________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ન
(૫) મુનિશ્રી હેમરત્ન વિ.મ.સા (પછીથી આચાર્યશ્રી)ની માન્યતા “સ. ૨૫. જે શ્રાવકની શક્તિ ન હોય તે જિનપૂજાનો લાભ કઈ રીતે લે ? જ. ૨૫. જે શ્રાવકની શક્તિ ન હોય તે મંદિરમાં કાજો લેવો, કેસર ઘસવું, ફુલની માળા બીજાને ગુંથી આપવી, અંગ રચના વગેરેમાં સહાયક બનવું તેમજ અંગ લૂછણાદિ ધોઈ આપવા દ્વારા મહાન પૂજાનો લાભ મેળવી શકે છે.’” (‘ચાલો જિનાલય જઈએ.’ પુસ્તક)
८०
ટિપ્પણી : (૧) મુનિશ્રીએ અશક્ત શ્રાવક માટે શ્રાદ્ધવિધિમાં નિર્દિષ્ટ માર્ગ બતાવ્યો છે. તે સંપૂર્ણ યોગ્ય છે.
(૨) મુનિશ્રીએ અશક્ત શ્રાવકને પૂજાનો લાભ લેવા અંગેના પ્રશ્નના જવાબમાં દેવદ્રવ્યથી પૂજા કરવાનું ન કહેતાં શ્રાદ્ધવિધિકાર દ્વારા નિર્દિષ્ટ માર્ગ બતાવ્યો, તે પણ ઘણું ઘણું કહી જાય છે. અહીં વિ.સં. ૨૦૪૪ પૂર્વેની માન્યતા સ્પષ્ટપણે ઘોષિત થાય છે કે, પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ થાય અને દ્રવ્ય ન હોય તો અન્ય કાર્યોથી લાભ લેવાય, પરંતુ દેવદ્રવ્યથી તો પ્રભુપૂજાનું કર્તવ્ય સંપન્ન ન જ થાય. કારણ કે, પોતાના કર્તવ્યપાલનમાં દેવદ્રવ્યનો દુરુપયોગ કરવો એ દેવદ્રવ્યનું ભક્ષણ કરવા બરાબર છે.
(૩) મુનિશ્રીની અન્ય પણ માર્ગસ્થ પ્રરૂપણાઓ ‘ચાલો જિનાલય જઈએ’ પુસ્તકમાં થઈ છે, તે પરિશિષ્ટ-૮માંથી જોવા ભલામણ. તેનાથી પૂજારીનો પગાર, સ્વપ્નદ્રવ્ય, ગુરુપૂજનના પૈસા વગેરેના વિષયમાં પણ સાચું માર્ગદર્શન પ્રાપ્ત થશે.
(૬) પૂ.આ.ભ.શ્રી.વિ.રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની માન્યતા ઃ
“જિનપૂજા સ્વદ્રવ્યથી જ થાય, પરંતુ દેવદ્રવ્યથી ન જ થાય” – આ તેઓશ્રીની માન્યતા એકદમ પ્રસિદ્ધ છે. તેઓશ્રીના પ્રવચનોનું સંકલન “પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી” આ પુસ્તકમાં કરેલું છે. તે જોવાથી તેઓશ્રીની માન્યતા જાણવા મળશે. અહીં એ પ્રવચનોના અમુક અંશો નીચે મૂકીએ છીએ -