________________
૧૪૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૩. શ્રાવકોએ નક્કી કરવું જોઈએ કે “અમારે શ્રી જિનની ભક્તિ કરવી છે.” એમ થાય તો ભગવાનની પૂજાની વ્યવસ્થા અંગે કોઈ ચિંતા રહે નહિ.
૪. ગુરુ ભગવંતો શ્રાવકોને આવા જ પ્રકારની પ્રેરણા અને ઉપદેશ આપે.
- આ રીતે જેમણે જીવનભર શ્રાવકોને પ્રભુ ભક્તિનો ઉપદેશ અને પ્રેરણાના પાન કરાવ્યા છે, તેમના નામે તેમણે તપાસી આપેલા એક શાસ્ત્રીય (‘વિજય પ્રસ્થાન' પુસ્તકના) લખાણમાંથી આવો મનફાવતો અર્થ કાઢવાનો પ્રયત્ન કરવો અને તે પણ તેમણે આવું લખ્યું છે તેવી ગેરરજૂઆત કરી, આ બધું કેટલા દરજજે યોગ્ય ગણાય તે સુજ્ઞજનો વિચારે.
(૩) અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વોક્ત ખુલાસાથી (ઓગસ્ટ ૧૯૯૫ના) મુક્તિદૂતનો નીચેનો લેખ પણ અસત્ય ઠરે છે અને તેમણે મૂળ લખાણમાં કરેલા ફેરફારો પણ તેમના મલિન ઈરાદાને ખુલ્લો કરે છે. આ વિષયનો ખુલાસો જિનવાણી, વર્ષ-૨૦, અંક-૭-૮માં આવી જ ગયો છે. તેના જરૂરી અંશોને પૂર્વપક્ષના લખાણ સહિત અક્ષરશઃ નીચે મૂકીએ છીએ.
મુક્તિદૂતમાં તેઓ લખે છે કે, “જેઓ પૂર્વે જ્યારે પૂ.રામવિજયજી મ.સા. હતા તે પૂજ્યપાદ શ્રી રામચન્દ્રસૂરિજી મ. સાહેબે તે સમયે વિવિધ ગ્રંથોના આઠ શ્લોકોના અનુવાદમાં જણાવેલું હતું કે - જો દેવદ્રવ્ય હશે તો તેમાંથી મંદિર નિર્માણ, આંગી, મહાપૂજા, અષ્ટાત્મિક મહોત્સવ રૂપ યાત્રા સરસ થઈ શકશે. માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી.” આ રીતે લખ્યા પછી તે અંગે પોતાની (મુક્તિદૂતમાં) નોંધ મૂકતાં લખે છે કે
આ શબ્દો કહે છે કે દેવદ્રવ્યમાંથી મંદિર નિર્માણની જેમ રાજમાર્ગે આંગી વગેરે થઈ શકે છે. (જુઓ વિજય પ્રસ્થાન' પુસ્તક)