________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૨૯ સ્વદ્રવ્યથી જ પ્રભુપૂજા આદિ દરેક ધર્માનુષ્ઠાનો કરવાના સમર્થનમાં આવા અનેક શાસ્ત્રપાઠો મોજૂદ હોવા છતાં સ્વદ્રવ્યથી પૂજાની વાત કેવળ ઘરદેરાસરવાળા માટે જ છે, એવી લેખકશ્રીની વાત ખરેખર આશ્ચર્ય ઉપજાવે તેવી છે. વળી, બધા જૈનોને એ લાગુ પાડવાથી તો તેમને મોટો અન્યાય થઈ રહ્યો હોય કે તેમના ઉપર ખોટી રીતે મોટો બોજો નાંખવામાં આવી રહ્યો હોય એવો ભાવ તેમના લખાણમાંથી ઉપસે છે, એ તો વળી વધારે આશ્ચર્યજનક છે. અનંતકરુણાના સાગર એવા શાસ્ત્રકાર ભગવંતોએ દરેકને સ્વદ્રવ્યથી પણ શક્તિ અનુસારે જ ભક્તિ કરવાનું ફરમાવ્યું હોઈ કોઈના પર બોજો આવી પડવાની તો તક જ રહેવા દીધી નથી. હા! વર્તમાનના કહેવાતા કેટલાક ગીતાર્થોની જેમ શ્રીમંત કંજૂસ માટે કે નિર્ધન શ્રાવક માટે પારકા પૈસે કે દેવદ્રવ્યાદિ ધર્માદા દ્રવ્યથી પણ ધર્મના કાર્યો કરવાનું ફરમાવવાની ઉદારતા તેમણે ક્યાંય દર્શાવી નથી.
મહત્ત્વની વાત તો એ છે કે, વિ. સં. ૨૦૪૪ સુધી તો આ લેખકશ્રી પોતે પણ સ્વદ્રવ્યના જ પ્રખર ઉપદેશક હતા. પોતાના ઉપદેશથી તેમણે તેમના તપોવનના તમામ ત્રણસો બાળકોને, તેમ જ હજારો જૈનોને સ્વદ્રવ્યથી પૂજા કરતા કર્યા છે, એ જ આ વાતનો બોલતો પુરાવો છે, એ બધામાં ઘર દેરાસરવાળા તો કદાચ હજારે પણ એક નહિ હોય! તેમ છતાં ત્યારે ઉપદેશ દેતાં તેમણે ઘરદેરાસરવાળી વાત ક્યારેય આગળ કરી નથી. આજે હવે જે રીતે એ વાત ખેંચીતાણીને તેઓ આગળ કરી રહ્યા છે, તે કેટલું યુક્તિસંગત છે, એ વાચકોએ સ્વયં વિચારી લેવું.
પ્રશ્ન : મુક્તિદૂતના એ જ, જુલાઈ ૧૯૯૫ના પૃ. ૧૨ પર લેખકશ્રી લખે છે કે -
અહીં વિપક્ષવાળા કહે છે કે, “ગરીબ પાસે સ્વદ્રવ્ય ન હોય તો તેમણે પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી પૂજા ન કરવી જોઈએ. તેમણે પૂજાનો લાભ લેવો હોય તો જે શ્રીમંત જેન કેસર પૂજા કરે છે તેનું કેસર ઘસી આપીને અથવા તે શ્રીમંતના ફૂલો ગૂંથી આપીને કે દેરાસરમાં કાજો કાઢીને વગેરે રીતોથી તે