________________
પરિશિષ્ટ-૧૨
"रिद्धिजुअ सम्मऐहिं, सद्धेहिं अहवा अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं, जं चरिएं सव्वमुवओगि ॥"
૪૦૫
અર્થ : ધનવાન શ્રાવકોએ અથવા સંઘમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવ્યું છે તે શ્રાવકોએ જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કોઈ પણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી બની શકે છે.’”
આમ છતાં ધનવાન શ્રાવકોએ મંદિરના નિર્વાહ માટે જ અર્પણ કરેલા કલ્પિત દ્રવ્યમાં સુપનાદિની બોલીના દેવદ્રવ્યને પંન્યાસજી મહારાજે જોડી દીધું છે અને તેઓ તેને કોઈ રીતે ઉચિત સિદ્ધ કરી શક્યા નથી. પૂર્વના બંને સંમેલનોમાં સઘળા વિડલ પૂજ્યોએ સ્વપ્નાદિની બોલીના દ્રવ્યને શ્રી જિનભક્તિ સાધારણમાં ગણાવવાનો કે લઈ જવાનો ક્યારેય વિચાર સુદ્ધાં કર્યો નથી, આમ છતાં એ બધાની ઉપરવટ થઈને પણ આવું સાહસ કરવાનું તેમને જગ્યું, તેમાં તેમની શાસ્ત્ર સાપેક્ષતા કયાં રહી ?
(૩) પોતાના મતિકલ્પિત નિર્ણયોને સાચા ઠરાવવા માટે જે બે આચાર્ય ભગવંતોના લખાણોનો હવાલો તેઓ આપી રહ્યા છે, તે બંન્નેય આચાર્ય ભગવંતોની માન્યતાઓનો સંપૂર્ણ અનાદર કરીને એ કહેવાતા સંમેલને તિથિ અંગેનો ૨૨મો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યા પછી હવે સંમેલનને એ બે આચાર્ય ભગવંતોના નામે વાત કરવાનો અધિકાર રહ્યો છે ખરો ? તેમ છતાં પં.મ. એ એમના નામે આ વાત કરી છે તો તે લખાણો અંગે પણ વિચારી લઈએ. પૂ. સાગરજીમ.ના લખાણમાં સુપનની બોલીના દ્રવ્ય અંગે કોઈ સ્પષ્ટ વાત નથી. જ્યારે સ્વ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આ વિષયમાં મધ્યસ્થ સંઘને પોતાનો સ્પષ્ટ અભિપ્રાય નહિ દર્શાવતા. ‘અન્ય પૂ. ગીતાર્થ આચાર્ય ભગવંતોના અભિપ્રાયો મંગાવ્યા સિવાય કોઈ પણ પગલું નહિ ભરવાની સલાહ આપી છે.’ વધુમાં પોતે તથા પોતાની શિષ્ય પરંપરા શાસ્ત્ર વિરુદ્ધ પગલું ભરી દુર્ગતિના ભાજન ન બને તે માટે પોતાના ગીતાર્થ શિષ્ય પ્રશિષ્યોના પણ