SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 31 રાજનગર શ્રી શ્વે.મૂ.પૂ. તપાગચ્છીય શ્રમણસંમેલનના નિર્ણયો” નામની પુસ્તિકા પ્રગટ થઈ અને એ જ અરસામાં પં.શ્રીચંદ્રશેખરવિ.મ.સા. દ્વારા “વિ.સં. ૨૦૪૪નાં વિવાદાસ્પદ ઠરાવોની રૂપરેખા અને સમાલોચના” નામની પુસ્તિકા પ્રગટ થઈ હતી. તે બંને પુસ્તિકાનો જબરજસ્ત વિરોધ થયો હતો. (૨) તે પછી વિ.સં. ૨૦૪૯ની સાલમાં પં.શ્રીચંદ્રશેખરવિ.મ.સા. દ્વારા “ધાર્મિક વહીવટ વિચાર” નામનું પુસ્તક પ્રકાશિત થયું. તેમાં શાસ્ત્ર અને સુવિહિત પરંપરાનો લોપ થયો હોવાથી તેનો જબરજસ્ત વિરોધ થયો. કલ્પિતદેવદ્રવ્યની વ્યાખ્યા, શ્રાવકની જિનપૂજાની વિધિ, ગુરુદ્રવ્યના વિનિયોગ આદિ અંગે શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણા થઈ હતી. તથા પરસ્પર વિરુદ્ધ વિધાનો કરાયા હતા. (૩) તે પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં અઢળક ભૂલો સામે આવતાં ચાર પરિમાર્જકોના ટેકાથી નવી આવૃત્તિ તૈયાર થઈ અને વિ.સં. ૨૦૫૦માં પ્રકાશિત કરવામાં આવી. વાસ્તવમાં બીજી આવૃત્તિમાં કશું જ પરિમાર્જન (શુદ્ધિકરણ) કરવામાં આવ્યું નહોતું. પરંતુ કુતર્કોની ભરમાર-સંદર્ભહીન ઉલ્લેખો - પૂ.વડીલોના પત્રોની ખોટા સંદર્ભોમાં ખોટી રીતે રજૂઆત આદિ સામગ્રી જ ભરવામાં આવી હતી. નોંધ : પૂર્વોક્ત સાહિત્ય પ્રચારના સમગ્ર ઘટનાક્રમમાં સત્યપક્ષ દ્વારા અવસરે અવસરે વિરોધ થતો રહ્યો હતો. પ્રવચનસભાઓ પણ ભરાઈ હતી અને પુસ્તકો પણ પ્રકાશિત થયા હતા. તેમાં.... (A) સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ.રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મુંબઈમાં આયોજાયેલી જાહેરસભામાં સંમેલનના ઠરાવના વિરોધમાં પૂ.મુ.શ્રીકીર્તિયશવિ.મ.સા.ના પ્રવચનો થયા હતા, તેનું સંકલન ‘સંમેલનની ભીતરમાં’ પુસ્તકમાં કરીને તેને પ્રકાશિત કરવામાં આવેલ. (B) શ્રીજિનવાણી વર્ષ-૧૯-૨૦ના અંકોમાં પૂર્વોક્ત પુસ્તકની શાસ્ત્ર +
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy