________________
૧૨)
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા અંતરંગશુદ્ધિ વિના પુણ્યાનુબંધી પુણ્યનો સંચય અને સકામ નિર્જરા કઈ રીતે થાય? અને એ ન થતું હોય તો ધર્માનુષ્ઠાન નિરર્થક બની જાય - અપ્રધાન કોટીની દ્રવ્યક્રિયા બની જાય. જેને યોગવિંશિકામાં તુચ્છ કહેવામાં આવેલ છે – આ બધા શાસ્ત્રના વિધાનો વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે, ભાવોની શુદ્ધિ માટે દ્રવ્યની શુદ્ધિ અનિવાર્ય છે.'
વળી, જે દ્રવ્યથી શાસ્ત્રકારો સ્વકર્તવ્ય કરવાની રજા ન આપતા હોય, તેવા દ્રવ્યથી સ્વકર્તવ્ય પતાવી દેવાની વૃત્તિ પણ અંતરંગ અશુદ્ધિ જ છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, શ્રાવકને અનીતિના ધનનો ત્યાગ કરવાનો કેમ કહ્યો? તે વિચારીશું તો પણ પરદ્રવ્ય કે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની વાત સ્ટેજે ટકી શકશે નહીં. અનીતિનું ધન, એ સંપૂર્ણપણે શ્રાવકનું ધન નથી. કારણ કે, રાજાના કે ગ્રાહક આદિના ભાગમાં જવા યોગ્ય ધન પોતાના ધનમાં આવે ત્યારે તે અનીતિનું કહેવાય છે. ટૂંકમાં, પારકા ધનને પોતાનું બનાવવું એ અનીતિનું ધન છે અને એવા અનીતિના ધનનો ઉપયોગ પોતાના સાંસારિક કાર્યોમાં કરવાની પણ શાસ્ત્રકારોએ ના પાડી છે. જો સાંસારિક કાર્યોમાં પરદ્રવ્યનો સંશ્લેષ અનુચિત હોય, તો ધાર્મિક કાર્યોમાં પોતાના દ્રવ્યના બદલે પરદ્રવ્ય કે દેવદ્રવ્યનો ઉપયોગ કરી રીતે થઈ શકે? તે સ્વસ્થ ચિત્તે વિચારવાની જરૂર છે.
– જમાઈની સરભરા કરવામાં ગૌરવ કયારે અનુભવાય? પોતાના પૈસાથી કે પાડોશીના પૈસાથી ! પોતાના દાગીના પહેરવાથી આત્મસંતોષ મળે કે બીજાના કે વેચાતા દાગીના પહેરવાથી આત્મસંતોષ મળે? તે પણ સ્વસ્થ ચિત્તે વિચારી લેવાની જરૂર છે.
વ્યવહારમાં પણ નેતાઓને - સમાજસેવકોને સન્માન-સત્કારરૂપે જે
૧. અંગ વસન મન ભૂમિકા, પૂજોપગરણ સાર, ન્યાયેદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. (સિદ્ધાચલજીનો દુહો)