________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
જેમ જ્ઞાનદ્રવ્યથી જ્ઞાનની આરાધનાના આલંબનરૂપ જ્ઞાનભંડારનું નિર્માણ થાય છે. પરંતુ શ્રાવકને ભણવા માટેની સામગ્રી લવાતી નથી અને શ્રાવકને ભણાવવા આવનાર પંડિતનો પગાર જ્ઞાનદ્રવ્યમાંથી (ઉછામણી આદિ પૂર્વનિર્દિષ્ટ ઉપાયો દ્વારા ભક્તિસ્વરૂપે આવેલા જ્ઞાનદ્રવ્યમાંથી) અપાતો નથી, (કારણ કે, એ કાર્યો શ્રાવકના સ્વદ્રવ્યથી કરવાના હોય છે.) તે જ રીતે દેવદ્રવ્યથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિની આરાધના સ્વરૂપ પ્રભુભક્તિના આલંબનરૂપ જિનમંદિરનું નિર્માણ થઈ શકે છે. પરંતુ શ્રાવકને જે ભક્તિ કરવાની છે તે ભક્તિની સામગ્રી દેવદ્રવ્યથી લાવી શકાતી નથી અને શ્રાવકની સગવડ માટે રાખેલા પૂજારીનો પગાર પણ દેવદ્રવ્યમાંથી આપી શકાતો નથી.
૧૧૧
અહીં યાદ કરાવવું જરૂરી છે કે, “ધાર્મિક વહીવટ વિચાર”ના લેખકશ્રી અને તે પુસ્તકના પરિમાર્જક આચાર્યશ્રીઓ અને ગણિશ્રી આ સર્વે, જ્ઞાનદ્રવ્યમાં ઉપર જણાવેલી વ્યવસ્થા સ્વીકારે છે, પરંતુ દેવદ્રવ્યમાં સ્વીકારવાની ના પાડે છે. આ તે કેવો ન્યાય ? જ્ઞાનદ્રવ્યના વિષયમાં શાસ્ત્ર-પરંપરા અને યુક્તિને સ્વીકારવી અને દેવદ્રવ્યના વિષયમાં શાસ્ત્રપરંપરા-યુક્તિ ન સ્વીકારવી, તે કોના ઘરનો ન્યાય ? જો કે, વિ.સં. ૨૦૪૪ પૂર્વે તે સર્વેની ઉપર જણાવેલી જ માન્યતા હતી. તેઓએ એ લખી પણ હતી અને પ્રવચનોમાં પ્રરૂપી પણ હતી. પરંતુ વિ.સં. ૨૦૪૪માં કોઈક અલૌકિક દિવ્યદર્શનના પ્રભાવે પૂર્વે કહેલી-લખેલીપ્રચારેલી સાચી વાતો ખોટી લાગવા માંડી હતી અને ખોટી વાતો સાચી લાગવા માંડી હતી.
→ પૂર્વોક્ત વિચારણાથી “ધાર્મિક વહીવટ વિચાર” તૃતીય આવૃત્તિ, પૃ. ૧૯ ઉ૫૨ જણાવેલી નીચેની વાતો પણ અસત્ય સિદ્ઘ થાય છે -
જિનપ્રતિમા અને જિનમંદિર (૧+૨)
(A) “જે મૂર્તિની અંજનશલાકા થઈ નથી તેને અંજનશલાકા કરાવવાનું જે ઘી બોલાય તે જિનપ્રતિમા ખાતે જમા થાય. આ રકમ નવી જિનપ્રતિમાઓ ભરાવવામાં