________________
૬૩
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? થાય, સમ્યગૃષ્ટિ જીવોને જે પ્રિય હોય તે કરવાનું થાય, જિનાજ્ઞાપાલનજિનભક્તિ અને શાસનપ્રભાવના થાય.”
ટિપ્પણી - (૧) “શ્રાદ્ધદિનકૃત્ય' ગ્રંથમાં ઋદ્ધિવાળા અને ઋદ્ધિ વિનાના શ્રાવકની પૂજાવિધિ પૂર્વે બતાવી છે. તેમાં ઋદ્ધિવાળા શ્રાવકે સ્વવિભવાનુસારે ઉત્તમ સામગ્રી દ્વારા પૂજા કરવાનું જણાવ્યું છે અને ઋદ્ધિ વિનાના શ્રાવક પાસે સામગ્રીનો અભાવ હોવાથી તેના માટે કાયાથી સાધ્ય જિનમંદિરના પુષ્પ ગુંથવા વગેરે અન્ય કાર્યો બતાવ્યા છે.
(૨) શ્રાદ્ધદિનકૃત્યના પાઠમાં પોતાની ઋદ્ધિ અનુસારે પૂજા કરવાનું કહ્યું છે. પરંતુ ઋદ્ધિવાળા પાસે કૃપણતાદિના કારણે સ્વઋદ્ધિ ખર્ચાને પ્રભુપૂજાનો ભાવ ન હોય તો તે અન્ય વ્યક્તિના પૈસાથી કે દેવદ્રવ્યથી પણ પૂજાનું કર્તવ્ય સંપન્ન કરે, તેવું ક્યાંયે કહ્યું નથી અને જેની રજા ન આપવામાં આવી હોય, તે કાર્ય કરવામાં આવે તો દોષ લાગ્યા વિના રહે જ નહીં.
(૩) ધનવાન શ્રાવક પોતાનું ધન બચાવીને ભોગમાં વાપરે કે સંગ્રહ કરે અને દેવદ્રવ્યથી પૂજાનું સ્વકર્તવ્ય કરી લે તો, એને દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગ્યા વિના રહે નહીં. દા.ત. જે ૧૦૦ રૂ.ની પૂજાની સામગ્રી લાવીને એ પ્રભુપૂજા કરવાનો હોય, તે ૧૦૦ રૂા. પોતાના ઘરમાં રાખે અને ભગવાનના ૧૦૦ રૂા. લઈને પ્રભુપૂજાનું કાર્ય પતાવે તો સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, એને દેવદ્રવ્યના દુરુપયોગનો દોષ લાગે. અહીં ઉલ્લેખનીય છે કે, ભક્ષણ એટલે માત્ર મોઢામાં મૂકવું એવો જ અર્થ વિવક્ષિત નથી. પરંતુ દેવદ્રવ્યનો દુરુપયોગ કરવો, શાસે જે ક્ષેત્રકાર્યમાં ઉપયોગ કરવાની ના પાડી હોય ત્યાં વાપરવું - આ પણ દેવદ્રવ્યનું ભક્ષણ કે વિનાશ જ છે.
(૪) નિધન શ્રાવક દેરાસરના પુષ્પ ગુંથવા વગેરે અન્ય કાર્યો કરે તેમાં એના ગૌરવની ક્યાંયે હાનિ થતી નથી. કારણ કે, એ કાર્યો કરવા