________________
૧૧૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વપરાય તથા લેપ, આભૂષણો તથા પૂજાની સામગ્રીઓ વગેરેમાં વપરાય.
(B) પૂર્વે નૂતન જિનમંદિરોનાં નિર્માણ શ્રીમંત લોકો મોટા ભાગે સ્વદ્રવ્યથી કરતા હતા. પરંતુ આજે આ ખાતે આવતી દેવદ્રવ્યની રકમ નૂતન જિનમંદિરોમાં પણ વિના વિરોધે વપરાય છે. આમ હાલમાં સ્વદ્રવ્યને બદલે દેવદ્રવ્યથી પણ મંદિરો બને છે અને સહુ તેમાં પૂજા-પાઠાદિ કરે છે. (જો દેવદ્રવ્યથી બનેલાં જિનમંદિરોમાં પૂજા થઈ શકે તો જિનેશ્વરદેવની પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તેવો એકાત્તે આગ્રહ શી રીતે યોગ્ય ગણાય?
(C) જો પરદ્રવ્યથી નીકળતા શિખરજી વગેરે સંઘો, સ્વામીવાત્સલ્યો, આયંબિલખાતાનાં નિર્માણોમાં તે તે ધર્મસેવન થઈ શકે તો સ્વદ્રવ્યથી જ જિનપૂજાનો આગ્રહ એકાન્ત શી રીતે કરી શકાય?
(D) નિશ્ચયનય’ તો આવો કોઈ ભેદ ન જોતાં ધર્માત્માનો હૈયાનો ઊછળતો ભાવ જ કાર્યસાધક ગણે છે. (વિશેષ જાણકારી માટે આ પુસ્તકનું પરિશિષ્ટ-૨’ જોવું.)”
ટિપ્પણીઃ- (૧) ધા.વ.વિ.ના લેખકશ્રીના ઉપરોક્ત લખાણમાં AB-C-D એવા જે ભાગ પાડ્યા છે, તે વિચારણામાં સગવડતા માટે અમે પાડ્યા છે. હવે ક્રમશઃ એની સમાલોચના કરીશું.
(૨) વિભાગ-Aની વાત શાસ્ત્ર અને પરંપરાથી બરાબર છે. જો કે, પૂર્વના સાચા સંસ્કારથી એ લખાઈ ગયેલું છે. પરંતુ પોતાના એ જ પુસ્તકમાં ઠેરઠેર અંજનશલાકાની બોલીને કલ્પિત દેવદ્રવ્યમાં ગણીને તેનો ઉપયોગ દેરાસરના સર્વ કાર્યો માટે જણાવ્યો છે. જે શાસ્ત્ર-પરંપરા અને યુક્તિથી વિરુદ્ધ છે. તેથી એમ કહેવું પડે કે, પૃ. ૧૯ ઉપર સાચું લખ્યા પછી પુસ્તકમાં ઠેર ઠેર કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા ખોટી લખીને શ્રીસંઘને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. (આ વિષયને વિશેષથી પ્રકરણ-૭માં ચર્ચવાનો જ છે.)
(૩) પૂર્વોક્ત લખાણનાં B-વિભાગ માટે પૂર્વે વિચારી લીધું છે.
(૪) વિભાગ-Cમાં જે વાત કરી છે તે નર્યો કુતર્ક છે. કુતર્ક કરીને શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં નિર્દિષ્ટ પૂજાવિધિને દૂષિત કરવાનો અનુચિત