________________
પરિશિષ્ટ-૧૨
૪૦૩
જિજ્ઞાસા : પૂ.પં. શ્રી ચંદ્રશેખર વિ.મ. એ ‘ધાર્મિક વહીવટ વિચાર’ નામના પોતાના અગાઉ પ્રગટ કરેલા પુસ્તકની પરિમાર્જિત બીજી આવૃત્તિમાં ૮મા સવાલના જવાબમાં (પૃ. ૬૪-૬૫) લખ્યું છે કે -
‘સ્વપ્નદ્રવ્ય કલ્પિત દેવદ્રવ્યમાં જાય અને તેનો ઉપયોગ કેસર-સુખડપૂજારીનો પગાર વગેરે દેરાસર સંબંધી સર્વ કાર્યોમાં થાય અર્થાત્ તે શ્રી જિનભક્તિ સાધારણનું દ્રવ્ય ગણાય.’’
પોતાના ઉપરોક્ત વિધાનના સમર્થનમાં તેમણે ત્રણ આધારો આપ્યા છે. ‘(૧) વિ.સં. ૨૦૪૪ના સંમેલનીય ગીતાર્થ જૈનચાર્યોનો સર્વાનુમત અભિપ્રાય.
(૨) શ્રી હરિભદ્રસૂરિ મહારાજા રચિત સંબોધ પ્રકરણની કલ્પિત દેવદ્રવ્ય અંગેની ગાથા.
(૩) બે મહાગીતાર્થ જૈનાચાર્યો પૂ. પાદ. શ્રીમત્સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. તથા તરણતારણહાર ગુરુદેવ સ્વ. પૂ.પાદ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના લખાણ.” આ પ્રમાણે તેમણે રજૂ કરેલા ત્રણ ત્રણ આધારોથી ‘સ્વપ્નદ્રવ્ય એ શ્રી જિનભક્તિ સાધારણનું દ્રવ્ય છે' એ વાત માન્ય થઈ શકે ખરી ?
―
તૃપ્તિ : ના, એ વાત કદાપિ માન્ય થઈ શકે તેવી નથી અને એ કથિત સંમેલન પછીના આજ સુધીના છ વર્ષના ગાળામાં પ્રાયઃ કોઈ પણ સંઘોએ એ માન્યતા સ્વીકારી પણ નથી. - હવે આપણે તેમણે આપેલા ત્રણ આધારોમાં કેટલું વજુદ છે તેનો વિગતથી વિચાર કરીએ...
(૧) પ્રસ્તુત વિ. સં. ૨૦૪૪નું સંમેલન એ કોઈ વિધિ પૂર્વકનું સંમેલન ન
હતું.
એક પૂજ્ય આચાર્ય ભગવંતે પત્ર લખીને બોલાવેલા, તેમજ રૂબરૂમાં નિમંત્રિત કરેલા કેટલાક આચાર્યાદિ મુનિવરોનું એ મિલન હતું.
આ મિલનમાં હાજર રહેલાની દબાણ પૂર્વક સહીઓ લેવાનું નક્કી કર્યું ત્યારે એક આચાર્ય ભગવંતને એ મિલનમાંથી નીકળી જવું પડ્યું. જે રહ્યા તેમાંના અમુકને અનિચ્છાએ દબાણને વશ થઈને સહી આપવી પડી અને અમુકે