________________
४०६
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આ વિષે અભિપ્રાયો મંગાવ્યા હતા. જે પ્રસ્તુત પુસ્તકના પરિશિષ્ટમાં પ્રગટ કરેલા પત્રોથી જણાય છે.
જો કે આ પુસ્તકમાં પણ પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ એના જેના અભિપ્રાયો મંગાવ્યા અને જેના જેના અભિપ્રાયો આવ્યા તે બધા પ્રકાશિત ન કરતાં માત્ર પોતે કરેલા નિર્ણયને અનુકૂળ લાગે તેવા પત્રો જ પ્રકાશિત કર્યા છે.
વધુમાં પંન્યાસજી મ. એ પ્રગટ કરેલા પૂ. તરણતારણહાર ગુરુદેવશ્રીના પ્રસ્તુત પત્ર અંગે વિશેષ માહિતી મેળવતાં જાણવા મળે છે કે – તિથિ કે તારીખ વગરનો પૂ. ગુરુદેવશ્રીજીનો આ પત્ર એ પત્ર નહિ પણ કાચો ખરડો હતો જે વાસ્તવમાં મધ્યસ્થ સંઘને મોકલાયો જ નથી. પૂજયશ્રી તેમાં હજી સુધારા વધારા કરાવવા ઇચ્છતા હતા કે તેઓશ્રીના તે વખતે પપૂ.આ. દેવ શ્રી રામચંદ્રસૂરિ મ. પર લખેલા ચ.વ.૮ના પત્રથી સ્પષ્ટ જાણવા મળે છે. આ પત્રમાં તેઓશ્રીએ પ.પૂ.આ.શ્રી રામચંદ્રસૂ. મ.ને જણાવ્યું છે કે –
જે મધ્યસ્થ સંઘને લખવા ધારેલો ઉત્તર, તેના પરના સુધારા વધારાનો તમારો પત્ર મળ્યો હતો. પણ મધ્યસ્થ સંઘે હાલ એ પ્રશ્ન મુલત્વી રાખ્યો, કેમકે પેઢીએ એ પ્રશ્ન માથે લઈ લીધો છે. તેથી હવે એ ઉત્તરની વિશેષતા ન ગણાય, છતાં એમાં સુધારા કરીને એ ઉત્તર એમને આપીશું.”
આ પત્રમાં પ.પૂ.ગુરુદેવશ્રી વતી પૂ.ભાનુવિજયજી (પૂ.સ્વ. શ્રી ભુવનભાનુસૂ.મ.)ની સહી છે. આમ જેમાં હજી તો સુધારા કરવાના બાકી છે અને પત્રરૂપે મધ્યસ્થ સંઘને મોકલાયો જ નથી તેવા અનેક સુધારાવધારાની આવશ્યકતાવાળા એક કાચા ખરડાનો પૂ. પંન્યાસજીએ પોતાના અશાસ્ત્રીય મંતવ્યની પુષ્ટિ માટે પત્ર તરીકે ઉપયોગ કરી લીધો છે. તે જાણીબૂઝીને કર્યો છે કે અજાણપણે કર્યો છે તે તો જ્ઞાની જાણે, પરંતુ આવી બાબતમાં જરા પણ ચોકસાઈ રાખવામાં આવી નથી તે હકીકત આથી પૂરવાર થાય છે. આમ છતાં આ જાણ્યા પછી પણ તેઓ સુધારો કરીને પોતાની વૈચારિક સરળતાનો દાખલો બેસાડશે તો તેમણે જાણે બૂઝીને પત્રનો ખોટો ઉપયોગ કર્યો છે, એવું કોઈને પણ કહેવાનો