________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ઉત્તર ઃ અહીં સૌથી પ્રથમ નોંધી લેવું જરૂરી છે કે, કોઈપણ તત્ત્વનો નિર્ણય કરતી વખતે શાસ્રવચન અને સુવિહિત પરંપરા : આ બેનો આધાર લેવો આવશ્યક છે, એમ પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા ‘દ્વાત્રિંશદ દ્વાત્રિંશિકા’ (બત્રીસી) ગ્રંથમાં અને પૂ.આ.ભ. શ્રીશાંતિસૂરિજી મહારાજા ‘ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાં જણાવે છે. ઠાણાંગસૂત્રમાં પંચાગી, પરંપરા અને અનુભવ : આ સાતને જ્ઞાનપ્રાપ્તિનાં સાધન જણાવ્યાં છે. આથી કોઈપણ તત્ત્વનિર્ણય માટે એ બંનેને જોવા જરૂરી છે અને એ બંનેથી સિદ્ધ તત્ત્વને તર્કોથી દૂષિત કરવા લેશમાત્ર ઉચિત નથી. અહીં યાદ રાખવું કે, શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી સિદ્ધ તત્ત્વને જે તર્કોથી દૂષિત ક૨વામાં આવે, તે તર્કો કુતર્કો છે અને કુતર્કોથી કોઈ દિવસ તત્ત્વનિર્ણય ન થાય. યોગદૃષ્ટિસમુચ્ચયકાર જણાવે છે કે, કુતર્ક તો સ્વ-પર ઉભયની શ્રદ્ધાને ખંડિત કરનારા છે. હા, બંનેથી સિદ્ધ તત્ત્વને સ્વ-પરની બુદ્ધિમાં બરાબર બેસાડવા અને શ્રદ્ધાને અસ્થિમજ્જા કરવા માટે જે તર્કોનો સહારો લેવાય, તે સુતર્કો છે. આથી આ પ્રશ્નનો જવાબ પણ આપણે તે બંને દ્વારા અને અંતે સુતર્ક દ્વારા વિચારીશું.
૧૧૦
→ શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી દેવદ્રવ્યના ઉપયોગના ક્ષેત્ર તરીકે જિનમંદિરનો જીર્ણોદ્વાર અને નૂતન ચૈત્યનિર્માણ સિદ્ધ જ છે.
→ શાસ્ત્ર અને સુવિહિત પરંપરા જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવાનું કહે છે. દેવદ્રવ્યથી કરવાની મંજુરી આપતી નથી.
→ શ્રીજિનમૂર્તિ તરવાના સાધનરૂપ ભક્તિનું આલંબન છે અને જિનમંદિર જિનમૂર્તિને બિરાજમાન કરવાનું સ્થાન છે. ભક્તિનું આલંબન જિનમંદિરના દ્રવ્યથી (દેવદ્રવ્યથી) ઊભું કરવું એ શાસ્ત્ર અને પરંપરાથી વિહિત છે. પરંતુ ભક્તિ તો શ્રાવકે પોતાના કર્તવ્યરૂપે કરવાની હોવાથી તે સ્વદ્રવ્યથી જ કરાય. પરંતુ દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી ન કરાય. એટલે ભક્તિનું આલંબન દેવદ્રવ્યથી કરાય, પરંતુ ભક્તિની સામગ્રી દેવદ્રવ્યમાંથી
ન લવાય.