SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 38 » બીજા પરિશિષ્ટમાં...દરેક સમુદાયના પૂ.આચાર્ય ભગવંતાદિના સ્વપ્નદ્રવ્યનાવિનિયોગ અંગેના માર્ગદર્શક પત્રો છે. જેનાથી “સ્વપ્નદ્રવ્યદેવદ્રવ્ય જ છે” એ વાત ફલિત થાય છે. અહીં યાદ રહે કે, સ્વપ્નદ્રવ્ય જીર્ણોદ્ધારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય છે, પરંતુ કલ્પિત દેવદ્રવ્ય નથી. - ત્રીજા પરિશિષ્ટમાં...પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ના દેવદ્રવ્ય અંગેના શાસ્ત્રીય વિચારો તેમના દ્વારા લખાયેલા પુસ્તકોમાંથી ગ્રહણ કરીને સંકલિત કર્યા છે. – ચોથા પરિશિષ્ટમાં....પૂ.આ.ભ.શ્રી.વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો (ચંદનબાળાની મીટીંગ માટે ચાલતા અપપ્રચારનો) અગત્યનો ખુલાસો છે. તેમના “સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી પુસ્તકના “આમુખમાંથી ગ્રહણ કરી અહીં સંકલિત કરેલ છે. – પાંચમા પરિશિષ્ટમાં...ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકની અશાસ્ત્રીયતાને પ્રકાશિત કરતા અને સં. ૨૦૪૪ના સંમેલનની ગતિ-વિધિઓને જણાવતા વિ.સં. ૨૦૫૧માં થયેલા પૂ.આ.ભ.શ્રી.વિ. મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા.ના બે જાહેર પ્રવચનો છે. જિનવાણી, વર્ષ-૨૦, અંક-૭-૮માંથી ગ્રહણ કરીને અહીં સંકલિત કરેલ છે. - છઠ્ઠા પરિશિષ્ટમાં.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ શ્રીજયસુંદરવિ.મ. (અત્યારે આચાર્યશ્રી)ના “દિવ્યદર્શન માસિક”માં દેવદ્રવ્ય અંગે જે શાસ્ત્રાધારિત વિચારો પ્રગટ થયા હતા, તેને સંકલિત કરી અહીં આપેલ છે. - સાતમા પરિશિષ્ટમાં....મુનિ શ્રી રત્નસુંદરવિ.મ.સા. (હાલ આ.શ્રીરત્નસુંદરસુ.મ.સા.)ની સ્વપ્નાની ઉછામણી' શા માટે?” આ અંગેની તેમની શાસ્ત્રાધારિત માન્યતાઓ વર્ષો પૂર્વે તેમના “મનવા ! જીવન પંથ ઉજાળ” પુસ્તકમાં રજૂ થવા પામી હતી, તેનું સંકલન અહીં કર્યું છે. -આઠમા પરિશિષ્ટમાં મુનિશ્રી હેમરત્નવિ.મ. (પછીથી આ શ્રીહેમરત્નસૂરિજી મહારાજે), “ચાલો જિનાલયે જઈએ” પુસ્તકમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy