરુપયોગના અર્થમાં પણ ભક્ષણ શબ્દ વપરાય છે. - શાસ્રવચન અને સુવિહિત પરંપરા દેવદ્રવ્યમાંથી શ્રાવકના પોતાના ધાર્મિક કર્તવ્યો ક૨વાનું સ્પષ્ટ ના પાડે છે. તેથી તે કાર્યો દેવદ્રવ્યમાંથી ન થઈ શકે. તેમ છતાં તેની ઉપેક્ષા કરીને કરવામાં આવે તો સ્પષ્ટ રીતે દેવદ્રવ્યના દુરુપયોગનો દોષ લાગે છે.
– બાકીનું સ્પષ્ટ છે. પૂર્વે અનેકવાર ખુલાસા થઈ ગયેલ છે. ભગવાનનું દ્રવ્ય શાસ્ત્રાનુસારી પરંપરા જ્યાં કહે ત્યાં જ વપરાય, બીજે ક્યાંયે ન વપરાય. તાદેશ પરંપરા સ્વકર્તવ્યરૂપ પૂજામાં સ્પષ્ટ ના પાડે છે અને પ્રભુ અપૂજ રહે તેવી સ્થિતિમાં મંદિર કર્તવ્યરૂપે અપવાદે હા પાડે છે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી દોષ લાગ્યા વિના રહે નહીં.
કુતર્ક-૫ઃ
“સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ” આવો પાઠ દ્રવ્યસપ્તતિકા અને શ્રાદ્ધ વિધિમાં જરૂર આવે છે. પરંતુ આ પાઠ ઘરદેરાસર ધરાવતા જૈનો માટે છે.
હવે આ ઘરદહેરાસરનો પૂર્વેથી ચાલ્યો આવતો સંદર્ભ છોડીને માત્ર આ વાક્ય ઉપાડી લેવું - સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ અને તેને તમામ જૈનો માટે લાગુ કરી દેવું, તે શી રીતે બરોબર કહેવાય ?
મને લાગે છે કે ‘તમામ જૈનોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ’ એવો આગ્રહ રાખવામાં ઘરદહેરાસર અંગેનો સંદર્ભ ચૂકી જવાયો છે અને તેથી જ આ આગ્રહ સર્વ જૈનો માટે કરાવાઈ ગયો (રહ્યો) છે. (મુક્તિદૂત માસિક, જુલાઈ ૧૯૯૫, પૃ. ૧૧)
સમાલોચના : કોઈપણ પ્રકારે શ્રાવકોને પોતાની શ્રી જિનપૂજાનું નિત્ય કર્તવ્ય ક૨વા માટે પરદ્રવ્ય કે દેવદ્રવ્યના દ્વાર ખુલ્લા કરી આપવાના આગ્રહમાંથી ઉદ્ભવેલું તેમનું આવા પ્રકારનું નિરૂપણ લેશ પણ યુક્તિ સંગત જણાતું નથી. (શ્રાદ્ધવિધિમાં જણાવેલી) સ્વદ્રવ્યથી જિનપૂજાની વાત ઘર મંદિરના સંદર્ભમાં હોય, તો પણ તે પછીનો આગળનો બધો
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સંદર્ભ જોવામાં આવે, તો તે નિયમ દરેક શ્રાવકને લાગુ પડે છે, એ વાત બહુ સહેલાઈથી સમજાય તેવી છે. ગૃહમંદિરમાં મૂકેલા દ્રવ્યોની ઉપજમાંથી જિનમંદિરે પૂજા કરવાનો નિષેધ કર્યા પછી શ્રી શ્રાદ્ધવિધિકાર આગળ કહે છે કે -
“પોતાના શરીર, ઘર, કુટુંબ વગેરેના અર્થે ગૃહસ્થ ગમે તેટલો દ્રવ્ય વ્યય કરે છે, તેમ જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી. પણ પોતાના ઘર દેરાસરમાં ભગવાન આગળ ઘરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી.” (શ્રાદ્ધવિધિ અનુવાદ પૃ. ૧૯૩)
અહીં શરીર, ઘર, કુટુંબ વગેરે અર્થે દ્રવ્ય વ્યય કરનારો ગૃહસ્થ ફક્ત ઘર દેરાસરવાળો જ હોય એવું નથી, પણ દરેક ગૃહસ્થને આ વાત એકસરખી લાગુ પડે છે. વળી ઘર દેરાસરવાળાને ઘર દેરાસરની ઉપજમાંથી જેમ પૂજા કરવાની ના પાડી, તેમ જિનમંદિરમાં દેવદ્રવ્યના ફૂલ આદિ દ્રવ્યોથી દરેકને પૂજા કરવાની ના પાડી, એ સ્પષ્ટ સમજાય છે. પછી તેના કારણમાં કહ્યું કે – આમ કરવાથી ઉપર કહેલા દોષો એટલે કે અનાદર-અવજ્ઞાદિ દોષો લાગે છે.
આગળ કહે છે કે -
“જિનમંદિરે આવેલ નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુ માફક સંભાળ લેવી. સારું મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી.” (શ્રાદ્ધ. અનુ. પૃ. ૧૯૩)
આ વાત જેમ ઘર દેરાસરને તેમ સંઘચૈત્યને પણ લાગુ પડે છે.
१. स्वदेहगृहकुटुम्बाद्यर्थ भूयसोऽपि व्ययस्य गृहस्थेन करणात् । देवगृहे देवपूजापि स्वद्रव्येणैव यथाशक्तिकार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रियोत्थद्रव्येण । देवसत्कपुष्पादिना वा, प्रागुक्तदोषात् । [ गाथा-६/टीका ] २. देवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग् रक्षणीयं, सम्यग् मूल्यादियुक्त्या च विक्रेयं । [श्राद्धविधि]
Page #182
--------------------------------------------------------------------------
________________
૧ ૨૭
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
પછી પારકું દ્રવ્ય ન વાપરવા વિષે જણાવતાં કહે છે કે -
“તીર્થની યાત્રા, સંઘની પૂજા, સાધર્મિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મ કૃત્યોમાં જો બીજાં કોઈ ગૃહસ્થોની મદદ લેવાય તો તે ચાર પાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવાના સમયે ગુરુ, સંઘ આદિ લોકોની સમક્ષ તે દ્રવ્યનું યથાસ્થિત સ્વરૂપ કહી દેવું, એમ ન કરે તો દોષ લાગે. તીર્થ આદિ સ્થળને વિષે દેવપૂજા, સ્નાત્ર, ધ્વજારોપણ, પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય “ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી જ કરવા અને તેમાં બીજા કોઈનું દ્રવ્ય ભેગું ન લેવું.” (શ્રાદ્ધ. અનુ. પૃ. ૧૯૩) યાદ રાખવું કે આ બધું ફક્ત ઘર દેરાસરવાળા માટે જ નથી.
આ પછી હજી આગળ જણાવે છે કે –
“ઉપર કહેલા ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કોઈએ ધર્મકૃત્યમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તો તે મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યોમાં સર્વની સમક્ષ જુદું વાપરવું. જ્યારે ઘણા ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા આદિ કૃત્ય કરે, ત્યારે જેનો જેટલો ભાગ હોય તેનો તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દેવો. એમ ન કરે તો પુણ્યનો નાશ તથા ચોરી આદિનો દોષ માથે આવે. (શ્રાદ્ધ. અનુ. પૂ. ૧૯૩)
– શ્રાદ્ધ વિધિનો આ બધો સંદર્ભ લેખકશ્રીની પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ પૂજા થઈ શકે, એવા પ્રકારના નિરૂપણથી સંપૂર્ણપણે વિરુદ્ધ જાય છે
१. देवगुरुयात्रातीर्थसङ्घार्चासाधर्मिकवात्सल्यस्त्रात्रप्रभावना ज्ञानलेखनवाचनादौ यद्यन्यसत्कधनं व्ययार्थं गृह्यते तदा चतुष्पञ्चसमक्षमेव ग्राह्यम् । व्ययसमये च गुरुसङ्घाद्यग्रे सम्यक् स्फुटं स्वरूपं वाच्यमन्यथा दोषः । तीर्थादौ च पूजास्नात्रध्वजपरिधापनिकाद्यवश्यकृत्येष्वन्यधनं न क्षेप्यम् । तानि यथाशक्ति स्वयं कृत्वान्यधनं महापूजाभोगाङ्गाद्यर्चनादिना सर्वसमक्षं पृथगेव व्ययितव्यम् । [ श्राद्धविधि] २. यदा बहुभिस्सम्भूय यात्रा-वात्सल्यसङ्घार्चादि क्रियते तदा तेषां यथाभागस्तथा सम्यक् वाच्यमन्यथा पुण्यव्ययचौराद्यापत्तेः । [શ્રદ્ધિવિધિ]
Page #183
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૨૮
અને સ્વદ્રવ્યથી પૂજાની વાતને ઘર દેરાસરવાળા પૂરતી મર્યાદિત બનાવવાના તેમના આગ્રહને મિથ્યા ઠરાવે છે.
વળી આ જ ગ્રંથમાં લક્ષ્મીવતી શ્રાવિકાનું દૃષ્ટાંત આપેલું છે. આ શ્રાવિકાએ પોતે કરેલા ઉજમણા આદિ ધર્માનુષ્ઠાનોમાં દેવદ્રવ્યાદિનાં સાધનો ઓછો નકરો આપીને વાપર્યા. પરિણામે તેને ભવાંતરમાં ઘણાં દુ:ખો ભોગવવાં પડ્યાં. અહીં તેણીએ સાધનો વાપરીને પાછાં તો આપ્યાં જ છે. પણ નકરો ઓછો આપ્યો તેથી તેના અશુભ ફળો ભોગવવાં પડ્યાં, જ્યારે દેવદ્રવ્યથી પૂજા કરનારો તો કેસર, સુખડ આદિ મફતમાં વાપરી જ નાખવાનો છે, તો તેને એનાં કેવા ફળો ભોગવવાં પડે તે વિચારણીય નથી ?
તદુપરાંત, પરમ પૂ. ગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ મધ્યસ્થ બોર્ડને મોકલવા તૈયાર કરેલા કાચા ખરડામાં લખ્યું છે કે -
“પૂજા વિધિ માટે પંચાશકજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે. (આ વિધાન ઘર દેરાસરવાળા માટે છે એવું લખ્યું નથી, જેની લેખકશ્રી એ નોંધ લેવી ઘટે.) અને શ્રાદ્ધવિધિના આધારે (૩) ગરીબ શ્રાવક સામાયિક લઈને પ્રભુના દેરાસરે જાય અને ત્યાં સામાયિક પારીને ફૂલ ગૂંથવા વગેરેનું કાર્ય હોય તો કરે. (ધા.વ.વિ.પૃ. ૨૪૫)” (અહીં પણ ગરીબ માટે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત તેઓશ્રીએ નથી કરી.)
આ સિવાય શાસ્ત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકોચિત ધનસાધ્ય ધર્મકૃત્યો કરવાના જણાવ્યા છે, ત્યાં ત્યાં દરેક જગ્યાએ ‘સ્વવિભવોચિત’ અથવા ‘સ્વશક્તિ અનુસાર’ કરવાનું જણાવ્યું, પણ શક્તિ ન હોય તો પારકા દ્રવ્યથી, દેવદ્રવ્યથી કે ધર્માદા દ્રવ્યથી પણ ક૨વું એવું ક્યાંય જણાવ્યું નથી. ફક્ત વર્તમાનમાં જ કેટલાક ગીતાર્થ ગણાતાઓ આવું જણાવી નવો માર્ગ ચીંધી રહ્યા છે, જે આશ્ચર્યજનક છે. શાસ્ત્રકારોએ તો એવું જણાવ્યું છે કે – ‘દરિદ્રાવસ્થામાં કરેલું અલ્પ પણ દાન મહાલાભને માટે થાય છે.’ આ વાત સ્વદ્રવ્યના વ્યયની જ પુષ્ટિ કરે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૨૯ સ્વદ્રવ્યથી જ પ્રભુપૂજા આદિ દરેક ધર્માનુષ્ઠાનો કરવાના સમર્થનમાં આવા અનેક શાસ્ત્રપાઠો મોજૂદ હોવા છતાં સ્વદ્રવ્યથી પૂજાની વાત કેવળ ઘરદેરાસરવાળા માટે જ છે, એવી લેખકશ્રીની વાત ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવી છે. વળી, બધા જૈનોને એ લાગુ પાડવાથી તો તેમને મોટો અન્યાય થઈ રહ્યો હોય કે તેમના ઉપર ખોટી રીતે મોટો બોજો નાંખવામાં આવી રહ્યો હોય એવો ભાવ તેમના લખાણમાંથી ઉપસે છે, એ તો વળી વધારે આશ્ચર્યજનક છે. અનંતકરુણાના સાગર એવા શાસ્ત્રકાર ભગવંતોએ દરેકને સ્વદ્રવ્યથી પણ શક્તિ અનુસારે જ ભક્તિ કરવાનું ફરમાવ્યું હોઈ કોઈના પર બોજો આવી પડવાની તો તક જ રહેવા દીધી નથી. હા! વર્તમાનના કહેવાતા કેટલાક ગીતાર્થોની જેમ શ્રીમંત કંજૂસ માટે કે નિર્ધન શ્રાવક માટે પારકા પૈસે કે દેવદ્રવ્યાદિ ધર્માદા દ્રવ્યથી પણ ધર્મના કાર્યો કરવાનું ફરમાવવાની ઉદારતા તેમણે ક્યાંય દર્શાવી નથી.
મહત્ત્વની વાત તો એ છે કે, વિ. સં. ૨૦૪૪ સુધી તો આ લેખકશ્રી પોતે પણ સ્વદ્રવ્યના જ પ્રખર ઉપદેશક હતા. પોતાના ઉપદેશથી તેમણે તેમના તપોવનના તમામ ત્રણસો બાળકોને, તેમ જ હજારો જૈનોને સ્વદ્રવ્યથી પૂજા કરતા કર્યા છે, એ જ આ વાતનો બોલતો પુરાવો છે, એ બધામાં ઘર દેરાસરવાળા તો કદાચ હજારે પણ એક નહિ હોય! તેમ છતાં ત્યારે ઉપદેશ દેતાં તેમણે ઘરદેરાસરવાળી વાત ક્યારેય આગળ કરી નથી. આજે હવે જે રીતે એ વાત ખેંચીતાણીને તેઓ આગળ કરી રહ્યા છે, તે કેટલું યુક્તિસંગત છે, એ વાચકોએ સ્વયં વિચારી લેવું.
પ્રશ્ન : મુક્તિદૂતના એ જ, જુલાઈ ૧૯૯૫ના પૃ. ૧૨ પર લેખકશ્રી લખે છે કે -
અહીં વિપક્ષવાળા કહે છે કે, “ગરીબ પાસે સ્વદ્રવ્ય ન હોય તો તેમણે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા ન કરવી જોઈએ. તેમણે પૂજાનો લાભ લેવો હોય તો જે શ્રીમંત જેન કેસર પૂજા કરે છે તેનું કેસર ઘસી આપીને અથવા તે શ્રીમંતના ફૂલો ગૂંથી આપીને કે દેરાસરમાં કાજો કાઢીને વગેરે રીતોથી તે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા લાભ લઈ શકે.”
લેખકશ્રીની આ વાત બરાબર છે?
ઉત્તરઃ ના, કારણ કે, અહીં તેઓ જેમનો વિપક્ષ તરીકે ઉલ્લેખ કરે છે, તેઓ પોતાની સ્વતંત્ર મતિથી કશું કહેતા નથી. તેઓ જે કાંઈ રજૂઆત કરે છે તે શાસ્ત્રાધારે, વડીલોની શાસ્ત્રમાન્ય પરંપરાના આધારે તેમ જ અન્ય પણ ગીતાર્થ ગુરુ ભગવંતોએ માન્ય કરેલી શાસ્ત્રમાન્ય પરંપરાના આધારે જ કરે છે. જે આપણે પૂર્વે જોઈ જ છે.
પ્રશ્ન:- મુક્તિદૂતમાં આગળ વધતાં તેઓ લખે છે કે :
“આ શાસ્ત્રોક્ત વાત ઊંડાણથી વિચાર કર્યા વગરની જણાય છે. જો બીજાનું કેસર ઘસી શકાય, બીજાના ફૂલો ગૂંથી શકાય તો બીજાના કેસરથી કે બીજાના ફૂલોથી પ્રભુના અંગે પૂજા કેમ ન કરી શકાય?
વળી જો આ રીતે ગરીબોને જિનપૂજા કરવાનો નિષેધ કરશો તો લાખો ગરીબ જૈનો જિનપૂજા વિનાના થઈ જશે.”
– લેખકશ્રીની લાખો ગરીબ જૈનો પ્રત્યેની આવા પ્રકારની દયાની લાગણીશું કદર કરવા જેવી નથી? મોડે મોડે પણ તેમના હૈયામાં જન્મેલી ગરીબ જૈનો પ્રત્યેની આ હમદર્દી વધાવી લેવા જેવી નથી?
ઉત્તર : લેખકશ્રીની આવી મનસ્વી દયાની લાગણીને અમે કદર કરવા જેવી કે વધાવી લેવા જેવી માનતા નથી. કારણ કે, શાસ્ત્રાજ્ઞાનું તેમજ વડીલોની શાસ્ત્રમાન્ય પરંપરાનું ઉલ્લંઘન કરનારી એ મનસ્વી દયા તો સ્વપરનું અહિત કરનારી અને ઉન્માર્ગનું પોષણ કરનારી હોઈ ખેદ ઉપજાવનારી છે. ગરીબોની દયાના નામે તેઓ જે માર્ગે જવાનું સૂચવી રહ્યા છે તે માર્ગ તો જૈનકુળના સામાન્ય ગણાતા ઉચ્ચ સંસ્કારોને પણ નષ્ટ કરનારો છે. જૈન કુળની વિધવા ડોશીઓ ગમે તેવી ગરીબીમાં ઓછામાં ઓછા ખર્ચે પોતાનો જીવન નિર્વાહ કરતી, જરૂર પડે તો પારકા વાસણ માંજીને કે કોઈના ઘરના પાણી ભરીને પેટ ભરતી પણ કોઈની પાસે
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૧૩૧
હાથ લાંબો કરવામાં કે કોઈનું આપેલું લેવામાં લાંછન સમજતી. પૂર્વે ધનવાનો સદાવ્રતો ખોલતા અને તેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેકને મફત અનાજ અપાતું. પણ ઊંચા કુળના સભ્યો મરી જાય તો પણ એ સદાવ્રતનું લેવાની ઇચ્છા સરખી પણ કરતા નહિ. પેલી વિધવાઓ પાછી મંદિર જાય ત્યારે ચપટી ચોખા, ટબુડીમાં દૂધ અને વાટકીમાં ઘી ભલે થોડું, પણ સાથે લઈ ગયા વિના રહેતી નહિ. ભણેલી ન હોવા છતાં તેમનામાં એવા ઊંડા સંસ્કાર હતા કે મંદિરે ખાલી હાથે જવાય જ નહિ. શાસ્ત્ર પણ કહ્યું છે કે, દરિદ્રાવસ્થામાં કરેલું અલ્પ પણ દાન મહાલાભને માટે થાય છે. ક્યારેક ઘણું ખર્ચનારો શ્રીમંત જે લાભ મેળવે તેના કરતાં અલ્પમાં અલ્પ ખર્ચનારો દરિદ્રી વધારે લાભ મેળવી જાય છે. એટલે તો વાગ્ભટ્ટ મંત્રીએ શત્રુંજયના ઉદ્ધાર માટે લાખો નોંધાવનારા શ્રીમંતો કરતાં, એટલું જ નહીં પણ સૌથી અધિક નોંધાવેલા પોતાના ફાળા કરતાં પણ ફક્ત સાડા બાર દોકડાનું દાન કરનાર ભીમા કુંડલીયાનું નામ પહેલું લખ્યું, તે ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે.
આવી આપણી ગૌરવભરી પ્રાચીન સંસ્કૃતિના એક વખતના કટ્ટર પક્ષપાતી એવા લેખકશ્રી શ્રાવકોનું પ્રભુપૂજાનું દૈનિક સર્વોત્કૃષ્ટ કર્તવ્ય શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી કરવાનું ઉપદેશવાના બદલે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી કરાવવાની ખોટી ઝૂંબેશ ચલાવવાના તનતોડ પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે તેમની એ પ્રવૃત્તિથી આપણી ઉજ્જવળ સંસ્કૃતિની રક્ષા થશે કે વિનાશ થશે એ એક ગંભીર સવાલ ઊભો થયો છે. પ્રભુ પૂજા જેવું પરમ ઉપકારક કર્તવ્ય પણ પરદ્રવ્યથી કે દેવદ્રવ્ય જેવા ધર્માદા દ્રવ્યથી નિઃશંકપણે કરતા થઈ ગયા પછી એ ગૃહસ્થો પોતાના બીજા કયા કર્તવ્યો પારકા પૈસે કે ધર્માદાના પૈસાથી પતાવી લેવાની વૃત્તિવાળા નહિ બને ? અને આ રીતે ધર્મદીયા વૃત્તિવાળા બનેલા જૈનો જૈનધર્મની શાન વધારશે કે જૈનધર્મને ઝાંખપ લગાડશે ? અને ત્યારે એ ઝાંખપ લગાડવાનું શ્રેય આવા પ્રકારના ધર્મોપદેશકોને ફાળે નહિ જાય ? લેખકશ્રી, તેમના અનુયાયી ગીતાર્થો અને તેમના પરિમાર્જકો આ બધી વાતો શાંતિથી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વિચારે અને ગરીબોની દયાના નામે શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન કરનારી ઉપદેશ પદ્ધતિથી વહેલી તકે પાછા ફરે એવી આપણે આશા રાખીએ.
વળી અહીં ખાસ વિચારવા જેવી વાત એ છે કે, બીજાનું કેસર ઘસી આપવામાં કે ફૂલ ગુંથી આપવામાં પોતાની જાતનો ભોગ આપવાનો છે અને પોતે કરવાની પૂજા માટે બીજાનું કેસર કે ફૂલ લેવામાં બીજાનો ભોગ લેવાનો છે. જેમ બીજાને જમવા રસોઈ બનાવી આપવી અને પોતે જમવા બીજાની રસોઈ ખાઈ જવી, એ બે વચ્ચે જેવો તફાવત છે, તેવો તફાવત અહીં છે. આમ છતાં કોઈ કહે કે “બીજાની રસોઈ બનાવી આપી શકાય તો બીજાની ખાઈ કેમ ન શકાય? તો આવી સ્વાર્થી દલીલ ધર્મના ક્ષેત્રમાં હિતકર નથી. જ્ઞાનીઓએ જાતના ભોગે બીજાનું કરી આપવાનું કહ્યું છે પણ પોતાના માટે બીજાનો ભોગ લેવાનું કહ્યું નથી. આવી સીધી સાદી વાત પણ તે વર્ગ ધ્યાનમાં લેશે ખરો? પ્રશ્નઃ આ પ્રકરણના ઉપસંહારમાં લેખકશ્રી છેલ્લે લખે છે કે -
ટૂંકમાં, કહેવાનું તાત્પર્ય એ છે કે શક્તિસંપન્ન જેનોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ. પરંતુ કૃપણતાદિના કારણે તેઓ તેમ ન કરે અને ગરીબો સ્વદ્રવ્યના અભાવમાં તેમ કરી ન શકે તો તે બન્ને પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી જિનપૂજા કરે તો પાપ બાંધઃ દેવદ્રવ્યનું ભક્ષણ કરવા રૂપ મહાપાપ બાંધે - તેમ કહી શકાય નહિ. હા, શક્તિ છતાં ધનમૂર્છા ન ઉતારે તો તે શ્રીમંતને મોટો લાભ થવાને બદલે અલ્પ લાભ થાય એટલું કહી શકાય ખરું.” (મુક્તિદૂત જુલાઈ, ૧૯૫૫ પૃ. ૧૨)
– આ રીતે પં.જી.. અહીં ખુલ્લુ અભય વચન આપે છે, તો પછી પદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરવામાં શો વાંધો? એમ કરવાથી એક તો ગાંઠનું બચે છે અને બીજું પાપ ન બંધાવાની તેમજ લાભ મળવાની (ભલે અલ્પ તો અલ્પ) ખાતરી મળે છે, આમ બેવડો લાભ થાય છે, તો આ બાબતે આપનો અભિપ્રાય શું છે તે જણાવશો?
ઉત્તરઃ આ બાબતે લેખકશ્રીના અભયવચનનો આશ્રય લેતાં પહેલાં
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૩૩ તેમનું જ નીચેનું લખાણ ખાસ ધ્યાન પૂર્વક વાંચો : તેઓ પોતાના જ પુસ્તકમાં એક સ્થળે લખે છે કે –
xxx “યાદ રાખજો કે આ રીતે “મફતીયા ધર્મની વૃત્તિ વ્યાપક બનશે તો દરેક ખાતાઓમાં પડતા તોટા પૂરા કરતાં જે વર્ષે થાકી જવાશે તે વખતે દેવદ્રવ્યોમાંથી પૂજારીને પગાર વગેરે ચાલુ થઈ જશે. ધર્માદાનું મફત વાપરનારો આ રીતે અંતે તો દેવદ્રવ્યના ભક્ષણનો જ ભાગી બનશે.” (“આંધી આવી રહી છે.' પૃ. ૧૨૭)
આ રીતે તમારી સામે હવે બે માર્ગ ઊભા થયા. આ કસોટીના સમયે તમારે તમારી બુદ્ધિમાં જે કાંઈ પણ શાણપણનો અંશ હોય તેનો ઉપયોગ કરી નિર્ભય અને આત્મહિતકર માર્ગ પસંદ કરી લેવો જોઈએ. પહેલા માર્ગે જવામાં ગાંઠનું બચે છે અને લેખકશ્રીનું અભયવચન મળે છે એ વાત સાચી પરંતુ જયારે શ્રાદ્ધવિધિકાર જેવા મહાન ઉપકારી શાસ્ત્રકર્તા ગાંઠનું જ યથાશક્ય વાપરવા દ્વારા પ્રત્યેક ધર્મકૃત્ય કરવાની ભલામણ કરતા હોય અને તેમ ન કરવામાં રહેલા અનેક દોષો બતાવતા હોય, ત્યારે લેખકના નિરાધાર અભયવચન પર ભરોસો રાખવામાં જરાય ડહાપણ ન ગણાય.
વળી તેમના બીજા લખાણને, અપેક્ષાએ પૂ.આચાર્ય દેવશ્રી ભુવનભાનુ સૂ.મ. (જેમને લેખકશ્રી પોતાના ગુરુદેવ માને છે)ની મહોરછાપ મળેલી છે, કારણ કે, એ પુસ્તક તેમની વિદ્યમાનતામાં જ પ્રકાશિત થયેલું છે અને તેમના એ લખાણ સામે ત્યારે અને અદ્યાપિ પર્યત ક્યારેય વિરોધનો અંશ પણ ઊઠ્યો નથી. માટે યથાશક્તિ ગાંઠનું જ વાપરતાં, જો તેમણે જણાવ્યું છે તેમ દેવદ્રવ્ય ભક્ષણના દારુણ પાપથી બચાતું હોય તો એ માર્ગે જ જવું હિતાવહ છે. વળી અહીં ગાંઠનું વપરાયેલું ભ. તીર્થંકર દેવ જેવા સર્વોચ્ચ સુપાત્રની ભક્તિમાં જ જવાનું હોઈ અત્યંત અનુમોદના પાત્ર બનશે. માટે પહેલો ભયાવહ માર્ગ નિશ્ચય પૂર્વક છોડી દઈને, બીજા નિર્ભય અને કલ્યાણકારી માર્ગને
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અપનાવી, મળેલી બુદ્ધિને સફળ બનાવવી, એવો આ વિષયમાં અમારો સ્પષ્ટ અભિપ્રાય જાણવો. એ જ સુશેષ કિ બહુના?
પ્રશ્ન:- પૂર્વે નક્કી કર્યું હોય તો ઘર દેરાસરનાં અક્ષત, ફળ, નૈવેદ્ય, વિ. નિર્માલ્યો, માળી ને પણ (પગાર પેટે) આપી શકાય છે. તેવો પાઠ શ્રાદ્ધવિધિ પ્રકરણ ગ્રંથમાં જોવા મળે છે, તો તેવી રીતે સંઘના દેરાસરે, અક્ષત, ફળ, નૈવેદ્ય, વિ. નિર્માલ્યો, પૂજારીને પગાર પેટે કેમ ન આપી શકાય?
ઉત્તર : તમારા પ્રશ્નનો ઉત્તર પૂર્વે શ્રાવકની પૂજાવિધિના જે પાઠો આપ્યા છે, તેના (D) વિભાગમાં જે શ્રાદ્ધવિધિનો પાઠ નં-૫ “તથા વહંદેવદ્રવ્યવિનાશવિહોવાપરે !” પાઠના અર્થમાં ખુલાસો કરેલો જ છે. ત્યાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવેલ છે કે, દેરાસરમાં આવેલા (ભક્તો દ્વારા અર્પણ) નૈવેદ્ય-આદિને પોતાની વસ્તુની જેમ બરાબર સાચવવા અને યોગ્ય કિંમતે એને વેચવા, પરંતુ જેમ-તેમ મૂકવા નહીં. કારણ કે, જેમ તેમ મૂકવાથી દેવદ્રવ્ય-વિનાશાદિ દોષ લાગવાની આપત્તિ આવે છે. તથા ગૃહમંદિરના ફળ-નૈવેદ્ય-અક્ષતાદિની વિધિ આગળ બતાવી જ છે અને તે પાઠ માત્ર ગૃહમંદિરના માલિકને જ લાગું પડે તે વાત સાચી નથી. તે પણ પૂર્વે વિચારેલ જ છે.
કુતર્ક-૬
રાજાને મળેલ ભેટ-સોગાદો, રાજા દાનમાં આપે પણ પોતાનાં ભંડારો ન ભરે. તેવી જ રીતે ભગવાનને ધરેલા ફળ-નૈવેદ્ય-અક્ષત વિ. તે પ્રભુને અપાયેલી ભેટ / ગીફટ છે, તેને વેચીને રકમ ઉપજાવાય તો ભગવાનનું ચક્રવર્તીપણું લાજે તેથી તેને પૂજારીને કે અનુકંપા દાનમાં કેમ ન આપવા?
સમાલોચના:- દષ્ટાંત અને દાન્તિકનું યોજન કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. રાજાને મળતી ભેટો માટે કોઈ ચોક્કસ નિયમનો હોતા નથી. જ્યારે દેવને સમર્પિત થતા દ્રવ્યો માટે ચોક્કસ શાસ્ત્રીય નિયમનો હોય છે. દેવ આગળ ધરવામાં આવતા દ્રવ્યો અંગે આગળ જણાવેલા
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૩૫ શાસ્ત્રપાઠમાં વિધિ બતાવી જ છે. તેને જ અનુસરવામાં ઔચિત્ય છે. કુતર્ક કરીને શાસ્ત્રીય વ્યવસ્થાને દૂષિત કરવાની જરૂર નથી.
પ્રશ્નઃ તપચિંતવણીના કાઉસ્સગ્નમાં જેમ શક્તિ હોય પણ ભાવના ન હોય તો તપમાં નીચે ઉતરવાની રજા મળે છે, તેવી રીતે સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ હોય, પણ ભાવના ન હોય, તો પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કેમ ન કરાવવી? ક્રિયા કરતાં કરતાં જ ભાવ આવશે ને? કહેવાય છે કે આચાર, વિચારને પોષે છે.
ઉત્તર : જેમ તપચિંતવણીના કાયોત્સર્ગમાં શક્તિ હોવા છતાં ભાવનાના અભાવમાં નીચે ઉતરી ઉતરીને નવકારશી સુધી ઉતરાય છે. પરંતુ જિનાજ્ઞાવિરુદ્ધ નવકારશીથી તો નીચે ઉતરી શકાતું નથી, તેમ જિનપૂજામાં પણ શક્તિ હોય છતાં ભાવના ન હોય, તો જેટલી ભાવના હોય તેટલું જ પોતાનું દ્રવ્ય વાપરીને પૂજા કરવાનું વિધાન છે. પરંતુ શાસ્ત્રજ્ઞા વિરુદ્ધ દેવદ્રવ્યથી પૂજા કરવામાં તો નુકશાન જ થાય છે.
તદુપરાંત, ભાવનાની વૃદ્ધિ માટે પણ શાસ્ત્રોક્ત માર્ગોનું જ અનુસરણ કરવું હિતકર છે. શાસ્ત્રવિરુદ્ધ માર્ગોથી ક્યારેય ભાવનાની વૃદ્ધિ-પુષ્ટિ ન થાય. જો ગમે તે માર્ગથી ભાવનાની વૃદ્ધિ-પુષ્ટિ થતી હોય તો શાસ્ત્રોમાં ચોક્કસ પ્રકારના નિયમનો – આચાર સંહિતાઓ - સિદ્ધાંતો શા માટે જણાવ્યા ? સન્માર્ગ-ઉન્માર્ગની ભેદરેખા શા માટે પાડવામાં આવી ? - આ વિચારશો એટલે ભાવનાવૃદ્ધિનો માર્ગ યથાર્થ રીતે સમજાઈ જશે.
પ્રશ્ન : દેવદ્રવ્યમાંથી સોના-ચાંદીના હાર બને, તો તેમાંથી ફુલનો હાર કેમ ન બને?
ઉત્તર : સોના-ચાંદીના હાર વગેરે અલંકારો પ્રભુની અંગરચના માટે છે અને તે પ્રભુની માલિકીના જ રહે છે તથા દીર્ઘકાળ સુધી રહે છે અને એમાં ફક્ત નાણાં આદિનું સુવર્ણના અલંકારરૂપે રૂપાંતર થયું છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્યની મૂડીમાં સ્હેજે ઘટાડો થતો નથી. તદુપરાંત, શ્રાવક આંગી રચવાનો લાભ લે, ત્યારે પણ યોગ્ય નકરો ભરીને જ એનો અંગરચનામાં ઉપયોગ થાય છે. એટલે સુવર્ણના અલંકારો બનાવવામાં દેવદ્રવ્યની મૂડીમાં સ્હેજે ઘટાડો થતો નથી અને તૈયાર થયેલા અલંકારોનો ઉપયોગ પણ શ્રાવક મફતમાં કરતો નથી, પણ યોગ્ય નકરો આપીને કરે છે. વળી, તેમાં સુવિહિત પરંપરાનું સમર્થન પણ છે.
૧૩૬
જ્યારે દેવદ્રવ્યથી ફુલના હાર બનાવાય તેમાં દેવદ્રવ્યની મૂડીનો વ્યય થાય છે તથા મૂડીમાં ઘટાડો થાય છે. મૂડી સુરક્ષિત રહેતી નથી અને સુવિહિત પરંપરા પણ એમાં સમર્થન આપતી નથી.
અહીં યાદ રાખવું કે, પ્રભુની અંગરચના કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. એમાં જો દેરાસરના અલંકારોનો ઉપયોગ કરે તો યોગ્ય નકરો આપીને જ ઉપયોગ કરે અને દરેક સંઘોમાં આ જ પ્રથા પ્રવર્તમાન છે. તથા આ પ્રથા પણ સ્વદ્રવ્યથી જ જિનપૂજાનું જ સમર્થન કરે છે. શ્રાવકોના હૈયામાં બેઠેલું છે કે, અંગરચના આદિ અનુષ્ઠાનો આપણા પોતાના કર્તવ્યો છે અને એ આપણા દ્રવ્યથી જ થાય. તેથી તે કર્રવ્યો બજાવતી વખતે તે સ્વદ્રવ્યને જ જોડે છે. નકરો આપ્યા વિના અલંકારોનો ઉપયોગ કરતા નથી. શાસ્ત્રમાં વાત આવે છે કે, લક્ષ્મીવતી નામની શ્રાવિકા દેરાસરના ઉપકરણો વાપરીને ઓછો નકરો આપતી હતી, તેના યોગે તેને સંસારમાં ખૂબ વિડંબણાઓ વેઠવી પડી હતી.
આનાથી એ સમજી શકાય છે કે, પુષ્પપૂજા કરવી હોય કે પુષ્પોનો શણગાર કરવો હોય તો તે પોતાના દ્રવ્યથી જ શ્રાવક કરી શકે છે. દેવદ્રવ્યથી નહીં.
પ્રશ્ન ઃ દેવદ્રવ્ય અજૈન સલાટને અપાય તો પૂજારીને કેમ ન અપાય ?
ઉત્તર : પૂર્વે જણાવ્યા મુજબ જિનમૂર્તિ અને જિનમંદિર તરવાના આલંબન છે અને શાસ્ત્રવચન અને સુવિહિત પરંપરા અનુસારે એ બે આલંબનોનું નિર્માણ દેવદ્રવ્યમાંથી થઈ શકે છે. તેથી એ બંનેના નિર્માણમાં
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૩૭ કામ કરતા સલાટને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય છે.
જ્યારે જિનપૂજા કરવી એ શ્રાવકોનું સ્વકર્તવ્ય છે. સ્વકર્તવ્ય સ્વદ્રવ્યથી જ કરવાનું છે અને તેના માટેના કેસર ઘસવું વગેરે કાર્યો પણ જાતે જ કરવાના છે અને એ બધા પણ ભક્તિના જ પ્રકારો છે.
આથી પ્રથમ નંબરે તો તે બધા કાર્યો શ્રાવકોએ જાતે જ કરવાના છે અને બીજા નંબરે પોતાને કરવાના કાર્યોમાં સગવડતા માટે પૂજારીને રાખવામાં આવે, તો તેનો પગાર શ્રાવકોએ પોતે જ આપવો જોઈએ. પૂજારી ભગવાન માટે રાખેલ નથી. શ્રાવકોની અનુકૂળતા માટે રાખેલ છે. આથી તેનો પગાર દેવદ્રવ્યમાંથી ન આપી શકાય.
પ્રશ્નઃ દેવદ્રવ્યમાંથી શ્રાવક જિનપૂજા કરે તો તેને કયા શાસ્ત્રને આધારે કેટલું પ્રાયશ્ચિત આવે?
ઉત્તર : શ્રાવકને જિનપૂજા યથાશક્તિ સ્વવિભવાનુસાર કરવાની છે. શાસ્ત્રમાં ક્યાંયે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની વાત આવતી નથી. આથી શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરીને શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા કરે તો તેને દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણનો દોષ લાગે છે. આથી તેને દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણનું પ્રાયશ્ચિત્ત આવે.
– એમાં કયા શાસ્ત્રને આધારે કેટલું પ્રાયશ્ચિત્ત આવે? - આ પ્રશ્ન અસ્થાને છે. આવો પ્રશ્ન કરવામાં સ્ટેજ પણ ઔચિત્ય નથી. આલોચનાચાર્ય ગીતાર્થ ગુરુ પાસે જઈને પણ “કયા શાસ્ત્રના આધારે આ વિષયમાં કેટલું પ્રાયશ્ચિત્ત આવે?” - આ પ્રશ્ન કરાય નહીં, પરંતુ આનું પ્રાયશ્ચિત્ત મને આપો! એમ જ કહેવાય. પ્રાયશ્ચિત્ત કેટલું આપવું તે ગીતાર્થનો વિષય છે. તેઓ પ્રાયશ્ચિત્ત લેનારાના સંયોગો તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિને વિચારીને આપશે. બધા માટે એકસરખું પ્રાયશ્ચિત્ત ન હોય અને પ્રાયશ્ચિત્તનો વિષય જાહેરમાં ચર્ચવાનો મુદ્દો પણ નથી. સુન્નબુકિંબહુના?
* પૂર્વોક્ત વિચારણાથી “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩૮
નીચેના કુતર્કોની પણ સમાલોચના થઈ ગયેલી જાણવી.
(૧) “જિનપૂજા કરવાની સામગ્રી બહારગામથી આવેલા જૈનોને બરોબર મળે તે માટે “જિનભક્તિ સાધારણ ભંડાર' મૂકીને તે પરદ્રવ્યથી તે લોકો જિનપૂજા કરી શકે અને તેમાં દોષ જણાતો ન હોય તો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો એકાન્તે આગ્રહ શી રીતે રાખી શકાય ?
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં ‘શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ’ એમ જે કહ્યું છે તે ઘરદેરાસરના માલિક શ્રાવક માટે કહેલું છે. ત્યાં તેનો જ વિષય આવે છે. તેમાં એમ કહ્યું છે કે, ‘ઘરદેહરાસરમાં મૂકેલા ચોખા, ફળ વગેરેથી સંઘ દેરાસરમાં તે શ્રાવક પૂજા કરી શકે નહિ. કેમ કે, તેમ કરવામાં લોકો દ્વારા તેને ખોટાં માનસન્માન મળી જવા સંભવ છે. (અહીં દેવદ્રવ્યથી પૂજા કરવાનો તેને દોષ લાગવાની તો વાત કરી જ નથી.) આવું ખોટું માન ન મળે તે માટે તેણે મોટા દેરાસરે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ.’
આ રીતે તે પાઠ બરોબર જોવાશે તો ખ્યાલ આવી જશે કે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો તમામ શ્રાવક-શ્રાવિકાઓ માટે શાસ્ત્રકારોનો એકાન્તે આગ્રહ નથી.” (ધા.વ.વિ. પૃ. ૬)
-
તદુપરાંત, ‘ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના સવાલ-૬૪ના ઉત્તરમાં જે કુતર્કો થયા છે તેની પણ સમાલોચના થઈ જ જાય છે.
→ ધા.વ.વિ.ના સવાલ-૬૫ના ઉત્તરમાં જે કુતર્કો થયા છે તેની સમાલોચના હવે કરીશું. સૌ પ્રથમ તે પ્રશ્ન અને ઉત્તર નીચે આપીએ છીએ.
સવાલ : (૬૫) તો પછી ‘સ્વદ્રવ્યેશૈવ પૂના વાર્યાં’ કહ્યું ત્યાં ડ્વ (જ) કારથી અન્યદ્રવ્યનો નિષેધ ન આવે ?
જવાબ ઃ પૂર્વે જણાવેલ છે તેમ આ પાઠ ઘરમંદિરના માલિક માટે છે, આમ છતાં અનેક ઠેકાણે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાના ઉપદેશ અપાય છે, પણ ત્યાં કયો શબ્દ કયા આશયથી વપરાયેલ છે તેને સમજવું જોઈએ. ડ્વ (જ)કાર ક્યાંક વિચ્છેદ માટે હોય છે, ક્યાંક પ્રધાનતા બતાવવા માટે હોય છે. ગણધ૨વાદમાં બીજા ગણધર અગ્નિભૂતિના અધિકારમાં અગ્નિભૂતિને ‘પુરૂષ વે...'' વગેરે આ વેદવાક્ય મળ્યું તેથી તેમને પુરુષ એટલે આત્મા જ આ જગતમાં છે તે સિવાય બીજું કંઈ જ આ
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૩૯ જગતમાં નથી એમ માનીને કર્મનો નિષેધ માન્યો. ભગવાન મહાવીર પરમાત્માએ
જ્યારે તેમને સમજાવ્યું કે “પુષ પવ..." માં પ્રવ-કાર એ આત્માની પ્રધાનતા બતાવવા માટે છે, બીજા પદાર્થોના નિષેધ માટે નથી કેમ કે, બીજા પદાર્થોની સત્તાને બતાવનાર બીજા વેદ વાક્યો છે. અગ્નિભૂતિ પરમાત્માની વાત સમજી ગયા અને કર્મના નિષેધની પોતાની માન્યતાને છોડી દીધી.
આવી જ રીતે અહીં “વકીલ પૂષા વા' વગેરે પાઠો વ્યક્તિને ઉદ્દેશીને જિનપૂજાનું મહત્ત્વ બતાવવા માટેના છે. વ્યક્તિને આ રીતે ઉપદેશ શી રીતે ઉચિત ગણાય?
સમાલોચના:
(૧) 'કાર = “જ'કાર ક્યાં વ્યવચ્છેદક (અન્યનો વ્યવચ્છેદ કરનાર) બને છે અને ક્યાં પ્રધાનતા'નો ઘાતક બને છે, તે ખુલાસો કર્યા વિના જે વાતો પૂર્વોક્ત પ્રશ્નોત્તરમાં લેખકશ્રી દ્વારા કરવામાં આવી છે, તેમાં શું ઇરાદો છે, તે સ્પષ્ટપણે સમજી શકાય છે.
(૨) “રેવ દે તેવપૂગાપિ વચ્ચેવ યથાશ િવ ” – આ શાસ્ત્રવચનમાં સ્વદ્રવ્યની સાથે જોડાયેલા “વ' = “જ કારને પુરુષ પર્વ આ વેદવાક્યોમાંના ‘' = “જ' કાર સાથે સરખાવીને ભવ્યાત્માઓને ગેરમાર્ગે દોરવાનું કુકૃત્ય કર્યું છે. “પુરુષ પવેમાં જણાવેલા “á' કારને પ્રધાનતાના અર્થમાં ગ્રહણ કરવો જરૂરી છે. કારણ કે, જગતમાં આત્મા સિવાય બીજા પદાર્થો વિદ્યમાન છે જ. અર્થાત્ કર્મ આદિ બીજા પદાર્થોનું
અસ્તિત્વ અનુભવાય જ છે. સંસારની વિષમતાનું દર્શન જ કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આથી કર્મ વગેરે પદાર્થોનો વ્યવચ્છેદ એ વેદવાક્યથી થઈ શકે તેમ નથી અને તેમ કરવામાં આવે તો વેદ અને અનુભવ બંને સાથે વિરોધ આવે છે. એ વિરોધ ન આવે એ માટે ત્યાં વ’ કાર પ્રધાનતાના અર્થમાં વપરાયો છે એમ કહી શકાય.
પરંતુ પૂર્વોક્ત શ્રાદ્ધવિધિના પાઠમાં “સ્વદ્રવ્ય” પછી મૂકાયેલો “વિ' = “જ' કાર તો વ્યવચ્છેદક જ છે. તે “જ” કાર પરદ્રવ્ય અને દેવદ્રવ્યથી
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જિનપૂજાનો નિષેધ કરે છે અને સ્વદ્રવ્યથી જ જિનપૂજાનું વિધાન કરે છે. અહીં ‘વ’ કારને વ્યવચ્છેદક માનવાનું પ્રબળ કારણ પણ છે. તે કારણ એ છે કે, શાસ્ત્રમાં ક્યાંયે પણ પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન નથી અને પરંપરા પણ એની ના પાડે છે. “જિનપૂજા શ્રાવકનું સ્વકર્તવ્ય છે અને સ્વકર્તવ્ય સ્વદ્રવ્યથી જ કરવાનું છે. તથા પરિગ્રહની મૂર્છા મારવા અને સમ્યગ્દર્શનની નિર્મલતા પ્રાપ્ત કરવા જિનપૂજાનું વિધાન છે. આવી જિનપૂજા સ્વદ્રવ્યથી કરવામાં આવે તો જ તેનો ઉદ્દેશ સધાય છે. પદ્રવ્યથી કે દેવદ્રવ્યથી કરવામાં આવે તો તે ઉદ્દેશ તો સધાતો જ નથી. પરંતુ દોષના ભાગી બનાય છે.” આથી શ્રાદ્ધવિધિના પાઠમાંનો ‘ાવ'કાર સ્વદ્રવ્યથી જ જિનપૂજાનું વિધાન કરે છે અને પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી થતી જિનપૂજાનો વ્યવચ્છેદ કરે છે.
(૩) અહીં એ નોંધવું જરૂરી છે કે, આ.શ્રી. અભયશેખરસૂરિ મ. પોતાની દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકના પૃ. ૫ ઉપર પ્રશ્નના ઉત્તરમાં શ્રાદ્ધવિધિના પૂર્વનિર્દિષ્ટ “વદે વપૂગાપિ વચ્ચેવ યથાશક્સિ વાર્યા વાળા આ પાઠના સંદર્ભમાં કહે છે કે,
“સામો પક્ષ આટલા પાઠને ખૂબ પ્રચારે છે એટલે મુગ્ધલોકોને ભ્રમણા ઊભી થાય ખરી, પણ સુજ્ઞજનોએ સામાપક્ષને પૂછવું જોઈએ કે આ પાઠ જેમાં આવે છે એ આખો અધિકાર તો નહીં, પણ એ આખું વાય તમે કેમ જાહેર કરતા નથી? ને એક આખા વાકયનો એક અંશ જ કેમ લોકો આગળ ધર્યા કરો છો? xxx
ટિપ્પણીઃ (૧) આચાર્યશ્રીની પૂર્વોક્ત નોંધ અસત્ય છે. “સામો પક્ષ મુગ્ધલોકોમાં ભ્રમણા ઊભો નથી કરતો, પરંતુ તમે પોતે અને “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી બંને જે પાઠનો અધિકાર સમસ્ત શ્રાવકગણ માટે છે, તે પાઠને માત્ર ગૃહમંદિરવાળામાં મર્યાદિત કરીને ભદ્રિક જીવોને ગેરમાર્ગે દોરવાનું કામ કરો છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૪૧
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
(૨) એ પાઠ સંપૂર્ણ પૂર્વે પણ રજુ થયેલો જ છે અને તેમાં આવતી તમામ વાતોનું શાસ્ત્રસાપેક્ષ અર્થઘટન પણ કરવામાં આવેલ જ છે.
(૩) વાસ્તવમાં તો એ બંને લેખકશ્રીઓએ પાઠની કેટલીક પંક્તિઓ પોતાની માન્યતામાં નડતી લાગતાં એને છૂપાવવાની કોશિષ કરી છે અથવા તો એનો સાચો – સ્પષ્ટ અર્થ કર્યો નથી. જેમ કે, પ્રાોિષાત્' આ પદનો જે મુધાન પ્રશંસા, અનાદર-અવજ્ઞા આદિ દોષો લાગે એવો અર્થ કરવાનો હતો, તેના બદલે માત્ર “મુધાજન પ્રશંસા' અર્થ કરીને અટકી ગયા છે. જો બાકીના દોષો બતાવે તો પોતાની વાત કોઈ માનવા તૈયાર થાય તેમ નથી (આ અંગે વિશેષ વિગત આગળ જણાવી જ છે.)
કુતર્ક-૭:
વળી (A) સ્વદ્રવ્યનો એવો એકાંત આગ્રહ રાખવો કે તેની મર્યાદામાં રહીને નબળાં દ્રવ્યોથી પણ પ્રભુપૂજન કરવું પરંતુ દેવદ્રવ્યથી (જિનભક્તિ સાધારણ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્યથી) ઉત્તમ દ્રવ્યથી પ્રભુપૂજન થાય તો પણ તે નહિ જ કરવું તે વાત વિશિષ્ટ પ્રસંગોમાં તો બરોબર જણાતી નથી. (B) અન્ને દ્રવ્યનું (ઉપકરણનું) મહત્ત્વ નથી પરંતુ શુભભાવવૃદ્ધિનું (અન્તઃકરણનું) મહત્ત્વ છે. (C) હા. એ ખરું કે શક્તિમાન (ધનવાન) આત્મા પરદ્રવ્યાદિથી પ્રભુપૂજન કરે તો તેમાં તેને લાભ ઓછો મળે (ધનની મૂચ્છ નહિ ઉતારવાથી) પરંતુ તેને ગેરલાભ થાય તેવું પ્રતિપાદન તો કેમ કરી શકાય?” (“ધાર્મિક વહીવટ વિચાર પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૦)
સમાલોચના: (નોંધ : પૂર્વોક્ત કુતર્કમાં સમાલોચનાની અનુકૂળતા માટે A-B-C ત્રણ વિભાગ પાડ્યા છે.)
| (A) શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથકારોએ ઋદ્ધિમાન-મધ્યમ અને નિર્ધન શ્રાવક માટે જે પૂજાવિધિ બતાવી છે, તેમાં ઋદ્ધિમાન અને મધ્યમ શ્રાવકે સ્વવિભવ અનુસારે પ્રભુપૂજા કરવાની કહી છે અને શક્તિના અભાવવાળા નિર્ધન શ્રાવકને ફુલ ગુંથવા વગેરે મંદિરના કાર્યો કરવાનું કહ્યું છે. આથી “સ્વદ્રવ્યથી પૂજાનો આગ્રહ અમારો નથી. પરંતુ ગ્રંથકારોની આજ્ઞા છે. અમે એને બતાવીએ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા છીએ. એને વળગી રહેવું એ સદાગ્રહ છે. પરંતુ કદાગ્રહ નથી, તદુપરાંત, નબળાંદ્રવ્યોથી અમે પ્રભુપૂજન કરવાનું કહેતા જ નથી. પરંતુ શક્તિ અનુસાર ભાવોલ્લાસ કેળવીને કરવાનું કહીએ છીએ.
વળી, ગ્રંથકારોએ જેની પાસે જેટલી શક્તિ હોય તે મુજબ યથાશક્તિ પૂજા કરવાનું કહ્યું છે. પરંતુ દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનું કહ્યું નથી. પારકા પૈસે દિવાળી કરવાની વાત કોઈ ગ્રંથકારોએ કે પૂ. પૂર્વમહાપુરુષોએ કહી નથી.
વળી લેખકશ્રીએ દેવદ્રવ્યનો અર્થ જિનભક્તિ સાધારણ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્ય કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ પણ કર્યું છે. કારણ કે, સ્વપ્ન આદિની ઉછામણીથી પ્રાપ્ત દ્રવ્યને કલ્પિતદેવદ્રવ્ય કહેવું અને એને જિનભક્તિસાધારણ તરીકે જણાવવું, એ શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ છે. શાસ્ત્ર અને પરંપરાથી સ્વપ્ન આદિની ઉછામણીનું દ્રવ્ય શુદ્ધ દેવદ્રવ્ય જ ગણાય છે. તે કયારેય કલ્પિત દેવદ્રવ્ય ગણી શકાય નહીં અને શુદ્ધ દેવદ્રવ્યનો ઉપયોગ જિનાલયના જીર્ણોદ્ધાર આદિમાં જ થાય છે. તેનો ઉપયોગ જિનપૂજાના દ્રવ્યોમાં ક્યારેય ન થઈ શકે. એટલે શુદ્ધ દેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યનું નામ આપી દેવું અને સંઘોમાં પ્રસિદ્ધ જિનભક્તિ સાધારણ” કે જે વાસ્તવમાં પૂજા દેવદ્રવ્ય છે, એને કલ્પિત દેવદ્રવ્ય સ્વરૂપ કહી દેવું, એ એક પ્રકારની રમત છે. જેનાથી મુગ્ધજનો ગેરમાર્ગે દોરવાય છે અને શાસ્ત્રીય પ્રણાલિકાઓનો લોપ થાય છે. જેનાથી દુરંત ફળની પ્રાપ્તિ થાય છે. | (B) “B' વિભાગમાં લેખકશ્રી જે કહે છે, તે અંગે તેમને પ્રશ્ન છે કે, (૧) જો દ્રવ્યનું મહત્ત્વ ન જ હોય તો ષોડશક આદિ ગ્રંથોમાં દ્રવ્યશુદ્ધિની અનિવાર્યતા શા માટે બતાવી? એ જવાબ આપશો !
(૨) જો દ્રવ્યનું મહત્ત્વ ન હોય અને અંતઃકરણનું જ મહત્ત્વ હોય તો, અલ્પશક્તિવાળો શ્રાવક નબળાં દ્રવ્યોથી પ્રભુપૂજન કરે તો એમાં એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એવી બૂમાબૂમ શા માટે કરો છો?
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? અને એમને વિશિષ્ટ દ્રવ્યો લાવવા માટે (શાસ્ત્રકારો રજા આપતા નથી એવા) દેવદ્રવ્યનો ઉપયોગ કરવાની શા માટે રજા આપો છે ? ત્યાં સામગ્રી નથી તો માત્ર અંતઃકરણ શુદ્ધ રાખવાનું કેમ જણાવતા નથી અને સ્વમતિકલ્પના મુજબ કેમ જણાવો છો ?
(૩) શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરીને “પારકા પૈસે દિવાળી કરવાની વૃત્તિ સેવવાથી શુભભાવની વૃદ્ધિ થશે?
(૪) નિધન શ્રાવકોને શાસ્ત્રનિર્દિષ્ટ માર્ગ બતાવવાનો કે શાસ્ત્રનિષિદ્ધ માર્ગ બતાવવાનો ?
– તમારે આ બધાનો શાસ્ત્રાધારે જવાબ આપવા જોઈએ. (C) 'C' વિભાગ જણાવેલી વાતમાં લેખકશ્રીને પ્રશ્ન છે કે,
(૧) શક્તિમાન ધનવાન) આત્મા સ્વદ્રવ્યથી કરવા યોગ્ય પ્રભુપૂજાનું સ્વકર્તવ્ય દેવદ્રવ્ય કે પરદ્રવ્યથી પતાવી દે, તો એને લાભ ઓછો મળે અને ગેરલાભ ન થાય, એવું કયા શાસ્ત્રના આધારે કહો છો?
(૨) લક્ષ્મીવતીએ દેરાસરના ઉપકરણોનો સ્વકર્તવ્યરૂપ ધર્માનુષ્ઠાનમાં ઉપયોગ કર્યો અને નકરો ઓછો આપ્યો, તો એને કેમ ગેરલાભ થયો ? નકરો ઓછો આપીને બચાવેલા પૈસા ભોગ-સંગ્રહમાં ગયા માટે જ ને? એ જ રીતે સ્વદ્રવ્ય બચાવીને દેવદ્રવ્યથી સ્વકર્તવ્ય પતાવી લે તો એને નુકશાન થાય કે નહીં?
કુતર્ક-૮ઃ
૯૦°અને ૪૪ના ઠરાવમાં ફરક શું છે?
(A) સ્વપ્નાદિકની બોલી-ચડાવાની રકમમાંથી (અશક્ત સ્થળોમાં) પૂજારીને પગારાદિ નહિ આપવાની વાત કરતાં આચાર્યો કહે છે કે, “પૂજારીને પગાર આપવા માટે કે દેરાસરમાં જરૂરી કેસર વગેરે પૂજા-સામગ્રી માટે બાર માસના કેસરાદિના ચડાવા બોલાવીને સાધારણ ખાતે રકમ જમા કરવી જોઈએ અને તેમાંથી જ પગાર વગેરે આપવા જોઈએ.”
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (B) જો આમ જ કરવું છે તો તે જ આચાર્યોએ ૯૦ના સંમેલનમાં દેવદ્રવ્યમાંથી પૂજારીને પગારાદિ (અશક્ત સ્થળોમાં) આપવાનો ઠરાવ શા માટે કર્યો ? શા માટે સાધારણ ખાતાની આવકના ઉપાયો યોજવાનું તે વખતે ન દર્શાવાયું?
(C) હવે આજે જ આ હોહા કેમ મચાવી દેવાઈ છે? ૯૦'ના સંમેલને દેવદ્રવ્યમાંથી પગારની સંમતિ આપી છે તો ૪૪' ના આ સંમેલને કલ્પિત દેવદ્રવ્યમાંથી પગારમાં સંમતિ આપી છે. આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થાની સામે ઊહાપોહ કરવાનું કોઈ પ્રયોજન ખરું? બાકી યથાશક્ય સાધારણનો ફાળો કરવાની વાત તો સંમેલનને પણ મંજૂર જ છે. એમાં કોઈ વિવાદ નથી. (‘ધાર્મિક વહીવટ વિચાર' પ્ર.આ.કૃ. ૧૦૯-૧૧૦).
સમાલોચનાઃ (અહીં પણ વ્યવસ્થા માટે A-B-C વિભાગ પાડ્યા છે.)
– અહીં લેખકશ્રીએ ૧૯૯૦ અને ૨૦૪૪ના ઠરાવનો તફાવત સમજાવતાં ખૂબ રમત રમી છે, જબરજસ્ત માયાનો આશરો લીધો છે. વળી “૧૯૯૦ના સંમેલને સ્વપ્નાદિની બોલીની રકમને શુદ્ધદ્રવ્ય ગણાવીને એનો સદુપયોગ જિનાલયના જીર્ણોદ્ધારમાં કરવા જણાવ્યો છે અને ૨૦૪૪ના સંમેલને સ્વપ્નાદિની બોલીની રકમને કલ્પિતદેવદ્રવ્ય ઠરાવીને એનો ઉપયોગ દેરાસરના સર્વકાર્યોમાં કરવાનું જણાવ્યું છે.”- આ વાસ્તવિકતા તેમણે ભવ્યાત્માઓ સમક્ષ પ્રગટ કરી નથી.
– ૨૦૪૪'ના સંમેલનની મોટામાં મોટી સ્કૂલના એ જ છે અને એ સ્કૂલના ભૂલથી નથી થઈ પણ ઈરાદાપૂર્વક કરવામાં આવી છે.
– સ્વપ્નાદિકની બોલીની રકમને કલ્પિત દેવદ્રવ્ય ગણવા માટે કોઈ શાસ્ત્રનું કે પરંપરાનું સમર્થન નથી. સંબોધ પ્રકરણમાં કલ્પિત દેવદ્રવ્યની જેવી વ્યાખ્યા લેખકશ્રીએ પોતાના પુસ્તકમાં કરી છે, તેવી કરી જ નથી. સ્વમતિકલ્પનાથી કરેલી વ્યાખ્યાનો વિરોધ જ કરવાનો હોય ને !
– (A) વિભાગમાં આચાર્યો વતી જે વાત લખી છે, તે વાત સાચી છે. કારણ કે, શાસ્ત્રાનુસારી પરંપરા તેમ જ કહે છે. આ માત્ર અમે જ નથી
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા ક્યા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૪૫ કહેતા. પરંતુ પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી ગણિવર્યશ્રી “ધર્મદ્રવ્યવસ્થા નામના પુસ્તકમાં પણ એમ જ જણાવે છે.
(B) ૯૦’નો ઠરાવ અપવાદિક છે. શ્રાવકની વસ્તીના અભાવે કે સામગ્રીના અભાવે પ્રભુ અપૂજ ન રહે, તે માટેની એ વ્યવસ્થા ગોઠવી છે. એમાં તમામ સ્થળે દેવદ્રવ્યથી પૂજારીને પગાર આપવાનું ઠરાવ્યું નથી.
(C) ૯૦’ના સંમેલને અશક્ત સ્થળોએ પ્રભુ અપૂજ ન રહે એ માટે અપવાદે દેવદ્રવ્યમાંથી પૂજારીનો પગાર આપવાની વાત કરી છે. જ્યારે ૨૦૪૪'ના સંમેલને શુદ્ધદેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ઠરાવીને શુદ્ધદેવદ્રવ્યમાંથી તમામ સ્થળે પૂજારીને પગાર આપવાનો રાજમાર્ગ ખુલ્લો કરી આપ્યો છે. - આ બંને ઠરાવ વચ્ચેનો ઘણો મોટો તફાવત છે. ૨૦૪૪'ના ઠરાવથી શુદ્ધદેવદ્રવ્યની જબરજસ્ત હાનિ થવાનો સંભવ છે અને જે કર્તવ્ય શ્રાવકોનું છે, તે દેવદ્રવ્યમાંથી પતાવવાની સગવડ કરી આપવાથી શ્રાવકો પણ મહાદોષમાં પડવાના છે.
– બીજું, ૧૯૯૦ના સંમેલને અપવાદે અશક્ત સ્થળોએ દેવદ્રવ્યથી પૂજાની છૂટ આપી અને અષ્ટપ્રકારી પૂજા ઊભી રાખી. જ્યારે ૨૦૪૪ના સંમેલને તો શુદ્ધદેવદ્રવ્યને કલ્પિતદેવદ્રવ્યમાં પધરાવી દીધા પછી પણ માત્ર અગ્રપૂજાથી ચલાવવાનું કહ્યું. એટલે ૨૦૪૪ના સંમેલને તો હદ કરી નાંખી છે.
– તદુપરાંત, લેખકશ્રીએ “આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થાની સામે ઉહાપોહ કરવાનું પ્રયોજન ખરું” આમ કહીને ૧૯૯૦ના ઠરાવો કરતાં ૨૦૪૪ના ઠરાવો વિશેષ પરિમાર્જિત છે અર્થાત્ શ્રેષ્ઠ છે, એમ કહેવાનું કામ કર્યું છે. તે તેમની વાત સ્ટેજે સાચી નથી. કારણ કે, ૧૯૯૦'ના સંમેલને દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષાનો માર્ગ સુનિશ્ચિત કર્યો હતો. જ્યારે ૨૦૪૪ના સંમેલને તો દેવદ્રવ્યની હાનિ-ભક્ષણનો માર્ગ ખુલ્લો કરી આપ્યો છે.
- જો ૨૦૪૪'ના દેવદ્રવ્ય વિષયક ઠરાવ મુજબ સંઘોમાં વ્યવસ્થા
Page #201
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૪૬
ગોઠવાય, તો હજારો દેરાસરોના પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી જાય અને પૂજાની સામગ્રી પણ દેવદ્રવ્યમાંથી આવતી થઈ જાય, તો દેવદ્રવ્યની કેટલી હાનિ થાય ? અને શ્રાવકો કેટલા દોષમાં પડે ? એ વિચારજો. આથી આપણે એવું ઇચ્છીએ કે, એવી વ્યવસ્થા ગોઠવવામાં એમને સફળતા ન મળે.
→ અપવાદિક માર્ગ અને રાજમાર્ગ વચ્ચેનો ભેદ જે સમજે છે, તેને ૧૯૯૦ અને ૨૦૪૪’ના ઠરાવો વચ્ચેનું અંતર પણ સમજાઈ જશે.
અગત્યનો ખુલાસો-૧ : આ.શ્રીઅભયશેખરસૂરિ મ. લિખિત દેવદ્રવ્ય અને જિનપૂજા’ પુસ્તકમાં શ્રાવકની જિનપૂજાની વિધિ અંગે ખૂબ કુતર્કો થયા છે. આગળ કરેલી સમાલોચનાથી એ સર્વે કુતર્કોની પણ સમાલોચના થઈ જાય છે અને આગળના પ્રકરણોમાં પણ એની વિશેષ વિચારણા કરીશું.
અગત્યનો ખુલાસો-૨ : ‘વિચાર સમીક્ષા’ પુસ્તકના નામે ચાલતા અપપ્રચારની સમીક્ષા :
(‘દેવદ્રવ્ય અને જિનપૂજા’ નામના પુસ્તકમાં પૃ.-૨ ઉપર પૂ.આ.ભ. શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ મુનિ અવસ્થામાં “દેવદ્રવ્યમાંથી જિનપૂજા થઈ શકે” એવી માન્યતા ધરાવતા હતા, એવો લોકોમાં ભ્રમ ઊભો કરવાની બાલીશ ચેષ્ટા કરી છે. આ વાસ્તવિકતા નથી. પરંતુ અપપ્રચાર છે. સમીક્ષા કરતાં પૂર્વે જે લખ્યું છે તે જોઈ લઈએ-)
ખુદ સ્વ. પૂ.આ.શ્રી વિજય રામચન્દ્રસૂરિ મહા૨ાજ પણ વર્ષો પૂર્વે વિચારસમીક્ષા નામના પુસ્તકમાં પૃ. ૯૭ પર આ પ્રમાણે લખી ચૂક્યા છે કે
“શ્રી જિનેશ્વરદેવના સ્થાપના નિક્ષેપાને (મૂર્તિને) માનનારને જિનચૈત્ય, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.”
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૪૭ સમીક્ષા ઃ (૧) સૌથી પ્રથમ ખુલાસો કરી લઈએ કે, “વિચાર સમીક્ષા” પુસ્તકના લેખક પૂ.મુનિ શ્રીરામવિજયજી મ.સા. હતા. પરંતુ તેના પૃ. ૯૭ ઉપર લખાયેલી ઉપરોક્ત વાત તેમની પોતાની નહોતી. પરંતુ વિ.સં. ૧૯૭૬ના શ્રમણ સંમેલનના આઠ ઠરાવો પૈકીનો એ બીજો ઠરાવ છે. એથી એ માન્યતા પરિશિષ્ટ-૧માં આપેલા ઠરાવ નીચે સહી કરનારા પૂ. આચાર્ય ભગવંતોની છે. જો કે, પૂ.મુનિરાજશ્રીને એ માન્યતા માન્ય જ હતી અને જીવનભર એ માન્ય જ રહી છે.
(૨) જેઓશ્રીની દેવદ્રવ્યના વિષયમાં જીવનભર એક જ માન્યતા રહી છે કે, “શ્રાવકે જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ પરંતુ દેવદ્રવ્યથી નહીં.” અને તેઓશ્રીની શાસ્ત્રાનુસારી માન્યતા અવારનવાર પ્રવચનોમાં પ્રગટ થતી પણ હતી. “ચાર ગતિના કારણો” પુસ્તકનું અવલોકન કરવાથી એ વાત જાણવા મળશે. તેના અમુક અંશો નીચે મુજબ છે –
કેટલાકો કહે છે કે - “પછી અહીં પૂજા વગેરેની વ્યવસ્થા શી રીતે કરવી ! શું એવા સારા શ્રાવકો ખૂટી ગયા છે કે - દેવદ્રવ્યમાંથી જ વ્યવસ્થા કરવી પડે ? અથવા સાધારણની રકમો કોઈ મંદિરના ઉપયોગ માટે મૂકી ગયું હોય, તોય શું એના વિના નહિં જ ચાલે ? શ્રાવકો જો નક્કી કરે કે - “અમારે શ્રીજિનની ભક્તિ કરવી છે? તો આમાં કાંઈ ચિંતા કરવા જેવું છે નહિ. અવસર જોગ વર્તતાં આવડવું જોઈએ.” (ચારગતિના કારણો-પહેલો ભાગ, પ્ર.આ.પૃ. ૨૨૯).
– પૂજ્યશ્રીના ઉપરના શબ્દોમાંથી સ્પષ્ટ તાત્પર્ય નીકળે છે કે –
૧. સારા શ્રાવકો ખૂટી ગયા હોય તો જ વિ.સં ૧૯૯૦ના ઠરાવ મુજબ દેવદ્રવ્યમાંથી પૂજાની વ્યવસ્થા કરાવવી પડે. (ભગવાન અપૂજ રહેતા હોય ત્યાં)
૨. સાધારણ રકમનો પણ ન ચાલે ત્યાં જ ઉપયોગ કરવાનો હોય. (સંવેગરંગશાળાના વચન અનુસાર)
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૩. શ્રાવકોએ નક્કી કરવું જોઈએ કે “અમારે શ્રી જિનની ભક્તિ કરવી છે.” એમ થાય તો ભગવાનની પૂજાની વ્યવસ્થા અંગે કોઈ ચિંતા રહે નહિ.
૪. ગુરુ ભગવંતો શ્રાવકોને આવા જ પ્રકારની પ્રેરણા અને ઉપદેશ આપે.
- આ રીતે જેમણે જીવનભર શ્રાવકોને પ્રભુ ભક્તિનો ઉપદેશ અને પ્રેરણાના પાન કરાવ્યા છે, તેમના નામે તેમણે તપાસી આપેલા એક શાસ્ત્રીય (‘વિજય પ્રસ્થાન' પુસ્તકના) લખાણમાંથી આવો મનફાવતો અર્થ કાઢવાનો પ્રયત્ન કરવો અને તે પણ તેમણે આવું લખ્યું છે તેવી ગેરરજૂઆત કરી, આ બધું કેટલા દરજજે યોગ્ય ગણાય તે સુજ્ઞજનો વિચારે.
(૩) અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વોક્ત ખુલાસાથી (ઓગસ્ટ ૧૯૯૫ના) મુક્તિદૂતનો નીચેનો લેખ પણ અસત્ય ઠરે છે અને તેમણે મૂળ લખાણમાં કરેલા ફેરફારો પણ તેમના મલિન ઈરાદાને ખુલ્લો કરે છે. આ વિષયનો ખુલાસો જિનવાણી, વર્ષ-૨૦, અંક-૭-૮માં આવી જ ગયો છે. તેના જરૂરી અંશોને પૂર્વપક્ષના લખાણ સહિત અક્ષરશઃ નીચે મૂકીએ છીએ.
મુક્તિદૂતમાં તેઓ લખે છે કે, “જેઓ પૂર્વે જ્યારે પૂ.રામવિજયજી મ.સા. હતા તે પૂજ્યપાદ શ્રી રામચન્દ્રસૂરિજી મ. સાહેબે તે સમયે વિવિધ ગ્રંથોના આઠ શ્લોકોના અનુવાદમાં જણાવેલું હતું કે - જો દેવદ્રવ્ય હશે તો તેમાંથી મંદિર નિર્માણ, આંગી, મહાપૂજા, અષ્ટાત્મિક મહોત્સવ રૂપ યાત્રા સરસ થઈ શકશે. માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.” આ રીતે લખ્યા પછી તે અંગે પોતાની (મુક્તિદૂતમાં) નોંધ મૂકતાં લખે છે કે
આ શબ્દો કહે છે કે દેવદ્રવ્યમાંથી મંદિર નિર્માણની જેમ રાજમાર્ગે આંગી વગેરે થઈ શકે છે. (જુઓ વિજય પ્રસ્થાન' પુસ્તક)
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા ક્યા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૪૯ પં.જી.મ.ની ઉપર મુજબની ભલામણથી અમે “વિજય પ્રસ્થાન” પુસ્તક જોયું, તો જાણવા મળ્યું કે તેમાં પૂજ્યશ્રીએ કોઈ શ્લોકના અનુવાદ લખ્યા નથી. પુસ્તકના લેખકે જ પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે –
“જિનદ્રવ્ય અંગેના શાસ્ત્રપાઠો તથા તેનો અનુવાદ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબ અને તેઓશ્રીના શિષ્ય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જોઈ આપેલ છે તે બદલ હું તેઓશ્રીનો અત્યન્ત ઋણી છું.”
પ્રસ્તાવનાનું આ લખાણ સૂચવે છે કે, પૂજયશ્રીએ અનુવાદ લખ્યો નથી પણ લેખકે ક્યાંકથી મેળવેલ અનુવાદના ઉતારા છપાવી પૂજ્યશ્રીને જોવા આપેલ. હવે તે અનુવાદ પણ એ.જી. મહારાજે ઉપર જણાવ્યો તેવો છે કે નહિ તે પણ આપણે જોઈએ. “વિજય પ્રસ્થાન'ના મૃ. ૧૯૪ ઉપર તે અનુવાદ નીચે મુજબ છપાયો છે.
જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.” વિચાર સમીક્ષા', પૃ. ૯૭ (લેખક : મુનિ રામવિજય).
વિજય પ્રસ્થાન'ના આ લખાણ અને પં.જી. મહારાજે તે અંગે કરેલા ઉપરોક્ત લખાણનો તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે, પરંતુ તેમની આ પદ્ધતિ રાબેતા મુજબની હોઈ તેમાં કશું આશ્ચર્યજનક નથી.
(૪) હવે ૧૯૭૬ના શ્રમણ સંમેલનના એ આઠ ઠરાવો પૈકીના એ બીજા ઠરાવનો તાત્પર્ય જોઈશું -
(અ) પૂર્વોક્ત ઠરાવમાં પૂર્વે જણાવ્યા મુજબના બે પ્રકારના દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષા કરવાનું જણાવ્યું છે.
(બ) પ્રભુ સમક્ષ મૂકેલા ભંડારમાં મૂકેલા નાણાં વગેરે અને પ્રભુભક્તિ સ્વરૂપે થતી ઉછામણીઓની રકમ, આ સર્વે પ્રથમ પ્રકારનું
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શુદ્ધ દેવદ્રવ્ય છે. તેની વૃદ્ધિ અને રક્ષા કરવાનું સૂચન બીજા ઠરાવમાં કરવામાં આવ્યું છે. કારણ કે, જિનાલયના જીર્ણોદ્ધારાદિ માટે એની અનિવાર્ય આવશ્યકતા છે.
(ક) બીજા પ્રકારનું દેવદ્રવ્ય કે જે શ્રાવકોએ સંકલ્પ કરીને અલગ રાખેલું છે અથવા તો શ્રીસંઘને જિનભક્તિ માટે આપેલું છે. તેવા દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષા કરવાનું પણ સૂચન ઠરાવમાં કર્યું છે. કારણ કે, શ્રીજિનાલયના પૂજાની સામગ્રી વગેરેના કાર્યો માટે આ બીજા પ્રકારના દેવદ્રવ્યની અનિવાર્ય આવશ્યકતા છે. આ દેવદ્રવ્ય જ અત્યારે પ્રચલિત જિનભક્તિ સાધારણ દ્રવ્ય' છે. - પૂર્વોક્ત ઠરાવનો આ તાત્પર્યાર્થ છે.
(૫) અહીં ઉલ્લેખનીય છે કે, ૧૯૭૬ના શ્રમણસંમેલનના ઠરાવોના ઘડવૈયા પૂ.આચાર્ય ભગવંતોએ વર્ષો સુધી પૂર્વે જણાવેલા ત્રણ મુદ્દા મુજબ જ પ્રરૂપણા કરી છે અને શ્રીસંઘોને એ મુજબ વ્યવસ્થા કરવાની પ્રેરણા કરી છે - ઉપદેશ આપ્યો છે અને ૧૯૭૬ના સંમેલનમાં હાજર સાત વર્ષના પર્યાયવાળા પૂ.મુ શ્રીરામવિજયજી મ.સાહેબ પણ ત્યાંથી માંડીને આચાર્ય અને ગચ્છાધિપતિશ્રી તરીકેના પર્યાયમાં અને યાવતુ જીવનના અંત સુધી એ જ રીતે પ્રરૂપણા કરી છે અને શ્રીસંઘોને પ્રેરણા આપી છે. આમ છતાં તેઓશ્રીના લિખિત પુસ્તકમાં “અધ્યાહારગર્ભિત વિધાનોને ઉઠાવી લેવા અને એનો અપપ્રચાર કરવો એ સજ્જનોચિત કાર્ય નથી. કોઈપણ વ્યક્તિના અધ્યાહાર ગર્ભિત વિધાનને સ્પષ્ટ રીતે સમજવા માટે તે વ્યક્તિ દ્વારા જીવનભર થયેલી પ્રરૂપણાઓ અને શ્રીસંઘને અપાયેલી પ્રેરણાઓ ઉપર દૃષ્ટિપાત કરવો પડે. તો જ અધ્યાહારમાં રહેલી વાતો લક્ષ્યમાં આવે.
- પોતાના પુસ્તકમાં વિજય પ્રસ્થાન'ના વિધાનોને વિકૃત રીતે પ્રચારનારા મહાનુભાવો એ મહાપુરુષના વ્યક્તિત્વને સારી રીતે જાણતા હતા અને તેથી જ તો ૨૦૪૪ના સંમેલનમાં શ્રીસંઘના સહુથી વડીલ એ મહાપુરુષને આમંત્રણ આપવાની હિંમત કરી શક્યા નહોતા. “એ આવશે તો અમારી શાસ્ત્રવિરુદ્ધ વાતોને ચલાવી લેશે નહીં” આવા જ ડરના કારણે
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૫૧ તેઓશ્રીને આમંત્રણ આપવાનું ટાળીને સંમેલન ભર્યું અને આટોપી પણ લીધું હતું. પછીથી જે થયું તે સૌ કોઈ જાણે છે અને સંમેલનની નિષ્ફળતા અંગેનો (સંમેલનના) અધ્યક્ષશ્રીનો હૃદયદ્રાવક પત્ર (જે પરિશિષ્ટ૧૦’માં આપેલ છે તે) પણ સંમેલનની નિષ્ફળતાને ઉજાગર કરે છે.
જાહેર આહાન સામે જાહેર આહાનઃ દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકના લેખકશ્રી પૃ. ૩ ઉપર લખે છે કે -
હજુ પણ તેઓને જાહેર આહાન છે કે આવું જણાવનાર કોઈપણ શાસ્ત્રપાઠ હોય તો તેઓ એના સ્પષ્ટ સરળ અનુવાદ સાથે જાહેર કરી એનો પ્રચાર કરે. અનુવાદની જરૂર એટલા માટે છે કે લોકોને પણ ખબર પડે કે ખરેખર આમાં દેવદ્રવ્યથી પૂજા કરનારને દેવદ્રવ્યના ભક્ષણનું પાપ લાગે છે, એવું જણાવતો કોઈ પાઠ છે ખરો ?” ૦ સમીક્ષા અને જાહેર આહાનઃ
> શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોએ દરેક કક્ષાના શ્રાવકો માટે જે જિનપૂજાની વિધિ બતાવી છે, તેમાં કયાંયે દેવદ્રવ્યથી જિનપૂજાની સામગ્રી લાવવાનું કહ્યું નથી. સુવિહિત મહાપુરુષોએ પણ શ્રાવકની સ્વકર્તવ્યરૂપ જિનપૂજામાં (ભગવાન અપૂજ રહેતા હોય એવા અશક્ત સ્થલ સિવાય) દેવદ્રવ્ય વાપરવાની રજા આપી નથી. - આ શાસ્ત્ર અને પરંપરાનું ઉલ્લંઘન કરીને દેવદ્રવ્યથી કોઈ વ્યક્તિ સ્વકર્તવ્યરૂપ પૂજાનું કાર્ય સંપન્ન કરે તો તેને સ્પષ્ટપણે દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે. જેની શાસ્ત્ર અને સુવિહિત પરંપરાએ રજાના આપી હોય તેનો નિષેધ અર્થપત્તિથી થઈ જ જતો હોય છે અને નિષિદ્ધ પ્રવૃત્તિ કરનારને પ્રાયશ્ચિત્ત આવ્યા વિના રહેતું જ નથી. અહીં દેવદ્રવ્યનો દુરુપયોગ કરવા સ્વરૂપનિષિદ્ધ પ્રવૃત્તિ થઈ છે માટે દેવદ્રવ્યના દુરુપયોગનુંભક્ષણનું પ્રાયશ્ચિત્ત આવે છે.
અહીં એક વાત નોંધનીય છે કે, આલોચનના (પ્રાયશ્ચિત્તના) કેટલાક સ્થાનો એવાં હોય કે, પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં એના ચોખ્ખા અક્ષરો ન લખ્યા હોય છતાં ગીતાર્થો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈ પ્રાયશ્ચિત્ત ગ્રંથોના આધારે
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્ત લેવા આવનારે કયા સંયોગોમાં કેવા ભાવે દોષનું સેવન કર્યું છે, તે જોઈને ગુરુ પ્રાયશ્ચિત્ત આપે છે. એટલે ભગવાને શક્તિ અનુસાર સ્વદ્રવ્યથી પૂજા કરવાની વિધિ બાંધી છે. એમ છતાં પોતાનું દ્રવ્ય સાચવી રાખી દેવદ્રવ્ય વાપરે તો દેવદ્રવ્યનું ભક્ષણ દુરુપયોગ) કર્યું તેમ કહેવાય અને તેનું પ્રાયશ્ચિત્ત ગીતાર્થ ગુરુ આપે.
અહીં ઉલ્લેખનીય છે કે, તે પક્ષ દ્વારા શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોના “તિ દિ દેવદ્રવ્ય...” વાળા પાઠો આગળ કરીને શ્રાવકની જિનપૂજામાં દેવદ્રવ્ય વપરાય એવું જે સમર્થન (તે વર્ગ દ્વારા) કરાય છે. તે સાચું નથી. કારણ કે, ત્યાં સંકલ્પિત દેવદ્રવ્યની વાત છે પરંતુ ભંડારમાં અર્પણ કરેલ કે ઉછામણી દ્વારા સંઘને અર્પણ કરેલ શુદ્ધ દેવદ્રવ્યની વાત નથી અને આવું માનવાના પ્રબળ કારણો પણ છે. સંકાશનું ઉદાહરણ, એ પાઠોના આજુબાજુના સંદર્ભો અને વિક્રમની ૧૯-૨૦મી સદીમાં આયોજાયેલા શ્રમણસંમેલનોએ કરેલા ઠરાવો પણ એવું જ જણાવે છે. વિ.સં. ૨૦૪૪ પૂર્વે કોઈપણ પૂ.ગીતાર્થ આચાર્ય ભગવંતોએ શુદ્ધદેવદ્રવ્યમાંથી જિનપૂજા, મહાપૂજા, સ્નાત્ર આદિ ધર્માનુષ્ઠાન કરવાનું કહ્યું નથી.
તદુપરાંત, ઉપદેશપદ-શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોમાં જણાવેલી વિગતોમાં જે વિવેક કરવાની જરૂર છે, તે આગળ એક સ્વતંત્ર પ્રકરણપમાં જણાવેલ છે તથા ત્યાં સામેવાળા પક્ષ દ્વારા “સંકાશ શ્રાવકના ઉદાહરણમાં તથા વસુદેવહિંડી અને મૂલશુદ્ધિપ્રકરણ આદિ ગ્રંથોના પાઠોમાં અધૂરા સંદર્ભો આપીને જે મુગ્ધજનોને ગેરમાર્ગે દોરવાનો કૂટપ્રયત્ન કરાયો છે તે પણ જોઈશું. – હવે તેમને જ જાહેર આહાનઃ
(નોંધઃ અમારા પક્ષને વારંવાર જાહેર આહ્વાન આપનારા એ વર્ગને અમારું પણ જાહેર આહ્વાન છે. ધા.વ.વિ. પુસ્તકના લેખકશ્રી તો હાલ આપણી વચ્ચે વિદ્યમાન નથી. તેથી તે પુસ્તકના પરિશિષ્ટકાર અને તેમના શિષ્ય વર્ગને-સમુદાયને અમારું જાહેર આહાન છે કે, નીચેના પ્રશ્નોનો
Page #208
--------------------------------------------------------------------------
________________
. - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
પ્રકરણ
૧૫૩
જાહેરમાં શાસ્ત્રધારે જવાબો આપે !)
(૧) “જો શ્રાવકે પોતાના જિનપૂજાદિ કર્તવ્યો સ્વદ્રવ્યથી ન કરવા હોય, તો પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ જરૂર કરવા” - આવું જણાવનારો કોઈ શાસ્ત્રપાઠ તમારી પાસે છે ?
(૨) ધા.વ.વિ.ના લેખકશ્રી જણાવે છે કે, દેવદ્રવ્યમાંથી પૂજાદિ થઈ શકે અને પૂજારીને પગાર આપી શકાય આવા ઢગલાબંધ શાસ્ત્રપાઠો મળ્યા છે, તો તેમાંનો એકાદ શાસ્ત્રપાઠ (સંકલ્પિત દેવદ્રવ્યની વ્યવસ્થાના શાસ્ત્રપાઠ સિવાયનો એકાદ શાસ્ત્રપાઠ) પણ બતાવી શકશો ? કે જે જિનપૂજાની વિધિમાં આવતો હોય ?
(૩) પૂર્વકાલીન કોઈપણ સુવિહિત મહાપુરુષે શ્રાવકોને દેવદ્રવ્યથી જિનપૂજાનું કર્તવ્ય થઈ શકે, એવો ઉપદેશ આપ્યો હોય, એનો પૂરાવો છે ?
(૪) તમે જે મહાપુરુષોના પત્રોની વાત કરો છો, તે પત્રો કઈ સાલમાં લખાયેલા છે ? તે જણાવશો.
(૫) એ મહાપુરુષોના પત્રો મહાપુરુષોના કાળધર્મ પછી જ કેમ પ્રગટ કરવા પડ્યા ? તેઓશ્રીની હાજરીમાં કેમ નહીં ? તે જણાવશો ?
(૬) જો એ મહાપુરુષોની એવી માન્યતા હતી, તો તેઓશ્રીની હાજરીમાં તેઓશ્રીએ પોતે જ એવી પ્રરૂપણા કેમ ન કરી ? સંઘોને એવો ઉપદેશ કેમ ન આપ્યો ? અને પૂર્વકાલીન સુવિહિત પરંપરાને જ કેમ વળગી રહ્યા ?
(૭) ‘શ્રાવક સ્વપૂજાનું કર્તવ્ય દેવદ્રવ્યથી પણ કરે અને સ્વદ્રવ્ય સાચવી રાખે તો પણ તેનું સમ્યક્ત્વ નિર્મળ થાય ?” આવું તમે કહો છો, તેમાં શાસ્ત્રાધાર શું છે ?
(૮) ગૃહમંદિરવાળો શ્રાવક ગૃહમંદિરમાં ચઢાવેલા ફળ-નૈવેદ્ય આદિ પોતાના ઉપભોગમાં લે તો, તેને તેનું કયું પ્રાયશ્ચિત્ત આવે ?
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્ય ભક્ષણનું કે અદત્તાદાન (ચોરી)નું ?
(૯) તમે કહો છો કે, “કરોડપતિ શ્રાવક કૃપણતાના કારણે ભગવાનની પૂજાનું સ્વકર્તવ્ય દેવદ્રવ્યથી કરે તો તેને પોતાના ધન ઉપરથી મૂર્છા ઉતારવાનો લાભ ન મળે પણ પ્રભુભક્તિની ભાવનાથી પોતાનું સમ્યક્ત્વ નિર્મલ કરવાનો લાભ મળે”- આ તમારા વિધાનમાં શાસ્ત્રપાઠ શું છે ?
(૧૦) લક્ષ્મીવતી શ્રાવિકાએ ઉજમણાદિ ધર્માનુષ્ઠાનોમાં દેવદ્રવ્યાદિના ઉપકરણો ઓછાં નકરો આપી વાપર્યા, એમાં એને ભવાંતરમાં દુ:ખો ભોગવવાં પડ્યાં ? તેમાં કયો દોષ નિમિત્ત બન્યો ?૧ (૧૧) સ્વદ્રવ્યને ઘરમાં રાખી-ભોગમાં વાપરી સ્વકર્તવ્યરૂપ જિનપૂજાનું કાર્ય દેવદ્રવ્યથી કરે તો શ્રાવકને સમ્યક્ત્વ નિર્મલ થાય અને સ્વદ્રવ્ય ઘરમાં રાખવાનો દોષ ન લાગે, તે કયા ગ્રંથના આધારે કહો છો ? (૧૨) સ્વદ્રવ્યથી કરવા યોગ્ય કાર્ય દેવદ્રવ્યથી કરી લે અને સ્વદ્રવ્ય ઘરમાં
१. देवसत्कं वादित्रमपि गुरोः सङ्घस्यापि चाग्रे न वाद्यं, केचित्तु आहुः -पुष्टालम्बने बहुनिष्क्रयार्पणपूर्वकं व्यापार्येऽपि । यतो मूल्लं विणा जिणाणं उवगरणं चमरछत्तकलसाइ । जो वावर मूढो नियकज्जे सो हवइ दुहिओ ॥ स्वयं च व्यापारयता जातु भङ्गे उपकरणस्य स्वद्रव्येण नव्यं समारचनम्
स्वगृहदीपश्च देवदर्शनार्थमेव देवाग्रे आनीतोऽपि देवसत्को न स्यात् पूजार्थमेव देवाग्रे मोचने तु देवसत्क एव परिणामस्यैव प्रामाण्यात् । [ श्राद्धविधि प्रथमप्रकाश ]
અર્થ : દેવસંબંધી વાજીંત્રો પણ ગુરુમહારાજ કે સંઘની આગળ ન વગાડાય. કેટલાક તો કહે છે કે, પુષ્ટઆલંબન (આગાઢ કારણ) હોતે છતે ઘણો નકરો આપવાપૂર્વક વાજીંત્ર વાપરી શકાય. કારણ કે, મૂલ્ય આપ્યા વિના ભગવાનના ઉપકરણો ચામર-છત્ર-કળશ વગેરે જે મૂઢ જીવ પોતાના કાર્યમાં વાપરે તો તે દુઃખી થાય અને કદાચ ઉપકરણ વાપરતાં પોતાના હાથે ભાંગી (તૂટી) જાય તો પોતાના પૈસાથી નવું બનાવરાવે.
અને પોતાના ઘરનો દીવો ભગવાનના દર્શન માટે જ જો ભગવાનની આગળ લાવેલો હોય, તો તે દેવસંબંધી ન ગણાય પરંતુ પૂજા માટે દેવની આગળ મૂકવામાં આવેલો હોય, તો તે દેવસંબંધી જ ગણાય. કેમ કે, અહીં પરિણામ જ પ્રમાણભૂત મનાય છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૫૫ રાખે-ભોગમાં વાપરે, તો દેવદ્રવ્યનો ખોટો ઉપયોગ કરવાનો
દોષ લાગે કે નહીં? (૧૩) ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રીએ પોતાના “આંધી આવી
રહી છે” પુસ્તકમાં “તે વખતે દેવદ્રવ્યોમાંથી પૂજારીના પગાર વગેરે ચાલું થઈ જશે. ધર્માદાનું મફત વાપરનારો આ રીતે અંતે તો દેવદ્રવ્યના ભક્ષણનો જ ભાગી બનશે” - આવી જે દેવદ્રવ્યના ભક્ષણની આપત્તિ બતાવી છે, તે ક્યા એંગલથી બતાવી છે?
તેમની એ વાત શાસ્ત્રસાપેક્ષ છે કે શાસ્ત્રનિરપેક્ષ? (૧૪) સ્વપ્નાદિકની ઉછામણીની રકમને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું
કયા શાસ્ત્રમાં લખ્યું છે? શાસ્ત્રપાઠ આપશો ? (૧૫) સ્વપ્નાદિકની ઉછામણી શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય? (૧૬) સ્વપ્નાદિકની ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રયોજાયેલી છે કે
સંઘમાં થતા કુસંપને નિવારવા માટે કે જિનાલયના જિનપૂજાની સામગ્રી આદિ કાર્યોના નિર્વાહ માટે પ્રયોજાયેલી છે? તેમાં શાસ્ત્ર
અને સુવિહિત પરંપરા શું કહે છે? (૧૭) “વિચાર સમીક્ષા” અને “વિજય પ્રસ્થાન” પુસ્તકમાં નોંધાયેલા
વિધાનો (૧૯૭૬'ના સંમેલનનો બીજો ઠરાવ) સં. ૨૦૪૪ પછી
જ કેમ યાદ આવ્યા? (૧૮) “શક્તિસંપન શ્રાવક ભાવના સંપન ન હોય તો દેવદ્રવ્યથી પૂજા
કરી શકે?” - આવો શાસ્ત્રપાઠ તમારી પાસે છે? (૧૯) સ્વદ્રવ્ય બચાવીને દેવદ્રવ્યથી પૂજા જેવું ઉત્તમ કાર્ય પતાવવાની
વૃત્તિવાળાને અવજ્ઞા-અનાદર આદિ દોષો લાગે કે નહીં? (૨૦) પ્રભુસમક્ષ મૂકેલા ભંડારમાં મૂકાયેલા પૈસા વગેરેને તમે કયા
પ્રકારના દેવદ્રવ્યમાં ગણો છો? (૨૧) ધા.વ.વિ.ની પ્રથમ આવૃત્તિમાં ભંડારની આવક પૂજા દેવદ્રવ્યમાં
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ગણી હતી અને પછીની આવૃત્તિઓમાં ભંડારની આવકનો ક્યાંયે ઉલ્લેખ નથી? આવું શા માટે ? (લેખક તો હાલ નથી. પણ
પરિમાર્જકશ્રીઓ છે. તેમણે આ જવાબ આપવો જોઈએ.) (૨૨) ષોડશકજી ગ્રંથમાં ધર્માનુષ્ઠાન કાળે શ્રાવકને સ્વદ્રવ્યમાં પરદ્રવ્ય
જોડવાની ના પાડી છે અને કોઈપણ કારણસર જોડાયેલું હોય તો
તેની બીજા સમક્ષ યોગ્ય જાહેરાત કરવાનું કહ્યું છે - તે શા માટે? (૨૩) ગ્રંથોમાં ન્યાયવિધિશુદ્ધતા પૂર્વકની પૂજા અને વિભવાનુસારી પૂજા
જણાવતાં ગ્રંથકારોએ શાનો શાનો વ્યવચ્છેદ કર્યો છે? (૨૪) “વદે દેવપૂજ્ઞાડપિ વચ્ચેવ યથાશક્તિ ર્યો ” આ
શ્રાદ્ધવિધિનું વિધાન ગૃહમંદિરવાળા શ્રાવક માટે છે, તેવું કયા
આધારે કહો છો? (૨૫) ૨૦૪૪' પૂર્વે તમે “સ્વદ્રવ્યથી જ જિનપૂજા” આવું તમામ શ્રાવકોને
ઉદ્દેશીને ઉપદેશ આપતા હતા, તે કોના આધારે આપતા હતા? અને એમાં સૂચિત જ કારથી કોનો વ્યવચ્છેદ કરતા હતા? ધા.વ.વિચારના લેખકશ્રીએ તો પોતાના પુસ્તકમાં પરદ્રવ્ય અને દેવદ્રવ્યની બાદબાકી કરી “સ્વદ્રવ્યથી જ જિનપૂજા'ની વિધિ બતાવી છે, તે તમને માન્ય છે કે નહીં? જિનપૂજા અંગે ઊભા કરેલા પ્રશ્નોના સમાધાન અને મોટાભાગના કુતર્કોની સમાલોચના કરીને અહીં આ પ્રકરણની હવે પૂર્ણાહુતિ કરીશું. ૦ સાધારણ દ્રવ્ય પણ ગમે તેમ વાપરવાનું નથીઃ
શાસ્ત્રોમાં સાધારણ દ્રવ્યને વાપરવાની પણ એક ચોક્કસ મર્યાદા બતાવી છે. શ્રાદ્ધવિધિ અને સંવેગરંગશાળા ગ્રંથમાં તે અંગે નીચે મુજબની વ્યવસ્થા બતાવવામાં આવી છે.
(૧) શ્રાદ્ધવિધિનો પાઠ - साधारणमपि द्रव्यं सङ्घदत्तमेव कल्पते व्यापारयितुं न त्वन्यथा ।
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૪: શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૫૭ અર્થ :- સાધારણનું દ્રવ્ય પણ સંઘે આપેલું જ વાપરવા માટે કહ્યું. અન્યથા ન કલ્પ.
(૨) શ્રાદ્ધવિધિનો પાઠઃ
सङ्केनापि सप्तक्षेत्रीकार्य एव व्यापार्यं न मार्गणादिभ्यो देयम् (સાધારVદ્રવ્ય)
અર્થ - સંઘે પણ સાધારણદ્રવ્ય સાતક્ષેત્રના કાર્યમાં જ વાપરવું. પરંતુ યાચક વગેરેને ન આપવું.
(૩) શ્રાદ્ધવિધિનો પાઠ (પૃ.-૭૮)
चैत्यशालाप्रणाल्याद्यागतजलाद्यपि च स्वकार्ये किमपि न व्यापार्यं, देवद्रव्यवत् तदुपभोगस्यापि दुष्टत्वात् ।
અર્થ - ચૈત્યશાળા (દેરાસર)ની નીક આદિથી આવેલું પાણી વગેરે પણ પોતાના કાર્યમાં જરા પણ ન વાપરવું. દેવદ્રવ્યની જેમ એ જલાદિનો ઉપભોગ પણ દુષ્ટ (દુષ્ટવિપાકવાળો) છે.
(૪) સંવેગરંગશાળાનો પાઠઃ- जिणभवणं, जिणबिम्बं तह जिणबिम्बाणपूयणं तइयं । जिणपवयणपडिबद्धाइं पोत्थयाणि य पसत्थाई ॥२७७६॥ निव्वाण साहग गुणाण साहग साहूणो य । समणीओ सद्धम्मगुणाऽणुगया, सुसावगा साविगाओ तहा ॥२७७७॥ पोसहसाला दंसणकज्जं वि, तहाविहं भवे किंपि । एवं दसठाणाई साहारणदव्वविसओ त्ति ॥२७७८॥
અર્થ :- દહેરાસર, જિનેશ્વરભગવંતની પ્રતિમા, તથા ત્રીજી જિનબિંબોની પૂજા, જિનેશ્વર ભગવંતોના વચન જેમાં ગુંથાયા છે તેવા સુંદર પુસ્તકો, મોક્ષસાધક એવા ગુણોના સાધક સાધુભગવંતો, સાધ્વીજી ભગવંતો, સુશ્રાવકો તથા સુશ્રાવિકા, પૌષધશાલા અને તેવા પ્રકારનું કોઈપણ સમ્યગ્દર્શનનું કાર્ય (સ્થાન) : આ ૧૦ સ્થાનકો સાધારણદ્રવ્યના
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વિષયો છે.
(५) संवेगरंगाबानो पा8 :
अणहं जिणिंदभवणं अणहं जिणबिम्बमवि परं किंतु । न कुओ वि पत्तयामेत्तमवि तहिं किंपि पूयंगं ॥२८१८॥ होइ त्ति सयं दर्दू, पुव्वुत्तविहीए अहव सोऊणं । तो मेलिय सव्वेऽवि हु, तप्पूरगामाइमयहरगे ॥२८१९॥ साहू व सावगो वा, सुनिऊणवयणेहिं पनवेज्ज जहा । इह तुम्हे चेव परं, एक्के धन्ना न अन्ने उ ॥२८२०॥ जाण किर सन्निवेसे, इयरुवाइं विचित्तभत्तीणि । दीसंत्ति कित्तणाई, मणोहराई तहन्नं च ॥२८२९॥ सव्वेवि पूयणिज्जा, सम्मं सव्वेवि वंदणिज्जा य । सव्वेवि अच्चणिज्जा, तुम्हाणं देवसंघाया ॥२८२२॥ तह कीस इह न संपइ, पूया जुत्तं न चेव तुम्हाणं पूर्वतरायकरणं, देवाणेमाइएहिं च ॥२८२३॥ वयणेहिं ते सम्मं, उवरोहेज्जा अणिच्छमाणेसु । अन्नतो पूयाऽसंभवे य साहारणं पि धणं ॥२८२४॥ दाउं तत्थावासियमालागाराइ लोयहत्थेण । पूयं धूवं दीवं च, संखसदं च कारेज्जा ॥२८२५॥
अर्थ :- छिनेश्वर मंदिर सुंदर छे. नलिन पनिष (पवित्र) છે. પરંતુ ક્યાંયથી પણ પત્રિકા (થાળી) જેટલી પણ પૂજાની સામગ્રી ત્યાં નથી. (૨૮૧૮) આ પ્રમાણે સ્વયં જોયેલું અને આગળ કહેવાયેલી વિધિને સાંભળીને તે નગર-ગામ આદિના મુખ્ય માણસોને ભેગા કરીને. (૨૮૧૯) સાધુ અથવા શ્રાવક (અતિચતુર) હોંશીયારીપૂર્વકના વચનો વડે જણાવે છે, અહીં તમે લોકો જ એક ધન્ય છો બીજા કોઈ નથી. (૨૮૨૦) કે તમારા સન્નિવેશમાં આવા સુંદર સ્વરૂપવાળા, વિવિધપ્રકારની ભક્તિ કરવા લાયક, કીર્તન કરવા યોગ્ય મનોહર જિનમંદિરો છે અને બીજી વાત એ કે (૨૮૨૧) તમારે બધાએ આ સર્વે પ્રતિમાજીના સમૂહને સમ્યક્ રીતે પૂજવા જોઈએ, સારી રીતે વંદન કરવા જોઈએ અને સારી રીતે અર્ચન કરવું જોઈએ. (૨૮૨૨) તો પછી હમણાં આ જિનમંદિરમાં કેમ પૂજા થતી નથી ?
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ -૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૫૯ ભગવાનની પૂજાનો અંતરાય કરવો, તે તમને યોગ્ય નથી. (૨૮૨૩) તે શ્રાવકો અથવા સાધુઓ સારી રીતે નગરના માણસોને પૂજા માટે ખૂબ આગ્રહ કરે. આગ્રહ કરવા છતાં જો ન ઈચ્છે તો બીજી રીતે પૂજા ન થઈ શકે તેમ હોય તો, સાધારણનું પણ ધન. (૨૮૨૪) આપીને ત્યાં રહેતા માળી આદિના હાથ વડે પૂજા, ધૂપ અને દીવો તથા (શંખનો અવાજ કરાવે) શંખ ફૂંકાવે.
ટિપ્પણી :
(૧) જો સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવા અંગેની આટલી બધી શાસ્ત્રીય મર્યાદાઓ હોય અને તેનો ગમે તેમ વ્યય કરવાનો નિષેધ હોય, તો દેવદ્રવ્ય માટે તો પૂછવાનું જ શું હોય ! એટલે સ્વદ્રવ્યથી કરવાના કર્તવ્યો તો દેવદ્રવ્યથી કરવાની વાત જ ઊભી રહેતી નથી. તે વાચકો સ્વયં સમજી શકે છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય
અંગેના પાઠોનું રહસ્ય ઉપોદ્દાતઃ
ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના લેખકશ્રી અને દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકના લેખકશ્રી તથા અન્ય સાહિત્યના લેખકશ્રીઓ પોતાની “દરેક કક્ષાના શ્રાવકોને દેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે” – આ માન્યતાના સમર્થનમાં ઉપદેશપદ-શ્રાદ્ધદિનકૃત્ય-શ્રાદ્ધવિધિ-દર્શનશુદ્ધિ પ્રકરણ, દ્રવ્યસપ્તતિકા-વસુદેવહિંડી વગેરે ગ્રંથોના “ક્ષતિ દિ રેવદ્રવ્ય" ઇત્યાદિ શાસ્ત્રપાઠો આગળ કરે છે અને ધા.વ.વિ. પુસ્તકના પરિશિષ્ટરમાં આ ગ્રંથોના શાસ્ત્રપાઠો ઉપર અપૂર્વ (1) પ્રકાશ પાથરવાનો પ્રયાસ કર્યો છે અને સ્વાભિમતના સમર્થનમાં ખૂબ દલીલો કરી છે.
સં. ૧૯૭૬ આદિના શ્રમણસંમેલનના સૂત્રધાર પૂજ્યોને એ ગ્રંથોના એ શાસ્ત્રપાઠો જોઈને જે તત્ત્વનિર્ણય નહોતો થયો, એવો અપૂર્વ તત્ત્વનિર્ણય (?) એમાંથી પોતાને થયો છે, એવો પરિશિષ્ટકાર અને લેખકશ્રીનો દાવો છે. પરંતુ તેમનો એ દાવો પોકળ છે.
અહીં મહત્ત્વની વાત તો એ છે કે, લેખકશ્રી અને પરિશિષ્ટકારશ્રીએ સંકલ્પિત અને સમર્પિત દેવાદિ સંબંધી દ્રવ્યના શાસ્ત્ર અને પરંપરાથી (પૂજ્ય સુવિહિત મહાપુરુષોની પરંપરાથી) સિદ્ધ ભેદોને ભૂસીને તથા તે તે ગ્રંથના શાસ્ત્રપાઠોનાઆજબાજુના સંદર્ભોને ભવ્યાત્માઓથી છૂપાવીને તેમને ગેરમાર્ગે દોરવાનું ભયંકર કુકૃત્ય કર્યું છે અને શ્રાવક-શ્રાવિકાને દેવદ્રવ્યના ભક્ષણવિનાશના મહાપાપમાં ધકેલી દેવાની ફૂટીલ ચાલ ચાલ્યા છે.
વાસ્તવિકતા તો એ છે કે, સં. ૨૦૪૪ના સંમેલન પૂર્વે થઈ ગયેલા કોઈપણ સુવિહિત મહાપુરુષોએ એ ગ્રંથોના શાસ્ત્રપાઠોને આગળ કરીને દેવદ્રવ્યસામાન્યથી શ્રાવકને જિનપૂજા કરવાનો માર્ગ ખુલ્લો કરી આપ્યો નથી. છતાં પણ લેખકશ્રી – પરિશિષ્ટકારશ્રીએ અમુક મહાપુરુષોને પણ
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ
૫ ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય
૧૬૧
એમાં સંડોવવાની કોશિષ કરી છે. તેમના સર્વે અઘટિત કૃત્યોને આ પ્રકરણમાં ખુલ્લા કરીશું.
અહીં ઉલ્લેખનીય છે કે, શ્રાવકે દેવના કાર્યમાં વા૫૨વાના સંકલ્પ સાથે અલગ રાખેલું કે સંઘને આપેલું સંકલ્પિત દેવદ્રવ્ય તથા ભગવાનના ભંડારમાં અર્પણ કરેલ અને દેવભક્તિ સ્વરૂપે થયેલી ઉછામણીની રકમ સ્વરૂપ સમર્પિત-અર્પિત દેવદ્રવ્ય : આ બંનેના વહીવટમાં ભેળસેળ ન થાય અર્થાત્ સમર્પિત દેવદ્રવ્ય = શુદ્ધ-પ્રસિદ્ધ દેવદ્રવ્ય અને સંકલ્પિત દેવદ્રવ્ય (કે જે વાસ્તવમાં શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે, તે સંકલ્પિત દેવદ્રવ્ય)ના વહીવટમાં ભેળસેળ ન થઈ જાય અને દેવદ્રવ્યના નામ માત્રથી લોકોમાં ભ્રાન્તિ ઊભી ન થાય એ માટે જ ‘સંકલ્પિત દેવદ્રવ્ય’ને જ ‘જિનભક્તિ સાધારણ’ કે ‘દેવકું સાધારણ’ એવું નામ ગીતાર્થ પુરુષોએ આપ્યું છે. એટલે વાસ્તવમાં એ સાધારણનું જ ફંડ છે. છતાં પણ દેવના જ કાર્યમાં વા૫૨વાના અને તે સિવાયના કાર્યમાં ન વાપરવાના સંકલ્પવાળું હોવાથી સંકલ્પિત દેવદ્રવ્ય પણ કહેવાય છે. દ્રવ્યસપ્તતિકા ગ્રંથની અવસૂરિથી આવો ભેદ સિદ્ધ છે જે આપણે પૂર્વે જોયેલ જ છે.
અહીં બીજી એક વાત ખાસ નોંધનીય છે કે, શ્રાવકની જિનપૂજાની વિધિ દર્શાવતા શ્રાદ્ધવિધિ-દ્રવ્યસપ્તતિકા-શ્રાદ્ધદિનકૃત્ય-પંચાશકપ્રકરણષોડશક પ્રકરણ-લલિત વિસ્તરા વગેરે ગ્રંથોની ઋદ્ધિમાન-મધ્યમ અને નિર્ધન શ્રાવક માટેની પૂજાવિધિ માટેના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને પૂર્વનિર્દિષ્ટ પાઠોનો વિચારવિમર્શ ક્યારેય ન થઈ શકે. એ નિર્દેશને અનુકૂળ જ વિચારણા કરી શકાય. તદુપરાંત, માત્ર પરસ્પર વિચારણા રૂપે થયેલા પત્રવ્યવહારોને નિર્ણયરૂપે ચારેય મૂકી શકાય નહીં. સંઘ કે વ્યક્તિને માર્ગદર્શનરૂપે લખાયેલા પત્રોની જરૂરથી નિર્ણય લેતી વખતે નોંધ લઈ શકાય છે.
→ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાએ “સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્ય ગણવું કે સાધારણ દ્રવ્ય ગણવું ? તથા સ્વપ્નદ્રવ્યની અમુક ટકા રકમ સાધારણમાં
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અને અમુક ટકા રકમ દેવદ્રવ્યમાં લઈ શકાય કે નહીં?” - આવા પ્રશ્નો સંઘમાં ઉપસ્થિત થયા હતા ત્યારે વિ.સં. ૧૯૯૪ની સાલમાં મુંબઈશાંતાક્રુઝ મળે સુશ્રાવક જમનાદાસભાઈને માર્ગદર્શનરૂપે લખેલો પત્ર એ પૂજયપાદ પ્રેમસૂરિદાદાની માન્યતાને પ્રગટ કરે છે. કારણ કે, એ માર્ગદર્શનરૂપે લખાયેલો હતો. - જયારે ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં છપાયેલો “મધ્યસ્થ સંઘ” ઉપર લખાયેલો પૂજયપાદ પ્રેમસૂરિદાદાનો પત્ર, કે જેને તેઓ પુજયપાદશ્રી દ્વારા લખાયેલો છે, એમ પ્રચારીગણાવી રહ્યા છે. તે પત્રની સાચી હકીકત જાણવામાં આવશે તો તે પણ માર્ગદર્શનરૂપે લઈ ન શકાય તે સમજી શકાય છે. વાસ્તવમાં તો એવો કોઈ પત્ર સ્વર્ગસ્થ મહાપુરુષે મધ્યસ્થ સંઘને લખ્યો નથી. વિચારણારૂપે લખાયેલા એ પત્રમાં કેટલાક ફેરફારો કરવાના બાકી હતા, ત્યાં મધ્યસ્થ સંઘનો નિર્ણય બદલાઈ જતાં, પત્ર મોકલાયો જ નહોતો. આમ છતાં લેખકશ્રી એમ કહેતા હોય કે, એ પત્ર મોકલાયો હતો, તો તે વખતે મધ્યસ્થ સંઘના રેકાર્ડમાંથી એ પત્ર કાઢી બતાવવાની માંગણી કરવામાં આવી હતી. તે માંગણી લેખકશ્રીએ કે તે વર્ગે આજસુધી પૂરી કરી નથી. તે જ સિદ્ધ કરે છે કે, એવો પત્ર મોકલાયો જ નહોતો. આથી પત્રોના નામે ચાલતા અપપ્રચારથી કોઈએ ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. બાકી તો પૂજ્યપાદશ્રીની દેવદ્રવ્ય અંગેની માન્યતાથી સૌ કોઈ પરિચિત જ છે અને પરિશિષ્ટ-રમાં આપેલા સત્તાવાર પત્રો જોવાથી પૂજય મહાપુરુષોની માન્યતા સુપેરે સમજાઈ જશે. “મધ્યસ્થ સંઘ” ઉપરના કહેવાતા પત્રની વિશેષ સાચી વિગતો પરિશિષ્ટ નં-૯માંથી જોવા ભલામણ.
- વળી, પ્રસ્તુત પરિપ્રેક્ષ્યમાં બીજો એક મહત્ત્વનો ખુલાસો એ છે કે, પૂજયપાદ આચાર્ય દેવેશ પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને પૂજયપાદ આચાર્ય દેવેશ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અર્થાત્ ગુરુ-શિષ્યની દેવદ્રવ્યના વિષયમાં માન્યતા અલગ-અલગ હતી, એવો અપપ્રચાર પણ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૬૩
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય જે વર્ગ ચલાવે છે, તે પાયા વિનાનો છે. તેમાં નીચેના પૂરાવા પર્યાપ્ત છે. (૧) વિ.સં. ૨૦૨૦માં બૃહદ્ મુંબઈમાં સ્વપ્ન વગેરેના ચઢાવાની
બોલીને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાની હિલચાલ ચાલતી હતી, ત્યારે તે હિલચાલને પૂ.આ.ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે અટકાવી હતી અને એવો ખોટો નિર્ણય થવા દીધો નહોતો. એ વખતે પૂજ્યપાદ આ.ભ.શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના પ્રભાવક શિષ્યરત્નના એ કાર્યને અટકાવ્યું
નહોતું, પરંતુ સમર્થન આપ્યું હતું. (૨) પૂર્વનિર્દિષ્ટ વિવાદમાં “સ્વપ્નદ્રવ્ય” અંગે થયેલા પત્રવ્યવહારમાં
ગુરુ-શિષ્ય બંનેના પત્રો એકસમાન શૈલીમાં લખાયેલા જોવા મળે
છે. તે પરિશિષ્ટ-રમાં આપેલાં છે. (૩) કાચા ખરડારૂપે મધ્યસ્થસંઘને લખાયેલા પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાના
પત્રમાં “શ્રાવકની જિનપૂજાની જે વિધિ દર્શાવી છે. તે જ પ્રમાણેની વિધિ “ચારગતિનાં કારણો' પુસ્તકમાં જણાવવામાં આવી છે. આ પણ ગુરુ-શિષ્યની માન્યતામાં સમાનતા બતાવે છે. ગુરુવર્યનો શિષ્ય ઉપરના વિશ્વાસને પ્રગટ કરતો મહત્ત્વનો પુરાવો તો પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાનો “
દિવ્યદર્શન મુખપત્ર'માં છપાવેલો પત્ર છે. (દિવ્યદર્શન, વર્ષ-૧૦, અંક-૩૫, શનિવાર, તા. ૨-૬૧૯૬૨, પૃ.-૧) પ્રમોદભાવનાના માહોલમાં પ્રકાશિત થયેલ એ પત્ર અવશ્ય પઠનીય છે. પૂ.આ.ભ.શ્રી.વિ.પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ (મધ્યસ્થ સંઘને જણાવવા) પોતાના અભિપ્રાયનો કાચો મુસદ્દો તૈયાર કરાવી તેમાં સુધારા-વધારા સૂચવવા અંગે પોતાના શિષ્યરત્ન પૂ.આ. શ્રીરામચંદ્રસૂરિમાને (જે ત્યારે દિલ્લી તરફના વિહારમાં હતા, તેમને) મોકલ્યો. તેઓએ તેમાં ઘણા સુધારા-વધારા સૂચવતો પત્ર લખી
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા મોકલ્યો હતો. ત્યારે પૂજયપાદ પ્રેમસૂરિદાદા વતી પં.શ્રી ભાનવિજયજી મ. સાહેબે પત્રની પહોંચ લખતા જણાવ્યું હતું કે,
જે મધ્યસ્થ સંઘને લખવા ધારેલો ઉત્તર, તેના ઉપર સુધારા-વધારાનો તમારોપત્ર મળ્યો હતો, પણ અહીંમધ્યસ્થ સંઘેહાલ એ પ્રશ્ન મુલતવી રાખ્યો. કેમકે, પેઢીએએપ્રશ્ન માથે લઈ લીધો છે. તેથી હવે એઉત્તરની વિશેષતા ન ગણાય, છતાં એમાં સુધારા કરીને એ ઉત્તર એમને આપીશું.”
– અહીં ગુરુવર્યનો શિષ્ય ઉપરનો વિશ્વાસ સ્પષ્ટ જોવા મળે છે. આ અંગેની વિશેષ વિગત પરિશિષ્ટ-૯માં જોવી.
અગત્યનો ખુલાસો-૧ : “ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં પૂ. સાગરજી મહારાજ સાહેબ પણ પોતાની તરફેણમાં છે એવો પ્રચાર કરાયો છે. તે વાત તેમની સાચી નથી. તે પૂ.સાગરજી મ.સા.ના સિદ્ધચક્રઆગમજ્યોત વગેરેમાં થયેલા લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે. તેનું સંકલન કરી પરિશિષ્ટ-૨૦માં આપવામાં આવેલ છે.
૦ અગત્યનો ખુલાસો-૨ : પૂર્વે જે “મધ્યસ્થ સંઘ” ઉપર લખાયેલા પત્રની વિગત ચર્ચા હતી. તેમાં “મધ્યસ્થ બોર્ડના ટ્રસ્ટી શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીની દેવદ્રવ્ય-સાધારણ દ્રવ્ય અંગેની માન્યતા શું હતી, તે જાણવા જેવી છે. અમે તે પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. દ્વારા લિખિત પુસ્તક “સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ” પુસ્તકના પૃ. ૯૪-૯૫૯૬ ઉપરથી લઈને તેનો સમાવેશ પરિશિષ્ટ-૨૦માં કર્યો છે.
– આથી પત્રો આદિની વિગતોના અપપ્રચારથી કોઈએ પણ ભ્રમમાં પડવાની જરૂર નથી. અહીં પ્રાસંગિક કેટલીક વાતો કરી. હવે તે તે ગ્રંથોના શાસ્ત્રપાઠો અંગે ક્રમશઃ વિચારીશું. તે પક્ષની માન્યતા:
ઉપદેશપદ આદિ ગ્રંથોના પાઠો અંગે વિચારણા કરતાં પૂર્વે તે પક્ષની માન્યતા જોઈ લઈએ -
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ : ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય → તેઓ પોતાની માન્યતામાં જણાવે છે કે -
‘ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા, દર્શનશુદ્ધિ, વસુદેવહિંડી, મૂલશુદ્ધિ પ્રકરણ વગેરે ગ્રંથોના શાસ્ત્રપાઠો દેવદ્રવ્યથી (અર્થાત્ દેવદ્રવ્યના પેટાભેદોનો વિચાર કર્યા વિના દેવદ્રવ્યસામાન્યથી) શ્રાવક જિનપૂજા કરી શકે તેવું જણાવનારા છે. આથી અમે કહીએ છીએ કે, શ્રાવક દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરી શકે છે.” ♦ શાસ્ત્ર અને પરંપરા મુજબનો માર્ગ :
→ અહીં ઉલ્લેખનીય છે કે -
૧૬૫
(૧) શ્રાવકોએ પ્રભુભક્તિના સંકલ્પથી અલગ કાઢેલા કે શ્રીસંઘને આપેલા દ્રવ્યથી (કે જે શાસ્ત્ર અનુસારે દેવદ્રવ્ય કહેવાય છે, તે પ્રકારના સંકલ્પિત દેવદ્રવ્યથી) શ્રીજિનપૂજા થઈ શકે છે, એવું જો તે પક્ષ માનતો હોય, તો એ તો અમને પણ માન્ય છે.
(૨) શ્રાવકોએ પ્રભુ સમક્ષ ભંડારમાં મૂકેલા પૈસાથી અને પ્રભુભક્તિ સ્વરૂપે બોલાતી બોલીની રકમથી (કે જે શાસ્ત્રાનુસારે સમર્પિત દેવદ્રવ્ય અને વર્તમાનમાં એને પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્ય કહેવાય છે, તે શુદ્ધ દેવદ્રવ્યથી) શ્રીજિનપૂજા થઈ શકે છે, એવું જો તે પક્ષ માનતો હોય, તો તે અમને માન્ય નથી. કારણ કે, એમાં પૂર્વે જણાવ્યા મુજબ શાસ્ત્ર અને પરંપરાનો વિરોધ આવે છે.
(૩) પૂર્વનિર્દિષ્ટ ઉપદેશપદ આદિ ગ્રંથોના શાસ્ત્રપાઠોમાં દેવદ્રવ્ય સામાન્યથી (સંકલ્પિત અને સમર્પિત એમ બંને પ્રકારના દેવદ્રવ્યથી) કરી શકાતાં કૃત્યો (કાર્યો) બતાવેલા છે. આથી કયા પ્રકારનાં કૃત્યો સંકલ્પિત દેવદ્રવ્યથી કરવાં અને કયા પ્રકારના કૃત્યો સમર્પિત દેવદ્રવ્યથી કરવાં, એનો વિવેક કરવો આવશ્યક છે.
(૪) એવો વિવેક કરવાની આવશ્યકતા ઊભી થાય ત્યારે સુવિહિત પરંપરા શું જણાવે છે, તે પણ જોવું પડે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(૫) સુવિહિત પરંપરા સ્પષ્ટ જણાવે છે કે -
(i) ભગવાનની ભક્તિસ્વરૂપે આવેલા દેવદ્રવ્યથી અર્થાત્ સમર્પિત દેવદ્રવ્યથી (શુદ્ધ દેવદ્રવ્યથી) શ્રીજિનાલયનો જીર્ણોદ્ધાર અને નૂતન જિનાલયનું નિર્માણ આદિ કાર્યો કરવા.
(ii) ભગવાનની ભક્તિ માટે આવેલા દેવદ્રવ્યથી અર્થાત્ સંકલ્પિત દેવદ્રવ્યથી શ્રીજિનાલયના તમામ કાર્યો કરી શકાય છે.
(૬) અહીં નોંધવું જરૂરી છે કે, પાંચમા મુદ્દામાં જણાવેલી સુવિહિત પરંપરા અમે અમારી મતિકલ્પનાથી નથી જણાવી. પરંતુ વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનોએ કરેલા ઠરાવો એની સાક્ષી પૂરે છે અને સં. ૨૦૪૪ પૂર્વે શ્રીસંઘોમાં ચાલતો દેવદ્રવ્યનો વહીવટ પણ એમાં ગવાહી પૂરે છે.
(૭) સાથે સાથે સંકાશ વગેરેના ઉદાહરણોમાં પણ ‘સંકલ્પિત દેવદ્રવ્ય' અંગેની વિગત સ્પષ્ટ બને છે.
(૮) અહીં યાદ કરાવી લેવું જરૂરી છે કે, તાદેશ સંકલ્પિત દેવદ્રવ્ય એ વાસ્તવમાં શ્રાવકનું સ્વદ્રવ્ય જ છે. તેથી ગીતાર્થોએ એને ‘જિનભક્તિ સાધારણ દ્રવ્ય’ નામ આપ્યું છે.
(૯) તે સંકલ્પિત દેવદ્રવ્ય ‘(સાતક્ષેત્ર) સાધારણ દ્રવ્ય' કે ‘સર્વસાધારણ દ્રવ્ય’ નથી એ પણ ખાસ યાદ રાખવાનું છે. કારણ કે, સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આવશ્યકતા મુજબ ખર્ચ કરી શકાય છે અને સર્વસાધારણદ્રવ્યમાંથી ધાર્મિક કે ધર્માદા એમ કોઈપણ શુભકાર્યમાં વાપરી શકાય છે, જ્યારે સંકલ્પિત દેવદ્રવ્યથી માત્ર શ્રીજિનમંદિર-શ્રીજિનમૂર્તિ સંબંધી જ કાર્યો થાય છે. આ અંગેની વિસ્તૃત માહિતી ‘પ્રકરણ-૧૧’માંથી મળશે.
(૧૦) અહીં ઉલ્લેખનીય છે કે, જો શુદ્ધદેવદ્રવ્યથી ઉપદેશપદ આદિ ગ્રંથોના પાઠોમાં જણાવેલાં કૃત્યો (જિનપૂજાદિ કાર્યો) શ્રાવકથી કરી શકાતા
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૬૭
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય હોત, તો
(અ) શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોમાં સ્વવિભવાનુસારી જિનપૂજા શા માટે બતાવી હશે?
(બ) શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં ઋદ્ધિમાન-મધ્યમ અને નિર્ધન શ્રાવક માટે પૂજાવિધિ બતાવી તેમાં દેવદ્રવ્યથી પૂજા થઈ શકે એવું શા માટે કહ્યું નહીં? નિધન પાસે સ્વદ્રવ્ય ન હોવા છતાં પણ તેને દેવદ્રવ્યથી પૂજા કરવાનું ન કહેતાં અન્યના પુષ્પગુંથવા વગેરે કાર્યો કરવાનું શા માટે
કહ્યું?
(ક) દેરાસરના ઉપકરણો વાપરનારને દેરાસર ખાતે યોગ્ય નકરો ભરવાનું શાસ્ત્રકારોએ શા માટે આજ્ઞા કરી ? શ્રીસંઘોમાં એવી પરંપરા વર્ષોથી કેમ ચાલે છે?
(ડ) દેરાસરના ઉપકરણો વાપરીને ઓછો નકરો આપનારી લક્ષ્મીવતી શ્રાવિકાને કવિપાકો શા માટે ભોગવવા પડ્યા?
– આટલા પ્રશ્નો વિચારવાથી એના જવાબમાં સ્પષ્ટ ફલિતાર્થ નીકળશે કે, ઉપદેશપદાદિ ગ્રંથોના “સતિ દિ દેવદ્રવ્ય' વાળા પાઠો શ્રાવકને દેવદ્રવ્યથી જિનપૂજાદિ સ્વકર્તવ્યો કરવાની રજા આપતા જ નથી. ૦ અમારા પક્ષની માન્યતા:
અમારા પક્ષની કોઈ અલગ માન્યતા નથી. ઉપર જણાવેલા નવ મુદ્દામાં જણાવેલી શાસ્ત્ર + પરંપરાથી સિદ્ધ વ્યવસ્થા એ જ અમારી માન્યતા છે. હવે શાસ્ત્રપાઠો જોઈશું -
આટલી સ્પષ્ટતા પછી તે પક્ષ “ધાર્મિક વહીવટ વિચાર' આદિ પુસ્તકોમાં જે પાઠોને રજૂ કરે છે, તેને અર્થસહિત ક્રમશઃ જોઈશું–
(A) ઉપદેશપદ -
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા भणितं च केवलिना यथा चैत्यद्रव्यस्य जिनभवन-बिम्बयात्रा - स्नात्रादिप्रवृत्तिहेतोः हिरण्यादिरूपस्य वृद्धिरुपचयरूपोचिता कर्तुमिति ૮૦૭-શ્વા (પૃ. ૨૨૮)
અર્થ : કેવલીભગવંતે કહ્યું કે, જિનમંદિર-જિનપ્રતિમાની યાત્રા (અઢાઈ મહોત્સવ) સ્નાત્ર વગેરે પ્રવૃત્તિમાં કારણભૂત સુવર્ણ વગેરે રૂપ ચૈત્યદ્રવ્ય (દેવદ્રવ્ય)ની વૃદ્ધિ કરવી એ ઉચિત છે. (B) શ્રી દેવેન્દ્રસૂરિકૃત શ્રાદ્ધદિનકૃત્ય -
चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृत्तिहेतोहिरण्याવૃદ્ધિ વર્તમુરિતા (પૃ. ૨૬૯)
અર્થઃ જિનમંદિર-જિનપ્રતિમાની યાત્રા - સ્નાત્ર વગેરે પ્રવૃત્તિના કારણભૂત સુવર્ણ વગેરે રૂપ ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે. (C) શ્રાદ્ધદિનકૃત્યઃ
તિ દિ રેવદ્રવ્ય પ્રત્યુદં નિનાયતને પૂનાસારસંભવ: ' (પૃ. ૨૭૫)
અર્થ: દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન દેરાસરમાં ભગવાનની પૂજાસત્કાર થઈ શકે.
(D) શ્રાદ્ધવિધિઃ
'सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-महापूजा-सत्कारसंभवः ।' (પૃ. ૭૪)
અર્થ: દેવદ્રવ્ય હોય તો દરરોજ ચૈત્યસમારચન-(સમારકામ) મહાપૂજાસત્કાર સંભવિત બને.
(E) ધર્મસંગ્રહ
'सति हि देवद्रव्ये प्रत्यहं चैत्यसमारचन-पूजा-सत्कारसंभवः ।' (પૃ. ૧૬૭)
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ : ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય
અર્થ : દેવદ્રવ્ય હોય તો દરરોજ ચૈત્યસમારચન-પૂજા-સત્કારનો સંભવ છે.
૧૬૯
(F) દ્રવ્યસપ્તતિકા :
'सति देवादिद्रव्ये प्रत्यहं चैत्यादिसमारचन - महापूजा सत्कारસન્માનાવર્ણમાવિતમ્મવાત્ ।' (પૃ. ૨૫)
અર્થ : દેવદ્રવ્ય વગેરે હોય તો રોજે રોજ ચૈત્યસમારચન-મહાપૂજાસત્કા૨-સન્માનાદિને અવખંભ (= ટેકો - પુષ્ટિ) મળવા સંભવતિ બને.
સ્પષ્ટીકરણ :- પૂર્વોક્ત છ ગ્રંથોના પાઠોમાં જણાવેલ ચૈત્યદ્રવ્યમાં = દેવદ્રવ્યમાં ભગવાનની ભક્તિ માટે આવેલા સંકલ્પિત દેવદ્રવ્યનો સમાવેશ થાય છે અને તેથી તે પાઠોમાં જણાવેલા કૃત્યો તાદશ દેવદ્રવ્યમાંથી થઈ શકે, એ અમને માન્ય છે. માત્ર શુદ્ધદેવદ્રવ્યમાંથી એ સ્નાત્રાદિ કાર્યો ન થઈ શકે એવી સંઘમાં શાસ્ત્રાનુસારી પરંપરા ચાલી આવે છે, તેથી એ શુદ્ધદેવદ્રવ્યમાંથી જિનપૂજાદિ કૃત્યો કરવાનું અમને માન્ય નથી.
ટિપ્પણી : અહીં કેટલાક પ્રશ્નો :
→ “દેવદ્રવ્યથી જિનપૂજા-સ્નાત્ર-મહાપૂજાદિ કૃત્યો કરી શકાય' આવી માન્યતા ધરાવતા પક્ષને અમારી વિનંતી છે કે, નીચેના પ્રશ્નોનો તમે શાસ્ત્ર અને પરંપરા આધારે જવાબ આપો.
(૧) ઉપરોક્ત શાસ્ત્રપાઠોના આધારે તમે કયા પ્રકારના દેવદ્રવ્યથી જિનપૂજા-સ્નાત્ર-મહાપૂજાદિ કાર્યો કરવાનું કહો છો ? શું દેવદ્રવ્ય સામાન્યથી એ કૃત્યો કરવાનું કહો છો ? કે નહીં ?
(૨) જો દેવદ્રવ્ય સામાન્યથી મહાપૂજાદિ કૃત્યો કરવાના કહો છો, તો તેમાં કયા કયા પ્રકારના દેવદ્રવ્યનો સમાવેશ કરો છો ?
(૩) તે દેવદ્રવ્ય સામાન્યમાં પ્રભુ સમક્ષ મૂકાયેલા ભંડારમાં ભક્તોએ પ્રભુભક્તિ સ્વરૂપે મૂકેલા પૈસા આદિને ગણો છો કે નહીં ?
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૪) જો દેવદ્રવ્ય સામાન્યમાં પ્રભુસમક્ષ મૂકેલા ભંડારની આવકને ગણો
છો, તો પછી ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની (પહેલી સિવાયની તમામ) આવૃત્તિઓમાં ભંડારની આવકનો કોઈપણ
પ્રકારના દેવદ્રવ્યમાં સમાવેશ કેમ કર્યો નથી? (૫) તે જ રીતે ગચ્છાધિપતિશ્રીજી આદિ ચાર લેખકો દ્વારા લિખિત
“ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય તથા દેવદ્રવ્યના શાસ્ત્રપાઠો” – આ પુસ્તકમાં પણ તે ભંડારની આવકનો સમાવેશ કોઈપણ પ્રકારના દેવદ્રવ્યમાં કેમ કર્યો નથી? તદુપરાંત, તે જ રીતે, મુક્તિદૂત, જુલાઈ-૨૦૧૩ના અંકમાં અને તે પક્ષદ્વારા પ્રચારાતા અન્ય સાહિત્યમાં પણ ભંડારની આવક માટે કેમ મૌન રાખવામાં આવ્યું
છે? (૬) વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦, ૨૦૧૪ના શ્રમણ સંમેલનના
ઠરાવોના સૂત્રધાર મહાત્માઓ ગીતાર્થ હતા, ઉપદેશપદ આદિ ગ્રંથોના જ્ઞાતા હતા. છતાં પણ તેઓશ્રીઓએ શા માટે
દેવદ્રવ્યમાંથી મહાપૂજાદિ કાર્યો કરવાની રજા આપી નહોતી? (૭) તમારા વર્ગના સં. ૨૦૪૪ પૂર્વે પ્રકાશિત થયેલા ધાર્મિક વહીવટ
વિચાર'ના લેખકશ્રી વગેરેના અન્ય પુસ્તકોમાં શુદ્ધદેવદ્રવ્યના સદુપયોગમાં મહાપૂજા-સ્નાત્રાદિ-પૂજારીને પગાર-પૂજાની કેસરાદિ સામગ્રી વગેરેનો સમાવેશ શા માટે કર્યો નહોતો? એ વખતે પણ ધર્મસંગ્રહ-ઉપદેશપદાદિ ગ્રંથોના તો તેઓ જ્ઞાતા કહેવાતા હતા
ને?
(૮) તમારો પક્ષ (શુદ્ધદેવદ્રવ્યમાં સમાવેશ પામતી) પ્રભુભક્તિ સ્વરૂપે
બોલાતી ઉછામણીની આવકને સં. ૨૦૪૪ પૂર્વે શુદ્ધ દેવદ્રવ્યમાં સમાવતા હતો, તો સં. ૨૦૪૪'થી એને કલ્પિત દેવદ્રવ્યમાં
સમાવવાનું ક્યા આધારે ઠરાવ્યું? (૯) જો જિનપૂજા-સ્નાત્ર-મહાપૂજા આદિ સર્વે પ્રભુભક્તિનાં કાર્યો
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ : ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય
દેવદ્રવ્યથી થઈ શકતાં હોય, તો સંઘોમાં દેરાસરના દેવદ્રવ્યમાંથી બનેલા ત્રિગડા આદિ ઉપકરણોનો એ કાર્યોમાં ઉપયોગ કરવાનો નકો શા માટે ભરવાનું જણાવાય છે ? અને એ દેવદ્રવ્યના ઉપકરણોનો ઉપયોગ કરીને ઓછો નકરો ભરનારી લક્ષ્મીવતી શ્રાવિકાને ભયંકર વિપાકો કેમ ભોગવવા પડ્યા હતા ? તે જણાવશો ?
૧૭૧
હવે બીજા પાઠો અંગે વિચારીશું - (G) દર્શનશુદ્ધિનો પાઠ -
'तथा तेन पूजा - महोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञान-दर्शनચારિત્ર-મુળાશ્ચ રીબન્ને ।' (પૃ. ૨૫૨)
અર્થ : તથા તેનાથી (દેવદ્રવ્યથી) શ્રાવકો પૂજા-મહોત્સવ વગેરે કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો દીપી ઊઠે છે.
-
સ્પષ્ટીકરણ ઃ- ‘દર્શનશુદ્ધિ’ના ઉપરના પાઠથી પણ એ જ સિદ્ધ થાય છે કે, દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં અને તેની અવસૂરિમાં જણાવ્યા મુજબ સંકલ્પપૂર્વક – અવધારણા પૂર્વક ભગવાનની ભક્તિ માટે અલગ રાખેલા કે શ્રીસંઘને આપેલા દ્રવ્યથી (કે જે શ્રાવકોનું સ્વદ્રવ્ય હોવા છતાં ભગવાનની = દેવની ભક્તિનો સંકલ્પ હોવાથી દેવદ્રવ્ય બને છે, તેવા દેવદ્રવ્યથી) શ્રાવકો મહોત્સવ કરે તો તેમના જ્ઞાન-દર્શનાદિ ગુણો દીપી ઉઠે છે અને જ્ઞાન-દર્શનાદિ ગુણોને ખીલવવા શ્રાવકો એવા પ્રકારના દ્રવ્યથી મહોત્સવો આદિ કરે, તે તેમના માટે વિહિત જ છે. સંઘોમાં આજે પણ ચાતુર્માસિક આરાધનાઓની અનુમોદનાર્થે કે પોતાના ઉપકારી ગુરુવર્યના સંયમજીવનની અનુમોદનાર્થે કે તપના ઉદ્યાપન નિમિત્તે - એવા નિમિત્તોએ શ્રાવકો સ્વતંત્ર રીતે કે ભેગા મળીને પ્રભુભક્તિનો મહોત્સવ કરતા હોય છે. એમાં શ્રાવકો સ્વદ્રવ્યને જોડે છે. પરંતુ સંઘના શુદ્ધદેવદ્રવ્યથી કરતા નથી. એ મહોત્સવો શ્રાવકોના સ્વદ્રવ્યથી જ થાય
Page #227
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૭૨
છે. પરંતુ પ્રભુભક્તિ નિમિત્તે એ દ્રવ્યરાશી એકઠી થયેલી હોવાથી કે ફંડ રૂપે મૂકાયેલી હોવાથી એ દેવદ્રવ્ય બનેલી છે અને આવું અમે અમારા ઘરનું નથી કહેતા. પરંતુ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં અવધારણબુદ્ધિથી સંકલ્પ-નિર્ધારબુદ્ધિથી (શ્રાવકોનું પોતાનું પણ ધન) દેવદ્રવ્ય બનવાનો શાસ્ત્રપાઠ આવે છે. તે નીચે મુજબ છે -
* દ્રવ્યસપ્તતિકાનો પાઠ :
ओहारणबुद्धिए देवाईणं पकप्पिअं च जया । जं धणधन्नप्पमुहं तं तद्दव्वं इहं णेयं ॥२॥
=
અર્થ : નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે જે કાળે નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય જાણવું.
वृत्ति: ओहारणेत्ति । अवधारणबुद्ध्या भक्त्यादिविशिष्टनियमबुद्धया देवादिभ्यो यद्धनधान्यादिकं वस्तु यदा यत्कालावच्छेदेन प्रकल्पितं उचितत्वेन देवाद्यर्थं इवेदं अर्हदादिपरसाक्षिकं व्यापार्यं न तु मदाद्यर्थे इति प्रकृष्टधीविषयीकृतं निष्ठाकृतमिति यावत् तदा तदिह अत्र प्रकरणे तद्द्रव्यं तेषां देवानां द्रव्यं देवादिद्रव्यं ज्ञेयं बुधैरिति शेषः ।
અર્થ : ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે ‘યોગ્યપણે, શ્રી અરિહંત આદિ પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યના માટે નહીં' આવી પ્રકૃષ્ટ બુદ્ધિનાં (ભક્તિ વગેરેથી વિશિષ્ટ નિશ્ચય દ્વારા) વિષયરૂપ બનાવવામાં આવી હોય, તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાદિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ.
→ અહીં ઉલ્લેખનીય છે, તેવા પ્રકારની અવધારણબુદ્ધિથી શ્રાવકોની જે ધનરાશિ વગેરે દેવદ્રવ્ય બને છે, તે વાસ્તવમાં તો શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે. તેથી તેવા દેવદ્રવ્યથી મહોત્સવાદિ થાય તે દેવદ્રવ્યથી થયા એમ કહેવાય છે. પરંતુ વાસ્તવમાં એ શ્રાવકોનું સ્વદ્રવ્ય જ હોય છે. એટલે ભગવાનની ભક્તિ માટે દૃઢ સંકલ્પપૂર્વક નિશ્ચિત કરેલ ધન (શ્રાવકનું પોતાનું હોવા છતાં) તે દેવદ્રવ્ય બને છે અને એવા દેવદ્રવ્યથી (વાસ્તવમાં સ્વદ્રવ્યથી)
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૭૩ મહોત્સવો કરતા શ્રાવકના જ્ઞાનાદિ ગુણો દીપી ઉઠે છે, એમ દર્શનશુદ્ધિ ગ્રંથમાં ફરમાવ્યું છે. * દર્શનશુદ્ધિના અન્ય શાસ્ત્રસંદર્ભો - | દર્શનશુદ્ધિ ગ્રંથમાં પૂર્વનિર્દિષ્ટ ૫૮મી ગાથાની ટીકાન્તર્ગત પાઠની પૂર્વે ગાથા-૫૪'ની ટીકામાં વર્ણવાયેલા દેવદ્રવ્યના ત્રણ પ્રકારો જાણવાથી અમારું અર્થઘટન સુયોગ્ય છે, એ સમજાઈ જશે અને ધા.વ.વિ.ના પરિશિષ્ટકારે આગળ-પાછળના સંદર્ભો મૂક્યા વિના રજૂ કરેલો પાઠ લોકોને ગેરમાર્ગે દોરનારો છે, તે પણ સ્પષ્ટ સમજાઈ જશે. દર્શનશુદ્ધિની ગાથા-પ૪ ની ટીકામાં કહ્યું છે કે –
"जिनस्य स्थापनार्हतो द्रव्यं पूजार्थनिर्माल्याक्षयनिधिस्वरुपम् ।"
અર્થઃ જિન = સ્થાપના અરિહંતનું દ્રવ્ય તે જિનદ્રવ્ય = દેવદ્રવ્ય કહેવાય છે. આ દેવદ્રવ્ય (૧) પૂજા માટે આવેલું (૨) નિર્માલ્ય સ્વરૂપે આવેલું અને (૩) અક્ષય નિધિ સ્વરૂપે આવેલું એમ ત્રણ પ્રકારનું જાણવું.
અહીં જણાવવું જરૂરી છે કે, પૂર્વે દેવદ્રવ્યના પૂર્વનિર્દિષ્ટ) વિભાગોનું સ્પષ્ટીકરણ કર્યા પછી ટીકાકારશ્રીએ ૫૮મી ગાથાની ટીકામાં “તથા તેનીધ્યન્ત પાઠ લખ્યો છે. આથી ગીતાર્થો સમજી શકે છે કે, - તે શાસ્ત્રપાઠમાં ટીકાકારશ્રીનું એવું કહેવાનું તાત્પર્ય છે કે,
“પૂજા માટે આવેલા દ્રવ્યથી શ્રાવકો પૂજા-મહોત્સવાદિ કરે તો સ્વ-પરના જ્ઞાનાદિ ગુણો દીપી ઉઠે છે.”
– આટલી સ્પષ્ટ વાત હોવા છતાં તે પક્ષ દર્શનશુદ્ધિના પાઠને આગળ કરીને શુદ્ધદેવદ્રવ્યમાંથી જિનપૂજા-મહોત્સવાદિ કરવાની વાત કરે છે, તે બિલકુલ શાસ્ત્રવિરુદ્ધ છે. પોતાની વાતના સમર્થનમાં મૂકેલો પાઠ જ પોતાની વાતનું ખંડન કરે છે, તે વાત તે પક્ષ સ્વીકારશે કે નહીં? અહીં સામેના પક્ષને પ્રશ્ન છે કે, (૧) દર્શનશુદ્ધિના પાઠમાં ત્રણ પ્રકારના દેવદ્રવ્યમાંથી કયા પ્રકારના
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્યથી જિનપૂજા-મહોત્સવાદિ કરવાથી શ્રાવકોના જ્ઞાનાદિ ગુણો દીપી ઉઠે છે ? તે જણાવશો ?
(૨) જો પૂજા માટે આવેલા (પૂજા દેવદ્રવ્યથી) કહેશો, તો એ તો શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે ને ! ભંડારની આવક અને સ્વપ્નાદિકની બોલીની આવક સ્વરૂપ શુદ્ધ દેવદ્રવ્ય તો નથી જ ને ? તમે શુદ્ધદેવદ્રવ્ય અને પૂજાદેવદ્રવ્ય વચ્ચેનો તફાવત શું માનો છો ? (૩) (દર્શનશુદ્ધિ ગ્રંથે) શું નિર્માલ્ય દેવદ્રવ્યથી જિનપૂજા-મહોત્સવાદિ કરવાથી શ્રાવકોના જ્ઞાનાદિ ગુણો દીપી ઉઠે છે, એમ કહ્યું છે ? કે એમ નથી કહ્યું ? તે જણાવશો !
(૪) જો તેમાં ‘દેવદ્રવ્ય' શબ્દથી નિર્માલ્ય દેવદ્રવ્ય ગ્રહણ કરશો, તો સંબોધ પ્રકરણ સાથે અને ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રીના વિધાન સાથે વિરોધ નહીં આવે ?
(૫) ધાર્મિક વહીવટ વિચાર'ના પરિશિષ્ટકારશ્રી અભયશેખર વિ. મહારાજે (હાલ આચાર્યશ્રીએ) (પ્રથમ આવૃત્તિના) પૃ. ૧૩૨ ઉપર છેલ્લા ફકરામાં ‘નિર્માલ્ય દ્રવ્યથી જિનપૂજા કરવાનું શાસ્રસિદ્ધ છે’ એમ લખ્યું છે, તે તમારા પક્ષને માન્ય છે ? આમાં લેખકશ્રી સાચા કે પરિશિષ્ટકાર, એ જણાવશો?
(૬) ‘દર્શનશુદ્ધિ’ના પાઠના આધારે તમે દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરવાનું કહો છો, તે દેવદ્રવ્યથી દેવદ્રવ્યસામાન્ય લેવાનું કે પૂજાનિર્માલ્ય-અક્ષયનિધિ સ્વરૂપ દેવદ્રવ્યમાંથી પૂજાદેવદ્રવ્ય ગ્રહણ કરવાનું ? તમારો શો અભિપ્રાય છે ? એ જણાવશો.
– તે પક્ષ આટલા પ્રશ્નોનો શાસ્ત્ર + પરંપરા મુજબ અને પરસ્પર વિરોધાભાસ ટાળીને જવાબ આપે તે જરૂરી છે. નહીંતર એમ જ માનવું પડશે કે, પોતાના મિથ્યાભિનિવેશને કારણે લોકોને દેવદ્રવ્યના નામથી ભ્રમણામાં નાંખ્યા છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૭૫
– અહીં ઉલ્લેખનીય છે કે, ધા.વ.વિ.ના પરિશિષ્ટકારે દર્શનશુદ્ધિના પાઠના વિષયમાં અને સંકાશના ઉદાહરણમાં પણ સાચી હકીકત છૂપાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો કુટીલ પ્રયાસ કર્યો છે. અહીં બીજું તો શું કહીએ ! પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના ૧૨૫ ગાથાના સ્તવનની નીચેની પંક્તિ યાદ આવી જાય છે –
“કેઈ નિજદોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે,
ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહીં મંદ રે. સ્વામી.” (સંકાશનું ઉદાહરણ આગળ જોઈશું. હવે બીજા ગ્રંથોના પાઠો અંગે વિચારીશું.)
(H) દ્રવ્યસપ્તતિકાનો બીજો પાઠઃ
'चैत्यादिद्रव्यविनाशे विवक्षितपूजादिलोपः, ततः तद्धतुकप्रमोदप्रभावनाप्रवचनवृद्धेरभावः, ततो वर्धमानगुणशुद्धे रोधः, ततो मोक्षમાવ્યયાતિ , તો મોક્ષ વ્યાયા: ' (પૃ. ૨૮)
અર્થઃ ચૈત્યાદિદ્રવ્યનો વિનાશ કરવામાં આવે તો વિવક્ષિત (ગ્રન્થમાં પૂર્વે કહેવાયેલી) પૂજા વગેરે બંધ પડી જાય છે, તે બંધ પડવાથી તેના નિમિત્તે થનાર પ્રમોદ, (શાસન) પ્રભાવના, પ્રવચનવૃદ્ધિ વગેરે અટકી જાય છે. એ અટકવાથી એ પ્રમોદાદિથી જે ગુણોની શુદ્ધિ વધવાની હતી તે રંધાઈ જાય છે, એ રુંધાવાથી મોક્ષમાર્ગનો વ્યાઘાત થવા દ્વારા મોક્ષનો (મોક્ષપ્રાપ્તિનો) વ્યાઘાત થાય છે.
(I) વસુદેવહિંડીનો પાઠ - (પ્રથમ ખંડ)
जेण चेइयदव्वं विणासि तेण जिणबिम्बपूआईसणआणंदितहिययाणं भवसिद्धियाणं सम्मइंसण-सुअ-ओहि-मणपज्जव-केवलनाण-निव्वाणलाभा पडिरुद्धा।
અર્થ જે ચૈત્યદ્રવ્યનો નાશ કરે છે, તે જિનપ્રતિમાની પૂજા જોઈને આનંદિત હૃદયવાળા થનારા ભવ્યજીવોને એ દ્વારાએ થનારી સમ્યગ્દર્શન
Page #231
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
શ્રુત-અવધિ-મનઃ પર્યાય-કેવલજ્ઞાન અને યાવત્ નિર્વાણ = મોક્ષની પ્રાપ્તિને રુંધે છે.
૧૭૬
સ્પષ્ટીકરણ :- (૧) પૂર્વોક્ત બે ગ્રંથોના શાસ્ત્રપાઠોમાં પણ સંકલ્પિત દેવદ્રવ્યનો (અર્થાત્ દ્રવ્યસપ્તતિકામાં જણાવ્યા મુજબ અવધારણબુદ્ધિપૂર્વક ભગવાનની ભક્તિ માટે અલગ કાઢેલા કે સંઘને આપેલા સંકલ્પિત દેવદ્રવ્યનો કે જે વાસ્તવમાં શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે તે સંકલ્પિત દેવદ્રવ્યનો) વિનાશ થવાથી પૂજા આદિ કાર્યો અટકે છે અને યાવત્ મોક્ષપ્રાપ્તિનો વ્યાઘાત થવા સુધીના દોષ પ્રાપ્ત થાય છે – એવું જણાવવાનો આશય છે.
(૨) પૂર્વોક્ત બંને ગ્રંથોમાં ‘દેવદ્રવ્ય’થી ‘સંકલ્પિત દેવદ્રવ્ય' જ લેવાનું છે, પરંતુ સમર્પિત દેવદ્રવ્ય (શુદ્ધ-પ્રસિદ્ધ) દેવદ્રવ્ય લેવાનું નથી, એ અમારી વાતને ‘વસુદેવપિંડી' ગ્રંથમાંથી જ સમર્થન મળે છે.
(૩) ‘વસુદેવસિંડી’ અંગે સાચી હકીકત :
અહીં વાચકોને જણાવવું જરૂરી છે કે, ‘ધા.વ.વિ.'ના પરિશિષ્ટકારે વસુદેવહિંડીનો પૂર્વોક્ત પાઠ લોકો સમક્ષ મૂક્યો, પરંતુ પોતાની વાતની વિરુદ્ધ જતો તે જ ગ્રંથનો બીજો પાઠ લોકો સમક્ષ મૂક્યો નથી. તે અમે નીચે મૂકીએ છીએ -
→ વસુદેવહિંડીનો પાઠ –
" तिन्नि कोडीओ जिणाययणपूयाए उवयोगं नेयव्वाओ त्ति " અર્થ :- આ ત્રણ કરોડ દ્રવ્ય જિનાલય અને જિનપૂજાના ઉપયોગમાં
લેવું.
સ્પષ્ટીકરણ :- આ ગ્રંથાધિકારની હકીકત એવી છે કે, પૂર્વ શાસ્ત્રપંક્તિમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રદત્તે જિનાલય અને જિનપૂજાના ઉપયોગ માટે ભેટ આપેલ દ્રવ્યનો રૂદ્રદત્તે જુગારમાં વિનાશ કર્યો. તેના યોગે ભેટ તરીકે અપાયેલા (સુરેન્દ્રદત્તના પોતાના પૈસા હતા પરંતુ જિનાલય અને જિનપૂજાના સંકલ્પથી ભેટ આપ્યા હોવાથી દેવદ્રવ્ય બનેલા તે) દ્રવ્ય
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ : ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય
૧૭૭
(ચૈત્યદ્રવ્ય)ના વિનાશથી જિનાલય અને જિનપૂજા સંબંધી કાર્યો અટક્યા હતા. તેના કારણે ગ્રંથકારે ત્યાં નોંધ મૂકી હતી કે, “ચૈત્યદ્રવ્યના વિનાશથી જિનપૂજાથી માંડીને યાવત્ મોક્ષપ્રાપ્તિના લાભ રૂંધાય છે.”
આ શાસ્રવચનોથી સ્પષ્ટ સમજી શકાય છે કે, જે પ્રકારનો દેવદ્રવ્યનો વિનાશ જણાવ્યો છે, તે પ્રભુભક્તિ સ્વરૂપે ભંડારમાં મૂકાયેલા કે સ્વપ્નાદિકની ઉછામણીથી પ્રાપ્ત દ્રવ્યરૂપ શુદ્ધ દેવદ્રવ્યનો વિનાશ અને તેનાથી ત્યાં જણાવેલ લાભ રૂંધાયા નથી. પરંતુ સુરેન્દ્રદત્તે ભેટ તરીકે આપેલ સંકલ્પિત દેવદ્રવ્યના વિનાશથી તાદેશ લાભો રૂંધાયાની વાત છે. આમ છતાં એ વાસ્તવિકતાને છૂપાવીને ‘દેવદ્રવ્યથી જિનપૂજા થઈ શકે’ એ પોતાની વાતની સિદ્ધિ કરવા માટે અધૂરા સંદર્ભો ઉઠાવીને લોકો સમક્ષ મૂકી ભોળા લોકોને ગે૨માર્ગે દોરવાનું કામ કર્યું છે. આવી પ્રવૃત્તિને હઠાગ્રહપ્રેરિત માનવી કે અનભિજ્ઞતાપ્રેરિત માનવી, એ વાચકો સ્વયં વિચારે.
--
અહીં ઉલ્લેખનીય છે કે, સંઘને કોઈ વ્યક્તિએ પૂજા માટે ભેટ આપેલા દ્રવ્યથી જિનપૂજા થતી હોય એમાં અમારો કોઈ વિરોધ નથી. પરંતુ શુદ્ધ દેવદ્રવ્યથી જિનપૂજા થાય, એવી તે પક્ષની માન્યતાનો વિરોધ છે. કારણ કે, તે શાસ્ત્ર અને પરંપરાથી તદ્દન વિરુદ્ધ માન્યતા છે.
અહીં બીજી એક વાત પણ નોંધનીય છે કે, કોઈ વ્યક્તિ પોતાના દ્રવ્યથી બીજાને જિનપૂજાદિ ધર્માનુષ્ઠાનો કરાવડાવે એમાં પણ અમારો વિરોધ નથી. કારણ કે, એ તો એક સાધર્મિક ભક્તિનો પ્રકાર છે. બીજા નંબરે કોઈ વ્યક્તિ સાધર્મિક ભક્તિરૂપે દ્રવ્ય આપે અને લેનાર એ દ્રવ્યથી જિનપૂજા કરે, તો એમાં પણ અમે એકાંતે નિષેધ કરતા નથી. માત્ર મહત્ત્વની વાત એ છે કે, શ્રાવક બીજાના દ્રવ્યથી સ્વકર્ત્તવ્ય રૂપ જિનપૂજાનું કાર્ય પતાવી દેવાની વૃત્તિ ધરાવતો ન હોય !
આમ તો વસુદેવહિંડી ગ્રંથની પૂર્વનિર્દિષ્ટ પંક્તિઓ તેઓની નજર સમક્ષ ન હોય, એવું માનવાને કોઈ કારણ નથી. તેમ છતાં તે પંક્તિઓને
Page #233
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૭૮
છૂપાવીને મનફાવતી પંક્તિઓ ઉઠાવીને અપપ્રચાર કરવાનું કારણ આપણે સમજી શકીએ છીએ. મતાગ્રહે જ એમને શાસ્ત્ર અને સંઘ-શ્રાવક સાથે દ્રોહ કરવાની પ્રેરણા આપી છે. તેમની આ કરણી અને આગળ વર્ણવાશે તે સંકાશ શ્રાવકની ઘટનામાં પણ કરેલો શાસ્રવચનોનો દ્રોહ, એમની વિશ્વસનીયતાને ખતમ કરી દે છે. હવે બીજા ગ્રંથાધિકારો જોઈશું.
સંકાશ શ્રાવકનો અધિકાર :
♦ (દેવદ્રવ્યના ભક્ષણમાં ઉપદેશપદકારશ્રીએ સંકાશશ્રાવકનું ઉદાહરણ આપ્યું છે. તે વાત આ મુજબ છે - ગંધિલાવતી નગરી છે. ત્યાં વૈરાગી અને શ્રાવકાચારના પાલનમાં દૃઢ સંકાશ નામનો શ્રાવક વસે છે. તે એક જિનમંદિરની સાર-સંભાળ પણ રાખતો હોય છે. એકવાર આર્થિક મુશ્કેલીમાં ગૃહલેશાદિના કારણે પ્રમાદથી દેવદ્રવ્યનો ઉપયોગ કરે છે અને તે મહાદોષનું પ્રાયશ્ચિત્ત-પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામે છે. તિર્યંચગતિમાં અસંખ્યાત ભવો સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે અને અપાર વેદનાઓ સહે છે. મનુષ્યજન્મોમાં પણ દરિદ્રતા અને અપમાન-ધિક્કાર આદિ ત્રાસથી ખૂબ પીડાય છે. એમ કરતાં ઘણો કાળ વ્યતીત થાય છે. તે પછી દેવદ્રવ્યના ઉપયોગથી ઉપાર્જિત કરેલ લાભાંતરાય વગેરે કર્મોનો અંશમાત્ર રહ્યો ત્યારે તગરા નામના નગરમાં શ્રેષ્ઠિપુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાં દરિદ્રતા આદિને પામે છે અને એનું એકપણ ઇચ્છિત પૂરું થતું નથી, મનમાં ઉદ્વિગ્ન રહે છે. એકવાર શ્રીકેવલી ભગવંતનો ભેટો થતાં તેઓશ્રીને પોતાની વર્તમાન દુર્દશાનું કારણ શું છે, તે પૂછે છે. તે વખતે કેવલી ભગવંત સંકાશ વગેરે ભવોનો વૃત્તાંત કહે છે. તે સાંભળીને તેને બોધિ અને સંવેગ પ્રાપ્ત થાય છે અને દેવદ્રવ્ય ભક્ષણના અપરાધનું પ્રાયશ્ચિત્ત માંગે છે. કેવલી ભગવંત તેને દેવદ્રવ્યની વૃદ્ધિ થાય તેવા શાસ્ત્રીય પ્રશસ્ત માર્ગો અપનાવવાનું કહે છે. સંકાશ પણ તે રીતે સ્વીકારે છે અને ધંધામાંથી ઉપાર્જેલી ધનસંપત્તિમાંથી આહાર-પાણી, પહેરવા-ઓઢવાના વસ્ત્રો વગેરે જીવન જરૂરી ધન સિવાયનું તમામ ધન દેવદ્રવ્ય જાણવું” આવો યાવજ્જીવ સુધીનો
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૭૯ અભિગ્રહ લે છે અને એનો બરાબર નિર્વાહ કરે છે. આ રીતે તેના દોષની શુદ્ધિ થાય છે.)
– આ રીતે સંકાશ શ્રાવકનો પ્રસંગ જોયો. હવે ઉપદેશપદ અને મૂલશુદ્ધિ પ્રકરણમાં જે તત્સંબંધી અધિકાર વર્ણવ્યો છે, તે જોઈશું.
J) ઉપદેશપદઃ
ततोऽस्य ग्रासाच्छादनमात्रं प्रतीतरूपमेव मुक्त्वा यत्किचित् मम व्यवहरतः सम्पत्स्यते तत्सर्वं चैत्यद्रव्यं ज्ञेयमिति इत्यभिग्रहो વાવર્ષાવમમૂહિતિ ૪૦થા ઘા (પૃ. ૨૨૮)
અર્થ: તેથી, ભોજન અને વસ્ત્રની આવશ્યક્તાથી અધિક મને જે કાંઈ વ્યાપારમાં પ્રાપ્ત થાય તે બધું દેવદ્રવ્ય જાણવું. એવો અભિગ્રહ સંકાશશ્રાવકે માવજીવ માટે કર્યો.
(K) મૂલશુદ્ધિપ્રકરણ -
तओ तेण भगवओ चेव पायमूले गहिओ अभिग्गहो जहागासाच्छायणमेत्तं मोत्तूण सेसं जं किंचि मज्झ वित्तं भविस्सइ तं सव्वं चेइयदव्वं, जहा तत्थोकारइ तहा करेस्सामि, तओ अचिंतमाहप्पयाए अभिग्गहजणियकुसलकम्मस्स वित्थरिउमाढत्तो विभवेणं । पेच्छिउण य विभववित्थरं पमोयाइरेगाओ समुल्लसंत-सुभ-सुभयर-परिणामाइसयसमुब्भिज्जंतरोमंच कंचुओ करेइ जिणभवणाइसु ण्हवणऽच्चणबलिविहाणाई, पयट्टावए अट्ठाहियामहिमाओ विहइ अक्खयनी (नि) धियाओ कारवेइ जिण्णोद्धारे।
અર્થ: પછી સંકાશશ્રાવકે ભગવાનની પાસે જ અભિગ્રહ લીધો કે, ભોજન-વસ્ત્રની આવશ્યકતાથી અધિક જે કાંઈ ધન મને મળશે તે બધું દેવદ્રવ્ય થશે. જે રીતે ચૈત્યના ઉપયોગમાં આવશે એ રીતે (એનો ઉપયોગ) કરીશ. આ અભિગ્રહથી થયેલા પુણ્યના અચિન્ય મહિમાથી એનો વૈભવ વધવા માંડ્યો. એ જોઈને અત્યંત પ્રમુદિત થયેલા તેના
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શુભ-શુભતર અતિશયિત પરિણામો ઊછળવા માંડ્યા. આ ઊછળતાં પરિણામોથી રોમાંચિત થયેલો તે જિનમંદિરોમાં સ્નાત્ર-પૂજા બલિવિધાન કરે છે, અઢાઈ મહોત્સવો કરાવે છે, અક્ષયનિધિઓ કરાવે છે, જીર્ણોદ્ધારો કરાવે છે. ૦ સ્પષ્ટીકરણ:(૧) પૂર્વોક્ત બંને શાસ્ત્રપાઠોના અર્થનું અવલોકન કરતાં એક સ્પષ્ટ તારણ
નીકળે છે કે, સંકાશનું સંસારના ઘરવ્યવહાર સિવાયનું શેષ ધન દેવદ્રવ્ય બન્યું છે અને તે પણ સંકાશના તેવા પ્રકારના સંકલ્પના કારણે દેવદ્રવ્ય બન્યું છે. પરંતુ પ્રભુસમક્ષ મૂકેલા ભંડારમાં અર્પણ કરવા વડે કે પ્રભુભક્તિ સ્વરૂપે બોલાયેલી ઉછામણી દ્વારા સંઘને
અર્પણ કરવા વડે સંકાશનું એ દ્રવ્ય દેવદ્રવ્ય બન્યું નથી. (૨) આથી સંકાશનું શેષધન સંકલ્પિત દેવદ્રવ્ય છે. પરંતુ સમર્પિત
દેવદ્રવ્ય નથી અને સંકલ્પિત દેવદ્રવ્યથી તો જિનાલયના સર્વે કાર્યો કરવા અમને માન્ય છે. તેથી સંકાશે કરેલા એ અનુષ્ઠાનો સ્વદ્રવ્યથી જ થયેલા હતા. પરંતુ સંકલ્પના યોગે જ એ સ્વદ્રવ્ય દેવદ્રવ્ય બન્યું
હતું.
(૩) સંકલ્પિત દેવદ્રવ્યથી જિનાલય અને જિનપૂજાદિ સિવાયના કાર્યો
ન થાય. પરંતુ જિનાલય અને જિનપૂજાદિ કાર્યો તો થઈ શકે છે. તે જ સંકલ્પિત દેવદ્રવ્યને શ્રાવકો મુંઝવણમાં ન પડે તે માટે
વર્તમાનમાં “જિનભક્તિસાધારણ' નામ આપવામાં આવેલ છે. (૪) ધા.વ.વિ.ના લેખકશ્રી અને પરિશિષ્ટકારશ્રી દેવદ્રવ્યના સંકલ્પિત
અને સમર્પિત આવા શાસ્ત્રસિદ્ધ ભેદો પાડ્યા વિના માત્ર
દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરવાનું કહે છે, તે લેશમાત્ર ઉચિત નથી. (૫) આથી પૂર્વોક્ત બંને પાઠો તે પક્ષની માન્યતાથી જ વિરુદ્ધ જનારા
છે. છતાં પણ સમજ્યા વિના કે સમજીને તેઓએ એને આગળ
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૮૧
કર્યા છે, તેનાથી કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં. શ્રીસંઘમાં વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકાને જ અનુસરવું. અમે જણાવેલા ભેદો કાલ્પનિક નથી. પરંતુ વાસ્તવિક છે. કારણ કે, શાસ્ત્ર + પરંપરાથી એને સમર્થન છે. તેની પૂર્વે વિગતવાર
ચર્ચા કરી છે. (૭) તે પક્ષની દેવદ્રવ્યની વ્યાખ્યા અને પ્રકારોની રજૂઆતની વિસંવાદિતા
(અસમંજસતા) પણ ઓળખવા જેવી છે. તે નીચે મુજબ છે - (i) “ધાર્મિક વહીવટ વિચાર'માં સંબોધ પ્રકરણના આધારે દેવદ્રવ્યના
ત્રણ પ્રકાર પાડ્યા અને તે ત્રણ પ્રકારના દેવદ્રવ્યની આવકની સ્રોત અને ઉપયોગની વિગત પણ બતાવી છે. તે ત્રણ પ્રકારના દેવદ્રવ્યની આવક-જાવકના નિરૂપણમાં સંબોધ પ્રકરણકારશ્રીએ કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીની આવકનો સમાવેશ કર્યો નથી, છતાં પણ તેમણે એનો સમાવેશ એમાં કર્યો
(i) નિર્માલ્યદ્રવ્યના ઉપયોગના વિષયમાં ધા.વ.વિ.ના લેખકશ્રીએ
અને પરિશિષ્ટકારે જુદું જુદું નિરૂપણ કર્યું છે.. () દ્રવ્યસપ્તતિકાની અવચૂરિ વગેરે ગ્રંથોમાં બતાવેલા દેવદ્રવ્યના
પ્રકારોને નજર અંદાજ કરીને તમામ પ્રકારના દેવસંબંધી દ્રવ્યનો ત્રણ પ્રકારમાં સમાવેશ કરવાનો આગ્રહ સેવ્યો છે. જે શાસ્ત્રપરંપરાથી વિરુદ્ધ છે. એવો આગ્રહ રાખ્યા પછી પણ ધા.વ.વિ.ની બીજી-ત્રીજી વગેરે આવૃત્તિમાં પ્રભુસમક્ષ મૂકેલા ભંડારની આવકનો ક્યાંયે સમાવેશ
કર્યો નથી. (vi) અરે ! આખા પુસ્તકમાં ભંડારની આવક અંગે મૌન રાખવામાં
આવ્યું છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (vi) ધા.વ.વિ.ના પરિશિષ્ટ-રમાં ઉપદેશપદ-વસુદેવહિંડી આદિ ગ્રંથોના
શાસ્ત્રપાઠોને આગળ કરીને “દેવદ્રવ્યથી જિનપૂજા થઈ શકે” આવું પ્રતિપાદન કરતી વખતે કયા પ્રકારનું દેવદ્રવ્ય તે શાસ્ત્રપાઠમાં જણાવ્યું છે, તે અંગે ક્યાંયે ખુલાસો કર્યો નથી. એટલે લોકો બ્રાન્તિમાં પડે કે
કોઈપણ પ્રકારના દેવદ્રવ્યથી જિનપૂજા આદિ કૃત્યો થઈ શકે છે. (vi) આ સર્વે વિસંવાદોનું મૂળ કારણ શાસ્ત્ર-પરંપરાથી વિરુદ્ધ
માન્યતાનો મિથ્યાભિનિવેશ છે અને મિથ્યાભિનિવેશના આવેશને કારણે જ પરસ્પર વિરોધાભાસોને અને શાસ્ત્ર-પરંપરાના નિષેધને નજર-અંદાજ કરવામાં આવ્યા છે. પરિણામે જૈનશાસનની મૂળ પરંપરા સામે જોખમ ઊભું થયું છે અને સંઘજનો ગેરમાર્ગે દોરવાય તેવી શક્યતા ઊભી થઈ છે. આથી જ અમારે વિરોધ કરવાની ફરજ પડી છે.
(L) શ્રાદ્ધવિધિ અને દ્રવ્યસપ્તતિકાના પાઠની વિચારણા પૂર્વે કરી જ છે. તેથી પુનઃ કરતા નથી.
(૫) સેનપ્રશ્નના પાઠ અંગે અગત્યનો ખુલાસો:
(A) “ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકના પરિશિષ્ટ-૨માં પૃ. ૧૩૧ ઉપર “સેનપ્રશ્ન” (પૃ.-૨૮)માં કહ્યું છે – એમ જણાવીને સંસ્કૃત પાઠમાં પ્રશ્ન અને ઉત્તર બંને આપ્યા છે. પરંતુ એમાં પ્રશ્ન અધિકાર આખો લખ્યો છે. પરંતુ ઉત્તર' અધિકાર આખો લખ્યો નથી. આ એક અનુચિત કૃત્ય છે. તેનું કારણ આગળ વિચારીશું. અહીં પહેલાં ધા.વ.વિ.માં જણાવેલ સેનપ્રશ્નનો પ્રશ્નોત્તર મૂકીશું. તે પછી સાચો પ્રશ્નોત્તર મૂકીશું
(N) સેનપ્રશ્નમાં - ज्ञानद्रव्यं देवकार्ये उपयोगी स्यान्नवा ? यदि स्यात्तदा देवपूजायां प्रासादादौ वा
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૮૩ इति प्रश्नः-उत्तर:-...एतदनुसारेण ज्ञानद्रव्यं देवपूजायां प्रासादादौ चोपयोगी भवति । (પૃ. ૨૮)
અર્થ: પ્રશ્ન - જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં ઉપયોગી થાય કે નહીં? જો થાય તો દેવપૂજામાં કે જિનમંદિરાદિમાં ? ઉત્તર :...આ અનુસારે જ્ઞાનદ્રવ્ય દેવપૂજા અને જિનમંદિરાદિ કાર્યોમાં ઉપયોગી થાય છે.
(B) હવે સેનપ્રશ્નગ્રંથમાં આવતો પ્રશ્નોત્તર નીચે મુજબ છે.
"तथा ज्ञानद्रव्यं देवकार्ये उपयोगी स्यान वा ? यदि स्यात्तदा देवपूजायां प्रासादादौ वा इति - प्रश्नोऽत्रोत्तरं - एकत्रैव स्थानके देवरिक्तं क्षेत्रद्वय्यामेव तु ज्ञानरिक्तं । सप्तक्षेत्र्यामेव तु स्थापनीयं, श्रीसिद्धान्तो जैन एवं ब्रवीति ॥१॥ एतत्काव्यमुपदेशसप्ततिकाप्रान्तेऽस्ति, एतदनुसारेण ज्ञानद्रव्यं देवपूजायां प्रासादादौ રોપોનિ મવતીતિ ૨-૮ઝા" (પૃષ્ઠ-૨૮)
અર્થ : પ્રશ્નઃ જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં ઉપયોગી થાય કે નહીં? જો દેવકાર્યમાં ઉપયોગ થતો હોય, તો દેવપૂજામાં ઉપયોગ થાય? કે પ્રાસાદ (જિનમંદિર) વગેરેમાં ઉપયોગ થાય?
ઉત્તર : “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય અને સાધારણ દ્રવ્ય સાતેય ક્ષેત્રમાં કામ આવે” - એમ જેનસિદ્ધાંત કહે છે. આવું ઉપદેશ સપ્તતિકામાં છેલ્લા ભાગમાં કહ્યું છે. માટે તે અનુસારે જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં અને દેવપૂજામાં તથા દેરાસરના કાર્ય વગેરેમાં ઉપયોગી થાય છે.
5 સમાલોચના - (૧) પૂર્વોક્ત સેનપ્રશ્નના પ્રથમ ઉલ્લાસના ૮૪મા પ્રશ્નોત્તરમાં “ધા.વ.
વિ. પુસ્તકના પરિશિષ્ટકારે પ્રસ્તુત ચર્ચામાં વિવિક્ષત પાઠને ગ્રહણ ન કરીને કંઈક છૂપાવવાની કોશિષ કરી છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે. બીજાના અધૂરા પાઠ માટે જબરજસ્ત હોહા મચાવનાર લેખકશ્રી
અને પરિશિષ્ટકારશ્રી પોતાના આ કૃત્યનો શું જવાબ આપશે? (૨) પૂર્વોક્ત ઉત્તરમાં ગ્રંથકારશ્રીએ ઉપદેશસપ્તતિકા ગ્રંથાધારે એક
મહત્ત્વનો સિદ્ધાંત જણાવ્યો છે, જે પરિશિષ્ટકારે છૂપાવ્યો છે. તે આ મુજબ છે –
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય અને સાધારણદ્રવ્ય સાતેય ક્ષેત્રોમાં કામ આવે” - આ જૈનસિદ્ધાંત છે.
– પ્રશ્નના સમાધાન માટે આવશ્યક હોવાથી જ્ઞાનદ્રવ્ય અંગે વધુ સ્પષ્ટતા કરી છે કે, જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં અને દેવકાર્ય એટલે દેવપૂજામાં અને દેરાસરના કાર્ય વગેરેમાં ઉપયોગી થાય છે.
– “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય છે.” આવો જૈન સિદ્ધાંત જણાવ્યો છે. પરંતુ તેના માટે વિશેષ વ્યવસ્થા અંગેનો પ્રશ્ન ન હોવાથી સામાન્યથી વ્યવસ્થા બતાવી છે. એટલે દેવકાર્યો ઘણા છે અને દેવદ્રવ્યના પ્રકાર પણ અનેક છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબનો વિવેક કરીને તે તે પ્રકારના દેવદ્રવ્યનો તે તે દેવકાર્યમાં ઉપયોગ થાય, એમ વિવેક કરી લેવો.
(૩) પરિશિષ્ટકારે પૃ. ૧૩૧ ઉપર સેનપ્રશ્નના પાઠ નીચે માત્ર “જ્ઞાનદ્રવ્ય એ સ્વદ્રવ્ય ન હોવા છતાં એનો જિનપૂજામાં ઉપયોગ કહ્યો છે”, આટલું લખીને વાત છોડી દીધી છે અને મુદ્દાને ચગાવ્યો નથી. એમાં એવું લાગે છે કે, અમે જે છૂપાવ્યું છે, તે ખુલ્લું થશે, ત્યારે વાસ્તવિક સિદ્ધાંત પ્રગટ થશે અને અમારાં કૂટપ્રયાસનો પર્દાફાસ થઈ જશે એવા ભયથી વિશેષ ચર્ચા ઉપાડી નથી. બાકી જૈનસિદ્ધાંત અનુસાર જ્ઞાનદ્રવ્યનો જિનપૂજામાં ઉપયોગ કરી શકાય છે. (જો કે, વર્તમાનમાં એવો વ્યવહાર નથી.) પરંતુ એનાથી એ ફલિત થતું નથી કે, જ્ઞાનદ્રવ્ય શ્રાવક માટે પરદ્રવ્ય હોવા છતાં તેનાથી જિનપૂજા થઈ શકે, તો શુદ્ધદેવદ્રવ્યથી પણ જિનપૂજા થઈ શકે. કારણ કે, જૈનસિદ્ધાંત જ્ઞાનદ્રવ્યની રજા આપે છે. પરંતુ દેવદ્રવ્યની રજા આપતો નથી. જો દેવદ્રવ્યથી પણ રજા હોય તો પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનદ્રવ્ય માટેનો સિદ્ધાંત જણાવ્યો, તે મુજબ દેવદ્રવ્યના ઉપયોગ માટે પણ લખ્યું હોત કે “દેવદ્રવ્ય દેવપૂજા અને દેવકાર્ય બંનેમાં કામ લાગે છે.” પરંતુ આવું ન કહેતાં માત્ર “દેવદ્રવ્ય દેવકાર્યમાં વપરાય છે.” એમ જ કહ્યું છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૮૫
– આથી પરિશિષ્ટકારની ખોટી દલીલોથી વાચકોએ ચેતવાની જરૂર છે. લેખકશ્રીએ અને પરિશિષ્ટકારે જ્યાં જ્યાં તક મળી, ત્યાં ત્યાં દલીલોકુતર્કો કરીને શાસ્ત્રાનુસારી પરંપરાને દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
- આ રીતે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાના શાસ્ત્રીયમાર્ગને ભૂંસવા માટે અને દેવદ્રવ્યથી જિનપૂજા કરી શકાય એવા અશાસ્ત્રીય માર્ગને પ્રસ્થાપિત કરવા માટે તે પક્ષ દ્વારા રજૂ થતા ઉપદેશપદાદિ ગ્રંથોના શાસ્ત્રપાઠોની વિચારણા કરી. તે શાસ્ત્રપાઠોમાં દેવદ્રવ્ય” પદથી જે વિવેક કરવાનો છે તે પણ વિચાર્યું. સમગ્ર ચર્ચાના અંતે એટલું જ કહેવાનું છે કે, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં સ્વદ્રવ્યથી-સ્વવિભવાનુસારે જે જિનપૂજાની વિધિ બતાવી છે, તેનાથી વિપરીત વિધિ તે જ ગ્રંથોમાં કે અન્યગ્રંથોમાં તો ન જ બતાવેલી હોય. કારણ કે, શાસ્ત્રકારો પરસ્પરવિરુદ્ધ વિધાનો ન જ કરે. તેમ છતાં ઉપદેશપદાદિ ગ્રંથોના પાઠોમાં જિનપૂજાદિ-મહાપૂજાદિ કાર્યો માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું કહ્યું છે. તો ત્યાં વિવેક કરવો જ પડે કે, ત્યાં દેવદ્રવ્ય પદથી કયા પ્રકારનું દેવદ્રવ્ય છે? સંકલ્પિત દેવદ્રવ્યની વાત છે કે સમર્પિત? - ત્યાં સંકલ્પિત દેવદ્રવ્યની વાત છે, તે સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. કારણ કે, તેવું ન સ્વીકારીએ તો શાસ્ત્ર અને પરંપરા સાથે વિરોધ આવે છે. શાસ્ત્ર અને પરંપરા તો જિનપૂજાદિ કર્તવ્યો સ્વદ્રવ્યથી જ કરવાનું કહે છે, તે આપણે વિસ્તારથી પૂર્વે વિચાર્યું જ છે.
= અહીં ઉલ્લેખનીય છે કે, પરિશિષ્ટકારે પૂર્વોક્ત શાસ્ત્રપાઠોનું પોતાની રીતે અર્થઘટન કર્યા પછી “શાસ્ત્રપાઠોમાં નિર્દિષ્ટ દેવદ્રવ્યથી તમે કયા પ્રકારનું દેવદ્રવ્ય લો છો? એવા સંભવિત પ્રશ્નના જવાબમાં ધાર્મિક વહીવટ વિચાર” (પ્ર.આ.) પૃ. ૧૪૦-૧૪૧ ઉપર મૂળ પ્રશ્નનો જવાબ આપ્યા વિના બીજી-બીજી વાતો કરીને વાચકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. એ પુસ્તકની મોટામાં મોટી ભૂલ શુદ્ધ દેવદ્રવ્યમાં ગણાતા ઉછામણીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ઠરાવવાનો પ્રયત્ન છે. આ મોટી ભૂલના કારણે આખા પુસ્તકમાં ભૂલોની પરંપરા સર્જાઈ છે અને કહેવું
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પડશે કે, વિક્રમની ૨૦ સદીનો સૌથી મોટો શાસ્ત્રીય અર્થઘટનમાં કોઈ ગોટાળો હોય તો તે કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં છે. આની વિચારણા અલગ પ્રકરણમાં કરવી જ છે. તેથી અટકીશું. પૂર્વોક્ત વિચારણાથી દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકના પૃ. ૧થી ૪માં થયેલા કુતર્કોની પણ સમાલોચના થઈ ગયેલી જાણવી અને અન્ય સાહિત્યોમાં જ્યાં જ્યાં ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્યવાળા પાઠો જોવા મળે, ત્યાં પૂર્વે જણાવેલો વિવેક કરવા ખાસ ભલામણ છે.
અંતે વાચકોને ખાસ ભલામણ છે કે, ઉપદેશપદાદિ ગ્રંથોના શાસ્ત્રપાઠોના નામે ચાલતા અપપ્રચારથી મુંઝાશો નહીં અને શાસ્ત્રાનુસારી પરંપરાથી ચાલતી વિધિમાં દઢચિત્તવાળા બની સુવિહિત પરંપરામાં આદરવાળા બનવા ખાસ ભલામણ છે.
(A) શ્રાદ્ધવિધિનો પાઠ
(चैत्यद्रव्य) जिणदव्वलेसजणियं ठाणं जिणदव्वभोगेणं साहूहिं चइव्वं जइ तंमि वसिज्ज पायच्छित्तं ॥१०८॥ | ભાવાર્થ દેવદ્રવ્યના લેશથી બનેલા (દેવદ્રવ્ય થોડુંક પણ વપરાયું હોય એવા) સ્થાનમાં દેવદ્રવ્યના ભોગવટાનો દોષ લાગતો હોવાથી સાધુઓએ તે સ્થાન છોડી દેવું જોઈએ. જો તેવા સ્થાનમાં સાધુઓ વસે તો (રહે તો) પ્રાયશ્ચિત્ત આવે.
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૬ : બોલી-ઉછામણી શાસ્ત્રીય કે અશાસ્ત્રીય ?
ઉપોદ્ઘાત :
વિ.સં. ૨૦૪૪ના સૂત્રધારો અને ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના લેખકશ્રી આદિએ (શક્તિશાળી અને અશક્ત એમ તમામ સ્થળે) દેવદ્રવ્યથી જિનપૂજા-મહાપૂજા-સ્નાત્ર-પૂજારીનો પગાર આદિનો અશાસ્ત્રીય માર્ગ ખુલ્લો કરવાના મહા અભિયાનની પાર્શ્વ-ભૂમિકામાં ‘કલ્પિત દેવદ્રવ્ય’ની વ્યાખ્યા બદલી નાખી અને તેના માટે શાસ્ત્રીય એવા બોલીઓથી આદેશ આપવાના માર્ગને અશાસ્ત્રીય જાહેર કરવાનો અનુચિત પ્રયત્ન કર્યો તથા પોતાની વાતની સિદ્ધિ માટે પોતાના જ પૂજ્ય વડીલોના શાસ્ત્રીય વિચારોને બાજુ ઉપર મૂકીને અપ્રામાણિક લોકોના બોલી સંબંધી લેખોને પ્રચારવાનો નાચીજ પ્રયત્ન કર્યો.
વળી, તે પક્ષની બેધારી નીતિ પણ જોવા જેવી છે. એક બાજું બોલીઓને અશાસ્રીય-ચૈત્યવાસીઓની રૂઢિ-અવિહિત પુરુષોનું પ્રવર્તનશિથિલાચા૨ીઓનું પ્રવર્તન કહે છે અને બીજી બાજું બોલીઓની ૨કમને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવાનો આગ્રહ રાખવો છે. બીજી વાત, ‘સંબોધ પ્રકરણ’ ગ્રંથના રચનાકાળે બોલીઓની પ્રથા નહોતી એમ પ્રચારવું છે અને બીજી બાજું એ જ ગ્રંથમાં બતાવેલા દેવદ્રવ્યના ત્રણ પ્રકારમાંના કલ્પિત દેવદ્રવ્યમાં એનો સમાવેશ કરવાની તનતોડ મહેનત કરાય છે અને એ માટે શાસ્ત્ર-પરંપરા અને સુવિહિત મહાપુરુષો સાથે મજેથી દ્રોહ પણ કરાય છે.
અપપ્રચારની અને બચાવની શૈલી પણ જોવા જેવી છે ઃ
(A) પૂ.પં.શ્રી ચંદ્રશેખર વિ.મ.સા. પોતાની “૨૦૪૪ના સંમેલનની રૂપરેખા અને સમાલોચના’’ નામની પુસ્તિકામાં પૃ. ૫૫ ઉપર લખે છે કે,
ન
“મારી માન્યતા ભૂલ ભરેલી ન હોય તો ચડાવા કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાના ઉપાયો સુવિહિતોની આચરણા નથી. પણ ચૈત્યવાસી અને તેમના હાથમાં રમતા શ્રાવકોની કલ્પેલી રૂઢિઓ છે. આવી રૂઢિયોને શાસ્ત્રીય અને
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સુવિહિત પરંપરા માનીને કોલાહલ મચાવવો એ અસદાગ્રહ નહીં તો બીજું શું કહેવાય?”
ટિપ્પણી: (૧) દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ચડાવા (બોલી-ઉછામણી) શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મસગ્રંહ, દ્રવ્યસપ્તતિકા, અષ્ટાદ્વિકા વ્યાખ્યાન વગેરે ગ્રંથોમાં બતાવ્યા છે. અહીં તેઓને પ્રશ્ન છે કે, આ બધા ગ્રંથના કર્તાઓ શું ચૈત્યવાસી અને તેમના હાથમાં રમતા શ્રાવકોની કલ્પેલી રૂઢિઓના પ્રવર્તક છે? શું લેખકશ્રીનું એ લખાણ એ બધા ગ્રંથો અને ગ્રંથકારો ઉપર અવિશ્વાસ સૂચવે છે કે નહીં? અને એક બાજું એ બધા ગ્રંથોનો આધાર લઈ કુતર્કો કરી સ્વાભિમતની સિદ્ધિ કરવી છે અને બીજી બાજું વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રીય પરંપરામાં બુદ્ધિભેદ ઊભો કરવો છે - આને કઈ નીતિ માનવી ? આવી નીતિને સજ્જનોચિત નીતિ માની શકાય? તે વાચકો સ્વયં વિચારે.
(૨) તે વર્ગને બીજો પ્રશ્ન છે કે, આવા બધા વર્ણન કરી આજના સંઘો તે બોલીઓ બંધ કરે તેવું ઇચ્છો છો કે તે બોલીઓ ચાલું રાખીને તેની આવક પોતાની કલ્પના મુજબ લઈ જવાની અંદરની ભાવના છે? આનો જવાબ આપશો !
| (B) એ જ લેખકશ્રી પાછા “ધાર્મિક વહીવટ વિચાર”માં (પ્ર.આ. પૃ.-૫ ઉપર) બોલી અંગે જુદા પ્રકારનો પ્રકાશ (!) પાથરે છે –
“વિક્રમના દસમા સૈકા બાદ યતિઓ મંદિરના ભંડારાદિની રકમનો કબજો કરીને તેનો ગેરઉપયોગ કરવા લાગ્યા એટલે આવી રકમો આપવાનું દાનવીરોએ બંધ કર્યું. આથી નિભાવ માટેની રકમની જરૂર પડી. એટલે યતિઓએ છેલ્લા ૨૦૦ ૩૦૦ વર્ષોથી ૧૪ સ્વપ્નો તથા ઉપધાનની માળા વગેરેની ઉછામણી બોલાવવાની પ્રથા શરૂ કરી.”
ટિપ્પણીઃ (૧) પૂર્વોક્ત વિધાનોથી સાવ અલગજ વિધાનો લેખકશ્રીએ
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૬ : બોલી-ઉછામણી શાસ્ત્રીય કે અશાસ્ત્રીય?
૧૮૯ પોતાના “વિશ્વશાંતિનો મૂલાધાર” પુસ્તકમાં કર્યા છે. ત્યાં બોલીને દેવદ્રવ્યની વૃદ્ધિ માટેની સુવિહિત મહાપુરુષોએ પ્રવર્તાવેલી પ્રથા તરીકે બતાવી છે અને વર્ષો પછી વિચારો બદલાઈ ગયા? કારણ શું? સંદર્ભો બદલાઈ ગયા. હવે કલ્પિત દેવદ્રવ્યની નવી વ્યાખ્યા પ્રવર્તાવવાની છે અને એના દ્વારા સ્વકપોલ કલ્પિત મતની સિદ્ધિ કરવાની છે. જ્યારે વિ.સં. ૨૦૪૪ પૂર્વે એવું કોઈ કારણ નહોતું. માટે જ પોતાના પૂ.વડીલોના વિચારો મુજબ બોલાતું અને લખાતું હતું. એમ જ માનવું પડે ને!
(૨) પૂર્વોક્ત લખાણમાં લેખકશ્રીએ શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના ગ્રંથકારો, પોતાના સં. ૧૯૭૬ આદિના સંમેલનના સૂત્રધાર એવા પૂ. વડીલોને અને પોતાના જ લખાણોને ખોટા ઠેરવ્યા છે.
(C) ધાર્મિક વહીવટ વિચાર' પ્રથમ આવૃત્તિ-શુદ્ધિપત્રક-પૃ. ૧૫૬. ચડાવા માટે વળી અલગ અભિપ્રાય:
બોલી-ચડાવાની શરૂઆત ક્યારથી થઈ ?” આ લેખનો વિચાર એ તેના લેખકનું એક અનુમાન છે. ચિંતન કરતાં મને પણ તે વાત પ્રામાણિક લાગે છે. છતાં જો અન્ય ગીતાર્થ ભગવંતો અન્ય અભિપ્રાય ધરાવતા હોય અને તે તાત્ત્વિક રીતે યોગ્ય જ હોય તો તેનો જ સ્વીકાર કરવો જોઈએ.”
ટિપ્પણી : (૧) પૂર્વોક્ત લખાણમાં જે લેખની વાત છે. તે પં. શ્રી કલ્યાણવિ.મ.નો લેખ છે. લેખકશ્રીને એ પ્રામાણિક લાગ્યો છે. પરંતુ લેખકશ્રી એ ભૂલી જાય છે કે પોતાના પૂજ્ય વડીલો એ લેખના લેખકને તદ્દન અપ્રામાણિક માનતા હતા અને તેના ઘણા કારણો હતા. પરંતુ ગરજના કારણે અત્યારે તેમને એ પ્રામાણિક લાગવા લાગ્યા છે અને પ્રામાણિક શિષ્ટપુરુષો અપ્રિય બની ગયા છે.
(૨) પં. કલ્યાણવિજયજીના સ્વમતિકલ્પિત અભિપ્રાયો અને સ્વચ્છેદ વિચારો અહીં (સંમેલનની ભીતરમાં' પુસ્તકમાંથી લઈને) પ્રગટ કરીએ
Page #245
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૯૦
છીએ : એના ઉપરથી વાચકો કોણ પ્રામાણિક છે, તે સ્પષ્ટ રીતે સમજી
શકશે.
પં. શ્રી કલ્યાણવિજયજી : તેમના મતિકલ્પિત અભિપ્રાયો અને સ્વચ્છ વિચારો
પ્રશ્ન ઃ ‘સંબોધ પ્રકરણ’ના રચયિતા અંગે પં. શ્રી કલ્યાણવિજયજીનો આવો અભિપ્રાય છે તો આપણી તેમાં શું માન્યતા છે ?
ઉત્તર ઃ આપણે જ નહિ, પણ પં. શ્રી કલ્યાણવિજયજી, સિવાય સમસ્ત તપગચ્છ સંઘ, કોઈ પણ જાતના મતભેદ વિના એ ગ્રંથને પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો રચેલો એક અત્યંત પ્રમાણભૂત ગ્રંથ માને છે. તેથી જ જ્યારે જ્યારે કોઈ કોઈ પણ શાસ્ત્રીય મહત્ત્વના નિર્ણયો લેવાયા હોય, ત્યારે અનેક પ્રસંગે જરૂર જણાઈ ત્યાં તે ગ્રંથની સાક્ષી આપવામાં આવી છે.
પ્રશ્ન : પં. શ્રી કલ્યાણવિજયજીએ આવો અભિપ્રાય શા આધારે આપ્યો ?
:
ઉત્તર ઃ પોતાની કલ્પનાના આધારે. વિદ્વાન ગણાતા તેઓ પોતાની કલ્પનાશીલતા ઉપર મદાર બાંધીને અનેક પ્રાચીન ગ્રંથો અને સમર્થ પૂર્વ પુરુષો માટે ગમે તેવા અભિપ્રાયો પ્રગટ કરતાં અચકાયા નથી. જે ગ્રંથના અધ્યયન માટે સાધુઓને બાવન દિવસ લગાતાર આયંબિલના તપપૂર્વક યોગોદ્વહન કરવાના હોય છે અને તે પછી જ તેના વાંચનનો અધિકાર પ્રાપ્ત થાય છે, એવા પરમ પવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર માટે તેઓએ અનેકની શ્રદ્ધાનાં મૂળીયાં હાલી ઊઠે તેવું લખ્યું છે કે :
“વિદ્યમાન મહાનિશીથ વિક્રમ કી નવમી શતાબ્દી મેં ચૈત્યવાસીયો દ્વારા નિર્મિત નયા સૂત્ર સંદર્ભ હૈ । ઇસકા વિષય બહુધા જૈન આગમોં સે વિરુદ્ધ પડતા હૈ ।” (નિબંધ નિચય-૯૩)
પ્રસ્તુત સંબોધ પ્રકરણ માટે તેમણે લખ્યું છે કે –
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૯૧
પ્રકરણ - ૬ઃ બોલી-ઉછામણી શાસ્ત્રીય કે અશાસ્ત્રીય?
“ઇન બાતોં કે સોચને સે ઇતના તો નિશ્ચય હો જાતા હૈ કિ ઇસ કૃતિસે શ્રી હરિભદ્રસૂરિજી કા કોઈ સંબંધ નહી હૈ I xxx / હમારે અનુમાન સે યહ કૃત્રિમ કૃતિ કિસી ખતરગચ્છીય વિદ્વાન કી હો તો આશ્ચર્ય નહીં !” (નિબંધ નિચય પૃ. ૯૩)
ધર્મસંગ્રહ અને તેના કર્તા માટે તેઓ લખે છે કે –
“પ્રસિદ્ધ સર્વમાન્ય બાતોં કે વર્ણન મેં પ્રમાણ દેના આવશ્યક નહીં હોતા. જો વિષય વિવાદાસ્પદ હોતા હૈ ઉસી કે લીએ શાસ્ત્રીય પ્રમાણો કે ઉદ્ધરણ જરૂરી હોતે હૈં, પરંતુ “ધર્મસંગ્રહ' કે કર્તાને ઇસ બાત પર તનિક ભી વિચાર નહીં કિયા | xxx ! આપકે ઇસ પ્રકાર કે નિરૂપણોં સે ધર્મસંગ્રહ ન સૈદ્ધાંતિક ગ્રંથ કહા જા સકતા હૈ, ન સામાચારી ઔર ન ઔપદેશિક !” (નિબંધ નિચય પૃ. ૮૫, ૮૮)
“ઉપદેશ પ્રાસાદ'ના કર્તા પૂ. આચાર્ય શ્રી લક્ષ્મીસૂરિ મહારાજા માટે ઘોર અપમાનજનક ભાષામાં તેઓ લખે છે કે :
“ઇસ કથન સે યહ જ્ઞાત હોતા હૈ કિ ગ્રંથકર્તા શ્રી વિજયલક્ષ્મીસૂરિ શિલ્પશાસ્ત્ર કા ઇકડા તક નહીં જાનતે થે ” (નિબંધ નિચય પૃ. ૯૦)
વધુમાં શ્રી જૈનશાસનમાં જેમની લઘુ હરિભદ્ર તરીકે ગણના થાય છે તેવા મહા સમર્થ વિદ્વાન મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરજી માટે તેઓ લખે છે કે :
“ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને મૈત્યાદિ ચાર ભાવનાઓં કા જો અપને પરિષ્કાર મેં અર્થ કિયા હૈ, વહ હમારી રાય મેં વાસ્તવિક નહીં હૈ” (નિબંધ નિચય પૃ. ૮૬)
“ઉપાધ્યાય શ્રી યશોવિજયજીને “સિદ્ધાણ પઇટ્ટ' ઇસ પર અપના સંશોધન કર “પઢા” કે સ્થાન પર “પસિદ્ધા” યહ શબ્દ રખા હૈ જો ઠીક નહીં, xxx ઉપાધ્યાયજી કા ઉક્ત સંશોધન વાસ્તવ મેં સંશોધન નહીં
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
બલ્કિ “શુદ્ધ કો અશુદ્ધ કરને વાલા પાઠ હૈ !” xxx શ્રીમાન ઉપાધ્યાયજી મહારાજ પ્રતિષ્ઠા કા પરિચય જાનતે હોતે તો યહ શુદ્ધિ-અશુદ્ધિ કા પ્રક્ષેપ નહીં કરતે !” (નિબંધ નિચય પૃ. ૮૭, ૮૮)
(૩) પં.શ્રી ચંદ્રશેખર વિ.મ.સા.ના પૂર્વોક્ત લખાણમાં “છતાં જો અન્ય ગીતાર્થે ભગવંતો અન્ય અભિપ્રાય ધરાવતા હોય અને એતાત્ત્વિક રીતે યોગ્ય જ હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ.” - આમ કહીને લેખકશ્રીએ પોતાના અભિપ્રાયને આડકતરી રીતે અતાત્ત્વિક જ કહ્યો છે. વાસ્તવમાં તો ગીતાર્થોએ સ્પષ્ટ શબ્દોમાં અભિપ્રાય આપવાનો હોય. તેના બદલે ગોળ ગોળ વાત કરવી એ લોકોને ગેરમાર્ગે દોરવાની અનુચિત પ્રવૃત્તિ જ
છે.
પ્રશ્નઃ બોલીની પ્રથા કયારથી શરૂ થઈ?
ઉત્તરઃ મહારાજા કુમારપાળના સંઘમાં કલિકાલસર્વજ્ઞ પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં તીર્થમાળની બોલી બોલાયાનો ઉલ્લેખ મળે છે અને તે મંદિરના નિર્વાહ માટે નહિ પણ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ બોલાઈ છે, કારણ કે, શાસ્ત્રોમાં દેવદ્રવ્યની વૃદ્ધિના પ્રસંગમાં એવું દષ્ટાંત અપાયું છે. એ જ રીતે મંત્રીશ્વર પેથડશાના ચરિત્રમાં પણ બોલીનો ઉલ્લેખ છે. એટલે બોલીઓની પ્રથા ત્યાર પહેલાંની હશે એમ સમજી શકાય છે. વળી આ બધા આચાર્ય ભગવંતો પરમ સુવિદિતો હતા પણ શિથિલાચારીઓ ન હતા. એટલે શિથિલાચારી અસુવિહિત પરંપરાને તેમણે અપનાવી હતી, એવું તેમના માટે બોલવામાં તો તેમની ભયંકર આશાતના છે. બોલીઓનું દ્રવ્ય મરજી પ્રમાણે લઈ જવા માટે હવે તો તેઓ બોલીઓ જ અશાસ્ત્રીય છે એવું પણ નિરૂપણ કરવા લાગ્યા છે, પરંતુ આ તો તેમનું એક મોટું દુસાહસ છે. ઉછામણી આદિ દ્વારા દેવદ્રવ્યવૃદ્ધિ પાચમું કર્તવ્ય (A) શ્રાવકે પ્રતિવર્ષ ૧૧ કર્તવ્યો કરવાના હોય છે. તે વાત
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૬: બોલી-ઉછામણી શાસ્ત્રીય કે અશાસ્ત્રીય?
૧૯૩ પર્યુષણ પર્વના અષ્ટાલિંકા વ્યાખ્યાનમાં આવે છે. તે ૧૧ કર્તવ્યો પૈકીનું પાંચમું કર્તવ્ય દેવદ્રવ્યની વૃદ્ધિ અંગેનું છે. પૂ.આ.ભ. શ્રી વિ. લક્ષ્મસૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત “અાલિકા વ્યાખ્યાન” નામના ગ્રંથમાં અગીયાર કર્તવ્યોના વર્ણન વખતે પાંચમા કર્તવ્યના વર્ણનમાં નીચે મુજબ જણાવ્યું છે–
"तथा देवद्रव्यवृद्ध्यर्थं प्रतिवर्ष मालोद्धट्टनं कार्यम्, तत्र च ऐन्द्री अन्या वा माला ग्राह्या, श्रीरैवते श्वेताम्बरदिगम्बरसंघयोः समं प्राप्तयोः तीर्थविवादे च इन्दमालां परिधत्ते तस्येदं तीर्थमिति वृद्धौक्तौ साधुपेथडेन षट्पञ्चाशद्धटीस्वर्णेनेन्द्रमाला परिदधे, चतुर्द्धस्वर्णं मार्गणेभ्यो ददे, तीर्थं स्वं चक्रे, इत्यादि-शुभविधिना देवद्रव्यस्य वृद्धिः कार्येति पञ्चमं ત્યમ્ !'
સારાંશ : તથા દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિવર્ષ માલોદ્ઘાટન કરવું જોઈએ અને તેમાં ઈન્દ્રમાલા કે અન્યમાલા ગ્રહણ કરવી જોઈએ. “શ્રીગિરનારજી તીર્થ શ્વેતામ્બરોનું કે દિગંબરોનું?” આવો જયારે બંને સંઘમાં વિવાદ થયો, ત્યારે “જે ઈન્દ્રમાલા પહેરે તેનું આ તીર્થ થશે” આવું વૃદ્ધપુરુષોએ નક્કી કર્યું. વૃદ્ધપુરુષોના કથનથી ઇન્દ્રમાલા સંબંધી બોલીનો પ્રારંભ થયો અને એમાં પેથડશાહ મંત્રીશ્વરે પ૬ ઘડી સુવર્ણ બોલીને ઈન્દ્રમાલા પહેરવાનો લાભ લીધો હતો અને ઇન્દ્રમાળા પહેરી હતી અને ૪ ઘડી યાચકોને દાનમાં આપી હતી અને એ રીતે તીર્થને પોતાનું (શ્વેતાંબરોનું) કર્યું હતું. - ઇત્યાદિ શુભવિધિ દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. – આ પ્રમાણે પાંચમું કર્તવ્ય જાણવું.
– આ રીતે ઉછામણી શાસ્ત્રીય આચરણા જ છે અને તેનું પ્રવર્તન દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ થયું છે. તે પૂર્વોક્ત પાઠથી ફલિત થાય છે.
(B) (શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પણ ઉછામણી દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું વિધાન કર્યું છે. તે નીચે મુજબ છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧) શ્રાદ્ધવિધિનો પાઠઃजिणपवयणवुड्किरं पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होई ॥१॥. जिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं । भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होई ॥२॥ द्रव्योत्सर्पणपूर्वकारात्रिकविधानादिना देवद्रव्यवृद्धिः ।
અર્થ - જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા, જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારો જીવ પરિમિત સંસારવાળો થાય છે. (૧) જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા, જ્ઞાન-દર્શન-ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારો જીવ અનંતસંસારી થાય છે. (૨)
દ્રવ્ય (ધન)ની ઉછામણી બોલવાપૂર્વક આરતી કરવા આદિ વડે દેવદ્રવ્યની વૃદ્ધિ થાય છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
ઉપોદ્ઘાતઃ
કલ્પિત દેવદ્રવ્યથી દેરાસરના સર્વ કાર્યો કરી શકાય છે એમ સંબોધ પ્રકરણમાં જણાવ્યું છે. કલ્પિતદેવદ્રવ્યના ઉપયોગના (વિનિયોગના) વિષયમાં કોઈ વિવાદ જ નથી. પરંતુ કલ્પિત દેવદ્રવ્ય કોને કહેવાય ? તેમાં કયા દ્રવ્યનો સમાવેશ થાય ? - તે અંગે વિવાદ છે. આમ તો વિ.સં. ૨૦૪૪ના સીમિત સંમેલન પૂર્વે કલ્પિત દેવદ્રવ્યના સ્વરૂપ અંગે પણ કોઈ વિવાદ નહોતો. પરંતુ વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં સ્વાભિમતની સિદ્ધિ કરવા માટે - દેવદ્રવ્યથી જિનપૂજા-મહાપૂજાસ્નાત્રાદિ કરાવવાનો માર્ગ (કે જે શાસ્ત્રદષ્ટિએ માન્ય નથી, તે) સત્તાવાર રીતે ખુલ્લો મૂકવાના ઈરાદાથી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા બદલી નાંખવામાં આવી.
– ઘણા સમુદાયોનો વિરોધ થવાથી સંમેલન તો નિષ્ફળ ગયું. પરંતુ તેના અમુક ઠરાવોમાં જેને ખૂબ સ્વારસ્ય હતું, તેમણે યેન કેન પ્રકારે એનું સમર્થન કરવાના પ્રયત્નો ચાલું રાખ્યા. તદન્વયે વિ.સં. ૨૦૪૪ની સાલમાં જ પં. શ્રી ચંદ્રશેખર વિ.મ. સા. પોતાની “સંમેલનની રૂપરેખા અને સમાલોચના' પુસ્તકમાં કલ્પિત દેવદ્રવ્ય અંગે પોતાની શૈલીથી ઘણી ચર્ચા કરી. જેમાં સંબોધપ્રકરણના ગ્રંથકારે જે જણાવ્યું નથી, તેને પણ મારી મચડીને ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે.
– તે પછી વિ.સં. ૨૦૪૯માં સંમેલનના ઠરાવોના સમર્થનમાં તેમના દ્વારા લખાયેલા ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં ઠેરઠેર કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યાઓ કરી અને એમાં શાસ્ત્રકાર મહર્ષિએ ન જણાવેલી વાતો ઉમેરી અને પરસ્પર વિરુદ્ધ વાતોથી યુક્ત એ વ્યાખ્યા રજું કરીને મુગ્ધલોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું.
અહીં ઉલ્લેખનીય છે કે, કલ્પિતદેવદ્રવ્યની વ્યાખ્યા બદલ્યા વિના
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
તેમની માન્યતા કોઈપણ પ્રકારે સિદ્ધ થાય તેમ નહોતી અને લોકો સ્વીકારે તેમ નહોતા. તેથી તેની વ્યાખ્યા બદલવાની શાસ્ત્રદ્રોહીનીતિ અપનાવીને શાસ્ત્રવિરુદ્ધ માન્યતાને શાસ્રસાપેક્ષ હોવાનો પ્રચાર કર્યો - દેખાવ કર્યો. ભરપૂર ઉત્સૂત્ર પ્રરૂપણા કરી.
આ કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં થયેલા ગોટાળાનો આંશિક ઇતિહાસ છે. જૈનશાસનના ઇતિહાસની આ મોટામાં મોટી ગરબડ છે. જોકે, એ પક્ષની તનતોડ મહેનત હોવા છતાં તેમાં એમને સફળતા મળી નહીં અને શ્રીસંઘોએ એમની વાત સ્વીકારવાની ધરાર ના પાડી.
આથી તેઓ થોડો સમય શાંત રહીને પુનઃ સક્રિય બન્યા છે. ફરીથી ‘મુક્તિદૂત માસિક’ આદિમાં પોતાની વાતોને પ્રચારવાની ચાલુ કરી છે. જો કે, હવે છેલ્લે છેલ્લે તેઓ ત્રણ પ્રકારના દેવદ્રવ્યની વ્યાખ્યા ક્યાંયે લખતા નથી. પરંતુ તે ત્રણે પ્રકારના દેવદ્રવ્યની આવક-જાવકના જે ચાર્ટ મૂકે છે, તેમાં પોતાની ખોટી માન્યતાને જ અનુસરે છે. આ વિષયનો વિશેષ ખુલાસો આગળ કરીશું. આ તેની પાર્શ્વ-ભૂમિકા છે. હવે કલ્પિતદેવદ્રવ્યનું સ્વરૂપ જોઈશું.
કલ્પિત દેવદ્રવ્ય :- સંબોધ પ્રકરણમાં તેનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવ્યું છે .
-
रिद्धिजुयसम्मएहिं, सड्डेहिं अहवा अप्पणा चेव ।
जिणभत्तीइ निमित्तं, जं चरियं सव्वमुवओगि ॥ १६९॥
→>>
અર્થમીમાંસા :
નોંધ : આ ગાથાનો અમે અર્થ કરતા નથી. પરંતુ જુદા-જુદા પુસ્તકો આદિમાં જે રીતે અર્થ થયો છે, તેને મૂકીએ છીએ. (ગાથા ફરીથી મૂક્યા વિના અર્થ જ જણાવીશું.)
(A) (સંબોધ પ્રકરણ, અનુવાદક-પૂ.આ.શ્રીવિજયમેરૂપ્રભસૂરિજી મ.સા., પ્રકાશક : શ્રીલુણસાવાડા,મોટીપોળ-જૈનસંઘ, પ્રકાશન વર્ષ,
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૧૯૭
સં. ૨૦૦૮, ઈ.સ. ૧૯૫૧, પૃષ્ઠ-૨૮ ઉપર નીચે મુજબ અર્થ છે-) ઋદ્ધિ યુક્ત અને સહિત એવા શ્રાવકોએ અથવા પોતાના આત્મા વડે એ પોતે શ્રીજિનેન્દ્રભક્તિને માટે જે આચરેલું હોય તે સર્વ ઉપયોગ (જિનેન્દ્રના કાર્યમાં આવે એમ) જાણવું.”
(B) પુસ્તક : દેવદ્રવ્ય યાને ચૈત્યદ્રવ્ય’, લેખક : પૂ.આ.શ્રી સાગરાનંદ-સૂરીશ્વરજી.મ.સા., પૃ. ૩૩ ઉપર સંબોધપ્રકરણના ત્રણ પ્રકારના દેવદ્રવ્યની ગાથાનો ભાવાર્થ)
" खुद हरिभद्रसूरिजी संबोधप्रकरण में फरमाते हैं कि आदान ( आवक ) आदि से आया द्रव्य जिनेश्वर महाराज के शरीर में ही लगाना और अक्षत फल बली वस्त्रादिक का द्रव्य जिनमंदिर के लिए लगाना और ऋद्धियुक्त सम्भवत ( अन्देशेवाले ) श्रावकोंने या अपने जिन भक्ति निमित्ति जो द्रव्य आचरित है वह मंदिर मूर्ति दोनों में लगाना इस लेख से समझना चाहिये कि जिनेश्वर महाराज की भक्ति के निमित्त होती हुई बोली का द्रव्य दूसरे किसी में भी नहीं लग सकता है ।"
(C) रिद्धिजुअ सम्मएहिं सड्डेहिं अहवा अप्पणा चेव । जिणभतीई निमित्तं जं चरियं सव्वमुवओगि ॥ ४ ॥ ( कथारत्नकोश श्री देवेन्द्रसूरिम . ) ધનાઢ્ય અને રાજમાન્ય શ્રાવકોએ અથવા તો ચૈત્યનિર્માપક શ્રાવકે પોતે જિન ભક્તિથી અમુક રકમ ચૈત્યના નિર્વાહ માટે કોષ રૂપે સ્થાપી હોય તો કલ્પિત અથવા ચરિત દ્રવ્ય કહેવાય છે. કલ્પિત દ્રવ્ય ચૈત્ય સંબંધી સર્વ કામોમાં ઉપયોગી થાય છે.
– પં. શ્રી કલ્યાણવિજયજીગણિ
(D) પં.શ્રી.કલ્યાણવિ.મ. એ “ચાલુ ચર્ચામાં સત્યાંશ કેટલો” એ પોતાના નિબંધમાં કલ્પિત દેવદ્રવ્યનો અર્થ નીચે મુજબ કર્યો છે -
“શ્રીમંત અને માન્ય (રાજા, મંત્રી વગેરે) શ્રાવકોએ અથવા પોતે (ચૈત્ય કરાવનારે) જિનભક્તિને માટે કલ્પીને જે દ્રવ્ય સંચિત કર્યું હોય તે
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(કલ્પિત કહેવાય અને તે) ચૈત્ય સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગી થઈ શકે.” (E) (સંબોધ પ્રકરણ, ભાવાનુવાદકાર : પૂ.આ.ભ.શ્રી. રાજશેખર સૂરિજી મ.સા., પૃ. ૧૦૧)
“ઋદ્ધિયુક્ત એવા સંમત (= સંઘમાન્ય) શ્રાવકોએ અથવા સ્વયં પોતે (= એક શ્રાવર્ક) જિનભક્તિ માટે જે દ્રવ્ય આચરેલ (= આપ્યું) હોય તે દ્રવ્ય કલ્પિત કહેવાય છે અને જિનભક્તિના સર્વકાર્યમાં ઉપયોગી થાય છે.”
કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યાના નવા અર્થો જુઓ :
(F) (વિ.સં. ૨૦૪૪, સંમેલન, ઠરાવ નં. ૧૩ : દેવદ્રવ્ય વ્યવસ્થા.)
‘(૩) કલ્પિત દ્રવ્ય : જુદા જુદા કાળે જરૂરીયાત વગેરે વિચારી ગીતાર્થોએ ચઢાવાની (બોલીની) શરૂઆત કરી, તે બોલી આદિથી આવેલું દ્રવ્ય તે કલ્પિત દ્રવ્ય, જેમ કે, પૂજાના ચઢાવા, સ્વપ્ન વગેરેની બોલી, પાંચ કલ્યાણકોની બોલી, ઉપધાનની માળના ચઢાવા તેમ જ તેઓએ સમર્પિત કરેલ વગેરે વગેરે.
– એ કલ્પિત દ્રવ્ય, ભગવાનની પૂજાનાં દ્રવ્યો, મંદિરો માટે રાખેલ માણસોનો પગાર, જીર્ણોદ્ધાર, નવા મંદિરો વગેરેની રચના તેમ જ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યમાં વાપરી શકાય છે.’
(G) (પુસ્તક : “ધાર્મિક વહીવટ વિચાર”, લેખક : પં.શ્રી. ચંદ્રશેખરવિ.મ.સા., પરિમાર્જકો : (૧) ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિજી મ.સા., (૨) આ.શ્રી.રાજેન્દ્રસૂરિજી મ.સા., (૩) પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. (૪) પં.શ્રીજયસુંદરવિ.ગણિ. સંપાદકઃ મુ. દિવ્યવલ્લભવિ.મ.)
→ તેમાં જુદા-જુદા સ્થળે જુદી-જુદી વ્યાખ્યા :
(નોંધ : પૂર્વોક્ત પુસ્તકમાં ક.દે.ની વ્યાખ્યા જુદી જુદી થઈ છે. તે નીચે મુજબ છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭: કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૧૯૯
(G-૧) પૃ. ૧૫ઃ કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય | જિનમંદિરના નિભાવ માટે કલ્પેલું (કાયમી નિધિ) તથા જિનભક્તિ નિમિત્તે જે કાંઈ ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણા કરી હોય, તેનાથી ઉત્પન્ન થયેલ તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. ભૂતકાળમાં સુશ્રાવકો સ્વદ્રવ્યથી જ જિનમંદિર બનાવતા. એ વખતે તે જિનમંદિરના ચોકીદારને પગાર, અષ્ટપ્રકારી પૂજાની સામગ્રીઓ વગેરે વસ્તુઓ બરોબર કાયમ મળતી રહે તે માટે દાનવીર નિભાવરૂપે રકમ આપતા, જે કાયમ રહેતી અને તેના વ્યાજમાંથી મંદિરનો નિર્વાહ (નિભાવ) કાયમ માટે થતો. આ રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા થતી.
(G-૨) પૃ. ૧૫૯
૨. કલ્પિત દેવદ્રવ્ય : ધનવાન શ્રાવકોએ અથવા રાજમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવ્યું છે તે શ્રાવકોએ, જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કોઈપણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી બની શકે છે.
(G-૩) પૃ. ૧૭૪ :
કલ્પિત દેવદ્રવ્યઃ જિનમંદિર અંગેનાં બધાંય કાર્યોનો નિર્વાહ કરવા માટેની કલ્પના કરીને મેળવાયેલ દ્રવ્ય તે કલ્પિત દેવદ્રવ્ય. પૂર્વના કાળમાં રીઝર્વ-ફંડના રૂપમાં રાખવા માટે શ્રીમંત ભક્તો જે દ્રવ્ય આપતા તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું. બને ત્યાં સુધી કટોકટીના સમયમાં જ આ રીઝર્વ-ફંડ સ્વરૂપ નિર્વાહ માટેના દ્રવ્યનો ઉપયોગ થતો. સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભક્તો પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી-ચડાવાની પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય ગણાઈ.
ટિપ્પણીઃ (૧) પૂર્વોક્ત કલ્પિત દેવદ્રવ્યનું સ્વરૂપ અને તેનો ઉપયોગ દર્શાવતા સંદર્ભોમાં 'A' થી માંડીને “G” સુધીના તમામ પુસ્તકોમાં કલ્પિતદેવદ્રવ્યનો ઉપયોગ સર્વેએ એકસમાન બતાવ્યો છે અને કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં સમાનતા નથી.
(૨) 'A' થી 'E' સુધીના સંદર્ભોમાં લેખકશ્રીઓએ કલ્પિત દેવદ્રવ્યમાં
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઉછામણી (બોલી)ની રકમનો સમાવેશ કર્યો નથી. જ્યારે સંમેલનના ઠરાવ-૧૩માં અને ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં “કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીની રકમનો સમાવેશ કર્યો છે.
(૩) વળી, એ પક્ષે “કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીની રકમનો સમાવેશ કર્યો, તે માટે કોઈ શાસ્ત્રનો-પરંપરાનો આધાર મૂક્યો નથી.
(૪) પૂ.આ.શ્રી સાગરાનંદસૂરિજી મ. સાહેબે “જિનેશ્વર મહારાગ વધી भक्ति के निमित्त होती हुई बोली का द्रव्य दूसरे किसी में भी नहीं लग સત્તા” આ પૂર્વે જણાવ્યા મુજબના) પોતાના વિધાનમાં કલ્પિતદેવદ્રવ્યમાં બોલીના દ્રવ્યનો સમાવેશ કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. વળી, તેઓશ્રી બોલીના દ્રવ્યને સંબોધપ્રકરણમાં નિર્દિષ્ટ ત્રણ પ્રકારના દેવદ્રવ્યમાં સમાવતા નથી, પરંતુ તેને અલગ રાખે છે.
(૫) વિ.સં. ૨૦૪૪ પૂર્વે કોઈપણ પુસ્તકમાં કે કોઈપણ પૂ.આચાર્ય ભગવંતાદિની પ્રરૂપણામાં કે શ્રીસંઘમાં બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવાતું નહોતું કે તેવી પ્રવૃત્તિ થઈ નથી.
(૬) જ્યારે જ્યારે બોલીના દ્રવ્યને શ્રાવકો દ્વારા કે કથિત સંઘ દ્વારા કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાની હિલચાલ ચાલી હતી, ત્યારે ત્યારે પૂ.આચાર્ય ભગવંતોએ તેનો વિરોધ કરીને તે હિલચાલને અટકાવી હતી. તે અંગે થયેલા પત્રવ્યવહારો પરિશિષ્ટ-રમાં આપવામાં આવ્યા છે. તેમાં પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાનો અને પૂ.આ.ભ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા.નો પણ પત્ર છે જ અને પૂ.બાપજી મહારાજાનો પણ પત્ર છે. વિશેષ જાણકારી માટે “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” પુસ્તકનું અવલોકન કરવું.
(૭) આથી સમજી શકાય છે કે, “ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં ભેળસેળ કરવામાં આવી છે. એ પ્રવૃત્તિ ગ્રંથ-ગ્રંથકાર અને સંઘના દ્રોહ સમાન છે.
(૮) “ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની એ વ્યાખ્યામાં થયેલી ભેળસેળ
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭: કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૧ એ આખા પુસ્તકને ભેળસેળવાળું સિદ્ધ કરે છે. ત્યાં પોતાની વ્યાખ્યામાં કોઈસ્થળે શાસ્ત્રનો આધાર આપી શક્યા નથી કે પરંપરાનું સમર્થન બતાવી શક્યા નથી.
(૯) આથી નીચે જણાવેલા પ્રમાણોથી સિદ્ધ થાય છે કે, ઉછામણીની રકમનો સમાવેશ કલ્પિતદેવદ્રવ્યમાં થઈ શકે નહીં.
(A) સંબોધ પ્રકરણકારે કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં બોલીનું દ્રવ્ય બતાવ્યું નથી અને અર્થપત્તિથી પણ સિદ્ધ કરી શકાતું નથી. બીજા કોઈ ગ્રંથોમાં પણ તેમણે જણાવ્યા મુજબની વ્યાખ્યા કરી નથી. તેથી તેમની વાતમાં શાસ્ત્રસાપેક્ષતા નથી.
(B) સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનોએ બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં જણાવ્યું નથી. પરંતુ પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાં જણાવીને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારાદિમાં જ જણાવ્યો છે.
(C) શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં બોલીથી લાભ આપવાની પ્રવૃત્તિના પ્રવર્તનમાં હેતુ તરીકે દેવદ્રવ્યની વૃદ્ધિ જણાવી છે. પરંતુ જિનાલયના નિર્વાહનો હેતુ બતાવ્યો નથી. તેથી પણ સિદ્ધ થાય છે કે, બોલીનું દ્રવ્ય એમાં ન સમાવાય.
(D) શાસ્ત્ર અને પરંપરાની જેમ યુક્તિ પણ બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં સમાવવાની ના પાડે છે. કારણ કે, કલ્પિત દેવદ્રવ્ય એ સંકલ્પિત દેવદ્રવ્ય છે. જ્યારે બોલીનું દ્રવ્ય એ શ્રીસંઘને સમર્પિત દેવદ્રવ્ય છે.
(૧૦) ધાર્મિક વ.વિ.” પુસ્તકના (પૂર્વનિર્દિષ્ટ) પૃ. ૧૫ ઉપરના લખાણમાં “ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણા” આવું લખ્યું છે અને પુસ્તકમાં અન્ય સ્થળોએ ઉછામણીને “અવિહિત આચરણા” તરીકે સિદ્ધ કરવાની કોશિષ કરી છે. આ બેધારી નીતિથી જ એ પુસ્તકની વિશ્વસનીયતા ખતમ થઈ જાય છે.
(૧૧) ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં પૃ. ૧૫૯ ઉપર સંબોધ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પ્રકરણની કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા સાચી કરી છે. જે પૂર્વે જણાવેલા અનુવાદકોએ કરેલી વ્યાખ્યાને મળતી પણ આવે છે. જ્યારે પૃ. ૧૫ અને પૃ. ૧૭૪ ઉપર કરેલી વ્યાખ્યાઓ સ્વમતિકલ્પનાથી કરેલી છે.
(૧૨) ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં “કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા સગવડ મુજબ બદલાતી રહી છે, પરંતુ તેના ઉપયોગ અંગે બધે એકવાક્યતા દેખાય છે. - આ ગ્રંથ-ગ્રંથકારનો દ્રોહ છે અને સંઘને છેતરવાનો મલિન ઈરાદો નહીં તો બીજું શું છે?
(૧૩) પૃ. ૧૭૪ ઉપર “સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભક્તો પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી-ચઢાવાની પદ્ધતિ શરૂ કરાઈ એ દ્વારા મળતી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય ગણાઈ” આ વાત લખાઈ છે, તે તદ્દન અસત્ય છે. શાસ્ત્રપરંપરાથી એકદમ વિરુદ્ધ વાત છે. કારણ કે, શાસ્ત્ર-પરંપરા દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલીની પદ્ધતિનું પ્રવર્તન જણાવે છે.
(૧૪) “ધાર્મિક વહીવટ વિચાર” આદિ પુસ્તકોમાં “કલ્પિત દેવદ્રવ્યની મીમાંસામાં અનેકવિધ મુદ્દાઓની રજૂઆત થઈ છે અને તેમાં ભરપૂર કુતર્કો થયા છે. તેની સમાલોચના હવે ક્રમશઃ કરીશું– = અનેક મુદ્દાઓની સમાલોચના:મુદ્દો-૧: ધા.વ.વિ., પૃ-૧૫
વળી હાલ પણ પરંપરા મુજબ સેંકડો વર્ષોથી ચાલતી આવતી સ્વપ્ન, સંઘમાળઅંજનશલાકા-પ્રતિષ્ઠાદિ-આરતી, મંગળદીવો-પ્રથમ પ્રક્ષાલ પૂજા, કેસરપૂજા, ફૂલપૂજા વગેરેની ઉછામણીઓ, ઉપધાનની માળની ઉછામણી-નકરા, નાણના નકરા વગેરે બધાનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં થાય છે, કેમ કે, આ બધી ઉછામણીઓ પણ જિનભક્તિ નિમિત્તે શ્રાવકોએ આચરેલ છે.”
- સમાલોચના:
અહીં લેખકશ્રીએ સંઘસમક્ષ ખોટી હકીકત જણાવી છે. ઉપર જણાવેલી
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૩ પરંપરા ક્યારેય સંઘમાં હતી જ નહીં. બોલીનું દ્રવ્ય શુદ્ધ દેવદ્રવ્યમાં જ જાય છે અને તેનો વિનિયોગ જિનાલયના જીર્ણોદ્ધારાદિમાં જ થાય છે. પરંતુ લેખકશ્રીએ જણાવ્યા મુજબ જિનાલયના સર્વકાર્યોમાં થતો નથી. (અમારી આ વાતમાં પુરાવો જોઈતો હોય તો પૂ.આ.ભ.શ્રી. કલ્યાણસાગરસૂરિજી મ. દ્વારા લિખિત - વિ.સં. ૨૦૪૪માં શ્રીમોક્ષકલ્યાણકસભ્યશુદ્ધિ દ્વારા પ્રકાશિત “વાંચો વિચારો અને વંચાવો” પુસ્તકના પૃ. ૪૪ થી ૬૨ સુધીમાં સાત ક્ષેત્રની આવક અને સદુપયોગની વિગતો આપી છે, તે જોવા ભલામણ છે. અમે પરિશિષ્ટ-૧૫માં પણ તેમાંથી ગ્રહણ કરીને દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય વિષયક માહિતી આપી છે. ત્યાં પણ જોઈ શકાશે.)
– આથી લેખકશ્રીએ ખોટી હકીકત જણાવી લોકોને ભ્રમમાં નાખી ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.
– આમ તો આ એક જુઠ્ઠાણાનો પર્દાફાસ થતાં તે પુસ્તકના મુદ્દાઓકુતર્કોની વિશેષ સમાલોચના કરવાની જરૂર રહેતી જ નથી. પરંતુ તેમને એક અસત્ય વાતનો આગ્રહ કેટલા જુઠ્ઠાણાઓ ફેલાવવાની અનુચિત પ્રવૃત્તિ કરાવડાવે છે, તે ખુલ્લું પાડવું પણ જરૂરી છે. છેલ્લા ૨૦ વર્ષમાં અનેકવાર એમના જુઠ્ઠાણાઓનો પર્દાફાસ અનેકવિધ લેખકોએ કર્યો જ છે. છતાં પણ મિથ્યાભિનિવેશના કારણે અસત્યને પ્રચારવાની એમની ધૂન છૂટતી નથી. જો કે, એમનું તો જે થવું હોય તે થાય, પરંતુ ભવ્યાત્માઓ એ કુટીલ પ્રચારમાં ફસાઈને દેવદ્રવ્યના ભક્ષક-વિનાશક ન બને તે માટે અમારો આ પ્રયત્ન છે.
મુદ્દો-૨ :- (પૃ. ૧૬). (નોંધ : સમાલોચનાની સગવડતા માટે AB-C-D વિભાગ પાડ્યા છે.)
(A) આ ઉપરથી એમ કહી શકાય કે, સ્વપ્નાદિકની ઉછામણી કે ઉપધાનની માળની રકમ દેવદ્રવ્ય તો ખરી જ, પરંતુ તે દેવદ્રવ્ય એટલે પૂજા (અષ્ટપ્રકારી પૂજાના. વાર્ષિક ચડાવા વગેરે સ્વરૂપ) કે નિર્માલ્ય દેવદ્રવ્ય નહિ પરંતુ કલ્પિત દેવદ્રવ્ય. આ રકમનો ઉપયોગ દેરાસરજીના તમામ ખર્ચાઓમાં કરી શકાય. આથી જ આ કલ્પિત
Page #259
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૦૪
દેવદ્રવ્યને, દેવકું સાધારણ કહેવાય છે.
(B) આ કલ્પિત દેવદ્રવ્યની રકમમાંથી (અજૈન) પૂજારીને પગાર આપી શકાય તેમ જ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી પણ લાવી શકાય અને આભૂષણો પણ બનાવી
શકાય.
(C) જો કે હાલમાં આવા ત્રણ વિભાગ (ત્રણ કોથળી) ક્યાંય રાખવામાં આવેલા જાણવા મળતા નથી. હાલ તો દેવદ્રવ્યની એક જ કોથળી રાખીને જિનભક્તિ માટે ઉપયોગ કરાય છે.
(D) પણ, આથી તો નિર્માલ્ય દેવદ્રવ્યની રકમમાંથી પણ જિનપૂજા થવાનો સંભવ રહે, જેનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. એટલે આવી ત્રણ કોથળીઓ કરાય અને કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય, જિનપૂજાની સામગ્રી લવાય તો શાસ્ત્રવ્યવસ્થા બરોબર જળવાઈ રહે.
સમાલોચના
(૧) A-વિભાગની વાત સાચી નથી. સ્વપ્નાદિકની ઉછામણી કે ઉપધાનમાળની ૨કમ શુદ્ધદેવદ્રવ્ય છે. પરંતુ પૂજા-નિર્માલ્ય-કલ્પિત-આ ત્રણેમાંથી એક પણ પ્રકારની નથી. શુદ્ધદેવદ્રવ્યનો ઉપયોગ શાસ્ર અને પરંપરા અનુસારે જીર્ણોદ્વારાદિમાં થાય છે. પરંતુ ઉછામણીની રકમનો ઉપયોગ જિનાલયના તમામ કાર્યોમાં કરી શકાતો નથી અને જો ક૨વામાં આવે તો દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણનો દોષ લાગે છે.
(૨) કલ્પિત દેવદ્રવ્યને દેવકું સાધારણ કહી શકાય છે. પરંતુ તે કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીના દ્રવ્ય સ્વરૂપ શુદ્ધદેવદ્રવ્ય ભળેલું ન હોય તો. શ્રાવકોએ પોતાનું દ્રવ્ય જિનાલયના કાર્ય માટે અલગથી આપેલું હોય તેને દેવકું સાધારણ કે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય છે.
(૩) આથી શુદ્ધદેવદ્રવ્યને કલ્પિતમાં ભેળવીને (દેવકું) સાધારણ બનાવવાથી દેવદ્રવ્યના ભક્ષણનો ભયંકર દોષ લાગે છે.
(૪) B-વિભાગની વાત સાચી ખરી. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીનું દ્રવ્ય સમાયેલું ન હોય ત્યારે જ અને ઉછામણીના દ્રવ્યથી રહિત
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૫
શ્રાવકોએ ઊભા કરેલા સ્થાયી ફંડરૂપ શાસ્ત્રીય કલ્પિત દેવદ્રવ્યમાંથી તો માત્ર અજૈન જ નહીં, પરંતુ જૈન પૂજારીને પણ પગાર આપી શકાય છે અને તેમાંથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી પણ લાવી શકાય છે.
(૫) તેઓને અહીં પ્રશ્ન છે કે - શાસ્રનિર્દિષ્ટ કલ્પિત દેવદ્રવ્યમાં તો જૈન-અજૈન બંને પૂજારીને પગાર આપી શકાય છે, તો તમે માત્ર અજૈન પૂજારીને જ કેમ જણાવ્યું છે ? શું તમને શંકા રહી જાય છે કે, અમે સ્વપ્નાદિકની ઉછામણીના દ્રવ્યનો એમાં પ્રક્ષેપ કર્યો છે, તેથી શુદ્ધ-કલ્પિતથી મિશ્રિત દેવદ્રવ્યમાંથી જૈન પૂજારીને પગાર આપવાથી દોષ લાગી શકે ! આ અવઢવવાળી સ્થિતિ જ શું એમ નથી બતાવતી કે ક્યાંક ગરબડ થઈ રહી છે !
(૫) B - વિભાગમાં બીજી એક વિચિત્ર રજૂઆત કરી છે કે (તેમના સ્વમતિ કલ્પિત ઉછામણીના દ્રવ્યના પ્રક્ષેપવાળા) કલ્પિત દેવદ્રવ્યમાંથી અજૈન પૂજારીને પગાર અપાય અને જૈન શ્રાવક-શ્રાવિકાને પૂજા કરવા માટે અષ્ટપ્રકારી પૂજાનાં દ્રવ્યો અપાય. જો પૂજાના દ્રવ્યો એમાંથી જૈનને આપી શકાય, તો જૈનને પગાર કેમ ન આપી શકાય ? પગાર તો કામ કરાવીને આપવાનો છે, છતાં ના પાડી છે અને પૂજાની સામગ્રી આપવાની છૂટ્ટી આપી છે ! આવું કેમ ? આનું રહસ્ય સ્પષ્ટ કરશો ?
(૬) ખરી વાત તો એ છે કે, કલ્પિત દેવદ્રવ્યમાં શાસ્ત્રકારોએ કે સુવિહિત મહાપુરુષોએ ઉછામણીના દ્રવ્યનો પ્રક્ષેપ કર્યો જ નથી.
(૭) ૮ - વિભાગની વાત પણ સાચી નથી. મૂળ નામે કે જુદા નામે ત્રણે ખાતા સક્રિય છે જ અને શાસ્ત્રાધારે એનો વિનિયોગ થાય જ છે. “દેવદ્રવ્યની એક જ કોથળી રાખીને જિનભક્તિ માટે ઉપયોગ કરાય છે.” તે વાત પણ તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરનારી છે.
