________________
૩૨૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ધારીએ તો પડે. સૌથી ઉત્તમ માર્ગ તો પ્રથમ છે તે જ પ્રમાણે રાખવું. પછી કદાચ તમારા લખવા પ્રમાણે અડધો કરવું હોય તો ઉપર લખેલ બે ઠેકાણે પૂછાવીને કરી લેશો. તે બરાબર ધ્યાનમાં લેશો. ધાર્મિક ક્રિયા કરી જીવન સફળ કરશો. અમદાવાદ સુધી કદાચ આવવાનું થાય તો પાટણ શહેરના દહેરાસરજીની જાત્રાનો લાભ લેશો.
ખંભાત આસો સુ. ૧ આ. વિજયક્ષમાભદ્રસૂરિ તરફથી.
સુશ્રાવક દેવ-ગુરુ-ભક્તિકારક શેઠ જમનાદાસ મોરારજી યોગ્ય ધર્મલાભ સાથે માલુમ થાય કે તમારો પત્ર મળ્યો સમાચાર જાણ્યા.
ત્યાંના સંઘે કરેલો નવો ઠરાવ શાસ્ત્રીય રીતે બરાબર નથી. કારણ કે, દેવદ્રવ્યના નામે ઉત્પન્ન કરાયેલ રકમનો કોઈપણ ભાગ દેવમંદિર અને મૂર્તિના નિભાવ સિવાય બીજા ખાતામાં વાપરવો જોઈએ નહિ. આપનારાઓની ભાવના પણ દેવદ્રવ્યને જ ઉદ્દેશીને જ હોય છે. આવી પ્રવૃત્તિઓ પણ શ્રાવકના વાર્ષિક અગ્યાર કૃત્યોમાં દેવદ્રવ્યની વૃદ્ધિરૂપે જ એ કૃત્ય તેને સાચવવા માટે જ પૂર્વ પુરુષોએ પ્રચલિત કરી છે અને જ્યારે અનેક પેઢીઓ ચલાવતા મોટા મોટા વેપારીઓ પણ આ લોકની પ્રામાણિકતા ખાતર દરેકનો હિસાબ જુદી જુદી રીતે ચોખ્ખો રાખે છે. રકમો આમતેમ ઘાલમેલ કરી શકાતી નથી. તેવી જ રીતે ધાર્મિક ખાતાઓમાં પણ એવી જ જાતનાં સ્પષ્ટ જમાખર્ચ હોવા જોઈએ.
વળી એ પણ લક્ષ બહાર ન હોવું જોઈએ કે, ઘણા બોલનારાઓ ખર્ચ ખાતામાંથી નહિ પણ દેવપૂજાની જીર્ણોદ્ધાર આદિમાં ખર્ચવા ધારેલી અથવા જુદી કાઢીને રાખેલી રકમમાંથી જ બોલીઓ બોલે છે. જ્યારે કેટલીક પેઢીઓમાં આવક કે બચતનો અમુક ભાગ દેવના નામે જમા થતું રહે છે અને અવસરે અવસરે અપાતું રહે છે. આ દરેક વસ્તુ લક્ષમાં લેતાં લોકોને મૂલ ભાવનામાંથી ચૂકવે અને જતા દિવસે નવા આવેલા અથવા વસ્તુથી અજાણુ માણસોને દેવદ્રવ્યમાંથી આડા-અવળા માર્ગે રકમ ખર્ચવા પાછલે બારણેથી છૂટ આપે