________________
37
- સાતમા પ્રકરણમાં..“ધાર્મિક વહીવટ વિચાર” આદિ પુસ્તકમાં કરાયેલી કલ્પિતદેવદ્રવ્યની વ્યાખ્યાની સમીક્ષા કરાઈ છે. ત્યાં પ્રભુ-ભક્તિસ્વરૂપે બોલાતી સ્વપ્નાદિકની ઉછામણીની રકમને કલ્પિત-દેવદ્રવ્યમાં ઠરાવીને તેને (શુદ્ધદેવદ્રવ્યને) “જિનમંદિર સાધારણ” તરીકે ફલિત કરી જિનાલયના સર્વ કાર્યોમાં વાપરવાની રજા આપી છે. તે શાસ્ત્ર અને પરંપરાથી તદ્દન વિરુદ્ધ છે – અસત્ય છે, તેની સ્પષ્ટતા કરીને અનેક કુતર્કોની સમાલોચના કરવામાં આવી છે.
– આઠમા પ્રકરણમાં ગુરુદ્રવ્યના વિનિયોગ અંગેની વિચારણા કરાઈ છે. દ્રવ્યસપ્તતિકા-ધર્મસંગ્રહ-હીરપ્રશ્ન અને શ્રાદ્ધજિતકલ્પઃ આ ચાર ગ્રંથોના શાસ્ત્રપાઠોના આધારે તે પક્ષ દ્વારા રજૂ કરાયેલી શાસ્ત્રવિરુદ્ધ માન્યતાઓની સમીક્ષા કરવામાં આવી છે. દ્રવ્યસપ્તતિકા ગ્રંથના આધારે ગુરુપૂજનની રકમ, ગુરુપૂજનની બોલીની રકમ વગેરે સ્વરૂપ ગુરુદ્રવ્યનો વિનિયોગ જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યના નિર્માણમાં થાય છે. પરંતુ સાધુ-સાધ્વીની વૈયાવચ્ચમાં થતો નથી.
નવમા પ્રકરણમાં...ગુરુમૃતકના અંતિમ સંસ્કાર સંબંધી બોલી આદિની ઉપજ કયા ખાતામાં જાય અને તેનો વિનિયોગ કઈ રીતે થાય, તેની માહિતી શાસ્ત્ર અને પરંપરા અનુસાર આપવામાં આવી છે.
> દસમા પ્રકરણમાં....જ્ઞાનદ્રવ્યની વ્યાખ્યા - તેની આવકના સ્રોતો અને તેના સદુપયોગ અંગેની શાસ્ત્રાનુસારી પરંપરા જણાવી છે.
- અગીયારમા પ્રકરણમાં....જિનમંદિરાદિ સાત ક્ષેત્રો અને જીવદયાદિ અન્ય ક્ષેત્રો, એમ વર્તમાનમાં પ્રસિદ્ધ તમામ ક્ષેત્રોનું સ્વરૂપ, તેની આવકના સ્રોતો અને તેના સદુપયોગ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. – હવે પછી પરિશિષ્ટ વિભાગનો પ્રારંભ થાય છે?
– પ્રથમ પરિશિષ્ટમાં.....વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણસંમેલનના નિર્ણયો (ઠરાવો) સહિતની તમામ માહિતી આપવામાં આવી છે. પૂ.આચાર્ય ભગવંતાદિની સહીઓ પણ છે.