________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા ક્યા દ્રવ્યથી કરવી જોઈએ?
૮૩ આવી ભયાનક ધનમૂચ્છને તોડવા માટે જિનેશ્વરદેવનું પૂજન છે. પરમાત્માને તો કઈ જોઈતું નથી પણ સંસારી માણસને પરમાત્મપણે જોઈએ છે અને ધનમૂચ્છ ઉતાર્યા વિના એ પરમાત્મપણું મળી શકે તેમ નથી. માટે જ પરમાત્માને કિંમતી આભૂષણો ચડાવીને, ઉત્તમોત્તમ ફળો, નૈવેદ્ય ધરીને, તથા ઉત્કૃષ્ટ કક્ષાના કેસર, બરાસ, વરખ, બાદલું વગેરે ખરીદીને તેમની અનુપમ ભક્તિ કરવાની છે.
જિનપૂજા કરનાર જો ધર્માદાના કેસર વગેરે નિષ્કારણ વાપરે તો તેની પૂજાનો ધનમૂચ્છ ત્યાગનો ઉદ્દેશ મરી જાય છે. એથી એની જિનપૂજા નિષ્ફળ જાય છે. જ્યાં ક્રોડ રૂપિયા કમાવવાના હોય ત્યાં પાંચ રૂપિયા મળે એને નિષ્ફળતા જ કહેવી જોઈએ
ને?
મૂચ્છ ઉતારવાનો આ ઉદ્દેશ જો બરોબર સમજી લેવાય તો સ્વદ્રવ્યથી જ પૂજા કરવાનો આગ્રહી વર્ગ વધતો જાય. એમ થતાં એ પૂજનો મહિમાશાળી બનીને જગતમાત્રમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાવનારા બની રહે.
જેને માત્ર જેમ જિનપૂજા વિના રહી શકે નહિ તેમ જૈન માત્ર સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાના આગ્રહી બની રહેવું જોઈએ. xxxx
જિનપૂજા શા માટે?
સર્વજ્ઞશતકમાં ધર્મસાગરજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ધનનું મહત્વ તોડવા માટે જિનપૂજા છે. પ્રભુને તો ફળનૈવેદ્ય વગેરે કશું ય આરોગવાનું નથી પણ એ બધું ત્યાં મૂકીને ધનની મમતા તોડવાની છે. ભગવાન બનવામાં સૌથી વધુ બાધક આ મૂર્છા છે.
જિનપૂજાનો પ્રાણ ધન મમત્વનો નાશ છે એ વાત જેને સમજાણી નથી એને “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એ વાત શી રીતે સમજાય? શક્તિમાન માણસોએ સ્નાનના ગરમ પાણીથી માંડીને કેસર, સુખડ, પુષ્પ વગેરે તમામ દ્રવ્યો પોતાના જ વાપરવાનો દઢ નિર્ધાર રાખવો જોઈએ. પરાયા કે સંઘના એ દ્રવ્યોથી પૂજા કરનારો પોતાના ધનનો એટલો બચાવ કરીને ધનમમત્વને તોડતો નથી. માટે એને એથી પૂજાનો લાભ થઈ શકે નહિ. હા, ગેરલાભ પણ ન થાય પરંતુ જ્યાં સ્વદ્રવ્યથી પૂજા કરીને એક ક્રોડ રૂપિયાની કમાણી થવાની હતી ત્યાં પરદ્રવ્યથી પૂજા કરીને પાંચ જ રૂપિયા કમાયો એને લાભ કહેવો શી રીતે? એ તો ગેરલાભનો જ નાનો ભાઈ કહેવાય ને !
બીજી વાત એ છે કે સ્વદ્રવ્યથી પૂજા કરનારનો ઉલ્લાસ આકાશને આંબવા લાગે