________________
પરિશિષ્ટ-પ
૩૬૯
સ્વદ્રવ્યથી પૂજાના વિધાનને તોડવા માટે આવા કુતર્ક લડાવ્યા છે, તેમને શું કહેવું ?
વિ.સં. ૧૯૯૦ના સંમેલનમાં બધા પૂજ્યોએ મળીને ઠરાવ કર્યો કે, પ્રભુ ભક્તિ નિમિત્તે પરમાત્માના મંદિરમાં કે મંદિરની બહાર જે કાંઈ ચઢાવા બોલાય તે બધું દેવદ્રવ્ય ગણાય. આ પુસ્તકમાં સુધારો કર્યો કે ‘વરઘોડાની બોલીમાંથી ખર્ચો કાઢવો અને બાકીનું વધે તે દેવદ્રવ્ય.’ ૧૯૯૦ના સંમેલનમાં તેમના ગુરુના પણ ગુરુ પૂ.આ.ભ. શ્રીદાનસૂરિ મ. તથા પૂ.આ.ભ.શ્રી લબ્ધિસૂરિ મ., પૂ. બાપજી મ., પૂ. નેમિસૂરિ મ. વગેરે વડીલો હતા. છતાં એ ડિલોએ નક્કી કરેલા નિર્ણયોને પણ પોલા કરવામાં તેઓ અચકાયા નથી. મુંબઈમાં સાત સંઘોના ભેગા વરઘોડાની દરખાસ્ત પ.પૂ.આ.ભ. શ્રી રામચંદ્રસૂરિ મ. પાસે આવી ત્યારે તેમણે પહેલાં જ પ્રશ્ન કર્યો કે વરઘોડાનો સંપૂર્ણ ખર્ચ સાધારણ ખાતામાંથી થશે ને ? અને વરઘોડાની બોલી સંપૂર્ણ દેવદ્રવ્યમાં જશે ને ? આવનારાઓએ હા પાડી, ત્યાર પછી નક્કી થયું. તેમ જ તે વખતે પૂ.આ.ભ. સૂચન કર્યું કે વરઘોડામાં મુવી, વીડિયો વગેરે ઉતારવામાં આવે એ યોગ્ય નથી માટે એવું ન થાય તેની કાળજી રાખશો. તે મુજબ થોડા વર્ષ ચાલ્યું. પછી અમુક સંઘમાં આ નિયમનું પાલન થતું નથી, તેવી ખબર પડી, ત્યારથી એ વરઘોડો બંધ થયો.
આ મહાત્મા તેમના પુસ્તકમાં મહાગીતાર્થ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.ના નામે વાત કરે છે. પરંતુ તે બરાબર નથી. દેવદ્રવ્યની હાનિ થાય તેવી વાત પૂ. પરમગુરુદેવે ક્યારેય કરી નથી. આપણા પરમ ગીતાર્થ પૂર્વજ મહાપુરુષો ૫.પૂ.આચાર્યદેવ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા, ૫.પૂ.આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની અનેક પરંપરાઓ તેમણે વોસિરાવી દીધી, છતાં તેમના નામે વાત કરી લોકોને ભ્રમમાં નાંખે છે.
હવે ગુરુદ્રવ્યની વાત કરીએ. ૨૦૪૪ના મર્યાદિત સંમેલનમાં ગુરુદ્રવ્ય વેયાવચ્ચમાં લઈ જવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મેં એનો વિરોધ કરેલો. હું ત્યાં હાજર હતો. વિરોધ હોવા છતાં ઠરાવ કર્યો. પૂ. આચાર્ય શ્રી અરિહંતસિદ્ધસૂરિ મ.ની એ ઠરાવ પર સહી લેવા તેમના ઉપર ભારે દબાણ કર્યું. તેઓએ કહ્યું કે -