SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સંદર્ભ જોવામાં આવે, તો તે નિયમ દરેક શ્રાવકને લાગુ પડે છે, એ વાત બહુ સહેલાઈથી સમજાય તેવી છે. ગૃહમંદિરમાં મૂકેલા દ્રવ્યોની ઉપજમાંથી જિનમંદિરે પૂજા કરવાનો નિષેધ કર્યા પછી શ્રી શ્રાદ્ધવિધિકાર આગળ કહે છે કે - “પોતાના શરીર, ઘર, કુટુંબ વગેરેના અર્થે ગૃહસ્થ ગમે તેટલો દ્રવ્ય વ્યય કરે છે, તેમ જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી. પણ પોતાના ઘર દેરાસરમાં ભગવાન આગળ ઘરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી.” (શ્રાદ્ધવિધિ અનુવાદ પૃ. ૧૯૩) અહીં શરીર, ઘર, કુટુંબ વગેરે અર્થે દ્રવ્ય વ્યય કરનારો ગૃહસ્થ ફક્ત ઘર દેરાસરવાળો જ હોય એવું નથી, પણ દરેક ગૃહસ્થને આ વાત એકસરખી લાગુ પડે છે. વળી ઘર દેરાસરવાળાને ઘર દેરાસરની ઉપજમાંથી જેમ પૂજા કરવાની ના પાડી, તેમ જિનમંદિરમાં દેવદ્રવ્યના ફૂલ આદિ દ્રવ્યોથી દરેકને પૂજા કરવાની ના પાડી, એ સ્પષ્ટ સમજાય છે. પછી તેના કારણમાં કહ્યું કે – આમ કરવાથી ઉપર કહેલા દોષો એટલે કે અનાદર-અવજ્ઞાદિ દોષો લાગે છે. આગળ કહે છે કે - “જિનમંદિરે આવેલ નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુ માફક સંભાળ લેવી. સારું મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી.” (શ્રાદ્ધ. અનુ. પૃ. ૧૯૩) આ વાત જેમ ઘર દેરાસરને તેમ સંઘચૈત્યને પણ લાગુ પડે છે. १. स्वदेहगृहकुटुम्बाद्यर्थ भूयसोऽपि व्ययस्य गृहस्थेन करणात् । देवगृहे देवपूजापि स्वद्रव्येणैव यथाशक्तिकार्या, न तु स्वगृहढौकितनैवेद्यादिविक्रियोत्थद्रव्येण । देवसत्कपुष्पादिना वा, प्रागुक्तदोषात् । [ गाथा-६/टीका ] २. देवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग् रक्षणीयं, सम्यग् मूल्यादियुक्त्या च विक्रेयं । [श्राद्धविधि]
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy