SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૨૪૦ શકે ? તેવી શંકાના સમાધાનરૂપે ત્યાં જણાવેલ છે કે, ભોજ્ય-ભોજક સંબંધથી નહિ પણ પૂજ્ય-પૂજા સંબંધથી સુવર્ણાદિ ગુરુદ્રવ્ય બને જ છે અને તેવા પૂજ્ય-પૂજા સંબંધથી બનતા ગુરુદ્રવ્યરૂપ સુવર્ણાદિનો ઉપયોગ જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યનિર્માણાદિમાં ઉપયોગ કરવાનું તે જ ગાથાની ટીકામાં વિધાન કરેલ છે. → આથી રજોહરણાદિ ભોગાર્હ ગુરુદ્રવ્ય છે અને સુવર્ણાદિ પૂજાઈ ગુરુદ્રવ્ય છે. ♦ વિચારણીય મુદ્દાઓ : શાસ્ત્ર અનુસારે ગુરુદ્રવ્યનું સ્વરૂપ, તેના પ્રકાર અને તેના ઉપયોગ અંગેની વિચારણા કરી. આ વિષય એકદમ સ્પષ્ટ જ છે અને ધાર્મિક વહીવટ માટે શ્રીદ્રવ્યસપ્તતિકા ગ્રંથ ઓથોરીટીવાળો મનાય છે. આમ છતાં આ વિષયમાં અનેક પ્રશ્નો-મુદ્દાઓ ઉપસ્થિત થયેલા છે. તેની હવે વિચારણા કરીશું. જો કે શાસ્ત્રોમાં દરેક પ્રશ્નોના સમાધાનો આપેલા જ છે. પ્રશ્ન ઘણા છે. મહત્ત્વના ત્રણ પ્રશ્નો : તેમાંથી મહત્ત્વના ત્રણ પ્રશ્નો અને તેનું સમાધાન સૌથી પ્રથમ જોઈશું. (૧) ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહીં ? (૨) તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહીં ? (૩) તેમજ એ દ્રવ્યનો ઉપયોગ કયાં કરાય ? - આ ત્રણે પ્રશ્નોનું સમાધાન “હીર પ્રશ્નોત્તર” ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથ અકબર રાજા પ્રતિબોધક મહાપ્રભાવક પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાને પૂછાયેલા પ્રશ્નોના તેઓશ્રીએ જે ઉત્તરો આપ્યા હતા, તે ‘પ્રશ્નોત્તર'ના સંગ્રહરૂપ છે. આ ‘હીરપ્રશ્નોત્તર’ ગ્રંથમાં પૂર્વોક્ત ત્રણે પ્રશ્નોનું સમાધાન નીચે મુજબ આપવામાં આવ્યું છે - तथा - गुरुपूजासत्कं सुवर्णादिद्रव्यं गुरुद्रव्यमुच्यते न वा ?
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy