________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૮૯ ધર્મભાવના નથી એવું ય નથી, ફક્ત ઉલ્લાસનો તોટો છે, એ તોટો નીકળી જાય તો સાધારણ ખાતાનો ય તોટો નીકળે. એટલે તમે સાધારણ ખાતામાં ઉલ્લાસ પૂર્વક રકમ લખાવતા થઈ જાઓ એ પહેલો ઉપાય છે. (દિવ્યદર્શન : વર્ષ-૩૬, અંક-૧૯, ૨૦, ૨૧).
ટિપ્પણી:- પૂર્વોક્ત દિવ્યદર્શનના લેખનું સંપૂર્ણ લખાણ પરિશિષ્ટ૭માં આપવામાં આવેલ છે. લખાણ એકદમ સ્પષ્ટ છે. તેમાં ટિપ્પણી કરવાની કોઈ જરૂરીયાત નથી. માત્ર તેઓ પોતાના લખાણોને માન્ય કરીને અનુસરે તો આજે જ વિવાદનો અંત આવી જાય તેમ છે. સુલું किं बहुना?
(૪) પૂ.આ.શ્રીભુવનભાનુસૂરિજી મ.સા.નો અભિપ્રાયઃ
xxxx “ભગવાન તો મોક્ષમાં જઈ બેઠા છે, કૃતકૃત્ય થઈ ગયા છે – એમને તારી પૂજાની કોઈ જરૂર જ નથી...તારા પોતાના કલ્યાણ માટે પ્રભુની પૂજા છે....તો એ દેવદ્રવ્યમાંથી થાય કે તારા પોતાના દ્રવ્યમાંથી ?” ... (દિવ્યદર્શનમાસિક).
ટિપ્પણી :- (૧) પૂર્વોક્ત વિધાનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, પ્રભુપૂજા શ્રાવકે પોતાના કલ્યાણ માટે કરવાની છે. તેથી તે શ્રાવકે પોતાના દ્રવ્ય (સ્વદ્રવ્ય)થી જ કરવાની હોય, નહીં કે દેવદ્રવ્યથી.
(૨) “શ્રાવક સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કરે તો જ એનું કલ્યાણ થાય, નહીંતર નહીં.” એવું સુનિશ્ચિત કરી આપવામાં આવ્યું છે. | (૩) તેઓશ્રી તો હાલ વિદ્યમાન નથી. પરંતુ તેમનો સમુદાય એમના જ વિધાનોને માની લે-સ્વીકારી લે અને એ મુજબની પ્રરૂપણા કરતો થઈ જાય તો વિવાદ તો શમી જ જશે, પરંતુ સાથે સાથે એમની પ્રરૂપણાથી ભ્રમણામાં મૂકાયેલા શ્રાવકાદિને પણ સાચો માર્ગ પ્રાપ્ત થશે. તદુપરાંત, “સ્વદ્રવ્યથી કરવા જોગા અનુષ્ઠાનો (પ્રભુપૂજા-મહાપૂજા વગેરે અનુષ્ઠાનો) દેવદ્રવ્યથી કરવા માટે ચાલી રહેલી હિલચાલનો અંત આવશે અને સંઘો મોટા અનર્થથી બચી જશે.” એ મહાન લાભ થશે.