________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૧૨૧
અહીં યાદ રાખવાની વાત એ છે કે, પૂજાની સામગ્રી માટેના વાર્ષિક ચઢાવા પરદ્રવ્યથી પૂજા કરાવવા ચાલું નથી થયા. પરંતુ સંઘના ટ્રસ્ટીઓની એમાં તોટો પડવાથી દેવદ્રવ્ય ઉપર નજર ન જાય અને સુખીસંપન્ન શ્રાવકો સાધર્મિક ભક્તિનો લાભ લઈ શકે એ માટે છે. આમેય સુખી શ્રાવકોને પોતાના ધનનો સારા માર્ગે વ્યય કરવો જ હોય છે. તે સદ્ભય સંઘના આ કર્તવ્યમાં થાય, એ આ પ્રથા પાછળનો શુભાશય છે.
જો દરેક શ્રાવકો પોતાનું કર્તવ્ય બરાબર સમજી લે અને સંપત્તિની તુચ્છતા-જિનપૂજાની તારકતા-પરિગ્રહની ભયંકરતા અને સદ્વ્યયમાં સંપત્તિની સાર્થકતા - આટલું સમજી લે, તો તેઓ પોતે જ સ્વદ્રવ્યથી જિનપૂજા કરતા થઈ જશે. તે પછી સંઘને પૂજાની સામગ્રી ઉપલબ્ધ રાખવાની ચિંતા રહેશે જ નહીં અને પૂર્વે જે “ધાર્મિક વહીવટ વિચાર” લેખકશ્રીના અન્ય પુસ્તકોના અંશો મૂક્યા છે, તે વાંચવાથી પણ આ વિષયમાં સાચો બોધ થઈ જશે.
પ્રશ્ન-૩ : સ્વદ્રવ્યથી પૂજા કરે તો ભાવ આપે ? પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરે તો ભાવ ન આવે ?
જવાબ-૩ : પહેલાં ભૂમિકા કરીએ, એ પછી જવાબ વિચારીશું. શાસ્ત્રકાર મહર્ષિઓએ ભાવશુદ્ઘિની ખૂબ અગત્યતા બતાવી છે અને ભાવશુદ્ધિ માટે દ્રવ્યશુદ્ધિની પણ અત્યંત આવશ્યકતા બતાવી જ છે. તેથી જ શ્રાવકને અનીતિના ધનનો અને સાધુને આધાકર્મિક ગોચરીનો ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. દ્રવ્ય અશુદ્ધ હશે તો ભાવો બગડ્યા વિના રહેવાના નથી. તદુપરાંત, પૂર્વે જણાવ્યા મુજબ ષોડશકજીમાં ભાવશુદ્ધિને અખંડ રાખવા માટે ધનથી સાધ્ય અનુષ્ઠાનોમાં પોતાના દ્રવ્યમાં અન્યના દ્રવ્યનો પ્રક્ષેપ ન થાય તેની કાળજી રાખવાની કહી છે. અન્યના દ્રવ્યના પ્રક્ષેપ સાથેના પોતાના દ્રવ્યથી અનુષ્ઠાન કરવાથી હૈયાની પ્રામાણિકતા જળવાતી નથી અને પ્રામાણિકતા વિના અંતરંગ શુદ્ધિ કેવી રીતે હોય ? અને