________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૨૮
અને સ્વદ્રવ્યથી પૂજાની વાતને ઘર દેરાસરવાળા પૂરતી મર્યાદિત બનાવવાના તેમના આગ્રહને મિથ્યા ઠરાવે છે.
વળી આ જ ગ્રંથમાં લક્ષ્મીવતી શ્રાવિકાનું દૃષ્ટાંત આપેલું છે. આ શ્રાવિકાએ પોતે કરેલા ઉજમણા આદિ ધર્માનુષ્ઠાનોમાં દેવદ્રવ્યાદિનાં સાધનો ઓછો નકરો આપીને વાપર્યા. પરિણામે તેને ભવાંતરમાં ઘણાં દુ:ખો ભોગવવાં પડ્યાં. અહીં તેણીએ સાધનો વાપરીને પાછાં તો આપ્યાં જ છે. પણ નકરો ઓછો આપ્યો તેથી તેના અશુભ ફળો ભોગવવાં પડ્યાં, જ્યારે દેવદ્રવ્યથી પૂજા કરનારો તો કેસર, સુખડ આદિ મફતમાં વાપરી જ નાખવાનો છે, તો તેને એનાં કેવા ફળો ભોગવવાં પડે તે વિચારણીય નથી ?
તદુપરાંત, પરમ પૂ. ગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ મધ્યસ્થ બોર્ડને મોકલવા તૈયાર કરેલા કાચા ખરડામાં લખ્યું છે કે -
“પૂજા વિધિ માટે પંચાશકજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે. (આ વિધાન ઘર દેરાસરવાળા માટે છે એવું લખ્યું નથી, જેની લેખકશ્રી એ નોંધ લેવી ઘટે.) અને શ્રાદ્ધવિધિના આધારે (૩) ગરીબ શ્રાવક સામાયિક લઈને પ્રભુના દેરાસરે જાય અને ત્યાં સામાયિક પારીને ફૂલ ગૂંથવા વગેરેનું કાર્ય હોય તો કરે. (ધા.વ.વિ.પૃ. ૨૪૫)” (અહીં પણ ગરીબ માટે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત તેઓશ્રીએ નથી કરી.)
આ સિવાય શાસ્ત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકોચિત ધનસાધ્ય ધર્મકૃત્યો કરવાના જણાવ્યા છે, ત્યાં ત્યાં દરેક જગ્યાએ ‘સ્વવિભવોચિત’ અથવા ‘સ્વશક્તિ અનુસાર’ કરવાનું જણાવ્યું, પણ શક્તિ ન હોય તો પારકા દ્રવ્યથી, દેવદ્રવ્યથી કે ધર્માદા દ્રવ્યથી પણ ક૨વું એવું ક્યાંય જણાવ્યું નથી. ફક્ત વર્તમાનમાં જ કેટલાક ગીતાર્થ ગણાતાઓ આવું જણાવી નવો માર્ગ ચીંધી રહ્યા છે, જે આશ્ચર્યજનક છે. શાસ્ત્રકારોએ તો એવું જણાવ્યું છે કે – ‘દરિદ્રાવસ્થામાં કરેલું અલ્પ પણ દાન મહાલાભને માટે થાય છે.’ આ વાત સ્વદ્રવ્યના વ્યયની જ પુષ્ટિ કરે છે.