________________
૩૭૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા “મારા ગુરુની પરંપરા છે કે - ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય.” કોઈ સંયોગોમાં સહી કરવા તેઓ તૈયાર ન હતા. છતાં જબરજસ્તીથી પેન્સીલ પકડાવી સહી કરાવી. તે મહાત્મા બીજા દિવસથી સંમેલનમાં આવ્યા નહિ. આચાર્ય શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીએ કહ્યું કે - “બધા કરતા હોય તેમ કરવાથી એકતા થાય છે માટે સહી કરીએ છીએ, બાકી અમે પણ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાનું જ કહીએ છીએ.”
વિ.સં. ૨૦૨૨માં આ જ અમદાવાદમાં ઉસ્માનપુરામાં દેરાસરની પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. ત્યારે શાસનના પ્રશ્નોની વિચારણા થયેલી. પૂ. આચાર્યદેવશ્રી ઉદયસૂ.મ. વિદ્યમાન હતા. પૂ. ગુરુદેવ શ્રી પ્રેમસૂમ. ત્યાં પધાર્યા. ત્યારે ગુરુદ્રવ્યની વાત નીકળતાં ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવાય તેમ તેમણે કહ્યું. આચાર્ય વિજય ચંદ્રોદયસુ.મ. ત્યારે પંન્યાસ હતા. તેમણે કહ્યું કે - અમે પણ ગુરદ્રવ્ય દેવદ્રવ્યમાં જ લઈ જતા હતા પણ હમણાં હમણાં હવે વૈયાવચ્ચમાં લઈ જઈએ છીએ. આપણે જોઈએ કે – આ અંગે શાસ્ત્ર શું કહે છે? દ્રવ્ય સપ્તતિકામાં સ્પષ્ટ લખ્યું છે કે, ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધાર તથા નૂતન મંદિર નિર્માણ આદિમાં જાય. “આદિ” શબ્દથી તેઓ વૈયાવચ્ચમાં લઈ જવાય તેમ કહે છે. આપણે કહીએ છીએ કે “આદિ” શબ્દનો અર્થ સીધો છે. જીર્ણોદ્ધાર અને નૂતન મંદિર નિર્માણ સાથે “આદિ” શબ્દ હોવાથી તેનો ઉપયોગ મંદિરને લગતી ચીજો જેવી કે ત્રિગડું, સિંહાસન, ભંડાર બનાવવા વગેરેમાં ઉપયોગ કરાય પણ વૈયાવચ્ચમાં લઈ જવાય એવો અર્થ ન નીકળે. ત્યાં ગુરુદ્રવ્ય ગૌરવ યોગ્ય સ્થાનમાં લઈ જવાનું કહ્યું છે. તો ગૌરવ યોગ્ય સ્થાન કયું? તેઓ કુમતિના જોરે ગૌરવ યોગ્યનો અર્થ સાધુ-સાધ્વી કહે છે. પણ સાધુ-સાધ્વીજીના પૂજનના દ્રવ્યની વાત ચાલે છે, તે સાધુ-સાધ્વીજીથી વધારે ગૌરવ યોગ્ય કોણ ગણાય? જીર્ણોદ્ધાર અને જિનમંદિર જ ગણાય. આપણે શાસ્ત્રીય માન્યતામાં પાકા બનવાનું છે. તેમના કુતર્કોને ઓળખી લેવાના છે. તેનાથી મુંઝાવાનું નથી. આ વિરોધની બાબતમાં એકલા સાધુઓનો નહિ પરંતુ શ્રાવકોનો પણ સહયોગ જોઈએ. શ્રાવકોએ બહુશ્રુત બનવું પડશે. ખાસ કરીને ધર્માદા દ્રવ્યના વહીવટ અંગેના ગ્રંથો ધર્મસંગ્રહ, દ્રવ્યસપ્તતિકા વગેરેનો અભ્યાસ કરી લેવો જોઈએ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજીએ તેમના આ જ પુસ્તકમાં દરેક ટ્રસ્ટીએ