અક્ષતાદિ નિર્માલ્ય દ્રવ્યોના વેચાણથી પ્રાપ્ત નિર્માલ્ય દેવદ્રવ્ય જિનાલયના જીર્ણોદ્ધારમાં વપરાય છે. ‘પૂજા દેવદ્રવ્ય’ ખાતું ‘જિનભક્તિ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સાધારણ'ના નામે સંઘોમાં ચાલું છે અને કલ્પિત દેવદ્રવ્ય ખાતું જિનમંદિર સાધારણ” કે “દેવકા સાધરણ'ના નામે ચાલું છે – એટલે ત્રણ ખાતાનો અલગ-અલગ વહીવટ ચાલે જ છે. તેથી (D) માં જણાવેલી વાત પણ સાચી નથી અને ત્રણ ખાતા મૂળ નામે કે જુદા નામે સંઘોમાં પડેલા જ હોય છે અને પુજારીનો પગાર દેવકા સાધારણમાંથી (કલ્પિત દેવદ્રવ્યમાંથી) અપાય જ છે. માત્ર દેવકા સાધારણમાં બોલીના દ્રવ્યનો સમાવેશ થયેલો ન હોવો જોઈએ. | (૮) અહીં ઉલ્લેખનીય છે કે, જાણવા મળ્યા મુજબ પૂજા સામગ્રી માટેના દ્રવ્યોનાં અભાવે સંઘોની-શ્રાવકોની દૃષ્ટિ જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય ઉપર ન જાય તે માટે પૂ.આ.ભ.શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજાએ પ્રેરણા કરીને પૂજાની સામગ્રી ભેગી કરવા માટેના ચડાવાનો પ્રારંભ કરાવ્યો હતો. (અહીં યાદ રાખવું કે, અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી ભેગી કરવા માટેના ચઢાવાની રકમને જ “જિનભક્તિ સાધારણ દ્રવ્ય કહેલ છે. પરંતુ પહેલી બીજી અષ્ટપ્રકારી પૂજા કરવાના ચઢાવાની રકમ તો શુદ્ધદેવદ્રવ્ય જ છે. જિનભક્તિ સાધારણ દ્રવ્યમાંથી પૂજાદિની સામગ્રી લાવી શકાય છે.)
(૯) બીજી અગત્યની વાત એ છે કે, આપણા પૂર્વજોએ તો ક્યાંક દેવદ્રવ્યથી પૂજા-પગાર વગેરે થતા હતા, ત્યારે તે સંઘોને સાધારણનું ફંડ કરાવી આપીને એમને એ દોષમાંથી બચાવવાનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારે સંમેલનકારો અને લેખકશ્રી તો તમામ સંઘોમાં પૂજા-પગાર માટે શુદ્ધદેવદ્રવ્યનો માર્ગ ખુલ્લો કરી આપવાનું અભિયાન ચલાવી રહ્યા છે. પૂર્વજોના કર્તુત્વને યાદ કરવામાં આવશે તો પણ ખોટા માર્ગથી પાછા ફરવાની પ્રેરણા મળશે.
(૧૦) અરે ! એક સમયે ખુદ ધા.વ.વિ.ના લેખકશ્રીએ રાધનપુરમાં દેવદ્રવ્યની દેરાસર સાધારણમાં વપરાયેલી રકમ ભરપાઈ ન કરે તો પ્રવેશ કરવાની ના પાડી હતી અને ગામ બહાર રહ્યા હતા અને ભરપાઈ થયા પછી
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૭ ગામમાં ગયા હતા. એ વખતે એમના મનમાં દેવદ્રવ્ય અને દેરાસર સાધારણનો ભેદ એકદમ સ્પષ્ટ હતો અને ૨૦૪૪'ના સંમેલન પછી ઉછામણીના દ્રવ્ય સ્વરૂપશુદ્ધદેવદ્રવ્યને કલ્પિતદેવદ્રવ્યનું નામ આપી એને દેરાસર સાધારણની સમકક્ષ મૂકવાનો તનતોડ પ્રયત્ન ચાલે છે. આને શું કહેવું!વિધિની વક્રતા કે પાપોદય?
(૧૧) વિશેષમાં...૨૦૪૪ના સંમેલન પછી ધા.વ.વિ.ના લેખકશ્રી દ્વારા માતૃ આશીષ - મુંબઈ સંઘને લખાયેલો પત્ર પણ અહીં ઉલ્લેખનીય છે – તે આ મુજબ છે –
૨૦૪૫, આ. વ. ૮
તપોવન શ્રીમાતૃ-આશિષ જૈન સંઘ!
ચન્દ્રશેખરવિ.ના ધર્મલાભ
મને તમારા શ્રીસંઘની જે કેટલીક બાબતો જાણવા મળી છે. તેને અનુલક્ષીને આ પત્ર લખું છું. નીચેની બાબતો ઉપર તમે સહુ ગંભીરતાથી વિચાર કરો અને તે રીતે જ અમલ કરો તો સંઘમાં શાસ્ત્રીયતા બરોબર જળવાઈ રહે એવી મારી સમજ છે.
(૧) સાધુ-સાધ્વીજીઓને શૌચાદિ માટે સંડાસ બાથરૂમના ઉપયોગ તરફ વાળવા ન જોઈએ.
(૨) સ્વપ્નદ્રવ્યની બધી આવક દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઈએ. જે સ્થળે પૂજારીને પગારાદિ સ્વદ્રવ્યમાંથી આપવાની શક્તિ ન જ હોય ત્યાં જ સ્વપ્નદ્રવ્યમાંથી પૂજારીને પગારાદિ આપી શકાય. તમારા જેવા શક્તિસંપન્ન સંઘને તો આ સવાલ આવતો જ નથી. સ્વપ્નદ્રવ્યની ઉપજ ઉપાશ્રય ખાતે તો લઈ શકાય જ નહિ – આટલું ધ્યાનમાં લઈને નિર્ણય કરશો એવી આશા સાથે
- ચન્દ્રશેખર વિ...
Page #263
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
→ વિ.સં. ૨૦૪૪ના સંમેલન પછી લખાયેલા પૂર્વોક્ત પત્રમાં ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્રવિરુદ્ધ દેવદ્રવ્ય વિષયક ઠરાવનો અમલ દેખાતો નથી. પરંતુ વિ.સં. ૧૯૯૦ના શ્રમણસંમેલને કરેલા શાસ્ત્રસાપેક્ષ દેવદ્રવ્ય વિષયક ઠરાવોનું અનુસરણ દેખાય છે. આમ છતાં, ૨૦૪૯’માં ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક લખ્યું તેમાં એ વાત વોસરાવી દીધી હતી અને શક્તિસંપન્ન કે શક્તિ રહિત તમામ સંઘોને દેવદ્રવ્યમાંથી (માત્ર સ્વપ્નદ્રવ્ય જ નહીં, પરંતુ તમામ પ્રકારની ઉછામણીના દ્રવ્ય – શુદ્ધદેવદ્રવ્યમાંથી) પૂજારીને પગાર આપવાની પ્રરૂપણા કરી છે. આને કયા પ્રકારની ઉદારતા માનવાની ? વાચકો સ્વયં વિચારે. આને શાસ્ત્રાનુસારિતા માનવી કે નહીં ? અને સુવિહિત પરંપરાની વફાદારી માનવી કે નહીં ? તે વાચકો સ્વયં વિચારે.
=
૨૦૮
→ મુદ્દો-૩ :- (ધાર્મિક વહીવટ વિચાર-પૃ. ૧૬, અહીં પણ અમે સમા.ની સગવડતા માટે A-B નં. આપ્યા છે.)
“(A) અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી લાગે છે કે, દેવદ્રવ્યમાંથી કે કલ્પિત દેવદ્રવ્યમાંથી કોઈ જિનપૂજા કરે તો તે પાપ બાંધે છે તેવું ન કહેવાય.
કેમ કે, પૂજા દેવદ્રવ્ય પૂજા માટેનું જ ખાતું છે. વળી કલ્પિત દેવદ્રવ્ય પણ વ્યાપક બનીને પૂજા કરવા માટેની રકમ લેવાની રજા આપે જ છે. આ રીતે પૂજા કરવામાં પાપ લાગતું નથી. પ્રભુભક્તિ કરવાથી પુણ્ય જ બંધાય. પરંતુ જો શ્રાવકો આ દેવદ્રવ્યની રકમથી પૂજાદિ ન કરતાં સ્વદ્રવ્યથી પૂજા કરે તો ધનમૂર્ચ્યા ઉતારવાનો તેમને બહુ મોટો લાભ વધારામાં મળે ખરો. વળી સ્વદ્રવ્યની જિનપૂજામાં ભાવોલ્લાસ વધવાનો પણ વિશેષ સંભવ છે.
(B) જો દેવદ્રવ્યમાંથી દેરાસર નિર્માણ થઈ શકે છે અને તેને સુખી ભક્તો વાપરી શકે છે, તો તે જ દેવદ્રવ્યમાંથી દેરાસરજીમાં બિરાજમાન
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૯ પરમાત્માની પૂજાદિ કેમ ન થઈ શકે? તેમાં પાપબંધ શી રીતે કહેવાય?”
સમાલોચના:- (૧) આમ તો ઉપરોક્ત વાતોની સમાલોચના પૂર્વે કુતર્ક-૧ની સમાલોચનામાં થઈ જ ગયેલી છે. કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં ભેળસેળ કરી હોવાથી એ આખા પુસ્તકમાં ભેળસેળ રહેવાની જ. (૨) અહીં ખાસ યાદ કરાવવું જરૂરી છે કે,
) શુદ્ધદેવદ્રવ્યમાંથી શ્રાવક જિનપૂજા કરી શકે તેમ ઉપદેશ આપનાર સૂત્ર બોલે છે અને શ્રાવક શુદ્ધદેવદ્રવ્યમાંથી જિનપૂજા કરે તો તેને દેવદ્રવ્ય દુરુપયોગ-ભક્ષણનું પાપ લાગે જ છે.
(i) ઉછામણીના દ્રવ્યના પ્રક્ષેપવાળું દેવદ્રવ્ય શુદ્ધદેવદ્રવ્ય છે પરંતુ કલ્પિત દેવદ્રવ્ય નથી. તેથી તેવા પ્રકારના કલ્પિત દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કરે તો તેને પાપબંધ થાય છે.
(ii) ઉછામણીના દ્રવ્યના પ્રક્ષેપ વિનાના શાસ્ત્રીય કલ્પિત દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરી શકાય છે. બાકીની વિગતોની સમાલોચના પૂર્વના પ્રકરણમાં કરી જ છે. | (૩) B-વિભાગમાં જણાવેલી વાત પણ નર્યો કુતર્ક જ છે. પ્રભુભક્તિને મુક્તિની દૂતિ કહી છે. પ્રભુભક્તિનું શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ આલંબન જિનપ્રતિમા છે અને જિનપ્રતિમાને બિરાજમાન કરવાનું સ્થાન જિનમંદિર છે. જિનમંદિરનું નિર્માણ શાસ્ત્ર અને પરંપરા અનુસાર દેવદ્રવ્યમાંથી થઈ શકે છે. જિનભક્તિ માટે જિનમંદિરમાં જનારો ભક્ત જિનમંદિરને વાપરે છે – ભોગવે છે, એમ ક્યારેય કહેવાતું નથી. એ તો પ્રભુની ભક્તિ કરવા જાય છે. રાજાના મહેલમાં જનારો રાજમહેલમાં પ્રવેશવાની ફી આપતો નથી. પરંતુ રાજાને જે ભેટશું ધરે એ પોતાના દ્રવ્યથી જ કરે છે પરંતુ રાજાના દ્રવ્યથી નહીં અને મહેમાન થયેલો વ્યક્તિ યજમાનના મકાનના નાણાં આપતો નથી. પરંતુ જે કંઈ ચાંદલો કરે તે પોતાના દ્રવ્યથી કરે છે, યજમાનના પૈસાથી નહીં. એમ સુખી માણસો દહેરાસરે જાય, તેના પૈસા
Page #265
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૧૦
એમને આપવાના હોતા નથી, પરંતુ ત્યાં જઈને જે ભક્તિ કરે, તે પોતાના દ્રવ્યથી જ કરે પરંતુ દેવદ્રવ્યથી નહીં. કારણ કે, શાસ્ત્ર અને પરંપરાની એમાં મંજૂરી નથી અને શાસ્ત્ર-પરંપરાની મર્યાદાનું શ્રાવકાદિ ઉલ્લંઘન કરે તો પાપમાં પડ્યા વિના રહે નહીં.
-
- મુદ્દા નં-૪ : ધા.વ.વિ.ના રૃ. ૨૦ ઉપર લખ્યું છે કે,
“કલ્પિત દેવદ્રવ્ય નિભાવ માટે કલ્પેલી કાયમી નિધિરૂપ રકમ તથા સ્વપ્નાના ચઢાવા, ઉપધાનની માળની, સંઘમાળની, વરઘોડાની, ઉછામણી વગેરેની રકમ.”
– સમાલોચના :- સંબોધ પ્રકરણના ગ્રંથકારશ્રીએ આવી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા કરી જ નથી અને લેખકશ્રીએ પોતાના પુસ્તકના પૃ. ૧૫૯ (૩.૧) ઉપર જણાવેલી વ્યાખ્યાથી પણ આ વિરુદ્ધ છે.
મુદ્દા નં.-૫ : પૃ. ૨૦ ઉપર લખે છે કે,
‘‘કલ્પિત દેવદ્રવ્યની રકમ જિનપ્રતિમા અને જિનમંદિર અંગેના તમામ કાર્યો, કેસરાદિ લાવવું, અજૈન ગુરખા પૂજારીને પગાર આપવા, દીવાબત્તીનો ખર્ચ કાઢવો વગેરેમાં વાપરી શકાય. હા, આ ખાતાની રકમ જીર્ણોદ્ધાર નૂતન જિનમંદિરમાં પણ વાપરી શકાય (પેજ નં. ૨૦)
સમાલોચના - કલ્પિત દ્રવ્યની લેખકશ્રીના પુસ્તકના પેજ ૧૬૧માં જે વ્યાખ્યા છે, તેમાંથી તો અજૈન જ નહીં, પણ જૈન પૂજારીને પણ પગાર આપી શકાય. પરંતુ પેજ ૧૫-૨૦માં ચઢાવાનું દ્રવ્ય કલ્પિતમાં ઘાલીને આ દ્રવ્યને કલંકિત કર્યું છે અને તેથી જ તેમનાં કલ્પેલા કલ્પિત દ્રવ્યમાંથી કેશર-૫ગારાદિની કલ્પના કલ્પના જ છે. પૂ.હરિભદ્રસૂ.મ.ના નામે જુઠ્ઠાણું ચલાવ્યું છે.
મુદ્દા નં. ૬ : પેજ નં. ૨૧ -
‘‘હાલ જે દ્રવ્ય દેવકુ સાધારણ કહેવાય છે તે પણ યથાયોગ્ય પૂજા કે કલ્પિત
કે
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
દેવદ્રવ્યમાં સમાવેશ જાણવો.’’
સમાલોચના : દેવકું સાધારણ એ કલ્પિત દેવદ્રવ્ય કહી શકાય પરંતુ સ્વપ્ન આદિ ચઢાવાની બોલી તેમાં ગણવી તે કલ્પિત દ્રવ્યનાં પાઠનો દ્રોહ છે.
૨૧૧
મુદ્દા નં. ૭ : પેજ - ૨૧
‘‘જિનમંદિર રક્ષા કે તીર્થ રક્ષા માટે કોર્ટમાં કેસો કરવા પડે, સાહિત્ય પ્રચાર કરવો પડે, ઑફિસ કરવા મકાન રાખવું પડે, ગુરખા રાખવા પડે વગેરે જે કાંઈ કરવું પડે તેમાં દેવદ્રવ્યની રકમ વાપરી શકાય. એટલું ધ્યાનમાં રાખવું કે, આ રકમ અજૈન વકીલો ગુરખાઓ વગેરેને જ આપવી. વળી તેનો બેફામ ઉપયોગ ન થવા દેવો. શ્રાવકનાં પોતાનાં ઉપભોગમાં ન આવી જાય તેની કાળજી રાખવી. ભૂતકાળમાં જે શ્રીમંત દેરાસર બનાવતો તે માણસ તે દેરાસરનાં કાયમી નિભાવ માટે વ્યવસ્થા કરતો, આમ તેનું જિનાલયનાં નિભાવ માટે આપેલ તે દ્રવ્ય કલ્પિત દ્રવ્ય કહેવાતું.”
સમાલોચના ઃ (૧) કલ્પિત દ્રવ્યમાં આ બધું થાય. પરંતુ તમારે આ ફકરામાંથી અજૈન વકીલો, ગુરખાઓ વગેરેને જ આપવું, શ્રાવકનાં પોતાનાં ઉપભોગમાં ન આવી જાય તેની કાળજી રાખવી, આમ લખવું કેમ પડ્યું ? જૈન વકીલ, ગુરખા, પૂજારી આદિને પણ કલ્પિત દ્રવ્યમાંથી આપી શકાય, છતાં આમ લખવું પડ્યું તે જ બતાવે છે કે, કલ્પિતદ્રવ્યની ગાથાનો ખોટો અર્થ કરી, તેમાં ઉછામણીની બોલી નાંખીને પૂજાનિર્માલ્ય કે કલ્પિત દ્રવ્યમાં ન જતું આ સ્વપ્ન આદિનું દ્રવ્ય તેમાં પધરાવી દીધું છે. ત્રણ દ્રવ્ય સિવાયનાં પણ જે દેવદ્રવ્ય હોય છે, તે વાતને છૂપાવવાના કારણે આ સાંકર્ય આપત્તિ આવી છે.
(૨) દ્રવ્ય સપ્તતિકામાં પૂજાદ્રવ્ય સિવાય પણ દેવદ્રવ્યના વધુ ભેદ બતાવ્યા છે.
द्रव्यसप्ततिका अवचूरिः सम्बोधप्रकरणादिग्रन्थनिर्दिष्टैः आचरितकल्पितनिर्माल्यादिप्रकारैश्च सम्भाव्यते । (पृष्ठ नं. २४ )
Page #267
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
આચરિત-કલ્પિત અને નિર્માલ્ય તેમજ આદિ પદથી જીર્ણોદ્ધાર આદિ પ્રકાર પણ છે. તેમજ ભંડાર, નવનિર્માણ આદિ વગેરે પણ દેવદ્રવ્યનાં પ્રકાર ‘આદિ’ પદથી ગણી શકાય.
૨૧૨
(૩) વળી, આ ધા.વ.વિ.ની વ્યાખ્યામાં સ્પષ્ટતા ન હોવાને કારણે બોલી આદિનાં શુદ્ધ દેવદ્રવ્યને કલ્પિતમાં અને કલ્પિત દેવદ્રવ્યને શુદ્ધ બોલી આદિનાં દ્રવ્ય ગણીને અનેક જગ્યાએ ભેળસેળ કરવી પડી છે. એ બધું જુદું પાડીને લખતાં તે વિવેચનના ધાર્મિક વહીવટ વિચાર' જેવા ત્રણ પુસ્તક થઈ જાય.
(૪) અહીં ઉલ્લેખનીય છે કે, સમ્મેતશિખરજી તીર્થરક્ષામાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાસે દેવદ્રવ્ય ઘણું હોવા છતાં રક્ષા માટે સ્વદ્રવ્ય વાપરવું તે પ્રથમ કર્તવ્ય છે. તેમ સમજી શ્રી શ્રેણિકભાઈ આદિએ પણ સારી રકમો લખાવી હતી અને શ્રી સંઘો પણ તેમાં વરસી પડ્યા હતા. તે જ દેવદ્રવ્યની પવિત્રતા અને તેના ઉપર શ્રી સંઘનું બહુમાન સૂચવે છે.
મુદ્દા નં. (૮) પેજ નં. ૬૫
“સ્વપ્ન દ્રવ્ય. દેવદ્રવ્યનાં ત્રણ પ્રકારમાં કયા સ્વરૂપનું દેવદ્રવ્ય બને ?
આ સવાલનો જવાબ વિ. સં. ૨૦૪૪ની સાલનાં સંમેલનીય ગીતાર્થ જૈનાચાર્યોએ સર્વાનુમતે એવો આપ્યો છે કે તે કલ્પિત દેવદ્રવ્ય બને. પૂર્વના કાળમાં આ ઉછામણી હતી નહીં પરંતુ છેલ્લા બે સૈકામાં આ પ્રથા શરૂ થઈ. સંબોધ પ્રકરણ ગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે જિન ભક્તિ નિમિત્તે આચરણો દ્વારા પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. તે રકમનો ઉપયોગ ઉપર્યુક્ત બાબતોમાં થાય છે. તથા જીર્ણોદ્વારાદિમાં પણ જાય.’’
સમાલોચના ઃ
(૧) દ્રવ્યસપ્તતિકા - શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોએ અને સં. ૧૯૭૬૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલને સ્વપ્નાદિકની ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે છે, એમ સ્પષ્ટ જણાવ્યું છે. તે પણ કલ્પિત દેવદ્રવ્ય નહીં,
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૧૩ પરંતુ જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય. તેનો વિનિયોગ જિનાલયના જીર્ણોદ્ધારમાં જ થઈ શકે – આ સત્ય હકીકતથી ૨૦૪૪'ના સંમેલનનો એ નિર્ણય સાચો સિદ્ધ થતો નથી. યાદ રહે કે, સં. ૧૯૭૬૧૯૯૦-૨૦૧૪ના સંમેલનના શ્રમણપુંગવો ૨૦૪૪'ના સંમેલનના જૈનાચાર્યોના પૂ.પૂર્વજો હતા.
(૨) એક બાજું સંબોધ પ્રકરણ ગ્રંથના રચનાકાળે બોલી હતી નહીં, એમ કહેવું અને બીજી બાજું તે ગ્રંથમાં નિર્દિષ્ટ કલ્પિત દેવદ્રવ્યમાં તેનો સમાવેશ કરવાનો આગ્રહ રાખવો – આ બેધારી નીતિ કેમ?
(૩) અહીં જે વ્યાખ્યા કરી છે, તે લેખકશ્રીએ પૃ. ૧૫૯ ઉપર કરેલી વ્યાખ્યાથી વિરુદ્ધ છે.
(૪) વળી, સ્વપ્નદ્રવ્ય સિવાયની ઇન્દ્રમાળ આદિની બોલી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલવાનો શાસ્ત્રપાઠ શ્રી શ્રાદ્ધવિધિ આદિમાં છે. તે શ્રાદ્ધવિધિ ગ્રંથ શું ૨૦૦ વર્ષ પહેલાં બન્યો નથી ? તેનો જવાબ કેમ આપ્યો નથી ?
(૫) ઈતિહાર સાક્ષી પૂરે છે કે, ગિરનાર-શત્રુંજય ઉપર તીર્થમાળની બોલીઓ ૮૦૦વર્ષ પૂર્વે પણ હતી અને તે રકમનો વ્યય જીર્ણોદ્ધારાદિમાં થયો છે. તો પછી તમે ઉછામણીની પ્રથા બે સૈકામાં ચાલું થઈ છે, તે કોના આધારે કહો છો? તે જવાબ આપશો?
(૬) પૂર્વે જણાવ્યા મુજબ દ્રવ્યસપ્તતિકા અવચૂરિમાં પૂજાદેવદ્રવ્ય આદિ સિવાયના દેવદ્રવ્યોના પાઠ પણ છે અને સં. ૧૯૭૬ આદિના સંમેલનો પણ એમ જણાવે છે, તો તમે કયા આધારે દેવ સંબંધી દ્રવ્યને પૂજાદિ ત્રણ જ દેવદ્રવ્યના પ્રકારોમાં સમાવવાનો આગ્રહ રાખો છો?
(૭) અહીં ખાસ નોંધવું જરૂરી છે કે, દેરાસરની જરૂરીયાત પૂરી કરવા ઉછામણીની પ્રથા ચાલું થવાનું વિધાન કોઈ શાસ્ત્રમાં નથી કે વિ.સં. ૨૦૪૪ પૂર્વે કોઈ મહાપુરુષે એવું કહ્યું પણ નથી. પરંતુ દેવદ્રવ્યની વૃદ્ધિ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા માટે ઉછામણી છે, તેમ શ્રાદ્ધવિધિ, ઉપદેશપ્રાસાદ આદિ ગ્રંથોમાં સ્પષ્ટ અક્ષરોમાં પાઠ છે.
(૮) વળી, જો દેવદ્રવ્યની વૃદ્ધિ માટે નહીં પણ જરૂરીયાત માટે ઉછામણીની પ્રથા ચાલું થઈ હોય, તો જે સ્થળે જરૂરીયાત ન હોય, ત્યાં ચડાવાથી આદેશ આપવાની પદ્ધતિ બંધ થઈ ગઈ હોત! પણ તેવું તો નથી જ. ઉછામણીથી જ પૂજાદિના લાભો આપવાની પ્રથા દરેક સ્થળે એકસમાન રીતે ચાલે છે. તદુપરાંત, સં. ૧૯૭૬ના શ્રમણસંમેલનનો ઠરાવ-૭ પણ “ઉછામણીની પ્રથા દેરાસરની જરૂરીયાત માટે ચાલું થઈ” આ વાતને રદીયો આપે છે.
(૯) આથી ઉછામણીના દ્રવ્યને કલ્પિતદેવદ્રવ્યમાં સમાવવાની પ્રરૂપણા ખોટી છે. ગ્રંથ-ગ્રંથકારનો દ્રોહ કરવા સમાન છે.
મુદ્દા - નં. (૯) (પેજ નં. ૬૬)
આ કલ્પિત દેવદ્રવ્યનું બીજું નામ જિનભક્તિ સાધારણ પણ કહી શકાય ? ના, આ રકમનો ઉપયોગ સાતક્ષેત્રનાં સાધારણમાં કદી ન થઈ શકે.”
સમાલોચનાઃ (૧) અહીં પ્રશ્ન જુદો છે અને લેખકશ્રીએ જવાબ જુદો આપ્યો છે. પોતાનાં પ્રશ્નનો પોતે જ જુદા પ્રશ્ન તરીકે જવાબ આપેલ છે.
(૨) આજે શ્રીસંઘમાં પ્રચલિત થયેલા જિનભક્તિ સાધારણ દ્રવ્યનો સમાવેશ શાસ્ત્રીય એવા પૂજાદેવદ્રવ્ય'માં થાય છે. વર્તમાનમાં અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી મેળવવા (ભેગી કરવા) જે ઉછામણી થાય છે તેનો અને શ્રાવકોએ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લાવવા માટે ભેટ આપેલ દ્રવ્યસામગ્રીનો સમાવેશ જિનભક્તિ-સાધારણમાં થાય છે.
(૩) હાલ જે જિનમંદિર સાધારણ કે દેવકા સાધારણ તરીકે પ્રસિદ્ધ છે, તે જ શાસ્ત્રીય રીતે કલ્પિત દેવદ્રવ્ય છે. આમાં શ્રાવકોએ જિનમંદિરના નિર્વાહ માટે આપેલી રકમનો સમાવેશ થાય છે. તેનાથી
Page #270
--------------------------------------------------------------------------
________________
૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
-
પ્રકરણ
પૂજારીનો પગા૨, કેસર-સુખડાદિ પૂજાની સામગ્રીથી માંડીને જિનાલયના તમામ કાર્યો થઈ શકે છે. એકવાત યાદ રાખવાની કે, આ કલ્પિત દેવદ્રવ્યમાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો સમાવેશ ન થાય.
૨૧૫
શ્રીસંઘમાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમને પ્રસિદ્ધ-શુદ્ધદેવદ્રવ્ય તરીકે ગણાય છે અને તે જિનાલયના જીર્ણોદ્વારાદિમાં વપરાય છે. પરંતુ દેરાસરના અન્ય કાર્યોમાં નહીં.
-
– આટલો વિવેક કરીને વિભાગીકરણ કરી આપવાની જરૂર હતી. પરંતુ લેખકશ્રી એમ નથી કરી શક્યા. કારણ કે, પહેલેથી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા ખોટી કરવામાં આવી છે અને ખોટાનો અભિનિવેશ પૂર્વે કહેલી-લખેલી સાચી વાતોને હાલ વચ્ચે લાવવાની ના પાડે છે.
મુદ્દા નં. ૧૦ પેજ નં. ૬૬
ઘણે ઠેકાણે બાર માસનાં કેસરાદિનાં ચડાવા બોલાય છે. આ રકમને પૂજાદ્રવ્ય કહેવું જોઈએ. આ પદ્ધતિ ખૂબ સારી છે.
સમાલોચના : (૧) આ પદ્ધતિ ખૂબ સારી છે, તો તેનો જ પ્રચાર કરવાને બદલે સ્વપ્ન-પ્રતિષ્ઠા-માળ-ઉપધાન માળ આદિની આવકને કલ્પિત દેવદ્રવ્યમાં મૂકવાનું દુઃસાહસ અને તે દ્વારા પૂજા કરવાનું વિકૃત વલણ કેમ લીધું ?
જ
(૨) પૂર્વનિર્દિષ્ટ પદ્ધતિ કેમ સારી છે ? શાસ્રસાપેક્ષ છે માટે જ ને ! વિ.સં. ૨૦૪૪ પૂર્વે તમે પોતે એ જ પદ્ધતિના સમર્થક હતા માટે જ ને ? જો એમ હતું, તો ૨૦૪૪'ના સંમેલનમાં પૂજાની સામગ્રી માટે નવો માર્ગ ખોલવાનું વિકૃત વલણ કેમ અપનાવ્યું ? તે તેમના વતી તેમનો સમુદાય જવાબ આપશે ?
મુદ્દા-નં. ૧૧ (પેજ નં. ૬૬)
‘‘દેવદ્રવ્યનો પગાર લેતા પૂજારી પાસે સાધુ સાધ્વીનું કામ કરાવાય ? ટ્રસ્ટીઓ પોતાનાં શાકભાજી આદિ લાવવાનાં કામ કરાવી શકે ?
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા કદાપિ નહીં, ઘણો મોટો દોષ લાગે. આ દોષમાંથી ઉગારવા પૂજારીને જે પગાર અપાય તેના ૫૦ ટકા ચોખ્ખા સાધારણનો પગાર આપવો. આથી સાધુ-સાધ્વીને દેવદ્રવ્ય સંબંધિત દોષ લાગે નહીં પણ આમ કરાય તો ય ગૃહસ્થો ટ્રસ્ટી વગેરે તેની પાસે પોતાનાં કામ તો ન કરાવી શકે. સાધારણનું દ્રવ્ય તે ધર્માદા દ્રવ્ય છે તેનો ઉપયોગ શેઠિયા લોકો શી રીતે કરી શકે ? સમાલોચના
(૧) પૂજારીને દેવદ્રવ્યમાંથી પગાર અપાય જ નહીં. પૂજારી શ્રાવકોની સગવડ માટે રખાય છે. તેથી તેનો પગાર શ્રાવકોએ જ આપવો જોઈએ. કદાચ અશક્ત સ્થળે ૧૯૯૦ના શ્રમણસંમેલને ઠરાવ્યા મુજબ પૂજારીને દેવદ્રવ્યનો પગાર અપાતો હોય તો તે અપવાદિક માર્ગ છે. તેવા સ્થળે પણ સાધુ-શ્રાવક-શ્રાવિકા પોતાનું કામ તેની પાસે કરાવે તો મોટા દોષમાં પડે છે, તે ખ્યાલમાં રહેવું જોઈએ.
(૨) સાધારણ દ્રવ્યનો પણ ટ્રસ્ટીઓ વગેરે ઉપયોગ ન કરી શકે અને કરે તો દોષરૂપ છે.
મુદ્દા નં. ૧૨ (પેજ નં. ૧૬૩)
“સવાલ એ પણ થાય છે કે, જો સ્વપ્ન ઉપધાનાદિ બોલી ચઢાવાની રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે નહીં ગણાય તો શું પૂજા દેવદ્રવ્ય ખાતે ગણાશે? જો તેમ ગણવું હોય તો તે માટે કોઈ શાસ્ત્ર પાઠ છે ખરો? જો કોઈ શાસ્ત્ર પાઠનું તેવું અર્થઘટન કરીને ઉક્ત બોલી ચઢાવાની રકમોને પૂજા દેવ દ્રવ્યમાં લઈ જવાનું કહેવાતું હોય તો હવે આ નિર્ણય કોણ કરશે? કે ઉક્ત બોલીનું દ્રવ્ય પૂજા દેવદ્રવ્યમાં લઈ જવું કે કલ્પિત દેવદ્રવ્યમાં? (અમારા મતે પૂજાદિ કાર્ય માટે ભેટ મળેલી રકમ તે પૂજા દેવદ્રવ્ય છે અને જિન મંદિરમાં નિર્વાહ માટેના સાધનો દ્વારા સીધી રીતે ભેટ મળેલ રકમ તે કલ્પિત દેવદ્રવ્ય છે.)
સમાલોચના:
(૧) પૂર્વોક્ત મુદ્દાના સવાલ-જવાબમાં કુતર્કજાળ ઊભી કરવાનો ગર્ભિત મલિન આશય “સ્વપ્નાદિકની ઉછામણીની રકમને “કલ્પિત દેવદ્રવ્યમાં પધરાવીને દેરાસરના તમામ કાર્યો કરાવવાનો અશાસ્ત્રીય માર્ગ
Page #272
--------------------------------------------------------------------------
________________
૨ ૧૭.
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા ખુલ્લો મૂકવાનો છે,” તે હેજે સમજી શકાય છે.
(૨) સ્વપ્નાદિકની ઉછામણીની રકમો પૂજાદેવદ્રવ્ય નથી, પરંતુ શુદ્ધ દેવદ્રવ્ય છે, એમ શાસ્ત્રાનુસારી પરંપરા સ્પષ્ટ શબ્દોમાં કહે છે. તેથી ઉછામણીની રકમોને પૂજાદેવદ્રવ્યમાં સમાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, કે જેથી “આ નિર્ણય કોણ કરશે?” આવો પ્રશ્ન ઉભો થાય !
(૩) શ્રીસંઘોમાં પૂજાદેવદ્રવ્ય અને ઉછામણીથી પ્રાપ્ત રકમ સ્વરૂપ શુદ્ધદેવદ્રવ્ય - આ બંને ભિન્ન દ્રવ્યમાં “દેવદ્રવ્ય” શબ્દ માત્રથી ગરબડ ઉભી ન થાય, તે માટે ગીતાર્થોની સલાહથી “પૂજાદેવદ્રવ્ય” ને “જિનભક્તિ સાધારણ” નામાભિધાન કરીને બંનેને સ્પષ્ટ રીતે અલગ રાખવાની પદ્ધતિ પ્રવર્તમાન છે અને અલગ-અલગ ક્ષેત્રોમાં વિનિયોગ કરવાનું પણ ચાલું જ છે. કોઈક સ્થળે સંચાલકોના અનાભોગાદિના કારણે ઉલટા સુલટી થઈ જાય તો ગીતાર્થો એમાં સુધારો કરાવી લેતા હોય છે. વર્ષો પૂર્વે અનેક ગામડાઓમાં અમુક પૂ.મહાપુરુષોએ ચોપડા ચોખ્ખા કરાવ્યાનું જાણવા પણ મળે છે. એ મહાપુરુષોમાં અત્યારના સાધુઓના પૂ.વડીલો જ હતા. એ યાદ રાખવાની જરૂર છે. એ મહાપુરુષોએ શુદ્ધદેવદ્રવ્યને જિનભક્તિ કે દેવકા સાધારણમાં પધરાવવાની સગવડ કરી આપીને શ્રીસંઘોની સેવા નહોતી કરી ! સુશેષ કિ બહુના.
(૪) “સ્વખાદિકની ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રયોજાયેલી છે” આવા શાસ્ત્રવચનો અને “આજ સુધી સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો વિનિયોગ જિનાલયના જીર્ણોદ્ધારાદિમાં થયેલો છે.” આવી પરંપરા છે. આવી શાસ્ત્ર + પરંપરાથી સિદ્ધ પ્રણાલિકા સાક્ષાત્ મોજૂદ હોય, ત્યાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમ પૂજાદેવદ્રવ્યમાં ગણવી કે કલ્પિત દેવદ્રવ્યમાં ગણવી? આવો પ્રશ્ન કરવો એ જ અસ્થાને છે. છતાં પણ લેખકશ્રીએ લોકોને ગેરમાર્ગે દોરવા-મૂંઝવણમાં મૂકવા – પોતાની માન્યતા લોકો ઉપર ઠોકી બેસાડવા માટે એવા પ્રશ્નો જાતે જ ખડા કરે છે અને જવાબમાં યેન કેન પ્રકારે કુતર્કો કરીને અને સંદર્ભહીન વાતો કરીને
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા તથા પૂર્વકાલીન મહાપુરુષોને ખોટી રીતે સંડોવીને પોતાની મિથ્યા માન્યતાને સિદ્ધ કરવા મહેનત કરી છે. તે તદ્દન અનુચિત છે.
(૫) પૂર્વોક્ત મુદ્દામાં કૌંસમાં લેખકશ્રી જણાવે છે કે, “અમારા મતે પૂજાદિ કાર્ય માટે ભેટ મળેલી રકમ તે પૂજા દેવદ્રવ્ય છે અને જિનમંદિરમાં નિર્વાહ માટેનાં સાધનો દ્વારા સીધી રીતે ભેટ મળેલી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય છે.”
– અહીં પૂજાદેવદ્રવ્યની વાત અમને માન્ય જ છે. પરંતુ “કલ્પિત દેવદ્રવ્યના વિષયમાં લખ્યું કે, “જિનમંદિરના નિર્વાહ માટેનાં સાધનો દ્વારા” - અહીં જિનમંદિરના નિર્વાહ માટેનાં સાધનો કયા? તે લેખકશ્રીએ જણાવેલ નથી. તે સાધનો જો શ્રાવકોએ ઉભા કરેલા સ્થાયી ફંડો હોય તો તે અમને માન્ય છે. કારણ કે, સંબોધ પ્રકરણ ગ્રંથનું એમાં સમર્થન છે અને તે સાધનો તરીકે લેખકશ્રી જો “સ્વપ્નાદિકની ઉછામણી' ગણાવતા હોય, તો તે હેજે માન્ય નથી. કારણ કે, તેમાં શાસ્ત્રો અને પરંપરાનું સ્ટેજે સમર્થન નથી. આથી લેખકશ્રીએ નિર્વાહ માટેનાં સાધનોથી ક્યા સાધનો વિવક્ષિત છે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવવું જરૂરી હતું, તે કામ કર્યું નથી. તેથી તેમની વાત અધૂરી જ રહે છે.
મુદ્દા નં. ૧૩ (પેજ નં. ૧૬૩)
“આ વાદનાં નિર્ણાયક તરીકે આ વિષયમાં બે મહાત્યાગી મહાત્માઓ છે કે જે બંને સ્વપ્નાદિનાં બોલી -ચડાવાના દ્રવ્યોને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું સ્પષ્ટ જણાવે છે. એમાં એક મહાપુરુષ છે, પૂજ્યપાદ સ્વર્ગસ્થ આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબકે જેમણે આબાબત સ્પષ્ટ શબ્દોમાં સુરતનાં આગમ મંદિરના બંધારણમાં જણાવી છે.” સમાલોચના:
(૧) પૂ. સાગરજી મ.સા.ની સ્વાદિકની બોલી અંગેની માન્યતા અને દેવદ્રવ્યના ત્રણ પ્રકારના સ્વરૂપ અંગેની માન્યતા પરિશિષ્ટ-૨૦'માં આપી જ છે. તે જોવાથી સ્પષ્ટ થશે કે, તેઓશ્રી સ્વપ્નાદિકની
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૧૯ ઉછામણીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં માનતા જ નહોતા. તદુપરાંત, સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના સંમેલનના ઠરાવોમાં તેઓશ્રીની કે તેમના વતી અન્ય મહાત્માની સહી પણ છે. તેના ઉપરથી પણ તેમની માન્યતા શું હતી તે સ્પષ્ટ જ છે.
(૨) તદુપરાંત, તેઓશ્રીની “ચૈત્યદ્રવ્ય યાને દેવદ્રવ્ય” આ પુસ્તકમાં તેમની દેવદ્રવ્ય' અંગેની માન્યતા વાંચી લેવા ભલામણ છે.
(૩) “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં જે “આગમ મંદિરના બંધારણનો મુદ્દો તેઓના નામે ઉપસ્થિત કરાયો છે, તેમાં પણ () (ત્યાં લખેલા) બંધારણના શબ્દો જોતાં તેવું બંધારણ ક્યારેય હોઈ શકે નહીં. (ii) દેવદ્રવ્યના ત્રણ પ્રકારની વ્યાખ્યા અને તેના ઉપયોગની વિગત સંબોધ પ્રકરણ મુજબ નથી અને (ii) ત્યાં કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં “બોલી શબ્દ છે, પણ ત્યાં કઈ બોલી વિવલિત છે, તે સ્પષ્ટ બનતું નથી.
(૪) આથી – () તેઓના “ચૈત્યદ્રવ્ય યાને દેવદ્રવ્ય' પુસ્તકની વાતો, (ii) આગમજ્યોતનું સ્વપ્નદ્રવ્ય અંગેનું લખાણ, (ii) પૂર્વનિર્દિષ્ટ સંમેલનોમાં સક્રિય હાજરી અને અંતે ઠરાવોમાં સહી અને (iv) શ્રી સાગર સમુદાયના મહાત્માઓ દ્વારા પ્રકાશિત પુસ્તકો : આ સર્વે સાધનો - આલંબનો નિહાળતાં એમ સ્પષ્ટ કહી શકાય કે, “પૂ. સાગરજી મ.સા.ની માન્યતા સ્વપ્નાદિકની ઉછામણીની રકમને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાની હતી,” આવું કહેવું એ સત્યથી વેગળી વાત છે. જો કે, ધા.વ.વિ.ના લેખકશ્રીએ પોતાની તરફેણમાં લેવા માટે શાસ્ત્રકારોને અને પોતાના પૂ. વડીલોને પણ છોડ્યા નથી. બધાને અડફેટમાં લીધા છે અને એ વખતે એમના વિધાનો તથા પોતાના જ જુના પુસ્તકોના વિધાનોને જોવાની પણ દરકાર રાખી નથી.
(પ) આથી પૂ. સાગરજી મ.સા.ની ઉછામણીની રકમને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવામાં સંમતિ હતી, એવું કોઈએ માનવું નહીં અને અમારી વાતમાં કોઈને શ્રદ્ધા ન બેસતી હોય તો “સાગર સમુદાયના
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
આચાર્ય ભગવંતોને પૂછી લેવું.
મુદ્દા નં. ૧૪ (પેજ-૧૬૪)
“સ્વપ્નાદિ બોલી ચઢાવાની રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે ગણવામાં સમ્મતિ આપતા બીજા મહાપુરુષ છે પૂ.પા. સ્વર્ગસ્થ, સિદ્ધાંત મહોદધિ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ.
વાત એવી બની હતી કે તા. ૧૧-૧૦-૫૧નાં દિવસે મોતીશાહ લાલબાગ જૈન ચેરિટેબલ સંસ્થાનાં ટ્રસ્ટીઓએ પૂજા આરતી આદિના ચઢાવાની રકમને શાસ્ત્ર પાઠો ગાથાઓ સાક્ષી તરીકે ટાંકીને કલ્પિત દેવદ્રવ્ય તરીકે ગણીને તે રકમમાંથી ગોઠીના પગાર, કેસર વગેરેમાં ઉપયોગ કરવાનું સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આ રહ્યો તે ઠરાવ - વગેરે.” સમાલોચના:
(૧) અહીં પણ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાની સંમતિ હતી, એવો કરાતો પ્રચાર તદ્દન અસત્ય છે. પૂજ્યશ્રીનો સ્વપ્નદ્રવ્ય અંગેનો સત્તાવાર પત્ર નીચે આપવામાં આવે છે -
મુંબઈ, લાલબાગ ભા.વ. ૧૪
૫.પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી શાંતાક્રુઝ મધ્ય દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક જમનાદાસભાઈ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો, વાંચી હકીકત જાણી.
સુરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કોઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે.
વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાનો ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફેરવીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ
હતી.
ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણસ્મામાં દેવદ્રવ્યમાં જાય છે, ભાવનગરની ચોક્કસ માહિતી નથી.
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨ ૨૧
- અમદાવાદમાં સાધારણ ખાતા માટે ઘર દીઠ દર સાલ અમુક રકમ લેવાનો રીવાજ છે, જેથી કેશર, સુખડ, ધોતીયા વગેરેનો ખર્ચ થઈ શકે છે. એવી યોજના અથવા દરસાલ ટીપની યોજના કાયમ ચાલે તેવી રીતે શક્તિ પ્રમાણે થઈ જાય તો સાધારણમાં વાંધો આવે નહિં.
પણ સુપનની ઉપજ લઈ જવી એ તો કોઈ રીતે ઉચિત લાગતું નથી. તીર્થકર દેવને ઉદ્દેશીને જ સ્વપ્નાં છે અને તેથી તે નિમિત્તનું દેવદ્રવ્યમાં જવું જોઈએ.
“ગપ્પ દીપિકા સમીર” નામની ચોપડીમાં પ્રશ્નોત્તરમાં પૂજ્ય સ્વ. આચાર્યદેવ વિજયાનંદસૂરિજીનો પણ એવો જ અભિપ્રાય છપાયેલો છે. સર્વેને ધર્મલાભ જણાવશો.
એ જ દ: હેમંતવિજયના ધર્મલાભ.
(૨) બાકી લેખકશ્રીએ જણાવેલા ઠરાવ અંગેની સાચી હકીકત આ મુજબ છે -
એ લાલબાગનો ઠરાવ વિ.સં. ૧૯૫૧માં થયો હતો. તેની ખબર (જાણવા મળ્યા મુજબ) વિ.સં. ૧૯૬૫માં પડી હતી. તે ખબર પડતાં શેઠ શ્રી જેઠાલાલ ચુનીલાલ, શ્રી કેશવલાલ મોતીલાલ અને શ્રી શાંતિલાલ સોમચંદ (ભાણાભાઈ) એ અરજી કરી તે ઠરાવ રદ કરાવ્યો હતો અને તે દરમ્યાન જે રકમ દેવદ્રવ્યની વપરાઈ ગઈ હતી, તે રકમ દેવદ્રવ્યમાં ભરપાઈ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઠરાવાદિની વિગતની ઉંડાણથી ચર્ચા કરનારા ધા.વ.વિ.ના લેખકશ્રીને એ વિષયની સાચી હકીકત જાણવા ન મળી હોય તે બનવા જોગ નથી. તદુપરાંત, એ ઠરાવમાં લખેલી વિગત પણ સંગત ન હતી. તે સંબોધ પ્રકરણનાં પાઠ સાથે મેળવવામાં આવે તો ખ્યાલ આવે. આવા અસંગત લખાણમાં પૂજયપાદ પ્રેમસૂરિદાદાની સંમતિ મૂકવી, તે તેઓશ્રીની આશાતના નથી તો શું છે !
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૩) વળી, ધા.વ.વિચારના પેજન - ૨૪૪ ઉપર પૂજ્યપાદ પ્રેમસૂરિ-દાદાનો પત્ર “પૂજ્યપાદ પ્રેમસૂરિજી મ.સાહેબે મધ્યસ્થ બોર્ડને લખેલો પત્ર” આ હેડીંગ નીચે મૂક્યો છે. તે અંગે તો પૂર્વે જણાવેલ જ છે. એ એક કાચો મુસદ્દો હતો અને વાસ્તવમાં એ પત્ર મધ્યસ્થબોર્ડને મોકલાયો જ નહોતો. આમ છતાં ઠરાવ અંગેની સાચી હકીકત છૂપાવી પૂજ્યશ્રીની સંમતિ જાહેર કરવી અને કાચા મુસદાને સત્તાવાર પત્ર તરીકે જાહેર કરવો, એ સજ્જનોચિત કાર્યો કહેવાય કે નહીં? તે વાચકો સ્વયં વિચારે અને ખોટા સાધનોથી ભરેલા પુસ્તકને વિશ્વસનીય મનાય કે નહીં? એ પણ વાચકો સ્વયં વિચારે.
(૪) તદુપરાંત, ધા.વ.વિ. પુસ્તકના પૃ. ૨૩૮થી ૨૪૧ ઉપર “પૂ. પંન્યાસજી ભદ્રંકર વિ.મ.સા.નો પૂજયપાદ પ્રેમસૂરિજી મ.સા. ઉપરનો પત્ર નં.-૨” આ હેડીંગ નીચે પત્ર મૂક્યો છે, તેના પૃ. ૨૪૧ ઉપર પૂ. પંન્યાસજી ભદ્રંકર વિ. મ.સાહેબે લખ્યું છે કે, “બોલી કે ઉછામણીનું દ્રવ્ય કલ્પિતકે આચરિત ગણાય એવો પાઠ બીજા કોઈ ગ્રંથોમાં આવે છે કે કેમ? તે આપશ્રીના ખ્યાલમાં હોય તો જણાવવા કૃપા કરશોજી.”
– પત્રની આ કોલમ ઘણી સૂચક છે. એનાથી સ્પષ્ટ સમજી શકાય છે કે, બંને મહાપુરુષો પત્ર દ્વારા વિચારણા કરી રહ્યા હતા. નિર્ણય ઉપર આવ્યાં નહોતા. નિર્ણય કરવા માટે તે બંને મહાપુરુષો શાસ્ત્ર સંદર્ભો શોધતા રહ્યા હતા અને તેઓશ્રીઓને શાસ્ત્રસંદર્ભો ન મળવાથી શાસ્ત્રાનુસારી પરંપરાથી ચાલી આવતી બોલીની રકમ એ જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય છે. આ માન્યતાને જ તેઓશ્રીઓ વળગી રહ્યા હતા. જીવનમાં ક્યારેય સત્તાવાર રીતે નિર્ણય બદલ્યો નહોતો.
અહીં મજેની વાત તો એ છે કે, બંને મહાપુરુષો શાસ્ત્રસંદર્ભો શોધતા રહ્યા અને ૨૦૪૪ના સંમેલનના સમર્થક લેખકશ્રી શાસ્ત્ર સંદર્ભે વિના જ ચર્ચામાં ધસી ગયા ! અને ચતુર કાગડો ચાર પગે બંધાય, તેમ તે
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨ ૨૩ પુસ્તકના લેખકશ્રીએ પણ પોતાની વાતો નિરાધાર બની જાય - ઉપેક્ષણીય બની જાય એવી ઘણી સાક્ષીઓ મૂકી દીધી છે. જે આપણે અનેક સ્થળે જોઈ છે.
(૫) અહીં યાદ કરાવવું જરૂરી છે કે, એ બંને મહાપુરુષોએ ક્યારેય સ્વપ્નાદિકની ઉછામણીનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય છે અને શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા કરી શકે” – આવી પ્રરૂપણા કરી નથી કે સત્તાવાર નિર્ણય જાહેર કર્યો નથી.
મુદ્દા નં-૧૫: (પેજ નં. ૧૬૭)
વળી, પૂજ્યપાદ આગમોદ્ધારક સાગરાનંદસૂરિ મહારાજ સાહેબનાં આગમ જ્યોત પુસ્તક બીજું પેજ નં. ૨૬-૨૭ ઉપર તો મહાપુરુષે એ આશયનું લખાણ સ્પષ્ટ જણાવ્યું છે કે “જિન મંદિરના પૂજારી કોઈ ગૃહસ્થના છોકરાને તેડીને ફરવા માટે રાખ્યો નથી. જો તેને જિન ભક્તિ માટે રાખવામાં આવ્યો હોય તો તેને દેવદ્રવ્ય (કલ્પિત)માંથી પગાર આપી શકાય. કેમકે જિનભક્તિ માટે જે એકઠું કરેલું (કલ્પિત) દ્રવ્ય છે, તેમાંથી જિન ભક્તિ કરતા પૂજારીને પગાર આપવામાં દેવદ્રવ્યનાં ભક્ષણનો સવાલ આવતો જ નથી. જો જિન ભક્તિ માટે બનાવાતા ચૈત્યનાં આરસ હીરા, મોતી, ઈટ, ચુનો વગેરેની ખરીદીમાં દ્રવ્યની રકમ અપાય છે તો માળી પૂજારીને કેમ ન અપાય? આવી બાબતમાં દેવદ્રવ્યનું તમે પૂજારીને ભક્ષણ કરાવી દો છો. એમ કહેનારા કેટલા મૃષાવાદી ગણાય?”
સમાલોચનાઃ (૧) કલ્પિત દ્રવ્યમાંથી જૈનેતર તો શું જૈન પૂજારીને પણ પગાર આપી શકાય છે અને તે કલ્પિત દ્રવ્ય જિનમંદિરના જીર્ણોદ્ધારમાં વપરાય, તેની કોણ ના પાડે છે? પરંતુ આ કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા સંબોધ પ્રકરણમાં જે રીતે કરી છે, તે રીતે ધન આવેલું હોય તો થાય, બાકી ધાર્મિક વહીવટ વિચારમાં જે કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા છે, તેને કલ્પિત દ્રવ્ય કહેવું, એ કલ્પિત દેવદ્રવ્યની પૂજય હરિભદ્ર સુ.મ.ની વ્યાખ્યાનું અપમાન છે.
(૨) અહીં ઉલ્લેખનીય છે કે, આ આગમ જ્યોતનાં જ સંપાદક પૂ.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પાદ. શ્રી અભયસાગરજી મહારાજે “શાસ્ત્રીય સંચાલન પદ્ધતિ' પુસ્તક પૃ. ૩૪ ઉપર ૧૯૯૦ના સમેલનના લખાણને જ અનુમોદન આપ્યું છે, તે શાસ્ત્રીય સંચાલન પદ્ધતિ'ના પુસ્તકના પેજ ૩૪ ઉપર જોઈ લેવું.
(૩) તદુપરાંત, આગમ જયોત, વર્ષ-૪, પૃ. ૫૧ ઉપર પણ દષ્ટિપાત કરવાની જરૂર છે. જે નીચે મુજબ છે – (B) સ્વપ્નોની બોલીની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાનું કારણ
અભિષેક કરવામાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, કેટલાક દેવદ્રવ્યને તફડાવી સ્વપ્નાની બોલીની ઘીની ઉપજ, તેના પૈસા છાપાછૂપી વગેરેના પરચૂરણ ખર્ચમાં લઈ જવા માટે તે દેવદ્રવ્ય નથી અને તેથી તે દેવદ્રવ્યમાં નહિ લઈ જતા બીજે લઈ જવા, એવો બકવાદ ચલાવે છે. તેને અંગે શાસ્ત્રાનુસાર શ્રદ્ધાવાળાઓ તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જો ચૌદ સ્વપ્નો વગેરેનું ઘી બોલાય છે તે પ્રથમ તો તે તીર્થંકરપણાની સ્થિતિનું અનુકરણ છે અને તે ગજવૃષભાદિ સ્વપ્નો ભગવાન તીર્થંકરની માતાને આવેલા છે...સ્વપ્નાની બોલીની પ્રવૃત્તિ મુખ્યતાએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે જ છે. ઐન્દ્રી આદિ માળાનો પ્રસંગ નિયમિત ન હોવાને લીધે, તેને સ્થાને તે કરેલી જણાય છે. કેમકે, પર્યુષણાના અણતિકા વ્યાખ્યાનમાં પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, દેવદ્રવ્યની વૃદ્ધિને માટે ઐન્દ્રી આદિ માળાની પ્રવૃત્તિ બંધ થઈ ત્યારે આ સ્વપ્નાદિની બોલીની પ્રવૃત્તિદેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રવર્તેલી છે. કેમકે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ તોજિનેશ્વર મહારાજના ઉપાસકોનું પરમ કર્તવ્ય જ છે.
(– આગમ જ્યોત, વર્ષ ૪, પેજ ૫૧.) મુદ્દા નં. ૧૬ઃ (પેજ નં. ૧૬૭)
“આ બે મહાપુરુષોના વિચારો ઉપરથી નક્કી થાય છે કે સ્વપ્નાદિની ઉછામણીની રકમ પૂજા દેવદ્રવ્યમાં ન લેતા કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. કેટલાક એમ કહે છે કે “આ રકમ પૂજા નિર્માલ્ય અને કલ્પિતમાંથી એકમાં ન લઈ જતા બોલી દેવદ્રવ્ય નામનો ચોથો પેટા ભેદ ઉભો કરીને તેમાં આ રકમ લઈ જવી જોઈએ.”
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૨૫
આ વાત બરાબર નથી. કેમ કે, આમ કરવા માટે તેઓ પાસે શાસ્ત્ર પાઠ નથી. વળી એમ કરવામાં ગૌરવ દોષ પણ આવે છે. કેટલાક કહે છે કે બોલીની રકમ પૂજા દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ ભલે તેમ જરૂર કરી શકાય. પણ તે માટે તેમને શાસ્ત્ર પાઠ આપવો પડશે ને ?’’
સમાલોચના ઃ
(૧) બે પૂ.આચાર્ય ભગવંતોના વિચારો-માન્યતાઓ આપણે જોઈ જ છે. તેઓ બોલીના દ્રવ્યને શુદ્ધદેવદ્રવ્ય જ માનતા હતા. તેઓએ ચારેય બોલીના દ્રવ્યને પૂજા કે કલ્પિત દેવદ્રવ્યમાં સમાવવાની પ્રરૂપણા કરી નથી.
(૨) પૂર્વોક્ત મુદ્દા-૧૬ની બાકીની વિગતો માટે એટલું જ કહેવાનું છે કે, તેઓ ત્યાં એવું ફલિત કરવા માંગે છે કે, દેવદ્રવ્યના પૂજાદિ ત્રણ પ્રકાર સિવાય બીજા પ્રકાર નથી. તો તે તેમની વાત સાચી નથી. કારણ કે, દ્રવ્યસપ્તતિકા અવસૂરિમાં પૃ. ૨૪ ઉપર
‘‘આતિ-લ્પિત-નિર્માત્યાવિપ્રવારે સમ્ભાવ્યતે ।''
અર્થ : દેવદ્રવ્ય આચરિત-કલ્પિત-નિર્માલ્ય આદિ પ્રકારો વડે સંભવિત છે.
આ પાઠમાં ‘આદિ’ પદથી દેવદ્રવ્યના બીજા પ્રકારો જણાવ્યા જ છે. તે કયા છે ? તે તેમણે જણાવવું જોઈએ અને લોકોથી એ વાત છૂપાવવાનું પાપ શા માટે કરવું પડ્યું છે ? તે પણ જણાવવું જોઈએ.
(૩) પૂ.સાગરજી મ.સાહેબે કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપવાની વાત કરી છે, તેમાં અમારો નિષેધ જ ક્યાં છે ? માત્ર ‘પૂ. સાગરજી મ.સાહેબે જે બોલીની રકમનો પ્રક્ષેપ કલ્પિત દેવદ્રવ્યમાં કર્યો નથી, તે તેમના નામે ચઢાવો છો,' તેનો જ વાંધો છે - વિરોધ છે. સંબોધ પ્રકરણ ગ્રંથના આદેશાનુસાર કલ્પિત દેવદ્રવ્યમાંથી તો અજૈનજૈન એમ બંને પૂજારીને પગાર આપી શકાય જ છે.
(૪) પૂજ્ય સાગરજી મ. સાહેબના ચૈત્યદ્રવ્ય યાને દેવદ્રવ્ય’
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પુસ્તકની વિગતોથી પૂર્વોક્ત વિધાનોને અલગ સંદર્ભમાં ગણવા, એમાં મિથ્યાભિનિવેશ સિવાય બીજું કોઈ કારણ દેખાતું નથી. આથી પૂ. સાગરજી મ. સાહેબે સ્વપ્નાદિક ઉછામણીના દ્રવ્યમાંથી પૂજારીને પગાર આપવાની વાત લખી છે, એવું કહેવું તે નિરાધાર છે – અસત્ય છે.
મુદ્દા નં. ૧૭ઃ- (પેજ નં. ૧૭૩)
એમ કહેવામાં આવે છે કે વિ.સં. ૧૯૯૦ ના સમેલનમાં જે ઠરાવ થયો છે સ્વપ્ન દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવું યોગ્ય જણાય છે તેનાથી ઉલ્ટો ઠરાવ આ સંમેલનમાં કર્યો છે. આ વાત બરાબર નથી. આ સમેલને પણ સ્વપ્નાદિ દ્રવ્યોને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું ઠરાવ્યું છે. આ તે દેવદ્રવ્યનો વિશેષ ભેદ ૧૯૯૦ના સમેલને કર્યો ન હતો, તે આ સમેલને તેને કલ્પિત દેવદ્રવ્ય કહીને તે ઠરાવ કરેલ છે. ખરેખર તો ૧૯૯૦ના સમેલનમાં આ ઠરાવ ઉપર જે સર્વ સમ્મતિ સધાઈ છે તે તેમાંના “યોગ્ય જણાય છે. એ શબ્દોથી તે વખતે પોલી સર્વસમ્મતિ થયાનું સ્પષ્ટ રૂપે દેખાય છે. ૨૦૪૪નાં સમેલને તો એકદમ સ્પષ્ટતા કરી છે. સમાલોચનાઃ
(૧) સં. ૧૯૯૦ના સંમેલને સ્વપ્નદ્રવ્ય શુદ્ધદેવદ્રવ્યમાં જાય તે જ યોગ્ય જણાય છે, એમ ઠરાવ્યું હતું અને સં. ૨૦૪૪ના સંમેલને સ્વપ્નાદિ દ્રવ્યોને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવ્યું હતું. બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. કારણ કે, સં. ૧૯૯૦ના સંમેલને એને જીર્ણોદ્ધારાદિમાં વાપરવાની પદ્ધતિને યોગ્ય જણાવી હતી અને સં. ૨૦૪૪'ના સંમેલને એને દેવકા સાધારણમાં (કે જેનું શાસ્ત્રીય નામ કલ્પિત દેવદ્રવ્યમાં) લઈ જવાનું ઠરાવીને શ્રાવકોના સ્વદ્રવ્યથી કરવા યોગ્ય કાર્યોને શુદ્ધ દેવદ્રવ્યથી કરવાની અશાસ્ત્રીય રજા આપી દીધી છે.
વળી, લેખકશ્રીએ સં. ૨૦૪૪ના સંમેલનને સં. ૧૯૯૦ના સંમેલનથી શ્રેષ્ઠ ઠરાવવાની કોશિષ કરી છે અને સં. ૧૯૯૦ની સર્વસમંતિ પોલી હતી, જ્યારે સં. ૨૦૪૪ની સર્વસંમતિ નક્કર હતી, એવી જે વાતો કરી છે, તે તદ્દન વાહીયાત છે. બંને સંમેલનની
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૨૭ પાર્શ્વભૂમિકા, સંમેલનોનો માહોલ, સંમેલનોના ઠરાવો અને સંમેલન પછીના માહોલનો વિચાર કરશો તો લેખકશ્રીની વાતો જ પોલી સિદ્ધ થશે.
(૨) અવસર પ્રાપ્ત બંને સંમેલનો વચ્ચેનો તફાવત પણ સમજી લઈશું - | (i) સં. ૧૯૯૦ના સંમેલનની પૂર્વભૂમિકા સ્વચ્છ-દંભરહિત હતી. ત્યારે સં. ૨૦૪૪ના સંમેલનની પાર્શ્વભૂમિકામાં એવું લેશમાત્ર કહી શકાય તેમ નથી.
(ii) સં. ૧૯૯૦ના સંમેલનમાં તપાગચ્છના સર્વે સમુદાયોના પ્રતિનિધિઓ ભેગા થયેલા હતા. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલનમાં અમુક જ સમુદાયો ભેગા થયેલા હતા. અમુક સમુદાયોને ઈરાદા પૂર્વક દૂર રખાયા હતા.
ii) સં. ૧૯૯૦ના સંમેલનોના ઠરાવો શાસ્ત્રસાપેક્ષ હતા અને સર્વસંમતિથી થયેલા હતા અને સંમેલન પછી વર્ષો સુધી એનો વિરોધ થયેલો નથી. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલનોના ઠરાવો શાસ્ત્ર નિરપેક્ષ હતા અને અનેકના વિરોધની અવગણના કરીને સર્વસંમતિથી થયા નથી અને સંમેલનની પૂર્ણાહુતિની સાથે વિરોધના જબરજસ્ત વમળો સર્જાયા હતા.
(i) સં. ૧૯૯૦ના સંમેલને શાસ્ત્રાનુસારી પરંપરા અનુસારે ઠરાવો કર્યા હતા. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલને શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધદેવદ્રવ્યવિઘાતક ઠરાવો કર્યા હતા.
() સં. ૧૯૯૮”ના સંમેલનના ઠરાવો મુજબની વ્યવસ્થા શ્રીસંઘોએ સહર્ષ સ્વીકારી લીધી હતી. જ્યારે સં. ૨૦૪૪'ના ઠરાવો મુજબની વ્યવસ્થા શ્રીસંઘોએ ફગાવી દીધી હતી અને આજસુધી એક ચોક્કસ વર્ગની તનતોડ મહેનત છતાં તેમાં ધારી સફળતા મળતી નથી. કારણ કે, શ્રીસંઘો દેવદ્રવ્યના ભક્ષક બનવા તૈયાર નથી અને તેમણે આપેલા
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આશ્વાસનો પોલા લાગે છે.
(vi) સં. ૧૯૯૦'ના સંમેલને ભગવાન અપૂજ ન રહે એ માટે અશક્ત સ્થળે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની અપવાદિક રજા આપી હતી. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલને એવા વિશેષ કારણ વિના શક્ત-અશક્ત તમામ સ્થળે દરેક સંઘ-શ્રાવક માટે દેવદ્રવ્યથી જિનપૂજા ઉપરાંત મહાપૂજા-સ્નાત્રપૂજા આદિની રજા આપીને દેવદ્રવ્ય લુંટાવી દેવાનો રાજમાર્ગ ખુલ્લો કરી આપ્યો છે અને શ્રાવકોને દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણના પાપમાં નાંખવાનું કામ કર્યું છે.
-આટલા તફાવતોથી વાચકો સમજી શકશે કે, કયું સંમેલન પોલું છે - આત્મહિતઘાતક છે – સુવિહિત પરંપરાનું લોપક છે. આમ છતાં લેખકશ્રી સં. ૨૦૪૪'ના સંમેલનને શ્રેષ્ઠ જણાવે છે - તે વ્યાપારીની જાહેરખબર જેવી ભાષા સમજવી. નકલી માલ રાખનારો અપ્રમાણિક વેપારી પણ જાહેરખબરમાં તો અસલીની જ સુફીયાણી વાતો કરતો હોય છે.
બાકી તો સં. ૧૯૯૦ના સંમેલનના સૂત્રધારો પૈકીના પોતાના વડીલોને પોલી સર્વસમ્મતિ કરીને ખાબોચિયામાં પડ્યા છે એમ કહેવું અને પોતાને સાગરમાં ભળ્યા તેમ કહેવું, અર્થાતુ પોતાનાવડીલોને પોલી સંમતિવાળા કહેવા અને પોતે અશાસ્ત્રીય નિર્ણયો કરવા છતાં શાસ્ત્ર મુજબ કર્યું એમ કહેવું, એ કેટલા વિવેકની વાત છે તે વાચકોએ સ્વયં વિચારવું. બાકી સં. ૨૦૪૪ના સંમેલનકાળનો અને પછીનો માહોલ કેવો હતો, તે તો સંમેલન અધ્યક્ષશ્રીના પરિશિષ્ટ-૧૦માં આપેલા હૃદયદ્રાવક પત્રમાંથી અંદાજ આવી જશે.
મુદ્દા નં. ૧૮ઃ (પેજ નં. ૧૭૩)
“સંમેલનનાં વિરોધી કહે છે કે સ્વપ્ન દ્રવ્ય કે કેસરાદિની બોલી ચડાવાનાં દ્રવ્યથી દેવ પૂજાની સામગ્રી ન લવાય અને પૂજારી આદિને પગાર ન અપાય.
આજ મહાનુભાવો ઠેરઠેર “જિન ભક્તિ સાધારણ એ નામનું ફંડ કરાવે છે. બાર માસનાં કેસર અગરબત્તી વગેરેના લાભ લેવા માટે કેસર વગેરેની બોલી બોલાવે છે તે રીતે ધન પ્રાપ્ત થયું. તેમાંથી બહારગામથી આવેલા યાત્રિકો વગેરેને કેસર વગેરે પૂજા
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૨૯ સામગ્રી પૂરી પડાય છે અને પૂજારીને પગાર પણ ચુકવાય છે.
શું આ બરોબર છે? પરમાત્માનાં (દેવોના) નિમિત્તે તે બોલાયેલી કેસર વગેરેની ઉછામણી દેવદ્રવ્ય બની ગઈ, હવે તમે જિન ભક્તિ સાધારણ એવું નામ આપીને તેમાંથી પૂજા સામગ્રી લાવી શકો અને પૂજારીને પગાર પણ આપી શકો, તો કેશર પૂજા કે સ્વપ્ન વગેરેની એ જ બોલી ચઢાવાને કલ્પિત દેવદ્રવ્ય તરીકે લઈને તેમાંથી શાસ્ત્ર સંમત રીતે પૂજારીનો ખર્ચ કાઢવાનું જણાવીએ તો શી રીતે ઉસૂત્ર ગણાય?
જો તમે જિનના નિમિત્તથી બોલીઓની રકમને દેવદ્રવ્ય ન કહેતા જિન ભક્તિ સાધારણ કહો છો તો સંમેલનના ઠરાવમાં આનાથી જુદું શું વિચારાયું છે?”
સમાલોચના:
(૧) પૂર્વોક્ત અસંબદ્ધ વિધાનો કરતી વખતે લેખકશ્રી અલગ-અલગ પ્રકારના ચડાવાના ભેદો અને દેવદ્રવ્યના ભેદો જાણતા નથી, એવું તો નથી. પરંતુ કુતર્કો દ્વારા વાતને ગુંચવી નાખવી અને યેન કેન પ્રકારે સ્વપક્ષની સ્થાપના કરવી તથા વિપક્ષને ખોટા ઠેરવવા આવી ચાલ એ વિધાનોમાં સ્પષ્ટ દેખાય છે. બાકી, વિપક્ષની (સંમેલનના વિરોધીઓની) વાત પોતે તો સમજે છે અને પોતે પણ પહેલાં એવી જ પ્રરૂપણા કરી ચૂક્યા છે. પણ મિથ્યાભિનિવેશના કારણે વિપક્ષનું ખંડન કર્યા વિના છૂટકો નથી. તેથી અસંબદ્ધ વિધાનો કરવાની ફરજ પડી છે.
(૨) અહીં યાદ કરાવવું જરૂરી છે કે, સંમેલનના ઠરાવોનો વ્યાજબી વિરોધ કરનારા અષ્ટપ્રકારી પૂજા કરવાની બોલીના દ્રવ્યને શુદ્ધદેવદ્રવ્ય કહે છે અને તેનાથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લાવવાની ના પાડે છે. પરંતુ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી (સંઘને) અર્પણ કરવાની બોલીના દ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લાવવાની ના પાડતા નથી.– બંને વચ્ચેનો આ તાત્ત્વિક ભેદ લેખકશ્રીને સમજાયો ન હોય તે આશ્ચર્યની વાત છે.
(૩) આથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી અર્પણ કરવાની બોલીનું દ્રવ્ય એ “જિનભક્તિ સાધારણ દ્રવ્ય છે અને અષ્ટપ્રકારી પહેલી-બીજી કે
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
આઠે પૂજા કરવાની બોલીનું દ્રવ્ય એ ‘શુદ્ધદેવદ્રવ્ય’ છે. બંનેના પરંપરાથી ઉપયોગ અલગ-અલગ છે. એ શાસ્ત્રાનુસારી પરંપરાથી સિદ્ધ ભેદોને ભૂંસીને શુદ્ધદેવદ્રવ્યને કલ્પિતદેવદ્રવ્ય કહેવું એ ઉત્સૂત્ર ન કહેવાય તો શું કહેવાય ? એ વાચકો સ્વયં વિચારે.
(૪) અહીં ઉલ્લેખનીય છે કે, લેખકશ્રી પોતે પુસ્તકના પૃ.-૬૬ ઉપર ઘણે ઠેકાણે બાર માસનાં કેસરાદિનાં ચડાવા બોલાય છે. આ રકમને પૂજાદેવદ્રવ્ય કહેવું જોઈએ. આ પદ્ધતિ ખૂબ સારી છે’” - આ રીતે જણાવે છે.
અહીં જે બોલીની રકમને ‘પૂજા દેવદ્રવ્ય' કહેવાની વાત જણાવી છે, તેનું જ બીજું નામ “જિનભક્તિ સાધારણ” છે. એટલે લેખકશ્રી વિભિન્ન બોલીના પ્રકારો અને તેનાથી પ્રાપ્ત રકમના (દેવદ્રવ્યના) પ્રકારો તો જાણે જ છે અને એ સાચા સંસ્કારો એમને ક્યાંક ક્યાંક સાચું લખાવી પણ દે છે. છતાં પણ પકડાયેલા ખોટા સ્વાભિમતની સિદ્ધિ માટે કુતર્કો કર્યા વિના રહી શકાતું નથી. તે તેમની આખી ચોપડીમાં જોઈ શકાય છે.
મુદ્દા-નં. ૧૯ : (પેજ નં. ૧૭૪)
“વસ્તુતઃ સ્વપ્ન કે ઉપધાન નિમિત્તની બોલી એ સાક્ષાત્ દેવનાં નિમિત્તે નથી જ્યારે બાર માસનાં કેસર પૂજાદિના લાભ માટેની બોલી તો સાક્ષાત્ જિન (જિનમૂર્તિના) નિમિત્તે જ છે. છતાં આ બોલી જિન ભક્તિ સાધારણ (દેવકું સાધારણ) કરી શકાય. તો સ્વપ્નાદિના નિમિત્તે જિન મંદિરના સર્વ કાર્યોના નિર્વાહ કરવા માટે ઉત્પન્ન કરાયેલી બોલીની પ્રથાથી પ્રાપ્ત થતું ધન પણ દેવકું સાધારણ (કલ્પિત દ્રવ્ય) કેમ ન કહી શકાય ?
સમાલોચના ઃ
(૧) આ મહાકુર્તક ન કહેવાય તો શું કહેવાય ? સ્વપ્નાદિકની બોલી સાક્ષાત્ દેવ નિમિત્તની નથી તો કોઈ રાજા કે ચક્રવર્તીના નિમિત્તની છે ? માતાની કુક્ષી વિશે પ્રભુજી આવ્યા ત્યારે ઇંદ્ર સ્તવના કરે છે, તે શું માનીને કરે છે ? નમુન્થુણં બોલે છે તે શું માનીને બોલે છે ? ઉપધાનની
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૩૧ બોલી તે રેવદ્રવ્યવૃધ્ધ પેન્દ્રી માના વા અન્ય નાના પ્રતિ એ શાસ્ત્રપાઠ મુજબ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે તે માળા ગ્રહણ કરવાની છે અને તે દેવકુ સાધારણ કરવાની વાત તો શાસ્ત્રની નહીં પણ તમારા ઘરની છે અને ઉપજાવી કાઢેલી છે.
(૨) સ્વપ્નાદિકની બોલી જિન મંદિરના સર્વકાર્યોના નિર્વાહ માટે ઉભી કરી એવું જે લખ્યું છે, તે તમારી કલ્પના છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ઇંદ્ર માળા અને ઉપલક્ષણથી સ્વપ્નાદિની બોલી છે અને તે ચ્યવન કલ્યાણકને ઉદ્દેશીને છે.
(૩) સ્વપ્નાદિકની બોલી અને પૂજાની સામગ્રી પ્રાપ્ત કરાવવાની બોલી અને તેનાથી પ્રાપ્ત દ્રવ્ય વચ્ચેનો તફાવત આગળ જણાવ્યો જ છે.
મુદ્દા નં.-૨૦ઃ (પેજ નં. ૧૭૭) “આથી જ બોલીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે તેમ લાગે છે.” સમાલોચના:
(૧) લેખકશ્રી પોતાના પુસ્તકમાં સ્વકપોલકલ્પિત ઘણી ચર્ચા કર્યા પછી અંતે, “બોલીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે તેમ લાગે છે” આવું લુલું લુલું લખે છે, તે જ બતાવે છે કે, તેમને આ લખતી વખતે પૂર્વે (પોતાના પુસ્તકોમાં અને પ્રવચનોમાં) જોરશોરથી પ્રરૂપેલી વાતો પણ ત્યારે યાદ આવી જાય છે અને એથી જ મનમાં ક્ષોભ અનુભવી રહ્યા હોય તેમ લાગે છે. આ ક્ષોભ દૂર કરવાનો ઉપાય એક જ છે કે, તમારા પૂ. પૂર્વજોની સાચી વાતને પાછી અંગીકાર કરી લો અને તેમાં જ સૌ કોઈનું હિત છે. લેખકશ્રીની ગેરહાજરીમાં તેમનો સમુદાય આ જરૂર કરી શકે છે અને એ જ સાચી શ્રદ્ધાંજલી બનશે.
મુદ્દા નં. - ૨૧: સામાપક્ષના જ માન્ય સ્વ. આ. શ્રી રવિચંદ્રસૂ. મ. સાહેબે કલ્યાણના જુલાઈ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઓગસ્ટ ૧૯૮૩ના અંકમાં પ્રશ્નોત્તર વિભાગમાં જણાવ્યું છે, સુખી શ્રાવકોએ અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા જિનભક્તિ નિમિત્તે જે આચરણ કરાયું હોય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય, જેમ અષ્ટપ્રકારી પૂજા નિમિત્તે બોલાતી ઉછામણી અથવા સ્વપ્ન બોલી. આ દ્રવ્ય જિનેશ્વરદેવની ભક્તિના સર્વકાર્યમાં વપરાય.
સમાલોચનાઃ
પૂર્વોક્ત વાત જ્યારે ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં છપાઈ હતી, ત્યારે એ અંગે પૂ.આ.ભ.શ્રીના શિષ્યરત્ન પૂ.આ.ભ. શ્રી વિ. જયદર્શનસૂરિજી મ. સાહેબે (તે વખતે મુનિશ્રીએ) “જૈનશાસન” અઠવાડીકમાં (વિ.સં. ૨૦૫૦ના અંકોમાં) સ્પષ્ટતા કરવા પૂર્વક વિસ્તૃત જવાબ આપ્યો જ હતો. તે ખુલાસાઓનો સાર એ છે કે – “તેઓશ્રી (પૂ.આ.ભ.શ્રી વિ. રવિચંદ્રસૂરીશ્વરજી મહારાજા) પોતાની છેલ્લી માંદગી દરમ્યાન પ્રગટ-અપ્રગટ પ્રશ્નોત્તરીની શુદ્ધિ કરાવી ગયા છે. તેથી હવે બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવાનું રહેતું નથી.” - આવો નિખાલસતાપૂર્વક ખુલાસો કરવા છતાં તે પુસ્તકની બીજી-ત્રીજી આવૃત્તિમાં અને એ પક્ષના અન્ય સાહિત્યમાં એ જ વાત વારેઘડી છપાયા કરે છે. તેને શું માનવાનું ! બીજાના રદ થયેલા વિધાનને પકડી રાખનારા તે પક્ષવાળાના પુસ્તકોમાંથી અનેક શાસ્ત્રવિરુદ્ધ વિધાનોનો જવાબ તેમની પાસે નથી અને અનેક સ્થળેથી ધ્યાન દોરવા છતાં કાને ધરવાની તૈયારી નથી એને શું કહેવું? વાચકો સ્વયં વિચારે.
ઉપસંહાર : સમગ્ર ચર્ચાનો સાર એ છે કે, સ્વપ્નાદિકની બોલીના દ્રવ્યને કલ્પિતદેવદ્રવ્ય માની – કહી શકાય નહીં. પરંતુ એને શુદ્ધ દેવદ્રવ્ય માનવાની પરંપરા જ સાચી છે – બરાબર છે અને એનો વિનિયોગ જિનાલયના જીર્ણોદ્ધારાદિમાં થાય તે જ ઉચિત છે.
૦ તમામ પ્રશ્નોના જવાબઃ
પ્રકરણ-૩માં જણાવેલા તમામ પ્રશ્નોના જવાબ આપણે પ્રકરણ-૧થી
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૭ સુધીમાં વિચારી ગયા છીએ. તેનો સાર એ છે કે -
(૧)
શ્રાવકે પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ.
(૧/૧) શ્રાવક દેવદ્રવ્યસામાન્યથી પૂજા કરી શકે નહીં. દેવદ્રવ્યના પેટાભેદોનો વિચાર કર્યા પછી જ કયા દ્રવ્યથી પૂજા થાય અને કયાથી ન થાય તે નક્કી થાય.
૨૩૩
(૧/૨) શ્રાવક પૂજાદેવદ્રવ્યથી પૂજા કરી શકે છે. પરંતુ મુખ્યપણે તો શ્રાવકે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ. પૂજાદેવદ્રવ્યથી એ પૂજા કરે તો એણે શક્તિ અનુસારે એ ખાતામાં ફાળો આપવો જ જોઈએ, કે જેથી શાસ્ત્રકારોની સ્વદ્રવ્યથી પૂજા કરવાની આજ્ઞાનું પાલન થાય. વર્તમાનમાં પ્રસિદ્ધ ‘જિનભક્તિ સાધારણ દ્રવ્ય’ને પૂજાદેવદ્રવ્ય કહી શકાય છે.
(૧/૩) શ્રાવક કલ્પિતદેવદ્રવ્યથી પૂજા કરી શકે છે. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં પ્રભુસમક્ષ મૂકેલા ભંડારની રકમ અને પ્રભુભક્તિસ્વરૂપે બોલાતી સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો સમાવેશ થયેલો ન હોવો જોઈએ. વર્તમાનમાં પ્રસિદ્ધ ‘જિનમંદિર સાધારણ’ને કલ્પિત દેવદ્રવ્ય કહી શકાય છે. આની આવકનો સ્રોતો પ્રકરણ-૧૧માં જણાવેલ છે. (૧/૪) શ્રાવક નિર્માલ્ય દેવદ્રવ્યથી જિનપૂજા ન કરી શકે. નિર્માલ્ય દેવદ્રવ્યથી બનાવેલા પ્રભુના આભૂષણો યોગ્ય નકરો દેવદ્રવ્યમાં જમા કરાવીને પ્રભુને ચઢાવી શકે.
(૧/૫) શ્રાવક વર્તમાનમાં પ્રસિદ્ધ એવા શુદ્ધ દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા કરી શકે નહીં.
(૧/૬) શ્રાવકને સ્વકર્તવ્યરૂપ જિનપૂજા શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી કરવાનું શાસ્ત્રકારો કહે છે. આથી શ્રાવકે પરદ્રવ્યથી જિનપૂજાનું કર્તવ્ય સેવવું જોઈએ નહીં. સંઘમાં શ્રાવકો દ્વારા ભેગા કરેલા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ફંડમાંથી લાવેલી સામગ્રી દ્વારા એ પૂજા કરે, તો તેણે એ ફંડમાં શક્તિ અનુસારે લાભ લેવો જોઈએ. જેથી સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાની શાસ્ત્રાજ્ઞાનું પાલન થાય.
(૧/૭) પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાંથી શ્રાવક જિનપૂજા કરે તો તેને દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણનો દોષ લાગે અને એનું પ્રાયશ્ચિત્ત પણ આવે. કેટલું આવે એ ગીતાર્થ આલોચનાચાર્યનો વિષય છે. જાહેરમાં ચર્ચવાનો વિષય નથી.
(૧/૮) “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' આ નિયમ તમામ શ્રાવક માટે છે. નિર્ધન શ્રાવકો માટે ગ્રંથકારોએ સામાયિકાદિ અને દેરાસરના અન્ય કાર્યો કરીને લાભ લેવાનું જણાવ્યું છે. અહીં જે ‘સ્વદ્રવ્ય’ પછી ‘જ’કાર વપરાયો છે, તે મુખ્યપણે દેવદ્રવ્યના વ્યવચ્છેદ માટે વપરાયો છે.
(૧/૯) પરદ્રવ્યથી થતી જિનપૂજાનો એકાંતે નિષેધ કોઈ કરતું જ નથી. જિનભક્તિ સાધારણરૂપ પરદ્રવ્યથી જિનપૂજા કરનારે પણ શક્તિ અનુસારે એમાં સ્વદ્રવ્ય જોડવું જોઈએ એમ કહેવાય છે અને જેટલા અંશે જિનપૂજામાં પરદ્રવ્ય વપરાયું છે, તેની પુણ્યપ્રાપ્તિનો લાભ એ દાતાને મળે એવી ભાવના ભાવવાનું ષોડશક ગ્રંથાધિકારના આધારે કહેવાય છે, કે જેથી ભાવશુદ્ધિ અખંડ રહે.
(૧/૧૦) શક્તિસંપન્ન પણ ભાવનાહીન શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરી શકે નહીં. શક્તિસંપન્ન શ્રાવક જેટલી પણ ભાવના હોય, એ ભાવના મુજબ એણે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ અને વધુ શક્તિ ફોરવવાનો ભાવોલ્લાસ પ્રગટે એવી પ્રાર્થના હંમેશાં પ્રભુ પાસે કરતા રહેવું જોઈએ.
વર્તમાનમાં જિનભક્તિસ્વરૂપે બોલાતી સ્વપ્નાદિકની બોલીની
(૨)
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૩૫
૨કમ શાસ્ત્ર અને પરંપરા અનુસારે શુદ્ધદેવદ્રવ્યમાં જ જાય છે. તેનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં ક્યારેય ન થાય.
(૨/૧) કલ્પિત દેવદ્રવ્ય એટલે વર્તમાનમાં પ્રસિદ્ધ જિનમંદિર સાધારણ દ્રવ્ય. આથી બોલીની ૨કમ કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવું એટલે સાધારણમાં લઈ જવા બરાબર જ છે. તેનાથી શ્રીસંઘોશ્રાવકો દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણના મહાપાપમાં પડે છે.
(૩) પૂજારીનો પગાર પ્રસિદ્ધ શુદ્ધ દેવદ્રવ્યમાંથી આપી શકાય નહીં. પૂજારી શ્રાવકોની અનુકૂળતા માટે રખાતો હોવાથી તેને શ્રાવકોએ જ પગાર આપવો જોઈએ, એવું શાસ્ત્રાનુસારી પરંપરા કહે છે. (૩/૧) પૂજાદેવદ્રવ્ય અને નિર્માલ્ય દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર ન આપી શકાય. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી શકાય. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં પ્રભુ સમક્ષ મૂકેલા ભંડારની આવક અને સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો સમાવેશ થતો ન હોવો જોઈએ.
(૩/૨) શ્રાવકોએ સ્વયં સ્થાયી ફંડ (કોષ) તરીકે ઉભા કરેલા કલ્પિત દેવદ્રવ્યમાંથી જૈન અને અજૈન બંને પૂજારીને પગાર આપી શકાય છે. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં સ્વપ્નાદિકના ઉછામણીની ૨કમ અને પ્રભુના ભંડારની આવક સમાયેલી ન હોવી જોઈએ. (૩/૩) વાસ્તવમાં તો પૂજારીનો પગાર શ્રાવકોએ પોતે આપવો જોઈએ. (૪-૪/૧) ઉપદેશપદાદિ ગ્રંથોના ‘મતિ ત્તિ રેવદ્રવ્યું....’ વગેરે શાસ્ત્રપાઠો
દેવદ્રવ્યસામાન્યથી (અર્થાત્ દેવદ્રવ્યના પેટાભેદ પાડ્યા વિના દેવદ્રવ્યસામાન્યથી) પ્રભુપૂજા-સ્નાત્રાદિ કરવાની રજા આપતા નથી. પરંતુ સંકલ્પિત દેવદ્રવ્યથી (કે જે વાસ્તવમાં શ્રાવકે પ્રભુભક્તિ માટે અલગ રાખેલું કે સંઘને આપેલું સ્વદ્રવ્ય જ છે,
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૩૬
(૫)
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
તેવા સંકલ્પિત દેવદ્રવ્યથી) પ્રભુપૂજા-સ્નાત્રપૂજા આદિ પ્રભુભક્તિના કાર્યોની રજા આપે છે. ટૂંકમાં એ પાઠો સમર્પિત દેવદ્રવ્યથી (કે જે શુદ્ધદેવદ્રવ્ય છે, તેમાંથી) પ્રભુપૂજાદિ કરવાની રજા આપતા નથી. તેથી શ્રાવકે શુદ્ધદેવદ્રવ્યથી પ્રભુભક્તિના કાર્યો ન થાય. એ કાર્યો સ્વદ્રવ્યથી જ કરવા જોઈએ.
દેવદ્રવ્યના અનેક પ્રકાર છે. દ્રવ્યસાતિકા અવસૂરિમાં (સંબોધ પ્રકરણમાં જણાવેલા ત્રણ પ્રકાર ઉપરાંતના) બીજા પણ પ્રકારો બતાવ્યા છે. સંકલ્પિત દેવદ્રવ્ય, સમર્પિત દેવદ્રવ્ય, પૂજા દેવદ્રવ્ય, નિર્માલ્ય દેવદ્રવ્ય, કલ્પિત દેવદ્રવ્ય આવા અનેક પ્રકાર છે અને એ તમામનો ત્રણમાં સમાવેશ કરી શકાય નહીં. એ અંગેની શાસ્ત્ર અને પરંપરા પ્રકરણ-૭માંથી જાણી લેવી.
(૫/૧) સંબોધ પ્રકરણમાં જણાવેલા દેવદ્રવ્યના ત્રણે ખાતાઓ હાલ પણ સંઘોમાં જુદા જુદા નામે સક્રિય છે જ. એટલે ત્રણે ખાતાના પૈસા એકબીજામાં વપરાઈ જવાની કોઈ આપત્તિ ઊભી થની જ નથી. વિશેષ પ્રકરણ-૯માં જુઓ.
(૫/૨) એવી પરિસ્થિતિનું નિર્માણ થતું જ નથી અને કદાચ કોઈ સંઘોના અજ્ઞાનાદિના કારણે થાય તો પૂ. ગીતાર્થોના માર્ગદર્શનથી શુદ્ધિ કરી લેવી જરૂરી છે. તે માટે શાસ્ત્રવિરુદ્ધ રીતે તમામ પ્રકારના દેવદ્રવ્યને ત્રણ પ્રકારમાં સમાવીને મહાદોષમાં પડવાની જરૂર નથી. સ્વપ્નાદિકની ઉછામણીનું દ્રવ્ય અને પ્રભુના ભંડારનું દ્રવ્ય તે ત્રણમાંથી એકેય પ્રકારમાં સમાઈ ન શકે. તે તો જીર્ણોદ્વારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય ખાતામાં જ જાય છે.
(૬) દેવદ્રવ્ય અંગે વિ.સં. ૧૯૯૦ના સંમેલનનો ઠરાવ શાસ્રસાપેક્ષ છે અને ૨૦૪૪ના સંમેલનનો ઠરાવ શાસ્ત્રનિરપેક્ષ છે.
(૬/૧-૨) વિ.સં. ૧૯૯૦ના સંમેલને અશક્ત સ્થળોએ સામગ્રીના
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૭: કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૩૭ અભાવમાં પ્રભુ અપૂજ ન રહે એ માટે અપવાદિક માર્ગે દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરવાની અને પૂજારીના પગારની રજા આપી છે. તેથી એ શાસ્ત્રસાપેક્ષ ઠરાવ છે. જ્યારે વિ.સં. ૨૦૪૪ના સંમેલને શક્તિ-સંપન્ન અને શક્તિહીન એવા તમામ સ્થળોએ દેવદ્રવ્યમાંથી એ બંને કાર્યોની છુટ્ટી આપીને દેવદ્રવ્યની જબરજસ્ત હાનિ થાય, તેવો રાજમાર્ગ ખુલ્લો કરી આપ્યો છે.
તેથી તે શાસ્ત્રનિરપેક્ષ છે. (૭-૭/૧) “વિજય પ્રસ્થાન અને વિચારસમીક્ષા' નામના પુસ્તકનો હવાલો
આપીને પૂ.આ.ભ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના નામે જે અપપ્રચાર ચાલે છે તે ખોટો છે, તેઓશ્રીએ દેવદ્રવ્યથી જિનપૂજા માટેના કેશર-સુખડાદિ દ્રવ્યો લાવવાનું ક્યારેય ક્યાંય લખ્યું નથી કે પ્રરૂપ્યું પણ નથી. તેઓશ્રીની સ્પષ્ટ માન્યતા હતી કે, શ્રાવકો એ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ અને પૂજારીને પગાર પણ શ્રાવકોએ પોતે જ આપવો જોઈએ. પૂજારીના પગાર માટેની તેઓશ્રીની માન્યતા તો એકદમ પ્રસિદ્ધ છે. શ્રી શત્રુંજયગિરિરાજના જિનમંદિરોના પૂજારીઓના પગાર દેવદ્રવ્યમાંથી ન આપવા પડે તે માટે તેઓશ્રીના ઉપદેશથી માતબર રકમ એકઠી
કરાઈ હતી - શ્રીઆણંદજી કલ્યાણજી પેઢીને સોંપાઈ હતી. (૨)
તેઓશ્રીની માન્યતા મુનિજીવનથી માંડીને દરેક પર્યાયમાં અને
યાવત્ જીવનના અંત સુધી એક જ હતી. જે પૂર્વે જણાવી હતી. (૮) પૂ.આ.ભ.શ્રી.વિ. રવિચંદ્રસૂરીશ્વરજી મહારાજા નામે ચાલતો
અપપ્રચાર પણ ખોટો છે. તે અંગેની શુદ્ધિ વર્ષો પૂર્વે થઈ ગયેલા
(૯)
ગુરુપૂજનની રકમ-ગુરુપૂજનની ઉછામણીની રકમ દ્રવ્યસપ્તતિકા ગ્રંથના આધારે દેવદ્રવ્ય ખાતામાં જાય છે અને તેનો સદુપયોગ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
જીર્ણોદ્ધાર અને નૂતનચૈત્ય નિર્માણાદિમાં થાય છે.
(૯/૧) ગુરુપૂજનની રકમ-ગુરુપૂજનની ઉછામણીની રકમ દ્રવ્યસઋતિકાના આધારે જીર્ણોદ્વારાદિમાં જ જાય. પરંતુ શાસ્ત્ર અને પરંપરા અનુસારે વૈયાવચ્ચમાં જાય નહીં.
(૧૦) ગુરુના મૃતકના અગ્નિસંસ્કાર સંબંધી ઉછામણીની રકમનો સદુપયોગ શાસ્ત્ર અને પરંપરા મુજબ (૧) તેઓના સ્મારકમાં (૨) તેઓના સંયમજીવનના અનુમોદનાર્થે ઉજવાતા જિનભક્તિ મહોત્સવમાં (પ્રભાવના-સાધર્મિકભક્તિસિવાય) અને (૩) જીર્ણોદ્વારમાં થાય છે.
(૧૦/૧) શાસ્ત્ર અને પરંપરા મુજબ ગુરુના મૃતકના અગ્નિસંસ્કાર સંબંધી ઉછામણીની આવક જીવદયામાં ક્યારેય ન જઈ શકે. કારણ કે, એ રકમ સાતક્ષેત્રની અંતર્ગત આવે છે અને જીવદયા ક્ષેત્ર સાતક્ષેત્રની બહાર છે. તથા સાતક્ષેત્રનું દ્રવ્ય તેની બહારના ક્ષેત્રમાં લઈ જવાની શાસ્ત્રાજ્ઞા નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
ઉપોદ્ઘાત ઃ
શાસ્ત્રોમાં દેવ-જ્ઞાન અને ગુરુની પૂજાવિધિ બતાવવામાં આવી છે. દેવ-જ્ઞાન અને ગુરુની પૂજા વિહિત છે. દેવપૂજાની વિધિ વગેરે વિષયોની આગળના પ્રકરણોમાં આપણે વિચારણા કરી છે. આ પ્રકરણમાં ગુરુદ્રવ્ય અંગે વિચારણા કરીશું.
સામાન્યથી ગુરુ સંબંધી દ્રવ્યને ગુરુદ્રવ્ય કહેવાય છે.
ગુરુની પૂજા માટેનું દ્રવ્ય, ગુરુની પૂજા સ્વરૂપે અર્પણ કરેલું દ્રવ્ય, ગુરુની વૈયાવચ્ચ માટેનું દ્રવ્ય કે ગુરુના નિમિત્તે કે ગુરુના આલંબનને પામીને સર્વ્યય કરવા અલગ રાખેલું દ્રવ્ય...વગેરે ગુરુદ્રવ્ય બને છે.
સંક્ષેપમાં ગુરુની વૈયાવચ્ચના સંકલ્પથી અલગ રાખેલ કે આપેલ દ્રવ્ય એ પણ ગુરુદ્રવ્ય છે અને ગુરુની પૂજા સ્વરૂપે સમર્પિત કરેલ દ્રવ્ય એ પણ ગુરુદ્રવ્ય છે.
પૂ.મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા દ્વારા સંશોધિત અને પૂ. મહોપાધ્યાય શ્રીમાનવિજયજી મહારાજા દ્વારા વિરચિત ધર્મસંગ્રહ’ ગ્રંથમાં અને પૂ.વાચક પ્રવર શ્રી લાવણ્ય વિ.મ.સા. દ્વારા વિરચિત ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રંથમાં ગુરુદ્રવ્યના બે પ્રકાર બતાવ્યા છે -
(૧) ભોગાર્હ ગુરુદ્રવ્ય, (૨) પૂજાર્હ ગુરુદ્રવ્ય.
→ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથમાં પણ શ્રાદ્ધજીત કલ્પની ગાથાની વ્યાખ્યા કરતાં ગુરુદ્રવ્યના ભોગાર્હ અને પૂજાર્હ : એવા બે વિભાગ પાડ્યા છે.
→ શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં રજોહરણાદિ ઉપકરણો ભોજ્ય-ભોજક સંબંધથી ગુરુદ્રવ્ય બને છે અને સુવર્ણાદિ તે સંબંધથી ગુરુદ્રવ્ય બનતા નથી, એમ જણાવ્યા પછી, જો સુવર્ણાદિ ગુરુદ્રવ્ય ન બને તો શ્રાદ્ધજીતકલ્પની ગાથાની ટીકામાં સુવર્ણાદિને ગુરુદ્રવ્ય તરીકે જણાવેલ છે, તે શી રીતે ઘટી
Page #295
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૪૦
શકે ? તેવી શંકાના સમાધાનરૂપે ત્યાં જણાવેલ છે કે, ભોજ્ય-ભોજક સંબંધથી નહિ પણ પૂજ્ય-પૂજા સંબંધથી સુવર્ણાદિ ગુરુદ્રવ્ય બને જ છે અને તેવા પૂજ્ય-પૂજા સંબંધથી બનતા ગુરુદ્રવ્યરૂપ સુવર્ણાદિનો ઉપયોગ જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યનિર્માણાદિમાં ઉપયોગ કરવાનું તે જ ગાથાની ટીકામાં વિધાન કરેલ છે.
→ આથી રજોહરણાદિ ભોગાર્હ ગુરુદ્રવ્ય છે અને સુવર્ણાદિ પૂજાઈ ગુરુદ્રવ્ય છે.
♦ વિચારણીય મુદ્દાઓ :
શાસ્ત્ર અનુસારે ગુરુદ્રવ્યનું સ્વરૂપ, તેના પ્રકાર અને તેના ઉપયોગ અંગેની વિચારણા કરી. આ વિષય એકદમ સ્પષ્ટ જ છે અને ધાર્મિક વહીવટ માટે શ્રીદ્રવ્યસપ્તતિકા ગ્રંથ ઓથોરીટીવાળો મનાય છે. આમ છતાં આ વિષયમાં અનેક પ્રશ્નો-મુદ્દાઓ ઉપસ્થિત થયેલા છે. તેની હવે વિચારણા કરીશું. જો કે શાસ્ત્રોમાં દરેક પ્રશ્નોના સમાધાનો આપેલા જ છે. પ્રશ્ન ઘણા છે. મહત્ત્વના ત્રણ પ્રશ્નો :
તેમાંથી મહત્ત્વના ત્રણ પ્રશ્નો અને તેનું સમાધાન સૌથી પ્રથમ
જોઈશું.
(૧) ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહીં ? (૨) તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહીં ? (૩) તેમજ એ દ્રવ્યનો ઉપયોગ કયાં કરાય ?
- આ ત્રણે પ્રશ્નોનું સમાધાન “હીર પ્રશ્નોત્તર” ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથ અકબર રાજા પ્રતિબોધક મહાપ્રભાવક પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાને પૂછાયેલા પ્રશ્નોના તેઓશ્રીએ જે ઉત્તરો આપ્યા હતા, તે ‘પ્રશ્નોત્તર'ના સંગ્રહરૂપ છે. આ ‘હીરપ્રશ્નોત્તર’ ગ્રંથમાં પૂર્વોક્ત ત્રણે પ્રશ્નોનું સમાધાન નીચે મુજબ આપવામાં આવ્યું છે -
तथा - गुरुपूजासत्कं सुवर्णादिद्रव्यं गुरुद्रव्यमुच्यते न वा ?
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૪૧
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
तथा-प्रागेवं पूजाविधानमस्ति न वा ?
तथा-कुत्र चैतदुपयोगि ? इति प्रसाद्यमिति प्रश्ना अत्रोत्तराणिगुरुपूजासत्कं सुवर्णादि गुरुद्रव्यं न भवति, स्वनिश्रायामकृतत्वात्, स्वनिश्राकृतं च रजोहरणाद्यं गुरुद्रव्यमुच्यत इति ज्ञायते ॥३-४८१५२॥ तथा हेमाचार्याणां कुमारपालराजेन सुवर्णकमलैः पूजा कृताऽस्त्येतदक्षराणि कुमारपालप्रबन्धे सन्ति ॥३-४९-१५३॥ तथा"धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटिं नराधिपः" ॥१॥ इदं चाग्रपूजारूपं द्रव्यं तदानीं सङ्घन जीर्णोद्धारे व्यापारितमिति तत्प्रबन्धादौ श्रूयते । अत्रार्थे बहुवक्तव्यमस्ति, कियल्लिख्यते इति प्रश्नत्रयप्रतिवचनानि ॥३-५०-१५४॥
પ્રશ્ન: ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ? પ્રશ્નઃ તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ?
પ્રશ્નઃ તેમજ એ દ્રવ્યનો ઉપયોગ કયાં કરાય? આ જણાવવા કૃપા કરશો.
ઉત્તર :
ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે સ્વનિશ્રાનું નહિ હોવાથી = પોતાને સ્વાધીન કરેલું નહિ હોવાથી ગુરુદ્રવ્ય ન કહેવાય, પરંતુ જે રજોહરણાદિ વસ્તુઓ ગુરુઓએ પોતાને સ્વાધીન કરી હોય તે વસ્તુઓ ગુરુદ્રવ્ય કહેવાય, એમ જણાય છે.
તથા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની કુમારપાલ ભૂપાલે સુવર્ણકમળોથી પૂજા કરી છે, એવા અક્ષરો કુમારપાલ પ્રબંધમાં છે. તેમજ “ધર્મલાભ = તને ધર્મનો લાભ થાઓ, એ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે દૂરથી જેઓએ હાથ ઊંચા કર્યા છે એવા શ્રીસિદ્ધસેનસૂરિજીને વિક્રમ રાજાએ કોટિ દ્રવ્ય આપ્યું.”
૨. વર 'તિ પવિત્તરમ્ |
Page #297
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
આ અગ્રપૂજા રૂપ દ્રવ્યનો તે વખતે જીર્ણોદ્ધારમાં ઉપયોગ કર્યો હતો, એમ તેમના પ્રબંધ વગેરેમાં સંભળાય છે. આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે. કેટલું લખીએ ? તમે પૂછેલા ત્રણ પ્રશ્નોના આ પ્રમાણે ઉત્તરો છે. (૩૪૮-૪૯-૫૦-૧૫૨-૧૫૩-૧૫૪).
૨૪૨
ટિપ્પણી :
(૧) પૂર્વોક્ત ત્રણે પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ ‘હીરપ્રશ્નોત્તર'ના વિધાનોમાં જોવા મળે છે.
(૨) ગુરુપૂજન શાસ્ત્રીય જ છે. આચારાંગ સૂત્રમાં વાસચૂર્ણથી ગુરુપૂજન કરવાની વાત આવે જ છે. દ્રવ્યસપ્તતિકામાં પણ ગુરુપૂજનની વાત આવે જ છે. (જે આગળ જણાવવાની છે.)
આથી ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં પૃ. ૧૧૬ ઉપર લેખકશ્રી લખે છે કે, “ખરી રીતે ગુરુપૂજા' કોઈપણ શાસ્ત્રથી વિહિત હતી નહિ.” લેખકશ્રીની તે વાત શાસ્ત્રવિરુદ્ધ-હકીકતવિરુદ્ધ સિદ્ધ થાય છે.
(૩) પૂ.કલિકાલ સર્વજ્ઞશ્રી આદિ ગુરુભગવંતોની ગુરુપૂજા થયેલ છે અને એની ગ્રંથોમાં નોંધ લેવાયેલી છે. એ જ બતાવે છે કે, ગુરુપૂજા વિહિત છે. જો ગુરુપૂજાને અવિહિત કહેશો તો પૂ.કલિકાલ સર્વજ્ઞશ્રીજી આદિ મહાપુરુષોને પણ અવિહિત આચરણા કરનારા, કરાવડાવનારા કહેવા પડશે અને એની નોંધ કરતા ગ્રંથોને (જે આગળ જણાવવાના છે. તેને) પણ અપ્રામાણિક માનવા પડશે. પરંતુ એવું કહેવાનું - લખવાનું દુઃસાહસ કોઈ કરી શકે તેમ નથી.
(૪) એટલું જ નહીં, લેખકશ્રીએ પોતાના પૂ.ગુરુદેવ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાને પણ ખોટા કહેવા પડશે. કારણ કે, ‘હીરપ્રશ્નોત્તર’ (હીરપ્રશ્નાનુવાદ) ગ્રંથનો અનુવાદ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાના પ્રશિષ્યરત્ન પૂ.મુ. શ્રી ચિદાનંદવિજયજી મ. સાહેબે કર્યો છે અને એ ગ્રંથનું સંશોધન ખુદ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાએ કરી આપ્યું છે. તે ગ્રંથના ‘આદિવચન’ના
Page #298
--------------------------------------------------------------------------
________________
-
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૪૩
વિધાનો એની સાક્ષી પૂરે છે - તે નીચે મુજબ છે –
“છેવટે ગચ્છનાયક, સિદ્ધાન્તમહોદધિ, સુવિહિતશિરોમણી પરમગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પણ મ્હારી વિનંતીને ધ્યાનમાં લઈ તપાસી આપ્યો છે અને તેઓશ્રીની સૂચનાથી અમુક અમુક સ્થળો સુધારી શકાયાં છે, તે માટે તે ગચ્છાધિપતિનો પણ ઉપકાર ભૂલી શકું તેમ નથી.’’
આથી ‘હિરપ્રશ્નાનુવાદ' ગ્રંથના સંશોધનકર્તા પૂજ્યપાદ પ્રેમસૂરિદાદા છે. તેથી તેઓશ્રીની માન્યતા પણ આપણે સમજી શકીએ છીએ અને એ મહાપુરુષોની માન્યતાનું પ્રતિબિંબ પૂર્વોક્ત ત્રણ પ્રશ્નોત્તરના અનુસંધાનમાં કરાયેલી તે જ અનુવાદ ગ્રંથની ટિપ્પણી - ૫૫માં જોવા મળે છે. તે નીચે મુજબ છે –
૫૫ - આ પ્રશ્નોત્તરથી સિદ્ધ થાય છે કે - શ્રાવકો ગુરુપૂજા કરે, તે શાસ્ત્રોક્ત જ છે અને એ માટે ઉછામણીનો પ્રસંગ હોય તો તે દેવદ્રવ્યની વૃદ્ધિકારક હોઈ શાસ્ત્રવિધિને ઉપકારક જ છે. પણ આ પ્રકારની ગુરુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે ગણાય છે એટલે તેનું ઉત્પન્ન (દ્રવ્ય) સાધુઓના ઉપયોગમાં આવી શકે નહિ.” (પૃ. ૮૮ની ટિપ્પણી)
→ મહત્ત્વની વાતો :
પૂર્વોક્ત ગ્રંથની ૫૫’મી ટિપ્પણીમાં ઘણી મહત્ત્વની વાતો નોંધાયેલી
છે -
(૧) શ્રાવકો ગુરુપૂજા કરે છે, તે શાસ્ત્રોક્ત જ છે. (અહીં ‘જ’કાર ઘણો સૂચક છે. તે તમામ પ્રકારના કુતર્કોનું ઉન્મૂલન કરે છે.)
(૨) ‘ગુરુપૂજાની ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિકારક હોઈ શાસ્ત્રવિધિને ઉપકારક જ છે.’ (અહીં પણ ગુરુપૂજાની ઉછામણીને શાસ્ત્રોક્ત જણાવી છે અને ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે છે, પરંતુ ગુરુની વૈયાવચ્ચ માટે દ્રવ્ય ઉભું કરવા માટે નથી, તે પણ સ્પષ્ટ પ્રતીત થાય છે. તથા નિર્દિષ્ટ ‘જ’ કાર
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ધાર્મિક વહીવટ વિચાર’ આદિ પુસ્તકોમાં થયેલા ઘણા બધા કુતર્કોની સમાલોચના કરી તેની અસારતા જાહેર કરે છે - બાદબાકી કરી નાખે છે.
(૩) આ પ્રકારની ગુરુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે ગણાય છે. એટલે તે દ્રવ્ય સાધુઓના ઉપયોગમાં (વૈયાવચ્ચમાં) આવી શકે નહીં.
(૫) ગુરુદ્રવ્યના વિનિયોગ અંગેનો પૂ.આ.ભ.શ્રી. કૈલાસસાગરસૂરિજી મ.સા., પૂ. તપસ્વી શ્રીધર્મસાગર ગણિશ્રી તથા પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.નો અર્થાત્ પૂ.સાગરજી મ.ના સમુદાયનો અભિપ્રાય પરિશિષ્ટ-૧૬-૧૮-૨૧માંથી જાણી લેવો. ૦ દ્રવ્યસપ્તતિકા ગ્રંથના આધારે અધિક સમાધાનોઃ
(નોંધ : પૂર્વોક્ત ત્રણ પ્રશ્નોની વધુ વિસ્તારથી ખુલાસાપૂર્વક વિચારણા દ્રવ્યસપ્તતિકા ગ્રંથની ગાથા-૧૨ની ટીકામાં કરવામાં આવી છે. પંડિતશ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ દ્વારા અનુવાદિત-સંપાદિત દ્રવ્યસપ્તતિકા ગ્રંથનો પાઠ (અનુવાદ સહિત) અક્ષરશઃ નીચે મુજબ છે -
स्वर्णा-ऽऽदि-रूप- ગુરુ-દ્રવ્ય-ચોપ
तथा, स्वर्णा-ऽऽदिकं तु गुरु-द्रव्यम् जीर्णोद्धारे नव्य-चैत्य-करणा-ऽऽदौ च व्यापार्यम्, तद् यथा - (૨) -પૂના-સર્વિસુ-વ-દિ-દ્રવ્ય મુ-દ્રવ્યમુખ્યતે? વા?”
તથ
१. स्वर्णाऽऽदे
દ્રવ્યતાનિષેધ
“(૨) વિ-પૂના-વિધાનમતિ ? વા?” () ૩ = ૨-પતલુયોજિ?" રૂરિ उच्यतेગુર-પૂના-સર્વસુ-વ-ss રો-WI-ઘુવિરવત્ ગુરુ-દ્રવ્ય મવતિ, સ્વ-નિશ્રાધામ-તત્વોત્ા”
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
२. गुरु-पूजाप्रामाण्ये
( १ ) दृष्टा - ऽन्तः ।
(२) दृष्टा - ऽन्तः ।
३. स्वर्णा - sऽदिगुरु-द्रव्योपयोग
निर्णयः ।
गुरु-पूजायाम्(३) दृष्टा - ऽन्तः ।
गुरु-पूजायाम्( ४ ) दृष्टा - ऽन्तः ।
૨૪૫
तथा,
"हेमा -ऽऽचार्याणां कुमार - पाल- - राजेन" सु-वर्ण-१०८ ( अष्टोत्तर - शतः ) - कमलैः पूजा कृताऽस्ति ।
तथा,
" धर्म - लाभ ( : ) " इति प्रोक्ते दूरादुच्छ्रित- पाणये । सूरये सिद्ध-सेनाय ददौ कोटिं नराधिपः ॥ १ ॥ इति । ↑ "इदं च अग्र - पूजा-रूपं द्रव्यम्
तदानीन्तनेन सङ्खेन
जीर्णोद्धारे तदाऽऽज्ञया व्यापारितम् ।"
-
* अत्राऽपि -
" तक्र - कौण्डिन्य - न्यायेन भोज्य-भोजकत्व - सम्बन्धेन
१ अघिकोपधिवत्,
पूजा - द्रव्यं न भवति ।
पूज्य-पूजा-सम्बन्धेन तु तद् गुरु-द्रव्यं भवत्येव । अन्यथा-श्राद्धजीतकल्प- वृत्तिर्विघटते । किंबहुना ? । इति ।
1 तथा, जीव - देव - सूरीणां पूजा-ऽर्थम्अर्ध-लक्ष-द्रव्यं मल्ल-श्रेष्ठिना दत्तम्,
तेन च-प्रासादा-ऽऽदयोऽकार्यन्त सूरिभिः । ↑ तथा धारायाम्-लघु-भोजेन श्री - शान्ति - वेताल - सूरये १२,६०,०००-(द्वादश-लक्ष- षष्टि- सहस्त्राणि ) द्रव्यं दत्तम् । तन्मध्ये गुरुणा च
१२ (द्वादश) लक्ष: धनेन मालवा - ऽन्तश्चैत्यान्यकार्यन्त । ६० षष्ठि - सहस्र-द्रव्येण च थिरा-पद्र- चैत्यदेव - कुलिका -ऽऽद्यपि । इति । ( ) इह विस्तरस्तु तत्-प्रबन्धा - ऽऽदे - र्बोध्यः ।
१. ( औधिकोपधिः ) = सामान्यः, चतुर्दश-प्रकारकः । औपग्रहिकोपधिश्च = ज्ञानाऽऽदि-पोषण - हेतुः कारणिकोपधिः । २. ( वादि - वेताल - श्री शान्ति - सूरये । )
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૪૬
गुरु-पूजायाम्(५) दृष्टा-ऽऽन्तः ।
नाम स्थापना
ऽवसरे गुरु-पूजाविधानम् ।
वर्षा-चातुर्मास्य-ऽभिग्रहेषु गुरु-पूजा ।
गुरु-पूजा - सिद्धिः ।
१. (लेक) ।
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
1 तथा, "सु-मति - साधु-सूरि-वारके मण्डपा - SS - चल- दुर्गे मल्लिक-श्री-म - माफरा -ऽभिधानेन श्राद्धा - ऽऽदि संसर्गाज्जैन-धर्माऽभिमुखेन सु-वर्ण- टङ्ककैः गीता-र्थानां पूजा कृता " इति वृद्ध - वादोऽपि श्रूयते । इति ।
↑ तथा,
बालस्य नाम-स्थापना - ऽवसरे,
गृहादाऽऽगत्य, स- बालः श्राद्धः वसति-गतान् गुरून् प्रणम्य, नवभिः स्वर्ण-रूप्य - य-मुद्राभि
गुरोर्नवा - ऽङ्ग-पूजां कृत्वा, गृह्य-गुरु-देव- साक्षिकं दत्तं नाम निवेदयति । ततः उचित मन्त्रेण वासमऽभिमन्त्र्य,
गुरुः ॐ - कारा - sऽदिद- न्यास - पूर्वम्, बालस्य स्व-साक्षिकां नाम - स्थापनामऽनुज्ञापयति । इति । 1 तथा, "द्विः त्रिर्वा - अष्ट-भेदा -ऽऽदिका पूजा, संपूर्ण देववदनं चैत्येऽपि,
सर्व-चैत्यानाम् अर्चनं वन्दनं वा,
स्नात्र - महोत्सव -महा-पूजा - प्रभावना - ऽऽदि, गुरोर्बृहद्-वन्दनम्,
अङ्ग-पूजा-प्रभावना-स्वस्तिक- रचना -ऽऽदि-पूर्वम्
व्याख्यान-श्रवणम्,"
इत्या-ऽऽदि-नियमाः वर्षा - चातुर्मास्याम्
विशेषतो ग्राह्याः । इति ।"
एवम् प्रश्नोत्तरसमुच्चय-आचारप्रदीप-आचार
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૪૭
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
વિનવ-શવિદ્ધવિધ્યા--Sનુસારે
શ્રી-નિવચ્ચેવ ગુરોપ -9-પૂના સિદ્ધા ગુરુ-પૂના-થના- • तद्-धनं च गौरवा-ऽहं-स्थाने विनियोग
पूजा-सम्बन्धेन प्रयोक्तव्यम्, વ્યવસ્થા
રસુનિતા-દ્ધપૂડાયાત્રા થ-દ્રવ્યમ વ્યય-વ્યવસ્થા
ભાવાર્થ
પરંતુ, જો સોનું વગેરે ગુરુદ્રવ્ય હોય, તો તેનો વપરાશ જિનમંદિર વગેરેના જીર્ણોદ્ધાર અને નવા દહેરાસર કરાવવા વગેરેમાં કરવો જોઈએ.
છે તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે – “(૧) ગુરુપૂજા સંબંધી સોનું વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય? કે નહિ?”
(૨) પૂર્વકાળમાં આ પ્રકારે (ગુરુની) પૂજા કરવાનું વિધાન છે? કે નહિ?”
(૩) અને એ દ્રવ્યનો ઉપયોગ કયાં થાય?” જવાબ -
“ગુરુપૂજાનું સોનું વગેરે દ્રવ્ય (ઔપગ્રહિક) રજોહરણાદિક ઉપકરણની જેમ ગુરુદ્રવ્ય થતું નથી. કેમ કે, (ગુરુએ) તેને પોતાની નિશ્રાનું કરેલું હોતું નથી.”
