________________
પરિશિષ્ટ-૨૨
૪૪૯ કાળ પ્રમાણે ઉચિત વ્યાજ આપવા પૂર્વક લેવામાં આવે તો મહાન્ દોષ નથી અને અધિક વ્યાજ આપવામાં તો દોષનો અભાવ જણાય છે, પણ શ્રાવકોને તેનું સર્વથા વર્જન કરેલું છે, તે નિઃશૂકપણું ન થાય તેને માટે છે. વળી જિનશાસનમાં સાધુને પણ, દેવદ્રવ્યના વિનાશમાં દુર્લભબોધિપણું અને રક્ષણના ઉપદેશની ઉપેક્ષા કરવામાં આવે તો ભવભ્રમણ બતાવેલ છે. માટે સુજ્ઞ શ્રાવકોને પણ તેનો વ્યાપાર નકરવો, તે યુક્તિયુક્ત છે. કેમ કે, કોઈ વખત પણ પ્રમાદ વગેરેથી તેનો ઉપભોગ થવો ન જોઈએ. પણ સારા સ્થાનમાં મૂકવું, દરરોજ સંભાળ કરવી, મહાનિધાનની પેઠે સાચવી રાખવામાં કોઈ પણ દોષ લાગતો નથી, પરંતુ તીર્થકર નામકર્મના બંધનું કારણ થાય, તેથી લાભ જ થાય છે. જૈનેતરને તો તેનું જ્ઞાન નહિ હોવાથી, નિઃશૂકતા વગેરેનો અસંભવ છે તેથી, દાગીના ઉપર વ્યાજે આપવામાં દોષ નથી, તેમ હાલ વ્યવહાર ચાલે છે. ઉંદર વગેરેને તો ભક્ષણ કરવામાં દોષ જ છે. - ૨૯૨
પ્રશ્ન: માળા સંબંધી સોનું રૂપું કે સૂતર વગેરે દ્રવ્ય, તે દેવદ્રવ્ય ગણાય? કે જ્ઞાનદ્રવ્ય ગણાય? કે સાધારણ દ્રવ્ય ગણાય?
ઉત્તર: તે સર્વ દેવદ્રવ્ય ગણાય. આ પ્રકારે સંપ્રદાય છે. ૨-૧૬૮
પ્રશ્નઃ ૧૦૦ દોકડાના માળી પાસેથી પુષ્પો લઈ પ્રભુપ્રતિમાને ચઢાવ્યા, માળીને સો દોકડાના મૂલ્યમાં અનાજ વસ્ત્રો વગેરે આપ્યું, તે આપવામાં દસ દોડકાનો નફો કર્યો, તે દશ દોકડા દેવદ્રવ્ય ગણાય? કે માળીનું દ્રવ્ય ગણાય?
ઉત્તરઃ સો દોકડાના પુષ્પો લઈ ચઢાવ્યા, તેના બદલે ધાન્ય, વસ્ત્ર વગેરે માળીને આપ્યું, તેમાં કરકસર કરી જેટલા દોકડા નફો થાય, તે દેવદ્રવ્ય ગણાય છે, પણ માળીનું દ્રવ્ય ગણાતું નથી. કેમ કે, લોકમાં સો દોડકાના ફૂલો ચઢાવ્યાનો જશવાદ ગવાય છે. તેથી ન્યૂન ચઢાવવામાં દોષ લાગે છે. તેથી જે નફો મળ્યો હોય, તે દેવદ્રવ્યમાં નાંખી દે, તો દોષ લાગતો નથી..૪-૯૩૭થી.