________________
૧૨૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા બનાવવાની જરૂર પણ પ્રભુને નથી, તો દેવદ્રવ્યમાંથી દેરાસર કેમ બનાવી શકાય! અથવા દેવદ્રવ્યમાંથી દેરાસર બનાવી શકાય તો તેમાંથી પ્રભુપૂજાની સામગ્રી કેમ ન લવાય? સમાલોચના-૩ઃ
શ્રીજિનબિંબ અને જિનાગમ, આ બંને ભવસાગરથી પાર ઉતરવાના શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ આલંબન છે, એમ જ્ઞાનીઓ કહે છે. તેમાં જિનમૂર્તિને બિરાજમાન કરવાનું સ્થાન જિનમંદિર છે. પૂર્વે જણાવ્યા મુજબ બંને આલંબનોનું નિર્માણ દેવદ્રવ્યમાંથી થઈ શકે છે. એમાં શાસ્ત્ર અને વિશુદ્ધ પરંપરાનું સમર્થન છે. જ્યારે પ્રભુપૂજા શ્રાવકોનું કર્તવ્ય છે. તેથી પ્રભુપૂજાની સામગ્રી શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ વાપરવી, એમ ગ્રંથકારો જણાવે છે.
– દેરાસરનું નિર્માણકાર્ય અને જિનપૂજાની સામગ્રી - આ બે અલગ વિષયોને સંકીર્ણ કરીને કરાયેલો કુતર્ક ભવ્યાત્માઓને ગેરમાર્ગે દોરનારો છે. બંને વિષયોમાં શાસ્ત્રાજ્ઞા અને સુવિહિત પરંપરા જોવામાં આવશે, તો કુતર્કકારની કુટિલતા સમજાયા વિના રહેશે નહીં.
કુતર્ક-૪:
દેવદ્રવ્યનો ઉપયોગ શ્રાવક પોતાના સાંસારિક કામ માટે કરે તો ભક્ષણ કર્યું કહેવાય, પણ તેમાંથી (દેવદ્રવ્યમાંથી) ભગવાનની પૂજા વિ. ધાર્મિક કાર્યો કરે તો ભક્ષણ કર્યું છે તેમ કેવી રીતે કહેવાય? ભગવાનનું દ્રવ્ય, ભગવાનની પૂજામાં વાપરવું તે ભક્ષણ કેમ કહેવાય? સમાલોચના:
જેમ દેવદ્રવ્યને પોતાના ગૃહકાર્યમાં વાપરવામાં આવે - ઉપભોગમાં લેવામાં આવે, તે દેવદ્રવ્યનું ભક્ષણ કહેવાય છે. તેમ દેવદ્રવ્યનો ગેરઉપયોગ કરવો, એને વેડફી નાખવું, શાસ્ત્રાધારે ન કરી શકાય તેવા કાર્યોમાં તેનો ઉપયોગ કરવો, એ પણ દેવદ્રવ્યનું ભક્ષણ જ છે અને એ બધાનું અશુભ ફળ શાસ્ત્રમાં વર્ણવેલ છે. વળી, વ્યવહારમાં પણ કોઈ પૈસા ખાતું નથી, તો પણ કહેવાય છે કે પૈસા ખાઈ ગયો.એમ સ્વદ્રવ્ય બચાવીને