૪ શ્રી કુમારપાળ મહારાજાએ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની ૧૦૮ સોનાના કમળથી પૂજા કરી હતી.
તેમજ“દૂરથી હાથ ઊંચો કરીને “ધર્મલાભ” એમ આશીર્વાદ આપનાર શ્રી
૨. વદ-માન-મ-મથાત્
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સિદ્ધસેન દિવાકરજી મહારાજને (વિક્રમ) રાજાએ એક કરોડ આપ્યા
હતા.”
↑ “અગ્રપૂજા રૂપ આ દ્રવ્ય તેઓની આજ્ઞાથી તે વખતના શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં વાપર્યું હતું.”
↑ અહીં વિચારવા જેવું એ છે કે -
તક્રકૌડિન્ય ન્યાયથી – ભોજ્ય-ભોજકપણાના સંબંધે કરીને-ભોગવવા યોગ્ય-વાપરવા યોગ્ય અને વાપરનારના સંબંધે કરીને-ઔઘિક ઉપધિની જેમ (સુવર્ણાદિક પૂજાદ્રવ્ય) ગુરુદ્રવ્ય બની શકતું નથી.
(મુનિ મહાત્માઓની ઉપધિ બે પ્રકારની હોય છે. મુહપત્તિ-રજોહરણ વગેરે ઔદ્યિક ઉપધિ કહેવાય છે અને બીજાં કેટલાંક સાધનો કારણે રાખવાં પડે, તે ઔપગ્રહિક સહાયક-ઉપધિ કહેવાય છે. તેમાં ઔધિક મુખ્ય છે. ઔઘિક ઉપધિ ભોજ્ય-ભોજક સંબંધે ગુરુદ્રવ્ય છે. તેવા સંબંધથી સુવર્ણાદિક પૂજાદ્રવ્ય ગુરુદ્રવ્ય બની શકતું નથી.)
પરંતુ પૂજ્યની પૂજાના સંબંધે તે (સુવર્ણાદિક) ગુરુદ્રવ્ય થાય જ છે. જો તેમ સમજવામાં ન આવે તો શ્રાદ્ધજિતકલ્પની વૃત્તિ સાથે વિરોધ આવે છે.
♦ શ્રી જીવદેવસૂરિજીની પૂજા માટે મલ્લ શેઠે અડધો લાખ દ્રવ્ય આપ્યું હતું, તેથી શ્રી આચાર્ય મહારાજાએ જિનમંદિર વગેરે કરાવરાવ્યાં હતાં.
♦ ધારા નગરીમાં લઘુભોજ રાજાએ વાદીવેતાળ શ્રી શાંતિસૂરિ મહારાજને બાર લાખ, સાઠ હજાર દ્રવ્ય આપ્યું હતું. તેમાંથી ગુરુ મહારાજાએ બાર લાખના ખર્ચે માળવા દેશમાં દહેરાસરો કરાવરાવ્યાં હતાં અને સાઠ હજાર દ્રવ્યના ખર્ચે થરાદમાં દહેરાસર અને દેરીઓ વગેરે
૧. (ઔદ્યિક ઉપધિ-એ સામાન્યથી ચૌદ પ્રકારે છે અને ઔપગ્રહિક ઉપધિજ્ઞાનાદિકના પોષણ માટે જરૂરી એટલે સંયમમાં સહાય માટે કારણસર રાખવી જરૂરી હોય, તેવી ઉપધિ.) ૨. (વાદીવેતાલ શ્રી શાંતિસૂરિજીને).
Page #304
--------------------------------------------------------------------------
________________
-
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૪૯
કરાવરાવ્યાં હતાં. અહીંયાં આ વિષે વિસ્તારથી સમજવા માટે તે તે પ્રબંધોમાંથી જાણી લેવું.
ૐ તથા, વૃદ્ધપુરુષોની વાત સંભળાય છે કે
-
“શ્રી સુમતિસાધુ મહારાજશ્રીના સમયે માંડવગઢમાં શ્રાવકોના પરિચયથી જૈન ધર્મ તરફ આદર રાખનારા શ્રી માફર નામના મલ્લિક॰ બાદશાહે સોનાના ટંકો (સિક્કા)થી ગીતાર્થ ગુરુઓની પૂજા કરી હતી.’’
(ગૃહસ્થ ગુરુ પાસે પહેલાં બાળકનું નામ પાડવામાં આવે અને પછી તેમાં ગુરુ મહારાજની આજ્ઞારૂપ સંમતિ લેવામાં આવે.)
ૐ બાળકનાં નામ પાડવાને વખતે બાળક સહિત શ્રાવક ઘરેથી આવીને ઉપાશ્રયમાં રહેલા ગુરુ મહારાજને વંદના કરીને, સોના કે રૂપાના નવ સિક્કાથી ગુરુ મહારાજની નવ અંગે પૂજા કરીને, ઘરના (ગૃહસ્થ) ગુરુ અને દેવની સાક્ષીએ જે નામ પાડ્યું હોય, તે (ગુરુ મહારાજને) નિવેદન કરે છે, પછી ગુરુ મહારાજ ઉચિત મંત્રે વાસક્ષેપ મંત્રીને ૐકાર વગેરેના ન્યાસ (સ્થાપના)પૂર્વક પોતાની સાક્ષીપૂર્વકની બાળકના નામની સ્થાપના પોતાની આજ્ઞાપૂર્વકની બનાવે છે.
♦ “તથા” બે વાર, અથવા ત્રણ વાર, તથા આઠ પ્રકાર વગેરે પ્રકારે પૂજા કરવી,
દહેરાસરમાં સંપૂર્ણ દેવવંદન કરવું.
સર્વ દહેરાસરોમાં પૂજા કરવી અને વંદન કરવું.
સ્નાત્ર મહોત્સવ કરવો, મહાપૂજા રચાવવી, પ્રભાવના વગેરે કરવી, ગુરુ મહારાજને મોટું વંદન, ગુરુ મહારાજાની અંગપૂજા, પ્રભાવના, તેમની આગળ સ્વસ્તિકની રચના, તેમનું વ્યાખ્યાન સાંભળવું.
ખાસ કરીને ઇત્યાદિ નિયમો વર્ષા ચાતુર્માસમાં ગ્રહણ કરવા જોઈએ. ૧. (મલેક).
Page #305
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
એમ પ્રશ્નોત્તરસમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર અને શ્રાદ્ધવિધિ, વગેરે ગ્રંથોને અનુસારે શ્રી જિનેશ્વર ભગવાનની અંગ અને અગ્ર પૂજાની પેઠે, શ્રી ગુરુમહારાજની પણ અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે.
૨૫૦
ૐ અને તે (ગુરુ મહારાજની અંગ અને અગ્રપૂજા)ના દ્રવ્યનો ઉપયોગ પૂજા॰ સંબંધે કરીને ગૌરવ યોગ્ય ઊંચા સ્થાનમાં કરવો.
પરંતુ જિનેશ્વર ભગવંતની અંગપૂજામાં ન કરવો.
ટિપ્પણી :
(A) પૂર્વોક્ત શાસ્ત્રપાઠ મુજબ ઘણા બધા ગ્રંથો પણ ગુરુપૂજાને વિહિત જણાવે છે અને ગુરુપૂજાના દ્રવ્યને જીર્ણોદ્વાર અને નૂતન ચૈત્યના નિર્માણાદિમાં ઉપયોગ કરવા જણાવે છે.
(B) ‘આદિ’ પદનો વિમર્શ :
પ્રશ્ન:
દ્રવ્યસપ્તતિકાના “સ્વતિ તુ ગુરુદ્રવ્યમ્ નીર્ણોદ્વારે નવ્યચૈત્યરળાવો આ વ્યાપાર્યમ્'' - આ વિધાનમાં ગુરુદ્રવ્યના વિનિયોગ માટે જીર્ણોદ્વાર અને નવ્ય ચૈત્યનિર્માણ આદિ ક્ષેત્રો જણાવ્યા, તો તેમાં ‘આદિ’ પદથી કયા ક્ષેત્રો લેવાના ? તેનો જવાબ આપશો !
ઉત્તર ઃ
(૧) પૂર્વોક્ત પાઠમાં નિર્દિષ્ટ ‘આદિ’ પદથી દેરાસરના સિંહાસનત્રિગડુંભંડાર બનાવવા વગેરેમાં ઉપયોગ કરાય, એમ સમજવાનું છે. પરંતુ વૈયાવચ્ચમાં નહીં.
અહીં ઉલ્લેખનીય છે કે, કંદોઈની દુકાને ‘પેંડા, બરફી વગેરે મળશે’ એવું લખ્યું હોય અને કોઈ વ્યક્તિ વગેરે શબ્દ વાંચીને ત્યાંથી કાપડનો તાકો લેવા જાય તો મૂર્ખમાં ખપે છે. કારણ કે, ત્યાં નિર્દિષ્ટ ‘વગેરે’ તે
૧. બહુમાનનો ભંગ થવાના ભયથી.
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૧ દુકાનમાં મળતા પ્રસક્ત વિકલ્પોને સૂચવે છે. પરંતુ અપ્રસક્ત વિકલ્પોને નહીં. તેથી ત્યાં “વગેરે” એટલે લાડવા, ગાંઠીયા કે સેવ જેવી વસ્તુઓ જ સમજવાની હોય, તે જ રીતે પૂર્વોક્તપાઠમાં નિર્દિષ્ટ “આદિ પદથી પ્રસક્ત વિકલ્પોરૂપ જિનાલયના સિંહાસન-ત્રિગડું વગેરે ગ્રહણ કરવાના છે. પરંતુ અપ્રસક્ત એવી સાધુવૈયાવચ્ચ ગ્રહણ કરવાની નથી.
(૨) અને તેથી જ “હીરપ્રશ્નાનુવાદ' ગ્રંથના પૃ. ૮૮ ઉપર ટિપ્પણપપમાં “એટલે તેનું ઉત્પન્ન (દ્રવ્ય) સાધુઓના ઉપયોગમાં આવી શકે નહીં” એવું કહીને ગુરુપૂજાના દ્રવ્યને શુદ્ધદેવદ્રવ્ય જ ગણાવ્યું છે અને સાધુવૈયાવચ્ચની બાદબાકી કરી છે. અનુવાદક-પ્રેરક-સંશોધનકર્તા પૂજ્યોને “આદિ પદથી સાધુવૈયાવચ્ચ ઈષ્ટ નથી તે સ્પષ્ટ સમજાય છે.
(૩) તદુપરાંત, ૨૦૪૪'ના સંમેલનના ૯ મહિના પૂર્વે પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. દ્વારા વલસાડ ચાતુર્માસ રહેલા એક મહાત્માને (પૂ.મુ.શ્રીહિતપ્રજ્ઞ વિજયમ.સા. - હાલ આચાર્યશ્રી)ને લખાયેલા પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે –
વિ. જણાવવાનું કે ગુરુપૂજાના પૈસા દેવદ્રવ્યમાં જ લઈ જવા એવી પરંપરા છે. માટે દેવદ્રવ્યમાં જ લઈ જવા જોઈએ.
તથા જો તે પૈસા મુનિઓની વૈયાવચ્ચમાં લેવામાં આવે તો મુનિઓને તે પૈસા ઉપર પોતાના પૈસા એ રીતે આસક્તિ થવાની શક્યતા છે. માટે આ પરંપરા અત્યંત યથાયોગ્ય જણાય છે તે જાણશો.”
– પૂર્વોક્ત પત્રાંશમાં ગુરુપૂજાના દ્રવ્યને સાધુવૈયાવચ્ચમાં વાપરવાનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે અને દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરા અત્યંત યથાયોગ્ય હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. તથા સાધુવૈયાવચ્ચમાં લઈ જવાના ભયસ્થાનો પણ બતાવવામાં આવ્યા છે. આપણે બરાબર જાણી પણ શક્યા છીએ કે, તેમણે ૨૭ વર્ષ પૂર્વે બતાવેલા ભયસ્થાનો આજે કેવા વિકરાળ સ્વરૂપને ધારણ કરી ચૂક્યા છે.)
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૫ ૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા એક સમયે “ગુરુપૂજાના દ્રવ્યને સાધુવૈયાવચ્ચમાં લઈ જવું એટલે શિથિલાચારને પ્રોત્સાહન આપવા બરાબર છે” એવી જોરશોરથી પ્રરૂપણા કરનારા લેખકશ્રી જ પોતાના ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં એ દ્રવ્ય સાધુવૈયાવચ્ચમાં જાય એનું જોરદાર સમર્થન કરી રહ્યા છે. આને કલિકાલની બલિહારી માનવી કે શું માનવું? વાચકો સ્વયં વિચારે.
બધું જ સમજાયેલું હોવા છતાં કોઈપણ વ્યક્તિને શ્રદ્ધાનું શૈથિલ્ય અને મિથ્યાભિનિવેશ જમાલીજીના માર્ગે જવા જ ઉશ્કેરતા હોય છે.
(૪) મુનિશ્રી હેમરત્ન વિજયજીએ (પછીથી આચાર્યશ્રીએ) પોતાના “ચાલો જિનાલયે જઈએ” પુસ્તકમાં તો ગુરુપૂજનની રકમને જિનમંદિર ખાતામાં જ મૂકી દીધી છે અને તેનો વિનિયોગ જીર્ણોદ્ધારાદિમાં જણાવ્યો છે. એ માટે જુઓ પરિશિષ્ટ-૮.
(૫) આથી પૂર્વોક્ત શાસ્ત્રપાઠમાંના નિર્દિષ્ટ “આદિ' પદથી શાસ્ત્રસંદર્ભો અને પરંપરાનુસારે “સાધુ વૈયાવચ્ચ” લઈ શકાય નહીં.
(૬) તદુપરાંત, “આદિ પદથી “વૈયાવચ્ચનો સંગ્રહ કરવો, એ કોઈપણ રીતે યોગ્ય નથી. શ્રાવક-શ્રાવિકા દ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં વાપરી શકાતું હોવા છતાં “શ્રાવક-શ્રાવિકા દ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં વપરાય. એવું કોઈ સ્થળે લખેલું નથી. શ્રાવક-શ્રાવિક દ્રવ્ય જેમ શ્રાવક-શ્રાવિકા માટેનું છે, તેમ સુવર્ણાદિ ગુરુદ્રવ્ય પણ જો સાધુ-સાધ્વી માટેનું હોય તો તેનો ઉપયોગ “જીર્ણોદ્ધારાદિમાં થાય' એમ લખવાને બદલે “વૈયાવચ્ચાદિમાં થાય એવું લખ્યું હોત અને વૈયાવચ્ચાદિમાં આદિ પદથી જીર્ણોદ્ધારાદિ ગ્રહણ કરવાનું ઈષ્ટ માન્યું હોત, પણ તેમ નથી કર્યું. તે જ બતાવે છે કે, તેમને આદિ પદથી “વૈયાવચ્ચ' ઈષ્ટ નથી.
(C) ઉદાહરણો અંગેની સ્પષ્ટતાઃ
હીરપ્રશ્નાનુવાદ અને દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં ગુરુપૂજાની વિહિતતા અને ગુરુપૂજાના દ્રવ્યનો વિનિયોગ ઉદાહરણો આપીને સમજાવ્યા છે. ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રી એને સિદ્ધાંત માનવા તૈયાર નથી.
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૩ (જો કે, પૂર્વે તો એ પરંપરાને અત્યંત યથાયોગ્ય જણાવતા હતા. પરંતુ ૨૦૪૪'ના સંમેલનમાં માન્યતા બદલાતાં હવે એ ઉદાહરણોથી ગુરુપૂજાની વિહિતતા અને ગુરુપૂજાના દ્રવ્યના વિનિયોગની વાત એમને માન્ય નથી.)
– આ વિષયમાં પહેલાં ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના પૂ. ૧૧૬ ઉપર લખાયેલી વાતો જોઈએ પછી એની સમાલોચના કરીશું.
દ્રવ્ય સપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજનદ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કહ્યું ખરેખર તો પુરાતન બધા જ શાસ્ત્રકારોએ વસ્ત્રપાત્રથી જ ગુરુપૂજનની વિધિ દર્શાવી છે. પણ દાખલા દાન્તને જોરે જ્યારે અંગપૂજન જોશથી ચાલ્યું ત્યારે ઉપરોક્ત બે વિભાગ પાડવા પડ્યા. ખરી રીતે ગુરૂપૂજા કોઈ પણ શાસ્ત્રમાં વિહિત હતી નહીં. એટલે જ્યારે હીરસૂરિજી મ. સામે પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે હેમચંદ્રસૂરિ મહારાજની સુવર્ણકમલની થયેલી પૂજાથી એનું (અંગ પૂજાનું) સમર્થન કરવું પડ્યું. પછી એનું દ્રવ્ય ક્યા ખાતે જાય એનો સવાલ ઊભો થયો એટલે સિદ્ધસેનસૂરિ મહારાજનો દાખલો લઈને હીરસૂરિ મહારાજે જીર્ણોદ્ધારાદિમાં જાય એવું સમાધાન કહ્યું. પણ કયાંય એ અંગપૂજાના દ્રવ્યને દેવદ્રવ્ય ઠરાવ્યું નથી.”
સમાલોચના:
(૧) પૂર્વોક્ત વિધાનોમાં લેખકશ્રીએ વિચિત્ર ટિપ્પણીઓ કરી છે – ગુરુપૂજનની વિધિની બાબતમાં ખોટી કોમેન્ટો કરી છે. તેમાં ગ્રંથકારો અને સુવિહિત મહાપુરુષો માટે ખોટા આક્ષેપો કરાયા છે.
(૨) “દ્રવ્યસપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજન દ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કહ્યું” આવું લખીને તેમણે ઉપરના બધા મહાપુરુષો ઉપર “શાસ્ત્રમતિથી નહીં પરંતુ પોતાની બુદ્ધિ મુજબ (સ્વમતિથી) લખનારા હતા” તેવો આક્ષેપ મૂક્યો છે. ગ્રંથ અને ગ્રંથકાર બંનેની પ્રામાણિકતા માટે જૈનશાસનમાં કોઈ મતભેદ નથી. છતાં મતાગ્રહ શું શું લખાવે છે? તે વાચકો સ્વયં વિચારે.
(૩) ઉપરના લખાણમાંથી બીજો એવો ધ્વનિ પ્રગટ થાય છે કે, ઉદાહરણોના જોરે સિદ્ધાંત નક્કી ન થાય.
Page #309
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
→ અહીં અગત્યનો ખુલાસો કરી લઈએ કે, કાશીવાળા પૂ.મુ. શ્રીધર્મવિજયજીએ “બોલીઓ અશાસ્રીય છે,” આવો વિવાદ ઊભો કર્યો હતો, ત્યારે પૂ.આ.ભ.શ્રી.વિ. કમલસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પૂ.મુનિ શ્રીરામવિજયજી મહારાજે તેના પ્રતિકાર માટે ‘વિચારસમીક્ષા’ પુસ્તક લખ્યું હતું. તેમાં વર્ણવાયેલી પૃ. ૧૨-૧૩ ઉ૫૨ની વિગત અહીં પણ ઉલ્લેખનીય છે, તે નીચે મુજબ છે -
૨૫૪
“લખતાં દિલગીરી થાય છે કે - શ્રીમાન્ ધર્મવિજયજીના પ્રશિષ્ય શ્રીયુત ચરમેન્દ્રવિજયજી કે જેઓ પ્રાયઃ શ્રીમાન્ ધર્મવિજયજીની સાથે જ બિરાજમાન છે, તેઓ કુમારપાળ પ્રબંધના પાઠને કથાવાદ તરીકે ગણી આરતી પૂજા વગેરેની બોલીઓને અશાસ્ત્રીય કહેવા માગે છે. પરંતુ શ્રીસંઘે એટલું ખાસ લક્ષમાં રાખવું કે - “જે કથાવાદની વિરુદ્ધમાં વિધિવાદ ન હોય તે કથાવાદને વિધિવાદ તરીકે જ કહી શકાય.” વિધિવાદ તે કથાવાદના વિરુદ્ધમાં નથી એટલું જ નહિ, બલ્કે શ્રાદ્ધવિધિનો પાઠ તેની તરફેણમાં જ છે.”
→ ધા.વ.વિ.’ના વિધાનો અને વિચાર સમીક્ષા'ના વિધાનોની તુલના વાચકો સ્વયં કરે. અહીં એટલું જ કહેવાનું છે કે,
“જે પ્રવૃત્તિઓ (આચરણાઓ) સુવિહિત મહાપુરુષોએ પ્રવર્તાવેલી હોય, કોઈ ભવભીરુ-સંવિગ્ન-ગીતાર્થ મહાપુરુષે એનો વિરોધ ન કરેલો હોય, શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય બલ્કે શાસ્ત્રની સીધી કે આડકતરી સંમતિ મળતી હોય, એ પ્રવૃત્તિઓ અસ્ખલિતપણે પ્રવર્તેલી હોય, ત્યારે એ પ્રવૃત્તિઓ સુવિહિત જ ગણાય છે તથા જે કથાવાદની (એવી પ્રવૃત્તિઓના ઉદાહરણોને જણાવતી ગ્રંથગત વાતોની) વિરુદ્ધમાં વિધિવાદ ન હોય તે કથાવાદને વિધિવાદ તરીકે જ કહી શકાય છે.’’
--
– પ્રસ્તુતમાં પણ ગુરુપૂજનની પ્રવૃત્તિ થયાના શાસ્ત્રમાં ઉદાહરણો મળે છે અને આચારાંગ સૂત્ર (આગમગ્રંથ)માં ગુરુપૂજનની વાત આવે જ છે. તેથી એ સુવિહિત આચરણા જ છે અને ગુરુપૂજનના દ્રવ્યના
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૫ વિનિયોગ અંગે પણ ગ્રંથો અને પરંપરા સ્પષ્ટ જ છે. આથી ધાર્મિક વહીવટ વિચારની વાતો તદ્દન શાસ્ત્રનિરપેક્ષ છે.
(D) દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પૂર્વોક્ત પાઠમાં “પૂજ્યની પૂજાના સંબંધે તે (સુવર્ણાદિક) ગુરુદ્રવ્ય થાય જ છે, જો તેમ સમજવામાં ન આવે તો શ્રાદ્ધજિતકલ્પની વૃત્તિ સાથે વિરોધ આવે છે.” આવા સ્પષ્ટ લખાણથી એ ફિલિત થાય છે કે,
(4) દ્રવ્યસપ્તતિકાકારશ્રીને સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો વિનિયોગ બતાવતી વખતે શ્રાદ્ધજીતકલ્પની ૬૮મી ગાથા મનમાં ઉપસ્થિત જ હતી અને તેઓએ આ જ ગ્રંથમાં આગળ શ્રાદ્ધજીતકલ્પની ૬૮મી ગાથાને ૫૮મી ગાથા તરીકે મૂકીને ગુરુદ્રવ્યનો શ્રાવક ઉપયોગ કરે તો શું પ્રાયશ્ચિત્ત આવે તે બતાવ્યું જ છે.
ii) આથી દ્રવ્યસપ્તતિકાકારને સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ બતાવતી વખતે શ્રાદ્ધજીતકલ્પની ૬૮મી ગાથા ઉપસ્થિત નહોતી, એવું કહેવું લેશમાત્ર ઉચિત નથી.
(૩) એટલે શ્રાદ્ધજીતકલ્પની ૬૮મી ગાથાની ટીકાનું અર્થઘટન એવું ન કરી શકાય, કે જેનો દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પૂર્વનિર્દિષ્ટ વિધાન સાથે વિરોધ આવે.
(૪) આથી “શ્રાદ્ધજીવકલ્પ' ગ્રંથની ૬૮મી ગાથાની ટીકાના નામે જેટલા પણ કુતર્કો થયા હોય તે ખોટા છે, એમ સમજવું. (જેની વિશેષ વિચારણા આગળ કરીશું.).
(E) શ્રીદ્રવ્યસપ્તતિકાકારશ્રી ગુરુપૂજાના દ્રવ્યના વિનયોગની ચર્ચાનો ઉપસંહાર કરતાં પુનઃ સ્પષ્ટતા કરતાં લખે છે કે,
"तद्-धनं च गौरवार्हस्थाने पूजासम्बन्धेन प्रयोक्तव्यम्, न तु જિનાજ્ઞાયામ '
અર્થ - અને તે (ગુરુ મહારાજની અંગ અને અગ્રપૂજાના) દ્રવ્યનો
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઉપયોગ પૂજા સંબંધે કરીને ગૌરવ યોગ્ય ઊંચા સ્થાનમાં કરવો. પરંતુ, જિનેશ્વરની અંગ પૂજામાં ન કરવો.
>સ્પષ્ટીકરણ:
અહીં ગૌરવા સ્થાન એટલે ગુરુની અપેક્ષાએ ગૌરવા સ્થાન અર્થાત ગુરુ કરતાં ઊંચા એવાદેવનું સ્થાન, એવો અર્થ કરવાનો છે. એટલે ગુરુપૂજાના દ્રવ્યનો ઉપયોગ ગુરુ કરતાં ઊંચા એવા દેવના સ્થાનમાં કરવાનો છે. અર્થાત્ જિનમંદિરના નિર્માણ અને જીર્ણોદ્ધારમાં કરવાનો છે, એમ શાસ્ત્રકારશ્રીએ સ્પષ્ટ જણાવ્યું છે.
એટલે “ગૌરવાહ સ્થાન તરીકે જિનમંદિર જ લઈ શકાય. પરંતુ સાધુ-સાધ્વી ન લઈ શકાય.
તદુપરાંત, બહુમાન ભંગ થવાનો સંભવ હોવાથી ગુરુપૂજાના દ્રવ્યનો ઉપયોગ જિનેશ્વર ભગવંતની અંગપૂજામાં કરવાની ના પાડી છે.
(F) “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના પૃ. ૧૧૯ ઉપર ગૌરવાઈ સ્થાનના સ્વરૂપને નક્કી કરતાં જે કુતર્કો થયા છે, તે નીચે મુજબ છે –
“આ ગુરુદ્રવ્યનો ઉપયોગ ગૌરવવંતા સ્થાનોમાં વાપરવાનું દ્રવ્યસપ્તતિકામાં જણાવ્યું છે. આથી નક્કી થયું કે ગૌરવયોગ્ય સ્થાનો સાધુ-સાધ્વી છે. તેમજ તેની ઉપરના દેવ અને જ્ઞાન છે. આ બધે ઠેકાણે તે વાપરી શકાય. વળી દ્રવ્યસપ્તતિકામાં એમ કહ્યું છે કે, આ ગુરદ્રવ્યને જીર્ણોદ્ધાર, નૂતન જિનાલય વગેરે સ્થળે વાપરવું. અહીં વગેરે શબ્દથી જો કે પ્રતિમાને લેપકરણ, આભૂષણ વગેરે લઈ શકાય પરંતુ જિનની અંગપૂજામાં નહિ વાપરવાનો ત્યાં જ સ્પષ્ટ આદેશ આપેલ હોવાથી હવે લેપ આદિને વગેરે શબ્દથી નહિ લઈ શકાય. એટલે હવે વગેરે શબ્દથી સાધુ-વૈયાવચ્ચ જ લેવું પડે. આમ થાય તો શ્રાદ્ધજીતકલ્પના પાઠનો પણ સત્કાર થયો કહેવાય.”
– સમાલોચના:- પૂર્વોક્ત વિધાનોમાં “ગૌરવા સ્થાન માટે જે લાંબી વિચારણા કરી છે, તેમાં પુછવાનું છે કે, દ્રવ્યસપ્તતિકાકારશ્રીને ગૌરવાહસ્થાન' કોની અપેક્ષા ગ્રહણ કરવું ઈષ્ટ છે?
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૭ (૧) જો સામાન્યજનની અપેક્ષાએ “ગૌરવાઈ સ્થાન નક્કી કરવાનું હોય, તો સકલ શ્રીસંઘ ગૌરવાઈ જ છે અને તેનો અર્થ કરતાં તો ગુરુપૂજાનું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં પણ વાપરી શકવાની આપત્તિ આવશે. કારણ કે, તે પણ ગૌરવાઈ જ છે.
(૨) હવે જો શ્રાવકની અપેક્ષાએ લઈએ તો દેવ-ગુરુ ગૌરવાહ છે અને (૩) સાધુની અપેક્ષાએ લઈએ તો દેવ એ ગૌરવાર્ય છે. આ ત્રણમાંથી કોની અપેક્ષાએ ગૌરવાહ સ્થાન ગ્રહણ કરવું એ ગ્રંથમાં સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ગુરુપૂજાના દ્રવ્યનો ઉપયોગ કયાં કરવો એ પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધેલ છે અને ઉપયોગ માટે જણાવેલા વિધાનથી સ્પષ્ટ બને છે કે, ગ્રંથકારશ્રીને સાધુની અપેક્ષાએ ગૌરવાર્ય સ્થાન ઈષ્ટ છે અને સાધુની અપેક્ષા ગૌરવાર્ય સ્થાન દેવ જ આવે છે. વળી, પોતે પોતાના માટે ગૌરવાહ સ્થાન ક્યારેય બની ન શકે, તેથી શું સાધુ-સાધ્વી ગૌરવા નથી? આવો પ્રશ્ન કરવો જ અસ્થાને છે. આથી ગૌરવાઈ સ્થાન તરીકે દેવ” ક્ષેત્ર જ ગ્રહણ કરી શકાય. એટલે દેવસંબંધી કાર્યમાં એ દ્રવ્યનો ઉપયોગ થાય તથા બીજી સ્પષ્ટતા કરી છે કે, એ દ્રવ્યનો ઉપયોગ બહુમાન ભંગ થવાનો ભય હોવાથી શ્રીજિનની અંગ પૂજામાં વાપરી ન શકાય અને તેથી બાકી રહેલા જિનાલય, જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યના નિર્માણમાં વાપરી શકાય. તદુપરાંત, શ્રાદ્ધજીવકલ્પમાં તે દ્રવ્યને સાધુવૈયાવચ્ચમાં વાપરવાનું કહ્યું જ નથી, કે જેથી એવો અર્થ કરીએ તો જ શ્રાદ્ધજીત કલ્પના પાઠનો સત્કાર થઈ શકે. શ્રાદ્ધજીતકલ્પનો પાઠ અને તેનો રહસ્યાર્થ:श्राद्धजितकल्पवृत्ति - अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाहमुहपत्तिआसणाइसु भिन्नं जलन्नाईसु गुरुलहुगाइ । जइदव्वभोगि इय पुण वत्थाइसु देवदव्वं वा ॥६८॥ ટીકા :- મુવાિવાડડનાશયનાવિષ, અર્થાત્ ગુરુતિષ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા परिभुक्तेषु भिन्नम् । तथा जलन्नाईसुत्ति-यतिसत्के जले अन्ने 'आदि' शब्दात् वस्त्रादौ कनकादौ च -
धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटि नराधिपः ॥
- इत्यादि प्रकारेण केनापि साधुनिश्रया कृते लिङ्गिसत्के वा परिभुक्ते सति 'गुरुलहुगाइ' त्ति क्रमेण गुरुमासश्चतुर्लघव आदि शब्दाच्चतुर्गुरवः षड्लघवश्च स्युः । यतिद्रव्यभोगे इयति एवं प्रकारः प्रायश्चित्तविधिरवगन्तव्यः । अत्रापि पुनर्वस्त्रादौ देवद्रव्यवत्-वक्ष्यमाणदेवद्रव्यविषयप्रकारवत् ज्ञेयम् । अयमर्थः-यत्र गुरुद्रव्यं भुक्तं स्यात्तत्रान्यत्र वा साधुकार्ये वैद्याद्यर्थं बन्दिग्रहादिप्रत्यपायापगमाद्यर्थं वा तावन्मितवस्त्रादिप्रदानपूर्वमुक्तं प्रायश्चित्तं देयमिति गाथार्थः ॥६८॥
ભાવાર્થ
હવે સાધુસંબંધી દ્રવ્ય (શ્રાવથી) વપરાઈ ગયું હોય તો શું પ્રાયશ્ચિત્ત આવે? તે જણાવે છે –
“મુહપત્તિ-આસન આદિ વપરાયા હોય તો ભિન્નમાસ, જળઅન્ન વગેરે વપરાયા હોય તો માસગર, ચતુર્લઘુ વગેરે પ્રાયશ્ચિત્ત આપવું. ગુરુદ્રવ્યના ભોગમાં (વપરાઈ જવામાં) પ્રાયશ્ચિત્તનો આવો વિધિ જાણવો પણ વસ્ત્રાદિના વિષયમાં દેવદ્રવ્ય પ્રમાણે જાણવું.”
ગુરુસંબંધી મુહપત્તિ, આસન, શયન વગેરે વપરાયાં હોય તો ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત આપવું અને સાધુસંબંધી જલઅન્નાદિમાં રહેલા આદિ વગેરે) શબ્દથી વસ્ત્ર વગેરે અને કનક વગેરે પણ જાણવા.”
દૂરથી જ હાથ ઊંચો કરીને ધર્મલાભ કહે છતે શ્રી સિદ્ધસેન સૂરિને રાજાએ કોટિદ્રવ્ય આપ્યું. ઇત્યાદિ પ્રકારે કોઈએ પણ સાધુ સંબંધી કર્યું હોય કે દ્રવ્યલિંગી પાસેનું (સુવર્ણાદિ) દ્રવ્ય વપરાય છતે ક્રમશઃ ગુરુમાસ, ચતુર્લઘુ આદિ શબ્દથી ચતુર્ગુરુ અને ષડુલઘુ જાણવા. સાધુ સંબંધી
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૯ દ્રવ્યના ભોગમાં આવા પ્રકારનો વિધિ જાણવો.
વળી અહીં પણ વસ્ત્રાદિમાં આગળ કહેવામાં આવનાર દેવદ્રવ્યની જેમ જાણવું. એટલે કે જ્યાં ગુરુદ્રવ્ય વપરાયું હોય ત્યાં અથવા અન્ય ઠેકાણે સાધુના કાર્યમાં વૈદ્યાદિ માટે કે કેદ વગેરેમાંથી છોડાવવા માટે તેટલા કિંમતના વસ્ત્રાદિ આપવા પૂર્વક ઉપર કહેલું (તપ કરવાનું) પ્રાયશ્ચિત્ત આપવું.
વિશેષાર્થ + સમાલોચના:
(૧) પૂર્વોક્ત “શ્રાદ્ધજિતકલ્પ'ના પાઠને આગળ કરીને ધાર્મિક વહીવટ-વિચાર'ના લેખકશ્રી-પરિશિષ્ટકારશ્રી અને અન્ય સાહિત્યના લેખકો - “સુવર્ણાદિ ગુરુદ્રવ્ય સાધુના વૈયાવચ્ચાદિ કાર્યમાં વાપરી શકાય” - એવી માન્યતા ધરાવે છે અને પ્રચારે છે – તેમની એ માન્યતા દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્ન ગ્રંથની વિરુદ્ધ જાય છે. તેથી માન્ય બની શકે તેમ નથી. (૨) હવે પૂર્વોક્ત શાસ્ત્રપાઠ અંગે વિશેષ સ્પષ્ટતા જોઈશું -
ત્યાં ગુરુસંબંધી મુહપત્તિ-આસનના (શ્રાવક દ્વારા) ઉપભોગમાં એક પ્રાયશ્ચિત્ત છે. જલ-અન્ન આદિના ઉપભોગમાં બીજું પ્રાયશ્ચિત્ત છે. ત્યાં જલાદિથી વસ્ત્રાદિ અને સુવર્ણાદિ એમ બે સમૂહ ગ્રહણ કર્યા છે.
વસ્ત્રાદિ તો ગુરુ પાસે હોય, પરંતુ સુવર્ણાદિ ન હોય, તેથી તે કઈ રીતે આવે એ બતાવતાં “પૂ. સિદ્ધસેનસૂમ. સાહેબે ધર્મલાભ આપતાં રાજાવિક્રમે એક ક્રોડ સુવર્ણ આપ્યું.” આ રીતે સાધુ પાસે કનકાદિ આવ્યું.
તે રીતે કોઈ વેષધારી સાધુએ સુવર્ણાદિ દ્રવ્ય રાખ્યું હોય તો તે દ્રવ્ય પણ સાધુ સંબંધી થયું.
– આ બે રીતે સાધુ પાસે સુવર્ણાદિ દ્રવ્ય આવ્યું. ટીકામાં સાધુ નિશ્રાકૃત આસન આદિ વસ્ત્રાદિ ગુરુદ્રવ્યોનો ભોગવટો થયો હોય, તો સાધુના કાર્યમાં વૈદ્યાદિ માટે કે કેદ વગેરેમાંથી છોડાવવા માટે તેટલા
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા કિંમતના વસ્ત્રાદિ આપવા પૂર્વક ઉપરનું પ્રાયશ્ચિત્ત આપવાનું કહ્યું છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વે જણાવ્યા મુજબના બે પ્રકારે સાધુ પાસે આવેલા સુવર્ણાદિના ઉપભોગમાં પ્રાયશ્ચિત્ત શું આવે તેની વાત ટીકામાં ક્યાંયે જણાવી નથી. અર્થાત્ પૂસિદ્ધસેનદિવાકર સૂ.મ.ને વિક્રમ રાજાએ આપેલ ક્રોડ દ્રવ્ય અને વેષધારી સાધુના સુવર્ણાદિ દ્રવ્યના ઉપભોગના પ્રાયશ્ચિત્ત અંગે ટીકાકારશ્રીએ કશું જ કહ્યું નથી.
– અહીં જ બે પક્ષ પડે છે -
(૧) એકપક્ષ ત્યાં વસ્ત્રાદિ પદના “આદિ' પદથી સુવર્ણાદિ ગ્રહણ કરે છે અને એમ કહે છે કે, સુવર્ણાદિ દ્રવ્યના ઉપભોગમાં વસ્ત્રાદિના પ્રાયશ્ચિત્ત જેવું જ પ્રાયશ્ચિત્ત આવે અને તેનો તાત્પર્યાર્થ એવો કાઢે છે કે, સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ સાધુવૈયાવચ્ચમાં થઈ શકે છે. તેથી જ તેવા સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો કોઈ શ્રાવક ઉપભોગ કરે તો તેને સાધુવૈયાવચ્ચમાં એટલું સુવર્ણાદિ આપવા પૂર્વક ઉપર કહેલું પ્રાયશ્ચિત્ત આવે છે. તે પક્ષની દલીલ છે કે, જો તે સુવર્ણાદિ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યરૂપ બનતું હોય તો તેના ઉપભોગમાં દેવદ્રવ્યમાં તેટલી રકમ આપવાપૂર્વક પ્રાયશ્ચિત્ત લખ્યું હોત. પણ તેવું ત્યાં લખ્યું નથી. તેથી એવો સાર નીકળે છે કે, સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ સાધુવૈયાવચ્ચાદિમાં થઈ શકે છે.
(૨) બીજો પક્ષ એમ કહે છે કે, ત્યાં વસ્ત્રાદિ પદના “આદિ પદથી પાત્રા આદિ ગ્રહણ કરેલ છે અને સુવર્ણાદિના ઉપભોગ માટેનું પ્રાયશ્ચિત્ત ત્યાં જણાવેલ જ નથી.
– બીજા પક્ષની પહેલી દલીલ એ છે કે, દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્ન ગ્રંથમાં સુવર્ણાદિક ગુરુદ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યનિર્માણાદિમાં જણાવેલ છે. (અહીં “આદિ પદથી વૈયાવચ્ચ ન લઈ શકાય તે પહેલાં વિસ્તારથી જણાવેલ જ છે.) હવે જો આવા સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો શ્રાવક ઉપભોગ કરે તો તેને પ્રાયશ્ચિત્તમાં તેટલું સુવર્ણાદિ દ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં આપવા પૂર્વક ઉપર કહેલું પ્રાયશ્ચિત્ત આવે.
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૧
→ બીજા પક્ષની બીજી દલીલ એ છે કે, જો શ્રાદ્ધજીતકલ્પની ટીકામાં વસ્ત્રાદિમાંના આદિ પદથી સુવર્ણાદિ ગ્રહણ કરીને વસ્ત્રાદિના ઉપભોગના પ્રાયશ્ચિત્ત જેવું જ પ્રાયશ્ચિત્ત સુવર્ણાદિના ઉપભોગનું આપ્યું છે, એમ કહેશો તો એક મહત્ત્વની આપત્તિ એ આવશે કે, તે સાધુની પાસે આવેલા સુવર્ણાદિ બે પ્રકારના છે. તે પૂર્વે જણાવેલ છે. તેમાંથી વેષધારી સાધુનું સુવર્ણાદિ દ્રવ્ય જો ઉપભોગમાં આવ્યું હોય તો પ્રાયશ્ચિત્ત શું આવે ? - એના જવાબમાં એમ તો કહી શકાશે જ નહીં કે, તેટલું સુવર્ણાદિ વૈયાવચ્ચાદિમાં આપવાપૂર્વક ઉપરોક્ત પ્રાયશ્ચિત્ત જાણવું. કારણ કે, ત્યાં તમે વૈયાવચ્ચાદિમાંના આદિ પદથી જીર્ણોદ્વારાદિ કહ્યો છે અને દ્રવ્યસપ્તતિકાકારે તો લિંગધારી સાધુના દ્રવ્યને તો અત્યંત અશુદ્ધ હોવાથી ચૈત્યાદિમાં જોડવાની ના પાડી છે.
(द्रव्यलिंगिद्रव्यं चाभयदानादावेव प्रयोक्तव्यम् । ન તુ ચૈત્યાવી અત્યંતાશુદ્ધત્વાન્ । ગાથા-૧૨/ટીકા)
આથી બીજો પક્ષ કહે છે કે, (૧) દ્રવ્યસપ્તતિકાકારે સાધુ પાસેના પૂર્વોક્ત રીતિથી આવેલા સુવર્ણાદિ દ્રવ્યનો ઉપયોગ જિનાલયના જીર્ણોદ્વા૨નવ્યચૈત્યનિર્માણાદિમાં જણાવ્યો છે. તેથી તેવા સુવર્ણાદિ દ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો તેટલા સુવર્ણાદિને જીર્ણોદ્વારાદિમાં આપવા પૂર્વક પૂર્વનિર્દિષ્ટ પ્રાયશ્ચિત્ત કરવું તથા (૨) દ્રવ્યસપ્તતિકાકારે દ્રવ્યલિંગી સાધુ પાસે રહેલા સુવર્ણાદિ દ્રવ્યનો ઉપયોગ જીવદયાદિમાં જણાવ્યો છે. તેથી તેવા સુવર્ણાદિ દ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો તેટલા સુવર્ણાદિને જીવદયાદિમાં આપવાપૂર્વક પૂર્વનિર્દિષ્ટ પ્રાયશ્ચિત્ત કરવું અને આ રીતે ગુરુદ્રવ્યનો ઉપયોગ અને પ્રાયશ્ચિત્તનું યોજન કરવાથી શ્રાદ્ધજિતકલ્પ, દ્રવ્યસપ્તતિકા, હીરપ્રશ્નાનુવાદ : આ ત્રણ ગ્રંથો અને પરંપરા - આ સર્વે સાથે સંવાદ સધાય છે. કોઈ સ્થળે વિરોધ આવતો નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, શ્રાદ્ધજિતકલ્પની ટીકામાં સુવર્ણાદિ ગુરુદ્રવ્યના ઉપભોગમાં કશું કહેવામાં આવ્યું નથી અને વસ્ત્રાદિમાંના
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આદિ પદથી શું ગ્રહણ કરવું? આવી વિચારણા ચાલતી હોય ત્યારે જુદા-જુદા વિકલ્પો ચકાસવામાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે “આદિ' પદથી સુવર્ણાદિ ગ્રહણ કરીને વિચારણા આગળ ચાલે ત્યારે દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્નાનુવાદ ગ્રંથમાં આવેલું તેના ઉપયોગ માટેનું માર્ગદર્શન પણ જોવું જ પડે અને સુવિહિત પરંપરા પણ વિચારવી પડે તથા તે બંને ગ્રંથો અને પરંપરા જોતાં સ્પષ્ટતા મળી જ જાય છે કે, સુસાધુનું ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધારદિમાં જવા યોગ્ય છે અને વેષધારીનું સુવર્ણાદિ ગુરુદ્રવ્ય જીવદયાદિમાં જવા યોગ્ય છે, ત્યારે પ્રાયશ્ચિત્ત પણ એ ગ્રંથોને અનુકૂળ જ વિચારવું પડે, એ તો હેજે સમજી શકાય છે.
જેમ ખોવાયેલું બાળક શોધવા માટે માતા દરેક બાળક ઉપર નજર દોડાવે, પરંતુ બાળક મળી ગયા પછી ગમે તેટલાં બાળકો સામે આવે તો પણ પોતાના બાળકની શોધ માટે એ બીજા બાળકોને જોતી નથી, તેમ શ્રાદ્ધજિતકલ્પની વૃત્તિના “વસ્ત્રાદિ પદમાંના “આદિથી શું ગ્રહણ કરવું? એ અધ્યાહારવાળા લખાણમાંથી સાચું પદ શોધતી વખતે ભલે કલ્પના દોડાવીએ, પરંતુ દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્નાનુવાદ ગ્રંથ તથા પરંપરાથી સ્પષ્ટ લખાણ મળ્યા પછી ખોટા વિકલ્પો કરવા, એ કેટલું ઉચિત છે, તે વાચકો સ્વયં વિચારે.
બીજી એક વાત ખાસ નોંધનીય છે કે, જેઓ ગુરુપૂજનને વિહિત માનતા નથી અને પુરાતન શાસ્ત્રોમાં એના ઉલ્લેખ નથી, માત્રદષ્ટાંતોના જોરે ચાલી પડેલી પ્રવૃત્તિ માને છે, તે લોકોપુરાતન એવા શ્રાદ્ધજિતકલ્પનીટીકામાંના વસ્ત્રાદિ પદમાંના આદિ પદથી ગુરુપુજાનું સુવર્ણાદિદ્રવ્ય જ ટીકાકાર કહેવા માંગે છે, તેવું કઈ રીતે કહી શકે? એ જ મોટું આશ્ચર્ય છે. આવી બેધારી નીતિ કેમ અપનાવી પડી છે? તે વાચકો સ્વયં વિચારે. શું ગુરુપૂજનના પૈસા ઉપર નજર તો બગડી નથી ને!
– અહીં હીરપ્રશ્નાનુવાદ ગ્રંથની પૃ. ૮૮ ઉપરની ટિપ્પણી-પપ પણ ઉલ્લેખનીય છે. એમાં પૂ.આ.ભ.શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા અને
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૩
પૂ.આ.ભ.શ્રી.વિ.જંબૂસૂરીશ્વરજી મ.સા.ની સંમતિ છે, તે વાચકોની જાણ માટે. તેમાં જણાવેલ “પણ આ પ્રકારની ગુરુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે ગણાય એટલે તેનું ઉત્પન્ન દ્રવ્ય સાધુઓના ઉપયોગમાં આવી શકે નહિ.'' આ વિધાનો ખૂબ સૂચક છે. એ વિધાનકર્તા - પ્રેરક અને સંશોધક મહાપુરુષોને તેવા પ્રકારના ગુરુદ્રવ્યના ઉપભોગમાં પ્રાયશ્ચિત્ત શું આવે ? એમ પૂછવામાં આવે તો તેઓ શું જવાબ આપે ? એ વાચકો સ્વયં વિચારે અને એ સર્વે આલોચનાચાર્ય મહાપુરુષો શ્રાદ્ધજિતકલ્પ-ગ્રંથના જ્ઞાતા હતા તે પણ યાદ રાખવાની જરૂર છે.
→ વિશેષ સ્પષ્ટીકરણ :
અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે, ગુરની ભક્તિના સંકલ્પપૂર્વક શ્રાવકે અલગ રાખેલું કે આપેલું દ્રવ્ય પણ (ગુરુનો સંકલ્પ હોવાથી) ગુરુદ્રવ્ય કહેવાય છે. છતાં પણ તે શ્રાવકનું પોતાનું દ્રવ્ય જ છે. તેનાથી તે ગુરુની વૈયાવચ્ચ કરી શકે છે.
પરંતુ ગુરુની પૂજા કરીને મૂકેલું સુવર્ણાદિદ્રવ્ય કે ગુરુપૂજન વગેરેની ઉછામણીનું દ્રવ્ય, એ અર્પિત-સમર્પિત કરેલું ગુરુદ્રવ્ય છે. તે ગુરુદ્રવ્યથી ગુરુની વૈયાવચ્ચ ન થઈ શકે. આ સમર્પિત ગુરુદ્રવ્યનો ઉપયોગ દ્રવ્યસપ્તતિકા-હીરપ્રશ્નાનુવાદ ગ્રંથાનુસારે જીર્ણોદ્વારાદિમાં જ કરવાનો હોય
છે.
એટલે આપણે પૂર્વે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યના વિષયમાં જે વિવેક કર્યો હતો, તેવો વિવેક ગુરુદ્રવ્યના વિષયમાં પણ કરવાનો જ છે. વળી, ગુરુપૂજન કરનારા કે ગુરુપૂજનની ઉછામણી બોલનારા શ્રાવકો ‘આ રકમથી ગુરુની વૈયાવચ્ચ થાય' એવા ઉદ્દેશથી ગુરુપૂજન કરતા જ નથી. પરંતુ ગુરુની ભક્તિસ્વરૂપે એ દ્રવ્યનું સમર્પણ કરતા હોય છે.
પ્રશ્ન ઃ એવું કહેવાય છે કે, ‘‘શ્રી દ્રવ્યસઋતિકાકા૨ને દ્રવ્યસઋતિકાની ગાથા-૧૨ની ટીકા રચતી વખતે શ્રાદ્ધજીતકલ્પની ગાથા અને ટીકા સ્પષ્ટપણે
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા દૃષ્ટિ સમક્ષ ન હતી. તેથી સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ શ્રાદ્ધજીતકલ્પની ટીકાનુસારે ગુરુના બાહ્યપરિભોગ રૂપ વૈયાવચ્ચમાં કરી શકાય.” - તો શું આ વાત એમની બરાબર છે?
ઉત્તરઃ આ વાત તેમની બરાબર નથી. આપણે પહેલાં કહી ગયા તેમ શ્રી દ્રવ્યસપ્તતિકાકારને ગાથા-૧૨ની ટીકા રચતી વખતે શ્રાદ્ધજીતકલ્પની ગાથા અને તેની ટીકા સ્પષ્ટપણે દૃષ્ટિ સમક્ષ હતી જ. તેથી, જો સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ શ્રાદ્ધજીતકલ્પની ટીકાનુસાર તેમના કહેવા મુજબ ગુરુના બાહ્ય પરિભોગ રૂપ વૈયાવચ્ચમાં કરી શકાતો હોત તો શ્રી દ્રવ્યસપ્તતિકાકાર મહર્ષિ ગુરુદ્રવ્યના ઉપયોગનું વર્ણન કરતાં તેનો પણ તેમાં સમાવેશ કરત, પણ તેવું તેમણે કર્યું નથી. આ ઉપરાંત તેઓશ્રીએ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં તેની પ૮પી ગાથા તરીકે તેઓશ્રીએ શ્રાદ્ધજિતકલ્પની પ્રસ્તુત ગાથાને સ્થાન આપ્યું છે અને તેના ઉપર વૃત્તિની રચના પણ કરી છે. તે જોતાં પણ ગુરુપૂજાના દ્રવ્યને વૈયાવચ્ચમાં લઈ જવાની વાત પાયા વિહોણી સિદ્ધ થાય છે.
પ્રશ્ન : શ્રાદ્ધજીતકલ્પના રચયિતા મહર્ષિનો ગુરુદ્રવ્યના ઉપયોગ સંબંધમાં શો અભિપ્રાય છે?
ઉત્તરઃ “વસ્ત્રાદિમાં દેવદ્રવ્યની જેમ...” એવું જણાવનાર “શ્રાદ્ધજીતકલ્પ'ના રચયિતા મહર્ષિનો અભિપ્રાયએ છે કે-જેમ દેવદ્રવ્યનો ઉપભોગ કરનારે તેનું પ્રાયશ્ચિત્ત કરવા ઉપરાંત તેટલું ધન દેવદ્રવ્ય ખાતે આપવું અને સાધારણ દ્રવ્યનો ઉપભોગ કરનારે તેટલું ધન સાધારણ ખાતે આપવું, એમ જે રીતે જણાવ્યું છે, તેમ ભોગા ગુરુદ્રવ્ય (વસ્ત્રાદિ)નો ઉપભોગ કરનારે તેનું તપ પ્રાયશ્ચિત્ત કરવા ઉપરાંત તેટલું વસ્ત્રાદિ કે તે વસ્ત્રાદિના કિંમત જેટલી રકમ સાધુ કાર્ય અર્થાત્ વૈદ્યાદિ રૂપ વૈયાવચ્ચમાં આપવી અને ઉપલક્ષણથી પૂજાઈ ગુરુદ્રવ્ય (સુવર્ણાદિ)નો ઉપભોગ કરનારે તેનું તપ પ્રાયશ્ચિત્ત કરવા ઉપરાંત તેટલું સુવર્ણાદિ દ્રવ્ય જીર્ણોદ્ધાર કે નૂતન ચૈત્ય નિર્માણાદિમાં વાપરવું, આવો એ પંક્તિનો સ્પષ્ટ ભાવાર્થ નીકળે છે.
પ્રશ્નઃ શ્રાદ્ધજીતકલ્પની મૂળ ગાથામાં “જલનાઇસુ પદમાં આદિ
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૫ પદથી ગ્રંથકાર શું ગ્રહણ કરવા માંગે છે? અને ટીકામાં “વસ્ત્રાદિ પ્રદાનપૂર્વમ્' પદમાં આદિ પદથી શું ગ્રહણ કરવા માંગે છે?
ઉત્તર : શ્રાદ્ધજીતકલ્પની મૂળ ગાથામાં “જલન્નાઈ સુ' પદના આદિ પદથી ગ્રંથકારે “વસ્ત્રાદિ' અને કનકાદિનું ગ્રહણ કરેલ છે, પરંતુ ટીકામાં વસ્ત્ર સાથે જોડાયેલ આદિ પદથી કનકાદિનું ગ્રહણ કરવાનું નથી, ત્યાં પાત્ર વગેરેનું ગ્રહણ કરવાનું છે. મૂળ ગાથામાં “જલનાઈસુ પદાન્તર્ગત આદિ પદથી વસ્ત્રાદિથી ભિન્ન તરીકે કનકાદિનું ટીકાકારે ગ્રહણ કર્યું છે, કારણ કે, વસ્ત્રાદિ ભોગા ગુરુદ્રવ્ય છે, કનકાદિ પૂજાઈ ગુરુદ્રવ્ય છે અને તે ઉભયના પ્રાયશ્ચિત્ત જુદાં જુદાં દર્શાવ્યા છે. પ્રસ્તુત ગાથાની ટીકામાં “અયમર્થઃ'થી જે જણાવેલ છે, તેમાં ગુરુદ્રવ્યના બે પ્રકાર: ભોગાર્ડ અને પૂજાઈ : એ અંગે પ્રાયશ્ચિત્ત વિશેષ જણાવે છે, તેમાં “વસ્ત્રાદિ પ્રદાનપૂર્વભૂમાં વસ્ત્ર સાથે જોડાયેલ “આદિ પદથી કનકાદિ લેવાના નથી. કનકાદિનું ઉપલક્ષણથી ગ્રહણ કરવાનું છે. આથી સ્પષ્ટ થાય છે કે, પ્રાયશ્ચિત્ત રૂપે ભોગાર્ટ વસ્ત્રાદિનું કે તેની કિંમતની રકમનું પ્રત્યર્પણ સાધુ વૈયાવચ્ચ (વૈદ્યાદિ રૂપ) માટે કરવાનું વિધાન છે અને ઉપલક્ષણથી સુવર્ણાદિ પૂજા ગુરુદ્રવ્યનો ઉપભોગ થયો હોય તો તેના પ્રાયશ્ચિત્ત રૂપે તપ કરવા પૂર્વક તેનું પ્રત્યર્પણ તે દ્રવ્ય જયાં જવા યોગ્ય હોય ત્યાં કરવું જોઈએ. આ પ્રમાણે જ અહીં અર્થ ઘટિત થાય છે. જો આમ ન માનતાં તે દ્રવ્ય પણ ગુરુ વૈયાવચ્ચમાં લેવું એવો અર્થ તારવવામાં આવે, તો શ્રી દ્રવ્યસપ્તતિકા તથા શ્રી ધર્મસંગ્રહના વિધાનો બાધિત થવાની આપત્તિ આવે છે.
પ્રશ્નઃ શ્રી ધર્મસંગ્રહ તથા શ્રી દ્રવ્યસપ્તતિકાના વિધાનો શું છે? અને તે વિધાનો બાધિત કઈ રીતે થાય છે?
ઉત્તર : શ્રી ધર્મસંગ્રહમાં સુવર્ણાદિ ગુરુદ્રવ્યને પૂજાઈ જ જણાવ્યું છે પણ ભોગાહે જણાવ્યું નથી. તેથી તેનો બાહ્ય પરિભોગમાં પણ ઉપયોગ કરવાનો નિર્ણય કરવાથી તે વિધાન બાધિત થાય છે. તેમજ શ્રી દ્રવ્ય
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સપ્તતિકાનાં “સ્વર્ણાદિકં તુ ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધારે નવ્ય ચૈત્યકરણાદી ચ વ્યાપાર્થ” (પૃ. ૬૨) એ તથા “તથા દ્રવ્યલિકિ દ્રવ્યંચ અભયદાનાદાવેવ પ્રયોક્તવ્યમનસુચેત્યાદી અત્યન્તાશુદ્ધત્વાતું....”આ બેય વિધાનો પણ તેવું અર્થઘટન કરવાથી બાધિત થાય છે. આ રીતે શાસ્ત્રીય વિધાનો બાધિત થાય એવો અર્થ તારવીને કરાયેલા નિર્ણયને શાસ્ત્રસાપેક્ષ ન માની શકાય.
પ્રશ્ન : કેટલાકએમ કહે છે કે અમુક સમુદાયોમાં ગુરુદ્રવ્ય પરંપરાથી દેવદ્રવ્યમાં લઈ જવામાં આવે છે તેમાં અમારો વિરોધ નથી પરંતુ, શાસ્ત્રાધારે ગુરુ વૈયાવચ્ચમાં પણ લઈ જઈ શકાય છે એટલે તેમાં પણ અમારી સંમતિ છે, તો તે વાત તેમની બરાબર છે?
ઉત્તર ઃ તે વાત યોગ્ય નથી, કારણ કે, આપણે ઉપર જોઈ ગયા તેમ શ્રી શ્રાદ્ધજીતકલ્પ, શ્રી ધર્મસંગ્રહ, શ્રી દ્રવ્યસપ્તતિકા આદિ શાસ્ત્રોના આધારે ગુરુપૂજનનું પૂજા દ્રવ્ય જીર્ણોદ્ધાર અને નૂતનચૈત્યનિર્માણ આદિમાં જ જઈ શકે. આથી આવા પ્રકારની આચરણા જ શાસ્ત્રાધારિત હોવાથી તેને જ શાસ્ત્રમાન્ય પરંપરા કહી શકાય. બાકી કોઈ સમુદાયમાં જુદી પ્રવૃત્તિ ચાલતી હોય પણ જો તે શાસ્ત્રસાપેક્ષ ન હોય તો તેને શાસ્ત્રમાન્ય પરંપરા કહી શકાય નહિ.
પ્રશ્નઃ કોઈ એમ કહે છે કે “અમુક સમુદાયવાળા ન્યું છણું કરવા દ્વારા ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જાય છે તો એ પ્રમાણે લઈ જવાય ખરું?
ઉત્તરઃ પૂંછણું અને ગુરુપૂજન આ બન્નેય ક્રિયાઓ અને બન્નેયની વિધિઓ પણ અલગ અલગ પ્રકારની છે અને તે બન્નેયનું દ્રવ્ય પણ અલગ અલગ પ્રકારનું છે, માટે ચૂંછણાના દ્રવ્યને ગુરુપૂજનનું દ્રવ્ય ન કહેવાય. ચૂંછણાનું દ્રવ્ય પૌષધશાળાના કાર્યમાં પણ વાપરી શકાય છે અને વૈયાવચ્ચમાં પણ વાપરી શકાય છે અને તેને શાસ્ત્રનું સમર્થન પણ છે.
જ્યારે ગુરુપૂજનનું દ્રવ્ય જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્ય નિર્માણમાં જાય એવું શાસ્ત્રવચન છે. માટે તે બંનેની ભેળસેળ કરવી યોગ્ય નથી.
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૭
અહીં ઉલ્લેખનીય છે કે, જો ચુંછણાનું દ્રવ્ય વૈયાવચ્ચમાં જાય છે, માટે ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં જઈ શકે, એમ તમો કહેતા હોવ, તો ન્યુંછણાનું દ્રવ્ય પૌષધશાળામાં જાય છે. તો તમારે ગુરુપૂજનનું દ્રવ્ય પૌષધશાળામાં લઈ જવું પડશે. પણ તે તમોને સંમત છે ? લેશમાત્ર નહીં.
પ્રશ્ન : ઘણાં સ્થાનકોમાં સાધુ વૈયાવચ્ચ ખાતામાં પૈસા ન હોવાથી દેવદ્રવ્યમાંથી હવાલો પાડીને સાધુ વૈયાવચ્ચનો ખર્ચ કાઢતા હોય છે અને અંતે તેની માંડવાળ થતી હોય છે. આવી કુપ્રથાને અટકાવવા માટે ગુરુપૂજનની ૨કમ વૈયાવચ્ચમાં લઈ જાય તો એમ કરવામાં શો વાંધો ?
ઉત્તર : એમાં વાંધો જ નહિ પણ બહુ વાંધો કહેવાય. દેવદ્રવ્યમાંથી હવાલો પાડી વૈયાવચ્ચ કરવી અને પછી તે રકમની માંડવાળ કરવી એ જેમ કુપ્રથા છે, તેના કરતાં જીર્ણોદ્વાર અને નૂતનચૈત્ય નિર્માણ આદિમાં જવા યોગ્ય દ્રવ્યને વૈયાવચ્ચની મહોર છાપ મારી તેમાં ઉપયોગ કરવો એ વધારે ખરાબ કુપ્રથા છે. કોઈ પણ કુપ્રથાને વ્યાજબીપણાની માન્યતા આપવાથી તે નિર્દોષ બની જતી નથી. જો આવી રીતને અનુસરવામાં આવે તો કોઈ પણ ખોટ કરતા ખાતામાં શાસ્ત્રાધારે ન લઈ જઈ શકાય તેવા દ્રવ્યને પણ ઠરાવ કરીને લઈ જવાનો શિરસ્તો ચાલુ થઈ જશે, જે માર્ગ અત્યંત ખતરનાક અને આત્મહિતઘાતક પુરવાર થશે. શ્રી સંઘોને દેવદ્રવ્યાદિના દુરુપયોગના દોષમાંથી બચાવવા બીજા સુયોગ્ય ઉપાયો જરૂર વિચારી શકાય, જે શાસ્ત્રબાધિત ન હોય. તેનો ઉપદેશ પણ આપી શકાય અને યોગ્ય રીતે મર્યાદા અનુસાર તેનો અમલ પણ કરાવી શકાય. આજે પણ દીક્ષાર્થીના ઉપકરણોની બોલી જેવા માર્ગ ચાલુ પણ છે અને તેના દ્વારા વૈયાવચ્ચ ખાતે સારા પ્રમાણમાં આવક પણ થતી રહે છે. બાકી શાસ્ત્રમર્યાદાને અનુરૂપ ન હોય તેવા માર્ગો બતાવવાથી તો શ્રી સંઘ દોષમાંથી બચી શકતો નથી, બલ્કે ઉલમાંથી ચૂલમાં પડવા જેવી જ સ્થિતિ ઊભી થાય છે.
પ્રશ્નઃ કોઈ એમ કહે છે કે ઃ “વિક્રમાર્કે અર્પણ કરેલું સવા ક્રોડનું સુવર્ણ
Page #323
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૬૮
તે માત્ર પ્રીતિદાન ન હતું, પણ ગુરુપૂજન હતું તે વાત હીરપ્રશ્નમાં ઊભો કરવામાં આવેલ પ્રશ્નનો આકાર જોવાથી સ્પષ્ટ થાય છે. ત્યાં ત્રણ સવાલો કર્યા છે તેમાંનો એક સવાલ એ છે કે ‘આવું ગુરુપૂજનનું વિધાન ક્યાંય પૂર્વે જોવા મળે છે ખરું ?’ આના જવાબમાં વિક્રમરાજા અને કુમારપાળના વિધાનો બતાવ્યાં છે. વળી એક પ્રબંધમાં તો વિક્રમ રાજાએ તે દ્રવ્યને કયાં વાપરવું ? તે પૂછતાં ગુરુએ ‘યથામતિ કુરુ' એમ જણાવતાં વિક્રમે દુઃખી શ્રાવક-શ્રાવિકામાં તથા જીર્ણોદ્ધારમાં તે દ્રવ્યને વાપર્યાનું જણાવેલ છે.” આ રીતે ગુરુપૂજનનું દ્રવ્ય જીર્ણોદ્ધાર કે નૂતન મંદિર નિર્માણમાં જ નહિ પરંતુ શ્રાવક-શ્રાવિકામાં પણ વાપરી શકાય એવું તાત્પર્ય કાઢી બતાવવામાં આવ્યું છે, તો તે અંગે શું સમજવું?
ઉત્તર : ગુરુપૂજનનું દ્રવ્ય કોઈ પણ રીતે વૈયાવચ્ચમાં લઈ જવાની પકડાઈ ગયેલી વાતને સિદ્ધ કરવા માટે અહીં શ્રી હીરપ્રશ્ન અને પ્રબંધની વાતનું મિશ્રણ કરવામાં આવ્યું છે તે ઠીક નથી. આવું મિશ્રણ કરનારા શાસ્ત્રીય ગ્રંથો કઈ રીતે વાંચે છે, વિચારે છે અને કેવા અસંગત નિર્ણયો લે છે, તેની પ્રતીતિ કરાવે છે. શ્રી હીરપ્રશ્નના ગુરુપૂજન અંગેના સળંગ ત્રણ પ્રશ્નોમાંથી આગળ પાછળના પ્રશ્નો છોડી વચ્ચેનો પ્રશ્ન પકડવો અને તેની સાથે અન્ય પ્રબંધની વાત જોડી દેવી એમાં એક પ્રકારની હોશિયારી (કે જેને વ્યવહારમાં ચાલાકી કહેવાય છે.) મનાતી હોય, તો પણ શાસ્ત્રીય બાબતોની વિચારણામાં એવી હોશિયારી (ચાલાકી) વાપરવી યોગ્ય ન ગણાય. શ્રી હીરપ્રશ્નમાં આવતા ત્રણ પ્રશ્નોત્તરો પૈકી એક પ્રશ્નના ઉત્તરમાં મહારાજા કુમારપાળ અને વિક્રમાર્કનું વિધાન જણાવ્યાનો ઉલ્લેખ કરવો, તેના આધારે એ ગુરુપૂજન હતું તે સિદ્ધ કરવું અને તે પછીના જ પ્રશ્નોત્તરમાં ગુરુની અગ્રપૂજા રૂપ એ દ્રવ્યનો ઉપયોગ શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં કર્યો હતો, તે વાત છોડી દઈને ત્યાં તેની સાથે કોઈ અન્ય પ્રબંધની વાત જોડી દેવી કે, જે પ્રબંધમાં અગ્રપૂજા રૂપ નહિ પણ પ્રીતિદાન રૂપ દ્રવ્ય હતું અને તેનો ઉપયોગ અન્ય રીતે કર્યો હતો, એવો દાખલો લઈને ગુરુપૂજનનો
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૯ જીર્ણોદ્ધાર આદિ સિવાય અન્ય રીતે પણ ઉપયોગ થઈ શકે એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરવો તેમાં જરા પણ પ્રામાણિકતા જળવાતી નથી.
વધુમાં જે પ્રબંધમાં તે દ્રવ્ય દુઃખી સાધર્મિક તથા ચૈત્યોના ઉદ્ધાર માટે સાધારણ ભંડારરૂપે સ્થાપિત કરાવ્યાનો ઉલ્લેખ મળે છે, ત્યાં પ્રીતિદાન તરીકે એ દ્રવ્ય અર્પણ કર્યાનો ઉલ્લેખ છે, પરંતુ જ્યાં અગ્રપૂજા રૂપે અર્પણ થયેલ છે, તે દ્રવ્ય જીર્ણોદ્ધારાદિ સિવાયના કાર્યમાં વાપર્યાના ઉલ્લેખો ઉપલબ્ધ થતા નથી. જે ધનને ગુરુપૂજન રૂ૫ ગણાવવા શ્રી હરિપ્રશ્નનો આધાર લેવો અને તે જ ધનને વૈયાવચ્ચમાં વાપરવા પ્રબંધનો આધાર લેવો એમાં શાસ્ત્રસાપેક્ષતા કયાં રહી? એટલે આ પ્રસંગમાંથી ઉપજાવી કાઢેલા વિકૃત અર્થને તાત્પર્ય તરીકે ઓળખાવવું એ તદ્દન ગેરવ્યાજબી છે.
પ્રશ્નઃ ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય કે વૈયાવચ્ચમાં પણ જઈ શકે, એ વિષે આપણા પરમોપકારી ગુરુદેવ સિદ્ધાંત મહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાત પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની શું માન્યતા હતી?
ઉત્તર : તેઓશ્રીની આ વિષયમાં શી માન્યતા હતી, તે શ્રી હીરપ્રશ્નાનુવાદ પૃ. ૮૮ પર છપાયેલી ટિપ્પણી ઉપરથી સ્પષ્ટપણે જાણી શકાય છે. આ પુસ્તક તેઓશ્રીએ સ્વયં તપાસી આપ્યું છે તેવું તેના “આદિવચન'માં જણાવેલ છે.
– પૂર્વે એની વિગતવાર વિચારણા કરી જ છે.
પૂ. ગુરુદેવશ્રીની આવી શાસ્ત્રાનુસારી દઢ માન્યતા હોવાથી તેઓશ્રીના અનુગામીઓએ એ માર્ગને અનુસરીને એવી જ શુદ્ધ પ્રરૂપણા કરવાના માર્ગેથી ચલિત થવું ન જોઈએ. એ રીતે વર્તવામાં જ સ્વ-પરનું સાચું હિત સમાયેલું છે. = કુતર્કોની સમાલોચના:
“ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના પેજ નં. ૧૧૫થી ૧૨૨ની
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૭૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વચ્ચે સં. ૨૦૪૪ ના ગુરુદ્રવ્ય અંગેના ૧૪મા ઠરાવના સમર્થનમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી છે. સમર્થનમાં ઉપસ્થિત થયેલા મુદ્દાઓ શાસ્ત્ર અને પરંપરાનો લોપ કરનારા છે. તેથી સમાલોચના કરવી જરૂરી છે. લેખકશ્રીએ ગુરદ્રવ્યના વિનિયોગ માટેના દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્નાનુવાદના શાસ્ત્રપાઠોના અર્થઘટનને પોતાની તરફેણમાં લઈ જવા માટે શ્રાદ્ધજિતકલ્પની ૬૮મી ગાથાની વૃત્તિનો ભયંકર રીતે દુરુપયોગ કર્યો છે. પૂર્વે એની વિચારણા કરી જ છે. અહીં કેટલાક મુદ્દાઓની સમાલોચના કરવી છે. જેથી તેમની વિચારધારા કેટલી શાસ્ત્રવિઘાતક છે, તે પણ વાચકોને ખબર પડે. (સંમેલનના ગુરુદ્રવ્ય અંગે ઠરાવ-૧૪ની સમાલોચના પ્રકરણ-૧માં કરી જ છે.)
મુદ્દા નં.-૧ (પૃ. ૧૧૬)
હવે જે સિદ્ધસેનસૂરિના દૃષ્ટાંતથી હીરસૂરિ મહારાજે પૂજનદ્રવ્યની વ્યવસ્થા જણાવી છે એ સિદ્ધસેનસૂ.ના દૃષ્ટાંતમાંથી સમજવી. પ્રાચીનતમ ગ્રન્થ ભદ્રેશ્વરસૂરિના કાવ્યશૈલીમાં બીજા ખંડમાં સાધારણના દાબડામાં તે દ્રવ્ય લઈ જવાનું જણાવ્યું છે. પ્રભાવક ચરિત્રમાં પણ તે જ રીતે જણાવ્યું છે. પ્રબંધચિંતામણિ વગેરેમાં તે દ્રવ્ય લોકોને ઋણમુક્ત કરવામાં વાપરવાનું જણાવ્યું છે. જ્યારે પ્રબંધકોશમાં જીર્ણોદ્ધાર આદિમાં લઈ જવાનું જણાવ્યું છે. આ રીતે ગુરુપૂજનદ્રવ્યની કોઈ નિયત વ્યવસ્થા પ્રાચીનકાળના ગ્રન્થોમાં દેખાતી નથી.” સમાલોચના-૧
(૧) અહીં પ્રથમ એક આડવાત કરી લઈએ. લેખકશ્રી જેમને પોતાના પૂ.વડીલોએ શ્રદ્ધાભ્રષ્ટ તરીકે જાહેર કર્યા હતા, તેમના નામ આગળ પૂ.” વિશેષણ મૂકવાનું પોતાના પુસ્તકમાં ચૂક્યા નથી અને મહાન પૂ.આચાર્ય ભગવંતોના નામ કોઈ પિતા પોતાના છોકરાનું નામ લખે-બોલે એવી શૈલીથી લખ્યા છે. આ આદર-અણગમાનું કારણ સમજાય તેવું છે. મહાન મહાપુરુષોના ઉલ્લેખવાળા શાસ્ત્રપાઠો એમને ડગલે પગલે નડી રહ્યા છે, એનો તો અણગમો નથી ને! લેખકશ્રીએ ઔચિત્ય-અનૌચિત્યની મર્યાદાથી
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૭૧
નહિ પણ પોતાના વ્યક્તિગત ગમા-અણગમાને અનુલક્ષીને આખા પુસ્તકમાં નામોલ્લેખ પૂર્વે વિશેષણોની બાદબાકી અને તેની રજૂઆત કરી છે, તે વાચકો સ્વયં જોઈ શકશે.
(૨) પૂર્વોક્ત મુદ્દામાં લેખકશ્રીએ શાસ્રસંદર્ભોને વિકૃત રીતે રજૂ કરીને અંતે ‘ગુરુપૂજન દ્રવ્યની કોઈનિયત વ્યવસ્થા પ્રાચીનકાળના ગ્રંથોમાં દેખાતી નથી’ અને અમે એ વ્યવસ્થાને નિયત કરી છે એવો દાવો કર્યો છે. પરંતુ તેમની તે વાત ઉચિત નથી. કારણ કે, વિક્રમ રાજાએ પૂ.આ.શ્રીસિદ્ધસેનસૂ.મ.સા.ને અર્પણ કરેલ ૧ ક્રોડ સુવર્ણના વિનિયોગ માટેના જુદાજુદા ગ્રંથોમાં જુદા-જુદા ઉલ્લેખ મળે છે, ત્યાં તે તે સ્થળે વિનિયોગ કરવાના હેતુઓ પણ જુદા જુદા જણાવ્યા જ છે.
→ દ્રવ્યસપ્તતિકા-હીરપ્રશ્ન ગ્રંથમાં ૧ ક્રોડ સુવર્ણને ગુરુની અગ્રપૂજા રૂપે ગણીને એનો જીર્ણોદ્ધાર અને નવ્ય-ચૈત્યનિર્માણાદિમાં ઉપયોગ કર્યાનો ઉલ્લેખ મળે છે.
→ પ્રબંધચિંતામણી વગેરેમાં તે ૧ ક્રોડ સુવર્ણને પ્રીતિદાન ગણીને એનો ઉપયોગ લોકોને ઋણમુક્ત કર્યાનો ઉલ્લેખ મળે છે.
→ કાવ્યશૈલી અને પ્રભાવક ચરિત્રમાં પણ એ દ્રવ્યને પ્રીતિદાન ગણાવીને સાધારણના દાબડામાં લઈ ગયાનું જણાવ્યું છે.
→ આથી જે ગ્રંથોમાં એ દ્રવ્ય અગ્રપૂજારૂપે આવેલું ગણ્યું છે, ત્યાં એ પૂજાર્હ ગુરુદ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્વાર-નવચૈત્યનિર્માણાદિ કાર્યોમાં જ જણાવ્યો છે. દ્રવ્યસપ્તતિકા ગ્રંથ અને હીરપ્રશ્નાનુવાદની એ વિનિયોગ અંગેની સૂચક વાતને છૂપાવીને લોકોને ગેરમાર્ગે દોરતાં પૃ. ૧૧૭ ઉપર લખે છે કે, “બીજું જે સિદ્ધસેન સૂ.મ.નો દાખલો હીરસૂરિ મહારાજે આપ્યો છે, તેમાં વિક્રમરાજાએ કોટિદ્રવ્ય સિ.સૂ.ને તુષ્ટમાનરૂપે આપેલું છે, નહીં કે અંગપૂજા કે ચરણરૂપે.”
– લેખકશ્રીની આ વાત તદ્દન અસત્ય છે. કારણ કે, પૂ.આ.ભ.
Page #327
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
શ્રીહીરસૂરિજી મ.સાહેબે પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "इदं चाग्रपूजारूपं द्रव्यं तदानीं सङ्केन जीर्णोद्धारे व्यापारितमिति तत्प्रबन्धादौ શ્રુતે ॥’’ આ પાઠમાં એ કોટિદ્રવ્યને ‘અગ્રપૂજારૂપ દ્રવ્ય’ ગણાવ્યું છે, તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. છતાં લેખકશ્રી તેને અલગ રીતે જણાવે છે, તે છલના ન કહેવાય તો શું કહેવાય ? વાચકો સ્વયંવિચારે અને અહીં લેખકશ્રીએ જે ચાલાકી વાપરી છે, તે પૂર્વોક્ત પ્રશ્નોત્તરમાં જોઈ જ છે.
૨૭૨
મુદ્દા નં.-૨ : (પૃ. ૧૧૭)
“શાસ્રર્દષ્ટિએ સાધુને દ્રવ્યદાન નિષિદ્ધ છે. પરંતુ આવી રીતે મુગ્ધાવસ્થામાં કોઈએ સાધુને દ્રવ્યદાન કર્યું હોય તો તેનાથી ગુરુની અંગપૂજાનું સમર્થન થતું નથી. માત્ર એટલું ફલિત થાય છે કે દાનરૂપે કે પૂજારૂપે અર્પણ કરાયેલું દ્રવ્ય તે ગુરુની ઇચ્છા મુજબ યોગ્યક્ષેત્રમાં વાપરી શકાય છે. પણ દેવદ્રવ્યમાં જ જાય એમ કહી શકાય નહીં.”
સમાલોચના-૨ :
(૧) શાસ્ત્રમાં સુવર્ણાદિ દ્રવ્યોથી ગુરુની પૂજા કરવાની વિહિત જ છે. દ્રવ્યસપ્તતિકાકારે તેની સિદ્ધિ કરી જ છે. ત્યાં લખ્યું છે કે, પ્રશ્નોત્તરસમુચ્ચય, આચારપ્રદીપ, શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોને અનુસારે શ્રીજિનેશ્વર ભગવાનની અંગ અને અગ્ર પૂજાની પેઠે, શ્રીગુરુ મહારાજની પણ અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે.’’ - આટલું દિવા જેવું સ્પષ્ટ સત્ય પણ લેખકશ્રી મિથ્યાભિનિવેશના કારણે સ્વીકારી શકતા નથી. કારણ કે, એ સ્વીકારી લે તો ગુરુપૂજાના દ્રવ્યના વિનિયોગ અંગેની પોતાની માન્યતા તૂટી પડે તેવી છે.
– તદુપરાંત, વિક્રમરાજાએ મુગ્ધપણાથી (ઘેલછાથી) એ કોટિદ્રવ્ય અર્પણ કર્યું નથી. પરંતુ ભક્તિભાવથી અર્પણ કર્યું છે. વિક્રમરાજાને મુગ્ધાવસ્થામાં કહી દેવા એ કદાગ્રહ સિવાય બીજું કશું જ નથી. ચાલો, એક ક્ષણ માટે માની લઈએ કે, રાજા તો મુગ્ધાવસ્થામાં હતા, પરંતુ રાજા દ્વારા સમર્પિત એ કોટિદ્રવ્યનો નિષેધ ન કરનારા પૂ.આ.ભગવંતને પણ
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૭૩ શું તમે મુગ્ધાવસ્થામાં માનો છો? તે જવાબ આપશો?
બીજું, લેખકશ્રીનું પૃ. ૧૧૭ અને ૧૧૮ ઉપરનું લખાણ શાંત ચિત્તે વાંચશો તો પણ આગળ-પાછળના લખાણમાં ઘણા વિરોધાભાસો દેખાશે અને દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠમાંના ‘જીર્ણોદ્ધાર-નવ્યચૈત્યનિર્માણાદિ પદમાંના “આદિ પદથી “સાધુવૈયાવચ્ચ“ લેવા અને ઘટાવવા માટે આખા પ્રકરણમાં કુતર્કલીલા ખેલાયેલી જણાશે. પરિશિષ્ટકારે તો એમનાથી બે ચાસણી ચઢી જાય તેવી કુતર્કલીલા પ્રસારેલી છે
તદુપરાંત, દેવદ્રવ્યના ઠરાવમાં અનેકવાર પોતાના ગુરુદેવ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાને યાદ કરનારા લેખકશ્રીએ ગુરુદ્રવ્યના વિષયમાં ક્યાંયે એમની માન્યતાને યાદ કરવાની દરકાર કરી નથી. લેખકશ્રી તો હાલવિદ્યમાન નથી. પણ વિદ્યમાન પરિશિષ્ટકારશ્રીએ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાનો ગુરુદ્રવ્યના વિષયમાં અભિપ્રાય શું હતો તે જણાવવો જોઈએ. (આપણે એને પૂર્વે જોયો જ છે.)
અહીં ઉલ્લેખનીય છે કે, ગુરુદ્રવ્યના ઠરાવના સમર્થનમાં લેખકશ્રી અને પરિશિષ્ટકારશ્રીએ જે શ્રાદ્ધજિતકલ્પનો પાઠ રજૂ કર્યો છે અને એનું જે રીતે અર્થઘટન કર્યું છે, તે કોઈપણ રીતે માન્ય બની શકે તેમ નથી. કારણ કે, દ્રવ્યસપ્તતિકા આદિ અન્ય ગ્રંથો સાથે અને પરંપરા સાથે વિરોધ આવે તેવી કોઈ વાત માન્ય બની શકે નહીં.
મુદ્દા નં-૩ઃ (પૃ. ૧૨૧)
હવે સવાલ રહ્યો પરંપરાનો ભાઈ ! પરંપરા તો બેય પ્રકારની કેટલાય સમયથી ચાલી આવી છે. ગુરુપૂજનની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરાવાળા શ્રમણ સમુદાયો પણ છે. વળી પૂજ્યપાદ સ્વર્ગસ્થ લબ્ધિસૂરીશ્વરજી મ.સાહેબના સમયથી તેમના સમગ્ર સમુદાયમાં લૂંછનરૂપે જ ગુરુપૂજન કરાય છે અને તેથી તે રકમ શાસ્ત્રમાન્ય રીતે સાધુ-વૈયાવચ્ચ આદિમાં લઈ જવાય છે. (આ વાત સર્વમાન્ય છે.) હવે ગુરુપૂજન (સીધું કે લૂંછનરૂપથી) સાધુ-વૈયાવચ્ચમાં લઈ જનારો વર્ગ જ્યારે ઘણો મોટો છે ત્યારે મુનિ સંમેલને ગુરુપૂજનના દ્રવ્યને જીર્ણોદ્ધારમાં તથા વૈયાવચ્ચમાં લઈ જવાના
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૭૪
બે ય વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.’
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સમાલોચનાઃ
(૧) પૂર્વોક્ત લખાણમાં લેખકશ્રીએ ગુરુદ્રવ્યના વિનિયોગ અંગેની પરંપરા જણાવતાં પોતાના ગુરુદેવની અને ગુરુદેવના સમુદાયની, પૂ. સાગરમ.ના સમુદાય આદિ સમુદાયોની અને સં. ૨૦૪૪ પૂર્વે ખુદ પોતાની શું માન્યતા-પરંપરા હતી, તે જણાવવાને બદલે ‘પૂંછણા’ની વાત ઉપસ્થિત કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ કરી છે.
(૨) અહીં લેખકશ્રીએ ગુરુની અંગ અને અગ્રપૂજા તથા ગુરુની સન્મુખ થતા મૂંછણા - આ બે ક્રિયા વચ્ચેનો જે તફાવત છે અને એના વિનિયોગ માટેની જે અલગ-અલગ શાસ્ત્રાજ્ઞા છે, તે જણાવવાની જરૂર હતી. તે લેખકશ્રીએ જણાવી નથી. તેમાં તેમનો ઇરાદો સ્પષ્ટ છે. જો એ વાત શાસ્ત્રાધારે રજું કરે તો ઉપરના ફકરામાં કરેલી તેમની રજૂઆત નિરાધાર સિદ્ધ થાય તેમ છે.
(૩) ગુરુપૂજન અને પૂંછણાની ક્રિયા અલગ છે અને બંનેનું દ્રવ્ય પણ અલગ છે. ગુરુપૂજનની વાત આગળ કરી છે. પૂંછણા માટે દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં નીચે મુજબ જણાવેલ છે -
“થવું ગુરુ-ચૂછનાઽવિ સાધારળ તં સ્વાત્, તત્ત્વ શ્રાવળश्राविकाणामर्पणे युक्तिरेव न दृश्यते । शालादिकार्ये तु तद् व्यापार्यते શ્રાદ્ધ વૃત્તિ ।''
અર્થ : (હાલના વ્યવહારે તો) ગુરુ મહારાજના પૂંછણા વગેરેનું જે કાંઈ સાધારણ દ્રવ્ય હોય, તે શ્રાવક-શ્રાવિકાને આપવામાં કોઈ યુક્તિ દેખાતી નથી. પરંતુ પૌષધશાળા (ઉપાશ્રય) વગેરે કામમાં તો તે (સાધારણ દ્રવ્ય) શ્રાવકો વાપરી શકે છે.
→ દ્રવ્યસપ્તતિકાના અનુવાદકારે પૃ. ૪૭ ઉપર ટિપ્પણી-૨૫’માં ‘પૂંછણા’નો અર્થ કરતાં લખ્યું છે કે, “ગુરુની સન્મુખ ઉભા રહીને તેમની
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૭૫
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા ઉપરથી ઉતારીને ભેટ તરીકે ધરેલું.”
– ગુરુપૂજનનું દ્રવ્ય ભક્તિસ્વરૂપે સમર્પિત દ્રવ્ય છે અને ચૂંછણાનું દ્રવ્ય (ભક્તિ માટે) ભેટરૂપે ધરેલ દ્રવ્ય છે. - આ રીતે બંનેમાં તફાવત છે.
- દ્રવ્યસપ્તતિકાકારે ગુરુપૂજનના દ્રવ્યનો ઉપયોગ “જીર્ણોદ્ધાર અને નવચેત્યનિર્માણાદિમાં કરવાનો કહ્યો છે અને ચૂંછણાના દ્રવ્યનો ઉપયોગ પૌષધશાલા વગેરેમાં કરવાનો કહ્યો છે. એટલે ઉપયોગ અંગે પણ તફાવત
> આથી દ્રવ્યસપ્તતિકા ગ્રંથાનુસારે બંને ક્રિયા અલગ છે અને દ્રવ્યનો ઉપયોગ પણ અલગ-અલગ સ્થળે છે. તેથી બંનેને એકસમાન જણાવી ચૂંછણાના દ્રવ્યના વિનિયોગની રીતિને ગુરુપૂજનના દ્રવ્યના વિનિયોગમાં લગાવવી તે શાસ્ત્રવિરુદ્ધ છે. પરંપરા પણ એવી ભેળસેળ કરવાની ના પડે છે. લેખકશ્રીના પૂર્વજોએ કોઈ સ્થળે ભૂલ થઈ હોય તો એને સુધારીને શાસ્ત્રસાપેક્ષ આચરણા પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. જ્યારે લેખકશ્રી કુતર્કો કરીને શાસ્ત્રસાપેક્ષ પરંપરાને દૂષિત કરી રહ્યા છે.
-- મુદ્દા નં.-૪ઃ
લેખકશ્રીએ ગુરુદ્રવ્યના ઠરાવ અંગેના પોતાના ચિંતનના ઉપસંહારમાં પૃ. ૧૨૧-૧૨૨ ઉપર જે ઠરાવના બચાવમાં અને ઠરાવ કરવાનો હેતુ જણાવતાં જે વાતો લખી છે તેને હાલ ચર્ચવાનો કોઈ અર્થ નથી. “સંમેલનના ગુરુદ્રવ્યના ઠરાવથી શિથિલાચાર વધી જશે” આ વ્યક્ત થયેલી સંભાવના-ભયસ્થાનોને રદીયો આપવા જે દલીલો કરી છે, તે દલીલો કેટલી પોકળ છે અને બતાવેલા ભયસ્થાનો કેટલા સાચા પડ્યા છે તે સૌ કોઈ જાણે જ છે. તેઓ પોતે પણ જાણતા જ હતા. ૨૦૪૪ના સંમેલનના ૯ મહિના પૂર્વે લખેલા પત્રમાં પણ તેઓ એવા જ ભયસ્થાનને બતાવતા હતા, તે ભૂલવા જેવું નથી અને ઠરાવ કરવાનો હેતુ પોતાની શૈલીમાં જણાવતાં પૃ. ૧૨૨ ઉપર લખે છે કે,
“આ રીતે અનેક સ્થળે મુનિઓ દ્વારા અજાણપણે પણ દેવદ્રવ્યનું
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ભક્ષણ થઈ જતું જોઈને અનુભવીને જ વિચાર થયો કે કોઈ શાસ્ત્રપાઠથી જો સાધુ-વૈયાવચ્ચના ખાતાની આવકનું દ્વાર ખુલતું હોય તો સારું અને તેવો પાઠ મળતાં જ જીર્ણોદ્ધારનો પરંપરાગત વિકલ્પ ખુલ્લો રાખવાપૂર્વક સદર ઠરાવ કર્યો.”
– પૂર્વોક્ત લખાણમાં લેખકશ્રીની ઠરાવની પાર્શ્વભૂમિકા જણાવવામાં વાપરેલી ચાલાકી જોઈ શકાય છે. પૂર્વે સંઘ-ટ્રસ્ટીના અજ્ઞાનતાદિ દોષથી અજાણતાં દેવદ્રવ્યનું ભક્ષણ થઈ જવાની સંભાવના સાધુને રહેતી હતી, ઠરાવ કર્યા પછી અને જો એનો અમલ કરવાનો થાય તો સત્તાવાર રીતે દેવદ્રવ્યનું ભક્ષણ કરવાનું પાપ ચાલું થશે. કારણ કે, સંમેલને દેવદ્રવ્યમાં જવા યોગ્ય રકમને સાધુવૈયાવચ્ચમાં પધરાવી દીધી છે અને પહેલાં સાધુઓ જે ચકાસણી કરતા હતા, તે સત્તાવાર માર્ગ ખુલ્લો થવાથી કરશે પણ નહીં.
વાસ્તવમાં તો પૂર્વનિર્દિષ્ટ દોષના નિવારણની વિચારણા અને નિવારણનું નક્કર આયોજન કરવાની જરૂર હતી. એના બદલે શાસ્ત્રો અને પરંપરાને બાજુ ઉપર મૂકીને આખી દ્રવ્યવ્યવસ્થા જ બદલી નાખવાનું કામ કર્યું છે. તે કોઈપણ રીતે માન્ય ન બની શકે અને શાસ્ત્રનિરપેક્ષ ઠરાવને સિદ્ધ કરવા લેખકશ્રીએ જે જહેમત ઉઠાવી છે, તેના કરતાં શાસ્ત્ર-પરંપરાને વફાદાર રહીને બીજી વિચારણા કરી હોત તો દેવદ્રવ્ય બનતા ગુરુદ્રવ્યની રકમ ઉપર નજર બગાડવી ન પડત અને વિરોધો પણ સહન ન કરવા પડતા તથા સરળતાથી માર્ગ મળી જાત.
- મુદ્દા નં. - પ :
પૂર્વોક્ત વિચારણાથી તે પુસ્તકના “ગુરુદ્રવ્ય ઉપર વિચાર’ નામના પરિશિષ્ટ-રમાં લખાયેલી વાતોની પણ સમાલોચના થઈ જ જાય છે. તેથી તેના માટે બીજું કશું લખવાનું રહેતું નથી. તેમાં માત્રદ્રવ્યસપ્તતિકાકારશ્રીએ ગુરુપૂજાના દ્રવ્યને ગૌરવા સ્થાને યોજવાનું જે વિધાન કર્યું છે, તેમાં ગૌરવાહ સ્થાનની વિચારણામાં જે અસંગત વાતો લખી છે તે. જોઈશું. ત્યાં પૃ. ૧૪૭ ઉપર લખ્યું છે કે -
“(૧) ગૌરવાર્ષિસ્થાને યોwવ્યમ્' આવા કથનમાં રહેલા ગૌરવ શબ્દનો વિચાર
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૭૭ કરીએ તો પુરો ભાવ જૌરવમ્' ગુરુપણું એ જ ગૌરવ અને સીધું જ વિચારીએ તો પંચમહાવ્રતધારી ગુરુઓ શું ગૌરવાહ નથી? કે જેથી એમનો નિષેધ આવશ્યક બને?”
સમાલોચના:
દ્રવ્યસપ્તતિકારે ગુરુપૂજાના દ્રવ્યને ગૌરવાર્યસ્થાનમાં પ્રયોજવાનું કહ્યું, ત્યાં ગુરુની અપેક્ષાએ “ગૌરવર્ણ સ્થાન જણાવ્યું છે અને ગુરુની અપેક્ષાએ ગૌરવાહ સ્થાન = ઊંચુ સ્થાન નક્કી કરવાનું હોય, ત્યારે ગુરુ પોતે ન બને તે સામાન્યબુદ્ધિથી પણ સમજી શકાય છે. પરિશિષ્ટકારશ્રી જેવી વિશિષ્ટબુદ્ધિ (i) ની જરૂર જ નથી અને ગુરુથી ગૌરવાઈ સ્થાન તરીકે દેવતત્ત્વ જ ગ્રહણ કરી શકાય છે. એટલે પરિશિષ્ટકારની વાત શાસ્ત્રસાપેક્ષ નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, જ્ઞાનદ્રવ્ય, પૂ.સાધુ-સાધ્વીજી મ.ના અધ્યયનાદિ માટે વપરાતું હોય છે. તેથી તે ગુરુદ્રવ્યની અપેક્ષાએ ગૌરવાહ સ્થાન ન ગણાય. પરંતુ દેવદ્રવ્ય જ ગૌરવા સ્થાન ગણાય. - અન્ય મહાત્માઓના અભિપ્રાયોઃ
ગુરુદ્રવ્યના વિષયમાં અન્ય મહાત્માઓએ જે લખાણ કર્યા છે તે અહીં પ્રસ્તુત છે.
(A) પૂ.ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મ.ના શિષ્યરત્ન પૂ.પં.શ્રી અભયસાગરજી મ. સાહેબે “શ્રી. જૈનશાસન સંસ્થાની શાસ્ત્રસંચાલન પદ્ધતિ” પુસ્તકના પેજ-૨૨માં જે જણાવ્યું છે. તે નીચે મુજબ છે –
ગુરુદ્રવ્ય પંચમહાવ્રતધારી, સંયમી, ત્યાગી મહાપુરુષો કે સામને ગહુલી, અંગપૂજા કે સમય અર્પણ કિયા યા ગુરુપૂજા બોલીકા દ્રવ્ય જિન ચૈત્ય કે જીર્ણોદ્ધાર તથા નવીન ચૈત્ય કે નિર્માણ મેં હી ખર્ચ કરને કા દ્રવ્યસપ્તતિકા મેં ઉલ્લેખ હૈ, કહીર સેવક યા પૂજારી કા લાગ હો તો ઉનકો દિયા જાવે અન્યથા દેવદ્રવ્ય જીર્ણોદ્ધાર ખાતે મેં જાના ચાહિએ.
શ્રી કુમારપાલ રાજા પ્રતિદિન ૧૦૮ સ્વર્ણ કમલોં સે શ્રી હેમાચાર્ય કી પૂજા કિયા કરતે થે. પ્રશ્નોત્તર સમુચ્ચય, આચાર પ્રદીપ, આચાર દિનકર,
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથો મેં શ્રી જિન ઔર ગુરુ અંગ ઔર અગ્ર પૂજા કા વર્ણન મિલતા હૈ.”
(B) પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની ગુરુદ્રવ્યની અંગેની માન્યતા
શ્રી દ્રવ્યસપ્તતિકાના પાઠોને આશ્રયીને પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી સ્થાપિત “શ્રી સીમંધર સ્વામી જિનમંદિર ખાતું મહેસાણા, આ સંસ્થા દ્વારા વિ.સં. ૨૦૧૭માં પ્રકાશિત “સ્વપ્ન દ્રવ્ય વિચાર” નામની પુસ્તિકામાં ગુરુદ્રવ્ય વિભાગમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે કે –
ગુરુદ્રવ્ય” પાંચ મહાવ્રતધારી, સંયમી, ત્યાગી મહાપુરુષોની સામે ગહુલી કરી હોય કે ગુરુની નાણાથી પૂજા, ગુરુ પૂજાની બોલીના પૈસા જીર્ણોદ્ધારમાં ખર્ચવા જોઈએ, એવું દ્રવ્ય સપ્તતિકામાં સ્પષ્ટ જણાવ્યું છે. દેવદ્રવ્ય, જીર્ણોદ્ધાર ખાતામાં આ પૈસા જાય તે સંગત છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૯ : ગુરુમૃતકના અંતિમ સંસ્કાર સંબંધી બોલી આદિની ઉપજ અંગે વિચારણા
આ પ્રકરણમાં સૌથી પ્રથમ ૨૦૪૪'ના સંમેલનનો ઠરાવ-૧૮ અને ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના લેખકશ્રીની વિચારધારા જોઈશું. (A) ઠરાવ નં.-૧૮
“પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ કાળધર્મ પામે ત્યારે, તેમના અંતિમસંસ્કારની ક્રિયા સંબંધી બોલાતી તમામ બોલીઓની આવક, તથા ગુરુ-દેહ સામે ધરેલ દ્રવ્ય, જીવદયાનું જીવનભર પ્રતિપાલન કરનાર ગુરુ ભગવંતોના પાર્થિવ દેહના નિમિત્તે થયેલી હોવાથી, જીવદયા ખાતે લઈ જવી, એવું શ્રમણ સંમેલન ઠરાવે છે.’
(B) ધા.વ.વિ., પુસ્તક, પૃ. ૭૦
પ્રશ્ન ઃ કાળધર્મ અંગેની ઉછામણીની રકમ શેમાં જાય ?
ઉત્તર ઃ ભૂતકાળમાં આ ઉછામણી બોલાતી ન હતી એટલે એનો શાસ્ત્રપાઠ મળી શકે નહિ. જે નવી વસ્તુ શરૂ થાય તેમાં પરંપરા જોવી પડે, અથવા વર્તમાનકાલીન ગીતાર્થ આચાર્યોનો શાસ્રસાપેક્ષ નિર્ણય માન્ય રાખવો પડે.
કાળધર્મની ઉછામણી બહુધા ગુરુમંદિર બનાવવામાં અથવા દેવદ્રવ્યમાં લઈ જવાઈ છે. ક્યારેક ઉપાશ્રય બાંધકામમાં તો ક્યારેક જીવદયામાં પણ લઈ જવાઈ છે. ક્યારેક ગુરુ-વૈયાવચ્ચ ખાતે (ખાવા સિવાયના) પણ લઈ જવાઈ છે. આનો એક જ નિર્ણય તો ગીતાર્થો જ લાવી શકે.
ટિપ્પણી :
(૧) પૂર્વોક્ત બે લખાણમાં સંમેલને તે રકમનાં ઉપયોગ અંગે નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે ધા.વ.વિ.ના લેખકશ્રીએ સવાલના જવાબમાં માત્ર તે રકમના વિનિયોગ અંગે થયેલી પ્રવૃત્તિઓની નોંધ જ કરી છે. પરંતુ વિનિયોગ સંબંધી કઈ પ્રવૃત્તિ શાસ્ત્રીય કે અશાસ્રીય એવું જણાવ્યું નથી. વાસ્તવમાં એ આધારસહ જણાવવાની જરૂર હતી.
(૨) અહીં ઉલ્લેખનીય છે કે, સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રની ઉપજ
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પોતાનાથી ઉપરના ક્ષેત્રમાં જાય, પણ નીચેના ક્ષેત્રમાં તો ન જ જાય, એવો શાસ્ત્રીય નિયમ છે. તદુપરાંત, સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રનું દ્રવ્ય સાતક્ષેત્રની બહાર ન જાય તેવો પણ શાસ્ત્રીય નિયમ છે. આથી સંમેલનના ઠરાવ-૧૮ દ્વારા પૂર્વનિર્દિષ્ટ શાસ્ત્રીય નિયમનો-મર્યાદાનો સ્પષ્ટ ભંગ કરવામાં આવ્યો છે. કારણ કે, સાધુ-સાધ્વી ક્ષેત્રની ઉપજને સાતક્ષેત્રની બહાર જીવદયામાં લઈ જવાનું ઠરાવ્યું છે.
લેખકશ્રીએ પણ પૂર્વનિર્દિષ્ટ શાસ્ત્રીય નિયમના આધારે તે અંગે સ્પષ્ટતા કરવાની જરૂર હતી. અસ્પષ્ટ લખીને લોકોને મુંઝવણમાં મૂકવાની જરૂર નહોતી.
શાસ્ત્ર અને પરંપરા મુજબ પૂ. સાધુ-સાધ્વીજી મ.ના અંતિમ સંસ્કાર સંબંધી ઉપજ (૧) તેઓના સ્મારકમાં, (૨) તેઓના કાળધર્મનિમિત્તે તેમના સંયમજીવનની અનુમોદનાર્થે થતા જિનેન્દ્રભક્તિ મહોત્સવમાં (પ્રભાવના કે સાધર્મિક ભક્તિ સિવાય) કે (૩) જીર્ણોદ્ધારમાં વપરાતી આવે છે અને તે ઉચિત છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, “પૂ.આ.ભ.શ્રી.રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ અંતિમ સંસ્કાર સંબંધી ઉપજ દેવદ્રવ્યમાં જ જાય તેવું કહેતા હતા અને હવે એ રકમને ગુરુસ્મારક આદિ ત્રણમાં જાય એમ કહે છે, તેથી તેમની વિચારધારા-માન્યતા બદલાયા કરે છે” આવું જે લોકો પ્રચારે છે - કહે છે, તે પણ સત્ય નથી. કારણ કે, તેમની માન્યતા સ્પષ્ટ હતી. તેઓશ્રીએ ૨૦૪૪'માં પં.શ્રી ચંદ્રશેખર વિ.મ.સા. ઉપર લખેલા વિસ્તૃતપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે,
મૃતકની ઉછામણીનું ધન દેવદ્રવ્યમાં જ જાય એવું વિધાન મેં કે આપણા વડીલોએ આજ સુધી કર્યું નથી કે તેવો આગ્રહ પણ રાખ્યો નથી.”
આથી તેઓશ્રીની માન્યતા ગુરુસ્મારકાદિ ત્રણમાં જાય તેવી જ હતી. આ વિષયની વિશેષ સમાલોચના પૂર્વે પ્રકરણ-૧માં કરી જ છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૦ : જ્ઞાનદ્રવ્ય અને તેનો વિનિયોગ
સામાન્યથી જ્ઞાન સંબંધી દ્રવ્યને જ્ઞાનદ્રવ્ય કહેવાય છે. → તે જ્ઞાનદ્રવ્ય પણ બે પ્રકારે હોય છે.
(૧) જ્ઞાનપૂજનની રકમ અને જ્ઞાનની-ગ્રંથોની ભક્તિસ્વરૂપે બોલાયેલી બોલીઓની ૨કમ અને કોઈપણ તપમાં શ્રુતજ્ઞાનની ભક્તિ નિમિત્તે ઉત્પન્ન થયેલ દ્રવ્યને જ્ઞાનદ્રવ્ય કહેવાય છે.
(૨) જ્ઞાનની ભક્તિથી જ્ઞાનની વૃદ્ધિ-રક્ષાદિ માટે શ્રાવકોએ અલગ રાખેલું કે શ્રીસંઘને આપેલું દ્રવ્ય, તે પણ જ્ઞાનદ્રવ્ય છે.
→ સદુપયોગ ઃ (૧) પ્રથમ પ્રકારના જ્ઞાનદ્રવ્યમાંથી જ્ઞાનભંડાર કરી શકાય છે, જ્ઞાનભંડાર માટે આગમગ્રંથો અને અધ્યયનાદિ માટે ઉપયોગી પુસ્તકો વગેરે ખરીદી શકાય છે, સાધુ-સાધ્વીને અધ્યયન કરાવનારા જૈનેતર પંડિતોને પગાર આપી શકાય છે.
(૨) બીજા પ્રકારના જ્ઞાનદ્રવ્યમાંથી સાધુ-સાધ્વીજીને અધ્યયન કરાવનારા જૈન પંડિતને પગાર આપી શકાય અને પ્રથમ પ્રકારમાં જણાવેલાં કાર્યો પણ થઈ શકે. → વિશેષ વિચારણા ઃ
વિ.સં. ૨૦૧૪ના શ્રમણસંમેલને સંમેલનમાં ઉપસ્થિત શ્રમણસંઘ અને બહાર રહેલા શ્રમણસંઘ એમ સર્વ શ્રમણસંઘની સંમતિ મેળવવા પૂર્વક ઠરાવ કરેલો જ છે. તે જ્ઞાનદ્રવ્યના સ્વરૂપ, પ્રકાર અને વિનિયોગ ઉપર સુંદર પ્રકાશ પાથરે છે. તે સૌ પ્રથમ નીચે મૂકીએ છીએ.
વિ.સં. ૨૦૧૪માં રાજનગર (અમદાવાદ) સ્થિત શ્રમણસંઘે પૂ.આ.શ્રી હર્ષસૂરિ મહારાજની નિશ્રામાં બહાર રહેલ શ્રમણસંઘની સંમતિપૂર્વક કરેલો ઠરાવ—
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૩ શાનદ્રવ્ય (ત્રીજું ક્ષેત્ર)
જ્ઞાનદ્રવ્યની વ્યાખ્યાઃ
જ્ઞાનપૂજનની રકમ, જ્ઞાનભક્તિ માટે આવેલ રકમ, આગમશાસ્ત્રો વગેરેની ભક્તિ માટે બોલાયેલી બોલીની રકમ, કોઈપણ તપમાં શ્રુતજ્ઞાનની ભક્તિ નિમિત્તે ઉત્પન્ન થયેલ દ્રવ્ય જ્ઞાનદ્રવ્ય ગણાય. ઉપયોગઃ (૧) આગમશાસ્ત્રાદિ ધાર્મિક પુસ્તકો, અધ્યયનાદિ માટે વિવિધ
સાહિત્યાદિના પુસ્તકો લેવા, છપાવવાં, કાગળો અને તેના સાધનો ખરીદવાં, લહીયાઓને (જૈન સિવાયના) આપવામાં અને
સાહિત્યના રક્ષણમાં ખર્ચી શકાય. (૨) સાધુ-સાધ્વીઓને ભણાવવામાં (અધ્યયનમાં) જૈનેતર પંડિતોને
પગાર, મહેનતાણું, કે પુરસ્કાર આપી શકાય. (૩) જ્ઞાનખાતાની રકમોમાંથી જ્ઞાનભંડાર કરી શકાય. (૪) ગૃહસ્થોએ જે પોતાનું દ્રવ્ય જ્ઞાનની વૃદ્ધિ રક્ષાદિના કોઈપણ કાર્યમાં
આપેલ હોય તેમાંથી જૈનોને પગાર કે મહેનતાણું આપી શકાય પણ જ્ઞાનદ્રવ્યમાંથી શ્રાવક-શ્રાવિકાને પગાર કે મહેનતાણું ન આપી
શકાય. (૫) જ્ઞાનદ્રવ્યથી બંધાયેલ મકાનમાં જ્ઞાનભક્તિ, પઠનપાઠન, પૂજા આદિ
કાર્યો થઈ શકે, પણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના કોઈપણ ગૃહસ્થના રહેઠાણ વગેરે અંગત કાર્યો માટે તે મકાનનો ઉપયોગ થઈ શકે નહિ.
તા.ક. - જ્ઞાન શબ્દનો અર્થ - સમ્યજ્ઞાન અર્થાત્ જૈન ધાર્મિક જ્ઞાન છે. તેમાં વ્યાવહારિક કેળવણીનો સમાવેશ થઈ શકે નહીં.
શ્રી ડહેલાનો ઉપાશ્રય દોશીવાડાની પોળ, અમદાવાદ
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૦ઃ જ્ઞાનદ્રવ્ય અને તેનો વિનિયોગ
૨૮૩
ભાદરવા વદી દશમ, ગુરુવાર તા. ૧૯.૮.૫૭
લી. લુહારની પોળ, શ્રી રાજનગર સ્થિત સમસ્તશ્રમણ સંઘ તરફથી જૈન ઉપાશ્રય, અમદાવાદ | વિજયહર્ષસૂરિ
= હવે વિ.સં. ૨૦૪૪ના સીમિત શ્રમણસંમેલનનો જ્ઞાનદ્રવ્ય અંગેનો ઠરાવ જોઈશું.
નિર્ણય-૧૫: જ્ઞાન દ્રવ્યના સવ્યય માટે માર્ગદર્શનઃ
આપણા આગમાદિ શાસ્ત્રગ્રંથોનું સંરક્ષણ-સંવર્ધન-લેખન-અનુવાદ-મુદ્રણ-પુનર્મુદ્રણ આદિ કાર્યોમાં જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ કરવાની ખાસ જરૂર આપે છે. આજકાલ ઘણાં સ્થળોમાં જ્ઞાનદ્રવ્ય ભેગું થયે જતું હોય છે, જેનો કોઈ ઉપયોગ થતો નથી. તે દ્રવ્યનો સદુપયોગ થાય તે હેતુથી, પ્રત્યેક સંઘને, આ શ્રમણ સમેલન, ભારપૂર્વક સૂચના કરે છે કે, દરેક સંઘ, પોતાને ત્યાં ભેગા થતાં જ્ઞાનદ્રવ્યનો, ઉપર જણાવ્યા મુજબ જ્ઞાનભક્તિમાં સવ્યય કરે. વળી, સાધુ-સાધ્વીજીના અધ્યયન-અધ્યાપનમાં ખાસ લક્ષ્ય આપી તે અંગે જ્ઞાનદ્રવ્યનો સદ્વ્યય કરવો જરૂરી છે. નિર્ણય - ૧૫ઃ સમાલોચનાઃ
– જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થા માટે વિ.સં. ૨૦૧૪માં જે ઠરાવ થયેલો છે તે આજ સુધી અમલમાં પણ છે. એટલે જ્ઞાનદ્રવ્ય અંગે નવો કોઈ ઠરાવ કરવાની આવશ્યકતા જ નથી. છતાં પણ આ નવો ઠરાવ કરવામાં આવ્યો. તે પાછળ વિ.સં. ૨૦૧૪ના ઠરાવને લૂલો કરવાનો હેતુ હોય તેમ સ્પષ્ટ જણાય છે અને તે પછી પ્રગટ થયેલી ચર્ચા ઉપરથી તે વધુ સ્પષ્ટ બન્યું છે.
– વિ.સં. ૨૦૧૪ના તે ઠરાવમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ જૈન શ્રાવકશ્રાવિકાના અધ્યયનાદિમાં કે પૂ.સાધુ-સાધ્વીજી મ.ને ભણાવતાં જૈન પંડિત વગેરેને પગાર આપવામાં પણ ન થાય તેમ શાસ્ત્રમર્યાદાનુસાર સ્પષ્ટપણે નક્કી કરેલ છે. એ મર્યાદા આ સંમેલનના નિર્ણયમાં અસ્પષ્ટ રાખવામાં
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૮૪.
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આવી છે.
હા ! એ વાત નક્કી કે આ નિર્ણયમાં શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં કે પૂ.સાધુ-સાધ્વીજી મ.ને ભણાવનાર જૈન પંડિતને જ્ઞાનદ્રવ્યમાંથી પગાર આપવો એવું સ્પષ્ટ નથી જ જણાવ્યું, પરંતુ વિ. સં. ૨૦૧૪ના ઠરાવ મુજબ સ્પષ્ટ નિષેધ પણ નથી જ કર્યો. વિ.સં. ૨૦૧૪નો ઠરાવ અને આ ઠરાવ એ બન્ને ય તપાસવાથી આ વાત સ્પષ્ટ રૂપે ધ્યાનમાં આવી શકે છે.
» અહીં ઉલ્લેખનીય છે કે, જ્ઞાનભંડારના અને જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકને ભણવા-વાંચવામાં ઉપયોગ કરતા શ્રાવક-શ્રાવિકા-જૈન પંડિતોએ તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે અવશ્ય જમા કરવો જોઈએ અને પુસ્તકની માલિકી કરવાની હોય તો પૂરી કિંમત જ્ઞાનખાતે જમા કરીને જ માલિકી કરવી. અન્યથા જ્ઞાનદ્રવ્યના ભક્ષણ કરવાના પાપના ભાગી બનાય
૦ જ્ઞાનદ્રવ્ય અંગે શાસ્ત્રાજ્ઞાઃ (૧) ધર્મસંગ્રહનો પાઠઃ- (પૃ. ૧૨૭)
एवं ज्ञानद्रव्यमपि देवद्रव्यवन्न कल्पते । ज्ञानसत्कं कागदपत्रादि साध्वाद्यर्पितं श्राद्धेन स्वकार्ये न व्यापार्यम् ।[पृ० १२७]
અર્થ :- આ પ્રમાણે જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની જેમ કહ્યું નહીં. જ્ઞાનદ્રવ્યસંબંધી સાધુભગવંતોને આપેલા કાગળ પત્ર વગેરે શ્રાવકે પોતાના કાર્યમાં વપરાય નહીં.
(૨) શ્રાદ્ધવિધિનો પાઠઃज्ञानद्रव्यं हि देवद्रव्यवन्न कल्पते एव श्राद्धानाम् ।
[પ્રથમ પ્રાણ પૃ. ૨૨૨] અર્થ:- ખરેખર શ્રાવકોને દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય પણ કલ્પે નહીં.
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
પૂર્વના પ્રકરણોમાં ધાર્મિક દ્રવ્યના વિનિયોગ અંગે શાસ્ત્ર અને પરંપરા શું કહે છે, તેની વિચારણા કરી. આ પ્રકરણમાં શાસ્ત્ર અને પરંપરા અનુસાર સાતક્ષેત્ર આદિ ધાર્મિક દ્રવ્યનું સ્વરૂપ, તેની આવકના સ્રોત અને સદુપયોગ : આટલી વિગતો ક્રમશઃ આપવામાં આવે છે. ધાર્મિક દ્રવ્યના પાંચ પ્રકારઃ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં ધાર્મિક દ્રવ્યના પાંચ પ્રકાર બતાવ્યા છે - (૧) દેવદ્રવ્ય, (ચૈત્યદ્રવ્ય), (૨) ગુરુદ્રવ્ય, (૩) જ્ઞાનદ્રવ્ય, (૪) સાધારણ દ્રવ્ય અને (૫) ધર્મદ્રવ્ય.
૦ સાતક્ષેત્રઃ જૈનશાસ્ત્રોમાં ધનનો સદ્વ્યય કરવાના સાત ક્ષેત્રો પણ બતાવ્યા છે –
(૧) શ્રી જિનપ્રતિમા, (૨) શ્રી જિનમંદિર, (૩) શ્રી જિનાગમ, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક અને (૭) શ્રાવિકા.
– સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રની ઉપજ પોતાનાથી ઉપરના ક્ષેત્રમાં જાય, પણ નીચેના ક્ષેત્રમાં તો ન જ જાય, એવો શાસ્ત્રીય નિયમ છે. તેમજ સાતક્ષેત્ર પૈકી કોઈપણ ક્ષેત્રનું દ્રવ્ય સાતક્ષેત્ર બહાર જીવદયા વગેરેમાં ન જાય, તેવો પણ શાસ્ત્રીય નિયમ છે.
– પૂર્વોક્ત સાતક્ષેત્રોમાં સાધુ-સાધ્વીનું અને શ્રાવક-શ્રાવિકાનું એક-એક ક્ષેત્ર ગણાય છે.
– પૂર્વનિર્દિષ્ટ સાતક્ષેત્રો ઉપરાંત બીજા પણ ક્ષેત્રો (ખાતાઓ)
Page #341
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૮૬
વર્તમાનમાં પ્રચલિત છે.
→ વર્તમાનમાં સાધારણ દ્રવ્ય, જિનમંદિર સાધારણ, દેવકું સાધારણ, જિનભક્તિ સાધારણ અને સર્વસાધારણ આવા ખાતા પણ પ્રવર્તમાન છે.
→ જૈનશાસનમાં મુખ્યપણે સાતક્ષેત્રો છે. તે સિવાય પૌષધશાળાઆયંબિલશાળા-પાઠશાળા વગેરે પણ ક્ષેત્રો છે. તે સર્વે ક્ષેત્રોની વ્યાખ્યા, તે તે ક્ષેત્રની આવકનો સ્રોત અને તે તે ક્ષેત્રના દ્રવ્યના સદુપયોગ, આ સર્વેની વિગતો શાસ્ત્ર અને પરંપરાને આધારે હવે જોઈશું.
