SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૩૯૬ છે. તે આપણે સહુ જાણીએ જ છીએ. વળી વિ.સં. ૨૦૪૪ની સાલમાં જ પ્રવરસમિતિમાં નક્કી થયેલ પાંચ સભ્યોમાંથી સીધા ૧૮ (બધા જ)ને પ્ર.સ.માં સ્થાન આપવું પડ્યું તેની પાછળના આશયથી પણ આપ અજાણ નહિ જ હોવ ? તે વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી ચૂકી હતી કે જો તે - તે (માંગણી ક૨ના૨) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારીવાળા હતા. મારી સ્પષ્ટ અસંમતિ છતાં અનેકના અતિશય દબાણને કારણે મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી. પ્રવરસમિતિના વિસ્તૃતીકરણથી સંમેલનની રહી સહી નક્કરતા પણ ખોખરી થઈ ગઈ એવું મને લાગે છે. સંમેલનની એકવાક્યતા ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચૂક્યા છે. ટુકડા વધે તેવી એકતા, એકતા કહેવાશે ? વિચારશો. આમાં કોઈ ગેરસમજ હોય તો જણાવશો. પ્રત્યુત્તર પાઠવશો. કામકાજ જણાવશો. સહવર્તિ મુનિગણને અનુવંદનાદિ વિદિત હોજો. લી. રામસૂરિ અહીં ઉલ્લેખનીય છે કે, આ પત્રની નીચે ‘‘સંવત્સરી શતાબ્દી મહાગ્રંથ’'ના સંપાદક તથા પ્રવરસમિતિના ભૂતકાલીન આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. એ નીચે મુજબ પોતાની નોંધ કરી મૂકી છે. નોંધ નં. :- ૪૩. વિ. સં. ૨૦૪૪ની સાલમાં જે અમદાવાદ ખાતે મીની મુનિ સંમેલન થયું હતું. કે જેને લગતી બીનાઓનું વર્ણન અને જાતઅનુભવ આ શતાબ્દીસ્મારક ગ્રંથમાં હું આપી ચૂક્યો છું તે મુનિસંમેલનના મુખ્ય અધ્યક્ષ તેમ જ પાંચની પ્રવરસમિતિમાંય મુખ્ય આચાર્ય એવા પૂ.આ.શ્રીવિજયરામસૂરિજી મહારાજશ્રી (ડહેલાવાળા) તે સંમેલનની નિષ્ફળતા અંગે. તિથિપ્રશ્ન અંગેના ઠરાવ બાબત અંગે આ પત્રમાં પોતાની હૃદયવેદના જે ઠાલવે છે વાંચતાં જ વાચકોને પણ પ્રતીતિ થશે કે - ૨૦૪૪નું મુનિસંમેલન ‘અજોડ ઐતિહાસિક થયેલ છે' તેવું જણાવવા માટે સૌરાષ્ટ્ર આદિને ગામે-ગામ અને શહેરેશહેરે ફરીને પદસ્થોએ પણ સંઘોને શરમમાં નાખીને જે સહીઓ સંમેલનના ઓવારણાંરૂપે લીધેલી તેમ જ ‘સંમેલન પ્રચાર' પત્રિકા દ્વારા અને જૈનપત્રના કોલમોના કોલમો ભરીને વખાણો કરવા પાછળ જે નાણાંનો છૂટે હાથે વ્યય કર્યો હતો તે બધા ઉપર પાણી ફરી વળવા પામ્યું છે એટલું જ નહિ પરંતુ ઠરાવ કરનારા એવા પૂજ્યોમાંના એકાદ પૂજ્ય પણ એકાદ ગામનાય શ્રીસંઘ પાસે તે ઠરાવોનો અમલ કરી-કરાવી શક્યા પણ નથી જ !! એટલું જ
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy