________________
પરિશિષ્ટ-૧૨
४०७ અવકાશ નહિ રહે. પછી તો –
તત્કાલીન અન્ય ગીતાર્થોના અભિપ્રાયો જુદા આવવાથી મધ્યસ્થ સંઘે તેમજ મહાગીતાર્થ પૂજ્ય આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પ્રસ્તુત ઠરાવની વાતને કાયમ માટે પડતી મૂકી હતી, તેમ તે પ્રસંગ પછીનો ઈતિહાસ બોલે છે. આમ છતાં આટલા વર્ષો બાદ હવે પૂ. પંન્યાસજીમ. તે પૂજયશ્રીના આવા પ્રકારના કાચા ખરડારૂપ લખાણનો આધાર લઈ પોતાના અશાસ્ત્રીય મંતવ્ય પુષ્ટ કરવાના પ્રયત્નો કરે છે તે તરણું લઈને તરવા જેવું છે.
– પૂ. પં. મહારાજે પોતાના મનઃકલ્પિત મંતવ્યની પુષ્ટિ માટે રજૂ કરેલા ત્રણે આધારો કેટલા વજુદ વિનાના છે તે આથી સમજી શકાય છે.
જિજ્ઞાસા : શ્રાવકે જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ એવો દ્રવ્યસપ્રતિકા, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં જે પાઠ છે તે તો ફક્ત ઘરદેરાસરના માલિકે સંઘચૈત્યમાં પૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ તે માટે છે પરંતુ ઘર દેરાસર વગરના શ્રાવકો માટે નથી. તેઓ તો સંઘચૈત્યમાં પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ પૂજા કરી શકે છે – આવા પ્રકારનું ધાર્મિક વહીવટ વિચારમાં નિરૂપણ કરેલું છે તે યોગ્ય છે?
તૃપ્તિઃ ના, આવા પ્રકારનું નિરૂપણ જરા પણ યોગ્ય નથી. સાધુને નટનો નાચ જોવાના નિષેધમાં નટીનો નાચ જોવાનો નિષેધ આવી જ જાય છે. એ જ રીતે જો ઘરદેરાસરનો માલિક પોતાના ઘર દેરાસરમાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી (જે મોટા ભાગે સ્વદ્રવ્યનું જ બનેલું છે) પૂજા ન કરી શકે તો ઘરમંદિર વગરનાઓ તો દેવદ્રવ્યથી પોતાની પૂજાનું કર્તવ્ય કઈ રીતે કરી શકે ? પંન્યાસજીનું પ્રસ્તુત નિરૂપણ ઘરમંદિર નહિ રાખનારા શ્રાવકોને સ્વદ્રવ્યથી પ્રભુપૂજાના લાભથી વંચિત કરનારું બનવાથી ઉન્માર્ગ દેશના સ્વરૂપ છે.
ધા.વ.વિ. બીજી આવૃત્તિના પૃ. ૨૪૪થી ૨૪૭ ઉપર ““પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે “મધ્યસ્થ બોર્ડને લખેલો પત્ર એવા હેડીંગ નીચે રજૂ કરાયેલ પત્રના ખરડામાં લખ્યું છે કે,