×××× સાતક્ષેત્રો આદિની દ્રવ્ય વ્યવસ્થા xxx
(૧) જિનપ્રતિમા ક્ષેત્ર : શ્રીજિનપ્રતિમાને ઉદ્દેશીને પ્રતિમાજીના નિર્માણ આદિ માટે કોઈ પણ વ્યક્તિએ ભક્તિથી જે દ્રવ્ય અર્પણ કર્યું હોય તે ‘જિનપ્રતિમા ક્ષેત્રનું દ્રવ્ય' કહેવાય છે.
સદુપયોગ :
(૧) જિનમૂર્તિ ભરાવવા માટે, (૨) જિનમૂર્તિને લેપ કરાવવા માટે (૩) જિનમૂર્તિના ચક્ષુ, ટીકા, તીલક-જડતર આદિની આંગી બનાવવામાં અને (૪) પ્રતિમાજીના રક્ષણ માટેના બધાં જ ખર્ચ માટે વાપરી શકાય છે.
(નોંધ : આ ખાતાનું દ્રવ્ય બીજા કોઈપણ ખાતામાં વાપરી શકાય નહીં. માત્ર પ્રભુપ્રતિમાના કાર્યમાં જ ખરચી શકાય.)
(૨) જિનમંદિર ક્ષેત્રઃ- જિનમંદિર-જિનભક્તિને ઉદ્દેશીને જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય અર્થાત્ જિનભક્તિને ઉદ્દેશીને જિનમંદિરમાં કે અન્ય કોઈપણ સ્થળે ઉછામણી બોલાય, તે ઉછામણીથી પ્રાપ્ત દ્રવ્ય જિનમંદિર ક્ષેત્રનું ગણાય છે અને આ દ્રવ્ય ‘દેવદ્રવ્ય’ જ કહેવાય છે.
આવકઃ
(૧) પરમાત્માના પાંચ (ચ્યવન-જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન-મોક્ષ) કલ્યાણ
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો ? કોને અનુસરીને બોલાતી ઉછામણી. (૨) સ્વપ્ન અવતરણ-દર્શનાદિની ઉછામણી. (૩) અષ્ટપ્રકારી પૂજા વગેરેની ઉછામણી.
(૪) શાંતિસ્નાત્ર-સિદ્ધચક્રપૂજન-પ્રભુપ્રતિષ્ઠા-અંજનશલાકા આદિ મહોત્સવોમાં જિનભક્તિને ઉદ્દેશીને બોલતી ઉછામણીઓ.
(૫) ઉપધાન પ્રવેશના નકરાની રકમ
(૬) ઉપધાન-માળારોપણની ઉછામણી
(૭) તીર્થ-માળારોપણની ઉછામણી
(૮) રથયાત્રાદિ સંબંધી તમામ ઉછામણીઓ
(૯) દેવદ્રવ્યના મકાનો, ખેતરો, બગીચાઓ વગેરેની આવક (૧૦) દેવદ્રવ્યના વ્યાજની આવક
(૧૧) મંદિરમાં પરમાત્મને ભેટ આપેલાં છત્ર-ચામર, ભંડાર વગેરે (૧૨) પરમાત્માને ધરેલા ફળ-નૈવેધ-ચોખા-બદામ વગેરે
(૧૩) આરતી-મંગલદીવાની ઉછામણી અને થાળીમાં મૂકાતા પૈસા (૧૪) પ્રભુસમક્ષ મૂકેલા પરમાત્માના ભંડારમાંથી નીકળતી તમામ
રકમ.
સદુપયોગ ઃ
૨૮૭
(૧) જિનપ્રતિમાજી ભરાવવામાં તથા લેપ કરાવવામાં.
(૨) જિનપ્રતિમાજીનાં આભૂષણો બનાવવામાં.
(૩) સ્નાત્રપૂજા માટે ત્રિગડું વગેરે બનાવવામાં.
(૪) જિનભક્તિ માટે સિંહાસનાદિ ઉપકરણો બનાવવામાં.
(૫) જિનપ્રાસાદ નિર્માણ કરવામાં.
(૬) જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરવામાં.
Page #343
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૮૮
(૭) આક્રમણ સમયે જનમૂર્તિ, જિનમંદિર આદિના રક્ષણમાં.
(૮) આપદ્ધર્મ સમજીને દેવદ્રવ્યની રકમ પરનો ટેક્ષ વગેરે ભ૨વામાં. જો કે, ટેક્ષ લાગે નહીં તે જ રીતે વહીવટદારે વહીવટ કરવો. નોંધ : (૧) જિનભક્તિ માટેના સિંહાસનાદિ ઉપકરણોનો શ્રાવકોએ પોતાની સ્વદ્રવ્યથી લાભ લેવો જોઈએ.
(૨) શ્રીજિનેશ્વર પરમાત્માની ભક્તિ-પૂજા શ્રાવકે સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી જોઈએ. શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય, પંચાશકજી પ્રકરણ, ષોડશક પ્રકરણ, લલિતવિસ્તરા આદિ ગ્રંથકારોએ સ્વવિભવાનુસારી જિનપૂજા કરવાની કહી છે.
(૩) વિ.સં. ૧૯૯૦ના સંમેલનના ઠરાવ અનુસારે જ્યાં શ્રાવકોના ઘર ન હોય, તીર્થભૂમિમાં જ્યાં શ્રાવકોના ઘર ન હોય કે સામર્થ્યવાળા ન હોય અને બીજી વ્યવસ્થા ઊભી કરવાના સંયોગો ન હોય, ત્યારે પ્રતિમા અપૂજ ન રહે તે માટે (જિનમંદિર કર્રવ્ય સ્વરૂપે) અપવાદરૂપે દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરવી. પરંતુ પ્રતિમા અપૂજિત ન રહેવા જોઈએ. તથા એવા અશક્ત સ્થળોએ આવશ્યક પૂજાની સામગ્રી અને પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી અપવાદે આપી શકાય છે. જો કે, આવા સ્થળોએ સુવિહિત મહાપુરુષો ઉપદેશ આપીને સાધારણના ફંડની વ્યવસ્થા કરાવી આપી, તે કાર્યોમાં દેવદ્રવ્યનો ઉપયોગ ન થાય, તેની તકેદારી તે તે અશક્ત સ્થળોના વહીવટદારો પાસે રખાવતા હોય છે અને આ જ પરંપરા યથાયોગ્ય છે. ભવિષ્યમાં પણ તે રીતે થાય એ જ ઇષ્ટ છે, જેથી પરમપવિત્ર દેવદ્રવ્યની રક્ષા-વૃદ્ધિનું કાર્ય વેગવંતુ બને. (૪) તેવા પ્રકારના અશક્ત સ્થળોએ પૂજારી શ્રાવક (જૈન) હોય તો, તેને પગાર સાધારણ ખાતામાંથી આપવો જોઈએ. જૈનને દેવદ્રવ્યનો એકપણ પૈસો અપાય નહીં. લેનાર અને આપનાર બંને પાપના ભાગી બને છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૨૮૯ (પ) જિનમંદિરનો જીર્ણોદ્ધાર-નિર્માણના કાર્યમાં વેતનથી વ્યવસ્થાપક
તરીકે રાખેલા જૈન શ્રાવકને દેવદ્રવ્યમાંથી પૈસા આપી શકાય
નહીં. (૬) જિનમંદિરનો જીર્ણોદ્ધાર-નિર્માણના કાર્યમાં માર્બલ-પત્થર આદિ
કોઈપણ ચીજની ખરીદી માટે દેવદ્રવ્યમાંથી જૈન વ્યક્તિને પૈસા આપી શકાય નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, કોઈક કારણસર જૈન પાસેથી દેરાસર સંબંધી કોઈપણ પ્રકારની સામગ્રી લેવી પડે તો જૈન જરા પણ નફો લે નહીં. કદાચ જૈન નફો માગે તો માલ લેનાર સર્વસાધારણ ખાતામાંથી આપે. જેથી જૈન દેવદ્રવ્યના ભક્ષણનો દોષિત બને નહીં. દેરાસરના પૂજારી કે અન્ય કામો કરવા રાખેલા માણસો પાસે
ટ્રસ્ટીઓ કે અન્ય શ્રાવકોએ પોતાનું કાર્ય કરાવાય નહીં. (૮) સેનપ્રશ્ન અને દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં કહ્યું છે કે, શ્રાવકોએ દેવદ્રવ્ય
વ્યાજે રાખવું યોગ્ય નથી. કારણ કે, નિઃશૂકપણું થઈ જાય, માટે વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહીં. જો અલ્પ પણ દેવદ્રવ્યનો ભોગ થઈ જાય તો સંકાશ શ્રાવકની પેઠે ભવિષ્યકાળમાં અત્યંત દુષ્ટવિપાકો પામે છે. બેંકમાં મૂકેલી દેવદ્રવ્યની ફીક્સ ડીપોઝીટની ક્રેડીટ ઉપર શ્રાવક (ટ્રસ્ટી) પોતાના વ્યાપારાદિના કાર્ય માટે લોન લે તો તે ભયંકર દોષરૂપ છે. દેવદ્રવ્યના દુરુપયોગનું મોટું પાપ લાગે છે. તેથી
ટ્રસ્ટીઓએ તે સંબંધી બરાબર કાળજી રાખવી. (૧૦) જિનપ્રતિમા અને જિનમંદિર : આ બંને ક્ષેત્રોનું દ્રવ્ય “દેવદ્રવ્ય
હોવાથી નીચેના કોઈપણ ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ જ ન શકે. (૧૧) ગૃહમંદિર ઃ ગૃહજિનમંદિરના ભંડારની આવક અને ત્યાં પ્રભુ
સમક્ષ ધરાવાતાં અક્ષત-ફળ-નૈવેદ્યને વેચવાથી પ્રાપ્ત થયેલી રકમ
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્યમાં જાય છે. પરંતુ તે દેવદ્રવ્યની રકમ શ્રાવક પોતાના ગૃહમંદિરના કોઈપણ કાર્યમાં ઉપયોગ કરી શકતો નથી. જે પૂર્વનિર્દિષ્ટ દેવદ્રવ્યની રકમ છે, તેને શ્રીસંઘના મંદિરમાં દેવદ્રવ્ય ખાતે જમા કરાવવી અથવા અન્ય કોઈ જિનમંદિરનો જીર્ણોદ્ધાર થતો હોય ત્યાં આપી દેવી જોઈએ અને આપતી વખતે જણાવવું જરૂરી છે કે, આ ગૃહમંદિરના ભંડારની (દેવદ્રવ્યની) આવક છે જેથી મુધાજનપ્રશંસાનો દોષ ન લાગે.
તદુપરાંત, શ્રાવકે પોતાના ગૃહમંદિરના જીર્ણોદ્ધાર આદિ કાર્યો સ્વદ્રવ્યથી જ કરવા જોઈએ. પરંતુ પૂર્વનિર્દિષ્ટ ગૃહમંદિરના દેવદ્રવ્યમાંથી તે કાર્યો કરી શકાય નહીં.
(૧૨) નિર્માલ્ય દ્રવ્ય :
(i) પ્રભુજીની આંગીનો ઉતારો, બાદલું, વરખ વગેરેને વેચીને પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ પ્રભુના આભૂષણો બનાવવામાં, પ્રતિમાજીના ચક્ષુ-ટીકા બનાવવામાં, લેપ-ઓપ કરાવવામાં કરી શકાય છે. એમાંથી જિનમંદિર જીર્ણોદ્ધાર - નવનિર્માણ પણ કરી શકાય છે.
(ii) પ્રભુની સન્મુખ ધરેલાં ચોખા-નૈવેદ્ય-ફળ-બદામ વગેરે દ્રવ્યોને સુયોગ્ય કિંમતે અજૈન વ્યક્તિઓને વેચીને તેનાથી પ્રાપ્ત રકમનો ઉપયોગ જિનમંદિર જીર્ણોદ્વાર-નવનિર્માણમાં કરી શકાય છે.
(iii) બદામ વગેરે દ્રવ્યો એકવાર પ્રભુને ચઢાવ્યા બાદ ફરીથી એ દ્રવ્યોને ખરીદીને પ્રભુને ચઢાવવા કોઈપણ રીતે યોગ્ય નથી.
(૩) જિનાગમ ક્ષેત્ર-જ્ઞાનદ્રવ્ય ઃ
→ જ્ઞાનની ભક્તિ-પૂજા નિમિત્તે અર્પણ કરેલા દ્રવ્યને જ્ઞાનદ્રવ્ય કહેવાય.
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો ?
આવક :
(૧) જ્ઞાનભંડારની આવક, (૨) આગમગ્રંથો કે અન્ય શાસ્ત્રોની પૂજાનું દ્રવ્ય, (૩) આગમગ્રંથો વગેરેની વાસક્ષેપથી પુજા કરવાની બોલીઓની ૨કમ, (૪) જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા કરવાની બોલીની રકમ, (૫) સંવત્સરી આદિ દિવસોએ પ્રતિક્રમણના સૂત્રો બોલવાની અને સકલ સંઘને ‘મિચ્છામિ દુક્કડમ્’ દેવાની બોલીની રકમ, (૬) કોઈપણ ગ્રંથ ગુરુ ભગવંતને વહોરાવવા વગેરેની બોલીની આવક, (૭) ગ્રંથો ઉપર ચઢાવેલા રૂપિયા, આ સર્વે જ્ઞાનદ્રવ્યમાં ગણાય છે.
૨૯૧
તદુપરાંત, મુમુક્ષુને દીક્ષા સમયે પુસ્તક-સાપડો અને નવકારવાળી અર્પણ કરવાના તેમજ આચાર્યાદિ પદ-પ્રદાનાદિ સમયે પૂજ્યોને પટનવકારવાળી-મંત્ર પટ અર્પણ કરવાના ચડાવાની રકમ જ્ઞાનદ્રવ્ય ગણાય છે. જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકોના વેચાણની આવક જ્ઞાનખાતામાં જમા કરવી જોઈએ.
-
૪૫ આગમ કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથનો જ વરઘોડો હોય, કે જેમાં ભગવાન ન હોય, તેવા વરઘોડાના ચડાવાની તમામ ઉપજ જ્ઞાનખાતે જમા કરવી જોઈએ. પરંતુ એ વરઘોડાનો ખર્ચ એ ઉપજમાંથી બાદ કરાય નહિ. એ ખર્ચ વૈયક્તિક કે સાધારણદ્રવ્યમાંથી જ કરવો જોઈએ. → જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ :
(૧) જ્ઞાનપાંચમના દિવસે જ્ઞાન સન્મુખ ચડાવેલ પોથી, કવર, પેનપેન્સિલ, ઘોડાવજ વગેરે સામગ્રીનો ઉપયોગ જ્ઞાનભંડાર માટે કરી શકાય છે. પુસ્તકો અને જ્ઞાન સંબંધી સાધનોનો ઉપયોગ પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ તેનો ઉપયોગ કરી ન શકે.
(૨) જ્ઞાનદ્રવ્યની રકમમાંથી પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવનાર જૈનેતર પંડિતને પગાર આપી શકાય છે.
(૩) પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણવા માટે યોગ્ય પુસ્તકો
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ખરીદ કરી શકાય છે.
(૪) ગુરુ ભગવંતના માર્ગદર્શનથી જ્ઞાનભંડાર માટે ધાર્મિક-સાહિત્યિક પુસ્તકો ખરીદી શકાય છે.
(૫) પ્રાચીન, ધાર્મિક આગમાદિ શાસ્ત્રો લખાવવા, છપાવવા માટે અને તેની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓ લાવવા માટે આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે.
(૬) જ્ઞાનભંડાર-જ્ઞાનમંદિર શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ બનાવવા જોઈએ. પ્રાચીન જ્ઞાનની સુરક્ષા માટે જરૂર પડે તો જ્ઞાનદ્રવ્યમાંથી બનાવી શકાય. પરંતુ જ્ઞાનદ્રવ્યમાંથી બનેલા જ્ઞાનમંદિર-જ્ઞાનભંડારમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંઘ રહી શકતો નથી. એમાં રાત્રિ રોકાણ કરી શયન કરી ન શકાય. સાધુ-સાધ્વીજી ભગવંતો પણ તેમાં ગોચરીપાણી કરી શકતા નથી.
(૭) જ્ઞાનભંડારમાં પુસ્તકો રાખવા કબાટ ખરીદી શકાય છે. પણ તે કબાટ ઉપર “જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદેલ કબાટ' આવું સ્પષ્ટ લખવું જોઈએ.
(૫) જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદેલા કબાટમાં જ્ઞાન સંબંધી પુસ્તકો કે સામગ્રી જ રાખી શકાય. સાધુ-સાધ્વીજી ભગવંતોનો સમાન, શ્રાવકશ્રાવિકાને યોગ્ય પૌષધના ઉપકરણ અને ઉપાશ્રયની સામગ્રી રાખી ન શકાય.
(૬) જ્ઞાનભંડારને સંભાળવા માટે રાખેલ જૈનેતર ગ્રંથપાલને પગાર આપી શકાય.
(૭) ધાર્મિક પાઠશાળામાં વિદ્યાર્થી માટે જરૂરી પાંચ પ્રતિક્રમણ આદિના પુસ્તકો જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદી ન શકાય. પાઠશાળાના જૈનજૈનેતર કોઈ પણ પંડિતને પગાર ન આપી શકાય.
(૭) ટૂંકમાં શ્રાવકોની પાઠશાળા સંબંધી કોઈ પણ ખર્ચો જ્ઞાનદ્રવ્યમાંથી
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો ?
-
૨૯૩
કરી શકાય નહિ.
(૯) જ્ઞાનદ્રવ્યનો અને જ્ઞાનભંડાર-જ્ઞાનમંદિરોનો ઉપયોગ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ વગેરે વ્યવહારિક શિક્ષણના કાર્યમાં કરી શકાય નહિ. (૧૦) જ્ઞાનભંડારના પુસ્તકોનો જો શ્રાવક-શ્રાવિકા ઉપયોગ કરે તો એનો સુયોગ્ય નકરો જ્ઞાનખાતામાં જમા કરવો જોઈએ.
(૧૧) જ્ઞાનાભ્યાસ સિવાય બીજા એક પણ કાર્યમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પણ આ દ્રવ્યનો ઉપયોગ ન કરી શકે. કારણ કે, દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય પણ ઉપરના ક્ષેત્રનું પવિત્ર દ્રવ્ય છે.
(૧૨) ઉપરોક્ત કોઈ પણ કાર્ય માટે મજૂરી પેટે જૈનપંડિતને, જૈન પુસ્તક વિક્રેતાઓને, જૈન ગ્રંથપાલને અથવા કોઈ પણ જૈન વ્યક્તિને જ્ઞાનદ્રવ્યમાંથી ૨કમ આપી શકાય નહિ. જૈનને શ્રાવકોનું વ્યક્તિગત દ્રવ્ય કે સાધારણ દ્રવ્ય આપી શકાય.
→ ધાર્મિક પાઠશાળા-ધાર્મિક શિક્ષણ ખાતું
– આ ખાતું સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની જ્ઞાનભક્તિ માટેનું ખાતું છે. શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ધાર્મિક અધ્યયન-અધ્યાપન માટે જે સ્વદ્રવ્ય અર્પણ કર્યું હોય તે આ ખાતામાં આવે છે.
♦ સદુપયોગ ઃ
(૧) આ દ્રવ્યમાંથી પાઠશાળાના જૈન-જૈનેતર શિક્ષક-પંડિતને પગાર આપી શકાય છે. આ પાઠશાળા અને તેના પંડિત-શિક્ષકનો લાભ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચારે ય પ્રકારનો સંઘ લઈ શકે છે.
(૨) પાઠશાળામાં ઉપયોગી ધાર્મિક પુસ્તકો અને પાઠશાળાના બાળકો આદિ માટે ઈનામ અને પ્રોત્સાહન યોજનાઓમાં આ ૨કમનો ઉપયોગ કરી શકાય છે.
(૩) વ્યવહારિક સ્કૂલ-કૉલેજના અભ્યાસ માટે આ દ્રવ્યનો ઉપયોગ ક્યારેય થઈ શકતો નથી.
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૪) ધાર્મિક પાઠશાળાનું મકાન કે જમીન વ્યવહારિક શિક્ષણ માટે કે સાંસારિક કાર્ય માટે આપી શકાય નહિ.
(૫) પાઠશાળા ઉદ્ઘાટનની બોલીની ઉપજ પાઠશાળા સંબંધી કોઈપણ કાર્યમાં વાપરી શકાય છે.
૪-૫ સાધુ-સાધ્વી ક્ષેત્રઃ ૦ આવક:
(૧) દાનવીરો પાસેથી પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ માટે (વયાવચ્ચ માટે) જે દ્રવ્ય પ્રાપ્ત થયું હોય તે આ ખાતામાં ગણાય છે. . (૨) દીક્ષાર્થી ભાઈઓ-બહેનોની દીક્ષામાં દીક્ષાર્થીને અર્પણ કરવા માટે ચારિત્રના ઉપકરણોની બોલી બોલાય છે. તેમાંથી ૧. પુસ્તક (પોથી), ૨. નવકારવાળી, ૩. સાપડાને અર્પણ કરવાની બોલી જ્ઞાનખાતામાં લઈ જવાય છે. બાકીના બધાં ઉપકરણોને અર્પણ કરવાની બોલીઓ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતામાં જમા કરવામાં આવે છે.
(૩) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો લાભ શ્રાવકે સ્વદ્રવ્યથી જ લેવો જોઈએ. જેથી ગુરુભક્તિનો લાભ પોતાને મળે. સદુપયોગ
(૧) આ દ્રવ્ય પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની સંયમ-શુશ્રુષા અને વિહારની અનુકૂળતા માટે વાપરી શકાય છે.
(૨) પૂ. સાધુ-સાધ્વીજી માટે દવા તેમજ જૈનેતર ડૉક્ટર-વૈદ્ય વગેરેની ફી ચૂકવવા માટે કામમાં લઈ શકાય છે.
(૩) પૂ. સાધુ-સાધ્વીજીની સેવા માટે વિહારમાં રાખેલ જૈનેતર વ્યક્તિઓના પગાર પણ આપી શકાય છે.
(૪) જૈન ડૉક્ટર-વૈદ્ય અને કોઈ પણ જૈન વ્યક્તિને આ રકમ આપી શકાય નહિ.
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૨૯૫ (૫) પૂ. સાધુ-સાધ્વીજીની ભક્તિ માટે કોઈએ વ્યક્તિગત રકમ આપી હોય તો તે રકમ વૈયાવચ્ચના દરેક કાર્યમાં વાપરી શકાય. આ રકમ જૈન ડૉક્ટર આદિને ફી-પગાર તરીકે પણ આપી શકાય.
(૬) સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી ઉપાશ્રય કે વિહારધામ બનાવી ન શકાય. તે જ પ્રમાણે તે મકાનોનું સમારકામ પણ આ દ્રવ્યમાંથી ન કરી શકાય. ઉપાશ્રય-વિહારધામમાં રાખેલા કાર્યકર માણસોને પગાર પણ ન આપી શકાય.
(૭) વિહારના સ્થાનોમાં ખાવા-પીવાની કે ગોચરી-પાણી માટે વૈયાવચ્ચનું દ્રવ્ય ઉપયોગમાં લઈ શકાય નહિ. કારણ કે, વિહારના સ્થાનોમાં રસોઈ બનાવવા વગેરે કાર્ય માટે જૈન પરિવાર હોય તો તેને પણ રહેવાનું, ખાવાનું, પીવાનું ત્યાં જ હોય છે. તેથી તેને આ દ્રવ્યના ભોગવટા-ભક્ષણનો દોષ લાગે. વૈયાવચ્ચ ખાતાનું દ્રવ્ય સાધુ-સાધ્વીજીના ગોચરીમાં વાપરવું યોગ્ય નથી.
(૮) પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની સાથે મુમુક્ષુ-દીક્ષાર્થી શ્રાવક હોય અથવા એમને વંદન કરવા આવેલા શ્રાવક-શ્રાવિકાઓને ત્યાં રહેવાનોખાવાનો, પીવાનો અવસર પણ આવે. તેથી આ ઉપજ ત્યાં ન વપરાય..
(૯) પૂ.સાધુ-સાધ્વીજીઓ પાસે કામ કરવા માટે જૈન શ્રાવક હોય તો તેમને પણ રહેવા આદિનો અવસર આવે. આથી વિહારાદિના સ્થાનોમાં ઉદારશીલ શ્રાવકો દ્વારા ભક્તિ માટે જે દ્રવ્ય અર્પણ કરાયું હોય એનો જ ઉપયોગ કરવો.
૬-૭ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર:
ઉદારતા સંપન્ન શ્રાવકોએ ભક્તિભાવથી જે દ્રવ્ય આપ્યું હોય, તે જ પ્રમાણે સાધર્મિક ભક્તિ માટે ફંડ કરવામાં આવ્યું હોય, તે દ્રવ્ય શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં જાય.
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સદુપયોગઃ
(૧) આ દ્રવ્યનો ઉપયોગ અત્યંત જરૂરિયાતવાળા સાધર્મિક શ્રાવકશ્રાવિકાઓને ધર્મમાં સ્થિર કરવા માટે થઈ શકે છે. તેમજ આપત્તિના સમયમાં તેમને દરેક પ્રકારની યોગ્ય સહાય કરવા માટે થઈ શકે છે.
(૨) શ્રીસંઘમાં પ્રભાવના અથવા સાધર્મિક વાત્સલ્ય આ દ્રવ્યથી કયારેય ન કરી શકાય.
(૩) આ ધાર્મિક પવિત્ર દ્રવ્ય છે. તેથી ધર્માદા (ચેરિટી) સામાન્ય જનતા, યાચક, દીનદુઃખી, રાહતફંડ અથવા અન્ય કોઈ માનવીય અને પશુની દયા-અનુકંપાના કાર્યોમાં આ દ્રવ્ય ક્યાંય વપરાય નહિ.
૮. ગુરુદ્રવ્યઃ
(૧) પાંચ મહાવ્રતને ધરનારા, સંયમી, ત્યાગી મહાપુરુષોની આગળ ગહુલી (ચોખાનો સાથીયો વગેરે રચના) કરી હોય અથવા ગુરુની સોનાચાંદી વગેરેના સિક્કા આદિ દ્રવ્યોથી પૂજા કરી હોય, ગુરુપૂજનનો ચડાવો બોલાવ્યો હોય, તો તે દરેક દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવું જોઈએ. આવું દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવ્યું છે.
(૨) ગુરુ પ્રવેશ મહોત્સવમાં સાંબેલા, હાથી, ઘોડા આદિની જે બોલી, ગુરુ મહારાજને કામળી આદિ ચારિત્રોપકરણ વહોરાવવાની બોલી, ગુરુપૂજનના ભંડારમાંથી ઉત્પન્ન દ્રવ્ય, તેમજ નૂતન દીક્ષિતને કરેમિ ભંતે’ ઉચ્ચરાવ્યા બાદની અવસ્થાની તમામ બોલીઓ. દા.ત. નૂતન દીક્ષિતના નામ જાહેર કરવાની બોલી ગુરુદ્રવ્ય કહેવાય છે.
(૩) આ દ્રવ્ય ભોગાઈ – ભોગ યોગ્ય ન હોવાથી ગુરુમહારાજ (સાધુ-સાધ્વીજી)ના કોઈ પણ કાર્યમાં ઉપયોગમાં ન લઈ શકાય. પરંતુ ‘દ્રવ્ય-સપ્તતિકા'ના પાઠને અનુસારે ગુરુમહારાજથી ઊંચા સ્થાનરૂપ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ ઉપયોગ કરી શકાય.
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૨૯૭ (૪) આ દ્રવ્ય પરમાત્માની અંગપૂજામાં ક્યાંય પણ ઉપયોગમાં ન આવે.
(૫) જે સાધુપણાના આચારથી રહિત હોય, જેને શાસ્ત્રોમાં દ્રવ્યલિંગી કહ્યાં છે, એવા વેશધારી સાધુ દ્વારા ભેગું કરેલું ધન અત્યંત અશુદ્ધ હોવાથી એને અભયદાન-જીવદયામાં જ વાપરી શકાય. જિનમંદિર-જીર્ણોદ્ધારમાં ક્યાંય ન વાપરી શકાય. • ગુરુપૂજન વગેરેનું દ્રવ્ય - ગુરુદ્રવ્યઃ
ધર્મસંગ્રહ-દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોને આધારે ગુરુદ્રવ્ય બે પ્રકારનું
છે.
૧. ભોગાઈ ગુરુદ્રવ્યઃ ગુરૂના ભોગ-ઉપભોગ (ઉપયોગ)માં આવી શકે એવું દ્રવ્ય એમને વહોરાવવું તે. દા.ત. આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, કામળી વગેરે.
૨. પૂજાઈ ગુરુદ્રવ્યઃ ગુરુની અંગપૂજા, અગ્રપૂજાના સ્વરૂપે જે સુવર્ણ આદિ દ્રવ્ય અર્પણ કરાય છે, તેને પૂજાઈ ગુરુદ્રવ્ય કહેવાય. ઉદા. સોનાની ગીની, ચાંદીની ગીની મૂકીને ગુરુપૂજન કરવું, રૂપિયા અને સિક્કા મૂકીને ગુરુપૂજન વગેરે.
» ભોગાઈ ગુરુદ્રવ્યનો ઉપયોગ ગુરુ સ્વયં કરી શકે છે. પૂજાઈ ગુરુદ્રવ્ય ગુરુના ઉપયોગમાં કયાંય વાપરી ન શકાય. આથી દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠને અનુસારે એ દ્રવ્યને ગુરુ કરતાં ઉંચા સ્થાનમાં એટલે જિનમંદિરના જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં લઈ જવાય છે. યાદ રાખવું કે - દ્રવ્યસપ્તતિકામાં ગુરુદ્રવ્યથી ઉપરનું ખાતું દેવદ્રવ્યનું જ છે. આથી ગુરુપૂજનમાં આવેલી બધી રકમ જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં જ વાપરવી જોઈએ.
> ગુરુભગવંતને કામની વહોરાવવાની બોલી બોલાય છે. એમાં કામળી ભોગા દ્રવ્ય હોવાથી તે કામળી ગુરુ વાપરી શકે છે, પરંતુ ભક્તિસ્વરૂપે બોલાયેલી એની બોલીની રકમ ધન સ્વરૂપ હોવાથી તે
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પૂજાઈ જ મનાય છે. તેથી તે પણ ગુરુપૂજનની રાશિની જેમ જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં જ જાય છે. આ ધ્યાનમાં રાખવું.
– ગુરુપૂજનની રાશિ જિનેશ્વરની કેસર વગેરે અંગપૂજામાં તથા મુકુટ-અલંકાર વગેરે આભરણ પૂજામાં વાપરવી નહિ. કારણ કે, એ દ્રવ્ય ગુરુના ચરણોમાં મૂકેલ છે. ચડાવા રકમ
કયા ખાતામાં? - ગુરુપૂજનની રકમ..
પૂજાઈ ગુરુદ્રવ્ય, દેવદ્રવ્ય - ગુરુપૂજન સમયે સમર્પિત કરેલું પૂજાદ્રવ્ય... પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય. - ગુરુભગવંતને કામની વહોરાવવાની રકમ... પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય - ગુરુમહારાજની સમક્ષ કરેલું ગફૂલીદ્રવ્ય.. પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય - ગુરુમહારાજના પ્રવેશ-સ્વાગત સમયે
વાહન-હાથી-ઘોડા વગેરેના ચડાવાની રકમ. પૂજાઈ ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય - ગુરુમહારાજના પ્રવેશ મહોત્સવના પૂજા ગુરુદ્રવ્ય-દેવદ્રવ્ય ચડાવાની રકમ...
– ગુરુમહારાજના પ્રવેશ કે વ્યાખ્યાન પ્રસંગે હીરા-માણેક, મોતી વગેરે કિંમતી દ્રવ્યોથી ગફૂલી કરી હોય તો તે દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરાવવું. એ જ ગફૂલી જો બીજીવાર વાપરવી હોય તો એ સમયે એની જેટલી કિંમત હોય તેટલી દેવદ્રવ્યમાં જમા કરાવવી. અથવા સંઘે નકરો રાખ્યો હોય તો તે નકરો ભરીને ઉપયોગ કરી શકે.
– ગુરુ ભગવંતના પ્રવેશોત્સવની બોલીમાંથી પ્રવેશોત્સવનો કોઈ પણ ખર્ચે બાદ કરી શકાય નહિ. બોલીની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. જ્યારે પ્રવેશોત્સવનો ખર્ચો વ્યક્તિગત કે સાધારણ ખાતામાંથી કરવો જોઈએ.
– ગુરુપૂજન અને કામની વહોરાવવા આદિ ઉપરોક્ત બધા ચડાવાનું
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૯૯
પ્રકરણ - ૧૧ઃ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો? ગુરુદ્રવ્ય “સાધુ-સાધ્વી વૈયાવચ્ચના કોઈપણ કાર્યમાં વાપરી શકાય નહિ.
– આચાર્ય વગેરે પદપ્રદાન પ્રસંગે જે આસન વહોરાવવાની, સ્થાપનાચાર્ય વહોરાવવાની, મંત્રપટ-મંત્રાક્ષરપોથી વહોરાવવાની, ગુરુપૂજનની, કામની વહોરાવવાની અને નૂતન નામ જાહેર કરવાની બોલી બોલાય છે, તેની આવક દેવદ્રવ્યમાં (જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં) જાય છે અને નવકારવાળી વહોરાવવાની બોલીની રકમ જ્ઞાનખાતામાં જાય છે.
પૂ.સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી તેઓશ્રીના પાર્થિવદેહના અગ્નિ
સંસ્કાર-અંતિમ યાત્રા નિમિત્તે ચડાવા – પૂ. સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી અંતિમયાત્રા-અંતિમ સંસ્કાર નિમિત્તે બોલાયેલી દરેક બોલીની રકમ .
૧. સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવ દેહનું વિલેપન-બરાસ-ચંદન પૂજાનો. ૨. સ્વર્ગસ્થ પૂજયના પાર્થિવ દેહની વાસક્ષેપ પૂજાનો. ૩. સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવદેહને પાલખીમાં પધરાવવાનો. ૪. સ્વર્ગસ્થ પૂજ્યની પાલખીને ખભો આપવાનો.
૧. આગળ જમણી બાજુ, ૨. આગળ ડાબી બાજુ, ૩. પાછળ જમણી બાજુ અને ૪. પાછળ ડાબી બાજુ
૫. આગળ દોણી લઈને ચાલવાનો. ૬. ચાર ધૂપદાની અને ચાર દીપક લઈને ચાલવાનો. ૭. પાલખી ઉપરની લોટી (કળશ) લઈ જવાનો. ૧. મુખ્ય લોટી, ૨. બાકીના ચાર અથવા આઠ ૮. પાલખી સમયે ધર્મપ્રભાવક અનુકંપા દાન આપવાનો. ૯. પૂજ્યના શરીરને અગ્નિદાહ આપવાનો.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૦૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૦ સદુપયોગ
૧. જિનમંદિરના જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવી જોઈએ.
૨. ગુરુભગવંતની પ્રતિમા, પાદુકા અને ગુરુમંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર વગેરેમાં,
૩. ગુરુભગવંતના સંયમજીવનની અનુમોદના માટે જિનભક્તિ મહોત્સવમાં (સ્વામી વાત્સલ્ય-પ્રભાવના સિવાય) વાપરી શકાય છે.
– જૈન સંગીતકાર અને જૈન વિધિકાર વગેરેને આ રકમ આપી શકાય નહિ.
- કોઈપણ સંયોગમાં આ રાશિ જીવદયામાં વાપરી શકાય નહિ. - આ પ્રસંગે જીવદયા માટે જુદી ટીપ (ફંડ) કરી શકાય.
અગ્નિસંસ્કાર વગેરેની બોલીની રકમમાંથી જો ગુરુમંદિર માટે જમીન ખરીદી હોય અથવા ત્યાં ગુરુમંદિર બનાવ્યું હોય તો તે સ્થાનમાં પૂ. સાધુ-સાધ્વીજી કે શ્રાવક-શ્રાવિકાઓ રોકાણ તેમજ સંથારો કરી શકતા નથી. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો ત્યાં ગોચરી-પાણી પણ વાપરી શકે નહિ.
૯. જિનમંદિર સાધારણઃ
શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને જિનમંદિરને સુવ્યવસ્થિત ચલાવવા માટે પ્રાપ્ત થયેલું દ્રવ્ય જિનમંદિર સાધારણ દ્રવ્ય કહેવાય છે.
- જિનમંદિર સાધારણ માટે કરેલું ફંડ, કાયમી તિથિ, ઉપરોક્ત હેતુથી કોઈ ભક્ત દ્વારા અપાયેલા મકાન વગેરેના ભાડાની આવક તથા જિનમંદિર સાધારણના ભંડારમાંથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય, આ જિનમંદિર-સાધારણ ખાતામાં જમા કરવામાં આવે છે. સદુપયોગ:
(૧) આ ખાતાની રકમમાંથી પરમાત્માની ભક્તિ માટે દરેક પ્રકારની
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૦૧
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો? દ્રવ્ય-સામગ્રી લાવી શકાય છે. ઉદાહરણ તરીકે :
૧. કેશર, ૨. ચંદન, પુષ્પ, ફૂલદાની, ૩. બરાસ-કપૂર, ૪. પ્રક્ષાલ માટે દૂધ, ૫. પ્રક્ષાલ માટે પાણી, ૬. ધૂપબત્તી, ૭. દીપક માટે ઘી, ૮. ફાનસ, ૯. દીપકના ગ્લાસ, ૧૦. દીપક માટે સ્ટેન્ડ, ૧૧. રૂની વાટ, ૧૨. વાળાકૂંચી, ૧૩. મોરપીંછી-પૂંજણી, ૧૪. અંગલૂછણાનું કપડું, ૧૫. પાટલૂંછણા, ૧૬. ધૂપદાની, ૧૭. ચામર, ૧૮. દર્પણ, ૧૯. ઝાલરડંકા, ૨૦. પૂજાની થાળીવાડકી, ૨૧. કળશ, તાંબાની કૂંડી, ૨૨. આરતીમંગળદીવો, ૨૩. જિનમંદિરમાં જરૂરી સાબુ, ૨૪. કેસર ઘસવાનો પથ્થર, ૨૫. શિખરની ધજા, ૨૬. નાડાછડી, ૨૭. અત્તર, વરખ, બાદલું, ૨૮. આંગીનો સમાન.
(૨) આ દ્રવ્યમાંથી પૂજારીને પગાર અને પૂજારીને પૂજા કરવા માટે કપડા ખરીદીને આપી શકાય છે.
(૩) ભંડાર, સિંહાસન, દીપક માટે કાચની હાંડી વગેરે લાવી શકાય છે.
(૪) દેરાસરના વાસણોને સાફ કરનાર માણસનો પગાર, દેરાસરની દેખરેખ કરનાર માણસોનો પગાર વગેરે આપી શકાય છે.
(૫) વાસક્ષેપ અને કાજો કાઢવા માટે સાવરણી : આવી દેરાસરના ઉપયોગમાં આવનારી વસ્તુઓ સાધારણ ખાતામાંથી ખરીદવી.
(૬) જિનમંદિર સાધારણનો ભંડાર દેરાસરની અંદરના ભાગમાં રાખી ન શકાય. એને દેરાસરની બહાર કોઈક સુરક્ષિત જગ્યાએ યોગ્ય સ્થાનમાં જ રાખવો જોઈએ. કેસર-સુખડ ઘસવાની રૂમમાં રાખી શકાય.
(૭) જિનમંદિરના વહીવટ માટે દર વર્ષે બાર મહિનાની બાર અથવા પંદર દિવસની એક એમ ૨૪ બોલીઓ બોલવાનું આયોજન કરવામાં આવે તો તેની ઉપજમાંથી કેસર-ચંદન વગેરેના ખર્ચા અને પૂજારીના પગાર વગેરે ખર્ચા કરી શકાય.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૮) શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનમંદિરના કાર્ય સિવાયના શ્રીસંઘની પેઢીના માણસ તથા ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ખાતા આદિ સ્થાનોમાં કચરો કાઢનાર માણસના પગાર વગેરે કોઈ પણ કાર્યમાં જિનમંદિર સાધારણદ્રવ્યનો ઉપયોગ ન કરી શકાય. ખાસ ધ્યાનમાં રાખવાની વાતોઃ
– નીચે બતાવેલ ખર્ચાઓ જિનમંદિર સાધારણ ખાતામાંથી ન થઈ શકે. એને સાધારણ ખાતામાંથી જ કરવા જોઈએ.
૧. સંઘની પેઢીના વહીવટના ખર્ચા. ૨. સ્ટેશનરી, પોસ્ટેજ, ટેલીફોન, પાણી વગેરેના ખર્ચા. ૩. દેરાસરની બહાર દર્શનાર્થી માટે પાણીની વ્યવસ્થાનો ખર્ચો. ૪. પગ લૂંછણીયા, કારપેટ વગેરેના ખર્ચા. ૫. સૂચના લખવા બ્લેક બોર્ડ, ચોક, કપડાદિના બેનર. ૬. સાલગીરીના દિવસે ધજા માટે પાલખ બાંધવાના. ૭. ધાર્મિક કાર્યો માટેના મંડપ વગેરેના ખર્ચા. ૮. સ્નાત્રપૂજા વગેરેના પુસ્તકો-સાપડા વગેરેના ખર્ચા.
૧૦. સાધારણ દ્રવ્યઃ
શ્રી સંઘની પેઢીમાં, તીર્થની પેઢીમાં સાધારણ ખાતામાં ઉદાર શ્રાવકો દ્વારા જે દાન પ્રાપ્ત થાય છે અને સાધારણ ખાતા માટે નિર્ધારિત કરેલી કાયમી તિથિઓની રકમ પ્રાપ્ત થાય તે, આ ખાતામાં જમા થાય છે.
ચડાવા બોલવાથી પણ સાધારણ દ્રવ્યની આવક થાય છે. ઉદાહરણઃ
– સંઘપતિ, દાનવીર, તપસ્વી શ્રાવક, બ્રહ્મચારી, દીક્ષાર્થી, મુમુક્ષુ ભાઈ-બહેનોને તિલક-હાર-શ્રીફળ, શાલ, ચૂંદડી-સન્માન પત્ર વગેરે અર્પણ કરવાના ચડાવાનું દ્રવ્ય.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૦૩
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
– દીક્ષાવિધિ પૂર્વે દીક્ષાર્થીને અંતિમ વિદાય તિલકનો અથવા અંતિમ પ્રયાણ તિલક કરવાના ચડાવાની આવક.
– અંજન શલાકા-પ્રતિષ્ઠા વગેરે ધાર્મિક પ્રસંગે બોલવામાં આવતા ચડાવાઓના સમયે સંઘને પધરાવવા માટે જાજમ પાથરવાના ચડાવાની આવક.
- શ્રીસંઘના મુનિમજી કે મહેતાજી બનવાની બોલી.
– સંઘજમણનો લાભ લેનારનું સન્માન કરવાની બોલી અને જન્મવાંચનના દિવસે સંઘનું સન્માન કરવાની બોલી.
આ સિવાય શાસ્ત્રથી અબાધિત ઉપાયો દ્વારા પ્રાપ્ત થતું દ્રવ્ય તે સાધારણ ખાતાનું દ્રવ્ય કહેવાય છે. સદુપયોગ:
(૧) જિનમંદિર, ઉપાશ્રય, સંઘ-તીર્થની પેઢી સંબંધી દરેક કાર્યોમાં ઉપયોગ કરી શકાય છે. સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આવશ્યકતા મુજબ ખર્ચ કરી શકાય છે.
(૨) આ દ્રવ્યનો ઉપયોગ ટ્રસ્ટી, વ્યવસ્થાપક કે અન્ય કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યમાં કરી શકતો નથી.
(૩) આપત્તિમાં રહેલા શ્રાવક-શ્રાવિકાના ઉદ્ધાર માટે ધર્મમાં સ્થિર કરવાના લક્ષથી આ દ્રવ્ય શ્રીસંઘ આપી શકે છે.
(૪) સાધારણ ખાતાનું આ દ્રવ્ય ધાર્મિક (Religius) પવિત્ર દ્રવ્ય છે.
સામાન્ય લોકોને ઉપયોગી, વ્યવહારિક, સાંસારિક કે જૈનેતર ધાર્મિક કાર્યમાં આપી શકાય નહિ. આ ખાતાનું દ્રવ્ય ધર્માદા (ચેરિટી) ઉપયોગમાં, વ્યવહારિક (સ્કૂલ-કૉલેજ) શિક્ષણમાં તથા અન્ય કોઈપણ સાંસારિક કાર્યમાં વાપરી શકાય નહિ.
* અંજનશલાકા-પ્રતિષ્ઠા-જિનભક્તિ મહોત્સવના પ્રસંગે
Page #359
--------------------------------------------------------------------------
________________
૩/૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા નવકારશી (સાધર્મિક વાત્સલ્ય) વગેરેની બોલી તેમજ નકરાનો ઉપયોગ.
(૧) સાધર્મિક વાત્સલ્યમાં તથા જો રકમ વધે તો સાધર્મિક ભક્તિના દરેક કાર્યોમાં તેમજ જિનભક્તિ મહોત્સવ સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગ થઈ શકે.
(૨) આ દ્રવ્યનો ઉપયોગ વિહાર સ્થાનોમાં રસોઈ વગેરે જે વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં કરી શકાય છે.
(૩) ઝાંપા ચૂંદડી કે ફલે ચૂંદડીના ચડાવાની આવક સર્વ સાધારણ (શુભ) ખાતામાં જાય છે. એમાંથી દરેક પ્રકારના શુભ કાર્યો કરી શકાય
છે.
(૪) કુંકુમ પત્રિકામાં લિખિત સાદર પ્રણામ/જય જિનેન્દ્ર રૂપે નામ લખવાની બોલી-નકરાની રકમ કે મહોત્સવના શુભેચ્છક, સૌજન્ય, આધારસ્તંભ, સહાયક વગેરે તરીકે નામ આપવાની જે રકમ આવે તેનો ઉપયોગ.
(૫) જિનભક્તિ મહોત્સવના પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય, સંગીતકાર, પત્રિકા છપાવવામાં વગેરે દરેક કાર્યોમાં કરી શકાય.
૧૧. સર્વ સાધારણ ખાતું (શુભખાતું):
ધાર્મિક કે ધર્માદા એમ કોઈ પણ શુભકાર્યમાં વાપરવા માટે કોઈ સર્વ સાધારણનું ફંડ એકઠું કર્યું હોય તો એ દ્રવ્યનો ઉપયોગ ધાર્મિક કે ધર્માદા કોઈ પણ શુભકાર્યમાં કરી શકાય છે.
ઉદાહરણઃ ચાતુર્માસમાં દરેક કાર્યોનો ખર્ચો કરવા માટે કે વાર્ષિક કોઈ પણ કાર્યોના ખર્ચા પેટે જે પણ ફંડ કરવામાં આવે છે તે સર્વ સાધારણ ખાતું કહેવાય.
(૧) બાર મહિનાની બાર અથવા પંદર દિવસની એક-એક, એમ બાર મહિનાની ૨૪ બોલીઓ બોલીને આ ખાતામાં આવક ઊભી કરી
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૦૫
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો? શકાય છે.
(૨) કુદરતી આફત, સામાજિક આફત, સરકારી પ્રશ્નો વગેરેમાં ચેરીટી (ધર્માદા) તરીકે આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે.
(૩) ઝાંપા ચૂંદડી કે ફલેચૂંદડીના ચડાવાની આવક આ શુભ ખાતામાં વાપરી શકાય છે.
૧૨. સાતક્ષેત્ર સાધારણઃ
સાતક્ષેત્રના નામ પૂર્વે જણાવ્યા છે.
સાતક્ષેત્રમાં જ્યાં પણ જરૂર હોય, ત્યાં વાપરવા માટે કોઈક વ્યક્તિ દ્વારા દ્રવ્ય પ્રાપ્ત થયું હોય, તો એનો ઉપયોગ, જે ક્ષેત્રમાં જેટલી જરૂર હોય, તે પ્રમાણમાં વાપરી શકાય છે. અથવા દાતાની ભાવના અને આશય અનુસાર તે-તે ક્ષેત્રમાં વાપરી શકાય છે. સાત ક્ષેત્રની પેટી/ડબ્બા/ગોખલા:
(૧) સાતક્ષેત્રના અલગ-અલગ નામોલ્લેખપૂર્વક પેટી વગેરે રાખ્યા હોય તો એમાંથી નીકળેલા પૈસા તે તે ખાતામાં આવક મુજબ-જરૂરિયાત મુજબ વાપરી શકાય.
(૨) સાત ક્ષેત્રોની ભેગી પેટી રાખી હોય તો તેમાંથી નીકળેલા પૈસા સાત ક્ષેત્રમાં સમાન ભાગ કરી વાપરી શકાય.
(૩) સાત ક્ષેત્ર માટે ફંડ ભેગું કર્યું હોય તો એને સમાન ભાગ કરી સાત ક્ષેત્રોમાં લગાવી શકાય.
(૪) આ સિવાય પણ કોઈપણ ફંડ કરતી વખતે જે રીતેની જાહેરાત કરીને ફંડ કર્યું હોય, તે મુજબ એનો ઉપયોગ કરવો.
(૫) પગાર વગેરે સાધારણનો ખર્ચો આ દ્રવ્યમાંથી ન કરવો. (૬) જીવદયા-અનુકંપાના કાર્યોમાં આનો ઉપયોગ ન કરવો. નોંધઃ સાત ક્ષેત્રની પેટી-ભંડાર, જીવદયાની પેટી, સાધર્મિક
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ભક્તિની પેટી, પાઠશાળા-આયંબિલ ભવનની પેટી વગેરે જિનમંદિરની અંદરના ભાગમાં ન રાખી શકાય. એ ઉપાશ્રયમાં અથવા જિનમંદિરની બહાર ક્યાંક સુરક્ષિત સુયોગ્ય સ્થાનમાં રાખવી. આ ખાસ ધ્યાન રાખવું.
૧૩. ઉપાશ્રય-પૌષધશાળા-આરાધના ભવન:
(૧) ઉપાશ્રય બનાવવા માટે દાનવીરો દ્વારા આપેલી રકમ, ઉપાશ્રયના જુદા જુદા વિભાગો અને ઉપાશ્રય નામકરણ માટે આવેલી રકમ, ઉપાશ્રય ખાતાની પેટી-ભંડારમાંથી નીકળેલી રકમ, ઉપાશ્રય ઉદ્ઘાટનની બોલીની રકમ, વગેરે ઉપાશ્રય ખાતાનું દ્રવ્ય ગણાય છે.
(૨) ધર્મ આરાધના કરવા માટે ઉપાશ્રયનું નિર્માણ શ્રાવકે પોતાનાં સ્વદ્રવ્યથી કરવું જોઈએ.
(૩) ઉપાશ્રય, શ્રાવક-શ્રાવિકા સંઘની આરાધના માટેનું પવિત્ર સ્થાન છે. એનો ઉપયોગ ધાર્મિક કાર્યો કરવા માટે જ કરવો જોઈએ. વ્યવહારિક-સ્કૂલ, કૉલેજ, રાષ્ટ્રીય-સામાજિક પ્રવૃત્તિઓ-સમારોહ અને લગ્ન વગેરે સાંસારિક કોઈ પણ કાર્યમાં આ ઉપાશ્રયનાં મકાનનો ઉપયોગ કરી શકાય નહિ.
ઉપરોક્ત કોઈ પણ કાર્યો માટે આ ઉપાશ્રય ભાડાથી પણ આપી ન શકાય.
(૪) આ ધર્મસ્થાનોની માલિકી કોઈ કરી શકે નહિ. કારણ કે, આ જૈનશાસનની અબાધિત મિલકત છે અને રહેશે.
(૫) ઉપાશ્રયની જમીન ખરીદવા કે ઉપાશ્રય વગેરે સ્થાન બનાવવા માટે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, વૈયાવચ્ચ દ્રવ્ય વગેરેનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ પ્રમાણે તે-તે ખાતામાંથી વ્યાજે કે વગર વ્યાજે લોન પણ લઈ શકાય નહિ. | (૬) લક્કી ડ્રો (ભાગ્ય લક્ષ્મી) જેવી અહિતકર પદ્ધતિઓ દ્વારા પણ ઉપાશ્રય માટે રકમ એકઠી કરવી ઉચિત નથી.
Page #362
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧ઃ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૩૦૭ (૭) ઉપાશ્રયમાં શય્યાતર તરીકે જે રકમ (ફંડ) ભેગી થઈ હોય તે રકમ ઉપાશ્રય નિર્માણ અને સમારકામ માટે વાપરી શકાય.
(૮) ક્યાંક કયાંક ઉપાશ્રય અને દેરાસર બાજુ-બાજુમાં જ હોય છે. ત્યાં ઉપાશ્રયની અંદર કે બહાર ક્યાંય પણ અજાણતા પણ દેવદ્રવ્યની કોઈ વસ્તુ, માર્બલ, ટાઇલ્સ, ઈંટ, સીમેન્ટ વગેરે વપરાઈ ન જાય તેનું પાકું ધ્યાન રાખવું.
(૯) ભૂલથી પણ ક્યારેક આવું બની જાય, તો તરત તેની રકમ દેવદ્રવ્યમાં જમા કરી દેવી જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે.
(૧૦) ઉપાશ્રયની કોઈપણ ચીજ (પાટ-પાટલા-જાજમ વગેરે) ધાર્મિક કાર્ય માટે કોઈ લઈ જાય તો એનો નકરો સાધારણ ખાતામાં (ઉપાશ્રય ખાતામાં) આપવો જોઈએ.
(૧૧) ઉપાશ્રય અને દેરાસરની કોઈપણ વસ્તુ સાંસારિક કાર્યો માટે આપી ન શકાય.
૧૪. આયંબિલ તપ:
આયંબિલ તપ માટે કરેલું ફંડ, ચૈત્ર અને આસો મહિનાની ઓળીના આદેશની બોલી કે નકરાની રકમ, આયંબિલ માટે કાયમી તિથિની આવક, આયંબિલ ભવન નામકરણની આવક તેમજ આયંબિલ ખાતાના ભંડારની આવક આયંબિલ તપ ખાતામાં જમા થાય છે. સદુપયોગ:
– આ દ્રવ્ય આયંબિલ તપ કરનારા તપસ્વીની ભક્તિમાં અથવા આયંબિલ માટે જરૂરી વ્યવસ્થામાં વાપરી શકાય છે.
– આ ખાતામાં વૃદ્ધિ હોય તો અન્ય ગામ-શહેરોમાં આયંબિલ તપ કરનારની ભક્તિ માટે મોકલી શકાય છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
– ટૂંકમાં કહીએ તો આ દ્રવ્ય આયંબિલ તપનો પ્રચાર-પ્રસાર કરવા માટે જ હોવાથી અન્ય કોઈ પણ કાર્યમાં તેનો ઉપયોગ કરી શકાય નહિ. – આયંબિલ માટેની રકમનો ઉપયોગ એકાસણાની ભક્તિમાં કરવાનો નિષેધ છે.
३०८
-
· આયંબિલ ભવનનું નિર્માણ શ્રાવક સંઘે પોતાના સ્વદ્રવ્યથી કરવું. લક્કી ડ્રો-લોટરી જેવી અહિતકર પદ્ધતિ દ્વારા રકમ ભેગી કરી આવા કાર્યો ન કરવા જોઈએ.
આ પણ માત્ર ધાર્મિક અને પવિત્ર દ્રવ્ય છે. આયંબિલ ભવનનો ઉપયોગ પણ સાંસારિક-વ્યવહારિક-સામાજિક કોઈ પણ કાર્યોમાં કરવો ન જોઈએ. આમાં માત્ર ધાર્મિક કાર્યો જ કરવા જોઈએ.
-
૧૫. ધારણાં, ઉત્તરપારણાં, પારણાં, નવકારશી ખાતું, પૌષધવાળાઓને એકાસણાં અને પ્રભાવના વગેરે ખાતું.
ઉપરોક્ત નામવાળા અથવા તો કોઈ પણ તપ-જપ, તીર્થયાત્રા વગેરે ધાર્મિક કાર્ય કરનારા સાધર્મિકોની ભક્તિ માટે જે દ્રવ્ય ભેગું થયું હોય, તે દ્રવ્ય દાતાની ભાવના મુજબ તે તે ખાતામાં વાપરવું જોઈએ.
તે રકમમાં વૃદ્ધિ હોય તો સાત ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વાપરી શકાય. પરંતુ કોઈ સાર્વજનિક કાર્યોમાં વાપરી શકાય નહિ, કારણ કે, આ દ્રવ્ય માત્ર ધાર્મિક ક્ષેત્રનું દ્રવ્ય છે.
નોંધ : સાધુ-સાધ્વીજીના તપના પારણા કરાવવાની બોલી બોલાવવી યોગ્ય નથી. પરંતુ અજ્ઞાનતા વશ ક્યાંક કોઈએ બોલી હોય તો તે દ્રવ્ય સાધુસાધ્વી સંબંધી હોવાથી ગુરુદ્રવ્યની જેમ જિનમંદિર જીર્ણોદ્ધાર અથવા નવનિર્માણ માટે દેવદ્રવ્યમાં જમા કરાવવું જોઈએ.
૧૬. નિશ્રાકૃત ઃ
દાનવીરો દ્વારા વિશિષ્ટ પ્રકારના ધાર્મિક કાર્ય માટે આપેલા દ્રવ્યનો
Page #364
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૩૦૯ ઉપયોગ તે-તે કાર્ય માટે જ કરી શકાય છે. એમાં વૃદ્ધિ હોય તો શાસ્ત્રીય મર્યાદાનુસાર ઉપરના ખાતામાં લઈ જવાય.
૧૭. કાલકૃત:
ખાસ કરીને પર્યુષણાના દિવસો, પોષ દશમી, અક્ષય તૃતીયા, જિનમંદિરની સાલગીરા વગેરે પર્વોના નિશ્ચિત દિવસોમાં વાપરવા માટે દાતાએ જો દ્રવ્ય આપ્યું હોય, તો તેનો ઉપયોગ તે-તે દિવસ સંબંધી કાર્યોમાં જ કરવો જોઈએ.
૧૮. અનુકંપાઃ
દરેક દીન-દુઃખી, નિઃસહાય, વૃદ્ધ, અનાથ, અપંગ લોકોને અન્નપાણી, વસ્ત્ર, ઔષધિ વગેરે આપવા દ્વારા દ્રવ્યદુઃખ ટાળીને પરંપરાએ ભાવદુ:ખ (સંસાર) ટાળવાનો પ્રયત્ન એટલે અનુકંપા. આના માટે મળેલી રકમ ઉપરોક્ત કાર્યોમાં વાપરવી જોઈએ.
– આ સામાન્ય દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્રોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રોમાં આનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ રીતે સાત ક્ષેત્રોનું પવિત્ર દ્રવ્ય પણ અનુકંપા ક્ષેત્રમાં વાપરી શકાય નહિ.
– અત્યંત આવશ્યકતા હોય તો અનુકંપાનું દ્રવ્ય જીવદયામાં વાપરવાની રજા મળે છે.
– હિંસાને પ્રોત્સાહન આપતી હૉસ્પિટલો વગેરેમાં આ દ્રવ્ય વાપરી શકાય નહિ.
– આ દ્રવ્ય રાખી ન મૂકાય, તરત વાપરી દેવું જોઈએ. નહીંતર અંતરાયનું પાપ લાગે છે.
૧૯. જીવદયા:
જીવદયાની ટીપ (ફંડ), જીવદયાના ભંડારની આવક, જીવદયાનો
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૧૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
લાગો વગેરેની આવક આ ખાતામાં જમા કરવી જોઈએ. ઉપયોગ:
– આ ખાતાની રકમ મનુષ્ય સિવાય બાકીના દરેક તિર્યંચ પશુપંખી-જાનવરની દ્રવ્યદયાના માધ્યમથી ભાવદયાના કાર્યમાં વાપરવાની હોય છે.
અન્ન, પાણી, ઔષધિ વગેરે દ્વારા એમના દુઃખને દૂર કરવા માટે શાસ્ત્રીય મર્યાદાને અનુસરીને વાપરી શકાય છે. જીવદયા સંબંધી દરેક કાર્યમાં વાપરી શકાય.
- આ સામાન્ય કક્ષાનું દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્ર વગેરે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રમાં કે અનુકંપા ક્ષેત્રમાં પણ આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહિ.
– જીવદયાની રકમ જીવદયામાં જ વાપરવી જોઈએ.
– કૂતરાને રોટલી, પક્ષીને અનાજ વગેરે વિશેષ હેતુથી આવેલી રકમ તે-તે ઉદ્દેશમાં જ વાપરવી જોઈએ.
– આ દ્રવ્ય રાખી ન મૂકવું. તુરંત વાપરી નાખવું જોઈએ. નહીંતર અંતરાયનો દોષ લાગે. ૨૦. વ્યાજ વગેરેની આવકઃ
– જે ખાતાની રકમનું વ્યાજ આવ્યું હોય, તે વ્યાજની રકમ તે-તે ખાતામાં જ જમા કરવી જોઈએ. જે ખાતા માટે ભેટ આવેલી રકમ તે ખાતામાં જ વાપરવી જોઈએ. જો જરૂરિયાત કરતા રકમ વધારે હોય તો અન્ય સ્થળોમાં તે-તે ખાતામાં ખર્ચ કરવા માટે ભક્તિપૂર્વક મોકલી આપવી જોઈએ, એ જૈનશાસનની ઉજળી મર્યાદા છે. ૨૧. ટેક્સ (કર) વગેરેનો ખર્ચોઃ
– જે ખાતાની આવક ઉપર ટેક્સ (કર), ઓકટ્રોય વગેરે સરકારી
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૩૧૧ ખર્ચ થયો હોય તે તે-તે ખાતામાંથી આપી શકાય છે. ટેક્સ લાગે નહીં તે માટે વહીવટદારે સતત સાવધાન રહેવું. ૨૨. જિનભક્તિ માટે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી સંઘને સમર્પિત કરવાના ચડાવા (કેશર-ચંદન ખાતું):
- જિનભક્તિ માટે જે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે, તે સામગ્રીનો લાભ લેવા માટે દર વર્ષે જે ચડાવા બોલાવાય છે તેની વિગત.
૧. વાસક્ષેપ, ૨. મોરપીંછી-પૂંજણી-વાળાકુંચી, ૩. પ્રક્ષાલ માટે દૂધ, ૪. બરાસ, ૫. કેશર, ૬. ચંદન, ૭. પુષ્પ, ૮. ધૂપ, ૯. દીપક (ઘી), ૧૦. અંગ-લૂછણા-પાટલૂછણા, ૧૧. અત્તર-ચંદનનું તેલ, ૧૨. વરખ વગેરે સામગ્રીના ચડાવા. સદુપયોગ:
– આ ચડાવાની રકમ આ પૂજાના દ્રવ્યો ખરીદવા માટે પરસ્પર વાપરી શકાય છે.
– દેરાસરમાં રાતે રોશની કરવા ઘી-કોપરેલનું તેલ વગેરેના દીપક રાખવાનો ખર્ચો પણ જરૂર પડે તો આ દ્રવ્યમાંથી કરી શકાય છે.
– આ રકમનો ઉપયોગ જિનભક્તિના કાર્ય સિવાય બીજા કોઈ પણ કાર્યમાં કરી શકાય નહિ.
નોંધઃ શ્રાવકે પ્રભુની પૂજા પોતાની દ્રવ્યથી જ કરવી એ વિધિ છે. આથી આ પ્રકારની બોલી દ્વારા કરાયેલી સુવિધા સામગ્રીનો ઉપયોગ કરનાર પુણ્યાત્માએ પોતે જેટલી સામગ્રીનો ઉપયોગ કરે તેટલી સામગ્રીની રકમ તે ખાતામાં (કેશર-ચંદન ખાતામાં) આપવાનો વિવેક રાખવો જરૂરી છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૧૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૨૩. ઉદ્યાપન-ઉજમણુંક
ઉદ્યાપન-ઉજમણામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રની પુષ્ટિ થાય અને સાત ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવા જ ઉપકરણ રાખવા જોઈએ. ઉદ્યાપનઉજમણાનું ઉદ્ઘાટન કરવાની બોલીની રકમમાંથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર સંબંધી ઉપકરણ લાવી (ખરીદી) શકાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઉજમણું કરનારની માલિકી ઉજમણું થયા પછી રહેતી નથી - સંઘની માલિકી થઈ જાય છે. સદુપયોગ:
– જિનમંદિરમાં ઉપયોગી હોય તેવી વસ્તુઓ જિનભક્તિના કાર્યના ઉપયોગમાં લેવી.
– પૂ. સાધુ-સાધ્વીજીને ઉપયોગી બનતાં ઉપકરણો એમની ભક્તિ માટે એમને વહોરાવી શકાય છે.
– ધાર્મિક પુસ્તકો પૂ. સાધુ-સાધ્વીજીને અથવા જરૂરિયાતવાળા શ્રાવક-શ્રાવિકાઓને આપવા. જ્ઞાનભંડારમાં પણ રાખી શકાય છે.
– પૂજાના વસ્ત્રો અને સામાયિકના ઉપકરણો જરૂરિયાતવાળા શ્રાવક-શ્રાવિકાઓને આપવા.
– ચંદરવો-છોડ બનાવેલ હોય તો તેનો ઉપયોગ દેરાસર-ઉપાશ્રયમાં કરી શકાય છે.
– વ્યાખ્યાનની પાટ ઉપર ગુરુ ભગવંતની પાછળ લગાવવા માટે જે છોડ બનાવ્યો હોય, તો તેમાં દેવ-ગુરુની આકૃતિ ન હોય એવો જ ભરાવવો જોઈએ.
– ઉદ્યાપન-ઉજમણું કરાવનાર વ્યક્તિ કે પરિવાર સ્વયં ઉજમણામાં રાખેલી વસ્તુનો ઉપયોગ ન કરી શકે. કાં તો સંઘમાં સોંપી દેવી જોઈએ. અથવા સુયોગ્ય સ્થાનોમાં ભેટ આપવી જોઈએ.
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૧૩
પ્રકરણ - ૧૧ઃ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
– પોતે ભરાવેલા છોડ વગેરે જો ઉજમણામાં રાખ્યા હોય તો ફરી પોતાના ઘરમાં રાખી શકાય નહિ. એને પણ સુયોગ્ય સ્થાનમાં આપવા જોઈએ.
૨૪. પૂજારીના પગાર સંબંધીઃ
પરમાત્માને સ્વયં પૂજાની કોઈ જરૂર નથી. જિનપૂજા કરવી એ શ્રાવકોનું પોતાનું કર્તવ્ય છે. શ્રાવકની સગવડતા અને સહાયતા માટે પૂજારી રાખવામાં આવે છે. આથી પૂજારીને પગાર વગેરે શ્રાવકોએ પોતે જ આપવો જોઈએ. જો પોતે ન આપી શકે તો સાધારણ ખાતામાંથી અથવા જિનમંદિર સાધારણ ખાતામાંથી આપવો જોઈએ. પરંતુ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર વગેરે આપી શકાય નહિ.
૨૫. દેવ-દેવી સંબંધી સમજ :
શાસ્ત્ર મર્યાદા મુજબ દેરાસરમાં મૂળનાયક ભગવાનનાં યક્ષ-યક્ષિણી સિવાય અન્ય કોઈ પણ દેવ-દેવીની પ્રતિમા વગેરે પધરાવવા ઉચિત નથી. મૂળનાયક પ્રભુ પણ જો પરિકર સાથેના હોય, તો તેમના દેવ-દેવી પણ પરિકરમાં હોય જ છે. તેથી એમની અલગ મૂર્તિ પધરાવવાની આવશ્યકતા નથી.
Page #369
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧ વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ ના ઠરાવો
(A) સંવત ૧૯૭૬માં ખંભાતમાં શ્રમણસંમેલને દેવદ્રવ્ય સંબંધી કરેલ નિર્ણયો
(ખંભાત મુકામે પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય કમલસૂરીશ્વરજી મહારાજ, શ્રીમાન્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયગણિ અને પંન્યાસજી મહારાજ શ્રીમદ્ મણિવિજયજી ગણિ વગેરે મહાત્માઓએ એકત્રિત થઈને પૂ.આ.ભ.શ્રીહરિભદ્રસૂરિકૃત ઉપદેશપદ, આવશ્યકવૃત્તિ, ષોડશક અને સંબોધપ્રકરણ, શ્રીમજિનેશ્વર-સૂરિકૃતિ અષ્ટકવૃત્તિ, બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથભાષ્યાદિ શાસ્ત્રોના આધારે દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષણ-ભક્ષણનું ફળ તેમજ તેની આવક ફેરવી ન શકાય એમ જણાવનાર એક નિર્ણય લખ્યો અને તે નિર્ણયને જૈનતંત્રીએ “દેવદ્રવ્ય સંબન્ધિ” આ મથાળાથી તા. ૨૧મી માર્ચ સને ૧૯૨૦ના અંકમાં પ્રસિદ્ધ કર્યો.)
(૧) શાસ્ત્ર (સાક્ષાત-અનન્તર અને પરંપરા રૂ૫) વિના કોઈ પણ જાતની સિદ્ધિ જ નથી. (૨) જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. (૩) શાસ્ત્રોક્ત રીતિએ દેવદ્રવ્યની વ્યાજ વગેરે દ્વારા વૃદ્ધિ અને રક્ષા કરવી એ શ્રાવકોનું મુખ્ય કાર્યોમાંનું એક કાર્ય છે, અરે સંસારથી પાર ઉતરવાનો તે એક માર્ગ છે. (૪) જૈનથી પણ ન થાય તેવા પાપ કાર્યોમાં દેવદ્રવ્યનો વ્યય થતો નથી. (૫) પાંચ સાત મુખ્ય સ્થાનો સિવાયનાં સ્થળોએ દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય એ ઉભયની એક સરખી જરૂરત છે. (૬) દેવદ્રવ્યની જે જે આવકો મકાનના ભાડા દ્વારાએ, વ્યાજ દ્વારાએ પૂજા-આરતી-મંગળદીવો વગેરે વગેરેના ચઢાવા દ્વારાએ થતી હોય, તે તે રસ્તાઓને બંધ કરવાનું ફળ શાસ્ત્રકારો સંસાર પરિભ્રમણ કહે છે. (૭) માલોદ્ઘાટન પરિધાપનિકામોચન અને પૂંછનકરણ વગેરેમાં ચડાવાથી કાર્ય કરવાની રીતિ સેંકડો વર્ષ પહેલાંથી ચાલી આવતી
Page #370
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૩૧૫ શાસ્ત્રમાં કહેલી છે, દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વગેરે કાર્યો વિવેકીઓએ કરવાં જોઈએ એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી જ તે દ્રવ્યને જિનાજ્ઞાપાલકોથી તો અન્ય ખાતામાં લઈ જવાય જ નહીં. (૮) બોલીઓ કુસંપ નિવારણ માટે કલ્પેલી નથી પણ શાસ્ત્રોક્ત છે.
વિ.સં. ૧૯૭૬ના સંમેલનમાં દેવદ્રવ્ય અંગે ઠરાવ કરતાં જણાવ્યું છે કે -
માળોદ્ઘાટન :- પરિધાપનિકા મોચન અને ચૂંછન કરણ વગેરેમાં ચડાવાથી કાર્ય કરવાની રીત સેંકડો વર્ષ પહેલાથી ચાલી આવતી શાસ્ત્રોમાં કહેલી છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વગેરે કાર્યો વિવેકીઓએ કરવા જોઈએ. એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી જ તે દ્રવ્ય જિનાજ્ઞાપાલકોથી તો અન્ય ખાતામાં લઈ જવાય નહિ.
જેમ રૂપૈયા-ટાંકો-કોરીયો વગેરે બોલીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં આવે છે, તેવી જ રીતે તેલ, ઘી વગેરે બોલીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તે શાસ્ત્રોક્ત જ છે. પણ તે બોલી શ્રાવકનો કુસંપ નિવારવા માટે કોઈએ કાઢેલી નથી.
જેમ ભિન્ન ભિન્ન સ્થાનોમાં જુદા જુદા સિક્કાના પૈસા-પાઈઓ વગેરેના ભાવમાં અનિયમિતપણું હોય છે, પણ તેથી તે ભાવો કલ્પિત કહી શકાય નહિ.
દેવદ્રવ્યની વૃદ્ધિ અને તેનું સંરક્ષણ શાસ્ત્રાધારે તીર્થંકરપણાને પ્રાપ્ત કરાવનાર અને સંસાર સાગરથી તારનાર હોવાથી તે વૃદ્ધિના માર્ગને બંધ કરનારને દેવદ્રવ્યની જરૂર નથી એમ કહી તેની વૃદ્ધિના સુપ્રયત્નોને તોડનાર પોતાના આત્માને કેટલો મલિન કરે છે, તે આ ઉપરના નિર્ણયોથી જાણી શકાશે અને તેથી જ દેવદ્રવ્યને નાકબૂલ કરનાર તથા દેવદ્રવ્યની વૃદ્ધિના ચાલતા ઉપાયોનો નિષેધ કરનારને શાસન પ્રેમીઓ રોકવા માટે ચર્ચા કરે છે, તે ચર્ચાને વજુદ વગરની કહેવી અને તેને ઝગડાનું રૂપ આપવું તે શાસ્ત્રથી પ્રતિકૂળ છે, તે
૧. વિ.સં. ૧૯૭૬ના આ ઠરાવમાં બોલી = ચઢાવાની પરંપરાને શાસ્ત્રોક્ત જણાવી છે. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલનના સૂત્રધારો બોલી = ચઢાવાની પ્રથાને ચૈત્યવાસી વગેરે શિથિલાચારીઓએ ચાલું કરેલી અશાસ્ત્રીય પરંપરા છે, એમ જણાવે છે. પોતાના અશાસ્ત્રીય નિર્ણયોને સિદ્ધ કરવા આવું દુઃસાહસ સંમેલનના સૂત્રધારો કરે છે, તે યોગ્ય નથી.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સહેજે સમજી શકશે.
આ નિર્ણય શ્રીમદ્ હરિભદ્રસૂરિકૃત ઉપદેશપદ, આવશ્યકવૃત્તિ, ષોડશક, સંબોધ પ્રકરણ, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, શ્રીમદ્ જિનેશ્વરસૂરિકૃત અષ્ટકવૃતિ, બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથભાષ્ય આદિને અનુસાર કરવામાં આવે છે.
ઉપર જણાવેલા શાસ્ત્રોના પાઠો જોઈને સમજવાની ઇચ્છાવાળાએ નીચે લખેલા નામો પૈકીના કોઈપણ પાસે આવીને સમજી લેવું.
આચાર્ય વિજયકમલસૂરિ, આચાર્ય આનંદસાગરસૂરિ, પં. મણિવિજય, પં. દાનવિજય (સ્વ.દાનસૂરિજી), પ્રેમવિજયગણિ, (આ. પ્રેમસૂરિજી), કુમુદવિજયગણિ (આ. કુમુદસૂરિજી), ગણિવિજયસાગર, આનંદવિજય ગણિ, મુનિ કીર્તિવિજય, મુનિ લબ્ધિ વિજય (આ. લબ્ધિસૂરિજી) મુનિ માણેકસાગર (આ. માણેકસાગરસૂરિજી), મુનિ રામવિજય (આ. રામચંદ્રસૂરિ), મુનિ ગંભીરવિજય (સ્વ. ગંભીરસૂરિજી).
ઉપરના ઠરાવમાં સંમતિ આપેલી તેની સહીઓ (જૈન પત્ર તા. ૯મે ૧૯૨૦) કાંતિવિજય (પ્રવર્તક), મુનિ માનવિજય, મુનિ જ્ઞાનવિજય, મુનિ વલ્લભવિજય (આ. વિજયવલ્લભસૂરિજી), ૫. મેઘવિજય (સ્વ. મેઘસૂરિ). | મુનિ અમૃત વિજય, મુનિ પ્રમોદવિજય, મુનિ મોતીવિજય, મુનિ મેરૂવિજય, મુનિ હેમવિજય, મુનિ દેવવિજય, મુનિ ચતુરવિજય, મુનિ મનોહરવિજય (મનોહરસૂરિ), મુનિલાભવિજય, મુનિ રંગવિજય, મુનિ મહોદયવિજય, મુનિ અરુણવિજય, મુનિ સુમિત્રવિજય, મુનિ માનવિજય, મુનિ નાયકવિજય, મુનિસંતોષવિજય, મુનિ કાંતિવિજય, મુનિસંતોષવિજય, મુનિ ધર્મવિજય, પ્રવર્તક કાંતિમુનિ, હા. પદ્મમુનિ, મુનિ ધર્મવિજય, મુનિ અમરવિજય, કલ્યાણમુનિ, મુનિ મંગલવિજય, મુનિ ન્યાયવિજય, મુનિ વિવેકવિજય, મુનિ કનકવિજય, મુનિ કીર્તિવિજય, મુનિ સૌભાગ્યવિજય, મુનિ હિંમતવિજય, મુનિ મનોહર વિજય, મુનિ નેમવિજય, મુનિ નરેન્દ્રવિજય, મુનિ ઉત્તમવિજય, મુનિ મંગળવિજય, મુનિ લાવણ્યવિજય, મુનિ સિદ્ધિવિજય, મુનિ મણિવિજય (શિહોરવાળા), મુનિ સૌભાગ્યવિજય, મુનિ ચંદ્રવિજય, મુનિ ચંદનવિજય, મુનિ શાંતિવિજય, મુનિ ઉદયવિજય, મુનિ સુરેન્દ્રવિજય, મુનિ રવિવિજય,
Page #372
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૩૧૭ મુનિ જશવિજય, પ.ભાવવિજયજી, મુનિ પદ્મવિજય, પદ્મમુનિ, મુનિ નિધાનવિજય, હેમમુનિ, મુનિ મોતીવિજય, હરમુનિ, મુનિ ચતુર્વિજય, મુનિ મુક્તિવિજય, મુનિ સુમતિવિજય, મુનિ તિલકવિજય, મુનિ પુણ્યવિજય, મુનિ માનવિજય, મુનિ કસ્તુરવિજય (કસ્તુરસૂરિ), મુનિ કલ્યાણવિજય, મુનિ સુમતિવિજય, મુનિ ઉત્તમવિજય(નાના), મુનિ શાંતિવિજય, મુનિ શંકરવિજય, મુનિ શિવવિજય, મુનિ નરેન્દ્રવિજય, મુનિ દેવવિજય, મુનિ વિનોદવિજય, મુનિ કૈવલ્યવિજય, મુનિ હેમમુનિ, મુનિ વીરવિજય, મુનિ મેરૂવિજય, શ્રી બુદ્ધિસાગરસૂરિ તથા મુનિ ઉદ્યોતવિજય, મુનિ નિપુણવિજય, આ. શ્રી જયસૂરિજી, મુનિ શુભવિજય, મુનિ પ્રેમમુનિ, આચાર્ય વિજયસિદ્ધિ સૂરિ, કીર્તિમુનિ, મુનિ સંપતવિજય, આ. વિજયનીતિસૂરિ, મુનિ મેઘવિજય, પં. દયાવિજય, મુનિ મણિવિજય, પં. દાનવિજય, મુનિ દુર્લભવિજય, પં. હરખવિજય, મુનિ કેસરવિજય, મુનિ રાજવિજય, ૫. ક્ષાંતિમુનિ, મુનિ દુર્લભવિજય, મુનિ કમલવિજય, મુનિ પુષ્પવિજય, મુનિ દીપવિજય, મુનિ કપૂરવિજય, મુનિ હીરવિજય, મુનિ ઉત્તમવિજય, મુનિ છત્રવિજય (નેમસૂરિમ. શિષ્ય), મુનિ હીતમુનિ, મુનિ મનોહરવિજય, મુનિ કમળવિજય, મુનિ નરેન્દ્રવિજય, મુનિ કલ્યાણસાગર, મુનિ લબ્લિવિજય (હરિ વિ.ના શિષ્ય), મુનિ માનસાગર, મુનિ નાયકવિજય, નમકમુનિ, મુનિ અમૃતસાગર, પં. સૌભાગ્યવિમલ, મુનિ કપૂરવિજય, મુનિ રવિવિમલ, મુનિ ક્ષમાસાગર, (સ્વ. ઉ. શ્રી ક્ષમાસાગર), ૫. લાભવિજય, મુનિ પ્રેમવિજય, મુનિ મુક્તિસાગર, મુનિ મહેન્દ્રવિમલ, પં. શ્રીભક્તિવિજયગણિ, (આ.શ્રી ભક્તિસૂરિ), મુનિ રંગવિમળ (આ. રંગવિમલસૂરિ), મુનિ પુણ્યવિમળ, મુનિ દેવવિજય, મુનિ સુંદરવિજય, મુનિ દર્શનવિજય, મુનિ જ્ઞાનવિજય, મુનિ પદ્મવિજયગણિ (ત્રિપુટી), મુનિ ઉદયવિજય, મુનિ ભાનુવિજય, મુનિ ન્યાયવિજય, મુનિ મનોહરવિજય, મુનિ મેરૂવિજય, મુનિ સંજમવિજય, મુનિ અશોકવિજય, મુનિ પુણ્યવિજય, મુનિ કલ્યાણવિજય, મુનિ ઉમંગવિજય, મુનિ હરખવિજય, મુનિ ચરણવિજય, મુનિ ચિત્રવિજય, મુનિ ચંદનવિજય, મુનિ અવદાતવિજય (પ.). (B) વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલનના ઠરાવોઃ
વિ.સં. ૧૯૯૦માં રાજનગર (અમદાવાદમાં) થયેલ અખિલ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતવર્ષીય શ્રમણસંમેલન - દેવદ્રવ્યાદિની વ્યવસ્થા માટે શાસ્ત્રીય નિર્ણય
: દેવદ્રવ્ય (ઠરાવ ૨) (૧) દેવદ્રવ્ય-જિન ચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈ પણ ક્ષેત્રમાં ન વપરાય. (૨) પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. (૩) ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે. (૪) શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો. પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી જ જોઈએ. (૫) તીર્થ અને મંદિરોના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલક્ત રાખી, બાકીની મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિરો માટે યોગ્ય મદદ આપવી જોઈએ, એમ આ મુનિસંમેલન ભલામણ કરે છે.
વિજયનેમિસૂરિ જયસિંહસૂરિજી વિજયસિદ્ધિસૂરિ આનન્દસાગર વિજયવલ્લભસૂરિ વિજયદાનસૂરિ વિજયનીતિસૂરિ મુનિ સાગરચંદ વિજયભૂપેન્દ્રસૂરિ
અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મુનિસંમેલને સર્વાનુમતે આ પટ્ટકરૂપે નિયમો કર્યા છે, તેનો અસલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપ્યો છે. શ્રી રાજનગર જૈન સંઘ
કસ્તુરભાઈ મણીભાઈ વંડાવીલા તા. ૧૦.૫.૩૪
(C) વિ.સં. ૨૦૧૪ના શ્રમણસંમેલનના ઠરાવોઃ
વિ.સં. ૨૦૧૪ સન ૧૯૫૭ના ચાતુર્માસમાં શ્રીરાજનગર (અમદાવાદ) રહેલા શ્રીશ્રમણ સંઘે ડેલાનાં ઉપાશ્રયે ભેગા મળી સાતક્ષેત્રાદિ ધાર્મિક વ્યવસ્થાનું શાસ્ત્રો અને પરંપરાના આધારે દિગ્દર્શન નક્કી કર્યું તેની નકલ :
Page #374
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
૩૧૯ : દેવદ્રવ્યઃ ૧. જિન પ્રતિમા, ૨. જૈન દેરાસર
દેવદ્રવ્યની વ્યાખ્યા -પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુનાં પાંચ કલ્યાણકાદિનિમિત્તે તથા માળા પરિધાપનાદિદેવદ્રવ્ય વૃદ્ધિના કાર્યથી આવેલ તથા ગૃહસ્થોએ સ્વેચ્છાએ સમર્પણ કરેલ ઈત્યાદિ દેવદ્રવ્ય કહેવાય.
ઃ ઉપયોગ : સં. ૧૯૯૦ શ્રી શ્રમણસંઘના શાસ્ત્રીય નિર્ણયાનુસાર
(૧) શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિનો વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પૂજા આદિનો પ્રબંધ કરી લેવો પણ પ્રભુની પૂજા આદિ જરૂર થવી જોઈએ. (૨) પ્રભુની પ્રતિમા અંગે પૂજાનાં દ્રવ્યો, લેપ, આંગી, આભૂષણો આદિ પ્રતિમા ભક્તિ અંગેનું ખર્ચ કરી શકાય. (૩) જીર્ણોદ્ધાર, દેરાસર સમારકામ તથા દેરાસર સંબંધી બાંધકામ, રક્ષાકાર્ય, સાફસૂફી વગેરે કાર્યમાં ખર્ચી શકાય. (૪) પ્રતિમાના ઉપર કે દહેરાસર ઉપર આક્રમણ કે આક્ષેપના પ્રતિકાર તથા વૃદ્ધિ ટકાવ માટે ખર્ચી શકાય. (૫) ઉપરના તમામ કાર્યો માટે તે દેરાસર તથા તે ઉપરાંત બહારના બીજા કોઈ પણ ગામના દેરાસર કે પ્રતિમા અંગે પણ આપી શકાય. (૬) દેવદ્રવ્યના વ્યયની વધુ વિગત વિ.સં. ૧૯૯૦ના મુનિસંમેલનનો ઠરાવ, વિ.સં. ૧૯૭૬નો ખંભાતનો ઠરાવ અને ઉપદેશપદ, સંબોધ પ્રકરણ, શ્રાદ્ધવિધિ, દર્શનશુદ્ધિ, દ્રવ્યસપ્તતિકા વગેરે ગ્રંથોથી જાણી શકાય છે.
શ્રી ડહેલાનો ઉપાશ્રય, દોશીવાડાની પોળ, અમદાવાદ ભાદરવા વદી દશમ, ગુરુવાર, તા. ૧૯-૮.૫૭
Page #375
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨ સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે : અગત્યના પત્ર વ્યવહારો
(આ પત્ર વ્યવહાર પૂ.આ.કનકચંદ્રસૂરિજી મ.સા.ના “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” આ પુસ્તકમાંથી લીધેલ છે.)
નોંધઃ અત્રે એક મહત્ત્વનો અને સમસ્ત ભારતભરના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને હંમેશને માટે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન પ્રાપ્ત થાય તે એક શુભ ઉદ્દેશથી નીચેનો પત્ર વ્યવહાર પ્રસિદ્ધ થઈ રહેલ છે.
તેનો ઇતિહાસ આ મુજબ છે. વિ.સં. ૧૯૯૪ની સાલમાં શાંતાક્રુઝ ખાતે પૂ. પાદ સિદ્ધાંતમહોદધિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂ. મુનિવરો શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે શ્રી સંઘની વિનંતિથી પધાર્યા હતા. તે સમયે સંઘના કેટલાક ભાઈઓની ભાવના સાધારણ ખાતાના ખર્ચને પહોંચી વળવા સુપનની બોલીમાંના ઘીના ભાવ વધારીને તે ભાવ વધારો સાધારણમાં લઈ જવાની થઈ. તે વાત સંઘમાં જ્યારે ઠરાવરૂપે મૂકાઈ ત્યારે તે ચાતુર્માસમાં શ્રી પર્યુષણાપર્વની આરાધના કરાવવા શ્રી સંઘની વિનંતિથી પધારેલા પૂ.મુનિ મહારાજાઓએ તેનો સારી રીતે વિરોધ કરતાં જણાવ્યું કે “આ વસ્તુ વ્યાજબી થતી નથી. શાસ્ત્રાનુસારી તથા વ્યવહારૂ પણ નથી. સ્વપ્નાની બોલીમાં આમ સાધારણ ખાતાની ઉપજ ભેળવી દેવાય નહિ. અમારો આને અંગે સ્પષ્ટ વિરોધ છે, ને વધુમાં તેઓએ જણાવ્યું કે, સંઘે આવી બાબતમાં નિર્ણય લેતાં પહેલાં વર્તમાન કાલમાં જૈન સંઘમાં બિરાજમાન પૂ. સુવિદિત શાસનમાન્ય આચાર્ય ભગવંતોને પૂછી જોવું જોઈએ ને ત્યારબાદ તેઓશ્રીની સમ્મતિથી જ, આ વિષયમાં નિર્ણય લઈ શકાય.”
આથી તે વખતે શ્રી શાંતાક્રુઝ સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે.પી.એ આ હકીકતને માન્ય કરીને સમસ્ત ભારતમાંથી જૈન શ્વે. મૂ. પૂ. સંઘમાં તેમાંયે તપાગચ્છ શ્રી સંઘમાં વિદ્યમાન પૂ. આચાર્ય ભગવંતોને આ વિષયમાં પત્ર લખેલ, ને તેના જે જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલ તે બધું સાહિત્ય વિ.સં. ૧૯૯૫ના મારા લાલબાગ-જૈન ઉપાશ્રયના ચાતુર્માસ દરમ્યાન મને સુશ્રાવક નેમિદાસ અભેચંદ-માંગરોલ નિવાસી તરફથી પ્રાપ્ત થયેલ. તે મેં પ્રથમ “કલ્યાણ' માસિકમાં પ્રસિદ્ધ કરવા આપેલ અને આજે ફરીથી તે પત્ર વ્યવહાર ગ્રંથસ્થ થાય તેમ અનેક સુશ્રાવકોની ભાવનાને સ્વીકારીને અત્રે તે પ્રસિદ્ધ થઈ રહેલ છે. - સંપાદક
Page #376
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૨૧
શાંતાક્રુઝ શ્રીસંઘ તરફથી લખાયેલો પ્રથમ પત્ર
સવિનય લખવાનું કે, અત્રેનો શ્રી સંઘ સં. ૧૯૯૩ની સાલ સુધી સુપનની ઘીની બોલીના રૂા. ૨ મણ ૧ ના લેતા હતા અને તેને અંગે થયેલી આવક દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યો કે સુપનની ઘીની બોલીના મણ ૧ના રૂા. ૨ા છે તેના બદલે હવેથી મણ ૧ના રૂા. ૫) કરવા. જેમાંથી હંમેશની માફક રૂપિયા ૨૫ દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂા. ૨) સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવા. ઉપર મુજબનો કરેલ ઠરાવ શાસ્ત્રના આધારે અથવા પરંપરાએ બરાબર ગણાય કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી, કે જેથી તે ફેરફાર કરવાનો અગત્ય હોય તો સવેળા કરી શકાય. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર કે અન્ય બીજા શહેરોમાં કેવી પ્રણાલિકા છે ? અને તે શહેરોના શ્રી સંઘ કેવી રીતે ઉપયોગ સુપનની બોલીના ઘીની ઉપજનો કરે છે ? તે માટેનો આપનો અનુભવ જણાવવા મહેરબાની કરશોજી.
શ્રી સંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બોલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય તો, શ્રી સંઘ દોષિત થાય કે કેમ ? તે માટે આપશ્રીનો અભિપ્રાય જણાવશોજી.
સંઘના પ્રમુખ,
જમનાદાસ મોરારજી
ફરીથી તે વિષયનો શ્રી સંઘે લખેલ બીજો પત્ર
પૂજ્યપાદ...
સવિનય લખવાનું કે અત્રેના શ્રી સંઘ સુપનાની ઘીની બોલીના રૂા. ૨)નો દર ગયા વર્ષ સુધી હતો. જે આવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રી સંઘે વિચાર કરી એક ઠરાવ કીધો કે,
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અસલના રૂા. રા) આવે તે હંમેશની માફક દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂ. રા) વધારી જે ઉપજ આવે તે સાધારણ ઉપજમાં લઈ જવા. ઉપર મુજબ કરેલો ઠરાવ શાસ્ત્રના આધારે બરાબર છે કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર વગેરેના શ્રી સંઘો સુપનની બોલીની ઉપજની રકમનો કેવી રીતે ઉપયોગ કરે છે તે આપના ધ્યાનમાં હોય તે જણાવશોજી.
નોંધ: શાંતાક્રુઝ શ્રી સંઘ તરફથી લખાયેલ પત્રના ઉત્તરરૂપે પૂ. પાદ સુવિદિત શાસન માન્ય આચાર્ય ભગવંતોનાં તરફથી જે જે પ્રત્યુત્તરો શ્રી સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે.પી. ઉપર આવેલા છે તે બધાયે પત્રો અત્રે રજૂ થઈ રહેલ છે. જે ઉપરથી સ્પષ્ટ રૂપે જોઈ શકાશે કે, “સુપનની ઉપજના નામે વધારો કરીને લેવાયેલી ઉપજ પણ સાધારણ ખાતામાં ન લઈ જવાય' તેમ સચોટ અને મક્કમપણે પૂ. પાદ શાસનમાન્ય આચાર્ય ભગવંતોએ ફરમાવેલ છે, તો આજે જેઓ સારીયે સ્વપ્નદ્રવ્યની ઉપજને સાધારણ ખાતામાં લઈ જવાની હિમાયત કરી રહેલ છે, તે વર્ગ કેટકેટલો શાસ્ત્રીય સુવિહિત માન્ય પરંપરાથી દૂર-સુદૂર જઈને શ્રી વીતરાગદેવની આજ્ઞાના આરાધક, કલ્યાણકામી અનેક આત્માઓનું અહિત કરવાની પાપપ્રવૃત્તિ આચરી રહેલ છે. તે દરેક સુજ્ઞ આરાધક આત્મા સ્વયં વિચારી શકે છે. - સંપાદક
તા. ૨૩-
૧૩૮ અમદાવાદથી લિ. પૂજ્યપાદ આરાધ્યપાદ આચાર્યદેવ શ્રી શ્રી શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજજી તરફથી તત્ર શાંતાક્રુઝ મધ્ય દેવગુરુ પુણ્ય પ્રભાવક સુશ્રાવક જમનાદાસ મોરારજી વિ. શ્રી સંઘ સમસ્ત યોગ્ય જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણી. પૂજ્ય મહારાજજી સાહેબને બે દિવસથી બ્લડપ્રેશરનું દરદ થયેલું છે. જેથી આવા પ્રશ્નોના જવાબની માથાકૂટમાંથી છૂટા થયા છે. માટે હવેથી આવા પ્રશ્નો અત્રે મોકલવા નહિ. કારણ કે, દાકતરે મગજમારી કરવાની તથા બોલવાની મનાઈ કરેલી છે.
છતાં અમારો અભિપ્રાય પૂછો તો ટૂંકમાં જણાવીએ છીએ કે, “સુપનની
Page #378
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૨૩ ઉપજના પૈસા દેવદ્રવ્યમાં જ અમો તો વપરાવીએ છીએ અને અમારો અભિપ્રાય દેવદ્રવ્યમાં જ છે. વળી ઘણા જ ગામમાં તથા શહેરોમાં દેવદ્રવ્યમાં જ વાપરવાની પ્રણાલિકા છે.”
સાધારણ ખાતામાં ખાડો હોય તો તેના માટે બીજી ટીપ કરવી સારી છે – પણ સુપનના ઘીના રૂ.. રાઈ ના ભાવના બદલે રૂા. ૫)નો ભાવ લઈને અડધા પૈસા દેવદ્રવ્યમાં લઈ જવા વ્યાજબી નથી અને જો સંઘ તેમ કરે તો દોષના ભાગીદાર છે. એવી રીતે કરે તેના કરતાં સાધારણ ખાતાની જુદી ટીપ કરવી શું ખોટી? માટે સુપનાના નિમિત્તના પૈસા સાધારણમાં લઈ જવા તે અમોને તો ઠીક લાગતું નથી. અમારો અભિપ્રાય દેવદ્રવ્યમાં જ વાપરવાનો છે.
પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી, - દ. મુનિ કુમુદવિજયજી
સાણંદથી આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મ. આદિ તરફથી -
મુંબઈ મધ્ય દેવગુરુભક્તિકારક સુશ્રાવક જમનાદાસ મોરારજી યોગ ધર્મલાભ. અત્ર સુખશાતા છે. તમારો પત્ર મળ્યો, તે સંબંધમાં જણાવવાનું કે સ્વપ્નની બોલી સંબંધી જે કાંઈ ઉપજ હોય તે દેવદ્રવ્ય સિવાય બીજે ન લઈ જઈ શકાય. અમદાવાદ, ભરૂચ, સુરત, છાણી, પાટણ, ચાણસ્મા, મહેસાણા, સાણંદ વગેરે ઘણા સ્થળોમાં પ્રાયઃ ઉપર જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે, એ જ. ધર્મસાધનમાં વિશેષ ઉદ્યમ રાખશો.
દ. સુમિત્રવિજયના ધર્મલાભ.
ઉદેપુર આ.સુ. ૬, માલદાસની શેરી, જૈનાચાર્યવિજયનીતિસૂરીશ્વરજી આદિ ઠા. ૧૨. શાંતાક્રુઝ મધ્ય સુશ્રાવક દેવગુરુ ભક્તિકારક શ્રાવકગુણસંપન્ન શા. જમનાદાસ મોરારજી જોગ ધર્મલાભ વાંચશો. દેવગુરુ પ્રતાપે સુખશાતા છે. તેમાં પ્રવર્તતા તમારો પત્ર મળ્યો. વાંચી
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સમાચાર જાણ્યા. વળી પણ લખશો. જૂની પ્રણાલિકા પ્રમાણે અમો સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના વિચારના છીએ. કારણ સ્વપ્નાને તીર્થકરની માતા જુવે છે, તે પૂર્વે તીર્થકર નામ બાંધ્યાથી તીર્થકરમાતા ચૌદ સ્વપ્ના જુવે છે. તે ચ્યવન કલ્યાણકના અંગો સૂચવનારા છે, અમદાવાદમાં સ્વપ્નાની ઉપજદેવદ્રવ્યમાં જાય છે. તે જાણશો. એ જ. સંભારે તેને ધર્મલાભ કહેશો.
દ. પંન્યાસ સંપતવિજયજી ગણિના ધર્મલાભ.
તા. ૨૮-૯-૩૮ સિદ્ધક્ષેત્ર-પાલીતાણાથી લી. આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી આદિ. તત્ર દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક શેઠ જમનાદાસ મોરારજી મુ. શાંતાક્રુઝ યોગ્ય ધર્મલાભ સહ-અત્ર દેવગુરુ પસાથે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો, સમાચાર
જાયા.
પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં સ્વપ્નાના ચઢાવાનું દ્રવ્ય કયા ખાતાનું ગણાય તેમ પૂછ્યું તો તે બાબતમાં જણાવવાનું કે-ગજવૃષભાદિ જે ચૌદ મહાસ્વપ્નો શ્રી તીર્થકર ભગવંતની માતાને આવેલ છે. તે ત્રિભુવન પૂજય શ્રી તીર્થકર મહારાજા ગર્ભમાં પધારેલા હોવાથી તેમના પ્રભાવે જમાતાને ચૌદ સ્વપ્નો આવે છે, અર્થાત્ માતાને આવતા ચૌદ સ્વપ્નામાં તીર્થકર ભગવંત જ કારણ છે.
ઉપર મુજબ સ્વપ્નો આવવામાં જ્યારે તીર્થકર ભગવંત નિમિત્ત છે, તો તે સ્વપ્નની ઉછામણી ચઢાવવા નિમિત્તે ઉત્પન થતું જે દ્રવ્ય હોય તે દેવદ્રવ્યમાં જ ગણાય. એમ અમોને ઉચિત લાગે છે. જે દ્રવ્યની ઉત્પત્તિમાં દેવનું નિમિત્ત હોય તે દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. એમ અમો માનીએ છીએ.
એ જ ધર્મકરણીમાં વિશેષ ઉજમાળ થવું. સંભારનાર સર્વને ધર્મલાભ કહેવા. આસો સુ. ૩ સોમવાર.
દઃ ધર્મવિજયના ધર્મલાભ. (વર્તમાનમાં પૂ.આ.ભ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.)
Page #380
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૨૫
તમારે ત્યાં આજ સુધી ઉછામણીનો ભાવ એક મણે અઢી રૂપિયાનો હતો અને તે બધું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ ગણવામાં આવતું. તે અઢી રૂપિયા દેવદ્રવ્યના કાયમ રાખીને મણનો ભાવ તમો પાંચ રૂપિયા ઠરાવ્યો અને બાકીના રૂપિયા અઢી સાધારણમાં લઈ જવાનું નક્કી કર્યું, તે અમને શાસ્ત્રદૃષ્ટિએ વ્યાજબી લાગતું નથી. આજે તો તમોએ સ્વપ્નની ઉછામણીમાં આ કલ્પના કરી, કાલે પ્રભુની આરતી પૂજા વગેરેના ચઢાવામાં ઉપર મુજબ કલ્પના કરશો, તો પછી તેમાં શું પરિણામ આવશે ? માટે હતું એ સર્વોત્તમ હતું કે, સ્વપ્નની ઉછામણીના અઢી રૂપિયા કાયમ રાખો અને સાધારણની ઉપજ માટે સ્વપ્નની ઉછામણીમાં કોઈપણ જાતની કલ્પના ન કરતાં બીજો ઉપાય શોધો. એ વધુ ઉત્તમ છે. એ જ ધર્મકરણીમાં ઉજમાળ રહેવું.
(૫)
ઇડર આ. સુ. ૧૪
પૂજ્ય આ. મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી મહારાજની આજ્ઞાથી તત્ર સુશ્રાવક દેવગુરુ ભક્તિકા૨ક જમનાદાસ મો૨ા૨જી યોગ્ય ધર્મલાભ વાંચશો.
તમારો પત્ર મળ્યો. વાંચી બીના જાણી, તમો દેવદ્રવ્યનો ભાવ રૂપિયા ૨।। છે. તેનો પાંચ કરી ૨॥ સાધારણ ખાતામાં લઈ જવા માંગો છો તે જાણ્યું, પરંતુ તેમ થવાથી જે પચીશ મણ ઘી બોલવાના ભાવવાળો હશે તે બારમણ બોલશે. એટલે એકંદરે દેવદ્રવ્યને નુકશાન થવાનો ભય રહે છે, માટે એમ કરવું એ અમોને ઉચિત લાગતું નથી. સાધારણ ખાતાની આવક કોઈ પ્રકારના લાગા નાખીને ઉત્પન્ન કરવી એ ઠીક લાગે છે. બીજા ગામોમાં શી રીતે થાય છે તેની અમોને ખાસ માહિતી નથી. જ્યાં જ્યાં હમોએ ચોમાસું કર્યું છે ત્યાં ત્યાં દેવદ્રવ્યમાં મોટે ભાગે ગયું છે. કેટલેક ઠેકાણે સુપનની આવકમાંથી અમુક આની સાધારણ ખાતામાં લઈ જાય છે. પરંતુ એ પ્રમાણે કરનારા ઠીક નથી કરતા એમ અમારી માન્યતા છે. એ જ ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશો.
૬. પ્રવીણવિજયના ધર્મલાભ.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૨૬
(૬)
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
મુંબઈ લાલબાગ ભા.વ. ૧૪
પ.પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી શાંતાક્રુઝ મધ્યે દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક જમનાદાસભાઈ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો, વાંચી હકીકત જાણી.
સુરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કોઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે.
વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાનો ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફેરવીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ હતી.
ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણસ્મામાં દેવદ્રવ્યમાં જાય છે, ભાવનગરની ચોક્કસ માહિતી નથી.
અમદાવાદમાં સાધારણ ખાતા માટે ઘર દીઠ દર સાલ અમુક રકમ લેવાનો રીવાજ છે, જેથી કેશર, સુખડ, ધોતીયા વગેરેનો ખર્ચ થઈ શકે છે. એવી યોજના અથવા દરસાલ ટીપની યોજના કાયમ ચાલે તેવી રીતે શક્તિ પ્રમાણે થઈ જાય તો સાધારણમાં વાંધો આવે નહિં.
પણ સુપનની ઉપજ લઈ જવી એ તો કોઈ રીતે ઉચિત લાગતું નથી. તીર્થંકર દેવને ઉદ્દેશીને જ સ્વપ્નાં છે અને તેથી તે નિમિત્તનું દેવદ્રવ્યમાં જવું જોઈએ.
“ગપ્પ દીપિકા સમીર” નામની ચોપડીમાં પ્રશ્નોત્તરમાં પૂજ્ય સ્વ. આચાર્યદેવ વિજયાનંદસૂરિજીનો પણ એવો જ અભિપ્રાય છપાયેલો છે. સર્વેને ધર્મલાભ જણાવશો.
એ જ દઃ હેમંતવિજયના ધર્મલાભ.
Page #382
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૨૭
જૈન ઉપાશ્રય-કરાડ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ તરફથી.
ધર્મલાભ. સ્વપ્ન ઉતારવાની ક્રિયા પ્રભુ ભક્તિ નિમિત્તે જ થાય છે. માટે એની ઉપજ ઓછી થાય એવું કોઈપણ પગલું ભરવાથી દેવદ્રવ્યની ઉપજ રોકવાનું પાપ લાગે. એ કારણે જ તમારો ઠરાવ કોઈ પણ રીતે યોગ્ય નથી, પણ શાસ્ત્રવિરુદ્ધ છે. સાધારણની ઉપજ માટે અનેક ઉપાયો યોજી શકાય છે.
અમદાવાદ આદિમાં સ્વપ્નની ઉપજ જીર્ણોદ્ધારમાં જ અપાય છે. જે જે સ્થળે ગરબડ હોય અથવા થઈ હોય તો તે અજ્ઞાનનું જ પરિણામ છે. માટે એનું દૃષ્ટાંત લઈ આત્મનાશક વર્તાવ કોઈ પણ કલ્યાણકામી શ્રી સંઘે ન જ કરવો જોઈએ.
એ જ સૌ શ્રી જિનાજ્ઞાસિક અને પાલક બને, એ જ એક અભિલાષા.
(૮).
શ્રી મુકામ પાટણથી લી. વિજયભક્તિસૂરિ તથા પં. કંચનવિજયાદિ ઠા. ૧૯. મુ. શાંતાક્રુઝ -
દેવગુરુભક્તિકારક ધર્મરાગી જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર પહોંચ્યો, વાંચી સમાચાર જાણ્યા. તમોએ સ્વપ્નાની બોલીની ઘી બાબતમાં પૂછાવ્યું તેના જવાબમાં -
પ્રથમ અઢી રૂપિયાના ભાવથી દેરાસરજીમાં લઈ જતા. હવે પાંચનો ઠરાવ કરી અડધું સાધારણમાં લઈ જવાનો ઠરાવ કરો છો, તે બાબતમાં વિચારણીય પ્રશ્ન છે. કારણ કે અઢીના પાંચ કરીએ ત્યારે જે અઢીના ભાવથી ઘી બોલાતું હોય તેમાંથી પાંચના ભાવનું સ્વાભાવિક ઓછું જ બોલાય. એટલે મૂળ આવકમાં ફેરફાર થાય. વળી મુનિ સંમેલન વખત-સાધારણમાં અડધું લઈ જવાનો ઠરાવ થયો નથી.
તમારા જેવા ગૃહસ્થો ધારો તો સાધારણનો લેશ માત્ર ખાડો ન પડે, ન
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ધારીએ તો પડે. સૌથી ઉત્તમ માર્ગ તો પ્રથમ છે તે જ પ્રમાણે રાખવું. પછી કદાચ તમારા લખવા પ્રમાણે અડધો કરવું હોય તો ઉપર લખેલ બે ઠેકાણે પૂછાવીને કરી લેશો. તે બરાબર ધ્યાનમાં લેશો. ધાર્મિક ક્રિયા કરી જીવન સફળ કરશો. અમદાવાદ સુધી કદાચ આવવાનું થાય તો પાટણ શહેરના દહેરાસરજીની જાત્રાનો લાભ લેશો.
ખંભાત આસો સુ. ૧ આ. વિજયક્ષમાભદ્રસૂરિ તરફથી.
સુશ્રાવક દેવ-ગુરુ-ભક્તિકારક શેઠ જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ સાથે માલુમ થાય કે તમારો પત્ર મળ્યો સમાચાર જાણ્યા.
ત્યાંના સંઘે કરેલો નવો ઠરાવ શાસ્ત્રીય રીતે બરાબર નથી. કારણ કે, દેવદ્રવ્યના નામે ઉત્પન્ન કરાયેલ રકમનો કોઈપણ ભાગ દેવમંદિર અને મૂર્તિના નિભાવ સિવાય બીજા ખાતામાં વાપરવો જોઈએ નહિ. આપનારાઓની ભાવના પણ દેવદ્રવ્યને જ ઉદ્દેશીને જ હોય છે. આવી પ્રવૃત્તિઓ પણ શ્રાવકના વાર્ષિક અગ્યાર કૃત્યોમાં દેવદ્રવ્યની વૃદ્ધિરૂપે જ એ કૃત્ય તેને સાચવવા માટે જ પૂર્વ પુરુષોએ પ્રચલિત કરી છે અને જ્યારે અનેક પેઢીઓ ચલાવતા મોટા મોટા વેપારીઓ પણ આ લોકની પ્રામાણિકતા ખાતર દરેકનો હિસાબ જુદી જુદી રીતે ચોખ્ખો રાખે છે. રકમો આમતેમ ઘાલમેલ કરી શકાતી નથી. તેવી જ રીતે ધાર્મિક ખાતાઓમાં પણ એવી જ જાતનાં સ્પષ્ટ જમાખર્ચ હોવા જોઈએ.
વળી એ પણ લક્ષ બહાર ન હોવું જોઈએ કે, ઘણા બોલનારાઓ ખર્ચ ખાતામાંથી નહિ પણ દેવપૂજાની જીર્ણોદ્ધાર આદિમાં ખર્ચવા ધારેલી અથવા જુદી કાઢીને રાખેલી રકમમાંથી જ બોલીઓ બોલે છે. જ્યારે કેટલીક પેઢીઓમાં આવક કે બચતનો અમુક ભાગ દેવના નામે જમા થતું રહે છે અને અવસરે અવસરે અપાતું રહે છે. આ દરેક વસ્તુ લક્ષમાં લેતાં લોકોને મૂલ ભાવનામાંથી ચૂકવે અને જતા દિવસે નવા આવેલા અથવા વસ્તુથી અજાણુ માણસોને દેવદ્રવ્યમાંથી આડા-અવળા માર્ગે રકમ ખર્ચવા પાછલે બારણેથી છૂટ આપે
Page #384
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
એવા ઠરાવો વ્યાજબી ગણાય નહિ.
સાધારણ ખાતાની ખોટની બૂમો અનેક ઠેકાણે સંભળાય છે. પરંતુ તમારા જેવા જવાબદાર ધર્મરુચિવાળા જીવો ધારે તો એકલા હાથે એટલી રકમ આપી શકે કે જેના વ્યાજમાંથી પણ આવા પરચુરણ ખરચો નભતા રહે અને પોતાના દૃષ્ટાંતથી બીજાને પણ એ માર્ગે પ્રેરી શકે. જ્યારે એના એ સમાજે જ ખર્ચ ઉપાડવાનો છે તો પ્રથમથી જ સાધારણની સારી જેવી ટીપ કરી લેવી હિતાવહ ગણાય.
૩૨૯
હમોએ તમારા કરેલા ઠરાવ મુજબના ઠરાવો કેટલાક ઠેકાણે થયેલા જાણ્યાં છે. પરંતુ પણ તે જુદા જ છે અને અમો પણ જ્યાં સુધી હમારો આવાજ પહોંચી શક્યો છે, ત્યાં સુધી વસ્તુને મૂળ સ્થિતિ ઉપર લાવી સાધારણની જુદી ઉપજ કરાવવા પ્રયત્ન કર્યો છે અને ગુરુકૃપાએ કેટલાક સ્થળે સફળતા પણ મળી છે.
ઘણા સ્થળો એવા પણ જોવામાં આવે છે કે જ્યાંના કારભારીઓ પોતાની બુદ્ધિ અનુસાર અમુક વ્યવસ્થા વરસો સુધી ચલાવી રાખે છે અને સ્થિતિ સાફ બગડતા મુનિરાજો પાસે ફરિયાદ લઈને જાય છે, જેનું પરિણામ અરણ્યરૂદન સિવાય કાંઈ પણ આવતું નથી. ધર્મકાર્ય લખશો. ધર્મકાર્યમાં ઉદ્યમ રાખશો. · ક્ષમાવિજય
હમારા અક્ષર બરાબર વાંચી ન શકાય આટલા ખાતર પત્ર ગુજરાતીમાં લખાવ્યો છે. વસ્તુસ્થિતિ વિચા૨ી ત્યાં શ્રી સંઘને કલ્યાણકારી પ્રવૃત્તિમાં કાયમ રાખશો.
ખંભાત, સૂરત વગેરે પ્રાચીન પ્રણાલિકા રુચિવંત શહેરોમાં આવી ઘાલમેલ નથી.
સ્વપ્નની ઉપજનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય !
તેને અંગે પૂ. પાદ સુવિહિત આચાર્યાદિ મહાપુરુષોનો શાસ્ત્રાનુસારી મહત્ત્વનો આદેશ
(નોંધ - વિ. સં. ૧૯૯૪માં પૂ. પાદ સુવિહિત શાસનમાન્ય ગીતાર્થ આચાર્ય ભગવંતોના શાસ્ત્રાનુસારી જવાબ સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ લઈ જવાય તેમાં ભાવ
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
વધારો કરી તે પણ સાધારણમાં ન જાય, તે મુજબનો સ્પષ્ટ તેમજ મક્કમ રૂપે આવેલ. ત્યારબાદ ફરીથી વિ.સં. ૨૦૧૦માં આજ એક મહત્ત્વના પ્રશ્નને અંગે તે હાલમાં સમસ્ત તપાગચ્છના શ્વે.મૂ.સંઘના વિદ્યમાન પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવંતોની સાથે પત્ર વ્યવહાર કરીને તેઓશ્રીનો સ્પષ્ટ અને સચોટ નિર્ણય તથા શાસ્ત્રીય માર્ગદર્શન પ્રાપ્ત કરવા વેરાવલ નિવાસી સુશ્રાવક અમીલાલ રતિલાલે જે પત્ર વ્યવહાર કરેલ તે સંબંધી પૂ. પાદ આચાર્ય ભગવંતોના જે જે જવાબો પ્રાપ્ત થયેલ તે શ્રી મહાવીરશાસન'માં પ્રસિદ્ધ થયેલ. તે ફરી ગ્રંથસ્થ થાય તો તે સાહિત્ય હંમેશને માટે પરમતારક શ્રી જૈનશાસનની પ્રત્યે આરાધકભાવે રૂચિ ધરાવનાર કલ્યાણકામી આત્માઓને ઉપયોગી તથા ઉપકારક બને, તે જ એક શુભ ઉદ્દેશથી અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે.
- સંપાદક)
(૧)
અમદાવાદ શ્રાવણ સુદી ૧૨ પરમ પૂજય સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ તરફથી –
વેરાવલ મધ્યે શ્રાવક અમીલાલ રતિલાલ જૈન. ધર્મલાભ. તમારો પત્ર મળ્યો વાંચી તમામ બીના જાણી, તમારા પત્રનો ઉત્તર નીચે મુજબ.
ચૌદ સુપન, પારણું, ઘોડિયાં તથા ઉપધાનની માળાની બોલીનું ઘી, તે બધી ઉપજ શાસ્ત્ર આધા૨ે દેવદ્રવ્યમાં જ જાય છે અને તે જ વ્યાજબી છે, તેનાં શાસ્ત્રના પાઠ શ્રાદ્ધવિધિ તથા દ્રવ્યસપ્તતિકા તથા બીજા સિદ્ધાંતના પાઠોમાં છે, માટે દેવદ્રવ્યમાં જ જાય. સાધારણમાં જે લોકો લઈ જાય તે તદ્દન ખોટું છે. ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશો.
લી. આચાર્યદેવની આજ્ઞાથી,
દઃ મુનિ કુમુદવિજય તરફથી ધર્મલાભ.
(૨)
અહમદનગર ખ્રિસ્તીગલી જૈન ધર્મશાળા સુદી ૧૪
પૂ.પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી સુશ્રાવક અમીલાલ રતીલાલ યોગ ધર્મલાભ વાંચવા.
Page #386
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૩૧ તા. ૧૦નો તમારો કાગળ મળ્યો છે. ચૌદ સુપન, પારણા, ઘોડિયાં તથા ઉપધાનની માળાદિનું ઘી (ઉપજ) અમદાવાદ મુનિ સંમેલને શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ છે. તે મુજબ તે જ યોગ્ય છે, એ જ ધર્મસાધનામાં ઉદ્યમવંત રહેવું.
દઃ ત્રિલોચનવિજયના ધર્મલાભ.
પાલીતાણા, સાહિત્ય મંદિર, તા. ૫-૮-૫૪ ગુરુવાર. પૂ. આ.ભ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ. તરફથી.
મુ. વેરાવળ શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચશો. તમારો પત્ર મળ્યો, નીચે લખેલ પ્રમાણે સમાચાર જાણશો.
(૧) ઉપધાનની માળનું ઘી દેવદ્રવ્ય સિવાય બીજે લઈ શકાય નહિ.
(૨) ચૌદ સ્વપ્ન તથા ઘોડિયાં-પારણાનું ઘી પણ દેવદ્રવ્યમાં લઈ જવું તે જ ઉત્તમ છે. મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવાનો ધોરી માર્ગ છે. મુનિ સંમેલન અમદાવાદમાં સં. ૧૯૯૦માં થયું ત્યારે પણ ઠરાવમાં એ જ થયું છે જે મુખ્ય માર્ગ દેવદ્રવ્યમાં જ લઈ જવું. ઈત્યાદિ હકીકત જાણશો. દેવદર્શન કરતાં યાદ કરશો.
લિ. વિજયભક્તિસૂરિ. દઃ પોતે.
પાવાપુરી સુ. ૧૪ પૂ. પરમ ગુરુદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. તરફથી દેવ-ગુરુભક્તિકારક સુશ્રાવક અમીલાલ યોગ ધર્મલાભ. તા. ૧૦નો તમારો પત્ર મળ્યો, જવાબમાં જણાવવાનું જે સ્વપ્નદ્રવ્ય, પારણાં, ઘોડિયા ઈત્યાદિ શ્રી જિનેશ્વરદેવને ઉદ્દેશીને જે કોઈ બોલીઓનું ઘી થયું હોય તે શાસ્ત્ર મુજબ દેવદ્રવ્યમાં જવું જોઈએ.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આથી વિપરીત રીતે ઉપયોગમાં લેનાર દેવદ્રવ્યના નાશના પાપનો ભાગીદાર થાય છે. એ જ ધર્મની આરાધનામાં સદા ઉજમાલ રહો એ જ એક સદા માટેની શુભાભિલાષા.
દઃ ચારિત્રવિજયના ધર્મલાભ.
(૫) શ્રાવણ સુદ ૭ શુક્રવાર તા. ૬-૮-૫૪
ગુડાબાલોતરા (રાજસ્થાન) પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ.
વેરાવળ મધ્ય સુશ્રાવક શા. અમીલાલ રતિલાલ યોગ ધર્મલાભ લખવાનું કે તમારો પત્ર મળ્યો છે, વાંચી સમાચાર જાણ્યા છે, લખવાનું કે ઉપધાનની ઉપજ દેવદ્રવ્યમાં જાય એવો હીરપ્રશ્નમાં ખુલાસો છે. બીજું સુપનાની ઉપજ માટે સ્વપ્ન ઉતારવાનું શરૂ થયું ત્યારથી એ ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. એમાંથી દેરાસરના ગોઠીને તથા નોકરોને પગાર અપાય છે. સાધુ સંમેલનમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો. પરંપરાથી દેવદ્રવ્યમાં જાય છે તેથી દેવદ્રવ્યમાં લઈ જવાનો ઉપદેશ કરવો એવો નિર્ણય કરેલ. અત્રે સુખશાંતિ છે, તમને પણ સુખશાંતિ વરતે એ જ ધર્મધ્યાનમાં ઉદ્યમ કરશો. નવીન જણાવશો. દ મુનિરાજ શ્રી અમૃતવિજયજી.
(નોંધઃ સુવિહિત આચાર્યદેવોની પરંપરાએ ચાલી આવતી આચરણા પણ ભગવાનની આજ્ઞાની જેમ માનવાનું ભાષ્યકાર ભગવાનો જણાવે છે. નિર્વાહના અભાવે દેવદ્રવ્યમાંથી ગોઠીને, નોકરને પગાર અપાય એ જુદી વાત છે. પરંતુ જ્યાં નિર્વાહ કરી શકાય તેમ હોય છતાં અપાય તો તેમાં દોષિત થવાય એમ અમારું માનવું છે.)
(૬) સ્વસ્તિ શ્રી રાધનપુરથી લિ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી આદિઠા. ૧૦ તત્ર શ્રી વેરાવળ મળે સુશ્રાવક દેવગુરુભક્તિકારક શા. અમીલાલભાઈ રતીલાલભાઈ યોગ્ય ધર્મલાભ પહોંચે. અત્ર દેવગુરુ કૃપાથી સુખશાતા વર્તે છે. તમારો પત્ર મળ્યો, ઉત્તર નીચે પ્રમાણે –
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૩૩
પરિશિષ્ટ-૨
ચૌદ સ્વપ્ન, પારણાં, ઘોડિયા તથા ઉપધાન માળ આદિનું ઘી કે રોકડા રૂપૈયા બોલાય તે શાસ્ત્રની રીતિએ તેમજ સં. ૧૯૯૦માં જ્યારે મુનિ સંમેલન શ્રી અમદાવાદ એકત્ર થયેલ ત્યારે પણ ૯ આચાર્યોની સહીથી ઠરાવ દેવદ્રવ્યમાં લઈ જવાનો થયેલ અને ત્યારે સેંકડો સાધુ-સાધ્વીઓ અને હજારો શ્રાવકશ્રાવિકાઓ હતા. તેનો કોઈએ વિરોધ નહિ કરેલ એટલે તે ઠરાવને કબૂલ રાખેલ. એ જ ધર્મકરણીમાં ભાવ વિશેષ રાખવા એ જ સાર છે. શ્રાવક સુદ ૧૪ લિ. વિજયકનકસૂરિના ધર્મલાભ.પં. દીપવિજયના ધર્મલાભ વાંચવા.
ભાયખલા જૈન ઉપાશ્રય, લવલેન
મુંબઈ નં. ૨૭ તા. ૧૫-૮-૫૪ લિ. વિજયામૃતસૂરિ, પં. પ્રિયંકરવિજય ગણિ આદિ. દેવગુરુ-ભક્તિકારક શ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ. તમારું કાર્ડ લાલવાડીના સરનામાનું મળ્યું. અત્રે પ્રાતઃ સ્મરણીય ગુરુ મહારાજશ્રીના પુણ્ય પસાયથી સુખશાતા વર્તે છે. - દેવદ્રવ્યનો પ્રશ્ન શાસ્ત્ર આધારે ચર્ચાને સાધુ સંમેલનમાં તેનો નિર્ણય થયેલો છે. તે અખિલ ભારતવર્ષીય સાધુસંમેલનની બુક એક પ્રતાકારે બહાર પડી છે, તેમાં છે તે જોઈ લેજો. ત્યાં આ. વિજયઅમૃતસૂરિજી તથા મુનિશ્રી પાર્શ્વવિજયજી આદિ છે તેમની પાસેથી ખુલાસો મેળવશો તેમને સુખશાતા જણાવશો. એ જ અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસન પામી ધર્મની આરાધનામાં વિશેષ ઉદ્યમવંત થવું. એ નર જન્મ પામ્યાની સાર્થકતા છે.
(૮)
अमदाबाद दिनांक ११-१०-५४ सुयोग्य श्रमणोपासक श्रीयुत शा. अमीलालभाई जोग, धर्मलाभ. पत्र दो मिले, कार्यवशात् विलंब हो गया । खैर, आपने चौद सुपन पालणां घोडिया और उपधान की माला की बोली आदि की घी की बोली की रकम
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
कौन खाते में जमा करना आदि के लिये लिखा उसका प्रत्युत्तर में उपरोक्त बोली परंपरासें आचार्यदेवोने देवद्रव्य में ही वृद्धि करने का फरमाया है । अतः वर्तमान वातावरण में उक्त कार्य में ढिलापन नहि होने देना वरना आपकों आलोचना के पात्र बनना पडेगा । किमधिकम् । हिमालचसूरि का धर्मलाभ.
વિ
(૯)
પાલીતાણાથી લિ. ભુવનસૂરિજીના ધર્મલાભ. કાર્ડ મળ્યો. સમાચાર જાણ્યા. સ્વપ્નાની બોલીના પૈસા દેવદ્રવ્યમાં જ જવા જોઈએ. સાધારણમાં લઈ જવાય નહિ. એ માન્યતાવાળા પૂજ્ય સિદ્ધિસૂરિજી મ., લબ્ધિસૂરિજી મ., નેમિસૂરિજી મ., સાગરજી મ. વગેરે ૫૦૦ સાધુઓની માન્યતા એ પ્રમાણે છે. આરાધનામાં રક્ત રહેશો. પારણાંની બોલી પણ દેવદ્રવ્યમાં જ જાય છે જ. સુદિ ૧૨
(૧૦)
દાઠા (જિ. ભાવનગર) શ્રાવણ સુદ ૧૨
પૂ. પા. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજી મ. સા. તથા મુનિશ્રી માનતુંગવિજયજી મહારાજ.
વેરાવળ મધ્યે સુશ્રાવક અમીલાલ રતિલાલ આદિ....
ધર્મલાભપૂર્વક જણાવવાનું જે અત્રે સુખશાતા છે. તમારો પત્ર મળ્યો. વાંચી બિના જાણી છે તે પ્રશ્નના જવાબમાં જાણવું જે સુપન પ્રભુજીના માતાને પ્રભુજી ગર્ભવાસ કરતાં પ્રભુના પુણ્યબલે જોવામાં આવે છે. જેથી તે વસ્તુ પ્રભુજી-દેવસંબંધીની જ ગણાય છે. ઉપરાંત માળાદિની વાત સંબંધમાં તીર્થમાળા તે પણ શ્રી પ્રભુજીના દર્શન-ભક્તિ નિમિત્તે સંઘો નીકળતાં સંઘ કાઢનાર સંઘવીને તીર્થમાળા પહેરાવવામાં આવતી એટલે તીર્થમાળા પણ પ્રભુજીની ભક્તિ નિમિત્તે થયેલ કાર્ય માટે પહેરાવવામાં આવતી જેથી તેની ઉછામણીનું દ્રવ્ય પણ દેવનું જ દ્રવ્ય ગણાય છે. તીર્થમાળાદિ કહેતાં સર્વ પ્રકારની માળા સંબંધી સમજવું. વળી સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદ મધ્યે સાધુ સંમેલન મળેલ, ત્યારે પણ આ સંબંધી ઠરાવો થયેલ છે, તેમાં પણ તે દ્રવ્યને
Page #390
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૩૫
દેવદ્રવ્ય તરીકે જ નક્કી કરવામાં આવેલ છે.
(૧૧)
ભાવનગર શ્રાવણ સુદ ૬ લી. આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરિજી મ. શ્રી તરફથી દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભ વાંચવા.
અત્રે ધર્મપસાયે શાંતિ છે. તમારો કાગળ મળ્યો. સમાચાર જાણ્યા. તમોએ ૧૪ સુપન, ઘોડીયા પારણાં તથા ઉપધાનની માળાની ઉપજ (ઘી)નું દ્રવ્ય કયા ખાતામાં લઈ જવાય એનો શાસ્ત્રાધારે મારી પાસે ખુલાસો માગ્યો, આવી ધાર્મિક બાબત તરફ તમારી જિજ્ઞાસા લાગણી બદલ ખુસી થાઉં છું. પરંતુ તમારે ત્યાં ચાતુર્માસ આચાર્યાદિ સાધુઓ છે, તથા વેરાવળમાં કંઈક વર્ષોથી આ બાબતનો કેટલાએક આચાર્ય આવી ગયા તથા પંડિત મુનિરાજોના ઉપદેશ, ચર્ચા, વાટાઘાટ ચાલ્યા જ કરે છે, તે સંબંધમાં શાસ્ત્રાધારે તે દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે જ છે એમ દાંડી પીટીને મુનિરાજો કહેતા આવ્યા છે અને કહે છે. કોઈ પોતાના ઘરનું કહેતા નથી. પણ શાસ્ત્રાધારે કહે છે એને શાસ્ત્રની શ્રદ્ધાથી માનનારાસ્વીકારનારા ભવભીરૂ આત્માઓ તે મુજબ સ્વીકારી લે છે.
દ: ચરણવિજયજીના ધર્મલાભ.
(૧૨)
શ્રી જૈન વિદ્યાશાળા, વિજાપુર (ગુજરાત) લી. આચાર્ય કીર્તિસાગરસૂરિ, મહોદયસાગર ગણિ વિ. ઠા. ૮.
શ્રી વેરાવળ મધ્ય દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલભાઈ વગેરે.
યોગ્ય ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારો પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણી આનંદ થયો છે. અમો સર્વે સુખશાતામાં છીએ. તમો સર્વે સુખશાતામાં હશો. વગેરે લખવાનું કે તમોએ લખ્યું કે સુપન, પારણાં ઘોડીઆ તથા શ્રી ઉપધાનની માળાની બોલીનું ઘી કયાં લઈ જવું? તો જણાવવાનું જે પારણાં
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઘોડીઆ, શ્રી ઉપધાનની ઉપજ કે ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાય છે. સાધારણ ખાતામાં લઈ જવાતી નથી. માટે ઉપધાન વગેરે ઘીની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી. એ જ ધર્મસાધન કરશો.
(૧૩) પગથીયાનો ઉપાશ્રય, હાજા પટેલની પોળ,
અમદાવાદ શ્રાવણ સુદિ ૧૪ સુશ્રાવક અમલાલ રતિલાલ યોગ ધર્મલાભપૂર્વક લખવાનું જે દેવ-ગુરુ પસાયથી અત્રે સુખશાતા છે. તારીખ ૧૦-૯-૫૪નો લખેલો તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા, એ સંબંધમાં જણાવવાનું કે :
ચૌદ સ્વખ, પારણાં ઘોડીયાં સંબંધીની તથા ઉપધાનની માળા આદિની ઉપજ દેવદ્રવ્યમાં જાય. સાધારણ ખાતામાં લઈ જવી ઉચિત નથી. આ બાબત રાજનગરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિ સંમેલનનો ઠરાવ સ્પષ્ટ કરે છે. એ જ ધર્મસાધનામાં ઉદ્યમશીલ રહેશો.
લી. આ. વિજયમનોહરસૂરિના ધર્મલાભ
(૧૪)
તળાજા તા. ૧૩-૮-૫૪ લી. વિજયદર્શનસૂરિ આદિ.
તત્ર દેવગુરુ-ભક્તિકારક શા. અમીલાલ રતિલાલ યોગ્ય. વેરાવળ બંદરે ધર્મલાભપૂર્વક તમોએ ચૌદ સ્વપ્ન તથા ઘોડિયા પારણાની તથા ઉપધાનની માળાની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવી કે દેવદ્રવ્ય ખાતામાં લઈ જવી તે પૂછાવ્યું છે તે બાબતમાં જણાવવાનું કે પ્રામાણિક પરંપરા જે ચાલી આવતી હોય તેમાં ફેરફાર કરવો તે ઉચિત જણાતું નથી. તે પરંપરા તોડવામાં આવે તો બીજી પણ અનેક પ્રામાણિક પરંપરા તૂટી જવાનો ભય રહે છે. અત્યાર સુધી તે ઉપજ દેવદ્રવ્ય ખાતે જ લઈ જવામાં આવી છે માટે તે રીતે વર્તન કરવું એ જ ઉચિત જણાય છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૩૭ જો કે ચૌદ સ્વપ્ન દર્શન પ્રભુની બાલ્ય અવસ્થાના કાળના છે. પરંતુ આપણે બાલ્ય માનીને કરવાનું નથી પરંતુ તે તીર્થકર આ ભવમાં જ થવાના છે. એટલે બાલ્યવયરૂપ દ્રવ્ય નિક્ષેપો ભાવનિક્ષેપનું મુખ્ય કારણ માનીને શુભ કાર્ય કરવાના છે, એટલે ત્રિલોકાધિપતિ પ્રભુ ભગવંતને ઉદ્દેશીને જ સ્વપ્ન વગેરે ઉતારવાનાં હોવાથી જે ઉદ્દેશીને કાર્ય કરવામાં આવે તે ઉદ્દેશમાં જ ખરચવું તે જ ઉચિત ગણાય. જેથી સ્વપ્નાદિનું ઘી ત્રિભુવનનાયક પ્રભુને ઉદ્દેશીને બોલવામાં આવે છે એટલે તેમાં જ તે ઉપજ ખર્ચાય તે ઉચિત ગણાય.
(પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટપ્રભાવક આચાર્ય મહારાજ શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. શ્રીજીનો આ અભિપ્રાય છે.)
(૧૫)
ભુજ તા. ૧૨-૮-૫૪ ધર્મપ્રેમી સુશ્રાવક અમલાલભાઈ,
લી. ભુવનતિલકસૂરિના ધર્મલાભ. પત્ર મળ્યો. જિનદેવને આશ્રિત જે ઘી બોલાય તે સઘળું દેવદ્રવ્યમાં જ જવું જોઈએ એવા શાસ્ત્રીય પાઠો છે. દેવદ્રવ્ય સિદ્ધિની પુસ્તિકા વાંચી જવા ભાલમણ છે. મુનિસંમેલનમાં ય ઠરાવ થયેલો હતો. દેવાશ્રિત સ્વપ્નાં, પારણું કે વરઘોડા આદિમાં બોલાતી બોલીઓનું દ્રવ્ય તેમજ માલારોપણની આવક આ સઘળું ય દેવદ્રવ્ય જ કહેવાય અને તે દેવદ્રવ્ય સિવાય અન્ય કોઈપણ ખાતામાં તેનો ઉપયોગ ન જ થઈ શકે.
કોઈ વ્યક્તિઓ એમાં મતભેદ ધરાવે છે પણ તે અશાસ્ત્રીય અને અમાન્ય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની આજ્ઞા છે, પણ હાનિ કરનારને મહાપાપી અને અનંતસંસારી થયાનું શાસ્ત્ર ફરમાન છે. તો આજના સુવિહિત શાસ્ત્રવચનશ્રદ્ધાળું આચાર્ય મહારાજાઓનો આ જ સિદ્ધાંત છે અને ફરમાન છે. કારણ કે, ભવભીરૂ
છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧૬) અમદાવાદ શાહપુર, મંગળ પારેખનો ખાંચો
જૈન ઉપાશ્રય, સુદ ૧૪ ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક ભાઈ અમલાલ રતિલાલભાઈ મુ. વેરાવળ. યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. સમાચાર સર્વે જાણ્યા.
ચૌદ સ્વપ્ન પારણું, ઉપધાનની માળાનું ઘી દેવદ્રવ્યમાં લઈ જવું એ જ વ્યાજબી છે. શાસ્ત્ર તેમજ પરંપરાના આધારોની હકીકત તો રૂબરૂમાં શાંતિથી સમજાવી શકાય. ધર્મભાવનામાં વૃદ્ધિ કરશો.
દઃ ધર્મવિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ.આ.ભ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ.મ.શ્રી વિજયધર્મસૂરિજી મહારાજનો છે.)
(૧૭)
શ્રી જૈન જ્ઞાનવર્ધકશાળા, વેરાવળ શ્રા.વ. ૧૦ પરમપૂજય પ્રાતઃસ્મરણીય આચાર્યદેવ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી પાર્થવિજયજી મહારાજ આદિ ઠાણા ૬ તરફથી.
દેવગુરુ-ભક્તિકારક સુશ્રાવક અમીલાલ રતિલાલ જૈન યોગ્ય. ધર્મલાભપૂર્વક જણાવવાનું જે તમારા તરફથી પત્ર મળ્યો. વાંચી વિગત જાણી. જવાબમાં જણાવવાનું :
ચૌદ સુપન, પારણાં, ઘોડિયા તથા ઉપધાનની માળાની બોલીનું ઘી (ઉપજ) શાસ્ત્ર આધારે દેવદ્રવ્યમાં જ લઈ જવાય. સાધારણમાં લઈ જવું શાસ્ત્ર આધારે તેમ જ પરંપરા પ્રમાણે બિલકુલ ગેરવ્યાજબી છે. આ માટે શાસ્ત્રીય પાઠો છે.
દઃ જિનેંદ્રવિજયના ધર્મલાભ.
Page #394
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩ો
મુસાડી ત્રાવણ સુદ ૭ ધર્મવિજય આદિ તરફથી. સુશ્રાવક અમીલાલ રતીલાલ મુ. વેરાવળ.
યોગ્ય ધર્મલાભ સાથે જણાવવાનું કે પત્ર મળ્યો બીના જાણી ઉત્તરમાં જણાવવાનું કે સ્વપ્ન પારણાદિની બોલીનાં ઘીની ઉપજ શાસ્ત્રદૃષ્ટિએ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેમજ તીર્થમાળા ઉપધાનની માળાદિનાં ઘીની ઉપજ પણ દેવદ્રવ્યમાં જઈ શકે છે. તેનો શાસ્ત્રમાં પાઠ પણ છે. માટે દેવદ્રવ્યમાં લઈ જવું ઉચિત છે. ધર્મસાધનમાં ઉદ્યમ રાખશો.
દઃ ધર્મવિજયના ધર્મલાભ. (આ અભિપ્રાય પૂ.આ.ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ઉપાધ્યાયજી ધર્મવિજયજી મહારાજનો છે.)
(૧૯)
નાગપુર સીટી નં. ૨ ઇતવારી બઝાર,
જૈન શ્વે. ઉપાશ્રય તા. ૧૧-૮-૫૪ ધર્મસાગર ગણિ આદિ ઠા. ૩ તરફથી.
સુશ્રાવક દેવગુરુ-ભક્તિકારક શાહ અમીલાલ રતિલાલ વેરાવળ. ધર્મલાભપૂર્વક લખવાનું કે તમારો પત્ર તારીખ ૯-૮-૫૪નો આજે મળ્યો. વાંચી બીના જાણી.
(૧) ચૌદ સુપનાં, પારણા ઘોડીયા તથા ઉપધાનની માળા આદિનું ઘી શાસ્ત્રીયરીતિયે તથા પરંપરા અને જ્ઞાનીઓની આજ્ઞા મુજબ દેવદ્રવ્યમાં જ લઈ જવાય. તેના માટે અમદાવાદ મુકામે સં. ૧૯૯૦માં સમસ્ત જે.મૂ.શ્રમણ સંઘે એકમતે સ્પષ્ટ નિર્ણય કરેલ છે. તે મંગાવી વાંચી લેવા. આ નિર્ણયનો છાપેલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અમદાવાદથી મળી શકશે. તેમાં સ્પષ્ટ છે કે પ્રભુજિનેશ્વરદેવ સમક્ષ કેનિમિત્તે દેરાસર કેદેરાસરની બહાર ભક્તિનિમિત્તે જે
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા બોલી કે ઉપજની રકમ આવે તે દેવદ્રવ્ય ગણાય.
સુપન ઉતારવા તે તીર્થકર ભગવાનનું ચ્યવન કલ્યાણક છે. અંજનશલાકા પ્રભાસપાટણમાં અમારા ગુરુદેવ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ હસ્તક થયેલ, તેમાં પાંચે કલ્યાણકની આવકદેવદ્રવ્યમાં લેવાણી છે તો સુપના, પારણાઓ ચ્યવન-જન્મ-મહોત્સવની પ્રભુ ભક્તિનિમિત્તે બોલાયેલ બોલી દેવદ્રવ્ય જ ગણાય. આમાં શંકાને સ્થાન નથી. છતાં સુપના તો ભગવાનની માતાને આવ્યા વગેરે કુટ દલીલો થાય છે તે જે કંઈ પ્રશ્નો પૂછવા ઘટેતે પૂછાવશો. તમામ ખુલાસા આપવામાં આવશે.
આના અંગે લગભગ બધા આચાર્યોનો એક જ અભિપ્રાય કલ્યાણ માસિકમાં શાંતાક્રુઝ સંઘ તરફથી પૂછાયેલ પત્રોના જવાબરૂપે પ્રસિદ્ધ પણ થયા છે. સિદ્ધચક્ર પાક્ષિકમાં પૂ.સ્વ. આગમોદ્ધારક શ્રી સાગરજી મહારાજાએ પણ દેવદ્રવ્યમાં જવાનું જણાવેલ છે.
અમદાવાદ, સુરત, ખંભાત, પાટણ, મહેસાણા, પાલીતાણા વગેરે મોટા સંઘો પરંપરાથી દેવદ્રવ્યમાં લઈ જાય છે. ફક્ત મુંબઈનો આ ચેપી રોગ કેટલેક ઠેકાણે ફેલાયો હોય એ સંભવિત છે. પણ મુંબઈમાં પણ કેટલેક ઠેકાણે આઠ આની દશ આની કે અમુક ભાગ સાધારણમાં લઈ જાય છે પણ તે દેવદ્રવ્ય મંદિરનું સાધારણ એટલે તેમાંથી પૂજારી, મંદિરની રક્ષા માટે ભૈયા, મંદિરનું કામ કરનાર ઘાટીના પગાર આદિમાં વપરાય છે ને કે સાધારણ એટલે બધે વપરાય તેવા અર્થમાં નહિ. આના અંગે જેને સમજવું હોય, પ્રભુ આજ્ઞા પ્રમાણે ધર્મ પાલવો હોય, વહીવટ કરવો હોય તો દરેક વાતના શંકાના સમાધાન યોગ્ય રીતે કરવામાં આવશે.
(૨) ઉપધાન અંગે તો શ્રમણ સંઘ સંમેલનનો સ્પષ્ટ ઠરાવ છે કે દેવદ્રવ્યમાં જાય તેને માટે શંકા છે જ નહિ. બધે તે મુજબ પ્રવૃત્તિ છે. મુંબઈમાં બે વર્ષથી ઠાણા અને ઘાટકોપરમાં તે રીતે ફેરવવા લઈ જવા પ્રયત્ન થયો છે, પણ ત્યાં સંઘમાં મતભેદ પડેલ છે. એટલે નિર્ણય કહેવાય નહિ.
૧. સાગર સમાધાન પ્રશ્ન - ૨૯૭, ૨૯૪માં પણ દેવદ્રવ્ય અંગેની જ રજુઆત કરેલી છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૪૧ એટલે ઉપરની બન્ને બાબતોની આવક દેવદ્રવ્યમાં લઈ જવાય તે શાસ્ત્રાધારે તથા પરંપરાથી નિશ્ચિત છે. પછી મતિ કલ્પનાથી કોઈ સમુદાય મરજી મુજબ કરે તે વાસ્તવિક કહેવાય નહિ. સુષ લિં વહુના ધર્મધ્યાન કરતા રહેશો.
લી. ધર્મસાગરના ધર્મલાભ. તા.ક. - ગત વર્ષે અમારું ચોમાસું મુંબઈ આદીશ્વરજી ધર્મશાળા પાયધુની ઉપર હતું. સુપના, પારણાની તમામ આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાનો ચોક્કસ ઠરાવ કરી સંઘે અમારી નિશ્રામાં સુપના ઉતારેલ તે જાણશો. આ સંબંધી વધુ જે કાંઈ માહિતી જોઈએ તે સુખેથી લખશો. ભવભીરૂતા હશે તે આત્માઓનું કલ્યાણ થશે. સંઘમાં બધાને ધર્મલાભ કહેશો.
(આ અભિપ્રાય પૂ. આચાર્ય મ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. શ્રીના પ્રશિષ્યરત્ન વર્તમાનમાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો છે.)
(૨૦)
શ્રી નમિનાથજી ઉપાશ્રય,
મુંબઈ નં. ૩ તા. ૧૨-૮-૫૪ લી. ધુરંધરવિજય ગણિ,
તત્ર શ્રી દેવગુરુ-ભક્તિકારક અમીલાલ રતિલાલ જૈન યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો. અત્રે શ્રી દેવગુરુ પસાયે સુખશાંતિ છે. સ્વપ્નાદિની ઘીની ઉપજ અંગે પૂછાવ્યું તો અમારા ક્ષયોપશમ અનુસાર સુવિદિત ગીતાર્થ સમાચારીને અનુસરતા ભવ્યાત્માઓ તેને દેવદ્રવ્યમાં લઈ જાય છે, અમને પણ એ વ્યાજબી જણાય છે. બાકી વિશેષ ખુલાસો રૂબરૂ થાય. એ જ ધર્મારાધનમાં યથાસાધ્ય ઉદ્યમવંત રહેવું.
(આ અભિપ્રાય પૂ.આ.ભ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીના પટ્ટાલંકાર પૂ.આ.ભ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. શ્રી ના પટ્ટાલંકાર વર્તમાનમાં પૂ.આ.ભ. શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મ.નો છે.)
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૪૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(૨૧)
રાજકોટ તા. ૮-૮-૫૪ પં. કનકવિજય ગણિ આદિ ઠા. ૬ તરફથી તત્ર દેવગુરુ-ભક્તિકારક શ્રમણોપાસક સુશ્રાવક અમીલાલ રતિલાલ યોગ્ય ધર્મલાભપૂર્વક લખવાનું કે અત્રે દેવગુરુ કૃપાથી સુખશાતા છે. તમારો તા.૪-૮-૧૪નો પત્ર મળ્યો. જણાવવાનું કે સ્વપ્નાં, પારણું આ બન્નેની ઉપજ દેવદ્રવ્ય ગણાય. અત્યાર સુધી સુવિહિત શાસનમાન્ય પૂ. આચાર્યદેવોનો એ જ અભિપ્રાય છે. શ્રી તીર્થકર દેવોની માતા આ સ્વપ્નોને જુએ છે. માટે તે નિમિત્તે જે કંઈ બોલી બોલાય તે શાસ્ત્રદષ્ટિએ તથા વ્યવહારૂદષ્ટિએ તેની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય.
સેનપ્રશ્ન ૩ જા ઉલ્લાસમાં પં. વિજયકુશલગણિકૃત પ્રશ્નના (૩૮મા પ્રશ્નમાં પૂછેલું છે. તેના) જવાબમાં જણાવ્યું છે કે દેવને માટે આભૂષણ કરાવ્યા હોય તે ગૃહસ્થને તે આભૂષણો કલ્પે નહિ. કારણ અભિપ્રાય સંકલ્પ દેવનિમિત્તનો હોય તો ન કલ્પે.
તે રીતે સંઘ વચ્ચે જે સ્વપ્નાંઓ કે પારણું દેવ સંબંધી છે. તેને અંગે બોલી બોલે તો તે દ્રવ્ય સ્પષ્ટ રીતે સંકલ્પ દેવ સંબંધીનો હોવાથી દેવદ્રવ્ય ગણાય. ૧૯૯૦માં સાધુ સંમેલન થયેલું ત્યારે પણ મૌલિક રીતે પૂ. આચાર્યદેવોએ સ્વપ્નાનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય. તેવો નિર્ણય આપેલો છે. તદુપરાંત ૧૯૯૪ની સાલમાં શાંતાક્રુઝ (મુંબઈ)ના સંઘે એવો ઠરાવ કરવાનો વિચાર કરેલો કે સાધારણ ખાતામાં ખોટ રહે છે માટે સ્વપ્નાનું ઘી વધારી તેનો અમુક ભાગ સાધારણ ખાતે લઈ જવો તે અવસરે અમને આ હકીકતની ખબર પડી ત્યારે (શ્રી સંઘના નામની) વિદ્યમાન પૂ. આચાર્યદેવોની સેવામાં આ વિષે અભિપ્રાય સલાહ માંગવા પત્ર વ્યવહાર શ્રી સંઘને કરવા અને સૂચના કરેલી. એ પત્ર વ્યવહારમાં જે જવાબો આપેલા તે બધા મારી પાસે હતા જે કલ્યાણના દશમાં વર્ષમાં પ્રસિદ્ધ કરવા મોકલેલા તે તમે જોઈ શકશો. તેથી પણ સિદ્ધ થાય છે કે સ્વપ્નાની ઉપજ પારણાંની ઉપજ દેવદ્રવ્ય જ ગણાય અને ઉપદેશ સપ્તતિકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, દેવનિમિત્તનું દ્રવ્ય દેવસ્થાન સિવાય અન્ય સ્થાને વપરાય નહિ.
Page #398
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૪૩ માળાનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય છે. માળારોપણ અંગે ધર્મસંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ઐન્દ્રી અથવા માલા પ્રત્યેક વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ગ્રહણ કરવી. શ્રાદ્ધવિધિમાં પાઠ છે. માલાપરિબાપનાદિ જ્યારે જેટલી બોલીથી કર્યું તે સર્વ ત્યારે દેવદ્રવ્ય થાય છે તે રીતે શ્રાદ્ધવિધિના છેલ્લા પર્વમાં સ્પષ્ટ પ્રમાણ છે કે શ્રાવકોએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે માળોદ્ઘાટન કરવું તેમાં ઇંદ્રમાળા અથવા અન્યમાળા દ્રવ્યના ઉત્સર્ષણ દ્વારા એટલે ઉછામણી કરવા દ્વારા માળા લેવી. આ બધા ઉલ્લેખોથી તેમજ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં દેવને માટે સંકલ્પલ વસ્તુ તે દેવદ્રવ્ય થાય છે તે પાઠ છે. દેવદ્રવ્યના ભોગથી કે તેનો નાશ થતો હોય ત્યારે છતી શક્તિએ ઉપેક્ષા કરવાથી દોષો લાગે છે. આને અંગે સ્પષ્ટતાથી વિશેષ રીતે ત્યાં બિરાજમાન પૂ.આ.ભ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. શ્રીની પાસેથી જાણી શકાશે.
પત્રકાર કેટલો વિસ્તાર કરવો?
(આ અભિપ્રાય પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિના પટ્ટાલંકાર આ.ભ. શ્રી વિજયકનકચંદ્રસૂરિ મહારાજનો છે – પ્રકાશક)
(૨૨)
સાદડી શ્રા. સુદી ૭ શુક્રવાર પાટીકા ઉપાશ્રય. શ્રાવક અમીલાલ રતિલાલ.
લી. મુનિ સુબોધવિજયજી, ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણ્યા છે.
સુપનના પૈસા દેવદ્રવ્યમાં જાય તેવી જાહેરાત ગયે વર્ષે શ્રી મહાવીર શાસનમાં અમારા પૂ.આ. મહારાજશ્રીના નામથી આવી ગઈ છે. બાકી જેમ અમારા પૂ. મહારાજશ્રી કરે તે પ્રમાણે અમે પણ માનીએ, શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં દ્રવ્યસપ્તતિકા વગેરેમાં ચોકીનું જણાવ્યું છે. મુનિ સંમેલનમાં એક કલમ દેવદ્રવ્ય માટે નક્કી થયેલ છે. સહીઓ થયેલ છે. કિં બહુના.
I
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૪૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા “સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય” પૂ. પાદ શ્રી આત્મારામજી મહારાજનો સ્પષ્ટ શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરા પ્રમાણેનો અભિપ્રાય.
(નોંધઃ છેલ્લા કેટલાક વર્ષથી એવી હવા ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે કે, પૂ. પાદ આચાર્ય મ. શ્રી વિજયાનંદસૂરિ મહારાજશ્રીએ રાધનપુરમાં સ્વપ્નાની ઉપજ સાધારણમાં લઈ જવાનો આદેશ શ્રી સંઘને આપેલ. આ હકીકતનો અમારે પણ વિ. સં. ૨૦૨૨ના ચાતુર્માસમાં સમ્ર પ્રતિકાર કરવાનો અવસર આવેલો. તે વખતે અમારી શુભ નિશ્રામાં શ્રી જૈનશાસનના અનુરાગી શ્રી સંઘે ઠરાવ કરીને રાધનપુરમાં સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવેલ. ત્યારબાદ આજે તો સારાયે રાધનપુર શ્રી સંઘમાં સર્વાનુમતે સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જાય છે.
પણ પૂ. પાદ આત્મારામજી મહારાજજી જેવા શાસનમાન્ય સુવિહિત શિરોમણિ જૈન શાસનસ્થંભ મહાપુરુષના નામે કેવી કપોલકલ્પિત મનઘડંત વાતો વહેતી થાય છે, તે ખરેખર દુઃખદ છે, નીચે રજૂ થયેલ તેઓશ્રીએ રચેલ “ગપ્પ દીપીકા સમીર' નામના ગ્રંથમાંથી તેઓશ્રીએ જે સ્પષ્ટ રીતે જણાવેલ છે, તે ખૂબ મનનીય અને માર્ગદર્શક છે.
સ્થાનકવાસી સંપ્રદાયના આર્યા શ્રી પાર્વતીબાઈએ લખેલ “સમકિત સાર' પુસ્તકની સમાલોચના કરતાં પૂ. પાદ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે જે સ્વપ્નની ઉપજ બાબતમાં ખુલાસો કરેલ છે, તેથી સ્પષ્ટ થાય છે કે તેઓશ્રીએ ફરમાવેલ છે કે “સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય છે.”
આ પુસ્તક પૂ.પાદ આત્મારામજી મ. શ્રીના આદેશથી તેઓશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી વલ્લભવિજય મહારાજશ્રીએ સંપાદિત કરેલ છે. પાછળથી જેઓશ્રી પૂ.આ.ભ. શ્રી વિજયવલ્લભસૂરિ મ. શ્રી તરીકે પ્રસિદ્ધ થયેલ. - સંપાદક)
प्रश्न:- सुपने उतारणे, घी चडाना, फिर लिलाम करना, और दो तीन रुपैये मण बेचना, सो क्या भगवान का घी सौदा है क्या ? सो लिखो।
उत्तर:- स्वप्न उतारणे घी बोलना, इत्यादिक धर्म की प्रभावना और जिनद्रव्य की वृद्धि का हेतु है, धर्म की प्रभावना करने से प्राणी तीर्थंकर गोत्र बांधता है यह कथन श्री ज्ञातासूत्र में है, और जिनद्रव्य की वृद्धि करने वाला भी तीर्थंकर गोत्र बांधता है, यह संबोधसत्तरी शास्त्र में है और घी के बोलने वास्ते जो घी लिखा है तिस का उत्तर जैसे तुमारे आचारांगादि शास्त्र भगवान की वाणी दो वा च्यार रुपैये को बिकती है ऐसे घी का भी मोल पडता है।
સમકિત સારોદ્ધારમાંથી.
Page #400
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૪૫ પૂ.પાદ આત્મારામજી મહારાજનો શ્રમણ સમુદાય પણ સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના મતનો જ હતો ને છે. એક મહત્ત્વનો પત્રવ્યવહાર.
(નોંધ:- પૂ. પાદ વિસમી સદીના અજોડ શાસન પ્રભાવક જંગમ યુગપ્રધાનકલ્પ ન્યાયાંભોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીના વિશાલ સુવિહિત સાધુ સમુદાયમાં પણ સ્વપ્નદ્રવ્યની વ્યવસ્થાને અંગે તે કાલે શાસ્ત્રાનુસારી મર્યાદાનું પાલન કેટ-કેટલું કડક અને ચુસ્તપણે થયું હતું તે નીચેના પત્ર વ્યવહારથી સ્પષ્ટ જણાઈ આવે છે. પૂ.આત્મારામજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. વિદ્વાન મુનિપ્રવર શ્રી ચતુરવિજય મહારાજશ્રી કે જેઓ વિદ્વાન પૂ. મુનિવર શ્રી પુણ્યવિજયજી મ. શ્રીના ગુરુવર થાય છે, તેઓશ્રી આ નીચે પ્રસિદ્ધ થયેલ પત્રમાં સ્પષ્ટપણે જણાવે છે કે, મારા સાંભળવામાં એમ આવ્યું નથી કે સ્વપ્નાના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હોય.'
આથી એ સ્પષ્ટ છે કે, સ્વપ્ન દ્રવ્યની ઉપજ કદીયે ઉપાશ્રયમાં વપરાય નહિ આજે એ પત્રને લખે પ૭ વર્ષ થવા છતાં તેથી એટલું તો સમજી શકાય છે કે, ખુદ તે કાલે એટલે આજથી ૫૭ વર્ષ પહેલાં પણ પૂ. પાદ આ.મ.ની વિજયાનંદસૂરિજી મહારાજશ્રીના શ્રમણ સમુદાયમાં પણ સ્વપ્ન દ્રવ્યની ઉપજ દેવદ્રવ્યમાં જ જતી હતી, ને જે શાસ્ત્રાનુસારી અને સુવિહિત પરંપરા માન્ય પ્રણાલી છે અને જેને પૂ. વિદ્વાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ. જેવા સાહિત્યકાર અને અનેક શાસ્ત્રગ્રંથોના સંપાદક-સંશોધક પણ માનતા હતા ને તે મુજબ વર્તતા હતા. જે નીચે પ્રગટ થયેલ તેઓશ્રીનો પત્ર આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે.
- સંપાદક)
તા. ૬-૭-૧૭ મુંબઈથી લી. મુનિ ચતુરવિજયજી તરફથી.
ભાવનગર મધ્યે ચારિત્રપાત્ર મુનિ શ્રી ભક્તિવિજયજી તથા યશોવિજયજી યોગ્ય અનુવંદના સુખશાતા વાંચશો. તમારો પત્ર મળ્યો. ઉત્તરમાં ક્રમથી નીચે પ્રમાણે.
પાટણના સંઘ તરફથી, કોઈ તમારા લખવા પ્રમાણે ઠરાવ થયો હોય તેમ અમારા સાંભળવામાં કે અનુભવમાં નથી. પરંતુ પોલીયા ઉપાશ્રયે એટલે જતીના ઉપાશ્રયમાં બેસનારાઓ એ સ્વપ્નના ચડાવામાંથી અમુક ભાગ ઉપાશ્રય ખાતે લે છે. એમ સાંભળવામાં છે, જ્યારે પાટણના સંઘ તરફથી આવો (સ્વપ્નાની ઉપજ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ઉપાશ્રયમાં લઈ જવા માટેનો) ઠરાવ થયો નથી, તો ગુરુજીની અનુમતિ-સંમતિ ક્યાંથી હોય, તે સ્વયં વિચારી લેશો. વિઘ્નસંતોષી માણસો બીજાની હાનિ કરવા ‘‘યજ્ઞા તા’’ કોઈ બકે તેથી શું ? જો કોઈ પાસે મહારાજના હાથની લેખી કલમ નીકળે તો ખરી, નહિ તો લોકોનાં ગપ્પાં ઉપર વિશ્વાસ કરવો નહિં. મારા જાણવામાં તો કોઈ વખતે પણ એમ આવ્યું નથી, કે સ્વપ્નના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હોય. હાલ એ જ. દઃ ચતુરવિજય
પૂ.આત્મારામજી મ.નાં જ આશાવર્તી મુનિરાજશ્રીએ પણ સ્પષ્ટ જણાવેલ છે કે, સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય.
(નોંધ :- બીજો મહત્ત્વનો પત્ર અહીં પ્રસિદ્ધ થઈ રહેલ છે, જે પણ ખૂબ જ ઉપયોગી હકીકત પર પ્રકાશ પાડે છે, પૂ.આ.મ. શ્રી વિજયાનંદસૂરિજી મ. શ્રી અપરનામ પૂ. આત્મારામજી મહારાજશ્રીના સમુદાયમાં તેમના જ ખુદના હસ્ત દીક્ષિત પ્રશિષ્યરત્ન પૂ. શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજયજી મહારાજ કે જેઓ પૂ. આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીના શ્રદ્ધેય તથા આદરણીય હતા. તેઓશ્રીએ પાલનપુર શ્રી સંઘે તેમને પૂછેલ પ્રશ્નોના જવાબમાં જે જે વાતો શાસ્રીય પ્રણાલી અને ગીતાર્થ મહાપુરુષોને માન્ય રીતે જણાવી છે, તે આજે પણ તેટલી જ મનનીય અને આચરણીય છે. જેમાં દેવદ્રવ્યની વ્યવસ્થા, જ્ઞાનદ્રવ્ય તથા સ્વપ્નની ઉપજ આદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે તેઓશ્રીએ કેટ-કેટલું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપેલ છે, તે ભારતભરના શ્રી સંઘોને અનંત ઉપકારી પરમ તારક શ્રી જિનેશ્વર ભગવંતના આજ્ઞાની આરાધનાના આરાધક ભાવને અખંડિત રાખવા માટે ખૂબ જ જાગૃત બનવા પ્રેરણા આપી જાય છે. સર્વ કોઈ સહૃદય ભાવે આ પ્રશ્નોત્તરીને વિચારે.
- સંપાદક)
શ્રી પાલણપુરના સંઘને માલુમ થાય કે, તમોએ આઠ બાબતોનો ખુલાસો લેવા મને પ્રશ્ન કરેલ છે, તેનો ઉત્તર મારી સમજ પ્રમાણે આપની આગળ નિવેદન કરું છું.
પ્રશ્ન-૧ પૂજા વખતે થી બોલાય છે તેની ઉપજ શેમાં વાપરવી ?
ઉત્તર-પૂજાના ઘીની ઉપજ દેવદ્રવ્ય તરીકે જીર્ણોદ્વારાદિ કામમાં વાપરી શકાય છે.
પ્રશ્ન-૨ પડિક્કમણાનાં સૂત્રો નિમિત્તે થી બોલાય છે, તેની ઉપજ શેમાં
Page #402
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
૩૪૭.
વાપરવી?
ઉત્તર-પ્રતિક્રમણ સૂત્રો સંબંધી ઉપજ જ્ઞાન ખાતે પુસ્તકાદિ લખાવવાના કામમાં વાપરી શકાય છે.
પ્રશ્ન-૩ સુપનાના ઘીની ઉપજ શેમાં વપરાય?
ઉત્તર-આ બાબતના અક્ષરો કોઈ પુસ્તકમાં મારા જોવામાં આવ્યા નથી, પણ શ્રી સેનપ્રશ્નમાં અને શ્રી હરિપ્રશ્ન નામના શાસ્ત્રમાં ઉપધાનમાલા પહેરવાના ઘીની ઉપજ દેવદ્રવ્યમાં ગણેલી છે. તે શાસ્ત્રના આધારે કહી શકું છું કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી, આ બાબતમાં મારો એકલાનો જ એવો અભિપ્રાય છે, તેમ ન સમજવું. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજનો તથા ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજનો તથા પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ વગેરે મહાત્માઓનો પણ તેવો જ અભિપ્રાય છે કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી.
પ્રશ્ન-૪ કેસર-સુખડના વહેપારની ઉપજ શેમાં વાપરવી?
ઉત્તર-પોતાના પૈસાથી મંગાવી કેસર-સુખડ વેચી હોય તેમાં થયેલો નફો પોતાની ઇચ્છા હોય તેમાં ખર્ચી શકાય. પણ કોઈ અજાણ માણસ દેરાના પૈસાથી ખરીદી ગયેલ ન હોય તેવી ખાતરી હોવી જોઈએ.
પ્રશ્ન-૫ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય કે કેમ?
ઉત્તર-પૂજા કરાવવી એ પોતાના લાભ માટે છે. પરમાત્માને તેની દરકાર નથી, વાસ્તુ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય નહિ. કદાપિ કોઈ વસ્તી વિનાના ગામમાં બીજું સાધન કોઈ રીતે બની શકે નહિ તો ચોખા પ્રમુખની ઉપજમાંથી આપી શકાય છે.
પ્રશ્ન-૬ દેવકી જગ્યામાં પેટી રખાય કે નહિ?
ઉત્તર-પેટીમાં સાધારણ અને નાવાના પાણી સંબંધી ખાતું ન હોય તો રાખી શકાય, પણ કોઈ અજાણ માણસ દેવદ્રવ્યને કે જ્ઞાનદ્રવ્યને બીજા ખાતામાં ભૂલથી નાખે નહિ તેવો પૂરતો બંદોબસ્ત હોવો જોઈએ. સાધારણનું ખાતું હોય તો એ દેવલની જગ્યામાં ઉપજેલું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકાને કેવી રીતે આપી શકે તે
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વિચારવા જેવું છે.
પ્રશ્ન-૭ નારીયેલ, ચોખા, બદામ, શેમાં વપરાય? ઉત્તર-નારીયેલ, ચોખા, બદામની ઉપજ દેવદ્રવ્ય ખાતે જમા થવી જોઈએ. પ્રશ્ન-૮ આંગીનો વધારો શેમાં વાપરવો?
ઉત્તર-આંગીમાંથી વધારો કાઢવો વ્યાજબી નથી, કારણ કે, તેમાં કપટક્રિયા લાગે છે. વાસ્તે જેણે જેટલાની આંગી કરાવવાનું કહ્યું હોય તેટલા પૈસા ખરચી તેના તરફથી આંગી કરાવવી જોઈએ.
સદ્ગુહસ્થો! જે ખાતું ડૂબતું હોય તે તરફ ધ્યાન દેવાની ખાસ આવશ્યકતા છે, વાસ્તે હાલમાં સાધારણ ખાતાની બૂમ પડે છે, તેથી તેને તરતું કરવાની ખાસ જરૂર છે, તેથી પુણ્ય કરતી વખતે યા હરેક શુભ પ્રસંગે શુભ ખાતે અવશ્ય રકમ કાઢવા, કઢાવવા તજવીજ કરવી. તેથી આ ખાતું તરતું થઈ જશે અને તેની બૂમ કદી પણ આવશે નહીં, એ જ શ્રેય છે.
લી. હંસવિજય
Page #404
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩ પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિ. ગણિવરના
દેવદ્રવ્ય આદિ અંગેના વિચારો
(A) આધાર : “સળગતી સમસ્યાપુસ્તક સવાલઃ (૭૨) પરદ્રવ્યથી જિનપૂજા કરવામાં પાપ જ લાગે?
જવાબ: ના...તેમ કહી શકાય નહિ. જે પુણ્યવાનો સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાની શક્તિ ધરાવતા હોય તેમણે તેમ જ કરવું જોઈએ. જિનપૂજાની પાછળ ધનની મૂચ્છ ઉતારવાનો મુખ્ય આશય છે. ધનવાન આત્માઓ જો પરદ્રવ્ય પૂજા કરે તો આ આશય તો સચવાતો જ નથી. એટલે આમ કરવાથી જે સંપૂર્ણ લાભની પ્રાપ્તિ થવાની છે તેને સ્થાને ખૂબ જ અલ્પલાભની પ્રાપ્તિ થાય છે. જે ધંધામાં એક લાખ રૂપિયાની કમાણી કરવાની છે ત્યાં જો માત્ર બે હજાર રૂપિયા જ મળતા હોય તો તે કેવું કહેવાય? તમે જ વિચારજો.
જો સુખી માણસો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરતા થઈ જાય તો કેસર-સુખડ વગેરે ખાતાઓમાં પડતા વર્ષોવર્ષના તોટનો પ્રશ્ન ઉકલી જાય અને સ્વદ્રવ્યની જિનપૂજાના રૂપ અને રંગ સાવ નોખા અને તદ્દન અનોખા બની જાય. (પૃ. ૧૦૨-૧૦૩)
નોંધ: અહીં લેખકશ્રીનો જવાબ એકદમ શાસ્ત્રાનુસારી છે. આ જવાબ વાંચ્યા પછી સં. ૨૦૪૪ પછીના ““ધાર્મિક વહીવટ વિચાર” આદિ પુસ્તકોમાં કરેલા વિધાનો વાંચશો તો એકદમ વિરોધાભાસી જણાશે. હવે તે જ પુસ્તકના બીજા એક સવાલ-જવાબને જોઈશું.
સવાલઃ (૩૪) શાસ્ત્રનીતિથી જે રકમ દેવદ્રવ્ય ખાતાની ગણાતી હોય, તે રકમનો વધારો થઈ જતો હોય, તો સમાજકલ્યાણનાં કાર્યોમાં વાપરી શકાય કે નહિ ?
જવાબઃ કદાપિ નહિ. દેવદ્રવ્ય વગેરે ખાતાઓની રકમનો ઉપયોગ ક્યાં
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા કરવો? તે અંગેની તમામ સમજણ દ્રવ્ય-સપ્તતિકા નામના ગ્રન્થમાં આપવામાં આવી છે. જો આપણે શાસ્ત્રનીતિથી જ ચાલવાનો આગ્રહ કરી રાખીશું તો જ આપણા ધર્મમાં અને ધાર્મિક વ્યવહારોમાં શુદ્ધિ જળવાઈ રહેશે અને વૃદ્ધિ થતી જશે. જો જમાનાવાદના પ્રવાહમાં તણાઈને મનફાવે તેવા વિધાનો કરતા રહીશું તો દરેક માણસ પોતાની મનસ્વી રીતે ગમે તે વિધાન કરશે, ગમશે તે લખવા લાગશે. કરાવવા લાગશે, ઠરાવો કરાવશે. આમ દરેક માણસ પોતની બુદ્ધિ, અનુભવ અને વાતાવરણના અનુસાર જો જુદી જુદી વાત કરશે તો ધર્મક્ષેત્રમાં મોટી અવ્યવસ્થા ઊભી થશે. આવી સ્થિતિ આજની અપરિપક્વ-અશાસ્ત્રીયલોકશાહીમાં ઉઘાડા સ્વરૂપમાં જોવા મળે જ છે.
માટે આપણે તો શાસ્ત્રનીતિને જ વળગી રહેવું જોઈએ. જેથી જેના તેના જે તે મત ચાલી શકે જ નહિ; એથી અંધાધૂધી મચે જ નહિ.
હવે મૂળ વાત ઉપર આવીએ. દેવદ્રવ્યની રકમ બીજા જ્ઞાનાદિનાં ધાર્મિક ખાતામાં વાપરવાની પણ જો મનાઈ ફરમાવાઈ છે તો કહેવાતા સમાજકલ્યાણના કાર્યમાં તો એ રકમ વપરાય જ શી રીતે! જે રકમ શાસ્ત્રનીતિથી દેવદ્રવ્યમાં જ જવાને લાયક છે તે રકમને આપણે બધા ભેગા થઈને પણ બીજે લઈ જઈ શકતા નથી. કેમ કે, આ તો મૂળભૂત બંધારણીય બાબત છે. વળી યુક્તિથી પણ આ વાત બરોબર બેસી જાય તેવી છે. જો આ ચુસ્ત વ્યવસ્થા આપણે ત્યાં ન હોત તો આપણાં દેરાસરો કયારનાં ખંડિયેર બન્યાં હોત ! આજે પણ ભારતભરના જિનાલયોના જીર્ણોદ્ધાર માટે કરોડો રૂપિયાની જરૂર છે. તમારી પેઢીમાં દેવદ્રવ્યની રકમનો વધારો હોય તો શા માટે તમે તે જિનાલયોના કાર્ય માટે તે રકમ ફાળવતા નથી! મને યાદ છે ત્યાં સુધી કસ્તુરબા ફંડની રકમ દુષ્કાળના કાર્યમાં વાપરી નાંખવાનું સૂચન ગાંધીજી સમક્ષ રજૂ કરાયું હતું ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે, “દુષ્કાળના કાર્ય માટે આપણે બીજો જંગી ફાળો કરી લઈશું. પરંતુ આ ફંડની રકમ તેમાં આપી શકાય નહિ, કેમ કે, તેથી દાન આપનારના આશયનો આપણા વડે દ્રોહ થાય છે. વળી આજની ગવર્મેન્ટનું બંધારણ પણ એવું જ છે કે એક ખાતાની રકમ બીજા ખાતામાં તમે વાપરી શકતા નથી. જો તેમ કરો તો સજાને પાત્ર થાઓ.” (પૃ. ૪૪-૪૫-૪૬).
Page #406
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
૩૫૧ સવાલઃ (૪૨) દેવદ્રવ્યની રકમની સીદાતા સાધર્મિકોને લોન આપવામાં આવે તો તે યોગ્ય ખરું કે નહિ?
જવાબ: ના.. જરાય નહિ. ઘણું કરીને આવો પ્રશ્ન કરનારા ઠીકઠીક સુખી એવા શ્રીમંતો જ હોય છે. આવી વાતો કરવાની તેમણે હવે આદત પડી ગઈ છે. દેવું કશું નહિ અને વાતો કરીને સાધર્મિકોના બેલી બની જવાનો જશ ખાટવાના રાજકારણમાં તેમણે કુશળતા મેળવી લીધી છે. એક અત્યંત શ્રીમંત ભાઈએ જ ખૂબ લાંબીપહોળી કરીને મને આ વાત કરી હતી. સાધાર્મિકો માટે કાંઈક કરવું જ જોઈએ....એમ જોરજોરથી તે બોલતા હતા. જ્યારે થાકીને શાન્ત પડ્યા ત્યારે મેં ધીમા અવાજે ઠાવકા મોંએ તેમને એટલું જ કહ્યું કે સાધર્મિક ભક્તિની તમારી આંગળીમાં રહેલી ઝવેરાતની આ વીંટીથી જ આરંભ કરો.
અને...ખડખડાટ હસી પડતા, કપડાં ખંખેરતા એ ભાઈ ઊભા થઈને સડેડાટ ચાલ્યા જ ગયા !
જો શ્રીમંતો પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારે તો આ આખો પ્રશ્ન ક્યારનો ય ઊકલી જાય, પરંતુ માત્ર વાતોના ફડાકા મારીને આ જ લોકોએ આ પ્રશ્નને ખૂબ જ ગંભીર બનાવી દીધો છે.
પોતાની સંપત્તિની સુરક્ષા માટે એમણે હવે દેવદ્રવ્યની રકમ ઉપર નજર કરવાનું પાપ આચર્યું છે.
ભારતભરમાં જિનમંદિરોના દેવદ્રવ્યની સંપત્તિ છે તે બધી સંપત્તિ જો જિનમંદિરોના જીર્ણોદ્ધારમાં વાપરી નાંખવાની તમામ કાર્યવાહકો નિર્ણય લે તો પણ માંડ વીસ-ત્રીસ ટકા જેટલાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર થઈ શકે અને બાકીનાં તો જેમનાં તેમ પડી રહે.
આ કાર્ય કરવાની કોઈની ટહેલ નથી અને ઉપરથી એ રકમનું વહેણ બદલી નાખવાની કમનસીબ વાતો કરવામાં આવે છે. જો ખરેખર આ રીતે વહેણ બદલાઈ જાય તો રહ્યાં-સહ્યાં પ્રાચીન જિનમંદિરો પણ થોડા જ સૈકાઓમાં-મરામતના અભાવે ખંડિયેર બનીને ધારાશાયી બની જાય. પાડ માનીએ તે શાસ્ત્રકાર ભગવંતોને, કે જેમણે દેવદ્રવ્યની સુંદર અને અફર વ્યવસ્થાનું વિધાન કરીને અઢળક મંદિરોની મરામતનું કાર્ય જીવંત રખાવ્યું છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૫ર
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જો આવી કોઈ નક્કર શાસ્ત્રમર્યાદા ન હોત તો એ રકમ ક્યારની રવાડે ચડી ગઈ હોત! એ પછી જિનમંદિરોના ઉદ્ધારનો ફાળો કરવા માટે શ્રીમંતો પાસે કોઈ જાતનો એક નયો પૈસો પણ જડત નહિ. કેમ કે, હવે એમને તો સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલો અને અનાથાશ્રમોમાં જ સંપત્તિનો એકાંતે સદ્વ્યય દેખાવા લાગ્યો છે ! એવા મોટા માણસોને “બે શબ્દો કહેવાય પણ શી રીતે ! માનવું જ ન હોય ત્યાં કહેવાનો અર્થ શો!
પૈસા-પૈસા ખાતર સગા ભાઈ સાથે ય કોર્ટના પગથિયે ચડતાં જરાય નહિ શરમાતાં અને બુઢા થયેલાં મા-બાપને ય ચાર ભાઈઓ વચ્ચે ૩-૩ મહિના વહેંચીને ખોડાંઢારની જેમ સાચવતાં લોકોને દૂરદૂરના સાધર્મિકો ઉપર અગાધ ભક્તિ ઊભરાઈ ગઈ છે ! અને તે ય દેવદ્રવ્યના પારકા પૈસે? ધન્યવાદ એમની બુદ્ધિમત્તાને! એ મુસાભાઈઓને
| (અગત્યની નોંધઃ “અશક્ત શ્રાવકે ફુલ ગુંથવા, સામાયિક કરવું” એમ કહેનારા લોકો ગરીબ શ્રાવકનો પૂજા કરવાનો અધિકાર ઝુંટવી લે છે એવી પણ વાતો થાય છે. તેના સંદર્ભમાં સળગતી સમસ્યા ભાગ-૧ના પાન નં. ૩૯-૪૦૪૧ ઉપરનો પ્રશ્નોત્તર સુંદર પ્રકાશ પાડનારો છે. એ ઉત્તરનું છેલ્લું વાક્ય અત્યંત મહત્ત્વનું છે. “સહુએ પોતાના અધિકાર મુજબનો ધર્મ આરાધવો ઘટે.” તે નીચે મુજબ છે.)
સવાલઃ (૩૧) ઉપધાનમાં માળારોપણની, પર્યુષણાપર્વમાં સ્વપ્ન અંગે, દેરાસરજીમાં અષ્ટપ્રકારી પૂજા અંગેની ઉછામણી બોલાય છે તે બધાયમાં પૈસાદારોને જ કેમ મહત્ત્વ અપાયું છે? આ બધી ઉછામણી ધનના માધ્યમથી બોલાય એટલે ગરીબ માણસનો તો અહીં “કલાસ' જ નહિ ને? શું એને ધર્મ કરવાનો અધિકાર નથી? મૌન, જાપ, સામાયિક, તપ, વગેરેના માધ્યમથી આ ઉછામણી ન બોલાય?
જવાબઃ શાસ્ત્રકાર પરમર્ષિઓએ જે વ્યવસ્થા કરી છે તે અત્યંત સમુચિત છે. એમાં કશો ય ફેરફાર આત્મઘાતક બની જવા સંભવ છે. સહુ જાણે છે કે, જૈનોના દેરાસરોની જે જાળવણી છે અને એનું જે શિલ્પ-સ્થાપત્ય છે એ
Page #408
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
૩૫૩ જગતમાં બેજોડ છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ જે તીર્થો અને મંદિરો ન બની શકે તેવાં તીર્થો અને મંદિરોની મરામત પાછળ લાખો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એકેકા તીર્થ પાછળ ૧૫ થી ૨૫ લાખ રૂપિયા લગાડીને તે તીર્થને સેંકડો વર્ષો સુધી ફરી જોવું ન પડે તેવું ગૌરવ આપે છે.
આ સઘળી સંપત્તિ વ્યક્તિગત દાનનું પરિણામ નથી. એમાં વળી આજે તો દાનનો પ્રવાહ સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલો અને અનાથાશ્રમો આદિ તરફ ૯૦ ટકા જેટલો વળી ગયો છે. જો ઉછામણીની વ્યવસ્થા મહાપુરુષો કરી ગયા ન હોત તો સેંકડો જિનમંદિરો ખંડિયેર બની ગયાં હોત ! એમની રક્ષા કાજે ઉછામણીનું માધ્યમ બદલવાનો વિચાર પણ ન કરવો ઘટે.
હવે રહી ગરીબોના ધર્મની વાત. ધર્મના અનેક પ્રકાર છે. દાનથી જ ધર્મ થાય એવું કાંઈ નથી. જેની પાસે વિશિષ્ટ ધન નથી તેઓ શીલ પાળીને, તપ તપીને, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણાદિ કરીને પણ ધનવ્યયવિનાના ધર્મો કયાં નથી કરી શકતા? અને દાનીઓના દાનની અનુમોદનાનો ઉત્કૃષ્ટ ધર્મ પણ કયાં નથી થઈ શકતો? સર્વ જીવોની હિતચિંતાની ભાવના અને સર્વના સુખનો ભાવ ભાવધર્મરૂપે કયાં નથી સ્પર્શી શકાતો?
ધનના માધ્યમથી ઉછામણીના દાનધર્મો ભલે તે શ્રીમંતો માટે રહ્યા. એમની ધનમૂચ્છના વિષને ઉતારવા માટે આ અજોડ નોળવેલ છે. જો તે મૂચ્છ ન ઊતરે તો એ બિચારાઓની કેવી દુર્ગતિ થાય એ પણ વિચારવું. સામાયિક, મૌન કે જાપના માધ્યમની ઉછામણી શરૂ કરશો તો એ શ્રીમંતો પણ એ જ માધ્યમને પકડી લેશે, પછી ધનનો ભોરીંગ નાગ એમના આત્માને કેવો ડંખશે?
શાસ્ત્રકાર પરમર્ષિઓએ એમની પણ દયા વિચારી છે. તપ વગેરે અન્ય ધર્મોના આયોજનથી અન્યની પણ કરુણા વિચારી છે. હવે સહુએ પોતાના અધિકાર મુજબનો ધર્મ આરાધવો ઘટે.
(B) વિશ્વશાન્તિનો મૂલાધાર, ભાગ-૩
(નોંધઃ પં.શ્રી ચંદ્રશેખરવિ.ગણીએ વિ.સં. ૨૦૪૪ પૂર્વે પોતાના “વિશ્વશાંતિનો મૂલાધાર ભાગ-૩” પુસ્તકમાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમને “જીર્ણોદ્ધારમાં જવા યોગ્ય
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્ય' સ્વરૂપ જણાવેલ છે અને તેને આઘીપાછી કરવાથી અનંત સંસાર થાય છે, એમ જણાવેલ છે. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલનના સમર્થનમાં લખેલી પુસ્તકોમાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમને કલ્પિત દેવદ્રવ્ય તરીકે જણાવે છે. આ સ્પષ્ટ વિરોધાભાસ છે. પરિશિષ્ટ-૩માં આપેલા પત્રવ્યવહારોમાં પૂ.આ.ભગવંતોના અભિપ્રાયો પણ સ્વપ્નાદિકની ઉછામણીને જીર્ણોદ્ધારમાં જવા યોગ્ય દેવદ્રવ્ય' તરીકે ગણવાના જ છે. તે આપણે જોયું જ છે. તેમના પુસ્તકના વિધાનો નીચે મુજબ છે—)
બેશક, અબજોની પણ આ કરણી ઓછી ગણાય તેવાં આપણાં પ્રાચીન તીર્થો, જિનાલય અને જિનબિંબો છે. તેમના જિર્ણોદ્વારાદિ માટે ક્રોડો રૂપિયાની સદા જરૂ૨ ૨હે. તે માટે જે દેવદ્રવ્ય અંગે ખૂબ કડક વ્યવસ્થા, દીર્ઘદ્રષ્ટા પૂર્વાચાર્યોએ કરી છે. તેની વૃદ્ધિ માટે ઉપધાનની માળ, સ્વપ્નની બોલી વગેરે નવા પ્રકારો પણ શોધ્યા છે. તેનો એક પૈસો પણ અજાણતાંય આઘો પાછો કરે તે અનંત સંસારી થાય' તેમ જ્ઞાનીઓએ જણાવ્યું છે.
પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર
(C) ‘સિદ્ધાંતના ભોગે એકતા કદાપિ નહિ”
(પુસ્તક : ઇતિહાસનું ભેદી પાનું)
(પં.શ્રી ચન્દ્રશેખરવિજયજી ઉપરોક્ત પુસ્તકના લખાણને પણ જો તેઓ વફાદાર ન રહી શકતા હોય તો તેઓ આહ્વાન શેના જોરે આપતા હશે ?)
જૈન ધર્મના કહેવાતા આ ચારેય આમ્નાયમાં જેમ સ્વધર્મ પરંપરાને ચુસ્ત રીતે પાળનારાઓનો એક વર્ગ છે, તેમ તે દરેક આમ્નાયમાં આવા શ્રદ્ધાભ્રષ્ટોનો પણ વર્ગ છે. એ બધાય ભેગા થઈને બુદ્ધિવાદના ઓઠા નીચે પાંચમો ફીકો જ ઊભો કરી રહ્યા છે. આ પાંચમો ફીકો પણ ચારે ય ફીરકાના બુદ્ધિજીવીઓનો બનેલો હોવાથી.
આ લોકોએ પોતાની એકતા કરી છે. એમની એકતા સહેલાઈથી થાય તેવી પણ છે, કેમ કે, કોઈ પણ સિદ્ધાંતનો ત્યાગ કરી દેવામાં કે કોઈ પણ અપસિદ્ધાંતનો સ્વીકાર કરવામાં જે ટોળીની વૃત્તિ જોરમાં હોય તે ટોળીને એકતા કરવામાં જરાય મુશ્કેલી ન જ પડે. આવી સિદ્ધાંતહીન એકતાનું આ જૂથ જૈન
Page #410
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
૩૫૫ ધર્મના ચારે ય આમ્નાયો ઉપર ત્રાટકી રહ્યું છે. મુહપત્તિ, મંદિર, સંવત્સરી, મુક્તિ, તીર્થ સંબંધિત મતભેદોને દફનાવી દેવાની વાતો દ્વારા મુહપત્તિ આદિ અંગના સિદ્ધાંતોને જ દફનાવી દેવાના હેતુથી, એણે ભારે ગોકીરો મચાવ્યો છે.
સિદ્ધાંતના ભોગે મતભેદો દૂર થતા હોય કે કજિયા ઓછા થતા હોય તો ય તે ખોટું છે. ફ્લેશોનું ઉન્મેલન જરૂર સુંદર છે. પરંતુ સિદ્ધાન્તનો ભોગ લઈને કદાપિ નહિ.
લેણદાર પાસે સો રૂપિયા લેવાના નીકળે છે અને પ્રથમ તબક્કામાં જ તેની માંડવાળ કરી નાંખીને તેની સાથે ક્લેશ પતાવી દેવાનું કામ કોઈ પણ શાણો વેપારી કરતો નથી.
દેશ ઉપરના આક્રમણ વખતે શત્રુની માંગણી પૂરી કરી આપીને યુદ્ધનાં બજતાં નગારાં બંધ કરી દેવાનું એલાન આપનાર સેનાપતિ નિર્માલ્ય ગણાય છે.
તિજોરી લૂંટીને જતા ચોર સાથે ક્લેશના ભયથી કશો ય મુકાબલો નહિ કરનાર માણસ મર્દ ગણાતો નથી, મુડદાલ ગણાય છે.
એકતા કે સંગઠન અત્યંત જરૂરી છે, પણ બધાં કપડાં ઉતારી આપીને જો એકતા કે સંગઠન કરવાનાં હોય તો તે હરગિજ મંજૂર નથી. (શ્રમણ સંમેલનમાં એકેય કપડાં ઉતારવામાં બાકી રાખ્યું છે?) એમાં ય ધર્મ તો સમગ્ર વિશ્વના સર્વ જીવોના હિતની જીવાદોરી છે. એના સિદ્ધાંતોનો આડેધડ ભોગ આપી દઈને એકતાઓ કરવાનો આપણને શો અધિકાર ? એવી એકતાઓ સસ્તી કીર્તિ કમાઈ લેવા સિવાય બીજું કયું ફળ આપે છે? વળી એવી સિદ્ધાંતહીન એકતાઓનું આયુષ્ય પણ કેટલું ? અંતે તો એકતાથી જ અનેકતા.... યાદવાસ્થળી સર્જાય છે. નામ જ એકતાનું પણ પરિણામ લડાઈનું...વધુ દૂર જવાનું...વધુ વેર ઊભું કરવાનું.
જો આટલી જ વાત બધાયને સમજાઈ જાય તો મને લાગે છે કે બુદ્ધિવાદનાં તોફાનો સામે પ્રત્યેક જૈન સપ્ત શબ્દોમાં બોલતો થઈ જાય. (જો આપને જ આજે આપની વાત ન સમજાઈ શકતી હોય તો અન્ય પાસે શી અપેક્ષા ?)
યાદ રાખો કે ધર્મ તો એના મૂળભૂત સ્વરૂપે જ પ્રકાશે અને વિસ્તરે ભલે પછી તેનું ક્ષેત્ર કદાચ નાનું પણ હોય.
Page #411
--------------------------------------------------------------------------
________________
૩પ૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દૂધ થોડુંક પણ જો ચોખ્યું હોય તો લોહી કરે, પાણી નાખીને એનું પ્રમાણ વધારવાથી લાભને બદલે નુકસાન જ થાય.
જૈન ધર્મ આચારથી વિસ્તરે, થોડોક કે ઘણો એ સવાલ જ અસ્થાને છે. એવી ઇચ્છા જ ખોટી છે.
થોડોક પણ શુદ્ધ આચાર પાળતો એક જૈન, જૈનશાસનનો રક્ષક છે. નામજૈનોનાં ટોળાં ભેગાં કરવાથી તો જે દશા કોંગ્રેસની થઈ તે જ દશા જૈનોની થાય.
(નીચેનું લખાણ આજના સંજોગોમાં તો કેટલું સચોટ છે? બહુમતિ કઈ તરફ? અભ્રાન્ત પુરુષો કઈ તરફ છે? જે વાચતાં ખ્યાલ આવશે.)
ભ્રાન્ત પુરુષોની દુનિયામાં બહુમતી છે, તેથી તેમનો બ્રાન્ત મત વધુ ફેલાવો ધરાવે છે. અભ્રાન્ત પુરુષો થોડા છે માટે સત્ય મત ઘણા નાના વર્તુળમાં રહ્યો છે. જમાનો બહુમતીની તરફેણ કરનારો ભલે હોય પણ શ્રી જિનશાસન તો જિનમતિમાં જ માને છે. ભલે પછી તેની તરફેણમાં એક જ વ્યક્તિ હોય. (નેવું ટકા કઈ બાજુ છે અને માત્ર એક આચાર્યનો જ વિરોધ છે તેવું લખનાર-બોલનાર આ લાઈન ફરીથી વાંચે.)
લાખ ભરવાડ મણિને કાચનો કટકો કહે તેટલા માત્રથી મણિ કાચનો કટકો બની શકતો નથી.
શ્રી જિનશાસન બહુમતી ઉપર કોઈ પણ પ્રશ્નનો નિવેડો લાવતું નથી. જિનમતિએ જ સત્ય નિર્ણય છે. ભલે પછી એની સામે બહુમતીની અશાંતિ પ્રચંડ સ્વરૂપ ધારણ કરતી હોય.
શ્રી જિનશાસનમાં શાન્તિના ભોગે પણ જિનમતિ-સત્યની રક્ષા કરવાની છે. સત્યના ભોગે સહુમતી-શાન્તિની નહિ જ, એમ થાય તો શાન્તિનો વિજય થાય, સત્યનો પરાજય થાય. સત્ય કરતાં શાન્તિની કિંમત વધી જાય.
સત્યનો ભોગ એટલે જિનમતિનો ભોગ!
(D) પં.શ્રી ચંદ્રશેખર વિ.ગણીનો સંમેલનનો આઠ માસ પૂર્વેનો પત્રઃ
(ગુરુદ્રવ્યના પૈસા દેવદ્રવ્યમાં જ વરસોથી લઈ જવાની પ્રણાલિકા છે, એ જ પ્રણાલિકા શાસ્ત્રીય અને વ્યાજબી છે અને વૈયાવચ્ચમાં લઈ જવાથી ઘણાં નુકશાન
Page #412
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
૩૫૭ રહેલા છે. સંમેલનમાં મુખ્ય ભાગ ભજવનાર પં. શ્રી ચંદ્રશેખર વિ. એ જ નીચેનો પત્ર આઠ મહિના પહેલા લખેલો છે. સંમેલનના ઠરાવોની શાસ્ત્રીયતાનું આહવાન કરનાર પં. શ્રી નીચેના તેમના જ પત્ર સામે આહ્વાન આપે અને પં. શ્રી યોગ્ય ખુલાસો વહેલી તકે કરે. જો કે, હાલ તેઓ વિદ્યમાન નથી. આથી તેઓના પુસ્તકોનો પ્રચાર કરનાર તેમનો સમુદાય વહેલી તકે ખુલાસો કરે એવી અભિલાષા.) પં. ચન્દ્રશેખર વિ. તરફથી
વિ.સં. ૨૦૪૩ વિનયાદિ ગુણાલંકૃત મુનિવર્ય
ભા.વ. ૧ હિતપ્રજ્ઞ વિજય મ.સા., અનુવંદના. સુખસાતામાં હશો.
વિ. જણાવવાનું કે ગુરુપૂજનના પૈસા દેવદ્રવ્યમાં જ લઈ જવા એવી પરંપરા છે. માટે દેવદ્રવ્યમાં જ લઈ જવા જોઈએ.
તથા જો તે પૈસા મુનિઓની વૈયાવચ્ચમાં લેવામાં આવે તો મુનિઓને તે પૈસા ઉપર પોતાના પૈસા છે એ રીતે આસક્તિ થવાની શક્યતા છે માટે આ પરંપરા અત્યંત યથાયોગ્ય જણાય છે તે જાણશો.
એજ દ. જિનસુંદર વિ.
ચંદ્રશેખર વિ.ના
આ અનુવંદના ટિપ્પણીઃ (૧) આ પત્રની મૂળ કોપી હાલ પણ ઉપલબ્ધ છે.
(૨) આ પત્રવિ. ૨૦૪૩, ભા. વદ-૧ના રોજ શાન્તાક્રુઝ-મુંબઈથી વલસાડ મુકામે બિરાજમાન પૂ.મુનિશ્રી (હાલ પૂ. આચાર્યશ્રી)ને લખાયેલો છે અને નીચે ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રીની સહી પણ છે.
(૩) વિ.સં. ૨૦૪૪'ના સંમેલનના થોડા મહિનાઓ પહેલાં લેખકશ્રીની માન્યતા શું હતી ! અને સંમેલનમાં અને એ પછી કેમ માન્યતા બદલાઈ ગઈ !
(અગત્યની નોંધઃ મતિમંદતા કે ક્ષયોપશમભેદથી શાસ્ત્રોના અર્થઘટનમાં પ્રામાણિક મતભેદ ઊભો થાય તે હજી બની શકે પણ વર્તમાન વિવાદમાં સહુથી
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અનુચિત પાસું આવા મતભેદને બહુમતિના જોરે યોગ્ય ઠરાવવાની કરાતી કોશિષ છે. “૨૧ આચાર્યોએ ભેગા મળીને કરેલો નિર્ણય કેવી રીતે ખોટો હોય?” એવા આશયની વાત કરનાર વ્યક્તિ જિનશાસનના મર્મને જ પામી નથી.
એકમતી-લઘુમતિ-બહુમતિ-સર્વાનુમતિ કે શાસ્ત્રમામાં જૈન શાસનને શું સમ્મત છે. તે પંન્યાસજી મ.ના જ શબ્દોમાં વિસ્તારથી જોઈએ.)
(E) જિનશાસનરક્ષા પં. શ્રી ચંદ્રશેખરવિ. ગણિ.
(મુક્તિદૂત નવેમ્બર વીરસૈનિક વિભાગપૂર્તિમાંથી સાભાર)
સંગઠિત શક્તિની જે તાકાત છે એની તો શી વાત કરવી? એનો મહિમા અપાર છે. એની ફલશ્રુતિઓ અપરંપાર છે.
પણ....અફસોસ ! વો દિન કહાં....xxx જે તે પક્ષો સાથે સાથે સંગઠન કરીને ચૂંટણી જીતેલી કોંગ્રેસની કેવી દુર્દશા થઈ છે, તે તો આપણી નજર સામે જ છે, આવા શંભુમેળાના સંગઠન તો સંસ્થાનું વિઘટન કરે...એના કરતાં અ...સંગઠન શું ખોટું?
શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સમસ્તનું સંગઠન કરવું હોય તો તે પણ શાસસાપેક્ષતાના ધોરણે જ કરવું જોઈએ, ચતુર્વિધ સંઘના જે સભ્યો સંપૂર્ણપણે જમાનાવાદી, ભોગપ્રેમી, તકવાદી કે રાજકારણી બન્યા છે તેમની સાથે શાસ્ત્રચુસ્ત વ્યક્તિઓનું શી રીતે સંગઠન કરે? xxx
xxxરે!દૂધપાક અને મીઠાનું કદી સંગઠન હોય? એમાં ગુમાવવાનું દૂધપાકને જ છે.
દૂધ અને તેજાબનું કદી સંગઠન હોય? એમાં ફાટી જવાનું દૂધને જ છે.
ગમે તેવું સંગઠન કદી હોઈ ન શકે. સંગઠન યોગ્યનું જ હોય. દૂધ અને સાકરનું જ હોય, દૂધપાક અને એલચીનું જ હોય.
વળી જે લોકો જમાનાવાદી છે, જેઓ જમાનાવાદની રીતરસમોથી શાસ્ત્રજ્ઞાઓમાં ફેરફાર કરવાની વાહયાત વાતો કરે છે, એવાઓ સાથે જ્યારે
Page #414
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૩
૩૫૯ સંગઠન કરવાની વાત આવે છે, ત્યારે શાસ્ત્ર ચુસ્તોને “કાંઈક' જતું કરવું પડે છે, બાંધ છોડ કર્યા વિના આ સંગઠન થઈ શકતું નથી. આવી બાંધછોડની નીતિમાં સત્યને જ હારી જવાનું બને છે. ૨૪૨ = ૪ અને ૨ x ૨ = ૬ એમ કહેનારા બે માણસોનું સંગઠન કરવું હોય તો ૨ ૪ ૨ = ૫ એમ કહીને વચલો માર્ગ કાઢવામાં આવે અને જો એ રીતે શાન્તિ તથા સંગઠન સ્થપાતા હોય તો તો બહેતર છે કે ૨ ૪ ૨ = ૪ ના સત્યને જગત સમક્ષ જીવંત રાખવા માટે ઝગડવું પડે અને અસંગઠિત રહેવું પડે.
સંગઠનનું બૂમરાણ ન હોય. જે શાસ્ત્રાજ્ઞાઓને માથે સ્વીકારી લે તે બધાયનું સંગઠન આપોઆપ થઈને જ રહે છે. એને માટે કાંઈ સંમેલનો ન યોજાય.
અને જેમને જમાનાવાદી ધોરણેથી સંગઠન કરવાના છે તેમાં તો સાચને જ આંચ આવે. એવા સંગઠનો માટે જો સંમેલનો થાય તો પણ એ સંમેલનો વધુ સંઘર્ષનું જ નિમિત્ત બનીને રહે.
શ્વે. મૂર્તિપૂજક જૈનસંઘના કેટલાય સભ્યો સંપૂર્ણપણે જમાનાવાદના ઘોડાપૂરમાં તણાયા છે. એટલે સમગ્ર સંઘનું સંગઠન સંભવિત જણાતું નથી. એમાનાં કોઈ જૈનાચાર્ય પોતાને જૈન પણ કહેવડાવવામાં શરમ અનુભવે છે, કોઈ જૈનાચાર્ય દિગંબરોની ખુશામત મેળવવા તેમના મંદિરોમાં એકપક્ષી રીતે દર્શન કરવા દોડી જાય છે, કોઈ જૈનાચાર્ય યુદ્ધમાં જોડાઈ જવાનું જૈન-જવાનોને એલાન કરે છે અને સાધુ-સાધ્વીઓને એ સમયે ઘાયલ થયેલા સૈનિકો માટે લોહી આપવાનો આદેશ આપે છે. કોઈ ભારત સરકારને ખુશ કરી દેવાના પ્રયત્નોમાં ગળાબૂડ પડી રહે છે. આવી વ્યકિતઓ સાથે શી રીતે સંગઠન થાય? પોતાના સિદ્ધાન્તોની બાંધછોડ કરીને, કે તેનો સંપૂર્ણ ત્યાગ કરી દઈને જરૂર સંગઠન થઈ શકે પણ તે તો જાજરાનું સંગઠન કહેવાય! એનો શો અર્થ? મંદિરને બદલે ગામ બહાર જાજરૂ બનાવ્યા હોય તો હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, પારસી-સહુ-ત્યાં દોડતા આવે.
એટલે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોનું પણ સર્વાગીણ સંગઠન ખૂબ જરૂરી છતાં સંભવિત જણાતું નથી.
અફસોસ ! ઘર જ ફૂટ્યું છે, ત્યાં શું થાય? ઘરમાં જ ઘરને ભાંગી
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા નાંખનારાઓની મોટી જમાત ફૂટી નીકળી છે ત્યાં ઘર પૂરતું ય સંગઠન કયાં સંભવિત છે? xxx
xxx જો આ કાળની ભાષામાં બહુમતિમાં હોય તે જ શાસકપક્ષ ગણાતો હોય અને લઘુમતિમાં રહેનાર વિરોધપક્ષ ગણાતો હોય તો ભલે તેમ હો..આપણે વિરોધપક્ષ તરીકેની કામગીરી ઉપાડીએ. શાસકપક્ષની જે કોઈ નીતિરીતી કે ગતિવિધિ જિનશાસનનું અહિત કરનારી બનતી હોય તેની સામે પડકાર કરીએ, સંગઠિત બનીને અવાજ ઉઠાવીએ અને એ અયોગ્ય નીતિરીતિઓનું નિવારણ કરીને જ જંપીએ.
- પં. શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવર
શુભાભિલાષા રાખીએઃ
આ ઉતારો તેઓશ્રીજીના પુસ્તકમાંથી લેવાયેલ છે. એ પુસ્તકનું પ્રકાશન વર્ષો પૂર્વે થયું છે. એવું બને કે આટલા વર્ષનો આ ગાળો એક દુઃસ્વપ્ન હોય અને એ દુઃસ્વપ્નના અંતે શ્રી સંઘને વીશી પહેલાંના જમાનાવાદના કટ્ટર વિરોધી અને શાસ્ત્રમતિના ચુસ્ત આગ્રહી-પંન્યાસજી શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજશ્રીનો સમુદાય પાછો મળે ! થયેલી ભૂલને સુધારી લેવામાં હિચકીચાટ ન અનુભવવાના પણ કેટલાક દાખલા તેમના નામે નોંધાયેલા છે. વર્તમાન વિવાદમાં તેમના હાથે જે કાંઈ અનુચિત થયું હોય તે જાતે જ સુધારી લેવાની ખેલદિલી તેઓશ્રીવતી તેમનો સમુદાય દાખવશે તો વર્તમાન જૈન સંઘને વિવાદની એક ભયાનક આંધીમાંથી ઉગારી લેવાનું સુકૃત તે સમુદાયના ચોપડે નોંધાશે. “યુગપ્રધાનાચાર્યની પદવી આપવા કરતાં આ એમની મહાન શ્રદ્ધાંજલી ગણાશે.
Page #416
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૪ : પૂ.આ.ભ.શ્રી.વિ.જિનેન્દ્રસૂરીશ્વરજી
મહારાજાનો અગત્યનો ખુલાસો
[નોંધ : મુંબઈ-ચંદનબાળા ઉપાશ્રયમાં પૂ.આ.ભ.શ્રી.વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિ.ગણિવર વચ્ચે જે મીટીંગ થઈ હતી તેની સાચી હકીકતો પૂ.આ.ભ.શ્રી.વિજિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. દ્વારા વિ.સં. ૨૦૫૧માં પ્રકાશિત “સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી” પુસ્તકમાં આમુખ' હેડીંગ નીચે પ્રકાશિત થયેલી હતી. તેને અક્ષરશઃ અહીં રજું કરીએ છીએ. તેનાથી ચોક્કસ વર્ગ દ્વારા થતા અપપ્રચારમાં સત્યાંશ કેટલો છે, તે વાચકોને ખ્યાલ આવશે. અહીં યાદ કરાવવું જરૂરી છે કે, એ હકીકતોના નિવેદનને આજ સુધી કોઈએ રદીયો આપ્યો નથી.] મિલન અને વિચાર વિનિમયઃ
ચંદનબાળામાં પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજય મ. અને મારે મુલાકાત નક્કી થઈ તે દિવસે સવારનાં હું તીનબત્તી દેરાસર ગયો અને બંને ઉપાશ્રય ઉપર સાથે ગયા. બેઠા સાથે જ. તેમણે મને કહ્યું “તમે ભયંકર કામ કર્યું: સમુદાયનાં ટુકડા કારવ્યા.” ત્યારે મેં કહ્યું સાહિબ બધું યાદ છે? ૨૦૪રમાં શું થયું? ૨૦૪૪માં શું થયું? ત્યારે પં. શ્રી હેમરત્નવિ.મ. એ કહ્યું કે પટ્ટક આપણે પહેલા તોડ્યો છે. ત્યારે મેં કહ્યું આપ હજી પટ્ટક સ્વીકારી લો. ત્યાં પૂ.ચંદ્રશેખર વિ.મ. કહે તમે પટ્ટકનાં ચિથરા કરી નાખ્યા, રામચંદ્ર સુ.મ. સાથે ચેલેંજ ફેંકી હવે કોણ સ્વીકારે ? મેં કહ્યું “પૂ. હિમાંશુસૂ.મ. એ ૨૦૨૦નો પટ્ટક સ્વીકાર્યો છે. તો ચંદ્રશેખર વિ.મ. કહે “એની શું વેલ્યું છે?' મેં કહ્યું કે “પૂ. હિમાંશુ સૂ.મ.નું નામ સમુદાયનાં વડીલ તરીકે લખો તો છો! તેમની કિંમત નથી? ૨૦૪૨માં અને ૨૦૪૪માં આપે ૨૦૨૦નો પટ્ટક ઉડાવી દીધો તે પછી પૂ. રામચંદ્ર સૂ.મ. એ પાંચ વર્ષ પટ્ટક રાખ્યો તો તમે પણ પાંચ વર્ષ ૨૦૨૦નાં પટ્ટક પ્રમાણે વર્તે તો પછી પૂ.રામચંદ્રસૂ.મ. ના ગ્રુપને તમે કહી શકો.” ત્યારે તેઓ બોલ્યા- “હવે અમે કે તમે કોઈ પટ્ટક ન સ્વીકારો.”
આ વાત એટલા માટે રજૂ કરી કે પટ્ટક અંગે તેઓ વાસ્તવિકતા જાણતા ન હતા. નહિતર આવું બોલતા નહીં. બાદ તેમણે કહ્યું “આજ મિટિંગમાં દેવદ્રવ્ય,
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ગુરુદ્રવ્ય અને સ્વદ્રવ્યથી પૂજા આ ત્રણ વિષયો લેવા છે ને?” મેં હા કહી કહ્યું બપોરે કેટલા વાગે લેવા આવું?' તેઓ કહે અમે આવીશું લેવા આવવાની જરૂર નથી.
બપોરે ૧ વાગે તેઓશ્રી પધાર્યા ત્યારે ગણિવર શ્રી શ્રેયાંસ પ્રભવિ. તથા મુ. શ્રી. નયવર્ધન વિ. ઉપાશ્રયથી બહાર લેવા ગયા. હું ઉપાશ્રયના બારણા સુધી લેવા ગયો. બાદ બેઠા. તેઓશ્રીએ સ્વદ્રવ્યથી પૂજાની વાત કરશું એમ કહેતાં મેં હા પાડી. તે અંગે સાડા ત્રણ કલાક વાતચીત થઈ. દેવદ્રવ્યથી પણ કરોડપતિ પૂજા કરી શકે. તે આગ્રહ રહ્યો. જ્યારે અમે ધનવાન સ્વદ્રવ્યથી જ પૂજા કરે અને અમૃદ્ધિમાન સામાયિક કરી પારી ફૂલમાલ ગૂંથે તે શ્રાદ્ધદિનકૃત્ય, શ્રાદ્ધવિધિના પ્રસિદ્ધ પાઠ રજૂ કર્યા તેમણે કહ્યું કે “આમાં દેવદ્રવ્યથી પૂજા કરતાં દોષ લાગે તેમ નથી.”
देवगृहे देवपूजाऽपि स्वद्रव्येणैव यथाशक्ति कार्या દેવમંદિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી યથાશક્તિ કરવી. સંઘમંદિરે સ્વદ્રવ્યથી ભક્તિ વિ.નું. વર્ણન પ્રથમ છે. પછી પણ આ પાઠથી ગૃહમંદિર કરનારની જેમ સંઘને મંદિરે બીજાએ પણ સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ, જે અંગે પૂર્ણ પાઠ પાછળ છે. ____अनुद्धिप्राप्तस्तु श्राद्धः स्वगृहे सामायिकं कृत्वा केनापि सह ऋणविवादाद्यभावे ईर्यायामुपयुक्तः साधुवच्चैत्यं याति नैषधिकीत्रयादिभावपूजानुयायिविधिना।
सा च पुष्पादिसामग्र्यभावात् द्रव्यपूजायामशक्तः सामायिकं पारयित्वा कायेन यदि किञ्चित्पुष्पग्रथनादिकर्त्तव्यं स्यात् तत्करोति ।
ઋદ્ધિમાન ન હોય તે શ્રાવક પોતાને ઘરે સામાયિક કરીને કોઈની સાથે દેવું વિવાદ ન હોતાં ઈર્યાસમિતિમાં કાળજીવાળો સાધુની જેમ ત્રણ નિસ્રીહિ આદિ ભાવ પૂજાને લગતી વિધિ વડે દેરાસરે જાય.
અને તે પુષ્પાદિ સામગ્રી પોતાની પાસે ન હોય તેથી દ્રવ્ય પૂજા કરવા માટે અશક્ત તે શ્રાવક સામાયિક પારીને કાયાવડે કંઈ પુષ્પ ગુંથવા આદિ કર્તવ્ય હોય તો તે કરે.
Page #418
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૪
૩૬૩ આમાં પુષ્પો ગુંથવા એટલું જ નહિ પણ આદિથી મંદિરની સાફસુફી, કરવી. મંદિરના સાધનો વ્યવસ્થિત કરવા મૂકવા વિ. પણ છે અને તે બધું મંદિરના કર્તવ્ય રૂપે છે. શેઠિયાની મજૂરી કે ગુલામી રૂપે નથી. આ કર્તવ્યના મહાલાભો છે. તે નંબર ત્રણ પરિશિષ્ટમાં છે.
આમ ઋદ્ધિમાન માટે વિધિ બતાવી તેમ અન-ઋદ્ધિમાન માટે ફૂલ ગૂંથવા આદિ વિધિ બતાવી. તેજ બતાવે છે કે શક્તિ હોય તે પ્રમાણે કરે. આમ અર્થપત્તિથી પણ પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજાનું વિધાન સિદ્ધ થતું નથી. “મહિલાકે લખેલા ડબ્બામાં પુરુષો બેસતા જ નથી. વગર બોર્ડે તે સમજી જાય
૧૯૯૦નાં મુનિ સમેલને પણ જ્યાં ભગવાન અપૂજ રહે ત્યાં પૂજાનું દ્રવ્ય ન હોય તો દેવદ્રવ્યથી પણ પૂજા કરવી જોઈએ તેમ કહ્યું છે. તે જ બતાવે છે કે જો દેવદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવાનો રાજમાર્ગ હોત તો ભગવાન અપૂજ ન રહે તેમ દેવદ્રવ્યથી પૂજા કરવાનું આજનાં મહાત્માઓના વડીલો આમ ઠરાવન કરત. પરંતુ ઠરાવ કરત કે દેવદ્રવ્યમાંથી સૌ પૂજા કરી શકે છે. આ પૂજ્યોનો ઠરાવ સુખી કે ગરીબોને આશ્રીને નથી. પરંતુ આપત્તિના કાળમાં જિન પ્રતિમા અપૂજ ન રહે તે વિધિનું મહત્ત્વ રાખવા માટે છે.
ઘણી વાત પછી તેમણે કરોડપતિ પણ દેવદ્રવ્યથી પૂજા કરે તો પાપ દોષ લાગે તેવા અક્ષર પાઠ આપો એમ કહ્યું.
તે વખતે દેવાદિ દ્રવ્ય સતિ વિ. તેમની બુકનાં સાત પાઠોથી દેવદ્રવ્યથી પૂજા થાય તેની ચર્ચા થઈ તે અંગે દેવાદિ દ્રવ્યથી બીજા દ્રવ્યો પણ છે તેમ કહ્યું, પણ તે વાત ન માની-દેવદ્રવ્ય હોતે છતે મંદિર પ્રતિમા સારા રહે તેથી યાત્રા આવે અને પૂજા મહોત્સવ કરે. વગેરે તેમણે માન્ય ન કર્યું. આ પાઠો સાથે ખુલાસા પૂ. સાગરજી મ. એ તથા મારા ગુરુદેવ પૂજ્યશ્રીના પુસ્તકમાં વર્ષો પૂર્વે લખાયા છે.
સાડા ત્રણ કલાક પછી ઉઠ્યા ત્યારે કહ્યું કે આપણે સમાધાન કરી શકીએ નહીં. અમારા ચાર તમારા ચાર આચાર્યો ભેગા થઈને નિર્ણય કરે તે જ થાય.
આમ આ મુલાકાત પૂર્ણ થઈ.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
પ્રચાર થયો કે દેવદ્રવ્યથી પૂજા કરે તો પાપ લાગે તેવો પાઠ નથી. અમુક મહાત્મા તથા શ્રાવકો બોલ્યા કે પાઠ હોય તો જ બેસાય નહીંતર ફરી મુલાકાત કરાય નહીં.
પાઠો નથી તે પ્રચાર વધ્યો ત્યારે સુ. છબિલભાઈ તે માટે સાંજે આવ્યા અને પાઠની વાત કરી. મેં કહ્યું “તૈયાર કરીને આપીશ.' પછી સુ. અમૃતલાલભાઈ ગોળાવાળાને તેમણે પાઠ લઈ આવવા મોકલ્યા. પરંતુ કેટલાક ગ્રંથો ન હોવાથી. ઓછા અધૂરા છે' તેમ મેં કહ્યું. તેમને કહ્યું “પૂ.ચંદ્રશેખર વિ.મ.એકમનાં ભાયખલા જશે તો ચૌદશ સુધી મળી જાય તો વિચારી શકે. સુ. છબીલભાઈ વગેરેએ કહેલ કે ભાયખલા ચંદ્રશેખર વિ.મ. રોકાશે તો મેં કહ્યું હતું પૂનમ પછી ભાયખલા બેત્રણ દિવસ માટે આવી જઈશ.”
બીજે દિવસે પં. શ્રી હેમરત્ન વિ.મ. આદિ ઠાણા મળવા આવેલા. આગમ પંચાંગી અને પ્રાચીન સાહિત્ય પ્રકાશનની વાત થઈ. જોઈ અને અનુમોદના કરી. તેમણે પૂછ્યું કે ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં જાય તેવા પાઠ છે. મેં કહ્યું “જીર્ણોદ્ધાર તથા નવીન ચૈત્ય બંધાવવા આદિમાં જાય તેવા પાઠ મળ્યા છે. વૈયાવચ્ચમાં જાય તેવો પાઠ નથી. તમારા પાસે હશે ને?” વળી મેં કહ્યું કે “તમારા ઠરાવને હિસાબે મુંબઈમાં સ્વપ્ન દ્રવ્ય દેરાસર સાધારણમાં લઈ જવાનો ઠરાવ મુકાયો છે.'
તેમણે કહ્યું કે ન થાય. મેં કહ્યું તમારા ઠરાવનો હવાલો આપે છે. તેમણે કહ્યું તેમને ના કહી દઈશ.' - ચૌદશના પ્રતિક્રમણ પછી સુ. અમૃતલાલભાઈ ગોળાવાળાને પાઠોનાં
પાના આપ્યા તેમણે પુનઃ પૂનમના આવીને જણાવ્યું કે પાઠો પૂજ્યશ્રીને આપી દીધા છે. જે પાઠો તેઓશ્રીને પહોંચાડ્યા છે તે પાઠો નીચે મુજબ છે. તે પાઠો સંસ્કૃત પ્રાકૃતનાં અભ્યાસી ન હોય તેમને સમજ પડે તે માટે અર્થ ભાવાર્થ સાથે અત્રે આપ્યા છે.
દેવદ્રવ્યથી પૂજા કરવી તે દ્રવ્યનો નાશ કરનાર છે. પારકા દ્રવ્યથી ધર્મ કરવો તે અયોગ્ય છે. બીજાનું દ્રવ્ય આપણા દ્રવ્યમાં ભળ્યું હોય તો બીજાનું જેટલું દ્રવ્ય છે તેટલું પુણ્ય તેમને મળો તેમ ભાવના કરવાથી આશય શુદ્ધ થાય છે. પારકા દ્રવ્યથી પુણ્ય કરવાની અભિલાષા અશુદ્ધ આશય છે. દેવદ્રવ્યનો
Page #420
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૪
૩૬૫
અંશ પણ જે મકાનમાં લાગ્યો હોય ત્યાં સાધુ રહે, તો પ્રાયશ્ચિત્ત આવે, આ દેવદ્રવ્ય ઉપભોગને આશ્રીને પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. આવી-આવી અનેક વિગતો આ પાઠોમાંથી પ્રાપ્ત થાય છે. સ્થિર ચિત્તે મનનપૂર્વક વાંચવા વિચારવા ભલામણ છે.
જિનેન્દ્રસૂરિ
રત્નપુરી મલાડ (ઇસ્ટ)
૨૦૧૧, શ્રાવણ સુદ ૫
♦ અગત્યની પૂરકસામગ્રી :
(તેઓશ્રીના પુસ્તકના પૃ. નં. ૩૪-૩૫-૩૬થી લઈને અહીં આપીએ
છીએ.)
(××× આ ૧૪ પાનાનાં મૂળ પાઠો સુ. છબીલભાઈને વાંચી સંભળાવ્યા તેમને પણ લાગ્યું કે આ ૧૪ પાનાની જરૂર નથી માત્ર બે પાના જ બસ છે તેમાં દેવદ્રવ્યનાં ભક્ષણનો દોષ દેખાઈ આવે છે.
પૂનમના પૂ.પં.મં.ને પાઠો મળ્યા અને સાંજે તેમના ચાર મહાત્માઓ આવ્યા અને કહ્યું તમારા પાઠોમાં દેવદ્રવ્યથી પૂજા કરે તેને દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે તે પાઠ નથી.
તેમને પાઠો વાંચવા વિચારવા કહ્યું અને હુ ભાવખલા આવી જઈશ તેમ કહ્યું પરંતુ મુલાકાત વખતની વાતની જેમ તેઓ પાઠ નથી તેજ વિચારમાં મક્કમ રહ્યા અને ૧૯૯૦નાં સમ્મેલનનો ઠરાવ તે પાઠ નથી. વિ. કહ્યું પરંતુ તેમણે બુકમાં રજૂ કરેલા જેમના પત્રો છે. તે વાત કરી ત્યારે હાલના અનેક મુનિઓના વડીલોએ કરેલા ૧૯૯૦ના સમ્મેલનમાં ઠરાવ હતા તે કેમ માન્ય ન થાય ? વિ. વાતો થઈ.
તેઓ પં.મ.ની ચિઠ્ઠી લાવેલા તેમાં તેમણે પાઠોનો અનુવાદ મંગાવ્યો છે, તે અંગે ચર્ચામાં અર્થની વાત કરી તો પાઠો માંગ્યા અને પાઠો આપ્યા તો અનુવાદ માંગ્યો છે. તે ચિઠ્ઠી અત્રે નીચે આપી છે –
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૬૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
શાસન પ્રભાવક આ. શ્રી જિનેન્દ્રસૂરિજી ! વંદન-સુખસાતા પૃચ્છા.
આપે મોકલાવેલ શાસ્ત્ર પાઠો મળ્યા.
–
શ્રાવક દેવદ્રવ્યના કેસર વિ. દ્વારા પૂજા કરે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગવાની પૂરી શક્યતા રહે છે - તેવી આપના પક્ષ તરફથી જે સ્થાપના કરવામાં આવી હતી. તે બાબતમાં સમર્થન કરતા પાઠો આપને પાછળથી મળી ગયા છે તેવું સુશ્રાવક છબીલભાઈ ઘોટીવાળા દ્વારા જાણવા મળેલું પરંતુ આમાંના એક પણ પાઠ પરથી એ વાત સિદ્ધ થતી જણાતી નથી. તો આ પાઠ દ્વારા આપ શું સિદ્ધ કરવા માંગો છો તે દરેક પાઠની નીચે અનુવાદ લખી જણાવશો તો આપનો આશય સ્પષ્ટ થવાથી તેના ઉપર વિચાર વિમર્શ કરવામાં વધુ સુગમતા રહેશે. ચંદ્રશેખર વિ.ના વંદન
પાઠો નથી આપ્યા એ પ્રચાર પામેલી વાતો તેમને પાઠો મળ્યા એ લખાણથી જ ખોટી ઠરે છે. આ ૪૦ પાઠો જોયા એટલે સ્પષ્ટ જણાશે કે અમારી વાત સાચી સિદ્ધ થઈ જાય છે. અનુવાદની જરૂર નથી છતાં વાચકો આરાધકોને વિચાર વિમર્શ માટે સુગમ રહે તેવી જિજ્ઞાસા જાણીને અનુવાદ અને ભાવાર્થ જણાવાયો છે.
પાઠો નથી તેના પ્રચાર સામે આ ૪૦ પાઠો સમજાવવા લાલબાગમાં બે જાહેર પ્રવચનો થયા અને સારી સંખ્યામાં ભાવિકોએ સાંભળ્યા, ખુલાસા માંગ્યા વિ. સંતોષ જનક વિવેચનો થયા.
ન
આ પાઠોથી “દેવદ્રવ્યથી કરોડપતિ કૃપણ પૂજા કરે તો પાપ દોષ ન લાગે અધ્યવસાય શુદ્ધ થાય અને સમકિત નિર્મળ થાય” તેવો સામેનો અભિપ્રાય ખોટો છે અને દેવદ્રવ્યથી પૂજા કરે તો તેને દેવદ્રવ્યના ભોગનો અને દેવદ્રવ્યના ઉપકરણો વિના નકરે વાપરે તો દેવદ્રવ્ય ઉપભોગ રૂપ દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે એ સ્પષ્ટ થાય છે.
આ વાત સકલ સંઘમાં પ્રસિદ્ધ છે અને સૌ જાણે છે તેથી જ દેવદ્રવ્યથી પૂજા કરવાનો રિવાજ નથી. ઘણા સ્વદ્રવ્યથી પણ પૂજા કરે છે અને ઘણાં સંઘે એકત્રિત કરેલા સાધારણ દ્રવ્યથી પૂજા કરે છે અને તેમાં પોતે કંઈને કંઈ પ્રાયઃ ફાળો પણ આપે છે.
Page #422
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫ ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની અશાસ્ત્રીયતાને પ્રકાશિત
કરતા બે જાહેર પ્રવચનનો સારાંશ -
[નોંધ:- “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તક પ્રકાશિત થયા પછી વિ.સં. ૨૦૫૧ની સાલમાં અમદાવાદ ખાતે પૂ.આ.ભ.શ્રી વિ. સુદર્શનસૂરિજીરાજતિલકસૂરિજી મહોદયસૂરિજી મહારાજાની તારક નિશ્રામાં તે પુસ્તકની અશાસ્ત્રીયતાને જણાવનારાપૂ.આ.ભ.શ્રીમિત્રાનંદસૂરિજી મ.સા.ના જાહેર પ્રવચન થયા હતા. તે પ્રવચનો જિનવાણી વર્ષ-૨૦, અંક-૭-૮માં પ્રકાશિત થયા હતા. તે ઉપયોગી હોવાથી અહીં તેનો સારાંશ ગ્રહણ કર્યો છે. આમાં (૧) સંમેલનના ઠરાવોની અને “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના વિચારોની સમાલોચના છે. (૨) સંમેલન વખતે થયેલી ગતિવિધિઓની માહિતી છે.]
धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तनिषेधितुम् ॥
xxx હું બોલ્યો એ શ્લોકનો અર્થ એવો છે કે – “ધર્મનો ધ્વંસ થતો હોય, શુભ ક્રિયાઓનો લોપ થતો હોય, સિદ્ધાંતના અર્થમાં ફેરફાર કરવામાં આવતો હોય ત્યારે, કોઈ પૂછે નહિ તો પણ શક્તિસંપન્ન આત્માએ તેનો નિષેધ કરવો જ જોઈએ.” ખોટી વાતોને ખોટી સાબિત કરવા સઘળી શક્તિ વાપરવી જોઈએ. આવા સમયે મૌન બેસી રહીએ તો નુકશાન કેટલું થાય? xxx
xxxx દેવદ્રવ્ય-ગુરુદ્રવ્યનો વિષય બહુ ગંભીર અને મહત્ત્વનો છે. જરાય ઉપેક્ષા કરીએ તો દોષના ભાગી બનીએ. ઘા.વ.વિ. પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પડી એટલે તરત નિવેદન તૈયાર કરી બહાર પાડ્યું. આમાં બેસી ન રહેવાય. આખા પુસ્તકમાં દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય સામે ચેડા કરવામાં આવ્યા છે.
XXXX
xxx એક આચાર્ય ભગવંતે કહ્યું કે- ટ્રસ્ટીઓને વહીવટ માટે માર્ગદર્શન આપવા પુસ્તક લખ્યું અને તેમાં ભગવાનની આજ્ઞા વિરુદ્ધ આડેધડ દેવદ્રવ્ય વાપરવાની છૂટ આપી. આને માર્ગદર્શન કહેવું કે ઉન્માર્ગદર્શન ? લખ્યું કે -
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શક્તિ સંપને સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ પણ શક્તિ સંપન છતાં પણ હોય અથવા ભાવના સંપન ન હોય તો તે પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી કરે તોય ચાલે. કલ્પિત દ્રવ્યમાંથી શ્રાવકોને પૂજાની છૂટ આપી અને સ્વપ્નાદિ બોલીનું દ્રવ્ય કલ્પિતમાં લઈ જવાનો માર્ગ બતાવ્યો. આવો એક પણ શાસ્ત્ર પાઠ ક્યાંય મળતો નથી. આ તો પં. શ્રી ચંદ્રશેખર વિજયજીના ભેજાની નીપજ છે. કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા પહેલી આવૃત્તિમાં જુદી અને બીજી આવૃત્તિમાં જુદી. બીજી આવૃત્તિમાં પણ એક જગ્યાએ સાચી તો બીજી જગ્યાએ ખોટી. એ ખોટી વ્યાખ્યાના આધારે માર્ગદર્શન આપ્યું, એ સાચું હોય કે ખોટું? મન ફાવે તેમ પુસ્તક લખી નાખ્યું છે. પરસ્પર વિરોધી વાતો પણ તેમાં ઘણી જોવા મળે છે. એક જગ્યાએ લખે છે કે, “નૂતન જિનાલય નિર્માણ દેવદ્રવ્યમાંથી થઈ શકે એવું જણાવતો એક પણ શાસ્ત્રપાઠ જોવા મળ્યો નથી. તેમ છતાં અનેક સ્થળોએ દેવદ્રવ્યમાંથી એ થાય છે અને બધા પૂજનીય આચાર્ય ભગવંતો એને માન્ય રાખે છે.” એમની આ વાતના વિરોધમાં એમની જ વાતને ખોટી ઠરાવતો દેવદ્રવ્યમાંથી જિનમંદિર થાય એવો પાઠ પેજ નં. ૧૬૯ અને ૧૯૫ ઉપર તેઓએ જ તેમની બીજી આવૃત્તિમાં નોંધ્યો છે. આવા તો કેટલાય વિરોધાભાસી લખાણો એમના આ પુસ્તકમાં છે. હકીકતમાં જીર્ણોદ્ધાર-નૂતન જિનમંદિર આદિમાં દેવદ્રવ્યનો ઉપયોગ થઈ શકે તેવા અનેક શાસ્ત્રપાઠો છે જ.
સભા આવા બધા વિરોધાભાસોનો પરિમાર્જકોને ખ્યાલ નહિ આવ્યો હોય?
– નહિ આવ્યો હોય ત્યારે જ આમ બન્યું હોય ને? ગીતાર્થ મૂર્ધન્યને મારો પ્રશ્ન છે કે- તમે પરિમાર્જન શું કર્યું? આ પુસ્તકમાં એક કુતર્ક એવો કર્યો છે કે - જો પૂજા સ્વદ્રવ્યથી જ કરવાની છે, તો દેવદ્રવ્યના મંદિરમાં બેસી કેમ શકાય? મંદિર પણ સ્વદ્રવ્યથી જ બાંધેલું હોવું જોઈએ ને? આ કોઈ તર્ક છે? પૂજા સ્વદ્રવ્યથી જ કરવાનું શાસ્ત્ર કહ્યું, પણ મંદિર સ્વદ્રવ્યનું ન હોય તો તેમાં ન જવું એવો નિષેધ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ કર્યો નથી. ઉલટું પર્વ દિવસોમાં ગામના બધા મંદિરે દર્શન કરવા જવું, શક્તિ મુજબ વારંવાર તીર્થયાત્રાએ જવું વગેરે વિધિ શ્રાવકો માટે શાસે દર્શાવી છે. બધા મંદિરો કે તીર્થો દરેક શ્રાવકના સ્વદ્રવ્યના હોતા નથી, એવું શાસ્ત્રકારો જાણતા ન હતા? છતાં પંન્યાસજીએ
Page #424
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-પ
૩૬૯
સ્વદ્રવ્યથી પૂજાના વિધાનને તોડવા માટે આવા કુતર્ક લડાવ્યા છે, તેમને શું કહેવું ?
વિ.સં. ૧૯૯૦ના સંમેલનમાં બધા પૂજ્યોએ મળીને ઠરાવ કર્યો કે, પ્રભુ ભક્તિ નિમિત્તે પરમાત્માના મંદિરમાં કે મંદિરની બહાર જે કાંઈ ચઢાવા બોલાય તે બધું દેવદ્રવ્ય ગણાય. આ પુસ્તકમાં સુધારો કર્યો કે ‘વરઘોડાની બોલીમાંથી ખર્ચો કાઢવો અને બાકીનું વધે તે દેવદ્રવ્ય.’ ૧૯૯૦ના સંમેલનમાં તેમના ગુરુના પણ ગુરુ પૂ.આ.ભ. શ્રીદાનસૂરિ મ. તથા પૂ.આ.ભ.શ્રી લબ્ધિસૂરિ મ., પૂ. બાપજી મ., પૂ. નેમિસૂરિ મ. વગેરે વડીલો હતા. છતાં એ ડિલોએ નક્કી કરેલા નિર્ણયોને પણ પોલા કરવામાં તેઓ અચકાયા નથી. મુંબઈમાં સાત સંઘોના ભેગા વરઘોડાની દરખાસ્ત પ.પૂ.આ.ભ. શ્રી રામચંદ્રસૂરિ મ. પાસે આવી ત્યારે તેમણે પહેલાં જ પ્રશ્ન કર્યો કે વરઘોડાનો સંપૂર્ણ ખર્ચ સાધારણ ખાતામાંથી થશે ને ? અને વરઘોડાની બોલી સંપૂર્ણ દેવદ્રવ્યમાં જશે ને ? આવનારાઓએ હા પાડી, ત્યાર પછી નક્કી થયું. તેમ જ તે વખતે પૂ.આ.ભ. સૂચન કર્યું કે વરઘોડામાં મુવી, વીડિયો વગેરે ઉતારવામાં આવે એ યોગ્ય નથી માટે એવું ન થાય તેની કાળજી રાખશો. તે મુજબ થોડા વર્ષ ચાલ્યું. પછી અમુક સંઘમાં આ નિયમનું પાલન થતું નથી, તેવી ખબર પડી, ત્યારથી એ વરઘોડો બંધ થયો.
આ મહાત્મા તેમના પુસ્તકમાં મહાગીતાર્થ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.ના નામે વાત કરે છે. પરંતુ તે બરાબર નથી. દેવદ્રવ્યની હાનિ થાય તેવી વાત પૂ. પરમગુરુદેવે ક્યારેય કરી નથી. આપણા પરમ ગીતાર્થ પૂર્વજ મહાપુરુષો ૫.પૂ.આચાર્યદેવ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા, ૫.પૂ.આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અનેક પરંપરાઓ તેમણે વોસિરાવી દીધી, છતાં તેમના નામે વાત કરી લોકોને ભ્રમમાં નાંખે છે.
હવે ગુરુદ્રવ્યની વાત કરીએ. ૨૦૪૪ના મર્યાદિત સંમેલનમાં ગુરુદ્રવ્ય વેયાવચ્ચમાં લઈ જવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મેં એનો વિરોધ કરેલો. હું ત્યાં હાજર હતો. વિરોધ હોવા છતાં ઠરાવ કર્યો. પૂ. આચાર્ય શ્રી અરિહંતસિદ્ધસૂરિ મ.ની એ ઠરાવ પર સહી લેવા તેમના ઉપર ભારે દબાણ કર્યું. તેઓએ કહ્યું કે -
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૭૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા “મારા ગુરુની પરંપરા છે કે - ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય.” કોઈ સંયોગોમાં સહી કરવા તેઓ તૈયાર ન હતા. છતાં જબરજસ્તીથી પેન્સીલ પકડાવી સહી કરાવી. તે મહાત્મા બીજા દિવસથી સંમેલનમાં આવ્યા નહિ. આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીએ કહ્યું કે - “બધા કરતા હોય તેમ કરવાથી એકતા થાય છે માટે સહી કરીએ છીએ, બાકી અમે પણ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાનું જ કહીએ છીએ.”
વિ.સં. ૨૦૨૨માં આ જ અમદાવાદમાં ઉસ્માનપુરામાં દેરાસરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ત્યારે શાસનના પ્રશ્નોની વિચારણા થયેલી. પૂ. આચાર્યદેવશ્રી ઉદયસૂ.મ. વિદ્યમાન હતા. પૂ. ગુરુદેવ શ્રી પ્રેમસૂમ. ત્યાં પધાર્યા. ત્યારે ગુરુદ્રવ્યની વાત નીકળતાં ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાય તેમ તેમણે કહ્યું. આચાર્ય વિજય ચંદ્રોદયસુ.મ. ત્યારે પંન્યાસ હતા. તેમણે કહ્યું કે - અમે પણ ગુરદ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ જતા હતા પણ હમણાં હમણાં હવે વૈયાવચ્ચમાં લઈ જઈએ છીએ. આપણે જોઈએ કે – આ અંગે શાસ્ત્ર શું કહે છે? દ્રવ્ય સપ્તતિકામાં સ્પષ્ટ લખ્યું છે કે, ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધાર તથા નૂતન મંદિર નિર્માણ આદિમાં જાય. “આદિ” શબ્દથી તેઓ વૈયાવચ્ચમાં લઈ જવાય તેમ કહે છે. આપણે કહીએ છીએ કે “આદિ” શબ્દનો અર્થ સીધો છે. જીર્ણોદ્ધાર અને નૂતન મંદિર નિર્માણ સાથે “આદિ” શબ્દ હોવાથી તેનો ઉપયોગ મંદિરને લગતી ચીજો જેવી કે ત્રિગડું, સિંહાસન, ભંડાર બનાવવા વગેરેમાં ઉપયોગ કરાય પણ વૈયાવચ્ચમાં લઈ જવાય એવો અર્થ ન નીકળે. ત્યાં ગુરુદ્રવ્ય ગૌરવ યોગ્ય સ્થાનમાં લઈ જવાનું કહ્યું છે. તો ગૌરવ યોગ્ય સ્થાન કયું? તેઓ કુમતિના જોરે ગૌરવ યોગ્યનો અર્થ સાધુ-સાધ્વી કહે છે. પણ સાધુ-સાધ્વીજીના પૂજનના દ્રવ્યની વાત ચાલે છે, તે સાધુ-સાધ્વીજીથી વધારે ગૌરવ યોગ્ય કોણ ગણાય? જીર્ણોદ્ધાર અને જિનમંદિર જ ગણાય. આપણે શાસ્ત્રીય માન્યતામાં પાકા બનવાનું છે. તેમના કુતર્કોને ઓળખી લેવાના છે. તેનાથી મુંઝાવાનું નથી. આ વિરોધની બાબતમાં એકલા સાધુઓનો નહિ પરંતુ શ્રાવકોનો પણ સહયોગ જોઈએ. શ્રાવકોએ બહુશ્રુત બનવું પડશે. ખાસ કરીને ધર્માદા દ્રવ્યના વહીવટ અંગેના ગ્રંથો ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા વગેરેનો અભ્યાસ કરી લેવો જોઈએ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજીએ તેમના આ જ પુસ્તકમાં દરેક ટ્રસ્ટીએ
Page #426
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
૩૭૧ દ્રવ્યસપ્તતિકાનો અભ્યાસ કરવો જ જોઈએ જેથી વહીવટ સારી રીતે થઈ શકે એવી ભારપૂર્વક ભલામણ લખી છે.
