________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા છે. પોતાના કેસરના બે તાંતણાને પણ જાતે જ ઘસનાર પૂજકના મોં ઉપરના ભાવ તો જોજો. પૂજા કરતી વખતે પણ એનો ઉલ્લાસ નીરખજો તો ખરા.
અને સંઘના દ્રવ્યથી, પૂજારીની મદદથી તૈયાર થયેલા કેસરથી પૂજા કરનારના મુખ ઉપરનો ભાવ વાંચજો. તમને આભ-પાતાળનું અંતર જોવા મળશે.
તમે જે કેસર-લાગો ભરો છો એની મારી સામે રજૂઆત કરશો મા? કેમકે એ લાગાની રકમ કેટલી છે અને એની સામે તમારો ઉપાડ કેટલો છે એ વાત અમારી નજર બહાર નથી.
(પુસ્તક-જગતા રેજો પૃ. ૨૫૧-૨૫૩)
ટિપ્પણી:
(૧) ઉપરના મેટરમાં બોલ્ડ ટાઈપવાળું મેટર સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવે છે અને જિનપૂજાના ઉદ્દેશ્યોને જણાવે છે. લખાણ જ સ્પષ્ટ છે, ત્યાં વધારે ટિપ્પણી કરવાની આવશ્યકતા નથી.
(૨) “સ્વદ્રવ્યની પછીનો “જકાર પરદ્રવ્ય અને દેવદ્રવ્યનો સ્પષ્ટ નિષેધ જ કરે છે.
(બ) “હું શ્રાવક બનું પુસ્તકના અંશોઃ પૂજારીના પગાર અને નિર્ધન શ્રાવકના કર્તવ્ય અંગે માર્ગદર્શન:
• મધ્યાહને ત્યાર બાદ જીવજંતુ ન મરે એની કાળજી રાખી પરિમિત જળથી સ્નાન કરીને પરમાત્માની બીજી વાર પૂજા-ભક્તિ કરવી. પ્રભુપૂજામાં પોતાની શક્તિને ગોપવ્યા વિના ઘરના જ ચન્દન-બરાસ વગેરે દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય તો સંઘના ભાઈઓએ જ દેરાસરનું સઘળું કાર્ય કરવું જોઈએ. તેમ ન જ બને તો પોતાનું તે કાર્ય કરવા માટે એક ભદ્રક પ્રકૃતિવાળા સારા માણસને રાખવામાં આવે તો પણ તેનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ આપવો જોઈએ કેમકે પોતાનું કામ જે માણસ કરે તેને પોતાના જ પૈસા પગાર પેટે આપવા જોઈએ. વસ્તુતઃ તો આવા માણસો આશાતનાદિ ટાળવામાં તત્પર હોતા નથી. માટે સ્વયં સઘળું કાર્ય કરવું જોઈએ. સ્વદ્રવ્યથી પૂજા કરવાથી ભાવપૂજામાં અનેરો આનંદ આવે તે સહજ છે. જેનામાં સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ જ ન હોય તેને ગમે તે રીતે પૂજા કરવી જ જોઈએ તેવો નિયમ નથી. તે આત્મા સામાયિકાદિ ધર્મોનું સેવન કરી શકે છે. આ અંગે અભયંકર