________________
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૧ દુકાનમાં મળતા પ્રસક્ત વિકલ્પોને સૂચવે છે. પરંતુ અપ્રસક્ત વિકલ્પોને નહીં. તેથી ત્યાં “વગેરે” એટલે લાડવા, ગાંઠીયા કે સેવ જેવી વસ્તુઓ જ સમજવાની હોય, તે જ રીતે પૂર્વોક્તપાઠમાં નિર્દિષ્ટ “આદિ પદથી પ્રસક્ત વિકલ્પોરૂપ જિનાલયના સિંહાસન-ત્રિગડું વગેરે ગ્રહણ કરવાના છે. પરંતુ અપ્રસક્ત એવી સાધુવૈયાવચ્ચ ગ્રહણ કરવાની નથી.
(૨) અને તેથી જ “હીરપ્રશ્નાનુવાદ' ગ્રંથના પૃ. ૮૮ ઉપર ટિપ્પણપપમાં “એટલે તેનું ઉત્પન્ન (દ્રવ્ય) સાધુઓના ઉપયોગમાં આવી શકે નહીં” એવું કહીને ગુરુપૂજાના દ્રવ્યને શુદ્ધદેવદ્રવ્ય જ ગણાવ્યું છે અને સાધુવૈયાવચ્ચની બાદબાકી કરી છે. અનુવાદક-પ્રેરક-સંશોધનકર્તા પૂજ્યોને “આદિ પદથી સાધુવૈયાવચ્ચ ઈષ્ટ નથી તે સ્પષ્ટ સમજાય છે.
(૩) તદુપરાંત, ૨૦૪૪'ના સંમેલનના ૯ મહિના પૂર્વે પૂ.પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. દ્વારા વલસાડ ચાતુર્માસ રહેલા એક મહાત્માને (પૂ.મુ.શ્રીહિતપ્રજ્ઞ વિજયમ.સા. - હાલ આચાર્યશ્રી)ને લખાયેલા પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે –
વિ. જણાવવાનું કે ગુરુપૂજાના પૈસા દેવદ્રવ્યમાં જ લઈ જવા એવી પરંપરા છે. માટે દેવદ્રવ્યમાં જ લઈ જવા જોઈએ.
તથા જો તે પૈસા મુનિઓની વૈયાવચ્ચમાં લેવામાં આવે તો મુનિઓને તે પૈસા ઉપર પોતાના પૈસા એ રીતે આસક્તિ થવાની શક્યતા છે. માટે આ પરંપરા અત્યંત યથાયોગ્ય જણાય છે તે જાણશો.”
– પૂર્વોક્ત પત્રાંશમાં ગુરુપૂજાના દ્રવ્યને સાધુવૈયાવચ્ચમાં વાપરવાનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવ્યો છે અને દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરા અત્યંત યથાયોગ્ય હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. તથા સાધુવૈયાવચ્ચમાં લઈ જવાના ભયસ્થાનો પણ બતાવવામાં આવ્યા છે. આપણે બરાબર જાણી પણ શક્યા છીએ કે, તેમણે ૨૭ વર્ષ પૂર્વે બતાવેલા ભયસ્થાનો આજે કેવા વિકરાળ સ્વરૂપને ધારણ કરી ચૂક્યા છે.)