ધર્મસંગ્રહમાં ગુરુદ્રવ્યના ભોગાર્ડ અને પૂજા એવા બે ભેદ દર્શાવી બધી વાતો સ્પષ્ટ કરી છે. આ ગ્રંથ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ શોધ્યો છે. દ્રવ્ય સપ્તતિકાકારે પણ આ બે ભેદ દર્શાવ્યા છે. “ધાર્મિક વહીવટ વિચારમાં આ અંગે તેના પૃ. ૧૭૯ (બીજી આવૃત્તિ) પર પંન્યાસજીએ લખ્યું છે કે “દ્રવ્ય સપ્તતિકાકારે ગુરુદ્રવ્યના જે બે વિભાગ કરીને ગુરુપૂજન દ્રવ્ય સુવર્ણાદિ કહ્યું છે તે એમણે પોતાની બુદ્ધિથી કહ્યું.” આવું લખીને તેમણે ઉપરના બધા મહાપુરુષો પર “પોતાની બુદ્ધિ મુજબ લખનારા હતા.” તેવો આક્ષેપ મૂક્યો છે. આવા મહાપુરુષો પર આવો આક્ષેપ કરવા તેમની કલમ કેમ ચાલી હશે ? દ્રવ્ય સપ્તતિકા ગ્રંથના કર્તા વાચક શ્રી લાવણ્ય વિજય મ. છે. ધાર્મિક વહીવટ માટે આ ગ્રંથ ઓથોરીટીવાળો મનાય છે. ગ્રંથકાર શાસ્ત્રનિઇ છે. અનેક શાસ્ત્રોના આધારે જ આ ગ્રંથ રચ્યો છે. તેની પ્રસ્તાવનામાં દેવદ્રવ્યની બાબતમાં કયા કયા ગ્રંથોનો આધાર લીધો તેની સૂચિ પણ છે. કોઈ વિદ્વાન ગણાતા મુનિ કહે છે કે દેવદ્રવ્યની વાત આગમમાં આવતી નથી પરંતુ આ સૂચિ એમ બતાવે છે કે આગામોમાં પણ દેવદ્રવ્યની વાતો છે. 1 x x x x પં.જીના આ પુસ્તકમાં અનેક અશાસ્ત્રીય વાતો છે. પરસ્પર વિરોધી વાતો પણ છે. કુતર્ક અને કલ્પનાના ઘોડા જબરદસ્ત કોટિના દોડાવવામાં આવ્યા છે. આથી જ આ પુસ્તક સામે વિરોધ છે. પૂર્વના મહાપુરુષો સામે મતિ કલ્પનાનો તેમનો આક્ષેપ તો અક્ષમ્ય ગણાય.
મેં કેટલાક મહાત્માઓને પત્ર લખી તેમના અભિપ્રાયો મંગાવ્યાં, એમાં એક આચાર્ય મ. લખે છે કે, “જે તલમાં તેલ જ ન હોય તેને પીલવાનો શો અર્થ? તેમ આની (આ પુસ્તક) સામે લખવા બોલવાથી કોઈ અર્થ સરવાનો નથી.” બીજા એક આચાર્ય મ. લખે છે કે, “મને પુસ્તક મળ્યું નથી. તેથી મેં વાંચ્યું નથી. મેળવીને વાંચીને ઘટતું કરીશ.”
એક આચાર્ય મહારાજ કહે છે કે તેમણે પોતાના “મુક્તિદૂત'માં લખ્યું છે કે, “આ લોકો (આપણે) ઝઘડાખોર છે. તપોવનનો વિરોધ કર્યો,
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૭૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શિબિરોનો વિરોધ કર્યો, મને ઉસૂત્રભાષી કહેતા પહેલા ઘણા આચાર્ય મહારાજોને ઉસૂત્રભાષી કહી ચૂક્યા છે.” મૂળ વાતને જુદો વળાંક આપવાની અને બીજાઓને આપણી સામે ઉશ્કેરવાની એમની આ એક ચાલબાજી છે.
ગઈકાલના ગુજરાત સમાચાર (મુંબઈ (આવૃત્તિ)માં આપણી સામે લખાણ લખી પાંચ પ્રશ્નો પૂછ્યા છે. એક બાજુ પં.જી લખે છે કે “ચોવીશ કલાકમાં છાપા પસ્તીમાં જાય છે. તો તેમાં લાખો રૂપિયા શા માટે ખર્ચવા જોઈએ?” તેમના આચાર્ય મહારાજ લખે છે કે – “પેપરોમાં આવું બધું લખવું બંધ થઈ જવું જોઈએ.” છતાં તેમના ભક્તો જ આ છપાવે છે. આ રીતે સિદ્ધાંત વિરુદ્ધ પ્રચાર ચાલે છે.
તેથી જ કહ્યું કે - ધર્મનો ધ્વંસ થતો હોય, ક્રિયામાર્ગનો લોપ થતો હોય, સિદ્ધાંતના અર્થોમાં વિપ્લવ થતો હોય ત્યારે સામો માને કે ન માને પણ ભવ્યા જીવોને સાચું માર્ગદર્શન આપવા શક્તિ સંપન્ન આત્માએ બોલ્યા વિના રહેવું નહિ. લોકો માર્ગથી ખસે નહિ, તેમની સિદ્ધાંત નિષ્ઠા ટકી રહે, આ પંચમકાળમાં પણ જીવો આત્મકલ્યાણ સાધી નિકટ મુક્તિ ગામી બને તેવા પ્રયત્નો છોડવાના નથી, એવા નિશ્ચય પર આવી જવાનું છે.
ગુરુ મહારાજ ફરમાવતા હતા કે, દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાત ક્ષેત્ર દ્રવ્યના ભંડારો દર્શનીય રાખવાના છે. ત્યારે જ વાપરવાના કે જ્યારે આસમાની સુલતાની આવે.
પ્રશ્નઃ તો દેવદ્રવ્યથી મંદિર બંધાય તેવો ઉપદેશ આપવાનું બંધન કરાવાય?
- શાસ્ત્રીય વિધાન આ છે. પણ ટ્રસ્ટ એક્ટની વાત આવી, દેવદ્રવ્ય પર તરાપ આવવાનો ભય ઊભો થયો, ત્યારે ગીતાર્થ મહાપુરુષોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને જે નિધિ સામાન્ય સંજોગોમાં રાખી મૂકવાનો જ હતો, તેને વાપરી નાંખવા ભારપૂર્વક ભલામણ કરવા માંડી.
દેવદ્રવ્યનો ઉપભોગ એ મોટામાં મોટો દોષ છે. ઉપભોગ થતો જણાય. તો એને તરત અટકાવવા પ્રયત્નો કરવા જોઈએ. તમારે શ્રાવકોએ “દ્રવ્યસપ્તતિકા” ગ્રંથ ગુરુ પાસે અવશ્ય વાંચી આ વિષયમાં તૈયાર થઈ જવું જોઈએ.
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૭૩
પરિશિષ્ટ-૫ ન સમજાય તે પૂછવું જોઈએ. આ કાળમાંય સિદ્ધાંતાનુસારે માર્ગદર્શન આપનારા ગુરુ ભગવંતો વિદ્યમાન છે. તેમના માર્ગદર્શન પ્રમાણે ગ્રંથ વાંચી, સમજ મેળવી, દેવદ્રવ્યના ભક્ષણ આદિના દોષથી બચવું જોઈએ. આ ભાવના તમારામાં સ્વયંભૂ પેદા થવી જોઈએ.
પ્રશ્નઃ ““કહે છે કે – એક જ પક્ષવાળા વિરોધ કેમ કરે છે? બીજાઓને પડી નથી? એ બધા ભવભીરુ નથી? આ તો ફાંટા પડ્યા છે માટે સામાને ઉતારી પાડવા બધું થાય છે.”
- બીજા પણ વિરુદ્ધમાં છે પરંતુ ઈચ્છા છતાં ગમે તે કારણસર બોલતા નથી. આપણને આપણા તારક ગુરુમહારાજ (પૂ.આ.શ્રી રામચંદ્રસૂ.મ.)નો વારસો મળ્યો છે. સિદ્ધાંત વિરુદ્ધ વાત આવે ત્યાં આપણું લોહી તપી જાય છે. ઓછું તપતું હોય તો ગુરુ મહારાજની વફાદારી ગુમાવી છે, એમ માનવું પડે. સાચી વાત સમજનારા પણ કોઈ અગમ્ય કારણસર વિરોધ ન કરી શકતા હોય તેમ બને. મને એક અન્ય પક્ષના મહાત્મા મળ્યા અને કહ્યું કે – “તમે નિવેદન બહાર પાડ્યું તે સારું કર્યું.” એક મહાત્મા ધા.વ.વિ.નો વિરોધ કરીશું તેમ લખે છે, પણ નિવેદન બહાર પાડે તેવી શક્યતા નથી.
પ્રશ્નઃ દેવદ્રવ્યનું ભક્ષણ જાણતાં કે અજાણતાં કર્યું હોય તો કેવો દોષ લાગે તે દષ્ટાંત આપી સમજાવો તો સારું -
– આ વિષયમાં સાગર શ્રેષ્ઠીનું દબંત શાસ્ત્રમાં આવે છે. તે આપણે પછી વિચારીશું.
પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી કહે છે કે ““શ્રાવક પરદ્રવ્યથી કે દેવ-દ્રવ્યથી પૂજા કરે તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે તેવો શાસ્ત્ર પાઠ છે?”
આપણે તેમને કહેવું છે કે – ભગવાને શક્તિ અનુસાર સ્વદ્રવ્યથી પૂજા કરવાની વિધિ બાંધી છે, છતાં પોતાનું દ્રવ્ય સાચવી રાખી દેવદ્રવ્ય વાપરે તો, દેવદ્રવ્યનું ભક્ષણ (દુરુપયોગ) કર્યું એમ ન કહેવાય?
પ્રશ્નઃ દેવદ્રવ્યથી પૂજા કરનારને પ્રાયશ્ચિત્ત શું આવે?” - મને આ. શ્રી હેમચંદ્રસૂરિજી પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.ના)
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૭૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા મળ્યા હતા. ત્યારે આ વિષયની વાત થતાં મને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. મેં કહ્યું કે - દેવદ્રવ્ય ભક્ષણનું (દુરુપયોગનું) જે પ્રાયશ્ચિત્ત હોય તે આવે. તમે કહો છો તેવા જ અક્ષરો કદાચ ન પણ મળે. આલોચનાના કેટલાક સ્થાનો એવાં હોય કે પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં એના ચોખા અક્ષરો ન લખ્યા હોય છતાં ગીતાર્થો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ પ્રાયશ્ચિત્ત ગ્રંથોના આધારે પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્ત લેવા આવનારે કયા સંજોગોમાં કેવા ભાવે દોષનું સેવન કર્યું છે, તે જોઈને ગુરુ પ્રાયશ્ચિત્ત આપે છે.
સભાઃ “પં. શ્રી ચંદ્રશેખરવિજય મ.ના ગુરુ ખોટું કરતા હતા?”
- આ સવાલ સારો છે. તેમણે પોતાના ગુરુની પરંપરાનો વિચાર કર્યો હોત તો ય આ પ્રવૃત્તિ ખોટી છે, આચરવા જેવી નથી, છોડી દેવા જેવી છે તેમ તેમને જરૂર સમજાત.
૧૯૯૦ના સંમેલનની તેઓ ટીકા કરે છે પણ તે સંમેલનમાં પૂ. આચાર્ય શ્રીદાનસૂરિજી મ., પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરિજી મ. (ત્યારે ઉપાધ્યાયજી) હાજર હતા. ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ જવાનું તેઓ કહેતા હતા. ગુરુદ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જવાનું કહીને પંન્યાસજીએ ગુરુ પરંપરા તોડી છે, એમ કહેવાય.
પૂ. આચાર્ય શ્રી પ્રેમસૂરિ મ. તથા પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ મ.ની પણ .આજ પરંપરા હતી. પોતાના ગુરુદેવને માને તો ય કલ્યાણ થાય.'
સભાઃ “મુંબઈમાં મિટીંગ થઈ તેમાં આપણા તરફથી શાસ્ત્રપાઠો આપ્યા નથી તેમ કહેવાય છે. તે સાચું છે?”
–ના, તે સાચું નથી. આચાર્ય શ્રી જિન્દ્રસૂરિજીએ ૪૦ શાસ્ત્રપાઠો ત્રીજે જ દિવસે મોકલ્યા છે. પણ તેમને એ જોવા જ ન હોય ને ખોટો પ્રચાર કર્યે રાખવો હોય ત્યાં શું થાય?
સભાઃ “શાસ્ત્રપાઠો બધા ન સમજી શકે, પણ ઓછું ભણેલા પણ સમજે તેવી ભાષામાં લખાણ તૈયાર ન કરવું જોઈએ?”
– એ પ્રયત્ન ચાલું છે. [એ ૪૦ શાસ્ત્રપાઠોના અર્થ-ભાવાર્થ સહિતનું
Page #430
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
૩૭૫
“સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી” પુસ્તક પૂ.આ.ભ.શ્રી. વિ. જિનેન્દ્રસૂરિજી મ.સા. પ્રગટ કર્યું છે.] પં. શ્રી ચંદ્રશેખરવિજયજીએ બધાને જગાડ્યા છે.સ્વાધ્યાયમાં લીન બનાવ્યા છે. હવે સંવેગરંગશાલા પા. ૧૫૫ (ભાષાંતર કર્તા પૂ. આ.શ્રી ભદ્રંકરસુ.મ. બાપજી મ.ના) પર શું લખ્યું છે, તે જુઓ
“કોઈ શ્રાવક દર્શન કરવા ગયો. દેરાસરની ભીંત તૂટી પડે એવી જોઈ, બારણું ભાંગેલું જોયું. રીપેરીંગ કરાવવું જરૂરી લાગ્યું. તો શક્તિ હોય તો પહેલા પોતાના ખર્ચે કરે, એ ન હોય તો બે પાંચને ભેગા કરી કરે, એ ન બને તેમ હોય તો આજુબાજુના સંઘોમાંથી ભેગા કરીને કરે, એ પણ ન બને તો છેવટે સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરે.”
જો સાધારણ દ્રવ્ય માટે આટલી ચોકસાઈ હોય તો દેવદ્રવ્ય માટે તો કેટલી ગંભીરતાથી વિચારવું પડે? આડેધડ વાતો કરવી અને શક્તિ સંપન્ન પણ ભાવના વગરનાને દેવદ્રવ્યમાંથી પૂજાનો રાજમાર્ગ ખુલ્લો કરી આપવો તેમાં શાસ્ત્રીયતા નથી.
સભા : આમાં ઉત્સર્ગ અપવાદ હોય ને?
શક્તિ મુજબ સ્વદ્રવ્યથી જ કરવું એ ઉત્સર્ગ અને ભગવાન અપૂજ રહેતા હોય, કોઈ સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિવાળો ન હોય, ત્યારે દેવદ્રવ્યમાંથી પણ પૂજા કરાવવી પણ ભગવાનને અપૂજ ન રાખવા તે અપવાદ-આ બધી વાતો બરાબર સમજવા જેવી છે.
સભા: “પૂ. આચાર્ય શ્રી જયઘોષ સૂ. મહારાજે નિવેદન બહાર પાડ્યું, તો ચતુર્વિધ શ્રી સંઘ સાથે જઈ તેનો ખુલાસો ન મંગાય?” | સાંભળો ! મુંબઈથી એક શ્રાવક તેમની પાસે પૂછવા ગયા ત્યારે તેમણે અભયશેખરવિજયજી ગણિ પાસે મોકલ્યા. પેલાએ ત્યાં જઈને કહ્યું કે – “સાહેબ! શક્તિ સંપન શ્રાવક ભાવના સંપન ન હોય તો દેવદ્રવ્યથી પૂજા કરી શકે, તેવો શાસ્ત્રપાઠ હોય તો આપો.” આ સાંભળી મહારાજ ગરમ થઈ ગયા અને શ્રાવકને ઉતારી પાડતાં એવાં ભાવનું કહ્યું કે – “તમે શું ભણ્યા છો? તમારા જેવા ફુટકલિયા ને શાસ્ત્રપાઠ માંગવાનો અધિકાર નથી.” પેલો ભાઈ હાથ જોડી રવાના થયો.
Page #431
--------------------------------------------------------------------------
________________
398
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
એક સાધુ મહારાજ તેમની પાસે ગયા. કલાક બેઠા. ત્યારે કહે કે ત્રણ કલાક વાચના આપી થાકી ગયો છું. એટલે અત્યારે વાત નહિ થાય. સમજુ શ્રાવકો ભેગા મળીને એમની પાસે જાય, જે વાતો થાય તેની નોંધ લે અને જગતમાં જાહેર કરે તો કામ થાય.
સભાઃ “દેવદ્રવ્યની વાત તો બરાબર છે પણ ગુરુદ્રવ્યની વાત ક્યાંથી આવી? કંચન કામિનીના ત્યાગીને ગુરુદ્રવ્ય હોવું ન જોઈએ ને?”
સાંભળો ! શ્રી આચારાંગ સૂત્રમાં ગુરુપૂજનની વાત સ્પષ્ટ લખી છે. પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા, પૂ. આચાર્ય શ્રી હીરસૂરિજી મહારાજા, પૂ. આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજા આદિ દરેકના પ્રસંગોમાં ગુરુપૂજનની વાત આવે છે. કંચન કામિનીના ત્યાગી એવા ગુરુ ભગવંતની પૂજા સોના-રૂપાના નાણાદિથી શાસ્ત્રોમાં વિહિત છે અને પરંપરા પણ છે. ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે.
સભાઃ “પહેલી આવૃત્તિમાં ન જાગ્યા, હવે બીજી આવૃત્તિ તો ચાર પરિમાર્જકોએ પરિમાર્જન કરી બહાર પાડી છે, પછી વિરોધ શા માટે ?”
- પહેલી આવૃત્તિ વખતેં ઉહાપોહ થયો છે. પછી પરીક્ષા અને પ્રચાર મુલત્વી રાખી અને ભેગા મળે ત્યારે વિચારવાની વાત હતી. એક યા બીજા કારણે તે વાત તૂટી પડી. પરિમાર્જન બાબત, એમાંના એક આચાર્ય માને કોઈએ પૂછ્યું કે તમે આમાં શું પરિમાર્જન કર્યું? તો કહ્યું કે, હું કાંઈ જાણતો નથી. મેં પુસ્તક વાંચ્યું પણ નથી.
જાહેર પ્રવચન-૨: પ્રવચનાંશ xxx તેમનો પહેલો પ્રશ્ન એ છે કે - “સ્વદ્રવ્ય સિવાય પરદ્રવ્યથી કે કલ્પિત દેવદ્રવ્યથી પૂજા કરનારાને દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે છે, દુર્ગતિમાં જાય છે, અનંત સંસાર વધે છે, એનો કોઈ શાસ્ત્ર પાઠ છે?”
આના જવાબમાં જણાવી શકાય કે- દેવગૃહે દેવપૂજા પણ શ્રાવકે યથાશક્તિ સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ, આ પાઠ ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ, દ્રવ્ય સપ્તતિકા વગેરે અનેક ગ્રંથોમાં છે. શ્રી પંચાલકજીમાં પણ સ્વવિભવાનુસારે પૂજા કરવી એવા
Page #432
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
૩૭૭ પ્રકારનો પાઠ છે. શક્તિ ન હોય તેને માટે કાયાથી ભક્તિ થઈ શકે તેવાં, અન્યનાં ફૂલ ગૂંથી આપવાં, મંદિરનો કાળો લેવો વગેરે પ્રભુ ભક્તિનાં અન્ય કાર્યો શાસ્ત્ર બતાવ્યાં જ છે. આ વિધાનથી જ સમજી શકાય છે કે – દેવદ્રવ્ય ભક્ષણાદિ (વિનાશાદિ) દોષો લાગે.
તેમનો બીજો પ્રશ્ન છે કે - પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા ન જ થાય તેવો કોઈ શાસ્ત્રપાઠ છે ?
– તો ઉપરના શાસ્ત્રપાઠો આમાં પણ વિચારવાના છે. સ્વદ્રવ્યથી પૂજા કરવાની શાસ્ત્રાજ્ઞા છતાં સ્વકર્તવ્યરૂપ જિનપૂજા દેવદ્રવ્યથી કરે તો દેવદ્રવ્ય વિનાશ આદિ દોષ લાગુ પડે તેમ છતાં એની સામે કુતર્ક ઊભા કરી બીજો અર્થ કાઢે ત્યારે પૂ. મહામહોપાધ્યાયજીએ અમૃતવેલની સજઝાયમાં કહ્યું કે - “બહુપરે લોકને ભોલવ્યા, ગૂંથીયા આપ મત જાલરે,” એ ઉક્તિ સાચી પાડે છે. સ્વદ્રવ્ય બચાવીને પરદ્રવ્યથી પ્રભુ પૂજા જેવું ઉત્તમ કાર્ય પતાવવાની વૃત્તિવાળાને અવજ્ઞા, અનાદર આદિ દોષો જરૂર લાગે છે. આ બધા વિષયો અંગે સ્વ.પૂ. ગચ્છાધિપતિશ્રીજીએ પોતાના પ્રવચનોમાં વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે. પોતે ય દોષમાં ન પડે તેમ કોઈ પણ ભવ્ય આત્મા દોષમાં ન પડે તેની તેઓ સતત કાળજી રાખતા.
ત્રીજો પ્રશ્ન એવો કર્યો છે કે- “પદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરનાર પૂજકને કોઈ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં ફરમાવ્યું છે ?” આનો જવાબ એ છે કે -- પ્રાયશ્ચિત્તનો આધાર દોષ સેવનારના પરિણામ ઉપર છે. એ ગીતાર્થોનો વિષય છે. અમુકનું અમુક જ પ્રાયશ્ચિત્ત એવું ચોક્કસ હોતું નથી. ગીતાર્થો છેદ ગ્રંથોના આધારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે વિચારી પ્રાયશ્ચિત્ત આપે છે. પ્રાયશ્ચિત્તનો પ્રશ્ન જાહેરમાં પૂછવાનો વિષય નથી અને એનો જવાબ પણ જાહેરમાં આપવાનો ન હોય.
ચોથો પ્રશ્ન એ છે કે - “દેવદ્રવ્યથી પૂજા કરનારનો અનંત સંસાર વધે તેવું કોઈ ઉદાહરણ છે ?”
શ્રાદ્ધવિધિમાં લક્ષ્મીવતી શ્રાવિકાનું ઉદાહરણ છે. એ શ્રાવિકાએ પોતે કરેલા ઉજમણા આદિમાં દેવદ્રવ્યના ઉપકરણો ઓછો નકરો આપીને વાપર્યા તો પણ તેને તેના અન્ય ભવોમાં માઠાં પરિણામો ભોગવવાં પડ્યાં હતાં.
Page #433
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સભા : “દેવદ્રવ્યનો ભોગ પોતે નથી કર્યો, પૂજા કરી છે તો એમાં ભક્ષણ શું થયું ?’’
૩૭૮
“ભગવાનની પૂજાનું કાર્ય પોતાનું હતું કે બીજાનું ? પૂજાની વિધિ શક્તિ મુજબ સ્વદ્રવ્યથી કરવાની કહી છે. તે વિધિનું ઉલ્લંઘન કરી દેવદ્રવ્યનો પોતાના કાર્યમાં ઉપભોગ કર્યો તે એક પ્રકારનું ભક્ષણ જ કહેવાય. આ બધી વાતો સ્થૂલબુદ્ધિથી ન સમજાય, સૂક્ષ્મબુદ્ધિથી સમજવી પડે. ભક્ષકનો અનંત સંસાર પણ વધી જાય એ તો તે વખતના પરિણામ ઉપર આધાર રાખે છે.”
પાંચમો પ્રશ્ન છે કે - “જિન મંદિરની ૧૦ કે ૮૪ આશાતનામાં ક્યાંય દેવદ્રવ્યની થતી જિનપૂજાને આશાતના કહી છે ? આનો ઉત્તર એ છે કે - ૧૦ કે ૮૪ આશાતના સાથે આને કોઈ સંબંધ નથી. આ પ્રશ્ન અજ્ઞાનતા ભર્યો અને હાસ્યાસ્પદ છે.”
મુનિ સંમેલનની કેટલીક વાતો અગાઉ કહી ગયો છું. ઘણો વિરોધ છતાં સર્વસંમતિ લખીને (તદ્ન અસત્ય) ઠરાવો પાસ કર્યા. ઘણા આચાર્યો તેમાંથી પાછા પણ વળી ગયા પણ પંન્યાસ ચંદ્રશેખરવિજયજી પાછા ન વળ્યા.
સભા : “આપે પણ પહેલા સંમેલનમાં સંમતિ આપેલી એવી હવા ફેલાયેલી છે.’
– મારી સંમતિ હતી એવો ખોટો ઘૂમ પ્રચાર પં. ચન્દ્રશેખર વિ.જીએ કર્યો છે. પણ મારી સંમતિ હતી, તે વાત સાચી નથી. પહેલા જ દિવસે વિરોધની તક આવી ત્યારે મુનિ શ્રી રત્નસુંદર વિ.જીએ વિરોધ કર્યો તેથી ઠરાવ (સંડાસમાં જવાનો) ફેરવવામાં આવ્યો. આપણે તેનો વિરોધ કરવાનો હતો જ પણ પછી જરૂર ન પડી. બીજા દિવસે દેવદ્રવ્યનો ઠરાવ આવ્યો. એનો તથા તે પછીના કેટલાય ઠરાવોનો મેં વિરોધ કર્યો છે અને તેની લાંબી ચર્ચાઓ ચાલી હતી.
મારે સંમેલનમાં જવાનું એવી રીતે બન્યું કે - પૂ. આ. શ્રી ઓંકારસૂરિ મહારાજે સંમેલનના ૧૫ દિવસ પહેલાં મને બોલાવેલો. હું ગયો રાત્રે ૧ કલાક બેઠા, ઘણી ચર્ચા થઈ. એમાં એમણે મને કહ્યું : અમુકની આશામાં આર્વી જાવ. મેં કહ્યું : એ શક્ય નથી. છેલ્લે મેં પૂછ્યું : આપના સંમેલનમાં કયા વિષયોની ચર્ચા થવાની છે ? તેઓએ કહ્યું ઃ વિવાદાસ્પદ કોઈ પ્રશ્નો ચર્ચવાના નથી.
::
Page #434
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
૩૭૯ સહેલાઈથી ઉકેલ આવે એવા જ પ્રશ્નો ચર્ચવાના છે. તે પછી ૮-૧૦ દિવસ બાદ સંમેલનના હિમાયતી સાધુઓમાં ચર્ચા થઈ અને અમદાવાદમાં બિરાજમાન બીજા આચાર્યોને પણ વિનંતી કરી સંમેલનમાં બોલાવવાનું નક્કી થયું. કેટલાક આગેવાનો મને વિનંતી માટે આવ્યા. મેં કહ્યું વિચારીશું. ત્યારબાદ મુંબઈ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીજીને પૂછાવ્યું કે - હકીકત આ પ્રમાણે છે, શું કરવું? પૂજ્યશ્રીએ કહેવડાવ્યું કે - “શાસનના પ્રશ્નો વિચારાતા હોય તો જવામાં હરકત નથી. ખોટી વાતમાં મતું ન મારવું” તે પછી પાછું પૂ. ઓકારસૂરિ મ. ને પૂછાવ્યું કે- અમને વરઘોડામાં જ આવવાનું આમંત્રણ છે કે સંમેલનમાં પણ આમંત્રણ છે? તેઓશ્રીએ કહ્યું કે - વરઘોડામાં અને સંમેલનમાં - બંનેમાં આવવાનું આમંત્રણ છે. એથી અમારે સંમેલનમાં જવાનું થયું. દેવદ્રવ્યના ઠરાવ વખતે મેં કહ્યું, આ વિવાદાસ્પદ પ્રશ્ન છે અને અશાસ્ત્રીય ઠરાવ છે. સં. ૧૯૯૦ના ઠરાવનો બાધક છે, પણ મારી વાતનો સ્વીકાર ન કર્યો અને આગળ વધતા ગયા. પં. ચંદ્રશેખર વિજીએ શક્તિ સંપન્ન પણ ભાવનાહીન માટે કલ્પિત દેવદ્રવ્યનો કલ્પિત રસ્તો શોધી કાઢ્યો. સ્વપ્નાદિની બોલીનું દ્રવ્ય કલ્પિતમાં જાય તેવી પણ વાત મૂકી. એમાં અમે સંમતિ ન આપી. મુંબઈ પૂ. શ્રીને બધી હકીકત લખી પૂછાવ્યું તો જવાબ આવ્યો કે – આમાં સંમત ન થવાય. છતાં એક પછી એક ઠરાવો ઝડપથી લખાતા ગયા. સહી લેવાની વાત આવી ત્યારે પાછા એ ઠરાવોના માળખા ફરી ગયા હતા. મને કહે સહી આપો. મેં કહ્યું અમારાથી સહી ન અપાય. “કારણ શું?' કહ્યું કે “કારણ કાલે જણાવીશું.'
બીજે દિવસે અમે એક નિવેદન તૈયાર કરીને પહેલા આ.શ્રી ઓકારસૂરિજી મ. ને આપ્યું - તેમણે વાંચી. આ. શ્રી વિ. રામસૂરિજી મ. (ડહેલાવાળા) ને આપ્યું. તેમણે વાંચી મને આક્રોશ સાથે પૂછ્યું કે “સહી નહોતી આપવી તો આવ્યા કેમ?” કહ્યું કે - “બોલાવ્યા માટે આવ્યા. ત્યારે વિચારણા પૂરતી વાત હતી. સહીની કોઈ વાત ન હતી. હવે તમે આ પ્રમાણે વાત કરો છો તો અમે ચાલ્યા જઈએ છીએ.” એમ કહી અમે ચાલવા માડ્યું, ત્યારે બૂમ પાડવા લાગ્યા પણ અમે પાછા ન ગયા. આ. પ્રભાકરસૂરિજી પણ અમારી સાથે હતા. પં. શ્રી ચંદ્રશેખરવિજયજીએ તેમને બેસવાનું કહ્યું. તેમણે કહ્યું - વડીલ જાય છે પછી
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૮૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અમારાથી ન બેસાય.
પાછળથી પં. શ્રી ચંદ્રશેખરવિજયજી કહે કે - “આ. શ્રી મિત્રાનંદસૂરિજી પહેલા સંમત હતા, પછી ફરી ગયા” તેમનો આ પ્રચાર ખોટો છે. અમે સંમત થયા નથી અને સહી પણ આપી નથી.
પં. શ્રી ચંદ્રશેખરવિજયજી પાછા ફરે તેવા નથી. સંમેલનના ઠરાવોનું મૃતક ખભે ઉપાડીને ફરે છે. તેમના સાધુઓનો તેમાં સાથ છે. તેમને પાછા વાળવાનો આપણો આ પ્રયત્ન નથી. કારણ કે, તેમાં કાંઈ વળે એવું નથી. આપણે તો જેઓ સન્માર્ગમાં છે તેમને વધુ મક્કમ બનાવવા છે. તે માટેના આ પ્રયત્ન છે. એમ કરતાં આપણી પર આક્ષેપો પણ આવશે. તે આપણે સહન કરવા પડશે.
xxx ગુરુ દ્રવ્યની બાબતમાં પણ તેમણે ગુરુ પરંપરા તોડી છે. અને શાસ્ત્ર વચનોને અવગણ્યા છે. જ્યારે શાસ્ત્ર ચુસ્ત હતા ત્યારે જુદું કહેતા હતા. આજે હવે એ જ શાસ્ત્રવચનોમાંથી જુદા અર્થ કાઢે છે. શાસ્ત્ર વચનોનો છડે ચોક અનાદર કરે છે. ભગવાનની આજ્ઞા સામે પણ તર્ક કરે છે. નૂતન મંદિર જીર્ણોદ્ધાર આદિ લખ્યું છે ત્યાં આદિ પદથી સાધુ વૈયાવચ્ચ લઈ આવે છે. આ કુતર્ક સિવાય કશું નથી. કેમ આમ કરે છે તે સમજાતું નથી.
સભા : “વિજય પ્રસ્થાન”માં પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અમારી વાતને પુષ્ટિ આપી છે એમ કહે છે, તેનું શું?
આ પણ એક ભ્રામક પ્રચાર સિવાય કશું નથી. ઘા.વ. વિ. પૃ. ૧૯૦ (આવૃત્તિ બીજી) પર તેમણે પૂજ્યશ્રીના નામે એ ફકરો નીચે મુજબ ટાંક્યો છે.
“જિનેશ્વર દેવના સ્થાપના નિક્ષેપાને માનનારને જિનચૈત્યની, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર, દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.” વિચાર સમીક્ષા - પૃ. ૯૭ લેખક મુનિ રામવિજય.
શ્રાવકો પોતાનું પૂજાનું કર્તવ્ય દેવદ્રવ્યમાંથી કરી શકે. એ વાતની તો આમાં ગંધ સરખી પણ નથી. ક્યાં પરમાત્માની પૂજા માટે અવસરે જરૂર ઊભી થાય તેમ પૂજા માટે જ મૂકેલા દેવદ્રવ્યની વૃદ્ધિ અને સંરક્ષણની વાત અને ક્યાં
Page #436
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૫
૩૮૧ શ્રાવકોએ પોતાની પૂજાના હેતુ માટે દેવદ્રવ્યનો ઉપભોગ કરવાની વાત ? એકમાં વૃદ્ધિ અને સંરક્ષણની વાત છે, બીજામાં શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ વપરાશ અને પરિણામે વિનાશની વાત છે. જે મહાપુરુષે જીવનભર શ્રાવક શ્રાવિકાઓને સ્વદ્રવ્યથી ઉત્તમ પ્રકારે પ્રભુપૂજા કરવાના પાઠ ભણાવ્યા છે, તેમના લખાણમાંથી આવો મનગમતો અર્થ કાઢવો એ રેતી પીલીને તેલ કાઢવા જેવો ધંધો છે. પણ જેમને કુતર્કો અને વિતંડાવાદ જ કરવા હોય તેમને કોણ રોકી શકે?
સભા પપૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરિ મહારાજાને કાળધર્મ પામ્યાને તો ઘણાં વર્ષો થઈ ગયાં. હવે તેમને આ બધા નવા પાઠો મળ્યા?
– આ મહાપુરુષના ગયા બાદ ૨૭ વર્ષે આ બધાને નવું જ્ઞાન થયું અને એ મહાપુરુષની પરંપરાને ઊંચી મૂકી પોતાનો રાહ બદલ્યો, છતાં પ્રસંગે પ્રસંગે એ મહાપુરુષનું નામ વટાવવાનું ચાલું રાખ્યું છે. પ.પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરિ મહારાજાને શાસનના પ્રશ્નો અંગે પ.પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરિ મહારાજના અભિપ્રાય ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી એવા દરેક પ્રસંગે તેઓશ્રી તેમનો અભિપ્રાય ખાસ પૂછાવતા અને તેને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેતા, પછી તે તિથિ પ્રશ્ન હોય, દેવદ્રવ્ય વિષયક હોય કે અન્ય કોઈ વિષયનો પ્રશ્ન હોય. xxxxx
Page #437
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૬
જૈન ધર્મક્ષેત્ર વ્યવસ્થા - આ. ભુવનભાનુસૂરીજીના પ્રશિષ્ય મુનિ જયસુંદરવિ.ના વિચારો
[નોંધ મુનિશ્રી જયસુંદરવિ.મ.સા. (હાલ આચાર્યશ્રીએ) દેવદ્રવ્ય અંગે દિવ્યદર્શન, વર્ષ-૩૬, અંક-૧૯,૨૦, ૨૧માં સુંદર માર્ગદર્શન આપ્યું છે. તે પ્રસ્તુત વિચારણામાં ઉપયોગી હોવાથી અહીં તેમાંનો સારાંશ આપીએ છીએ.]
પ્રશ્નઃ સાહેબ! દેવદ્રવ્યની બાબતમાં તમારા આચાર્યોમાં જ મતભેદ છે તો અમારે શું કરવું?
ઉત્તરઃ મને એમ લાગે છે કે આ વાતમાં કાંઈ તથ્ય નથી, કારણ કે, જે દ્રવ્યની સંજ્ઞા “દેવદ્રવ્ય' થઈ ગઈ, દેવદ્રવ્ય ખાતે જ જમા થયું અથવા સંઘમાં વ્યાપકપણે જેને દેવદ્રવ્ય કહેવામાં આવે છે તે દેવદ્રવ્ય મૂર્તિ અને મંદિર સિવાયના સાધર્મિકો વગેરેના કાર્યમાં પણ વાપરી શકાય, આવું પ્રાયઃ કોઈપણ આચાર્યે કહ્યું નથી અને સને ૧૯૯૦ના સાધુ સંમેલનમાં સર્વાનુમતે દેવદ્રવ્યનો ઠરાવ પણ થયેલો છે. એટલે હવે કોઈ વિવાદ-વિખવાદ રહ્યો નથી. આમ છતાં કેટલાક ગૃહસ્થો પોતાનું ફાવતું મનમાન્યું કરી લેવા માટે કૃત્રિમ મતભેદને વધારે પડતું મહત્ત્વ આપ્યા કરે તે અયોગ્ય છે, વળી ખરેખર જો મતભેદ હોય તો તેનો પરસ્પર પ્રેમ, સદ્ભાવ, સહાનુભૂતિ, વિશ્વાસ કેળવીને શાસ્ત્ર અને સુવિહિત પરંપરાના આધારે નિકાલ લાવી શકાય છે. પણ એવું ન થાય ત્યાં સુધી મતભેદને ઉગ્ર સ્વરૂપ આપીને તમે તમારું ફાવતું કરવા લાગી જાઓ તે વાતમાં તો કોઈ સુવિહિત આચાર્ય સંમત થાય નહિ. xx
xx દેવદ્રવ્ય એટલે દેવાધિદેવની માલિકીનું દ્રવ્ય એવો અર્થ છે જ નહિ. કે જેથી “સર્વત્યાગી દેવને વળી દ્રવ્ય પરિગ્રહ ક્યાંથી આવ્યો.” એવી શંકા થાય? દેવદ્રવ્ય દેવની મૂર્તિ અને દેવસ્થાનની પૂજા સારસંભાળ, સુરક્ષા, સમારકામ વગેરે માટે બોલી-ઉછામણી વગેરે ઉપાયોથી ભક્તોએ અર્પણ કરેલું કે કોશ રૂપે સંચિત કરેલું દ્રવ્ય છે. મંદિરના પાષાણ વગેરે કે પરમાત્માની ભક્તિ માટે બનાવાયેલા આભૂષણો વગેરે આ બધું પણ દેવદ્રવ્ય જ છે. xxx
દેવદ્રવ્યઃ- વર્તમાનકાળમાં જેને દેવદ્રવ્ય કહેવામાં આવે છે તે જિનમૂર્તિ
Page #438
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૬
૩૮૩ અને જિનમંદિર આ બે ક્ષેત્રોનું ભેગું દ્રવ્ય છે. અર્થાત્ યોગ્ય રીતે બે જ ક્ષેત્રમાં તે દ્રવ્ય ખરચી શકાય છે.
24198 Il 2114-11 : (Souree Income)
દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં રહેવું તે ગૃહસ્થનું એક મહત્ત્વપૂર્ણ કર્તવ્ય છે. આ ક્ષેત્રમાં સીધેસીધી રકમ જમા કરાવીને અથવા દહેરાસરના દેવદ્રવ્યના ભંડારમાં યથાશક્તિ પૈસા નાખીને દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ શકે છે. તે ઉપરાંત તીર્થમાં સંઘવીને પહેરાવાની તીર્થમાળના ચઢાવા, ઉપધાનની માળાના ચઢાવા, ભગવાનની પૂજાના ચઢાવા, પ્રભુ પ્રતિષ્ઠા-અંજનશલાકા અને ધ્વજારોપણ વગેરેના ચઢાવા, રથયાત્રાવરઘોડામાં ભગવાનને લગતા બધા ચઢાવા વગેરે અનેક રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ શકે છે. આ બધા ચઢાવાનું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે જ જમા થાય છે. xxx
XX પ્રશ્ન-૬ : વળી આ પણ સમજી રાખો કે પવિત્ર દેવદ્રવ્યનો ઉપયોગ શ્રી જિનમૂર્તિ અને જિનમંદિરને લગતા શાસ્ત્રીય કાર્યોમાં જ થઈ શકે બીજા કાર્યોમાં કદાપિ થઈ શકે નહિ. xx
xx ઉત્તર :- જુઓ! તમે દેવદ્રવ્ય તરફ નજર કરશો નહિ. કટોકટીની સ્થિતિમાં તીર્થ વગેરેમાં બીજું કોઈ સાધન ન હોય ત્યારે ભગવાન અપૂજ ન રહે એ માટે કે બીજા કોઈ સંજોગોમાં દેવદ્રવ્યના કેસર-સુખડથી પૂજા થાય છે તે એક અલગ વાત છે, તમારામાંના ઘણા બધા સુખી અને સમ્પન સારી નોંધપાત્ર સ્થિતિવાળા છે. તેમજ ધર્મભાવના નથી એવું ય નથી, ફકત ઉલ્લાસનો તોટો છે, એ તોટો નીકળી જાય તો સાધારણ ખાતાનોય તોટો નીકળે. એટલે તમે સાધારણ ખાતામાં ઉલ્લાસપૂર્વક રકમ લખાવતા થઈ જાઓ એ પહેલો ઉપાય છે. દેવદ્રવ્યના દુરુપયોગથી નુકશાન
શ્રી સંઘના દરેક સભ્યોની અને ખાસ ટ્રસ્ટીઓની એ ફરજ છે કે, દેવદ્રવ્યની એક પણ પાઈનો દુરુપયોગ ન થવો જોઈએ. દેવદ્રવ્યનું ભક્ષણ કરાય જ નહિ અને કરતાં હોય તેવાને અટકાવવા અને દેવદ્રવ્યનું લેણું વસૂલ કરવા શક્ય બધા જ ઉપાયો કરવા જોઈએ. દેવદ્રવ્યનું દેવું રાખીને મરનારને ભવોભવ ભુંડી રીતે ભટકવું પડે છે. દેવદ્રવ્યનું ભક્ષણ થતું હોય ત્યારે તેની ઉપેક્ષા સાધુ કરે તો તે સાધુ ય અનંત સંસારી થાય એમ શાસ્ત્રોમાં કહ્યું છે.
- મુનિ જયસુંદર વિજય
Page #439
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૭ સ્વપ્નાની ઉછામણી શા માટે?
- લેખક:-મુનિશ્રી રત્નસુંદર વિ. [નોંધ: મુનિશ્રીએ (હાલ આચાર્યશ્રીએ) વર્ષો પૂર્વે પોતાના “મનવા જીવન પંથ ઉજાળ” પુસ્તકમાં સ્વપ્નાની ઉછામણી શા માટે? તે વિષયને ખૂબ સારી રીતે સ્પષ્ટ કર્યો છે. તેમનો સ્પષ્ટ અભિપ્રાય છે કે, સ્વપ્નાની ઉછામણીની પ્રથા દેવદ્રવ્યની વૃદ્ધિ માટે અને તેના દ્વારા જિનાલયો અને જિનમૂર્તિઓની રક્ષા માટે સુવિહિત મહાપુરુષોએ ચાલુ કરી હતી. તેમના એ અભિપ્રાયથી આપોઆપ “ઉછામણીઓ શિથીલાચારીઓની આચારણા છે કે કુસંપના નિવારણ માટે ચાલું થઈ છે કે શાસ્ત્રોક્ત નથી” વગેરે વગેરે વાતોને રદીયો અપાઈ ગયો છે.]
સાધારણ ખાતાની વાત જ નીકળી છે તો તે અંગે થોડી બીજી પણ વાતો કરી લઈએ...પૂર્વાચાર્યોએ સુપના ઉતારવાની પ્રથા દાખલ કરીને ખરેખર ! આપણા પર એક જબરદસ્ત ઉપકાર કર્યો છે...
એક કાળ એવો હતો કે સુખી શ્રાવકો લાખો રૂપિયાના ખર્ચે પોતાનાં જિનમંદિરો ઊભાં કરતા હતા...પણ પછી કાળ પડતો ચાલ્યો...ઉદારતા ઘટી...પૂર્વ પુરુષો ઊભાં કરી ગયેલાં મંદિરોતેતે કાળના સંઘના હાથમાં આવ્યાં...એ મંદિરો સેંકડો-હજારો વરસો સુધી ખૂબ વ્યવસ્થિત રીતે સચવાઈ રહે તે માટે પૂજનીય પૂર્વાચાર્યોએ પરમાત્માની માતાને આવતાં ૧૪ સ્વપ્નોના પ્રતીકરૂપે સુપના ઉતારવાની પ્રથા દાખલ કરી...એ સુપના ઉતારવા માટે સંપત્તિની ઉછામણીનું માધ્યમ નક્કી થયું...એ માધ્યમના અમલથી આજે હિંદુસ્તાન ભરના હજારો જિનમંદિરો ખૂબ સારી સ્થિતિમાં ટકી રહ્યાં છે...
જો આ પ્રથા દાખલ ન થઈ હોત તો? એના પરિણામની કલ્પના કરવી જ મુશ્કેલ છે.કદાચ લાખો રૂપિયાના ખર્ચે ઊભા થયેલાં એ નયનરમ્ય મંદિરો, આજે બિસ્માર હાલતમાં ઊભાં હોત.આવી કલ્પના કરવાનું કારણ એ છે કે, આજે મોટા ભાગનો વર્ગ ઉછામણી વિના ચાલું સ્થિતિમાં કોઈ પણ ખાતામાં
Page #440
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૭
૩૮૫ રકમ લખાવવા તૈયાર નથી...સામે ચઢીને તો રકમ લખાવવા તૈયાર નથી પરંતુ કોઈ ટીપની વાત લઈને આવે તોય રકમ આપવા તૈયાર નથી... આવી પરિસ્થિતિમાં નૂતન જિનમંદિરો માટે કે પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધાર માટે લાખો રૂપિયા કોણ આપે ?... મોંઘવારી પણ એટલી બધી જોરદાર છે કે એક નાનકડા શ્રી જિનમંદિરના નિર્માણની પાછળ પણ ૩-૪ લાખ રૂપિયા સહેજે લાગી જાય છે...! તો એક બાજું મોંઘવારી અને બીજી બાજુ ઉદારતામાં... બ્રાસ આ બંને નબળાં પાસાં વચ્ચે સુપના ઉતારવાની શરૂ થયેલી ભવ્ય પ્રથાએ હજારો જિનમંદિરો ટકાવીને માત્ર લાખો-કરોડો રૂપિયા જ બચાવી દીધા છે એમ કહેવાને બદલે એમ કહો કે અનેક આત્માઓના ભાવપ્રાણને સુરક્ષિત કરી દીધા છે..”
આજે અનેક પુણ્યાત્માઓ આ શ્રી જિનમંદિર અને જિનમૂર્તિના પરમ પાવન આલંબને પોતાના આત્માને વધુ ને વધુ નિર્મળ બનાવી રહ્યા છે... “વિષમકાળે જિનબિંબ જિનાગમ ભવિયણકે આધારા રે.” આવા મહાન આલંબનભૂત બની રહેલાં શ્રી જિનમંદિરોને સુરક્ષિત કરી દેવાનું કામ આ સુપના ઉતારવાની ઉછામણીની પ્રથાએ કર્યું છે...હા, આ સુપના ઉતારવા સિવાયની બીજી પણ પ્રતિષ્ઠા-ઉપધાન રથયાત્રાના વરઘોડા વગેરેમાં થતી ઉછામણીઓ દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરે જ છે. પરંતુ સુપના ઉતારવાની ઉછામણીમાં થતી ઉપજની અપેક્ષાએ એ ઉપજ ઓછી હોય છે. આખા હિંદુસ્તાનમાં ખાલી ભાદરવા સુદ-૧ની વીર પ્રભુના જન્મવાંચન વખતે સુપનાની થતી ઉછામણીની ઉપજ ગણો ને તોય તેની રકમ કદાચ ૪-૫ કરોડ રૂપિયા જેટલી થતી હશે...દર વરસે ઉત્પન્ન થતી આટલી રકમમાં સેંકડો જિનમંદિરો સુરક્ષિત થઈ જતાં હોય તેમાં શું આશ્ચર્ય?...પરંતુ આ ઉછામણીની પ્રથા ન હોત તો શું દર વરસે ૪-૫ કરોડ જેટલા રૂપિયા મંદિરોના નિર્માણ માટે કે જીર્ણોદ્ધાર માટે મળતા ખરા?...બહુ મુશ્કેલ વાત હતી. પણ આજે આપણી સામે એ મુશ્કેલી નથી તેનું કારણ આ ઉછામણી વગેરેની ભવ્ય પ્રથા છે... સાધારણ ખાતા માટે શું?
આમ અત્યારે દેવદ્રવ્યની ઉપજ માટે અતિ ચિંતા કરવી પડે તેવી સ્થિતિ નથી પરંતુ પ્રત્યેક સંઘમાં જણાતી સાધારણ ખાતાની વર્તમાન પરિસ્થિતિ અનેક પ્રકારની
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વિચારણાઓ માંગી લે તેવી છે...પ્રાયઃ બધી જગ્યાએ સાધારણ ખાતું તોટામાં છે. દર વર્ષે એ તોટાને પૂરો કરવા માટે પૂજનીય ત્યાગી ગુરુભગવંતો સારી એવી પ્રેરણા કરે છે...અને એ પ્રેરણાના પ્રતાપેઠીકઠીક રકમ એકઠી થઈ જાય છે. પરંતુ આ સ્થિતિમાં લાંબુ કયાં સુધી ચાલશે...? નૂતન ઉપાશ્રયના નિર્માણમાં કે પ્રાચીન ઉપાશ્રયના જીર્ણોદ્ધારમાં જરૂરી રકમલાવવી ક્યાંથી? જે ગામડાઓમાં જૈનોનાં ઘરો જ રહ્યાં નથી એવાં ગામડાંઓનાં દેરાસરોના-ઉપાશ્રયોના નિભાવની રકમ ક્યાંથી ઊભી કરવી? વૈયાવચ્ચ ખાતાના તોટાને પણ ગામડાના લોકો પૂરો શી રીતે કરે? નબળા સાધાર્મિકોને ધર્મમાં સ્થિર કરવા માટે તેની જરૂરિયાતો પૂરી કરવી હોય તો તે અંગેની વ્યવસ્થા શી? આવા અનેક પ્રશ્નો આજે આપણી સામે છે.'
વર્તમાનમાં આ પ્રશ્નોના નક્કર ઉપાયો હલ ન થતા હોવાથી કોક કોક જગ્યાએ દેવદ્રવ્યની રકમ પણ સાધારણ ખાતામાં વપરાતી હોય તેવા પ્રસંગો જોવા મળે છે તથા તેવી વાતો સાંભળવા મળે છે...
મને પોતાને એમ લાગે છે કે શ્રી જિનમંદિરો અને શ્રી જિનમૂર્તિઓની સુરક્ષા ખાતર પૂર્વાચાર્યોએ જેમ સુપનાની ઉછામણીની પ્રથા દાખલ કરીને એ બંને ક્ષેત્રોને સુરક્ષિત કરી લીધાં છે, તેમ વર્તમાનમાં તમામ પૂજનીય ગીતાર્થ આચાર્ય ભગવંતો સાધારણ ખાતાને સદ્ધર કરે તેવી કોઈ શાસ્ત્રસાપેક્ષ નવી પ્રથાને જો અમલી બનાવે તો સાધારણ ખાતાના તોટાનો આ વિકટ પ્રશ્ન સરળતાથી હલ થઈ જવા સંભવ
છે.
જો આવું કંઈ નહિ બને તો કો'ક અપવાદને બાદ કરતાં મોટા ભાગનો વર્ગ ન છૂટકે પણ દેવદ્રવ્યનો ઉપયોગ સાધારણ ખાતામાં કરવા લાગશે અને તેના કારણે આખા ને આખા સંઘો એ દોષના ભાગીદાર બનશે...
અલબત્ત, ધર્મી અને સમજુ શ્રાવક વર્ગ આ બાબતમાં જાગ્રત થઈ જાય તો ઘણાય પ્રશ્નો હલ થઈ જાય તેવા છે. પરંતુ અત્યારે ચારેય બાજુની સ્થિતિ જોતાં
એ શક્યતા નહિવત્ છે...અને એટલે જ આ ખાતાની સુરક્ષા કોઈ નક્કર 'વિચારણા માંગી લે છે..
- મુનિ રત્નસુંદરવિજય
Page #442
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૮ સાત ક્ષેત્રની આવક અને સવ્યયની વ્યવસ્થા
– લેખકઃ મુનિશ્રીહેમરત્નવિ.મ.
(નોંધ મુનિશ્રી હેમરત્નવિ.મહારાજે (પછીથી આચાર્યે પોતાના “ચાલો જિનાલયે જઈએ” પુસ્તકમાં દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય તથા પૂજારીના પગાર અને શ્રાવકની જિનપૂજા અંગે જે માર્ગદર્શન આપ્યું છે તે અહીં મૂકીએ છીએ.) (૧) જિનમૂર્તિ દ્રવ્યઃ
આવકઃ જિનમૂર્તિના નિર્માણ માટે આવેલ દ્રવ્ય તથા જિનપ્રતિમાજીની ભક્તિ માટે આવેલું દ્રવ્ય જિનમૂર્તિ દ્રવ્ય કહેવાય છે. સદુપયોગ -
(૧) જિનમૂર્તિ ભરાવવા માટે. (૨) જિનમૂર્તિને લેપ કરાવવા માટે. (૩) જિનમૂર્તિના ચહ્યું, ટીકા, તિલક, આંગી બનાવવામાં. (૪) જિનમૂર્તિની અંગ રચનાદિ કરવામાં. (૨) જિનમંદિર દ્રવ્યઃ આવક -
(૧) પરમાત્માના પાંચ કલ્યાણકોને અનુસરીને બોલાતી ઉછામણી. (૨) સ્વપ્ન અવતરણ દર્શનાદિની ઉછામણી. (૩) અષ્ટપ્રકારી પૂજા વગેરેની ઉછામણી. (૪) શાંતિસ્નાત્ર, સિદ્ધચક્ર પૂજન, પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ મહોત્સવોમાં જિનભક્તિને લગતી તમામ ઉછામણીઓ. (૫) ઉપધાન પ્રવેશના નકરાની રકમ. (૬) ઉપધાન માલારોપણની ઉછામણી. (૭) તીર્થ માલારોપણની ઉછામણી. (૮) રથયાત્રાદિની ઉછામણી. (૯) ગુરુપૂજનમાં તેમજ ગહુલીમાં આવેલી રકમ. (૧૦) દેવદ્રવ્યનાં મકાનો, ખેતરો, બગીચાઓ વગેરેની આવક તથા દેવદ્રવ્યના વ્યાજની આવક. (૧૧) મંદિરમાં પરમાત્માને ભેટ કરેલાં છત્ર, ચામર, ભંડાર, ફરનિચર આદિ. (૧૨) પરમાત્માને ધરેલાં ફળ, નૈવેદ્ય, ચોખા વગેરે. (૧૩) આરતી, મંગળ દીવાની ઉછામણી તથા
Page #443
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૩૮૮
થાળીમાં પૈસા.(૧૪) પરમાત્માના ભંડારમાંથી નીકળતી તમામ રકમ.
સદુપયોગ ઃ
(૧) જિનપ્રતિમાજી ભરાવવામાં તથા લેપ કરાવવામાં. (૨) જિનપ્રતિમાજીનાં આભૂષણો બનાવવામાં. (૩) સ્નાત્રપૂજા માટે ત્રિગડુ વગેરે બનાવવામાં. (૪) જિનભક્તિ માટે ઉપકરણો બનાવવામાં. (૫) જિનપ્રસાદ નિર્માણ કરવામાં. (૬) જિનપ્રસાદોનો જીર્ણોદ્ધાર કરવામાં. (૭) આક્રમણ સમયે જિનમૂર્તિ, મંદિર આદિના રક્ષણમાં. (૮) આપદૂધર્મ સમજીને દેવદ્રવ્યની રકમ પરનો ટેક્ષ વગેરે ભરવામાં.
પ્રશ્ન ઃ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપવામાં આવે તો શો વાંધો ?
ઉત્તર : દેરાસ૨માં શ્રાવકોને જે કાર્ય કરવાનું છે તે કાર્ય કરાવવા માટે પૂજારી રાખવામાં આવે છે, એટલે શ્રાવકનું કાર્ય કરનારા પૂજારીને મંદિરનો પગાર કેમ આપી શકાય ? એમ કરવામાં દેરાસરના પૈસે શ્રાવકોએ પોતાનું કામ કરાવ્યાનો દોષ લાગે.
પ્રશ્ન : સ્વપ્નદ્રવ્ય-ઉપધાનની માળારોપણનું દ્રવ્ય કયા ખાતામાં લઈ જવું જોઈએ ?
ઉત્તર : સ્વપ્નદ્રવ્ય, ઉપધાનની તથા સંઘની માલારોપણનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ જવાય. બીજાં ખાતાંઓમાં લેવાય નહિ. ભૂતકાલીન મુનિસંમેલનમાં તેવા પ્રકારના ઠરાવો પણ થઈ ચૂકેલા છે.
પ્રશ્ન : ગુરુપૂજનના પૈસા કયા ખાતામાં લઈ જવા જોઈએ ?
ઉત્તર : ગુરુદ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જવાની પરંપરા છે. સેનપ્રશ્ન, દ્રવ્યસપ્તતિકા આદિ ગ્રંથોમાં પણ દેવદ્રવ્યમાં જ લઈ જવાનું જણાવેલ છે. કેટલાક લોકો આ દ્રવ્યને ગુરુવૈયાવચ્ચમાં લઈ જાય છે, તે જરાયે ઉચિત નથી.
પ્રશ્ન : ગુરુપૂજનના દ્રવ્યમાંથી સાધુ વૈયાવચ્ચ કે સાધુના ફોટા (તૈલચિત્ર) વગેરે બનાવવામાં વાપરી શકાય ?
ઉત્તર ઃ ગુરુદ્રવ્ય ગુરુ વૈયાવચ્ચમાં ન વાપરી શકાય તેમ જ સાધુના તૈલચિત્રો વગેરે બનાવવાનાં કાર્યોમાં પણ વાપરી શકાય નહિ.
Page #444
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૯
૩૮૯ પ્રશ્નઃ જે શ્રાવકની શક્તિ ન હોય તે જિનપૂજાનો લાભ કેવી રીતે લે?
ઉત્તર : જે શ્રાવકની શક્તિ ન હોય તે મંદિરમાં કાજો લેવો, કેસર ઘસવું, ફૂલની માળા બીજાને ગૂંથી આપવી, અંગ રચના વગેરેમાં સહાયક બનવું તેમજ અંગલૂછણાદિ ધોઈ આપવા દ્વારા મહાન પૂજાનો લાભ મેળવી શકે છે.
| મુનિશ્રી હેમરત્નવિજય.
ટિપ્પણી: (૧) મુનિશ્રીએ (આચાર્યશ્રીએ) ગુરુપૂજન અને ગફૂલીમાં આવેલી રકમને જિનમંદિરની આવકમાં સમાવેશ કરીને સ્પષ્ટ શબ્દોમાં તેને દેવદ્રવ્ય તરીકે જણાવેલ છે. પૂર્વે સમસ્ત શ્રીસંઘ આવું જ માનતો હતો.
(૨) મુનિશ્રીએ પૂજારીઓનો પગાર દેવદ્રવ્યમાંથી આપવાની સ્પષ્ટ ના પાડી છે. સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું જણાવ્યું છે અને એમાં મુનિ સંમેલનના ઠરાવનો હવાલો આપ્યો છે.
(૩) ગુરુપૂજનના પૈસા દેવદ્રવ્યમાં લઈ જવાનું કહીને ગુરૂવૈયાવચ્ચમાં લઈ જાય એ જરાય ઉચિત નથી, એમ કહ્યું છે.
(૪) શ્રાવકની જિનપૂજાવિધિમાં શાસ્ત્રાનુસારી જ માર્ગદર્શન આપ્યું છે. પણ નિધનશ્રાવકને પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનું માર્ગદર્શન આપ્યું નથી.
Page #445
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૯ પૂજ્ય પ્રેમસુરિદાદાના મધ્યસ્થ સંઘ ઉપરના પત્રના નામે
ચાલતા અપપ્રચારનો ખુલાસો
(A) “મધ્યસ્થસંઘ ઉપરના પત્રનો ખુલાસો
ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં અને એ વર્ગના અન્ય સાહિત્યમાં પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પત્ર અંગે ખૂબ ખોટી માહિતી આપીને શ્રીસંઘને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે. તે અંગેની સાચી હકીકત નીચે મુજબ છે –
વિ.સં. ૨૦૦૭માં મુંબઈમાં મધ્યસ્થ સંઘે ઠરાવ કર્યો તેની પણ ભૂમિકા જાણવી જરૂરી છે.
આ મધ્યસ્થ સંઘમાં શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી, શ્રી જીવાભાઈ પ્રતાપસી, શ્રી નગીનભાઈ કરમચંદ સંઘવી વગેરે હતા. તે બધાએ ભેગા મળી વિચાર કર્યો કે, સાધારણનું દેવું તો વધ્યા કરે છે, તે અંગે કાંઈક રસ્તો કાઢવો. તેમાં કોઈએ કલ્પિત દ્રવ્યનો વિચાર રજૂ કર્યો અને બોલીનું દ્રવ્ય તેમાં લઈ જવાય તેવી વાત સમજાવી. તેને અનુલક્ષીને એક ઠરાવ કર્યો. આ અંગે ઊહાપોહ થશે તેમ લાગવાથી તે ઠરાવ પૂ.આચાર્ય ભગવંતોના અભિપ્રાય અને માર્ગદર્શન અર્થે બધે મોકલવામાં આવ્યો. પાર્લામેન્ટમાં ઠરાવ મૂકતા પહેલા સભ્યોને વાંચવા અને તેમના સલાહ સૂચન માટે અપાય છે તેવી આ વાત હતી. ત્યાં સુધી એ ઠરાવ પસાર થઈ ગયો અને તેનો અમલ ચાલું થઈ ગયો એમ મનાતું નથી.
તે વખતે પૂ.આ.શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂ. બાપજી મ.) અમદાવાદમાં વિદ્યમાન હતા. તેઓશ્રીને મધ્યસ્થ સંઘે પૂછાવ્યું ત્યારે તેનો જવાબ મોકલતા જણાવ્યું કે, - “મહાનુભાવ! તમારો ઠરાવ અશાસ્ત્રીય છે. તેમાં હું સંમત નથી. તબિયતના કારણે વિશેષ લખતો નથી. આ અંગે આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી તથા આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીનો અભિપ્રાય મંગાવી તેઓ કહે તેમ કરવા મારી તમને ભલામણ છે. તે જ રીતે પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ પણ ઠરાવ માન્ય થઈ શકે તેવો નથી તેમ
Page #446
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૯
૩૯૧
જણાવેલ. પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના અભિપ્રાયનો કાચો મુસદ્દો તૈયાર કરાવી તેમાં સુધારા-વધારા સૂચવવા અંગે પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.ને (જે ત્યારે દિલ્હી તરફ વિહારમાં હતા તેમને મોકલ્યો. તેઓશ્રીએ તેમાં ઘણા સુધારા-વધારા સૂચવતો પત્ર લખી મોકલ્યો અને જણાવ્યું કે, આપે જે સુધારા વધારા લખી મોકલવા જણાવ્યું તે આ સાથે લખી મોકલ્યા છે. પૂજ્ય આ. ભ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા વતી પં. શ્રી ભાનુવિ.મ. સાહેબે તેની પહોંચી લખતા જણાવ્યું કે “આ પ્રશ્ન શેઠ આ.ક.ની પેઢીએ ઉપાડી લીધો હોઈ મધ્યસ્થ સંઘે તે વાત પડતી મૂકી છે, તેથી તેમને જવાબ આપવાની જરૂર રહેતી નથી, જવાબ આપવો પડશે તો તમે મોકલેલ સુધારા વધારા સાથે આપીશું.” આમ તે પ્રકરણનો ત્યાં અંત આવી ગયો હતો.
આમ છતાં પં. શ્રી ચંદ્રશેખર વિજયજી ગ.એ પોતાના મતની પુષ્ટિ માટે એ કાચા ખરડાને પત્ર તરીકે છાપી નાંખ્યો અને તેમાં સૂચવાયેલા સુધારાવધારાની વાત છૂપાવી દીધી. પૂ. બાપજી મ. તથા પૂ. લબ્ધિસૂરિજી મ.ના પત્રો પ્રગટ ન કર્યા. પૂ. પ્રેમસૂરિ મ.ના એ કાચા ખરડામાં પણ ત્રણ લીટી પોતાના ઘરની નવી ઉમેરી કે ‘‘દેવદ્રવ્ય, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના આધારે પૂજા, મહાપૂજા, મહોત્સવ, જીર્ણોદ્ધાર વગેરે અનેક કાર્યોમાં વપરાય છે.’ મૂળ લખાણમાં આ શબ્દો જોવામાં આવતા નથી. (ધા.વ.વિ. બીજી આવૃત્તિ પૃ. ૨૪૫ જુઓ) ‘આ પત્ર નથી પણ કાચો મુસદ્દો હતો’ એવું પણ સ્પષ્ટ કર્યું નથી.
ધા.વ.વિ. (આ.૨જી) પૃ. ૨૩૫ ઉપર પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.નો પૂ.આ.શ્રીમદ્વિજય જંબૂસૂરિજી મ. ઉપર લખાયેલો પત્ર છે. તેમાં પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે “તમારો પત્ર મળ્યો. x x x તમે જે લખો કે આપ કૃપાળુએ એમ લખેલું કે મધ્યસ્થ સંઘના ઠરાવમાં હું સમજતો નથી - તો પછી આ બધો પ્રયાસ શા માટે એ સમજાતું નથી. x x x”
હકીકતમાં ત્યાં ‘હું સમજતો નથી’ ના બદલે ‘હું સંમત નથી’ એ પ્રમાણે એ પત્રની મૂળ નકલમાં છે જેની એક નકલ અમારી પાસેય છે. 'સમજતો નથી’ અને ‘સંમત નથી’ એ બે વચ્ચેનો ભેદ તમે સમજી શકો છો ને ? ફાવે તેવી
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૯૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વાતો લેવી, બાકીની છોડી દેવી અને મહાપુરુષોના નામના પત્રો ફાવતી રીતે પ્રગટ કરવા - આ બધું ઉચિત નથી. હકીકતમાં લોકોને ભ્રમમાં પાડવા જેવું આ કાર્ય છે. એક અસત્યને સત્ય તરીકે સ્થાપિત કરવા કેવા કેવા રસ્તા લેવા પડે છે, એના આ બોલતા પૂરાવા છે.
મધ્યસ્થ સંઘના ઠરાવ પછી ધા.વ.વિ. પુસ્તકોમાં તેઓ ઈ.સ. ૧૯૫૧ના લાલબાગના ઠરાવની વાત આગળ કરે છે. પરંતુ લાલબાગનો એ ભૂલભરેલો ઠરાવ ઈ.સ. ૧૯૬પમાં રદ કરી નવો સુધારેલો ઠરાવ કર્યો છે તે વાત તેઓ ઇરાદાપૂર્વક છૂપાવે છે, તે કેટલું વ્યાજબી ગણાય? કોઈ ભૂલભરેલો નિર્ણય વહીવટદારોએ અમુક વાતોમાં દોરવાઈ જઈને લઈ લીધો, તે એટલો પ્રસિદ્ધિમાં ન આવ્યો પણ જ્યારે ખબર પડી ત્યારે સુધરાવ્યો તો સુધરેલા નિર્ણયનો દાખલો લેવો જ યોગ્ય ગણાય પણ લેવાયેલા ખોટા નિર્ણયનો દાખલો આપી ખોટું ચલાવવા તેનો ઉપયોગ કરવો તે એમના માટે શોભાસ્પદ ગણાય કે ન ગણાય તે તો એમણે જ વિચારવું રહ્યું. આ અંગે વિશેષ ખુલાસો આગળ કર્યો છે.
(B) મધ્યસ્થસંઘના અગ્રણીનો અભિપ્રાય : હવે જે મધ્યસ્થ સંઘના ઠરાવને નામે તેઓ પ્રચાર ચલાવે છે તે મધ્યસ્થ સંઘના એક અગ્રણી શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી આ અંગે શું અભિપ્રાય ધરાવતા હતા તે પણ જોઈએ.
(સ્વપ્નદ્રવ્યવિચાર’ પુસ્તક, જે મહેસાણા શ્રી સીમંધરસ્વામી પેઢી તરફથી પ્રકાશિત થયું છે. તેના પૃ. ૩૫ થી ૩૭ પર તેમનો નીચે મુજબનો અભિપ્રાય છપાયેલો છે.)
શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનો અભિપ્રાયઃ ટ્રસ્ટીઓ દેવદ્રવ્ય વિષે નીચે પ્રમાણે માન્યતા ધરાવે છે.
“દેવદ્રવ્ય એટલે દેરાસરની અંદર કે બહાર પ્રભુભક્તિ અંગેની ઊભી થતી કોઈ પણ આવક અગર ઉપજ જેવી કે”
૧. ભંડારની ઉપજ. ૨. બોલીઓ જેવી કે સ્વપ્નાની, વરઘોડાની, ઉપધાનની, માળની, તીર્થમાળની, આરતી, મંગળદીવાની, પ્રક્ષાલ, વિલેપન,
Page #448
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૯
૩૯૩ પૂજન વગેરે. ૩. નાણ, રથ, આંગી વગેરેમાં તેમ જ તેનાં કે મૂર્તિ સ્થાપના કરવાનાં નકરાની. ૪. પ્રભુભક્તિ માટે અર્પણ કરેલી ચીજ વસ્તુઓ અગર તેવી રકમો. ૫. પ્રતિષ્ઠા, ભક્તિ, સ્નાત્ર મહોત્સવ, અંજનશલાકા વગેરેની બોલીઓ. ૬. દેરાસરની જગ્યાની રકમ, તથા ૭. દેવદ્રવ્ય ઉપર જે વ્યાજ આવે તેની રકમ.
ઉપર્યુક્ત વ્યાખ્યામાં જે જે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે તે બાબતોની આવક અગર ઉપજનો હવાલો દેવદ્રવ્ય ખાતે જમા કરવાનો નાખવો જોઈએ.
દેવદ્રવ્યનો ઉપયોગ :- દેવદ્રવ્યને જિનમૂર્તિ અને જિનમંદિર સિવાયના કાર્યમાં વાપરવું નહિ, અર્થાત્ તેનો ઉપયોગ નીચે દર્શાવેલ કાર્યોમાં થઈ શકે.
૧. પ્રભુને આભૂષણ, ટીકા, ચક્ષુ, લેપ આંગી વગેરે કરાવવા. ૨. દેરાસરનો જીર્ણોદ્ધાર તથા રંગરોગાન વગેરે કરાવવા. ૩. નવુ દેરાસર બંધાવવું, તથા બીજા દહેરાસરોને મદદ કરવી. ૪. ધ્વજ, કળશ, ઇંડુ ચઢાવવું. ૫. દહેરાસર અને તેના દ્રવ્યની વ્યવસ્થા અંગે ઉચિત ખર્ચ કરવો. ૬. દહેરાસર અને તેની મિલ્કત અંગેના કરવેરા તથા વિમાનું પ્રિમિયમ વગેરે આપવું. સાધારણ દ્રવ્ય -
અને ટ્રસ્ટીઓ સાધારણ દ્રવ્ય અંગેની નીચેની માન્યતા દર્શાવે છે.
વ્યાખ્યા - દેરાસર અંગેનું ખર્ચ, કે જે દેવદ્રવ્યનાં ખાતામાં નાખી ન શકાય તેને માટે ઉપાશ્રયમાં કે બહાર ઉભું કરાતું ફંડ કે ભંડોળ કે કોઈ પણ સાધારણ ખાતાની આવક અગર ઉપજ હોય અગર થાય. તેનો નીચે દર્શાવેલ કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ.
૭-૮. કેસર, સુખડ, બાદલું વગેરે પ્રભુપૂજાના દ્રવ્યો ખરીદવાનું, પૂજા કરનાર કે દર્શન કરવા આવનાર લલાટે તિલક કરે, કે પૂજા માટે કેસર, ચંદનનો ખર્ચ, તથા ન્હાવાનો કે હાથ પગ ધોવાના પાણીનો, તથા લૂછવાના કપડા, તથા પગ લુછણીયું વગેરેનો ખર્ચ કરે તે દેવદ્રવ્યમાંથી કરવાનો નથી. અંગલુછણાં, વાળાકૂચી, કળશ, કુંડી આદિ વાસણો ધૂપદાની, ફાનસ વગેરે ખરીદવાનું. ૯. ધૂપ-દીપ માટે ઘીની બરણી, ઇલેકટ્રિક રોશની વગેરે અંગેની ચીજ વસ્તુઓ
Page #449
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૩૯૪
ખરીદવાનું કે ફીટીંગ કરાવવાનું કે ટેલીફોન અંગેનું કોઈપણ ખર્ચ કરવાનું. ૧૦. ધોતીયા, ખેસ, કામળિયા, તથા બહેનોના પૂજાનાં વસ્ત્રો ખરીદવાનું. ૧૧. દેરાસરના કાર્ય માટે પૂજારી, ઘાટી, મહેતાજી વગેરે નોકરોને પગાર આપવાનું. ૧૨. પખાળ અંગે પાણી દૂધ વગેરે લાવવાનું અને ન્હવણ વગેર પધરાવવાનું.
આ પ્રમાણે દેવદ્રવ્ય અંગેની પ્રથમ છ કલમનું ખર્ચ દેવદ્રવ્યમાંથી કરવું જોઈએ અને સાધારણ દ્રવ્યના ઉપયોગ અંગેનું સાતથી બાર કલમોનું ખર્ચ સાધારણ પ્રમાણે કરવું જોઈએ.
ટિપ્પણી : આ બધી બાબતોનો સર્વાંગી વિચા૨ ક૨વામાં આવે તો પ્રસ્તુત ધા.વ.વિ. પુસ્તકમાં કલ્પિત દેવદ્રવ્ય અંગે જે પ્રતિપાદન કરાયું છે અને શ્રી સંઘને જે રીતે માર્ગદર્શન અપાય છે, તે શ્રી સંઘને ખરેખર ઉન્માર્ગે દોરનારું છે. એમ મધ્યસ્થ વિચારકને સમજાય તેવું છે. તે વર્ગ પાછો ફરે તેવી આશા હાલ તો વધારે પડતી છે. પરંતુ ભદ્રિક જીવો, અલ્પજ્ઞ જીવો પરમાત્માની આજ્ઞા મુજબના સાચા રસ્તેથી ખસી ન જાય તેની પૂરતી સંભાળ રાખવાની છે.
તેમનો દાવો છે કે અમે આ બધું સંઘની એકતા માટે કર્યું છે પણ એકતા ક્યાં થઈ ? પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરનારને તો એ એકરાર કરવો પડશે કે જે કાંઈ થોડી ઘણી પણ એકતા હતી તે પણ ગઈ અને અનેકતા થઈ. સિદ્ધાંતના ભોગે એકતા કદી હોઈ શકે નહિ.’ એવું જોરશોરથી કહેનારા તેમણે જ મૃગજળ જેવી એકતા હાંસલ કરવા સર્વજ્ઞકથિત કેટલાં સિદ્ધાંતોના ભોગ આપ્યા, તેનો વિચાર કરવા તેઓ તો નથી થોભવાના, પરંતુ સંમેલનની પ્રવર સમિતિના ખુદ અધ્યક્ષશ્રીએ બની ગયેલા બનાવોનું એક આચાર્ય ભગવંત પર લેખલા પત્રમાં જે સાચું ધ્યાન આપ્યું છે અને પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કર્યું છે, તે કોઈ પણ સમજું આત્માની આંખ ઉઘાડે તેવું છે. તે પત્ર નીચે મુજબ છે –
Page #450
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૦ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અધ્યક્ષશ્રી પૂ. આચાર્ય શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)નો સંમેલનની નિષ્ફળતા અંગેનો
હૃદયદ્રાવક પત્ર % હીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
પરમોપકારી ગુરુદેવ શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી ગુરુભ્યો નમઃ
આચાર્ય શ્રી વિજય રામસૂરિ શાન્તિનગર જૈન ઉપાશ્રય મુ.પો. અમદાવાદ
તા. ૧૯ (પ્ર.) ભા.સુ. ૧૦ સં. ૨૦૪૯ તત્ર શાસનપ્રભાવક આચાર્ય શ્રી મેરૂપ્રભસૂરિજી મ. આદિ જોગ....
અનુવંદના વંદના સુખશાતા સહ અત્ર દેવગુરુકૃપાએ સુખશાતા વર્તે છે. આપશ્રી સર્વે શાતામાં હશો. અત્ર સર્વે શાતામાં છીએ.
આપનો ૧૬,૮નો પત્ર મળ્યો. આપે મારો અભિપ્રાય પૂછાવ્યો તો જણાવવાનું કે આ સંમેલનને સફળ કહેવું તે મને વ્યાજબી લાગ્યું નથી. આ સંમેલનનું ધ્યેય સમગ્ર તપગચ્છની એકતાનું હતું. પરંતુ તે અપેક્ષા પૂર્ણ ન થઈ ને કેટલાંય સમુદાય તેમાંથી સત્તાવાર કે બિનસત્તાવાર રીતે ખસતા ગયાં તે અંગે પણ આપણાં તરફથી કોઈ પ્રતિક્રિયા પણ કરવામાં આવી નથી.
ચાલુ સંમેલન દરમ્યાનમાં જ મેં આ તિથિના નિર્ણયને હાલ જાહેર ન કરવા જણાવેલ....સામા પક્ષને જ્યાં સુધી આ નિર્ણયમાં અનુકૂળ ન કરીએ ત્યાં સુધી એકતા આભાસી જ રહેશે. પરંતુ તે વખતે આપણા પક્ષે ઓકારસૂરિજી આદિનું વલણ, નિર્ણય જાહેર કરી જ દેવાનું હતું. એમની ગણતરી પ્રમાણે સામો પક્ષ પાછળથી પણ આ નિર્ણયમાં જોડાશે જ. પણ તે ગણતરી સંપૂર્ણ ખોટી પડી
Page #451
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૩૯૬
છે. તે આપણે સહુ જાણીએ જ છીએ.
વળી વિ.સં. ૨૦૪૪ની સાલમાં જ પ્રવરસમિતિમાં નક્કી થયેલ પાંચ સભ્યોમાંથી સીધા ૧૮ (બધા જ)ને પ્ર.સ.માં સ્થાન આપવું પડ્યું તેની પાછળના આશયથી પણ આપ અજાણ નહિ જ હોવ ? તે વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે જો તે - તે (માંગણી ક૨ના૨) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારીવાળા હતા.
મારી સ્પષ્ટ અસંમતિ છતાં અનેકના અતિશય દબાણને કારણે મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી. પ્રવરસમિતિના વિસ્તૃતીકરણથી સંમેલનની રહી સહી નક્કરતા પણ ખોખરી થઈ ગઈ એવું મને લાગે છે.
સંમેલનની એકવાક્યતા ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચૂક્યા છે. ટુકડા વધે તેવી એકતા, એકતા કહેવાશે ? વિચારશો.
આમાં કોઈ ગેરસમજ હોય તો જણાવશો. પ્રત્યુત્તર પાઠવશો. કામકાજ જણાવશો. સહવર્તિ મુનિગણને અનુવંદનાદિ વિદિત હોજો. લી. રામસૂરિ
અહીં ઉલ્લેખનીય છે કે, આ પત્રની નીચે ‘‘સંવત્સરી શતાબ્દી મહાગ્રંથ’'ના સંપાદક તથા પ્રવરસમિતિના ભૂતકાલીન આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. એ નીચે મુજબ પોતાની નોંધ કરી મૂકી છે.
નોંધ નં. :- ૪૩. વિ. સં. ૨૦૪૪ની સાલમાં જે અમદાવાદ ખાતે મીની મુનિ સંમેલન થયું હતું. કે જેને લગતી બીનાઓનું વર્ણન અને જાતઅનુભવ આ શતાબ્દીસ્મારક ગ્રંથમાં હું આપી ચૂક્યો છું તે મુનિસંમેલનના મુખ્ય અધ્યક્ષ તેમ જ પાંચની પ્રવરસમિતિમાંય મુખ્ય આચાર્ય એવા પૂ.આ.શ્રીવિજયરામસૂરિજી મહારાજશ્રી (ડહેલાવાળા) તે સંમેલનની નિષ્ફળતા અંગે. તિથિપ્રશ્ન અંગેના ઠરાવ બાબત અંગે આ પત્રમાં પોતાની હૃદયવેદના જે ઠાલવે છે વાંચતાં જ વાચકોને પણ પ્રતીતિ થશે કે - ૨૦૪૪નું મુનિસંમેલન ‘અજોડ ઐતિહાસિક થયેલ છે' તેવું જણાવવા માટે સૌરાષ્ટ્ર આદિને ગામે-ગામ અને શહેરેશહેરે ફરીને પદસ્થોએ પણ સંઘોને શરમમાં નાખીને જે સહીઓ સંમેલનના ઓવારણાંરૂપે લીધેલી તેમ જ ‘સંમેલન પ્રચાર' પત્રિકા દ્વારા અને જૈનપત્રના કોલમોના કોલમો ભરીને વખાણો કરવા પાછળ જે નાણાંનો છૂટે હાથે વ્યય કર્યો હતો તે બધા ઉપર પાણી ફરી વળવા પામ્યું છે એટલું જ નહિ પરંતુ ઠરાવ કરનારા એવા પૂજ્યોમાંના એકાદ પૂજ્ય પણ એકાદ ગામનાય શ્રીસંઘ પાસે તે ઠરાવોનો અમલ કરી-કરાવી શક્યા પણ નથી જ !! એટલું જ
Page #452
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૦
૩૯૭
નહિ, પરંતુ સાંભળવા પ્રમાણે હવે આ સંમેલનમાંથી સહી પાછી ખેંચી લઈને છૂટા થવાની પણ તૈયારીમાં છે !!! આમ પરિસ્થિતિના આરે સંમેલન આવીને ઊભું હોવા છતાં છદ્મસ્થતાને લીધે જે દૂષિત ઠરાવો થવા પામેલા છે અને જે ઠરાવો ભાવિ જૈન પૈઢી માટે કલંકરૂપ જણાય છે તેમાંથી છૂટા થતાં પહેલાં સુધારાઓ થવા પામે તો તે ઇચ્છનીય ગણાશે. એમ ઉપસંહારમાં ભૂતકાલીન પ્રવસમિતિના આચાર્ય તરીકેની મારી ફરજ બજાવવા જણાવું છું.
સંવત્સરી શતાબ્દી મહાગ્રંથ
(પૃ. ૩૪૨-૩૪૩ પરથી સાભાર)
અહીં આચાર્યશ્રીએ ઠરાવોને દૂષિત કહ્યા તો તે દૂષિતતા કઈ ? જેમ કપડામાં ડાઘ પડે તે દૂષિતતા, શરીરમાં રોગ તે દૂષિતતા, તેમ ઠરાવોમાં દૂષિતતા કઈ ? ઠરાવોમાં શાસ્ત્રવિરુદ્ધપણું એ જ કે બીજી કોઈ ? આમ છતાં ‘સંમેલનમાં શાસ્રાધારિત ઠરાવો કરવામાં આવ્યા છે અને તેના આધારે આ ‘ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તક લખાયું છે’- આવું નિવેદન આ. શ્રી જયઘોષ સૂ.મ. પોતાના તરફથી બહાર પાડે છે તે કેટલું બધું સત્ય નિરપેક્ષતાનું સૂચક છે !
Page #453
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૧ : વિ.સં. ૨૦૪૪ના સંમેલનની |
જાણવા જેવી હકીકતો
નોંધઃ અહીં કેટલીક જાણવા જેવી હકીકતોને પ્રસ્તુત કરીએ છીએ. વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં હાજર રહેલા અને એકવાર ટેકો આપ્યા પછી પણ સત્ય સમજાતાં સંમેલનનો વિરોધ કરનારા પૂ. આચાર્ય ભગવંતાદિના નિવેદનો પ્રસ્તુત કરીએ છીએ. (A) સકલશ્રી જૈન સંઘને જાહેર ખુલાસો
સમેલનમાં થયેલા વિવાદાસ્પદ ઠરાવો અંગે શ્રી સંઘને સત્ય સમજાવવાના શુભ ઉદ્દેશથી તા. ૨૯-૫-૦૮ના રવિવારે નગરશેઠના વંડે જાહેર પ્રવચનમાં રજૂ કરેલી સત્ય હકીકતોને જ્યારે કોઈપણ રીતે ખોટી સાબિત કરી શકાય તેવું રહ્યું નથી, ત્યારે સકળ શ્રી સંઘને ગેરમાર્ગે દોરવા માટે કોઈકે “જાહેર પ્રવચનમાં મેં કરેલી રજૂઆત બદલ હું પશ્ચાત્તાપ વ્યક્ત કરું છું ઈત્યાદિ બાબતનો” મારા નામે જે પત્ર બહાર પાડ્યો છે તે મેં લખ્યો નથી. માટે એ પત્રથી કોઈએ ભ્રમમાં પડવાની જરૂર નથી.
હું પુનઃ શ્રી સંઘની જાણ માટે જાહેર કરું છું કે સમેલને કરેલા વિવાદાસ્પદ ઠરાવો શાસ્ત્રવિરુદ્ધ છે.”
લી. મુનિ રૈવતવિજય (બાલમુનિ)
મુ. મહેસાણા તા. ૨-૬-૮૮ ૧૨ ગુજરાત સમાચાર, સોમવાર, તા. ૬ જૂન, ૧૯૮૮ (મુંબઈ આવૃત્તિ).
(B) શ્રી જૈન સંઘોને નિવેદન
અમદાવાદમાં તાજેતરમાં ભરાયેલા શ્રમણ સંમેલમાં ૨૨ નિર્ણયો થવા પામેલ છે. તેમાંના કેટલાક નિર્ણયો વિવાદાસ્પદ જણાવાથી અમારા સાગરસમુદાયના પ્રતિનિધિ આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ સંમેલનના સુત્રધાર
Page #454
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૧
૩૯૯ પૂજ્યો પાસે વાંધાઓ રજૂ કર્યા તો પણ સંમેલનના સૂત્રધારો ઠરાવમાં એક અક્ષર પણ નહીં જ સુધારવાના નિર્ણયમાં મક્કમ હોવાથી સંઘ અને શાસનના ભાવિ હિત ખાતર જાહેર કરીએ છીએ કે આ સંમેલનના એકેય નિર્ણય અમોને બંધનકર્તા કે માન્ય નથી અને આ અંગેની કોઈ ચર્ચામાં સંઘશાંતિ ખાતર અમો ઉતરવા પણ માગતા નથી.
અમદાવાદ–સાબરમતી તા. ૧-૭-૧૯૮૮
આ. કંચનસાગર
GO
Page #455
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૨ પૂજ્યવડીલોના પત્રો અંગે ખુલાસો:
(A) “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં જે પૂ.વડીલોના પત્રો નહોતા, તે પત્રો દ્વિતીય-તૃતીયાદિ આવૃત્તિઓમાં જોવા મળે
(B) તે પત્રો ઘણી શંકાઓ ઊભી કરે છે. કારણ કે, (૧) તે પત્રો કઈ સાલમાં લખાયા છે, તેની એમાં નોંધ નથી. (૨) તે તે પૂજય વડીલોના પત્રો માત્ર વિચારણારૂપે હતા કે નિર્ણય જણાવવા રૂપે તે પણ નક્કી થતું નથી અને (૩) તે પત્રો પૂજ્યોના કાળધર્મ પછી જ કેમ છપાયા છે - આગળ કરવામાં આવ્યા છે? એ મોટામાં મોટો પ્રશ્ન છે? તથા (૪) એ પત્રોમાં જણાવેલી વાતો મુજબ પૂ.વડીલોએ સંઘોમાં વહીવટી નિર્ણય કેમ ન કરાવ્યા, એ પણ પ્રશ્ન છે.
(C) તદુપરાંત, તે પત્રો માત્ર વિચારણારૂપે જ હોવાની સંભાવના વધારે પ્રબળ છે. કારણ કે, તે તે પૂ.વડીલોએ પત્રોમાં લખાયેલી વાતોની ક્યારેય જાહેરમાં પ્રરૂપણા કરેલી નથી, જાહેરમાં નિર્ણયની ઉદૂઘોષણા નથી કરી કે પોતાના સમુદાયમાં એના અંગેનો નિર્ણય કરાવડાવ્યો નથી તથા પોતાનાથી પ્રભાવિત સંઘોમાં તેવા પ્રકારના નિર્ણયો કરાવડાવ્યા નથી. આથી માત્ર એ પરસ્પરની વિચારણારૂપે પત્રો લખાયા હતા, એવું માનવું વધુ ઉચિત છે. .
(D) વળી, પૂજ્યપાદપ્રેમસૂરિદાદાના અન્ય નિર્ણય જણાવવારૂપે લખાયેલા પત્રમાં “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” આવી માન્યતા સ્પષ્ટ જોવા મળે છે અને પ્રભુપૂજાની વિધિ પણ “મધ્યસ્થબોર્ડને લખાયેલા પત્રમાં જોવા મળે છે. તેમાં ક્યાંયે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત નથી. આ પત્રની સાચી વિગત આગળ જણાવી જ છે.
(E) આથી માત્ર વિચારણારૂપે કાચા ખરડારૂપે લખાયેલા પત્રોને નિર્ણયો રૂપે જાહેર કરવા અને એ પણ પત્રલેખક પૂજ્ય વડીલોની ગેરહાજરીમાં, એ સજ્જનોચિત કાર્ય નથી, તે સૌ કોઈ સમજી શકે છે.
(F) અહીં હવે અમે જિનવાણી, વર્ષ-૧૯, અંક-૧૫-૧૬-૧૭-૧૮માં
Page #456
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૨
૪૦૧
“જિજ્ઞાસા-તૃપ્તિ વિભાગમાં પ્રકાશિત થયેલ પૂ.વડીલોના પત્રો અંગેની સાચી હકીકતનો અને બીજી અગત્યની વાતો ત્યાંથી લઈને અક્ષરશઃ નીચે મૂકીએ છીએ –
જિજ્ઞાસાઃ પં. શ્રી ચંદ્રશેખરવિજયજીએ તેમની વિવાદાસ્પદ બનેલી ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તિકાની, તેમના જ સમુદાયવર્તી ચાર ગીતાર્થોએ પરિમાર્જીત કરેલી બીજી આવૃત્તિ તાજેતરમાં પ્રગટ કરી છે. પહેલી આવૃત્તિ માટે આપે તેને ભૂલેચૂકે પણ નહિ અનુસરવાનું આ (જિ.તુ.) વિભાગમાં દર્શાવ્યું હતું, પરંતુ હવે આ નવી પરિમાર્જીત આવૃત્તિ વિષે આપનું મંતવ્ય જણાવવા વિનંતિ...
તૃપ્તિઃ “ધાર્મિક વહીવટ વિચારની નવી પરિમાર્જીત આવૃત્તિ હમણાં જ અમારા જોવામાં આવી અને અમે તે સાદ્યત વાંચી. અપરિમાર્જીત પ્રથમવૃત્તિ કરતા આ પરિમાર્જીત આવૃત્તિમાં અમને કોઈ નોંધપાત્ર ફેરફાર જણાયો નથી. દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય જેવી મહત્ત્વની બાબતો અંગે પરિમાર્જન કરવા યોગ્ય કશું પરિમાર્જન કરવામાં આવ્યું નથી, પરંતુ, ઉપરથી તે બંન્ને વિષયમાં ઉન્માર્ગને પુષ્ટિ મળે તે રીતે કુતર્કોની હારમાળા તેમાં રજૂ કરવામાં આવી છે. તેથી, પહેલી આવૃત્તિની જેમ જ આ બીજી આવૃત્તિને પણ અનુસરવાથી દૂર રહેવા લાગતા વળગતા સૌને અમારી ખાસ ભલામણ છે.
જિજ્ઞાસાઃ પંન્યાસજી મ.એ પોતાના અશાસ્ત્રીય વિધાનોની પુષ્ટિમાં પરમ ગીતાર્થ, સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂજ્યપાદ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પત્રો રજૂ કર્યા છે તે અંગે આપનું શું મંતવ્ય છે?
તૃપ્તિઃ પંન્યાસજી મહારાજે પોતાને ફાવતી વાતોના સમર્થન માટે એ પૂજય પુરુષના પત્રોનો ઉપયોગ કરવાનો અપ્રમાણિક પ્રયત્ન કર્યો છે, કારણ કે, સુપન આદિની બોલી કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાય તેવો સ્પષ્ટ ઉલ્લેખ તેઓશ્રીના પત્રમાં ક્યાંય જોવામાં આવતો નથી, ફક્ત પંન્યાસજીને તેવો સ્પષ્ટ ઉલ્લેખ પોતાની કલ્પનાથી જ તેમાં જોવા મળ્યો છે અને તેથી તેઓ બેધડક તે પ્રમાણે લખી શકે છે. વધુમાં એ મહાગીતાર્થ, ભવભીરુ, મહાપુરુષના પત્રોને
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ધ્યાન પૂર્વક વાંચતા એક વાત ચોક્કસ જણાશે કે તે પૂજ્યવર્ય પોતાનું મંતવ્ય રખે શાસ્ત્ર બાધિત ન હોય તેની ચકાસણીમાં પૂરતી ચીવટ ધરાવતા હતા, જે બાબત આજના કેટલાક અતિ સાહસિક જણાતા ગીતાર્થોએ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. પોતાના શિષ્ય (પૂ.આ. શ્રી અંબૂસૂરિ મ.)ને પત્ર લખતાં પણ એ મહાપુરુષ પોતાની ભવભીરુતા અને લઘુતા ભાવ દર્શાવતા અત્યંત સરળ ભાવે લખે છે કે - “હું તથા મારી શિષ્ય પરંપરા શાસ્ત્ર વિરુદ્ધ માર્ગનું નિરૂપણ કરી દુર્ગતિના ભાજન ન બનીએ તેટલા જ માટે પુછાવવાની જરૂરિયાત પડે છે.” એ જ રીતે મધ્યસ્થ સંઘને લખેલા પત્રમાં પણ બીજી બધી વિગત જણાવ્યા બાદ તેઓ શ્રી ખાસ ભલામણ રૂપે લખે છે કે - “તો તમારે શાસનના બીજા ગીતાર્થ આચાર્યોની તે વિષયમાં સંમતિ લેવી જોઈએ કે જેથી જૈન સંઘમાં ખોટો ઊહાપોહ કે કલહ ઉપસ્થિત થવા પામે નહિ.”
જાણવા પ્રમાણે મધ્યસ્થ સંધે ત્યારે બીજા પણ ગીતાર્થોના અભિપ્રાયો મંગાવ્યા અને તે બધા ઠરાવની વિરુદ્ધ હોવાથી મધ્યસ્થ સંઘે એ ઠરાવ પડતો મૂક્યો. શેઠ મોતીશા લાલબાગ ટ્રસ્ટે પણ ઠરાવ મુજબ કલ્પિત વગેરે ત્રણ ખાતા પાડ્યાનું જાણવામાં નથી. ઊલટું સને ૧૯૬૬માં તો ત્યાં સુધી વપરાયેલું બધું દેવદ્રવ્ય ભરપાઈ કરી ચૂકતે ખર્ચ સાધારણમાંથી કરવાનો નવો ઠરાવ કર્યો, એવી પણ માહિતી મળે છે. વળી એક અતિ મહત્ત્વની અને ખાસ નોંધવા લાયક વાત તો એ છે કે, મહાગીતાર્થ સ્વ. પરમગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આ પ્રસંગ પછીના પોતાના સત્તર વર્ષના દીર્ઘ જીવનકાળ દરમ્યાન તત્કાલીન ગીતાર્થ આચાર્યોએ અસંમત કરેલા તે ઠરાવના મુદ્દાનો ક્યાંય પણ અમલ કરાવવાનો લેશ પણ પ્રયત્ન કર્યો નથી, જે તેઓશ્રીની અત્યંત ભવભીરુતા અને હૈયાની ઉમદા સરળતાને પ્રદર્શિત કરે છે.
પંન્યાસજી મ. આ બધી હકીકતથી અજાણ હોય તેમ માનવાને કારણ નથી પરંતુ તેમને સ્વમતિકલ્પિત સિદ્ધાંતોની પુષ્ટિમાં એ બધી વાતો નિરૂપયોગી બલકે વિરુદ્ધ જતી જણાયાથી તેની ઉપેક્ષા કરી હોય તે સ્વાભાવિક છે. પોતાની માન્યતા સિદ્ધ કરવાની ધૂનમાં પ્રસ્તુત પુસ્તકમાં ઘણી ગેરરજૂઆતો અને વિરોધાભાસ પણ જોવામાં આવે છે પરંતુ તે અંગે વિશેષ હવે પછી.
Page #458
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૨
૪૦૩
જિજ્ઞાસા : પૂ.પં. શ્રી ચંદ્રશેખર વિ.મ. એ ‘ધાર્મિક વહીવટ વિચાર’ નામના પોતાના અગાઉ પ્રગટ કરેલા પુસ્તકની પરિમાર્જિત બીજી આવૃત્તિમાં ૮મા સવાલના જવાબમાં (પૃ. ૬૪-૬૫) લખ્યું છે કે -
‘સ્વપ્નદ્રવ્ય કલ્પિત દેવદ્રવ્યમાં જાય અને તેનો ઉપયોગ કેસર-સુખડપૂજારીનો પગાર વગેરે દેરાસર સંબંધી સર્વ કાર્યોમાં થાય અર્થાત્ તે શ્રી જિનભક્તિ સાધારણનું દ્રવ્ય ગણાય.’’
પોતાના ઉપરોક્ત વિધાનના સમર્થનમાં તેમણે ત્રણ આધારો આપ્યા છે. ‘(૧) વિ.સં. ૨૦૪૪ના સંમેલનીય ગીતાર્થ જૈનચાર્યોનો સર્વાનુમત અભિપ્રાય.
(૨) શ્રી હરિભદ્રસૂરિ મહારાજા રચિત સંબોધ પ્રકરણની કલ્પિત દેવદ્રવ્ય અંગેની ગાથા.
(૩) બે મહાગીતાર્થ જૈનાચાર્યો પૂ. પાદ. શ્રીમત્સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. તથા તરણતારણહાર ગુરુદેવ સ્વ. પૂ.પાદ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના લખાણ.” આ પ્રમાણે તેમણે રજૂ કરેલા ત્રણ ત્રણ આધારોથી ‘સ્વપ્નદ્રવ્ય એ શ્રી જિનભક્તિ સાધારણનું દ્રવ્ય છે' એ વાત માન્ય થઈ શકે ખરી ?
―
તૃપ્તિ : ના, એ વાત કદાપિ માન્ય થઈ શકે તેવી નથી અને એ કથિત સંમેલન પછીના આજ સુધીના છ વર્ષના ગાળામાં પ્રાયઃ કોઈ પણ સંઘોએ એ માન્યતા સ્વીકારી પણ નથી. - હવે આપણે તેમણે આપેલા ત્રણ આધારોમાં કેટલું વજુદ છે તેનો વિગતથી વિચાર કરીએ...
(૧) પ્રસ્તુત વિ. સં. ૨૦૪૪નું સંમેલન એ કોઈ વિધિ પૂર્વકનું સંમેલન ન
હતું.
એક પૂજ્ય આચાર્ય ભગવંતે પત્ર લખીને બોલાવેલા, તેમજ રૂબરૂમાં નિમંત્રિત કરેલા કેટલાક આચાર્યાદિ મુનિવરોનું એ મિલન હતું.
આ મિલનમાં હાજર રહેલાની દબાણ પૂર્વક સહીઓ લેવાનું નક્કી કર્યું ત્યારે એક આચાર્ય ભગવંતને એ મિલનમાંથી નીકળી જવું પડ્યું. જે રહ્યા તેમાંના અમુકને અનિચ્છાએ દબાણને વશ થઈને સહી આપવી પડી અને અમુકે
Page #459
--------------------------------------------------------------------------
________________
४०४
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શરમે ભરમે સહી તો આપી પણ પછી થોડા સમયમાં જ એ નિર્ણયો પોતાને માન્ય નથી એવા પ્રકારની જાહેરાત કરી. બાકી રહ્યા તેમાંથી મોટા ભાગના તો એ ઠરાવો અંગે આજે પણ ઉદાસીન અને મૌન છે અને તેમાંથી પણ કેટલાક તો આજે પણ તેને ઉચિત માનતા નથી. એટલું જ નહિ, પણ આજ સુધી જે મુજબ શાસ્ત્ર સાપેક્ષ પરંપરાનુસારી વહીવટ ચાલતો હતો તેમજ કરવાનું પણ જણાવતા હોય છે, ફક્ત તે વખતે એ તથાકથિત સંમેલનના સુકાની બનેલા પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. અને પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના સમુદાયનો કેટલોક વર્ગ અદ્યાપિ સંઘના મોટા ભાગને અમાન્ય રહેલા તે ઠરાવોને અમલી બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. આવી સ્થિતિમાં એ સંમેલનીય આચાર્યોના સર્વાનુમત અભિપ્રાય છે. એમ શી રીતે માની – મનાવી શકાય, આવી સ્થિતિમાં એ અભિપ્રાયનું મૂલ્ય કેટલું ! એ સ્વયં વિચારી લેવું.
વિ.સં. ૨૦૪૪ના એ કહેવાતા સંમેલન અગાઉના - વિ.સં. ૧૯૯૦ અને વિ.સં. ૨૦૧૪ના વિધિ પૂર્વકના સંમેલનોના સર્વમાન્ય નિર્ણયોમાં સ્વપ્નદ્રવ્ય જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર નિર્માણ આદિમાં લઈ જવા યોગ્ય દેવદ્રવ્ય તરીકે જ ઠરાવવામાં આવેલું છે, જેનો ઉલ્લેખ શ્રી જૈન શ્વે. મૂ. રાજગનર સંઘ વતી શ્રી કસ્તુરભાઈ મણિભાઈ નગરશેઠ દ્વારા પ્રકાશિત વિ.સં. ૧૯૯૦માં આ.ભ. શ્રી જૈન છે. મુનિ સંમેલને કરેલા નિર્ણયોની પુસ્તિકામાં તેમજ સ્વ. પૂ.ઉ. શ્રીધર્મસાગરજી મ. એ તથા સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.એ ધર્મદ્રવ્ય વ્યવસ્થા અંગેની પોતે વર્ષો પહેલાં બહાર પાડેલી પુસ્તિકાઓમાં વિગતથી કર્યો છે અને તેના આધારે જ લગભગ દરેક સંઘોમાં આજે વહીવટ ચાલી રહ્યો છે. પ્રસ્તુત વિ.સં. ૧૯૯૦ અને ૨૦૧૪ના બંને સંમેલનોમાં વર્તમાન સઘળા શ્રમણ સમુદાયોના વડિલ પૂજયો ઉપસ્થિત હતા અને જેઓ સંયોગવશાત્ ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમની પાછળથી પત્રો દ્વારા સંમતિ મેળવી લેવામાં આવી હતી. આથી તે નિર્ણયો સાચા અર્થમાં સર્વસંમત હતા.
(૨) સંબોધ પ્રકરણનો કલ્પિત દ્રવ્ય અંગેનો શ્લોક અને તેની વ્યાખ્યા પૂ. પંન્યાસજીમ. એ પોતે પ્રસ્તુત પુસ્તકના પૃ. ૧૬૧ પર દર્શાવી છે તે નીચે મુજબ
Page #460
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૨
"रिद्धिजुअ सम्मऐहिं, सद्धेहिं अहवा अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं, जं चरिएं सव्वमुवओगि ॥"
૪૦૫
અર્થ : ધનવાન શ્રાવકોએ અથવા સંઘમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવ્યું છે તે શ્રાવકોએ જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કોઈ પણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી બની શકે છે.’”
આમ છતાં ધનવાન શ્રાવકોએ મંદિરના નિર્વાહ માટે જ અર્પણ કરેલા કલ્પિત દ્રવ્યમાં સુપનાદિની બોલીના દેવદ્રવ્યને પંન્યાસજી મહારાજે જોડી દીધું છે અને તેઓ તેને કોઈ રીતે ઉચિત સિદ્ધ કરી શક્યા નથી. પૂર્વના બંને સંમેલનોમાં સઘળા વિડલ પૂજ્યોએ સ્વપ્નાદિની બોલીના દ્રવ્યને શ્રી જિનભક્તિ સાધારણમાં ગણાવવાનો કે લઈ જવાનો ક્યારેય વિચાર સુદ્ધાં કર્યો નથી, આમ છતાં એ બધાની ઉપરવટ થઈને પણ આવું સાહસ કરવાનું તેમને જગ્યું, તેમાં તેમની શાસ્ત્ર સાપેક્ષતા કયાં રહી ?
(૩) પોતાના મતિકલ્પિત નિર્ણયોને સાચા ઠરાવવા માટે જે બે આચાર્ય ભગવંતોના લખાણોનો હવાલો તેઓ આપી રહ્યા છે, તે બંન્નેય આચાર્ય ભગવંતોની માન્યતાઓનો સંપૂર્ણ અનાદર કરીને એ કહેવાતા સંમેલને તિથિ અંગેનો ૨૨મો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યા પછી હવે સંમેલનને એ બે આચાર્ય ભગવંતોના નામે વાત કરવાનો અધિકાર રહ્યો છે ખરો ? તેમ છતાં પં.મ. એ એમના નામે આ વાત કરી છે તો તે લખાણો અંગે પણ વિચારી લઈએ. પૂ. સાગરજીમ.ના લખાણમાં સુપનની બોલીના દ્રવ્ય અંગે કોઈ સ્પષ્ટ વાત નથી. જ્યારે સ્વ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આ વિષયમાં મધ્યસ્થ સંઘને પોતાનો સ્પષ્ટ અભિપ્રાય નહિ દર્શાવતા. ‘અન્ય પૂ. ગીતાર્થ આચાર્ય ભગવંતોના અભિપ્રાયો મંગાવ્યા સિવાય કોઈ પણ પગલું નહિ ભરવાની સલાહ આપી છે.’ વધુમાં પોતે તથા પોતાની શિષ્ય પરંપરા શાસ્ત્ર વિરુદ્ધ પગલું ભરી દુર્ગતિના ભાજન ન બને તે માટે પોતાના ગીતાર્થ શિષ્ય પ્રશિષ્યોના પણ
Page #461
--------------------------------------------------------------------------
________________
४०६
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આ વિષે અભિપ્રાયો મંગાવ્યા હતા. જે પ્રસ્તુત પુસ્તકના પરિશિષ્ટમાં પ્રગટ કરેલા પત્રોથી જણાય છે.
જો કે આ પુસ્તકમાં પણ પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ એના જેના અભિપ્રાયો મંગાવ્યા અને જેના જેના અભિપ્રાયો આવ્યા તે બધા પ્રકાશિત ન કરતાં માત્ર પોતે કરેલા નિર્ણયને અનુકૂળ લાગે તેવા પત્રો જ પ્રકાશિત કર્યા છે.
વધુમાં પંન્યાસજી મ. એ પ્રગટ કરેલા પૂ. તરણતારણહાર ગુરુદેવશ્રીના પ્રસ્તુત પત્ર અંગે વિશેષ માહિતી મેળવતાં જાણવા મળે છે કે – તિથિ કે તારીખ વગરનો પૂ. ગુરુદેવશ્રીજીનો આ પત્ર એ પત્ર નહિ પણ કાચો ખરડો હતો જે વાસ્તવમાં મધ્યસ્થ સંઘને મોકલાયો જ નથી. પૂજયશ્રી તેમાં હજી સુધારા વધારા કરાવવા ઇચ્છતા હતા કે તેઓશ્રીના તે વખતે પપૂ.આ. દેવ શ્રી રામચંદ્રસૂરિ મ. પર લખેલા ચ.વ.૮ના પત્રથી સ્પષ્ટ જાણવા મળે છે. આ પત્રમાં તેઓશ્રીએ પ.પૂ.આ.શ્રી રામચંદ્રસૂ. મ.ને જણાવ્યું છે કે –
જે મધ્યસ્થ સંઘને લખવા ધારેલો ઉત્તર, તેના પરના સુધારા વધારાનો તમારો પત્ર મળ્યો હતો. પણ મધ્યસ્થ સંઘે હાલ એ પ્રશ્ન મુલત્વી રાખ્યો, કેમકે પેઢીએ એ પ્રશ્ન માથે લઈ લીધો છે. તેથી હવે એ ઉત્તરની વિશેષતા ન ગણાય, છતાં એમાં સુધારા કરીને એ ઉત્તર એમને આપીશું.”
આ પત્રમાં પ.પૂ.ગુરુદેવશ્રી વતી પૂ.ભાનુવિજયજી (પૂ.સ્વ. શ્રી ભુવનભાનુસૂ.મ.)ની સહી છે. આમ જેમાં હજી તો સુધારા કરવાના બાકી છે અને પત્રરૂપે મધ્યસ્થ સંઘને મોકલાયો જ નથી તેવા અનેક સુધારાવધારાની આવશ્યકતાવાળા એક કાચા ખરડાનો પૂ. પંન્યાસજીએ પોતાના અશાસ્ત્રીય મંતવ્યની પુષ્ટિ માટે પત્ર તરીકે ઉપયોગ કરી લીધો છે. તે જાણીબૂઝીને કર્યો છે કે અજાણપણે કર્યો છે તે તો જ્ઞાની જાણે, પરંતુ આવી બાબતમાં જરા પણ ચોકસાઈ રાખવામાં આવી નથી તે હકીકત આથી પૂરવાર થાય છે. આમ છતાં આ જાણ્યા પછી પણ તેઓ સુધારો કરીને પોતાની વૈચારિક સરળતાનો દાખલો બેસાડશે તો તેમણે જાણે બૂઝીને પત્રનો ખોટો ઉપયોગ કર્યો છે, એવું કોઈને પણ કહેવાનો
Page #462
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૨
४०७ અવકાશ નહિ રહે. પછી તો –
તત્કાલીન અન્ય ગીતાર્થોના અભિપ્રાયો જુદા આવવાથી મધ્યસ્થ સંઘે તેમજ મહાગીતાર્થ પૂજ્ય આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પ્રસ્તુત ઠરાવની વાતને કાયમ માટે પડતી મૂકી હતી, તેમ તે પ્રસંગ પછીનો ઈતિહાસ બોલે છે. આમ છતાં આટલા વર્ષો બાદ હવે પૂ. પંન્યાસજીમ. તે પૂજયશ્રીના આવા પ્રકારના કાચા ખરડારૂપ લખાણનો આધાર લઈ પોતાના અશાસ્ત્રીય મંતવ્ય પુષ્ટ કરવાના પ્રયત્નો કરે છે તે તરણું લઈને તરવા જેવું છે.
– પૂ. પં. મહારાજે પોતાના મનઃકલ્પિત મંતવ્યની પુષ્ટિ માટે રજૂ કરેલા ત્રણે આધારો કેટલા વજુદ વિનાના છે તે આથી સમજી શકાય છે.
જિજ્ઞાસા : શ્રાવકે જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ એવો દ્રવ્યસપ્રતિકા, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં જે પાઠ છે તે તો ફક્ત ઘરદેરાસરના માલિકે સંઘચૈત્યમાં પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તે માટે છે પરંતુ ઘર દેરાસર વગરના શ્રાવકો માટે નથી. તેઓ તો સંઘચૈત્યમાં પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ પૂજા કરી શકે છે – આવા પ્રકારનું ધાર્મિક વહીવટ વિચારમાં નિરૂપણ કરેલું છે તે યોગ્ય છે?
તૃપ્તિઃ ના, આવા પ્રકારનું નિરૂપણ જરા પણ યોગ્ય નથી. સાધુને નટનો નાચ જોવાના નિષેધમાં નટીનો નાચ જોવાનો નિષેધ આવી જ જાય છે. એ જ રીતે જો ઘરદેરાસરનો માલિક પોતાના ઘર દેરાસરમાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી (જે મોટા ભાગે સ્વદ્રવ્યનું જ બનેલું છે) પૂજા ન કરી શકે તો ઘરમંદિર વગરનાઓ તો દેવદ્રવ્યથી પોતાની પૂજાનું કર્તવ્ય કઈ રીતે કરી શકે ? પંન્યાસજીનું પ્રસ્તુત નિરૂપણ ઘરમંદિર નહિ રાખનારા શ્રાવકોને સ્વદ્રવ્યથી પ્રભુપૂજાના લાભથી વંચિત કરનારું બનવાથી ઉન્માર્ગ દેશના સ્વરૂપ છે.
ધા.વ.વિ. બીજી આવૃત્તિના પૃ. ૨૪૪થી ૨૪૭ ઉપર ““પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે “મધ્યસ્થ બોર્ડને લખેલો પત્ર એવા હેડીંગ નીચે રજૂ કરાયેલ પત્રના ખરડામાં લખ્યું છે કે,
Page #463
--------------------------------------------------------------------------
________________
४०८
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા “પૂજા વિધિ માટે, પંચાલકજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે અને શ્રાદ્ધવિધિ આદિના આધારે એવું વિધાન છે કે (૧) ઋદ્ધિમાન શ્રાવકસપરિવાર મોટા આડંબર સાથે પોતાની પૂજાની સામગ્રી લઈ પૂજા કરવા જાય અને (૨) મધ્યમ શ્રાવક, સકુટુંબ પોતાનું દ્રવ્ય લઈ પ્રભુપૂજા કરવા જાય, ત્યારે (૩) ગરીબ શ્રાવક સામાયિક લઈને પ્રભુના દેરાસરે જાય અને ત્યાં જઈ સામાયિક પારી ફૂલ ગુંથવા વગેરેનું કાર્ય હોય તે કરે.” (જુઓઃ ધા.વ.વિ. આવૃત્તિ - ૨ જી, પેજ ૨૪૬) આ સિવાય પણ અનેક ગ્રંથોમાં “વિખવાનુar' - સ્વશવનુસરે પોતાના વૈભવ મુજબ, પોતાની શક્તિ મુજબ - એવું વિધાન કરેલ છે.
જેમાં ક્યાંય પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત આવતી નથી. શાસ્ત્રદષ્ટિએ આ વાત થઈ, હવે આપણે વહેવારદષ્ટિએ પણ વિચારીએ.
માર્ગાનુસારી ગૃહસ્થ દુનિયાના વ્યવહારમાં પોતાનું કોઈ પણ કાર્યપારકા પૈસે કરવાની વૃત્તિ ધરાવતો નથી. અહીં તો તે કક્ષાથી આગળ વધેલા શ્રાવકનો અધિકાર ચાલી રહ્યો છે. ગૃહસ્થપણામાં મુખ્યતા દાનધર્મની છે. વર્ષસ્થ ગાવિવંતાનYઅને લાઈwથતિ-આવા આવા શાસ્ત્રવચનો દાનધર્મની મહત્તા બતાવે છે. તેથી જ સુવિહિત શિરોમણી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પહેલા દાનવિંશિકા અને પછી પૂજા વિંશિકા રચી. દાનમાં સુપાત્રદાન મહત્ત્વનું છે અને ભગવાન શ્રી તીર્થંકરદેવ સમુ ઉચ્ચતમ સુપાત્ર કોઈ નથી. નિત્ય યથાશક્તિ સ્વદ્રવ્યથી પૂજા કરનારા ગૃહસ્થને હંમેશા શ્રેષ્ઠ સુપાત્રદાનનો લાભ મળે છે. પદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ પૂજા થઈ શકે એવો ઉપદેશદેનારા વર્તમાનના કેટલાક ગીતાર્થો ગૃહસ્થોને શ્રેષ્ઠ સુપાત્રદાનથી વંચિત કરવાનો અને વ્યવહારમાં પણ પોતાના કોઈ કાર્ય પારકે પૈસા કરવાની અમાર્ગાનુસારી વૃત્તિથી પર રહેનારાઓને પારકે પૈસે પૂજા કરતા કરી લૌકિક સદ્યવહારની ભૂમિકાથી પણ નીચા ઊતારવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેના નુકસાન વિવેકી શ્રાવકોએ સ્વયં વિચારી લેવા.
જિજ્ઞાસાઃ પરંતુ, જેની મુદ્દલ શક્તિ ન હોય તે સ્વદ્રવ્યથી પૂજા કઈ રીતે કરી શકે ?
Page #464
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૨
૪૦૯
તૃપ્તિઃ એવો શ્રાવક પણ વગર પૈસે પ્રભુભક્તિનો લાભ મંદિરના બીજા કાર્યો કરવા દ્વારા મળવી શકે છે, તે આપણે શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના આધારે ઉપર જોઈ ગયા. મતિકલ્પનાથી લાભાલાભનો વિચાર કરવો યોગ્ય નથી. આજ્ઞા વિહિત પ્રવૃત્તિમાં જ સઘળા લાભ સમાયેલા છે.
જિજ્ઞાસા દર્શનશુદ્ધિ, શ્રાદ્ધદિનકૃત્ય, ઉપદેશપદ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ તથા દ્રવ્યસતતિકાએ દરેક ગ્રંથોમાં “સતિ હિદેવદ્રવ્ય'...વાળો પાઠ મળે છે જે એમ દર્શાવે છે, કે દેવદ્રવ્ય હોય તો દરરોજ ચૈત્યસમારચન (સમારકામ) મહાપૂજાસત્કાર સંભવિત બને. વળી ઉપદેશપદ, શ્રાદ્ધદિનકૃત્ય આદિમાં એમ પણ કહ્યું કેજિનમંદિર-જિનપ્રતિમાની યાત્રા, (અઢાઈમહોત્સવ) સ્નાત્ર વગેરે પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં કારણ ભૂત સુવર્ણ વગેરે રૂપચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી એ ઉચિત છે. આ પાઠોને આધારે શ્રાવકો ભગવાનની પૂજાની પોતાની કરણી આવા પ્રકારના દેવદ્રવ્યમાંથી કરી શકે અને શ્રી સંઘ તેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપે એવું અર્થઘટન પ્રસ્તુત પુસ્તકમાં કર્યું છે તે બરાબર છે? - તૃપ્તિઃ આ પાઠો શ્રાવકોને પોતાની જિનપૂજાની કરણી માટે તે તે પ્રકારના દેવદ્રવ્યોનો ઉપભોગ કરવાની છૂટ નથી આપતા. પરંતુ પહેલા કહી ગયા તેમ અવધારણ બુદ્ધિએ શ્રી જિનભક્તિના ઉત્સવ, મહોત્સવ, યાત્રા, સ્નાત્ર, આંગી, પૂજા આદિ માટે તે તે પ્રકારના દેવદ્રવ્યના નિધિમાં શ્રાવકે સ્વશક્તિ અનુસાર સદા વૃદ્ધિ કરતા રહેવું જોઈએ જેથી તે તે કાર્યો સુંદર પ્રકારે સદા થતા રહે એવા પ્રકારની પ્રેરણા કરે છે. આમાં લેવાની વાત નથી પણ આપવાની વાત છે. ઉપભોગ કરવાની વાત નથી પણ સમર્પણ કરવાની વાત છે. જેઓ વિપરીત અર્થઘટન કરે છે તેઓ ઉન્માર્ગદશનાના માર્ગે જઈ રહ્યા છે. આજે પણ અનેક સંઘોમાં આવા પ્રકારના પ્રભુભક્તિ નિમિત્તના ભંડોળ દ્વારા તે તે ભાગ્યશાળીઓ તરફથી તે તે દિવસોમાં પૂજા, આંગી, પ્રભાવના, ઉત્સવ, મહોત્સવ, રથયાત્રા આદિ કાર્યો સુંદર પ્રકારે થયા કરે તેવી વ્યવસ્થા દરેક સંઘોમાં ચાલુ જ છે. એ જ રીતે પોતાની નિત્યપૂજાની કરણી માટે શ્રી જિનભક્તિ સાધારણના ભંડોળમાં પોતાનો યથાયોગ્ય ફાળો નોંધાવી સ્વદ્રવ્યથી પૂજા કરવાનો લાભ વિવેકી શ્રાવકો
Page #465
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૪૧૦
લઈ રહ્યા છે અને સુવિહિત ધર્મોપદેશકો ઉપદેશ દ્વારા તેવા શાસ્ત્રવિહિત કાર્યોમાં પ્રેરણા આપી રહ્યા છે.
જિજ્ઞાસા : કેટલાકો સંઘના દેરાસરમાં જિનભક્તિ સાધારણનો દેવકું સાધારણ) ભંડાર મૂકાવે છે અને સ્વદ્રવ્યથી પૂજાનો આગ્રહ રાખે છે તે ઉચિત છે ?
તૃપ્તિ : તેમાં અનુચિત જેવું કશું નથી, કારણ કે, જેઓ શાસ્ત્રવચનને અનુલક્ષીને સ્વદ્રવ્યથી પૂજાનો આગ્રહ રાખે છે તેઓ શ્રી જિનભક્તિ સાધારણનો ભંડાર પારકા દ્રવ્યથી પૂજા કરવાની સગવડ આપવા નથી મૂકાવતા પણ અનેક કા૨ણોસ૨ જેઓ પૂજાદિની સામગ્રી રોજ લાવી ન શકતા હોય, તેઓ દેરાસરમાં તૈયાર રખાયેલી જેટલી સામગ્રી વાપરે તેટલું દ્રવ્ય કે તેનાથી અધિક તે ભંડારમાં નાંખી તેને સ્વદ્રવ્ય બનાવી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કર્યાનો આનંદ અનુભવે તે માટે એ મૂકાવે છે. ક્યાંક ક્યાંક તે ભંડાર ઉપર પણ તેવા પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હોય છે, જે ધ્યાન પૂર્વક વાંચવાથી આ હકીકતની પ્રતિતી થશે.
Page #466
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૩ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના દેવદ્રવ્ય અંગે સ્પષ્ટ ઠરાવ
ધાર્મિક હિસાબ તપાસણી
(૧)
“કેટલાક કારભારી તો એમ જ જાણે છે કે, દેરાસરનો કારભાર તો અમારા વારસામાં આવેલો છે, તે અમે જ કરીએ. પોતાની શક્તિ ન હોય તે છતાં બીજાને કારભાર સોંપે નહિ, ને પોતાથી કામ થાય નહિ. તેથી કેટલાક પ્રકારની દેવદ્રવ્યની હાનિ થાય ને પોતાનું દુર્ગતિમાં જવું થાય. આગ્રહથી કારભાર રાખવો, કોઈ જોવા માંગે તો બતાવવો નહીં. એ જિનશાસનની મરજાદાથી (મર્યાદાથી) ઉલટું છે.”
– ભરૂચવાળા શેઠ અનુપચંદ મલકચંદ ઉપરના શબ્દો પોતાની લાક્ષણિક શૈલીમાં બીજા મુંબઈ અધિવેશનમાં ઉચ્ચારતાં ધર્માદા ખાતાઓના હિસાબો ચોખા રાખવાની આવશ્યકતા ઉપર ખાસ ભાર મૂકયો હતો અને નીચેનો ઠરાવ રજૂ કર્યો હતો.
(૧) “આપણાં જૈન ધર્મના સાર્વજનિક ખાતાઓ જેવાં કે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સંબંધી ખાતાઓ બહુ જ ચોખવટ વાળા રાખવા.”
(૨) ચાલુ જમાનાને અનુસરીને તે ખાતાઓના આવકજાવકના હિસાબો અને સરવૈયા પ્રત્યેક વર્ષ બરાબર તૈયાર કરવાં.
(૩) અને બની શકે તો તે ખાતાંઓનો હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેરના તથા ગામના જૈન આગેવાનોને આ કોન્ફરન્સ ખાસ સૂચના કરે છે.
(૨) દેવદ્રવ્ય દેવદ્રવ્ય નિમિત્તે જે રકમો અગર મિલકતો હોય તેમ જ હવે પછી તે માટે આપવામાં આવે તેનો ઉપયોગ જિનમૂર્તિ અને જિનમંદિરો માટે જ થઈ શકે તેમ આ કોન્ફરન્સ ભારપૂર્વક જાહેર કરે છે અને જૈન સંઘમાંની કોઈ પણ
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૧૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
વ્યક્તિ આની વિરુદ્ધ મંતવ્ય રજૂ કરે અથવા પ્રચાર કરે તે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને આઘાત કરનાર છે એમ આ કોન્ફરન્સ માને છે.”
(સત્તરમું ફાલના અધિવેશન, ઠરાવ જો)
દેવદ્રવ્યનો ઉપયોગ અને શાસ્ત્રો :
હોલમાં શેઠ શ્રી મેઘજી સોજપાલના પ્રમુખસ્થાને ભરીને યોગ્ય ઠરાવો કરી મુંબઈ સરકાર પર મોકલી આપ્યા હતા. આ ઉપરાંત જૈન આગમશાસ્રો દેવદ્રવ્યનો ઉપયોગ જિનબિંબ અને જૈન ચૈત્ય માટે જ કરવા ફરમાન કરે છે તે દર્શાવનાર અંગ્રેજી અને ગુજરાતી પુસ્તક જૈનદર્શનના પ્રસિદ્ધ વિદ્વાન શ્રીયુત મોહનલાલ બી. ઝવેરી, બી.એ.,એલ.એલ.બી. સોલિસિટર પાસે તૈયાર કરાવી પ્રકટ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ૨૯ આગમગ્રંથોના આધારભૂત શાસ્ત્રીય પ્રમાણો રજૂ કરવામાં આવ્યાં છે.
બિહાર ધારાસભા તરફથી પણ આવું બિલ આવતાં કોન્ફરન્સે શ્રીયુત હીરાલાલ હાલચંદ દલાલ, બાર-એટ-લોને તે માટેની ખાસ કામગીરી સુપ્રત કરી હતી. જેનું પરિણામ તેઓના ખંત ભરેલા પ્રયાસોથી સંતોષકારક આવેલું છે.
(પૂ.આ.શ્રીવિ. જિનેન્દ્રસૂરિજી મ.સા. દ્વારા લિખિત સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી' પુસ્તકમાંથી સાભાર)
Page #468
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૪ જૈન સંસ્થાઓના પત્રો
આરતી-મંગળ દીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે પેઢીના બે પત્રો:
(નોંધ: આરતી-મંગળદીવાની થાળીમાં મૂકેલ રકમ દેવદ્રવ્ય ખાતે જાય છે. તે અંગે શ્રી શત્રુંજય તીર્થાધિરાજ આદિ સંખ્યાબંધ તીર્થોનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તથા શ્રી શંખેશ્વરજી તીર્થનો વહીવટ સંભાળતી શ્રી જીવણદાસ ગોડીદાસ પેઢી (શંખેશ્વર)ના પત્રો નીચે મુજબ છે...)
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે– “પત્ર જા. સં. ૭૯૩, અમદાવાદ, શેઠ આણંદજી કલ્યાણજી શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ
અખિલ ભારતીય જૈન શ્વેતાંબર બંગલા નં. ૧/૧, કેવડીયા કોલોની, મૂર્તિપૂજક શ્રીસંઘના પ્રતિનિધિ, ભરૂચ-૩૯૩૧૫૧.
ઝવેરવાડ, અમદાવાદ-૧ વિ. તમારો તા. ૮-૪-૯૫નો પત્ર મળેલ છે. તે પરત્વે જણાવવાનું કે, આરતી/મંગળદીવાના પૈસા ભંડાર ફંડ જ ગણાય. ગોઠીઓનો તે પર કોઈ હક્ક શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટની શાખા પેઢીઓમાં અપાયેલ નથી તે જાણશો.
– લિ. જનરલ મેનેજર” (ઉપરોક્ત પત્રથી ફલિત થાય છે કે, શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ હસ્તક ભારતભરનાં જેટલા તીર્થો અને દેરાસરોનો વહીવટ છે, તેમાં આરતી | મંગળદીવાના પૈસા પૂજારીઓને નહિ આપતાં ભંડાર ખાતે (વિદ્રવ્ય ખાતે) જમા લેવાય છે. આ જ પ્રમાણે ભારતમાં શંખેશ્વરજી તીર્થ મહાપ્રસિદ્ધિ પામેલ છે. આ તીર્થની યાત્રા કરવા ભારતભરમાંથી દર વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે. આ તીર્થમાં પણ આરતી/મંગળદીવાના પૈસા પૂજારીઓને ન અપાતાં ભંડાર ખાતે દિવદ્રવ્ય ખાતે) લઈ જવાય છે.)
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૧૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શંખેશ્વરજીની પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે. “પત્ર જા નં. ૧૮૫/૧૫/૯૫ શેઠ જીવણદાસ ગોડીદાસ પ્રતિ, શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ શંખેશ્વર પાર્શ્વનાથ બંગલા નં. ૧/૧, કેવડીયા કોલોની, જૈન દેરાસર ટ્રસ્ટ જિ. ભરૂચ-૩૯૩૧૫૧
વાયા-હારીજ, મુ. શંખેશ્વર, જિ. મહેસાણા.
તારીખ: ૨૨-૫-૯૫ શ્રીમાનજી,
જય જિનેન્દ્ર સાથે લખવાનું કે, આપનો પત્ર તા. ૧૭-પ-૯૫નો મળેલ છે. જેમાં આરતી/મંગળદીવાના પૈસા બાબતે પૂછાવેલ. સદરહુ આરતી મંગળદીવાના પૈસા ભંડારમાં જાય છે. પૂજારીને અત્રે અપાતા નથી. જે વિદિત થાય, કામ સેવા લખાવશો.
- લિ. જનરલ મેનેજર કનુભાઈના જય જિનેન્દ્ર વાંચશોજી.”
(નોંધઃ સૌથી મોટા વહીવટને સંભાળતી તીર્થની પેઢીઓમાં આરતી મંગળદીવાની આવકદેવદ્રવ્ય ખાતે જમા કરી, શાસ્ત્રીય પ્રથાનું પાલન થાય છે, તે આનંદ અને અનુમોદના કરવા યોગ્ય છે. ભારત અને ભારત બહારના તમામ જિનાલયોના વહીવટદારો આ આદર્શને લક્ષ સામે રાખી શાસ્ત્રીય હિતકારી માર્ગને અમલી બનાવે એ જ અભિલાષા.)
(“ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?” પુસ્તકમાંથી સાભાર)
Page #470
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૫
પૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ.આ.શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા.નો ધામિક દ્રવ્યઃ દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગેની માન્યતા:
(આધાર : પુસ્તક, “વાંચો-વિચારો અને વંચાવો” અને “સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ.” પ્રકાશનવર્ષ - વિ. સં. ૨૦૪૪-૨૦૫૧. આ પુસ્તકના આધારે અહીં જરૂરી વિષયો સંગ્રહીત કર્યા છે.)
૧. શ્રી જિનબિમ્બદ્રવ્ય અને તેનો સદ્વિનિયોગ:
માત્ર શ્રી જિનેન્દ્ર પરમાત્માના બિબો પ્રતિમાજી ભરાવવા માટે જ અથવા શ્રી જિનેન્દ્ર પરમાત્માની ભક્તિમાં જ ઉપયોગ કરવા નિમિત્તે અર્પણ કરેલ દ્રવ્ય તેમજ તેનું ઉત્પન્ન થયેલ વ્યાજ આદિ જિનબિંબ (જિનપ્રતિમાજી) ખાતાનું ગણાય. તે દ્રવ્યનો વિનિયોગઃ
(૧) શ્રી જિનેન્દ્ર પરમાત્માના આરસ, રત્ન, સોના, રૂપા પંચધાતુ આદિના બિંબો (પ્રતિમાજી) ભરાવવામાં. (૨) શ્રી જિનેન્દ્ર પરમાત્માના વિવિધ પ્રકારના આભૂષણ આદિનું નિર્માણ કરાવવામાં. (૩) શ્રી જિનેન્દ્ર પરમાત્માના ચક્ષુ તિલકાદિમાં. (૪) શ્રી જિનેન્દ્ર પરમાત્માના પ્રતિમાજીને લેપ કરાવવામાં. (૫) શ્રી જિનેન્દ્ર પરમાત્માની અંગરચના કરાવવામાં.
તેમજ શ્રી જિનેન્દ્ર પરમાત્માના પ્રતિમાજીને અનુસરતા કાર્યોમાં શ્રી જિનબિંબના દ્રવ્યનો વિનિયોગ કરી શકાય. માત્ર જિનબિંબ નિમિત્તના દ્રવ્યનો જિનમંદિર નિર્માણ, ભંડારકે ત્રિગડું આદિમાં ઉપયોગ ન કરી શકાય. ૨. શ્રી જિનચૈત્યદ્રવ્ય અને તેનો સદ્વિનિયોગ -
શ્રી જિનેન્દ્રભક્તિના પ્રકારોઃ શ્રી જિનેન્દ્ર પરમાત્માની ભક્તિ જેમ કે, સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, શ્રી
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૧૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અષ્ટાહ્નિકા મહોત્સવો, શ્રી જિનેન્દ્ર પરમાત્મા અભિષેક તેમજ શ્રી શાન્તિસ્નાત્રાદિ પૂજનો, શ્રી જિનપ્રતિમાજી ભરાવવા, શ્રી જિનેન્દ્ર પરમાત્માના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવો, શ્રી કળશધ્વજદંડ પ્રતિષ્ઠા મહોત્સવો, શ્રી જિનમંદિર નિર્માણ કરાવવા, શ્રી જિનેન્દ્ર પ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવવા, મંગળદીવો, આરતી, શાન્તિકળશ તેમજ શ્રી જિનેન્દ્રસ્તુતિ-સ્તવના-ચૈત્યવન્દન આદિ જિનેન્દ્ર પરમાત્માની ભક્તિના અનેક પ્રકારો છે.
(૧) ઉપર્યુક્ત સર્વ પ્રકારની શ્રી જિનેન્દ્ર પરમાત્માની ભક્તિ આદિ નિમિત્તેનું દ્રવ્ય તેમજ દેવદ્રવ્યની અભિવૃદ્ધિ નિમિત્તે જિનમંદિરજીમાં કે જિનમંદિરજીની બહાર ઉપાશ્રય, મંડપાદિમાં શ્રી ચૌદ સ્વપ્નોની બોલીના ચઢાવા, પારણામાં જિનેન્દ્ર પરમાત્માને સ્થાપન કરવાના તથા જિનેન્દ્ર પરમાત્માને ઝુલાવવાના ચઢાવા, ઉપધાનમાં પ્રવેશનો નકરો, ઉપધાન માળ પરિધાન (માળારોપણ)ના ચઢાવા, તીર્થમાળ પરિધાનના ચઢાવા, રથયાત્રા, તીર્થયાત્રા, જળયાત્રા, આદિના ચઢાવા નિમિત્તેનું દ્રવ્ય, ગુરુપૂજનનું દ્રવ્ય તેમજ સ્થાવર જંગમ સંપત્તિ કે તે સંપત્તિના માધ્યમથી ઉત્પન્ન થયેલ વ્યાજ, ભાડા આદિથી ઉત્પન્ન થયેલ ધનરાશિ દેવદ્રવ્ય હોવાથી શ્રી જિનચૈત્યાદિ ખાતાનું દેવદ્રવ્ય ગણાય.
શ્રી જિનદ્રવ્યના સર્વ્યયના પ્રકારો :
(૧) શ્રી જિનેન્દ્ર પ૨માત્માના પ્રતિમાજી ભરાવવામાં. (૨) શ્રી જિનેન્દ્ર ૫રમાત્મના આરસ આદિના પ્રતિમાજીને લેપ કરાવવામાં. (૩) શ્રી જિનેન્દ્ર પરમાત્માના મુગટ, તિલક આદિ આભૂષણ નિર્માણમાં. (૪) શ્રી જિનેન્દ્ર પરમાત્માની સ્નાત્રપૂજા આદિ નિમિત્તે ત્રિગડું કરાવવામાં. (૫) જિનેન્દ્ર પરમાત્માની ભક્તિનિમિત્તેના સોના રૂપાદિના કળશ, કુંડી, હાંડા, થાળ, કટોરી, ચામર, છત્રાદિ ઉપકરણો કરાવવામાં, તેમજ ભંડાર, પાટપાટલા બાજોઠ આદિ કરાવવામાં. (૬) શ્રી જિનેન્દ્રપ્રાસાદો નિર્માણ કરાવવામાં. (૭) શ્રી જિનેન્દ્રપ્રાસાદોના જીર્ણોદ્વાર અને સુધારા-વધારા કરાવવામાં. (૮) શ્રી જિનેન્દ્રપ્રાસાદના ગર્ભગૃહ દ્વાર ઉપર ચાંદી મઢાવવામાં તેમજ તો૨ણાદિ કરાવવામાં. (૯) શ્રી જિનેન્દ્રપ્રાસાદાદિના તંત્ર સંચાલન કે રક્ષણાદિ નિમિત્તે સાધરણખાતામાં દ્રવ્યની જોગવાઈ ન હોય તેમજ
Page #472
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૫
૪૧૭ સાધારણખાતાનું નવું દ્રવ્ય ઊભું કરવાના સંયોગો ન હોય તો જ અપવાદિક-માર્ગે નિરૂપાયે (દુઃખિત હૈયે) આરક્ષક (ચોકીદાર) આદિકર્મચારીઓને વેતનાદિમાં અને વીમાનું પ્રિમિયમ ભરવું પડે, તો તે ભરવામાં. (૧૦) શ્રી જિનેન્દ્રપ્રસાદની સ્થાવર-જંગમ સંપત્તિનું રક્ષણ કરવા-કરાવવામાં.
(૧૧) ધર્મ, ધર્મસ્થાનકો અને ધાર્મિક સંપત્તિનું રક્ષણ કરવું. એ રાજસત્તાનું પરમ કર્તવ્ય હોવાથી તેની ઉપજ ઉપર કોઈ સંયોગોમાં રાજસત્તાથી કરવેરો ન જ લેવાય. એ રાજનીતિનો અબાધિત અને અકાટ્ય નિયમ હતો. પરંતુ પાશ્ચાત્યોએ આર્યધર્મ અને આર્યમર્યાદાને સર્વથા નષ્ટભ્રષ્ટ કરવાની અતિબાલિશમેલી મુરાદથી ટ્રસ્ટ એક્ટનું ભૂત ઉભું કરીને તેના ખર્ચને પહોંચી વળવાના અસદ્ બહાના હેઠળ સદાને માટે ધાર્મિકદ્રવ્ય તથા તેની વાર્ષિક ઉપજ ઉપર કરવેરો લેવાનો કરેલ ધારો એટલે ધાર્મિક સંપત્તિની ઉઘાડી મહાક્રૂર લૂંટ છે. એ મહાકાતિલ નિયમ અદ્યાવધિ ચાલ્યો આવતો હોવાથી, અનિચ્છનીય એ કરવેરો આજે પણ ભરવો પડતો હોય, તો ધાર્મિક તંત્રના સાધારણખાતાના દ્રવ્યમાંથી અનિચ્છાએ દુઃખિત હૈયે નિરૂપાયે ભરવાનું વિચારવું અને સાધારણખાતામાં વધારો કે તથા પ્રકારની જોગવાઈ ન હોય, તો જ્ઞાનદ્રવ્ય કે દેવદ્રવ્યમાંથી કરવેરો ભરવો. એ જિનાજ્ઞાથી સર્વથા અવિહિત એટલે વિપરત તો છે જ. તથાપિ “સત્તા આગળ શાણપણ ચાલતું નથી.” એ ન્યાયે કરવેરો ભરવો પડે તો દુભાતા દિલે નિરૂપાયે આપદ્ ધર્મ માનવો રહ્યો. જ્ઞાનદ્રવ્યના પ્રકારો
(૧) જ્ઞાનપૂજનની રકમ, જ્ઞાનભક્તિ માટે આવેલ રકમ, તેમ જ આગમશાસ્ત્રો કે ધર્મગ્રન્થ આદિની ભક્તિ માટે બોલાયેલ બોલીનું દ્રવ્ય. (૨) કોઈપણ તપમાં શ્રુતજ્ઞાનની ભક્તિ નિમિત્તે ઉત્પન્ન થયેલ દ્રવ્ય. (૩) પ્રતિક્રમણના સૂત્રોની બોલી, શ્રી કલ્પસૂત્ર, શ્રી બારસાસૂત્ર તથા બીજા કોઈપણ સૂત્રના ચઢાવા, જ્ઞાનની પૂજાના ચઢાવા કે જ્ઞાનપૂજનાદિ સમયે જ્ઞાન ઉપર ચઢાવાતું દ્રવ્ય, પુસ્તકાદિના વેચાણનું દ્રવ્ય, તેમજ જ્ઞાનખાતાની સ્થાવરજંગમ સંપત્તિ તેમજ તેના વ્યાજ આદિની ઉપજ એ સર્વસ્વ જ્ઞાનખાતાનું દ્રવ્ય ગણાય. જ્ઞાનપંચમીના દિને જ્ઞાન સમક્ષ ભક્તિરૂપે ચઢાવાતા કોરા કાગળો, બરુના
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૧૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા કિત્તા, નોટબુકો, પેન્સિલો, હોલ્ડરો, ફાઉન્ટન પેનો, શાહીના ખડિયા આદિ જ્ઞાનખાતાના ગણાય. શ્રી જ્ઞાનદ્રવ્યના સદ્વ્યયના પ્રકારોઃ
ખર્ચ ખાતાના કે વ્યક્તિ દ્રવ્યની જોગવાઈન હોય ત્યારે આપદ્ ધર્મરૂપે પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજને અધ્યયન-અધ્યાપન કરાવતાં પંડિતજીને વેતન તેમજ પુસ્તક પ્રતાદિ આપવામાં, જ્ઞાનમંદિર નિર્માણમાં, જ્ઞાનભંડાર નિમિત્તે ધાર્મિક પુસ્તકો ખરીદવામાં, ધાર્મિક આગમશાસ્ત્ર લખવા-લખાવવામાં, શાસ્ત્રોની રક્ષા માટે આવશ્યક વસ્તુઓ લાવવામાં, જ્ઞાનપંચમી દિને જ્ઞાન શણગારવા માટે ચંદરવા, પુંઠીયા તેમજ જ્ઞાન ભરવા માટે કબાટો વસાવવામાં, મંદિરોની વ્યવસ્થા, રક્ષા તેમજ તેની શુદ્ધિ, પવિત્રતા જાળવવા માટે રખાતા લૌકિક કર્મચારીઓના વેતનમાં શ્રી જિનાજ્ઞા અનુસાર સમ્યજ્ઞાનને અનુલક્ષીને થતા કોઈ કાર્યમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કરી શકાય.
(૧) આ ક્ષેત્ર (જ્ઞાનદ્રવ્ય) પણ દેવદ્રવ્ય જેટલું જ પવિત્ર હોવાથી પૂજ્ય સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા પોતાના અંગત ઉપયોગમાં આ દ્રવ્ય વાપરી શકે નહિ.
(૨) પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ પોતાના અંગત ઉપયોગમાં જ્ઞાનદ્રવ્યનો કે જ્ઞાનમંદિર આદિનો ઉપયોગ ન કરી શકે. તો વ્યવહારિક શિક્ષણમાં કે પાઠશાળા આદિમાં તો જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ શી રીતે કરાય? અર્થાત્ કોઈપણ સંયોગોમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ ન જ કરી શકાય. અંગત ઉપયોગમાં જ્ઞાનમંદિરનો ઉપયોગ ન કરી શકાય. એ તો સ્વાભાવિક છે. પરંતુ વ્યક્તિ સ્વદ્રવ્યથી નિર્માણ કરાવેલ સ્થાનને પણ જ્ઞાનમંદિરરૂપે ઘોષિત કર્યા પછી તે સ્થાનનો પણ અંગત ઉપયોગ ન થાય.
(૩) જ્ઞાનમંદિરમાં સમ્યજ્ઞાનની આરાધના, ઉપાસના, ભક્તિ, અધ્યયન, અધ્યાપન તેમજ જિનાલયમાં સ્થાન સંકડાશના કારણે શ્રી જિનેન્દ્ર પરમાત્મા ભક્તિ મહોત્સવો, પૂજનો કે તદનુરૂપ શ્રી જિનાજ્ઞા વિહિત મહામાંગલિક ધાર્મિક અનુષ્ઠાનો કરી શકાય.
(૪) જ્ઞાનદ્રવ્યથી નિર્મિત જ્ઞાનમંદિરમાં કે સ્વદ્રવ્ય નિમિત વૈયક્તિક
Page #474
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૫
૪૧૯
જ્ઞાનમંદિરમાં તત્સમક્ષેત્રી અર્થાત્ જ્ઞાનમંદિર તુલ્ય કે જ્ઞાનમંદિરથી ઉચ્ચ ઉચ્ચતર કે ઉચ્ચતમ ક્ષેત્રીય ધાર્મિક અનુષ્ઠાનો તથા શ્રી જિનેન્દ્ર પરમાત્મા ભક્તિ મહોત્સવો શ્રી જિનાજ્ઞા અનુસાર ઉજવી શકાય. પરંતુ જ્ઞાનક્ષેત્રથી ઉતરતી કક્ષાના શ્રી જિનાજ્ઞાવિહિત અનુષ્ઠાનો પણ તે તારક સ્થાનોમાં કરી કે કરાવી ન શકાય. દૃષ્ટાન્તરૂપે આયંબિલ, એકાસણા, તપશ્ચર્યાના પારણા કે સાધર્મિક વાત્સલ્યાદિ જિનાજ્ઞાવિહિત પ્રસંગો હોવા છતાં અનન્તાનન્ત પરમતારક શ્રી જિનેન્દ્ર પરમાત્માથી અને શ્રી સમ્યજ્ઞાનથી ઊતરતી કક્ષાના હોવાથી શ્રી જિનમંદિર કે જ્ઞાનમંદિરોમાં કરાવી ન શકાય.
જ્ઞાનમંદિરમાં આયંબિલ, એકાસણા આદિ ન કરાવી શકાતા હોય તો પછી સીવણ, ગૂંથણ, ભરત, ખાખરા, પાપડ, વડી આદિ ગૃહઉદ્યોગો ચલાવવાની પ્રવૃત્તિઓ, સામાજિક કે વ્યાવહારિક અન્ય કોઈ સાંસારિક પ્રવૃત્તિઓ જેમ કે, પાઠ્યપુસ્તકાદિનું વિતરણ અને જ્ય-વિક્રય આદિની પ્રવૃત્તિઓ તો એકાન્ત મહાઅશુભ આશ્રવવાળી સાંસારિક પ્રવૃત્તિ હોવાથી તે પ્રવૃત્તિઓ જિનમંદિર કે જ્ઞાનમંદિરમાં શી રીતે કરાય? ન જ કરાય, પરંતુ ઉપાશ્રય, આયંબિલભવન આદિ ધાર્મિક સ્થાનોમાં પણ (તેવી મહા-અશુભ આશ્રવમય કોઈ પ્રવૃત્તિ) ન જ કરી શકાય.
Page #475
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૬ પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરની
દેવદ્રવ્યાદિ સંબંધી માન્યતા
(આધાર: “ધર્મદ્રવ્યવ્યવસ્થા” પુસ્તક-પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૨૨)
[નોંધ - પૂ.ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરે વિ.સં. ૧૯૯૦ અને ૨૦૧૪નાસંમેલનમાં થયેલા ઠરાવોને અનુસરીને ધર્મદ્રવ્ય-વ્યવસ્થા” લખ્યું હતું. તેના આધારે શ્રીસંઘોમાં ધાર્મિક દ્રવ્યનો વહીવટ ચાલતો હતો. તે પુસ્તકમાંથી જરૂરીયાતો સંકલિત કરી અહીં આપેલી છે].
સાતક્ષેત્રનું વિવરણઃ ૧. જિનપ્રતિમા, ૨. જિનમંદિર, ૩. સમ્યજ્ઞાન, ૪. સાધુ, પ. સાધ્વી, ૬. શ્રાવક, ૭. શ્રાવિકા.
જિનપ્રતિમા - જિનપ્રતિમાની પૂજા માટે કોઈ પણ વ્યક્તિએ ભક્તિથી જે દ્રવ્ય અર્પણ કર્યું હોય, તે પ્રતિમાજીનું અંગપૂજાનું દેવદ્રવ્ય કહેવાય છે.
આદ્રવ્યનો ઉપયોગઃ નવી પ્રતિમાજી મહારાજ આ દ્રવ્યથી ભરાવી શકાય, લેપ કરાવી શકાય, આંગી બનાવી શકાય, પ્રભુને ચક્ષુ-ટીકા અથવા પ્રતિમાજીના જ રક્ષણ માટેના બધા જ ખર્ચમાં વાપરી શકાય, આ ખાતાનું દ્રવ્ય બીજા કોઈ ખાતામાં વાપરી શકાય નહિ. પ્રભુ પ્રતિમાના કાર્યમાં જ ખરચી શકાય.
૨. જિનમંદિર - આ દ્રવ્ય પણ દેવદ્રવ્ય જ છે. ૧. ચ્યવન કલ્યાણક સ્વપ્નની બોલી (ચઢાવાના), ૨. જન્મ પારણાના ચઢાવા, ૩. દીક્ષા, ૪. કેવળજ્ઞાન અને ૫. મોક્ષ, આ પાંચ કલ્યાણક નિમિત્તે દહેરાસર ઉપાશ્રય યા બીજા કોઈપણ જગ્યાએ પ્રભુભક્તિ નિમિત્તે ઉછામણી કે બોલી હોય એ બધું જ દેવદ્રવ્ય ગણાય છે.
-પ્રભુ પૂજા, આરતિ, મંગળદીવો, સુપના, પારણું, અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ, ઉપધાનમાં નાણનો નકરો, ઉપધાનની માળ, તીર્થમાળ, ઈન્દ્રમાળ આદિ બધી જ બોલીઓ તીર્થકર ભગવાનને આશ્રયીને બોલાય છે. માટે બધું જ
Page #476
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૬
૪૨૧
દેવદ્રવ્ય ગણાય.
૦ સદુપયોગ : આ દ્રવ્યનો ઉપયોગ જિનમંદિરોનાં જીર્ણોદ્ધારમાં, નવું મંદિર બંધાવવામાં, આક્રમણના સમયે તીર્થની રક્ષા કરવામાં, દેવ અને પ્રભુ નિમિત્તે ભક્તિ કાર્યમાં થઈ શકે.
જિનેશ્વર ભગવાનની ભક્તિ પૂજા તો શ્રાવકે પોતાના દ્રવ્યથી જ કરવી જોઈએ, પણ જ્યાં શ્રાવકોનાં ઘર ન હોય, ત્યાં દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરાવવી જોઈએ, પ્રતિમાજી અપૂજ તો ન જ રહેવા જોઈએ. જ્યાં શ્રાવક ખર્ચ કરવા શક્તિશાળી ન હોય, ત્યાં જૈનેતર પૂજારીનો પગાર, કેશર-ચંદન, અગરબત્તી આદિનો ખર્ચ દેવદ્રવ્યમાંથી કરી શકાય. પણ એટલું તો ચોક્કસ ધ્યાન રાખવું, કે શ્રાવકનાં કામમાં તો આ દ્રવ્ય વપરાય જ નહિ.
જો પૂજારી શ્રાવક હોય તો તેને સાધારણ ખાતામાંથી પગાર આપવો જોઈએ. જૈન વસ્તીના અભાવે પ્રભુપૂજા તથા મંદિર સંબંધી તમામ ખર્ચ, દેવદ્રવ્યમાંથી થઈ શકે. જૈનને દેવદ્રવ્યનો પૈસો અપાય જ નહિ. કારણ કે, લેવા અને દેવાવાળા બને પાપના ભાગીદાર થાય છે.
આ ખાતાનું દ્રવ્ય પહેલાં ખાતામાં ખર્ચી શકાય. આ બંને દ્રવ્ય દેવદ્રવ્ય સંબંધી પવિત્ર દ્રવ્ય હોવાથી નીચેના પાંચ ખાતાઓમાં એનો કદી ઉપયોગ થાય નહિ.
૩. જ્ઞાનદ્રવ્ય - આગમ, શાસ્ત્રપૂજન, પ્રતિક્રમણના સૂત્રોની બોલી, શ્રીકલ્પસૂત્ર, શ્રીબારસાસૂત્ર અથવા બીજા કોઈ પણ સૂત્રના ચઢાવા બોલાય કે નાણું ચઢાવાય તે બધું જ જ્ઞાન દ્રવ્યમાં ગણાય.
ઉપયોગ :- આ દ્રવ્યમાંથી સાધુ સાધ્વીજી મહારાજને ભણાવવા માટે, જૈનતર પંડિતને પગાર આપી શકાય, ભણવા-ભણાવવા યોગ્ય સાહિત્ય ખરીદી શકાય. જ્ઞાનભંડાર માટે ધાર્મિક પુસ્તકો લાવી શકાય. જૈનોને સાધારણ ખાતામાંથી યા તો શ્રાવકે પોતાના જ પૈસા આપવા.
જ્ઞાન ભંડારનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકા કરે તો, તેમણે વાર્ષિક નકરો આપવો જોઈએ. જ્ઞાનદ્રવ્યથી ધાર્મિક આગમ શાસ્ત્ર લખવા-લખાવવા આદિ માટે તથા તેમની રક્ષા માટે જરૂરી ચીજ વસ્તુ લાવવાનો ખર્ચ થઈ શકે.
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૨૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આ દ્રવ્યથી જ્ઞાનભંડાર માટે, જ્ઞાનમંદિર બાંધી શકાય. પરંતુ જ્ઞાન દ્રવ્યથી બનેલા જ્ઞાનમંદિરમાં સાધુ, સાધ્વી કે પોષાતી શ્રાવક-શ્રાવિકા રહી શકે નહિ. સંથારો વગેરે કરી શકે નહિ.
આ ક્ષેત્ર (જ્ઞાનદ્રવ્ય) પણ દેવદ્રવ્ય જેટલું જ પવિત્ર હોવાથી સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા પોતાના ઉપયોગમાં આ દ્રવ્ય વાપરી શકે નહિ. વ્યાવહારિક શિક્ષણમાં આ દ્રવ્યનો બિલકુલ ઉપયોગ થાય જ નહિ.
ધાર્મિક શિક્ષણ ખાતુ - પાઠશાળા. આ ખાતું સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની જ્ઞાન ભક્તિ માટેનું સાધારણ ખાતું છે. જો શ્રાવકશ્રાવિકાઓએ પોતાનું દ્રવ્ય પોતાના ધાર્મિક અભ્યાસ માટે અર્પણ કર્યું હોય તો તે રકમથી શ્રાવક પંડિત રાખી શકાય. જેનો લાભ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચારે વર્ગ લઈ શકે. ધાર્મિક પુસ્તકો તથા ઈનામ વગેરે પણ એમાંથી આપી શકાય. પરંતુ આ પૈસા વ્યાવહારિક શિક્ષણમાં કોઈપણ રીતે વપરાય નહિ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
૪-૫. સાધુ-સાધ્વી ક્ષેત્ર - સંયમધારી સાધુ-સાધ્વી મહારાજની ભક્તિ માટે વૈયાવચ્ચ માટે જે રકમ દાનવીરો તરફથી મળી હોય, તો તેનો ઉપયોગ સંયમધારી સાધુ સાધ્વીજી મહારાજની સંયમ શુશ્રુષા અને વિહાર આદિની અનુકૂળતા માટે ખર્ચ થઈ શકે.
આ ક્ષેત્રનું દ્રવ્ય જરૂર પડે, તો ઉપરના ત્રણે ક્ષેત્રમાં શ્રી સંઘની આજ્ઞાનુસાર ખર્ચી શકાય, પરંતુ નીચેના શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં આ પૈસાનો ઉપયોગ થઈ શકે
નહિ.
૬-૭. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર - ભક્તિભાવથી આ ક્ષેત્રમાં સમર્પણ કરેલ જે દ્રવ્ય તે શ્રાવક શ્રાવિકાઓને, ધર્મમાં સ્થિર કરવા માટે, આપત્તિના સમયમાં સહાયતા કરવા માટે, અથવા દરેક પ્રકારના ભક્તિના કાર્યમાં આ દ્રવ્યનો ખર્ચ થઈ શકે છે. કારણ કે, આ દ્રવ્ય ચોથા ગુણસ્થાનકમાં રહેવાવાળા આત્માઓની ભક્તિ માટે છે, આ ધાર્મિક પવિત્ર દ્રવ્ય છે. એટલા માટે દયા, અનુકંપા આદિ વ્યાવહારિક કાર્યોમાં આ દ્રવ્ય બિલકુલ વાપરી શકાય નહિ.
૮. ગુરુદ્રવ્ય - પાંચ મહાવ્રતધારી, સંયમી, ત્યાગી મહાપુરુષોની સામે
Page #478
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૬
૪૨૩
ગહુંલી કરી હોય કે, ગુરુની નાણાથી પૂજા, ગુરુપૂજાની બોલીના પૈસા જીર્ણોદ્ધારમાં ખર્ચવા જોઈએ. એવું “દ્રવ્ય સપ્તતિકા”માં સ્પષ્ટ જણાવ્યું છે. દેવદ્રવ્ય જીર્ણોદ્ધાર ખાતામાં આ પૈસા જાય તે સંગત છે.
૯. સાધારણ દ્રવ્ય
આ સાધારણ ક્ષેત્રનું દ્રવ્ય ધાર્મિક રીલીજીયસ છે. સાતક્ષેત્રમાંથી કોઈપણ ક્ષેત્ર સીદાતું હોય, તો આવશ્યકતાનુસાર તે ક્ષેત્રમાં આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય, પરંતુ વ્યવસ્થાપક અથવા બીજી કોઈ વ્યક્તિ પોતાના અંગત ઉપયોગમાં આ દ્રવ્ય વાપરી શકે નહિ.
-
દીનદુઃખી અથવા તો કોઈપણ જન સાધારણ સર્વસામાન્ય લોકોપયોગી વ્યાવહારિક અથવા જૈનેતર ધાર્મિક કાર્યમાં આ દ્રવ્ય ખરચી શકાય નહિ. આ ખાતાનું દ્રવ્ય ચેરિટીના ઉપયોગમાં અથવા વ્યાવહારિક શિક્ષણ ખાતામાં અથવા બીજા કોઈ સાંસારિક કાર્યમાં ખર્ચી શકાય નહિ.
Page #479
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૭ દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-સાધારણ દ્રવ્યનો મહિમા અને
તેના ભક્ષણ-વિનાશથી મળતા કવિપાકો
દેવદ્રવ્ય વગેરે સાત ક્ષેત્રનાં વહીવટના અધિકારી કોણ?
अहिगारी य गिहत्थो सुह-सयणो वित्तमं जुओ कुलजो। अखुद्धो धिई-बलिओ, मइमं तह धम्मरागी य ॥५॥ ગુ-પૂH-ર-ર, સુસૂમાર ગુણસંગો જેવા णायाऽहिगय-विहाणस्स धणियमाणा-पहाणो य ॥६॥ पञ्चाशक-७ ।
સારાંશઃ શ્રીદ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિવર પંચાશક પ્રકરણ ગ્રંથના આધારે કહે છે કે – ધર્મને અનુકૂળ કુટુંબવાળો, ન્યાય-નીતિથી પ્રાપ્ત ધનવાળો, લોકોમાં સન્માનીય, ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલો, અશુદ્ર = ઉદારતાને-મહાનતાને વરેલો, જવાબદારી વહન કરવામાં ધીર, બુદ્ધિશાળી, ધર્મનો અત્યંત રાગી, ગુરુ ભગવંતની ભક્તિને કરનારો, શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણવાળો, ધર્મદ્રવ્યની વૃદ્ધિના ઉપાય જાણનારો અને શાસ્ત્રાજ્ઞાને આધીન રહેનારો ગૃહસ્થ સાતક્ષેત્રની વ્યવસ્થા કરવા માટે અધિકારી છે. વહીવટકારોની વિશિષ્ટ યોગ્યતા:
मग्गाऽनुसारी पायं सम्मदिट्ठी तहेव अणुविड्। एएऽहिगारिणो इह, विसेसओ धम्मसत्थम्मि ॥७॥
સારાંશ માર્ગાનુસારી, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિને પામેલા આત્માઓ ધર્મશાસ્ત્રના આધારે દેવદ્રવ્યાદિની વૃદ્ધિ-વ્યવસ્થા માટે વિશેષ અધિકારી છે. (ધર્મસંગ્રહ)
जिणपवणयवुड्डिकर, पभावगं णाण-दंसण-गुणाणं । वुटुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥१४३॥
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૨૫
પરિશિષ્ટ-૧૭
जिणपवयणवुड्डिकर, पभावगं णाण-दसण-गुणाणं । रक्खंतो जिणदव्वं, परित्त संसारिओ होइ ॥१४४॥ श्राद्धदिनकृत्य ।
સારાંશ:– જિનશાસનની ઉન્નતિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો આત્મા તીર્થંકરપણાને પામે છે. જિનશાસનની ઉન્નતિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની રક્ષા કરનારો આત્મા અલ્પ સંસારી-નિકટ મોક્ષગામી થાય છે. ૦ધર્મદ્રવ્યનું ભક્ષણ, ઉપેક્ષા અને વિનાશ કરવાથી દારુણ પરિણામ
जिणपवयणवुद्धिकरं, पभावगं णाण-दसण-गुणाणं। મવવંતો નિર્ધ્વ, મiત સંસારિો રો શા.વિ. ૨૪ર .
સારાંશ જૈનશાસનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે છે, તે અનંત સંસારી થાય છે. . (નોંધઃ દેવદ્રવ્યના વ્યાજ આદિ દ્વારા વ્યક્તિગત લાભો મેળવે છે, તે દુર્ભાગ્ય અને દરિદ્રતાને પ્રાપ્ત કરે છે. તે જ રીતે દેવદ્રવ્યનો નાશ થતો હોય અને શક્તિ હોવા છતાં જે આત્મા ઉપેક્ષા કરે છે, તે દુર્લભ બોધી બને છે.)
जिणवस्आणारहियं वद्धारता वि के वि जिणदव्वं । बुटुंति भवसमुद्दे मूढा मोहेण अन्नाणी ॥ संबोधप्रकरण गाथा-१०२ ।
– જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાર્યોથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે. તે આત્માઓ મોહથી મૂઢ છે અને ભવ સંસારમાં ડૂબે છે.
(નોંધ : દ્રવ્ય સપ્તતિકા ગ્રંથની ટીકામાં કહ્યું છે કે, “મલાનાદિયુવ્યાપારં વર્ચ, સદ્-વ્યાપારવિધિનૈવ તવૃદ્ધિઃ વય ' પંદર (૧૫) કર્માદાનના ધંધા છોડીને સવ્યાપાર વગેરેની વિધિથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ.
भक्खेइ जो उविक्खेइ जिणदव्वं तु सावओ। पण्णाहीनो भवे जीवो लिप्पइ पावकम्मुणा ॥ – જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારની
Page #481
--------------------------------------------------------------------------
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૪૨૬
ઉપેક્ષા કરે છે, તે શ્રાવક પ્રજ્ઞાહીન = મંદબુદ્ધિવાળો થાય છે અને પાપ કર્મથી લેપાય છે.
आयाणं जो भंज पडिवन्न-धणं न देइ देवस्स । રહંત ચોવિવવરૂ સો વિ ટ્ટુ પત્તિમમફ સંસારે ॥ (શ્રાદ્ધવિધિ)
સારાંશ ઃ જે જીવ દેવદ્રવ્યાદિના મકાનનું ભાડું આપતો નથી, દેવસંબંધી કાર્યમાં આપવા માટે સ્વીકારેલા (કહેલા) ધનને આપતો નથી અને કોઈ દેવદ્રવ્યનો વિનાશ કરતો હોય કે દેવદ્રવ્યની ઉઘરાણીમાં ઉપેક્ષા કરતો હોય, ત્યારે તેની ઉપેક્ષા કરે, તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
(નોંધ : જે આત્મા દેવદ્રવ્યાદિના મકાનનું ભાડું, પર્યુષણાદિમાં બોલેલા ચડાવા, સંઘનો લાગો અને ફંડમાં લખાવેલી રકમ ભરતો નથી અથવા વ્યાજ વિના લાંબા સમયે ભરે છે, દેવદ્રવ્યની આવક તોડે છે, કોઈ દેવદ્રવ્યનો વિનાશ કરતો હોય અને ઉઘરાણીમાં ઉપેક્ષા કરતો હોય, તેની જે ઉપેક્ષા કરે છે, તે સંસારમાં પરિભ્રમણ કરે છે.)
चेइदव्वविणासे तद्, दव्वविणासणे दुहिए । साहु उविक्खमाणो अनंतसंसारिओ होइ ॥
સારાંશ ઃ ચૈત્યદ્રવ્ય એટલે કે સોના, ચાંદી, રૂપિયા વગેરેના ભક્ષણથી વિનાશ કરે, ચૈત્યદ્રવ્યમાં સમાવિષ્ટ એવા જિનમંદિરના નવા ખરીદેલા દ્રવ્યો કે જૂનાં મંદિરના ઈંટ, પત્થર, લાકડા વગેરેનો વિનાશ કરે છે અને વિનાશ કરનારની ઉપેક્ષા કરે છે, તો તે સાધુ હોય તો પણ અનંત સંસારી થાય છે.
चेइअदव्वं साधारणं च भक्खे विमूढमणसा वि । परिभमइ, तिरीयजोणीसु अन्नाणित्तं सया लहई ॥
(સંજ્ઞેય પ્રાળ મા. ૨૦૩)
– સંબોધ પ્રકરણમાં કહ્યું છે કે, દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને જે મોહથી ગ્રસિત મનવાળો વ્યક્તિ ભક્ષણ કરે છે, તે તિર્યંચ યોનિમાં પરિભ્રમણ કરે છે અને હંમેશા અજ્ઞાની બને છે.
Page #482
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૭
૪૨૭
પુરાણમાં પણ કહ્યું છે કે - देवद्रव्येन या वृद्धि गुरुद्रव्येन यद् धनं । तद् धनं कुलनाशाय मृतो पि नरकं व्रजेत् ॥
– દેવદ્રવ્યથી જે ધનની વૃદ્ધિ અને ગુરુદ્રવ્યથી જે ધન પ્રાપ્ત થાય છે, તે કુળનો નાશ કરે છે અને મર્યા પછી નરકમાં લઈ જાય છે અર્થાત્ દેવદ્રવ્યનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ પોતે પૈસા કમાય તો તે કમાયેલા પૈસા કુળનો નાશ કરે છે અને સ્વયંને નરકમાં લઈ જાય છે. આવું જ ગુરુદ્રવ્ય માટે પણ સમજવું.
चेइअदव्वं साधारणं च जो दुहइ मोहिय-मईओ। धम्मं च सो न याणइ अहवा बद्धाउओ नरए ॥
સંવાદ પ્રર મા. ૨૦૭ | – મોહથી અવરાયેલી બુદ્ધિવાળો જે મનુષ્ય દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો સ્વયં ઉપયોગ કરે છે, તે ખરેખર ધર્મને જાણતો જ નથી અને તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે એમ સમજવું.
चेइअदव्वविणासे रिसिघाए पवयणस्स उड्डाहे । संजइ-चउत्थभंगे मूलग्गी बोहिलाभस्स ॥ संबोध प्रकरण गा. १०५ ॥
– દેવદ્રવ્યનો નાશ, મુનિની હત્યા, જૈન શાસનની અવહેલના કરવીકરાવવી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવો, આ બધું સમ્યકત્વરૂપી વૃક્ષનાં મૂળને બાળવા માટે અગ્નિ સમાન છે.
प्रभास्वे मा मतिं कुर्यात् प्राणैः कण्ठगतैरपि । अग्निदग्धाः प्ररोहन्ति प्रभादग्धो न रोहयेत् ॥ श्राद्धदिन-कृत्य १३४ ॥
– પ્રાણ કંઠે આવી જાય તો પણ (મૃત્યુ આંખ સામે દેખાય તો પણ) દેવદ્રવ્ય લેવાની બુદ્ધિ કરવી ન જોઈએ. કારણ કે, અગ્નિથી બળેલા વૃક્ષો ફરી ઉગે છે. પણ દેવદ્રવ્યના ભક્ષણરૂપ પાપથી બળેલા ફરી ક્યારેય ઉગતા નથી. (સુખ પામી શકતા નથી.)
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૨૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
भक्खणं देवदव्वस्स परत्थीगमणेण च । सत्तमं णरयं जंति सत्त वाराओ गोयमा ! ॥
- હે ગૌતમ! જે દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને પરસ્ત્રીગમન કરે છે, તે સાત વાર સાતમી નરકમાં જાય છે.
શ્રી શત્રુંજય માહાભ્યમાં કહ્યું છે કેदेवद्रव्यं गुरुद्रव्यं दहेदासप्तमं कुलम् । अङ्गालमिव तत् स्पष्टुं युज्यते नहि धीमताम् ॥
– દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યનું ભક્ષણ સાત કુળનો નાશ કરે છે. તેથી બુદ્ધિમાન પુરુષે એને અંગારા તુલ્ય જાણીને સ્પર્શ પણ કરવો નહિ.
दारिद्द-कुंलुप्पत्ती दारिद्दभावं च कुट्ठरोगाइ। बहुजणधिक्कारं तह, अवण्णवायं च दोहग्गं ॥ तण्हा छुहामि भूई घायण-बाहण-विचुण्णतीय । एआइ-असुह फलाई बीसीअइ भुंजमाणो सो ॥
-દેવદ્રવ્યાદિના ભક્ષણાદિથી દરિદ્રકુળમાં ઉત્પત્તિ, દરિદ્રપણું, કોઢ-રોગાદિ, બહુ લોકોમાં ધિક્કાર પાત્ર, નિંદા, દૌર્ભાગ્ય, તૃષ્ણા, ભૂખ, ઘાત, ભાર વેઢારવો, પ્રહારાદિ અશુભ ફળોને ભોગવતાં તે જીવ ખૂબ દુઃખી થાય છે.
- ઉપદેશ-સપ્તતિકાનાં પાંચમાં અધિકારમાં કહ્યું છે કે - ज्ञानद्रव्यं यतोऽकल्प्यं देव-द्रव्यवदुच्यते । साधारणमपि द्रव्यं कल्पते सङ्घ-सम्मतम् ॥ एकत्रैव स्थानके देवरिक्तं क्षेत्र-द्वय्यामेव तु ज्ञानरिक्तम् । सप्तक्षेत्र्यामेव तु स्थापनीयं, श्रीसिद्धान्तो जैन एवं ब्रवीति ॥
– દેવદ્રવ્યની જેમ જ જ્ઞાનદ્રવ્ય પણ અકલ્પનીય કહેવાય છે. સાધારણ દ્રવ્ય પણ સંઘની સંમતિ હોય તો સાતક્ષેત્રોમાં કામમાં આવે છે. દેવદ્રવ્ય એક ક્ષેત્રમાં વપરાય છે. જ્ઞાનદ્રવ્ય ઉપરના બે ક્ષેત્રોમાં પણ કામમાં આવે છે. સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રોમાં કામમાં આવે છે. એમ સિદ્ધાન્તમાં કહ્યું છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૭
૪૨૯
पायेणंतदेऊल जिणपडिमा कारिआओ जियेण । असमंजसवित्तीए न य सिद्धो दंसणलवोवि ॥
- આ જીવે પ્રાયઃ અનંત દેરાસર અને અનંત જિનપ્રતિમા બનાવી હશે. પરંતુ શાસ્ત્રવિધિથી વિપરીત કરવાને કારણે સમ્યકત્વનો અંશ પણ પ્રાપ્ત થયો નથી.
અતિચાર · તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસંતો ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી.
ભાવાર્થ ઃ દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યનું ભક્ષણ કર્યું હોય, ભક્ષણ કરનારની ઉપેક્ષા કરી હોય, અજાણતાં તેનો વિનાશ કર્યો હોય, વિનાશ કરનારની અજાણતા ઉપેક્ષા કરી હોય અને શક્તિ હોવા છતાં તે દ્રવ્યની કાળજી ન રાખી હોય તો અતિચાર લાગે છે. જેની દર પંદર દિવસે પધ્ધી પ્રતિક્રમણમાં માફી માંગવાની હોય છે.
- દ્રવ્યસપ્તતિકા સ્વપજ્ઞ ટીકાઃ जिणदव्वऋणं जो धरेड़ तस्य गेहम्मि जो जिमइ सड्डो । पावेण परिलिपइ गेण्हंतो वि हु जइ भिक्खं ॥
- જે જિન-દ્રવ્ય (દેવદ્રવ્ય)નો દેવાદાર હોય છે. તેના ઘરે શ્રાવક જમે તો જમનાર તે શ્રાવક પાપથી લેપાય છે. તેના ઘરેથી સાધુ પણ જો ગોચરી ગ્રહણ કરે તો તે પણ પાપથી લેપાય છે.
चेइअदव्वं गिणिहंतु भुंजए जइ देइ साहुण। सो आणा अणवत्थं पावई लिंतो विदितोवि ॥
– વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે - જે દેવદ્રવ્યને ગ્રહણ કરીને ભક્ષણ કરે છે અને સાધુને આપે છે, તે આજ્ઞાભંગ, અનવસ્થા દોષથી દૂષિત થાય છે. આપનાર અને લેનાર બંને પાપથી લેવાય છે.
अत्र इदम् हार्दम्-धर्मशास्त्रानुसारेण लोकव्यवहारानुसारेणापि यावद् देवादि ऋणम् सपरिवार-श्राद्धादेमूनि अवतिष्ठते तावद् श्राद्धादि-सत्कः
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા सर्वधनादि-परिग्रहः देवादि-सत्कतया सुविहितैः व्यवहियते संसृष्टत्वात् ।
– અહીં પરમાર્થ એ છે કે, ધર્મશાસ્ત્ર કે લોક વ્યવહારથી પણ જ્યાં સુધી દેવાદિનું દેવું જે શ્રાવકાદિના પરિવાર ઉપર હોય છે, ત્યાં સુધી તે શ્રાવકોદિનું બધું જ ધન-પરિગ્રહ-સંપત્તિ દેવદ્રવ્યાદિથી મિશ્રિત જ કહેવાય છે. તેથી તેના ઘરમાં ભોજન કરવાથી ઉપર જણાવેલા દોષ લાગે છે.
मूलं विना जिणाणं उवगरणं, चमर छत्तं कलशाइ। जो वापरेड् मूढो, निअकज्जे, सो हवइ दुहिओ ॥
- જે જિનેશ્વર ભગવાનના ઉપકરણ, ચામર, છત્ર, કળશ વગેરેને ભાડું (નકરો) આપ્યા વિના પોતાના કામમાં લે છે, તે મૂઢ જીવ દુઃખી થાય છે.
देवद्रव्येण यत्सौख्यं, परदारतः यत्सौख्यम् । अनन्तानन्तदुःखाय, तत् सुखं जायते ध्रुवम् ॥
- દેવદ્રવ્યના ભક્ષણથી જે સુખ અને પરસ્ત્રીના ભોગથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ અનંતાનંત દુઃખ આપનારું થાય છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૮ પૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની “ગુરુપૂજન-ગુરુદ્રવ્ય અને તેના વિનિયોગ”
અંગેની માન્યતા
(““સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ” પુસ્તકમાંથી પૃ. ૧૦૫થી ૧૧૦ ઉપરથી સાભાર) શ્રી ગુરુદ્રવ્ય અને તેનો વિનિયોગ :
પરમ પૂજ્યપાદ સાધુ સાધ્વીજી મહારાજને પ્રતિલાભેલ (વહોરાવેલ) આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિ ગુરુદ્રવ્ય હોવાથી, પ્રતિભાવાહક જેવા પરમ ઉચ્ચ કક્ષાના શ્રાવકે પણ તે વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય (ઉચિત) નથી. અર્થાત્ તે વસ્તુઓ ગૃહસ્થથી ન જ વપરાય.
પરંતુ જપ ધ્યાનાદિ ધર્મની અભિવૃદ્ધિ અર્થે મહદંશે શ્રાવકાદિને શ્રી સ્થાપનાચાર્યજી મહારાજ, જપમાલિકા (નવકારવાળી), પુસ્તકાદિ આપવાનો વ્યવહાર પૂજ્ય ગુરુ મહારાજાઓ કરે છે. કેમ કે, શ્રી સ્થાપનાચાર્ય મહારાજાદિ વસ્તુઓ અનિશ્રિત એટલે સ્વનિશ્રાકૃત ન કરેલ હોવાના કારણે જ્ઞાનોપકરણરૂપ હોવાથી પૂજય ગુરુમહારાજ આપે, તો તેનો ઉપયોગ કરવાનો વ્યવહાર પ્રચલિત છે.
પરંતુ સુવર્ણ, રૂપું (ચાંદી) આદિ ગુરુદ્રવ્ય હોય, તો તેનો વિનિયોગ શ્રી જિનમંદિર આદિના જીર્ણોદ્ધારમાં, નૂતન જિનમંદિર નિર્માણમાં, સિંહાસન, સમવસરણ, ત્રિગડું, સ્નાત્રપૂજા આદિના ઉપકરણો, ભંડાર અને તોરણ આદિના નિર્માણમાં કરવો, એ જ શાસ્ત્રસિદ્ધ પરમ હિતાવહ સુવિહિત માર્ગ છે.
(૧) ગુરુપૂજન સંબંધી સુવર્ણ આદિ દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય? (૨) પૂર્વકાળમાં આ પ્રકારે ગુરુપૂજન કરવાનું વિધાન હતું? (૩) ગુરુપૂજનના દ્રવ્યનો ઉપયોગ ક્યાં થાય?
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા જૈન મુનિવરોની ઉપબિબે પ્રકારની હોય છે. એક ઔધિક ઉપધિ અને બીજી ઔપગ્રહિક ઉપાધિ હોય છે. તેમાં મુહપત્તિ રજોહરણ આદિ ઔધિક ઉપધિ મુખ્ય કહેવાય અને કારણે રાખવા પડતાં કેટલાંક ઉપકરણો (સાધનો) ઔપગ્રહિક અર્થાત સહાયક ઉપધિ કહેવાય. “તક્રકૌષ્ઠિન્ય ન્યાયે” ભોજ્ય ભોજક સંબંધે ઔધિક ઉપધિ ગુરુદ્રવ્ય ગણાય છે. સુવર્ણાદિ દ્રવ્ય મૂકીને કરેલ ગુરુ પૂજનનું દ્રવ્ય ભલે ઔધિક ઉપધિ કે ઔપગ્રહિક ઉપધિ કોટીનું ગુરુદ્રવ્ય ન ગણાતું હોય, પરંતુ પૂજ્યની પૂજાના સંબંધે તે સુવર્ણાદિક દ્રવ્ય ગુરુદ્રવ્ય જ ગણાય છે. જો એ રીતે સ્વીકારવામાં નહિ આવે તો, “શ્રી શ્રાદ્ધજિતકલ્પ”ની વૃત્તિ સાથે વિરોધ આવશે.
“શ્રી પ્રશ્નોત્તર સમુચ્ચય” “શ્રી આચારપ્રદીપ” “શ્રી આચાર-દિનકર” તથા “શ્રી શ્રાદ્ધવિધિ આદિ ધર્મગ્રન્થોના આધારે ગુરુપૂજન સિદ્ધ થાય છે.
પૂજા સંબંધથી ગૌરવ યોગ્ય ઉચ્ચસ્થાનમાં ગુરુપૂજનના દ્રવ્યનો સચ્ચય કરવો, એવું વિધાન “શ્રી દ્રવ્યસપ્તતિકા આદિ ધર્મગ્રન્થોમાં હોવાથી, શ્રી જિનેન્દ્ર પરમાત્માની અંગપૂજામાં ગુરુદ્રવ્યનો ઉપયોગ ન કરતાં, શ્રી જિનચૈત્યાદિ નિર્માણકાર્યમાં તેમજ શ્રી જિનચૈત્યાદિના જીર્ણોદ્ધાર આદિમાં જ સવ્યય કરવો. એ શાસ્ત્રસિદ્ધ પરમ હિતવંતો સુવિહિત માર્ગ છે. ગુરુદ્રવ્યનો ઉપયોગ સધ્યય કયાં ક્યાં કરી શકાય? તેની સ્પષ્ટ સમજ “ગુરુદ્રવ્ય અને તેનો સધ્યયની વ્યાખ્યામાં જણાવેલ છે.
પૂજયપાદ ગુરુમહારાજ સમક્ષ આલેખેલ ગહુલી તેના ઉપર ચઢાવેલ શ્રીફળ તેમજ સોનારૂપાદિની વસ્તુ કે નાણું પણ દેવદ્રવ્ય ખાતે લઈને તેનો ઉપયોગ જીર્ણોદ્ધારમાં કરવો.
– શ્રી જિનેન્દ્રશાસનના પરમપ્રભાવક પરમ પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજે દૂરથી હાથ ઊંચો કરીને આશીર્વાદરૂપે ધર્મલાભ આપેલ શ્રી વીરવિક્રમ મહારાજાએ પરમ અહોભાવથી એક ક્રોડ સુવર્ણમુદ્રા પૂજય ગુરુમહારાજ સમક્ષ ધરી હતી. પૂજ્યપાદશ્રીએ તે સુવર્ણમુદ્રા શ્રી જૈન સંઘને અર્પણ કરાવીને જિનાલયોના જીર્ણોદ્ધારમાં તેનો સવ્યય કરાવ્યો.
- શ્રી ધારા નગરીના શ્રી લઘુ ભોજરાજાએ પરમ પૂજ્યપાદ વાદી વેતાલ
Page #488
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૮
૪૩૩
આચાર્ય પ્રવર શ્રી શાન્તિસૂરિજી મહારાજને બાર લાખ સાઠ હજાર (૧૨,૬૦,૦૦૦) દ્રવ્ય અર્પણ કર્યું. તેમાંથી ગુરુમહારાજે રૂપિયા બાર લાખ (૧૨,૦૦,૦૦૦) દ્રવ્યના સવ્યયથી માળવા દેશમાં જિનચૈત્યો નિર્માણ કરાવ્યા અને સાઠ હજાર (૬૦,૦૦૦) દ્રવ્યના સદ્વ્યયથી થિરાપદ્ર (થરાદ)માં શ્રી જિનચૈત્ય અને દેવકુલિકા આદિ કરાવ્યા.
– શ્રી આમરાજાએ પરમપૂજયપાદ આચાર્ય પ્રવર શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં લાખ્ખો સુવર્ણમુદ્રાઓ ધરી, પરમ પૂજ્યપાદ આચાર્ય પ્રવરશ્રીજીએ તે મુદ્રાઓનો શ્રી જિનેન્દ્રપ્રસાદ નિર્માણમાં અને જિનાલયોના જીર્ણોદ્ધારમાં સુવિનિયોગ કરાવ્યો.
- પરમહંત શ્રી કુમારપાળ મહારાજા પ્રતિદિન પરમ પૂજ્યપાદ કલિકાલસર્વજ્ઞ આચાર્ય પ્રવર શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની સુવર્ણકમળોથી પૂજા કરતા હતા. તેનો ઉલ્લેખ શ્રી કુમારપાળ પ્રબંધમાં છે. શ્રી હીરપ્રશ્નમાં તેની સાક્ષી આપી છે.
श्री हीरप्रश्न अथ पुनः पण्डितकान्हर्षिगणिकृताप्रश्नास्तत्प्रतिवचांसि च યથા. (પત્રાંક ૧૯ની પ્રથમના પુંઠી)
तथा-गुरुपूजासत्कं सुवर्णादिद्रव्यमुच्यते न वा ? तथा प्रागेव पूजाविधानमस्ति न वा ? तथा-कुत्र चैतदुपयोगि ? इति प्रसाद्यिमिति । प्रश्ना अत्रोत्तराणिगुरुपूजासत्कं सुवर्णादि गुरुद्रव्यं न भवति स्वनिश्रायामकृतत्वात्, स्वनिश्राकृतं च रजोहरणाद्यं गुरुद्रव्यमुच्यत इति ज्ञायते ॥१०॥
तथा हेमाचार्याणां कुमारपालराजेन सुवर्णकमलैः पुजा कृतास्त्येतदक्षराणि कुमारपालप्रबन्धेन सन्ति ॥११॥
तथा-"धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटि नराधिपः ॥१॥" इदं चाङ्गपूजारूपं द्रव्यं तदानीन्तनेन सङ्घन जीर्णोद्धारे व्यापारितमिति तत्प्रबन्धादौ श्रूयते । अत्रार्थे बहुवक्तव्यमस्ति कियल्लिख्यते इति प्रश्नत्रयप्रतिवचनानि ॥१२॥
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૩૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ગઇ પતવેત્નપતિ જ્ઞાતિપ્રતિવયથા (પત્રાંક ૨૨ની દ્વિતીયા પુંઠી)
तथा-नाणकपूजा गुरो क्वास्ति ? इति प्रश्नोत्तरम्-कुमारपालेन राज्ञा श्री हेमचार्याणां पूजा सुवर्णकमलैः प्रत्यहं क्रियते स्म इति कुमारपालप्रबन्धादौ प्रोक्तमस्ति, तदनुसारेण नाणकपूजाऽपि साम्प्रतं क्रियमाणा दृश्यते, तेषामपि धातुमयत्वात् । तथाऽत्र वृद्धवादोऽपि । "श्री सुमतिसाधुसूरीणां वारके माण्डवाचलदुर्गे मल्लिक श्री जाफराभिधानेन (श्राद्धादिसंसर्गाज्जैनधर्माभिमुखेन) सुवर्णटङ्ककैः गीतार्थानां पूजा कृता" इति ॥३॥
(શ્રાદ્ધાદિસંસર્ગત આદિ કૌંસમાંના શબ્દો શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં છે.)
- પરમ પૂજ્યાદ આચાર્યપ્રવર શ્રી સુમતિસાધુસૂરીશ્વરજી મહારાજશ્રીના સમયે શ્રી માંડવગઢમાં શ્રાવકોના પરિચયથી જૈનધર્માભિમુખ અર્થાત્ જૈનધર્મ પ્રત્યે આદર પ્રીતિવાળા થવાથી શ્રી જાફર નામના મલ્લિક બાદશાહે સુવર્ણટંકો એટલે સુવર્ણમુદ્રાઓથી પરમ પૂજયપાદ ગીતાર્થ ગુરુ-મહારાજાઓની પૂજા કરી હતી.
- પરમ પૂજ્યપાદ આચાર્ય શ્રી જીવદેવસૂરીશ્વરજી મહારાજની પૂજાને માટે પરમ અહોભાવથી શ્રી મલ્લ નામના શ્રેષ્ઠિવર્ષે અર્ધલક્ષદ્રવ્ય અર્થાત્ પચાસ હજાર (૫૦૦00) દ્રવ્ય આપ્યું. તે દ્રવ્યથી પરમ પૂજ્યપાદ આચાર્ય પ્રવરશ્રીએ શ્રી જિનેન્દ્રપ્રસાદ આદિ કરાવ્યા હતા.
પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ આદિ તારક ગુરુવર્યોના પવિત્ર સંયમબળથી આકર્ષાઈને અનેક રાજા, મહારાજાઓ, યવનબાદશાહો અને શાહ સોદાગર શ્રેષ્ઠિવર્યોએ પ.પૂ. ગુરુવર્યોના પવિત્ર ચરણોમાં લાખ્ખો ક્રોડો સુવર્ણમુદ્રાઓ ધરીને અંગૂઠે વાસચૂર્ણથી ગુરુ પૂજન કરેલ. તે સર્વસ્વ સુવર્ણમુદ્રાદિ દ્રવ્ય પૂ. સાધુ-સાધ્વીના વૈયાવચ્ચ ખાતામાં કે સાધારણ ખાતામાં ન અપાવતાં સર્વે ગુરુવર્યોએ તે ગુરુપૂજનનું સર્વસ્વદ્રવ્ય જીર્ણ જિનાલયોના જીર્ણોદ્ધારમાં અને નૂતન જિનાલયોના નિર્માણમાં સુવિનિયોગ કરવા માટે સુશ્રાવકોએ સંભળાવેલ.
Page #490
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૮
૪૩૫
પ.પૂ. ગુરુવર્યોની અને સુવિહિત આચરણા પ્રમાણે અમારા સમુદાયના પ.પૂ. ગુરુવર્યોશ્રી પણ દેવદ્રવ્ય ખાતે લેવરાવે છે. તે સુવિહિત આચરણા પ્રમાણે હું પણ દેવદ્રવ્ય ખાતે જ જમે લેવરાવું છું.
વર્તમાનમાં કેટલાંક ગુરુવર્યો પૂ. સાધુ-સાધ્વીના વૈયાવચ્ચ ખાતે લેવા જણાવે છે તે ઉચિત કે અનુચિત છે. તે અંગે કોઈ પણ ચર્ચા સમીક્ષા કર્યા વિના હું નિમ્નસ્તરીય ધર્મક્ષેત્રનું દ્રવ્ય ઉચ્ચસ્તરીય ધર્મક્ષેત્રમાં સુવિનિયોગ થઈ શકે. એવી જિનાજ્ઞા હોવાથી અને જેમનું લાખો ક્રોડો સુવર્ણમુદ્રાથી ગુરુપૂજન કરેલ તે તારક પ.પૂ. ગુરુવર્યોએ પણ જિનાલયોના જીર્ણોદ્ધાર આદિમાં જ સુવિનિયોગ કરવા કરાવવા અર્થે જ શ્રી સંઘને અર્પણ કરાવેલ હોવાથી ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યરૂપે જ જમે લેવાની હું માન્યતા ધરાવું છું. એટલે ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય રૂપે લેવરાવવામાં મને દોષ લાગે તેમ નથી. પરંતુ ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ છે. એવું સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનમાં હોય, તો મોરારજી મીલની ચાદર ઓઢીને પોક મૂકવાનો વારો કોને આવશે? તેનો નિર્ણય ગુરુપૂજનનું દ્રવ્ય પૂ. સાધુ-સાધ્વીના વૈયાવચ્ચ ખાતે લેવાની પ્રરૂપણા કરનાર પક્ષકારોએ સ્વયં કરી લેવો પરમ હિતાવહ લેખાશે.
Page #491
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૯ પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની
“સ્વપ્નદ્રવ્ય” અંગે માન્યતા.
(“સ્વપ્ન દ્રવ્ય અંગે માર્મિક બોધ” પુસ્તકમાંથી પૃ. ૯૧-૯૪ સાભાર)
સ્વપ્ન દ્રવ્ય પારણાનું દ્રવ્ય દેવદ્રવ્ય જ છે. આ વાત સમજવા માટે કલ્યાણકોને સમજવા જરૂરી છે. ચોર્યાશી લાખ જીવાયોનિમાં મનુષ્ય અને તે પણ કર્મભૂમિના મનુષ્યો પૈકી શ્રી તીર્થકર હોય છે.
શ્રી જિનશાસનમાં શ્રી તીર્થંકરદેવની ભક્તિ એટલી બધી નિકાચિત હોય છે, કે તેમનાં જ પાંચે પ્રસંગોએ (શ્રી ચ્યવન, જન્મ-દિક્ષા-કેવળ-મોક્ષ) ચૌદ રક્યુલોકનાં દરેક જીવોને એકી સાથે શાતા ઉપજે છે. તદ્ભવે મોક્ષે જનાર અન્ય ચૌદ લિંગના જીવોના તથા શ્રી ગણધર ભગવંત પ્રમુખનાં પ્રસંગોએ આ પાંચે કલ્યાણકોમાંથી એક પણ કલ્યાણક થતું નથી. માટે પંદર લિંગ પૈકી શ્રી તીર્થંકર એક જલિંગ એવું છે, કે જેના મહામંગળકારી પાંચ કલ્યાણકો એકજભવમાં થાય છે અને તે મહામંગળકારી શુભ પ્રસંગે ચૌદ રજજુલોકનાં સર્વે જીવોને સાતા ઉપજે છે. એ કલ્યાણકોની મહત્તાને આભારી છે.
ચોર્યાશી લાખ જીવયોનિમાં એક જ શ્રી તીર્થંકર પરમાત્માના શ્રી અવન સમયે જ શ્રી તીર્થંકરના માતાજી ચૌદ મહાસ્વપ્નો જુવે છે. બીજા પુરુષો એટલે ચક્રવર્તિ આદિની માતા આ ચૌદ સ્વપ્નો જુએ છે, પણ ઝાંખા જૂવે છે. તદ્દભવે મોક્ષે જનાર અન્ય ચૌદ લિંગોના જીવોની માતાઓ સ્વપ્નો જોતી નથી.
કલ્યાણકો પાંચ જ છે. ચારે નહિ અને છ એ નહિ. ચ્યવન કલ્યાણકને શ્રી જિનશાસનમાં મતાજાર વિના કલ્યાણકજ કહ્યું છે.
તો શ્રી ચ્યવન કલ્યાણક સૂચિત સ્વપ્ન નિમિત્તે થનાર બોલીની રકમ શ્રી તીર્થકર ભગવંત નિમિત્તે જ છે, એટલે તે દ્રવ્ય (રકમ) દેવદ્રવ્ય જ છે.
શ્રી પંચતીર્થજીમાં શ્રી જિનેશ્વરદેવનાં પાંચ પ્રતિમાજી મહારાજ હોય છે.
Page #492
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧૯
૪૩૭
તથા શ્રી ઇન્દ્રમહારાજ, શ્રી શાસનદેવી, દ્વારપાળ આદિ દેવોની મૂર્તિ પણ હોય છે, પરંતુ કહેવાય શું ? શ્રી તીર્થંકર દેવના પ્રતિમાજી, એટલે તે નિમિત્તનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય. નહિ કે શ્રી ઇન્દ્રમહારાજનું કે દેવદેવીઓનું.
દરેક સ્થળે જઈએ ત્યારે પ્રથમ નાયક-મુખ્ય માણસને પુષ્ટ કરવા પડે. તે હોય તો, હજૂરિયા તૈયાર થાય.
તેવી રીતે જ્યારે આપની પાસે ધન હોય, ત્યારે વિશિષ્ટ નાયક શ્રી તીર્થંકર દેવોનાં જિનાલયોને જ પુષ્ટ કરવા પડે.
શક્ય છે, કે શ્રી ભારતવર્ષના અમુક શ્રી જિનાલયોમાં દેવદ્રવ્યનો વધારો હશે, પરંતુ શ્રી ભારતવર્ષનાં જ સમસ્ત જિનચૈત્યો લઈએ, તો તે સમસ્ત શ્રી ચૈત્યોને- જિનાલયોને વ્યવસ્થિત રાખવા પૂરતું પણ દ્રવ્ય શ્રી જિનચૈત્યો પાસે નથી જ.
જ્યારે પુણ્યાનુબન્ધિપુણ્યનું જ કાર્ય જ કરવું છે. તો પછી સર્વોત્તમ વિશિષ્ટમાં વિશિષ્ટ પુણ્યાનુબન્ધિપુણ્યનું કાર્ય કેમ ના કરીએ? એ રીતે સ્હેજે મન લલચાય છે અને એ અસ્થાને ન જ ગણાય. પૂર્ણિમાના ચંદ્રદર્શને સમુદ્રના મોજા (વેલા) ખૂબ ખૂબ ઉછળે છે. તદ્વત્ પુણ્યાશાળી ભવ્યાત્માની ભાવના સદાયે એવી જ હોય છે, પુણ્યાનુબંધિપુણ્યકાર્યને જ સાકાર બનાવવારૂપ શ્રી જિનમંદિરજી નિર્માણ કરવા, કરાવવા માટે જ અમારું ધન છે. એટલે જ શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનમંદિરજી નિર્માણમાં ધનનો સદ્વ્યય થાય એ જ પરમ હિતાવહ છે.
વ્યવહારબુદ્ધિથી વિચારીએ તો એક રૂપિયા જેવી નહિવત્ રકમનું ફળ પણ અધિકાધિક મેળવવા જ મન લલચાય, તો પછી સેંકડો હજારો રૂપિયા જેવી માતબર રકમ વાપરીને લાભ લેવાના પુણ્ય પ્રસંગે અતિવિશિષ્ટ ફળદાયી દેવદ્રવ્યની વૃદ્ધિમાં જ વાપરવા મન થાય એ સ્વાભાવિક જ છે. x x x x x x
××××× × પૂજ્ય સકળ શ્રી જૈન સંઘ પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વની મહામંગળ આરાધનાના શુભ પ્રસંગે અને ભાદરવા શુદિ ૧ને દિને પ૨મતારક, ચરમ તીર્થપતિ દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામીજીના જન્મવાંચનના સમયે મોટાભાગે
Page #493
--------------------------------------------------------------------------
________________
४३८
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (પૂજ્ય સકળ શ્રી જૈન સંઘ) ઉપસ્થિત થાય છે. ત્યારે સૌથી મોટું કાર્યરૂપદેવદ્રવ્યના ઉકેલ માટે જ વાતો થાય અને તે જ ધનની ઉપજ કરવાની હોય.
શ્રી તીર્થકર દેવ “શ્રી અવનથી જ ત્રણશાન સહિત અને જન્મથી જ ચાર અતિશયોથી યુક્ત હોય છે. માટે શ્રી ચ્યવનકલ્યાણક સમયના સ્વપ્ના તથા ઘોડીયા પારણાનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય.
શ્રી ભારતવર્ષનો પૂજય સકળ શ્રી જૈન સંઘ ભાદરવા શુદિ ૧ ના શુભ દિને સ્વ સ્થાનમાં ઉપાશ્રયોમાં ઉપસ્થિત થાય છે. પરસ્પર સૌ સાથે સંબંધ બાંધે છે. તો ઉત્કૃષ્ટો જ સંબંધ બાંધવો, તે હિસાબે પણ સ્વપ્ન, ઘોડીયા પારણાની ઉપજ દેવદ્રવ્ય જ છે.
Page #494
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨૦ પૂજ્યપાદ સાગરજી મહારાજ શું કહે છે?
(નોંધ : ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં લેખકશ્રીએ પૂ. સાગરજી મહારાજના નામને પોતાની સ્વકપોલકલ્પિત “કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં આગળ કર્યું છે. પરંતુ દુરુપયોગ કરવાનું વહેલી તકે બંધ કરે. સંમેલનસમર્થિત કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા પૂ. સાગરજી મહારાજને માન્ય હતી જ નહિઃ તેઓશ્રીના નામનો દુરુપયોગ કરનારા સંમેલન-સૂત્રધારોએ લોકોને ગેરમાર્ગે દોરવાનું અનુચિત કામ કર્યું છે. અહીં પૂ.સાગરજી મ.ની માન્યતા નીચે આપવામાં આવે છે.) (A) સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ?
પ્રશ્નઃ સ્વપ્નાની ઉપજ ને તેનું ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે, તો તેમાં ફેરફાર કેમ ન થઈ શકે?
સમાધાનઃ અહંત પરમાત્માની માતાએ સ્વપ્નાં દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણકો પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરી છે. ચૌદ સ્વપ્નનું દર્શન પણ અહંદુ ભગવાન કુખે આવે ત્યારે જ તેઓની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ તે ત્રણે કલ્યાણકોમાં થાય છે. માટે ધર્મિષ્ઠોને ભગવાન ગર્ભાવસ્થાથી ગણવાના છે.
– સિદ્ધચક્ર પુ. ૧, અંક ૧૧, પેજ: ૨૫૮)
(B) સ્વપ્નોની બોલીની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાનું કારણ
અભિષેક કરવામાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, કેટલાક દેવદ્રવ્યને તફડાવી સ્વપ્નાની બોલીની ઘીની ઉપજ, તેના પૈસા છાપાછૂપી વગેરેના પરચૂરણ
Page #495
--------------------------------------------------------------------------
________________
४४०
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ખર્ચમાં લઈ જવા માટે તે દેવદ્રવ્ય નથી અને તેથી તે દેવદ્રવ્યમાં નહિ લઈ જતા બીજે લઈ જવા, એવો બકવાદ ચલાવે છે. તેને અંગે શાસ્ત્રાનુસાર શ્રદ્ધાવાળાઓ તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જો ચૌદ સ્વપ્નો વગેરેનું ઘી બોલાય છે, તે પ્રથમ તો તીર્થંકરપણાની સ્થિતિનું અનુકરણ છે અને તે ગજવૃષભાદિ સ્વપ્નો ભગવાન તીર્થંકરની માતાને આવેલા છે...સ્વપ્નાની બોલીની પ્રવૃત્તિ મુખ્યતાએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે જ છે. ઐન્દ્રી આદિ માળાનો પ્રસંગ નિયમિત ન હોવાને લીધે, તેને સ્થાને તે કરેલી જણાય છે. કેમકે, પર્યુષણાના અણતિકા વ્યાખ્યાનમાં પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, દેવદ્રવ્યની વૃદ્ધિને માટે એન્ટ્રી આદિ માળાની પ્રવૃત્તિ બંધ થઈ ત્યારે આ સ્વપ્નાદિની બોલીની પ્રવૃત્તિ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રવર્તેલી છે. કેમકે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ તો જિનેશ્વર મહારાજના ઉપાસકોનું પરમ કર્તવ્ય જ છે.
(– આગમ જ્યોત, વર્ષ ૪, પેજ પ૧.)
_
(C) “xxx ખુદ હરિભદ્રસૂરિજી સંબોધ પ્રકરણ મેં ફરમાતે હૈ કિ આદાન (આવક) આદિ સે આયા હુઆ દ્રવ્ય જિનેશ્વર મહારાજ કે શરીરમેં હી લગાના ઔર અક્ષત, ફલ, વળી, વસ્ત્રાદિક કા દ્રવ્ય જિનમંદિર કે લિયે લગાના ઔર ઋદ્ધિ યુક્ત સે સમ્મત (અન્દશ વાલે) શ્રાવકોને યા અપને જિન ભક્તિ નિમિત્ત જો દ્રવ્ય આચરિત હૈ વહ મન્દિર મૂર્તિ દોનો મેં લગાના ઇસ લેખ સે સમઝના ચાહિયે કિ જિનેશ્વર મહારાજ કી ભક્તિ કે નિમિત્ત હોતી હુઈ બોલી કા દ્રવ્ય દૂસરે કિસી મેં ભી નહીં લગ સકતા હૈ”
(પૂ.સાગરજી મ. લિખિત “દેવદ્રવ્ય યાને ચૈત્યદ્રવ્ય” પુસ્તક, પૃ. ૩૩)
(નોંધઃ આ પુસ્તકમાં તેઓશ્રીએ દેવદ્રવ્ય અંગેની પોતાની માન્યતાને શાસ્ત્રપાઠોના આધારે સ્પષ્ટ કરી છે.)
ટિપ્પણીઃ- (૧) પૂ. સાગરજી મહારાજ અને એમના સમુદાયની “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય” આવી માન્યતા ઉપરના તેમજ બીજા અનેક લખાણોથી દીવા જેવી સ્પષ્ટ જોવા મળે છે. પૂ. સાગરજી મહારાજે વીર શાસનના ૧૯૨૭ના અંકોમાં દેવદ્રવ્ય અંગે અનેક લેખો લખીને સુંદર
Page #496
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨૦
૪૪૧ માર્ગદર્શન કરાવ્યું છે. આટલું બધું વિસ્તારથી લખવાનો આશય એ જ છે કે, જે પૂ. સાગરજી મહારાજ સ્વપ્નદ્રવ્યની ઉપજને આ રીતે દેવદ્રવ્ય જ માનતા હતા, તો પછી પૂજા-આરતી-પંચકલ્યાણક આદિના ચડાવાની ઉપજને તો દેવદ્રવ્ય માનતા જ હોય, એમાં કોઈ સવાલને અવકાશ રહે છે ખરો? આ કારણે સંમેલને સુરત-આગમમંદિરનો ઠરાવ કલ્પિતદ્રવ્યની પોતાની મનઘડંત વ્યાખ્યાના સમર્થનમાં મૂકવા દ્વારા પૂ. સાગરજી મહારાજના નામને વટાવી ખાવાનો જે અક્ષમ્ય-અપરાધ કર્યો છે. એનાથી સકળસંઘને સાવધ રહેવાનો નમ્ર અનુરોધ છે.
(૨) પૂ.સાગરજી મહારાજ તો “કલ્પિત દેવદ્રવ્યની એ જ વ્યાખ્યા માનતા હતા, જે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “સંબોધપ્રકરણમાં કરી છે કે, મંદિર બંધાવનાર અથવા બીજા કોઈએ પૂજા વગેરે વ્યવસ્થા બરાબર થઈ શકે, એ માટે જે કંઈદ્રવ્ય આપ્યું હોય. એ કલ્પિત દેવદ્રવ્ય ગણાય અને આ દ્રવ્ય મંદિર સંબંધી બધા કાર્યોમાં વાપરી શકાય, આમાં બોલી-ચડાવા આદિનાદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ગણવાની કોઈ જ વાત નથી. પછી પૂ. સાગરજી મહારાજની આવી માન્યતા હોય, એ સંભવિત જ નથી. આ વાતની પુષ્ટિમાં થોડાક નીચેના પ્રમાણો અસ્થાને નહિ ગણાય.
(૩) ૧૯૭૬ની સાલમાં ખંભાત મુકામે મુનિસંમેલન યોજાયું હતું. એમાં અનેક ગ્રંથોની સાથે સંબોધ-પ્રકરણના આધારે દેવદ્રવ્ય-વિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાં સ્પષ્ટ લખ્યું હતું કે, બોલી આદિનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય અને એ જિનમૂર્તિ-જિનમંદિર સિવાય બીજે વપરાય નહિ. આ નિર્ણયોની નીચે પૂ. સાગરજી મહારાજની પણ સહી આજે જોવી હોય, તો શાસનકંટકોદ્ધારક શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજનું શ્રી નરેન્દ્રસાગરસૂરિ મહારાજે લખેલું જીવનચરિત્ર જોઈ લેવું. એમાં ઠેરઠેર શાસનકંટકોદ્ધારકશ્રીએ સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્યમાં લઈ જવાના કરાવેલા ઠરાવોની નોંધ પણ છે તેમજ દેવદ્રવ્યની રક્ષા અંગે લખાયેલા સપ્રમાણ લેખો પણ મોટા પ્રમાણમાં છે.
(૪) આ પછી ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસંમેલન મળ્યું. એમાં પણ સ્વપ્ન વગેરેની બોલી દેવદ્રવ્ય જ ગણાય, ઈત્યાદિ ઠરાવો થયા. એમાં પણ પૂ.
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૪૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સાગરજી મહારાજની સહી છે.
(૫) આ પછી ૨૦૦૭માં પાલિતાણામાં ૧૯૯૦ના સંમેલનાનુસારી નિર્ણયો લેવાયા. આમાં સાગરસમુદાયના શ્રી ચન્દ્રસાગર સૂ.મ.ની સહી છે. ૨૦૧૪માં પણ આવું સંમેલન થતાં એમાં પૂ. સાગરજી મ.ના સમુદાય વતી સહી મળી હતી. આ બધી વિગતો ધર્મ દ્રવ્ય વ્યવસ્થા’ નામની નાનકડી બુકમાં જોઈ શકાય છે. આનું પ્રકાશન પૂ. તપસ્વી શ્રી ધર્મસાગરજી ગણિવર દ્વારા ઇન્દોરની પિપલી બજાર જૈન પેઢી દ્વારા થવા પામ્યું છે.
(૬) આગમ મંદિરનું નિર્માણ થઈ ચૂકયા બાદ ઉપરના બે સંમેલનો મળ્યા હતા. જો કલ્પિત દ્રવ્યની જેવી વ્યાખ્યા આ છેલ્લા સંમેલને પૂ. સાગરજી મહારાજ પર ઠોકી બેસાડી, એવી જ વ્યાખ્યા પૂ. સાગરજી મહારાજને માન્ય હોત તો આ બે સંમેલનોની એમના સમુદાયની સહી મળી જ ન હોત. એથી નક્કી થાય છે કે પૂ. સાગરજી મહારાજને આ નવી વ્યાખ્યા માન્ય ન હતી. જો માન્ય હોત તો એ વખતના ‘સિદ્ધચક્ર’ આદિમાં કે કોઈ પુસ્તકોમાં પૂ. સાગરજી મ. દ્વારા એનો ઉલ્લેખ થવા પામ્યો હોત. માત્ર આગમ મંદિરના ઠરાવ સિવાય કોઈ ઠેકાણે પૂ. સાગરજી મહારાજ દ્વારા ‘કલ્પિત દ્રવ્ય’નો ઉલ્લેખ જોવા મળતો નથી. આગમ મંદિરના બંધારણમાં જે શબ્દો મૂકાયા છે, એ શાંતિથી વાંચવા જેવા છે. ત્યાં લખ્યું છે કે,
“ચરિત એટલે કલ્પિત દ્રવ્ય : આની અંદર જિનેશ્વરની ભક્તિ માટે શ્રીમંતોએ અગર અન્ય કોઈએ માલ યા દ્રવ્ય આપેલું હોય અથવા બોલીથી યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરેલું હોય, એનો સમાવેશ થાય છે અને તેમાંથી દેરાસરના બાંધકામ, માણસોના પગાર, પૂજાનો સામાન, જીર્ણોદ્વાર, દેરાસરનો તમામ વહીવટી ખરચ (ટેક્ષીસ વગેરે સાથે) કરી શકાય છે.”
આ ઠરાવમાં ઊંડાણથી જોવા જેવી ચીજ એ છે કે, આમાં સ્વપ્ન-પૂજા આદિથી બોલીનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો જ નથી. માટે ‘બોલી’ શબ્દથી એવી કોઈ બોલીઓ સમજવી જોઈએ, કે જેનું દ્રવ્ય આ રીતે વાપરી શકાય. પણ સ્વપ્ન
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૪૩
પરિશિષ્ટ-૨૦ આદિની બોલીઓ ન જ લેવી જોઈએ. કેમ કે, સ્વપ્ન આદિની બોલીને દેવદ્રવ્ય જ ગણવાની માન્યતા ઉપરના મુદ્દાઓથી સ્પષ્ટ થઈ જ જાય છે.
(૭) જો પૂ. સાગરજી મહારાજ સ્વપ્ન આદિની બોલી દહેરાસર સાધારણમાં જઈ શકે તેવું માનતા હોત તો તેઓ શ્રીમદ્દી આજ્ઞાને અનુસરનાર સુરતગોપીપુરાના વાડી જૈન ઉપાશ્રયના સંઘ-ટ્રસ્ટના વહીવટમાં આવેલ અનંતનાથજી જૈન દહેરાસરમાં સાધારણખાતાનો તોટો પણ નહોતી અને તે મંદિરમાં (લગભગ વિ.સં. ૨૦૫૦ની સાલમાં) બોર્ડ પણ ન મૂકવું પડ્યું હોત કે અત્રે દહેરાસરજીમાં સાધારણખાતામાં તોટો હોવાથી દરેક ભાગ્યશાળીઓ સાધારણમાં રકમ ઉદારતાથી લખાવે. (અહીંયાદ રહે કે, સુરતમાં એ ઉપાશ્રયમાં સુપનાઆદિની ઉપજ રેકોર્ડરૂપ હોય છે.)
Page #499
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨૧ પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. અને પૂ. ધર્મસાગરજી ગણિવર (પૂ. અભયસાગરજી મ.સા.ના ગુરુદેવ)ની ગુરુદ્રવ્ય અંગેની માન્યતા
શ્રી દ્રવ્યસપ્તતિકાના પાઠોને પ્રમાણ ગણીને પૂ.આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી સ્થાપિત “શ્રી સીમંધરસ્વામી જિનમંદિર ખાતુંમહેસાણા આ સંસ્થા દ્વારા વિ.સં. ૨૦૧૭માં પ્રકાશિત “સ્વપ્ન દ્રવ્ય વિચાર નામની પુસ્તિકામાં ‘ગુરુદ્રવ્ય” વિભાગમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે.
““ગુરુદ્રવ્ય” પાંચ મહાવ્રતધારી, સંયમી, ત્યાગી, મહાપુરુષોની સામે ગહુલી કરી હોય કે, ગુરુની નાણાથી પૂજા, ગુરુપૂજાની બોલીના પૈસા જીર્ણોદ્ધારમાં ખર્ચવા જોઈએ, એવું દ્રવ્ય સપ્તતિકામાં સ્પષ્ટ જણાવ્યું છે. દેવદ્રવ્ય, જીર્ણોદ્ધાર ખાતામાં આ પૈસા જાય તે સંગત છે.”
શ્રી જૈન શ્વેતાંબર સંઘની પેઢી, પિપલી બજાર, ઇન્દોર સીટી તરફથી વિ.સં. ૨૦૨૨માં “ધર્મદ્રવ્ય વ્યવસ્થા” નામનું પુસ્તક પ્રકાશિત થયેલ છે. જેના સંપાદક:- સ્વ. પૂ. આચાર્ય શ્રી ચન્દ્રસાગરજી મ.સા.ના શિષ્યરત્ન તપસ્વી શ્રી ધર્મસાગરજી ગણિ છે. તેમાં “ગુરુદ્રવ્ય” વિભાગમાં ગુરુપૂજનના પૈસા તથા ગુરુપૂજનની બોલીના પૈસા દેવદ્રવ્ય જીર્ણોદ્ધાર ખાતામાં જાય તે સંગત (યોગ્ય) છે તેમ જણાવેલ છે.
ટિપ્પણીઃ પૂર્વોક્ત માન્યતા સુવિહિત પરંપરાની ગવાહી પૂરે છે. સંમેલનના ગુરુદ્રવ્ય અંગેના ઠરાવને અસત્ય જાહેર કરે છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨૨ : સેનપ્રશ્નનું દેવદ્રવ્યાદિ અંગે માર્ગદર્શન
(A) तथा-आचार्योपाध्यायप्रज्ञांशपादुका जिनगृहे मण्डितास्सन्ति, जिनप्रतिमापूजार्थमानीतश्रीखंडकेशरपुष्पादिभ्यस्तासामर्चनं क्रियते नवा इति प्रश्नोऽत्रोत्तरंमुख्यवृत्त्योपाध्यायप्रज्ञांशपादुकाकरणविधिः परम्परया ज्ञातो नास्ति, सर्वत्र प्राप्ताचार्यस्य पादुकाकरणविधिस्त्वस्ति, ततो जिनपूजार्थश्रीखंडादिभिस्तत्पादुका न पूज्यते, देवद्रव्यत्वात् तथा श्रीखण्डादिकं साधारणं भवति, तेनापि प्रतिमां पूजयित्वा पादूका पूज्यते, परं पादुकामर्चयित्वा प्रतिमा नाय॑ते, રેવાાતિનામયાવિતિ રૂ-શરૂમા
અર્થ પ્રશ્ન : આચાર્ય, ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા દેરાસરમાં પધરાવેલા હોય છે, તેની જિનપૂજા માટેના ચંદન, કેસર અને ફૂલો વગેરેથી પૂજા કરી શકાય? કે નહિ?
ઉત્તર : મુખ્ય વિધિએ ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા કરવાની રીત પરંપરાએ જાણેલ નથી, પણ સ્વર્ગવાસી થયેલ આચાર્યના પગલા કરવાની રીત છે. તેથી જિનપૂજા માટે લાવેલ ચંદન વગેરેથી તેમના પગલાની પૂજા થાય નહિ. કેમ કે, તે દેવદ્રવ્ય છે અને જો ચંદન વગેરે સાધારણ દ્રવ્યનું હોય, તો તેનાથી પ્રભુપ્રતિમાની પૂજા કર્યા પછી પગલાની પૂજા કરવી જોઈએ. પરંતુ પહેલાં પગલાની અને પછી પ્રભુપ્રતિમાની, તે દ્રવ્યથી પૂજા કરવામાં આવે, તો પ્રભુની આશાતના થાય છે. માટે તેમ ન કરવું. ૩-૧૩૦
ટિપ્પણી:- (૧) એક સ્થળે સેનપ્રશ્નના પૂર્વોક્ત પ્રશ્નોત્તરના નામે દેવદ્રવ્યથી કેશર-સુખડ-ફુલ વગેરે લાવી શકાય એવું વિધાન કર્યું છે અને સેનપ્રશ્નના રચનાકાળે કેશરાદિ દેવદ્રવ્યમાંથી મુખ્યમાર્ગે લવાતા હશે- એવું વિધાન કર્યું છે. તે ઉચિત નથી. લોકોને ગેરમાર્ગે દોરનારું છે.
(૨) પૂર્વોક્ત પ્રશ્નના ઉત્તરમાં જે “દેવદ્રવ્ય છે એ વાતને પકડીને પૂર્વોક્ત વિધાનો થયા છે. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે, માત્ર જિનપૂજાના સંકલ્પથી અલગ કાઢેલું દ્રવ્ય પણ સંકલ્પિત દેવદ્રવ્ય બને છે. તે પૂર્વે જોયેલ છે. આમ તો તે દ્રવ્ય શ્રાવકનું પોતાનું જ છે. પરંતુ દેવપૂજાનો સંકલ્પ હોવાથી
Page #501
--------------------------------------------------------------------------
________________
४४६
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા દેવદ્રવ્ય કહેવાયું છે. તેનો ઉપયોગ હવે દેવપૂજા સિવાય બીજે ક્યાંયે ન થાય. તેથી પૂર્વોક્ત પ્રશ્નના ઉત્તરમાં આવા કેશરાદિથી ગુરુના પગલાંની પૂજા કરવાની ના પાડી છે.
પરંતુ કેસરાદિ માટે એકમાત્ર જિનપૂજાનો જ સંકલ્પ ન હોય, તો તે સંકલ્પિ દેવદ્રવ્ય બનતું નથી. પણ તેને સાધારણ દ્રવ્ય કહેવાય છે. તેનાથી જિનપૂજા પણ થઈ શકે અને ગુરુના પગલાંની પૂજા પણ થઈ શકે. પરંતુ દેવની આશાતના ન થાય તે માટે પહેલાં જિનની અને પછી ગુરુના પગલાંની પૂજા કરવાનું કહ્યું છે.
આ વાત ઉદાહરણથી સમજીએ. દેરાસરના બટવામાં મૂકેલા ચોખા માટે સંકલ્પ હોય કે, આ ચોખા માત્ર જિનેશ્વર પરમાત્મા આગળ ધરીશ, તો તે ચોખા દ્રવ્ય સંકલ્પિત દેવદ્રવ્ય બને છે અને તેથી તેનો ઉપયોગ દેવપૂજામાં જ થાય. પરંતુ માત્ર જિનપૂજાનો જ સંકલ્પ ન હોય અને ધર્મ સંબંધી શુભ કાર્યોમાં વાપરવા બટવામાં ચોખા મૂકયા હોય, તો તે બટવામાં રહેલા ચોખા જિનપૂજામાં પણ ઉપયોગી બને, ગુરુ આગળ ગફૂલી કરવામાં પણ ઉપયોગી બને છે અને શ્રાવકના બહુમાન વખતે કંકુના તિલક ઉપર ચોંટાડવામાં પણ ઉપયોગ કરી શકાય છે.
પૂર્વોક્ત સ્પષ્ટતાથી વાચકો સત્યને સમજી શકશે અને તે પક્ષના અપપ્રચારને પણ ઓળખી શકશે. તદુપરાંત, સેનપ્રશ્નનો આગળ જણાવેલ (H) નંબરનો પ્રશ્નોત્તર જોવાથી પણ બધી ભેદરેખાઓ સ્પષ્ટ થઈ જશે.
(B) तथा-द्रव्यलिङ्गिनो द्रव्यं जिनप्रसादे प्रतिमायां च जीवदयायां वा ज्ञानकोशे वा कुत्र कुत्र व्यापार्यते इति प्रश्नोऽत्रोत्तरं-द्रव्यलिङ्गिनो द्रव्यं जिनानां प्रासादे प्रतिमायां च नोपयोगि, जीवदयायां ज्ञानकोशे चोपयोगीति જ્ઞાતિમતિ રૂ-૨૬રા
પ્રશ્ન : દ્રવ્યલિંગીનું દ્રવ્ય દેરાસરમાં, પ્રતિમામાં, જીવદયામાં કે જ્ઞાનભંડારમાં કયાં ક્યાં વપરાય?
ઉત્તર : દ્રવ્યલિંગીનું દ્રવ્ય દેરાસરમાં અને પ્રતિમામાં વાપરવું યોગ્ય નથી, પણ જીવદયામાં અને (જ્ઞાનસંબંધી પુસ્તકાદિ) જ્ઞાનકોશમાં ઉપયોગી થાય, એમ
Page #502
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨૨
४४७
જાણેલ છે. ૩-૧૯૩ll
(C) પ્રશ્નઃ ગાય વગેરે જીવને છોડાવવાને માટે દ્રવ્યલિંગીનું દ્રવ્ય કામ આવી શકે? નહિ?
ઉત્તરઃ જ્ઞાન વગેરે સંબંધી તે દ્રવ્ય ન હોય, તો કામ આવી શકે છે. નિષેધ જાણવામાં નથી. //૩-૮૧૭થી
(D) પ્રશ્ન ઃ કોઈ માણસે પોતાનું ઘર પણ જિનાલયને અર્પણ કરેલ હોય, તેમાં કોઈ પણ શ્રાવક ભાડું આપીને રહી શકે? કે નહિ?
ઉત્તરઃ જોકે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી. કેમકે-દેવદ્રવ્યના ભોગ વગેરેમાં નિઃશૂકતાનો પ્રસંગ થઈ જાય. N૩-૭૬પા
(E) પ્રશ્નઃ શ્રાવકો દેવદ્રવ્ય વ્યાજે ગ્રહણ કરે? કે નહિ? ઉત્તરઃ મહાન કારણ સિવાય દેવદ્રવ્ય વ્યાજે લે નહિ. ૩-૮૪૧ પ્રશ્નઃ દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય? કે નહિ?
ઉત્તર ઃ દેરાસરના સાચવનારથી દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય નહિ. ૩-૮૪રા
() પ્રશ્નઃ જ્ઞાનદ્રવ્ય અને જીવદયા દ્રવ્ય-દેરાસરના કાર્યમાં વપરાય છે નહિ?
ઉત્તર : જ્ઞાનદ્રવ્ય દેરાસરના કાર્યમાં કામ લાગે, તેવા અક્ષરો ઉપદેશચિંતામણિમાં છે અને જીવદયા દ્રવ્ય તો મહાન કારણ સિવાય દેરાસરમાં વાપરી શકાય નહિ. ૩-૮૪૩
પ્રશ્નઃ સાત ક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્ર દ્રવ્યનો વ્યય શ્રાવકોએ સાધુસાધ્વી બાબતના કયા ઠેકાણે કરવો જોઈએ?
ઉત્તર : સાત ક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્રદ્રવ્યનો ખર્ચ સાધુ-સાધ્વીને આપદામાંથી બચાવવામાં, તથા ઔષધ કરાવવામાં, તથા માર્ગમાં સહાય કરવી વગેરે બાબતોમાં શ્રાવકોએ કરવો જોઈએ. ૩-૭૨ના
(G) तथा-देवद्रव्यस्य वृद्धिकृते श्राद्धैस्तत्स्वयं व्याजेन गृह्यते न वा इति, तद्ग्राहकाणां दूषणं किं वा भूषणमिति प्रश्नोऽत्रोत्तरं-श्राद्धानां देवद्रव्यस्य व्याजेन ग्रहणं न युज्यते, निःशूकताप्रसङ्गात्, नतु वाणिज्यादौ
Page #503
--------------------------------------------------------------------------
________________
४४८
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા व्यापारणीयं स्वल्पस्यापि देवद्रव्यभोगस्य सङ्काशसम्बन्धादिष्वतीवायतौ दुष्टविपाकजनकतया दर्शितत्वादिति ॥३-३७४॥
પ્રશ્નઃ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે શ્રાવકોથી તે દ્રવ્ય વ્યાજે રખાય? કે નહિ? અને રાખનારાઓને તે દૂષણરૂપ થાય? કે ભૂષણરૂપ થાય?
ઉત્તર : શ્રાવકોએ દેવદ્રવ્ય વ્યાજે રાખવું યોગ્ય નથી, કેમ કે-નિઃશૂકપણું થઈ જાય, માટે વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહિ. “જો અલ્પપણ દેવદ્રવ્યનો ભોગ થઈ જાય તો સંકાશશ્રાવકની પેઠે ભવિષ્યકાલમાં અત્યંત દુષ્ટવિપાક આપે છે” એમ ગ્રંથમાં જોવામાં આવે છે. ll૩-૩૭૪ો
(H) પ્રશ્નઃ કોઈ ગૃહસ્થ ઘર દેરાસરમાં અરિહંત મહારાજનાં આભૂષણો કરાવ્યા, કાલાન્તરે તે ગૃહસ્થ ઘરકામ આવી પડવાથી તે વાપરી નાંખે, તો કહ્યું? કે નહિ?
ઉત્તરઃ જો દેવને માટે જ કરાવેલ આભૂષણો હોય તો વાપરી શકાય નહિ, પરંતુ સામાન્યથી કરાવ્યા હોય, તો વાપરવા કહ્યું છે, આ બાબતમાં પોતાનો જે અભિપ્રાય કરાવવા વખતે હોય, તે જ પ્રમાણ છે. ૩-૧૬ો.
4) પ્રશ્ન જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં કામ લાગે કે નહિ? જો દેવકાર્યમાં ઉપયોગ થતો હોય, તો દેવપૂજામાં ઉપયોગ થાય? કે પ્રાસાદ વગેરેમાં થાય?
ઉત્તર : “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય અને સાધારણ દ્રવ્ય સાતેય ક્ષેત્રમાં કામ આવે” એમ જૈન સિદ્ધાંત છે. આવું ઉપદેશ સપ્તતિકામાં છેલ્લા ભાગમાં કહ્યું છે. માટે તે અનુસારે જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં અને દેવપૂજામાં તથા દેરાસરના કાર્ય વગેરેમાં ઉપયોગી થાય છે. ર-૨૨ની
(0) પ્રશ્નઃદેવદ્રવ્યના અધિકારમાં “શ્રાવકોથી દેવદ્રવ્યની વૃદ્ધિ કેમ કરાય?” કેમકે, મવમવંતોના વંસતસંસારિક મraો-“જિનદ્રવ્યને ભક્ષણ કરનાર અનંત સંસારી થાય છે.” આ પ્રમાણે જાણતાં છતાં. બીજાને દેવદ્રવ્ય ધીરતા. તેઓની સંસારવૃદ્ધિમાં કારણ બને છે, વિષ કોઈને પણ વિકાર કર્યા વિના રહેતું નથી, પણ બધાને હાનિકર્તા થાય છે. અન્ય ગ્રંથમાં આલોયણના અધિકારમાં દેવદ્રવ્યભક્ષક ઉંદર વગેરેને પણ આપત્તિ બતાવી છે, માટે દેવદ્રવ્યની શી રીતિએ વૃદ્ધિ કરવી?
ઉત્તરઃ મુખ્યવૃત્તિએ દેવદ્રવ્યના વિનાશમાં જ શ્રાવકોને દોષ થાય છે, પણ
Page #504
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨૨
૪૪૯ કાળ પ્રમાણે ઉચિત વ્યાજ આપવા પૂર્વક લેવામાં આવે તો મહાન્ દોષ નથી અને અધિક વ્યાજ આપવામાં તો દોષનો અભાવ જણાય છે, પણ શ્રાવકોને તેનું સર્વથા વર્જન કરેલું છે, તે નિઃશૂકપણું ન થાય તેને માટે છે. વળી જિનશાસનમાં સાધુને પણ, દેવદ્રવ્યના વિનાશમાં દુર્લભબોધિપણું અને રક્ષણના ઉપદેશની ઉપેક્ષા કરવામાં આવે તો ભવભ્રમણ બતાવેલ છે. માટે સુજ્ઞ શ્રાવકોને પણ તેનો વ્યાપાર નકરવો, તે યુક્તિયુક્ત છે. કેમ કે, કોઈ વખત પણ પ્રમાદ વગેરેથી તેનો ઉપભોગ થવો ન જોઈએ. પણ સારા સ્થાનમાં મૂકવું, દરરોજ સંભાળ કરવી, મહાનિધાનની પેઠે સાચવી રાખવામાં કોઈ પણ દોષ લાગતો નથી, પરંતુ તીર્થકર નામકર્મના બંધનું કારણ થાય, તેથી લાભ જ થાય છે. જૈનેતરને તો તેનું જ્ઞાન નહિ હોવાથી, નિઃશૂકતા વગેરેનો અસંભવ છે તેથી, દાગીના ઉપર વ્યાજે આપવામાં દોષ નથી, તેમ હાલ વ્યવહાર ચાલે છે. ઉંદર વગેરેને તો ભક્ષણ કરવામાં દોષ જ છે. - ૨૯૨
પ્રશ્ન: માળા સંબંધી સોનું રૂપું કે સૂતર વગેરે દ્રવ્ય, તે દેવદ્રવ્ય ગણાય? કે જ્ઞાનદ્રવ્ય ગણાય? કે સાધારણ દ્રવ્ય ગણાય?
ઉત્તર: તે સર્વ દેવદ્રવ્ય ગણાય. આ પ્રકારે સંપ્રદાય છે. ૨-૧૬૮
પ્રશ્નઃ ૧૦૦ દોકડાના માળી પાસેથી પુષ્પો લઈ પ્રભુપ્રતિમાને ચઢાવ્યા, માળીને સો દોકડાના મૂલ્યમાં અનાજ વસ્ત્રો વગેરે આપ્યું, તે આપવામાં દસ દોડકાનો નફો કર્યો, તે દશ દોકડા દેવદ્રવ્ય ગણાય? કે માળીનું દ્રવ્ય ગણાય?
ઉત્તરઃ સો દોકડાના પુષ્પો લઈ ચઢાવ્યા, તેના બદલે ધાન્ય, વસ્ત્ર વગેરે માળીને આપ્યું, તેમાં કરકસર કરી જેટલા દોકડા નફો થાય, તે દેવદ્રવ્ય ગણાય છે, પણ માળીનું દ્રવ્ય ગણાતું નથી. કેમ કે, લોકમાં સો દોડકાના ફૂલો ચઢાવ્યાનો જશવાદ ગવાય છે. તેથી ન્યૂન ચઢાવવામાં દોષ લાગે છે. તેથી જે નફો મળ્યો હોય, તે દેવદ્રવ્યમાં નાંખી દે, તો દોષ લાગતો નથી..૪-૯૩૭થી.
Page #505
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી દ્વારા સંપાદિત-લેખિત-સંકલિત પુસ્તકો
૪ ૨
ર ા છે , એ છે ?
૧૨
પુસ્તકનું નામ / પ્રકાશનવર્ષ પડ્રદર્શન સમુચ્ચય ભાગ-૧-૨ (ગુજરાતી ભાવાનુવાદ) (વિ.સં.૨૦૧૧) ધર્મસંગ્રહ સારોદ્ધાર, શ્રમણધર્મ, ભાગ-૨ (વિ.સં. ૨૦૬૧) તિથિ અંગે સત્ય અને કુતર્કોની સમાલોચના (વિ.સં. ૨૦૬૧) તત્ત્વવિષયક પ્રશ્નોત્તરી (વિ.સં. ૨૦૬૨) યોગદષ્ટિથી જીવનદષ્ટિ બદલીયે (વિ.સં. ૨૦૬૨) ત્રિસ્તુતિક મત સમીક્ષા પ્રશ્નોત્તરી) (વિ.સં. ૨૦૬૪) ત્રિસ્તુતિક મત સમીક્ષા (પ્રશ્નોત્તરી) (વિ.સં. ૨૦૬૪) ચતુર્થસ્તુતિ નિર્ણય (સાનુવાદ) ભાગ ૧-૨ (વિ.સં. ૨૦૬૪) યોગપૂર્વસેવા (વિ.સં. ૨૦૬૪) શુદ્ધધર્મ (વિ.સં. ૨૦૬૫) અધ્યાત્મશુદ્ધિ (વિ.સં. ૨૦૬૬)
સમાધિ મૃત્યુ થકી સદ્ગતિ અને સદ્ગતિ થકી ભવમુક્તિ (વિ.સં. ૨૦૬૭) ૧૪-૧૫
પદ્દર્શન સમુન્વય, મા-૧-૨ (હિન્દી ભાવાનુવાદ) (વિ. સં. ૨૦૬૮) षड्दर्शनसूत्रसंग्रह एवं षड्दर्शनविषयककृतयः (वि.सं. २०६८) | આત્માની ત્રણ અવસ્થા (વિ.સં. ૨૦૬૮) જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો (વિ.સં. ૨૦૬૮) આત્માનો વિકાસક્રમ (વિ.સં. ૨૦૬૮) નવતત્ત્વસંગ્રહ (સાનુવાદ) (વિ.સં. ૨૦૬૯) જીવનલક્ષ્ય (વિ.સં. ૨૦૬૯) અધ્યાત્મનો અધિકારી (વિ.સં. ૨૦૭૦) ભાવના ભવનાશિની (વિ.સં. ૨૦૭૦)
સંઘપટ્ટક (વિ.સં. ૨૦૭૦). ૨૫-૨૭ શુદ્ધધર્મ-1 + II + II (વિ.સં. ૨૦૭૧) ૨૮ | સમ્યકત્વ શલ્યોદ્ધાર સાનુવાદ) (વિ.સં. ૨૦૭૧)
૧૩.
૧૬
નોંધઃ ૦ આ નિશાનીવાળા પુસ્તક ઉપલબ્ધ નથી.
Page #506
--------------------------------------------------------------------------
________________ जिण-पवयण-वृड्डिकरं, पभावगं णाण-दंसण-गुणाणं / भक्खंतो जिणदवं, अणंत संसारिओ होइ // 142 // નિપI-પવન-વિ૨, પમાવાં | T-વંસT-TTT તો નિ–રવું, તિસ્થયરત્ત ના નવા ૪રૂા. નિપ/-qવય-વુદ્ધિઃ૨, Tમાવાં -હંસT-TUTTvi | रक्खंतो जिण-दवं, परित्त संसारिओ होई // 144 // (શ્રાદ્ધદિનકૃત્ય) જૈનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન-ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારો આત્મા અનંત સંસારી થાય છે, જૈનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન-ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો આત્મા તીર્થકરપણાને પ્રાપ્ત કરે છે. જૈનશાસનની ઉન્નતિ કરનાર અને જ્ઞાન-દર્શન-ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારો આત્મા અલ્પ સંસારી-નિકટ મોક્ષગામી થાય છે. ફીની પ્રથાર, બી સખ્યા , ક સમિતિ