________________
પરિશિષ્ટ-૨૦ પૂજ્યપાદ સાગરજી મહારાજ શું કહે છે?
(નોંધ : ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં લેખકશ્રીએ પૂ. સાગરજી મહારાજના નામને પોતાની સ્વકપોલકલ્પિત “કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં આગળ કર્યું છે. પરંતુ દુરુપયોગ કરવાનું વહેલી તકે બંધ કરે. સંમેલનસમર્થિત કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા પૂ. સાગરજી મહારાજને માન્ય હતી જ નહિઃ તેઓશ્રીના નામનો દુરુપયોગ કરનારા સંમેલન-સૂત્રધારોએ લોકોને ગેરમાર્ગે દોરવાનું અનુચિત કામ કર્યું છે. અહીં પૂ.સાગરજી મ.ની માન્યતા નીચે આપવામાં આવે છે.) (A) સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ?
પ્રશ્નઃ સ્વપ્નાની ઉપજ ને તેનું ઘી દેવદ્રવ્ય ખાતામાં લઈ જવાની શરૂઆત અમુક વખતથી થઈ છે, તો તેમાં ફેરફાર કેમ ન થઈ શકે?
સમાધાનઃ અહંત પરમાત્માની માતાએ સ્વપ્નાં દેખ્યાં હતાં એટલે વસ્તુતઃ તેની સર્વ ઉપજ દેવદ્રવ્યમાં જ જવી જોઈએ. અર્થાત્ દેવાધિદેવને ઉદ્દેશીને જ આ ઉપજ છે. ધ્યાનમાં રાખવું કે ચ્યવન, જન્મ, દીક્ષા એ કલ્યાણકો પણ શ્રી અરિહંત ભગવાનનાં જ છે. ઈન્દ્રાદિકોએ શ્રી જિનેશ્વર ભગવાનની સ્તુતિ પણ ગર્ભાવતારથી જ કરી છે. ચૌદ સ્વપ્નનું દર્શન પણ અહંદુ ભગવાન કુખે આવે ત્યારે જ તેઓની માતાને થાય છે. ત્રણ જગતમાં અજવાળું પણ તે ત્રણે કલ્યાણકોમાં થાય છે. માટે ધર્મિષ્ઠોને ભગવાન ગર્ભાવસ્થાથી ગણવાના છે.
– સિદ્ધચક્ર પુ. ૧, અંક ૧૧, પેજ: ૨૫૮)
(B) સ્વપ્નોની બોલીની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાનું કારણ
અભિષેક કરવામાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, કેટલાક દેવદ્રવ્યને તફડાવી સ્વપ્નાની બોલીની ઘીની ઉપજ, તેના પૈસા છાપાછૂપી વગેરેના પરચૂરણ