________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૯ જીર્ણોદ્ધાર આદિ સિવાય અન્ય રીતે પણ ઉપયોગ થઈ શકે એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરવો તેમાં જરા પણ પ્રામાણિકતા જળવાતી નથી.
વધુમાં જે પ્રબંધમાં તે દ્રવ્ય દુઃખી સાધર્મિક તથા ચૈત્યોના ઉદ્ધાર માટે સાધારણ ભંડારરૂપે સ્થાપિત કરાવ્યાનો ઉલ્લેખ મળે છે, ત્યાં પ્રીતિદાન તરીકે એ દ્રવ્ય અર્પણ કર્યાનો ઉલ્લેખ છે, પરંતુ જ્યાં અગ્રપૂજા રૂપે અર્પણ થયેલ છે, તે દ્રવ્ય જીર્ણોદ્ધારાદિ સિવાયના કાર્યમાં વાપર્યાના ઉલ્લેખો ઉપલબ્ધ થતા નથી. જે ધનને ગુરુપૂજન રૂ૫ ગણાવવા શ્રી હરિપ્રશ્નનો આધાર લેવો અને તે જ ધનને વૈયાવચ્ચમાં વાપરવા પ્રબંધનો આધાર લેવો એમાં શાસ્ત્રસાપેક્ષતા કયાં રહી? એટલે આ પ્રસંગમાંથી ઉપજાવી કાઢેલા વિકૃત અર્થને તાત્પર્ય તરીકે ઓળખાવવું એ તદ્દન ગેરવ્યાજબી છે.
પ્રશ્નઃ ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય કે વૈયાવચ્ચમાં પણ જઈ શકે, એ વિષે આપણા પરમોપકારી ગુરુદેવ સિદ્ધાંત મહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાત પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની શું માન્યતા હતી?
ઉત્તર : તેઓશ્રીની આ વિષયમાં શી માન્યતા હતી, તે શ્રી હીરપ્રશ્નાનુવાદ પૃ. ૮૮ પર છપાયેલી ટિપ્પણી ઉપરથી સ્પષ્ટપણે જાણી શકાય છે. આ પુસ્તક તેઓશ્રીએ સ્વયં તપાસી આપ્યું છે તેવું તેના “આદિવચન'માં જણાવેલ છે.
– પૂર્વે એની વિગતવાર વિચારણા કરી જ છે.
પૂ. ગુરુદેવશ્રીની આવી શાસ્ત્રાનુસારી દઢ માન્યતા હોવાથી તેઓશ્રીના અનુગામીઓએ એ માર્ગને અનુસરીને એવી જ શુદ્ધ પ્રરૂપણા કરવાના માર્ગેથી ચલિત થવું ન જોઈએ. એ રીતે વર્તવામાં જ સ્વ-પરનું સાચું હિત સમાયેલું છે. = કુતર્કોની સમાલોચના:
“ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના પેજ નં. ૧૧૫થી ૧૨૨ની