________________
૧ ૨૭
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
પછી પારકું દ્રવ્ય ન વાપરવા વિષે જણાવતાં કહે છે કે -
“તીર્થની યાત્રા, સંઘની પૂજા, સાધર્મિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મ કૃત્યોમાં જો બીજાં કોઈ ગૃહસ્થોની મદદ લેવાય તો તે ચાર પાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવાના સમયે ગુરુ, સંઘ આદિ લોકોની સમક્ષ તે દ્રવ્યનું યથાસ્થિત સ્વરૂપ કહી દેવું, એમ ન કરે તો દોષ લાગે. તીર્થ આદિ સ્થળને વિષે દેવપૂજા, સ્નાત્ર, ધ્વજારોપણ, પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય “ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી જ કરવા અને તેમાં બીજા કોઈનું દ્રવ્ય ભેગું ન લેવું.” (શ્રાદ્ધ. અનુ. પૃ. ૧૯૩) યાદ રાખવું કે આ બધું ફક્ત ઘર દેરાસરવાળા માટે જ નથી.
આ પછી હજી આગળ જણાવે છે કે –
“ઉપર કહેલા ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કોઈએ ધર્મકૃત્યમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તો તે મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યોમાં સર્વની સમક્ષ જુદું વાપરવું. જ્યારે ઘણા ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા આદિ કૃત્ય કરે, ત્યારે જેનો જેટલો ભાગ હોય તેનો તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દેવો. એમ ન કરે તો પુણ્યનો નાશ તથા ચોરી આદિનો દોષ માથે આવે. (શ્રાદ્ધ. અનુ. પૂ. ૧૯૩)
– શ્રાદ્ધ વિધિનો આ બધો સંદર્ભ લેખકશ્રીની પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ પૂજા થઈ શકે, એવા પ્રકારના નિરૂપણથી સંપૂર્ણપણે વિરુદ્ધ જાય છે
१. देवगुरुयात्रातीर्थसङ्घार्चासाधर्मिकवात्सल्यस्त्रात्रप्रभावना ज्ञानलेखनवाचनादौ यद्यन्यसत्कधनं व्ययार्थं गृह्यते तदा चतुष्पञ्चसमक्षमेव ग्राह्यम् । व्ययसमये च गुरुसङ्घाद्यग्रे सम्यक् स्फुटं स्वरूपं वाच्यमन्यथा दोषः । तीर्थादौ च पूजास्नात्रध्वजपरिधापनिकाद्यवश्यकृत्येष्वन्यधनं न क्षेप्यम् । तानि यथाशक्ति स्वयं कृत्वान्यधनं महापूजाभोगाङ्गाद्यर्चनादिना सर्वसमक्षं पृथगेव व्ययितव्यम् । [ श्राद्धविधि] २. यदा बहुभिस्सम्भूय यात्रा-वात्सल्यसङ्घार्चादि क्रियते तदा तेषां यथाभागस्तथा सम्यक् वाच्यमन्यथा पुण्यव्ययचौराद्यापत्तेः । [શ્રદ્ધિવિધિ]