________________
४०४
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શરમે ભરમે સહી તો આપી પણ પછી થોડા સમયમાં જ એ નિર્ણયો પોતાને માન્ય નથી એવા પ્રકારની જાહેરાત કરી. બાકી રહ્યા તેમાંથી મોટા ભાગના તો એ ઠરાવો અંગે આજે પણ ઉદાસીન અને મૌન છે અને તેમાંથી પણ કેટલાક તો આજે પણ તેને ઉચિત માનતા નથી. એટલું જ નહિ, પણ આજ સુધી જે મુજબ શાસ્ત્ર સાપેક્ષ પરંપરાનુસારી વહીવટ ચાલતો હતો તેમજ કરવાનું પણ જણાવતા હોય છે, ફક્ત તે વખતે એ તથાકથિત સંમેલનના સુકાની બનેલા પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. અને પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના સમુદાયનો કેટલોક વર્ગ અદ્યાપિ સંઘના મોટા ભાગને અમાન્ય રહેલા તે ઠરાવોને અમલી બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. આવી સ્થિતિમાં એ સંમેલનીય આચાર્યોના સર્વાનુમત અભિપ્રાય છે. એમ શી રીતે માની – મનાવી શકાય, આવી સ્થિતિમાં એ અભિપ્રાયનું મૂલ્ય કેટલું ! એ સ્વયં વિચારી લેવું.
વિ.સં. ૨૦૪૪ના એ કહેવાતા સંમેલન અગાઉના - વિ.સં. ૧૯૯૦ અને વિ.સં. ૨૦૧૪ના વિધિ પૂર્વકના સંમેલનોના સર્વમાન્ય નિર્ણયોમાં સ્વપ્નદ્રવ્ય જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર નિર્માણ આદિમાં લઈ જવા યોગ્ય દેવદ્રવ્ય તરીકે જ ઠરાવવામાં આવેલું છે, જેનો ઉલ્લેખ શ્રી જૈન શ્વે. મૂ. રાજગનર સંઘ વતી શ્રી કસ્તુરભાઈ મણિભાઈ નગરશેઠ દ્વારા પ્રકાશિત વિ.સં. ૧૯૯૦માં આ.ભ. શ્રી જૈન છે. મુનિ સંમેલને કરેલા નિર્ણયોની પુસ્તિકામાં તેમજ સ્વ. પૂ.ઉ. શ્રીધર્મસાગરજી મ. એ તથા સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.એ ધર્મદ્રવ્ય વ્યવસ્થા અંગેની પોતે વર્ષો પહેલાં બહાર પાડેલી પુસ્તિકાઓમાં વિગતથી કર્યો છે અને તેના આધારે જ લગભગ દરેક સંઘોમાં આજે વહીવટ ચાલી રહ્યો છે. પ્રસ્તુત વિ.સં. ૧૯૯૦ અને ૨૦૧૪ના બંને સંમેલનોમાં વર્તમાન સઘળા શ્રમણ સમુદાયોના વડિલ પૂજયો ઉપસ્થિત હતા અને જેઓ સંયોગવશાત્ ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમની પાછળથી પત્રો દ્વારા સંમતિ મેળવી લેવામાં આવી હતી. આથી તે નિર્ણયો સાચા અર્થમાં સર્વસંમત હતા.
(૨) સંબોધ પ્રકરણનો કલ્પિત દ્રવ્ય અંગેનો શ્લોક અને તેની વ્યાખ્યા પૂ. પંન્યાસજીમ. એ પોતે પ્રસ્તુત પુસ્તકના પૃ. ૧૬૧ પર દર્શાવી છે તે નીચે મુજબ