________________
૧૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા લાભ લઈ શકે.”
લેખકશ્રીની આ વાત બરાબર છે?
ઉત્તરઃ ના, કારણ કે, અહીં તેઓ જેમનો વિપક્ષ તરીકે ઉલ્લેખ કરે છે, તેઓ પોતાની સ્વતંત્ર મતિથી કશું કહેતા નથી. તેઓ જે કાંઈ રજૂઆત કરે છે તે શાસ્ત્રાધારે, વડીલોની શાસ્ત્રમાન્ય પરંપરાના આધારે તેમ જ અન્ય પણ ગીતાર્થ ગુરુ ભગવંતોએ માન્ય કરેલી શાસ્ત્રમાન્ય પરંપરાના આધારે જ કરે છે. જે આપણે પૂર્વે જોઈ જ છે.
પ્રશ્ન:- મુક્તિદૂતમાં આગળ વધતાં તેઓ લખે છે કે :
“આ શાસ્ત્રોક્ત વાત ઊંડાણથી વિચાર કર્યા વગરની જણાય છે. જો બીજાનું કેસર ઘસી શકાય, બીજાના ફૂલો ગૂંથી શકાય તો બીજાના કેસરથી કે બીજાના ફૂલોથી પ્રભુના અંગે પૂજા કેમ ન કરી શકાય?
વળી જો આ રીતે ગરીબોને જિનપૂજા કરવાનો નિષેધ કરશો તો લાખો ગરીબ જૈનો જિનપૂજા વિનાના થઈ જશે.”
– લેખકશ્રીની લાખો ગરીબ જૈનો પ્રત્યેની આવા પ્રકારની દયાની લાગણીશું કદર કરવા જેવી નથી? મોડે મોડે પણ તેમના હૈયામાં જન્મેલી ગરીબ જૈનો પ્રત્યેની આ હમદર્દી વધાવી લેવા જેવી નથી?
ઉત્તર : લેખકશ્રીની આવી મનસ્વી દયાની લાગણીને અમે કદર કરવા જેવી કે વધાવી લેવા જેવી માનતા નથી. કારણ કે, શાસ્ત્રાજ્ઞાનું તેમજ વડીલોની શાસ્ત્રમાન્ય પરંપરાનું ઉલ્લંઘન કરનારી એ મનસ્વી દયા તો સ્વપરનું અહિત કરનારી અને ઉન્માર્ગનું પોષણ કરનારી હોઈ ખેદ ઉપજાવનારી છે. ગરીબોની દયાના નામે તેઓ જે માર્ગે જવાનું સૂચવી રહ્યા છે તે માર્ગ તો જૈનકુળના સામાન્ય ગણાતા ઉચ્ચ સંસ્કારોને પણ નષ્ટ કરનારો છે. જૈન કુળની વિધવા ડોશીઓ ગમે તેવી ગરીબીમાં ઓછામાં ઓછા ખર્ચે પોતાનો જીવન નિર્વાહ કરતી, જરૂર પડે તો પારકા વાસણ માંજીને કે કોઈના ઘરના પાણી ભરીને પેટ ભરતી પણ કોઈની પાસે