________________
૨૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઓગસ્ટ ૧૯૮૩ના અંકમાં પ્રશ્નોત્તર વિભાગમાં જણાવ્યું છે, સુખી શ્રાવકોએ અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા જિનભક્તિ નિમિત્તે જે આચરણ કરાયું હોય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય, જેમ અષ્ટપ્રકારી પૂજા નિમિત્તે બોલાતી ઉછામણી અથવા સ્વપ્ન બોલી. આ દ્રવ્ય જિનેશ્વરદેવની ભક્તિના સર્વકાર્યમાં વપરાય.
સમાલોચનાઃ
પૂર્વોક્ત વાત જ્યારે ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં છપાઈ હતી, ત્યારે એ અંગે પૂ.આ.ભ.શ્રીના શિષ્યરત્ન પૂ.આ.ભ. શ્રી વિ. જયદર્શનસૂરિજી મ. સાહેબે (તે વખતે મુનિશ્રીએ) “જૈનશાસન” અઠવાડીકમાં (વિ.સં. ૨૦૫૦ના અંકોમાં) સ્પષ્ટતા કરવા પૂર્વક વિસ્તૃત જવાબ આપ્યો જ હતો. તે ખુલાસાઓનો સાર એ છે કે – “તેઓશ્રી (પૂ.આ.ભ.શ્રી વિ. રવિચંદ્રસૂરીશ્વરજી મહારાજા) પોતાની છેલ્લી માંદગી દરમ્યાન પ્રગટ-અપ્રગટ પ્રશ્નોત્તરીની શુદ્ધિ કરાવી ગયા છે. તેથી હવે બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ગણવાનું રહેતું નથી.” - આવો નિખાલસતાપૂર્વક ખુલાસો કરવા છતાં તે પુસ્તકની બીજી-ત્રીજી આવૃત્તિમાં અને એ પક્ષના અન્ય સાહિત્યમાં એ જ વાત વારેઘડી છપાયા કરે છે. તેને શું માનવાનું ! બીજાના રદ થયેલા વિધાનને પકડી રાખનારા તે પક્ષવાળાના પુસ્તકોમાંથી અનેક શાસ્ત્રવિરુદ્ધ વિધાનોનો જવાબ તેમની પાસે નથી અને અનેક સ્થળેથી ધ્યાન દોરવા છતાં કાને ધરવાની તૈયારી નથી એને શું કહેવું? વાચકો સ્વયં વિચારે.
ઉપસંહાર : સમગ્ર ચર્ચાનો સાર એ છે કે, સ્વપ્નાદિકની બોલીના દ્રવ્યને કલ્પિતદેવદ્રવ્ય માની – કહી શકાય નહીં. પરંતુ એને શુદ્ધ દેવદ્રવ્ય માનવાની પરંપરા જ સાચી છે – બરાબર છે અને એનો વિનિયોગ જિનાલયના જીર્ણોદ્ધારાદિમાં થાય તે જ ઉચિત છે.
૦ તમામ પ્રશ્નોના જવાબઃ
પ્રકરણ-૩માં જણાવેલા તમામ પ્રશ્નોના જવાબ આપણે પ્રકરણ-૧થી