________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૨૩ નાણાંની કોથળી ભેટમાં મળે છે, તે નાણાં તેઓ પોતે પોતાના ઉપભોગમાં લેતા નથી, પરંતુ સંસ્થામાં જમા કરાવે છે અને તે પૈસા લોકોપયોગી કાર્યોમાં વપરાય છે. જો લૌકિક વ્યવહારો કે જેમાં આલૌકિક તુચ્છ ઉદ્દેશો સમાયેલા હોય છે, તેમાં પણ આવા સંસ્કારોની અપેક્ષા રખાતી હોય તો લોકોત્તર માર્ગમાં તો કેટલા ઊંચા સંસ્કારોની અપેક્ષા હોય? સંસ્કારો ચૂક્યા હોય તેને સંસ્કારિત કરવાનો પ્રયત્ન હોય કે લોકોત્તર માર્ગના સંસ્કારોથી દૂર રહે એવા આયોજનો હોય! સ્વસ્થ ચિત્તે આ પણ વિચારવાની જરૂર છે.
– અહીં આગળ જણાવેલ અભયંકર શ્રેષ્ઠીના નોકરોની ઉદાત્ત ભાવનાને પણ યાદ કરી લેવાની જરૂર છે. ટૂંકમાં, પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવવૃદ્ધિનો જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા કરવાનું કારણ જ ન હોય તો ભાવ પેદા શી રીતે થાય?
–અહીંપુણીયા શ્રાવકનું દૃષ્ટાંત પણ ઉલ્લેખનીય છે - જેના સામાયિકના પ્રભુ વીર ખુદ વખાણ કરે એવા પુણિયા શ્રાવકને એક વખત સામાયિકમાં સ્થિરતા આવતી નહોતી ત્યારે પુણિયાએ વિચાર્યું, નક્કી પરદ્રવ્ય મારા ઘરમાં આવ્યું લાગે છે. તપાસ કરતા ખબર પડી કે ભૂલથી પડોશીના ઘરનું એકછાણું (ઈંધણ) ઘરમાં આવી ગયું છે. તેથી સામાયિકમાં સ્થિરતા આવતી નહોતી જ્યારે એ છાણું એટલે કે પરદ્રવ્ય મૂળ જગ્યાએ પહોંચાડવામાં આવ્યું ત્યારે સ્થિરતા અકબંધ બની. આ શાસ્ત્ર પ્રસિદ્ધ દાખલો આંખ સામે હશે તેને સ્વદ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્ય તરફ નજર કરવાનું મન નહીં થાય.
અન્યનું છાણું રસોઈમાં આવી ગયું, તો ભાવમાં ફરક પડ્યો. માત્ર છાણું રસોઈ કરવામાં ભૂલમાં આવ્યું તો સામાયિકમાં ભાવની વિશુદ્ધિ ન રહી, તો પછી પરદ્રવ્યથી પૂજા કરવાથી ભાવમાં ફરક ન પડે ? વાચકો આ વાત સ્વયં વિચારે.
કુતર્ક-૩ઃ
જેમ પ્રભુપૂજાની જરૂર, શ્રીવીતરાગ પરમાત્માને નથી, તેવી જ રીતે દેરાસર