________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
ઉપોદ્ઘાત ઃ
શાસ્ત્રોમાં દેવ-જ્ઞાન અને ગુરુની પૂજાવિધિ બતાવવામાં આવી છે. દેવ-જ્ઞાન અને ગુરુની પૂજા વિહિત છે. દેવપૂજાની વિધિ વગેરે વિષયોની આગળના પ્રકરણોમાં આપણે વિચારણા કરી છે. આ પ્રકરણમાં ગુરુદ્રવ્ય અંગે વિચારણા કરીશું.
સામાન્યથી ગુરુ સંબંધી દ્રવ્યને ગુરુદ્રવ્ય કહેવાય છે.
ગુરુની પૂજા માટેનું દ્રવ્ય, ગુરુની પૂજા સ્વરૂપે અર્પણ કરેલું દ્રવ્ય, ગુરુની વૈયાવચ્ચ માટેનું દ્રવ્ય કે ગુરુના નિમિત્તે કે ગુરુના આલંબનને પામીને સર્વ્યય કરવા અલગ રાખેલું દ્રવ્ય...વગેરે ગુરુદ્રવ્ય બને છે.
સંક્ષેપમાં ગુરુની વૈયાવચ્ચના સંકલ્પથી અલગ રાખેલ કે આપેલ દ્રવ્ય એ પણ ગુરુદ્રવ્ય છે અને ગુરુની પૂજા સ્વરૂપે સમર્પિત કરેલ દ્રવ્ય એ પણ ગુરુદ્રવ્ય છે.
પૂ.મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા દ્વારા સંશોધિત અને પૂ. મહોપાધ્યાય શ્રીમાનવિજયજી મહારાજા દ્વારા વિરચિત ધર્મસંગ્રહ’ ગ્રંથમાં અને પૂ.વાચક પ્રવર શ્રી લાવણ્ય વિ.મ.સા. દ્વારા વિરચિત ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રંથમાં ગુરુદ્રવ્યના બે પ્રકાર બતાવ્યા છે -
(૧) ભોગાર્હ ગુરુદ્રવ્ય, (૨) પૂજાર્હ ગુરુદ્રવ્ય.
→ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથમાં પણ શ્રાદ્ધજીત કલ્પની ગાથાની વ્યાખ્યા કરતાં ગુરુદ્રવ્યના ભોગાર્હ અને પૂજાર્હ : એવા બે વિભાગ પાડ્યા છે.
→ શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં રજોહરણાદિ ઉપકરણો ભોજ્ય-ભોજક સંબંધથી ગુરુદ્રવ્ય બને છે અને સુવર્ણાદિ તે સંબંધથી ગુરુદ્રવ્ય બનતા નથી, એમ જણાવ્યા પછી, જો સુવર્ણાદિ ગુરુદ્રવ્ય ન બને તો શ્રાદ્ધજીતકલ્પની ગાથાની ટીકામાં સુવર્ણાદિને ગુરુદ્રવ્ય તરીકે જણાવેલ છે, તે શી રીતે ઘટી